Atmadharma magazine - Ank 266-267
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 73

background image
: ૫૦ : આત્મધર્મ : માગશર : ૨૪૯૨
સ્વરૂપ છે એમ પ્રતીતમાં આવ્યું. આમ અનંતગુણની નિર્મળ પરિણતિ સહિત સમ્યક્ત્વ
થયું; ત્યાં અનંત ગુણવાળો ચૈતન્યરત્નાકર ઊછળ્‌યો.
સમ્યક્ત્વમાં આત્માની પ્રતીત છે, આત્માના અનંત ગુણ છે તે બધાનું કાર્ય
પર્યાયમાં આવે છે; અકારણકાર્યત્વનું પર્યાયમાં પરિણમન થયું એટલે રાગ સાથે કારણ–
કાર્યપણું ન રહ્યું; વિભુત્વનું શુદ્ધ કાર્ય પ્રગટ્યું ત્યાં અનંતગુણો પર્યાયમાં નિર્મળપણે
વ્યાપ્યા; પ્રકાશશક્તિનું કાર્ય પ્રગટ્યું ત્યાં બધા ગુણોનું પ્રત્યક્ષ સંવેદન પર્યાયમાં પ્રગટ્યું.
આમ બધા ગુણોનું કાર્ય સમ્યક્ત્વ થતાં પર્યાયમાં આવે છે. એને શ્રીમદ્ રાજચંદ્રજીએ
‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ કહ્યું છે. કર્તા–ભોક્તા, આનંદ, પ્રભુતા, વીર્ય–એ બધા
ગુણોની પ્રતીત થતાં તે બધાનું કાર્ય પર્યાયમાં આવ્યું છે.
સ્વયં પ્રકાશમાન એવી સ્વસંવેદનશક્તિથી આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ થયો, ત્યાં
અનંત ગુણનો નિર્મળ અંશ સ્વાનુભવમાં ભેગો આવ્યો છે. અહા, અનંત આકાશ
કરતાંય જેના સ્વભાવની વિશાળતા, એવા આત્માની પ્રતીત કરતાં તો આખો પ્રભુતાનો
દરિયો ઊછળે છે; પ્રભુતાનું કાર્ય પ્રતીત સાથે જ પ્રગટ થાય છે; વેદનમાં અનંતગુણની
પર્યાય પ્રગટપણે આવી છે. જ્ઞાનચેતના અંતરમુખ કામ કરે છે, તેમાં અનંતગુણના
નિર્મળ અંકુરા ફાટયા. આવું સમ્યગ્દર્શન થતાં કેવળજ્ઞાન ન થાય એમ બને નહિ.
કેવળજ્ઞાનની જેમ જ સમ્યગ્દર્શન અપ્રતિહત સ્વભાવને પ્રતીતમાં લ્યે છે. ચારિત્રગુણનો
પિંડ પ્રતીતમાં આવતાં તે પ્રતીતની સાથે ચારિત્રગુણનો અંશ પણ પ્રગટ્યો છે. આવી
પ્રતીત પરના લક્ષે ન થાય. અનંતગુણના પિંડરૂપ જે દ્રવ્યભગવાન તેના ધ્યેયે
અનંતગુણનું કાર્ય પ્રગટી જાય છે. અનંતગુણ કારણપણે તો છે, પણ તેની સન્મુખ થઈને
તેને કારણ બનાવ્યા વગર નિર્મળ કાર્ય આવે નહિ.
અહો, જેવી દ્રવ્યની મહત્તા છે એવી જ એની પ્રતીતની મહત્તા છે. તે પ્રતીતમાં
અનંતગુણનું કાર્ય આવ્યું છે. –અનંતગુણનો ખજાનો સમ્યક્ત્વ થતાં ખૂલ્યો છે. ‘સબ
આગમ ભેદ સુઉર વસે’ વસ્તુ એના હાથમાં આવી ગઈ. ભલે કદાચ વિશેષ પડખાનો
ખુલાસો કરતાં ન આવડે, પણ સ્વવસ્તુને એણે પકડી લીધી છે. સ્વવસ્તુનો અપાર
વૈભવ એના હાથમાં આવ્યો છે.
અરે, સમ્યક્ત્વની પૂંજી કેટલી મોટી છે!! એની જગતને ખબર નથી.
અમૂર્તગુણ, નિષ્ક્રિયત્વગુણ વગેરે અનંતાગુણનો આખો સમુદાય એક સાથે પ્રગટ્યો
છે. આવા આત્માની પ્રતીત– “આ આત્મા” એવી પ્રતીત–તે સમ્યગ્દર્શન છે. સમ્યક્ત્વ