: જેઠ : ૨૪૯૬ આત્મધર્મ : ૪૭ :
રહો તો સારૂં! (ભાઈશ્રી, તમારા ઉત્સાહ માટે ધન્યવાદ! અને તમારી પાસેથી ધાર્મિક
વાર્તા સાંભળી તમારા મિત્ર એસ. જે. પંડયાએ જે રસ બતાવ્યો તે માટે તેમને પણ
ધન્યવાદ!
* ‘આત્મધર્મ માં અમરકુમારની અમર કહાની વાંચીને ઘણો જ આનંદ થયો.
બાળકો પણ તે ઘણી હોંશથી વાંચે છે. અને અમને તો આખું આત્મધર્મ વાંચતાં જાણે
મોક્ષનગરીમાં હોઈએ–એવું લાગે છે.’ –ભોગીલાલ સોમચંદ
* જન્મદિવસની ભેટ મળતાં ગોંડલના સ. નં. ૨૪૬ પ્રમોદથી લખે છે કે–અમારા
જન્મદિવસે મળતી ભેટ દ્વારા અમને ઉત્તમ શિખ મળે છે, સીનેમા અને ભૌત્તિકવાદના
આ જમાનામાં અધ્યાત્મરસ તથા તત્ત્વજ્ઞાનની રેલમછેલ કરતું આત્મધર્મ અને તેના
બાલવિભાગ દ્વારા અમને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છો; અને અમારા જીવનમાં
ધર્મના પાયા મજબુત કરી રહ્યા છો.
* ચામડાની વસ્તુનો ઉપયોગ બંધ કરો–
ચામડાને અસ્પૃશ્ય ગણવામાં આવ્યું છે. જૈનસમાજે ચામડાની વસ્તુઓ બૂટ–
ચંપલ–વાજિંત્રો વગેરેનો ઉપયોગ બંધ કરવો જોઈએ. અને જિનમંદિરમાં પણ ચામડાની
કોઈ વસ્તુનો પ્રવેશ હોવો ન જોઈએ.
* રેડિયાનો સદુપયોગ
આકાશવાણી (રેડિયો) પ્રોગ્રામમાં દિલ્હી क મીટર નં. ૨૭૦.૪ ઉપર પ્રત્યેક
ગુરુવારે સવારે છ વાગે वंदना માં જૈનધર્મનાં ભજન વગેરે આવે છે, તે સાંભળો.
* જૈનબાળપોથીનો બીજો ભાગ મળ્યો તેથી આનંદ થયો, વાંચીને વધારે આનંદ
થયો; આ બાળપોથી ખરેખર બાળકોને તો ઉપયોગી છે, ઉપરાંત પુખ્તવયના તમામ
માણસોને પણ ઉપયોગી છે. ધર્મપ્રત્યેનો આવો અનુરાગ દેખીને આનંદ થાય છે અને તે
માટે અભિનંદન છે.’
– જેઠાલાલ મોતીલાલ, અમદાવાદ
* રાજકોટના એક મુરબ્બી શ્રી (ખુશાલભાઈ કામદાર) પોતાની ઉર્મિ વ્યક્ત
કરતાં લખે છે–કે ઘણા વખતથી ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરવા ઈચ્છા હતી, તે
આજે અમલમાં મૂકું છું. ગુરુદેવ ૧૯૮૯–૯૦ ના ચાતુર્માસમાં રાજકોટ પધારેલા ત્યારે
પહેલવહેલો પરિચયમાં આવેલો; પછી ૧૯૯પ માં રાજકોટમાં દરરોજ પ્રવચનમાં જતો,
અને આ જરૂર સમજવા જેવું છે એમ નક્કી કરેલું. ગુરુદેવના મુખમાંથી ઝરતાં અમૃતમાં
આત્માની જે મીઠાસ આવે છે તે મીઠાસ બીજે ક્યાંય આવતી નથી.