Atmadharma magazine - Ank 339
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 57

background image
: પોષ : ૨૪૯૮ આત્મધર્મ : ૪૯ :
અને સર્વજ્ઞતા વડે જ ભગવાન શોભે છે–એમ કહ્યું. અહો, આત્માની આવી
પૂર્ણપર્યાય કેવી મહાન છે તેને નિર્ણયમાં લ્યે તો રાગાદિ પરભાવોથી પરિણતિ
છ્રૂટી પડી જાય, ને સ્વભાવસન્મુખ પરિણમન પ્રગટે.–તે જ અપૂર્વ મંગળ છે.
અહા, આવા મોટા વીતરાગ ભગવાન! તમે બિરાજો છોને, પછી મારે કોનું
કામ છે! આવડા મોટા વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા મારા જ્ઞાનમાં મેં સ્વીકાર્યા, તો
હવે મારું જ્ઞાન રાગમાં કેમ અટકે? તે રાગને કેમ ભજે? તે તો રાગથી છૂટું પડીને
પરમ વીતરાગ એવા મોક્ષમાર્ગમાં પરિણમે છે.
પ્રથમ ગાથામાં આચાર્યદેવે વીરનાથ જિનેન્દ્રને નમસ્કાર કરીને અસાધારણ
મંગળ કર્યું છે; તેઓ કહે છે કે અહો! ઉત્કૃષ્ટ અનંત જ્ઞાનદર્શનસ્વભાવને પામેલા
ભગવાન વીરજિનને નમસ્કાર કરીને, હું શ્રુતકેવળી અને કેવળીભગવંતોએ કહેલું
આ નિયમસાર કહીશ. નિયમસારમાં મોક્ષનો માર્ગ અને તેનું ફળ બતાવીશ.
સમયસારની ટીકામાં પણ કેવળી અને શ્રુતકેવળી બંનેની વાત લીધી છે, ને અહીં
નિયમસારમાં તો મૂળસૂત્રમાં જ
‘केवलि–सुदकेवली भणिदं’ એમ સ્પષ્ટ કહ્યું છે.
વિદેહક્ષેત્રમાં કેવળી અને શ્રુતકેવળીભગવંતો સાક્ષાત્ બિરાજે છે, તેમને નજરે
દેખીને અને તેમની વાણી સાંભળીને આચાર્યદેવે આ સમયસાર–નિયમસાર વગેરે
પરમાગમોની રચના કરી છે. તે આત્માનું શુદ્ધસ્વરૂપ બતાવીને, તેના આશ્રયે
શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટ કરાવે છે.
અહો, આ નિયમસારમાં તો આત્મામાંથી અનાદિના અંધારા દૂર કરીને
જ્ઞાન–પ્રકાશ પ્રગટાવે એવી અલૌકિક વાત છે. જુઓને, અહીં આપણે આજે
(પોષસુદ એકમે) આ નિયમસાર વાંચવું શરૂ કર્યું ને બહારમાં પણ અંધારા ટળીને
આજે પ્રકાશ શરૂ થયો. (ભારત–પાક. યુદ્ધને કારણે બ્લેકઆઉટ–અંધારપટ થયેલ,
તેમાં વિજયપૂર્વક આજે અંધારપટ ખુલીને પ્રકાશ ચાલુ થયો; નિયમસાર પણ
આજે જ શરૂ થયું.) ચૈતન્યના પરાક્રમમાં વિક્રાંત એવા વીરનાથ જિને ચૈતન્યની
વીરતાવડે કર્મો ઉપર વિજય મેળવ્યો ને મોહાંધકાર દૂર કરીને કેવળજ્ઞાન પ્રકાશ
પ્રગટ કર્યો. આવા વિજેતા વીરનાથ વર્દ્ધમાન જિનેન્દ્ર મહા દેવાધિદેવ તીર્થંકર–
તેમને નમસ્કાર કરીએ છીએ.
નિયમ એટલે રત્નત્રય, તેમાં સારભૂત એવા શુદ્ધ રત્નત્રય, તેનું પ્રતિપાદન
કરનારું આ શાસ્ત્ર સર્વે જીવોને હિતકર છે. શુદ્ધરત્નત્રયરૂપ માર્ગનું અને તેના
ફળનું કથન જિનશાસનમાં છે. જુઓ, લોકો કહે છે કે જિનશાસનમાં કર્મનું ને
કર્મફળનું