Sattasvarup (Gujarati). SattAswaroop; SattAswaroop; Avrutti; PrastAvanA; Sixth Avrutti; Vishay-suchi; Arhatdevanu swaroop.

Next Page >


Combined PDF/HTML Page 1 of 6

 


Page -10 of 103
PDF/HTML Page 2 of 115
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૬૫
नमः श्रीवीतरागसर्वज्ञेभ्यः ।
સત્તાસ્વરુપ
-ઃ લેખકઃ-
પં. શ્રી ભાગચંદ્રજી છાજેેેેેડ
-ઃ ભાષાંતરકારઃ-
સોમચંદ અમથાલાલ શાહ,
કલોલ-(ગુજરાત)
-ઃ પ્રકાશકઃ-
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢસોનગઢ-૩૬૪ ૨૫૦

Page -9 of 103
PDF/HTML Page 3 of 115
single page version

background image
એકથી પાંચ આવૃત્તિ કુલ પ્રતઃ ૬૧૦૦
ષષ્ટમાવૃત્તિપ્રતઃ ૧૦૦૦વિ. સં. ૨૦૬૫
મુદ્રક
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ
સોનગઢ- (02846) 244081
સત્તાસ્વરુપ (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન પુરસ્કર્તા
આત્માર્થિ ભાઇશ્રી રમેશચંદ્ર શાન્તિલાલ શાહ હસ્તે હીરાબેન
(પત્ની) દેવેન (પુત્ર)ેતા (પુત્રવધૂ) (જામનગરવાળા વકીલ
શ્રી જયસુખભાઇ છગનલાલ વાધરના જમાઇ)
કિંમત : રુા.કિંમત : રુા. ૮=૦૦૮=૦૦
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૧૭=૫૦ થાય છે.
મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત
રૂા. ૧૬=૦૦ થાય છે. તેમાંથી ૫૦
% શ્રી કુંદકુંદ-કહાન
પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર
તરફથી કિંમત ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની કિંમત
રૂા. ૮=૦૦ રાખવામાં આવી છે.
[ २ ]


Page -7 of 103
PDF/HTML Page 5 of 115
single page version

background image
પ્રસ્તાવના
શ્રીમાન્ પં. ભગવાનચંદ્રજી છાજેડનું બનાવેલું સત્તાસ્વરૂપ
નામનું પુસ્તક હિંદીમાં પ્રગટ થયું છે. તેનું વાંચન સોનગઢ મુકામે
પરમપૂજ્ય સદ્ગુરુદેવ સત્પુરુષ શ્રી કાનજીસ્વામી પાસે થયેલું; તે
વાંચનમાં ભાગ લેનારા મુમુક્ષુ ભાઈઓને એવી ભાવના થયેલી કે
આ શાસ્ત્રનું ગુજરાતી ભાષાંતર થાય તો વિશેષ લાભનું કારણ
થાય. સદ્ભાગ્યે કલોલના રહીશ આત્માર્થી ભાઈશ્રી સોમચંદ
અમથાલાલ શાહે તેનું ભાષાંતર કરી આપવાનું સ્વીકાર્યું, અને તે
પૂરું થતાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મનુષ્યગતિમાં જીવ જે કુળમાં જન્મે છે, તે કુળમાં ઘણા
ભાગે કોઈને કોઈ પ્રકારની ધર્મની માન્યતા હોય છે. વળી તે
કુળધર્મમાં કોઈને દેવ તરીકે, કોઈને ગુરુ તરીકે અને કોઈ
પુસ્તકોને ધર્મનાં શાસ્ત્રો તરીકે માનવામાં આવે છે. નાનપણમાં
તેઓની માન્યતાનું તેમને પોષણ મળ્યા કરે છે અને મોટી ઉંમર
થતાં કુળધર્મના સ્થાનકે એ ગુરુઓ પાસે જતાં તે વિશેષપણે
પોષાય છે.
કેટલાક વ્યાવહારિક કેળવણી લે છે, અને ત્યાંથી જુદા
જુદા સંસ્કારો મેળવે છે. ત્યાર પછી તેઓ પોતપોતાના ધંધામાં
પ્રવેશ કરે છે. કેટલાક પોતે પોતાના કુળધર્મના અનુયાયી છે એમ
ગણી બીજા ધર્મ
સંપ્રદાયોની માન્યતાઓ સાથે અગર વર્તમાન
વિજ્ઞાન સાથે સમન્વય કરે છે અને પોતાની વિશાળ દ્રષ્ટિ છે,
એમ માને છે.
[ ३ ]

Page -6 of 103
PDF/HTML Page 6 of 115
single page version

background image
કેટલાક આધુનિક સંસ્થાઓમાં અગર તો સાધુઓની,
સંપ્રદાયની કે સંઘની ચાલુ સંસ્થાઓમાં જોડાય છે અને તેના
ઉત્કર્ષ માટે પોતે પ્રયત્નો કરે છે, એમ તે માને છે. એ રીતે અનેક
જાતના કાર્યક્રમોમાં જીવો રોકાતાં સાચા ધર્મનું સ્વરૂપ કે દેવ, ગુરુ
અને શાસ્ત્રોનું સ્વરૂપ નક્કી કરવા તરફ લક્ષ ઘણે ભાગે જતું નથી,
પોતે માનેલા ધર્મમાં રૂઢિગત ચાલતી ક્રિયાઓને વધારે કે ઓછે
અંશે આચરે છે. ઓછા કે વધારે પ્રમાણમાં ધર્મબુદ્ધિથી આ પ્રમાણે
ધર્મક્રિયાઓ કરીને પોતે ધર્મી છે એમ માની, એ માન્યતામાં તે
સંતોષાઈ જાય છે, અને પોતાની ફરજ અદા કરે છે એમ ગણે
છે, અગર પોતાને કૃતકૃત્ય માને છે.
સર્વજ્ઞ વીતરાગદેવ કહે છે કેઃજીવ જે કુળમાં જન્મ્યો
હોય તે કુળમાં માનવામાં આવતા દેવ, ગુરુ અને શાસ્ત્રો સાચાં
હોય અને (ઓઘદ્રષ્ટિએ) તેને તે સાચા તરીકે માનતો હોય તો
પણ સાચા દેવના અને સાચા ગુરુના ગુણો શું છે અને સાચાં
શાસ્ત્રો કયાં કહેવાય, દેવ
ગુરુશાસ્ત્રોમાં દોષો શું કહેવાય તેનો
સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરી બધાં પડખાંઓથી તેના ગુણદોષ
(Merits and demerits)નો યથાર્થ નિર્ણય ન કર્યો હોય ત્યાં
સુધી જીવને સાચી માન્યતા થતી નથી, તેથી તે ધર્મનો ખરો
અનુયાયી નથી; તેની માન્યતામાં કાં તો સંદેહ રહે છે, કાં તો
ઊંધાઈ રહે છે અથવા તો અનિર્ણય રહે છે; તેથી સાચા જ્ઞાનની
દ્રષ્ટિએ તે માન્યતા દોષિત છે. શાસ્ત્રની પરિભાષામાં આ માન્યતાને
‘ગૃહીત મિથ્યાત્વ’ કહે છે. આ માન્યતામાં મિથ્યાપણું હોવાથી તે
મિથ્યાત્વ છે અને જન્મ થયા પછી તે ગ્રહણ કર્યું હોવાથી તેને
ગૃહીત કહેવામાં આવે છે. ‘ગૃહીત મિથ્યાત્વ’નું સ્વરૂપ અને તેને
[ ४ ]

Page -5 of 103
PDF/HTML Page 7 of 115
single page version

background image
મટાડવાના ઉપાયો આ શાસ્ત્રમાં ઘણી અસરકારક રીતે કહેવામાં
આવેલ છે.
ગૃહીત મિથ્યાત્વ ટળ્યા વિના અગૃહીત મિથ્યાત્વ ટળે નહીં.
જીવે પૂર્વે અનંતીવાર ગૃહીત મિથ્યાત્વ છોડ્યું છે પણ શુભ વિકલ્પથી
આત્માને લાભ થાય એવું અનાદિથી ચાલ્યું આવતું અગૃહીત
મિથ્યાત્વ છોડ્યું નથી, તેથી આ સંસાર ઉભો રહ્યો છે.
મુમુક્ષુ જીવોએ દેવ, ગુરુ અને શાસ્ત્રનો સંશય, વિપર્યય અને
અનધ્યવસાય રહિત યથાર્થ નિર્ણય કરી ગૃહીત મિથ્યાત્વ છોડવું અને
ઉપાદાનનો (પોતાના આત્માના અભેદસ્વરૂપનો) સંશય, વિપર્યય
અને અનધ્યવસાય રહિત યથાર્થ નિર્ણય કરવો; કે જેથી
સમ્યગ્દર્શનનો અપૂર્વ લાભ થાય.
આ શાસ્ત્રમાં તે સિવાય બીજા અગત્યના અને અભ્યાસ
કરવા લાયક વિષયો પણ લેવામાં આવ્યા છે તેની વિગત
વિષયસૂચીમાં આપી છે; માટે આ શાસ્ત્ર વાંચી
વિચારી તેના ભાવો
આત્મામાં યથાર્થરૂપે પરિણમાવવા સર્વે જિજ્ઞાસુઓને વિનંતી છે.
સં. ૨૦૦૩
મહા સુદ
સોમ.
રામજી માણેકચંદ દોશી
પ્રમુખ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
[ ५ ]

Page -4 of 103
PDF/HTML Page 8 of 115
single page version

background image
છÕી આવૃત્તિ પ્રસંગે.....
આ ગ્રંથની પાંચમી આવૃત્તિ ખપી જવાથી આ છઠ્ઠી
આવૃત્તિ છપાવવામાં આવેલ છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી
જૈને કાળજીપૂર્વક સારું કરી આપેલ છે, તે બદલ ટ્રસ્ટ તેમનો
આભાર માને છે.
આ પુસ્તકના પઠન-પાઠનથી મુમુક્ષુ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન
પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના.
ભગવાન મહાવીર
નિર્વાણ કલ્યાણક
તા. ૧૭-૧૦-૨૦૦૯
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ૦ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
[ ६ ]
પં. ભાગચંદ્રજી કૃત ‘સત્તાસ્વરૂપ’માં અર્હંતનું સ્વરૂપ જાણીને
ગૃહીત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે.
પરમાર્થતત્ત્વના વિરોધી એવાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક ન
માનવાં તે ગૃહીત મિથ્યાત્વ છે.
હું પરનો કર્તા છું, (કર્મથી) રોકાયેલો છું, પરથી જુદો
સ્વતંત્ર નથી, શુભરાગથી મને ગુણ થાય છે એવી જે ઊંધી
માન્યતા અનાદિથી છે; તે અગૃહીત મિથ્યાત્વ અથવા
નિશ્ચયમિથ્યાત્વ છે.
તે નિશ્ચયમિથ્યાત્વ ટાળવા પહેલાં, જે ગૃહીત મિથ્યાત્વ
અથવા વ્યવહારમિથ્યાત્વ છે તે ટાળવું જોઈએ.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી

Page -3 of 103
PDF/HTML Page 9 of 115
single page version

background image
।। नमः सद्गुरवे ।।
વિષયસૂચી
૧. અર્હંત્દેવનું સ્વરૂપ
વિષય
પૃષ્ઠ
૧. પોતાના હિતના વાંછકે તત્ત્વના નિર્ણયરૂપ કાર્ય જ કરવું. - ૧
૨. મોક્ષમાર્ગની પ્રયોજનભૂત રકમો ---------------------------- ૭
૩. સર્વજ્ઞદેવના ગુણોના પ્રકાર. ------------------------------ ૧૦
૪. અર્હંત્દેવનું સ્વરૂપ શા માટે જાણવું? તેના
સાચા સેવક શા માટે બનવું? અને તેનો
સાચો સેવક ક્યારે કહેવાય? ---------------------- ૧૦
૩૦
(૧) ઇચ્છારૂપી જે દુઃખ તેનો મટાડનાર
સાચો વૈદ કોણ છે, તે જાણવાની જરૂર ---------- ૧૦
(૨) અજ્ઞાનજનિત ઇચ્છા મટાડવાનો ઉપાય ------------ ૧૪
(૩) કુળાદિ આશ્રયથી સાચા દેવાદિની
પૂજામાં પ્રવર્તવું, તે અજ્ઞાન છે.-------------------- ૧૬
(૪) ગૃહીતમિથ્યાત્વ છૂટ્યું ક્યારે કહેવાય? ------------ ૧૭
(૫) સુદેવાદિકના સંબંધમાં સાચી લગનીનું સ્વરૂપ ----- ૨૦
(૬) દેવાદિકના સેવનથી કાંઈ વિશેષ ફળ
આવે કે નહિ, તે વિષે પ્રશ્નોત્તર ------------------ ૨૫

Page -2 of 103
PDF/HTML Page 10 of 115
single page version

background image
(૭) પૂર્વોપાર્જિત કર્મોદયથી ઇષ્ટ-અનિષ્ટ
સંયોગોનું આવવાપણું. ----------------------------- ૨૫
(૮) સ્તોત્રાદિમાં ભગવાનને ઇષ્ટના કર્તા
અનિષ્ટના હર્તા કહ્યા છે, તેનો સાચો માર્ગ. ------ ૨૯
(૯) પોતાનું ભલું-બૂરું પોતાના પરિણામથી જ થાય છે
એ માનનાર ભગવાનનો સાચો સેવક છે.--------- ૩૦
૫. જિનદેવના સેવકે સાચા દેવનું લક્ષણ જાણવું જ જોઈએ. ૩૧
૬. પ્રયોજનભૂત બાબતોની પ્રત્યક્ષ
અનુમાનાદિ
પ્રમાણથી પરીક્ષા કરી પ્રતીતિ કરવી. -------------------- ૩૨
૭. નીચેના બોલોનો યુક્તિપૂર્વક નિર્ણય કરીને
અર્હંત્દેવના સેવક થવા બાબત.-------------------- ૩૫૫૨
(૧) ભગવાન ૧૮ દોષ રહિત છે. --------------------- ૩૭
(૨) ભગવાન ૪૬ ગુણ સહિત છે. -------------------- ૩૮
(૩) ભગવાન ધ્યાનમુદ્રાના ધારક છે. ------------------ ૪૦
(૪) ભગવાન અંનતચતુષ્ટય સહિત છે. ---------------- ૪૦
(૫) ભગવાન સમવસરણાદિ રહિત છે. ---------------- ૪૧
(૬) ભગવાન સ્વર્ગ મોક્ષના નિમિત્ત છે. --------------- ૪૧
(૭) સામગ્રી કે સંયોગ દુઃખનું કારણ નથી, ચાર
પ્રકારની ઇચ્છા જ દુઃખનું કારણ છે. સુખનો
ઇલાજ સમ્યગ્દર્શન વગેરે છે એવા ઉપદેશના
ભગવાન આપનાર હોવાથી તેઓ દુઃખ ટાળનાર
કહેવાય છે. ---------------------------------------- ૪૩
૮. અર્હંત્દેવનું સાચું સ્વરૂપ. --------------------------------- ૫૩
[ ८ ]

Page -1 of 103
PDF/HTML Page 11 of 115
single page version

background image
૨. સર્વજ્ઞસત્તાની સિદ્ધિ
વિષયપૃષ્ઠ
૧. આ કાળમાં પણ ઉત્તરોત્તર મહા દુર્લભ વાતોની પ્રાપ્તિ - ૫૨
૨. આત્મહિત માટે પ્રથમ સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય
કરવો જોઈએ.-------------------------------------------- ૬૦
૩. આત્મહિત માટે ૧૦ વાતો દ્વારા સાચા દેવની
આસ્તિક્યતા લાવી સેવક થવા બાબત. ------------------ ૬૩
૪. સર્વજ્ઞની પરીક્ષા દ્વારા સિદ્ધિ ----------------------- ૬૬૯૩
(૧) સર્વજ્ઞના અસ્તિત્વને જણાવનાર પ્રમાણની સિદ્ધિ -- ૬૬
(૨) અપ્રમાણજ્ઞાનનું સ્વરૂપ. ---------------------------- ૭૨
(૩) મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત પદાર્થોનું સાચું જ્ઞાન
સમ્યગ્દ્રષ્ટિને હોય છે તે બાબત. ------------------ ૭૩
(૪) પ્રમાણજ્ઞાનના ૧૩ ભેદોનું સ્વરૂપ. ---------------- ૭૫
(अ) મૂળ પ્રયોજનભૂત રકમ હોવાથી સર્વજ્ઞનું સ્વરૂપ
અનુમાન દ્વારા નિશ્ચય કરવા યોગ્ય છે તે બાબત. - ૭૭
(ब) અનુમાન પ્રમાણરૂપ જ્ઞાનને સર્વજ્ઞના નિર્ણય
તરફ લગાડવા બાબત. ----------------------------- ૭૯
(क ) સાચાસાધનના ભેદોનું સ્વરૂપ. ------------------ ૮૦
(ड) તર્કપ્રમાણ અને અનુમાનપ્રમાણનું સ્વરૂપ.-------- ૮૪
(૫) ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા દ્વારા સર્વજ્ઞની સત્તાનો નિર્ણય. -- ૮૬
[ ९ ]

Page 0 of 103
PDF/HTML Page 12 of 115
single page version

background image
(૬) ચાર પ્રકારના અનુમાનથી સર્વજ્ઞની સિદ્ધિ. --------- ૯૦૯૩
(अ)એકદેશ આવરણની હાનિને સાધન
બનાવી સર્વજ્ઞના અનુમાનની સિદ્ધિ.-------------- ૯૦
(ब)થોડા ઘણા જ્ઞેયનું કોઈને પ્રત્યક્ષ છે તેને સાધન બનાવી
સર્વજ્ઞની સિદ્ધિ.---------------------------------- ૯૧
(क ) સૂક્ષ્માદિ પદાર્થોને સાધન બનાવી સર્વજ્ઞની
સિદ્ધિ. -------------------------------------------- ૯૨
(ड)સૂક્ષ્માદિ પદાર્થરૂપ જે ઉપદેશ વાક્યો છે
તેને સાધન બનાવી સર્વજ્ઞની સિદ્ધિ. -------------- ૯૩
૫. કેવા જીવોને સાચા મોક્ષમાર્ગના સૂત્રોનું સાચું
સત્યપણું ભાસે છે તે બાબત. ----------------------------- ૯૯
૬. આત્મકલ્યાણની ભાવનાવાળાને ભલામણ.-------------- ૧૦૦
૭. કુળપદ્ધતિ વગેરેથી જિનદેવનો સેવક બનવાથી
કલ્યાણ થતું નથી તે બાબત. ---------------------------- ૧૦૧
૮. સૌથી પહેલાં તો પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞની સત્તા
સિદ્ધ કરવી એ જ જિનમતની આમ્નાય છે. ------------ ૧૦૨
૯. સકલ પદાર્થોનું પ્રત્યક્ષ ભાસવાપણું. -------------------- ૧૦૨
૧૦. સ્યાદ્વાદીને સર્વજ્ઞની સત્તાનો સદ્ભાવ અવશ્ય
ભાસે છે તે બાબત. ------------------------------------ ૧૦૩
૧૧. જિનમતને બાધા પહોંચે તેવું સાંભળીને જેને
તલાકપણું આવતું નથી, તે જૈનાભાસી છે. -------------- ૧૦૬
[ १० ]

Page 1 of 103
PDF/HTML Page 13 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૧
શ્રી સર્વજ્ઞાય નમઃ
સત્તાસ્વરુપ
મંગલમય મંગલકરણ, વીતરાગવિજ્ઞાન;
નમો તેહ જેથી થયા,
અરહંતાદિમહાન.
આ આત્માને સુખ પ્રિય છે અને તે સુખ સર્વ
કર્મોના નાશથી પ્રાપ્ત થાય છે, પણ (ખોટા) જોરથી પ્રગટ
થતું નથી; કર્મોનો નાશ ચારિત્રથી થાય છે અને ચારિત્ર છે
તે પ્રથમ
અતિચારરહિત સમ્યક્ત્વ થતાં તથા ચારે
૧. અર્હંત = જેમને અંતરંગમાં પૂર્ણજ્ઞાન (કેવળજ્ઞાન) તથા પૂર્ણ
વીતરાગતા પ્રગટી છે તથા બાહ્યમાં જીવાદિ પદાર્થોનું સાચું મૂળ
વક્તાપણું છે પણ આયુષ્યના કારણે જેઓ મનુષ્યશરીર સહિત
છે એવા જીવન મુક્ત પુરુષો; તીર્થંકર ભગવાન.
૨. અતિચાર = દોષ; પ્રગટેલાં ગુણોમાં પુરુષાર્થની નબળાઈથી
લાગતા દોષો.
૩. સમ્યક્ત્વ = સાચી શ્રદ્ધા; હું શુદ્ધ છું, નિર્મળ છુંએવા અખંડ
વિષયની યથાર્થ પ્રતીતિ તેને નિશ્ચય સમ્યક્ત્વ કહે છે.

Page 2 of 103
PDF/HTML Page 14 of 115
single page version

background image
૨ ]
[ સત્તાસ્વરૂપ
અનુયોગ દ્વારા મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત રકમનું સંશય-
વિપર્યયઅનધ્યવસાયાદિ રહિત યથાર્થ જ્ઞાન થતાં
યથાર્થચારિત્ર થાય છે, (અને) ત્યારે આળસમદ આદિ
સમસ્ત (દોષ) દૂર થાય છે. શાસ્ત્રોનો શ્રવણ, ધારણ,
વિચારણા, આમ્નાય અને અનુપ્રેક્ષાપૂર્વક અભ્યાસ કરે, તેથી
સર્વ કલ્યાણનું મૂળ કારણ એક આગમનો યથાર્થ અભ્યાસ
૧. અનુયોગ = ભગવાને કહેલો ઉપદેશ વિષયાનુસારે ચાર
અધિકારમાં આવ્યો છે; તે દરેક અધિકારને અનુયોગ કહે છે.
૨. સંશય = विरुद्धानेककोटिस्पर्शि ज्ञानं संशय = ‘આ પ્રમાણે છે કે
આ પ્રમાણે છે’ એવું જે પરસ્પર વિરુદ્ધતા પૂર્વક બે પ્રકારરૂપ
જ્ઞાન તેને સંશય કહે છે. દા.ત. આત્મા પોતાના કાર્યને કરી
શકતો હશે કે જડના કાર્યને કરી શકતો હશે, એવું જાણવું તે
સંશય.
૩. વિપર્યય = विपरीतैककोटीनिश्चयो विपर्ययः = વસ્તુસ્વરૂપથી
વિરુદ્ધતા પૂર્વક ‘આ આમ જ છે’ એવું એકરૂપ જ્ઞાન તેનું નામ
વિપર્યય છે. દા. ત. શરીરને આત્મા જાણવો તે.
૪. અનધ્યવસાય = किमित्यालोचनमात्रमनध्यवसायः = ‘કંઈક છે’
એવો નિર્ધાર રહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ કે
‘હું કોઈક છું’ એમ જાણવું તે અનધ્યવસાય છે.
૫. ધારણા = ગ્રહી લેવું તે, યાદ રાખી લેવું તે.
૬. આમ્નાય = પરંપરા, આપ્ત પુરુષે કહેલ ઉપદેશની ચાલી
આવતી પરંપરા, પ્રણાલિકા.
૭. અનુપ્રેક્ષા = વારંવાર ચિંતવન કરવું તે.

Page 3 of 103
PDF/HTML Page 15 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૩
છે. ત્યાં આ સંસારવનમાં ભ્રમણ અનાદિકાળથી છે તેથી
જીવોને શાસ્ત્રાભ્યાસ થવાનો અવસર પામવો અત્યંત દુર્લભ
છે, કારણ કે
સંસારમાં ઘણો કાળ તો એકેન્દ્રિયપર્યાયમાં પૂર્ણ
થાય છે. ત્યાં તો માત્ર એક સ્પર્શન ઇંદ્રિયનું જ કિંચિત્ જ્ઞાન
હોય છે. વળી બે ઇંદ્રિયાદિથી
અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી તો
તેમને વિચાર કરવાની શક્તિ જ નથી, નરકગતિમાં
શાસ્ત્રાભ્યાસ થવાનો સંભવ જ નથી, કોઈ જીવને પૂર્વવાસના
હોય તો અંતરંગમાં કદાચિત્ થાય; દેવગતિમાં જે નીચજાતિના
દેવો છે તે તો જે વિષયસામગ્રી મળી છે તેમાં જ અત્યંત
આસક્ત છે, તેમને તો ધર્મવાસના જ ઉત્પન્ન થતી નથી,
તથા ઉચ્ચપદવાળા કોઈ દેવો છે, તેમને ધર્મવાસના ઉત્પન્ન
થાય છે; તે વિશેષપણે મનુષ્યાદિપર્યાયોમાં ધર્મસાધનાની
યોગ્યતાથી જ એવાં પદ પામે છે. મનુષ્યપર્યાયમાં ઘણા જીવો
તો
લબ્ધ્યપર્યાપ્તક છે તેમનું તો આયુષ્ય જ એક શ્વાસના
અઢારમા ભાગમાત્ર છે, તે જીવો તો પર્યાપ્તિની પૂર્ણતા જ
કરતા નથી. વળી કદાચિત્ અલ્પઆયુ પામે તો ગર્ભમાં જ
વા બાલ્યાવસ્થામાં જ મરણ થઈ જાય છે તથા મોટું આયુષ્ય
૧. અસંજ્ઞી = મન વગરના પ્રાણી.
૨. લબ્ધપર્યાપ્તક = જે જીવની એક પણ પર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોય
તથા ન થવાવાળી હોય, તેને લબ્ધપર્યાપ્તક કહે છે.
૩. પર્યાપ્તિ = ઇંદ્રિયાદિરૂપ શક્તિની પૂર્ણતામાત્રને પર્યાપ્તિ કહે છે
(પર્યાપ્તિ = પૂર્ણતા).

Page 4 of 103
PDF/HTML Page 16 of 115
single page version

background image
૪ ]
[ સત્તાસ્વરૂપ
પામે તો શૂદ્ર આદિ હલકા કુળોમાં ઉપજવું થાય છે. તથા
જો ઉચ્ચકુળ પામે તો ઇંદ્રિયોની પરિપૂર્ણતા વા શરીરની
નિરોગતા પામવી દુર્લભ છે, વળી એનાથી ભલા ગામાદિમાં
(ઉત્તમ દેશાદિમાં) ઉપજવું દુર્લભ છે અને ત્યાં પણ
ધર્મવાસના થવી મહા દુર્લભ છે, તથા સાચા દેવ
શાસ્ત્ર
ગુરુનો સંબંધ મળવો એથી પણ મહા દુર્લભ છે. ત્યાં પણ
પૂજા, દાન, શીલ, સંયમાદિ વ્યવહારધર્મની વાસના તો
કદાચિત્ ઉપજી પણ જાય, પરંતુ જેનાથી અનાદિ
મિથ્યાત્વરોગ મટે એવા નિમિત્તોનું મળવું તો ઉત્તરોત્તર મહા
દુર્લભ જાણી આ (હલકા) નિષ્કૃષ્ટકાળમાં જૈનધર્મનું યથાર્થ
શ્રદ્ધાનાદિ થવું તો કઠણ છે જ, પરંતુ તત્ત્વનિર્ણયરૂપ ધર્મ તો
બાળ, વૃદ્ધ, રોગી, નિરોગી, ધનવાન, નિર્ધન, સુક્ષેત્રી તથા
કુક્ષેત્રી ઇત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે, તેથી
જે પુરુષો પોતાના હિતનો
વાંછક છે તેણે તો સર્વથી
પહેલાં આ તત્ત્વનિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે. કહ્યું છે
કે
न क्लेशो न धनव्ययो न गमनं देशान्तरे प्रार्थना
केषांचिन्न बलक्षयो न तु भयं पीडा न कस्माच्च न ।।
૧. મિથ્યાત્વ = ખોટો અભિપ્રાય, ખોટી શ્રદ્ધા, વસ્તુના સ્વરૂપની
અયથાર્થ શ્રદ્ધા.
૨. વાંછક = ઇચ્છનાર, અભિલાષી.

Page 5 of 103
PDF/HTML Page 17 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૫
सावद्यं न न रोगजन्मपतनं नैवान्यसेवा न हि
चिद्रूपं स्मरणे फलं बहुतरं किन्नाद्रियन्ते बुधाः ।।
(તત્ત્વજ્ઞાન તરંગિણી અ. ૪ શ્લોક ૧)
વળી, જે તત્ત્વનિર્ણયના સન્મુખ નથી થયા તેમને
ઓલંભો આપ્યો છે કે
साहीणे गुरुजोगे जे ण सुणंतीह धम्मवयणाई
ते धिट्ठदुठ्ठचित्ता अह सुहडा भवभयविहुणा ।।
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨૪ ગુજરાતી)
અર્થ :ચિદ્રૂપ આત્માનું સ્મરણ કરવામાં નથી ક્લેશ થતો,
નથી ધન ખર્ચવું પડતું, નથી દેશાન્તરે જવું પડતું, નથી કોઈ પાસે
પ્રાર્થના કરવી પડતી, નથી બળનો ક્ષય થતો, નથી કોઈ તરફથી
ભય કે પીડા થતી; વળી તે સાવદ્ય નથી, નથી રોગ કે જન્મ-
મરણમાં પડવું પડતું, નથી કોઈની સેવા કરવી પડતી, આવી કોઈ
મુશ્કેલી વિના ચિદ્રૂપ આત્માના સ્મરણનું ઘણું જ ફળ છે તો પછી
બુધ પુરુષો તેને કેમ આદરતા નથી?
૧. સન્મુખ = વલણવાળા.
૨. ઓલંભો = ઠપકો.
*
અર્થ :ગુરુનો યોગ સ્વાધીન (મળી શકે એમ) હોવા છતાં
જેઓ ધર્મ વચનોને સાંભળતા નથી તેઓ ધૃષ્ટ અને દુષ્ટ
ચિત્તવાળા છે અથવા તેઓ ભવભયરહિત (જે સંસારભયથી શ્રી
તીર્થંકરાદિક ડર્યા તેનાથી નહિ ડરનારા ઊંધા) સુભટો છે.

Page 6 of 103
PDF/HTML Page 18 of 115
single page version

background image
૬ ]
[ સત્તાસ્વરૂપ
ત્યાં જે શાસ્ત્રાભ્યાસ દ્વારા તત્ત્વનિર્ણય તો નથી કરતા
અને વિષયકષાયનાં કાર્યોમાં જ મગ્ન છે તે તો
અશુભોપયોગીમિથ્યાદ્રષ્ટિ છે તથા જે સમ્યગ્દર્શન વિના પૂજા,
દાન, તપ, શીલ, સંયમાદિ વ્યવહારધર્મમાં મગ્ન છે તે
શુભોપયોગીમિથ્યાદ્રષ્ટિ છે. માટે તમે ભાગ્યઉદયથી
મનુષ્યપર્યાય પામ્યા છો તો સર્વધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન
અને તેનું મૂળ કારણ તત્ત્વનિર્ણય તથા તેનું પણ મૂળ કારણ
શાસ્ત્રાભ્યાસ, તે અવશ્ય કરવા યોગ્ય છે, પણ જે આવા
અવસરને વ્યર્થ ગુમાવે છે તેમના ઉપર બુદ્ધિમાન કરુણા કરે
છે; કહ્યું છે કે
प्रज्ञैव दुर्लभा सुष्ठु दुर्लभा सान्यजन्मने
तां प्राप्य ये प्रमाद्यन्ति ते शोच्याः खलु धीमत्ताम् ।।९४।।
(આત્માનુશાસન)
તેથી જેને સાચા જૈની થવું છે, તેણે તો શાસ્ત્રના આશ્રયે
તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે, પણ જે તત્ત્વનિર્ણય તો નથી કરતો
અને પૂજા, સ્તોત્ર, દર્શન, ત્યાગ, તપ, વૈરાગ્ય, સંયમ, સંતોષ
આદિ બધાંય કાર્યો કરે છે તેનાં એ બધાંય કાર્યો અસત્ય છે.
૧. મનુષ્યપર્યાય = પર્યાયમનુષ્યનું શરીર, મનુષ્યભવ.
અર્થ :આ સંસારમાં બુદ્ધિ હોવી જ દુર્લભ છે, અને પરલોક
અર્થે બુદ્ધિ થવી તો અતિ દુર્લભ છે. એવા બુદ્ધિ પ્રાપ્ત થવા છતાં
જેઓ પ્રમાદ કરે છે તે જીવો વિષે જ્ઞાનીઓને શોચ થાય છે.

Page 7 of 103
PDF/HTML Page 19 of 115
single page version

background image
સત્તાસ્વરૂપ ][ ૭
માટે આગમનું સેવન, મુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો
ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે.
જિનવચન છે તે ચારે અનુયોગમય છે એ રહસ્ય જાણવા
યોગ્ય છે, ત્યાં જિનવચન તો અપાર છે, તેનો પાર તો
શ્રીગણધરદેવ પણ પામ્યા નહિ માટે એમાં જે મોક્ષમાર્ગની
પ્રયોજનભૂત રકમ છે; તે તો નિર્ણયપૂર્વક અવશ્ય જાણવા યોગ્ય
છે. કહ્યું છે કે
अन्तो णत्थि सुईणं कालो थोओवयं च दुम्मेहा
तं णावर सिक्खियव्वं जिं जरमरणक्खयं कुणहि ।।९८।।
(પાહુડદોહા)
ત્યાં મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત રકમ કઈ કઈ છે તે અહીં
દર્શાવીએ છીએ. જિનધર્મજિનમત, દેવકુદેવ, ગુરુકુગુરુ,
શાસ્ત્રકુશાસ્ત્ર, ધર્મકુધર્મઅધર્મ, હેયઉપાદેય, તત્ત્વ
અતત્ત્વકુતત્ત્વ, માર્ગકુમાર્ગઅમાર્ગ, સંગતિકુસંગતિ,
સંસારમોક્ષ, જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ
* અર્થ :શ્રુતિઓનો અંત નથી, કાળ થોડો છે અને અમે દુર્બુદ્ધિ
(અલ્પબુદ્ધિવાળા) છીએ, તેથી (હે જીવ!) તારે તે શીખવા યોગ્ય
છે, કે જેનાથી તું જન્મ-મરણનો નાશ કરી શકે.
૧. હેય = છોડવા યોગ્ય.
૨. ઉપાદેય = આદરવા યોગ્ય.

Page 8 of 103
PDF/HTML Page 20 of 115
single page version

background image
૮ ]
[ સત્તાસ્વરૂપ
મોક્ષ, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ,
વસ્તુ, દ્રવ્ય, ગુણ, પર્યાય, ૧૦દ્રવ્યપર્યાય, ૧૧અર્થપર્યાય,
૧. જીવ = જેમાં જ્ઞાનાદિ ગુણો રહેલાં છે એવી હયાતિ ધરાવનારી,
વાસ્તવિક આકારવાળી વસ્તુ.
૨. પુદ્ગલ = જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ ગુણો રહેલાં છે એવું
અજીવ દ્રવ્ય.
૩. ધર્મ = ગતિ કરતાં જીવ અને પુદ્ગલને ગમન કરવામાં જે વસ્તુ
ઉદાસીન નિમિત્ત થાય છે, તેને ધર્મ દ્રવ્ય કહે છે.
૪. અધર્મ = ગતિ કરીને સ્થિર થતાં જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં
જે વસ્તુ ઉદાસીન નિમિત્ત થાય છે, તેને અધર્મ દ્રવ્ય કહે છે.
૫. આકાશ = જે વસ્તુ જીવ વગેરે પાંચે દ્રવ્યને રહેવાને માટે જગ્યા
આપે તેને આકાશ દ્રવ્ય કહે છે.
૬. કાળ = જીવાદિ દ્રવ્યોના પરિણમનમાં જે વસ્તુ ઉદાસીન નિમિત્ત
થાય તેને કાળ દ્રવ્ય કહે છે.
૭. દ્રવ્ય = ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. (દ્રવ્ય = પદાર્થ, વસ્તુ,
ચીજ)
૮. ગુણ = વસ્તુના પૂરા ભાગમાં અને તેની બધી હાલતોમાં જે રહે
તેને ગુણ કહે છે.
૯. પર્યાય = વસ્તુની એક સમયની હાલતને પર્યાય કહે છે. (પર્યાય
= અવસ્થા, હાલત, વસ્તુની વર્તમાન વર્તતી દશા).
૧૦. દ્રવ્યપર્યાય = પ્રદેશોની સંખ્યાનું માપ.
૧૧. અર્થપર્યાય = પ્રદેશત્વ ગુણ સિવાયના અન્ય સમસ્ત ગુણોના
પરિણમનને અર્થપર્યાય કહે છે.