Atmadharma magazine - Ank 320
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 52

background image
: ૨૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૬
વૈરાગ્યપ્રેરક ઉત્તમ લેખ–
[આ લેખના લેખક મુકેશકુમાર વી. જૈન તા. ૨૯–૩–૭૦ ના રોજ આ લેખ
લખ્યા બાદ તા. ૧૦–૪–૭૦ ના રોજ ૨૧ વર્ષની વયે સ્વર્ગવાસ પામી ગયા છે. લેખ
સાથેના પત્રમાં તેઓ લખે છે કે–ઈન્દોરથી તમારા નાનાભાઈના વંદન...આત્મધર્મનું
નિયમિત વાંચન કરું છું; તેથી ધર્મતત્ત્વનું જે થોડુંઘણું જ્ઞાન પ્રાપ્ત થયું છે તે પૂ.
ગુરુદેવને જ આભારી છે. વળી આત્મધર્મમાં બાલવિભાગ દ્વારા નવી પેઢીને
બચપણથી જ ધર્મના સંસ્કાર આપો છો, ને ‘કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે,–
એવું જ તમે અમારા જેવા હજારો બાળકો ઉપર પ્રયોગ કરીને, હંમેશા
જિનભગવાનનાં દર્શન કરવાનું, રાત્રિભોજન છોડવાનું, સીનેમા ન જોવાનું,
વગેરેની ઝુંબેશ ચલાવી તે પ્રશંસનીય છે. આ વૈશાખ માસની નિબંધયોજના મને
ગમી; જોકે અત્યારે પરીક્ષાની મોસમ હોવા છતાં વૈરાગ્યપ્રેરક ધાર્મિક લેખ લખીને
મોકલતાં મને આનંદ થાય છે. બરાબર જન્મદિવસે અભિનંદન અને ભગવાનનો
ફોટો મળતાં અત્યંત આનંદ થાય છે...પણ આ ફોટા તો મારા મિત્રોને બહુજ ગમતા
હોવાથી તેઓ લઈ જાય છે. ગુરુદેવ ખંડવા તથા રતલામ પધાર્યા ત્યારે મારા
માતા–પિતા ત્યાં ગયેલા; અહીં ઈંદોરમાં કાચનું જિનમંદિર છે ત્યાં દર્શન કરવા
ઘણીવાર જાઉં છું. આ સાથે નિબંધરૂપ લેખ મોકલું છું.)
‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુભગવંત.’
ઓ ધર્મપ્રેમી બંધુ! તું આપણા કહાનગુરુદેવની અમૃતવાણીનો તારા જીવનમાં
અમલ કરી આત્માને ઓળખી મોક્ષના અનંત આનંદસાગરમાં એક વખત જરૂર ડુબકી
લગાવ. એ અજોડ સુખ અને ભગવાન મહાવીર જેવા આત્માના દર્શન કરવાથી તને આ
મોહ–માયા–રાગ–દ્વેષ–હર્ષ–શોક બધું બંધનરૂપ જણાશે. હે જીવ, તારા પ્રમાદરૂપી
નિદ્રામાંથી જાગૃત થા અને તારૂ ખરૂં સ્વરૂપ કયું છે, તે ઓળખ. હે આત્મદેવ, મારે તારા
દર્શન કરવા માટે જ જૈનધર્મ–કુળમાં જન્મ થયો છે. અને કહાન ગુરુ જેવા સંત
જૈનધર્મનો અને તેના મૂળરૂપ સમ્યગ્દર્શનનો રાહ બતાવી રહ્યા છે. તું સર્વગુણથી
પરિપૂર્ણ આત્મા હોવા છતાં તારા અજ્ઞાનથી તુચ્છ ઈન્દ્રિયસુખો પાછળ દોડી રત્નને
બાળી રાખ મેળવે છે.
નાવિકરૂપી કહાન ગુરુ સમ્યગ્દર્શનની નાવ લઈ તને સંસારરૂપી અસાર