Pravachansar (Gujarati). AnukramanikA; Sadhak Jivni Drashti; Shastra-Swadhyaynu Prarambhik ManglAcharan; Gnan Tattva PragyApan; Mangalacharan and Bhumika; Gatha: 1-6.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 28

 

Page -10 of 513
PDF/HTML Page 21 of 544
single page version

અર્થઃયતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજઃસ્થાનનેભૂમિતળનેછોડીને
ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી
અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા
(
અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ
હતા).
जइ पउमणंदिणाहो सीमंधरसामिदिव्वणाणेण
ण विबोहइ तो समणा क हं सुमग्गं पयाणंति ।।
[दर्शनसार]
અર્થઃ(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી
મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત
તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ
પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર
કરું છું.
[શ્રીમદ્ રાજચંદ્ર]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના
દાસાનુદાસ છીએ. શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી
સીમંધર ભગવાનનાં સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા
હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના
કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત
છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.
[ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી ]

❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈


Page -9 of 513
PDF/HTML Page 22 of 544
single page version

(૧) જ્ઞાનત˚વ -પ્રજ્ઞાપન

વિષયગાથા

વિષયગાથા
જ્ઞાન અધિકાર

મંગલાચરણપૂર્વક ભગવાન ગ્રંથકર્તાની

પ્રતિજ્ઞા
અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી

વીતરાગ ચારિત્ર ઉપાદેય છે, અને સરાગ

કેવળીભગવાનને બધું પ્રત્યક્ષ છે.૨૧
ચારિત્ર હેય છે એવું કથન
આત્મા જ્ઞાનપ્રમાણ છે અને જ્ઞાન

ચારિત્રનું સ્વરૂપ

સર્વગત છે, એવું કથન૨૩

ચારિત્ર અને આત્માની એકતાનું કથન

આત્માને જ્ઞાનપ્રમાણ નહિ માનવામાં બે
પક્ષ રજૂ કરીને દોષ બતાવે છે.૨૪

આત્માનું શુભ, અશુભ અને શુદ્ધપણું

જ્ઞાનની જેમ આત્માનું પણ સર્વગતપણું

પરિણામ વસ્તુનો સ્વભાવ છે.૧૦

ન્યાયસિદ્ધ છે એમ કહે છે.૨૬

આત્માના શુદ્ધ અને શુભાદિ ભાવોનું ફળ ૧૧

આત્મા અને જ્ઞાનનું એકત્વ -અન્યત્વ૨૭
શુોપયોગ
જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને
શુદ્ધોપયોગના ફળની પ્રશંસા૧૩
રદ કરે છે.૨૮
શુદ્ધોપયોગે પરિણમેલા આત્માનું સ્વરૂપ૧૪
આત્મા પદાર્થોમાં નહિ વર્તતો હોવા છતાં
શુદ્ધોપયોગની પ્રાપ્તિ પછી તુરત જ
જેનાથી તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ
થાય છે તે શક્તિવૈચિત્ર્ય
૨૯
થતી શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ;
તેની પ્રશંસા
૧૫
જ્ઞાન પદાર્થોમાં વર્તે છે એમ દ્રષ્ટાંત

શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી

દ્વારા સ્પષ્ટ કરે છે.૩૦
નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન
છે, તે સંબંધી નિરૂપણ
૧૬
પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત
કરે છે.૩૧

સ્વયંભૂ -આત્માને શુદ્ધાત્મસ્વભાવની

આત્માને પદાર્થો સાથે એકબીજામાં
પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને
કથંચિત્ ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્યયુક્તપણું
૧૭
વર્તવાપણું હોવા છતાં, તે પરને
ગ્રહ્યા -મૂક્યા વિના તથા પરરૂપે
પરિણમ્યા વિના સર્વને દેખતો -જાણતો
હોવાથી તેને અત્યંત ભિન્નપણું છે એમ
દર્શાવે છે.

પૂર્વોક્ત સ્વયંભૂ -આત્માને ઇંદ્રિયો વિના કઇ

રીતે જ્ઞાન -આનંદ હોય? એવા સંદેહનું
નિરાકરણ
૧૯
૩૨

અતીંદ્રિયપણાને લીધે શુદ્ધાત્માને શારીરિક

કેવળજ્ઞાનીને અને શ્રુતજ્ઞાનીને અવિશેષ - પણે
સુખદુઃખ નથી૨૦
દર્શાવીને વિશેષ આકાંક્ષાના ક્ષોભને ક્ષય
કરે છે.
૩૩

Page -8 of 513
PDF/HTML Page 23 of 544
single page version

વિષયગાથા

વિષયગાથા

જ્ઞાનના શ્રુત -ઉપાધિકૃત ભેદને દૂર કરે છે. ૩૪ આત્મા અને જ્ઞાનનો કર્તૃત્વ -કરણત્વકૃત

એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી. ૪૯
ક્રમે પ્રવર્તતા જ્ઞાનનું સર્વગતપણું સિદ્ધ થતું
ભેદ દૂર કરે છે.૩૫
નથી.૫૦

શું જ્ઞાન છે અને શું જ્ઞેય છે તે વ્યક્ત

યુગપદ્ પ્રવૃત્તિ વડે જ જ્ઞાનનું સર્વગતપણું
કરે છે.૩૬
સિદ્ધ થાય છે.૫૧

દ્રવ્યોના અતીત -અનાગત પર્યાયો પણ,

જ્ઞાનીને જ્ઞપ્તિક્રિયાનો સદ્ભાવ હોવા છતાં
તાત્કાળિક પર્યાયોની માફક, પૃથક્પણે
જ્ઞાનમાં વર્તે છે.
૩૭
પણ ક્રિયાના ફળરૂપ બંધનો નિષેધ
કરતાં જ્ઞાન -અધિકારનો ઉપસંહાર
કરે છે.
૫૨

અવિદ્યમાન પર્યાયોનું કથંચિત્ વિદ્યમાનપણું ૩૮ અવિદ્યમાન પર્યાયોનું જ્ઞાનપ્રત્યક્ષપણું દ્રઢ

સુખ અધિકાર
કરે છે.૩૯
જ્ઞાનથી અભિન્ન એવા સુખનું સ્વરૂપ વર્ણવતાં

ઇંદ્રિયજ્ઞાનને માટે જ નષ્ટ અને અનુત્પન્ન

ક્યું જ્ઞાન તેમ જ સુખ ઉપાદેય છે અને
કયું હેય છે તે વિચારે છે.
૫૩
જાણવાનું અશક્ય છે એમ ન્યાયથી
નક્કી કરે છે.
૪૦
અતીન્દ્રિય સુખના સાધનભૂત અતીન્દ્રિય

અતીંદ્રિય જ્ઞાન માટે જે જે કહેવામાં આવે

જ્ઞાન ઉપાદેય છે એમ પ્રશંસે છે.૫૪
તે તે (બધું) સંભવે છે એમ સ્પષ્ટ કરે
છે.
૪૧
ઇંદ્રિયસુખના સાધનભૂત ઇંદ્રિયજ્ઞાન હેય છે
એમ તેને નિંદે છે.૫૫

જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા જ્ઞાનમાંથી

ઇંદ્રિયજ્ઞાન પ્રત્યક્ષ નથી એમ નક્કી
ઉદ્ભવતી નથી એમ શ્રદ્ધે છે.૪૨
કરે છે.૫૭

જ્ઞેયાર્થપરિણમનસ્વરૂપ ક્રિયા અને તેનું

પરોક્ષ અને પ્રત્યક્ષનાં લક્ષણ દર્શાવે છે.૫૮
ફળ શામાંથી ઉત્પન્ન થાય છે?
એમ વિવેચે છે.
૪૩
પ્રત્યક્ષ જ્ઞાનને પારમાર્થિક સુખપણે
દર્શાવે છે.૫૯

કેવળીભગવંતોને ક્રિયા પણ ક્રિયાફળને

ઉત્પન્ન કરતી નથી.૪૪
‘કેવળજ્ઞાનને પણ પરિણામ દ્વારા ખેદનો

તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર છે. ૪૫ કેવળીભગવંતોની માફક બધાય જીવોને

સંભવ હોવાથી કેવળજ્ઞાન એકાંતિક
સુખ નથી’ એવા અભિપ્રાયનું ખંડન
કરે છે.
૬૦
સ્વભાવવિઘાતનો અભાવ હોવાનું
નિષેધે છે.
૪૬
‘કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે’ એમ નિરૂપણ

અતીન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદે છે. ૪૭ સર્વને નહિ જાણનાર એકને પણ

કરતાં ઉપસંહાર કરે છે.૬૧
કેવળીઓને જ પારમાર્થિક સુખ હોય છે એમ
જાણતો નથી.૪૮
શ્રદ્ધા કરાવે છે.૬૨

Page -7 of 513
PDF/HTML Page 24 of 544
single page version

વિષયગાથા

વિષયગાથા
શુભ અને અશુભ ઉપયોગનું અવિશેષપણું

પરોક્ષજ્ઞાનવાળાઓના અપારમાર્થિક

અવધારીને, સમસ્ત રાગદ્વેષના દ્વૈતને
દૂર કરતા થકા, અશેષ દુઃખનો ક્ષય
કરવાનો દ્રઢ નિશ્ચય કરી શુદ્ધોપયોગમાં
વસે છે.

ઇંદ્રિયસુખનો વિચાર૬૩ જ્યાં સુધી ઇંદ્રિયો છે ત્યાં સુધી સ્વભાવથી

જ દુઃખ છે એમ ન્યાયથી નક્કી
કરે છે.
૬૪
૭૮
મોહાદિકના ઉન્મૂલન પ્રત્યે સર્વ આરંભથી

મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે,

કટિબદ્ધ થાય છે.૭૯
શરીર સુખનું સાધન હોવાની વાતનું
ખંડન કરે છે.
૬૫
‘મારે મોહની સેનાને કઇ રીતે જીતવી’એમ
ઉપાય વિચારે છે.૮૦

આત્મા સ્વયમેવ સુખપરિણામની શક્તિવાળો

મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં
હોવાથી વિષયોનું અકિંચિત્કરપણું૬૭
પ્રમાદ ચોર છે એમ વિચારી
જાગૃત રહે છે.
૮૧

આત્માનું સુખસ્વભાવપણું દ્રષ્ટાંત વડે દ્રઢ

કરીને આનંદ -અધિકાર પૂર્ણ કરે છે. ૬૮
પૂર્વોક્ત ગાથાઓમાં વર્ણવ્યો તે જ એક,
શુભપરિણામ અધિકાર
ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો
નિઃશ્રેયસનો પારમાર્થિક પંથ છે
એમ

ઇંદ્રિયસુખના સ્વરૂપ સંબંધી વિચાર ઉપાડતાં,

મતિને વ્યવસ્થિત કરે છે.૮૨
તેના સાધનનું સ્વરૂપ૬૯
શુદ્ધાત્માનો પરિપંથી જે મોહ તેનો

ઇંદ્રિયસુખને શુભોપયોગના સાધ્ય તરીકે

સ્વભાવ અને પ્રકારો વ્યક્ત કરે છે. ૮૩
કહે છે.૭૦
ત્રણ પ્રકારના મોહને અનિષ્ટ કાર્યનું કારણ

ઇંદ્રિયસુખને દુઃખપણે સિદ્ધ કરે છે.૭૧

કહીને તેનો ક્ષય કરવાનું કહે છે.૮૪

ઇંદ્રિયસુખના સાધનભૂત પુણ્યને ઉત્પન્ન

રાગદ્વેષમોહને આ લિંગો વડે ઓળખીને
કરનાર શુભોપયોગનું, દુઃખના સાધન-
ભૂત પાપને ઉત્પન્ન કરનાર અશુભો-
પયોગથી અવિશેષપણું પ્રગટ કરે છે. ૭૨
ઉદ્ભવતાં વેંત જ મારી નાખવા
યોગ્ય છે.
૮૫
મોહક્ષય કરવાનો ઉપાયાન્તર વિચારે છે.૮૬

પુણ્યો દુઃખના બીજના હેતુ છે એમ

જિનેંદ્રના શબ્દબ્રહ્મમાં અર્થોની વ્યવસ્થા
ન્યાયથી પ્રગટ કરે છે.૭૪
કઇ રીતે છે તે વિચારે છે.૮૭

પુણ્યજન્ય ઇંદ્રિયસુખનું ઘણા પ્રકારે

મોહક્ષયના ઉપાયભૂત જિનેશ્વરના ઉપદેશની
દુઃખપણું પ્રકાશે છે.૭૬
પ્રાપ્તિ થવા છતાં પણ પુરુષાર્થ અર્થ-
ક્રિયાકારી છે.
૮૮

પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત

સ્વ -પરના વિવેકની સિદ્ધિથી જ મોહનો ક્ષય
કરતા થકા (આ વિષયનો) ઉપસંહાર
કરે છે.
૭૭
થઇ શકે છે તેથી સ્વ -પરના વિભાગની
સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.
૮૯

Page -6 of 513
PDF/HTML Page 25 of 544
single page version

વિષયગાથા

વિષયગાથા

સર્વ પ્રકારે સ્વ -પરના વિવેકની સિદ્ધિ

આચાર્યભગવાન સામ્યનું ધર્મત્વ સિદ્ધ કરીને
આગમથી કરવાયોગ્ય છે એમ
ઉપસંહાર કરે છે.
૯૦
‘હું સ્વયં સાક્ષાત્ ધર્મ જ છું’ એવા
ભાવમાં નિશ્ચળ ટકે છે.
૯૨

જિનોદિત અર્થોના શ્રદ્ધાન વિના ધર્મલાભ

થતો નથી.૯૧
(૨) જ્ઞેયત˚વ -પ્રજ્ઞાપન

વિષયગાથા

વિષયગાથા
ુવ્યસામાન્ય અધિકાર
પૃથક્ત્વ અને અન્યત્વનું લક્ષણ૧૦૬
અતદ્ભાવને ઉદાહરણ વડે સ્પષ્ટ રીતે

પદાર્થોનું સમ્યક્ દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ૯૩

દર્શાવે છે૧૦૭

સ્વસમય -પરસમયની વ્યવસ્થા નક્કી કરીને

સર્વથા અભાવ તે અતદ્ભાવનું લક્ષણ નથી. ૧૦૮
સત્તા અને દ્રવ્યનું ગુણ -ગુણીપણું સિદ્ધ

ઉપસંહાર કરે છે.૯૪ દ્રવ્યનું લક્ષણ૯૫

કરે છે.૧૦૯

સ્વરૂપ -અસ્તિત્વનું કથન૯૬ સાદ્રશ્ય -અસ્તિત્વનું કથન૯૭

ગુણ ને ગુણીના અનેકપણાનું ખંડન૧૧૦

દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું અને

દ્રવ્યને સત્ -ઉત્પાદ અને અસત્ -ઉત્પાદ
દ્રવ્યથી સત્તાનું અર્થાંતરપણું હોવાનું
ખંડન કરે છે.
૯૮
હોવામાં અવિરોધ સિદ્ધ કરે છે.૧૧૧
સત્ -ઉત્પાદને અનન્યપણા વડે અને

ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવા છતાં દ્રવ્ય

અસત્ -ઉત્પાદને અન્યપણા વડે
નક્કી કરે છે.
૧૧૨

‘સત્’ છે એમ દર્શાવે છે.૯૯ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર

એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ
અવિનાભાવ દ્રઢ કરે છે.૧૦૦
હોવામાં અવિરોધ દર્શાવે છે.૧૧૪

ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ

સર્વ વિરોધને દૂર કરનારી સપ્તભંગી
કરે છે.૧૦૧
પ્રગટ કરે છે.૧૧૫

ઉત્પાદાદિકનો ક્ષણભેદ નિરસ્ત કરીને

જીવને મનુષ્યાદિપર્યાયો ક્રિયાનાં ફળ હોવાથી
તેઓ દ્રવ્ય છે એમ સમજાવે છે. ૧૦૨
તે પર્યાયોનું અન્યત્વ પ્રકાશે છે.૧૧૬

દ્રવ્યનાં ઉત્પાદ -વ્યય -ધ્રૌવ્ય અનેકદ્રવ્યપર્યાય

મનુષ્યાદિપર્યાયોમાં જીવને સ્વભાવનો પરાભવ
તથા એકદ્રવ્યપર્યાય દ્વારા વિચારે છે. ૧૦૩
કયા કારણે થાય છે તેનો નિર્ધાર૧૧૮

સત્તા અને દ્રવ્ય અર્થાંતરો નહિ હોવા

જીવનું દ્રવ્યપણે અવસ્થિતપણું હોવા છતાં
વિષે યુક્તિ૧૦૫
પર્યાયોથી અનવસ્થિપણું૧૧૯

Page -5 of 513
PDF/HTML Page 26 of 544
single page version

વિષય

ગાથા
વિષય
ગાથા

પરિણામાત્મક સંસારમાં કયા કારણે પુદ્ગલોનો

‘કાળાણુ અપ્રદેશી જ છે’ એવો નિયમ
સંબંધ થાય છે કે જેથી તે (-સંસાર)
મનુષ્યાદિપર્યાયાત્મક હોય છે
તેનું
કરે છે.
૧૩૮
કાળપદાર્થનાં દ્રવ્ય અને પર્યાય
૧૩૯
સમાધાન
૧૨૧
આકાશના પ્રદેશનું લક્ષણ
૧૪૦

પરમાર્થે આત્માને દ્રવ્યકર્મનું અકર્તાપણું

૧૨૨
તિર્યક્પ્રચય તથા ઊર્ધ્વપ્રચય
૧૪૧

આત્મા જે રૂપે પરિણમે છે તે સ્વરૂપ શું છે?૧૨૩ જ્ઞાનનું, કર્મનું અને કર્મફળનું સ્વરૂપ વર્ણવીને

કાળપદાર્થનો ઊર્ધ્વપ્રચય નિરન્વય
હોવાની વાતનું ખંડન
૧૪૨
તેમને આત્માપણે નક્કી કરે છે.
૧૨૪
સર્વ વૃત્ત્યંશોમાં કાળપદાર્થ ઉત્પાદવ્યય-

શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિને અભિનંદતા થકા

ધ્રૌવ્યવાળો છે એમ સિદ્ધ કરે છે. ૧૪૩
દ્રવ્યસામાન્યના વર્ણનનો ઉપસંહાર
કરે છે.
કાળપદાર્થનું પ્રદેશમાત્રપણું સિદ્ધ કરે છે. ૧૪૪
૧૨૬
જ્ઞાનજ્ઞેયવિભાગ અધિકાર
ુવ્યવિશેષ અધિકાર
આત્માને વિભક્ત કરવા માટે વ્યવહાર-

દ્રવ્યના જીવ -અજીવપણારૂપ વિશેષને નક્કી

જીવત્વનો હેતુ વિચારે છે.
૧૪૫
કરે છે.
૧૨૭
પ્રાણો કયા છે તે કહે છે.
૧૪૬

દ્રવ્યનો લોક -અલોકપણારૂપ વિશેષ નક્કી

વ્યુત્પત્તિથી પ્રાણોને જીવત્વનું હેતુપણું તથા
કરે છે.
૧૨૮
તેમનું પૌદ્ગલિકપણું
૧૪૭

‘ક્રિયા’ અને ‘ભાવ’તેમની અપેક્ષાએ દ્રવ્યનો

પ્રાણોને પૌદ્ગલિક કર્મનું કારણપણું પ્રગટ
વિશેષ નક્કી કરે છે.
૧૨૯
કરે છે.
૧૪૯

ગુણવિશેષથી દ્રવ્યવિશેષ છે એમ જણાવે છે. ૧૩૦ મૂર્ત અને અમૂર્ત ગુણોનાં લક્ષણ તથા સંબંધ

પૌદ્ગલિક પ્રાણોની સંતતિની પ્રવૃત્તિનો
અંતરંગ હેતુ
૧૫૦
દર્શાવે છે.
૧૩૧
પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો

મૂર્ત પુદ્ગલદ્રવ્યના ગુણ

૧૩૨
અંતરંગ હેતુ
૧૫૧
આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે,

અમૂર્ત દ્રવ્યોના ગુણો

૧૩૩
વ્યવહાર -જીવત્વના હેતુ એવા જે ગતિ-
વિશિષ્ટ પર્યાયો તેમનું સ્વરૂપ વર્ણવે છે. ૧૫૨

દ્રવ્યોનો પ્રદેશવત્ત્વ અને અપ્રદેશવત્ત્વરૂપ

વિશેષ
૧૩૫
પર્યાયના ભેદ
૧૫૩

પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલાં છે તે

અર્થનિશ્ચાયક એવું જે અસ્તિત્વતેને સ્વ -પરના
જણાવે છે.
૧૩૬
વિભાગના હેતુ તરીકે સમજાવે છે. ૧૫૪

પ્રદેશવત્ત્વ અને અપ્રદેશવત્ત્વ કયા પ્રકારે

આત્માને અત્યંત વિભક્ત કરવા માટે પરદ્રવ્યના
સંભવે છેતે કહે છે.
૧૩૭
સંયોગના કારણનું સ્વરૂપ
૧૫૫

Page -4 of 513
PDF/HTML Page 27 of 544
single page version

વિષય

ગાથા
વિષય
ગાથા

શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગનું સ્વરૂપ ૧૫૭ પરદ્રવ્યના સંયોગનું જે કારણ તેના વિનાશને

જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યથી
નિવૃત્તિની સિદ્ધિને માટે સ્વ -પરનો
વિભાગ
૧૮૨
અભ્યાસે છે.
૧૫૯
જીવને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત અને

શરીરાદિ પરદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થપણું પ્રગટ

પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વ -પરના
વિભાગનું જ્ઞાન -અજ્ઞાન છે.
કરે છે.
૧૬૦
૧૮૩

શરીર, વાણી અને મનનું પરદ્રવ્યપણું

૧૬૧
આત્માનું કર્મ શું છે તેનું નિરૂપણ
૧૮૪

આત્માને પરદ્રવ્યપણાનો અભાવ અને

‘પુદ્ગલપરિણામ આત્માનું કર્મ કેમ નથી’
પરદ્રવ્યના કર્તાપણાનો અભાવ
૧૬૨
એવા સંદેહને દૂર કરે છે.
૧૮૫

પરમાણુદ્રવ્યોને પિંડપર્યાયરૂપ પરિણતિનું

આત્મા કઇ રીતે પુદ્ગલકર્મો વડે ગ્રહાય છે
કારણ
૧૬૩
અને મુકાય છેતેનું નિરૂપણ
૧૮૬

આત્માને પુદ્ગલોના પિંડના કર્તૃત્વનો

પુદ્ગલકર્મોના વૈચિત્ર્યને કોણ કરે છે તેનું
અભાવ
૧૬૭
નિરૂપણ
૧૮૭

આત્માને શરીરપણાનો અભાવ નક્કી કરે છે.૧૭૧ જીવનું અસાધારણ સ્વલક્ષણ

એકલો જ આત્મા બંધ છે
૧૮૮
૧૭૨
નિશ્ચય અને વ્યવહારનો અવિરોધ
૧૮૯

અમૂર્ત આત્માને સ્નિગ્ધ -રૂક્ષપણાનો અભાવ

અશુદ્ધ નયથી અશુદ્ધ આત્માની પ્રાપ્તિ
૧૯૦
હોવાથી બંધ કઇ રીતે થઇ શકે
શુદ્ધ નયથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ
૧૯૧
એવો પૂર્વપક્ષ
૧૭૩
ધ્રુવપણાને લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ

ઉપરોક્ત પૂર્વપક્ષનો ઉત્તર

૧૭૪
કરવાયોગ્ય છે.
૧૯૨

ભાવબંધનું સ્વરૂપ

૧૭૫
શુદ્ધાત્માની ઉપલબ્ધિથી શું થાય છે તે
નિરૂપે છે.
૧૯૪

ભાવબંધની યુક્તિ અને દ્રવ્યબંધનું સ્વરૂપ

૧૭૬
મોહગ્રંથિ ભેદવાથી શું થાય છે તે કહે છે. ૧૯૫
એકાગ્રસંચેતનલક્ષણધ્યાન આત્માને

પુદ્ગલબંધ, જીવબંધ અને ઉભયબંધનું

સ્વરૂપ
૧૭૭
અશુદ્ધતા લાવતું નથી.
૧૯૬

દ્રવ્યબંધનો હેતુ ભાવબંધ

૧૭૮
સકળજ્ઞાની શું ધ્યાવે છે?
૧૯૭

ભાવબંધ તે જ નિશ્ચયબંધ

૧૭૯
ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર
૧૯૮

પરિણામનું દ્રવ્યબંધના સાધકતમ રાગથી

શુદ્ધાત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવો
વિશિષ્ટપણું
૧૮૦
મોક્ષમાર્ગતેને નક્કી કરે છે.
૧૯૯

વિશિષ્ટ પરિણામના ભેદને તથા અવિશિષ્ટ

આચાર્યભગવાનપૂર્વ પ્રતિજ્ઞાનું નિર્વહણ
પરિણામને, કારણમાં કાર્યનો ઉપચાર કરીને
કાર્યપણે દર્શાવે છે.
કરતા થકા,મોક્ષમાર્ગભૂત શુદ્ધાત્મ-
૧૮૧
પ્રવૃત્તિ કરે છે.
૨૦૦

Page -3 of 513
PDF/HTML Page 28 of 544
single page version

(૩) ચરણાનુયોગસૂચક ચૂલિકા

વિષય

ગાથા
વિષય
ગાથા

આચરણ -પ્રજ્ઞાપન
ઉત્સર્ગ જ વસ્તુધર્મ છે, અપવાદ નહિ’.
૨૨૪
અપવાદના વિશેષો
૨૨૫
દુઃખમુક્તિ માટે શ્રામણ્યમાં જોડાવાની
અનિષિદ્ધ શરીરમાત્ર -ઉપધિના પાલનની
પ્રેરણા
૨૦૧
વિધિ
૨૨૬

શ્રમણ થવા ઇચ્છનાર શું શું કરે છે.

૨૦૨
યુક્તાહારવિહારી સાક્ષાત્ અનાહારવિહારી

યથાજાતરૂપધરપણાનાં બહિરંગ અને અંતરંગ

જ છે.
૨૨૭
એવાં બે લિંગોનો ઉપદેશ.
૨૦૫
શ્રમણને યુક્તાહારીપણાની સિદ્ધિ
૨૨૮

શ્રામણ્ય સંબંધી ભવતિક્રિયાને વિષે, આટલાથી

યુક્તાહારનું વિસ્તૃત સ્વરૂપ
૨૨૯
શ્રામણ્યની પ્રાપ્તિ થાય છે.
૨૦૭
ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી વડે આચરણનું

અવિચ્છિન્ન સામાયિકમાં આરૂઢ થયો હોવા છતાં

સુસ્થિતપણું
૨૩૦
શ્રમણ કદાચિત્ છેદોપસ્થાનને યોગ્ય ૨૦૮
ઉત્સર્ગ અને અપવાદના વિરોધ વડે આચરણનું

આચાર્યના ભેદો

૨૧૦
દુઃસ્થિતપણું; તથા આચરણ - પ્રજ્ઞાપનની
સમાપ્તિ.

છિન્ન સંયમના પ્રતિસંધાનની વિધિ

૨૧૧
૨૩૧

શ્રામણ્યના છેદનાં આયતનો હોવાથી પરદ્રવ્ય-

મોક્ષમાર્ગ -પ્રજ્ઞાપન
પ્રતિબંધો નિષેધવા યોગ્ય છે.
૨૧૩
મોક્ષમાર્ગના મૂળસાધનભૂત આગમમાં

શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન હોવાથી

વ્યાપાર
૨૩૨
સ્વદ્રવ્યમાં જ પ્રતિબંધ કરવાયોગ્ય છે. ૨૧૪
આગમહીનને મોક્ષાખ્ય કર્મક્ષય થતો નથી

મુનિજનને નજીકનો સૂક્ષ્મપરદ્રવ્યપ્રતિબંધ

એવું પ્રતિપાદન
૨૩૩
પણ નિષેધ્ય છે.
૨૧૫
મોક્ષમાર્ગે જનારાઓને આગમ જ એક

છેદ કોને કહેવામાં આવે છે?

૨૧૬
ચક્ષુ છે.
૨૩૪

છેદના અંતરંગ અને બહિરંગ એવા બે પ્રકાર૨૧૭ સર્વથા અંતરંગ છેદ નિષેધ્ય છે.

આગમચક્ષુ વડે બધુંય દેખાય છે જ.
૨૩૫
૨૧૮
આગમજ્ઞાન, તત્પૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન અને

ઉપધિ અંતરંગ છેદની માફક છોડવા

તદુભયપૂર્વક સંયતત્વના યુગપદપણાને
મોક્ષમાર્ગપણું હોવાનો નિયમ
યોગ્ય છે.
૨૧૯
૨૩૬

ઉપધિનો નિષેધ તે અંતરંગ છેદનો જ

આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના અયુગ-
નિષેધ છે.
૨૨૦
પદપણાને મોક્ષમાર્ગપણું ઘટતું નથી. ૨૩૭

‘કોઇને ક્યાંક ક્યારેક કોઇ પ્રકારે કોઇક ઉપધિ

આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વનું
અનિષિદ્ધ પણ છે’.
૨૨૨
યુગપદપણું હોવા છતાં પણ, આત્મજ્ઞાન
મોક્ષમાર્ગનું સાધકતમ છે.
૨૩૮

અનિષિદ્ધ ઉપધિનું સ્વરૂપ

૨૨૩

Page -2 of 513
PDF/HTML Page 29 of 544
single page version

વિષય

ગાથા
વિષય
ગાથા

આત્મજ્ઞાનશૂન્યને સર્વ આગમજ્ઞાન, તત્ત્વાર્થ -

અવિપરીત ફળનું કારણ એવું જે ‘અવિપરીત
શ્રદ્ધાન તથા સંયતત્વનું યુગપદપણું પણ
અકિંચિત્કર છે.
કારણ’ તેની ઉપાસનારૂપ પ્રવૃત્તિ સામાન્ય-
વિશેષપણે કરવાયોગ્ય છે.
૨૩૯
૨૬૧

આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના

શ્રમણાભાસો પ્રત્યે સર્વ પ્રવૃત્તિઓ નિષેધે છે. ૨૬૩
કેવો જીવ શ્રમણાભાસ છે તે કહે છે.
યુગપદપણાનું અને આત્મજ્ઞાનનું
યુગપદપણું
૨૬૪
૨૪૦
જે શ્રામણ્યે સમાન છે તેનું અનુમોદન નહિ

સંયતનું લક્ષણ

૨૪૧
કરનારનો વિનાશ
૨૬૫

સંયતપણું તે જ મોક્ષમાર્ગ છે.

૨૪૨
જે શ્રામણ્યે અધિક હોય તેના પ્રત્યે જાણે કે તે

અનેકાગ્રતાને મોક્ષમાર્ગપણું ઘટતું નથી.

૨૪૩
શ્રામણ્યે હીન હોય એમ આચરણ
કરનારનો વિનાશ
૨૬૬

એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે એમ નક્કી કરતા થકા

મોક્ષમાર્ગ -પ્રજ્ઞાપનનો ઉપસંહાર કરે છે.૨૪૪
પોતે શ્રામણ્યે અધિક હોય છતાં પોતાનાથી હીન
શ્રમણ પ્રત્યે સમાન જેવું આચરણ કરે તો
તેનો વિનાશ
શુભોપયોગ -પ્રજ્ઞાપન
૨૬૭

શુભોપયોગીઓને શ્રમણ તરીકે ગૌણપણે

અસત્સંગ નિષેધ્ય છે.
૨૬૮
દર્શાવે છે.
૨૪૫
લૌકિક જનનું લક્ષણ
૨૬૯

શુભોપયોગી શ્રમણનું લક્ષણ

૨૪૬
સત્સંગ કરવાયોગ્ય છે.
૨૭૦

શુભોપયોગી શ્રમણોની પ્રવૃત્તિ

૨૪૭
પંચરત્ન -પ્રજ્ઞાપન

બધીયે પ્રવૃત્તિઓ શુભોપયોગીઓને જ

હોય છે.
૨૪૯
સંસારતત્ત્વ
૨૭૧

પ્રવૃત્તિ સંયમની વિરોધી હોવાનો નિષેધ

૨૫૦
મોક્ષતત્ત્વ
૨૭૨

પ્રવૃત્તિના વિષયના બે વિભાગો

૨૫૧
મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ
૨૭૩

પ્રવૃત્તિના કાળનો વિભાગ

૨૫૨
મોક્ષતત્ત્વના સાધનતત્ત્વને સર્વમનોરથના
સ્થાન તરીકે અભિનંદે છે.
૨૭૪

લોકની સાથે વાતચીતની પ્રવૃત્તિ તેના નિમિત્તના

વિભાગ સહિત દર્શાવે છે.
૨૫૩
શિષ્યજનને શાસ્ત્રફળ સાથે જોડતા થકા
શાસ્ત્રની સમાપ્તિ.
૨૭૫

શુભોપયોગનો ગૌણ -મુખ્ય વિભાગ

૨૫૪
પરિશિષ્ટ
પૃષ્ઠ

શુભોપયોગને કારણની વિપરીતતાથી ફળની

વિપરીતતા
૨૫૫
૪૭ નયો દ્વારા આત્મદ્રવ્યનું કથન
૪૯૩

અવિપરીત ફળનું કારણ એવું જે ‘અવિપરીત

આત્મદ્રવ્યની પ્રાપ્તિનો પ્રકાર
૫૦૨
કારણ’ તે દર્શાવે છે.
૨૫૯
LL

Page -1 of 513
PDF/HTML Page 30 of 544
single page version

સાધક જીવની દ્રષ્ટિ

અધ્યાત્મમાં હંમેશાં નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છેએમ સમજવું; કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશાં નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગ - દ્વેષના વિકલ્પો જ ઊઠે છે.

છયે દ્રવ્યો, તેમના ગુણો અને તેમના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છેએમ વ્યવહારનયે કહેવામાંસમજાવવામાં આવે; પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છેએમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.

સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય - ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી.


Page 0 of 513
PDF/HTML Page 31 of 544
single page version

नमः श्रीसर्वज्ञवीतरागाय
શાસ્ત્ર -સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ।।१।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का
मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान् ।।२।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।३।।
श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः ।।
सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं, भव्यजीवमनःप्रतिबोधकारकं,
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्री प्रवचनसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु
।।
मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी
मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ।।१।।
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं
प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।।२।।

Page 1 of 513
PDF/HTML Page 32 of 544
single page version

नमः श्रीसिद्धेभ्यः।
नमोऽनेकान्ताय।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
પ્રવચનસાર
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
श्रीमदमृतचन्द्रसूरिकृततत्त्वप्रदीपिकावृत्तिः।
( अनुष्टुभ् )
सर्वव्याप्येकचिद्रूपस्वरूपाय परात्मने
स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः ।।१।।
श्रीजयसेनाचार्यकृततात्पर्यवृत्तिः।
नमः परमचैतन्यस्वात्मोत्थसुखसम्पदे
परमागमसाराय सिद्धाय परमेष्ठिने ।।
મૂળ ગાથાઓનો અને તત્ત્વપ્રદીપિકા નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ

[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ ‘પ્રવચનસાર’ નામના શાસ્ત્રની ‘તત્ત્વપ્રદીપિકા’ નામની સંસ્કૃત ટીકા રચનાર શ્રી અમૃતચંદ્રા- ચાર્યદેવ શ્લોક દ્વારા મંગળાચરણ કરતાં જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છેઃ]

[અર્થઃ] સર્વવ્યાપી (અર્થાત્ સર્વને દેખનારજાણનાર) એક ચૈતન્યરૂપ (માત્ર ચૈતન્ય જ) જેનું સ્વરૂપ છે અને જે સ્વાનુભવપ્રસિદ્ધ છે (અર્થાત્ શુદ્ધ આત્માના અનુભવથી પ્રકૃષ્ટપણે સિદ્ધ છે) તે જ્ઞાનાનંદાત્મક (જ્ઞાન ને આનંદસ્વરૂપ) ઉત્કૃષ્ટ આત્માને નમસ્કાર. પ્ર. ૧


Page 2 of 513
PDF/HTML Page 33 of 544
single page version

( अनुष्टुभ् )
हेलोल्लुप्तमहामोहतमस्तोमं जयत्यदः
प्रकाशयज्जगत्तत्त्वमनेकान्तमयं महः ।।२।।
( आर्या )
परमानन्दसुधारसपिपासितानां हिताय भव्यानाम्
क्रियते प्रकटिततत्त्वा प्रवचनसारस्य वृत्तिरियम् ।।३।।

अथ प्रवचनसारव्याख्यायां मध्यमरुचिशिष्यप्रतिबोधनार्थायां मुख्यगौणरूपेणान्तस्तत्त्वबहि- स्तत्त्वप्ररूपणसमर्थायां च प्रथमत एकोत्तरशतगाथाभिर्ज्ञानाधिकारः, तदनन्तरं त्रयोदशाधिक शतगाथाभि- र्दर्शनाधिकारः, ततश्च सप्तनवतिगाथाभिश्चारित्राधिकारश्चेति समुदायेनैकादशाधिकत्रिशतप्रमितसूत्रैः सम्यग्ज्ञानदर्शनचारित्ररूपेण महाधिकारत्रयं भवति अथवा टीकाभिप्रायेण तु सम्यग्ज्ञानज्ञेयचारित्रा- धिकारचूलिकारूपेणाधिकारत्रयम् तत्राधिकारत्रये प्रथमतस्तावज्ज्ञानाभिधानमहाधिकारमध्ये द्वासप्त- तिगाथापर्यन्तं शुद्धोपयोगाधिकारः कथ्यते तासु द्वासप्ततिगाथासु मध्ये ‘एस सुरासुर --’ इमां गाथामादिं कृत्वा पाठक्रमेण चतुर्दशगाथापर्यन्तं पीठिका, तदनन्तरं सप्तगाथापर्यन्तं सामान्येन सर्वज्ञ- सिद्धिः, तदनन्तरं त्रयस्त्रिंशद्गाथापर्यन्तं ज्ञानप्रपञ्चः, ततश्चाष्टादशगाथापर्यन्तं सुखप्रपञ्चश्चेत्यन्तराधि- कारचतुष्टयेन शुद्धोपयोगाधिकारो भवति अथ पञ्चविंशतिगाथापर्यन्तं ज्ञानकण्डिकाचतुष्टयप्रति- पादकनामा द्वितीयोऽधिकारश्चेत्यधिकारद्वयेन, तदनन्तरं स्वतन्त्रगाथाचतुष्टयेन चैकोत्तरशतगाथाभिः प्रथममहाधिकारे समुदायपातनिका ज्ञातव्या

इदानीं प्रथमपातनिकाभिप्रायेण प्रथमतः पीठिकाव्याख्यानं क्रियते, तत्र पञ्चस्थलानि भवन्ति; तेष्वादौ नमस्कारमुख्यत्वेन गाथापञ्चकं, तदनन्तरं चारित्रसूचनमुख्यत्वेन ‘संपज्जइ णिव्वाणं’ इति प्रभृति गाथात्रयमथ शुभाशुभशुद्धोपयोगत्रयसूचनमुख्यत्वेन ‘जीवो परिणमदि’ इत्यादिगाथासूत्रद्वयमथ तत्फलकथनमुख्यतया ‘धम्मेण परिणदप्पा’ इति प्रभृति सूत्रद्वयम् अथ शुद्धोपयोगध्यातुः पुरुषस्य प्रोत्साहनार्थं शुद्धोपयोगफलदर्शनार्थं च प्रथमगाथा, शुद्धोपयोगिपुरुषलक्षणकथनेन द्वितीया चेति ‘अइसयमादसमुत्थं’ इत्यादि गाथाद्वयम् एवं पीठिकाभिधानप्रथमान्तराधिकारे स्थलपञ्चकेन चतुर्दशगाथाभिस्समुदायपातनिका तद्यथा

[હવે અનેકાન્તમય જ્ઞાનની મંગળ અર્થે શ્લોક દ્વારા સ્તુતિ કરે છેઃ] [અર્થઃ] મહા મોહરૂપી અંધકારના સમૂહને જે લીલામાત્રમાં નષ્ટ કરે છે અને જગતના સ્વરૂપને પ્રકાશે છે એવું અનેકાન્તમય તેજ સદા જયવંત વર્તે છે.

[હવે શ્લોક દ્વારા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ અનેકાન્તમય જિનપ્રવચનના સારભૂત આ ‘પ્રવચનસાર’ શાસ્ત્રની ટીકા કરવાની પ્રતિજ્ઞા કરે છેઃ]

[અર્થઃ] પરમાનંદરૂપી સુધારસના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે, તત્ત્વને (વસ્તુસ્વરૂપને) જે પ્રગટ કરે છે એવી પ્રવચનસારની આ ટીકા કરવામાં આવે છે.


Page 3 of 513
PDF/HTML Page 34 of 544
single page version

अथ खलु कश्चिदासन्नसंसारपारावारपारः समुन्मीलितसातिशयविवेकज्योतिरस्तमित- समस्तैकान्तवादाविद्याभिनिवेशः पारमेश्वरीमनेकान्तवादविद्यामुपगम्य मुक्तसमस्तपक्षपरिग्रह- तयात्यन्तमध्यस्थो भूत्वा सकलपुरुषार्थसारतया नितान्तमात्मनो हिततमां भगवत्पञ्चपरमेष्ठि- प्रसादोपजन्यां परमार्थसत्यां मोक्षलक्ष्मीमक्षयामुपादेयत्वेन निश्चिन्वन् प्रवर्तमानतीर्थनायक- पुरःसरान् भगवतः पञ्चपरमेष्ठिनः प्रणमनवन्दनोपजनितनमस्करणेन सम्भाव्य सर्वारम्भेण मोक्षमार्गं संप्रतिपद्यमानः प्रतिजानीते

अथ कश्चिदासन्नभव्यः शिवकुमारनामा स्वसंवित्तिसमुत्पन्नपरमानन्दैकलक्षणसुखामृतविपरीत- चतुर्गतिसंसारदुःखभयभीतः, समुत्पन्नपरमभेदविज्ञानप्रकाशातिशयः, समस्तदुर्नयैकान्तनिराकृतदुराग्रहः, परित्यक्तसमस्तशत्रुमित्रादिपक्षपातेनात्यन्तमध्यस्थो भूत्वा धर्मार्थकामेभ्यः सारभूतामत्यन्तात्महिताम- विनश्वरां पंचपरमेष्ठिप्रसादोत्पन्नां मुक्तिश्रियमुपादेयत्वेन स्वीकुर्वाणः, श्रीवर्धमानस्वामितीर्थकरपरमदेव- प्रमुखान् भगवतः पंचपरमेष्ठिनो द्रव्यभावनमस्काराभ्यां प्रणम्य परमचारित्रमाश्रयामीति प्रतिज्ञां करोति

[આ રીતે મંગળાચરણ અને ટીકા કરવાની પ્રતિજ્ઞા કરીને, ભગવાન કુંદકુંદાચાર્ય- દેવવિરચિત પ્રવચનસારની પહેલી પાંચ ગાથાઓના પ્રારંભમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ તે ગાથાઓની ઉત્થાનિકા કરે છેઃ ]

હવે, સંસારસમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા કોઈ (આસન્નભવ્ય મહાત્મા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ), સાતિશય (ઉત્તમ) વિવેકજ્યોતિ જેમને પ્રગટ થઈ છે (અર્થાત્ પરમ ભેદવિજ્ઞાનનો પ્રકાશ જેમને ઉત્પન્ન થયો છે) અને સમસ્ત એકાન્તવાદરૂપ અવિદ્યાનો અભિનિવેશ જેમને અસ્ત થયો છે એવા, પારમેશ્વરી (પરમેશ્વર જિનભગવાનની) અનેકાન્તવાદવિદ્યાને પામીને, સમસ્ત પક્ષનો પરિગ્રહ (શત્રુમિત્રાદિનો સમસ્ત પક્ષપાત) છોડ્યો હોવાથી અત્યંત મધ્યસ્થ થઈને, સર્વ પુરુષાર્થમાં સારભૂત હોવાથી જે આત્માને અત્યંત હિતતમ છે એવી, ભગવંત પંચપરમેષ્ઠીના પ્રસાદથી ઊપજવાયોગ્ય, પરમાર્થસત્ય (પારમાર્થિક રીતે સાચી), અક્ષય (અવિનાશી) મોક્ષલક્ષ્મીને ઉપાદેયપણે નક્કી કરતા થકા, પ્રવર્તમાન તીર્થના નાયક (શ્રી મહાવીરસ્વામી) પૂર્વક ભગવંત પંચપરમેષ્ઠીને પ્રણમન અને વંદનથી થતા નમસ્કાર વડે સંભાવીને (સન્માનીને) સર્વ આરંભથી (ઉદ્યમથી) મોક્ષમાર્ગનો આશ્રય કરતા થકા, પ્રતિજ્ઞા કરે છેઃ ૧. અભિનિવેશ=અભિપ્રાય; નિશ્ચય; આગ્રહ. ૨. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષ -અર્થોમાં (પુરુષ -પ્રયોજનોમાં) મોક્ષ જ સારભૂત (શ્રેષ્ઠ, તાત્ત્વિક)

પુરુષ -અર્થ છે. ૩. હિતતમ=ઉત્કૃષ્ટ હિતસ્વરૂપ ૪. પ્રસાદ=પ્રસન્નતા; કૃપા. ૫. ઉપાદેય=ગ્રહણ કરવા યોગ્ય. (મોક્ષરૂપી લક્ષ્મી હિતતમ, સાચી અને અવિનાશી હોવાથી ઉપાદેય છે.) ૬.પ્રણમન=દેહથી નમવું તે. વંદન=વચનથી સ્તુતિ કરવી તે. (નમસ્કારમાં પ્રણમન અને વંદન બંને સમાય છે.)


Page 4 of 513
PDF/HTML Page 35 of 544
single page version

अथ सूत्रावतार :
एस सुरासुरमणुसिंदवंदिदं धोदघाइकम्ममलं
पणमामि वड्ढमाणं तित्थं धम्मस्स कत्तारं ।।१।।
सेसे पुण तित्थयरे ससव्वसिद्धे विसुद्धसब्भावे
समणे य णाणदंसणचरित्ततववीरियायारे ।।२।।
ते ते सव्वे समगं समगं पत्तेगमेव पत्तेगं
वंदामि य वट्टंते अरहंते माणुसे खेत्ते ।।३।।
किच्चा अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं
अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसिं ।।४।।

पणमामीत्यादिपदखण्डनारूपेण व्याख्यानं क्रियतेपणमामि प्रणमामि स कः कर्ता एस एषोऽहं ग्रन्थकरणोद्यतमनाः स्वसंवेदनप्रत्यक्षः कं वड्ढमाणं अवसमन्तादृद्धं वृद्धं मानं प्रमाणं ज्ञानं यस्य स भवति वर्धमानः, ‘अवाप्योरलोपः’ इति लक्षणेन भवत्यकारलोपोऽवशब्दस्यात्र, तं रत्नत्रयात्मकप्रवर्तमानधर्मतीर्थोपदेशकं श्रीवर्धमानतीर्थकरपरमदेवम् क्व प्रणमामि प्रथमत एव किंविशिष्टं सुरासुरमणुसिंदवंदिदं त्रिभुवनाराध्यानन्तज्ञानादिगुणाधारपदाधिष्ठितत्वात्तत्पदाभिलाषिभिस्त्रि- भुवनाधीशैः सम्यगाराध्यपादारविन्दत्वाच्च सुरासुरमनुष्येन्द्रवन्दितम् पुनरपि किंविशिष्टं धोदघाइ-

હવે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રોનું અવતરણ કરવામાં આવે છેઃ
(હરિગીત)
સુર -અસુર -નરપતિવંદ્યને, પ્રવિનષ્ટઘાતિકર્મને,
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રીમહાવીરને; ૧.
વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને,
મુનિ જ્ઞાન -દ્રગ -ચારિત્ર -તપ -વીર્યાચરણસંયુક્તને. ૨.
તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.
અર્હંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે,
ગણધર અને અધ્યાપકોને, સર્વસાધુસમૂહને; ૪.

Page 5 of 513
PDF/HTML Page 36 of 544
single page version

तेसिं विसुद्धदंसणणाणपहाणासमं समासेज्ज
उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ।।५।। [ पणगं ]
एष सुरासुरमनुष्येन्द्रवन्दितं धौतघातिकर्ममलम्
प्रणमामि वर्धमानं तीर्थं धर्मस्य कर्तारम् ।।१।।
शेषान् पुनस्तीर्थकरान् ससर्वसिद्धान् विशुद्धसद्भावान्
श्रमणांश्च ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारान् ।।२।।
तांस्तान् सर्वान् समकं समकं प्रत्येकमेव प्रत्येकम्
वन्दे च वर्तमानानर्हतो मानुषे क्षेत्रे ।।३।।

कम्ममलं परमसमाधिसमुत्पन्नरागादिमलरहितपारमार्थिकसुखामृतरूपनिर्मलनीरप्रक्षालितघातिकर्ममल- त्वादन्येषां पापमलप्रक्षालनहेतुत्वाच्च धौतघातिकर्ममलम् पुनश्च किंलक्षणम् तित्थं दृष्टश्रुतानुभूत- विषयसुखाभिलाषरूपनीरप्रवेशरहितेन परमसमाधिपोतेनोत्तीर्णसंसारसमुद्रत्वात् अन्येषां तरणोपाय- भूतत्वाच्च तीर्थम् पुनश्च किंरूपम् धम्मस्स कत्तारं निरुपरागात्मतत्त्वपरिणतिरूपनिश्चयधर्मस्योपादान-

તસુ શુદ્ધદર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને.૫.

અન્વયાર્થઃ[ एषः ] આ હું [ सुरासुरमनुष्येन्द्रवन्दितं ] સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી જે વંદિત છે અને [ धौतघातिक र्ममलं ] ઘાતિકર્મમળ જેમણે ધોઈ નાખેલ છે એવા [ तीर्थं ] તીર્થરૂપ અને [ धर्मस्य क र्तारं ] ધર્મના કર્તા [ वर्धमानं ] શ્રી વર્ધમાનસ્વામીને [ प्रणमामि ] પ્રણમું છું.

[ पुनः ] વળી [ विशुद्धसद्भावान् ] વિશુદ્ધ સત્તાવાળા [ शेषान् तीर्थक रान् ] શેષ તીર્થંકરોને [ ससर्वसिद्धान् ] સર્વ સિદ્ધભગવંતો સાથે, [ च ] અને [ ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारान् ] જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારવાળા [ श्रमणान् ] શ્રમણોને પ્રણમું છું.

[ तान् तान् सर्वान् ] તે તે સર્વને [च] તથા [ मानुषे क्षेत्रे वर्तमानान् ] મનુષ્યક્ષેત્રમાં વર્તતા [ अर्हतः ] અર્હન્તોને [ समकं समकं ] સાથે સાથેસમુદાયરૂપે અને [ प्रत्येकं एव प्रत्येकं ] પ્રત્યેક પ્રત્યેકનેવ્યક્તિગત [ वन्दे ] વંદું છું. ૧. સુરેન્દ્રો = ઊર્ધ્વલોકવાસી દેવોના ઇન્દ્રો ૨. અસુરેન્દ્રો = અધોલોકવાસી દેવોના ઇન્દ્રો ૩. નરેન્દ્રો = (મધ્યલોકવાસી) મનુષ્યોના અધિપતિઓ; રાજાઓ. ૪. સત્તા = અસ્તિત્વ ૫. શ્રમણો = આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ.


Page 6 of 513
PDF/HTML Page 37 of 544
single page version

कृत्वार्हद्भयः सिद्धेभ्यस्तथा नमो गणधरेभ्यः
अध्यापकवर्गेभ्यः साधुभ्यश्चैव सर्वेभ्यः ।।४।।
तेषां विशुद्धदर्शनज्ञानप्रधानाश्रमं समासाद्य
उपसम्पद्ये साम्यं यतो निर्वाणसम्प्राप्तिः ।।५।।

एष स्वसंवेदनप्रत्यक्षदर्शनज्ञानसामान्यात्माहं सुरासुरमनुष्येन्द्रवन्दितत्वात्त्रिलोकैकगुरुं, धौतघातिकर्ममलत्वाज्जगदनुग्रहसमर्थानन्तशक्तिपारमैश्वर्यं, योगिनां तीर्थत्वात्तारणसमर्थं, धर्मकर्तृ- त्वाच्छुद्धस्वरूपवृत्तिविधातारं, प्रवर्तमानतीर्थनायकत्वेन प्रथमत एव परमभट्टारकमहादेवाधिदेव- परमेश्वरपरमपूज्यसुगृहीतनामश्रीवर्धमानदेवं प्रणमामि ।।१।। तदनु विशुद्धसद्भावत्वादुपात्त- कारणत्वात् अन्येषामुत्तमक्षमादिबहुविधधर्मोपदेशकत्वाच्च धर्मस्य कर्तारम् इति क्रियाकारकसम्बन्धः एवमन्तिमतीर्थकरनमस्कारमुख्यत्वेन गाथा गता ।।१।। तदनन्तरं प्रणमामि कान् सेसे पुण तित्थयरे ससव्वसिद्धे शेषतीर्थकरान्, पुनः ससर्वसिद्धान् वृषभादिपार्श्वपर्यन्तान् शुद्धात्मोपलब्धिलक्षणसर्वसिद्ध- सहितानेतान् सर्वानपि कथंभूतान् विसुद्धसब्भावे निर्मलात्मोपलब्धिबलेन विश्लेषिताखिलावरण- त्वात्केवलज्ञानदर्शनस्वभावत्वाच्च विशुद्धसद्भावान् समणे य श्रमणशब्दवाच्यानाचार्योपाध्यायसाधूंश्च किंलक्षणान् णाणदंसणचरित्ततववीरियायारे सर्वविशुद्धद्रव्यगुणपर्यायात्मके चिद्वस्तुनि यासौ रागादि-

એ રીતે [ अर्हद्भयः ] અર્હન્તોને અને [ सिद्धेभ्यः ] સિદ્ધોને, [ तथा गणधरेभ्यः ] આચાર્યોને, [ अध्यापक वर्गेभ्यः ] ઉપાધ્યાયવર્ગને [च एव] અને [ सर्वेभ्यः साधुभ्यः ] સર્વ સાધુઓને [ नमः कृ त्वा ] નમસ્કાર કરીને, [ तेषां ] તેમના [ विशुद्धदर्शनज्ञानप्रधानाश्रमं ] વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન આશ્રમને [ समासाद्य ] પામીને [ साम्यं उपसम्पद्ये ] હું સામ્યને પ્રાપ્ત કરું છું [ यतः ] કે જેનાથી [ निर्वाणसम्प्राप्तिः ] નિર્વાણની પ્રાપ્તિ થાય છે.

ટીકાઃસ્વસંવેદનપ્રત્યક્ષ દર્શનજ્ઞાનસામાન્યસ્વરૂપ હું, જે સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી વંદિત હોવાથી ત્રિલોકના એક (અનન્ય, સર્વોત્કૃષ્ટ) ગુરુ છે, ઘાતિકર્મમળ ધોઈ નાખેલ હોવાથી જેમને જગત પર અનુગ્રહ કરવામાં સમર્થ એવી અનંતશક્તિરૂપ પરમેશ્વરતા છે, તીર્થપણાને લીધે જે યોગીઓને તારવાને સમર્થ છે, ધર્મના કર્તા હોવાથી જે શુદ્ધસ્વરૂપપરિણતિના કરનાર છે, તે પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ, પરમેશ્વર, પરમ પૂજ્ય, જેમનું નામ ગ્રહણ પણ સારું છે એવા શ્રી વર્ધમાનદેવને, પ્રવર્તમાન તીર્થના નાયકપણાને લીધે પ્રથમ જ, પ્રણમું છું. ૧. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધદર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન (મુખ્ય) છે એવા ૨. સામ્ય = સમતા; સમભાવ. ૩. સ્વસંવેદનપ્રત્યક્ષ = સ્વાનુભવથી પ્રત્યક્ષ. (દર્શનજ્ઞાનસામાન્ય સ્વાનુભવથી પ્રત્યક્ષ છે.) ૪. દર્શનજ્ઞાનસામાન્યસ્વરૂપ = દર્શનજ્ઞાનસામાન્ય અર્થાત્ ચેતના જેનું સ્વરૂપ છે એવો.


Page 7 of 513
PDF/HTML Page 38 of 544
single page version

पाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयशुद्धदर्शनज्ञानस्वभावान् शेषानतीततीर्थनायकान्, सर्वान् सिद्धांश्च, ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारयुक्तत्वात्संभावितपरमशुद्धोपयोगभूमिकानाचार्योपाध्याय- साधुत्वविशिष्टान् श्रमणांश्च प्रणमामि ।।२।। तदन्वेतानेव पञ्चपरमेष्ठिनस्तत्तद्वयक्तिव्यापिनः सर्वानेव सांप्रतमेतत्क्षेत्रसंभवतीर्थकरासंभवान्महाविदेहभूमिसंभवत्वे सति मनुष्यक्षेत्रप्रवर्तिभि- स्तीर्थनायकैः सह वर्तमानकालं गोचरीकृत्य युगपद्युगपत्प्रत्येकं प्रत्येकं च मोक्षलक्ष्मीस्वयं- वरायमाणपरमनैर्ग्रन्थ्यदीक्षाक्षणोचितमङ्गलाचारभूतकृतिकर्मशास्त्रोपदिष्टवन्दनाभिधानेन सम्भाव- विकल्परहितनिश्चलचित्तवृत्तिस्तदन्तर्भूतेन व्यवहारपञ्चाचारसहकारिकारणोत्पन्नेन निश्चयपञ्चाचारेण परिणतत्वात् सम्यग्ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारोपेतानिति एवं शेषत्रयोविंशतितीर्थकरनमस्कार- मुख्यत्वेन गाथा गता ।।२।। अथ ते ते सव्वे तांस्तान्पूर्वोक्तानेव पञ्चपरमेष्ठिनः सर्वान् वंदामि य वन्दे, अहं कर्ता कथं समगं समगं समुदायवन्दनापेक्षया युगपद्युगपत् पुनरपि कथं पत्तेगमेव पत्तेगं प्रत्येकवन्दनापेक्षया प्रत्येकं प्रत्येकम् न केवलमेतान् वन्दे अरहंते अर्हतः किंविशिष्टान् वट्टंते माणुसे खेत्ते वर्तमानान् क्व मानुषे क्षेत्रे तथा हि ---साम्प्रतमत्र भरतक्षेत्रे तीर्थकराभावात् पञ्च-

ત્યારપછી જેઓ વિશુદ્ધસત્તાવાળા હોવાથી તાપથી ઉત્તીર્ણ થયેલા (છેલ્લો તાપ દેવાઈને અગ્નિમાંથી બહાર નીકળેલા) ઉત્તમ સુવર્ણ સમાન શુદ્ધ દર્શનજ્ઞાનસ્વભાવને પામ્યા છે એવા શેષ અતીત તીર્થંકરોને અને સર્વ સિદ્ધોને, તથા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર સહિત હોવાથી જેમણે પરમ શુદ્ધ ઉપયોગભૂમિકાને પ્રાપ્ત કરી છે એવા શ્રમણોનેકે જેઓ આચાર્યત્વ, ઉપાધ્યાયત્વ અને સાધુત્વરૂપ વિશેષોથી વિશિષ્ટ (ભેદવાળા) છે તેમનેપ્રણમું છું.

ત્યારપછી આ જ પંચપરમેષ્ઠીને, તે તે વ્યક્તિમાં (પર્યાયમાં) વ્યાપનારા બધાયને, હાલમાં આ ક્ષેત્રે ઉત્પન્ન તીર્થંકરોનો અભાવ હોવાથી અને મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરોનો સદ્ભાવ હોવાથી મનુષ્યક્ષેત્રમાં પ્રવર્તતા તીર્થનાયકો સહિત વર્તમાનકાળગોચર કરીને, (મહાવિદેહક્ષેત્રમાં વર્તતા શ્રી સીમંધરાદિ તીર્થંકરોની જેમ જાણે બધાય પંચપરમેષ્ઠી ભગવંતો વર્તમાનકાળમાં જ વર્તતા હોય એમ અત્યંત ભક્તિને લીધે ભાવીનેચિંતવીને, તેમને) યુગપદ્ યુગપદ્ અર્થાત્ સમુદાયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને અર્થાત્ વ્યક્તિગતરૂપે સંભાવું છું. કઈ રીતે સંભાવું છું? મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન જે પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ (આનંદમય પ્રસંગ) તેને ઉચિત મંગળાચરણભૂત જે કૃતિકર્મશાસ્ત્રોપદિષ્ટ વંદનોચ્ચાર (કૃતિકર્મશાસ્ત્રે ઉપદેશેલાં સ્તુતિવચન) તે વડે સંભાવું છું. ૧. અતીત = ગત; થઈ ગયેલા; ભૂતકાળના. ૨. સંભાવવું = સંભાવના કરવી; સન્માન કરવું; આરાધવું. ૩. અંગબાહ્ય ૧૪ પ્રકીર્ણકોમાં છટ્ઠું પ્રકીર્ણક ‘કૃતિકર્મ’ છે, જેમાં નિત્ય -નૈમિત્તિક ક્રિયાનું વર્ણન છે.


Page 8 of 513
PDF/HTML Page 39 of 544
single page version

यामि ।।३।। अथैवमर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां प्रणतिवन्दनाभिधानप्रवृत्तद्वैतद्वारेण भाव्य- भावकभावविजृम्भितातिनिर्भर्रेतरेतरसंवलनबलविलीननिखिलस्वपरविभागतया प्रवृत्ताद्वैतं नमस्कारं कृत्वा ।।४।। तेषामेवार्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां विशुद्धज्ञानदर्शनप्रधानत्वेन सहजशुद्धदर्शनज्ञानस्वभावात्मतत्त्वश्रद्धानावबोधलक्षणसम्यग्दर्शनज्ञानसंपादकमाश्रमं समासाद्य सम्यग्दर्शनज्ञानसंपन्नो भूत्वा, जीवत्कषायकणतया पुण्यबन्धसंप्राप्तिहेतुभूतं सरागचारित्रं महाविदेहस्थितश्रीसीमन्धरस्वामीतीर्थकरपरमदेवप्रभृतितीर्थकरैः सह तानेव पञ्चपरमेष्ठिनो नमस्करोमि कया करणभूतया मोक्षलक्ष्मीस्वयंवरमण्डपभूतजिनदीक्षाक्षणे मङ्गलाचारभूतया अनन्तज्ञानादिसिद्धगुण- भावनारूपया सिद्धभक्त्या, तथैव निर्मलसमाधिपरिणतपरमयोगिगुणभावनालक्षणया योगभक्त्या चेति एवं पूर्वविदेहतीर्थकरनमस्कारमुख्यत्वेन गाथा गतेत्यभिप्रायः ।।३।। अथ किच्चा कृत्वा कम् णमो नमस्कारम् केभ्यः अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं अज्झावयवग्गाणं साहूणं चेव अर्हत्सिद्धगणधरो- पाध्यायसाधुभ्यश्चैव कतिसंख्योपेतेभ्यः सव्वेसिं सर्वेभ्यः इति पूर्वगाथात्रयेण कृतपञ्च- परमेष्ठिनमस्कारोपसंहारोऽयम् ।।४।। एवं पञ्चपरमेष्ठिनमस्कारं कृत्वा किं करोमि उवसंपयामि उपसंपद्ये

હવે એ રીતે અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુને, પ્રણામ અને વંદનોચ્ચાર વડે પ્રવર્તતા દ્વૈત દ્વારા, ભાવ્યભાવકપણાને લીધે ઊપજેલા અતિ ગાઢ ઇતરેતર મિલનના કારણે સમસ્ત સ્વપરનો વિભાગ વિલીન થઈ જવાથી જેમાં અદ્વૈત પ્રવર્તે છે એવો નમસ્કાર કરીને, તે જ અર્હંત -સિદ્ધ -આચાર્ય -ઉપાધ્યાય -સર્વસાધુના આશ્રમનેકે જે (આશ્રમ) વિશુદ્ધજ્ઞાનદર્શનપ્રધાન હોવાથી સહજશુદ્ધદર્શનજ્ઞાન- સ્વભાવવાળા આત્મતત્ત્વનાં શ્રદ્ધાન ને જ્ઞાન જેમનાં લક્ષણ છે એવાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો સંપાદક છે તેનેપામીને, સમ્યગ્દર્શનજ્ઞાનસંપન્ન થઈને, જેમાં કષાયકણ વિદ્યમાન હોવાથી જીવને જે પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે એવા સરાગચારિત્રનેતે ૧. ભાવ્ય=ભાવવાયોગ્ય; ચિંતવવાયોગ્ય; ધ્યાન કરવા યોગ્ય અર્થાત્ ધ્યેય.

ભાવક=ભાવનાર; ચિંતવનાર; ધ્યાન કરનાર અર્થાત્ ધ્યાતા. ૨. ઇતરેતર મિલન=એકબીજાનુંપરસ્પરમળી જવું અર્થાત્ મિશ્રિત થઈ જવું. ૩. પંચ પરમેષ્ઠી પ્રત્યે અત્યંત આરાધ્યભાવને લીધે આરાધ્ય એવા પંચ પરમેષ્ઠી ભગવંતોનો અને

આરાધક એવા પોતાનો ભેદ વિલય પામે છે. આ રીતે નમસ્કારમાં અદ્વૈત પ્રવર્તે છે.
જોકે નમસ્કારમાં (૧) પ્રણામ અને (૨) વંદનોચ્ચાર બન્ને સમાતાં હોવાથી તેમાં દ્વૈત (બે -પણું)

કહ્યું છે તોપણ તીવ્ર ભક્તિભાવથી સ્વપરનો ભેદ વિલીન થઈ જવાની અપેક્ષાએ તો તેમાં અદ્વૈત પ્રવર્તે છે. ૪. સહજશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા=સહજ શુદ્ધ દર્શન અને જ્ઞાન જેનો સ્વભાવ છે એવા ૫. સંપાદક=પ્રાપ્ત કરાવનાર; ઉત્પન્ન કરનાર. ૬. કષાયકણ=કષાયનો નાનો અંશ


Page 9 of 513
PDF/HTML Page 40 of 544
single page version

क्रमापतितमपि दूरमुत्क्रम्य सकलकषायकलिकलङ्कविविक्ततया निर्वाणसंप्राप्तिहेतुभूतं वीतरागचारित्राख्यं साम्यमुपसम्पद्ये सम्यग्दर्शनज्ञानचारित्रैक्यात्मकैकाग्र्यं गतोऽस्मीति प्रतिज्ञार्थः एवं तावदयं साक्षान्मोक्षमार्गं सम्प्रतिपन्नः ।।५।।

अथायमेव वीतरागसरागचारित्रयोरिष्टानिष्टफलत्वेनोपादेयहेयत्वं विवेचयति
संपज्जदि णिव्वाणं देवासुरमणुयरायविहवेहिं
जीवस्स चरित्तादो दंसणणाणप्पहाणादो ।।६।।
समाश्रयामि किम् सम्मं साम्यं चारित्रम् यस्मात् किं भवति जत्तो णिव्वाणसंपत्ती
यस्मान्निर्वाणसंप्राप्तिः किं कृत्वा पूर्वं समासिज्ज समासाद्य प्राप्य कम् विसुद्धणाणदंसणपहाणासमं
विशुद्धज्ञानदर्शनलक्षणप्रधानाश्रमम् केषां सम्बन्धित्वेन तेसिं तेषां पूर्वोक्तपञ्चपरमेष्ठिनामिति
तथाहिअहमाराधकः, एते चार्हदादय आराध्या, इत्याराध्याराधकविकल्परूपो द्वैतनमस्कारो भण्यते
रागाद्युपाधिविकल्परहितपरमसमाधिबलेनात्मन्येवाराध्याराधकभावः पुनरद्वैतनमस्कारो भण्यते इत्येवं-
लक्षणं पूर्वोक्तगाथात्रयकथितप्रकारेण पञ्चपरमेष्ठिसम्बन्धिनं द्वैताद्वैतनमस्कारं कृत्वा ततः किं करोमि
रागादिभ्यो भिन्नोऽयं स्वात्मोत्थसुखस्वभावः परमात्मेति भेदज्ञानं, तथा स एव सर्वप्रकारोपादेय इति
रुचिरूपं सम्यक्त्वमित्युक्तलक्षणज्ञानदर्शनस्वभावं, मठचैत्यालयादिलक्षणव्यवहाराश्रमाद्विलक्षणं, भावा-

श्रमरूपं प्रधानाश्रमं प्राप्य, तत्पूर्वकं क्रमायातमपि सरागचारित्रं पुण्यबन्धकारणमिति ज्ञात्वा परिहृत्य
(સરાગચારિત્ર) ક્રમે આવી પડ્યું હોવા છતાં (ગુણસ્થાન -આરોહણના ક્રમમાં
જબરજસ્તીથી અર્થાત્
ચારિત્રમોહના મંદ ઉદયથી આવી પડેલું હોવા છતાં)દૂર
ઓળંગી જઈને, જે સમસ્ત કષાયકલેશરૂપ કલંકથી ભિન્ન હોવાથી નિર્વાણની પ્રાપ્તિનું
કારણ છે એવા વીતરાગચારિત્ર નામના સામ્યને પ્રાપ્ત કરું છું. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
ને સમ્યક્ચારિત્રના ઐક્યસ્વરૂપ એકાગ્રતાને હું અવલંબ્યો છું એવો (આ) પ્રતિજ્ઞાનો અર્થ
છે. આ રીતે ત્યારે આમણે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે) સાક્ષાત્
મોક્ષમાર્ગને અંગીકાર
કર્યો. ૧૫.

હવે આ જ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) વીતરાગચારિત્ર ઇષ્ટ ફળવાળું હોવાથી તેનું ઉપાદેયપણું અને સરાગચારિત્ર અનિષ્ટ ફળવાળું હોવાથી તેનું હેયપણું વિવેચે છેઃ

સુર -અસુર -મનુજેન્દ્રો તણા વિભવો સહિત નિર્વાણની
પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬.
પ્ર. ૨