Atmadharma magazine - Ank 199
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 31

background image
તા. ૧૪–૩–૬૯ ના રોજ વાંદેવાસમાં સન્તપુરુષ શ્રી કાનજીસ્વામીના પદાર્પણ
પ્રસંગે દક્ષિણ ભારતના જૈન સમાજ તરફથી સમર્પિત
સ્વાગત–સંબોધન
(સામે પાને અંગ્રજીમાં છપાયેલ સ્વાગત–પત્રિકાનું ગુજરાતી ભાષાંતર)
આપનો જન્મ ઉત્તર ભારતમાં એક દૂર પ્રદેશમાં થયો હતો. અને આપે દક્ષિણ
ભારતમાં અમારા વચ્ચે પધારીને અમને ઉપકૃત કર્યા છે. જૈન સિદ્ધાંતોના પવિત્ર
શાસ્ત્રોના જ્ઞાનમાં આપ ઊંડા ઉતરેલા છો. દિગમ્બર ધર્મ જ એકલો આત્માની મુક્તિનો
માર્ગ છે–એવું સત્યજ્ઞાન આપને પ્રાપ્ત થયું છે. આપ આપના આત્મામાંથી પ્રગટ થતાં
પ્રકાશને અમ સૌ જૈનો પ્રત્યે ફેલાવો છો. આ રીતે આપ, માનવોની હૃદયભૂમિમાં
ધર્મનાં બીજ રોપી રહ્યા છો, નિઃસંદેહપણે આપ સ્વયં પરમાત્માના પ્રતિનિધિ છો.
હે જૈન સિદ્ધાંતના દિવ્ય દૂત!
પવિત્ર સ્વરૂપ એવા આપે અને આપના શિષ્યોએ ધર્મના પ્રચારાર્થે નિજ જીવન
સમર્પિત કર્યું છે અને જનતાના હૃદયને વિશુદ્ધ બનાવવાના હેતુએ આપ આપનું જીવન
વીતવી રહ્યા છો. જેવી રીતે પ્રાતઃકાળનો સૂર્ય પૃથ્વીતળના અંધકારને દૂર કરી દે છે તેવી
રીતે આપ અમારા સમાજના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી રહ્યા છો.
હે દિગમ્બરોના દિવ્ય તેજ!
જૈન ધર્મના પ્રચારના હેતુએ આપે કરેલાં પુષ્કળ ઉદારતાભર્યા કાર્યો અમને
આભાર અને આશ્ચર્યથી તરબોળ કરી દે છે.
હે મુક્તિદૂત!
અમારા મધ્યમાં આપનું ભાવભીનું સ્વાગત કરતાં અમને અત્યાનંદ થાય છે. હે
મહાન પવિત્ર સંત! એક વાર ફરીને પણ અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ
અને આપ આપના–ધર્મપિતા તરીકેના અને કૃપાપૂર્ણ–આશીર્વાદ આપો એવી વિનંતિ
કરીએ છીએ.