Page -27 of 170
PDF/HTML Page 2 of 199
single page version
Page -26 of 170
PDF/HTML Page 3 of 199
single page version
પાંચમી આવૃત્તિપ્રતઃ ૧૦૦૦વિ સં. ૨૦૭૦ઈ.સ. ૨૦૧૫
પારમાર્થિક ટ્રસ્ટ, પાર્લા (મુંબઈ) તરફથી સ્થાયી શાસ્ત્ર પ્રકાશન – કિંમત ઘટાડવામાં
Page -24 of 170
PDF/HTML Page 5 of 199
single page version
શરીરાદિક પરપદાર્થોમાં તથા પરભાવોમાં એકત્વબુદ્ધિ છોડીને, સંસારથી મુક્ત થવાના સંદેશા ભગવાન શ્રી પૂજ્યપાદ આચાર્યે આ ‘સમાધિતંત્ર’ યા ‘સમાધિશતક’માં આપ્યા છે. તે શાસ્ત્ર ઉપર સંસ્કૃત ટીકા શ્રી પ્રભાચંદ્ર આચાર્યે કરી છે, તેનો અક્ષરશ: અનુવાદ પ્રથમવાર જ પ્રકાશિત કરતાં અત્યાનંદ થાય છે.
સમાધિની પ્રાપ્તિ સર્વકાળે દુર્લભ છે, તેમાં પણ આ વર્તમાનયુગમાં તો અત્યંત દુર્લભ છે. છતાં સમાધિપ્રાપ્ત આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામીનાં ભવતાપનાશક અમૃતમય પ્રવચનોથી મુમુક્ષુઓને તેવી સમાધિની પ્રાપ્તિ સુલભ થઈ રહી છે એ મહાન સદ્ભાગ્ય છે. તેઓશ્રીનાં સાન્નિધ્યમાં રહીને તથા તેમનાં પ્રવચનોથી પ્રેરણા પામીને સદ્ધર્મપ્રેમી ભાઈશ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણવાળા)એ આ અનુવાદ તૈયાર કરી આપ્યો છે.
શ્રીયુત્ છોટાલાલભાઈ બી.એ. (ઓનર્સ); એસ.ટી.સી. છે. તેઓ સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે. વળી તેઓ સાબરકાંઠા બેતાલીસ દ.હુ.દિ. જૈન કેળવણી મંડળના પ્રમુખ તથા શેઠ જી.ઉ.દિ. જૈન છાત્રાલય, ઇડરના ટ્રસ્ટી અને માનદ્ મંત્રી છે. હાલમાં તેઓ મુખ્યતયા જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, આધ્યાત્મિક શાસ્ત્રોનું વાંચન-મનન, જૈન સાહિત્યની સેવા અને સત્સમાગમાદિ ધાર્મિક પ્રવૃત્તિમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. છેલ્લા બાર વર્ષથી દર વર્ષે સોનગઢ આવી, લાંબો સમય પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો તથા તત્ત્વચર્ચાનો અલભ્ય લાભ તેઓ લઈ રહ્યા છે. તેઓ શાંત, સરળ સ્વભાવી, વૈરાગ્યભાવનાવંત, અધ્યાત્મરસિક સજ્જન છે, તેમણે આ અધ્યાત્મશાસ્ત્રનો ગુજરાતી અનુવાદ અત્યંત ખંત અને ચીવટપૂર્વક તદ્દન નિસ્પૃહભાવે કરી આપ્યો છે. તે માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને આભાર પ્રદર્શિત કરવા સાથે આવાં સત્કાર્યો તેમના દ્વારા થતાં રહે એમ અંતરથી ઇચ્છીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશનકાર્યમાં શ્રીયુત નવનીતભાઈ સી. ઝવેરીએ સારું પ્રોત્સાહન આપ્યું છે અને શ્રીયુત્ હિંમતલાલ છોટાલાલ શાહે ગ્રંથ છપાવવાના કાર્યમાં સહાય કરી છે, તેથી તે બંનેનો આભાર માનીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશનાર્થે કલોલના ઉદારચિત્ત સદ્ધર્મપ્રેમી સ્વ. શ્રીયુત વાડીલાલભાઈ જગજીવનદાસ તરફથી રુ. ૨૦૦૧ની સહાયતા મળી છે તે બદલ તેમને તથા તેમના કુટુંબીજનોને ધન્યવાદ.
Page -23 of 170
PDF/HTML Page 6 of 199
single page version
વળી મુમુક્ષુઓ આ ગ્રંથનો વિશેષ લાભ લઈ શકે એ હેતુને લક્ષમાં રાખીને આ ગ્રંથની કિંમત ઘટાડવા માટે શ્રી બચુભાઈ હેમાણી, કલકત્તાવાળા તરફથી રુ. ૧૦૦૦) મળ્યા છે તે માટે તેમનો આભાર માનવામાં આવે છે.
વસંત પ્રિન્ટીંગ પ્રેસ–અમદાવાદના વ્યવસ્થાપક શ્રી જયંતિલાલ દલાલે કુશળતાપૂર્વક આ ગ્રંથનું સુંદર છપાઈ આદિ કાર્ય કરી આપ્યું છે તે માટે તેમનો પણ આભાર માનીએ છીએ.
પરમપદની પ્રાપ્તિનો માર્ગ દર્શાવનાર આ શાસ્ત્રનાં સારી રીતે અધ્યયન તથા અનુભવ કરીને જગતના જીવો આધિ-વ્યાધિ-ઉપાધિ રહિત પરમ જ્ઞાનાત્મક સમાધિની પ્રાપ્તિ કરો એવી ભાવના ભાવીએ છીએ.
સોનગઢ, તા. ૧-૪-૬૬
મહાનસમર્થ આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિતંત્ર’ની ચોથી આવૃત્તિ ખપી જવાથી આ પાંચમી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. પરમપૂજ્ય પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના સ્વાનુભૂતિપ્રધાન સદુપદેશથી તથા તદ્ભક્ત પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં આત્માર્થપોષક અંતર સાધનામય પવિત્ર જીવન અને દેવગુરુ–ઉપકારભીના અધ્યાત્મ ઉપદેશથી જીવોને ભવાંત કરવાની રુચિનાં જે બીજ રોપાઈ-પાંગરી રહ્યા છે, તેના પ્રતાપે જ ટ્રસ્ટ તરફથી દિનોદિન પ્રકાશન વૃદ્ધિંગત બની રહ્યું છે. આ બધોય પ્રતાપ બન્ને ધર્માત્માઓનો જ છે. જીવો આ પ્રકાશનથી વૈરાગ્ય વધારી આત્મહિતનો પુરુષાર્થ કરે, એ જ ભાવના સાથે– વિ.સં. ૨૦૭૦ તા. ૧૨-૮-૨૦૧૪
Page -22 of 170
PDF/HTML Page 7 of 199
single page version
શ્રી પૂજ્યપાદ આચાર્યે આ ગ્રન્થમાં જીવની ત્રણ અવસ્થાઓ–બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સુંદર રીતે નિરુપણ કર્યું છે અને બહિરાત્માવસ્થા છોડી અન્તરાત્માવસ્થા દ્વારા પરમાત્મપદની પ્રાપ્તિ કેવી રીતે થાય તેનો ઉપાય સૂચવ્યો છે. સ્વ-પરના ભેદવિજ્ઞાન વિના અન્તરાત્મપણું પ્રગટ થઈ શકે નહીં, તેથી આચાર્યદેવે આ ગ્રન્થમાં ભેદ-વિજ્ઞાનનું મહત્વ વિશેષપણે સમજાવ્યું છે.
આચાર્યદેવે આધ્યાત્મિક રસસાગરને આ નાના ગ્રન્થ–ગાગરમાં અતિ કલાપૂર્ણ કૌશલ્યથી ભરી દીધો છે. તેમાં ભેદજ્ઞાનનો ધ્વનિ પ્રત્યેક શ્લોકમાં ગુંજી રહ્યો છે. ભેદજ્ઞાનની ભાવના અને તેના અભ્યાસ માટે તે પૂરતી સામગ્રી પૂરી પાડે છે અને અભ્યાસીને આગળ વધવા માટે સારી પ્રેરણા આપે છે. આધ્યાત્મિક ભાવનાનો આ એક અત્યુત્તમ ગ્રન્થ છે.
પરમાત્મપદની પ્રાપ્તિ ભેદવિજ્ઞાન દ્વારા જ થઈ શકે, બીજી કોઈ રીતે થઈ શકે નહિ,– એ બાબત ઉપર ગ્રન્થકારે આગમ, યુક્તિ અને જાત અનુભવદ્વારા પોતાની અનોખી, રોચક, હૃદયગ્રાહી, સરળ શૈલીમાં સુંદર રીતે પ્રકાશ પાડયો છે.
આ ગ્રન્થના અભ્યાસથી ચિત્ત અતિ પ્રફુલ્લિત બને છે અને અનાદિકાળથી અજ્ઞાનવશ થતી ભૂલોની પરંપરાનો પદે પદે બોધ થાય છે. ભેદવિજ્ઞાન દ્વારા તે ભૂલો ટાળી પરમપદની પ્રાપ્તિ કેમ કરવી તેની માર્ગદર્શનપૂર્વક પ્રેરણા, આચાર્યે સચોટ ભાવવાહી શબ્દોમાં કરી છે. આ ગ્રન્થના ભાવપૂર્વક વાંચન, વિચાર અને મનનથી ભવદુઃખથી સંતપ્ત થયેલા જીવોને આત્મશાંતિ થયા વગર રહેશે નહિ. ગ્રન્થની એ એક અદ્ભુત ખૂબી છે.
આચાર્યદેવે આ ગ્રન્થની રચના મોક્ષમાર્ગના અભિલાષી જીવોને લક્ષમાં રાખીને કરી છે–એ વાત શ્લોક (૩) ઉપરથી જણાઈ આવે છે.
અંતિમ શ્લોક (૧૦૫)માં ગ્રન્થનો ઉપસંહાર કરતાં આચાર્યદેવે ગ્રન્થના નામ– ‘સમાધિતંત્ર’નો નિર્દેશ કરી તેની ઉપયોગિતા દર્શાવતાં કહ્યું છે કે આ મોક્ષમાર્ગભૂત ગ્રન્થનો સારી રીતે અભ્યાસ કરી તથા તેને અનુભવમાં ઉતારી, પરમાત્મામાં નિષ્ઠાવાન જીવ પરમપદની- પરમસુખની પ્રાપ્તિ કરી શકે છે.
આ ગ્રન્થમાં આત્મ-વિષયને સ્પષ્ટ કરવા માટે એકાર્થવાચક ભિન્ન ભિન્ન શબ્દોનો સુંદર શૈલીમાં જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે જોતાં, સાહિત્યદ્રષ્ટિએ પણ ગ્રન્થની મહત્તા વિશેષ પ્રતિભાસે છે. રચનાચાતુર્ય અને શબ્દપ્રયોગનું કૌશલ્યાદિ કર્તાનું સંસ્કૃતભાષાનું અગાધ જ્ઞાન પ્રગટ કરે છે.
Page -21 of 170
PDF/HTML Page 8 of 199
single page version
પ્રસ્તુત ગ્રંથ ભાષા–સૌષ્ઠવ, પદ્ય-રચના અને સાહિત્યગુણોની દ્રષ્ટિએ જૈન સાહિત્યમાં એક વિશિષ્ઠ–અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે.
આ ગ્રન્થના સંસ્કૃત-ટીકાકાર શ્રી પ્રભાચંદ્ર પોતાની ટીકા-પ્રશસ્તિમાં, ગ્રન્થના અપરનામ ‘સમાધિશતક’નો ઉલ્લેખ કર્યો છે. આથી પ્રસ્તુત ગ્રંથ, ‘સમાધિતંત્ર’ અને ‘સમાધિશતક’ — એ બંને નામોથી જૈન સમાજમાં પ્રસિદ્ધ છે.
શ્રી પૂજ્યપાદાચાર્ય મૂલસંઘ–અન્તર્ગત નન્દિસંઘના પ્રધાન આચાર્ય હતા. તેઓ સુપ્રસિદ્ધ, બહુ પ્રતિભાશાળી, પ્રખર તાર્કિક વિદ્વાન્ અને મહાન તપસ્વી હતા. સમય :
શ્રવણ બેલ્ગોલના શિલાલેખ નં. ૪૦ (૧૦૮)મા ઉલ્લેખ છે કે તેઓ શ્રી સમંતભદ્રાચાર્યની પછી થયા અને તેઓ તેમના મતાનુયાયી હતા.
તેમણે પોતાના ‘જૈનેન્દ્ર વ્યાકરણ’માં
ઉલ્લેખ કર્યો છે. તે પણ બતાવે છે કે શ્રી સમન્તભદ્રાચાર્ય તેમના પૂર્વાગામી હતા.
વિદ્વાનોના મત પ્રમાણે શ્રી સમન્તભદ્રાચાર્ય ઈ.સ. ૨૦૦માં–બીજી શતાબ્દિમાં થઈ ગયા. શ્રી ભટ્ટાકલંકદેવે (સમય–ઈ.સ. ૬૨૦ થી ૬૮૦) પોતાની ‘તત્ત્વાર્થરાજવાર્તિક’માં અને શ્રી વિદ્યાનંદે (સમય ઈ.સ. ૭૭૫ થી ૮૦૦) પોતાની ‘તત્ત્વાર્થશ્લોકવાર્તિક’ ટીકામાં, શ્રી પૂજ્યપાદ રચિત ‘સર્વાર્થસિદ્ધિ’નાં વાક્યોનો ઉપયોગ અને અનુસરણ કર્યું છે. આથી અનુમાન થાય છે કે શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રી ભટ્ટાકલંકદેવની પહેલાં અર્થાત્ ઈ.સ. ૬૨૦ પહેલાં થઈ ગયા હોવા જોઈએ.
આ બંને આધારોથી સાબિત થાય છે કે તેઓ ઈ.સ. ૨૦૦ અને ઈ.સ. ૬૨૦ની વચ્ચેના કાળમાં થઈ ગયા.
શિલાલેખો અને ઉપલબ્ધ જૈન સાહિત્ય ઉપરથી વિદ્વાનોએ નક્કી કર્યું છે કે આ સુપ્રસિદ્ધ આચાર્ય ઈ.સ. પાંચમી શતાબ્દિમાં અને વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થઈ ગયા. નિવાસસ્થાન અને માતા–પિતાદિ :
તેઓ કર્ણાટક દેશના નિવાસી હતા. કન્નડ ભાષામાં લખેલા ‘પૂજ્યપાદચરિતે’ તથા ‘રાજાવલીકથે’ નામના ગ્રંથોમાં તેમના પિતાનું નામ ‘માધવભટ્ટ’ અને માતાનું નામ ‘શ્રીદેવી’ આપ્યું છે અને લખ્યું છે કે તેઓ બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થયા હતા.
શ્રી દેવસેનાચાર્યકૃત ‘દર્શનસાર’માં લખ્યું છે કે તેમના એક વજ્રનંદી નામના શિષ્યે વિ.સં. ૫૨૬મા દ્રાવિડ સંઘની સ્થાપના કરી.
Page -20 of 170
PDF/HTML Page 9 of 199
single page version
તેમનું નામ :
તેમનું દીક્ષા નામ દેવનન્દી હતું; અને પાછળથી તેઓ પૂજ્યપાદ, જિનેન્દ્રબુદ્ધિ આદિ અપર નામોથી લોકમાં પ્રસિદ્ધ થયા.
શ્રવણ બેલ્ગોલાના શિલાલેખમાં ઉલ્લેખ છે કે–
बुद्धया पुनर्विंपुलया स जिनेन्द्रबुद्धिः ।
यत्पूजितः पदयुगे वनदेवताभिः ।।
ઉપરોક્ત લેખોથી જણાય છે કે તેઓ ત્રણ નામ–દેવનન્દી, જિનેન્દ્રબુદ્ધિ અને પૂજ્યપાદથી પ્રસિદ્ધ હતા. દેવનન્દી–એ તેમના ગુરુએ આપેલું દીક્ષાનામ છે, બુદ્ધિની પ્રકર્ષતા– વિપુલતાના કારણે તેઓએ પાછળથી ‘જિનેન્દ્રબુદ્ધિ’–એ નામ પ્રાપ્ત કર્યું અને તેમના ચરણયુગલની દેવતાઓએ પૂજા કરી તેથી બુધજનોએ તેમને ‘પૂજ્યપાદ’ નામથી વિભૂષિત કર્યા. તેમની અદ્ભુત જીવન-ઘટનાઓ :
નીચેના શિલાલેખો તેમના જીવન ઉપર સારો પ્રકાશ પાડે છે :–
ઉપરોક્ત શિલાલેખોમાં દર્શાવ્યું છે કે—
Page -19 of 170
PDF/HTML Page 10 of 199
single page version
શ્રી પૂજ્યપાદે ધર્મરાજ્યનો ઉદ્ધાર કર્યો, દેવોના અધિપતિઓએ તેમનું પાદપૂજન કર્યું તેથી તેઓ પૂજ્યપાદ કહેવાયા, તેમના દ્વારા ઉદ્ધાર પામેલાં શાસ્ત્રો આજે પણ તેમના વિદ્યાવિશારદ ગુણોનું કીર્તિગાન કરે છે. તેઓ જિનવત્ વિશ્વબુદ્ધિના ધારક હતા અર્થાત્ સમસ્ત શાસ્ત્ર-વિષયોમાં પારંગત હતા. તેમણે કામદેવને જીત્યો હતો તેથી કૃતકૃત્યભાવધારી ઉચ્ચ કોટિના યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ નામે વર્ણવ્યા છે.
વળી આ શિલાલેખમાં એવો પણ ઉલ્લેખ છે કે–- (૧) તેઓ અદ્વિતીય ઔષધ-ઋદ્ધિના ધારક હતા, (૨) વિદેહક્ષેત્રસ્થિત જિનેન્દ્ર ભગવાનના દર્શનથી તેમનું ગાત્ર પવિત્ર થઈ ગયું હતું; (૩) તેમના પાદોદક (ચરણ-જલ)ના સ્પર્શથી એક વખત લોઢું પણ સોનું થઈ ગયું હતું. આ ઉપરાંત ઘોર તપશ્ચર્યાદિથી તેમની આંખનું તેજ નષ્ટ થયું હતું, પરંતુ ‘શાન્ત્યષ્ટક’ના એકાગ્રતાપૂર્વક પાઠથી નેત્ર-તેજ પુન: પ્રાપ્ત થયું હતું.
મહા યોગીઓને માટે આવી ઘટનાઓ અસંભવિત નથી. ગ્રન્થરચના :
શ્રી પૂજ્યપાદસ્વામીએ જે ગ્રન્થો રચ્યા છે તેમાં ‘જૈનેન્દ્ર વ્યાકરણ’, શબ્દાવતાર, સર્વાર્થસિદ્ધિ, સમાધિતંત્ર, ઇષ્ટોપદેશ ગ્રન્થો પ્રમુખસ્થાને છે. નીચેના શિલાલેખથી તેમના રચિત ગ્રન્થોનો ખ્યાલ આવે છે—
सिद्धान्ते निपुणत्वमुद्धकवितां जैनाभिषेकः स्वकः ।
माख्यातीह स पूज्यपादमुनिषः पूज्यो मुनीनां गणैः ।।४।। (–શ્ર.શિ.લે.નં. ૪૦)
જેમનું ‘જૈનેન્દ્ર વ્યાકરણ’ શબ્દશાસ્ત્રોમાં પોતાના અનુપમ સ્થાનને, ‘સર્વાર્થસિદ્ધિ’ સિદ્ધાન્તમાં પરમ નિપુણતાને, ‘જૈનાભિષેક’ ઉચ્ચ કક્ષાની કવિતાને, ‘છન્દશાસ્ત્ર’ બુદ્ધિની સૂક્ષ્મતા (રચનાચાતુર્ય)ને અને ‘સમાધિશતક’ સ્વાત્મસ્થિતિ (સ્થિતપ્રજ્ઞતા)ને સંસારમાં વિદ્વાનો પ્રતિ જાહેર કરે છે, તે પૂજ્યપાદ મુનીન્દ્ર મુનિગણોથી પૂજનીય છે. જૈનેન્દ્ર વ્યાકરણ :
આ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ છે. તેના સૂત્રોના લાઘવાદિના કારણે તેનું મહત્વ ઘણું છે અને તેથી તેણે લોકમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ભારતમાં આઠ પ્રમુખ શાબ્દિકોમાં વ્યાકરણના કર્તા શ્રી પૂજ્યપાદ સ્વામીની સારી ગણના છે.
Page -18 of 170
PDF/HTML Page 11 of 199
single page version
સર્વ વ્યાકરણોમાં, શ્રી પૂજ્યપાદ સ્વયં વિદ્વાનોના અધિપતિ હતા, અર્થાત્ સર્વ વ્યાકરણ પંડિતોમાં શિરોમણિ હતા. શબ્દાવતાર :
આ પણ વ્યાકરણનો ગ્રન્થ છે. તે પ્રખ્યાત વૈયાકરણ પાણિનીના વ્યાકરણ ઉપર લખેલો ‘શબ્દાવતાર’ નામનો ન્યાસ છે. ‘નગર’ તાલુકાના શિલાલેખમાં તેનો ઉલ્લેખ છે. સર્વાર્થસિદ્ધિ :
શ્રી ઉમાસ્વામી રચિત ‘તત્ત્વાર્થસૂત્ર’ની સંસ્કૃત ટીકારુપે આ ગ્રન્થ છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ની આ સૌથી પ્રથમ ટીકા છે. તેની પછી શ્રી અકલંકદેવે ‘તત્ત્વાર્થ રાજવાર્તિક’ અને શ્રી વિદ્યાનંદે ‘તત્ત્વાર્થશ્લોક’ નામની ટીકાઓ લખી. આ ટીકાઓમાં ‘સર્વાર્થસિદ્ધિ’નો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનું ઠીક પ્રમાણમાં અનુસરણ કરવામાં આવ્યું છે. સિદ્ધાંત ગ્રન્થોમાં આ ગ્રન્થ બહુ જ પ્રમાણભૂત ગણાય છે અને જૈન સમાજમાં તેનું સારું મહત્વ અંકાય છે. સમાધિતંત્ર અને ઇષ્ટોપદેશ :
આ બંને આધ્યાત્મિક ગ્રન્થો છે. સમાધિતંત્રનું અપરનામ સમાધિશતક છે. તેની સં. ટીકા શ્રી પ્રભાચંદ્રે કરી છે અને ઇષ્ટોપદેશની સં. ટીકા પં. આશાધરજીએ કરી છે. બંને ગ્રંથો જૈન- સમાજમાં સુપ્રસિદ્ધ છે.
શ્રી પૂજ્યપાદાચાર્યે ‘સમાધિતંત્ર’માં શ્રી કુંદકુંદાચાર્ય જેવા પ્રાચીન આચાર્યોનાં આગમવાક્યોનું સફળતાપૂર્વક અનુસરણ કર્યું છે. મોક્ષપાહુડ, સમયસારાદિ આધ્યાત્મિક શાસ્ત્રોનો આંશિક પ્રતિધ્વનિ, આ ગ્રન્થમાં તુલનાત્મક દ્રષ્ટિવાળાને જરુર જણાયા વગર રહેશે નહિ.
શિલાલેખો, ઉપલબ્ધ ગ્રન્થો અને ઐતિહાસિક ગવેષણાથી જ્ઞાત થાય છે કે પૂજ્યપાદસ્વામી એક સુપ્રતિષ્ઠિત જૈન આચાર્ય, અદ્વિતીય વૈયાકરણ, મહાન દાર્શનિક, ધુરંધરકવિ, મહાન તપસ્વી અને યુગપ્રધાન યોગીન્દ્ર હતા. મહત્ત્વના વિષયો ઉપર તેમણે જે ગ્રન્થો રચ્યા છે તે તેમની અપાર વિદ્વત્તાની સાક્ષી પૂરે છે.
તેમના દિગંતવ્યાપી યશ અને વિદ્વત્તાથી આકર્ષાઈ કર્ણાટકના ઈ.સ. ૮મી, ૯મી, ૧૦મી શતાબ્દિના પ્રાય: સર્વ પ્રાચીન વિદ્વાન કવિઓએ પોતપોતાના ગ્રન્થોમાં બહુ ભક્તિ–ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી તેમની મુક્તકંઠે ખૂબ ખૂબ પ્રશંસા કરી છે.
Page -17 of 170
PDF/HTML Page 12 of 199
single page version
પ્રસ્તુત ગ્રન્થની સંસ્કૃત ટીકાને અંતે આપેલી પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે શ્રી પ્રભાચન્દ્ર (પ્રભેન્દુ) આ ગ્રંથના સંસ્કૃત ટીકાકાર છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે તેઓ ‘શ્રી સમન્તભદ્રાચાર્ય’ રચિત ‘રત્નકરંડ-શ્રાવકાચાર’ના પણ સંસ્કૃત ટીકાકાર છે. તેમણે સમાધિતંત્રના (સમાધિશતકના) પ્રત્યેક શ્લોકમાં ગર્ભિત રહેલા ભાવને (હાર્દને) સરળ સંસ્કૃત ભાષામાં સારી રીતે વ્યક્ત કર્યો છે.
તેમનો સમય, સ્થાન, ગુરુ, માતા-પિતાદિના સંબંધમાં યોગ્ય સંશોધન થવાની જરુર છે. આ ગ્રન્થમાં તેમની સંસ્કૃત ટીકાનો શબ્દશ: ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે.
કેટલાંક વર્ષ ઉપર પરમ પૂજ્ય આત્મજ્ઞ સંત શ્રી કાનજીસ્વામીનાં, આ આધ્યાત્મિક ગ્રન્થ ઉપર સોનગઢમાં, પ્રવચનો થયેલાં. મને તે પૂરેપૂરાં સાંભળવાની અલભ્ય તક મળેલી. હું તેઓશ્રીનાં પ્રવચનોથી પ્રભાવિત થયો અને વિચાર સ્ફૂર્યો કે આવા ગ્રન્થનો ગુજરાતી અનુવાદ કરવામાં આવે તો, વિદ્વાન ગ્રન્થકર્તાના આધ્યાત્મિક જ્ઞાનથી જૈન સમાજ વંચિત રહે નહિ. આ વિચાર કેટલાંક વર્ષો સુધી ઘોળાયા કર્યો. આખરે મિત્રો અને સ્નેહીઓની સલાહ અને સહાનુભૂતિથી એ વિચાર બે વર્ષ ઉપર અનુવાદરુપે પરિણમ્યો.
ખરું કહું, તો આ અનુવાદના મૂળ પ્રેરકરુપ શ્રી સ્વામીજીનાં પ્રવચનો જ છે. તેથી અત્યંત આભારપૂર્વક હું તેઓશ્રી પ્રત્યે સાદર ભક્તિભાવ પ્રગટ કરું છું.
મેં મારો વિચાર માન્યવર મુરબ્બી શ્રીયુત રામજીભાઈ માણેકચંદ દોશી, વકીલ આગળ રજૂ કર્યો અને કરેલા અનુવાદને તપાસી જવાને તેઓશ્રીને વિનંતી કરી. તેમણે ઘણી જ કાળજીપૂર્વક તે અનુવાદને આદિથી અંત સુધી–પ્રત્યેક શ્લોકનો અન્વયાર્થ, સંસ્કૃત ટીકાનો અનુવાદ, ભાવાર્થ, વગેરે-બરાબર તપાસ્યો અને અમૂલ્ય સૂચનાઓ કરી. સૂચવેલા સુધારા- વધારા સાથે મેં તેઓશ્રીની દેખરેખ નીચે ફરીથી અનુવાદ લખ્યો. આ અનુવાદ પણ તેઓશ્રી ફરીથી તપાસી ગયા. આ રીતે અનુવાદ પાછળ તેમણે લગભગ ત્રણ મહિના જેટલા પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી શ્રમ લીધો. તે માટે હું તેઓશ્રી પ્રતિ કૃતજ્ઞતાભરી લાગણી પૂજ્યભાવ પ્રગટ કરું છું.
આ અનુવાદના પ્રકાશન માટે શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ–સોનગઢના પ્રમુખ શ્રી નવનીતલાલ સી. ઝવેરી (મુંબઈ)ને વિનંતી કરી. તેમને પણ આ ગ્રન્થના અનુવાદની આવશ્યકતા જણાઈ એટલું જ નહિ, પણ તે એક સુંદર ગ્રન્થસ્વરુપ પ્રગટ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી અને બધો અનુવાદ શ્રીયુત ખીમચંદભાઈ જે. શેઠ દ્વારા તપાસાવી લેવા સલાહ આપી. તે પ્રમાણે મેં તેમને વિનંતી કરી. તેમણે મારી વિનંતીને માન આપી બધો અનુવાદ બારીક દ્રષ્ટિએ
Page -16 of 170
PDF/HTML Page 13 of 199
single page version
તપાસી લીધો અને કોઈ કોઈ સ્થળે યોગ્ય સુધારો સૂચવ્યો.
મુખ્યતયા શ્રીયુત રામજીભાઈ અને શ્રીયુત ખીમચંદભાઈના સુપ્રયત્નના ફલસ્વરુપ આ અનુવાદ છે. તે માટે નમ્રભાવે હું તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તેમની સહાય અને પ્રોત્સાહનથી જ આ અનુવાદ પ્રકાશમાં આવવા પામ્યો છે, એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી.
આ ગ્રન્થનો હિન્દી અનુવાદ બ્ર. શ્રી શીતલપ્રસાદજી તથા શ્રીયુત જુગલકિશોર મુખ્તારજીએ કરેલો છે, પરંતુ તેઓએ સંસ્કૃત ટીકાનો શબ્દશ: અનુવાદ નહીં કરતાં ફક્ત ભાવ જ આપ્યો છે. તેનો ગુજરાતી અનુવાદ, સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત, સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય–અમદાવાદ તરફથી પ્રસિદ્ધ થયો છે. તેમણે પાટણ–જૈન ભંડારની હસ્તલિખિત પ્રતના આધારે સંસ્કૃત ટીકાનો અનુવાદ કર્યો છે, પરંતુ ઉપલબ્ધ બીજી દિગમ્બર જૈન હસ્તલિખિત પ્રતો સાથે તેનો કેટલીક જગ્યાએ મેળ બેસતો નથી.
જયપુર તથા દિલ્હી દિ. જૈન ભંડારોની હસ્તલિખિત પ્રતો ઉપરથી શ્રી મુખ્તારજીએ જે સંસ્કૃત ટીકા પ્રગટ કરી છે, તેનો આ ગ્રન્થમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટીકાને ઘણે અંશે મળતી એક વધુ શુદ્ધ હસ્તલિખિત પ્રત મને ઈડર–દિ. જૈન સરસ્વતી ભંડારમાંથી તેના પ્રબંધકર્તાના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે. આ બધી પ્રતોનો આધાર લઈ શબ્દશ: આ ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે અને આ ગ્રંથકર્તા તથા ટીકાકારના ભાવને વધુ સ્પષ્ટ કરવા, તે સાથે ‘ભાવાર્થ’ તથા ‘વિશેષાર્થ’ પણ ઉમેરવામાં આવ્યા છે.
આ કાર્યમાં પ્રત્યક્ષ યા પરોક્ષ સહાય કરનાર વ્યક્તિઓનો તથા દિ. જૈન સંસ્થાઓનો હું આભાર માનું છું.
બ્ર. શ્રી ગુલાબચંદભાઈ તથા બ્ર. શ્રી ચંદુભાઈએ પણ અનુવાદ-કાર્યમાં પ્રોત્સાહન અને સહાનુભૂતિ દર્શાવી છે તથા માર્ગદર્શન કર્યું છે. તે માટે હું તેમનો પણ આભારી છું.
આ સિવાય જે જે ભાઈઓએ મને સહાય કરી છે, તે સર્વેનો હું સમગ્રપણે આભાર માનું છું.
આ અનુવાદ ઉપરોક્ત બે વિદ્વાનો દ્વારા પરિશોધિત હોવા છતાં તેમાં જે કાંઈ સ્ખલના દ્રષ્ટિગોચર પડે તે અનુવાદકની જ છે, એમ સમજવા વિદ્વાન વર્ગને વિનંતી છે.
સોનગઢ (સૌરાષ્ટ્ર) તા. ૩-૪-૧૯૬૬ શ્રી મહાવીર જયંતિ
Page -15 of 170
PDF/HTML Page 14 of 199
single page version
શ્લોકવિષયપૃષ્ઠ ૧.મંગલાચરણ (સિદ્ધાત્માને નમસ્કાર)......................................................... ૧ ૨.મંગલાચરણ (સકલ પરમાત્મા–શ્રી અરિહંતને નમસ્કાર) ................................ ૬ ૩.ગ્રન્થકારની ગ્રન્થરચના માટે પ્રતિજ્ઞા....................................................... ૧૦ ૪.આત્માના ત્રણ ભેદ .......................................................................... ૧૩ ૫.બહિરાત્માદિનાં લક્ષણ ....................................................................... ૧૭ ૬.પરમાત્મા વાચક નામ ....................................................................... ૨૧ ૭.બહિરાત્માની શરીરાદિમાં આત્મબુદ્ધિ ..................................................... ૨૨ ૮-૯.ચતુર્ગતિ સંબંધી શરીરભેદથી જીવભેદની માન્યતા ....................................... ૨૫ ૧૦.બહિરાત્માની અન્ય શરીરમાં માન્યતા ..................................................... ૨૮ ૧૧.શરીરમાં આત્મબુદ્ધિનું પરિણામ............................................................ ૨૯ ૧૨.અવિદ્યાના સંસ્કારનું પરિણામ .............................................................. ૩૧ ૧૩.બહિરાત્મા અને અંતરાત્મામાં કર્તવ્ય ભેદ ................................................ ૩૨ ૧૪.શરીરમાં આત્મબુદ્ધિ માટે ખેદ ............................................................. ૩૪ ૧૫.સંસારદુઃખનું મૂળ ............................................................................ ૩૫ ૧૬.અન્તરાત્માનો પૂર્વ અવસ્થા સંબંધી ખેદ ................................................... ૩૭ ૧૭.આત્મજ્ઞાનનો ઉપાય ......................................................................... ૩૯ ૧૮.અન્તરંગ–બહિરંગ વચન–પ્રવૃત્તિના ત્યાગનો ઉપાય..................................... ૪૦ ૧૯.અન્તર્વિકલ્પોના ત્યાગનો ઉપાય ............................................................ ૪૨ ૨૦.આત્માનું નિર્વિકલ્પ સ્વરુપ .................................................................. ૪૪ ૨૧-૨૨. અન્તરાત્માની આત્મજ્ઞાન પહેલાં અને પછી ચેષ્ટા ..................................૪૬-૪૮ ૨૩.લિંગ-સંખ્યાદિ વિષે ભ્રમ–નિવારણ ........................................................ ૪૯ ૨૪.આત્મસ્વરુપનો અનુભવ .................................................................... ૫૧ ૨૫-૨૬. આત્માનુભવીનો શત્રુ-મિત્ર વિચાર ....................................................૫૨-૫૪ ૨૭.પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય ............................................................. ૫૫ ૨૮.પરમાત્મપદની ભાવનાનું ફળ .............................................................. ૫૬ ૨૯.ભય અને અભયનું સ્થાન ................................................................... ૫૭ ૩૦-૩૧-૩૨. પરમાત્મસ્વરુપની પ્રાપ્તિનો ઉપાય ........................................... ૫૯-૬૦-૬૨ ૩૩.આત્મજ્ઞાન વિના તપશ્ચરણ વ્યર્થ ........................................................... ૬૩ ૩૪.આત્મજ્ઞાનીને તપશ્ચરણનો ખેદ હોતો નથી. .............................................. ૬૫ ૩૫.રાગ-દ્વેષ રહિત મનવાળો જ આત્મદર્શી છે............................................... ૬૭ ૩૬.આત્મતત્ત્વ અને આત્મભ્રાન્તિ .............................................................. ૬૮
Page -14 of 170
PDF/HTML Page 15 of 199
single page version
૩૭.વિક્ષિપ્ત અને અવિક્ષિપ્ત મનનું કારણ ..................................................... ૭૦ ૩૮.વિક્ષિપ્ત અને અવિક્ષિપ્ત મનનું ફળ ....................................................... ૭૨ ૩૯.રાગ-દ્વેષાદિ દૂર કરવાનો ઉપાય ............................................................ ૭૩ ૪૦.શરીરાદિનો પ્રેમ કેવી રીતે દૂર થાય ? ..................................................... ૭૫ ૪૧.આત્મવિભ્રમજ દુઃખ દૂર કરવાનો ઉપાય ................................................. ૭૬ ૪૨.તપથી બહિરાત્મા અને અંતરાત્મા શું ચાહે છે ? ......................................... ૭૮ ૪૩.કર્મબંધન કોણ કરે છે? બહિરાત્મા કે અંતરાત્મા ? ...................................... ૮૦ ૪૪.બહિરાત્મા અને અંતરાત્માના વિચારો ..................................................... ૮૨ ૪૫.અન્તરાત્માને દેહાદિમાં અભેદ-ભ્રાન્તિ કેમ ?............................................. ૮૩ ૪૬.અન્તરાત્મા થયેલી ભ્રાંતિને કેવી રીતે છોડે ? ............................................. ૮૫ ૪૭.બહિરાત્મા અને અન્તરાત્માનો ત્યાગ-ગ્રહણ વિષય ...................................... ૮૬ ૪૮.અન્તરાત્માનો અંતરંગ ત્યાગ-ગ્રહણ ....................................................... ૮૮ ૪૯.બહિરાત્મા અને અંતરાત્માને જગત કેવું ભાસે છે ? ..................................... ૯૦ ૫૦.અન્તરાત્માની ભોજનાદિકમાં કેવી પ્રવૃત્તિ હોય છે ? .................................... ૯૧ ૫૧.અનાસક્ત અન્તરાત્મા આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે છે. ........................ ૯૩ ૫૨.આત્માનુભવ કરનારને દુઃખ-સુખ કેવી રીતે હોય ? ..................................... ૯૪ ૫૩.આત્મસ્વરુપની ભાવના કેવી રીતે કરવી ? ................................................ ૯૬ ૫૪.શરીરાદિમાં ભ્રાન્ત-અભ્રાન્ત મનુષ્યનો વ્યવહાર .......................................... ૯૮ ૫૫.બહિરાત્માની બાહ્ય વિષયમાં આસક્તિ ................................................. ૧૦૦ ૫૬.બહિરાત્માની દશા ......................................................................... ૧૦૨ ૫૭.સ્વ શરીર અને પર શરીરને કેવી રીતે અવલોકવું ? ................................... ૧૦૩ ૫૮.અન્તરાત્મા બહિરાત્માને આત્મતત્ત્વ કેમ બતાવતા નથી. ............................. ૧૦૫ ૫૯.બહિરાત્માને આત્મતત્ત્વમાં રુચિ નથી. .................................................. ૧૦૭ ૬૦.બહિરાત્માને આત્મબોધ કેમ થતો નથી ?............................................... ૧૦૯ ૬૧.અંતરાત્માની શરીરાદિકની શણગારવામાં ઉદાસીનતા ................................. ૧૧૦ ૬૨.સંસાર શાથી ટકે છે ? ..................................................................... ૧૧૨ ૬૩-૬૬. અંતરાત્મા શરીરની અવસ્થાથી આત્માની અવસ્થા માનતો નથી. ............ ૧૧૪-૧૧૮ ૬૭.અન્તરાત્માને મુક્તિની યોગ્યતા .......................................................... ૧૧૮ ૬૮.બહિરાત્માને સંસાર-ભ્રમણનું કારણ ..................................................... ૧૨૦ ૬૯.બહિરાત્મા કોને આત્મા માને છે ?....................................................... ૧૨૨ ૭૦.શરીરથી ભિન્ન આત્મ-ભાવના કરવાનો ઉપદેશ ....................................... ૧૨૩ ૭૧.આત્માની એકાગ્ર ભાવનાનું ફળ ......................................................... ૧૨૪ ૭૨.ચિત્તની સ્થિરતા માટે લોકસંસર્ગનો ત્યાગ .............................................. ૧૨૫
Page -13 of 170
PDF/HTML Page 16 of 199
single page version
૭૩.શું મનુષ્યોનો સંસર્ગ છોડી જંગલમાં વસવું ?........................................... ૧૨૭ ૭૪.આત્મભાવના અને અનાત્મભાવનાનું ફળ .............................................. ૧૨૮ ૭૫.આત્મા જ આત્માનો ગુરુ છે ............................................................. ૧૨૯ ૭૬.બહિરાત્મા મરણથી શાથી ડરે છે ?...................................................... ૧૩૧ ૭૭.અન્તરાત્માની મરણ સમયે નિર્ભયતા .................................................... ૧૩૨ ૭૮.જે વ્યવહારમાં સૂતો તે આત્મવિષયમાં જાગૃત .......................................... ૧૩૪ ૭૯.જે આત્મવિષયમાં જાગૃત હોય છે તે મુક્તિ પામે છે. ................................. ૧૩૬ ૮૦.અન્તરાત્માને જગત યોગ અવસ્થામાં કેવું લાગે છે. ................................... ૧૩૭ ૮૧.આત્માને શરીરાદિથી ભિન્ન ભાળ્યા વિના મુક્તિ નથી................................ ૧૩૯ ૮૨.અન્તરાત્માએ ભેદવિજ્ઞાનની ભાવના કેવી રીતે કરવી ? .............................. ૧૪૦ ૮૩.અવ્રતોની જેમ વ્રતોના વિકલ્પ પણ ત્યાજ્ય છે. ........................................ ૧૪૨ ૮૪.વ્રતોના વિકલ્પોને છોડવાનો ક્રમ ......................................................... ૧૪૩ ૮૫.વિકલ્પજાળના નાશથી પરમપદની પ્રાપ્તિ. .............................................. ૧૪૪ ૮૬.ઉત્પ્રેક્ષા--જાલના નાશનો ક્રમ.............................................................. ૧૪૬ ૮૭.લિંગ--વિકલ્પ મોક્ષનું કારણ નથી. ....................................................... ૧૪૯ ૮૮.જાતિનો આગ્રહ પણ મુક્તિનું કારણ નથી............................................... ૧૫૦ ૮૯.જાતિ સંબંધી આગમ--હઠવાળો પરમપદને પામતા નથી. ............................. ૧૫૧ ૯૦.મોહી જીવોનો શરીરમાં અનુરાગ ........................................................ ૧૫૩ ૯૧.મોહી જીવોનો શરીરમાં દર્શન-વ્યાપારનો વિપર્યાસ .................................... ૧૫૪ ૯૨.સંયોગી અવસ્થામાં અન્તરાત્મા શું કરે છે ? ............................................ ૧૫૫ ૯૩.બહિરાત્મા અને અન્તરાત્માની કઈ દશા ભ્રમરુપ અને કઈ ભ્રમરહિત હોય છે. .. ૧૫૬ ૯૪.બહિરાત્માનું સકલ શાસ્ત્રજ્ઞાન નિષ્ફળ છે. .............................................. ૧૫૯ ૯૫.જ્ઞાતાત્માનું સપ્તાદિ અવસ્થાઓમાં પણ સ્વરુપ સંવેદન ............................... ૧૬૦ ૯૬.ચિત્ત ક્યાં અનાસક્ત હોય છે ? .......................................................... ૧૬૨ ૯૭.ભિન્નાત્માની ઉપાસનાનું ફળ............................................................. ૧૬૩ ૯૮.અભિન્નાત્માની ઉપાસનાનું ફળ .......................................................... ૧૬૪ ૯૯.ભિન્નાભિન્નાત્મભાવનાનો અસ્વીકાર ................................................... ૧૬૬ ૧૦૦.ચાર્વાક--સાંખ્યમતનું નિરસન ............................................................. ૧૬૮ ૧૦૧.શરીરનો નાશ થવા છતાં આત્માનો અવિનાશ.......................................... ૧૭૧ ૧૦૨.મુક્તિ માટે ભેદવિજ્ઞાન સાથે તપશ્ચરણ ................................................. ૧૭૨ ૧૦૩.આત્માની ગતિ-સ્થિતિથી શરીરની ગતિ-સ્થિતિ ......................................... ૧૭૩ ૧૦૪.શરીર--યંત્રોનું આત્મામાં આરોપણ ...................................................... ૧૭૬ ૧૦૫.ગ્રન્થનો ઉપસંહાર .......................................................................... ૧૭૭ ટીકા પ્રશસ્તિ................................................................................ ૧૭૯
Page -12 of 170
PDF/HTML Page 17 of 199
single page version
निर्वाणमार्गममलं विबुधेन्द्रवन्द्यम् ।
वक्ष्ये समाधिशतकं प्रणिपत्य वीरम् ।।
श्रीपूज्यपादस्वामी मुमुक्षूणां मोक्षोपायं मोक्षस्वरूपं चोपदर्शयितुकामो निर्विघ्नतः शास्त्रपरिसमाप्त्यादिकं फलमभिलषन्निष्टदेवताविशेषं नमस्कुर्वन्नाह —
અર્થઃ સિદ્ધ, અનુપમજ્ઞાનવાન્ (અનંતજ્ઞાની), નિર્વાણમાર્ગરૂપ, નિર્મળ (વીતરાગ), દેવેન્દ્રોથી વંદનીય તથા સંસાર – સાગરને પાર કરવા માટે ઉત્કૃષ્ટ નાવરૂપ – એવા વીર જિનેન્દ્ર ભગવાનને પ્રણિપાત કરીને, હું (શ્રીપ્રભાચંદ્ર) સમાધિશતક કહીશ.
શ્રી પૂજ્યપાદસ્વામી (આ સમાધિતંત્રના રચયિતા) મુમુક્ષુઓને મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવવાની કામનાથી તથા નિર્વિઘ્ને શાસ્ત્રની પરિસમાપ્તિ – આદિરૂપ ફલની અભિલાષાથી ઇષ્ટદેવતાવિશેષને નમસ્કાર કરીને કહે છેઃ –
Page -11 of 170
PDF/HTML Page 18 of 199
single page version
टीका — अत्र पूर्वार्द्धेन मोक्षोपाय उत्तरार्द्धेन च मोक्षस्वरूपमुपदर्शितम् । सिद्धात्मने सिद्धपरमेष्ठिने सिद्धः सकलक र्मविप्रमुक्तः स चासावात्मा च तस्मै नमः । येन किं कृतं ? अबुद्ध्यत ज्ञातः । कोऽसौ ? आत्मा । कथं ? आत्मैव । अयमर्थः येन सिद्धात्मनाऽत्रात्मैवाध्यात्मैवा- ध्यात्मत्वेनाबुद्ध्यत न शरीरादिकं कर्मापादितसुरनरनारकतिर्यगादिजीवपर्यायादिकं वा । तथा परत्वेनैव चापरम् । अपरं च शरीरादिकं कर्मजनितमनुष्यादिजीवपर्यायादिकं वा परत्वेनैवात्मनोभेदेनैवाबुद्ध्यत ।
અન્વયાર્થ : (येन) જેનાથી (आत्मा आत्मा एव) આત્મા આત્મા રૂપે જ (अबुध्यत) જણાયો (च) અને (अपरं परत्वेन एव) પર પરરૂપે જ જણાયું (तस्मै) તે (अक्षयानन्तबोधाय) અવિનાશી અનન્ત જ્ઞાનસ્વરૂપ (सिद्धात्मने) સિદ્ધાત્માને (नमः) નમસ્કાર હો!
ટીકા : અહીં પૂર્વાર્ધથી મોક્ષનો ઉપાય અને ઉત્તરાર્ધથી મોક્ષનું સ્વરૂપ દર્શાવ્યું છે.
સિદ્ધાત્માને એટલે સિદ્ધપરમેષ્ઠીને – સિદ્ધ એટલે સર્વ કર્મથી સંપૂર્ણપણે (અત્યંત) મુક્ત એવા આત્માને – નમસ્કાર હો!
જેણે શું કર્યું? જાણ્યો. કોને? આત્માને. કેવી રીતે (જાણ્યો)? આત્મારૂપે જ અર્થ એ છે કે સિદ્ધાત્માએ અહીં આત્માને આત્મારૂપે જ અર્થાત્ અધ્યાત્મરૂપે જ જાણ્યો, તેને શરીરાદિક કે કર્મોપાદિત સુર – નર – નારક – તિર્યંચાદિક જીવપર્યાયાદિકરૂપે ન જાણ્યો તથા (જેણે) અન્યને એટલે શરીરાદિક વા કર્મજનિત મનુષ્યાદિ જીવપર્યાયાદિને પરરૂપે અર્થાત્ આત્માથી ભિન્નરૂપે જ જાણ્યા.
કેવા તેમને (નમસ્કાર)? અક્ષય અનંત૧ બોધવાળા – અક્ષય એટલે અવિનશ્વર અને ૧. અનન્ત – ક્ષેત્રની અંતરહિત અને કાલથી અંતરહિત (જુઓ – પંચાસ્તિકાય ગાથા ૧ની સં. ટીકા)
Page -10 of 170
PDF/HTML Page 19 of 199
single page version
तस्मे कथंभूताय ? अक्षयानन्तबोधाय अक्षयोऽविनश्वरोऽनन्तोदेशकालानवच्छिन्न-स्समस्तार्थपरिच्छेदको वा बोधो यस्य तस्मै । एवंविधबोधस्य चानन्तदर्शनसुखवर्यैरविनाभावित्व-सामर्थ्यादनंतचतुष्टयरूपायेति’ गम्यते । ननु चेष्टदेवताविशेषस्य पञ्चपरमेष्ठिरूपत्वात्तदत्र सिद्धात्मन एव कस्माद् ग्रन्थकृता नमस्कारः कृत इति चेत्, ग्रन्थस्य कर्तुर्व्याख्यातुः श्रोतुरनुष्ठातुश्च सिद्धस्वरूपप्राप्त्यर्थत्वात् । यो हि यत्प्राप्त्यर्थी स तं नमस्करोति यथा धनुर्वेदप्राप्त्यर्थी धनुर्वेदविदं नमस्करोति । सिद्धस्वरूपप्राप्त्यर्थी च समाधिशतकशास्त्रस्यकर्ता व्याख्याता श्रोता तदर्थानुष्ठाता चात्मविशेषस्तस्मात्सिद्धात्मानं नमस्करोतीति । सिद्धशब्देनैव चार्हदादीनामपि ग्रहणम् । तेषामपि देशतः सिद्धस्वरूपोपेतत्वात् ।।१।। અનંતર એટલે દેશકાલથી અનવચ્છિન્ન એવા સમસ્ત પદાર્થોના પરિચ્છેદક અર્થાત્ જ્ઞાનવાળા – તેમને (નમસ્કાર). આવા પ્રકારના જ્ઞાન અનંત દર્શન – સુખ – વીર્ય સાથેના અવિનાભાવીપણાના સામર્થ્યને લીધે તેઓ અનંતચતુષ્ટયરૂપ છે એમ બોધ થાય છે.
શંકાઃ ઇષ્ટદેવતા વિશેષ પંચપરમેષ્ઠી હોવા છતાં અહીં ગ્રન્થકર્તાએ સિદ્ધાત્મને જ કેમ નમસ્કાર કર્યા?
સમાધાનઃ ગ્રન્થકર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને અનુષ્ઠાતાને સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન હોવાથી (તેમણે તેમ કર્યું છે) એ જેની પ્રાપ્તિનો અર્થી હોય તે તેને નમસ્કાર કરે છે; જેમ ધનુર્વિદ્યાપ્રાપ્તિનો અર્થી ધનુર્વેદીને નમસ્કાર કરે છે તેમ. તેથી સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિના અર્થી – સમાધિશતક શાસ્ત્રના કર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને તેના અર્થના અનુષ્ઠાતા આત્મવિશેષ – ( – એ સર્વે) સિદ્ધાત્માને નમસ્કાર કરે છે.
‘સિદ્ધ’ શબ્દથી અર્હંતાદિનું પણ ગ્રહણ સમજવું કારણ કે તેમણે પણ દેશતઃ (અંશે) સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. (૧)
ભાવાર્થ : ગ્રન્થકારે શ્લોકના પૂર્વાર્ધમાં સ્વ – પરનું ભેદવિજ્ઞાન તે જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે એમ સૂચવ્યું છે અને તેના ઉત્તરાર્ધમાં ફળસ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાન આનંદરૂપ એવી સિદ્ધદશા તે મોક્ષસ્વરૂપ છે એમ દર્શાવ્યું છે; અર્થાત્ પ્રસ્તુત શ્લોકમાં મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે.
જેમણે આત્માને આત્મારૂપે જ યથાર્થ જાણ્યો છે શરીરાદિ અને સુર નર – નારકાદિ પર્યાયરૂપે જાણ્યો નથી અને પરને પરરૂપે જાણ્યો છે – અર્થાત્ શરીરાદિ અને નર – નારકાદિ પર્યાયને આત્માથી પર જાણ્યા છે, તેવા અવિનાશી અનંતજ્ઞાનસ્વરૂપ સિદ્ધાત્માને અહીં નમસ્કાર કર્યા છે.
Page -9 of 170
PDF/HTML Page 20 of 199
single page version
આત્મા આત્મારૂપે છે અને શરીરાદિ પર પદાર્થોરૂપે નથી તથા શરીરાદિ પર પદાર્થો પરરૂપે છે અને આત્મારૂપે નથી – એવું નિર્ણયપૂર્વક સ્વ – પરનું ભેદવિજ્ઞાન સિદ્ધપદ પામવાનો મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે.
શ્રી સમયસાર ગાથા ૨ની ટીકામાં પણ લખ્યું છે કે –
‘........સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ ઉદય પામે છે......’’
એ પ્રમાણે ભેદજ્ઞાનજ્યોતિ જ કેવળજ્ઞાન પ્રગટ કરવાનું સાધન (ઉપાય) છે.
‘‘પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ – પરનું જ્ઞાન અવશ્ય જોઈએ કારણ કે સ્વ – પરનું જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે?
અથવા સ્વ – પરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું દુઃખ કેવી રીતે દૂર થાય? અથવા પોતાથી ભિન્ન એવા પરમાં આ જીવ અહંકાર – મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ – પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે.
હવે સ્વ – પરનું જ્ઞાન જીવ – અજીવનું જ્ઞાન થતાં જ થાય છે કારણ કે પોતે જીવ છે તથા શરીરાદિક અજીવ છે. જો લક્ષણાદિ વડે જીવ – અજીવની ઓળખાણ થાય તો જ સ્વ – પરનું ભિન્નપણું ભાસે; માટે જીવ – અજીવ જાણવા જોઈએ.....’’૧
‘‘........સર્વે દુઃખોનું મૂળ કારણ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર છે. એ સર્વે દુઃખોનો અભાવ કરવા માટે તેને બે પ્રકારનું ભેદજ્ઞાન કરાવવામાં આવે છે.
જીવ પોતાના ગુણો અને પર્યાયોથી એક છે – અભિન્ન છે તથા પર દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયોથી અત્યંત જુદો છે અર્થાત્ જીવ સ્વદ્રવ્યે સ્વક્ષેત્રે સ્વકાળે અને સ્વભાવે, પર દ્રવ્યનાં દ્રવ્યક્ષેત્રકાળભાવથી અત્યંત જુદો છે. તેથી તે અપેક્ષાએ પર દ્રવ્યો, તેના ગુણો અને ૧. મોક્ષમાર્ગ પ્રકાશક – ગુ. આવૃત્તિ – પૃ. ૮૨