Ratnakarand Shravakachar (Gujarati). Introduction; Ratnakarandak shrAvakAchAr; Avrutti; PrakAshakiy nivedan; PrakAshakiy nivedan (Third edition); PrastAvanA; AnukramaNikA; ShAstra Swadhyayaka Prarambhik manglacharan; Pahelo AdhikAr; Shlok: 1 manglAcharaN,2 pratigyA.

Next Page >


Combined PDF/HTML Page 1 of 17

 


Page -22 of 315
PDF/HTML Page 2 of 339
single page version

ભગવાનશ્રી કુંદકુંદકહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૩૩
श्री वीतरागाय नमः
શ્રી સમંતભદ્રસ્વામી વિરચિત
શ્રી
રત્નકરંડક શ્રાવકાચાર
મૂળ શ્લોકો અને શ્રી પ્રભાચંદ્ર આચાર્ય વિરચિત સંસ્કૃત ટીકાના
ગુજરાતી અનુવાદ સહિત
ઃ અનુવાદકઃ
છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણ)
બી. એ. (ઓનર્સ), એસ. ટી. સી.
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)


Page -21 of 315
PDF/HTML Page 3 of 339
single page version

પ્રથમ આવૃત્તિપ્રતઃ ૨૧૦૦વિ સં. ૨૦૩૨
દ્વિતીય આવૃત્તિપ્રતઃ ૧૦૦૦વિ સં. ૨૦૪૭
તૃતીય આવૃત્તિપ્રતઃ ૨૦૦૦વિ સં. ૨૦૬૭
શ્રી રત્નકરંડક શ્રાવકાચાર (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા
સ્વ. તારાબેન કપુરચંદભાઇ સુખલાલ કોઠારી
નંદરબારવાળા, હાલ-સોનગઢ
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૭૪=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક
સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા. ૬૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-
કહાન દિગંબર જૈન મુમુક્ષુમંડળ ટ્રસ્ટ, પાર્લા-સાંતાક્રુઝ (મુંબઈ) તરફથી કિંમત
ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની કિંમત રૂા. ૩૦=૦૦ રાખવામાં આવી છે.
કિંમત રુા. ૩૦=૦૦
મુદ્રક
કહાન મુદ્રણાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર)
(02846) 244081



Page -19 of 315
PDF/HTML Page 5 of 339
single page version

શ્રી સર્વજ્ઞાય નમઃ
પ્રકાશકીય નિવેદન

આ ગ્રંથનું નામ ‘રત્નકરંડક ઉપાસકાધ્યયન’ છે. સામાન્ય રીતે તે ‘રત્નકરંડક શ્રાવકાચાર’ એ નામથી પ્રસિદ્ધ છે. સમાજમાં તે ઘણો પ્રસિદ્ધ ગ્રંથ છે. ઉપલબ્ધ શ્રાવકાચારોમાં તે અતિ પ્રાચીન અને સુસંબદ્ધ શ્રાવકાચાર છે. તેના રચયિતા શ્રી સમન્તભદ્રાચાર્ય છે. તેમણે આ ગ્રંથમાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર—એ ત્રણેને ધર્મ કહીને તેનું વર્ણન કરતાં સમ્યક્ચારિત્રમાં સમાવિષ્ટ શ્રાવકાચારનું નિરુપણ કર્યું છે, જે મુમુક્ષુઓ માટે અત્યંત ઉપયોગી અને આચરણીય છે.

તેના ઉપર શ્રી પ્રભાચન્દ્રાચાર્યે સંસ્કૃત ટીકા કરી છે જે આ ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવી છે. અને તે ઉપરથી તેનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે, જે પ્રથમવાર જ આ સંસ્થા તરફથી પ્રકાશિત કરતાં અત્યાનંદ અનુભવાય છે.

શ્રાવકનું અંતર તથા બાહ્ય ચારિત્ર કેવા પ્રકારનું હોવું જોઇએ તેના ઉપર સારગર્ભિત પ્રવચન આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી દ્વારા અનેક વાર કરવામાં આવે છે તેથી જૈનસમાજ ઉપર તેઓશ્રીનો મહાન ઉપકાર છે. તેમનાં પ્રવચનમાંથી પ્રેરણા પામીને તેમજ તેઓશ્રીના સાન્નિધ્યમાં રહીને સદ્ધર્મપ્રેમી ભાઇશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણવાળા)એ આ અનુવાદ તૈયાર કરી આયો હતો, તેનું પ્રકાશન થાય તે પહેલાં તેમનું દેહાવસાન થઇ ગયું. તેની નોંધ લેતાં અતિ ખેદ થાય છે અને તેમના પ્રત્યે સાભાર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ.

શ્રીયુત છોટાલાલભાઇ બી.એ. (ઓનર્સ) એસ. ટી. સી. હતા. તેઓ સરકારી હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય હતા. વળી તેઓ સાબરકાંઠા બેતાલીસ દ.હુ.દિ.જૈન કેળવણી મંડળના પ્રમુખ તથા શેઠ જી. ઉ.દિ. જૈન છાત્રાલય, ઇડરના ટ્રસ્ટી અને માનદ્ મંત્રી હતા. તેઓ મુખ્યતયા જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં, આધ્યાત્મિક શાસ્ત્રોનાં વાંચન-મનનમાં તેમજ જૈન સાહિત્યની સેવા અને સત્સમાગમાદિ ધાર્મિક પ્રવૃત્તિમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. અવકાશ પ્રાપ્ત કરીને સોનગઢ આવતા અને પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો તથા તત્ત્વચર્ચાનો અલભ્ય લાભ લેતા હતા. તેઓ શાંત, સરળસ્વભાવી, વૈરાગ્યભાવનાવંત, અધ્યાત્મરસિક સજ્જન હતા. તેમણે આ શ્રાવકાચાર ગ્રંથનો ગુજરાતી અનુવાદ અત્યંત ખંત અને ચીવટપૂર્વક તદ્દન નિઃસ્પૃહભાવે કરી આયો હતો. તદુપરાંત તેમણે ‘સમાધિતંત્ર’નો તથા ‘ઇષ્ટોપદેશ’નો ગુજરાતી અનુવાદ પણ કરી આયો હતો કે જે અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલ છે. તે સર્વ કાર્ય માટે


Page -18 of 315
PDF/HTML Page 6 of 339
single page version

આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને તેઓ જ્યાં હોય ત્યાં આત્મસાધનામાં વિશેષ પ્રગતિ કરીને ધ્યેયની પ્રાતિ શીઘ્ર કરી લ્યે એવી અંતરથી ભાવના ભાવે છે.

આ અનુવાદ આદ્યંત તપાસીને જેમણે પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાન વડે યોગ્ય સંશોધન કરી આયું છે અને માર્ગદર્શન આયું છે, તે સહાયતા માટે આ સંસ્થાના માનનીય ભૂતપૂર્વ પ્રમુખ ભાઇશ્રી રામજીભાઇ દોશીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

અજિત મુદ્રણાલયના સંચાલક શ્રી મગનલાલજી જૈને કુશળતાપૂર્વક આ ગ્રંથની સુંદર છપાઇ આદિ કાર્ય કરી આયું છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.

આ ગ્રંથમાં પ્રરુપિત શ્રાવકાચારને યથાર્થ સમજી, જીવનમાં પરિણમાવી જગતના સર્વ જીવો આત્મહિત સાધો અને વીતરાગના પંથને સદાય અનુસરો એવી ભાવના ભાવીએ છીએ. સોનગઢ

સાહિત્યપ્રકાશનસમિતિ

દીપાવલી

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ

વિ.સં. ૨૦૩૨

સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ્રકાશકીય નિવેદન (ત્રીજી આવૃત્તિ)

આ ગ્રંથની પહેલાની આવૃત્તિ પૂર્ણ થઇ જવાથી આ સુધારા-વધારા સાથેની નવીન ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે.

આ શાસ્ત્રનો સમ્યક્પ્રકારે અભ્યાસ કરી મુમુક્ષુઓ નિજાત્મકલ્યાણને સાધે એ જ ભાવના.... ફાગણ વદ દશમ

સાહિત્યપ્રકાશનસમિતિ

પૂજ્ય બહેનશ્રીનો ૭૯મો

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ

સમ્યક્જયંતી મહોત્સવ

સોનગઢ (સૌરાષ્ટ્ર)

વિ.સં. ૨૦૬૭


Page -17 of 315
PDF/HTML Page 7 of 339
single page version

પ્રસ્તાવના

જંબૂદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ચરમતીર્થંકર, શાસનનાયક, પરમવીતરાગ સર્વજ્ઞ, દેવાધિદેવ શ્રી મહાવીર ભગવાને દિવ્યધ્વની દ્વારા ભવ્યજીવોને નિજાત્મકલ્યાણકારી બોધ આયો. આ મંગલકારી દિવ્યદેશનાને શ્રી ગૌતમ ગણધરદેવ દ્વારા બાર અંગની રચના દ્રવ્યશ્રુતના સ્વરુપમાં ગુંથવામાં આવી. તે ચાર અનુયોગમય દેશનાને તેમના પછીના મહાન સંત આચાર્ય ભગવંતોએ લિપિબદ્ધ કરી, તે સત્શાસ્ત્રો મહાન પુણ્યોદયે આપણને વર્તમાનમાં જિનવાણીરુપે સંપ્રાપ્ત થયેલ છે. તે મહાન રચનાઓ પૈકી આ શ્રી રત્નકરંડ શ્રાવકાચાર અપરનામ રત્નકરણ્ડક શ્રાવકાચાર ચરણાનુયોગની શૈલીમાં રચાયેલી એક ઉત્તમ શાસ્ત્રરચના છે.

આ ગ્રંથના રચનાકાર પરમ પૂજ્ય ભાવલિંગી દિગંબર આચાર્ય શ્રી સમન્તભદ્રદેવ વિક્રમની લગભગ બીજી શતાબ્દીમાં થયેલ મહાન આચાર્ય છે. તેઓશ્રી જૈનદર્શનના ઉત્કૃષ્ટ જ્ઞાતા, અધ્યાત્મ અને ન્યાયશાસ્ત્રના મર્મજ્ઞ, ઉત્તમ ભક્તિરચનાઓના રચયિતા જિનેન્દ્ર ભક્ત તથા અન્ય મતાવલંબીઓની કુયુક્તિઓને ખંડન કરી વીતરાગભાવે જિનશાસનને સ્થાપનારા વાદનિપૂણ પણ હતા. તેઓશ્રીએ ઘણા ગ્રંથોની રચના કરી છે. જેવાં કે આપ્તમિમાંસા, જિનસ્તુતિ શતક, સ્વયંભૂ સ્તોત્ર, યુક્ત્યાનુશાસન, ગંધહસ્તિમહાભાષ્ય (તત્ત્વાર્થસૂત્રની ટીકા) જીવસિદ્ધિ તથા રત્નકરંણ્ડક શ્રાવકાચાર. તેમાંથી કેટલાક ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે. આ રત્નકરંડક શ્રાવકાચાર ગ્રંથ તેઓશ્રીની ઉત્તમ રચનાઓ પૈકીની એક રચના છે.

વર્તમાનમાં પરમોપકારી અધ્યાત્મયુગસ્રષ્ટા પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ પોતાના કલ્યાણકારી પ્રવચનોમાં વારંવાર આ શાસ્ત્રના સંદર્ભો આપી આ શાસ્ત્રમાં છુપાયેલા આત્મકલ્યાણકારી મર્મને આ યુગના ભવ્ય જીવો માટે ખોલી આપણા પર મહાન ઉપકાર કર્યો છે. તેઓશ્રીના પ્રતાપે જ આપણે સૌ આ મહાન શાસ્ત્રના ગૂઢ ભાવોને કાંઇક અંશે સમજવા શક્તિમાન થયા છીએ.

આ મહાન ગ્રંથ ચરણાનુયોગની શૈલીનો છે. તેમાં મોક્ષમાર્ગના પ્રથમ સોપાન એવા સમ્યક્દર્શનને પ્રાપ્ત પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકની અંતરંગ બે (અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનાવરણ) ચોકડી કષાયના અભાવરુપ આત્મસાધનાનું વર્ણન તેની બાહ્ય વૈરાગ્યમય પ્રવૃત્તિની મુખ્યતાથી કરવામાં આવેલ છે. તે કથન જો કે ઉપદેશપ્રધાન શબ્દોથી કરવામાં આવ્યું હોવા છતાં તેટલી અશુદ્ધિરુપ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે પરંતુ આદરવા(મહત્ત્વ આપવા) માટે પ્રયોજનવાન નથી. આ વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પુરુષાર્થસિદ્ધ્યુપાય નામક ચરણાનુયોગના ગ્રંથના પ્રવચનોમાં તેઓશ્રીએ આગમ અને સ્વાનુભવ દ્વારા અત્યંત સ્પષ્ટ કરેલ છે. આ ગ્રંથનો મર્મ સમજવા માટે તે પ્રવચનો સાંભળવા અત્યંત જરુરી છે તેનાથી આ ગ્રંથનો મર્મ હૃદયંગમ થશે. આ ગ્રંથમાં આચાર્યદેવે સંસ્કૃત ભાષામાં ૧૫૦ શ્લોકો ર.યા છે. જે સાત અધિકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

પ્રથમ અધિકારમાં આચાર્યદેવે તીર્થંકર ભગવાન મહાવીરને ભાવ નમસ્કાર કરી મંગલાચરણ કરીને સમ્યક્ધર્મ એટલે કે મોક્ષમાર્ગનો ઉપદેશ કરવાની પ્રતિજ્ઞા કરી છે. તે મોક્ષમાર્ગ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રમય છે, એમ જણાવી તેઓશ્રી આ મોક્ષમાર્ગના પ્રથમ સોપાનરુપ સમ્યગ્દર્શનનું સ્વરુપ ઘણા જ વિસ્તારથી સમજાવે છે.


Page -16 of 315
PDF/HTML Page 8 of 339
single page version

જે આત્માને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી આત્માની દ્રષ્ટિપૂર્વક સ્વાનુભવયુક્ત સમ્યક્દર્શન પ્રાપ્ત થયું હોય તેવા જ્ઞાની ધર્માત્માને કેવા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા-ભક્તિ-અર્પણતા પોતાની વર્તમાન શ્રદ્ધા પર્યાયમાં વર્તે છે તે દ્વારા આચાર્યદેવે સમ્યક્દર્શનનું સ્વરુપ સમજાવ્યું છે. તે માટે તેઓશ્રીએ દેવ-શાસ્ત્ર-ગુરુ માટે परमार्थानाम’ એ વિશેષણ દ્વારા જ્ઞાની ધર્માત્મા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જ શ્રદ્ધે છે, એવો જ કચાશરુપ રાગનો પ્રકાર તેમને વર્તે છે તે વાતને અત્યંત સ્પષ્ટ કરી છે. ત્યારબાદ તેઓએ આગળ આ સાચા દેવ-શાસ્ત્ર અને ગુરુ કેવા હોય તેનું સ્વરુપ સમજાવ્યું છે. ત્યારબાદ આ સમ્યગ્દ્રષ્ટિને આઠ અંગ કેવા હોય છે તેનું વર્ણન કરી સમ્યગ્દ્રષ્ટિના સ્વરુપને વિશેષરુપે સમજાવવા માટે સમ્યગ્દ્રષ્ટિને ત્રણ મૂઢતા, આઠ મદ, વગેરેનો અભાવ હોય છે તે પણ દર્શાવ્યું છે. એ સમ્યક્ત્વની ભૂમિકાનું ઉત્કૃષ્ટ સ્વરુપ છે. આ પ્રમાણે સમ્યક્દર્શનનું સ્વરુપ સમજાવી તેઓશ્રી સમ્યક્દર્શનનું મહત્ત્વ અને મહિમા પણ ઘણા જ વિસ્તારથી ચર્ચી આ અધિકાર પૂરો કરે છે.

બીજા અધિકારમાં તેઓશ્રી ભાવશ્રુતજ્ઞાનના ધારક સમ્યગ્દ્રષ્ટિને ચાર અનુયોગમય દ્રવ્યશ્રુતના મર્મનું પણ યથાર્થજ્ઞાન હોય છે, એ પ્રમાણે સમ્યગ્જ્ઞાનનું સ્વરુપ પણ બતાવે છે.

હવેથી આગળના અધિકારોમાં આચાર્યદેવ પંચમગુણસ્થાનવર્તી શ્રાવકના નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન પૂર્વકના અપૂર્ણ ચારિત્રનું વર્ણન વ્યવહારનયે બાહ્ય આચરણની મુખ્યતાથી કરે છે. આ ગ્રંથનો અભ્યાસ કરનારાઓએ એ વાત અવશ્ય લક્ષમાં લેવા જેવી છે કે આ ગ્રંથમાં સમ્યક્દર્શન-જ્ઞાન પ્રાપ્ત પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકના બાહ્યજીવન દ્વારા તેની અંતરંગ આત્મસાધનાને સમજાવવાનો જ પ્રયત્ન કર્યો છે. એટલે કે વ્યવહાર દ્વારા પરમાર્થ સાધનાનું જ પ્રતિપાદન કર્યું છે. આના પરથી એમ ન માનવું જોઇએ કે આવું બાહ્ય આચરણ કરનાર તે શ્રાવક છે અને એમ પણ ન માનવું જોઇએ કે આવું બાહ્ય આચરણ કરવાથી અંતરંગમાં પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકપણું પ્રાપ્ત થઇ જશે. અહીં તો માત્ર પંચમ ગુણસ્થાનવર્તી સાધક શ્રાવકની હઠ વિનાની બાહ્ય સાધના આવી જ સહજ હોય તે દર્શાવી અંતરંગ અને બહિરંગ સાધના એટલે કે નિશ્ચય-વ્યવહારનો સુમેળ સાધકજીવને કેવો હોય છે તેનું જ દિગ્દર્શન કરાવ્યું છે.

આચાર્યદેવ ત્રીજા અધિકારમાં સ્વરુપ રમણતામય વીતરાગચારિત્રની અનિવાર્યતા સમજાવી ટુંકમાં સકલ ચારિત્રનું સ્વરુપ બતાવી તે ધારણ કરવા જે જીવ અસમર્થ હોય તેને આગાર અને અનગાર બે પ્રકારનું ચારિત્ર સમજાવી મંદ પુરુષાર્થી શ્રાવકોને વિકલ ચારિત્ર-દેશચારિત્ર-ગૃહસ્થનો ધર્મ સમજાવવાની શરુઆત કરે છે. આમાં તેઓ પાંચ અણુવ્રત અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ-પરિમાણનું સ્વરુપ તથા તેના પાલનમાં લાગતા પાંચ પાંચ અતિચારોનું સ્વરુપ સમજાવી તે અતિચારો રહિત પાંચ અણુવ્રતના પાલનનો ઉપદેશ આપે છે.

આચાર્યદેવ ચોથા અધ્યાયમાં શ્રાવકના ત્રણ ગુણવ્રતો, દિગ્વ્રત, અનર્થદંડવ્રત તથા ભોગોપભોગ પરિમાણવ્રતનું વિસ્તારથી વર્ણન કરે છે. આ અધિકારની ૭૧ ગાથામાં આ વ્રતનું પાલન કરનાર શ્રાવકને ઉપચારથી મહાવ્રતની પરિભાષા આપી તે વ્રત કોને હોય છે તે પણ દર્શાવ્યું છે. ત્યાર પછી દરેક વ્રતની ચર્ચા કરી દરેક વ્રતના પાંચ પાંચ અતિચાર દર્શાવ્યા છે. ત્યારબાદ વ્રતના લક્ષણ, યમ-નિયમરુપ વ્રતનું સ્વરુપ, નિયમ કરવાની વિધિ વગેરે પણ દર્શાવ્યા છે.

આચાર્યદેવે પાંચમા અધિકારમાં દેશાવકાશિક સામાયિક, પ્રોષધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર શિક્ષાવ્રતોનું વિસ્તારથી સ્વરુપ તથા દરેક વ્રતના પાંચ અતિચારનું વર્ણન કર્યું છે. આ અધિકારમાં દાનનું સ્વરુપ, ભેદ અને તેના ફળનું પણ ટૂંકમાં વર્ણન કરેલ છે.


Page -15 of 315
PDF/HTML Page 9 of 339
single page version

આચાર્યદેવે છઠ્ઠા અધિકારમાં સલ્લેખના-સમાધિમરણના સ્વરુપની તેની આવશ્યકતાની તથા તેની વિધિની વિસ્તૃત ચર્ચા કરી, સંલેખનાના પાંચ અતિચારનું સ્વરુપ બતાવી સંલેખનાનું ફળ પણ બતાવ્યું છે. અંતમાં આ અધિકારમાં મોક્ષનું તથા મુક્તજીવોનું સ્વરુપ પણ વર્ણવ્યું છે.

આચાર્યદેવે છેલ્લા સાતમા અધિકારમાં શ્રાવકદશામાં સાધનાની ક્રમશઃ વૃદ્ધિ દર્શાવતી, શ્રાવકની અગિયાર પ્રતિમાઓ, દર્શન, વ્રત, સામાયિક, પ્રોષધોપવાસ, સચિત્તત્યાગ, રાત્રિભૂક્તિ-ત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિત્યાગ તથા અગિયારમી ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમાનું સ્વરુપ બતાવ્યું છે. આચાર્યદેવે ૧૧મી પ્રતિમાધારી શ્રાવકને ઉત્કૃષ્ટ શ્રાવક તરીકે વર્ણવ્યો છે. અંતમાં પણ આચાર્યદેવે ૧૫૦મી ગાથામાં સમ્યક્દર્શનને લક્ષ્મીની ઉપમા આપી તેનો મહિમા કર્યો છે.

આ પ્રમાણે આ ગ્રંથમાં પંચમગુણસ્થાનવર્તી શ્રાવકને હઠ વિના ભૂમિકા અનુસાર કેવા પ્રકારના બાહ્યત્યાગ તથા મંદકષાયરુપ શુભભાવો હોય છે તેનું વર્ણન કર્યું છે. આ પ્રકારના બાહ્યત્યાગ અને મંદકષાયને વ્યવહારથી એટલે કે ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે, કારણ કે નિશ્ચયથી બાહ્ય અન્ય પદાર્થોનું ગ્રહણ કે ત્યાગ આત્મા કરી શકતો જ નથી. તથા તે પ્રકારના જ વિકલ્પો તેને જે તે ભૂમિકામાં હોય છે. તે વિકલ્પો આત્માના પરિણામમાં જ થાય છે પણ તે વિકલ્પો તેની કચાશના દ્યોતક છે અને તે મંદકષાયરુપ શુભભાવો હોવાથી ખરેખર બંધનું કારણ છે. તે ભાવોનો જ્ઞાની ધર્માત્મા ખરેખર જ્ઞાતા છે. પરંતુ કર્તા નથી. તે ભાવો જ્ઞાનીને હેયબુદ્ધિએ આવે છે. પણ જે તે ભૂમિકામાં નિમિત્ત અને સહચર હોવાથી તેમને વ્યવહારનયથી મોક્ષમાર્ગ પણ કહેવામાં આવે છે.

પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી અને પૂજ્ય બહેનશ્રી ચંપાબેને આ કાળે આપણને મોક્ષમાર્ગનું ઉપર પ્રમાણે યથાર્થ સ્વરુપ સમજાવી આ શાસ્ત્રના ભાવો યથાર્થપણે સમજવાની વિધિ બતાવી આપણા પર અનુપમ ઉપકાર કર્યો છે.

જેમ આ શાસ્ત્રના રચયિતા આચાર્યદેવ મહાન છે તેમ આ ગ્રંથના ટીકાકાર આચાર્ય પ્રભાચંદ્ર પણ વિક્રમની દસમી સદીમાં થયેલ મહા આચાર્ય છે. ટીકાકાર આચાર્યદેવે પણ ગ્રંથકર્તા મહાન આચાર્યદેવના ભાવોને સંક્ષેપથી ખોલીને આપણા પર વિશેષ ઉપકાર કર્યો છે. તેમના રચેલ અન્યગ્રંથો પ્રમેયકમલમાર્તંડ (પરીક્ષામુખ વ્યાખ્યા), તત્ત્વાર્થવૃત્તિ પદ વિવરણ(લઘીયસ્ત્રય વ્યાખ્યા), તત્ત્વાર્થવૃત્તિ પદ વિવરણ (સર્વાર્થસિદ્ધિ વ્યાખ્યા), જૈનેન્દ્ર વ્યાકરણ વ્યાખ્યા, પ્રવચનસાર વ્યાખ્યા, સમાધિતંત્ર ટીકા, આત્માનુશાસન ટીકા વગેરે છે. આ ઉપરથી ફલિત થાય છે કે તેઓ મહા વિદ્વાન આચાર્ય હતા.

અંતે આ ગ્રંથના ભાવો પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીએ જે પ્રકારે ખોલ્યા છે તે પ્રકારે યથાર્થપણે સમજીને આપણે સૌ નિજાત્મકલ્યાણમાં લાગીએ એ જ અભ્યર્થના... ફાગણ વદ દશમ

સાહિત્યપ્રકાશનસમિતિ

પૂજ્ય બહેનશ્રીનો ૭૯મો

શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ

સમ્યક્જયંતી મહોત્સવ

સોનગઢ (સૌરાષ્ટ્ર)

વિ.સં. ૨૦૬૭


Page -14 of 315
PDF/HTML Page 10 of 339
single page version

અનુક્રમણિકા
વિષય
શ્લોક
પૃષ્ઠ

વિષય

શ્લોક
પૃષ્ઠ
પહેલો અધિાકાર

મંગલાચરણ .............................. ૧--------- ૨ પ્રતિજ્ઞા .................................... ૨--------- ૫ ધર્મનું લક્ષણ ............................. ૩--------- ૭ સમ્યગ્દર્શનનું લક્ષણ .................... ૪------- ૧૦ આપ્તનું લક્ષણ ........................... ૫------- ૧૩ વીતરાગ લક્ષણ .......................... ૬ ------- ૧૫ આપ્તવાચક નામો યા

હિતોપદેશીનું સ્વરૂપ ............. ૭------- ૨૪

વીતરાગી દેવને ઉપદેશ દેવાની

સત્યાર્થ આગમનું લક્ષણ................ ૯------- ૨૮ સત્યાર્થ ગુરુનું લક્ષણ ................... ૧૦----- ૩૦ નિઃશંકિતત્વ અંગ (ગુણ)નું લક્ષણ .... ૧૧----- ૩૨ નિઃકાંક્ષિત ગુણનું લક્ષણ ............... ૧૨----- ૩૭ નિર્વિચિકિત્સતા ગુણનું લક્ષણ .......... ૧૩----- ૪૦ અમૂઢદ્રષ્ટિત્વ ગુણનું લક્ષણ ............ ૧૪----- ૪૨ ઉપગૂહન ગુણનું લક્ષણ ................. ૧૫----- ૪૪ સ્થિતિકરણ ગુણનું લક્ષણ .............. ૧૬ ----- ૪૬ વાત્સલ્ય ગુણનું લક્ષણ .................. ૧૭----- ૪૭ પ્રભાવના ગુણનું લક્ષણ ................. ૧૮----- ૪૮ આઠ ગુણોમાં પ્રસિદ્ધ


Page -13 of 315
PDF/HTML Page 11 of 339
single page version

વિષય
શ્લોક
પૃષ્ઠ

વિષય

શ્લોક
પૃષ્ઠ

સમ્યગ્દ્રષ્ટિ તીર્થંકર પણ થાય છે ...... ૩૯--- ૧૧૨ સમ્યગ્દર્શનથી મોક્ષની પ્રાપ્તિ .......... ૪૦--- ૧૧૩ સમ્યક્ત્વના મહિમાનો ઉપસંહાર ..... ૪૧--- ૧૧૫

જ્ઞાનાધિાકાર

સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ (લક્ષણ).......... ૪૨--- ૧૧૮ પ્રથમાનુયોગનું સ્વરૂપ ................... ૪૩--- ૧૨૨

કરણાનુયોગનું સ્વરૂપ ................... ૪૪--- ૧૨૫

ચરણાનુયોગનું સ્વરૂપ................... ૪૫--- ૧૨૮

દ્રવ્યાનુયોગનું સ્વરૂપ .................... ૪૬ --- ૧૩૦ દ્રવ્યાનુયોગનું પ્રયોજન ........................... ૧૩૧

ચારિત્રાધિાકાર

ચારિત્ર કોણ ધારણ કરે છે? .......... ૪૭--- ૧૩૩ રાગ-દ્વેષની નિવૃત્તિથી

ચારિત્રનું લક્ષણ .......................... ૪૯--- ૧૩૮ ચારિત્રના ભેદ ........................... ૫૦--- ૧૪૦ વિકલચારિત્રના ભેદ .................... ૫૧--- ૧૪૧ અણુવ્રતનું સ્વરૂપ ........................ ૫૨--- ૧૪૨ અહિંસાણુવ્રતનું લક્ષણ .................. ૫૩--- ૧૪૫

અહિંસાણુવ્રતના અતિચાર .............. ૫૪--- ૧૫૨ સત્યાણુવ્રતનું લક્ષણ ..................... ૫૫--- ૧૫૪ સત્યાણુવ્રતના અતિચારો................ ૫૬ --- ૧૫૬ અચૌર્યાણુવ્રતનું લક્ષણ .................. ૫૭--- ૧૫૮ અચૌર્યાણુવ્રતના અતિચાર .............. ૫૮--- ૧૬૦ બ્રહ્મચર્યાણુવ્રતનું લક્ષણ ................. ૫૯--- ૧૬૨


Page -12 of 315
PDF/HTML Page 12 of 339
single page version

વિષય
શ્લોક
પૃષ્ઠ

વિષય

શ્લોક
પૃષ્ઠ

પાપોપદેશ અનર્થદંડનું સ્વરૂપ.......... ૭૬ --- ૨૦૭ હિંસાદાન અનર્થદંડનું સ્વરૂપ .......... ૭૭--- ૨૦૮ અપધ્યાન અનર્થદંડનું સ્વરૂપ........... ૭૮--- ૨૦૯ દુઃશ્રુતિ અનર્થદંડનું સ્વરૂપ ............. ૭૯--- ૨૧૦ પ્રમાદચર્યા અનર્થદંડનું સ્વરૂપ ......... ૮૦--- ૨૧૨ અનર્થદંડવ્રતના અતિચાર ............... ૮૧--- ૨૧૩ ભોગોપભોગપરિમાણ વ્રતનું સ્વરૂપ... ૮૨--- ૨૧૪ ભોગ અને ઉપભોગનું લક્ષણ .......... ૮૩--- ૨૧૫ જીવનપર્યન્ત ત્યાગ કરવા યોગ્ય

ભોગોપભોગ વ્રતધારીને સર્વથા

અનિષ્ટ અને અનુપસેવ્ય વસ્તુઓનો

શ્લોક ૮૪-૮૫-૮૬નો સારાંશ ................. ૨૨૧ નિયમ અને યમનું લક્ષણ .............. ૮૭--- ૨૨૩ ભોગોપભોગ પરિમાણ વ્રતમાં

ભોગોપભોગપરિમાણવ્રતના

શિક્ષાવ્રતાધિાકાર

શિક્ષાવ્રતના પ્રકાર ....................... ૯૧--- ૨૩૦ દેશાવકાશિક શિક્ષાવ્રતનું લક્ષણ........ ૯૨--- ૨૩૧ દેશાવકાશિક વ્રતમાં ક્ષેત્રની મર્યાદા ... ૯૩--- ૨૩૨ દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા ........ ૯૪--- ૨૩૩ દેશવ્રતીને મર્યાદા બહાર

દેશાવકાશિક વ્રતના પાંચ

સામાયિક શિક્ષાવ્રતનું લક્ષણ ........... ૯૭--- ૨૩૭


Page -11 of 315
PDF/HTML Page 13 of 339
single page version

વિષય
શ્લોક
પૃષ્ઠ

વિષય

શ્લોક
પૃષ્ઠ

અર્હત્પૂજાનું વિધાન ..................... ૧૧૯ - ૨૭૯ પૂજાનું માહાત્મ્ય ......................... ૧૨૦ - ૨૮૦

મેડક (દેડકા)ની કથા ..................... ૨૮૦

વૈયાવૃત્યના અતિચાર ................... ૧૨૧ - ૨૮૨

સંલ્લેખના પ્રતિમાધિાકાર સંલ્લેખનાનું લક્ષણ ...................... ૧૨૨ - ૨૮૪ ૧. અવિચાર સમાધિમરણ ................. ૨૮૫ ૨. સવિચાર સમાધિમરણ .................. ૨૮૬ સંલ્લેખનાની આવશ્યકતા .............. ૧૨૩ - ૨૮૬ સંલ્લેખનાની વિધિ ૧૨૪-૧૨૫ ---- ૨૮૭ સંલ્લેખના ધારણ કર્યા પછી

લક્ષણ .............................. ૧૪૨ - ૩૧૧

સંલ્લેખનાધારીને આહારત્યાગનો ક્રમ

સંલ્લેખનાના અતિચારો................. ૧૨૯ - ૨૯૫ સંલ્લેખનાનું ફળ ......................... ૧૩૦ - ૨૯૬ મોક્ષનું લક્ષણ ............................ ૧૩૧ - ૨૯૭ મુકત જીવોનું વર્ણન ..................... ૧૩૨ - ૨૯૮


Page -10 of 315
PDF/HTML Page 14 of 339
single page version

नमः श्रीसर्वज्ञवीतरागाय
शास्त्र-स्वाध्यायका प्रारंभिक मंगलाचरण
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ।।।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का
मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान् ।।।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।।।
श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः ।।
सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं, भव्यजीवमनःप्रतिबोधकारकं,
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीरत्नकरण्डक श्रावकाचारनामधेयं, अस्य
मूलग्रन्थकर्तारः श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां
वचनानुसारमासाद्य आचार्यश्रीसमंतभद्रस्वामिविरचितं, श्रोतारः सावधानतया
शृणवन्तु
।।
मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी
मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ।।।।
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं
प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।।।।


Page -9 of 315
PDF/HTML Page 15 of 339
single page version

श्रीवीतरागाय नमः।
શ્રીસમન્તભદ્રસ્વામીવિરચિત
શ્રી
રત્નકરંMક શ્રાવકાચાર
શ્રીપ્રભાચંદ્રાચાર્યવિનિર્મિત સંસ્કૃતટીકા
(मङ्गलाचरण)
समन्तभद्रं निखिलात्मबोधनं
जिनं प्रणम्याखिलकर्मशोधनम्
निबन्धनं रत्नकरण्डके परं
करोमि भव्यप्रतिबोधनाकरम् ।।।।
મૂળ શ્લોક અને સંસ્કૃત ટીકાનો
ગુજરાતી અનુવાદ

ટીકાકાર આચાર્ય પ્રભાકર ટીકાની શરૂઆતમાં મંગલાચરણ પૂર્વક ટીકા કરવાની પ્રતિજ્ઞા પૂર્વક કહે છે કેઃ

અન્વયાર્થ :[निखिलात्मबोधनम् ] જેઓ સમસ્ત પદાર્થોના સ્વરૂપના જાણનાર છે એવા, [अखिलकर्मशोधनम् ] જેઓ સમસ્ત કર્મનો નાશ કરનારા છે એવા, [भव्यप्रतिबोधनाकरम् ] જેઓ ભવ્ય જીવોને પ્રતિબોધ કરનારા છે એવા, [समन्तभद्र परं जिनम् ] સમંતભદ્ર જિનેશ્વરદેવને (સમસ્ત પ્રકારે કલ્યાણથી યુક્ત એવા બહારથી અને १. कर्मसाधनम् घ० २. रत्नकरण्डकं ग० ३. भक्त्या ख०


Page -8 of 315
PDF/HTML Page 16 of 339
single page version

श्रीसमन्तभद्रस्वामी रत्नानां रक्षणोपायभूतरत्नकरण्डकप्रख्यं सम्यग्दर्शनादिरत्नानां पालनोपायभूतं रत्नकरण्डकाख्यं शास्त्रं कर्तुकामो निर्विघ्नतः शास्त्रपरिसमाप्त्यादिकं फलमभिलषन्निष्टदेवताविशेषं नमस्कुर्वन्नाह

नमः श्रीवर्द्धमानाय निर्धूतकलिलात्मने
सालोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते ।।।।

‘नमो’ नमस्कारोऽस्तु कस्मै ? ‘श्रीवर्धमानाय’ अन्तिमतीर्थंकराय तीर्थंकरसमुदायाय અંદરથી બધી તરફથી ભદ્રરૂપ છે એવા જિનેશ્વરદેવને) [प्रणम्य ] નમસ્કાર કરીને [रत्नकरण्डके ]

[निबंधनम् ]
રત્નકરંડક શ્રાવકાચારની ઉપર
નિબંધન (ટીકા, વિવરણ)

[करोमि ] હું (શ્રી પ્રભાચંદ્રાચાર્ય) કરું છું.

રત્નોના રક્ષણના ઉપાયભૂત ‘રત્નકરંડક’ રૂપ સમ્યગ્દર્શનાદિ રત્નોના પાલનના ઉપાયભૂત ‘રત્નકરંડક’ નામના શાસ્ત્રની રચના કરવાના ઇચ્છુક શ્રી સમન્તભદ્રસ્વામી નિર્વિઘ્ને શાસ્ત્રની પરિસમાપ્તિ આદિરૂપ ફળની અભિલાષા રાખીને ઇષ્ટ દેવતા વિશેષને નમસ્કાર કરીને કહે છેઃ

(મંગલાચરણ)
શ્લોક ૧
અન્વયાર્થ :*[निर्धूतकलिलात्मने ] જેમના આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ
પાપનો નાશ કર્યો છે અથવા જેમના આત્માએ (હિતોપદેશ આપીને) અન્ય જીવોના
જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પાપનો નાશ કર્યો છે. એવા અને
[यद्विद्या ] જેમની વિદ્યા (અર્થાત્

કેવળજ્ઞાન) [सालोकानाम् ] અલોકાકાશ સહિત [त्रिलोकानाम् ] ત્રણે લોકના વિષયમાં [दर्पणायते ] દર્પણની સમાન વર્તે છે, (અર્થાત્ દર્પણની જેમ તેમના કેવળજ્ઞાનમાં અલોક સહિત ત્રણે લોક - ત્રણે લોકના સમસ્ત પદાર્થો પ્રતિબિંબિત થાય છે, [तस्मै ] એવા [श्रीवर्धमानाय ] શ્રી વર્ધમાન સ્વામીને [नमः ] નમસ્કાર હો.

ટીકા :नमः’ નમસ્કાર હો. કોને? ‘શ્રીવર્ધમાનાય’ અંતિમ તીર્થંકર શ્રી * નોંધઆ ગ્રંથમાં બધે [ ] આવું ચિહ્ન મૂળ શ્લોકના પદને સૂચવે છે, અને ( ) આવું ચિહ્ન

આગળપાછળની સંધિ માટે સમજવું.


Page -7 of 315
PDF/HTML Page 17 of 339
single page version

वा कथं ? अवसमन्ताद्द्धं परमातिशयप्राप्तं मानं केवलज्ञानं यस्यासौ वर्धमानः ‘अवाप्योरल्लोपः’ इत्यवशब्दाकारलोपः श्रिया बहिरंगयाऽन्तरंगया च समवसरणानन्त- चतुष्टयलक्षणयोपलक्षितो वर्धमानः श्रीवर्धमान इति व्युत्पत्तेः, तस्मै कथंभूताय ? ‘निर्धूतकलिलात्मने’ निर्धूतं स्फोटितं कलिलं ज्ञानावरणादिरूपं पापमात्मन आत्मनां वा भव्यजीवानां येनासौ निर्धूतकलिलात्मा तस्मै ‘यस्य विद्या’ केवलज्ञानलक्षणा किं करोति ? ‘दर्पणायते’ दर्पण इवात्मानमाचरति केषां ? ‘त्रिलोकानां’ त्रिभुवनानां कथंभूतानां ? ‘सालोकानां’ अलोकाकाशसहितानां अयमर्थःयथा दर्पणो निजेन्द्रियागोचरस्य मुखादेः प्रकाशकस्तथा सालोकत्रिलोकानां तथाविधानां तद्विद्या प्रकाशिकेति अत्र च पूर्वार्द्धेन भगवतः सर्वज्ञतोपायः, उत्तरार्धेन च सर्वज्ञतोक्ता ।।।। વર્ધમાન સ્વામીને અથવા તીર્થંકરોના સમુદાયને; વર્ધમાન સ્વામીનો વ્યુત્પત્તિઅર્થ કેવી રીતે થાય છે? अव’ એટલે સમસ્ત પ્રકારે ऋद्धं’ પરમ અતિશયને પ્રાપ્ત થયું છે, मानं’ જેમનું કેવળજ્ઞાન તે વર્ધમાન (अव + ऋद्ध + मान) છે. अवाप्योरल्लोपः’ એ વ્યાકરણ સૂત્રના આધારે अव’ શબ્દના अ’નો લોપ થયો છે. श्रीवर्धमानः’ શ્રી એટલે લક્ષ્મીથી અર્થાત્ બહિરંગ અને અંતરંગ લક્ષ્મીથીસમવસરણાદિરૂપ બહિરંગ લક્ષ્મી અને અનંત દર્શન, અનંત જ્ઞાનાદિ, અનંત ચતુષ્ટયરૂપ અંતરંગ લક્ષ્મીથી ઉપલક્ષિત, જે વૃદ્ધિ પામે તે શ્રી વર્ધમાન છે એમ વ્યુત્પત્તિ ( - અર્થ) છે. તેઓ કેવા છે? निर्धूत कलिलात्मने’ જેમણે પોતાના આત્માના અથવા ભવ્ય જીવોના આત્માના મલનો - જ્ઞાનાવરણાદિ પાપનો નાશ કર્યો છે. એવા તેમને, જેમની કેવળજ્ઞાનરૂપ વિદ્યા શું કરે છે? दर्पणायते’ દર્પણની જેમ આત્મામાં પ્રગટ કરે છે, કોને? त्रिलोकानां’ ત્રણ લોકને. કેવા લોકને? सालोकानां’ અલોકાકાશ સહિત (લોકને). આનો અર્થ એ છે કે જેમ દર્પણ (દર્શકની - દેખનારની) નિજ ઇન્દ્રિયોને અગોચર (અવિષયભૂત) એવા મુખાદિને પ્રકાશિત કરે છે, (પ્રગટ કરે છે,) તેમ તેવા પ્રકારના અલોક સહિત ત્રણે લોકને તેમનું જ્ઞાન (કેવળજ્ઞાન) પ્રકાશિત કરે છે.

અહીં (શ્લોકના) પૂર્વાર્ધથી ભગવાનની સર્વજ્ઞતાનો ઉપાય અને ઉત્તરાર્ધથી સર્વજ્ઞતા કહેવામાં આવી છે.

ભાવાર્થ :જેઓ સમવસરણાદિરૂપ બહિરંગ લક્ષ્મીથી તથા અનંત દર્શનાદિ १. स्फे टितं घ० २. उपायकर्म ग०


Page -6 of 315
PDF/HTML Page 18 of 339
single page version

अथ तन्नमस्कारकरणानन्तरं किं कर्तुं लग्नो भवानित्याह અનંત ચતુષ્ટયરૂપ અંતરંગ લક્ષ્મીથી વિભૂષિત છે, જેમણે પોતાના આત્માના અથવા (ઉપદેશ દ્વારા) ભવ્ય જીવોના આત્માનાં જ્ઞાનાવરણાદિ પાપમળનો નાશ કર્યો છે અને જેમના કેવળજ્ઞાનરૂપ દર્પણમાં અલોકાકાશ સહિત છ દ્રવ્યોના સમુદાયરૂપ સમસ્ત લોક પોતાની ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સમસ્ત અનંતાનંત પર્યાયો સહિત યુગપત્ પ્રતિબિંબિત થાય છે, તેવા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીને, ગ્રંથકર્તા શ્રી સમન્તભદ્રાચાર્યે અહીં નમસ્કાર કર્યા છે.

ગાથાના પહેલા અર્ધભાગમાં સર્વજ્ઞતાનો ઉપાય બતાવ્યો છે. તેનો અર્થ એ છે, કે ભગવાન જ્યારે પોતાના આત્મામાં લીન થયા; ત્યારે ભાવકર્મનો નાશ થયો અને નિમિત્તરૂપ જે જ્ઞાનાવરણાદિ પાપકર્મ હતાં તેનો અભાવ થયો, તેથી બંને પ્રકારનાં કર્મોનોભાવકર્મો અને દ્રવ્યકર્મોનોઅભાવ થતાં ભગવાનને સર્વજ્ઞપણું પ્રગટ થયું; એમ સમજવું.

આ ચરણાનુયોગનું શ્રાવકાચાર શાસ્ત્ર છે. તેનું પ્રયોજન મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય ૮માં નીચે મુજબ જણાવ્યું છે

‘‘જે જીવ તત્ત્વજ્ઞાની થઈ આ ચરણાનુયોગને અભ્યાસે છે તેને એ બધાં આચરણ પોતાના વીતરાગભાવને અનુરૂપ ભાસે છે.’’

‘‘એકદેશ વા સર્વદેશ વીતરાગતા થતાં એવી શ્રાવક - મુનિ દશા થાય છે, કારણ કે એ એકદેશ વા સર્વદેશ વીતરાગતા અને આ શ્રાવક - મુનિ દશાને નિમિત્ત - નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવક - મુનિધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વીતરાગ ભાવ થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે. તેમાં પણ જેટલા અંશે વીતરાગતા હોય છે તેને તે કાર્યકારી જાણે છે, જેટલા અંશે રાગ રહે છે તેને હેય જાણે છે તથા સંપૂર્ણ વીતરાગતાને પરમ ધર્મ માને છે. એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે.’’

ઉપરોક્ત સિદ્ધાંત મુજબ આ શાસ્ત્રમાં નિમિત્ત - નૈમિત્તિક સંબંધનાં કથનો છે, એમ જાણી તે મુજબ નયવિવક્ષા મુજબ સર્વત્ર યથાર્થ ભાવ સમજવો. ભગવાનની સ્તુતિ કરવાની હોય ત્યારે તેમનું નિમિત્તપણું જ બતાવવામાં આવે છે.

(જુઓ, શ્રી પ્રવચનસાર ગાથા ૧ થી ૫ તથા ટીકા) ૧. હવે તેઓ નમસ્કાર કર્યા પછી તેઓ શું કરવા લાગે છે? તે કહે છે

१. करोतिं घ०


Page -5 of 315
PDF/HTML Page 19 of 339
single page version

देशयामि समीचीनं धर्मं कर्मनिबर्हणम्
संसारदुःखतः सत्त्वान् यो धरत्युत्तमे सुखे ।।।।

‘देशयामि’ कथयामि कं ? ‘धर्मं’ कथंभूतं ? ‘समीचीनं’ अबाधितं तदनुष्ठातृणामिह परलोके चोपकारकं कथं तं तथा निश्चितवन्तो भवन्त इत्याह ‘कर्मनिबर्हणं’ यतो धर्मः संसारदुःखसम्पादककर्मणां निबर्हणो विनाशकस्ततो यथोक्तविशेषणविशिष्टः अमुमेवार्थं व्युत्पत्तिद्वारेणास्य समर्थयमानः संसारेत्याद्याह संसारे चतुर्गतिके दुःखानि शारीरमानसादीनि तेभ्यः ‘सत्त्वान्’ प्राणिन् उद्धृत्य ‘यो धरति’ स्थापयति क्व ? ‘उत्तमे सुखे’ स्वर्गापवर्गादिप्रभवे सुखे स धर्म इत्युच्यते ।।।।

(પ્રતિજ્ઞા)
શ્લોક ૨

અન્વયાર્થ :હું (શ્રી સમન્તભદ્રાચાર્ય) [कर्मनिबर्हणम् ] કર્મોનો વિનાશ કરનાર એવા [समीचीनं ] સમીચીન (સમ્યગ્) [धर्मम् ] ધર્મને [देशयामि ] કહું છું, [यः ] કે જે [सत्त्वान् ] જીવોને [संसारदुःखतः ] સંસારનાં દુઃખોથી ઉગારીને [उत्तमे सुखे ] સ્વર્ગ - મોક્ષાદિકના ઉત્તમ સુખમાં [धरति ] ધરે છે - મૂકે છે.

ટીકા :देशयामि’ કહું છું. કોને? धर्मम्’ ધર્મને. કેવા ધર્મને? समीचीनं’ અબાધિત અને તેનું આચરણ કરનારાઓને આ લોક તેમ જ પરલોકમાં ઉપકારક એવા ધર્મને. તમે તે (ધર્મ) એવો છે એમ કેવી રીતે નક્કી કર્યું, તે કહે છે. कर्मनिबर्हणं’ કારણ કે તે (સમ્યગ્) ધર્મ સંસારના દુઃખોને પેદા કરનાર કર્મોનો વિનાશક છે. આ જ અર્થનું વ્યુત્પત્તિ દ્વારા સમર્થન કરી કહે છે. संसारेत्यादि’ ચતુર્ગતિરૂપ સંસારમાં શારીરિક અને માનસિકાદિ દુઃખો છે, તેમાંથી सत्त्वान्’ જીવોનેપ્રાણીઓને ઉગારીને यो धरति’ જે સ્થાપે છે. ક્યાં? उत्तमे सुखे’ સ્વર્ગ - મોક્ષાદિમાં ઉત્પન્ન થતા સુખમાં, તેને ધર્મ કહેવામાં આવે છે.

ભાવાર્થ :અહીં શ્રી સમન્તભદ્રાચાર્ય પ્રતિજ્ઞા રૂપે કહે છે કેઃ

‘હું સંસારી જીવોનાં દુઃખોનાં કારણભૂત કર્મોના વિનાશક એવા સમ્યગ્ધર્મને કહું છું, જે ધર્મ ચતુર્ગતિરૂપ સંસારનાં શારીરિક અને માનસિક દુઃખોમાંથી જીવોને છોડાવી બચાવીને ઉત્તમ સુખમાંમોક્ષસુખમાં સ્થાપે છેધારણ કરે છે. १. प्रतिपादयामि ख० घ०


Page -4 of 315
PDF/HTML Page 20 of 339
single page version

अथैवंविधधर्मस्वरूपतां कानि प्रतिपद्यन्त इत्याह

सद्द्रष्टिज्ञानवृत्तानि धर्मं धर्मेश्वरा विदुः
यदीयप्रत्यनीकानि भवन्ति भवपद्धतिः ।।।।
વિશેષ

જે નરક - તિર્યંચાદિક ગતિમાં પરિભ્રમણરૂપ સંસારનાં દુઃખોથી જીવોને છોડાવીને ઉત્તમ અર્થાત્ અવિનાશી અતીન્દ્રિય મોક્ષસુખમાં ધારણ કરે તે ધર્મ. આ સત્ય (નિશ્ચય) ધર્મનું લક્ષણ છે.

ધર્મ તો આત્માનો સ્વભાવ છે. वस्तुस्वभावो धर्मो। તે આત્માની અંદર છે. તીર્થ, મંદિર, મૂર્તિ આદિ તથા દેવ - ગુરુ આદિ પરપદાર્થોમાં નથી. માટે સ્વાશ્રય દ્વારા પરનું અવલંબન છોડી પોતાના જ્ઞાતા - દ્રષ્ટારૂપ સ્વભાવનું શ્રદ્ધાન, અનુભવ તથા જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તનરૂપ આચરણ કરવું તે જ સમીચીન નિશ્ચય ધર્મ છે.

પ્રસ્તુત શ્લોકમાં समीचीनं’ ‘कर्मनिबर्हणम्’ અને धरति उत्तमे सुखे’આ શબ્દો નિશ્ચયધર્મને જ સૂચવે છે. કારણ કે નિશ્ચયધર્મ જ જીવને ઉત્તમ સુખમાં ધરતો હોવાથી સમીચીન (સત્યાર્થઅબાધિત) હોઈ શકે, તેનાથી જ કર્મનો નાશ થાય અને તેનાથી જ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય.

વ્યવહારધર્મ શુભભાવરૂપ છે, તે આસ્રવ તત્ત્વ છે; તેનાથી કર્મબંધ થાય પણ કર્મનો નાશ થાય નહિ અને તેનાથી સ્વર્ગાદિનું સુખ પ્રાપ્ત થાય પણ મોક્ષનું સુખ (ઉત્તમ સુખ) પ્રાપ્ત થાય નહિએમ ટીકાકારનો ભાવ સમજવો.

આ શ્રાવકાચારનું શાસ્ત્ર છે. શ્રાવકનું ગુણસ્થાન પાંચમું છે. મુનિપદ ધારણ કર્યા વિના અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના કોઈ મોક્ષ પામે નહિ. ભગવાનના કાળમાં પણ ચરમશરીરી જીવ હોય તે જ મોક્ષ પામે છે.

શ્રાવકને તો સમ્યક્ત્વપૂર્વક શુભોપયોગ હોય છે, તેથી તેવા શુભરાગના પ્રશસ્ત ફળભૂત સ્વર્ગને જ તે પ્રથમ પામે, પછી મનુષ્ય થઈ અલ્પ ભવમાં પોતાનો પુરુષાર્થ વધારી મોક્ષ પામે છે, તેથી ટીકાકાર આચાર્યે સ્વર્ગનું અને મોક્ષનું સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે, તેમ કહ્યું છે. ૨.

હવે એવા ધર્મસ્વરૂપે કયા ભાવોને સ્વીકારવામાં આવે છે તે કહે છેઃ ૧. જુઓ યોગસાર ગાથા ૪૨ થી ૪૫.