: ભાદરવો : આત્મધર્મ : ૩૩ :
પ્રશ્ન:– આ સમજીને પછી શું કરવું? ૨૪ કલાકનો કાર્યક્રમ શું?
ઉત્તર:– ભાઈ, ધર્માત્માને ચોવીસે કલાકનો આ જ કાર્યક્રમ છે કે સમ્યગ્દર્શન–
સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને ઉપયોગ ક્્યારેક સ્વમાં હોય છે ને ક્્યારેક પરમાં
સમ્યગ્દર્શન થાય એટલે તે જીવ સદાય નિર્વિકલ્પ–અનુભૂતિમાં જ રહે–એવું નથી.
સ્વાનુભૂતિ તે જ્ઞાનની સ્વઉપયોગરૂપ પર્યાય છે; સમ્યગ્દર્શનને તે ઉપયોગરૂપ
સ્વાનુભૂતિ સાથે વિષમવ્યાપ્તિ છે, એટલે કે એક પક્ષ તરફની વ્યાપ્તિ છે. જેમ
કેવળદર્શન અને કેવળજ્ઞાનને, અથવા તો આત્માને અને જ્ઞાનને, તો સમવ્યાપ્તિ છે–
એટલે કે જ્યાં બેમાંથી એક હોય ત્યાં બીજું પણ હોય જ; અને એક ન હોય ત્યાં બીજું
પણ ન જ હોય.–એમ બંનેને પરસ્પર અવિનાભાવીપણું છે, એને સમવ્યાપ્તિ કહે છે.
પણ સમ્યગ્દર્શનને અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિને એવું સમવ્યાપ્તિપણું નથી, પણ
વિષમવ્યાપ્તિ (એક પક્ષ તરફનું અવિનાભાવપણું) છે; એટલે કે–