Page 610 of 642
PDF/HTML Page 641 of 673
single page version
स्वसंवेदनसिद्धत्वात्ः तेन प्रसिद्धेन प्रसाध्यमानस्तदविनाभूतानन्तधर्मसमुदयमूर्तिरात्मा । ततो ज्ञानमात्राचलितनिखातया द्रष्टया क्रमाक्रमप्रवृत्तं तदविनाभूतं अनन्तधर्मजातं यद्यावल्लक्ष्यते तत्तावत्समस्तमेवैकः खल्वात्मा । एतदर्थमेवात्रास्य ज्ञानमात्रतया व्यपदेशः । ननु क्रमाक्रमप्रवृत्तानन्तधर्ममयस्यात्मनः कथं ज्ञानमात्रत्वम् ? परस्परव्यतिरिक्तानन्तधर्मसमुदाय- परिणतैकज्ञप्तिमात्रभावरूपेण स्वयमेव भवनात् । अत एवास्य ज्ञानमात्रैकभावान्तःपातिन्योऽनन्ताः
(ઉત્તરઃ — ) પ્રસિદ્ધત્વ અને *પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે (અર્થાત્ જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદનરૂપ અનુભવમાં આવે છે); તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, તદ્ - અવિનાભૂત ( – જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા) અનંત ધર્મોના સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. (જ્ઞાન પ્રસિદ્ધ છે; અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે.) માટે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્ - અવિનાભૂત ( – જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો) અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે.
આ કારણે જ અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે. (પ્રશ્નઃ — ) જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે?
(ઉત્તરઃ — ) પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત્ પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણમેલી જે એક જાણનક્રિયા તે જાણનક્રિયામાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી) આત્માને જ્ઞાનમાત્રપણું છે. માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની ( – જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત્ જ્ઞાનમાત્ર એક ભાવની અંદર આવી જતી – ) અનંત શક્તિઓ ઊછળે છે. (આત્માના જેટલા ધર્મો છે તે બધાયને, લક્ષણભેદે ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાં — જ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં — અનંત શક્તિઓ ઊછળે છે.) તેમાંની કેટલીક શક્તિઓ નીચે પ્રમાણે છેઃ — આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ. (આત્મદ્રવ્યને * પ્રસાધ્યમાન = પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે. (જ્ઞાન પ્રસિદ્ધ છે અને આત્મા પ્રસાધ્યમાન છે.)
Page 611 of 642
PDF/HTML Page 642 of 673
single page version
शक्तयः उत्प्लवन्ते । आत्मद्रव्यहेतुभूतचैतन्यमात्रभावधारणलक्षणा जीवत्वशक्तिः १ ।
अजडत्वात्मिका चितिशक्तिः २ । अनाकारोपयोगमयी द्रशिशक्तिः ३ । साकारोपयोगमयी
ज्ञानशक्तिः ४ । अनाकुलत्वलक्षणा सुखशक्तिः ५ । स्वरूपनिर्वर्तनसामर्थ्यरूपा वीर्य-
शक्तिः ६ । अखण्डितप्रतापस्वातन्त्र्यशालित्वलक्षणा प्रभुत्वशक्तिः ७। सर्वभावव्यापकैक-
भावरूपा विभुत्वशक्तिः ८ । विश्वविश्वसामान्यभावपरिणतात्मदर्शनमयी सर्वदर्शित्वशक्तिः ९ ।
विश्वविश्वविशेषभावपरिणतात्मज्ञानमयी सर्वज्ञत्वशक्तिः १० । नीरूपात्मप्रदेशप्रकाशमान-
लोकालोकाकारमेचकोपयोगलक्षणा स्वच्छत्वशक्तिः ११ । स्वयम्प्रकाशमानविशदस्व-
संवित्तिमयी प्रकाशशक्तिः १२ । क्षेत्रकालानवच्छिन्नचिद्विलासात्मिका असङ्कुचितविकाशत्व-
કારણભૂત એવા ચૈતન્યમાત્રભાવરૂપી ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે એવી જીવત્વ નામની શક્તિ જ્ઞાનમાત્ર ભાવમાં – આત્મામાં – ઊછળે છે.) ૧. અજડત્વ- સ્વરૂપ ચિતિશક્તિ. (અજડત્વ અર્થાત્ ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી ચિતિશક્તિ.) ૨. અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ. (જેમાં જ્ઞેયરૂપ આકાર અર્થાત્ વિશેષ નથી એવા દર્શનોપયોગમયી — સત્તામાત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામયી — દ્રશિશક્તિ અર્થાત્ દર્શન- ક્રિયારૂપ શક્તિ.) ૩. સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ. (જે જ્ઞેય પદાર્થોના વિશેષોરૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાનશક્તિ.) ૪. અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ. ૫. સ્વરૂપની ( – આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ. ૬. જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી ( – સ્વાધીનતાથી) શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુત્વશક્તિ. ૭. સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશક્તિ. (જેમ કે, જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપે છે.) ૮. સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે (અર્થાત્ સર્વ પદાર્થોના સમૂહરૂપ લોકાલોકને સત્તામાત્ર ગ્રહવારૂપે) પરિણમતા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ. ૯. સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમતા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ- ત્વશક્તિ. ૧૦. અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્ અનેક - આકારરૂપ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વ- શક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.) ૧૧. સ્વયં પ્રકાશમાન વિશદ ( – સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી ( – સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ. ૧૨. ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિદ્દવિલાસસ્વરૂપ ( – ચૈતન્યના વિલાસસ્વરૂપ) અસંકુચિતવિકાસત્વ-
Page 612 of 642
PDF/HTML Page 643 of 673
single page version
शक्तिः १३ । अन्याक्रियमाणान्याकारकैकद्रव्यात्मिका अकार्यकारणत्वशक्तिः १४ । परात्म-
निमित्तकज्ञेयज्ञानाकारग्रहणग्राहणस्वभावरूपा परिणम्यपरिणामकत्वशक्तिः १५ । अन्यूनाति-
रिक्तस्वरूपनियतत्वरूपा त्यागोपादानशून्यत्वशक्तिः १६ । षट्स्थानपतितवृद्धिहानि-
परिणतस्वरूपप्रतिष्ठत्वकारणविशिष्टगुणात्मिका अगुरुलघुत्वशक्तिः १७ । क्रमाक्रमवृत्त-
वृत्तित्वलक्षणा उत्पादव्ययध्रुवत्वशक्तिः १८ । द्रव्यस्वभावभूतध्रौव्यव्ययोत्पादालिङ्गितसद्रश-
विसद्रशरूपैकास्तित्वमात्रमयी परिणामशक्तिः १९ । कर्मबन्धव्यपगमव्यञ्जितसहजस्पर्शादि-
शून्यात्मप्रदेशात्मिका अमूर्तत्वशक्तिः २० । सकलकर्मकृतज्ञातृत्वमात्रातिरिक्तपरिणाम-
શક્તિ. ૧૩. જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ. (જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે - સ્વરૂપ અકાર્યકારણત્વશક્તિ.) ૧૪. પર અને પોતે જેમનાં નિમિત્ત છે એવા જ્ઞેયાકારો તથા જ્ઞાનાકારોને ગ્રહણ કરવાના અને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્ય- પરિણામકત્વશક્તિ. (પર જેમનાં કારણ છે એવા જ્ઞેયાકારોને ગ્રહણ કરવાના અને પોતે જેમનું કારણ છે એવા જ્ઞાનાકારોને ગ્રહણ કરાવવાના સ્વભાવરૂપ પરિણમ્યપરિણામકત્વશક્તિ.) ૧૫. જે ઘટતું - વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ ( – નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ – ) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ. ૧૬. ષટ્સ્થાનપતિત વૃદ્ધિહાનિરૂપે પરિણમતો, સ્વરૂપ - પ્રતિષ્ઠત્વના કારણરૂપ ( – વસ્તુને સ્વરૂપમાં રહેવાનાકારણરૂપ) એવો જે વિશિષ્ટ ( – ખાસ) ગુણ તે - સ્વરૂપ અગુરુલઘુત્વશક્તિ. [આ ષટ્-સ્થાનપતિત વૃદ્ધિહાનિનું સ્વરૂપ ‘ગોમ્મટસાર’ શાસ્ત્રમાંથી જાણવું. અવિભાગપરિચ્છેદોની સંખ્યારૂપ ષટ્સ્થાનોમાં પડતી — સમાવેશ પામતી — વસ્તુસ્વભાવની વૃદ્ધિહાનિ જેનાથી ( – જે ગુણથી) થાય છે અને જે (ગુણ) વસ્તુને સ્વરૂપમાં ટકવાનું કારણ છે એવો કોઈ ગુણ આત્મામાં છે; તેને અગુરુલઘુત્વગુણ કહેવામાં આવે છે. આવી અગુરુલઘુત્વશક્તિ પણ આત્મામાં છે.] ૧૭. ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદવ્યયધ્રુવત્વશક્તિ. (ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદવ્યયરૂપ છે અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધ્રુવત્વરૂપ છે.) ૧૮. દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય - વ્યય - ઉત્પાદથી આલિંગિત ( – સ્પર્શિત), સદ્રશ અને વિસદ્રશ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રમયી પરિણામશક્તિ. ૧૯. કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ, સ્પર્શાદિશૂન્ય ( – સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત) એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ. ૨૦. સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા જે પરિણામો તે પરિણામોના કરણના *ઉપરમસ્વરૂપ (તે પરિણામોના કરવાની નિવૃત્તિસ્વરૂપ) અકર્તૃત્વશક્તિ. * ઉપરમ = અટકવું તે; નિવૃત્તિ; અંત; અભાવ.
Page 613 of 642
PDF/HTML Page 644 of 673
single page version
करणोपरमात्मिका अकर्तृत्वशक्तिः २१ । सकलकर्मकृतज्ञातृत्वमात्रातिरिक्तपरिणामानुभवो-
परमात्मिका अभोक्तृत्वशक्तिः २२ । सकलकर्मोपरमप्रवृत्तात्मप्रदेशनैष्पन्द्यरूपा निष्क्रियत्व-
शक्तिः २३ । आसंसारसंहरणविस्तरणलक्षितकिञ्चिदूनचरमशरीरपरिमाणावस्थितलोकाकाश-
सम्मितात्मावयवत्वलक्षणा नियतप्रदेशत्वशक्तिः २४ । सर्वशरीरैकस्वरूपात्मिका स्वधर्म-
व्यापकत्वशक्तिः २५ । स्वपरसमानासमानसमानासमानत्रिविधभावधारणात्मिका साधारणा-
साधारणसाधारणासाधारणधर्मत्वशक्तिः २६ । विलक्षणानन्तस्वभावभावितैकभावलक्षणा अनन्त-
धर्मत्वशक्तिः २७ । तदतद्रूपमयत्वलक्षणा विरुद्धधर्मत्वशक्तिः २८ । तद्रूपभवनरूपा तत्त्व-
शक्तिः २९ । अतद्रूपभवनरूपा अतत्त्वशक्तिः ३० । अनेकपर्यायव्यापकैकद्रव्यमयत्वरूपा एकत्व-
(જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના, કર્મથી કરવામાં આવતા પરિણામોનો કર્તા થતો નથી, એવી અકર્તૃત્વ નામની એક શક્તિ આત્મામાં છે.) ૨૧. સમસ્ત, કર્મથી કરવામાં આવતા, જ્ઞાતૃત્વમાત્રથી જુદા પરિણામોના અનુભવના ( –
ભોગવટાના) ઉપરમસ્વરૂપ અભોક્તૃત્વશક્તિ. ૨૨. સમસ્ત કર્મના ઉપરમથી પ્રવર્તતી આત્મપ્રદેશોની નિષ્પંદતાસ્વરૂપ ( – અકંપતાસ્વરૂપ) નિષ્ક્રિયત્વશક્તિ. (સકળ કર્મનો અભાવ થાય ત્યારે પ્રદેશોનું કંપન મટી જાય છે માટે નિષ્ક્રિયત્વશક્તિ પણ આત્મામાં છે.) ૨૩. જે અનાદિ સંસારથી માંડીને સંકોચવિસ્તારથી લક્ષિત છે અને જે ચરમ શરીરના પરિમાણથી કાંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે એવું લોકાકાશના માપ જેટલા માપવાળું આત્મ - અવયવપણું જેનું લક્ષણ છે એવી નિયતપ્રદેશત્વશક્તિ. (આત્માના લોકપરિમાણ અસંખ્ય પ્રદેશો નિયત જ છે. તે પ્રદેશો સંસાર-અવસ્થામાં સંકોચવિસ્તાર પામે છે અને મોક્ષ - અવસ્થામાં ચરમ શરીર કરતાં કાંઈક ઓછા પરિમાણે સ્થિત રહે છે.) ૨૪. સર્વ શરીરોમાં એકસ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વશક્તિ. (શરીરના ધર્મરૂપ ન થતાં પોતાના ધર્મોમાં વ્યાપવારૂપ શક્તિ તે સ્વધર્મવ્યાપકત્વશક્તિ.) ૨૫. સ્વ - પરના સમાન, અસમાન અને સમાનાસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના ધારણસ્વરૂપ સાધારણ - અસાધારણ - સાધારણાસાધારણધર્મત્વશક્તિ. ૨૬. વિલક્ષણ ( – પરસ્પર ભિન્ન લક્ષણોવાળા) અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું લક્ષણ છે એવી અનંત-ધર્મત્વશક્તિ. ૨૭. તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વશક્તિ. ૨૮. તદ્રૂપ ભવનરૂપ એવી તત્ત્વશક્તિ. (તત્સ્વરૂપ હોવારૂપ અથવા તત્સ્વરૂપ પરિણમનરૂપ એવી તત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન ચેતનપણે રહે છે — પરિણમે છે.) ૨૯. અતદ્રૂપ ભવનરૂપ એવી અતત્ત્વશક્તિ. (તત્સ્વરૂપ ન હોવારૂપ અથવા તત્સ્વરૂપે નહિ પરિણમવારૂપ અતત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિથી ચેતન જડરૂપ થતો નથી.) ૩૦. અનેક પર્યાયોમાં
Page 614 of 642
PDF/HTML Page 645 of 673
single page version
शक्तिः ३१ । एकद्रव्यव्याप्यानेकपर्यायमयत्वरूपा अनेकत्वशक्तिः ३२ । भूतावस्थत्वरूपा भाव-
शक्तिः ३३ । शून्यावस्थत्वरूपा अभावशक्तिः ३४ । भवत्पर्यायव्ययरूपा भावाभावशक्तिः ३५ ।
अभवत्पर्यायोदयरूपा अभावभावशक्तिः ३६ । भवत्पर्यायभवनरूपा भावभावशक्तिः ३७ ।
अभवत्पर्यायाभवनरूपा अभावाभावशक्तिः ३८ । कारकानुगतक्रियानिष्क्रान्तभवनमात्रमयी
भावशक्तिः ३९ । कारकानुगतभवत्तारूपभावमयी क्रियाशक्तिः ४० । प्राप्यमाणसिद्धरूप-
भावमयी कर्मशक्तिः ४१ । भवत्तारूपसिद्धरूपभावभावकत्वमयी कर्तृशक्तिः ४२ । भवद्भाव-
भवनसाधकतमत्वमयी करणशक्तिः ४३ । स्वयं दीयमानभावोपेयत्वमयी सम्प्रदानशक्तिः ४४ ।
उत्पादव्ययालिङ्गितभावापायनिरपायध्रुवत्वमयी अपादानशक्तिः ४५ । भाव्यमानभावाधारत्वमयी
अधिकरणशक्तिः ४६ । स्वभावमात्रस्वस्वामित्वमयी सम्बन्धशक्तिः ४७ ।
વ્યાપક એવા એકદ્રવ્યમયપણારૂપ એકત્વશક્તિ. ૩૧. એક દ્રવ્યથી વ્યાપ્ય (વ્યપાવાયોગ્ય) જે અનેક પર્યાયો તે - મયપણારૂપ અનેકત્વશક્તિ. ૩૨. વિદ્યમાન-અવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં વિદ્યમાન હોય એવાપણારૂપ ભાવશક્તિ.) ૩૩. શૂન્ય ( – અવિદ્યમાન) અવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ. (અમુક અવસ્થા જેમાં અવિદ્યમાન હોય એવાપણારૂપ અભાવશક્તિ.) ૩૪. ભવતા ( – વર્તતા, થતા, પરિણમતા) પર્યાયના વ્યયરૂપ ભાવાભાવશક્તિ. ૩૫. નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના ઉદયરૂપ અભાવભાવશક્તિ. ૩૬. ભવતા (વર્તતા) પર્યાયના ભવનરૂપ (વર્તવારૂપ, પરિણમવારૂપ) ભાવભાવશક્તિ. ૩૭. નહિ ભવતા (નહિ વર્તતા) પર્યાયના અભવનરૂપ (નહિ વર્તવારૂપ) અભાવાભાવશક્તિ. ૩૮. (કર્તા, કર્મ આદિ) કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી ( – હોવામાત્રમયી, થવામાત્રમયી) ભાવશક્તિ. ૩૯. કારકો અનુસાર થવાપણારૂપ ( – પરિણમવાપણારૂપ) જે ભાવ તે - મયી ક્રિયાશક્તિ. ૪૦. પ્રાપ્ત કરાતો એવો જે સિદ્ધરૂપ ભાવ તે - મયી કર્મશક્તિ. ૪૧. થવાપણારૂપ અને સિદ્ધરૂપ ભાવના ભાવકપણામયી કર્તૃશક્તિ. ૪૨. ભવતા ( – વર્તતા, થતા) ભાવના ભવનના ( – થવાના) સાધકતમપણામયી ( – ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી) કરણશક્તિ. ૪૩. પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેયપણામયી ( – તેને મેળવવાના યોગ્યપણામય, તેને લેવાના પાત્રપણામય) સંપ્રદાનશક્તિ. ૪૪. ઉત્પાદવ્યયથી આલિંગિત ભાવનો અપાય ( – હાનિ, નાશ) થવાથી હાનિ નહિ પામતા એવા ધ્રુવપણામયી અપાદાનશક્તિ. ૪૫. ભાવ્યમાન (અર્થાત્ ભાવવામાં આવતા) ભાવના આધારપણામયી અધિકરણશક્તિ. ૪૬. સ્વભાવમાત્ર સ્વ - સ્વામિત્વમયી સંબંધશક્તિ. (પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી — એવા સંબંધમયી સંબંધશક્તિ.) ૪૭.
Page 615 of 642
PDF/HTML Page 646 of 673
single page version
यो ज्ञानमात्रमयतां न जहाति भावः ।
तद्द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु ।।२६४।।
ज्ञानीभवन्ति जिननीतिमलङ्घयन्तः ।।२६५।।
‘ઇત્યાદિક અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તોપણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી’ — એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इत्यादि - अनेक - निज - शक्ति - सुनिर्भरः अपि] ઇત્યાદિ ( – પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં [यः भावः ज्ञानमात्रमयतां न जहाति] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [तद्] એવું તે, [एवं क्रम - अक्रम - विवर्ति - विवर्त - चित्रम्] પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી ( – રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [द्रव्यपर्ययमयं] દ્રવ્યપર્યાયમય [चिद्] ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ – આત્મા) [इह] આ લોકમાં [वस्तु अस्ति] વસ્તુ છે.
ભાવાર્થઃ — કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તોપણ જ્ઞાનને — કે જે અસાધારણ ભાવ છે તેને — છોડતો નથી, તેની સર્વ અવસ્થાઓ – પરિણામો – પર્યાયો જ્ઞાનમય જ છે. ૨૬૪.
‘આ અનેકસ્વરૂપ – અનેકાંતમય – વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે’ — એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति वस्तु - तत्त्व - व्यवस्थितिम् नैकान्त - सङ्गत - द्रशा स्वयमेव प्रविलोकयन्तः] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત - સંગત ( – અનેકાંત સાથે સુસંગત, અનેકાંત
Page 616 of 642
PDF/HTML Page 647 of 673
single page version
अथास्योपायोपेयभावश्चिन्त्यते —
आत्मवस्तुनो हि ज्ञानमात्रत्वेऽप्युपायोपेयभावो विद्यत एव; तस्यैकस्यापि
स्वयं साधकसिद्धरूपोभयपरिणामित्वात् । तत्र यत्साधकं रूपं स उपायः, यत्सिद्धं रूपं
स उपेयः । अतोऽस्यात्मनोऽनादिमिथ्यादर्शनज्ञानचारित्रैः स्वरूपप्रच्यवनात् संसरतः सुनिश्चल-
परिगृहीतव्यवहारसम्यग्दर्शनज्ञानचारित्रपाकप्रकर्षपरम्परया क्रमेण स्वरूपमारोप्यमाणस्यान्त- र्मग्ननिश्चयसम्यग्दर्शनज्ञानचारित्रविशेषतया साधकरूपेण तथा परमप्रकर्षमकरिकाधिरूढ-
સાથે મેળવાળી) દ્રષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા, [स्याद्वाद - शुद्धिम् अधिकाम् अधिगम्य] સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, [जिन - नीतिम् अलङ्घयन्तः] જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, [सन्तः ज्ञानीभवन्ति] સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.
ભાવાર્થઃ — જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને – જાણીને, જિનદેવના માર્ગને – સ્યાદ્વાદન્યાયને – નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે. ૨૬૫.
(આ રીતે સ્યાદ્વાદ વિષે કહીને, હવે આચાર્યદેવ ઉપાય - ઉપેયભાવ વિષે થોડું કહે છેઃ — )
હવે આનો ( – જ્ઞાનમાત્ર આત્મવસ્તુનો *ઉપાય - ઉપેયભાવ વિચારવામાં આવે છે (અર્થાત્ આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપેયપણું બન્ને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે)ઃ —
આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય - ઉપેયભાવ (ઉપાય-ઉપેયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં +પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર વડે) સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતાં, સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શન- જ્ઞાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે - પણા વડે પોતે સાધક રૂપે * ઉપેય એટલે પામવાયોગ્ય, અને ઉપાય એટલે પામવાયોગ્ય જેનાથી પમાય તે. આત્માનું શુદ્ધ
( – સર્વ કર્મ રહિત) સ્વરૂપ અથવા મોક્ષ તે ઉપેય છે અને મોક્ષમાર્ગ તે ઉપાય છે. +આત્મા પરિણામી છે અને સાધકપણું તથા સિદ્ધપણું એ બન્ને તેના પરિણામ છે.
Page 617 of 642
PDF/HTML Page 648 of 673
single page version
रत्नत्रयातिशयप्रवृत्तसकलकर्मक्षयप्रज्वलितास्खलितविमलस्वभावभावतया सिद्धरूपेण च स्वयं परिणममानं ज्ञानमात्रमेकमेवोपायोपेयभावं साधयति । एवमुभयत्रापि ज्ञानमात्रस्यानन्यतया नित्यमस्खलितैकवस्तुनो निष्कम्पपरिग्रहणात् तत्क्षण एव मुमुक्षूणामासंसारादलब्धभूमिकानामपि भवति भूमिकालाभः । ततस्तत्र नित्यदुर्ललितास्ते स्वत एव क्रमाक्रमप्रवृत्तानेकान्तमूर्तयः साधकभावसम्भवपरमप्रकर्षकोटिसिद्धिभावभाजनं भवन्ति । ये तु नेमामन्तर्नीतानेकान्त-
ज्ञानमात्रैकभावरूपां भूमिमुपलभन्ते ते नित्यमज्ञानिनो भवन्तो ज्ञानमात्रभावस्य स्वरूपेणाभवनं
પરિણમતું, તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન) થયેલો જે અસ્ખલિત વિમળ સ્વભાવભાવ તે - પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય - ઉપેયભાવ સાધે છે.
(ભાવાર્થઃ — આ આત્મા અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને લીધે સંસારમાં ભમે છે. તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે, કારણ કે જ્ઞાનમાં નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શરૂઆતથી માંડીને, સ્વરૂપ - અનુભવની વૃદ્ધિ કરતાં કરતાં જ્યાં સુધી નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતા ન થાય, ત્યાં સુધી જ્ઞાનનું સાધક રૂપે પરિણમન છે. જ્યારે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય અર્થાત્ સાક્ષાત્ મોક્ષ થાય ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે, કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે. આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે — બન્ને રૂપે પરિણમતું એક જ જ્ઞાન આત્મવસ્તુને ઉપાય - ઉપેયપણું સાધે છે.)
આ રીતે બન્નેમાં ( – ઉપાયમાં તેમ જ ઉપેયમાં – ) જ્ઞાનમાત્રનું અનન્યપણું છે અર્થાત્ અન્યપણું નથી; માટે સદાય અસ્ખલિત એક વસ્તુનું ( – જ્ઞાનમાત્ર આત્મવસ્તુનું – ) નિષ્કંપ ગ્રહણ કરવાથી, મુમુક્ષુઓને કે જેમને અનાદિ સંસારથી ભૂમિકાની પ્રાપ્તિ ન થઈ હોય તેમને પણ, તત્ક્ષણ જ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે; પછી તેમાં જ નિત્ય મસ્તી કરતા તે મુમુક્ષુઓ — કે જેઓ પોતાથી જ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક અંતની (અનેક ધર્મની) મૂર્તિઓ છે તેઓ — સાધકભાવથી ઉત્પન્ન થતી પરમ પ્રકર્ષની *કોટિરૂપ સિદ્ધિભાવનું ભાજન થાય છે. પરંતુ જેમાં અનેક અંત અર્થાત્ ધર્મ ગર્ભિત છે એવા એક જ્ઞાનમાત્ર ભાવરૂપ આ ભૂમિને જેઓ પ્રાપ્ત કરતા નથી, તેઓ સદા અજ્ઞાની વર્તતા થકા, જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન અને પરરૂપથી ભવન દેખતા ( – શ્રદ્ધતા) થકા, જાણતા થકા અને આચરતા થકા, મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાજ્ઞાની અને * કોટિ = અંતિમતા; ઉત્કૃષ્ટતા; ઊંચામાં ઊંચું બિંદુ; હદ.
Page 618 of 642
PDF/HTML Page 649 of 673
single page version
पररूपेण भवनं पश्यन्तो जानन्तोऽनुचरन्तश्च मिथ्याद्रष्टयो मिथ्याज्ञानिनो मिथ्याचारित्राश्च भवन्तोऽत्यन्तमुपायोपेयभ्रष्टा विभ्रमन्त्येव ।
भूमिं श्रयन्ति कथमप्यपनीतमोहाः ।
मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमन्ति ।।२६६।।
यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः ।
पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ।।२६७।।
મિથ્યાચારિત્રી વર્તતા થકા, ઉપાય - ઉપેયભાવથી અત્યંત ભ્રષ્ટ વર્તતા થકા સંસારમાં પરિભ્રમણ જ કરે છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ये] જે પુરુષો, [कथम् अपि अपनीत - मोहाः] કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, [ज्ञानमात्र - निज - भावमयीम् अकम्पां भूमिं] જ્ઞાનમાત્ર નિજભાવમય અકંપ ભૂમિકાનો (અર્થાત્ જ્ઞાનમાત્ર જે પોતાનો ભાવ તે - મય નિશ્ચળ ભૂમિકાનો) [श्रयन्ति] આશ્રય કરે છે, [ते साधकत्वम् अधिगम्य सिद्धाः भवन्ति] તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે; [तु] પરંતુ [मूढाः] જેઓ મૂઢ ( – મોહી, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ) છે, તેઓ [अमूम् अनुपलभ्य] આ ભૂમિકાને નહિ પામીને [परिभ्रमन्ति] સંસારમાં પરિભ્રમણ કરે છે.
ભાવાર્થઃ — જે ભવ્ય પુરુષો, ગુરુના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામી મિથ્યાત્વથી રહિત થઈને, જ્ઞાનમાત્ર એવા પોતાના સ્વરૂપને પામે છે, તેનો આશ્રય કરે છે, તેઓ સાધક થયા થકા સિદ્ધ થાય છે; પરંતુ જેઓ જ્ઞાનમાત્ર એવા પોતાને પામતા નથી, તેઓ સંસારમાં રખડે છે. ૨૬૬.
આ ભૂમિકાનો આશ્રય કરનાર જીવ કેવો હોય તે હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यः] જે પુરુષ [स्याद्वाद - कौशल - सुनिश्चल - संयमाभ्यां] સ્યાદ્વાદમાં પ્રવીણતા
Page 619 of 642
PDF/HTML Page 650 of 673
single page version
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः ।
स्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा ।।२६८।।
તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ — એ બન્ને વડે [इह उपयुक्तः] પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો) [अहः अहः स्वम् भावयति] પ્રતિદિન પોતાને ભાવે છે ( – નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે), [सः एकः] તે જ એક (પુરુષ), [ज्ञान - क्रिया - नय - परस्पर - तीव्र - मैत्री - पात्रीकृतः] જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, [इमाम् भूमिम् श्रयति] આ (જ્ઞાનમાત્ર નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરે છે.
ભાવાર્થઃ — જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાનયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત - સમિતિ - ગુપ્તિરૂપ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે ( – અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે ( – રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે.
જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ - ત્યાગનું સ્વરૂપ અને ફળ ‘પંચાસ્તિકાયસંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. ૨૬૭.
આમ જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે, તે જ અનંત ચતુષ્ટયમય આત્માને પામે છે — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [तस्य एव] (પૂર્વોક્ત રીતે જે પુરુષ આ ભૂમિકાનો આશ્રય કરે છે) તેને જ, [चित् - पिण्ड - चण्डिम - विलासि - विकास - हासः] ચૈતન્યપિંડનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તે - રૂપ જેનું ખીલવું છે (અર્થાત્ ચૈતન્યપુંજનો જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), [शुद्ध - प्रकाश - भर - निर्भर - सुप्रभातः] શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે, [आनन्द - सुस्थित - सदा - अस्खलित - एक - रूपः] આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અસ્ખલિત એક રૂપ છે [च] અને [अचल - अर्चिः] અચળ જેની જ્યોત છે એવો [अयम् आत्मा उदयति] આ આત્મા ઉદય પામે છે.
Page 620 of 642
PDF/HTML Page 651 of 673
single page version
शुद्धस्वभावमहिमन्युदिते मयीति ।
र्नित्योदयः परमयं स्फु रतु स्वभावः ।।२६९।।
सद्यः प्रणश्यति नयेक्षणखण्डयमानः ।
मेकान्तशान्तमचलं चिदहं महोऽस्मि ।।२७०।।
ભાવાર્થઃ — અહીં ‘चित्पिण्ड’ ઇત્યાદિ વિશેષણથી અનંતદર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘शुद्धप्रकाश’ ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે, ‘आनन्दसुस्थित’ ઇત્યાદિ વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું બતાવ્યું છે અને ‘अचलार्चि’ વિશેષણથી અનંત વીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે. પૂર્વોક્ત ભૂમિનો આશ્રય કરવાથી જ આવા આત્માનો ઉદય થાય છે. ૨૬૮.
એવો જ આત્મસ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [स्याद्वाद - दीपित - लसत् - महसि] સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું ( – ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને [शुद्ध - स्वभाव - महिमनि] જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો [प्रकाशे उदिते मयि इति] આ પ્રકાશ (જ્ઞાનપ્રકાશ) જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં [बन्ध - मोक्ष - पथ - पातिभिः अन्य - भावैः किम्] બંધ - મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? [नित्य-उदयः परम् अयं स्वभावः स्फु रतु] નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ (અનંત ચતુષ્ટયરૂપ) સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો.
ભાવાર્થઃ — સ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે. માટે મોક્ષનો ઇચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે — મારો પૂર્ણસ્વભાવ આત્મા મને પ્રગટ થાઓ; બંધમોક્ષમાર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? ૨૬૯.
‘જોકે નયો વડે આત્મા સધાય છે તોપણ જો નયો પર જ દ્રષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે, માટે હું નયોને અવિરોધ કરીને અર્થાત્ નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું’ — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [चित्र - आत्मशक्ति - समुदायमयः अयम् आत्मा] અનેક પ્રકારની નિજ
Page 621 of 642
PDF/HTML Page 652 of 673
single page version
न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध एको ज्ञानमात्रो भावोऽस्मि ।
ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव ।
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ।।२७१।।
શક્તિઓના સમુદાયમય આ આત્મા [नय - ईक्षण - खण्डयमानः] નયોની દ્રષ્ટિથી ખંડખંડરૂપ કરવામાં આવતાં [सद्यः] તત્કાળ [प्रणश्यति] નાશ પામે છે; [तस्मात्] માટે હું એમ અનુભવું છું કે — [अनिराकृत - खण्डम् अखण्डम्] જેમાંથી ખંડોને *નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે, [एकम्] એક છે, [एकान्तशान्तम्] એકાંત શાંત છે (અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને [अचलम्] અચળ છે (અર્થાત્ કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું [चिद् महः अहम् अस्मि] ચૈતન્યમાત્ર તેજ હું છું.
ભાવાર્થઃ — આત્મામાં અનેક શક્તિઓ છે અને એક એક શક્તિનો ગ્રાહક એક એક નય છે; માટે જો નયોની એકાંત દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માના ખંડ ખંડ થઈને તેનો નાશ થઈ જાય. આમ હોવાથી સ્યાદ્વાદી, નયોનો વિરોધ મટાડીને ચૈતન્યમાત્ર વસ્તુને અનેકશક્તિ- સમૂહરૂપ, સામાન્યવિશેષસ્વરૂપ, સર્વશક્તિમય એકજ્ઞાનમાત્ર અનુભવે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, એમાં વિરોધ નથી. ૨૭૦.
હવે, જ્ઞાની અખંડ આત્માનો આવો અનુભવ કરે છે એમ આચાર્યદેવ ગદ્યમાં કહે છેઃ —
(જ્ઞાની શુદ્ધનયનું આલંબન લઈ એમ અનુભવે છે કે — ) હું મને અર્થાત્ મારા શુદ્ધાત્મસ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો ( – ખંડિત કરતો), નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો; સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું.
ભાવાર્થઃ — શુદ્ધનયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી. માટે જ્ઞાની અભેદજ્ઞાનસ્વરૂપ અનુભવમાં ભેદ કરતો નથી.
જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मिः सः ज्ञेय - ज्ञानमात्रः एव न ज्ञेयः] * નિરાકૃત = બહિષ્કૃત; દૂર; રદબાતલ; નાકબૂલ.
Page 622 of 642
PDF/HTML Page 653 of 673
single page version
क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम ।
परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फु रत् ।।२७२।।
જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ज्ञेय - ज्ञान-कल्लोल - वल्गन्] (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ज्ञान - ज्ञेय - ज्ञातृमत् - वस्तुमात्रः ज्ञेयः] જ્ઞાન - જ્ઞેય - જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા — એમ જ્ઞાન - જ્ઞેય - જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
ભાવાર્થઃ — જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા — એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧.
આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તોપણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — (જ્ઞાની કહે છેઃ) [मम तत्त्वं सहजम् एव] મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે [क्वचित् मेचकं लसति] કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક ( – અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, [क्वचित् मेचक-अमेचकं] કોઈ વાર મેચક - અમેચક (બન્નેરૂપ) દેખાય છે [पुनः क्वचित् अमेचकं] અને વળી કોઈ વાર અમેચક ( – એકાકાર, શુદ્ધ) દેખાય છે; [तथापि] તોપણ [परस्पर – सुसंहत – प्रकट – शक्ति – चक्रं स्फु रत् तत्] પરસ્પર સુસંહત ( – સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહરૂપે સ્ફુરાયમાન તે આત્મતત્ત્વ [अमल-मेधसां मनः] નિર્મળ બુદ્ધિવાળાઓના મનને [न विमोहयति] વિમોહિત કરતું નથી ( – ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી).
ભાવાર્થઃ — આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના
Page 623 of 642
PDF/HTML Page 654 of 673
single page version
मितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात् ।
रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।।२७३।।
નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી ચ્યુત થતો નથી. ૨૭૨.
આત્માનો અનેકાંતસ્વરૂપ ( – અનેક ધર્મસ્વરૂપ) વૈભવ અદ્ભુત (આશ્ચર્યકારક) છે — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अहो आत्मनः तद् इदम् सहजम् अद्भुतं वैभवम्] અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે — [इतः अनेकतां गतम्] એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને [इतः सदा अपि एकताम् दधत्] એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે, [इतः क्षणविभङ्गुरम्] એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને [इतः सदा एव उदयात् ध्रुवम्] એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, [इतः परम - विस्तृतम्] એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને [इतः निजैः प्रदेशैः धृतम्] એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.
ભાવાર્થઃ — પર્યાયદ્રષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે અને દ્રવ્યદ્રષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે; ક્રમભાવી પર્યાયદ્રષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણદ્રષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩.
ફરી આ જ અર્થનું કાવ્ય કહે છેઃ —
Page 624 of 642
PDF/HTML Page 655 of 673
single page version
भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः ।
स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ।।२७४।।
स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः ।
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः ।।२७५।।
શ્લોકાર્થઃ — [एकतः कषाय - कलिः स्खलति] એક તરફથી જોતાં કષાયોનો ક્લેશ દેખાય છે અને [एकतः शान्तिः अस्ति] એક તરફથી જોતાં શાન્તિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે; [एकतः भव - उपहतिः] એક તરફથી જોતાં ભવની ( – સંસાર સંબંધી) પીડા દેખાય છે અને [एकतः मुक्तिः अपि स्पृशति] એક તરફથી જોતાં (સંસારના અભાવરૂપ) મુક્તિ પણ સ્પર્શે છે; [एकतः त्रितयम् जगत् स्फु रति] એક તરફથી જોતાં ત્રણ લોક સ્ફુરાયમાન છે ( – પ્રકાશે છે, દેખાય છે) અને [एकतः चित् चकास्ति] એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. [आत्मनः अद्भुतात् अद्भुतः स्वभाव - महिमा विजयते] (આવો) આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવમહિમા જયવંત વર્તે છે ( – કોઈથી બાધિત થતો નથી).
ભાવાર્થઃ — અહીં પણ ૨૭૩મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી — જીરવી શકતો નથી. જો કદાચિત્ તેને શ્રદ્ધા થાય તોપણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્ભુતતા લાગે છે કે ‘અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!’ — આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. ૨૭૪.
હવે ટીકાકાર આચાર્યદેવ અંતમંગળને અર્થે આ ચિત્ચમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે છેઃ —
શ્લોકાર્થઃ — [सहज - तेजःपुञ्ज - मज्जत् - त्रिलोकी - स्खलत् - अखिल - विकल्पः अपि एकः एव स्वरूपः] સહજ ( – પોતાના સ્વભાવરૂપ) તેજઃપુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો
Page 625 of 642
PDF/HTML Page 656 of 673
single page version
न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम् ।
ज्ज्वलतु विमलपूर्णं निःसपत्नस्वभावम् ।।२७६।।
ઝળકતા હોવાથી જે અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે), [स्व - रस - विसर-पूर्ण - अच्छिन्न - तत्त्व - उपलम्भः] જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ - ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ - અનુભવનનો અભાવ થતો નથી) અને [प्रसभ - नियमित - अर्चिः] અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે) [एषः चित् - चमत्कारः जयति] એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે ( – કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).
(અહીં ‘ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે’ એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭૫.
હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવ પૂર્વોક્ત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [अविचलित - चिदात्मनि आत्मनि आत्मानम् आत्मना अनवरत - निमग्नं धारयत्] જે અચળ - ચેતનાસ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે ( – નિરંતર) નિમગ્ન રાખે છે (અર્થાત્ પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ध्वस्त - मोहम्] જેણે મોહનો (અજ્ઞાન -અંધકારનો) નાશ કર્યો છે, [निःसपत्नस्वभावम्] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, [विमल - पूर्णं] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [एतत् उदितम् अमृतचन्द्र - ज्योतिः] આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ ( – અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) [समन्तात् ज्वलतु] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.
ભાવાર્થઃ — જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ ( – મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનને – આત્માને – અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુપ્તોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘अमृतचन्द्रवत् ज्योतिः’નો સમાસ કરતાં ‘वत्’નો લોપ થઈ ‘अमृतचन्द्रज्योतिः’ થાય છે.
Page 626 of 642
PDF/HTML Page 657 of 673
single page version
रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः ।
तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल ।।२७७।।
(‘वत्’ શબ્દ ન મૂકતાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. ‘અમૃતચંદ્રજ્યોતિ’ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.)
આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે — ‘ध्वस्तमोह’ વિશેષણ અજ્ઞાન-અંધકારનું દૂર થવું જણાવે છે, ‘विमलपूर्ण’ વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે, ‘निःसपत्नस्वभाव’ વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે, ‘समंतात् ज्वलतु’ કહ્યું છે તે સર્વ ક્ષેત્રે તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી.
આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે ‘અમૃતચંદ્ર’ એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં ‘અમૃતચંદ્ર’ના અને ‘અમૃતચંદ્રજ્યોતિ’ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા. ૨૭૬.
હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્યદેવ બે કાવ્યો કહીને આ સમયસારશાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂર્ણ કરે છે.
‘અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો, ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો, — ઇત્યાદિ ભાવો કરતો હતો; પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ નથી એમ અનુભવાય છે.’ — આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यस्मात्] જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધપર્યાયજનિત અજ્ઞાનથી) [पुरा] પ્રથમ [स्व - परयोः द्वैतम् अभूत्] પોતાનું અને પરનું દ્વૈત થયું (અર્થાત્ પોતાના અને પરના ભેળસેળપણારૂપ ભાવ થયો), [यतः अत्र अन्तरं भूतं] દ્વૈતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડ્યું (અર્થાત્ બંધપર્યાય જ પોતારૂપ જણાયો), [यतः राग - द्वेष - परिग्रहे सति] સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, [क्रिया - कारकैः जातं] રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાનાં કારકો ઉત્પન્ન થયાં (અર્થાત્ ક્રિયાનો અને કર્તા - કર્મ આદિ કારકોનો ભેદ પડ્યો), [यतः च
Page 627 of 642
PDF/HTML Page 658 of 673
single page version
र्व्याख्या कृतेयं समयस्य शब्दैः ।
कर्तव्यमेवामृतचन्द्रसूरेः ।।२७८।।
अनुभूतिः क्रियायाः अखिलं फलं भुञ्जाना खिन्ना] કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ ( – ખેદ પામી), [तत् विज्ञान - घन - ओघ - मग्नम्] તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું (અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) [अधुना किल किञ्चित् न किञ्चित्] તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.
ભાવાર્થઃ — પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી; માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું, અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું ( – સુખદુઃખનું) ભોક્તાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ - પરના ત્રણકાળવર્તી ભાવોને જ્ઞાતા - દ્રષ્ટા થઈને જાણ્યા - દેખ્યા જ કરો. ૨૭૭.
‘પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે’ — એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [स्व - शक्ति - संसूचित - वस्तु - तत्त्वैः शब्दैः] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ ( – યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ [इयं समयस्य व्याख्या] આ સમયની વ્યાખ્યા ( – આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૃતશાસ્ત્રની ટીકા) [कृता] કરી છે; [स्वरूप - गुप्तस्य अमृतचन्द्रसूरेः] સ્વરૂપગુપ્ત ( – અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત) અમૃતચંદ્રસૂરિનું [किञ्चित् एव कर्तव्यम् न अस्ति] (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.
ભાવાર્થઃ — શબ્દો છે તે તો પુદ્ગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ - પદ - વાક્યરૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે. આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે મૂર્તિક પુદ્ગલની રચના કેમ કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે ‘આ સમયપ્રાભૃતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં ( – ટીકા કરવામાં) કાંઈ જ નથી.’ આ કથન
Page 628 of 642
PDF/HTML Page 659 of 673
single page version
इति श्रीमदमृतचन्द्राचार्यकृता समयसारव्याख्या आत्मख्यातिः समाप्ता । આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે. હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકૃત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવાયોગ્ય છે. ૨૭૮.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકા સમાપ્ત થઈ.
(હવે પં૦ જયચંદ્રજી ભાષાટીકા પૂર્ણ કરે છેઃ — )
આ પ્રમાણે આ સમયપ્રાભૃત (અથવા સમયસાર) નામના શાસ્ત્રની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકાની દેશભાષામય વચનિકા લખી છે. તેમાં સંસ્કૃત ટીકાનો અર્થ લખ્યો છે અને અતિ સંક્ષિપ્ત ભાવાર્થ લખ્યો છે, વિસ્તાર કર્યો નથી. સંસ્કૃત ટીકામાં ન્યાયથી સિદ્ધ થયેલા પ્રયોગો છે. તેમનો વિસ્તાર કરવામાં આવે તો અનુમાનપ્રમાણનાં પાંચ અંગોપૂર્વક — પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમનપૂર્વક — સ્પષ્ટતાથી વ્યાખ્યાન લખતાં ગ્રંથ બહુ વધી જાય; તેથી આયુ, બુદ્ધિ, બળ અને સ્થિરતાની અલ્પતાને લીધે, જેટલું બની શક્યું તેટલું, સંક્ષેપથી પ્રયોજનમાત્ર લખ્યું છે. તે વાંચીને ભવ્ય જીવો પદાર્થને સમજજો. કોઈ અર્થમાં હીનાધિકતા હોય તો બુદ્ધિમાનો મૂળ ગ્રંથમાંથી જેમ હોય તેમ યથાર્થ સમજી લેજો. આ ગ્રંથના ગુરુ - સંપ્રદાયનો ( – ગુરુપરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે, માટે જેટલો બની શકે તેટલો ( – યથાશક્તિ) અભ્યાસ થઈ શકે છે. તોપણ જેઓ સ્યાદ્વાદમય જિનમતની આજ્ઞા માને છે,
Page 629 of 642
PDF/HTML Page 660 of 673
single page version
તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. ક્યાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળ્યે યથાર્થ થઈ જાય છે. જિનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી.
હવે અંતમંગળને અર્થે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શાસ્ત્ર સમાપ્ત કરીએ છીએઃ —
મંગલ સિદ્ધ મહંત કર્મ આઠોં પરજારે;
આચારજ ઉવજ્ઝાય મુનિ મંગલમય સારે,
દીક્ષા શિક્ષા દેય ભવ્યજીવનિકૂં તારે;
આમ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયપ્રાભૃત નામના પ્રાકૃતગાથાબદ્ધ પરમાગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા અનુસાર પંડિત જયચંદ્રજીકૃત સંક્ષેપભાવાર્થમાત્ર દેશભાષામય વચનિકાના આધારે શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.