Page 181 of 256
PDF/HTML Page 221 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
परिणामात्पुनः पुद्गलपरिणामात्मकं कर्म । कर्मणो नारकादिगतिषु गतिः । गत्यधि- गमनाद्देहः । देहादिन्द्रियाणि । इन्द्रियेभ्यो विषयग्रहणम् । विषयग्रहणाद्रागद्वेषौ । रागद्वेषाभ्यां पुनः स्निग्धः परिणामः । परिणामात्पुनः पुद्गलपरिणामात्मकं कर्म । कर्मणः पुनर्नारकादिगतिषु गतिः । गत्यधिगमनात्पुनर्देहः । देहात्पुनरिन्द्रियाणि । इन्द्रियेभ्यः पुनर्विषयग्रहणम् । विषयग्रहणात्पुना रागद्वेषौ । रागद्वेषाभ्यां पुनरपि स्निग्धः परिणामः । एवमिदमन्योन्यकार्यकारणभूतजीवपुद्गलपरिणामात्मकं कर्मजालं संसारचक्रे जीवस्यानाद्यनिधनं अनादिसनिधनं वा चक्रवत्परिवर्तते । तदत्र पुद्गलपरिणामनिमित्तो जीवपरिणामो जीव- परिणामनिमित्तः पुद्गलपरिणामश्च वक्ष्यमाणपदार्थबीजत्वेन संप्रधारणीय इति ।।१२८ – १३०।।
ટીકાઃ — આ લોકમાં સંસારી જીવથી અનાદિ બંધનરૂપ ઉપાધિના વશે સ્નિગ્ધ પરિણામ થાય છે, પરિણામથી પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી પાછા સ્નિગ્ધ પરિણામ, પરિણામથી પાછું પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી પાછું નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી પાછો દેહ, દેહથી પાછી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી પાછું વિષયગ્રહણ, વિષયગ્રહણથી પાછા રાગદ્વેષ, રાગદ્વેષથી વળી પાછા સ્નિગ્ધ પરિણામ. એ પ્રમાણે આ અન્યોન્ય *કાર્યકારણભૂત જીવપરિણામાત્મક અને પુદ્ગલપરિણામાત્મક કર્મજાળ સંસારચક્રમાં જીવને અનાદિ-અનંતપણે અથવા અનાદિ- સાંતપણે ચક્રની માફક ફરીફરીને થયા કરે છે.
આ રીતે અહીં (એમ કહ્યું કે), પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવા જીવપરિણામ અને જીવપરિણામ જેનું નિમિત્ત છે એવા પુદ્ગલપરિણામ હવે પછી કહેવામાં આવનારા (પુણ્યાદિ સાત) પદાર્થોના બીજ તરીકે અવધારવા.
ભાવાર્થઃ — જીવ અને પુદ્ગલને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકપણે પરિણામ થાય છે. તે પરિણામને લીધે પુણ્યાદિ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેમનું વર્ણન હવેની ગાથાઓમાં કરવામાં આવશે.
પ્રશ્નઃ — પુણ્યાદિ સાત પદાર્થોનું પ્રયોજન જીવ અને અજીવ એ બેથી જ પૂરું થઈ જાય છે, કારણ કે તેઓ જીવ અને અજીવના જ પર્યાયો છે. તો પછી તે સાત *કાર્ય એટલે નૈમિત્તિક, અને કારણ એટલે નિમિત્ત. [જીવપરિણામાત્મક કર્મ અને પુદ્ગલ-પરિણામાત્મક
Page 182 of 256
PDF/HTML Page 222 of 296
single page version
૧૮
अथ पुण्यपापपदार्थव्याख्यानम् । પદાર્થો શા માટે કહેવામાં આવે છે?
ઉત્તરઃ — ભવ્યોને હેય તત્ત્વ અને ઉપાદેય તત્ત્વ (અર્થાત્ હેય તત્ત્વ અને ઉપાદેય તત્ત્વનું સ્વરૂપ તથા તેમનાં કારણો) દર્શાવવા અર્થે તેમનું કથન છે. દુઃખ તે હેય તત્ત્વ છે, તેનું કારણ સંસાર છે, સંસારનું કારણ આસ્રવ અને બંધ બે છે (અથવા વિસ્તારથી કહીએ તો પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ ચાર છે) અને તેમનું કારણ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર છે. સુખ તે ઉપાદેય તત્ત્વ છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે અને તેમનું કારણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર છે. આ પ્રયોજનભૂત વાત ભવ્ય જીવોને પ્રગટપણે દર્શાવવા અર્થે પુણ્યાદિ *સાત પદાર્થોનું કથન છે. ૧૨૮ – ૧૩૦.
હવે પુણ્ય – પાપપદાર્થોનું વ્યાખ્યાન છે. *અજ્ઞાની અને જ્ઞાની જીવ પુણ્યાદિ સાત પદાર્થોમાંથી કયા કયા પદાર્થોના કર્તા છે તે સંબંધી આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે પ્રમાણે વર્ણન છેઃ —
છે. જે જ્ઞાની જીવ છે તે, નિર્વિકાર-આત્મતત્ત્વવિષયક રુચિ, તદ્દવિષયક જ્ઞપ્તિ અને તદ્દવિષયક
નિશ્ચળ અનુભૂતિરૂપ અભેદરત્નત્રયપરિણામ વડે, સંવર-નિર્જરા-મોક્ષપદાર્થોનો કર્તા થાય છે; અને
જ્યારે પૂર્વોક્ત નિશ્ચયરત્નત્રયમાં સ્થિર રહી શકતો નથી ત્યારે નિર્દોષપરમાત્મસ્વરૂપ અર્હંત-
સિદ્ધોની તથા તેનું (
વગેરે પુણ્યનો અનુબંધ કરનારું વિશિષ્ટ પુણ્ય તેને અનીહિતવૃત્તિએ નિદાનરહિત પરિણામથી કરે
છે. આ રીતે અજ્ઞાની જીવ પાપાદિ ચાર પદાર્થોનો કર્તા છે અને જ્ઞાની સંવરાદિ ત્રણ પદાર્થોનો
કર્તા છે.
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર અપૂર્ણદશામાં હોય છે ત્યારે તેની સાથે અનિચ્છિતવૃત્તિએ વર્તતા વિશિષ્ટ
પુણ્યમાં સંસારવિચ્છેદના કારણપણાનો આરોપ કરવામાં આવે છે. તે આરોપ પણ વાસ્તવિક
કારણની — સમ્યગ્દર્શનાદિની — હયાતીમાં જ થઈ શકે.]
Page 183 of 256
PDF/HTML Page 223 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रत्यये प्रीत्यप्रीती रागद्वेषौ । तस्यैव मन्दोदये विशुद्धपरिणामता चित्तप्रसादपरिणामः । एवमिमे यस्य भावे भवन्ति, तस्यावश्यं भवति शुभोऽशुभो वा परिणामः । तत्र यत्र प्रशस्तरागश्चित्तप्रसादश्च तत्र शुभः परिणामः, यत्र तु मोहद्वेषावप्रशस्तरागश्च तत्राऽशुभ इति ।।१३१।।
અન્વયાર્થઃ — [ यस्य भावे ] જેના ભાવમાં [ मोहः ] મોહ, [ रागः ] રાગ, [ द्वेषः ] દ્વેષ [ वा ] અથવા [ चित्तप्रसादः ] ચિત્તપ્રસન્નતા [ विद्यते ] છે, [ तस्य ] તેને [ शुभः वा अशुभः वा ] શુભ અથવા અશુભ [ परिणामः ] પરિણામ [ भवति ] છે.
અહીં, દર્શનમોહનીયના વિપાકથી જે કલુષિત પરિણામ તે મોહ છે; વિચિત્ર ( – અનેક પ્રકારના) ચારિત્રમોહનીયનો વિપાક જેનો આશ્રય ( – નિમિત્ત) છે એવી પ્રીતિ- અપ્રીતિ તે રાગ-દ્વેષ છે; તેના જ (ચારિત્રમોહનીયના જ) મંદ ઉદયે થતા જે વિશુદ્ધ પરિણામ તે *ચિત્તપ્રસાદપરિણામ ( – મનની પ્રસન્નતારૂપ પરિણામ) છે. એ રીતે આ (મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસાદ) જેના ભાવમાં છે, તેને અવશ્ય શુભ અથવા અશુભ પરિણામ છે. તેમાં, જ્યાં પ્રશસ્ત રાગ તથા ચિત્તપ્રસાદ છે ત્યાં શુભ પરિણામ છે અને જ્યાં મોહ, દ્વેષ તથા અપ્રશસ્ત રાગ છે ત્યાં અશુભ પરિણામ છે. ૧૩૧. * પ્રસાદ = પ્રસન્નતા; વિશુદ્ધતા; ઉજ્જ્વળતા.
Page 184 of 256
PDF/HTML Page 224 of 296
single page version
૧૮
कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भवति भावपुण्यम् । एवं जीवस्य कर्तुर्निश्चयकर्मता- मापन्नोऽशुभपरिणामो द्रव्यपापस्य निमित्तमात्रत्वेन कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं
અન્વયાર્થઃ — [ जीवस्य ] જીવના [ शुभपरिणामः ] શુભ પરિણામ [ पुण्यम् ] પુણ્ય છે અને [ अशुभः ] અશુભ પરિણામ [ पापम् इति भवति ] પાપ છે; [ द्वयोः ] તે બંને દ્વારા [ पुद्गलमात्रः भावः ] પુદ્ગલમાત્ર ભાવ [ कर्मत्वं प्राप्तः ] કર્મપણાને પામે છે (અર્થાત્ જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતાવેદનીયાદિ પુદ્ગલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે).
જીવરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત શુભપરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને અનુસરીને ( – અનુલક્ષીને) તે શુભપરિણામ ‘ભાવપુણ્ય’ છે. (શાતાવેદનીયાદિ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના શુભપરિણામ નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભપરિણામને પણ ‘ભાવપુણ્ય’ એવું નામ છે.) એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભપરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને અનુસરીને ( – અનુલક્ષીને) તે અશુભપરિણામ ‘ભાવપાપ’ છે. *જીવ કર્તા છે અને શુભપરિણામ તેનું (અશુદ્ધનિશ્ચનયે) નિશ્ચયકર્મ છે.
Page 185 of 256
PDF/HTML Page 225 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
भावपापम् । पुद्गलस्य कर्तुर्निश्चयकर्मतामापन्नो विशिष्टप्रकृतित्वपरिणामो जीवशुभ- परिणामनिमित्तो द्रव्यपुण्यम् । पुद्गलस्य कर्तुर्निश्चयकर्मतामापन्नो विशिष्टप्रकृतित्वपरिणामो जीवाशुभपरिणामनिमित्तो द्रव्यपापम् । एवं व्यवहारनिश्चयाभ्यामात्मनो मूर्तममूर्तञ्च कर्म प्रज्ञापितमिति ।।१३२।।
પુદ્ગલરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ ( – શાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ) — કે જેમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે તે — દ્રવ્યપુણ્ય છે. પુદ્ગલરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ ( – અશાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ) — કે જેમાં જીવના અશુભપરિણામ નિમિત્ત છે તે — દ્રવ્યપાપ છે.
આ પ્રમાણે વ્યવહાર તથા નિશ્ચય વડે આત્માને મૂર્ત તથા અમૂર્ત કર્મ દર્શાવવામાં આવ્યું.
ભાવાર્થઃ — નિશ્ચયથી જીવના અમૂર્ત શુભાશુભપરિણામરૂપ ભાવપુણ્યપાપ જીવનું કર્મ છે. શુભાશુભપરિણામ દ્રવ્યપુણ્યપાપનું નિમિત્તકારણ હોવાને લીધે મૂર્ત એવાં તે પુદ્ગલપરિણામરૂપ (શાતા-અશાતાવેદનીયાદિ) દ્રવ્યપુણ્યપાપ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે. ૧૩૨.
અન્વયાર્થઃ — [ यस्मात् ] કારણ કે [ कर्मणः फलं ] કર્મનું ફળ [ विषयः ] જે (મૂર્ત) વિષય તે [ नियतम् ] નિયમથી [ स्पर्शैः ] (મૂર્ત એવી) સ્પર્શનાદિઇન્દ્રિયો દ્વારા [ जीवेन ] જીવ *પુદ્ગલ કર્તા છે અને વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ તેનું નિશ્ચયકર્મ છે (અર્થાત્ નિશ્ચયથી પુદ્ગલ
કર્તા છે અને શાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ તેનું કર્મ છે). પં. ૨૪
Page 186 of 256
PDF/HTML Page 226 of 296
single page version
૧૮
भुज्यते, ततः कर्मणां मूर्तत्वमनुमीयते । तथाहि — मूर्तं कर्म, मूर्तसम्बम्धेनानुभूयमानमूर्त- फलत्वादाखुविषवदिति ।।१३३।।
કર્મનું ફળ જે સુખદુઃખના હેતુભૂત મૂર્ત વિષય તે નિયમથી મૂર્ત ઇન્દ્રિયો દ્વારા જીવ વડે ભોગવાય છે, તેથી કર્મના મૂર્તપણાનું અનુમાન થઈ શકે છે. તે આ પ્રમાણેઃ — જેમ મૂષકવિષ મૂર્ત છે તેમ કર્મ મૂર્ત છે, કારણ કે (મૂષકવિષના ફળની માફક) મૂર્તના સંબંધ દ્વારા અનુભવાતું એવું મૂર્ત તેનું ફળ છે. [ઉંદરના ઝેરનું ફળ ( – શરીરમાં સોજા થવા, તાવ આવવો વગેરે) મૂર્ત છે અને મૂર્ત શરીરના સંબંધ દ્વારા અનુભવાય — ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે ઉંદરનું ઝેર મૂર્ત છે; તેવી રીતે કર્મનું ફળ ( – વિષયો) મૂર્ત છે અને મૂર્ત ઇન્દ્રિયોના સંબંધ દ્વારા અનુભવાય — ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે કર્મ મૂર્ત છે.] ૧૩૩.
અન્વયાર્થઃ — [ मूर्तः मूर्तं स्पृशति ] મૂર્ત મૂર્તને સ્પર્શે છે, [ मूर्तः मूर्तेन ] મૂર્ત મૂર્તની સાથે [ बन्धम् अनुभवति ] બંધ પામે છે; [ मूर्तिविरहितः जीवः ] મૂર્તત્વરહિત જીવ [ तानि गाहति ] મૂર્તકર્મોને અવગાહે છે અને [ तैः अवगाह्यते ] મૂર્તકર્મો જીવને અવગાહે છે (અર્થાત્ બંને એકબીજામાં અવગાહ પામે છે).
Page 187 of 256
PDF/HTML Page 227 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मूर्तकर्म स्पृशति, ततस्तन्मूर्तं तेन सह स्नेहगुणवशाद्बन्धमनुभवति । एष मूर्तयोः कर्मणोर्बन्धप्रकारः । अथ निश्चयनयेनामूर्तो जीवोऽनादिमूर्तकर्मनिमित्तरागादिपरिणामस्निग्धः सन् विशिष्टतया मूर्तानि कर्माण्यवगाहते, तत्परिणामनिमित्तलब्धात्मपरिणामैः मूर्तकर्मभिरपि विशिष्टतयाऽवगाह्यते च । अयं त्वन्योन्यावगाहात्मको जीवमूर्तकर्मणोर्बन्धप्रकारः । एवममूर्तस्यापि जीवस्य मूर्तेन पुण्यपापकर्मणा कथञ्चिद्बन्धो न विरुध्यते ।।१३४।।
ટીકાઃ — આ, મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર તથા અમૂર્ત જીવનો મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર તેની સૂચના છે.
અહીં (આ લોકમાં), સંસારી જીવને વિષે અનાદિ સંતતિથી ( – પ્રવાહથી) પ્રવર્તતું થકું મૂર્તકર્મ વિદ્યમાન છે. તે, સ્પર્શાદિવાળું હોવાને લીધે, આગામી મૂર્તકર્મને સ્પર્શે છે; તેથી મૂર્ત એવું તે તેની સાથે, સ્નિગ્ધત્વગુણના વશે ( – પોતાના સ્નિગ્ધરૂક્ષત્વપર્યાયને લીધે), બંધને પામે છે. આ, મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે બંધપ્રકાર છે.
વળી (અમૂર્ત જીવનો મૂર્તકર્મોની સાથે બંધપ્રકાર આ પ્રમાણે છે કે), નિશ્ચયનયથી જે અમૂર્ત છે એવો જીવ, અનાદિ મૂર્તકર્મ જેનું નિમિત્ત છે એવા રાગાદિપરિણામ વડે સ્નિગ્ધ વર્તતો થકો, મૂર્તકર્મોને વિશિષ્ટપણે અવગાહે છે (અર્થાત્ એકબીજાને પરિણામમાં નિમિત્તમાત્ર થાય એવા સંબંધવિશેષ સહિત મૂર્તકર્મોના ક્ષેત્રમાં વ્યાપે છે) અને તે રાગાદિપરિણામના નિમિત્તે જેઓ પોતાના (જ્ઞાનાવરણીયાદિ) પરિણામને પામે છે એવાં મૂર્તકર્મો પણ જીવને વિશિષ્ટપણે અવગાહે છે (અર્થાત્ જીવના પ્રદેશો સાથે વિશિષ્ટતાપૂર્વક એકક્ષેત્રાવગાહને પામે છે). આ, જીવ અને મૂર્તકર્મનો અન્યોન્ય-અવગાહસ્વરૂપ બંધપ્રકાર છે. આ રીતે અમૂર્ત એવા જીવનો પણ મૂર્ત પુણ્યપાપકર્મની સાથે કથંચિત્ ( – કોઈ પ્રકારે) બંધ વિરોધ પામતો નથી. ૧૩૪.
Page 188 of 256
PDF/HTML Page 228 of 296
single page version
૧૮
द्रव्यपुण्यास्रवस्य निमित्तमात्रत्वेन कारणभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपुण्यास्रवः । तन्निमित्तः शुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपुण्यास्रव इति ।।१३५।।
અન્વયાર્થઃ — [ यस्य ] જે જીવને [ प्रशस्तः रागः ] પ્રશસ્ત રાગ છે, [ अनुकम्पासंश्रितः परिणामः ] અનુકંપાયુક્ત પરિણામ છે [ च ] અને [ चित्ते कालुष्यं न अस्ति ] ચિત્તમાં કલુષતાનો અભાવ છે, [ जीवस्य ] તે જીવને [ पुण्यं आस्रवति ] પુણ્ય આસ્રવે છે.
પ્રશસ્ત રાગ, અનુકંપાપરિણતિ અને ચિત્તની અકલુષતા — એ ત્રણ શુભ ભાવો દ્રવ્યપુણ્યાસ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને *અનુસરીને ( – અનુલક્ષીને) તે શુભ ભાવો ભાવપુણ્યાસ્રવ છે અને તે (શુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના શુભકર્મપરિણામ ( – શુભકર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપુણ્યાસ્રવ છે. ૧૩૫. *શાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના પ્રશસ્ત-રાગાદિ શુભ ભાવો નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ ભાવોને પણ ‘ભાવપુણ્યાસ્રવ’ એવું નામ છે.
Page 189 of 256
PDF/HTML Page 229 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અન્વયાર્થઃ — [ अर्हत्सिद्धसाधुषु भक्तिः ] અર્હંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, [ धर्मे या च खलु चेष्टा ] ધર્મમાં ખરેખર ચેષ્ટા [ अनुगमनम् अपि गुरूणाम् ] અને ગુરુઓનું અનુગમન, [ प्रशस्तरागः इति ब्रुवन्ति ] તે ‘પ્રશસ્ત રાગ’ કહેવાય છે.
૧. અર્હંત-સિદ્ધ-સાધુઓમાં અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પાંચેય સમાઈ જાય છે [કારણ કે ‘સાધુઓ’માં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણ સમાય છે].
[નિર્દોષ પરમાત્માથી પ્રતિપક્ષભૂત એવાં આર્ત-રૌદ્રધ્યાનો વડે ઉપાર્જિત જે જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ તેમનો, રાગાદિવિકલ્પરહિત ધર્મ-શુકલધ્યાનો વડે વિનાશ કરીને, જેઓ ક્ષુધાદિ અઢાર દોષ રહિત અને કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સહિત થયા, તેઓ અર્હંતો કહેવાય છે.
લૌકિક અંજનસિદ્ધ વગેરેથી વિલક્ષણ એવા જેઓ જ્ઞાનાવરણીયાદિ-અષ્ટકર્મના અભાવથી સમ્યક્ત્વાદિ-અષ્ટગુણાત્મક છે અને લોકાગ્રે વસે છે, તેઓ સિદ્ધો છે.
વિશુદ્ધ જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા આત્મતત્ત્વની નિશ્ચયરુચિ, તેવી જ જ્ઞપ્તિ, તેવી જ નિશ્ચળ-અનુભૂતિ, પરદ્રવ્યની ઇચ્છાના પરિહારપૂર્વક તે જ આત્મદ્રવ્યમાં પ્રતપન અર્થાત્ તપશ્ચરણ અને સ્વશક્તિને ગોપવ્યા વિના તેવું જ અનુષ્ઠાન — આવા નિશ્ચયપંચાચારને તથા તેના સાધક વ્યવહાર- પંચાચારને — કે જેની વિધિ આચારાદિશાસ્ત્રોમાં કહી છે તેને — એટલે કે ઉભય આચારને જેઓ પોતે આચરે છે અને બીજાઓને અચરાવે છે, તેઓ આચાર્યો છે.
Page 190 of 256
PDF/HTML Page 230 of 296
single page version
૧૯૦
गुरूणामाचार्यादीनां रसिकत्वेनानुगमनम् — एषः प्रशस्तो रागः प्रशस्तविषयत्वात् । अयं हि स्थूललक्ष्यतया केवलभक्ति प्रधानस्याज्ञानिनो भवति । उपरितनभूमिकायामलब्धा- स्पदस्यास्थानरागनिषेधार्थं तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति ।।१३६।।
આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે ૪સ્થૂલ-લક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં ( – ઉપરનાં ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, ૫અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. ૧૩૬.
અન્વયાર્થઃ — [ तृषितं ] તૃષાતુર, [ बुभुक्षितं ]ક્ષુધાતુર [ वा ] અથવા [ दुःखितं ] દુઃખીને [ द्रष्ट्वा ] દેખી [ यः तु ] જે જીવ [ दुःखितमनाः ] મનમાં દુઃખ પામતો થકો [ तं
મોક્ષમાર્ગને પ્રરૂપે છે અને પોતે ભાવે ( – અનુભવે) છે, તેઓ ઉપાધ્યાયો છે.
નિશ્ચય-ચતુર્વિધ-આરાધના વડે જેઓ શુદ્ધ આત્મસ્વરૂપને સાધે છે, તેઓ સાધુઓ છે.] ૧. અનુષ્ઠાન = આચરણ; આચરવું તે; અમલમાં મૂકવું તે. ૨. ભાવનાપ્રધાન ચેષ્ટા = ભાવપ્રધાન પ્રવૃત્તિ; શુભભાવપ્રધાન વ્યાપાર. ૩. અનુગમન = અનુસરણ; આજ્ઞાંકિતપણું; અનુકૂળ વર્તવું તે. [
હોંશથી) આજ્ઞાંકિત વર્તવું તે પ્રશસ્ત રાગ છે.] ૪. અજ્ઞાનીનું લક્ષ્ય ( – ધ્યેય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે. ૫. અસ્થાનનો = અયોગ્ય સ્થાનનો, અયોગ્ય વિષય પ્રત્યેનો; અયોગ્ય પદાર્થોને અવલંબનારો.
Page 191 of 256
PDF/HTML Page 231 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ऽनुकम्पा । ज्ञानिनस्त्वधस्तनभूमिकासु विहरमाणस्य जन्मार्णवनिमग्नजगदवलोकनान्मनाग्मनः- खेद इति ।।१३७।।
કોઈ તૃષાદિદુઃખથી પીડિત પ્રાણીને દેખી કરુણાને લીધે તેનો પ્રતિકાર ( – ઉપાય) કરવાની ઇચ્છાથી ચિત્તમાં આકુળતા થવી તે અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા તો, નીચલી ભૂમિકાઓમાં વિહરતાં ( – પોતે નીચેનાં ગુણસ્થાનોમાં વર્તતો હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસારસાગરમાં ડૂબેલા જગતને દેખવાથી) મનમાં જરા ખેદ થવો તે છે.* ૧૩૭.
અન્વયાર્થઃ — [ यदा ] જ્યારે [ क्रोधः वा ] ક્રોધ, [ मानः ] માન, [ माया ] માયા [ वा ] અથવા [ लोभः ] લોભ [ चित्तम् आसाद्य ] ચિત્તનો આશ્રય પામીને [ जीवस्य ] જીવને *આ ગાથાની આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છેઃ — તીવ્ર તૃષા, તીવ્ર
એમ વ્યાકુળ થઈને અનુકંપા કરે છે; જ્ઞાની તો સ્વાત્મભાવનાને નહિ પ્રાપ્ત કરતો થકો (અર્થાત્
Page 192 of 256
PDF/HTML Page 232 of 296
single page version
૧૯
तस्य प्रसादोऽकालुष्यम् । तत् कादाचित्कविशिष्टकषायक्षयोपशमे सत्यज्ञानिनो भवति । कषायोदयानुवृत्तेरसमग्रव्यावर्तितोपयोगस्यावान्तरभूमिकासु कदाचित् ज्ञानिनोऽपि भवतीति ।।१३८।।
[ क्षोभं करोति ] ક્ષોભ કરે છે, ત્યારે [ तं ] તેને [ बुधाः ] જ્ઞાનીઓ [ कालुष्यम् इति च ब्रुवन्ति ] ‘કલુષતા’ કહે છે.
ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયે ચિત્તનો ક્ષોભ તે કલુષતા છે. તેમના જ ( – ક્રોધાદિના જ) મંદ ઉદયે ચિત્તની પ્રસન્નતા તે અકલુષતા છે. તે અકલુષતા, કદાચિત્ કષાયનો વિશિષ્ટ ( – ખાસ પ્રકારનો) ક્ષયોપશમ હોતાં, અજ્ઞાનીને હોય છે; કષાયના ઉદયને અનુસરતી પરિણતિમાંથી ઉપયોગને *અસમગ્રપણે પાછો વાળ્યો હોય ત્યારે (અર્થાત્ કષાયના ઉદયને અનુસરતા પરિણમનમાંથી ઉપયોગને પૂરો પાછો વાળ્યો ન હોય ત્યારે), મધ્યમ ભૂમિકાઓમાં ( – મધ્યમ ગુણસ્થાનોમાં), કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. ૧૩૮.
અન્વયાર્થઃ — [ प्रमादबहुला चर्या ] બહુ પ્રમાદવાળી ચર્યા, [ कालुष्यं ] કલુષતા, [ विषयेषु च लोलता ] વિષયો પ્રત્યે લોલુપતા, [ परपरितापापवादः ] પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા — એ [ पापस्य च आस्रवं करोति ] પાપનો આસ્રવ કરે છે. *અસમગ્રપણે = અપૂર્ણપણે; અધૂરાપણે; અંશે.
Page 193 of 256
PDF/HTML Page 233 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
परिणतिः, परापवादपरिणतिश्चेति पञ्चाशुभा भावा द्रव्यपापास्रवस्य निमित्तमात्रत्वेन कारण- भूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपापास्रवः । तन्निमित्तोऽशुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपापास्रव इति ।।१३९।।
બહુ પ્રમાદવાળી ચર્યારૂપ પરિણતિ ( – બહુ પ્રમાદથી ભરેલા આચરણરૂપ પરિણતિ), કલુષતારૂપ પરિણતિ, વિષયલોલુપતારૂપ પરિણતિ, પરપરિતાપરૂપ પરિણતિ ( – પરને દુઃખ દેવારૂપ પરિણતિ) અને પરના અપવાદરૂપ પરિણતિ — એ પાંચ અશુભ ભાવો દ્રવ્યપાપાસ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને *અનુસરીને ( – અનુલક્ષીને) તે અશુભ ભાવો ભાવપાપાસ્રવ છે અને તે (અશુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના અશુભકર્મપરિણામ ( – અશુભકર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપાપાસ્રવ છે. ૧૩૯.
અન્વયાર્થઃ — [ संज्ञाः च ] (ચારેય) સંજ્ઞાઓ, [ त्रिलेश्याः ] ત્રણ લેશ્યા, [ इन्द्रियवशता च ] ઇન્દ્રિયવશતા, [ आर्तरौद्रे ] આર્ત-રૌદ્રધ્યાન, [ दुःप्रयुक्तं ज्ञानं ] દુઃપ્રયુક્ત જ્ઞાન ( – દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) [ च ] અને [ मोहः ] મોહ — *અશાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપાપાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના અશુભ ભાવો નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપાપાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત અશુભ ભાવોને પણ ‘ભાવપાપાસ્રવ’ એવું નામ છે. પં. ૨૫
Page 194 of 256
PDF/HTML Page 234 of 296
single page version
૧૯
प्रवृत्तिरूपाः कृष्णनीलकापोतलेश्यास्तिस्रः, रागद्वेषोदयप्रकर्षादिन्द्रियाधीनत्वम्, राग- द्वेषोद्रेकात्प्रियसंयोगाप्रियवियोगवेदनामोक्षणनिदानाकाञ्क्षणरूपमार्तम्, कषायक्रूराशयत्वाद्धिंसा- ऽसत्यस्तेयविषयसंरक्षणानन्दरूपं रौद्रम्, नैष्कर्म्यं तु शुभकर्मणश्चान्यत्र दुष्टतया प्रयुक्तं ज्ञानम्, सामान्येन दर्शनचारित्रमोहनीयोदयोपजनिताविवेकरूपो मोहः, — एषः भावपापास्रव-प्रपञ्चो द्रव्यपापास्रवप्रपञ्चप्रदो भवतीति ।।१४०।।
अथ संवरपदार्थव्याख्यानम् । [ पापप्रदाः भवन्ति ] એ ભાવો પાપપ્રદ છે.
તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થતી આહાર-ભય-મૈથુન-પરિગ્રહસંજ્ઞાઓ; તીવ્ર કષાયના ઉદયથી ૧અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ કૃષ્ણ-નીલ-કાપોત નામની ત્રણ લેશ્યા; રાગદ્વેષના ઉદયના ૨પ્રકર્ષને લીધે વર્તતું ઇન્દ્રિયાધીનપણું; રાગદ્વેષના ૩ઉદ્રેકને લીધે પ્રિયના સંયોગને, અપ્રિયના વિયોગને, વેદનામાંથી છુટકારાને તથા નિદાનને ઇચ્છવારૂપ આર્તધ્યાન; કષાય વડે ૪ક્રૂર એવા પરિણામને લીધે થતું હિંસાનંદ, અસત્યાનંદ, સ્તેયાનંદ અને વિષયસંરક્ષણાનંદરૂપ રૌદ્રધ્યાન; વગરપ્રયોજને ( – નકામું) શુભ કર્મથી અન્યત્ર ( – અશુભ કાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન; અને સામાન્યપણે દર્શનચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન અવિવેકરૂપ મોહ; — આ, ભાવપાપાસ્રવનો વિસ્તાર દ્રવ્યપાપાસ્રવના વિસ્તારને દેનારો છે (અર્થાત્ ઉપરોક્ત ભાવપાપાસ્રવરૂપ અનેકવિધ ભાવો તેવા તેવા અનેકવિધ દ્રવ્યપાપાસ્રવમાં નિમિત્તભૂત છે). ૧૪૦.
૧. અનુરંજિત = રંગાયેલ. [કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે. ત્યાં, કૃષ્ણાદિ ત્રણ
લેશ્યાઓ તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ છે.] ૨. પ્રકર્ષ = ઉત્કર્ષ; ઉગ્રતા ૩. ઉદ્રેક = પુષ્કળતા; વધારો. ૪. ક્રૂર = નિર્દય; કઠોર; ઉગ્ર.
Page 195 of 256
PDF/HTML Page 235 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
कालं निगृह्यन्ते तावतांशेन तावन्तं वा कालं पापास्रवद्वारं पिधीयते । इन्द्रियकषाय- संज्ञाः भावपापास्रवो द्रव्यपापास्रवहेतुः पूर्वमुक्त : । इह तन्निरोधो भावपापसंवरो द्रव्यपाप- संवरहेतुरवधारणीय इति ।।१४१।।
અન્વયાર્થઃ — [ यैः ] જેઓ [ सुष्ठु मार्गे ] સારી રીતે માર્ગમાં રહીને [ इन्द्रियकषायसंज्ञाः ] ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો [ यावत् निगृहीताः ] જેટલો નિગ્રહ કરે છે, [ तावत् ] તેટલું [ पापास्रवछिद्रम् ] પાપાસ્રવનું છિદ્ર [ तेषाम् ] તેમને [ पिहितम् ] બંધ થાય છે.
ટીકાઃ — પાપની અનંતર હોવાથી, પાપના જ સંવરનું આ કથન છે (અર્થાત્ પાપના કથન પછી તુરત જ હોવાથી, અહીં પાપના જ સંવરનું કથન કરવામાં આવ્યું છે).
માર્ગ ખરેખર સંવર છે; તેના નિમિત્તે ( – તેના અર્થે) ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે, તેટલા અંશે અથવા તેટલો કાળ પાપાસ્રવદ્વાર બંધ થાય છે.
ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓ — ભાવપાપાસ્રવ — દ્રવ્યપાપાસ્રવનો હેતુ ( – નિમિત્ત) પૂર્વે (૧૪૦ મી ગાથામાં) કહ્યો હતો; અહીં (આ ગાથામાં) તેમનો નિરોધ ( – ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો નિરોધ) — ભાવપાપસંવર — દ્રવ્યપાપસંવરનો હેતુ અવધારવો ( – સમજવો). ૧૪૧.
Page 196 of 256
PDF/HTML Page 236 of 296
single page version
૧૯
निर्विकारचैतन्यत्वात्समसुखदुःखस्य भिक्षोः शुभमशुभञ्च कर्म नास्रवति, किन्तु संव्रियत एव । तदत्र मोहरागद्वेषपरिणामनिरोधो भावसंवरः । तन्निमित्तः शुभाशुभकर्मपरिणामनिरोधो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यसंवर इति ।।१४२।।
અન્વયાર્થઃ — [ यस्य ] જેને [ सर्वद्रव्येषु ] સર્વ દ્રવ્યો પ્રત્યે [ रागः ] રાગ, [ द्वेषः ] દ્વેષ [ वा ] કે [ मोहः ] મોહ [ न विद्यते ] નથી, [ समसुखदुःखस्य भिक्षोः ] તે સમસુખદુઃખ ભિક્ષુને ( – સુખદુઃખ પ્રત્યે સમભાવવાળા મુનિને) [ शुभम् अशुभं ] શુભ અને અશુભ કર્મ [ न आस्रवति ] આસ્રવતું નથી.
જેને સમગ્ર પરદ્રવ્યો પ્રત્યે રાગરૂપ, દ્વેષરૂપ કે મોહરૂપ ભાવ નથી, તે ભિક્ષુને — કે જે નિર્વિકારચૈતન્યપણાને લીધે *સમસુખદુઃખ છે તેને — શુભ અને અશુભ કર્મનો આસ્રવ થતો નથી, પરંતુ સંવર જ થાય છે. તેથી અહીં (એમ સમજવું કે) મોહ- રાગદ્વેષપરિણામનો નિરોધ તે ભાવસંવર છે, અને તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના શુભાશુભકર્મપરિણામનો ( – શુભાશુભકર્મરૂપ પરિણામનો) નિરોધ તે દ્રવ્યસંવર છે. ૧૪૨. *સમસુખદુઃખ = સુખદુઃખ જેને સમાન છે એવા; ઇષ્ટાનિષ્ટ સંયોગોમાં જેને હર્ષશોકાદિ વિષમ પરિણામ થતા નથી એવા. [જેને રાગદ્વેષમોહ નથી, તે મુનિ નિર્વિકારચૈતન્યમય છે અર્થાત્ તેનું ચૈતન્ય
Page 197 of 256
PDF/HTML Page 237 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पुण्यमशुभपरिणामरूपं पापञ्च यदा न भवति तस्य तदा शुभाशुभभावकृतस्य द्रव्यकर्मणः संवरः स्वकारणाभावात्प्रसिद्धयति । तदत्र शुभाशुभपरिणामनिरोधो भावपुण्यपापसंवरो द्रव्यपुण्यपापसंवरस्य हेतुः प्रधानोऽवधारणीय इति ।।१४३।।
અન્વયાર્થઃ — [ यस्य ] જેને ( – જે મુનિને), [ विरतस्य ] વિરત વર્તતાં થકાં, [ योगे ] યોગમાં [ पुण्यं पापं च ] પુણ્ય અને પાપ [ यदा ] જ્યારે [ खलु ] ખરેખર [ न अस्ति ] હોતાં નથી, [ तदा ] ત્યારે [ तस्य ] તેને [ शुभाशुभकृतस्य कर्मणः ] શુભાશુભભાવકૃત કર્મનો [ संवरणम् ] સંવર થાય છે.
જે યોગીને, વિરત અર્થાત્ સર્વતઃ નિવૃત્ત વર્તતાં થકાં, યોગમાં — વચન, મન અને કાયસંબંધી ક્રિયામાં — શુભપરિણામરૂપ પુણ્ય અને અશુભપરિણામરૂપ પાપ જ્યારે હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત દ્રવ્યકર્મનો ( – શુભાશુભભાવ જેનું નિમિત્ત હોય છે એવા દ્રવ્યકર્મનો), સ્વકારણના અભાવને લીધે, સંવર થાય છે. તેથી અહીં (આ ગાથામાં) શુભાશુભ પરિણામનો નિરોધ — ભાવપુણ્યપાપસંવર — દ્રવ્યપુણ્યપાપસંવરનો *પ્રધાન હેતુ અવધારવો ( – સમજવો). ૧૪૩.
આ રીતે સંવરપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું. *પ્રધાન હેતુ = મુખ્ય નિમિત્ત. [દ્રવ્યસંવરમાં ‘મુખ્ય નિમિત્ત’ જીવના શુભાશુભ પરિણામનો નિરોધ છે,
Page 198 of 256
PDF/HTML Page 238 of 296
single page version
૧૯
भिरनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्त शय्यासनकायक्लेशादिभेदाद्बहिरङ्गैः प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानभेदादन्तरङ्गैश्च बहुविधैर्यश्चेष्टते स खलु
અન્વયાર્થઃ — [ संवरयोगाभ्याम् युक्तः ] સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એવો [ यः ] જે જીવ [ बहुविधैः तपोभिः चेष्टते ] બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, [ सः ] તે [ नियतम् ] નિયમથી [ बहुकानां कर्मणां ] ઘણાં કર્મોની [ निर्जरणं करोति ] નિર્જરા કરે છે.
સંવર એટલે શુભાશુભ પરિણામનો નિરોધ, અને યોગ એટલે શુદ્ધોપયોગ; તેમનાથી ( – સંવર અને યોગથી) યુક્ત એવો જે (પુરુષ), અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશાદિ ભેદોવાળાં બહિરંગ તપો સહિત તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એવા ભેદોવાળાં અંતરંગ તપો સહિત — એમ બહુવિધ ૧તપો સહિત પ્રવર્તે છે, તે (પુરુષ) ખરેખર ઘણાં કર્મોની નિર્જરા
૧. જે જીવને સહજશુદ્ધસ્વરૂપના પ્રતપનરૂપ નિશ્ચય-તપ હોય તે જીવના, હઠ વિના વર્તતા અનશનાદિ-
Page 199 of 256
PDF/HTML Page 239 of 296
single page version
કહાનજૈનશાસ્ત્રમાળા ]
बहूनां कर्मणां निर्जरणं करोति । तदत्र कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गान्तरङ्गतपोभिर्बृंहितः शुद्धोपयोगो भावनिर्जरा, तदनुभावनीरसीभूतानामेकदेशसंक्षयः समुपात्तकर्मपुद्गलानां द्रव्यनिर्जरेति ।।१४४।।
કરે છે. તેથી અહીં (આ ગાથામાં એમ કહ્યું કે), કર્મના વીર્યનું ( – કર્મની શક્તિનું) ૧શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ તપો વડે ૨વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી ( – વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એકદેશ ૩સંક્ષય તે દ્રવ્યનિર્જરા છે. ૧૪૪.
સંબંધી શુભ ભાવોને વ્યવહાર-તપો પણ કહેવાતા નથી; કારણ કે જ્યાં વાસ્તવિક તપનો સદ્ભાવ જ નથી, ત્યાં તે શુભ ભાવોમાં આરોપ કોનો કરવો?) ૧. શાતન કરવું = પાતળું કરવું; હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું. ૨. વૃદ્ધિ પામેલો = વધેલો; ઉગ્ર થયેલો. [સંવર અને શુદ્ધોપયોગવાળા જીવને જ્યારે ઉગ્ર શુદ્ધોપયોગ થાય
ઉગ્રતા કરવી તે જ છે. એમ કરનારને, સહજદશાએ હઠ વિના જે અનશનાદિસંબંધી ભાવો વર્તે તેમાં
(શુભપણારૂપ અંશની સાથે) ઉગ્ર-શુદ્ધિરૂપ અંશ હોય છે, જેથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે.
૩. સંક્ષય = સમ્યક્ પ્રકારે ક્ષય.
Page 200 of 256
PDF/HTML Page 240 of 296
single page version
૨૦૦
प्रयोजनेभ्यो व्यावृत्तबुद्धिः केवलं स्वप्रयोजनसाधनोद्यतमनाः आत्मानं स्वोपलम्भेनोपलभ्य गुणगुणिनोर्वस्तुत्वेनाभेदात्तदेव ज्ञानं स्वं स्वेनाविचलितमनास्सञ्चेतयते स खलु नितान्तनिस्स्नेहः प्रहीणस्नेहाभ्यङ्गपरिष्वङ्गशुद्धस्फ टिकस्तम्भवत् पूर्वोपात्तं कर्मरजः संधुनोति । [ आत्मार्थप्रसाधकः हि ] ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક) વર્તતો થકો, [ आत्मानम् ज्ञात्वा ] આત્માને જાણીને ( – અનુભવીને) [ ज्ञानं नियतं ध्यायति ] જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, [ सः ] તે [ कर्मरजः ] કર્મરજને [ संधुनोति ] ખેરવી નાખે છે.
સંવરથી અર્થાત્ શુભાશુભ પરિણામના પરમ નિરોધથી યુક્ત એવો જે જીવ, વસ્તુસ્વરૂપને (હેય-ઉપાદેય તત્ત્વને) બરાબર જાણતો થકો પરપ્રયોજનોથી જેની બુદ્ધિ ૧વ્યાવૃત્ત થઈ છે અને કેવળ સ્વપ્રયોજન સાધવામાં જેનું ૨મન ૩ઉદ્યત થયું છે એવો વર્તતો થકો, આત્માને સ્વોપલબ્ધિથી ઉપલબ્ધ કરીને ( – પોતાને સ્વાનુભવ વડે અનુભવીને), ગુણ-ગુણીનો વસ્તુપણે અભેદ હોવાથી તે જ ૪જ્ઞાનને — સ્વને — સ્વ વડે અવિચળપરિણતિવાળો થઈને સંચેતે છે, તે જીવ ખરેખર અત્યંત ૫નિઃસ્નેહ વર્તતો થકો — જેને ૬સ્નેહના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુદ્ધ સ્ફટિકના સ્તંભની માફક — પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે. ૧. વ્યાવૃત્ત થવું = નિવર્તવું; નિવૃત્ત થવું; પાછા વળવું. ૨. મન = મતિ; બુદ્ધિ; ભાવ; પરિણામ. ૩. ઉદ્યત થવું = તત્પર થવું; લાગવું; ઉદ્યમવંત થવું; વળવું; ઢળવું. ૪. ગુણી અને ગુણમાં વસ્તુ-અપેક્ષાએ અભેદ છે તેથી આત્મા કહો કે જ્ઞાન કહો — બન્ને એક જ
૫. નિઃસ્નેહ = સ્નેહ રહિત; મોહરાગદ્વેષ રહિત. ૬. સ્નેહ = તેલ; ચીકણો પદાર્થ; સ્નિગ્ધતા; ચીકાશ.