Hoon Parmatma (Gujarati). Introduction; Edition Information; Thanks & Our Request; Version History; Pujya Gurudev Shree Kanjiswami; Shree Sadgurudev-Stuti; Publisher's Note; Upodghat; Content; Hoon Parmatma Choon; Pravachan: 1-2.

Next Page >


Combined PDF/HTML Page 1 of 13

 

Page -10 of 238
PDF/HTML Page 1 of 249
single page version

background image
* ભગવાનશ્રી કુંદકુંદ-કહાનજૈન શાસ્ત્રમાળા, પુષ્પ-૧૬ર *
परमात्माने नमः।
હું પરમાત્મા
શ્રીમદ્–યોગીન્દુદેવ પ્રણીત ‘યોગસાર’ પર
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
ભાવવાહી પ્રવચનો
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-૩૬૪રપ૦ (સૌરાષ્ટ્ર)

Page -9 of 238
PDF/HTML Page 2 of 249
single page version

background image
પ્રથમ આવૃત્તિઃ ર૦૦૦
વીર સં. રપ૧૩ * વિ. સં. ર૦૪૩ * ઈ. સ. ૧૯૮૭
દ્વિતીય આવૃત્તિઃ ર૦૦૦
વીર સં. રપર૧ * વિ. સં. ર૦પ૧ * ઈ. સ. ૧૯૯પ
*
પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું
સમ્યક્ જ્ઞાન હોવું જોઈએ. ‘પોતાને કથંચિત્ વિભાવપર્યાયો વિદ્યમાન
છે’ એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ
સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે ‘વ્યવહારના વિષયોનું પણ જ્ઞાન તો
ગ્રહણ કરવા યોગ્ય છે’ એવી વિવક્ષાથી જ શાસ્ત્રમાં વ્યવહારનયને
ઉપાદેય કહ્યો છે, ‘તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે’ એવી
વિવક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (આલંબન, વલણ,
સંમુખતા, ભાવના) તો છોડવાયોગ્ય જ છે. જે જીવને અભિપ્રાયમાં
શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ
હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ
સમજવું, અન્યને નહિ.
- પ. હિંમતભાઈ જે. શાહ

Page -8 of 238
PDF/HTML Page 3 of 249
single page version

background image
Thanks & Our Request
This shastra has been kindly donated by Dakshaben Sanghvi, Geneva,
Switzerland who have paid for it to be "electronised" and made
available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of
Hoon Parmatma Choon is a faithful copy of the paper version. However if
you find any errors please inform us on Rajesh at AtmaDharma.com so that
we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if
corrections have been made you can replace your copy with the
corrected one.

Page -7 of 238
PDF/HTML Page 4 of 249
single page version

background image
Version History
Version
Number DateChanges
001 23 Oct 2003 First electronic version.

Page -6 of 238
PDF/HTML Page 5 of 249
single page version

background image
પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી

Page -5 of 238
PDF/HTML Page 6 of 249
single page version

background image
શ્રી સદ્ગુરુદેવ–સ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્‌યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્‌યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્‌યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
-રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!

Page -4 of 238
PDF/HTML Page 7 of 249
single page version

background image
પ્રકાશકીય નિવેદન
શ્રી તીર્થંકર ભગવાનના શુદ્ધાત્માનુભવપ્રધાન અધ્યાત્મશાસનને જીવંત રાખનાર
એવાં શ્રી સમયસાર વગેરે પરમાગમોનાં ઊંડાં હાર્દને સ્વાનુભવગત કરી આધ્યાત્મિક
સંત પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સરળ તેમ જ સુગમ પ્રવચનો દ્વારા
તેમનાં અમૂલાં રહસ્યો મુમુક્ષુ સમાજને સમજાવ્યાં; અને એ રીતે આ કાળે
અધ્યાત્મરુચિનો નવયુગ પ્રવર્તાવી તેઓશ્રીએ અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ
વિષમ ભૌતિક યુગમાં સમગ્ર ભારતવર્ષને વિષે તેમ જ વિદેશોમાં પણ જ્ઞાન, વૈરાગ્ય ને
ભક્તિભીની અધ્યાત્મવિદ્યાના પ્રચારનું જે આંદોલન પ્રવર્તે છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના
ચમત્કારી પ્રભાવનાયોગનું સુંદર ફળ છે.
આવા પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનાં ટેઈપ-અવતીર્ણ, અધ્યાત્મરસભરપૂર
પ્રવચનોનું પ્રકાશન કરવાનો અવસર પ્રાપ્ત થવો એ પણ આપણું પરમ સૌભાગ્ય છે.
તદનુસાર વીતરાગ દિગંબર મુનિવર શ્રી યોગીન્દુદેવ પ્રણીત ‘યોગસાર’ ઉપર પૂજ્ય
ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું સંકલન ‘હું પરમાત્મા’ રૂપે પ્રકાશિત કરતાં કલ્યાણી ગુરુવાણી
પ્રત્યે અતિ ભક્તિભીની પ્રસન્નતા અનુભવીએ છીએ.
પૂજ્ય ગુરુદેવશ્રીની સાધનાસ્થલી અધ્યાત્મતીર્થ શ્રી સુવર્ણપુરીમાં, વીતરાગ દેવ-
શાસ્ત્ર-ગુરુ તેમ જ પરમ-તારણહાર અધ્યાત્મમૂર્તિ પૂજ્ય કહાનગુરુદેવનો અનુપમ
ઉપકારમહિમા પ્રકાશનાર સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની
જ્ઞાનવૈરાગ્યરસભીની મંગલ આશિષછાયામાં, પૂર્વવત્ પ્રવર્તતી અનેકવિધ ગતિવિધિના
અંગભૂત પ્રકાશનવિભાગ દ્વારા પ્રકાશિત થતા આર્ષપ્રણીત મૂળ, તેમ જ પ્રવચનગ્રંથો
પૈકીના ‘હું પરમાત્મા’ નામના સંકલનનું આ દ્વિતીય સંસ્કરણ છે. ગુજરાતી
‘આત્મધર્મ’ પત્રમાં પ્રકાશિત થયેલ ‘યોગસાર’ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો આ
સંકલનમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
‘હું પરમાત્મા’ ના પ્રકાશનપ્રસંગે, ‘આત્મધર્મ’ માટે ‘યોગસાર’ ઉપરનાં પૂજ્ય
ગુરુદેવશ્રીનાં પ્રવચનો લિપિબદ્ધ કરનાર સંપાદકનો તેમ જ આ પ્રવચનગ્રંથનું સુંદર
મુદ્રણ કરી આપનાર કહાન મુદ્રણાલયનો આભાર માનીએ છીએ.
આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા મુમુક્ષુઓ નિજ-કલ્યાણ સાધે-એવી ભાવના ભાવીએ
છીએ.
ફાગણ વદ ૧૦, સં. ર૦પ૧ પ્રકાશનસમિતિ,
બહેનશ્રી ચંપાબેન ૬૩મી સમ્યક્ત્વજયંતી શ્રી દિ૦ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
તા. ર૬–૩–૧૯૯પ સોનગઢ–૩૬૪ રપ૦.

Page -3 of 238
PDF/HTML Page 8 of 249
single page version

background image
नमः श्रीमद्–योगीन्दुदेवाय।
नमः श्रीकहानगुरुदेवाय।
ઉપોદ્ઘાત
वीर–हिमाचलतैं निकरी, गुरु गौतमके मुखकुण्ड ढरी है।
मोह–महाचल भेद चली, जगकी जडतातप दूर करी है।।
આપણા આ ભરતક્ષેત્રની પ્રવર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકરદેવ ૧૦૦૮
પરમપૂજ્ય શ્રી મહાવીરસ્વામીરૂપ હિમાચલની ગંગોત્રીમાંથી વહેલ શુદ્ધાત્માનુભૂતિપ્રધાન
જિનશાસનના બીજભૂત અધ્યાત્મજ્ઞાનગંગાનો પુનિત પ્રવાહ પ્રધાન ગણધર શ્રી
ગૌતમસ્વામી દ્વારા સૂત્રબદ્ધ થયો, અને ગુરુપરંપરા દ્વારા તે પ્રવાહ ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયો. મિથ્યાત્વને રાગદ્વેષરૂપ મોટા પહાડોને ભેદીને જગતના ભવ્ય
જીવોની જડતા અર્થાત્ અજ્ઞાન તેમ જ આતપને દૂર કરનાર તે પાવન પ્રવાહને શ્રી
કુંદકુંદાચાર્યદેવે, સમયસાર વગેરે પ્રાભૃતભાજનોમાં ભરીને, ચિરંજીવી કર્યો. ઉત્તરવર્તી
આચાર્યો કે વિદ્વાનોએ જે અધ્યાત્મપ્રમુખ ગ્રંથરચનાઓ કરી છે તેમાં પ્રાયઃ સર્વત્ર
કુંદકુંદાચાર્યદેવની કૃતિઓની તેજસ્વી આભાનાં પુનિત દર્શન થાય છે. અધ્યાત્મવિષયના
ઉત્તરવર્તી ગ્રંથકારો પૈકીના એક, મહાન અધ્યાત્મયોગી શ્રી યોગીન્દુદેવ દ્વારા પ્રણીત
‘પરમાત્મપ્રકાશ’ ને ‘યોગસાર’ વગેરે ગ્રંથોમાં પણ ભગવાન કુંદકુંદાચાર્યદેવ પ્રણીત
અધ્યાત્મરચનાની કલ્યાણી છાયા જ દ્રષ્ટિગત થાય છે.
‘હું પરમાત્મા’ નામના આ પ્રવચનગ્રંથમાં શ્રીમદ્-યોગીન્દુદેવ પ્રણીત
‘યોગસાર’ ઉપરનાં, અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં સરળ, સુગમ
તેમ જ ભાવવાહી પ્રવચનોનું સંકલન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ‘યોગસાર’ માં
‘યોગ’ નો અર્થ ‘જોડાણ’ છે. આત્માનું પોતાના ત્રિકાળ શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ સાથે
પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ વડે ‘જોડાણ’ થવું તેનું નામ
‘યોગ’ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ વડે ‘જોડાણ’ થવું તેનું નામ
‘યોગ’ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ આ યોગ, વિપરીતતા તેમ જ
રાગાદિના વિકલ્પ રહિત હોવાથી, સ્વયમેવ ‘સાર’ અર્થાત્ ઉત્તમ છે. ‘યોગસાર’ માં
ગં્રથકારે ૧૦૮ દોહરામાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપે આત્માના વર્ણનનો
પ્રારંભ કરીને અપભ્રંશભાષામાં સરળ અને સાદી શૈલીથી અધ્યાત્મતત્ત્વનો સુંદર પ્રકાશ
કર્યો છે. અધ્યાત્મસાગરને ‘યોગસાર’ રૂપ ગાગરમાં સંક્ષેપનાર ગ્રંથપ્રણેતા જેવા મહાન
છે તેવા જ વિશિષ્ટ, તે ગાગરને પ્રવચનસાગરમાં વિસ્તારનાર તેના પ્રવચનકાર છે.
‘યોગસાર’ ના પ્રવચનકાર પરમોપકારી પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
શુદ્ધાત્મદ્રષ્ટિવંત, સ્વરૂપાનુભવી, વીતરાગ

Page -2 of 238
PDF/HTML Page 9 of 249
single page version

background image
(૬)
દેવ-ગુરુના પરમ ભક્ત, કુમારબ્રહ્મચારી, સમયસાર આદિ અનેક ગહન
અધ્યાત્મશાસ્ત્રોના પારગામી, ચતુરનુયોગ-રહસ્યવેત્તા, સ્વાનુભવસ્યંદી ભાવશ્રુતલબ્ધિના
ધણી, સતતજ્ઞાનોપયોગી, વૈરાગ્યમૂર્તિ, નયાધિરાજ શુદ્ધનયની પ્રમુખતા સહ સમ્યક્
અનેકાન્તરૂપ અધ્યાત્મતત્ત્વના અસાધારણ ઉત્તમ વ્યાખ્યાનકાર અને આશ્ચર્યકારી
પ્રભાવના-ઉદયના ધારક અધ્યાત્મયુગસ્રષ્ટા મહાપુરુષ છે. તેમનાં આ પ્રવચનોનું
અવગાહન કરતાં જ અધ્યેતાને તેમનો ગાઢ અધ્યાત્મપ્રેમ, શુદ્ધાત્મ-અનુભવ, સ્વરૂપ
તરફ ઢળી રહેલી પરિણતિ, વીતરાગ-ભક્તિના રંગે રંગાયેલું ચિત્ત, જ્ઞાયકદેવના તળને
સ્પર્શનારું અગાધ શ્રુતજ્ઞાન અને સાતિશય પરમ કલ્યાણકારી અદ્ભુત વચનયોગનો
ખ્યાલ આવી જાય છે.
પૂજ્ય ગુરુદેવે અધ્યાત્મનવનીત સમા આ ‘યોગસાર’ ના પ્રત્યેક દોહરાને સર્વ
તરફથી છણીને એ સંક્ષિપ્ત દુહાસૂત્રના વિરાટ અર્થોને આ પ્રવચનોમાં ખોલ્યા છે. સૌને
અનુભવમાં આવ્યા હોય એવા ઘરગથ્થુ પ્રસંગોના અનેક ઉદાહરણો વડે, અતિશય સચોટ
છતાં સુગમ એવા અનેક ન્યાયો વડે અને પ્રકૃત-વિષયસંગત અનેક યથોચિત દ્રષ્ટાન્તો
વડે પૂજ્ય ગુરુદેવે ‘યોગસાર’ ના અર્થગંભીર સૂક્ષ્મ ભાવોને અતિશય સ્પષ્ટ અને
સરળ બનાવ્યા છે. જીવને કેવા ભાવ સહજ રહે ત્યારે જીવ-પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન
સમજાયું કહેવાય, કેવા ભાવ રહે ત્યારે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાયું ગણાય, ભૂતાર્થ
જ્ઞાયક નિજ ધ્રુવ તત્ત્વનો (અનેકાન્ત-સુસંગત) કેવો આશ્રય હોય તો દ્રવ્યદ્રષ્ટિ યથાર્થ
પરિણમી મનાય, કેવા કેવા ભાવ રહે ત્યારે સ્વાવલંબી પુરુષાર્થનો આદર, સમ્યગ્દર્શન-
જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યાદિકની પ્રાપ્તિ થઈ કહેવાય-વગેરે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત
બાબતો, મનુષ્યજીવનમાં બનતા અનેક પ્રસંગોના સચોટ દાખલા આપીને, એવી સ્પષ્ટ
કરવામાં આવી છે કે આત્માર્થીને તે ને વિષયનું સ્પષ્ટ ભાવભાસન થઈ અપૂર્વ ગંભીર
અર્થો દ્રષ્ટિગોચર થાય અને તે, શુભભાવરૂપ બંધમાર્ગને વિષે મોક્ષમાર્ગની મિથ્યા
કલ્પના છોડી, શુદ્ધભાવરૂપ યથાર્થ મોક્ષમાર્ગને સમજી, સમ્યક્ પુરુષાર્થમાં જોડાય. આ
રીતે ‘યોગસાર’ ના સ્વાનુભૂતિદાયક ઊંડા ભાવોને, સોંસરા ઊતરી જાય એવી
અસરકારક ભાષામાં અને અતિશય મધુર, નિત્ય-નવીન, વૈવિધ્યપૂર્ણ શૈલીથી અત્યંત
સ્પષ્ટપણે સમજાવી ગુરુદેવે આત્માર્થી જગત પર અનહદ ઉપકાર કર્યો છે. ‘યોગસાર’
ના અપભૃંશ-દોહરામાં છુપાયેલાં અણમૂલ તત્ત્વરત્નોનાં મૂલ્ય સ્વાનુભવવિભૂષિત
કહાનગુરુદેવે જગતવિદિત કર્યાં છે.
આ પરમ પુનિત પ્રવચનો સ્વાનુભૂતિના પંથને અત્યંત સ્પષ્ટપણે પ્રકાશિત કરે
છે એટલું જ નહિ, પણ સાથે સાથે મુમુક્ષુજીવોના હૃદયમાં સ્વાનુભવની રુચિ અને
પુરુષાર્થ જાગ્રત કરી, કંઈક અંશે સત્પુરુષના પ્રત્યક્ષ ઉપદેશ જેવું ચમત્કારિક કાર્ય કરે છે.
આવી અપૂર્વ ચમત્કારિક શક્તિ પુસ્તકારૂઢ પ્રવચનવાણીમાં જવલ્લે જ જોવામાં આવે છે.
આ રીતે ‘યોગસાર’ શાસ્ત્રમાં નિહિત અધ્યાત્મતત્ત્વવિજ્ઞાનનાં ગહન રહસ્યો
અમૃતઝરતી વાણીમાં સમજાવી, સાથે સાથે શુદ્ધાત્મરુચિને જાગ્રત કરી, પુરુષાર્થને પ્રેરી,
પ્રત્યક્ષ સત્સમાગમની ઝાંખી

Page -1 of 238
PDF/HTML Page 10 of 249
single page version

background image
(૭)
કરાવનારાં આ પ્રવચનો જૈન સાહિત્યમાં અજોડ છે. પ્રત્યક્ષ સત્સમાગમના વિષયોમાં
મુમુક્ષુઓને આ પ્રવચનો અનન્ય આધારભૂત છે. નિરાલંબન પુરુષાર્થ સમજાવવો અને
પ્રેરવો તે જ ઉદે્શ હોવા સાથે ‘યોગસાર’ ના સર્વાંગ સ્પષ્ટીકરણસ્વરૂપ આ પ્રવચનોમાં
સમસ્ત શાસ્ત્રોનાં સર્વ પ્રયોજનભૂત તત્ત્વોનું તળસ્પર્શી દર્શન આવી ગયું છે. શ્રુતામૃતનો
સુખસિંધુ જાણે આ પ્રવચનોમાં હિલોળી રહ્યો છે. આ પ્રવચનગ્રંથ શુદ્ધાત્મતત્ત્વની રુચિ
ઉત્પન્ન કરી પર પ્રત્યેની રુચિ નષ્ટ કરવાનું પરમ ઔષધ છે, સ્વાનુભૂતિનો સુગમ પંથ
છે અને ભિન્ન ભિન્ન કોટિના સર્વ આત્માર્થીઓને અત્યંત ઉપકારક છે. પરમ પૂજ્ય
ગુરુદેવે આ અમૃતસાગર સમા પ્રવચનોની ભેટ આપી દેશવિદેશમાં વસતા મુમુક્ષુઓને
ન્યાલ કર્યાં છે.
સ્વરૂપસુધાને પ્રાપ્ત કરવા ઇચ્છતા જીવોએ આ પરમ પવિત્ર પ્રવચનોનું વારંવાર
મનન કરવા યોગ્ય છે. સંસારવિષવૃક્ષને છેદવાનું તે અમોઘ શસ્ત્ર છે. ડાળે-પાંખડે
વળગ્યા વિના તે મૂળ પર જ ઘા કરે છે. આ અલ્પાયુષી મનુષ્યભવમાં જીવનું પ્રથમમાં
પ્રથમ કર્તવ્ય એક નિજ શુદ્ધાત્માનું બહુમાન, પ્રતીતિ અને અનુભવ છે. તે બહુમાનાદિ
કરાવવામાં આ પ્રવચનો પરમ નિમિત્તભૂત છે.
અંતમાં એ જ પ્રશસ્ત ભાવના કે-મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક આ
પ્રવચનોનો ઊંડો અભ્યાસ કરી, ઉગ્ર પુરુષાર્થથી તેમાં કહેલા ભાવોને સંપૂર્ણ રીતે હૃદયમાં
ઉતારી, નિજ શુદ્ધાત્માની રુચિ, પ્રતીતિ તથા અનુભવ કરી, શાશ્વત પરમાનંદને પામો.
શ્રાવણ વદ ર, વિ. સં. ર૦૪૩
(બહેનશ્રી ચંપાબેન-૭૪મી જન્મજયંતી)

Page 0 of 238
PDF/HTML Page 11 of 249
single page version

background image
અનુક્રમણિકા
પ્રવચન નં. દોહરા નં. પાના નં. પ્રવચન નં.
દોહરા નં. પાના નં.
૧-૩
ર૪
૬૬-૬૮
૧ર૯
૪-૬
રપ
૬૯-૭૧
૧૩પ
૭-૯
૧૪
ર૬
૭૧-૭૪
૧૩૯
૧૦-૧ર
૧૯
ર૭
૭૪-૭પ
૧૪૪
૧૩-૧પ
રપ
ર૮
૭૬-૭૭
૧૪૯
૧૬-૧૭
૩૧
ર૯
૭૭-૮૦
૧પ૪
૧૮-૧૯
૩૭
૩૦
૮૦-૮ર
૧પ૮
૧૯-ર૦
૪૪
૩૧
૮ર-૮૩
૧૬૩
ર૧-ર૩
પ૦
૩ર
૮૪-૮પ
૧૬૭
૧૦
ર૩-ર૬
પ૭
૩૩
૮પ-૮૬
૧૭ર
૧૧
ર૬-ર૮
૬૪
૩૪
૮૬-૮૭
૧૭૭
૧ર
ર૯-૩ર
૭૦
૩પ
૮૮
૧૮૩
૧૩
૩ર-૩૪
૭૬
૩૬
૮૯-૯૦
૧૮૮
૧૪
૩પ-૩૭
૮૧
૩૭
૯૧-૯ર
૧૯૪
૧પ
૩૮-૪ર
૮૬
૩૮
૯૩
૧૯૯
૧૬
૪ર-૪પ
૯૧
૩૯
૯૩-૯૪
ર૦૪
૧૭
૪૬-૪૯
૯૬
૪૦
૯પ-૯૬
ર૦૯
૧૮
પ૦-પ૩
૧૦૧
૪૧
૯૭-૯૮
ર૧૪
૧૯
પ૩-પ૬
૧૦૬
૪ર
૯૯-૧૦૦
ર૧૯
ર૦
પ૭-પ૮
૧૧૧
૪૩
૧૦૦-૧૦૩ રર૪
ર૧
પ૯-૬ર
૧૧પ
૪૪
૧૦૪-૧૦૬ રર૯
રર
૬ર-૬૩
૧ર૦
૪પ
૧૦૬-૧૦૮
ર૩૪
ર૩
૬૪-૬૬
૧ર૪

Page 1 of 238
PDF/HTML Page 12 of 249
single page version

background image
परमात्मने नमः।
હું પરમાત્મા
શ્રી યોગીન્દુદેવ-વિરચિત યોગસાર
ઉપર
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચન
[પ્રવચન નં. ૧]
પૂજ્ય ગુરુદેવશ્રીનાં મંગલ આશીષઃ
અમે તને પરમાત્મપણે દેખીએ છીએ
(શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૬-૬-૬૬)
શ્રી યોગીન્દ્રદેવ નામના વનવાસી દિગંબર સંત-આચાર્ય ૧૩૦૦-૧૪૦૦ વર્ષ
પહેલાં થઈ ગયા; તેમણે આ યોગસાર અને પરમાત્મપ્રકાશ જેવા બે પ્રસિદ્ધ શાસ્ત્રો
રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ
કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસાર છે.
દિગંબર સંતોએ તત્ત્વનું દોહન કરીને બધું સાર....સાર જ આપ્યું છે. સમયસાર,
પ્રવચનસાર, નિયમસાર, યોગસાર આ બધાં શાસ્ત્રોમાં સંતોએ તત્ત્વનો સાર આપ્યો છે.
યોગસાર તે પર્યાય છે પણ તેનો વિષય ત્રિકાળ ધ્રુવ-શાશ્વત શુદ્ધ સત્ વસ્તુ છે,
તેનું ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરવી તેને ભગવાન અહીં યોગસાર
કહે છે.

Page 2 of 238
PDF/HTML Page 13 of 249
single page version

background image
] [હું
તેમાં પ્રથમ મંગલરૂપે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે.
णिम्मल–झाण–परिट्ठया कम्म–कलंक डहेवि।
अप्पा लद्धउ जेण परु ते परमप्प णवेवि।। १।।
નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય;
થયા સિદ્ધ પરમાતમા, વંદું તે જિનરાય. ૧.
ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદમૂર્તિ સિદ્ધ સમાન છે. સિદ્ધ પરમાત્મા સમાન
આત્મા છે. તેનું અંતર સ્વરૂપમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં અંતર વેપાર દ્વારા સાર એટલે
સિદ્ધદશા પ્રગટ કરવી એનું નામ યોગસાર કહેવામાં આવે છે. યોગીન્દ્રદેવે ૧૪૦૦ વર્ષ
પહેલાં પરમાત્મપ્રકાશ અને યોગસાર કર્યા છે. યોગીન્દ્રદેવ મહા સંત થયા, તેઓ
યોગસારની શરૂઆત કરતાં મંગલરૂપે સિદ્ધ પરમાત્માને યાદ કરે છે, સ્મરણ કરે છે.
નિર્મળ ધ્યાન એટલે કે શુદ્ધ ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર થઈ શુદ્ધ ધ્યાન વડે સિદ્ધ
થયા છે. મોક્ષમાર્ગની શરૂઆત શુદ્ધસ્વરૂપના નિર્મળ ધ્યાનથી થાય છે. આ આત્માને
સર્વજ્ઞદેવે સિદ્ધ સ્વરૂપે જોયો છે.
‘પ્રભુ તુમ જાણગ રીતી સૌ જગ દેખતા હો લાલ,
નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતા હો લાલ.’
હે સર્વજ્ઞદેવ! સૌ જીવોને આપ તો નિજ સત્તાએ-પોતાના હોવાપણે શુદ્ધ દેખો
છો. બધા આત્માઓ પોતાની સત્તાએ શુદ્ધ છે એમ ભગવાન દેખે છે અને જે કોઈ
આત્મા એ રીતે શુદ્ધસ્વરૂપના નિર્મળ ધ્યાન વડે એકાગ્ર થાય છે તે સિદ્ધ થાય છે.
જ્ઞાનાવરણીનો ક્ષય થાય ત્યારે જ્ઞાન થાય તેમ નથી કહ્યું હો! પણ નિર્મળ ધ્યાન વડે
સમસ્ત પ્રકારે સ્વરૂપમાં સ્થિર થયા ત્યારે સિદ્ધ થાય છે.
ધર્મદશા પ્રગટ કાળમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિની એકાગ્રતાને અંશ પ્રગટ થાય ત્યારે
તેને સમ્યગ્દર્શન-ધર્મની પ્રથમ શરૂઆત થાય છે. સિદ્ધ ભગવાને શરૂઆત પછી
પૂરણતાની પ્રાપ્તિના કાળ વખતે શું કર્યું એ વાત અહીં ચાલે છે. જેમાં અતીન્દ્રિય આનંદ
ભર્યો પડયો છે એવી નિજ સત્તાના હોવાપણામાં તારું સુખ છે, બીજાના હોવાપણામાં
પણ તારું સુખ નથી, પરમાત્મા સિદ્ધના હોવાપણામાં પણ તારું સુખ નથી. સર્વજ્ઞ
પરમેશ્વરે ત્રિકાળી નિજ આત્મામાં એકલો આનંદ જ ભાળ્‌યો છે, એ અતીન્દ્રિય
આનંદની નજર કરીને વિશેષપણે ધ્યાનમાં સ્થિત થયા, બહારથી તદ્ન ઉપેક્ષા કરીને
અંદરમાં ઠર્યા, શુદ્ધ ધ્યાનમાં સ્થિત થયા-આ રીતે સિદ્ધ પરમાત્મા થયા; વર્તમાનમાં થાય
છે ને ભવિષ્યમાં પણ આ રીતે સિદ્ધ પરમાત્મા થશે. મોક્ષને પ્રાપ્ત કરવાની, મોક્ષના
માર્ગની આ ક્રિયા છે. વચમાં કોઈ દયા-દાનનો વિકલ્પ આવે એ કોઈ મોક્ષના માર્ગની
ક્રિયા નથી. આ યોગસાર છે ને! યોગ એટલે આત્મામાં ઉપયોગનું જોડાણ કરવું એ જ
મોક્ષનો માર્ગ છે. પરમાં જોડાણ થાય-રાગાદિ હો પણ એ કાંઈ મોક્ષનો માર્ગ નથી, એ
તો બંધના માર્ગના બધા વિકલ્પો છે.

Page 3 of 238
PDF/HTML Page 14 of 249
single page version

background image
પરમાત્મા] [
સિદ્ધ ભગવાને પોતાના શુદ્ધ સ્વરૂપને પહેલાં પ્રતીતમાં-અનુભવમાં લીધું, પછી
પર્યાયમાં પૂરણ પ્રાપ્તિ માટે સ્વરૂપમાં લગની લગાડી. અંદરમાં ધ્યાનની લગની લગાડી
ત્યારે કર્મના કલંકને બાળી મૂકયા છે. કર્મ બળ્‌યા માટે ધ્યાન થયું છે એમ નથી. કર્મ
બિચારે કૌન?-એ તો જડ છે, નિમિત્ત છે, તું વિકાર કર તો કર્મનું આવરણ નિમિત્ત
થાય અને ધ્યાન કર તો કર્મો ટળી જાય. કર્મો કાંઈ કાંડુ પકડીને ઊભા નથી કે તને
ધ્યાન નહીં થવા દઉં.
કર્મોરૂપી કલંકના મેલને ધ્યાન વડે બાળી નાખ્યા છે. નાશ કર્યા છે એમ નહીં
પણ બાળી મૂકયા છે એટલે કે કર્મરૂપે જે પર્યાય હતી તે બીજા પુદ્ગલરૂપે-અકર્મરૂપે
થઈ ગઈ-એ બાળી મૂકયાનો અર્થ છે. સિદ્ધ ભગવાનનો આત્મા પરમાત્મપણે થયો
ત્યારે તેણે કર્મના કલંકને બાળ્‌યા એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કર્મ તો અકર્મરૂપ
થવાની લાયકાતથી જ થયા છે, આત્મા તેને બાળે-ટાળે એમ કોઈ દી બને નહીં, કેમ કે
એ તો જડ છે, જડનો કર્તા-હર્તા આત્મા નથી. અહીં તો એમ કહ્યું કે વિકારનો સંગ
હતો ત્યારે કર્મનું નિમિત્તપણે આવરણ હતું, એ વિકારનો સંગ છૂટયો ત્યારે કર્મનું
આવરણ બીજી દશારૂપે થઈ ગયું તેને અહીં કર્મ-કલંક બાળ્‌યા એમ કહેવામાં આવે છે.
ભગવાન આત્મા શક્તિરૂપે પરમાત્મા હતો, તેનું ધ્યાન કરીને વર્તમાન પર્યાયમાં
સિદ્ધ ભગવાન પરમાત્મપદને પામી ગયા. વસ્તુ તો શુદ્ધ હતી જ પણ એનું ધ્યાન કરતાં
એની દશામાં પરમાત્મદશા એ આત્માએ પ્રાપ્ત કરી. એવા પરમાત્માને ઓળખીને મારા
લક્ષમાં લઈને એવા સિદ્ધ પરમાત્માને હું નમસ્કાર કરું છું. શ્રી સમયસારમાં લીધું છે કે
ભાઈ! સિદ્ધ પરમાત્માને નમસ્કાર કોણ કરી શકે?-કે જે હૃદયમાં-જ્ઞાનની દશામાં
સિદ્ધપદને સ્થાપી શકે અને વિકાર આદિ મારામાં નથી, હું પૂર્ણાનંદ સિદ્ધ સમાન
શક્તિએ છું-એમ જે શ્રદ્ધા-જ્ઞાનમાં સિદ્ધને સ્થાપે એ સિદ્ધને ખરો નમસ્કાર કરી શકે.
ઊર્ધ્વ રહ્યાં છતાં સિદ્ધોને હેઠે ઉતારું છું કે પ્રભુ! પધારો, પધારો, મારે આંગણે પધારો.
સિદ્ધને આદર દેનારના આંગણા કેટલા ઉજળા હોય! રાજા આવે તોય આંગણું કેટલું
સાફ કરે છે! અનંત અનંત સિદ્ધોને હું વંદન કરું છું, આદર કરું છું એટલે કે એ સિવાય
રાગનો, અલ્પજ્ઞતાનો, નિમિત્તનો આદર દ્રષ્ટિમાંથી હું છોડી દઉં છું. અમારા આંગણાં
ઉજળા કર્યાં છે પ્રભુ! આપ પધારોને! પોતાની જ્ઞાનકળાની પ્રગટ દશામાં અનંત
સિદ્ધોને સ્થાપે છે કે આવો પ્રભુ! નિર્વિકલ્પ પર્યાયમાં પ્રગટ થાઓ, આવો, પધારો!-
એવી જેની દ્રષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયના આંગણે પધરાવે છે અને
તેણે ભગવાનને નમસ્કાર કર્યાં કહેવામાં આવે છે. આમ ને આમ નમો અરિહંતાણમ્
કર્યા કરે પણ જેને નમે એ ચીજ જ શું છે, તું નમનાર એમને કેવા ભાવથી આદર
આપે છો, તારા ભાવમાં શું શુદ્ધતા આવી છે-એની ખબર વિના નમો અરિહંતાણમ્-ના
ગડીયા તો અનંતકાળ હાંકયા પણ તેમાં કાંઈ વળ્‌યું નહિ.
પોતાની પર્યાયમાં બધુંય ભૂલીને સિદ્ધોને યાદ કર્યા છે. જાણે એકલા સિદ્ધો જ
નજરમાં તરતા હોય! રાગ, અલ્પજ્ઞતા ને નિમિત્ત કોઈ નમવા જેવી ચીજ ન હોય ને
નમવા લાયક

Page 4 of 238
PDF/HTML Page 15 of 249
single page version

background image
] [હું
તો જાણે અનંતા સિદ્ધોના ટોળા એવી સિદ્ધની પર્યાય જ હોય-એમ જેને અંતર દ્રષ્ટિ
થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાના જ્ઞાનમાં પધરાવે છે. પ્રભુ! આપે તો નિર્મળ ધ્યાન
કર્યું હતું ને એ નિર્મળ ધ્યાન દ્વારા અનંત આનંદ આદિ શક્તિની વ્યક્તતા પર્યાયમાં
આપે પ્રગટ કરી છે માટે આપ પરમાત્માને હું નમસ્કાર કરું છું-એમ પ્રથમ ગાથામાં
મહા માંગલિક કર્યું.
સર્વજ્ઞ પરમાત્માએ ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ફરમાવ્યું કે ભાઈ! અમે તને સિદ્ધ
સમાન જોઈએ છીએ, તું પણ એમ જોતા શીખને! ત્રણલોકનો નાથ અતીન્દ્રિય
આનંદમૂર્તિ, દર્શન, જ્ઞાન ને ચારિત્રથી પૂર્ણાનંદને પામે એવો આ આત્મા એને હાડ-
માંસમાં શરીરમાં રહેવું પડે, જનમ-મરણ કરવા પડે એ કલંક છે, કલંક છે તેથી અહીં
અશરીરી થવા માટે પ્રથમ સિદ્ધને યાદ કર્યા. હવે અમારે શરીર નથી, એક બે ભવે અમે
અશરીરી થવાના એમ કોલકરાર કરીને આચાર્યદેવે સિદ્ધોને નમસ્કાર કર્યા છે.
धाइ–जउक्कहं किउ विलउ णंत चउक्कु पदिट्ठु।
तह जिणइन्दहं पय णविवि अक्खमि कव्वु सु–इट्ठु।। २।।
ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંત ચતુષ્ટ;
તે જિનવર ચરણે નમી, કહું કાવ્ય સુઇષ્ટ. ર.
અરિહંત ભગવાન અત્યારે ભરતક્ષેત્રમાં નથી પણ મહાવિદેહમાં વર્તમાનમાં
સીમંધર ભગવાન અને લાખો કેવળીઓ બિરાજે છે. અરે! એ અરિહંત ભગવાન ને
લાખો કેવળીઓની સત્તાનો સ્વીકાર કરીને અંદરમાં નમન એ કોઈ અપૂર્વ વાત છે.
અહો! અરિહંત પરમાત્માના જેણે દ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણ્યા, દ્રવ્ય-ગુણ તો ઠીક
પણ એની નાતનો ને જાતનો આવો આત્મા છું-એમ અરિહંત પરમાત્માના સ્વરૂપ સાથે
એના આત્માના દ્રવ્યને મેળવે છે ને અંદરમાં જાય છે ને પૂરણ સ્વરૂપની પ્રતીત કરે છે
ત્યાં એને સમકિત થયું એટલે કેવળજ્ઞાન લીધે છૂટકો.
જેણે ધ્યાન દ્વારા ચાર ઘાતિ કર્મનો વિલય-વિશેષે નાશ કરી નાખ્યો છે અને
અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરી છે એને અરિહંત ભગવાન કહીએ. એમ ને એમ નમો
અરિહંતાણમ્ કરીને મરી ગયો! પ્રવચનસારમાં શરૂઆતની ગાથામાં કુંદકુંદસ્વામીએ કહ્યું
કે રે પ્રભુ! હું આપને વંદન કરું છું પણ હું કોણ છું? આપને વંદન કરું છું તો આપ
કોણ છો ને વંદન કરનાર હું કોણ છું? એ બન્નેનું મને ભાન છે. પ્રભુ! વંદન કરનાર હું
જ્ઞાનદર્શનમય ભગવાન આત્મા છું. વંદન કરનાર હું માણસ નહિ, કર્મવાળો નહિ,
રાગવાળો નહિ, હું તો અનંત અનંત બેહદ જાણવું દેખવું એવા સ્વરૂપવાળો ભગવાન
આત્મા છું. જ્ઞાતાદ્રષ્ટાપણું એ મારું હોવાપણું છે. આપ પૂરણ પરમાત્મા છો ને હું આપને
નમસ્કાર કરું છું. વિકલ્પ ઊઠયો છે એ વ્યવહાર નમસ્કાર છે ને સ્વરૂપમાં એકાગ્રતા
થઈ એ નિશ્ચય નમસ્કાર છે.
અહીં કહે છે કે ચાર ઘાતિ કર્મનો નાશ થઈને શું પ્રાપ્ત થયું?-કે અનંત
ચતુષ્ટયનો લાભ થયો. અનંત કાળથી આત્મામાં જ્ઞાન-દર્શન-વીર્ય ને સુખ જે શક્તિરૂપે
હતા તેને ભગવાન

Page 5 of 238
PDF/HTML Page 16 of 249
single page version

background image
પરમાત્મા] [
આપે પર્યાયરૂપે પ્રાપ્ત કર્યા છે--એ મારા જ્ઞાનમાં છે. આપે આવું પ્રાપ્ત કર્યું એની
સત્તાનો અમને સ્વીકાર છે. આવા અરિહંતો હોય એનું અમને જ્ઞાન છે, ભાન છે અને
તેથી અમે નમસ્કાર કરીએ છીએ. અંધશ્રદ્ધાએ નમસ્કાર કરીએ છીએ એમ નથી-એમ
કહે છે.
સર્વજ્ઞ ત્રિલોકનાથ વીતરાગે કહેલા માર્ગ સિવાય બીજે ક્યાંય આ માર્ગ હોઈ શકે
નહિ. પરંતુ એના માર્ગમાં જન્મ્યા તોય ખબર ન મળે! એમ ને એમ ભગવાન ભગવાન
કર્યા કરે! અહીં કહે છે કે અરિહંત પરમાત્મા આત્મા હતા ને તેને અનાદિનો આઠ
કર્મોનો સંબંધ હતો, તેણે ચાર ઘાતિકર્મને ટાળ્‌યા ને તેઓ અનંત ચતુષ્ટયને પામ્યા.-એવા
જિનેન્દ્રદેવના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરીને હવે હું પ્રિયકારી,
આત્માના હિતના માર્ગને કહેનાર સુંદર કાવ્ય-શ્લોકોને કહું છું.
હવે ગ્રંથ રચવાની યોગ્યતાને કહે છેઃ- -
संसारह भयभीयहं मोङ्कखहं लालसयाहं ।
अप्पा–संबोहण–कयइ कय दोहा एक्वमणाह।। ३।।
ઈચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત;
તે ભવી જીવ સંબોધવા, દોહા રચ્યા એકચિત્ત. ૩.
આચાર્ય મહારાજ યોગીન્દ્રદેવ કહે છે કે આ કાવ્ય કોને માટે બનાવું છું?-કે
સંસારથી ભય રાખનારાઓ માટે, ચાર ગતિથી ભય પામ્યા હોય તેને માટે કહું છું. જેને
ચાર ગતિમાં રહેવું છે ને મજા કરવી છે તેને માટે નહિ હો! જેને સ્વર્ગના સુખથી પણ
ભય લાગે છે, કેમ કે સ્વર્ગના સુખની કલ્પના તે પણ દુઃખ છે, ચક્રવર્તીના રાજ્ય હોય
કે એક દિવસના અબજો રૂપિયાની પેદાશો હોય-એ બધી કલ્પનાઓ દુઃખ છે, એ
દુઃખથી જેને ત્રાસ થયો છે કે હવે આ દુઃખ નહિ, આ દુઃખ ન જોઈએ-એને માટે આ
માટે આ કાવ્ય કહું છું-એમ કહે છે.
મોક્ષાર્થીઓ માટે મારી આ વાત છે, ચારગતિનો ત્રાસ....ત્રાસ....અરેરે!
અવતાર...! અવતરવું એ દુઃખરૂપ છે. જનમ.....મરણ...સંયોગ એ બધું દુઃખરૂપ છે.
ચારગતિની પ્રાપ્તિ, ઇન્દ્રપદની પ્રાપ્તિ પણ દુઃખરૂપ છે. કેમ કે ઇન્દ્રપદની પ્રાપ્તિમાં જે લક્ષ
જાય છે એ બધાં રાગ દુઃખરૂપ છે. ધર્માત્માને અધૂરું રહ્યું ને સ્વર્ગમાં જાય છે ને જુએ
છે ને કહે કે અરેરે! અમારે રાગ બાકી રહી ગયો એમાં આ મળ્‌યું? અરેરે! અમારા
કામ ઓછાં-અધૂરાં રહ્યાં. સ્વરૂપમાં સ્થિરતા કરવી જોઈએ તેટલી અમે ન કરી શક્યા
તેના આ ફળ આવ્યા-એમ ખેદ કરે છે. ધર્માત્મા ઇન્દ્રપદને દેખીને ખેદ કરે છે કે અરે!
આ ફળ આવ્યા! અરે! અમારો આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, પૂરણજ્ઞાન ને આનંદની પ્રાપ્તિ
કરે એવી શક્તિવાળો તેને આ સંયોગના ફળ મળ્‌યા! અરે! અમે કામ બાકી રાખ્યાતા!
અમારા કામ અધૂરાં રહી ગયા-એમ ખેદ કરે છે.

Page 6 of 238
PDF/HTML Page 17 of 249
single page version

background image
] [હું
અહીં કહે છે કે સંસારનો ભય જેને લાગ્યો છે તેને હું આ કહું છું. સંસારથી
ભયભીત છે તેને કહું છું. જેમ ફાંસી દેવાનું નક્કી થઈ જતાં ત્રાસ લાગે તેમ જેને
ચારગતિના દુઃખનો ત્રાસ લાગ્યો હોય એવા જીવોને માટે આ મારો યોગસારનો ઉપદેશ
છે એમ કહે છે. હજી અમારે એકાદ ભવ કરવો છે, સ્વર્ગમાં જવું છે.....જેને જનમ-
મરણનો ત્રાસ નથી એને અમારો ઉપદેશ લાગશે નહિ.
કોના માટે છે અમારો ઉપદેશ?-કે જેને એકલી મોક્ષની અભિલાષા છે કે મારે
તો બસ છૂટવું છે. સ્વર્ગમાં જવું નથી પણ મારે તો છૂંટવું, છૂટવું ને છૂટવું છે. એવા
મોક્ષની લાલસા, મોક્ષની અભિલાષા ધારણ કરવાવાળા માટે આ મારું યોગસાર છે--
એમ આચાર્ય મહારાજ યોગીન્દ્રદેવ કહે છે. છેલ્લે એમ કહેશે કે મારા માટે આ યોગસાર
કહ્યું છે.
ચારગતિનો ત્રાસ અને મોક્ષની અભિલાષાવાળા જીવોને માટે આ અમારો
યોગસારનો ઉપદેશ છે. બીજે ખારવાળા ખેતરમાં અમે બીજ વાવતાં નથી! સ્વર્ગ
આદિની ચાહનાવાળા જીવોને માટે અમારો ઉપદેશ નથી. ચારગતિનો ત્રાસ અને મોક્ષની
તાલાવેલીવાળા જીવોને મારે એક જ વાત કહેવી છે, શું કહેવી છે?-કે આત્માનું સ્વરૂપ
સમજાવવા માટે, તારી અંદર જાત શું છે ભાઈ!-એ સમજાવવા માટે આત્માનું સંબોધન
કરવું છે. તારા સ્વરૂપમાં શું ભર્યું છે ને આ વિકાર-ફિકાર એ તારી જાત નથી-એવા
આત્માના સ્વરૂપને સમજાવવા માટે એકાગ્ર મનથી હું અત્યારે દોહાની રચના કરીશ.

Page 7 of 238
PDF/HTML Page 18 of 249
single page version

background image
પરમાત્મા] [
[પ્રવચન નં. ર]
શ્રી ગુરુનો સદુપદેશઃ
નિજ પરમાત્માનું ચિંતન કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૭-૬-૬૬]
આ યોગસાર ચાલે છે. યોગીન્દ્રદેવ દિગંબર આચાર્ય થયા. તેમણે આત્માના
સ્વભાવનો વેપાર કેમ કરવો? અને એ કેમ ભૂલ્યો છે તે અહીં કહ્યું છે. પણ કોના માટે
કહ્યું છે? કે જે ચાર ગતિના ભવના ભયથી દુઃખી થયો હોય, ચાર ગતિના દુઃખનો ડર
લાગ્યો હોય અને જેને મોક્ષની અભિલાષા હોય તેને માટે આ યોગસાર કહે છે-એમ
પહેલી શરત મૂકી છે.
कालु अणाइ अणाइ जिउ भव–सायरु जि अणंतु ।
मिच्छा–दंसण–मोहियउ णवि सुह दुख्ख जि पत्तु ।। ४।।
જીવ, કાળ, સંસાર આ, કહ્યા અનાદિ અનંત;
મિથ્યામતિ મોહે દુઃખી, કદી ન સુખ લહંત. ૪.
કાળ અનાદિનો છે. વર્તમાન, ભૂત ને ભવિષ્ય એમ કાળ અનાદિનો ચાલ્યો
આવે છે. જીવો અનાદિ છે. સંસારમાં રખડનારા જીવો પણ અનાદિથી છે. નિગોદથી
માંડીને નવમી ગૈ્રવેયકના-ચાર ગતિમાં રખડનારા દુઃખી-દુઃખી જીવો અનાદિથી છે. એક
જરીક પ્રતિકૂળતા આવે ત્યાં દુઃખી દુઃખી થઈ જાય ને જરીક અનુકૂળતા આવે ત્યાં
હરખના સડકા માને!-એ બધા દુઃખી-દુઃખી છે. કાળ પણ અનાદિનો ને જીવ પણ
અનાદિથી છે. સંસારી જીવની અશુદ્ધતા પણ અનાદિની છે. આત્મા અનાદિનો છે અને
તેની મલિન પર્યાય પણ અનાદિની છે. શેરડીમાં રસ ને કૂચો ભેગા જ છે, પહેલા-પછી
નથી; ખાણમાં સોનું ને પથ્થર પહેલેથી જ બન્ને સાથે છે. પહેલાં સોનું હતું ને પછી
પથ્થર ભેગો થયો-એમ નથી; દૂધમાં દૂધને પાણી દોવામાં સાથે જ હોય છે; તલમાં
તેલને ખોળ બન્ને પહેલેથી જ ભેગા છે અને જુદા પાડે તો પાડી શકે એમ છે. ચકમકમાં
અગ્નિ અને ચકમક અનાદિના છે. તેમ આત્મા શુદ્ધ દ્રવ્ય તરીકે અનાદિ છે ને સંસાર
અશુદ્ધ દશા અનાદિથી છે.
દ્રવ્ય ધ્રુવ તરીકે અનાદિ છે ને તેની મલિન પર્યાય અનાદિની છે. પહેલાં નિર્મળ
પર્યાય હતી ને પછી મલિન થઈ એમ છે નહીં. ચણાની કાચાપણાની અવસ્થા પહેલેથી
જ છે. એમ આત્મા વસ્તુએ તો શુદ્ધ ચિદાનંદસ્વરૂપ છે છતાં તેને પર્યાયમાં મલિનતા
કેમ આવી?-

Page 8 of 238
PDF/HTML Page 19 of 249
single page version

background image
] [હું
એની કેટલાકને શંકા છે. કર્મને લઈને મલિનતા આવી-એમ પણ નથી. જીવ અનાદિ છે
ને તેની સંસારી મલિનદશા પણ અનાદિની છે. જો મલિનતા ન હોય તો તેને આનંદનો
અનુભવ હોવો જોઈએ! અને જો મલિનતા ન હોય તો તેને ટાળવા પુરુષાર્થ કરવો,
સાચી શ્રદ્ધા કરવી ઇત્યાદિ કાંઈ રહેતું જ નથી! સાચું સમજવું એ કાંઈ રહેતું નથી!
તેથી સંસારી જીવ અનાદિ છે ને મલિનતા પણ અનાદિની છે.
ભવસાગર પણ અનાદિનો છે. ૮૪ લાખ યોનિના અવતાર પણ અનાદિના છે.
આ કોઈ પહેલો અવતાર છે એમ છે નહીં. નરકમાં અનંતવાર ગયો, સ્વર્ગમાં
અનંતવાર ગયો, નિગોદમાં અનંતા ભવ કર્યા, ઢોરમાં અનંતવાર ગયો, માણસ
અનંતવાર થયો-એ ભવસાગર મોટો ઊંડો અનાદિનો છે. કાળ અનાદિ, ભગવાન
ભૂલેલો અનાદિ ને ભવસાગર અનાદિ છે.
અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા. પોતે જ પોતાને અનાદિથી ભૂલેલો છે;
કેમ કે તેની દ્રષ્ટિ ઇન્દ્રિય ઉપર છે, અંદર ભગવાન અતીન્દ્રિય કોણ છે એની એને
ખબર નથી, એનું માહાત્મ્ય નથી એટલે કર્મજન્ય ઉપાધિના લક્ષે તેના અસ્તિત્વમાં
પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. સ્વયં અખંડ આનંદકંદ સ્વસત્તાની અંતર્મુખ દ્રષ્ટિ નથી ને
બહિર્મુખ દ્રષ્ટિમાં ઇન્દ્રિયો, અલ્પજ્ઞતા, રાગદ્વેષનું અસ્તિત્વ દેખાય છે; તે સંસાર છે.
* મિથ્યાશ્રદ્ધાને લઈને મોહિત થયો થકો ભવસાગરમાં રખડે છે *
ભવસાગરમાં અનાદિ છે; અનાદિ-અનંત છે એમ નહીં પણ ભવસાગર અનાદિ
છે. કાળ અનાદિ, જીવ અનાદિ ને ભવસાગર પણ અનાદિ છે. હવે એ ભવસાગરનું
રખડવું છે કેમ?-એ સિદ્ધાંત સિદ્ધ કરે છે. મિથ્યા શ્રદ્ધાને લઈને મોહિત થયો થકો
ભવસાગરમાં રખડે છે, કર્મને લઈને રખડે છે એમ નહીં-એ સિદ્ધાંત છે. ભગવાન
આત્માના આનંદ સ્વભાવને ભૂલેલો ને પુણ્ય-પાપના ભાવ, શરીર આદિની જે ક્રિયા
એનું અસ્તિત્વ ભાળે છે ને અંદરમાં પૂરણ અસ્તિત્વ છે તેની તેને ખબર નથી, ખબર
નથી એનું નામ જ અજ્ઞાન મિથ્યાત્વ છે. એવા મિથ્યાત્વથી અનાદિ કાળથી મોહ્યો છે,
મિથ્યા શ્રદ્ધામાં મોહ્યો છે, એમાં એની રુચિ છે, એમાં એની પ્રીતિ છે. મિથ્યાદર્શનના
મોહના કારણે જગતના કર્મજન્ય સંયોગમાં એની લગની લાગી છે. જેમાં સુખ નથી તેને
સુખ માને છે, જેમાં દુઃખ છે તેને સુખ માને છે. આ ભાવ તેને કેમ છે?-કે
મિથ્યાદર્શનના કારણે મોહિત થયો હોવાથી આ ભાવ છે.
ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપના ભાન વિના પરની સાવધાનીની મિથ્યા
શ્રદ્ધાથી “ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર”-કર્મના લઈને સંસાર છે એમ ત્યાં
વાત નથી કરી. પરમાં, રાગમાં એના ફળમાં, ઇન્દ્રિય આદિમાં સાવધાનીની કલ્પના એ
મિથ્યાદર્શન છે. પણ ભગવાન આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે-એમ
અંતર અવલોકતાં સંસારનો વ્યય થઈને મોક્ષ થતાં એને વાર લાગે નહીં. પરંતુ
મિથ્યાદર્શનને લઈને અનાદિથી મોહ્યો છે.
એક જરીક સગવડતા મળે ત્યાં આહાહા! પચ્ચીસ રૂપિયાનો પગાર હોય ને પાંચનો

Page 9 of 238
PDF/HTML Page 20 of 249
single page version

background image
પરમાત્મા] [
વધારો થાય ત્યાં તો ઘરમાં હરખ હરખ થાય! આજે લાપશી કરો! અને જ્યાં કાંઈક
ગુનો થયો ને પાંચ ઘટે ત્યાં હાય હાય! મોહને લઈને મફતમાં વધ્યો ને ઘટયો-એમ
અજ્ઞાની માને છે પણ બહારનું વધ્યું-ઘટયું ક્યાં તારા આત્માને અડે છે! દુકાન સરખી
ચાલે ત્યાં હવે આપણે વધ્યા હો! પણ બાપુ! શ્રીમદ્ રાજચંદ્ર તો ૧૬ મે વર્ષે પોકાર કરે
છે કે ‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી
વધવાપણું એ નય ગ્રહો.’ અરેરે! મિથ્યા મોહને લઈને મારો પગાર વધ્યો! હું આમ
વધ્યો! પહેલાં તો સાધારણ વેપાર કરતા હતાં પણ હમણાં બહુ બાદશાહી છે! મૂઢ છે
ને? કષાયની હોળી સળગી રહી છે, પણ મિથ્યાત્વ ને મોહથી આ માન્યતાએ સંસાર
ઊભો કર્યો છે. ત્યાં બહારમાં ક્યાં સુખ ને દુઃખ હતા? ઊંધી માન્યતાએ મોહેલો
અજ્ઞાની પરમાં અગવડતા-સગવડતા માની રહ્યો છે.
કાળ અનાદિ, જીવ અનાદિ ને ભવસાગર અનાદિનો છે. તેમાં વર્તમાન વાત કહે
છે કે જ્યાં જ્યાં તું છો ત્યાં તારી ઊંધી શ્રદ્ધાથી તું મોહ્યો છે. આ મહાન સંસારનું મૂળ
કારણ કહ્યું છે. સાત વ્યસન કરતાં પણ આ પાપ મોટું છે. બહારના ઇન્દ્રિય સંયમ અને
ત્યાગ કરે પણ અંદરમાં જેને દયા-દાનના ભાવ ધર્મ છે. તેનાથી મને ધર્મ થશે-એ
મિથ્યાદર્શનમાં મોહેલો પ્રાણી અનાદિના અજ્ઞાની છે. ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ અંદર
છે તેનું તો ભાન નથી ને દયા-દાન-વ્રત-ભક્તિ ને ક્રિયાકાંડ એ તો બધો રાગ છે. એ
રાગનો વિવેક સમ્યગ્દર્શનમાં થાય છે. મિથ્યાદર્શનમાં એ રાગનો અવિવેક રહે છે. ઊંધી
શ્રદ્ધાને લઈને શ્રદ્ધામાં રાગનો અત્યાગ રહે છે. મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી દયા-દાન-
વ્રતાદિના રાગને લાભદાયક માને છે. એક સમયનો રાગ વિકલ્પ સ્વભાવમાં નથી, તેને
પોતાનો માન્યો-તેને લાભદાયક માન્યો તે મહા મિથ્યાત્વથી મોહેલો પ્રાણી છે.
ભાઈ! તારો આત્મા રાગ વિના રહી શકે તેવું તત્ત્વ છે, એને બદલે રાગ વિના
ન રહી શકું એ મિથ્યાદર્શનથી મોહેલો મૂઢ બહિરાત્મા છે અથવા બહિર એટલે દયા-દાન
આદિ રાગભાવ-પુણ્યભાવ તેના વડે નિશ્ચય પ્રાપ્ત થશે એમ માનનાર મિથ્યાદર્શનથી
મોહેલો પ્રાણી રાગનો ત્યાગ કરવા માગતો નથી. મિથ્યા શ્રદ્ધાથી મોહેલો પ્રાણી સુખને
પ્રાપ્ત કરતો નથી. મિથ્યા શ્રદ્ધાને લઈને આત્માના સ્વભાવની ખબર વિના, દયા-દાન-
વ્રત-ભક્તિના જે ભાવ છે તે વિકાર છે, તેમાં મોહેલો પ્રાણી સ્વભાવમાં સાવધાન નથી
તેથી તે સુખને પામતો નથી પણ દુઃખને પામે છે. અતીન્દ્રિય આનંદકંદ પ્રભુને ભૂલીને
રાગ ને વિકલ્પમાં મોહેલો પ્રાણી તેમાં સાવધાન રહેતો થકો અંશે પણ સુખને ન પ્રાપ્ત
કરતો થકો દુઃખને જ પ્રાપ્ત કરે છે. સંસારના સુખ-દુઃખ બન્નેને દુઃખ કહેવામાં આવે છે.
અહીં જે સુખ કહ્યું તે અતીન્દ્રિય સુખની વાત કરી છે.
પોતાનું નિજ સ્વરૂપ, અખંડ જ્ઞાયકસ્વરૂપ જેમાં રાગના કણનો ભેળસેળ ને મેળ
નથી, દયા-દાન, પંચમહાવ્રતનો ભાવ અને સ્વભાવ તે બેને મેળ નથી, છતાં અજ્ઞાની એ
રાગભાવને પોતાનું સ્વરૂપ માનીને તે છોડવા યોગ્ય નથી એટલે કે તે મારાથી છૂટો
પડવા લાયક નથી એમ માનનાર મિથ્યાદર્શનથી એકલો દુઃખી દુઃખી ને દુઃખી થઈ રહ્યો
છે, તે જરીયે આત્માના આનંદના સમ્યગ્દર્શનના સુખને પામતો નથી.