Page -38 of 256
PDF/HTML Page 2 of 296
single page version
Page -37 of 256
PDF/HTML Page 3 of 296
single page version
પ્રથમ આવૃત્તિઃપ્રત ૨૫૦૦વીર સં. ૨૪૮૪વિ. સં. ૨૦૧૪ દ્વિતીય આવૃત્તિઃપ્રત ૧૦૦૦વીર સં. ૨૫૦૨વિ. સં. ૨૦૩૨ તૃતીય આવૃત્તિઃપ્રત ૧૫૦૦વીર સં. ૨૫૦૪વિ. સં. ૨૦૩૪ ચતુર્થ આવૃત્તિઃપ્રત ૨૦૦૦વીર સં. ૨૫૨૯વિ. સં. ૨૦૫૯
આ શાસ્ત્રની પડતર કિંમત રુા. ૬૬=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની
Page -35 of 256
PDF/HTML Page 5 of 296
single page version
અનુવાદ થયો છે, જેઓ શ્રી કુંદકુંદભગવાનના
અસાધારણ ભક્ત છે, પાંચ અસ્તિકાયોમાં સારભૂત
એવા શુદ્ધજીવાસ્તિકાયને અનુભવી જેઓ સ્વ-પર
કલ્યાણ સાધી રહ્યા છે, અને જેમની અનુભવઝરતી
કલ્યાણકારિણી જોરદાર વાણીના પરમ પ્રતાપે પાંચ
અસ્તિકાયોની સ્વતંત્રતાનો સિદ્ધાંત તથા શુદ્ધ-
જીવાસ્તિકાયની અનુભૂતિનો મહિમા ભારતભરમાં
ગાજતો થયો છે, તે પરમપૂજ્ય પરમોપકારી
કલ્યાણમૂર્તિ સદ્ગુરુદેવ(શ્રી કાનજીસ્વામી)ને આ
અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે અર્પણ કરું છું.
Page -34 of 256
PDF/HTML Page 6 of 296
single page version
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જેમાં સાર-સમય શિરતાજ રે,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીનો ૐકારનાદ રે,
વંદું એ ૐકારનાદ રે,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
વાજો મને દિનરાત રે,
Page -33 of 256
PDF/HTML Page 7 of 296
single page version
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત ‘રત્નચતુષ્ટય’માંથી શ્રી સમયસાર, પ્રવચનસાર અને નિયમસારના પ્રકાશન પછી હવે આ ચોથું રત્ન શ્રી પંચાસ્તિકાયસંગ્રહ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરીને આ સંસ્થા હર્ષપૂર્વક મુમુક્ષુઓના હાથમાં મૂકે છે. ગુજરાતી ભાષાના આધ્યાત્મિક સાહિત્યમાં આ ‘રત્નચતુષ્ટય’નું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની સંસ્કૃત ટીકાના અક્ષરશઃ ગુજરાતી અનુવાદ સાથે આ શાસ્ત્ર ગુજરાતી ભાષામાં પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે. મૂળ સૂત્રકાર તથા ટીકાકાર આચાર્યભગવંતોનો પરિચય, તેમ જ શાસ્ત્રના વિષયોનો પરિચય ઉપોદ્ઘાતમાં કરાવવામાં આવ્યો છે, તેથી અહીં તે સંબંધી ઉલ્લેખ નથી કરતા.
પૂજ્ય ગુરુદેવે આ પરમાગમશાસ્ત્ર ઉપર અનેક વાર પ્રવચનો કરીને તેનાં ઊંડાં રહસ્યો ખોલ્યાં છે. આ રીતે અનેક પરમાગમોનો આધ્યાત્મિક મર્મ સમજાવીને તેઓશ્રી ભારતના અનેક મુમુક્ષુ જીવો ઉપર જે પરમ ઉપકાર કરી રહ્યા છે, તે ઉપકાર વાણીથી વ્યક્ત થઈ શકે તેમ નથી. જ્ઞાનપ્રભાવક ગુરુદેવના પ્રતાપે જ જૈનસાહિત્યનાં આવાં આવાં રત્નો આજે મુમુક્ષુઓને પ્રાપ્ત થયાં છે.
શ્રી સમયસાર વગેરે પરમાગમોની જેમ આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમનો ગુજરાતી અનુવાદ પણ પૂજ્ય ગુરુદેવની પ્રેરણા ઝીલીને વિદ્વાન ભાઈ શ્રી હિંમતલાલ જે. શાહે કર્યો છે. આ પવિત્ર શાસ્ત્રોના ગુજરાતી અનુવાદનું મહાકાર્ય કરનાર ભાઈ શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ અધ્યાત્મરસિક વિદ્વાન હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત અને વિવેકી સજ્જ્ન છે, તથા તેમનામાં અધ્યાત્મરસઝરતું મધુર કવિત્વ પણ છે. પવિત્રાત્મા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન ના તેઓ બંધુ છે. તેઓ ઘણાં વર્ષોથી પૂજ્ય ગુરુદેવના પરિચયમાં આવ્યા છે, ને પૂજ્ય ગુરુદેવનાં અધ્યાત્મપ્રવચનોના ઊંડા મનન વડે તેમણે પોતાની આત્માર્થિતાને ઘણું પોષણ આપ્યું છે. તત્ત્વાર્થનાં મૂળ રહસ્યો ઉપરનું તેમનું મનન ઘણું ગહન છે. શાસ્ત્રકાર અને ટીકાકાર મુનિભગવંતોના હૃદયના ઊંડા ભાવોની ગંભીરતાને બરાબર જાળવીને તેમણે આ અક્ષરશઃ અનુવાદ કર્યો છે; તે ઉપરાંત મૂળ સૂત્રોનો ભાવભર્યો મધુર પદ્યાનુવાદ પણ (હરિગીત છંદમાં) તેમણે કર્યો છે, જે આ અનુવાદની મધુરતામાં ખૂબ જ વધારો કરે છે અને સ્વાધ્યાયપ્રેમીઓને ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત જ્યાં જરૂર લાગી ત્યાં ભાવાર્થ દ્વારા કે ફૂટનોટ દ્વારા પણ તેમણે સ્પષ્ટતા કરી
Page -32 of 256
PDF/HTML Page 8 of 296
single page version
છે. આ રીતે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનાં સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહ જેવાં ઉત્તમોત્તમ — ‘રત્નચતુષ્ટય’ — શાસ્ત્રોના અનુવાદનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું છે તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને અત્યંત પરિશ્રમપૂર્વક આવો સુંદર અનુવાદ તૈયાર કરી આપવા બદલ ભાઈશ્રી હિંમતલાલભાઈનો આ સંસ્થા જેટલો આભાર માને તેટલો ઓછો છે. આ અનુવાદ અમૂલ્ય છે...કેમ કે માત્ર પૂજ્ય ગુરુદેવ અને જિનવાણીમાતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રેરાઈને પોતાની અધ્યાત્મરસિકતા વડે તૈયાર કરાયેલા આ અનુવાદનાં મૂલ્ય કેમ આંકી શકાય? આ અનુવાદના મહાન કાર્ય બદલ તેઓશ્રીને અભિનંદનરૂપે કંઈક કીમતી ભેટ આપવાની આ સંસ્થાની ઘણી જ ઉત્કંઠા હતી, અને તે સ્વીકારવા માટે તેમને વારંવાર આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારવાની સ્પષ્ટ ના જ પાડી. તેમની આ નિસ્પૃહતા પણ અત્યંત પ્રશંસનીય છે. લગભગ નવ વર્ષ પહેલાં પ્રવચનસારના અનુવાદ વખતે જ્યારે તેમને ભેટના સ્વીકાર માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે વૈરાગ્યપૂર્વક એવો જવાબ આપ્યો હતો કે ‘‘મારો આત્મા આ સંસાર પરિભ્રમણથી છૂટે એટલે બસ, બીજો કાંઈ બદલો મારે જોઈતો નથી.’’ ઉપોદ્ઘાતમાં પણ પોતાની આ ભાવના વ્યક્ત કરતાં તેઓ લખે છે કેઃ ‘ આ અનુવાદ મેં શ્રી પંચાસ્તિકાયસંગ્રહ પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજ કલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે.’
ભાઈશ્રી હિંમતલાલભાઈને આ અનુવાદકાર્યમાં પ્રતસંશોધન, પ્રૂફરીડિંગ વગેરે નાનાંમોટાં
અનેક કામોમાં ઘણી કીમતી મદદ બ્ર૦ ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે, તે માટે
તેમનો આભાર માનવામાં આવે છે. આ શાસ્ત્રની મૂળ ગાથાઓ તથા તેની સંસ્કૃત ટીકાના સંશોધન
માટે ‘શ્રી દિગંબર જૈન શાસ્ત્રભંડાર’ ઇડર, તથા ‘ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ’ પૂના
તરફથી અમને હસ્તલિખિત પ્રતો મળી છે, તેથી તે બંને સંસ્થાઓનો પણ અત્રે આભાર માનીએ
છીએ. ભાઈશ્રી અમૃતલાલ દેવકરણ વોરાએ પોતાના ‘અમૃત પ્રિન્ટિંગ પ્રેસ’માં ઘણી કાળજી અને
હોંશપૂર્વક આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપ્યું છે તે બદલ તેમનો પણ આભાર માનવામાં આવે છે.
પ્રકાશનમાં કેટલાંક ભાઈબહેનોએ આર્થિક સહાય આપી છે તેથી આની કિંમત ઘટાડીને માત્ર ત્રણ રૂપિયા રાખવામાં આવી છે. આર્થિક સહાય આપનારાં ભાઈબહેનોનો આ ટ્રસ્ટ આભાર માને છે.
મુમુક્ષુ જીવો અતિ બહુમાનપૂર્વક સદ્ગુરુગમે આ પરમાગમનો અભ્યાસ કરીને તેના ઊંડા ભાવોને સમજો...અને શાસ્ત્રના તાત્પર્યભૂત વીતરાગભાવને પ્રાપ્ત કરો...એ જ ભાવના.
વીર સંવત ૨૪૮૪ વિ. સં. ૨૦૧૪ માગશર વદ આઠમ, કુંદકુંદ-આચાર્યપદારોહણ દિન
Page -31 of 256
PDF/HTML Page 9 of 296
single page version
આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્ર ઘણા સમયથી અપ્રાપ્ય હોવાથી અનેક મુમુક્ષુઓની તેના પુનર્મુદ્રણ માટે માગણી ચાલુ હતી, પણ કારણવશાત્ તેનું પુનઃ પ્રકાશન શીઘ્ર થઈ શક્યું નહિ. આજે તેની આ ચોથી આવૃત્તિનું પ્રકાશન કરતાં આનંદ અનુભવાય છે.
આ શાસ્ત્રના ગુજરાતી ગદ્યપદ્યાનુવાદના રચયિતા ઊંડા આદર્શ આત્માર્થી પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ (બી. એસ સી.)નો ઉપોદ્ઘાત શબ્દશઃ આ આવૃત્તિમાં લીધેલ છે. અનુવાદક શ્રી હિંમતભાઈ શાહના શુદ્ધાત્માભિમુખ આધ્યાત્મિક વ્યક્તિત્વનો પરિચય પહેલી આવૃત્તિના ‘પ્રકાશકીય નિવેદન’, ‘ઉપકૃતભાવભીનો અહોભાવ’ અને ‘અભિનંદન-પત્ર’માં વિશદતાથી કરવામાં આવ્યો છે, તેથી અહીં તે વિષે વિશેષ ઉલ્લેખ કર્યો નથી.
આ આવૃત્તિનું મુદ્રણસંશોધન શ્રી હસમુખલાલ પોપટલાલ વોરા (પ્રમુખ), બ્ર૦ શ્રી ચંદુભાઈ ઝોબાળિયા, શ્રી પ્રવીણભાઈ સારાભાઈ શાહ તથા શ્રી મનુભાઈ કામદારે કરી આપેલ છે, તથા મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને સુંદર રીતે કરી આપેલ છે. તે બદલ તે સૌનો આભાર માનીએ છીએ.
આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ પરમાગમ વીતરાગ સર્વજ્ઞ મહાશ્રમણ (પ્રવર્તમાન મહાધર્મતીર્થના મૂળ કર્તા એવા ભગવાન, પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ શ્રી મહાવીરસ્વામી)ના વદનારવિંદમાંથી નીકળેલ અર્થમય છે, તેથી તે સફળ છે. ચતુર્ગતિભ્રમણરૂપ પરતંત્રતાની નિવૃત્તિ અને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સ્વતંત્રતાની પ્રાપ્તિ તેનું ફળ છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવે પ્રવચનની (ભાવ તેમ જ દ્રવ્ય શ્રુતની) ભક્તિથી પ્રેરિત થઈને માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના (દિવ્યધ્વનિના) સારભૂત આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ પરમાગમ પ્રણીત કરેલ છે. આમાં જ્ઞાનસમયની પ્રસિદ્ધિ અર્થે શબ્દસમયના સંબંધથી (શુદ્ધ-જીવાસ્તિકાયપ્રમુખ) અર્થસમય કહેવાનો તેમનો ઇરાદો છે. માટે મુમુક્ષુઓએ નિજ કલ્યાણ માટે આ પરમાગમનો ઊંડાણથી અભ્યાસ કર્તવ્ય છે.
પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ પરમાગમ ઉપર અનેક વાર પ્રવચનો થયેલ, અને મુમુક્ષુઓને તે સાંભળવા મળેલ. હાલમાં ટેપ-અવતીર્ણ પ્રવચનો સાંભળવા મળે છે, તેથી આપણે સૌ તેમના અત્યંત ૠણી છીએ અને તેથી તેમને ઉપકૃતભાવભીનું હાર્દિક વંદન કરીએ છીએ.
આ પરમાગમ શાસ્ત્રમાં દર્શાવેલા ભાવોને યથાર્થ સમજી, અંતરમાં તદનુરૂપ પરિણમન કરી, અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અતીન્દ્રિય આનંદને સર્વે જીવો અનુભવો એવી અંતરથી ભાવના ભાવીએ છીએ. શ્રાવણ વદ ૨, પૂજ્ય બહેનશ્રી ચંપાબેન-૯૦મો જન્મોત્સવ વિ. સં. ૨૦૫૯; ઇ. સ. ૨૦૦૩
Page -30 of 256
PDF/HTML Page 10 of 296
single page version
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ખોયેલું રત્ન પામું, — મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
Page -29 of 256
PDF/HTML Page 11 of 296
single page version
ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ નામનું શાસ્ત્ર ‘દ્વિતીય શ્રુતસ્કંધ’નાં સર્વોત્કૃષ્ટ આગમોમાંનું એક છે.
‘દ્વિતીય શ્રુતસ્કંધ’ની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં પ્રથમ જોઈએઃ
આજથી ૨૪૮૩ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગત્પૂજ્ય પરમભટ્ટારક ભગવાન શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી નિશ્ચયવ્યવહારાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યારપછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની વ્યુચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા — એકનું નામ શ્રી ધરસેન આચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગૂંથ્યાં અને વીર ભગવાનના ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો.
શ્રી ધરસેન આચાર્યને બીજા આગ્રાયણીપૂર્વના પાંચમા વસ્તુ અધિકારના મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૃતનું જ્ઞાન હતું. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યારપછીના આચાર્યો દ્વારા ષટ્ખંડાગમ, ધવલ, મહાધવલ, જયધવલ, ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં મુખ્યત્વે જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસારપર્યાયનું — ગુણસ્થાન, માર્ગણાસ્થાન
Page -28 of 256
PDF/HTML Page 12 of 296
single page version
આદિનું — વર્ણન છે, પર્યાયાર્થિક નયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધ- દ્રવ્યાર્થિક પણ કહે છે અને અધ્યાત્મભાષાથી અશુદ્ધનિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
શ્રી ગુણધર આચાર્યને પાંચમા જ્ઞાનપ્રવાદપૂર્વના દશમા વસ્તુના ત્રીજા પ્રાભૃતનું જ્ઞાન હતું. તે જ્ઞાનમાંથી ત્યારપછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં એકંદરે જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. ‘मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कु न्दकु न्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।’ – એ શ્લોક દરેક દિગંબર જૈન શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગલાચરણરૂપે બોલે છે. આ પરથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાનાં પરમાગમોમાં તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં ❀કહે છે કે ‘‘વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં જઈને શ્રી પદ્મનંદિનાથે (કુંદકુંદાચાર્યદેવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?’’ બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છેઃ ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય — એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલવાની જેમને ૠદ્ધિ હતી, જેમણે પૂર્વ વિદેહમાં જઈને ❀ મૂળ શ્લોક માટે ૨૦ મું પાનું જુઓ.
Page -27 of 256
PDF/HTML Page 13 of 296
single page version
સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) તેમણે રચેલા આ ષટ્પ્રાભૃત ગ્રંથમાં........સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ.’’ આમ ષટ્પ્રાભૃતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે.
કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે છે; ૨શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે.
ભગવાન કુંદકુંદાચાર્યનાં રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં વિદ્યમાન છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહ નામનાં ઉત્તમોત્તમ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દ્રષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી — આગમ, યુક્તિ, અનુભવ અને પરંપરાથી — અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. શ્રી પ્રવચનસારમાં તેના નામ અનુસાર જિનપ્રવચનનો સાર સંઘર્યો છે અને તેને જ્ઞાનતત્ત્વ, જ્ઞેયતત્ત્વ અને ચરણાનુયોગના ત્રણ અધિકારોમાં વિભાજિત કર્યું છે. શ્રી નિયમસારમાં મોક્ષમાર્ગનું સ્પષ્ટ સત્યાર્થ નિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધનયથી નવ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત્ત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ વગેરેનું વર્ણન છે. શ્રી પંચાસ્તિકાયસંગ્રહમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું (અર્થાત્ છ દ્રવ્યોનું) અને નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે. ૧. ભગવાન કુંદકુંદાચાર્યદેવના વિદેહગમન સંબંધી એક ઉલ્લેખ (લગભગ વિક્રમ સંવતના ૧૩મા
૨. શિલાલેખોના નમૂના માટે ૧૯મું પાનું જુઓ.
Page -26 of 256
PDF/HTML Page 14 of 296
single page version
આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમ શરૂ કરતાં શાસ્ત્રકર્તાએ તેને ‘સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદક, ચતુર્ગતિનાશક અને નિર્વાણનું કારણ’ કહ્યું છે. તેમાં કહેલા વસ્તુતત્ત્વનો સાર આ પ્રમાણે છેઃ —
વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ — અવસ્થાઓ — પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત્ તેની શક્તિઓમાંથી એક પણ ઘટતી – વધતી નથી. વસ્તુઓની ( – દ્રવ્યોની) ભિન્નભિન્ન શક્તિઓની અપેક્ષાએ તેમની ( – દ્રવ્યોની) છ જાતિઓ છેઃ જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેનામાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો ( – શક્તિઓ) હોય છે તે જીવદ્રવ્ય છે; જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત ગુણો હોય છે તે પુદ્ગલદ્રવ્ય છે; બાકીનાં ચાર દ્રવ્યોના વિશિષ્ટ ગુણો અનુક્રમે ગતિહેતુત્વ, સ્થિતિહેતુત્વ, અવગાહહેતુત્વ અને વર્તનાહેતુત્વ છે. આ છ દ્રવ્યોમાંથી પહેલાં પાંચ દ્રવ્યો સત્ હોવાથી તેમ જ શક્તિ અથવા વ્યક્તિ-અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળાં હોવાથી ‘અસ્તિકાય’ છે; કાળદ્રવ્ય ‘અસ્તિ’ છે પણ ‘કાય’ નથી.
જિનેંદ્રના જ્ઞાનદર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો — અનંત જીવદ્રવ્યો, અનંતાનંત પુદ્ગલદ્રવ્યો, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, એક આકાશદ્રવ્ય અને અસંખ્ય કાળદ્રવ્યો — સ્વયં પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્દન સ્વતંત્ર છે; તેઓ એકબીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય વગેરે જીવોમાં જીવ-પુદ્ગલ જાણે કે મળી ગયાં હોય એમ લાગે છે પણ ખરેખર એમ નથી; તેઓ તદ્દન પૃથક્ છે. સર્વ જીવો અનંત જ્ઞાનસુખના નિધિ હોવા છતાં, પર દ્વારા તેમને કાંઈ સુખદુઃખ નહિ થતું હોવા છતાં, સંસારી અજ્ઞાની જીવ અનાદિ કાળથી સ્વતઃ અજ્ઞાનપર્યાયે પરિણમી પોતાના જ્ઞાનાનંદસ્વભાવને, પરિપૂર્ણતાને, સ્વાતંત્ર્યને અને અસ્તિત્વને પણ ભૂલી રહ્યો છે તથા પર પદાર્થોને સુખદુઃખના કારણ માની તેમના પ્રત્યે રાગદ્વેષ કર્યા કરે છે; જીવના આવા ભાવોના નિમિત્તે પુદ્ગલો સ્વતઃ જ્ઞાનાવરણાદિકર્મપર્યાયે પરિણમી જીવની સાથે સંયોગમાં આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પૌદ્ગલિક દેહનો સંયોગ થયા કરે
Page -25 of 256
PDF/HTML Page 15 of 296
single page version
છે. પરંતુ જીવ અને દેહના સંયોગમાં પણ જીવ અને પુદ્ગલ તદ્દન પૃથક્ છે અને તેમનાં કાર્યો પણ એકબીજાથી તદ્દન ભિન્ન ને નિરપેક્ષ છે એમ જિનેંદ્રોએ જોયું છે, સમ્યગ્જ્ઞાનીઓએ જાણ્યું છે અને અનુમાનગમ્ય પણ છે. જીવ કેવળ ભ્રાંતિને લીધે જ દેહની દશાથી અને ઇષ્ટાનિષ્ટ પર પદાર્થોથી પોતાને સુખીદુઃખી માને છે. વાસ્તવમાં પોતાના સુખગુણની વિકારી પર્યાયે પરિણમી તે અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે.
જીવ દ્રવ્ય-ગુણે સદા શુદ્ધ હોવા છતાં, તે પર્યાય-અપેક્ષાએ શુભાશુભભાવરૂપે, દેશશુદ્ધિરૂપે, શુદ્ધિની વૃદ્ધિરૂપે અને પૂર્ણશુદ્ધિરૂપે પરિણમે છે તથા તે ભાવોના નિમિત્તે શુભાશુભ પુદ્ગલકર્મોનું આસ્રવણ અને બંધન તથા તેમનું અટકવું, ખરવું અને સર્વથા છૂટવું થાય છે. આ ભાવો સમજાવવા માટે જિનેન્દ્રભગવંતોએ નવ પદાર્થો ઉપદેશ્યા છે. આ નવ પદાર્થો સમ્યક્પણે સમજવાથી, જીવને શું હિતરૂપ છે, શું અહિતરૂપ છે, શાશ્વત પરમ હિત પ્રગટ કરવા જીવે શું કરવું જોઈએ, પર પદાર્થો સાથે પોતાને શો સંબંધ છે — ઇત્યાદિ વાતો યથાર્થપણે સમજાય છે અને પોતાનું સુખ પોતામાં જ જાણી, પોતાના સર્વ પર્યાયોમાં પણ જ્ઞાનાનંદસ્વભાવી નિજ જીવદ્રવ્યસામાન્ય સદા એકરૂપ જાણી, તે અનાદિ-અપ્રાપ્ત એવા કલ્યાણબીજ સમ્યગ્દર્શનને તથા સમ્યગ્જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત થતાં જીવ પોતાને દ્રવ્ય-અપેક્ષાએ કૃતકૃત્ય જાણે છે અને તે કૃતકૃત્ય દ્રવ્યનો પરિપૂર્ણ આશ્રય કરવાથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ - મોક્ષ - થાય છે એમ સમજે છે.
સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવને શુદ્ધાત્મદ્રવ્યનું જે અલ્પ આલંબન થયું હોય છે તે વધતાં અનુક્રમે દેશવિરત શ્રાવકપણું અને મુનિપણું પ્રાપ્ત થાય છે. શ્રાવકને તથા મુનિને શુદ્ધાત્મદ્રવ્યના મધ્યમ આલંબનરૂપ આંશિક શુદ્ધિ હોય છે તે કર્મના અટકવાનું ને ખરવાનું નિમિત્ત થાય છે અને જે અશુદ્ધિરૂપ અંશ હોય છે તે શ્રાવકને દેશવ્રતાદિરૂપે તથા મુનિને મહાવ્રતાદિરૂપે દેખાવ દે છે, જે કર્મબંધનું નિમિત્ત થાય છે. ક્રમે ક્રમે તે જીવ જ્ઞાનાનંદ-સ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યને અતિ ઉગ્રપણે અવલંબી, સર્વ વિકલ્પોથી છૂટી, સર્વ રાગદ્વેષ રહિત થઈ, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિસંયોગથી વિમુક્ત થઈ, સદાકાળ પરિપૂર્ણ જ્ઞાનદર્શનરૂપે અને અતીન્દ્રિય અનંત અવ્યાબાધ આનંદરૂપે રહે છે.
શાસ્ત્રમાં પરમ કરુણાબુદ્ધિથીપ્રસિદ્ધ કરેલા વસ્તુતત્ત્વનો સંક્ષિપ્ત સાર છે. તેમાં જે રીત
વર્ણવી તે સિવાય બીજી
Page -24 of 256
PDF/HTML Page 16 of 296
single page version
કોઈ રીતે જીવ અનાદિ કાળના ભયંકર દુઃખથી છૂટી શકતો નથી. જ્યાં સુધી વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યાં સુધી બીજા લાખ પ્રયત્ને પણ તેને મોક્ષનો ઉપાય હાથ લાગતો નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને નવ પદાર્થનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે કે જેથી જીવ વસ્તુસ્વરૂપને સમજી મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.
અસ્તિકાયો અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગસૂચક ચૂલિકા છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મંદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે. અધ્યાત્મરસિક આત્માર્થી જીવોનો, આ અતિ પ્રિય અધિકાર છે. તેમને આ અધિકારનો રસાસ્વાદ લેતાં જાણે કે તૃપ્તિ જ થતી નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્રનું — સ્વસમયનું — શુદ્ધ મુનિદશાનું — પારમાર્થિક મોક્ષમાર્ગનું ભાવવાહી મધુર પ્રતિપાદન છે, તેમ જ મુનિને સરાગ ચારિત્રની દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવોનો સુમેળ અવશ્ય હોય જ છે તેનો પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની ભાવના ઘોળાયા કરે છે એવા શાસ્ત્રકાર અને ટીકાકાર મુનીંદ્રોએ આ અધિકારમાં જાણે કે શાંત વીતરાગ રસની સરિતા વહાવી છે. ધીરગંભીર ગતિએ વહેતી આ શાંત રસની અધ્યાત્મગંગામાં નહાતાં તત્ત્વજિજ્ઞાસુ ભાવુક જીવો શીતળીભૂત થાય છે અને તેમનું હૃદય શાંત-શાંત થઈ મુનિઓની આત્માનુભવ- મૂલક સહજશુદ્ધ ઉદાસીન દશા પ્રત્યે બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને સમજાય છે કે ‘શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.’
આ પવિત્ર શાસ્ત્રના કર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ પ્રત્યે પૂજ્ય ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ને પારાવાર ભક્તિ છે. તેઓશ્રી અનેક વાર કહે છે કે — ‘શ્રી સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમ કૃપાળુ આચાર્યભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે. પરમ અદ્ભુત સાતિશય અંતર્બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચાવાં શક્ય નથી. એ શાસ્ત્રોની વાણી તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં
Page -23 of 256
PDF/HTML Page 17 of 296
single page version
ગયા હતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલાં સમયસારાદિ શાસ્ત્રોમાં તીર્થંકરદેવના ૐકારધ્વનિમાંથી જ નીકળેલો ઉપદેશ છે.’
આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર સમયવ્યાખ્યા નામની સંસ્કૃત ટીકા લખનાર ( લગભગ વિક્રમ સંવતના ૧૦ મા સૈકામાં થઈ ગયેલા ) શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ છે. જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. તેમણે સમયસારની તથા પ્રવચનસારની ટીકા પણ લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધ્યુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો પણ રચ્યા છે. તેમની ટીકાઓ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. તેમની ટીકાઓ વાંચનારને તેમની અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની અસાધારણ શક્તિ, જિનશાસનનું અત્યંત ઊંડું જ્ઞાન, નિશ્ચય-વ્યવહારનું સંધિબદ્ધ નિરૂપણ કરવાની વિરલ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જાય છે. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યો ગોઠવી દેવાની તેમની શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચકિત કરે છે. તેમની દૈવી ટીકાઓ શ્રુતકેવળીનાં વચનો જેવી છે. જેમ મૂળ શાસ્ત્રકારનાં શાસ્ત્રો અનુભવ – યુક્તિ આદિ સમસ્ત સમૃદ્ધિથી સમૃદ્ધ છે તેમ ટીકાકારની ટીકાઓ પણ તે તે સર્વ સમૃદ્ધિથી વિભૂષિત છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને તેમના ગણધર જેવું કામ કર્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે રચેલાં કાવ્યો પણ અધ્યાત્મરસથી અને આત્મ-અનુભવની મસ્તીથી ભરપૂર છે. શ્રી સમયસારની ટીકામાં આવતાં કાવ્યોએ ( – કળશોએ) શ્રી પદ્મપ્રભદેવ જેવા સમર્થ મુનિવરો પર ઊંડી છાપ પાડી છે અને આજે પણ તે તત્ત્વજ્ઞાનથી અને અધ્યાત્મરસથી ભરેલા મધુર કળશો અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું સ્થાન અદ્વિતીય છે.
પંચાસ્તિકાયસંગ્રહમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૧૭૩ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે સમયવ્યાખ્યા નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. શ્રી પાંડે હેમરાજજીએ સમયવ્યાખ્યાનો ભાવાર્થ ( પ્રાચીન ) હિંદીમાં લખ્યો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષાટીકા રાખ્યું છે. વિ. સં. ૧૯૭૨માં શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા પ્રકાશિત હિંદી
Page -22 of 256
PDF/HTML Page 18 of 296
single page version
પંચાસ્તિકાયમાં મૂળ ગાથાઓ, બંને સંસ્કૃત ટીકાઓ અને શ્રી હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકા ( શ્રી પન્નાલાલજી બાકલીવાલ દ્વારા પ્રચલિત હિંદી ભાષામાં પરિવર્તિત કરાયેલા સ્વરૂપે ) પ્રગટ થયેલ છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી પંચાસ્તિકાયસંગ્રહમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત સમયવ્યાખ્યા ટીકા અને તે ગાથા-ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા ‘ ભાવાર્થ ’ માં અથવ ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. તે સ્પષ્ટતા કરવામાં ઘણાં ઘણાં સ્થળોએ શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ અતિશય ઉપયોગી થઈ છે; કેટલીક જગ્યાએ તો તાત્પર્યવૃત્તિના કોઈ કોઈ ભાગનો અક્ષરશઃ અનુવાદ જ ‘ભાવાર્થ ’ અથવા ફૂટનોટરૂપે લેવામાં આવ્યો છે. શ્રી હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકાનો આધાર પણ કોઈક સ્થળે લીધો છે. શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત પંચાસ્તિકાયમાં છપાયેલી સંસ્કૃત ટીકાને હસ્તલિખિત પ્રતો સાથે મેળવતાં તેમાં ક્યાંક અલ્પ અશુદ્ધિઓ રહી ગયેલી જણાઈ તે આમાં સુધારી લેવામાં આવી છે.
મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણછે. પરમપૂજ્ય સદ્ગુરુદેવના આશ્રય તળે
આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે.
અનુવાદ કરવાની સમસ્ત શક્તિ મને પૂજ્યપાદ સદ્ગુરુદેવ પાસેથી જ મળી છે.
પરમોપકારી સદ્ગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના
આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા
ક્યાંથી પ્રગટત, ભગવાન કુંદકુંદાચાર્યદેવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ મહિમા ક્યાંથી
આવત અને તે શાસ્ત્રોના અર્થ-ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે
અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્ગુરુદેવની
અમૃતવાણીનો ધોધ જ - તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જ - યથાકાળે આ
અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમણે સિંચેલી શક્તિથી અને જેમની હૂંફથી આ ગહન
શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડ્યું હતું અને જેમની કૃપાથી તે નિર્વિઘ્ને પાર
પડ્યો છે તે પરમપૂજ્ય પરમોપકારી સદ્ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ના ચરણારવિંદમાં
અતિ ભક્તિભાવે વંદન કરું છું.
અનુવાદની પૂર્ણાહુતિ કરતાં,ઉપકારવશતાની ઉગ્ર લાગણી અનુભવાય છે.
જેમનાં પવિત્ર જીવન અને બોધ આ
પામરને શ્રી પંચાસ્તિકાયસંગ્રહ પ્રત્યે, પંચાસ્તિકાયસંગ્રહના મહાન કર્તા પ્રત્યે અને
Page -21 of 256
PDF/HTML Page 19 of 296
single page version
પંચાસ્તિકાયસંગ્રહમાં ઉપદેશેલા વીતરાગવિજ્ઞાન પ્રત્યે બહુમાનવૃદ્ધિનાં વિશિષ્ટ નિમિત્ત થયાં છે, એવાં તે પરમપૂજ્ય બહેનશ્રીનાં ચરણકમળમાં આ હૃદય નમે છે.
આ અનુવાદમાં, માનનીય મુરબ્બી વકીલ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી તથા બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાની હાર્દિક મદદ છે. માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈએ પોતાના ભરચક ધાર્મિક વ્યવસાયોમાંથી સમય કાઢીને આખો અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી નાનીમોટી મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. તેમની સલાહ મને બહુ ઉપયોગી થઈ છે. બ્ર૦ ભાઈશ્રી ચંદુલાલભાઈએ આખો અનુવાદ બહુ જ ઝીણવટથી તપાસી ઘણી ઉપયોગી સૂચનાઓ કરી છે, બહુ મહેનત લઈને હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી આપી છે, અનુક્રમણિકા, ગાથાસૂચી, શુદ્ધિપત્રક વગેરે તૈયાર કર્યાં છે, તેમ જ ખૂબ ચોકસાઈથી પ્રૂફ તપાસ્યાં છે — આમ અતિશય પરિશ્રમ ને કાળજીપૂર્વક સર્વતોમુખી સહાય કરી છે. આ રીતે બંનેએ કરેલી હાર્દિક મદદ માટે હું તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમની સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. જે જે ટીકાઓ અને શાસ્ત્રોનો મેં આધાર લીધો છે તે સર્વના કર્તાઓનો પણ હું ૠણી છું.
આ અનુવાદ મેં પંચાસ્તિકાયસંગ્રહ પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજકલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. અનુવાદ કરતાં શાસ્ત્રના મૂળ આશયોમાં કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશયફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્યભગવાન, ટીકાકાર શ્રી અમૃતચંદ્રા- ચાર્યદેવ, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુદેવ અને મુમુક્ષુ વાચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું.
જિનેન્દ્રશાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનારા આ પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરી તેના આશયોને જો જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિનાં અનંત દુઃખોનો નાશ કરી નિર્વાણને પામે. તેના આશયોને સમ્યક્ પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવી ખાસ જરૂરની છેઃ — આ શાસ્ત્રમાં કેટલાંક કથનો સ્વાશ્રિત નિશ્ચયનયનાં છે ( -જેઓ સ્વનું પરથી પૃથક્પણે નિરૂપણ કરે છે) અને કેટલાંક કથનો પરાશ્રિત વ્યવહારનયનાં છે ( – જેઓ સ્વનું પર સાથે ભેળસેળપણે નિરૂપણ કરે છે); વળી કેટલાંક કથનો અભિન્નસાધ્ય-
Page -20 of 256
PDF/HTML Page 20 of 296
single page version
સાધનભાવાશ્રિત નિશ્ચયનયનાં છે અને કેટલાંક ભિન્નસાધ્યસાધન-ભાવાશ્રિત વ્યવહારનયનાં છે. ત્યાં નિશ્ચયકથનોનો તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહારકથનોને અભૂતાર્થ સમજી તેમનો સાચો આશય શો છે તે તારવવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો વિપરીત સમજણ થવાથી મહા અનર્થ થાય. ‘પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. તે પોતાના જ ગુણપર્યાયને અને ઉત્પાદવ્યયધ્રૌવ્યને કરે છે. પરદ્રવ્યને તે ગ્રહી-છોડી શકતું નથી તેમ જ પરદ્રવ્ય તેને ખરેખર કાંઈ લાભનુકસાન કે સહાય કરી શકતું નથી. .....જીવનો શુદ્ધ પર્યાય સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસ્રવ-બંધના કારણભૂત છે.’ -
આવા મૂળભૂત સિદ્ધાંતોને ક્યાંય બાધ ન આવે એવી રીતે હંમેશાં શાસ્ત્રનાં કથનોનો અર્થ કરવો જોઈએ. વળી આ શાસ્ત્રને વિષે કેટલાક પરમપ્રયોજનભૂત ભાવોનું નિરૂપણ અતિ સંક્ષેપમાં જ કરાયેલું હોવાથી, જો આ શાસ્ત્રના અભ્યાસની પૂર્તિ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર વગેરે અન્ય શાસ્ત્રોના અભ્યાસ વડે કરવામાં આવે તો મુમુક્ષુઓને આ શાસ્ત્રના આશયો સમજવામાં વિશેષ સુગમતા થશે. આચાર્યભગવાને સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવના અર્થે આ પંચાસ્તિકાય-સંગ્રહ શાસ્ત્ર કહ્યું છે. આપણે તેનો અભ્યાસ કરી, સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, નવ પદાર્થોની યથાર્થ સમજણ કરી, ચૈતન્યગુણમય જીવદ્રવ્યસામાન્યનો આશ્રય કરી, સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન પ્રગટાવી, માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણનાં દુઃખોના અંતને પામીએ એ જ ભાવના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે પંચાસ્તિકાયસંગ્રહના સમ્યક્ અવબોધનું ફળ નીચેના શબ્દોમાં વર્ણવ્યું છેઃ — ‘‘જે પુરુષ ખરેખર સમસ્તવસ્તુતત્ત્વના કહેનારા આ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ને અર્થતઃ અર્થીપણે જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે અંતર્ગત રહેલા પોતાને (નિજ આત્માને) સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરીને, પરસ્પર કાર્યકારણભૂત એવા અનાદિ રાગદ્વેષપરિણામ અને કર્મબંધની પરંપરાથી જેનામાં સ્વરૂપવિકાર આરોપાયેલો છે એવો પોતાને (નિજ આત્માને) તે કાળે અનુભવાતો અવલોકીને, તે કાળે વિવેકજ્યોતિ પ્રગટ હોવાથી (અર્થાત્ અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવનું અને વિકારનું ભેદજ્ઞાન તે કાળે જ પ્રગટ વર્તતું હોવાથી) કર્મબંધની પરંપરાને પ્રવર્તાવનારી રાગદ્વેષ-પરિણતિને છોડે છે, તે પુરુષ, ખરેખર જેને સ્નેહ જીર્ણ થતો જાય છે એવો, જઘન્ય સ્નેહગુણની સંમુખ વર્તતા પરમાણુની માફક ભાવી બંધથી પરાઙ્મુખ વર્તતો થકો, પૂર્વ બંધથી છૂટતો થકો, અગ્નિતપ્ત જળની દુઃસ્થિતિ સમાન જે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે.’’ આસો વદ ૪, વિ. સં. ૨૦૧૩ — હિંમતલાલ જેઠાલાલ શાહ