Atmadharma magazine - Ank 236
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 33

background image
: ૨૬: આત્મધર્મ: ૨૩૬
જિનમંદિરમાં દર્શન–સ્તવન કરીને પૂ. ગુરુદેવ દેહગામથી અમદાવાદ તરફ પધાર્યા હતા. વચ્ચે નરોડા
ગામે પોણી કલાક રોકાઈને ત્યાંના જિનમંદિરના દર્શન કર્યા હતા, તથા સમયસાર ગા. ૨૦૬ ઉપર
અડધી કલાક પ્રવચન કર્યું હતું.
અમદાવાદમાં જિનમંદિરના શિલાન્યાસનો ઉત્સવ: વૈશાખ વદ નોમે પૂ. ગુરુદેવ અમદાવાદ
પધારતાં ઉત્સાહભર્યું ભવ્ય સ્વાગત થયું... પ્રવચનમાં સમયસાર કર્તા–કર્મ–અધિકાર વંચાયો હતો.
પ્રવચનમાં રાજનગરની જૈન જનતાએ વિશાળ સમુદાયમાં રસપૂર્વક ભાગ લીધો હતો. પ્રવચનમાં
ત્રણચાર હજાર માણસો થતા હતા. વૈશાખ વદ ૧૧ના રોજ ખાડીયા વિસ્તારમાં આવેલ જગ્યામાં
શ્રીપાર્શ્વનાથ દિ. જિનમંદિરના શિલાન્યાસનો ઉત્સવ ઘણા ઉલ્લાસપૂર્વક થયો હતો. મુંબઈ તેમજ
ગુજરાત–સૌરાષ્ટ્રમાંથી અનેક ભાઈઓ આ મંગલપ્રસંગમાં ભાગ લેવા આવ્યા હતા. સવારમાં પ્રવચન
પછી જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા નીકળીને જિનમંદિરના પ્લોટમાં આવી હતી ને ત્યાં પૂજનાદિ વિધિ
બાદ પૂ. ગુરુદેવના સુહસ્તે શિલા ઉપર મંગળ સ્વસ્તિક કરાવીને ભાઈશ્રી નવનીતલાલભાઈ સી.
ઝવેરીના સુહસ્તે ઘણા આનંદોલ્લાસ પૂર્વક જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું. ગુરુદેવની મંગલછાયામાં
મહાગુજરાતના આ મુખ્ય શહેરમાં વીતરાગી દિ. જૈનધર્મના પાયા નંખાયા તે પ્રસંગે ચારેકોર હજારો
ભક્તોની બેસુમાર ભીડ વચ્ચે જઠજયનાદ ગાજી રહ્યા હતા. ભાઈશ્રી નવનીતલાલભાઈને આ
મંગલકાર્ય કરતાં ઘણો ઉત્સાહ હતો; તેમની સાથે તેમના ધર્મપત્ની અ. સૌ. નિર્મેળાબહેને પણ
ઉત્સાહથી શિલાન્યાસ વિધિમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત મુંબઈના પ્રમુખ શ્રી મહિણલાલભાઈ,
શેઠ પૂરણચંદજી ગોધિકા, પુનમચંદ મલુકચંદ, કલ્યાણભાઈ લાલભાઈ, શુકનરાજજી, મલુકચંદભાઈ
વગેરે ભાઈઓએ પણ ઉત્સાહપૂર્વક શિલાન્યાસવિધિમાં સાથ પૂરાવ્યો હતો. પૂ. બેનશ્રી–બેનના પવિત્ર
હસ્તે પણ શિલાન્યાસ થયું હતું. અમદાવાદ મુમુક્ષુમંડળના બધા ભાઈ–બહેનોને આ પ્રસંગે અનેરો
ઉત્સાહ હતો. શિલાન્યાસ બાદ આવું મહા મંગળકાર્ય કરવાનો સુઅવસર પોતાને મળ્‌યો તેના
હર્ષોલ્લાસમાં ભાઈશ્રી નવનીતલાલભાઈ તરફથી રૂા. ૨પ૦૦૧ (પચીસ હજારને એક) અમદાવાદ દિ.
જિનમંદિરને અર્પણ કરવામાં આવ્યા હતા; એ જ રીતે ભાઈશ્રી પુનમચંદ મલુકચંદ છોટાલાલ તરફથી
પણ રૂા. ૨પ૦૦૧) તથા ખીમચંદ જેઠાલાલ શેઠ હા. મણિભાઈ તરફથી રૂા. ૧૦, ૦૦૧) શેય
પૂરણચંદજી ગોધિકા તરફથી રૂા. ૧૦, ૦૦૧) તથા શેઠ હસ્તીમલજી શુકનરાજ તરથી રૂા. ૧૧, ૦૦૧)
જાહેર કરવામાં આવ્યા હતા. બીજી પણ અનેક રકમ શિલાન્યાસ પ્રસંગે થઈ હતી. અમદાવાદ જેવા
ભારતના અગ્રગણ્ય શહેરમાં ભવ્ય જિનમંદિર થાય તે માટે સૌને ઘણો જ ઉત્સાહ છે. અમદાવાદના
આંગણે ગુરુદેવની મંગલ છાયામાં આવો સુઅવસર પ્રાપ્ત કરવા માટે અમદાવાદના મુમુક્ષુઓને
અભિનંદન!
[એક નોંધ: આત્મધર્મના ગતાંકમાં વાંકાનેરમાં સ્વાધ્યાયમંદિરના શિલાન્યાસ સંબંધી
સમાચારમાં કુલ રૂા. ૩૩ હજારનું ફંડ થયાની જે વિગત જણાવી છે તેમાં, પ્રારંભમાં શ્રી હેમચંદભાઈ
વૈશાખ વદ ૧૩ના રોજ સવારમાં અમદાવાદથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવ દાહોદનગરમાં
પધાર્યા. અહીંના ઉત્સાહી સમાજે ઉમંગભેર ગુરુદેવનું સ્વાગત કર્યું. સ્વાગત પ્રસંગે બે જિનમંદિરોના
દર્શન કર્યાં. અહીં કુલ ચાર જિનમંદિરો છે. સવારે સ્વાગત પછી મંગલાચરણમાં સિદ્ધોની સ્થાપનાની
સુંદર વાત ગુરુદેવે કરી હતી. બપોરે પ્રવચનમાં ખુલ્લા ચોગાનમાં બે હજાર જેટલા માણસોની મેદની
થઈ હતી, દાહોદના સમાજે ઘણા ઉત્સાહથી ભાગ લીધો હતો. પ્રવચન પછી નવા જિનમંદિરમાં
ઉલ્લાસભરી ભક્તિ થઈ હતી. નાના–મોટા સેંકડો ભાઈબેનો ઉત્સાહથી ભક્તિમાં ભાગ લેતા હતા, તે
જોઈને આનંદ થતો હતો. સાંજે સાડા પાંચ વાગે પૂ. ગુરુદેવે દાહોદથી સમરદારગઢ પ્રસ્થાન કર્યું હતું.