સોનગઢ સમાચાર... (મુખપૃષ્ઠના બીજા પાનેથી ચાલુ)
• ફાગણ વદ બીજ (મંગળવાર તા. ર૦મી માર્ચ) ના રોજ પૂ. ગુરુદેવ
સોનગઢથી મુંબઈ (ઘાટકોપર–સર્વોદય ઈસ્પિતાલમાં બંધાયેલા આદિનાથપ્રભુના
જિનાલયની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે) પધારશે. ત્યાંથી બેંગ્લોરમાં જિનમંદિર તથા
સમવસરણ–મંદિરના શિલાન્યાસ નિમિત્તે (તા. ર૩–ર૪ માર્ચ) ગુરુદેવ બેંગ્લોર પધારશે.
બેંગ્લોરથી પુન: મુંબઈ પધારશે–ત્યાં રવિવાર તા. રપના રોજ બંને વખત પ્રવચનો થશે;
ને તા. ર૬ સોમવારે ગુરુદેવ ભાવનગર થઈને પુન: સોનગઢ પધારશે. મુંબઈના કાર્યક્રમ
દરમિયાન જિનમંદિરોના દર્શન ઉપરાંત ગુરુવારે બોરીવલી–સ્થિત ‘ત્રિમૂર્તિ’ ભગવંતોના
દર્શને પણ પધારશે.
• આ વખતે દેશમાં દુષ્કાળની મુશ્કેલ પરિસ્થિતિ વર્તતી હોવાથી, સોનગઢમાં
ધાર્મિકશિક્ષણ વર્ગો ચાલશે નહીં. જોકે સોનગઢમાં પાણીની મુશ્કેલી નથી, તેમજ સમિતિની
ભોજનશાળા વ્યવસ્થિત ચાલુ છે; પણ શિક્ષણવર્ગો ચલાવવા યોગ્ય પરિસ્થિતિ નથી.
સોનગઢમાં ગાયોના ઘાસચારા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, તે માટેનું એક
ખાસ જુદું ફંડ પણ ચાલે છે.
• આત્મધર્મના પ્રચારમાં જિજ્ઞાસુજીવો ખૂબ ઉત્સાહથી રસ ધરાવે છે, ને ગ્રાહક
સંખ્યા હિંદી–ગુજરાતી મળીને છ હજાર સુધી પહોંચી ગઈ છે. તેમાં ૧ર૦ જેટલા અંકો તો
પરદેશોમાં જાય છે. આપ પણ આપના સ્નેહીજનોને ભારતના ઉત્તમ અધ્યાત્મસંસ્કારનો
સ્વાદ ચખાડવા આત્મધર્મ જરૂર મોકલો. માત્ર દશ રૂા. માં આખા વર્ષ સુધી ભારતદેશના
ઊંચા અધ્યાત્મ–સંસ્કારોથી તે પરદેશમાં ભારતનું ગૌરવ વધારશે. અરે, આત્મધર્મ ઘરના
ટેબલ ઉપર અમસ્તુ પડ્યું હશે તોપણ તેને દેખી–દેખીને ભારતના ઉચ્ચસંસ્કારો તેને યાદ
આવશે. પરદેશમાં લવાજમ વાર્ષિક દશ રૂપિયા છે; ભારતમાં ચાર રૂપિયા છે.
ધ્રાંગધ્રાના સવિતાબેન (તેઓ વકીલ
કેશવલાલ ડામરભાઈ શાહના ધર્મપત્ની, ઉ વર્ષ પપ)
તા. પ–૩–૭૩ના રોજ મુંબઈ મુકામે તેમના ભત્રીજા
રજનીકાન્તને ઘેર સ્વર્ગવાસ પામ્યા છે. દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
નાઈરોબીના ભાઈશ્રી ચંદ્રકાન્તભાઈની બેબી માલાબેન, માત્ર સવાછ માસની
વયે તા. ૧૯–ર–૭૩ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. પુણ્યવંત ઘરે જૈનકુળમાં આવીને પણ
આયુષ્યની આવી અલ્પતા દેખીને, જિજ્ઞાસુજીવોએ આયુષ્યનો ભરોસો છોડીને ચૈતન્યનું
કામ તત્કાળ કરવા જેવું છે.