
જ્ઞાની રાગ કરે છે એમ તને તારી અજ્ઞાનદ્રષ્ટિથી જ દેખાય છે; ખરેખર જ્ઞાની
જ્ઞાનભાવપણે જ પરિણમતા થકા જ્ઞાનના જ કર્તા છે, તે જ્ઞાનપરિણમનમાં રગનું
કર્તુત્વ જરા પણ નથી. જ્ઞાનપરિણમનમાં આનંદની જ ધારા વહે છે. આવા જ્ઞાની રાગ
કરે છે કે નથી કરતા–એ તને જ્ઞાન વગર ક્યાંથી ખબર પડશે? જ્ઞાની શું કરે છે! તેના
અંતરની અજ્ઞાનીને ખબર પડે નહિ. અહા, ચૈતન્યનો સમુદ્ર ઉલ્લસીને જેની પર્યાયમાં
આનંદની ભરતી આવી છે, જેણે રાગાદિભાવોને ચૈતન્યસમુદ્રથી બાહ્ય જાણ્યા છે–એવા
જ્ઞાની રાગને જરાપણ કરે એમ અમે તો દેખતા નથી. જ્ઞાનીમાં અમને તો અતીન્દ્રિય
જ્ઞાન ને આનંદની જ ધારા ઊછળતી દેખાય છે; રાગ તો જ્ઞાનથી બહાર દેખાય છે; તે
રાગનું કર્તૃત્વ જ્ઞાનીના જ્ઞાનમાં નથી.–પણ આવી ભિન્નતાને જ્ઞાની જ ઓળખી શકે છે.
અહા, જ્ઞાનીની જ્ઞાનદશામાં તો અતીન્દ્રિય આનંદના અનુભવનો સિક્કો લાગી ગયો
છે; એ આનંદમાં હવે રાગ કેવો? સુખના વેદનમાં દુઃખનું કર્તૃત્વ કેવું? આત્માનો
આવો સ્વાદ આવે ત્યારે જીવ ધર્મી થયો કહેવાય, ત્યારે તે જ્ઞાની થયો, ત્યારે તે સાચો
જૈન થયો, ને ત્યારે જ તે ખરેખર વીતરાગ ભગવાનના માર્ગમાં આવ્યો. ચોથા
ગુણસ્થાને ગૃહસ્થને પણ આત્માના આવા આનંદનો અનુભવ હોય છે.–આવા
ધર્મીજીવ પોતાના જ્ઞાનને રાગાદિથી અત્યંત જુદું જ જાણે છે, તે હવે કર્તા થઈને રાગને
કરે કે રાગના ફળને ભોગવે–એમ પ્રતીત કરી શકાતી નથી. ત્યાં અવશપણે જે રાગાદિ
થઈ જાય છે, તે કાંઈ જ્ઞાનનો દોષ નથી, જ્ઞાન કાંઈ તેનું કર્તા નથી. જ્ઞાન અને રાગ
સાધકની દશામાં એકસાથે હોય તેથી કાંઈ તેમને કર્તા–કર્મપણું થઈ જતું નથી. બંને
સાથે રહેવામાં વિરોધ નથી, છતાં તેમાં જ્ઞાન તો મોક્ષનું જ કારણ છે, ને રાગ તે બંધનું
કારણ છે.–આમ જ્ઞાનીના વેદનમાં બંનેની અત્યંત ભિન્નતા સદાય વર્તે છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવલિંગ કદી તેણે પ્રગટ કર્યું નથી. ભાવલિંગ
એકજીવને વધુમાં વધુ ૩૨ વખત આવે,–પછી તે જરૂર મોક્ષ પામે. દ્રવ્યલિંગ તો ઘણા
જીવોએ અનંતવાર ધારણ કર્યું ને અનંતવાર નવમી ગ્રૈવેયક સુધી ગયા,–પણ તેને
સમ્યગ્દર્શન વગર મોક્ષનું સાધન જરાપણ ન પ્રગટ્યું, તે સુખ જરાપણ ન પામ્યો;