Bruhad Dravya Sangrah (Gujarati). Bruhad-Dravyasangrah Ane Laghudravyasangrah; Aavrutti; Shri Sadgurudev Stuti; Prakashakiy Nivedan; Anukramanika; Pratham Adhikar:Shaddravya-Panchastikay Adhikar; Bruhad--Dravyasangrah; Shaddravya-Panchastikay Adhikar; Tikakaranu Mangalacharan; Gatha: 1 : Granthakartanu Mangalacharan, 1 : Mangalacharananu Phal, 1 : Shastranu Nimitta Karan, Prayojan, Pariman, 2 :Jeevadravyana Sambadhama Nav Adhikaronu Sankshep Kathan.

Next Page >


Combined PDF/HTML Page 1 of 15

 


Page -10 of 272
PDF/HTML Page 2 of 284
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ૨૧૪
શ્રીમદ્ નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવ વિરચિત
બૃહદ્-દ્રવ્યસંગ્રહ
અને
લઘુદ્રવ્યસંગ્રહ
(શ્રીબ્રહ્મદેવવિરચિત સંસ્કૃતવૃત્તિસહિત)
ઃ અનુવાદકઃ
બ્ર. વ્રજલાલ ગિરધારલાલ શાહ
બી. એ. (ઓનર્સ); એસ. ટી. સી. ‘રાષ્ટ્રભાષા રત્ન’
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)

Page -9 of 272
PDF/HTML Page 3 of 284
single page version

background image
પ્રથમાવૃત્તિઃ વીર સંવત્ ૨૫૩૪વિ. સંવત્ ૨૦૬૪પ્રત ૨૦૦૦
ઃ મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
: (02846) 244081
આ શાસ્ત્રની પડતર કિંમત રુા. ૫૭=૫૦ થાય છે. અનેક મુમુક્ષુઓની
આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રુા. ૪૦=૦૦ થાય છે. તેમાંથી
૫૦% શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ
શાહ-પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતાં, આ ગ્રંથની વેચાણ
કિંમત રુા. ૨૦=૦૦ રાખવામાં આવી છે.
કિંમત રુા. ૨૦=૦૦


Page -7 of 272
PDF/HTML Page 5 of 284
single page version

background image
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
[પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ રચિત]
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો
! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાંઅંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ
! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!

Page -6 of 272
PDF/HTML Page 6 of 284
single page version

background image
શ્રી સ્વાભાવિક ચિદાનન્દસ્વરૂપાય નમઃ
પ્રકાશકીય નિવેદન
આ ‘‘બૃહદદ્રવ્યસંગ્રહ’’ ૫૮ ગાથાઓનો નાનો ગ્રંથ છે, પરંતુ વિષય વિવેચનની દ્રષ્ટિએ ઘણો
ઉપયોગી અને મહત્વપૂર્ણ છે. ગ્રન્થકારે આમાં જૈન સિદ્ધાન્તનો સાર ભરી દીધો છે. જીવના નવ
અધિકારોમાં વ્યવહાર અને નિશ્ચય
બન્ને નયોનું સંધિબદ્ધ કથન કર્યું છે.
આ ગ્રન્થમાં ત્રણ અધિકાર છે. પહેલા અધિકારમાં છ દ્રવ્ય અને પંચાસ્તિકાયનું, બીજામાં
સાત તત્ત્વ અને નવ પદાર્થોનું તથા ત્રીજામાં નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગનું પ્રતિપાદન ઉત્તમ શૈલીથી
કરવામાં આવ્યું છે. સૈદ્ધાંતિક જ્ઞાન માટે તત્ત્વાર્થસૂત્રની જેમ દ્રવ્યસંગ્રહ પણ અત્યંત ઉપયોગી ગ્રન્થ
છે, અને શ્રી સમયસાર આદિ અધ્યાત્મ-ગ્રન્થો માટે પ્રવેશિકા સમાન છે. આ ગ્રન્થના રચયિતા શ્રી
નેમિચન્દ્ર સિદ્ધાન્તદેવ મહાન્ આચાર્ય હતા અને સિદ્ધાંત તેમ જ અધ્યાત્મના-ગ્રન્થોના પારગામી હતા.
બૃહદ્દ્રવ્યસંગ્રહની માત્ર એક સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. શ્રી બ્રહ્મદેવે આ ટીકા ઘણી સુંદર,
વિસ્તૃત અને સપ્રમાણ લખી છે. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. અનેક જૈન શાસ્ત્રોનું ગહન અધ્યયન
અને મનન કર્યું હતું. તેમને નયોનું ઉચ્ચકોટિનું જ્ઞાન હતું
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ ગ્રન્થ ઉપર અપૂર્વ અને ગંભીર પ્રવચનો આપ્યાં
છે. તેમાંથી પ્રેરણા પામીને આ ગુજરાતી અનુવાદ પ્રથમવાર જ પ્રસિદ્ધ થાય છે. આ પ્રેરણા બદલ
તેઓશ્રીનો અતિ અતિ ઉપકાર માનીએ છીએ.
શ્રી બ્રહ્મદેવ સંસ્કૃત ટીકા ઉપરથી આ ગુજરાતી ભાષાન્તર સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ
ગિરધરલાલ શાહે કરી આપેલ છે. તેઓ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી. હોવા ઉપરાંત
રાષ્ટ્રભાષારત્ન છે. તેઓ અતિ નમ્ર, વૈરાગ્યશીલ, બાલ બ્રહ્મચારી, ઉત્તમ ધાર્મિકવૃત્તિવાળા, નિઃસ્પૃહી
સજ્જન છે, વઢવાણ શહેરની હાઈસ્કૂલમાં પ્રતિષ્ઠાપ્રાપ્ત શિક્ષક છે. તેઓ દર વર્ષે બન્ને વેકેશનમાં
સોનગઢ આવીને પૂજ્ય ગુરુદેવશ્રીના કલ્યાણપથપ્રદર્શક પ્રવચનોનો તથા અધ્યાત્મચર્ચાનો લાભ લ્યે છે,
ગ્રીષ્માવકાશમાં સોનગઢમાં ચાલતા શિક્ષણવર્ગમાં વિદ્યાર્થીઓને તેમની સચોટ શૈલીથી શિક્ષણ આપે છે.
તેમણે ઘણા ગ્રન્થોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ પણ જિનવાણી પ્રત્યેની
ભક્તિવશ અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્દન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે તે માટે આ સંસ્થા તેમની અત્યંત
ૠણી છે અને ધન્યવાદ આપવા સાથે અંતઃકરણપૂર્વક તેમનો આભાર માને છે.
માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈએ આખો અનુવાદ ખૂબ ઝીણવટથી તપાસી આપ્યો છે,
તેમજ ઘણી જગ્યાએ ફુટનોટો લખીને વિષયને અતિસ્પષ્ટ કર્યો છે. વળી, તેમણે પાઠ્ય-પુસ્તક તરીકે

Page -5 of 272
PDF/HTML Page 7 of 284
single page version

background image
ઉપયોગી થઈ શકે એવું દ્રવ્યસંગ્રહ લખેલ છે, જે ઘણી જગ્યાએ ધાર્મિક શિક્ષણ-શિબિરના
અભ્યાસક્રમમાં રાખવામાં આવે છે. તે બદલ તેમનો અત્યંત આભાર માનીએ છીએ.
શ્રી પં. હિંમતભાઈએ તથા શ્રી ખીમચંદભાઈએ આખોય અનુવાદ ચીવટથી તપાસી આપ્યો
છે અને અનુવાદમાં કોઈ કોઈ સ્થળે પડતી મુશ્કેલીનો તેમના વિશાળ જ્ઞાન દ્વારા ઉકેલ કરી આપ્યો
છે. વળી શ્રી બ્ર. શ્રી ચંદુભાઈ તથા શ્રી બ્ર. ગુલાબચંદભાઈએ અનુવાદ તપાસી આપવા ઉપરાંત પ્રૂફ
સંશોધનાદિ કાર્ય પણ કરી આપ્યું છે. આ રીતે તેમણે જે અમૂલ્ય સહાય આપી છે તે બદલ તેમનો
સૌનો આભાર માનીએ છીએ.
આ શાસ્ત્રની શ્રી બ્રહ્મદેવવિરચિત સંસ્કૃતવૃત્તિ તથા તેના ગુજરાતી અનુવાદ સહિતની એક
આવૃત્તિ આ પહેલાં અન્ય સંસ્થા તરફથી પ્રકાશિત કરવામાં આવી હતી. આ શાસ્ત્ર મુમુક્ષુઓને
આત્મહિતાર્થે ખૂબ જ ઉપયોગી લાગવાથી આ સંસ્થા દ્વારા તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ રહી
છે. આશા છે કે મુમુક્ષુ સમાજ તેના સ્વાધ્યાયથી લાભાાન્વિત થશે.
શ્રી જિનેન્દ્ર પરમાત્મા દ્વારા જે વસ્તુસ્વરૂપનું સચોટ, સુસ્પષ્ટ અને નયવિભાગપૂર્વક પ્રતિપાદન
આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે તે વાંચી-વિચારી, તેના ભાવોને યથાર્થપણે અંતરમાં ઉતારીને જિજ્ઞાસુ
જીવો જ્ઞાયકસ્વભાવના આશ્રયે નિજાત્મહિત સાધો એ ભાવના.
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
પૂજ્ય ગુરુદેવશ્રીનો
૧૧૯મો જન્મ-જયંતી મહોત્સવ
વૈશાખ સુદ ૨
તા. ૭-૫-૨૦૦૮

Page -4 of 272
PDF/HTML Page 8 of 284
single page version

background image
અનુક્રમણિકા
વિષય
ગાથા નં.
પાના નં.
પ્રથમ અધિાકાર
પ્રથમ અધિાકાર .......................................
.......................................
૧-૨૭ ----------
----------
---------- ૧-૯૧
ટીકાકારનું મંગલાચરણ ..............................................................................................૧
ગ્રંથકર્તાનું મંગલાચરણ ................................................................... ૧ -------------------- ૪
મંગલાચણનું ફળ.......................................................................... ૧ -------------------- ૬
શાસ્ત્રનું નિમિત્ત કારણ, પ્રયોજન, પરિમાણ ......................................... ૧ -------------------- ૭
નામ અને કર્તા
જીવદ્રવ્યના સંબંધમાં નવ અધિકારોનું સંક્ષેપ કથન ................................ ૨ -------------------- ૮
જીવનું સ્વરૂપ (ચેતના) .................................................................. ૩ ------------------ ૧૧
ઉપયોગનું સ્વરૂપ ......................................................................... ૪ ------------------ ૧૪
જ્ઞાનોપયોગના ભેદ તથા સ્વરૂપ ....................................................... ૫ ------------------ ૧૬
જ્ઞાન-દર્શન ઉપયોગના વ્યાખ્યાનનો નય વિભાગથી ઉપસંહાર ...................૬ ------------------ ૨૦
જીવ વ્યવહારથી મૂર્ત છે પણ નિશ્ચયથી અમૂર્ત છે ............................... ૭ ------------------ ૨૨
જીવ નિશ્ચયથી કર્માદિના કર્તાપણાથી રહિત હોવા છતાં
વ્યવહારનયથી કર્મનો કર્તા થાય છે ....................................... ૮ ------------------ ૨૪
જીવ શુદ્ધનયથી નિર્વિકાર સુખામૃતનો ભોક્તા છે તોપણ અશુદ્ધનયથી
સાંસારિક સુખ-દુઃખનો ભોક્તા થાય છે ................................. ૯ ------------------ ૨૬
જીવ નિશ્ચયનયથી લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશમાત્ર હોવા છતાં
વ્યવહારનયથી શરીરપ્રમાણ છે. .......................................... ૧૦ ------------------ ૨૮
સમુદ્ઘાતના ભેદ અને સ્વરૂપ ....................................................... ૧૦ ------------------ ૩૦
સંસારી જીવનું સ્વરૂપ નયવિભાગથી ............................................... ૧૧ ------------------ ૩૩
ત્રસ અને સ્થાવરના ભેદ, ત્રસ અને સ્થાવરનું ચૌદ જીવસમાસ
અપેક્ષાએ કથન .............................................................. ૧૨ ------------------ ૩૪
જીવોનું ચૌદ માગણાસ્થાન અને ચૌદ ગુણસ્થાન અપેક્ષાએ કથન ............ ૧૩ ------------------ ૩૭
ગુણસ્થાનોનાં નામ અને લક્ષણ ...................................................... ૧૩ ------------------ ૩૭
શ્રાવકની અગીયાર પ્રતિમાઓ........................................................ ૧૩ ------------------ ૪૦

Page -3 of 272
PDF/HTML Page 9 of 284
single page version

background image
મુનિરાજનાં પાંચ મહાવ્રતો તથા શ્રેણી વગેરેનું સ્વરૂપ .......................... ૧૩ ------------------ ૪૦
માર્ગણાઓનું કથન...................................................................... ૧૩ ------------------ ૪૩
સિદ્ધોનું સ્વરૂપ તથા ઉર્ધ્વગમન સ્વભાવ........................................... ૧૪ ------------------ ૪૭
હેયરૂપ અજીવદ્રવ્યના કથનની શરૂઆત તથા ભેદ .............................. ૧૫ ------------------ ૫૬
પુદ્ગલનું સ્વરૂપ ........................................................................ ૧૫ ------------------ ૫૭
પુદ્ગલ દ્રવ્યના વિભાવવ્યંજન પર્યાયોનું પ્રતિપાદન .............................. ૧૬ ------------------ ૫૮
ધર્મદ્રવ્યનું વ્યાખ્યાન .................................................................... ૧૭ ------------------ ૬૨
અધર્મદ્રવ્યનું વ્યાખ્યાન.................................................................. ૧૮ ------------------ ૬૩
આકાશદ્રવ્યનું કથન ..................................................................... ૧૯ ------------------ ૬૪
લોકાકાશના સ્વરૂપનું કથન ........................................................... ૨૦ ------------------ ૬૬
નિશ્ચયકાળ અને વ્યવહારકાળનું સ્વરૂપ............................................. ૨૧ ------------------ ૬૭
કાળદ્રવ્યના અભાવરૂપ માન્યતાનું ખંડન,
સમય આદિ કાળના પર્યાયોનું ઉપાદાન કારણ કાળદ્રવ્ય નથી
એવી માન્યતાનું ખંડન ...................................................... ૨૧ ------------------ ૭૦
નિશ્ચયકાળના રહેવાના ક્ષેત્રનું તથા દ્રવ્યની સંખ્યાનું પ્રતિપાદન ............... ૨૨ ------------------ ૭૧
લોકાકાશની બહારનાં કાળાણુઓનો અભાવ હોવાથી
આકાશદ્રવ્યનું પરિણમન કઈ રીતે? ..................................... ૨૨ ------------------ ૭૨
કાળદ્રવ્યના પરિણમનમાં સહકારી(નિમિત્ત) કારણ કોણ? ...................... ૨૨ ------------------ ૭૩
છ દ્રવ્યોના વ્યાખ્યાનનો ઉપસંહાર,
પંચાસ્તિકાયના વ્યાખ્યાનની શરૂઆત ...............................૨૩-૨૪ ------------------ ૭૬
કાયત્વના વ્યાખ્યનનો વિશેષ વિસ્તાર ............................................... ૨૫ ------------------ ૭૯
પુદ્ગલ દ્રવ્યને પણ કાયત્વ હોવાનું કથન ......................................... ૨૬ ------------------ ૮૧
પ્રદેશનું લક્ષણ ........................................................................... ૨૭ ------------------ ૮૩
છ દ્રવ્યોનું ચૂલિકારૂપે વિશેષ વ્યાખ્યાન ....................................................................... ૮૫
હેય-ઉપાદેય સ્વરૂપનો વિશેષ વિચાર .......................................................................... ૮૮
અધિાકાર બીજો
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિાકાર
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિાકાર ........................
........................
........................ ૨૮-૩૮
૨૮-૩૮
૨૮-૩૮ ---------------
---------------
બીજા અધિકારની સમુદાય પાતનિકા.......................................................................... ૯૦
વિષય
ગાથા નં.
પાના નં.

Page -2 of 272
PDF/HTML Page 10 of 284
single page version

background image
આસ્રવ આદિ સાત પદાર્થોની સિદ્ધિ .......................................................................... ૯૧
ક્યા પદાર્થોનો કર્તા કોણ તથા કર્તૃત્વના વિષયમાં નયવિભાગનું કથન ................................. ૯૩
શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ છે ધ્યાન કે ભાવનારૂપ નથી તેની ચર્ચા ............................ ૯૪
સાત તત્ત્વોનો નિર્દેશ ................................................................... ૨૮ ------------------ ૯૫
આસ્રવનું સ્વરૂપ (ભાવાસ્રવ અને દ્રવ્યાસ્રવનું સ્વરૂપ) ......................... ૨૯ ------------------ ૯૭
ભાવાસ્રવનું વિશેષપણે કથન ......................................................... ૩૦ ------------------ ૯૮
દ્રવ્યાસ્રવનું વિશેષપણે કથન .......................................................... ૩૧ ---------------- ૧૦૧
બંધ પદાર્થનું કથન (ભાવબંધ અને દ્રવ્યબંધનું સ્વરૂપ) ........................ ૩૨ ---------------- ૧૦૨
બંધના પ્રકૃતિ આદિ ચાર ભેદોનું કથન ........................................... ૩૩ ---------------- ૧૦૩
સંવર પદાર્થના સ્વરૂપનું કથન (ભાવસંવર અને દ્રવ્યસંવરનું કથન) ......... ૩૪ ---------------- ૧૦૭
સંવરના વિષયમાં નયવિભાગનું કથન .............................................. ૩૪ ---------------- ૧૦૮
ક્ષયોપશમનું લક્ષણ...................................................................... ૩૪ ---------------- ૧૧૧
સંવરના કારણોના ભેદનું કથન ...................................................... ૩૫ ---------------- ૧૧૨
વ્રત અને ગુપ્તિનું સ્વરૂપ .............................................................. ૩૫ ---------------- ૧૧૩
ઉત્તમ ક્ષમાદિ દસધર્મનું સ્વરૂપ...................................................... ૩૫ ---------------- ૧૧૪
બાર અનુપ્રેક્ષાનું કથન
અધ્રુવ અનુપ્રેક્ષા ..................................................................... ૩૫ ---------------- ૧૧૭
અશરણ અનુપ્રેક્ષા ................................................................... ૩૫ ---------------- ૧૧૮
સંસાર અનુપ્રેક્ષા..................................................................... ૩૫ ---------------- ૧૧૯
એકત્વ અનુપ્રેક્ષા .................................................................... ૩૫ ---------------- ૧૨૨
અન્યત્વ અનુપ્રેક્ષા ................................................................... ૩૫ ---------------- ૧૨૪
અશુચિ અનુપ્રેક્ષા .................................................................... ૩૫ ---------------- ૧૨૫
આસ્રવ અનુપ્રેક્ષા.................................................................... ૩૫ ---------------- ૧૨૬
સંવર અનુપ્રેક્ષા ...................................................................... ૩૫ ---------------- ૧૨૭
નિજરા અનુપ્રેક્ષા .................................................................... ૩૫ ---------------- ૧૨૮
લોક અનુપ્રેક્ષા ....................................................................... ૩૫ ---------------- ૧૨૯
(અધો-મધ્ય-ઉર્ધ્વલોકનું વર્ણન)
બોધિદુર્લભ અનુપ્રેક્ષા ............................................................... ૩૫ ---------------- ૧૬૦
વિષય
ગાથા નં.
પાના નં.

Page -1 of 272
PDF/HTML Page 11 of 284
single page version

background image
ધર્મ અનુપ્રેક્ષા ........................................................................ ૩૫ ---------------- ૧૬૧
પરિષહજયનું કથન ..................................................................... ૩૫ ---------------- ૧૬૩
ચારિત્રનું કથન .......................................................................... ૩૫ ---------------- ૧૬૩
સંવરપૂર્વક નિર્જરાતત્ત્વનું સ્વરૂપ ...................................................... ૩૬ ---------------- ૧૬૭
મોક્ષ તત્ત્વનું કથન ...................................................................... ૩૭ ---------------- ૧૭૧
પુણ્ય-પાપના સ્વરૂપનું કથન .......................................................... ૩૮ ---------------- ૧૭૫
અધિાકાર ત્રીજો
(મોક્ષમાર્ગ અધિાકાર)
(મોક્ષમાર્ગ અધિાકાર) ...............................
...............................
............................... ૩૯-૫૭
૩૯-૫૭
૩૯-૫૭ ------
------
------ ૧૭૯-૨૬૨
૧૭૯-૨૬૨
વ્યવહાર અને નિશ્ચય મોક્ષમાર્ગનું સ્વરૂપ ......................................... ૩૯ ---------------- ૧૭૯
અભેદપણે આત્મા જ મોક્ષમાર્ગ છે ................................................ ૪૦ ---------------- ૧૮૧
સમ્યગ્દર્શનનું કથન ..................................................................... ૪૧ ---------------- ૧૮૩
પચીસ દોષ રહિત સમ્યક્ત્વનું કથન ............................................... ૪૧ ---------------- ૧૮૬
સમ્યક્ત્વના આઠ અંગનું સ્વરૂપ..................................................... ૪૧ ---------------- ૧૯૧
સમ્યક્ત્વનો મહિમા .................................................................... ૪૧ ---------------- ૧૯૮
સમ્યક્જ્ઞાનનું સ્વરૂપ .................................................................... ૪૨ ---------------- ૨૦૧
સમ્યક્જ્ઞાનના ભેદ ...................................................................... ૪૨ ---------------- ૨૦૨
ચાર અનુયોગનું સ્વરૂપ................................................................ ૪૨ ---------------- ૨૦૩
વિકલ્પ રહિત સત્તાનું ગ્રહણ કરનાર દર્શનનું કથન ............................. ૪૩ ---------------- ૨૦૬
મુક્ત જીવોને દર્શન અને જ્ઞાન એક સાથે જ થાય છે ........................ ૪૪ ---------------- ૨૦૮
દર્શન અને જ્ઞાનના સ્વરૂપ સંબંધી શંકા સમાધાન .............................. ૪૪ ---------------- ૨૧૦
સરાગ ચારિત્રનું સ્વરૂપ ............................................................... ૪૫ ---------------- ૨૧૪
વ્યવહારચારિત્રથી સાધ્ય નિશ્ચય ચારિત્રનું નિરૂપણ .............................. ૪૬ ---------------- ૨૧૭
નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગને અનુરૂપ ........................................ ૪૭ ---------------- ૨૧૯
ધ્યાનના અભ્યાસનો ઉપદેશ, ધ્યાતા પુરુષનું લક્ષણ ............................. ૪૮ ---------------- ૨૨૧
આગમ ભાષાએ ધ્યાનના ભેદોનું કથન............................................ ૪૮ ---------------- ૨૨૨
અધ્યાત્મભાષાએ ધ્યાનનું સ્વરૂપ ..................................................... ૪૮ ---------------- ૨૨૬
ધ્યાનના પ્રતિબંધક મોહ-રાગ-દ્વેષનું સ્વરૂપ ........................................ ૪૮ ---------------- ૨૨૬
મંત્રવાક્યમાં સ્થિત પદસ્થ ધ્યાનનું વિવરણ ....................................... ૪૯ ---------------- ૨૨૮
વિષય
ગાથા નં.
પાના નં.

Page 0 of 272
PDF/HTML Page 12 of 284
single page version

background image
‘ઓં’ એ પાંચે પરમેષ્ઠીઓનું આદિ પદ કેવી રીતે છે!....................... ૪૯ ---------------- ૨૨૯
અરહંત પરમેષ્ઠીનું સ્વરૂપ............................................................. ૫૦ ---------------- ૨૩૧
સર્વજ્ઞની સિદ્ધિ અંગે ચર્ચા ........................................................... ૫૦ ---------------- ૨૩૨
સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ................................................................ ૫૧ ---------------- ૨૩૭
આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ ............................................................ ૫૨ ---------------- ૨૩૯
ઉપાધ્યાય પરમેષ્ઠીનું સ્વરૂપ .......................................................... ૫૩ ---------------- ૨૪૨
સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ ................................................................ ૫૪ ---------------- ૨૪૩
ધ્યેય-ધ્યાતા-ધ્યાનનું લક્ષણ તથા નય વિભાગ ..................................... ૫૫ ---------------- ૨૪૬
શુભાશુભ મન-વચન-કાયાના નિરોધરૂપ પરમ ધ્યાનનું સ્વરૂપ ................. ૫૬ ---------------- ૨૪૭
ચૂલિકા અથવા ઉપસંહારરૂપે ધ્યાતા પુરુષનાં લક્ષણ
ને ધ્યાનની સમગ્રીનું કથન ................................................ ૫૭ ---------------- ૨૫૫
પંચમકાળમાં ધ્યાનનો અભાવ હોવાની શંકાનું સમાધાન........................ ૫૭ ---------------- ૨૫૫
આ કાળે મોક્ષ નથી માટે આ કાળે ધ્યાન નિષ્પ્રયોજન છે
તે શંકાનું નિવારણ .......................................................... ૫૭ ---------------- ૨૫૮
મોક્ષના વિષયમાં નયવિચાર .......................................................... ૫૭ ---------------- ૨૬૦
અધ્યાત્મ શબ્દનો અર્થ................................................................. ૫૭ ---------------- ૨૬૧
ગ્રન્થકારના અભિમાનના પરિહારનું કથન ......................................... ૫૮ ---------------- ૨૬૨
લઘુદ્રવ્યસંગ્રહ ................................................................ ગાથા ૧-૨૫ ----------૨૬૫-૨૬૯
અકારાદિક્રમેણ બૃહદદ્રવ્ય ગાથાસૂચિ ......................................................................... ૨૭૦
વિષય
ગાથા નં.
પાના નં.

Page 1 of 272
PDF/HTML Page 13 of 284
single page version

background image
શ્રી નેમિચન્દ્રસિદ્ધાંતિદેવવિરચિત
શ્રી
બૃહદ્દ્રવ્યસંગ્રહ
q
-૧-
ષડ્દ્રવ્યપંચાસ્તિકાય અધિકાર
q
श्रीमद्ब्रह्मदेवकृता संस्कृतव्याख्या
प्रणम्य परमात्मानं सिद्धं त्रैलोक्यवन्दितम्
स्वाभाविकचिदानन्दस्वरूपं निर्मलाव्ययम् ।।।।
शुद्धजीवादिद्रव्याणां देशकं च जिनेश्वरम्
द्रव्यसंग्रहसूत्राणां वृत्तिं वक्ष्ये समासतः ।।।। युग्मम् ।।
अथ मालवदेशे धारानामनगराधिपतिराजाभोजदेवाभिधानकलिकालचक्रवर्तिसम्बन्धिनः
શ્રી બ્રહ્મદેવકૃત સંસ્કૃત ટીકાનો
ગુજરાતી અનુવાદ
[ ટીકાકારનું મંગલાચરણઃ] ત્રણ લોકથી વંદ્ય, સ્વાભાવિક ચિદાનંદસ્વરૂપ,
નિર્મળ તથા અવિનાશી એવા સિદ્ધ પરમાત્માને અને શુદ્ધજીવાદિ દ્રવ્યોના ઉપદેશક શ્રી
જિનેશ્વરભગવાનને પ્રણામ કરીને, હું (
બ્રહ્મદેવ), દ્રવ્યસંગ્રહ (નામના ગ્રન્થ)નાં સૂત્રોની
ટીકા સંક્ષેપમાં કહીશ. (૧૨)
[હવે શ્રી ટીકાકાર ગ્રંથની ટીકાનો પ્રારંભ કરે છેઃ]
માળવા દેશમાં, ધારાનગરીના અધિપતિ કળિકાળચક્રવર્તી ભોજદેવરાજાના સંબંધી
1

Page 2 of 272
PDF/HTML Page 14 of 284
single page version

background image
श्रीपालमहामण्डलेश्वररस्य सम्बन्धिन्याश्रमनामनगरे श्रीमुनिसुव्रततीर्थकर चैत्यालये
शुद्धात्मद्रव्यसंवित्तिसमुत्पन्नसुखामृतरसास्वादविपरीतनारकादिदुःखभयभीतस्य परमात्म-
भावनोत्पन्नसुखसुधारसपिपासितस्य भेदाभेदरत्नत्रयभावनाप्रियस्य भव्यवरपुण्डरीकस्य
भाण्डागाराद्यनेकनियोगाधिकारिसोमाभिधानराजश्रेष्ठिनो निमित्तं श्रीनेमिचन्द्रसिद्धान्तदेवैः पूर्वं
षड्विंशतिगाथाभिर्लघुद्रव्यसंग्रहं कृत्वा पश्चाद्विशेषतत्त्वपरिज्ञानार्थं विरचितस्य बृहद्द्रव्य-
संग्रहस्याधिकारशुद्धिपूर्वकत्वेन व्याख्या वृत्तिः प्रारभ्यते
तत्रादौ ‘‘जीवमजीवं दव्वं’’ इत्यादि
सप्तविंशतिगाथापर्यन्तं षड्द्रव्यपञ्चास्तिकायप्रतिपादकनामा प्रथमोऽधिकारः तदनन्ततरं
‘‘आसवबंधण’’ इत्याद्येकादशगाथापर्यन्तं सप्ततत्त्वनवपदार्थप्रतिपादनमुख्यतया द्वितीयो
महाधिकारः
ततः परं ‘‘सम्मद्दंसणणाणं’’ इत्यादिविंशतिगाथापर्यन्तं मोक्षमार्गकथनमुख्यत्वेन
तृतीयोऽधिकारश्च इत्यष्टाधिकपञ्चाशद्गाथाभिरधिकारत्रयं ज्ञातव्यम् तत्राप्यादौ प्रथमाधिकारे
चतुर्दशगाथापर्यन्तं जीवद्रव्यव्याख्यानम् ततः परं ‘‘अज्जीवो पुण णेओ’’ इत्यादि
મહામંડલેશ્વર શ્રીપાલના ‘આશ્રમ’ નામના નગરમાં, શ્રી મુનિસુવ્રતનાથ તીર્થંકરના
ચૈત્યાલયમાં, શુદ્ધાત્મદ્રવ્યનાં સંવેદનથી ઉત્પન્ન થયેલ સુખામૃતના રસાસ્વાદથી વિપરીત
નારકાદિ દુઃખોથી ભયભીત, પરમાત્મભાવનાથી ઉત્પન્ન થયેલ સુખરૂપી સુધારસના પિપાસુ,
ભેદાભેદ રત્નત્રયની ભાવનાના પ્રેમી, ભવ્યવરપુંડરીક, રાજકોષના કોષાધ્યક્ષ વગેરે અનેક
રાજ્યકાર્યના અધિકારી ‘સોમ’ નામના રાજશેઠના નિમિત્તે શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવે પહેલાં
છવ્વીસ ગાથાઓથી
લઘુદ્રવ્યસંગ્રહ બનાવીને, પછી વિશેષ તત્ત્વના પરિજ્ઞાન માટે બૃહદ્-
દ્રવ્યસંગ્રહની રચના કરી. તેની (બૃહદ્દ્રવ્યસંગ્રહની) અધિકારશુદ્ધિપૂર્વક વ્યાખ્યાનો
(ટીકાનો) પ્રારંભ કરવામાં આવે છે.
ત્યાં પ્રથમ ‘‘जीवमजीवं दव्वं’’ ઇત્યાદિ સત્તાવીસ ગાથા સુધી છ દ્રવ્ય, પંચાસ્તિકાયનું
પ્રતિપાદન કરનાર પહેલો અધિકાર છે. ત્યાર પછી ‘‘आसवबंधण’’ ઇત્યાદિ અગિયાર ગાથા
સુધી સાત તત્ત્વ અને નવ પદાર્થના પ્રતિપાદનની મુખ્યતાથી બીજો મહાધિકાર છે. ત્યાર
પછી
‘‘सम्मद्दंसणणाणं’’ ઇત્યાદિ વીશ ગાથા સુધી મોક્ષમાર્ગના કથનની મુખ્યતાથી ત્રીજો
અધિકાર છે. એ રીતે અઠ્ઠાવન ગાથાઓ દ્વારા ત્રણ અધિકાર જાણવા.
ત્યાં પણ આદિમાં પહેલા અધિકારમાં ચૌદ ગાથાઓ સુધી જીવદ્રવ્યનું વ્યાખ્યાન છે.
ત્યાર પછી ‘‘अज्जीवो पुण णेओ’’ ઇત્યાદિ આઠ ગાથા સુધી અજીવ દ્રવ્યનું કથન છે.
૧. આ લઘુ દ્રવ્યસંગ્રહ આ પુસ્તકના અંતમાં આપેલ છે.

Page 3 of 272
PDF/HTML Page 15 of 284
single page version

background image
गाथाष्टकपर्यन्तमजीवद्रव्यकथनम् ततः परं ‘एवं छब्भेयमिदं’’ एवं सूत्रपञ्चकपर्यन्तं
पञ्चास्तिकायविवरणम् इति प्रथमाधिकारमध्येऽन्तराधिकारत्रयमवबोद्धव्यम् तत्रापि
चतुर्दशगाथासु मध्ये नमस्कारमुख्यत्वेन प्रथमगाथा जीवादिनवाधिकारसूचनरूपेण ‘‘जीवो
उवओगमओ’’ इत्यादि द्वितीयसूत्रगाथा तदन्तरं नवाधिकारविवरणरूपेण द्वादशसूत्राणि
भवन्ति तत्राप्यादौ जीवसिद्ध्यर्थं ‘‘तिक्काले चदुपाणा’’ इतिप्रभृति सूत्रमेकम्, तदनन्तरं
ज्ञानदर्शनोपयोगद्वयकथनार्थं ‘‘उवओगो दुवियप्पो’’ इत्यादिगाथात्रयम्, ततः
परममूर्त्तत्वकथनेन ‘‘वण्णरसपंच’’ इत्यादिसूत्रमेकम्, ततोऽपि कर्मकर्तृत्वप्रतिपादनरूपेण
‘‘पुग्गलकम्मादीणं’’ इतिप्रभृतिसूत्रमेकम्, तदन्तरं भोक्तृत्वनिरूपणार्थं ‘‘ववहारा सुहदुक्खं’’
इत्यादिसूत्रमेकम्, ततः परं स्वदेहप्रमिति सिद्धयर्थं ‘‘अणुगुरुदेहपमाणो’’ इतिप्रभृतिसूत्रमेकम्,
ततोऽपि संसारिजीवस्वरूपकथनेन ‘‘पुढविजलतेउवाऊ’’ इत्यादिगाथात्रयम्, तदनन्तरं
‘‘णिक्कम्मा अट्ठगुणा’’ इति प्रभृतिगाथापूर्वार्धेन सिद्धस्वरूपकथनम्, उत्तरार्धेन
पुनरूर्ध्वगतिस्वभावः
इति नमस्कारादिचतुर्दशगाथामेलापकेन प्रथमाधिकारे समुदायपातनिका
अथेदानीं गाथापूर्वार्धेन सम्बन्धाऽमिधेयप्रयोजनानि कथयाम्युत्तरार्धेन च
ત્યારપછી ‘एवं छब्भेयमिदं’’ વગેરે પાંચ ગાથા સુધી પંચાસ્તિકાયનું વિવરણ છે. એ પ્રમાણે
પહેલા અધિકારમાં ત્રણ અંતરાધિકાર જાણવા. તેમાં પણ ચૌદ ગાથાઓમાં પહેલી ગાથા
નમસ્કારની મુખ્યતાથી છે, બીજી ગાથા
‘‘जीवो उवओगमओ’’ વગેરે જીવાદિ નવ
અધિકારોનાં સૂચનરૂપે છે. ત્યારપછી નવ અધિકારોનાં વિવરણરૂપ બાર ગાથાસૂત્રો છે. તે
(બાર ગાથાસૂત્રો)માં પણ શરૂમાં જીવની સિદ્ધિ અર્થે
‘‘तिक्काले चदुपाणा’’ વગેરે એક સૂત્ર
છે ત્યારપછી જ્ઞાન અને દર્શન બન્ને ઉપયોગનું કથન કરવા માટે ‘उवओगो दुवियप्पो’’ વગેરે
ત્રણ ગાથાઓ છે. ત્યારપછી (જીવના) અમૂર્તપણાના કથન માટે ‘‘वण्णरसपंच’’ વગેરે એક
સૂત્ર છે. ત્યારપછી કર્મના કર્તાપણાના પ્રતિપાદનરૂપે ‘‘पुग्गलकम्मादीणं’’ વગેરે એક સૂત્ર
છે. ત્યારપછી ભોક્તાપણાનું નિરૂપણ કરવા માટે ‘‘ववहारा सुहदुक्खं’’ વગેરે એક સૂત્ર છે.
ત્યારપછી (જીવને) સ્વદેહપ્રમાણ સિદ્ધ કરવા અર્થે ‘‘अणुगुरुदेहपमाणो’’ વગેરે એક સૂત્ર છે.
ત્યારપછી સંસારી જીવનું સ્વરૂપકથન કરવા માટે ‘‘पुढविजलतेउवाऊ’’ વગેરે ત્રણ ગાથાઓ
છે. ત્યારપછી ‘‘णिक्कम्मा अट्ठगुणा’’ આદિ ગાથાના પૂર્વાર્ધમાં સિદ્ધસ્વરૂપનું અને ઉત્તરાર્ધમાં
(જીવના) ઊર્ધ્વગમનસ્વભાવનું કથન કર્યું છે. એ પ્રમાણે નમસ્કારાદિ ચૌદ ગાથાઓ વડે
પ્રથમ અધિકારમાં સમુદાયપાતનિકા છે.
હવે ગાથાના પૂર્વાર્ધ દ્વારા હું સંબંધ, અભિધેય અને પ્રયોજન કહું છું અને ઉત્તરાર્ધ

Page 4 of 272
PDF/HTML Page 16 of 284
single page version

background image
मङ्गलार्थमिष्टदेवतानमस्कारं करोमीत्यभिप्रायं मनसि धृत्वा भगवान् सूत्रमिदं प्रतिपादयति
जीवमजीवं दव्वं जिणवरवसहेण जेण णिद्दिट्ठं
देविंदविंदवंदं वंदे तं सव्वदा सिरसा ।।।।
जीवमजीवं द्रव्यं जिनवरवृषभेण येन निर्दिष्टम्
देवेन्द्रवृन्दवंद्यं वन्दे तं सर्वदा शिरसा ।।।।
व्याख्या‘वंदे’ इत्यादिक्रियाकारक सम्बन्धेन पदखण्डनारूपेण व्याख्यानं क्रियते
‘वंदे’ एकदेशशुद्धनिश्चयनयेन स्वशुद्धात्माराधनालक्षणभावस्तवनेन तथा च असद्भूतव्यवहार-
नयेन तत्प्रतिपादकवचनरूपद्रव्यस्तवनेन च वन्दे नमस्करोमि
परमशुद्धनिश्चयनयेन
पुनर्वन्द्यवन्दकभावो नास्ति स कः कर्ता ? अहं नेमिचन्द्रसिद्धान्तिदेवः कथं
દ્વારા મંગલને માટે ઇષ્ટદેવને નમસ્કાર કરું છું એવો અભિપ્રાય મનમાં રાખીને ભગવાન
(શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ) આ ગાથાસૂત્ર કહે છેઃ
ગાથા
ગાથાર્થઃહું (નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ), જે જિનવરવૃષભે જીવ અને અજીવ દ્રવ્યનું
વર્ણન કર્યું, તે દેવેન્દ્રોના સમૂહથી વંદ્ય તીર્થંકર-પરમદેવને સદા મસ્તક વડે નમસ્કાર કરું
છું.
ટીકાઃ‘वंदे’ ઇત્યાદિ પદોનું ક્રિયાકારકસંબંધથી પદખંડનારૂપે વ્યાખ્યાન કરવામાં
આવે છે. ‘वंदे’ એકદેશ શુદ્ધનિશ્ચયનયથી સ્વશુદ્ધાત્મારાધનાલક્ષણ ( નિજ શુદ્ધ આત્માની
આરાધના જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવા) ભાવસ્તવન વડે તથા અસદ્ભૂત
વ્યવહારનયથી તેના પ્રતિપાદક વચનરૂપ દ્રવ્યસ્તવન વડે નમસ્કાર કરું છું. પરમ-
શુદ્ધનિશ્ચયનયથી તો વંદ્યવંદકભાવ નથી. તે નમસ્કાર કરનાર કોણ છે? હું નેમિચન્દ્ર-
(ચૌપાઈ છંદ)
જીવ અજીવ દ્રવ્ય ષટભેદ, જિનવર વૃષભ કહે નિરખેદ;
શત ઇન્દ્રનિકરિ વંદિત મુદા, મૈં વંદૌં મસ્તકતૈં સદા. ૧.

Page 5 of 272
PDF/HTML Page 17 of 284
single page version

background image
वन्दे ? ‘‘सव्वदा’’ सर्वकालम् केन ? ‘‘सिरसा’’ उत्तमाङ्गेन ‘‘तं’’ कर्म्मतापन्नं तं
कं ? वीतरागसर्वज्ञम् किंविशिष्टम् ? ‘‘देविंदविंदवंदं’’ मोक्षपदाभिलाषिदेवेन्द्रादिवन्द्यम्,
‘‘भवणालयचालीसा विंतरदेवाण होंति बत्तीसा, कप्पामरचउवीसा चंदो सूरो णरो
तिरिओ
।।’’ इति गाथाकथितलक्षणेन्द्राणां शतेन वन्दितं देवेन्द्रवृन्दवन्द्यम् ‘‘जेण’’ येन
भगवता किं कृतं ? ‘‘णिद्दिट्ठं’’ निर्दिष्टं कथितं प्रतिपादितम् किं ? ‘‘जीवमजीवं दव्वं’’
जीवाजीवद्रव्यद्वयम् तद्यथासहजशुद्धचैतन्यादिलक्षणं जीवद्रव्यं, तद्विलक्षणं
पुद्गलादिपञ्चभेदमजीवद्रव्यं च, तथैव चिच्चमत्कारलक्षणशुद्धजीवास्तिकायादिपञ्चास्तिकायानां
परमचिज्ज्योतिःस्वरूपशुद्धजीवादिसप्ततत्त्वानां निर्दोषपरमात्मादिनवपदार्थानां च स्वरूपमुपदिष्टम्
पुनरपि कथम्भूतेन भगवता ? ‘‘जिणवरवसहेण’’ जितमिथ्यात्वरागादित्वेन एकदेशजिनाः
असंयतसम्यग्दृष्टयादयस्तेषां वराः गणधरदेवास्तेषां जिनवराणां वृषभः प्रधानो
जिनवरवृषभस्तीर्थंकरपरमदेवस्तेन जिनवरवृषभेणेति
अत्राध्यात्मशास्त्रे यद्यपि
સિદ્ધાંતિદેવ છું. કેવી રીતે નમસ્કાર કરું છું? ‘‘सव्वदा’’ સદા. શેના વડે? ‘‘सिरसा’’ ઉત્તમ
અંગ વડે. ‘‘तं’’ (વંદનક્રિયાના) કર્મપણાને પ્રાપ્ત છે તેને. તે (વંદનક્રિયાના કર્મપણાને
પ્રાપ્ત) કોણ છે? વીતરાગ સર્વજ્ઞ. તે કેવા છે? ‘‘देविंदविंदवंदं’’ મોક્ષપદના અભિલાષી
દેવેન્દ્ર આદિથી વંદ્ય છે. ‘‘भवणालयचालीसा विंतरदेवाण होंति बत्तीसा । कप्पामरचउवीसा
चंदो सूरो णरो तिरिओ ।।’’ (અર્થઃભવનવાસીદેવોના ૪૦ ઇન્દ્ર, વ્યંતર દેવોના ૩૨
ઇન્દ્ર, કલ્પવાસી દેવોના ૨૪ ઇન્દ્ર, જ્યોતિષી દેવોના ચંદ્ર અને સૂર્ય એ ૨ ઇન્દ્ર,
મનુષ્યોનો ૧ ઇન્દ્ર ચક્રવર્તી અને તિર્યંચનો ૧ ઇન્દ્ર સિંહ
એ રીતે બધી મળીને ૧૦૦
ઇન્દ્રો છે.)આ ગાથામાં કહેલા સો ઇન્દ્રોથી વંદ્ય છે. ‘‘जेण’’ જે ભગવાને શું કર્યું છે?
‘‘णिद्दिट्ठं’’ નિર્દિષ્ટ કરેલ છેકહેલ છેપ્રતિપાદિત કરેલ છે. શું? ‘‘जीवमजीवं दव्वं’’ જીવ
અને અજીવ બે દ્રવ્યો. તે આ પ્રમાણેસહજશુદ્ધચૈતન્યાદિલક્ષણ જીવદ્રવ્ય અને તેનાથી
વિલક્ષણ, પુદ્ગલાદિ પાંચ ભેદવાળું અજીવદ્રવ્ય. તેમ જ ચિત્ચમત્કારલક્ષણ
શુદ્ધજીવાસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયોનું, પરમચિત્જ્યોતિસ્વરૂપ શુદ્ધજીવાદિ સાત તત્ત્વોનું
અને નિર્દોષ પરમાત્માદિ નવ પદાર્થોનું સ્વરૂપ ઉપદેશ્યું છે. વળી તે ભગવાન કેવા છે?
‘‘जिनवरवसहेण’’ મિથ્યાત્વ અને રાગાદિ જીત્યા હોવાના કારણે અસંયતસમ્યગ્દ્રષ્ટિ આદિ
એકદેશ જિનો છે, તેમાં જે વર અર્થાત્ શ્રેષ્ઠ છે તે ગણધરદેવો છે, તે જિનવરોનાં
(ગણધરોના) પણ જે વૃષભ અર્થાત્ પ્રધાન છે તે જિનવરવૃષભ અર્થાત્ તીર્થંકર
પરમદેવ
૧. આ ગાથા શ્રી આરાધનાસાર ગાથા ૧ની ટીકામાં છે.

Page 6 of 272
PDF/HTML Page 18 of 284
single page version

background image
सिद्धपरमेष्ठिनमस्कार उचितस्तथापि व्यवहारनयमाश्रित्य प्रत्युपकारस्मरणार्थ-
मर्हत्परमेष्ठिनमस्कार एव कृतः
तथा चोक्तं‘‘श्रेयोमार्गस्य संसिद्धिः प्रसादात्परमेष्ठिनः
इत्याहुस्तद्गुणस्तोत्रं शास्त्रादौ मुनिपुङ्गवाः ।।’’ अत्र गाथापरार्धेन‘‘नास्तिकत्वपरिहारः
शिष्टाचारप्रपालनम् पुण्यावाप्तिश्च निर्विघ्नं शास्त्रादौ तेन संस्तुतिः ।।’’ इति
श्लोककथितफलचतुष्टयं समीक्षमाणा ग्रन्थकाराः शास्त्रादौ त्रिधा देवतायै त्रिधा नमस्कारं
कुर्वन्ति
त्रिधा देवता कथ्यते केन प्रकारेण ? इष्टाधिकृताभिमतभेदेन इष्टः स्वकीयपूज्यः
(१) अधिकृतःग्रन्थस्यादौ प्रकरणस्य वा नमस्करणीयत्वेन विवक्षितः (२)
अभिमतःसर्वेषां लोकानां विवादं विना सम्मतः (३) इत्यादिमङ्गलव्याख्यानं सूचितम्
છે. (તે જિનવરવૃષભ દ્વારા કહેવામાં આવ્યું છે.)
અહીં અધ્યાત્મશાસ્ત્રમાં જોકે સિદ્ધપરમેષ્ઠીને નમસ્કાર કરવો યોગ્ય છે તોપણ
વ્યવહારનયનો આશ્રય લઈને ઉપકારસ્મરણ કરવાને માટે અર્હત્પરમેષ્ઠીને જ
નમસ્કાર કર્યો છે. વળી કહ્યું પણ છે કે‘‘અર્હત્ પરમેષ્ઠીના પ્રસાદથી મોક્ષમાર્ગની
સિદ્ધિ થાય છે, તેથી મુનિવરોએ શાસ્ત્રના આદિમાં અર્હત્પરમેષ્ઠીના ગુણોની સ્તુતિ
કરી છે.’’
અહીં ગાથાના ઉત્તરાર્ધથી ૨‘‘नास्तिकत्वपरिहारः शिष्टाचारप्रपालनम् । पुण्यावाप्तिश्च
निर्विघ्नं शास्त्रादौ तेन संस्तुतिः ।। ।।’’ [અર્થઃનાસ્તિકતાનો ત્યાગ, શિષ્ટાચારનું
પાલન, પુણ્યની પ્રાપ્તિ અને વિઘ્નવિનાશઆ ચાર લાભ માટે શાસ્ત્રના આરંભમાં
ઇષ્ટદેવની સ્તુતિ કરવામાં આવે છે.] આ શ્લોકમાં કહેલાં ચાર ફળો જાણતા થકા
શાસ્ત્રકાર શાસ્ત્રના આરંભમાં ત્રણ પ્રકારના દેવને ત્રણ પ્રકારે નમસ્કાર કરે છે.
ત્રણ પ્રકારે દેવનું કથન કરવામાં આવે છે. કઈ રીતે? ઇષ્ટ, અધિકૃત અને
અભિમતએ ત્રણ ભેદથી. (૧) ઇષ્ટપોતાના દ્વારા પૂજ્ય તે ઇષ્ટ. (૨)
અધિકૃતગ્રન્થ કે પ્રકરણની શરૂઆતમાં નમસ્કાર માટે જે વિવક્ષિત હોય તે. (૩)
અભિમતસર્વે લોકોને વિવાદ વિના જે માન્ય હોય તે.
આ રીતે મંગલનું વ્યાખ્યાન કર્યું.
૧. આપ્તપરીક્ષા શ્લોક ૨
૨. શ્રી પંચાસ્તિકાય ગાથા ૧ની તાત્પર્યવૃત્તિ ટીકામાં આધારરૂપે શ્રી જયસેનાચાર્યે લીધેલ છે.

Page 7 of 272
PDF/HTML Page 19 of 284
single page version

background image
मङ्गलमित्युपलक्षणम् उक्तं च‘‘मंगलणिमित्तहेउं परिमाणं णाम तह य कत्तारं वागरिय
छप्पि पच्छा वक्खाणउ सत्थमायरिओ ।।’’ ‘‘वक्खाणउ’’ व्याख्यातु, स कः ? ‘‘आयरिओ’’
आचार्यः कं ? ‘‘सत्थं’’ शास्त्रं ‘‘पच्छा’’ पश्चात् किं कृत्वा पूर्वं ? ‘‘वागरिय’’
व्याकृत्य व्याख्याय कान् ? ‘‘छप्पि’’ षडप्यधिकारान् कथंभूतान् ? ‘‘मंगलणिमित्तहेउं
परिमाणं णाम तह य कत्तारं’’ मङ्गलं निमित्तं हेतुं परिमाणं नाम कर्तृसंज्ञामिति इति
गाथाकथितक्रमेण मङ्गलाद्यधिकारषटकमपि ज्ञातव्यम् गाथापूर्वार्धेन तु सम्बन्धाभिधेय-
प्रयोजनानि सूचितानि कथमिति चेत्विशुद्धज्ञानदर्शनस्वभावपरमात्मस्वरूपादिविवरणरूपो
वृत्तिग्रन्थो व्याख्यानम् व्याख्ययेयं तु तत्प्रतिपादकसूत्रम् इति व्याख्यानव्याख्येयसम्बन्धो
विज्ञेयः यदेव व्याख्येयसूत्रमुक्तं तदेवाभिधानं वाचकं प्रतिपादकं भण्यते, अनन्तज्ञानाद्यनन्त-
અહીં મંગલ એ ઉપલક્ષણ-પદ છે. કહ્યું છે કે
‘‘मंगलणिमित्तहेउं परिमाणं णाम तह य कत्तारं
वागरिय छप्पि पच्छा वक्खाणउ सत्थमायरिओ ।।’’
[અર્થઃમંગલાચરણ, (શાસ્ત્ર બનાવવાનું) નિમિત્તકારણ, પ્રયોજન, પરિમાણ, નામ
અને કર્તાએ છ અધિકારોની વ્યાખ્યા કરીને પછી આચાર્યે શાસ્ત્રનું વ્યાખ્યાન કરવું.]
‘‘वक्खाणउ’’ વ્યાખ્યાન કરવું. કોણે? ‘‘आयरिओ’’ આચાર્યે. કોનું? ‘‘सत्थं’’ શાસ્ત્રનું.
‘‘पच्छा’’ પછી. પહેલાં શું કરીને? ‘‘वागरिय’’ વ્યાખ્યા કરીને. કોની? ‘‘छप्पि’’
અધિકારોની. ક્યા? ‘‘मङ्गलणिमित्तहेउं परिमाणं णाम तह य कत्तारं’’ મંગલ, નિમિત્ત, હેતુ,
પરિમાણ, નામ અને કર્તા.એ રીતે ગાથામાં કહ્યા પ્રમાણે મંગલ આદિ છ અધિકાર પણ
જાણવા.
ગાથાના પૂર્વાર્ધથી સંબંધ, અભિધેય અને પ્રયોજન સૂચવ્યાં છે. કેવી રીતે? વિશુદ્ધ
જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા પરમાત્માના સ્વરૂપાદિના વિવરણરૂપ જે વૃત્તિગ્રંથ તે
વ્યાખ્યાન છે અને તેનું પ્રતિપાદન કરનાર જે ગાથાસૂત્ર તે વ્યાખ્યેય છે. એ રીતે વ્યાખ્યાન
વ્યાખ્યેયરૂપ સંબંધ જાણવો. જે વ્યાખ્યા કરવા યોગ્ય સૂત્ર છે તે જ અભિધાનવાચક
પ્રતિપાદક કહેવાય છે; અનંતજ્ઞાનાદિ અનંતગુણોના આધારરૂપ પરમાત્મા આદિનો સ્વભાવ
તે અભિધેય
વાચ્યપ્રતિપાદ્ય છે. એ રીતે અભિધાનઅભિધેયનું સ્વરૂપ જાણવું. વ્યવહારથી
૧. ષટ્ખંડાગમ ૧-૭, પંચાસ્તિકાય ગાથા૧, તાત્પર્યવૃત્તિ ટીકા શ્રી જયસેનાચાર્યકૃત, તિલોયપણ્ણતિ
શ્લોક ૧-૭

Page 8 of 272
PDF/HTML Page 20 of 284
single page version

background image
गुणाधारपरमात्मादिस्वभावोऽभिधेयो वाच्यः प्रतिपाद्यः इत्यभिधानाभिधेयस्वरूपं बोधव्यम्
प्रयोजनं तु व्यवहारेण षड्द्रव्यादिपरिज्ञानम्, निश्चयेन निजनिरञ्जनशुद्धात्मसंवित्तिसमुत्पन्न-
निर्विकारपरमानन्दैकलक्षणसुखामृतरसास्वादरूपं स्वसंवेदनज्ञानम्
परमनिश्चयेन पुनस्तत्फल-
रूपा केवलज्ञानाद्यनन्तगुणाविनाभूता निजात्मोपादानसिद्धानन्तसुखावाप्तिरिति एवं
नमस्कारगाथा व्याख्याता
अथ नमस्कारगाथायां प्रथमं यदुक्तं जीवद्रव्यं तत्सम्बन्धे नवाधिकारान् संक्षेपेण
सूचयामीति अभिप्रायं मनसि सम्प्रधार्य कथनसूत्रमिति निरूपयति
जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो
भोत्ता संसारत्थो सिद्धो सो विस्ससोड्ढगई ।।।।
जीवः उपयोगमयः अमूर्तिः कर्त्ता स्वदेहपरिमाणः
भोक्ता संसारस्थः सिद्धः सः विस्रसा ऊर्ध्वगतिः ।।।।
છ દ્રવ્યાદિનું પરિજ્ઞાન તે આ ગ્રન્થનું પ્રયોજન છે; નિશ્ચયથી નિજ-નિરંજન-શુદ્ધાત્મસંવિત્તિથી
ઉત્પન્ન નિર્વિકાર પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદરૂપ
સ્વસંવેદનજ્ઞાન તે આ ગ્રંથનું પ્રયોજન છે. પરમનિશ્ચયથી તે સ્વસંવેદનજ્ઞાનના ફળરૂપ,
કેવળજ્ઞાનાદિ અનંતગુણ સાથે અવિનાભાવી, નિજાત્મઉપાદાનસિદ્ધ અનંત સુખની પ્રાપ્તિ તે
આ ગ્રંથનું પ્રયોજન છે.
એ રીતે નમસ્કાર ગાથાનું વ્યાખ્યાન કર્યું. ૧.
હવે નમસ્કાર
ગાથામાં જે જીવદ્રવ્ય કહેવામાં આવ્યું તે જીવદ્રવ્યના સંબંધમાં હું નવ
અધિકારો સંક્ષેપથી સૂચવીશ, એવો અભિપ્રાય મનમાં રાખીને (નવ અધિકારોનું) કથન
કરનાર સૂત્રનું (શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવ) નિરૂપણ કરે છેઃ
ગાથા
ગાથાર્થઃજે જીવે છે, ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, સ્વદેહપ્રમાણ છે,
જીવ મયી ઉપયોગ અમૂર્ત, કર્તા દેહમાન હૈ પૂર્ત્ત;
ભોક્તા સંસારી અર સિદ્ધ, ઊર્ધ્વગમન નવ કથન પ્રસિદ્ધ. ૨.