
‘વસ્તુત્વ’ થી તે સ્વયં પોતાના ગુણ–પર્યાયોથી પરિપૂર્ણ છે.
‘દ્રવત્વ’ થી તે પરિણમનશીલ વર્તતી થકી સ્વકાર્ય કર્યા કરે છે.
‘પ્રમેયત્વ’ થી તે સ્વયં પોતે પોતાના જ્ઞાનમાં જણાય છે.
‘અગુરુલઘુત્વ’ થી નિજસ્વરૂપમાં ટકતી થકી અન્ય સાથે ભળતી નથી.
‘પ્રદેશત્વ’ થી અસંખ્ય સ્વપ્રદેશરૂપ નિજધામમાં રહે છે.
‘જ્ઞાન’ ગુણથી આત્મવસ્તુ સ્વયંપ્રસિદ્ધ સ્વસંવેદનરૂપ છે.
–આવી નિજગુણસંપન્ન સ્વવસ્તુના ચિંતનમાં ચિત્તને
એકાગ્ર કરીને હે આત્મા! તું સ્વયં સ્વસંવેદનરૂપ બન.
એકનો જ્ઞાતા તે સર્વનો જ્ઞાતા.
એકનો અજાણ, તે સર્વનો અજાણ.
સ્વતત્ત્વ ઉત્તમ જ્ઞેય છે,
એને જાણતાં આનંદ થાય છે.
સ્વાનુભૂતિ જ આનંદનું ધામ છે.
સર્વોપરિકાર્ય–આત્મહિતસાધના.
શરીરથી આત્મા જુદો તો છે જ,
–તો પછી મરણથી ડરવું શું?
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦