Atmadharma magazine - Ank 318
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 48

background image
: ચૈત્ર : ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
જગતના પદાર્થો જડ કે ચેતન તે સૌ પોતપોતાની પર્યાયરૂપે પરિણમવાના
સ્વભાવવાળાં છે; બીજો તેને પરિણમાવે તો તે પરિણમે–એવા પરાધીન કોઈ પદાર્થ
નથી. જે સ્વયં પરિણમે છે–તે પદાર્થને હું પરિણમાવું એમ અજ્ઞાની મોહથી જ માને છે.
તેને અહીં સમજાવે છે કે ભાઈ! આત્મા તો ચૈતન્યચક્ષુ છે. જેમ આંખ પદાર્થોને દેખે પણ
તેમાં ઉથલપાથલ ન કરે, તેમ જગતને દેખનારી ચૈતન્યઆંખ, તેને પરપદાર્થનું કર્તાપણું
કે ભોક્તાપણું નથી; તે તો શુદ્ધજ્ઞાનરૂપે પરિણમે છે. આ શુદ્ધજ્ઞાન છે તે આનંદસહિત છે.
જ્ઞાનના સ્વરૂપથી રાગ તે જુદી ચીજ છે. જ્ઞાનમાં અને રાગમાં બંનેમાં આત્મા
એકસાથે તન્મય થઈ શકે નહીં. એકસાથે બંનેનો કર્તા થવા જાય તો તે પોતાના
સ્વરૂપને ભૂલે છે, જ્ઞાન અને રાગની ભિન્નતાને તે ભૂલે છે. રાગનો કર્તા થઈને તેમાં
તન્મય થવા જાય તો રાગથી ભિન્ન એવા જ્ઞાનને તે ભૂલે છે, એટલે કે અજ્ઞાની થાય છે.
અને જો સ્વસન્મુખ થઈને જ્ઞાનમાં તન્મયપણે પરિણમે તો તેમાં રાગનું કર્તાપણું રહેતું
નથી. અહો, પરભાવોથી પાછા હઠીને જ્ઞાનના સમુદ્રમાં આવવું તે એક મહાન કાર્ય છે.
રાગમાં રહેવું તે મારું કર્તવ્ય નથી. જ્ઞાનસમુદ્ર તો આનંદથી ભરેલો છે તેમાં રાગનું કે
કર્મનું કર્તા–ભોક્તાપણું નથી. આવા આત્માની દ્રષ્ટિથી શુદ્ધજ્ઞાનપરિણતિરૂપે પરિણમેલા
જ્ઞાની ધર્માત્મા તે રાગના કર્તા–ભોક્તા થતા નથી. જ્ઞાનીનો આત્મા કે જ્ઞાનીની
શુદ્ધોપયોગ– પરિણતિ, તેમાં ક્્યાંય પરભાવ નથી. આવી દશાનું નામ મોક્ષમાર્ગ છે.
વસ્તુમાં પર્યાયપણે ઉત્પાદ ને વિનાશ થાય છે, છતાં દ્રવ્યપણે જે ધ્રુવતા છે તે
ધ્રુવનું સદ્રશપણું મટતું નથી. પર્યાય અપેક્ષાએ વિસદ્રશતા હોવા છતાં ધ્રુવ અપેક્ષાએ
સદ્રશતા છે. પર્યાયની વિસદ્રશતારૂપે આત્મા પોતે પરિણમતો હોવા છતાં, ધ્રુવઅપેક્ષાએ
તેનું સદ્રશપણું મટતું નથી.–આવો વસ્તુનો સ્વભાવ છે. વચ્ચે રાગ થાય તે જ્ઞાનનું કર્તવ્ય
નથી જો તે જ્ઞાનનું કર્તવ્ય હોય તો રાગમાં પણ આનંદનું વેદન આવવું જોઈએ; રાગમાં
તો દુઃખ છે, તે ધર્મી આત્માનું કાર્ય કેમ હોય? સાતમી નરકના તીવ્ર પ્રતિકૂળ સંયોગ
વચ્ચે રહેલો સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાની જ્ઞાનપરિણતિમાં દુઃખને વેદતો નથી; જરીક
અણગમાનો જે ભાવ છે તે જ્ઞાનના પરજ્ઞેયરૂપે છે, જ્ઞાન તેમાં તન્મય નથી એટલે તે
જ્ઞાનનું કાર્ય નથી.
ભાઈ! આવા જ્ઞાનસ્વરૂપ તારી વસ્તુ છે. આવી વસ્તુનું જ્ઞાન તે આનંદ સહિત
છે. એકલા રાગને જાણનારું જ્ઞાન તેમાં આનંદ નથી. રાગ અને જ્ઞાનની ભિન્નતા
જાણીને,