Atmadharma magazine - Ank 272
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 65

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૨પ :
તેમના છેલ્લા દશ અવતારની કથા
(મહાપુરાણના આધારે લે બ્ર. હ. જૈન: લેખાંક બીજો)
[આત્મધર્મમાં અંક ૨૭૧થી આપણે ભગવાન ઋષભદેવનું પવિત્ર જીવનચરિત્ર
શરૂ કર્યું છે. પૂર્વે દશમા ભવે તે જીવ મહાબલરાજાના ભવમાં જૈનધર્મના સંસ્કાર પામ્યો,
ત્યાંથી લલિતાંગદેવ થયો. હજી તે જીવ સમ્યગ્દર્શન નથી પામ્યો. સમ્યગ્દર્શન હજી એક
ભવ પછી પામશે.....ને એની સમ્યગ્દર્શન પામવાની કથા વાંચતા આપણા રોમરોમ
ઉલ્લસી જશે. ત્યાર પહેલાં સંતજનોની સેવા અને સત્સંગના પ્રતાપે તેના પરિણમનનો
પ્રવાહ પલટવાની તૈયારી ચાલી રહી છે....એક લેખ પછીના લેખમાં તે મહાત્મા, સંતોના
અપૂર્વે પ્રસાદવડે સમ્યગ્દર્શનથી અલંકૃત થશે.....ત્યાંસુધીમાં આપણે પણ તેમના જેવી
તૈયારી કરીએ.....ને તેમના જીવનને અનુસરીએ..... સં.
]
[૩]
ઋષભદેવનો આઠમો પૂર્વભવ: વજ્રજંઘરાજા
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામનો મનોહર દેશ છે; તેની
.
લલિતાંગદેવની જે સ્વયંપ્રભા નામની મહાદેવી હતી તે પણ સ્વર્ગનું આયુષ્ય પૂરું
થતાં છ મહિના સુધી જિનપૂજન કરતી થકી ત્યાંથી ચ્યુત થઈ, અને વિદેહક્ષેત્રની
પુંડરીકિણીનગરીના રાજા વજ્રદંત ચક્રવર્તીની પુત્રી તરીકે જન્મી; એનું નામ
‘શ્રીમતી’
એકવાર શ્રીમતી રાજભવનમાં હતી તે વખતે, તેના દાદા શ્રી યશોધર મુનિરાજને
કેવળજ્ઞાન થયું અને તે કેવળજ્ઞાનની પૂજા કરવા માટે દેવોના વિમાનો ત્યાંથી પસાર
થતા હતા, તે દેવવિમાનોને જોતાં જ તેને પોતાના પૂર્વ ભવનું સ્મરણ થઈ આવ્યું