Shastra Swadhyay (Gujarati). 2. gyeytattva pragyApan; 3. charaNanuyogsuchak chulikA; PanchAstikAysangrah; 1. shaddravya panchastikAy varNan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 12

 

Page 49 of 214
PDF/HTML Page 61 of 226
single page version

background image
અર્થો તણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં,
વિષયો તણો વળી સંગ,લિંગો જાણવાં આ મોહનાં. ૮૫.
શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને,
તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬.
દ્રવ્યો, ગુણો ને પર્યયો સૌ ‘અર્થ’ સંજ્ઞાથી કહ્યાં;
ગુણ-પર્યયોનો આતમા છે દ્રવ્ય જિન-ઉપદેશમાં. ૮૭.
જે પામી જિન-ઉપદેશ હણતો રાગ-દ્વેષ-વિમોહને,
તે જીવ પામે અલ્પ કાળે સર્વ દુઃખવિમોક્ષને. ૮૮.
જે જ્ઞાનરૂપ નિજ આત્મને, પરને વળી નિશ્ચય વડે
દ્રવ્યત્વથી સંબદ્ધ જાણે, મોહનો ક્ષય તે કરે. ૮૯.
તેથી યદિ જીવ ઇચ્છતો નિર્મોહતા નિજ આત્મને,
જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ-પરને ગુણ વડે. ૯૦.
શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો તણી
શ્રદ્ધા નહીં, તે શ્રમણ ના; તેમાંથી ધર્મોદ્ભવ નહીં. ૯૧.
આગમ વિષે કૌશલ્ય છે ને મોહદ્રષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ-મહાત્મા ‘ધર્મ’ છે. ૯૨.

Page 50 of 214
PDF/HTML Page 62 of 226
single page version

background image
૨. જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને,
વળી દ્રવ્ય-ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે. ૯૩.
પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય’ નિર્દિષ્ટ છે;
આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય’ જ્ઞાતવ્ય છે. ૯૪.
છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે,
વળી ગુણ ને પર્યય સહિત જે, ‘દ્રવ્ય’ ભાખ્યું તેહને. ૯૫.
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી
અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
વિધવિધલક્ષણીનું સરવ-ગત ‘સત્ત્વ’ લક્ષણ એક છે,
એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને ‘સત્’તત્ત્વતઃ શ્રી જિનો કહે;
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯.
ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં;
ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય-પદાર્થ વિણ વર્તે નહીં. ૧૦૦.
ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧.
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંજ્ઞિત અર્થ સહ સમવેત છે
એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨.

Page 51 of 214
PDF/HTML Page 63 of 226
single page version

background image
ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી,
પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૦૩.
અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે,
તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને. ૧૦૪.
જો દ્રવ્ય હોય ન સત્, ઠરે જ અસત્, બને ક્યમ દ્રવ્ય એ?
વા ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે. ૧૦૫.
જિન વીરનો ઉપદેશ એમપૃથક્ત્વ ભિન્નપ્રદેશતા,
અન્યત્વ જાણ અતત્પણું; નહિ તે-પણે તે એક ક્યાં? ૧૦૬.
‘સત્ દ્રવ્ય’, ‘સત્ પર્યાય’, ‘સત્ગુણ’સત્ત્વનો વિસ્તાર છે;
નથી તે-પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭.
સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે,
આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને. ૧૦૮.
પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’-અવિશિષ્ટ છે;
‘દ્રવ્યો સ્વભાવે સ્થિત સત્ છે’એ જ આ ઉપદેશ છે. ૧૦૯.
પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિશ્વે દીસે;
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦.
આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં
સદ્ભાવ-અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧.
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે-રૂપે
શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો ક્યમ અન્ય એ? ૧૧૨.
માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે;
એ રીત નહિ હોતો થકો ક્યમ તે અનન્યપણું ધરે? ૧૧૩.

Page 52 of 214
PDF/HTML Page 64 of 226
single page version

background image
દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિકે
છે અન્ય, જેથી તે સમય તદ્રૂપ હોઈ અનન્ય છે. ૧૧૪.
અસ્તિ, તથા છે નાસ્તિ, તેમ જ દ્રવ્ય અણવક્તવ્ય છે,
વળી ઉભય કો પર્યાયથી, વા અન્યરૂપ કથાય છે. ૧૧૫.
નથી ‘આ જ’ એવો કોઈ, જ્યાં કિરિયા સ્વભાવ-નિપન્ન છે;
કિરિયા નથી ફળહીન, જો નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે. ૧૧૬.
નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય-સ્વભાવને
અભિભૂત કરી તિર્યંચ, દેવ, મનુષ્ય વા નારક કરે. ૧૧૭.
તિર્યંચ-સુર-નર-નારકી જીવ નામકર્મ-નિપન્ન છે;
નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને. ૧૧૮.
નહિ કોઈ ઊપજે વિણસે ક્ષણભંગસંભવમય જગે,
કારણ જનમ તે નાશ છે; વળી જન્મ-નાશ વિભિન્ન છે. ૧૧૯.
તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ છે સંસારમાં;
સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦.
કર્મે મલિન જીવ કર્મસંયુત પામતો પરિણામને,
તેથી કરમ બંધાય છે; પરિણામ તેથી કર્મ છે. ૧૨૧.
પરિણામ પોતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી;
કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મનો કર્તા નથી. ૧૨૨.
જીવ ચેતનારૂપ પરિણમે; વળી ચેતના ત્રિવિધા ગણી;
તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી. ૧૨૩.
છે ‘જ્ઞાન’ અર્થવિકલ્પ, ને જીવથી કરાતું ‘કર્મ’ છે,
તે છે અનેક પ્રકારનું, ‘ફળ’ સૌખ્ય અથવા દુઃખ છે. ૧૨૪.

Page 53 of 214
PDF/HTML Page 65 of 226
single page version

background image
પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને;
તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે. ૧૨૫.
‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે’ એમ જો નિશ્ચય કરી
મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. ૧૨૬.
છે દ્રવ્ય જીવ, અજીવ; ચિત-ઉપયોગમય તે જીવ છે;
પુદ્ગલપ્રમુખ જે છે અચેતન દ્રવ્ય, તેહ અજીવ છે. ૧૨૭.
આકાશમાં જે ભાગ ધર્મ-અધર્મ-કાળ સહિત છે,
જીવ-પુદ્ગલોથી યુક્ત છે, તે સર્વકાળે લોક છે. ૧૨૮.
ઉત્પાદ, વ્યય ને ધ્રુવતા જીવપુદ્ગલાત્મક લોકને
પરિણામ દ્વારા, ભેદ વા સંઘાત દ્વારા થાય છે. ૧૨૯.
જે લિંગથી દ્રવ્યો મહીં ‘જીવ’ ‘અજીવ’ એમ જણાય છે,
તે જાણ મૂર્ત-અમૂર્ત ગુણ, અતત્પણાથી વિશિષ્ટ જે. ૧૩૦.
ગુણ મૂર્ત ઇન્દ્રિયગ્રાહ્ય તે પુદ્ગલમયી બહુવિધ છે;
દ્રવ્યો અમૂર્તિક જેહ તેના ગુણ અમૂર્તિક જાણજે. ૧૩૧.
છે વર્ણ તેમ જ ગંધ વળી રસ-સ્પર્શ પુદ્ગલદ્રવ્યને,
અતિસૂક્ષ્મથી પૃથ્વી સુધી; વળી શબ્દ પુદ્ગલ, વિવિધ જે. ૧૩૨.
અવગાહ ગુણ આકાશનો, ગતિહેતુતા છે ધર્મનો,
વળી સ્થાનકારણતારૂપી ગુણ જાણ દ્રવ્ય અધર્મનો. ૧૩૩.
છે કાળનો ગુણ વર્તના, ઉપયોગ ભાખ્યો જીવમાં,
એ રીત મૂર્તિવિહીનના ગુણ જાણવા સંક્ષેપમાં. ૧૩૪.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ વળી આકાશને
છે સ્વપ્રદેશ અનેક, નહિ વર્તે પ્રદેશો કાળને. ૧૩૫.

Page 54 of 214
PDF/HTML Page 66 of 226
single page version

background image
લોકે અલોકે આભ, લોક અધર્મ-ધર્મથી વ્યાપ્ત છે,
છે શેષ-આશ્રિત કાળ, ને જીવ-પુદ્ગલો તે શેષ છે. ૧૩૬.
જે રીત આભ-પ્રદેશ, તે રીત શેષદ્રવ્ય-પ્રદેશ છે;
અપ્રદેશ પરમાણુ વડે ઉદ્ભવ પ્રદેશ તણો બને. ૧૩૭.
છે કાળ તો અપ્રદેશ; એકપ્રદેશ પરમાણુ યદા
આકાશદ્રવ્ય તણો પ્રદેશ અતિક્રમે, વર્તે તદા. ૧૩૮.
તે દેશના અતિક્રમણ સમ છે ‘સમય’, તત્પૂર્વાપરે
જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વંસી ‘સમય’ છે. ૧૩૯.
આકાશ જે અણુવ્યાપ્ય, ‘આભપ્રદેશ’ સંજ્ઞા તેહને;
તે એક સૌ પરમાણુને અવકાશદાનસમર્થ છે. ૧૪૦.
વર્તે પ્રદેશો દ્રવ્યને, જે એક અથવા બે અને
બહુ વા અસંખ્ય, અનંત છે; વળી હોય સમયો કાળને. ૧૪૧.
એક જ સમયમાં ધ્વંસ ને ઉત્પાદનો સદ્ભાવ છે
જો કાળને, તો કાળ તેહ સ્વભાવ-સમવસ્થિત છે. ૧૪૨.
પ્રત્યેક સમયે જન્મ-ધ્રૌવ્ય-વિનાશ અર્થો કાળને
વર્તે સરવદા; આ જ બસ કાળાણુનો સદ્ભાવ છે. ૧૪૩.
જે અર્થને ન બહુ પ્રદેશ, ન એક વા પરમાર્થથી,
તે અર્થ જાણો શૂન્ય કેવળઅન્ય જે અસ્તિત્વથી. ૧૪૪.
સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે;
તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે. ૧૪૫.
ઇન્દ્રિયપ્રાણ, તથા વળી બળપ્રાણ, આયુપ્રાણ ને
વળી પ્રાણ શ્વાસોચ્છ્વાસએ સૌ, જીવ કેરા પ્રાણ છે. ૧૪૬.

Page 55 of 214
PDF/HTML Page 67 of 226
single page version

background image
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૪૭.
મોહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણનો,
જીવ કર્મફળ-ઉપભોગ કરતાં, બંધ પામે કર્મનો. ૧૪૮.
જીવ મોહ-દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને,
તો બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મનો તે થાય છે. ૧૪૯.
કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી,
મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં. ૧૫૦.
કરી ઇન્દ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મનેઉપયોગને,
તે કર્મથી રંજિત નહીં; ક્યમ પ્રાણ તેને અનુસરે? ૧૫૧.
અસ્તિત્વનિશ્ચિત અર્થનો કો અન્ય અર્થે ઊપજતો
જે અર્થ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિનો. ૧૫૨.
તિર્યંચ, નારક, દેવ, નરએ નામકર્મોદય વડે
છે જીવના પર્યાય, જેહ વિશિષ્ટ સંસ્થાનાદિકે. ૧૫૩.
અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્યસ્વભાવને ત્રિવિકલ્પને
જે જાણતો, તે આતમા નહિ મોહ પરદ્રવ્યે લહે. ૧૫૪.
છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન-જ્ઞાન છે;
ઉપયોગ એ આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૧૫૫.
ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં,
ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહીં. ૧૫૬.
જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને,
જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.

Page 56 of 214
PDF/HTML Page 68 of 226
single page version

background image
કુવિચાર-સંગતિ-શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે,
જે ઉગ્ર ને ઉન્માર્ગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮.
મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને
શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧૫૯.
હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં,
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૧૬૦.
મન, વાણી તેમ જ દેહ પુદ્ગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે;
ને તેહ પુદ્ગલદ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે. ૧૬૧.
હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી;
તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨.
પરમાણુ જે અપ્રદેશ, તેમ પ્રદેશમાત્ર, અશબ્દ છે,
તે સ્નિગ્ધ રૂક્ષ બની પ્રદેશદ્વયાદિવત્ત્વ અનુભવે. ૧૬૩.
એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે,
સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને. ૧૬૪.
હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ-પરિણામ, સમ વા વિષમ હો,
બંધાય જો ગુણદ્વય અધિક; નહીં બંધ હોય જઘન્યનો. ૧૬૫.
ચતુરંશ કો સ્નિગ્ધાણુ સહ દ્વય-અંશમય સ્નિગ્ધાણુનો;
પંચાંશી અણુ સહ બંધ થાય ત્રયાંશમય રૂક્ષાણુનો. ૧૬૬.
સ્કંધો પ્રદેશદ્વયાદિયુત, સ્થૂલ-સૂક્ષ્મ ને સાકાર જે,
તે પૃથ્વી-વાયુ-તેજ-જળ પરિણામથી નિજ થાય છે. ૧૬૭.
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર-સૂક્ષ્મથી, કર્મત્વયોગ્ય-અયોગ્યથી. ૧૬૮.

Page 57 of 214
PDF/HTML Page 69 of 226
single page version

background image
સ્કંધો કરમને યોગ્ય પામી જીવના પરિણામને
કર્મત્વને પામે; નહીં જીવ પરિણમાવે તેમને. ૧૬૯.
કર્મત્વપરિણત પુદ્ગલોના સ્કંધ તે તે ફરી ફરી
શરીરો બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦.
જે દેહ ઔદારિક, ને વૈક્રિય-તૈજસ દેહ છે,
કાર્મણ-અહારક દેહ જે, તે સર્વ પુદ્ગલરૂપ છે. ૧૭૧.
છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને,
વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨.
અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને;
પણ જીવ મૂર્તિરહિત બાંધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩.
જે રીત દર્શન-જ્ઞાન થાય રૂપાદિનુંગુણ-દ્રવ્યનું,
તે રીત બંધન જાણ મૂર્તિરહિતને પણ મૂર્તનું. ૧૭૪.
વિધવિધ વિષયો પામીને ઉપયોગ-આત્મક જીવ જે
પ્રદ્વેષ-રાગ-વિમોહભાવે પરિણમે, તે બંધ છે. ૧૭૫.
જે ભાવથી દેખે અને જાણે વિષયગત અર્થને,
તેનાથી છે ઉપરક્તતા; વળી કર્મબંધન તે વડે. ૧૭૬.
રાગાદિ સહ આત્મા તણો, ને સ્પર્શ સહ પુદ્ગલ તણો,
અન્યોન્ય જે અવગાહ તેને બંધ ઉભયાત્મક કહ્યો. ૧૭૭.
સપ્રદેશ છે તે જીવ, જીવપ્રદેશમાં આવે અને
પુદ્ગલસમૂહ રહે યથોચિત, જાય છે, બંધાય છે. ૧૭૮.
જીવ રક્ત બાંધે કર્મ, રાગ રહિત જીવ મુકાય છે;
આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે. ૧૭૯.

Page 58 of 214
PDF/HTML Page 70 of 226
single page version

background image
પરિણામથી છે બંધ, રાગ-વિમોહ-દ્વેષથી યુક્ત જે;
છે મોહ-દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦.
પર માંહી શુભ પરિણામ પુણ્ય, અશુભ પરમાં પાપ છે;
નિજદ્રવ્યગત પરિણામ સમયે દુઃખક્ષયનો હેતુ છે. ૧૮૧.
સ્થાવર અને ત્રસ પૃથ્વીઆદિક જીવકાય કહેલ જે,
તે જીવથી છે અન્ય તેમ જ જીવ તેથી અન્ય છે. ૧૮૨.
પરને સ્વને નહિ જાણતો એ રીત પામી સ્વભાવને,
તે ‘આ હું, આ મુજ’ એમ અધ્યવસાન મોહ થકી કરે. ૧૮૩.
નિજ ભાવ કરતો જીવ છે કર્તા ખરે નિજ ભાવનો;
પણ તે નથી કર્તા સકલ પુદ્ગલદરવમય ભાવનો. ૧૮૪.
જીવ સર્વ કાળે પુદ્ગલોની મધ્યમાં વર્તે ભલે,
પણ નવ ગ્રહે, ન તજે, કરે નહિ જીવ પુદ્ગલકર્મને. ૧૮૫.
તે હાલ દ્રવ્યજનિત નિજ પરિણામનો કર્તા બને,
તેથી ગ્રહાય અને કદાપિ મુકાય છે કર્મો વડે. ૧૮૬.
જીવ રાગદ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ-અશુભમાં,
જ્ઞાનાવરણઇત્યાદિભાવે કર્મધૂલિ પ્રવેશ ત્યાં. ૧૮૭.
સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગાદિ વડે,
સંબંધ પામી કર્મરજનો, બંધરૂપ કથાય છે. ૧૮૮.
આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય ભાખિયો
અર્હંતદેવે યોગીને; વ્યવહાર અન્ય રીતે કહ્યો. ૧૮૯.
‘હું આ અને આ મારું’ એ મમતા ન દેહ-ધને તજે,
તે છોડી જીવ શ્રામણ્યને ઉન્માર્ગનો આશ્રય કરે. ૧૯૦.

Page 59 of 214
PDF/HTML Page 71 of 226
single page version

background image
હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું
જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. ૧૯૧.
એ રીત દર્શન-જ્ઞાન છે, ઇન્દ્રિય-અતીત મહાર્થ છે,
માનું હુંઆલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ ધ્રુવ છે. ૧૯૨.
લક્ષ્મી, શરીર, સુખદુઃખ અથવા શત્રુમિત્ર જનો અરે!
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ-આત્મક જીવ છે. ૧૯૩.
આ જાણી, શુદ્ધાત્મા બની, ધ્યાવે પરમ નિજ આત્મને,
સાકાર અણ-આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪.
હણી મોહગ્રંથિ, ક્ષય કરી રાગાદિ, સમસુખદુઃખ જે
જીવ પરિણમે શ્રામણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે. ૧૯૫.
જે મોહમળ કરી નષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને,
આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાનાર છે. ૧૯૬.
શા અર્થને ધ્યાવે શ્રમણ, જે નષ્ટઘાતિકર્મ છે,
પ્રત્યક્ષસર્વપદાર્થ ને જ્ઞેયાન્તપ્રાપ્ત, નિઃશંક છે? ૧૯૭.
બાધા રહિત, સકલાત્મમાં સંપૂર્ણસુખજ્ઞાનાઢ્ય જે,
ઇન્દ્રિય-અતીત અનિન્દ્રિ તે ધ્યાવે પરમ આનંદને. ૧૯૮.
શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને. ૧૯૯.
એ રીત તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને,
નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જું છું હું મમત્વને. ૨૦૦.

Page 60 of 214
PDF/HTML Page 72 of 226
single page version

background image
૩. ચરણાનુયોગસૂચક ચૂલિકા
એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી,
શ્રામણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની. ૨૦૧.
બંધુજનોની વિદાય લઇ, સ્ત્રી-પુત્ર-વડીલોથી છૂટી,
દ્રગ-જ્ઞાન-તપ-ચારિત્ર-વીર્યાચાર અંગીકૃત કરી. ૨૦૨.
‘મુજને ગ્રહો’ કહી, પ્રણત થઈ, અનુગૃહીત થાય ગણી વડે,
વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણાઢ્ય ને મુનિ-ઇષ્ટ જે. ૨૦૩.
પરનો ન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે,
એ રીત નિશ્ચિત ને જિતેન્દ્રિય સાહજિકરૂપધર બને. ૨૦૪.
જન્મ્યા પ્રમાણે રૂપ, લુંચન કેશનું, શુદ્ધત્વ ને
હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંસ્કરણએ લિંગ છે. ૨૦૫.
આરંભ મૂર્છા શૂન્યતા, ઉપયોગયોગ વિશુદ્ધતા,
નિરપેક્ષતા પરથી,જિનોદિત મોક્ષકારણ લિંગ આ. ૨૦૬.
ગ્રહી પરમગુરુ-દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને,
વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છે મુનિરાજ એ. ૨૦૭.
વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણચેલ, ઇન્દ્રિયરોધનં,
નહિ સ્નાન-દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજનં, ૨૦૮.
આ મૂળગુણ શ્રમણો તણા જિનદેવથી પ્રજ્ઞપ્ત છે,
તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે. ૨૦૯.
જે લિંગગ્રહણે સાધુપદ દેનાર તે ગુરુ જાણવા;
છેદદ્વયે સ્થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા. ૨૧૦.

Page 61 of 214
PDF/HTML Page 73 of 226
single page version

background image
જો છેદ થાય પ્રયત્ન સહ કૃત કાયની ચેષ્ટા વિષે,
આલોચનાપૂર્વક ક્રિયા કર્તવ્ય છે તે સાધુને. ૨૧૧.
છેદોપયુક્ત મુનિ, શ્રમણ વ્યવહારવિજ્ઞ કને જઈ,
નિજ દોષ આલોચન કરી, શ્રમણોપદિષ્ટ કરે વિધિ. ૨૧૨.
પ્રતિબંધ પરિત્યાગી સદા અધિવાસ અગર વિવાસમાં,
મુનિરાજ વિહરો સર્વદા થઈ છેદહીન શ્રામણ્યમાં. ૨૧૩.
જે શ્રમણ જ્ઞાન-દ્રગાદિકે પ્રતિબદ્ધ વિચરે સર્વદા,
ને પ્રયત મૂળગુણો વિષે, શ્રામણ્ય છે પરિપૂર્ણ ત્યાં. ૨૧૪.
મુનિ ક્ષપણ માંહી, નિવાસસ્થાન, વિહાર વા ભોજન મહીં,
ઉપધિ-શ્રમણ-વિકથા મહીં પ્રતિબંધને ઇચ્છે નહીં. ૨૧૫.
આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે,
તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬.
જીવો-મરો જીવ, યત્નહીન આચાર ત્યાં હિંસા નક્કી;
સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ૨૧૭.
મુનિ યત્નહીન આચારવંત છ કાયનો હિંસક કહ્યો;
જલકમલવત્ નિર્લેપ ભાખ્યો, નિત્ય યત્નસહિત જો. ૨૧૮.
દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાયન થાય છે,
પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડ્યો યોગીએ. ૨૧૯.
નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહિ ભાવશુદ્ધિ ભિક્ષુને,
ને ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મનો કઈ રીત બને? ૨૨૦.
આરંભ, અણસંયમ અને મૂર્છા ન ત્યાંએ ક્યમ બને?
પરદ્રવ્યરત જે હોય તે કઈ રીત સાધે આત્મને? ૨૨૧.

Page 62 of 214
PDF/HTML Page 74 of 226
single page version

background image
ગ્રહણે વિસર્ગે સેવતાં નહિ છેદ જેથી થાય છે,
તે ઉપધિ સહ વર્તો ભલે મુનિ કાળક્ષેત્ર વિજાણીને. ૨૨૨.
ઉપધિ અનિંદિતને, અસંયત જન થકી અણપ્રાર્થ્યને,
મૂર્છાદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. ૨૨૩.
ક્યમ અન્ય પરિગ્રહ હોય જ્યાં કહી દેહને પરિગ્રહ અહો!
મોક્ષેચ્છુને દેહેય નિષ્પ્રતિકર્મ ઉપદેશે જિનો ? ૨૨૪.
જન્મ્યા પ્રમાણે રૂપ ભાખ્યું ઉપકરણ જિનમાર્ગમાં,
ગુરુવચન ને સૂત્રાધ્યયન, વળી વિનય પણ ઉપકરણમાં. ૨૨૫.
આ લોકમાં નિરપેક્ષ ને પરલોક-અણપ્રતિબદ્ધ છે
સાધુ કષાયરહિત, તેથી યુક્ત આ’ર-વિહારી છે. ૨૨૬.
આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી
વણ-એષણા ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭.
કેવલશરીર મુનિ ત્યાંય ‘મારું ન’ જાણી વણ-પ્રતિકર્મ છે,
નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. ૨૨૮.
આહાર તે એક જ, ઊણોદર ને યથા-ઉપલબ્ધ છે,
ભિક્ષા વડે, દિવસે, રસેચ્છાહીન, વણ-મધુમાંસ છે. ૨૨૯.
વૃદ્ધત્વ, બાળપણા વિષે, ગ્લાનત્વ, શ્રાંત દશા વિષે,
ચર્યા ચરો નિજયોગ્ય, જે રીત મૂળછેદ ન થાય છે. ૨૩૦.
જો દેશ-કાળ તથા ક્ષમા-શ્રમ-ઉપધિને મુનિ જાણીને
વર્તે અહારવિહારમાં, તો અલ્પલેપી શ્રમણ તે. ૨૩૧.
શ્રામણ્ય જ્યાં ઐકાગ્ર્ય, ને ઐકાગ્ર્ય વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨.

Page 63 of 214
PDF/HTML Page 75 of 226
single page version

background image
આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને;
ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મનો કઇ રીત કરે? ૨૩૩.
મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે,
છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪.
સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે;
તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫.
દ્રષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં
એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી? ૨૩૬.
સિદ્ધિ નહીં આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી;
નિર્વાણ નહિ અર્થો તણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭.
અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ ભવો વડે,
તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસમાત્રથી ક્ષય કરે. ૨૩૮.
અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે,
તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯.
જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇન્દ્રિનિરોધી, વિજયી કષાયનો,
પરિપૂર્ણ દર્શનજ્ઞાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦.
નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, અરિ-બંધુમાં જ્યાં સામ્ય છે,
વળી લોષ્ટ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧.
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે,
તેને કહ્યો ઐકાગ્ર્યગત, શ્રામણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪૨.
પરદ્રવ્યને આશ્રય શ્રમણ અજ્ઞાની પામે મોહને
વા રાગને વા દ્વેષને, તો વિવિધ બાંધે કર્મને. ૨૪૩.

Page 64 of 214
PDF/HTML Page 76 of 226
single page version

background image
નહિ મોહ, ને નહિ રાગ, દ્વેષ કરે નહીં અર્થો વિષે,
તો નિયમથી મુનિરાજ એ વિધવિધ કર્મો ક્ષય કરે. ૨૪૪.
શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાસ્ત્રે કહ્યા;
શુદ્ધોપયોગી છે નિરાસ્રવ, શેષ સાસ્રવ જાણવા. ૨૪૫.
વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અર્હંતાદિકે
એ હોય જો શ્રામણ્યમાં, તો ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬.
શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને
વળી શ્રમનિવારણ છે ન નિંદિત રાગયુત ચર્યા વિષે. ૨૪૭.
ઉપદેશ દર્શનજ્ઞાનનો, પોષણ-ગ્રહણ શિષ્યો તણું,
ઉપદેશ જિનપૂજા તણોવર્તન તું જાણ સરાગનું. ૨૪૮.
વણ જીવકાયવિરાધના ઉપકાર જે નિત્યે કરે
ચઉવિધ સાધુસંઘને, તે શ્રમણ રાગપ્રધાન છે. ૨૪૯.
વૈયાવૃતે ઉદ્યત શ્રમણ ષટ્ કાયને પીડા કરે
તો શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકોનો ધર્મ છે. ૨૫૦.
છે અલ્પ લેપ છતાંય દર્શનજ્ઞાનપરિણત જૈનને
નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧.
આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસથી,
સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. ૨૫૨.
સેવાનિમિત્તે રોગી-બાળક-વૃદ્ધ-ગુરુ શ્રમણો તણી,
લૌકિક જનો સહ વાત શુભ-ઉપયોગયુત નિંદિત નથી. ૨૫૩.
આ શુભ ચર્યા શ્રમણને, વળી મુખ્ય હોય ગૃહસ્થને;
તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. ૨૫૪.

Page 65 of 214
PDF/HTML Page 77 of 226
single page version

background image
ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને,
નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫૫.
છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે
રત જીવ મોક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. ૨૫૬.
પરમાર્થથી અનભિજ્ઞ, વિષયકષાયઅધિક જનો પરે
ઉપકાર-સેવા-દાન સર્વ કુદેવમનુજપણે ફળે. ૨૫૭.
‘વિષયો કષાયો પાપ છે’ જો એમ નિરૂપણ શાસ્ત્રમાં,
તો કેમ તત્પ્રતિબદ્ધ પુરુષો હોય રે નિસ્તારકા? ૨૫૮.
તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ-ઉપરમ જેહને,
સમભાવ જ્યાં સૌ ધાર્મિકે, ગુણસમૂહસેવન જેહને. ૨૫૯.
અશુભોપયોગરહિત શ્રમણોશુદ્ધ વા શુભયુક્ત જે,
તે લોકને તારે; અને તદ્ભક્ત પામે પુણ્યને. ૨૬૦.
પ્રકૃત વસ્તુ દેખી અભ્યુત્થાન આદિ ક્રિયા થકી
વર્તો શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ૨૬૧.
ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભ્યુત્થાન ને
અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. ૨૬૨.
મુનિ સૂત્ર-અર્થપ્રવીણ સંયમજ્ઞાનતપસમૃદ્ધને
પ્રણિપાત, અભ્યુત્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩.
શાસ્ત્રે કહ્યુંતપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં,
જિન-ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જો શ્રદ્ધે નહીં. ૨૬૪.
મુનિ શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે,
અનુમત નહીં કિરિયા વિષે, તે નાશ ચરણ તણો કરે. ૨૬૫.

Page 66 of 214
PDF/HTML Page 78 of 226
single page version

background image
જે હીનગુણ હોવા છતાં ‘હું પણ શ્રમણ છું’ મદ કરે,
ઇચ્છે વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૬.
મુનિ અધિકગુણ હીનગુણ પ્રતિ વર્તે યદિ વિનયાદિમાં,
તો ભ્રષ્ટ થાય ચરિત્રથી ઉપયુક્ત મિથ્યા ભાવમાં. ૨૬૭.
સૂત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિકત્વ છે,
તે પણ અસંયત થાય, જો છોડે ન લૌકિક-સંગને. ૨૬૮.
નિર્ગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત જે,
લૌકિક કહ્યો તેને ય, જો છોડે ન ઐહિક કર્મને. ૨૬૯.
તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના,
તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ૨૭૦.
સમયસ્થ હો પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને,
અત્યંતફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ૨૭૧.
અયથાચરણહીન, સૂત્ર-અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨.
જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને,
આસક્ત નહિ વિષયો વિષે જે, ‘શુદ્ધ’ ભાખ્યા તેમને. ૨૭૩.
રે ! શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪.
સાકાર અણ-આકાર ચર્યાયુક્ત આ ઉપદેશને
જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫.

Page 67 of 214
PDF/HTML Page 79 of 226
single page version

background image
શ્રી
પંચાસ્તિકાયસંગ્રહ
(પદ્યાનુવાદ)
૧. ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
(હરિગીત)
શત-ઇન્દ્રવંદિત, ત્રિજગહિત-નિર્મળ-મધુર વદનારને,
નિઃસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧.
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સુણજો તમે;
જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨.
સમવાદ વા સમવાય પાંચ તણો સમયભાખ્યું જિને;
તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ
અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪.
વિધવિધ ગુણો ને પર્યયો સહ જે અનન્યપણું ધરે
તે અસ્તિકાયો જાણવા, ત્રૈલોક્યરચના જે વડે. ૫.
તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે;
એ પાંચ તેમ જ કાળ વર્તનલિંગ સર્વે દ્રવ્ય છે. ૬.
અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને,
અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭.

Page 68 of 214
PDF/HTML Page 80 of 226
single page version

background image
સર્વાર્થપ્રાપ્ત, સવિશ્વરૂપ, અનંતપર્યયવંત છે,
સત્તા જનમ-લય-ધ્રૌવ્યમય છે, એક છે, સવિપક્ષ છે. ૮.
તે તે વિવિધ સદ્ભાવપર્યયને દ્રવેવ્યાપેલહે
તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯.
છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદવ્યયધ્રુવયુક્ત જે,
ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦.
નહિ દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહિ, સદ્ભાવ છે;
તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય-ધ્રુવતા કરે. ૧૧.
પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે,
પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨.
નહિ દ્રવ્ય વિણ ગુણ હોય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે;
તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩.
છે અસ્તિ, નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ જે,
આદેશવશ તે સાત ભંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪.
નહિ ‘ભાવ’ કેરો નાશ હોય, ‘અભાવ’નો ઉત્પાદ ના;
‘ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫.
જીવાદિ સૌ છે ‘ભાવ’, જીવગુણ ચેતના ઉપયોગ છે;
જીવપર્યયો તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬.
મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે;
ત્યાં જીવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્ભવ લહે. ૧૭.
જન્મે મરે છે તે જ, તોપણ નાશ-ઉદ્ભવ નવ લહે;
સુર-માનવાદિક પર્યયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮.