: ૪૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૫૦૧
* દાન *
એક રાજમાતાએ પોતાના પુત્રને કહ્યું–
બેટા! તારી સામે એક મોટા પર્વત જેવડો ધનનો ઢગલો રાખવામાં આવે તો, તું
તે કેટલા દિવસમાં દાન કરી દઈશ?
ત્યારે પુત્રે માતાને તરત જ જવાબ આપ્યો–
મા, હું તો એક મિનિટમાં જ તે બધું દાન આપી દઈશ; પરંતુ લેનારાઓ તે
કેટલા દિવસમાં લઈ જશે–તેની હું ખાતરી આપી શકતો નથી.
દાતાર કેટલો મહાન છે!
બધો પરિગ્રહ એકક્ષણમાં છોડી શકાય છે.....પણ તેનું ગ્રહણ એક ક્ષણમાં નથી
થતું. ત્યાગ મહાન છે. સંસારનો ત્યાગ ગણી–ગણીને શું કરવો? એક સામટો જ ત્યાગ
કરી દેવો.
પાની બાઢે નાવમેં, ઘરમેં બાઢે દામ,
દોનોં હાથ ઉલેચીયે, યહી શયાનો કામ.
નાવમાં પાણી ભરાતું હોય ને ઘરમાં ધન વધતું હોય, તો બંને હાથે તેને ઉલેચવા
માંડવું–એ સૂજ્ઞપુરુષોનું કર્તવ્ય છે.
લક્ષ્મી ભેગી કરીને ભંડારમાં ભરી રાખવી તે તેનો સદુપયોગ નથી, પણ ઉત્તમ
કાર્યોમાં તે વાપરી નાંખવી તે જ તેનો સદુપયોગ છે. જેમ જીવનનો સદુપયોગ
સ્વાનુભૂતિ છે તેમ લક્ષ્મીનો સદુપયોગ સુપાત્ર–દાન છે.
* * * * *
પ્રશ્ન: –સમ્યગ્દ્રષ્ટિને નિર્વિકલ્પ અનુભવમાં અનંત ગુણો હોય છે?
ઉત્તર:– હા; અનંતગુણ વગરનો આત્મા હોય નહિ; અનુભૂતિમાં પણ અનંત
ગુણના રસથી એકરસ થયેલો ‘આત્મસ્વાદ’ છે. ચૈતન્યના અનંતગુણોનો
અભેદ રસાસ્વાદ તે નિર્વિકલ્પઅનુભૂતિ છે. તે અનંત આનંદમય છે.