Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 49

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૨૧ :
અને જંગલમાં પોતાનું સ્થાન માને છે. ‘લોકસંસર્ગથી રાગદ્વેષ થાય છે માટે એકાંત
જંગલમાં રહું તો શાંતિ થાય’–એવી માન્યતાવાળો પણ બહિરાત્મા છે. જેમ લોકો બાહ્ય
છે તેમ જંગલ પણ બાહ્ય છે. લોકસંસર્ગનો પ્રેમ છોડીને જંગલનો પ્રેમ કર્યો તો તે પણ
બાહ્યદ્રષ્ટિ જ છે. જ્ઞાની તો લોકસંસર્ગ છોડીને અંતરના ચૈતન્યતત્ત્વમાં નિવાસ કરે છે.
મુનિઓ આનંદમાં ઝૂલતા ને આત્મામાં વસતા,–બાહ્ય જંગલમાં રહે છે, પણ બાહ્ય
જંગલથી મને શાંતિ છે–એવી બુદ્ધિ નથી, જંગલ પણ પર છે, અમારો વાસ તો અમારા
શુદ્ધસ્વરૂપમાં જ છે, અંતરસ્વરૂપમાં એકાગ્ર થયા ત્યાં જાણે સિદ્ધભગવાનની સાથે બેઠા!
સમસ્ત પદાર્થોથી વિભક્ત એવો જે પોતાનો આત્મા તેમાં જ મુનિઓ વસે છે.
જંગલમાંથી આહારાદિ માટે ગામમાં આવે, ને લોકોનાં ટોળાં નજરે પડે ત્યાં મુનિને કાંઈ
સંદેહ નથી થઈ જતો કે હું સ્વરૂપમાંથી ખસીને લોકસંસર્ગમાં આવી ગયો. ચારેકોર
ભક્તોનાં ટોળાં હોય છતાં મુનિ જાણે છે કે મારો આત્મા લોકસંસર્ગથી પર છે, મારા
ચૈતન્યસ્વરૂપમાં જ મારો નિવાસ છે. બહારમાં ભક્તોનાં ટોળાં વચ્ચે બેઠા છે માટે તેને
બાહ્યદ્રષ્ટિ છે–એમ નથી; તેમ જ બહારમાં લોકોનો સંગ છોડીને જંગલમાં જઈને ગૂફામાં
રહે તેથી તેને બાહ્યદ્રષ્ટિ છૂટી ગઈ છે–એમ પણ નથી. જ્ઞાની જાણે છે કે મારો આત્મા
સર્વલોકથી જુદો જ છે, જ્ઞાનાનંદસ્વરૂપ મારો આત્મા જ મારું નિવાસધામ છે,–આવી
અંતરદ્રષ્ટિપૂર્વક જ્ઞાની તેમાં જ એકાગ્ર થાય છે: ને ચૈતન્યના આનંદમાં એકાગ્ર થતાં
બાહ્ય સંસર્ગ પ્રત્યે રાગ–દ્વેષ થતા નથી તેથી તેમણે બાહ્ય સંસર્ગ છોડયો–એમ કહેવામાં
આવે છે.
।। ૭૩ ।।
આપણે સોનગઢમાં રહેતા
હોઈએ ને સોનગઢ ઉપરાંત બીજા
કોઈ ગામના દિગંબર જૈનમંદિરમાં
ભગવાનના દર્શન કરવા માટે પગે
ચાલીને જવાની ભાવના આપણને
થાય, તો સૌથી નજીકમાં નજીક કયા
ગામમાં આપણને વીતરાગ
ભગવાનનાં દર્શન થશે?