Panch Stotra (Gujarati). Panchstotra-Sangrah: ,; Introduction; Aavrutti; Pujya Gurudevshree Kanjiswami; Prakashkiy; Gurudevshree Vachanamrut Bol No. 12, Benshreena Vachanamrut Bol No. 342: ; Anukramanika; Bhaktamar Stotra.

Next Page >


Combined PDF/HTML Page 1 of 6

 


Page -6 of 105
PDF/HTML Page 2 of 113
single page version

background image
ભગવાન શ્રી કુંદકુંદકહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ૧૭૫
परमात्मने नमः।
પંચસ્તોત્ર-સંગ્રહ
-ઃ અનુવાદકઃ-
બ્ર. વ્રજલાલ ગીરધારલાલ શાહ, વઢવાણ
-ઃ પ્રકાશકઃ-
શ્રી દિગંબર જૈન સ્વાધયાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ૩૬૪ ૨૫૦.

Page -5 of 105
PDF/HTML Page 3 of 113
single page version

background image
પ્રથમ આવૃત્તિપ્રત ૨૦૦૦વીર સં. ૨૦૪૫
દ્વિતીય આવૃત્તિપ્રત ૧૦૦૦વીર સં. ૨૦૬૪
[ ૨ ]
પંચસ્તોત્ર-સંગ્રહ (ગુજરાતી)ના


સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા

ડૉ. શ્રી પ્રવિણાબેન ડૉ. ઉપેન્દ્રભાઈ કોઠારી
હ. વિશ્રુત ઉપેન્દ્રભાઈ કોઠારી, જામનગર
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા ૨૧=૦૦ થાય છે. અનેક
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રૂા ૨૦-=૦૦
થાય છે. તેમાંથી ૫૦
% શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ.
શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં
આવતા આ શાસ્ત્રની કિંમત રૂા ૧૦=૦૦ રાખવામાં આવી છે.
કિંમત રુા. ૧૦=૦૦
મુદ્રક
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
(02846) 244081


Page -3 of 105
PDF/HTML Page 5 of 113
single page version

background image
પ્રકાશકીય
ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે; અને તે વિપરીતાભિનિવેષ રહિત
ભૂતાર્થસ્વભાવના ગ્રહણપૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન થતાં થાય છે. સમ્યક્ત્વ થતાં
‘હું સિદ્ધ સમાન શુદ્ધ છું’ એવું દ્રઢ શ્રદ્ધાન થાય છે; તે સાથે, પોતાની
વર્તમાન દશા તો અપૂર્ણ
અશુદ્ધતામય છે, એવું જ્ઞાન હોવાથી, સમ્યગ્દ્રષ્ટિને
સહેજે સાચા દેવગુરુધર્મ પ્રત્યે ભક્તિની સહૃદય ભાવના હોય છે.
અવિરતિ ધર્માત્મા તો શું, મુનિરાજને પણ આવો ભાવ આવે છે. આમ
‘સમ્યગ્દર્શન’ અને સમકિતીના સહજ પરિણમન વિષે આ યુગમાં જે કાંઈ
સ્પષ્ટતા થયેલ દેખાય છે, તે સર્વ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પુનિત
પ્રતાપે જ છે. વળી આજે પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રદર્શિત જે સ્વાનુભવપ્રધાન
અધ્યાત્મમાર્ગ વૃદ્ધિંગત સ્થિતિમાં છે તે તેમના પરમભક્ત સ્વાનુભવપરિણત
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના મંગલપ્રતાપે છે.
વળી આવા જ્ઞાની ધર્માત્માઓનું આવું જીવન પ્રાચીન આચાર્યોની
રચનાઓ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. તે પૈકીના દિગ્ગજજૈનાચાર્ય શ્રી
માનતુંગાચાર્ય, શ્રી કુમુદચન્દ્રસ્વામી, શ્રી વાદિરાજસૂરિ આદિ જેવા મહાન
આચાર્ય મુનિભગવંત પણ આત્મિક રત્નત્રયરૂપ પ્રગાઢ શુદ્ધતામાં મહાલતા
હતા; તે સાથે ભક્તિનો ઉમળકો પણ તેમને એવો જ હતો, જાણે
ભગવાનની સ્તુતિ કરવાનું તેમને વ્યસન ન હોય! તેમાંથી જુદા જુદા
આચાર્ય, મુનિ અને કવિઓનાં પાંચ સ્તોત્રો
૧. શ્રી ભકતામરસ્તોત્ર, ૨.
શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર, ૩. શ્રી કલ્યાણ કલ્પદ્રુમ અપરનામ
એકીભાવ સ્તોત્ર, ૪. વિષાપહારસ્તોત્ર, ૫. જિનચતુÆવશતિકાસ્તોત્રનો
ગુજરાતી અર્થ સહિત પ્રથમવાર જ ‘પંચસ્તોત્રસંગ્રહ’ના નામે ‘પૂજ્ય
કહાનગુરુજન્મશતાબ્દી’ વર્ષમાં (વિ.સં. ૨૦૪૫૪૬) પ્રકાશિત કરતા
અતિ હર્ષ થાય છે.
આ પુસ્તકના અનુવાદમાં શ્રી ભક્તામરસ્તોત્ર માટે શ્રી દિગમ્બર
જૈન પુસ્તકાલય, સુરત છપાયેલ ભક્તામરસ્તોત્રનો; કલ્યાણમંદિરસ્તોત્ર,
[ ૩ ]

Page -2 of 105
PDF/HTML Page 6 of 113
single page version

background image
વિષાપહારસ્તોત્ર અને જિનચતુર્વિંશતિકા માટે પાટની દિ. જૈન ગ્રંથમાલા,
મારોઠથી છપાયેલ ‘સ્તોત્રત્રયી’સાથનો અને એકીભાવસ્તોત્ર માટે ભારતીય
જ્ઞાનપીઠ પ્રકાશનથી પ્રકાશિત કલ્યાણકલ્પદ્રુમનો આધાર લેવામાં આવેલ છે
અને તે માટે સંસ્થા ઉક્ત ત્રણેય પ્રકાશકોની આભારી છે. વળી આ
પુસ્તકમાં ચાર સ્તોત્રના સંસ્કૃતનો પદ્યાનુવાદ પણ છાપવામાં આવેલ છે,
તે આ ટ્રસ્ટથી છપાયેલ જિનેન્દ્રસ્તવનમંજરી અને જિનેન્દ્રસ્તવનમાળામાં
છપાયેલ સ્તવનોના આધારે છે. તેમાં કલ્યાણમંદિરસ્તોત્રમાંની ૨૮મી કડીનો
ગુજરાતી પદ્યાનુવાદ ઉપલબ્ધ નહીં હોવાથી પંડિતરત્ન શ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહે તે કડીનો પદ્યાનુવાદ આચાર્યશ્રીના હૃદયના ભાવોને સ્પર્શીને
કરી આપ્યો છે, તે બદલ ટ્રસ્ટ તેમનું ઘણું જ આભારી છે.
આ અનુવાદ બ્ર. વૃજલાલ ગીરધરલાલ શાહે તદ્દન નિસ્પૃહભાવે
માત્ર દેવગુરુધર્મની ભક્તિથી પ્રેરાઈને, કરી આપેલ છે, તે બદલ ટ્રસ્ટ
તેમનું આભારી છે.
શ્રી કહાન મુદ્રણાલયે આ પુસ્તકનું સુંદર મુદ્રણ કરી આપ્યું છે. તે
બદલ ટ્રસ્ટ તેમનું આભારી છે.
અંતમાં આ ‘પંચસ્તોત્ર’ના સ્વાધ્યાયથી સર્વ જીવો દેવગુરુધર્મના
મહિમામય આ સ્તોત્રોમાં દર્શાવેલ તત્ત્વસ્વરૂપને સમજી યથાર્થ શ્રદ્ધાને પામો
એવી ભાવના.
બહેનશ્રી ચંપાબેનની
૭૬મી જન્મજયંતી
શ્રા. વ. ૨, વિ.સં. ૨૦૪૫
તા. ૧૮-૮-૮૯
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
[ ૪ ]

Page -1 of 105
PDF/HTML Page 7 of 113
single page version

background image
ભક્તિ એટલે ભજવું. કોને ભજવું? પોતાના સ્વરૂપને
ભજવું. મારું સ્વરૂપ નિર્મળ અને નિર્વિકારીસિદ્ધ જેવુંછે
તેનું યથાર્થ ભાન કરીને તેને ભજવું તે જ નિશ્ચય ભક્તિ છે, ને
તે જ પરમાર્થ સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની
ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, શુભ રાગ છે. કોઈ કહેશે
કે આ વાત અઘરી પડે છે. પણ ભાઈ! અનંતા ધર્માત્મા ક્ષણમાં
ભિન્ન તત્ત્વોનું ભાન કરી
, સ્વરૂપમાં ઠરીસ્વરૂપની નિશ્ચય
ભક્તિ કરીમોક્ષ ગયા છે, વર્તમાનમાં કેટલાક જાય છે અને
ભવિષ્યમાં અનંતા જીવો તેવી જ રીતે જશે.
ગુરુદેવશ્રીનાં વચનામૃત બોલ નં. ૧૨
અંતરમાં તું તારા આત્મા સાથે પ્રયોજન રાખ અને બહારમાં
દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે; બસ, અન્ય સાથે તારે શું પ્રયોજન છે?
જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું આલંબન
સાધકને આવ્યા વિના રહેતું નથીએવાં દેવ-શાસ્ત્ર-ગુરુના
આલંબનરૂપ શુભ ભાવ તે પણ પરમાર્થે હેય છે, તો પછી અન્ય
પદાર્થો કે અશુભ ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું
પ્રયોજન છે?
આત્માની મુખ્યતાપૂર્વક દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન સાધકને
આવે છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે પણ કહ્યું છે કે ‘હે
જિનેંદ્ર! હું ગમે તે સ્થળે હોઉં પણ ફરીફરીને આપનાં
પાદપંકજની ભક્તિ હો
’!આવા ભાવ સાધકદશામાં આવે છે,
અને સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે.
બહેનશ્રીનાં વચનામૃત બોલ નં. ૩૪૨

Page 0 of 105
PDF/HTML Page 8 of 113
single page version

background image
અ....નુ.....ક્ર.....મ.....ણિ......કા
વિષયપૃષ્ઠ
૧.શ્રી ભક્તામરસ્તોત્રશ્રી માનતુંગાચાર્ય વિરચિત ---------------- ૧
૨.શ્રી કલ્યાણમંદિર અપરનામ શ્રી પાર્શ્વનાથસ્તોત્ર
શ્રી કુમુદચન્દ્રાચાર્ય અપરનામ શ્રી સિદ્ધસેન
દિવાકર વિરચિત ---------------------------------------------- ૨૯
૩.શ્રી કલ્યાણકલ્પદ્રુમ અપરનામ એકીભાવસ્તોત્ર
શ્રીમદ્ વાદિરાજઆચાર્ય વિરચિત ----------------------------- ૫૫
૪.શ્રી વિષાપહારસ્તોત્રશ્રી મહાકવિ ધનંજયરચિત ------------- ૭૧
૫.શ્રી જિનચતુર્વિંશતિકાશ્રી ભૂપાલકવિ રચિત ----------------- ૮૯
[ ૫ ]

Page 1 of 105
PDF/HTML Page 9 of 113
single page version

background image
શ્રી ૠષભદેવાય નમઃ
શ્રી પંચસ્તોત્રસંગ્રહ
શ્રી માનતુંગાચાર્ય વિરચિત
ભક્તામર સ્તોત્ર
(શ્રી ૠષભદેવસ્તુતિ)
(વસંતતિલકા છંદ)
भक्तामरप्रणतमौलिमणिप्रभाणा
मुद्योतकं दलितपापतमोवितानम्
सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा
बालम्बनं भवजले पततां जनानाम् ।।।।
ભક્તામરો લચિત તાજમણિપ્રભાના,
ઉદ્યોતકાર, હર પાપતમો જથાના;
આધારરૂપ ભવસાગરના જનોને,
એવા યુગાદિ પ્રભુ પાદયુગેનમીને. ૧.
यः संस्तुतः सकलवाङ्मयतत्त्वबोधा
दुद्भूतबुद्धिपटुभिः सुरलोकनाथैः
स्तोत्रैर्जगत्त्रितयचित्तहरैरुदारैः
स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम्
।।।। (युग्मं)
કીધી સ્તુતિ સકલશાસ્ત્રજતત્ત્વબોધે,
પામેલ બુદ્ધિપટુથી સુરલોકનાથે;
ત્રૈલોક ચિત્તહર ચારુ ઉદાર સ્તોત્રે,
હુંયે ખરે સ્તવીશ આદિ જિનેન્દ્રને તે. ૨.

Page 2 of 105
PDF/HTML Page 10 of 113
single page version

background image
૨ ][ પંચસ્તોત્ર
ભાવાર્થ :ભક્તિ કરનારા દેવો પગે લાગે છે તે વખતે તેમના
નમેલા મુગટની અંદર રહેલા મણિઓની કાંતિને પણ પ્રકાશ આપનાર,
પાપરૂપી અંધકારના સમૂહોનો નાશ કરનાર અને યુગાદિથી સંસારરૂપી
સમુદ્રમાં પડેલા માણસોના આશ્રયરૂપ એવા શ્રી આદિનાથ જિનેન્દ્રસ્વામીના
બન્ને ચરણને રૂડે પ્રકારે નમસ્કાર કરી હું પ્રથમ જિનેન્દ્ર શ્રી આદિનાથ
ભગવાનની સ્તુતિ કરું છું. ઇન્દ્રદેવે પણ તમામ શાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન
જાણવાથી ઉત્પન્ન થયેલી નિપુણ બુદ્ધિ વડે ત્રણલોકનું ચિત્ત હરણ કરે એવા
ઉદાર સ્તોત્રથી પણ તેમની સ્તુતિ કરી છે, એવા જિનેન્દ્ર આદિનાથસ્વામીની
હું પણ સ્તુતિ કરીશ. ૧-૨.
बुद्धया विनाऽपि विबुधार्चितपादपीठ !
स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम्
बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब
मन्यः क इच्छति जनः सहसा गृहीतुम् ।।।।
બુદ્ધિ વિના જ સુરપૂજીતપાદપીઠ!
મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ!
લેવા શિશુ વિણ જળે સ્થિત ચંદ્રબિંબ,
ઇચ્છા કરે જ સહસા જન કોણ અન્ય. ૩.
ભાવાર્થ :હે દેવો દ્વારા પૂજ્યનીય! મને ચરણબુદ્ધિ નથી તોપણ
મેં જે આપની સ્તુતિ કરવા માંડી છે એ મારી નિર્લજતા છે. હે નાથ!
બાળક સિવાય બીજું કોણ પાણીમાં પડેલા ચંદ્રમાંના પડછાયાને હાથોથી
પકડવાની ઇચ્છા કરી શકે છે? અર્થાત્ મારો આ પ્રયત્ન બાળકના જેવો
છે. ૩.
वक्तुं गुणान् गुणसमुद्र ! शशाङ्ककांतान्
कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया
कल्पान्तकालपवनोद्धतनक्रचक्र
को वा तरीतुमलमंबुनिधिं भुजाभ्याम्
।।।।

Page 3 of 105
PDF/HTML Page 11 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૩
કે’વા ગુણો ગુણનિધિ! તુજ ચંદ્રકાંત,
છે બુદ્ધિથી સુરગુરુસમ કો સમર્થ?
જ્યાં ઉછળે મગરમચ્છ મહાન વાતે,
રે કોણ તે તરી શકે જ સમુદ્ર હાથે? ૪.
ભાવાર્થ :હે ગુણસમુદ્ર! બ્રહસ્પતિ સમાન બુદ્ધિ ધારણ
કરવાવાળા પણ ચંદ્રમા જેવા આપના મનોહર ગુણોનું વર્ણન કરવા સમર્થ
નથી તો મારા જેવા અલ્પજ્ઞાનીની તો વાત જ શી કરવી? હે નાથ! જે
સમુદ્રમાં પ્રલયકાળના વાયુના કારણથી મગરમચ્છ આદિ ભયંકર જીવો
પ્રચંડતા ધારણ કરી રહ્યા છે, તેવા સમુદ્રને પોતાના બેઉ હાથો દ્વારા કોણ
તરી શકે? ૪.
सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश !
कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः
।।
प्रीत्यात्मवीर्यमविचार्य मृगी मृगेंद्रम्
नाभ्येति किं निजशिशोः परिपालनार्थम्
।।।।
તેવો તથાપિ તુજ ભક્તિ વડે મુનીશ!
શક્તિરહિત પણ હું સ્તુતિને કરીશ;
પ્રીતે વિચાર બળનો તજી સિંહ સામે,
ના થાય શું મૃગી શિશુ નિજ રક્ષવાને? ૫.
ભાવાર્થ :હે મુનીશ! મારામા આપની સ્તુતિ કરવાની શક્તિ
નથી તોપણ હું આપની જે સ્તુતિ કરું છું એ કેવળ આપની ભક્તિને
વશ થઈને કરું છું. પોતાની શક્તિનો વિચાર કર્યા વગર હરણી શું
પોતાના બચ્ચાને સિંહથી બચાવવા તેની સામે થતી નથી? અર્થાત્ સામે
થાય છે. ૫.
अल्पश्रुतं श्रुतवतां परिहासधाम
त्त्वद्भक्तिरेव मुखरीकुरूते बलान्माम्
।।

Page 4 of 105
PDF/HTML Page 12 of 113
single page version

background image
૪ ][ પંચસ્તોત્ર
यत्कोकिलः किल मधौ मधुरं विरौति
तच्चाम्रचारूकलिकानिकरैकहेतुः
।।।।
શાસ્ત્રજ્ઞ અજ્ઞ ગણીને હસતાં છતાંયે,
ભક્તિ તમારી જ મને બળથી વદાવે!
જે કોકિલા મધુર ચૈત્ર વિષે ઉચારે,
તે માત્ર આમ્રતરુમહોર તણા પ્રભાવે! ૬.
ભાવાર્થ :પ્રભો! મારું શાસ્ત્રજ્ઞાન ઘણું થોડું છે તેથી વિદ્વાનો
સમક્ષ હું હાંસીને પાત્ર છું તોપણ આપની ભક્તિ જ મને આપની સ્તુતિ
કરવા બળાત્કારથી પ્રવર્તાવે છે. જેમ ચૈત્ર માસને વિષે આંબાના મહોરના
પ્રભાવથી કોયલ મધુર શબ્દો ઉચ્ચારે છે તે પ્રમાણે આપની ભક્તિ જ મને
આપની સ્તુતિ કરવાને પ્રેરે છે. ૬.
त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्धं
पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम्
।।
आक्रान्तलोकमलिनीलमशेषमाशु
सूर्यांशुभिन्नमिव शार्वरमन्धकारम्
।।।।
બાંધેલ પાપ જનનાં ભવ સર્વ જેહ;
તારી સ્તુતિથી ક્ષણમાં ક્ષય થાય તેહ;
આ લોકવ્યાપ્ત નિશિનું ભમરા સમાન,
અંધારૂં સૂર્યકિરણોથી હણાય જેમ. ૭.
ભાવાર્થ :નાથ! જેમ સૂર્યનાં કિરણોથી ત્રણ જગતમાં ફેલાયેલા
ભમરા સમાન કાળો અંધકાર નષ્ટ થઈ જાય છે, તેમ આપની સ્તુતિ
કરવાથી જન્મોજન્મમાં એકઠાં થયેલાં જીવોના પાપો ક્ષણભરમાં નષ્ટ થઈ
જાય છે. ૭.

Page 5 of 105
PDF/HTML Page 13 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૫
मत्वेति नाथ ! तव संस्तवनं मयेद
मारभ्यते तनुधियाऽपि तव प्रभावात्
चेतो हरिष्यति सतां नलिनीदलेषु
मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः
।।।।
માનીજ તેમ સ્તુતિ નાથ! તમારી આ મેં,
આરંભી અલ્પમતિથી પ્રભુના પ્રભાવે;
તે ચિત્ત સજ્જન હરે જ્યમ બિંદુ પામે
મોતી તણી કમળપત્ર વિષે પ્રભાને. ૮.
ભાવાર્થ :હે નાથ! એવું સમજીને પણ ઓછી બુદ્ધિવાળો હોવા
છતાં પણ હું જે આપની સ્તુતિ કરું છું એ પણ આપના પ્રભાવથી
સજ્જનોના ચિત્ત તો હરણ કરશે જ; જેમકે કમળના પાંદડાં પર પડેલું
પાણીનું ટીપું મોતી જેવું સુંદર દેખાઈને લોકોના ચિત્તને હરણ કરે છે. ૮.
आस्तां तव स्तवनमस्तसमस्तदोषं
त्वत्संकथापि जगतां दुरितानि हन्ति
दूरे सहस्रकिरणः कुरूते प्रभैव
पद्माकरेषु जलजानि विकाश भाञ्जि
।।।।
દૂરે રહો રહિત દોષ સ્તુતિ તમારી,
ત્હારી કથા પણ અહો! જનપાપહારી;
દૂર રહે રવિ તથાપિ તસ પ્રભાએ,
ખીલે સરોવર વિષે કમળો ઘણાંએ! ૯.
ભાવાર્થ :પ્રભો! આપની નિર્દોષ સ્તુતિ તો ક્યાં રહી! આપની
પવિત્ર કથાથી પણ જીવોને સંસારનાં બધાં પાપો નષ્ટ થઈ જાય છે. એ
સાચી વાત છે કે સૂર્ય ઘણો દૂર હોવા છતાં તેનાં કિરણો સરોવરમાંનાં
કમળોને પ્રફુલ્લિત કરે છે. ૯.

Page 6 of 105
PDF/HTML Page 14 of 113
single page version

background image
૬ ][ પંચસ્તોત્ર
नात्यद्भूतं भुवनभूषण ! भूतनाथ !
भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः
तुल्या भवन्ति भवतो ननु तेन किं वा
भूत्याश्रितं य इह नात्मसमं करोति
।।१०।।
આશ્ચર્ય ના ભુવનભૂષણ! ભૂતનાથ!
રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર સાથ,
તે તુલ્ય થાય તુજની, ધનિકો શું પોતે,
પૈસે સમાન કરતા નથી આશ્રિતોને? ૧૦.
ભાવાર્થ :હે સંસારના ભૂષણ! હે જીવોના સ્વામી! એ કાંઈ
આશ્ચર્યની વાત નથી કે આપના સત્યાર્થ ગુણોની સ્તુતિ કરવાવાળા પુરુષો
સંસારમાં આપના સમાન થાય; અથવા તે સ્વામીથી શું પ્રયોજન છે? કે
જે આ લોકમાં પોતાના આશ્રિતોને સમ્પત્તિ વડે પોતાના બરાબર કરતા
નથી. ૧૦.
दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं
नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः
पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः
क्षारं जलं जलनिधेरसितुं क इच्छेत्
।।११।।
જો દર્શનીય પ્રભુ એક ટસેથી દેખે,
સંતોષથી નહિ બીજે જન - નેત્ર પેખે;
પી ચન્દ્રકાન્ત પય ક્ષીરસમુદ્ર કેરૂં,
પીશે પછી જળનિધિ જળ કોણ ખારૂં? ૧૧.
ભાવાર્થ :હે નાથ! એક્કી નજરે જોઈ રહેવા યોગ્ય આપનું
સ્વરૂપ એકવાર જોયા પછી, માણસનાં નેત્ર બીજે કોઈ ઠેકાણે સંતોષ
પામતા નથી કેમકે ચંદ્રના કિરણ જેવું ઉજ્જ્વળ ક્ષીરસાગરનું દૂધ જેવું જળ
પીધા પછી સમુદ્રના ખારા પાણીને પીવાને કોણ ઇચ્છે? કોઈ જ નહીં. ૧૧.

Page 7 of 105
PDF/HTML Page 15 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૭
यैः शान्तरागरूचिभिः परमाणुभिस्त्वं
निर्मापितस्त्रिभुवनैकललामभूत !
तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां
यत्ते समानमपरं नहि रुपमस्ति
।।१२।।
જે શાંતરાગ રુચિનાં પરમાણુ માત્ર,
તે તેટલાં જ ભુવિ આપ થયેલ ગાત્ર;
એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ,
ત્હારા સમાન નહિ અન્યતણું સ્વરૂપ. ૧૨.
ભાવાર્થ :હે, ત્રિભુવનના એક ભૂષણ! જે રાગ રહિત
પરમાણુઓથી આપનું શરીર બન્યું છે, તે પરમાણુઓ સંસારમાં એટલા
જ છે. તેથી જ સંસારમાં આપના સમાન સુંદર બીજું કોઈનું રૂપ હોતું જ
નથી. ૧૨.
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि
निःशेषनिर्जितजगत्त्रितयोपमानम्
बिंबं कलङ्कमलिनं क्व निशाकरस्य
यद्वासरे भवति पाण्डुपलाशकल्पम्
।।१३।।
ત્રૈલોક સર્વ ઉપમાને જે જીતનારું,
ને નેત્ર, દેવનરઉરગ હારી તારું,
ક્યાં મુખ ક્યાં વળી કલંકિત ચંદ્રબિંબ,
જે દિવસે પીળચટું પડી જાય ખૂબ. ૧૩.
ભાવાર્થ :હે ગુણસમુદ્ર! દુનિયાની સર્વે ઉપમાને જીતવાવાળા,
એવા સુંદર કે જેની ઉપમા દુનિયાના કોઈ પણ પદાર્થથી આપી શકાય નહીં;
વળી જેને દેવ, મનુષ્ય, ધરણેંદ્ર વગેરેની આંખોને પોતાની તરફ આકર્ષિત
કરવાવાળા પણ ઘણી ઉત્કંઠાથી જુએ છે એવું આપનું ત્રણ ભુવનમાં અતિ
સુંદર મુખ ક્યાં અને કલંકિત ચંદ્રમા ક્યાં? કે જે દિવસમાં ફિક્કો પડી

Page 8 of 105
PDF/HTML Page 16 of 113
single page version

background image
૮ ][ પંચસ્તોત્ર
જાય છે, શોભા રહિત થઈ જાય છે. (ઘણા લોકો આપના મુખને ચંદ્રમાની
ઉપમા આપે છે, પણ એ બરાબર નથી, કારણ કે આપની શોભા સ્થાયી
છે અને ચંદ્રમાની શોભા અસ્થાયી છે. એ સિવાય એ કલંકી છે ને આપ
નિષ્કલંકી છો.) ૧૩.
संपूर्णमंडलशशाङ्गकलाकलाप
शुभ्रा गुणास्त्रिभुवनं तव लङ्घयन्ति
ये संश्रितास्त्रिजगदीश्वरनाथमेकं
कस्तान्निवारयति संचरतो यथेष्टम्
।।१४।।
સંપૂર્ણ ચંદ્રતણી કાન્તિ સમાન તારા,
રૂડા ગુણો ભુવન ત્રૈણ ઉલંઘનારા;
ત્રૈલોકનાથ તુજ આશ્રિત એક તેને,
સ્વેચ્છા થકી વિચરતાં કદિ કોણ રોકે? ૧૪.
ભાવાર્થ :હે પ્રભો! પૂર્ણ ચંદ્રમાની કળાની માફક નિર્મળ એવા
આપના ગુણો ફેલાઈ ગયા છે; કેમકે ત્રણે જગત્ના આપ એકલા જ સ્વામી
છો તેથી આપના આશ્રયે રહેલા તે ગુણોને ઇચ્છા પ્રમાણે વર્તતાં કોણ
અટકાવી શકે એમ છે? ૧૪.
चित्रं किमत्र यदि ते त्रिदशाङ्गनाभि
र्नीतं मनागपि मनो न विकारमार्गम्
कल्पान्तकालमरुता चलिताचलेन
किं मंदराद्रिशिखरं चलितं कदाचित्
।।१५।।
આશ્ચર્ય શું પ્રભુતણા મનમાં વિકાર
દેવાંગના ન કદિ લવી શકી લગાર;
સંહારકાળ પવને ગિરિ સર્વ ડોલે,
મેરુ ગિરિ શિખર શું કદિ તોય ડોલે? ૧૫.

Page 9 of 105
PDF/HTML Page 17 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૯
ભાવાર્થ :હે નાથ! દેવાંગના આપના મનમાં રંચમાત્ર વિકાર
પેદા કરી શકી નહીં એ કંઈ આશ્ચર્યની વાત નથી જેમકે પ્રલય કાળના
પવનથી અન્ય પર્વતો હલી શકે છે, પરંતુ સુમેરૂ પર્વતને ચલાયમન કરી
શકાતો નથી. ૧૫.
निर्धूमवर्तिरपवर्जिततैलपूरः
कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि
गम्यो न जातु मरूतां चलिताचलानां
दीपोऽपरस्त्वमसि नाथ जगत्प्रकाशः
।।१६।।
ધૂમ્રે રહિત, નહિ વાટ, ન તેલવાળો,
ને આ સમગ્ર ત્રણ લોક પ્રકાશનારો;
ડોલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે,
તું નાથ છો અપર દીપ જગત્પ્રકાશે. ૧૬.
ભાવાર્થ :હે નાથ! આપ સમગ્ર સંસારને પ્રકાશિત કરવાવાળા
અપૂર્વ દીપક છો, તે એ પ્રમાણે કે બીજા દીવાઓની બત્તીમાંથી ધૂમાડા
નીકળે છે અને આપનો પ્રકાશ નિર્ધૂમ છે, ધૂમાડા વગરનો છે, પાપરહિત
છે. બીજા દીવાઓમાં તેલની જરૂર રહે છે પરંતુ આપમાં તેની તેની જરૂર
રહેતી નથી. બીજા દીવાઓ બહુ જ થોડી જગ્યા પ્રકાશિત કરે છે; જ્યારે
આપ સમગ્ર ત્રણ લોકને પ્રકાશિત કરો છો; એ સિવાય બીજા દીવાઓ
એક સાધારણ હવાની ઝપટથી બુઝાઈ જાય છે, પરંતુ આપના પ્રકાશને
તો મોટા મોટા પર્વતો હલાવી નાંખે એવી હવા પણ કંઈ બગાડ કરી શકતી
નથી. ૧૬.
नास्तं कदाचिदुपयासि न राहुगम्यः
स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति
नांभोधरोदरनिरूद्धमहाप्रभावः
सूर्यातिशायिमहिमासि मुनींद्र ! लोके
।।१७।।

Page 10 of 105
PDF/HTML Page 18 of 113
single page version

background image
૧૦ ][ પંચસ્તોત્ર
ઘેરી શકે કદી ન રાહુ, ન અસ્ત થાય,
સાથે પ્રકાશ ત્રણ લોક વિષે કરાય;
તું હે મુનીંદ્ર, નહીં મેઘવડે છવાય,
લોકે પ્રભાવ રવિથી અદકો ગણાય. ૧૭.
ભાવાર્થ :હે જિનેન્દ્ર! આપનો મહિમા સૂર્યથી પણ અતિ ઘણો
છે. જુઓ, સૂરજને રાહુ ગ્રહણ કરી ઘેરી શકે છે, પરંતુ આપને તે ગ્રહણ
કરી શકતો નથી. સૂર્ય તો દિવસમાં ક્રમક્રમથી તથા મધ્ય લોકમાં જ પ્રકાશ
કરે છે. પરંતુ આપ તો સદા, એકસાથે ત્રણ જગતને પ્રકાશિત કરો છો.
સૂર્યનાં તેજને વાદળ ઢાંકી દે છે, પરંતુ આપના પ્રભાવને તો કોઈ ઢાંકી
શકતું નથી. ૧૭.
नित्योदयं दलितमोहमहांधकारम्
गम्यं न राहुवदनस्य न वारिदानाम्
विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति,
विद्योतयज्जगदपूर्वशशांकबिम्बम्
।।१८।।
મોહાંધકાર દળનાર સદા પ્રકાશી,
રાહુ મુખે ગ્રસિત ના, નહિ મેઘરાશી;
શોભે તમારું મુખપદ્મ અપાર રૂપે,
જેવો અપૂર્વ શશિ લોક વિષે પ્રકાશે. ૧૮.
ભાવાર્થ :હે નાથ! આપનું અત્યંત કાંતિવાન મુખકમળ આખા
સંસારને પ્રકાશિત કરવાવાળા અપૂર્વ ચંદ્રમા સમાન છે, ચંદ્રમાથી પણ તે
અધિકતર છે કારણ કે ચંદ્રમાનો ઉદય નિરંતર રહેતો નથી પરંતુ આપનું
મુખચંદ્ર સદા ઉદીત
ઉજ્જ્વળ જ રહે છે. ચંદ્રમા અંધકાર નષ્ટ કરી શકે
છે પરંતુમોહાંધકાર નષ્ટ કરી શકતો નથી ને આપનું મુખચંદ્ર તો બન્નેને
નષ્ટ કરવાવાળું છે. ચંદ્રમાને રાહુ અને મેઘ દબાવી શકે છે પરંતુ આપના
મુખ
- ચંદ્રને કોઈ કંઈ કરી શકતું નથી. ૧૮.

Page 11 of 105
PDF/HTML Page 19 of 113
single page version

background image
ભક્તામરસ્તોત્ર ][ ૧૧
किं शर्वरीषु शशिनाऽह्नि विवस्वता वा
युष्मन्मुखेंदुदलितेषु तमःसु नाथ
निष्पन्नशालिवनशालिनि जीवलोके,
कार्यं कियज्जलधरैर्जलभारनम्रैः
।।१९।।
શું રાત્રિમાં શશિ થકી દિવસે રવિથી,
અંધારું તુજ મુખચંદ્ર હરે પછીથી;
શાલી સુશોભિત રહી નીપજી ધરામાં,
શી મેઘની ગરજ હોય જ આભલામાં. ૧૯.
ભાવાર્થ :પ્રભો! જો આપનું મુખચંદ્ર જ અંધકારને નષ્ટ કરે
છે તો રાત્રે ચંદ્રમા અને દિવસે સૂર્યનું કામ શું છે? જેમ કે સંસારમાં,
ધાન્ય પાકી ગયા પછી
ખેતરમાં પાક પાકી ગયા પછી પાણીના ભરેલા
વાદળોથી કંઈ લાભ નથી. ૧૯.
ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं
नैवं तथा हरिहरादिषु नायकेषु
तेजः स्फु रन्मणिषु याति यथा महत्वं
नैवं तु काचशकले किरणाकुलेऽपि
।।२०।।
શોભે પ્રકાશ કરી જ્ઞાન તમો વિષે જે,
તેવું નહીં હરિહરાદિકના વિષે તે;
રત્નો વિષે સ્ફુરિત તેજ મહત્વ ભાસે,
તેવું ન કાચ કટકે ઉજળે જણાશે. ૨૦.
ભાવાર્થ :હે નાથ! લોક અને પરલોકનો પ્રકાશક જે જ્ઞાન
પરિપૂર્ણ રીતે આપને પ્રાપ્ત થયું છે તેવું હરિહર, બ્રહ્મા ઇત્યાદિક દેવોને
વિષે પ્રાપ્ત થયું નથી કેમ કે પ્રકાશમાન મહામણિના સમૂહને વિષે જેવું
તેજનું પ્રાબલ્ય છે તેવું તેજ કાચના કકડાને વિષે જણાતું જ નથી. ૨૦.

Page 12 of 105
PDF/HTML Page 20 of 113
single page version

background image
૧૨ ][ પંચસ્તોત્ર
मन्ये वरं हरिहरादय एव दृष्टा
दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति
किं वीक्षितेन भवता भुवि येन नान्यः
कश्चिन्मनो हरति नाथ भवांतरेऽपि
।।२१।।
માનું રૂડું હરિહરાદિકને દીઠા તે,
દીઠે છતે હૃદય આપ વિષે ઠરે છે;
જોવા થકી જગતમાં પ્રભુનો પ્રકાશ,
જન્માન્તરે ન હરશે મન કોઈ નાથ. ૨૧.
ભાવાર્થ :હે પ્રભો! હરીહર, બ્રહ્મા આદિ દેવો મારી દ્રષ્ટિએ
પડ્યા એ સારું જ થયું છે, કેમ કે આપને જોવાથી મારું હૃદય સંતોષ
પામ્યું છે એનું કારણ એ છે કે એ દેવો રાગ
દ્વેષ સહિત છે, અને આપ
રાગદ્વેષ રહિત વીતરાગ છો. માટે હે નાથ! આ લોકમાં આપને જોવાથી
મને લાભ થયો છે તે એટલો જ કે ભવાન્તરને વિષે પણ અન્ય કોઈ દેવ
મારું મન હરણ કરી શકનાર નથી.
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रा -
न्नान्या सुतं त्वदुपमं जननी प्रसूता
सर्वा दिशो दधति भानि सहस्त्ररश्मिं
प्राच्येव दिग्जनयति स्कुरदंशुजालम्
।।२२।।
સ્ત્રી સેંકડો પ્રસવતી કદિ પુત્ર ઝાઝા,
ના અન્ય આપ સમ કો પ્રસવે જનેતા;
તારા અનેક ધરતી જ દિશા બધીય,
તેજે સ્ફુરિત રવિને પ્રસવે જ પૂર્વ. ૨૨.
ભાવાર્થ :જેમ તારાઓના સમૂહોને સર્વે દિશાઓ ધારણ કરે છે
પણ તેજસ્વી સૂર્યને તો માત્ર પૂર્વ દિશા જ જન્મ આપે છે; તેમજ સેંકડો