Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 49

background image
: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
સમ્યક્ત્વની વિધિ
પ્રશ્ન :– હે ગુરુદેવ! સમ્યગ્દર્શનની વિધિ તો આપે સમજાવી, પણ તે સમજ્યા પછી
પરિણતિની ગુલાંટ કેમ મારવી?
ઉત્તર :– વિધિ યથાર્થ સમજાય ત્યાં પરિણતિ ગુલાંટ માર્યા વગર રહે નહિ. વિકલ્પજાત
અને સ્વભાવજાત એ બંનેને ભિન્ન જાણતાંવેત જ પરિણતિ વિકલ્પમાંથી છૂટી
પડીને સ્વભાવમાં તન્મય થાય છે. વિધિને સમ્યક્પણે જાણવાનો કાળ અને
પરિણતિને ગુલાંટ મારવાનો કાળ–બંને એક જ છે. વિધિ જાણે પછી તેને
શીખવવું ન પડે કે તું આમ કર. જે વિધિ જાણી તે વિધિથી જ્ઞાન અંતરમાં ઢળે
છે. સમ્યક્ત્વની વિધિને જાણનારું જ્ઞાન પોતે કાંઈ રાગમાં તન્મય નથી,
સ્વભાવમાં તન્મય છે. અને એવું જ જ્ઞાન સાચી વિધિને જાણે છે. રાગમાં
તન્મય વર્તતું જ્ઞાન સમ્યક્ત્વની સાચી વિધિને જાણતું નથી.
ચૈતન્યની સ્ફુરણા થતાં જ બધા પરભાવો છૂટી જાય છે
પ્રશ્ન :– અસંખ્યપ્રકારના પરભાવો, –તે બધાયથી છૂટવા શું કરવું? એક પરભાવથી
બચીએ ત્યાં બીજો પરભાવ ઘૂસી જાય છે, તો શું કરવું?
ઉત્તર :– સ્વભાવમાં પ્રવેશ કરતાં બધાય પરભાવો એક સાથે છૂટી જાય છે. સ્વભાવના
દરબારમાં પરભાવનો પ્રવેશ નથી. સ્વભાવમાં આવ્યા વિના, પરભાવના લક્ષે
પરભાવોથી બચી શકાય નહીં. એટલે એકસાથે સમસ્ત પરભાવોથી બચવાનો
ઉપાય એ છે કે ત્યાંથી ઉપયોગને પાછો વાળીને સ્વભાવમાં ઉપયોગ મુકવો.
આ આત્મા એવો આનંદમય ચૈતન્યપ્રકાશનો પુંજ છે કે એનું સ્ફૂરણ
થતાં જ (અર્થાત્ ઉપયોગ તેમાં ઝુકતાં વેંત જ) સમસ્ત પરભાવોની ઈન્દ્રજાળ
(વિકલ્પ તરંગો) તત્ક્ષણ ભાગી જાય છે.
પ્રશ્ન :– સમ્યગ્દર્શન પામ્યો ત્યારે જે આનંદ અનુભવાયો તેનું ભાષામાં વર્ણન આવી
શકે કે કેમ?
ઉત્તર :– એ વેદનનું વાણીમાં પૂરું વર્ણન ન આવે; અમુક વર્ણન આવે, તે ઉપરથી સામો
જીવ ‘જો તેવા લક્ષવાળો હોય તો’ સાચી સ્થિતિ સમજી જાય.