શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ–સોનગઢ.
શ્રી પ્રમુખશ્રી,
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ–સંઘ
શ્રી સદ્ગુરુવંદન સાથ જણાવવાનું કે શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળની શ્રી કાર્યવાહક
કમિટિની મીટીંગ તથા વાર્ષિક સામાન્ય સભા તથા શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક
સામાન્ય સભા નીચે જણાવેલ તારીખે અને સમયે અત્રે શ્રી કુંદકુંદ પ્રવચનમંડપમાં રાખવામાં
આવેલ છે તો આપના ગામના પ્રતિનિધિ સભ્યોને હાજર રહેવા ખબર આપવા મે. કરશોજી.
(૧) શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમિટીની મીટીંગ
શ્રાવણ વદી૦) તા.૨૩–૮–૬૮ બપોરે ૪–૩૦ વાગે
(૨) શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક મીટીંગ
ભાદરવા સુદી ૧ તા.૨૪–૮–૬૮ સવારે ૯–૩૦ વાગે.
(૩) શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળની વાર્ષિક સામાન્ય સભા
ભાદરવા સુદી તા.૨૪–૮–૬૮ સવારે ૧૦ વાગે
લિ.
નવનીતલાલ ચુનીલાલ જવેરી નેમીદાસ ખુશાલ શેઠ
પ્રમુખ ઉપ–પ્રમુખ
દિ. જૈન મુમુક્ષુ મહામંડળ–સોનગઢ.
• • •
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ–સોનગઢની વ્યવસ્થાપક કમિટિની મીટીંગ સં.૨૦૨૪ ના ભાદરવા
સુદ–૧ તા. ૨૪–૮–૬૮ ના સવારે ૯–૧પ વાગે તથા જનરલ સભાની મીટીંગ ભાદરવા સુદ–૨
તા.૨પ–૮–૬૮ ના સાંજના ૪–૧પ વાગે સોનગઢ ખાતે પ્રવચનમંડપમાં યોજવામાં આવી છે. તો
સર્વે માનદ સભ્યોને હાજર રહેવા વિનંતી છે.
મલુકચંદ છોટાલાલ શાહ
મંત્રી
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ