Jain Siddhant Praveshika (Gujarati). Introduction; Shree Jain Sidhdhantpraveshika; Aavrutti / Pujya Gurudevshree Kanjiswami; Manglacharan; Pratham Adhyay; Beejo Adhyay.

Next Page >


Combined PDF/HTML Page 1 of 6

 


PDF/HTML Page 2 of 110
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ નં. ૧૦
શ્રી જૈન સિદ્ધાન્તપ્રવેશિકા
ઃ આદ્ય લેખકઃ
આગરાનિવાસી સ્યાદ્વાદવારિધિ વિદ્વિ.છરોમણિ
સ્વ.પંડિત ગોેેપાલદાસજી બરૈયા
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોેેનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 110
single page version

background image
મુદ્રકઃ કહાન મદ્રણાલય સોેેનગઢ (સૌરાષ્ટ્ર)
આ શાસ્ત્રની પડતર કિંમત રૂા. ૧૮=૦૦ થાય છે.
અનેક મુમુક્ષુઓની આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત
રૂા. ૧૬=૦૦ થાય છે. તેમાંથી ૫૦
% શ્રી કુંદકુંદ-કહાન
પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ
પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની
કિંમત રૂા ૮=૦૦ રાખવામાં આવી છે.
આઠમી આવૃત્તિ પ્રતઃ ૨૦૦૦વિ.સં. ૨૦૬૫
શ્રી જૈન સિદ્ધાન્તપ્રવેશિકા (ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
શ્રીમતી રમા હસમુખ શાહ
304 Talk Oak Trail, Tarpon Springs,
Florida 34688 USA
કિંમત રુા.ઃ ૮=૦૦

PDF/HTML Page 4 of 110
single page version

background image
।। ૐ ।।।। परमात्मने नमः ।।
G
મંગલાચરણ
नत्वा जिनेन्द्रं गतसर्वदोषं
सर्वज्ञदेवं हितदर्शकं च
श्रीजैनसिद्धान्तप्रवेशिकेर्यं
विरच्यते स्वल्पधियां हिताय
।।
અર્થઃજેના સર્વ દોષો નાશ થયા છે, અને જેઓ
હિતને માટે ઉપદેશ આપનાર છે, એવા સર્વજ્ઞદેવ શ્રી
જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને આ ‘‘શ્રી જૈન
સિદ્ધાન્તપ્રવેશિકા’’ ગ્રંથ અલ્પબુદ્ધિવાળાના હિતને માટે
રચવામાં આવે છે.

PDF/HTML Page 5 of 110
single page version

background image
પ્રથમ અધયાય
૧ પ્ર. દ્રવ્ય કોને કહે છે?
ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે.
૨ પ્ર. ગુણ કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં
(અવસ્થામાં) જે રહે, તેને ગુણ કહે છે.
૩ પ્ર. ગુણના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃએક સામાન્ય, બીજો વિશેષ.
૪ પ્ર. સામાન્યગુણ કોને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે, તેને સામાન્યગુણ કહે છે.
૫ પ્ર. વિશેષગુણ કોને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યોમાં ન વ્યાપે, તેને વિશેષગુણ કહે છે.
પ્ર. સામાન્યગુણ કેટલા છે ?
ઉ. અનેક છે, પણ તેમાં છ ગુણ મુખ્ય છે. જેમ
કેઃઅસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ
અને પ્રદેશત્વ.
स्तुति
मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।

PDF/HTML Page 6 of 110
single page version

background image
૭ પ્ર. અસ્તિત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય,
તેને અસ્તિત્વગુણ કહે છે.
૮ પ્ર. વસ્તુત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા હોય; તેને
વસ્તુત્વગુણ કહે છે; જેમકે ઘડાની અર્થક્રિયા જલધારણ છે.
૯ પ્ર. દ્રવ્યત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય સદા એક સરખાં ન
રહે અને જેની પર્યાયો (હાલતો) હમેશાં બદલાતી રહે.
૧૦ પ્ર. પ્રમેયત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો
વિષય હોય, તેને પ્રમેયત્વગુણ કહે છે.
૧૧ પ્ર. અગુરુલઘુત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે,
અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન પરિણમે અથવા એક
ગુણ બીજા ગુણરૂપે ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક
અથવા અનન્તગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તેને
અગુરુલઘુત્વગુણ કહે છે.
૧૨ પ્ર. પ્રદેશત્વગુણ કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યનો કોઈપણ આકાર
અવશ્ય હોય.
૧૩ પ્ર. દ્રવ્યના કેટલા ભેદ છે ?
ઉ. છ ભેદ છેઃજીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ
અને કાળ.
૧૪ પ્ર. જીવદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જેમાં ચેતના ગુણ પ્રાપ્ત હોય, તેને જીવદ્રવ્ય કહે છે.
૧૫ પ્ર. પુદ્ગલદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય.
૧૬ પ્ર. પુદ્ગલ દ્રવ્યના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છેઃએક પરમાણુ, બીજો સ્કંધ.
૧૭ પ્ર. પરમાણુ કોને કહે છે ?
ઉ. સર્વથી નાના પુદ્ગલને પરમાણુ કહે છે.

PDF/HTML Page 7 of 110
single page version

background image
૧૮ પ્ર. સ્કંધ કોને કહે છે ?
ઉ. અનેક પરમાણુઓનાં બંધને સ્કંધ કહે છે.
૧૯ પ્ર. બંધ કોને કહે છે ?
ઉ. અનેક ચીજોમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા
સંબંધવિશેષને બંધ કહે છે.
૨૦ પ્ર. સ્કંધના કેટલા ભેદ છે ?
ઉ. આહારવર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા,
મનોવર્ગણા, કાર્માણવર્ગણા વગેરે બાવીસ ભેદ છે.
૨૧ પ્ર. આહારવર્ગણા કોને કહે છે ?
ઉ. ઔદારિક, વૈક્રિયિક અને આહારક, એ ત્રણ
શરીરરૂપ જે પરિણમે, તેને આહારવર્ગણા કહે છે.
૨૨ પ્ર. ઔદારિક શરીર કોને કહે છે ?
ઉ. મનુષ્ય તિર્યંચના સ્થૂળ શરીરને ઔદારિક શરીર
કહે છે.
૨૩ પ્ર. વૈક્રિયિક શરીર કોને કહે છે ?
ઉ. જે નાના, મોટા, એક, અનેક વગેરે જુદા જુદા
પ્રકારની ક્રિયાઓ કરે એવાં દેવો અને નારકીઓનાં શરીરને
વૈક્રિયિક શરીર કહે છે.
૨૪ પ્ર. આહારક શરીર કોને કહે છે ?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા
ઉત્પન્ન થયેથી કેવળી અથવા શ્રુતકેવળીની સમીપ જવાને
માટે મસ્તકમાંથી જે એક હાથનું પુતળું નીકળે છે, તેને
આહારક શરીર કહે છે.
૨૫ પ્ર. તૈજસવર્ગણા કોને કહે છે ?
ઉ. ઔદારિક અને વૈક્રિયિક શરીરને કાંતિ
આપવાવાળું તૈજસ શરીર જે વર્ગણાથી બને, તેને તૈજસ-
વર્ગણા કહે છે.
૨૬ પ્ર. ભાષાવર્ગણા કોને કહે છે ?
ઉ. જે શબ્દરૂપ પરિણમે, તેને ભાષાવર્ગણા કહે છે.
૨૬(અ) પ્ર. મનોવર્ગણા કોને કહે છે ?
ઉ. જે વર્ગણા મનરૂપે પરિણમે, તેને મનોવર્ગણા કહે
છે.

PDF/HTML Page 8 of 110
single page version

background image
૨૭ પ્ર. કાર્માણવર્ગણા કોને કહે છે ?
ઉ. જે કાર્માણ શરીરરૂપ પરિણમે, તેને કાર્માણવર્ગણા
કહે છે.
૨૮ પ્ર. કાર્માણ શરીર કોને કહે છે ?
ઉ. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના સમૂહને કાર્માણ
શરીર કહે છે.
૨૯ પ્ર. તૈજસ અને કાર્માણ શરીર કોને હોય છે ?
ઉ. સર્વ સંસારી જીવોને તૈજસ અને કાર્માણ શરીર
હોય છે.
૩૦ પ્ર. ધર્મ દ્રવ્ય કોને કહે છે ?
ઉ. સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુદ્ગલોને ગમન
કરતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજર) હોય તેને
ધર્મદ્રવ્ય કહે છે. જેમકે
માછલીને માટે પાણી.
૩૧ પ્ર. અધર્મ દ્રવ્ય કોને કહે છે?
ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા
જીવ અને પુદ્ગલને સ્થિર થતી વખતે જે નિમિત્ત
(ઉદાસીનપણે હાજર) હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે. જેમકે
સ્થિર થવા ઇચ્છનાર મુસાફરને માટે ઝાડનો છાંયો.
૩૨ પ્ર. આકાશદ્રવ્ય કોને કહે છે ?
ઉ. જે જીવાદિક પાંચે દ્રવ્યોને રહેવાને માટે જગ્યા આપે.
૩૩ પ્ર. કાળ દ્રવ્ય કોને કહે છે ?
ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા
જીવાદિક દ્રવ્યોને પરિણમન વખતે જે નિમિત્ત (ઉદાસીન
હાજર) હોય, તેને કાળદ્રવ્ય કહે છે. જેમ કે
કુંભારના
ચાકને ફરવા ટાણે લોઢાનો ખીલો.
૩૪ પ્ર. કાળના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃએક નિશ્ચયકાળ, બીજો વ્યવહારકાળ.
૩૫ પ્ર. નિશ્ચયકાળ કોને કહે છે ?
ઉ. કાળદ્રવ્યને નિશ્ચયકાળ કહે છે.
૩૬ પ્ર. વ્યવહારકાળ કોને કહે છે ?
ઉ. કાળદ્રવ્યની ઘડી, દિવસ, માસ આદિ પર્યાયોને
વ્યવહારકાળ કહે છે.
૩૭ પ્ર. પર્યાય કોને કહે છે ?
ઉ. ગુણના વિશેષ કાર્યને (પરિણામને) પર્યાય કહે છે.

PDF/HTML Page 9 of 110
single page version

background image
૩૮ પ્ર. પર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃવ્યંજનપર્યાય અને અર્થપર્યાય.
૩૯ પ્ર. વ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉ. પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજનપર્યાય કહે છે.
૪૦ પ્ર. વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃસ્વભાવવ્યંજનપર્યાય અને વિભાવવ્યંજન-
પર્યાય.
૪૧ પ્ર. સ્વભાવવ્યંજનપર્યાય કોને કહે છે?
ઉ. બીજાના નિમિત્ત વિના જે વ્યંજનપર્યાય હોય,
જેમકેજીવની સિદ્ધપર્યાય.
૪૨ પ્ર. વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્તથી જે વ્યંજનપર્યાય હોય,
જેમકેજીવની મનુષ્ય-નારકાદિ પર્યાય.
૪૩ પ્ર. અર્થપર્યાય કોને કહે છે ?
ઉ. પ્રદેશત્વ ગુણના સિવાય અન્ય સમસ્ત ગુણોના
વિકારને અર્થપર્યાય કહે છે.
૪૪ પ્ર. અર્થપર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃસ્વભાવઅર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય.
૪૫ પ્ર. સ્વભાવઅર્થપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્ત વિના જે અર્થપર્યાય હોય, તેને
સ્વભાવઅર્થપર્યાય કહે છે. જેમકેજીવનું કેવળજ્ઞાન.
૪૬ પ્ર. વિભાવઅર્થપર્યાય કોને કહે છે ?
ઉ. બીજાના નિમિત્તથી જે અર્થપર્યાય હોય, તેને
વિભાવઅર્થપર્યાય કહે છે. જેમકેજીવના રાગ, દ્વેષ આદિ.
૪૭ પ્ર. ઉત્પાદ કોને કહે છે ?
ઉ. દ્રવ્યમાં નવીન પર્યાયની પ્રાપ્તિને ઉત્પાદ કહે છે.
૪૮ પ્ર. વ્યય કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે.
૪૯ પ્ર. ધ્રૌવ્ય કોને કહે છે ?
ઉ. પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઈ પણ
અવસ્થાની નિત્યતાને ધ્રૌવ્ય કહે છે.

PDF/HTML Page 10 of 110
single page version

background image
૫૦ પ્ર. દ્રવ્યોમાં વિશેષ ગુણ ક્યા ક્યા છે ?
ઉ. જીવ દ્રવ્યમાં ચેતના, સમ્યક્ત્વ, ચારિત્ર ક્રિયાવતી
શક્તિ ઇત્યાદિ; પુદ્ગલદ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ક્રિયાવતી
શક્તિ; ધર્મદ્રવ્યમાં ગતિહેતુત્વ વગેરે; અધર્મદ્રવ્યમાં
સ્થિતિહેતુત્વ વગેરે; આકાશ દ્રવ્યમાં અવગાહનહેતુત્વ અને
કાળ દ્રવ્યમાં પરિણમનહેતુત્વ વગેરે.
૫૧ પ્ર. આકાશના કેટલા ભેદ છે ?
ઉ. આકાશ એક જ અખંડ દ્રવ્ય છે.
૫૨ આકાશ ક્યાં છે ?
ઉ. આકાશ સર્વવ્યાપી છે.
૫૩ પ્ર. લોકાકાશ કોને કહે છે ?
ઉ. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ એ
પાંચ દ્રવ્ય છે, ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે.
૫૪ પ્ર. અલોકાકાશ કોને કહે છે ?
ઉ. લોકના બહારના આકાશને અલોકાકાશ કહે છે.
૫૫ પ્ર. લોકની મોટાઈ, ઊંચાઈ અને પહોળાઈ
કેટલી છે ?
ઉ. લોકની મોટાઈ ઉત્તર અને દક્ષિણ દિશામાં સર્વ
જગ્યાએ સાત રાજૂ છે. પહોળાઈ પૂર્વ અને પશ્ચિમ દિશામાં
મૂળમાં (નીચે જમીનમાં) સાત રાજૂ છે. અને ઉપર અનુક્રમે
ઘટીને સાત રાજૂની ઊંચાઈ ઉપર પહોળાઈ એક રાજૂ છે.
પછી અનુક્રમે વધીને સાડા દશ રાજૂની ઊંચાઈ ઉપર
પહોળાઈ પાંચ રાજૂ છે. પછી અનુક્રમે ઘટીને ચૌદ રાજૂની
ઊંચાઈ ઉપર એક રાજૂ પહોળાઈ છે. અને ઊર્ધ્વ તથા અધો
દિશામાં ઊંચાઈ ચૌદ રાજુની છે.
૫૬ પ્ર. ધર્મ તથા અધર્મ દ્રવ્ય ખંડરૂપ છે કે
અખંડરૂપ છે ? અને તેની સ્થિતિ ક્યાં છે ?
ઉ. ધર્મ અને અધર્મ બંને એક એક અખંડ દ્રવ્ય છે
અને તે બન્નેય સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે.
જીવ અને પુદ્ગલમાં, પોતે પોતાની, ક્રિયાવતી નામની ખાસ
એક શક્તિ છે કે જેના કારણે તે પોતે પોતાની લાયકાત
અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે. કોઈ દ્રવ્ય (જીવ
કે પુદ્ગલ) એક બીજાને ગમન કે સ્થિર કરાવતું નથી. તે બંને
દ્રવ્યો પોતાની ક્રિયાવતી શક્તિથી તે સમયની પર્યાયની
લાયકાત અનુસાર ગમન કરે છે અને સ્થિર થાય છે.

PDF/HTML Page 11 of 110
single page version

background image
૫૭ પ્ર. પ્રદેશ કોને કહે છે ?
ઉ. આકાશના જેટલા ભાગને એક પુદ્ગલ પરમાણુ
રોકે, તેટલા ભાગને પ્રદેશ કહે છે.
૫૮ પ્ર. કાળદ્રવ્ય કેટલા ભેદરૂપ છે અને તેની
સ્થિતિ ક્યાં છે ?
ઉ. લોકાકાશના જેટલા પ્રદેશ છે, તેટલા જ કાળદ્રવ્ય
છે. અને લોકાકાશના એક એક પ્રદેશ પર એક એક
કાળદ્રવ્ય (કાલાણુ) સ્થિત છે.
૫૯ પ્ર. પુદ્ગલદ્રવ્ય કેટલા અને તેની સ્થિતિ ક્યાં છે ?
ઉ. પુદ્ગલદ્રવ્ય અનંતાનંત છે અને તે સમસ્ત
લોકાકાશમાં ભરેલા છે.
૬૦ પ્ર. જીવદ્રવ્ય કેટલા અને ક્યાં છે ?
ઉ. જીવદ્રવ્ય અનંતાનંત છે અને તે સમસ્ત
લોકાકાશમાં ભરેલા છે.
૬૧ પ્ર. એક જીવ કેટલો મોટો છે ?
ઉ. એક જીવ પ્રદેશોની અપેક્ષાએ લોકાકાશની
બરાબર છે, પરંતુ સંકોચવિસ્તારના કારણથી પોતાના
શરીરપ્રમાણ છે; અને મુક્ત જીવ અંતના શરીરપ્રમાણ છે.
૬૨ પ્ર. લોકાકાશની બરાબર ક્યો જીવ છે ?
ઉ. મોક્ષ જતાં પહેલાં સમુદ્ઘાત કરવાવાળો જીવ
લોકાકાશની બરાબર થાય છે.
૬૩ પ્ર. સમુદ્ઘાત કોને કહે છે ?
ઉ. મૂળ શરીર છોડ્યા વગર જીવના પ્રદેશોનું બહાર
નીકળવું તેને સમુદ્ઘાત કહે છે.
૬૪ પ્ર. અસ્તિકાય કોને કહે છે?
ઉ. બહુપ્રદેશી દ્રવ્યને અસ્તિકાય કહે છે.
૬૫ પ્ર. અસ્તિકાય કેટલા છે ?
ઉ. પાંચ છેઃજીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને
આકાશ; એ પાંચ દ્રવ્યોને પંચાસ્તિકાય કહે છે. કાળદ્રવ્ય
બહુપ્રદેશી નથી, તે કારણથી તે અસ્તિકાય પણ નથી.
૬૬ પ્ર. જો પુદ્ગલપરમાણુ એકપ્રદેશી છે, તો તે
અસ્તિકાય કેવી રીતે છે ?
ઉ. પુદ્ગલ પરમાણુ શક્તિની અપેક્ષાથી અસ્તિકાય
છે અર્થાત્ સ્કંધ રૂપમાં થઈ (રૂપે પરિણમી) બહુપ્રદેશી થઈ

PDF/HTML Page 12 of 110
single page version

background image
જાય છે, તે માટે તે ઉપચારથી અસ્તિકાય છે.
૬૭ પ્ર. અનુજીવી ગુણ કોને કહે છે ?
ઉ. ભાવસ્વરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે છે.
જેમકેશ્રદ્ધા, ચારિત્ર, સુખ, ચેતના, સ્પર્શ, રસ, ગંધ,
વર્ણાદિક.
૬૮ પ્ર. પ્રતિજીવી ગુણ કોને કહે છે ?
ઉ. વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે
છે; જેમકે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ વગેરે.
૬૯ પ્ર. અભાવ કોને કહે છે ?
ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણુંતેને
અભાવ કહે છે.
૭૦ પ્ર. અભાવના કેટલા ભેદ છે ?
ઉ. ચાર છેપ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ
અને અત્યન્તાભાવ.
૭૧ પ્ર. પ્રાગભાવ કોને કહે છે ?
ઉ. વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં જે અભાવ તેને
પ્રાગભાવ કહે છે.
૭૨ પ્ર. પ્રધ્વંસાભાવ કોને કહે છે ?
ઉ. આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયના અભાવને
પ્રધ્વંસાભાવ કહે છે.
૭૩ પ્ર. અન્યોન્યાભાવ કોને કહે છે ?
ઉ. પુદ્ગલદ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં બીજા
પુદ્ગલનાં વર્તમાન પર્યાયના અભાવને અન્યોન્યાભાવ
કહે છે.
૭૪ પ્ર. અત્યંતાભાવ કોને કહે છે ?
ઉ. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને
અત્યન્તાભાવ કહે છે.
અનુજીવી ગુણ
૭૫ પ્ર. જીવના અનુજીવી ગુણ ક્યા ક્યા છે ?
ઉ. ચેતના, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ,
અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિક, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે
અનંતગુણ છે.

PDF/HTML Page 13 of 110
single page version

background image
૭૬ પ્ર. જીવના પ્રતિજીવી ગુણ ક્યા ક્યા છે ?
ઉ. અવ્યાબાધ, અવગાહ, અગુરુલઘુ, સૂક્ષ્મત્વ,
નાસ્તિત્વ ઇત્યાદિ
૭૭ પ્ર. ચેતના કોને કહે છે ?
ઉ. જે શક્તિના કારણે પદાર્થોનો પ્રતિભાસ થાય, તેને
ચેતના કહે છે.
૭૮ પ્ર. ચેતનાના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃદર્શનચેતના અને જ્ઞાનચેતના.
૭૯ પ્ર. દર્શનચેતના કોને કહે છે ?
ઉ. જેમાં મહાસત્તાનો (સામાન્યનો) પ્રતિભાસ
(નિરાકાર ઝલક) હોય, તેને દર્શનચેતના કહે છે.
૮૦ પ્ર. મહાસત્તા કોને કહે છે ?
ઉ. સમસ્ત પદાર્થોના અસ્તિત્વ ગુણને ગ્રહણ
કરવાવાળી સત્તાને મહાસત્તા કહે છે.
૮૧ પ્ર. જ્ઞાનચેતના કોને કહે છે ?
ઉ. અવાન્તરસત્તાવિશિષ્ટ વિશેષપદાર્થને વિષય
કરવાવાળી ચેતનાને જ્ઞાનચેતના કહે છે.
૮૨ પ્ર. અવાંતરસત્તા કોને કહે છે ?
ઉ. કોઈ પણ વિવક્ષિત પદાર્થની સત્તાને અવાંતર
સત્તા કહે છે.
૮૩ પ્ર. દર્શનચેતનાના કેટલા ભેદ છે ?
ઉ. ચાર છેઃચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન
અને કેવળદર્શન.
૮૪ પ્ર. જ્ઞાનચેતનાના કેટલા ભેદ છે ?
ઉ. પાંચ છેઃમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન.
૮૫ પ્ર. મતિજ્ઞાન કોને કહે છે ?
ઉ. ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય,
તેને મતિજ્ઞાન કહે છે.
૮૬ પ્ર. મતિજ્ઞાનના કેટલા ભેદ છે ?
ઉ. બે છેઃસાંવ્યવહારિકપ્રત્યક્ષ અને પરોક્ષ.
૮૭ પ્ર. પરોક્ષ મતિજ્ઞાનના કેટલા ભેદ છે ?
ઉ. ચાર છેઃસ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અને
અનુમાન.

PDF/HTML Page 14 of 110
single page version

background image
૮૮ પ્ર. મતિજ્ઞાનના બીજી રીતે કેટલા ભેદ છે ?
ઉ. ચાર છેઃઅવગ્રહ, ઇહા, અવાય અને ધારણા.
૮૯ પ્ર. અવગ્રહ કોને કહે છે ?
ઉ. ઇન્દ્રિય અને પદાર્થના યોગ્ય સ્થાનમાં (મૌજૂદ
સ્થાનમાં) રહેવાથી સામાન્યપ્રતિભાસરૂપ દર્શનની પછી
અવાન્તરસત્તાસહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે,
જેમકે આ મનુષ્ય છે.
૯૦ પ્ર. ઇહાજ્ઞાન કોને કહે છે ?
ઉ. અવગ્રહ જ્ઞાનથી જાણેલા પદાર્થના વિશેષમાં
ઉત્પન્ન થયેલા સંશયને દૂર કરતા એવા અભિલાષ સ્વરૂપ
જ્ઞાનને ઇહા કહે છે. જેમકે
તે ઠાકુરદાસજી છે. આ જ્ઞાન
એટલું કમજોર છે કે કોઈપણ પદાર્થની ઇહા થઈને છૂટી
જાય, તો તેના વિષયમાં કાળાંતરમાં સંશય અને વિસ્મરણ
થઈ જાય છે.
૯૧ પ્ર. અવાય કોને કહે છે ?
ઉ. ઇહાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, અન્ય
નથી એવા દ્રઢ જ્ઞાનને અવાય કહે છે. જેમકેતે
ઠાકોરદાસજી જ છે, બીજો કોઈ નથી. અવાયથી જાણેલા
પદાર્થમાં સંશય તો થતો નથી, પરંતુ વિસ્મરણ થઈ જાય
છે.
૯૨ પ્ર. ધારણા કોને કહે છે ?
ઉ. જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાંતરમાં સંશય
તથા વિસ્મરણ ન થાય, તેને ધારણા કહે છે.
૯૩ પ્ર. મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના કેટલા
ભેદ છે ?
ઉ. બે છેઃવ્યક્ત અને અવ્યક્ત.
૯૪ પ્ર. અવગ્રહાદિક જ્ઞાન બન્નેય પ્રકારના
પદાર્થોમાં થઈ શકે છે અથવા કેવી રીતે ?
ઉ. વ્યક્ત (પ્રગટરૂપ) પદાર્થમાં અવગ્રહાદિક ચારે
જ્ઞાન હોય છે. પરંતુ અવ્યક્ત (અપ્રગટરૂપ) પદાર્થનું માત્ર
અવગ્રહ જ્ઞાન જ હોય છે.
૯૫ પ્ર. અર્થાવગ્રહ કોને કહે છે ?
ઉ. વ્યક્ત (પ્રગટ) પદાર્થના અવગ્રહજ્ઞાનને
અર્થાવગ્રહ કહે છે.

PDF/HTML Page 15 of 110
single page version

background image
૯૬ પ્ર. વ્યંજનાવગ્રહ કોને કહે છે ?
ઉ. અવ્યક્ત (અપ્રગટરૂપ) પદાર્થના અવગ્રહને
વ્યંજનાવગ્રહ કહે છે.
૯૭ પ્ર. વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહની માફક સર્વ
ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે ? કે કેવી રીતે ?
ઉ. વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મનના સિવાય બાકીની
સર્વે ઇન્દ્રિયોથી થાય છે.
૯૮ પ્ર. વ્યક્ત અને અવ્યક્ત પદાર્થોના કેટલા ભેદ
છે?
ઉ. દરેકના બાર બાર ભેદ છે. બહુ, એક, બહુવિધ,
એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિસૃત, અનિસૃત, ઉક્ત, અનુક્ત,
ધ્રુવ, અધ્રુવ.
૯૯ પ્ર. શ્રુતજ્ઞાન કોને કહે છે ?
ઉ. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધને લઈને
થયેલ બીજા પદાર્થના જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. જેમકે‘ઘડો’
શબ્દ સાંભળવા પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું
જ્ઞાન.
૧૦૦ પ્ર. દર્શન ક્યારે થાય છે ?
ઉ. જ્ઞાનના પહેલાં દર્શન થાય છે. દર્શન વિના
અલ્પજ્ઞજનોને જ્ઞાન થતું નથી, પરંતુ સર્વજ્ઞ દેવને જ્ઞાન અને
દર્શન એક સાથે થાય છે.
૧૦૧ પ્ર. ચક્ષુદર્શન કોને કહે છે?
ઉ. નેત્રજન્ય મતિજ્ઞાનના પહેલાં સામાન્ય પ્રતિભાસ
અથવા અવલોકનને ચક્ષુદર્શન કહે છે.
૧૦૨ પ્ર. અચક્ષુદર્શન કોને કહે છે?
ઉ. ચક્ષુ (આંખ)ના સિવાય બાકીની ઇન્દ્રિયો અને
મનસંબંધી મતિજ્ઞાનના પહેલાં થવાવાળા સામાન્ય અવલોકન
(દર્શન) ને અચક્ષુદર્શન કહે છે.
૧૦૩ પ્ર. અવધિદર્શન કોને કહે છે?
ઉ. અવધિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય
અવલોકનને અવધિદર્શન કહે છે.
૧૦૪ પ્ર. કેવળદર્શન કોને કહે છે?
ઉ. કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકનને
કેવળદર્શન કહે છે.

PDF/HTML Page 16 of 110
single page version

background image
૧૦૫ પ્ર. શ્રદ્ધાગુણ કોને કહે છે?
ઉ. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના
શુદ્ધ આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય, તેને
શ્રદ્ધાગુણ કહે છે.
૧૦૬ પ્ર. ચારિત્રગુણ કોને કહે છે?
ઉ. બાહ્ય અને આભ્યંતર ક્રિયાના નિરોધથી
પ્રાદુર્ભૂત આત્માની શુદ્ધિવિશેષને ચારિત્ર કહે છે, આવા
ચારિત્રની કારણભૂત શક્તિને ચારિત્રગુણ કહે છે.
૧૦૭ પ્ર. બાહ્યક્રિયા કોને કહે છે?
ઉ. હિંસા કરવી, જુઠું બોલવું, ચોરી કરવી, મૈથુન
સેવવું, પરિગ્રહસંચય કર્યા કરવો.
૧૦૮ પ્ર. આભ્યંતરક્રિયા કોને કહે છે?
ઉ. યોગ અને કષાયને આભ્યંતર ક્રિયા કહે છે.
૧૦૯ પ્ર. યોગ કોને કહે છે?
ઉ. મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશો
ચંચળ થવાપણાને યોગ કહે છે.
૧૧૦ પ્ર. કષાય કોને કહે છે?
ઉ. ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માના વિભાવ
પરિણામોને કષાય કહે છે.
૧૧૧ પ્ર. ચારિત્રના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃસ્વરૂપાચરણચારિત્ર, દેશચારિત્ર,
સકલચારિત્ર અને યથાખ્યાતચારિત્ર કહે છે.
૧૧૨ પ્ર. સ્વરૂપાચરણચારિત્ર કોને કહે છે?
ઉ. શુદ્ધાત્માનુભવથી અવિનાભાવી ચારિત્રવિશેષને
સ્વરૂપાચરણચારિત્ર કહે છે.
૧૧૩ પ્ર. દેશચારિત્ર કોને કહે છે?
ઉ. શ્રાવકોના વ્રતોને દેશચારિત્ર કહે છે.
૧૧૪ પ્ર. સકલચારિત્ર કોને કહે છે?
ઉ. મુનિઓનાં વ્રતોને સકલચારિત્ર કહે છે.
૧૧૫ પ્ર. યથાખ્યાતચારિત્ર કોને કહે છે?
ઉ. કષાયોના સર્વથા અભાવથી પ્રાદુર્ભૂત આત્માની
શુદ્ધિવિશેષને યથાખ્યાતચારિત્ર કહે છે.

PDF/HTML Page 17 of 110
single page version

background image
૧૧૬ પ્ર. સુખગુણ કોને કહે છે?
ઉ. આહ્લાદસ્વરૂપ આત્માના પરિણામવિશેષને
સુખ કહે છે. તેની કારણભૂત શક્તિને સુખગુણ કહે છે.
૧૧૭ પ્ર. વીર્ય કોને કહે છે?
ઉ. આત્માની શક્તિને (બળને) વીર્ય કહે છે, તેના
કારણભૂત ત્રિકાળી શક્તિને વીર્યગુણ કહે છે.
૧૧૮ પ્ર. ભવ્યત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા હોય, તેને
ભવ્યત્વ ગુણ કહે છે.
૧૧૯ પ્ર. અભવ્યત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મામાં સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર પ્રગટ થવાની યોગ્યતા ન હોય
તેને અભવ્યત્વ ગુણ કહે છે.
૧૨૦ પ્ર. જીવત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી આત્મા પ્રાણ ધારણ કરે
તેને જીવત્વ ગુણ કહે છે
૧૨૧ પ્ર. પ્રાણ કોને કહે છે?
ઉ. જેના સંયોગથી આ જીવ, જીવનઅવસ્થાને પ્રાપ્ત
થાય અને વિયોગથી મરણઅવસ્થાને પ્રાપ્ત થાય, તેને પ્રાણ
કહે છે.
૧૨૨ પ્ર. પ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃદ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ.
૧૨૩ પ્ર દ્રવ્યપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. દશ છેઃમન, વચન, કાય, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય,
ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને આયુ.
૧૨૪ પ્ર. ભાવપ્રાણ કોને કહે છે?
ઉ. આત્માની જે શક્તિના નિમિત્તથી ઇન્દ્રિયાદિક
પોતાના કાર્યમાં પ્રવર્તે તેને ભાવપ્રાણ કહે છે.
૧૨૫ પ્ર. ક્યા જીવને કેટલા પ્રાણ હોય છે?
ઉ. એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ હોય છે.
સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુ, દ્વીન્દ્રિય
જીવને છ પ્રાણ
સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુ,
રસનેન્દ્રિય અને વચન. ત્રીન્દ્રિય જીવને સાત પ્રાણ

PDF/HTML Page 18 of 110
single page version

background image
સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુ, રસનેન્દ્રિય,
વચન, ઘ્રાણેન્દ્રિય. ચતુરિન્દ્રિય જીવોને આઠ પ્રાણ
સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુ, રસનેન્દ્રિય,
વચન, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય. પંચેન્દ્રિય અસંજ્ઞી જીવોને નવ
પ્રાણ
સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છ્વાસ, આયુ,
રસનેન્દ્રિય, વચન, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને દશપ્રાણ
સ્પર્શનેન્દ્રિય, કાયબળ,
શ્વાસોચ્છ્વાસ, આયુ, રસનેન્દ્રિય, વચન, ઘ્રાણેન્દ્રિય,
ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને મનબળ.
૧૨૬ (ક) પ્ર. ભાવપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃભાવેન્દ્રિય અને બલપ્રાણ.
૧૨૬ (ખ) પ્ર. ભાવેન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેઃસ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર.
૧૨૭ પ્ર. બલપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃમનોબલ, વચનબલ અને કાયબલ.
૧૨૮ પ્ર. વૈભાવિક ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી બીજા દ્રવ્યનો સંબંધ
થતાં આત્મામાં વિભાવ પરિણતિ થાય, તે શક્તિને વૈભાવિક
ગુણ કહે છે.
પ્રતિજીવી ગુણ
૧૨૯ પ્ર. અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. શાતા અને અશાતારૂપ આકુળતાના અભાવને
અવ્યાબાધ પ્રતિજીવી ગુણ કહે છે.
૧૩૦ પ્ર. અવગાહ પ્રતિજીવીગુણ કોને કહે છે?
ઉ. પરતંત્રતાના અભાવને અવગાહ પ્રતિજીવી ગુણ
કહે છે.
૧૩૧ પ્ર. અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. ઉચ્ચતા અને નીચતાના અભાવને અગુરુલઘુત્વ
પ્રતિજીવીગુણ કહે છે.
૧૩૨ પ્ર. સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કોને કહે છે?
ઉ. ઇન્દ્રિયોના વિષયરૂપ સ્થૂળતાના અભાવને
સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહે છે.
પ્રથમ અધ્યાયઃ સમાપ્ત

PDF/HTML Page 19 of 110
single page version

background image
બીજો અધયાય
૧૩૩ પ્ર. જીવના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃસંસારી અને મુક્ત.
૧૩૪ પ્ર. સંસારી જીવ કોને કહે છે?
ઉ. કર્મ સહિત જીવને સંસારી જીવ કહે છે.
૧૩૫ પ્ર. મુક્ત જીવ કોને કહે છે?
ઉ. કર્મરહિત જીવને મુક્ત જીવ કહે છે.
૧૩૬ પ્ર. કર્મ કોને કહે છે?
ઉ. જીવના રાગદ્વેષાદિક પરિણામોના નિમિત્તથી
કાર્માણવર્ગણારૂપ જે પુદ્ગલસ્કંધ જીવની સાથે બંધને પ્રાપ્ત
થાય છે, તેને કર્મ કહે છે.
૧૩૭ પ્ર. બંધના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃપ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને
અનુભાગબંધ.
૧૩૮ પ્ર. એ ચારે પ્રકારના બંધોનું કારણ શું છે?
ઉ. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગ ( મન, વચન,
કાયના નિમિત્તે થતું આત્માના પ્રદેશોનું કંપન)થી થાય છે;
સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાય (મિથ્યાત્વ, ક્રોધ, માન,
માયા, લોભ આદિ)થી થાય છે.
૧૩૯ પ્ર. પ્રકૃતિબંધ કોને કહે છે?
ઉ. મોહાદિજનક તથા જ્ઞાનાદિઘાતક તે તે
સ્વભાવવાળા કાર્માણ પુદ્ગલ સ્કંધોનો આત્મા સાથે સંબંધ
થવો, તેને પ્રકૃતિબંધ કહે છે.
૧૪૦ પ્ર. પ્રકૃતિબંધના કેટલા ભેદ છે?
ઉ. આઠ છેઃજ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય,
મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય.
૧૪૧ પ્ર. જ્ઞાનાવરણ કોને કહે છે?
ઉ. જે કર્મ આત્માના જ્ઞાનગુણના પર્યાયને +ઘાતે
(ઘાતમાં નિમિત્ત છે), તેને જ્ઞાનાવરણકર્મ કહે છે.
૧૪૨ પ્ર. જ્ઞાનાવરણ કર્મના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેઃમતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ,
+કર્મ જીવના ગુણોનો ઘાત કરે છે તે ઉપચારકથન છે;
ખરેખર એક દ્રવ્ય બીજાનો ઘાત કરે નહિ.

PDF/HTML Page 20 of 110
single page version

background image
અવધિજ્ઞાનાવરણ, મનઃપર્યયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ.
૧૪૩ પ્ર. દર્શનાવરણ કર્મ કોને કહે છે?
ઉ. જે આત્માના દર્શનગુણના પર્યાયનો ઘાત કરે,
તેને દર્શનાવરણ કર્મ કહે છે.
૧૪૪ પ્ર. દર્શનાવરણ કર્મના કેટલા ભેદ છે?
ઉ. નવ છેઃચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ,
અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા,
પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્ત્યાનગૃદ્ધિ.
૧૪૫ પ્ર. વેદનીય કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ફળથી જીવને આકુળતા થાય અર્થાત્
જે અવ્યાબાધગુણના પર્યાયનો ઘાત કરે, તેને વેદનીય કર્મ
કહે છે.
૧૪૬ પ્ર. વેદનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃશાતાવેદનીય અને અશાતાવેદનીય.
૧૪૭ પ્ર. મોહનીય કર્મ કોને કહે છે?
ઉ. જે આત્માના શ્રદ્ધા અને ચારિત્ર ગુણના
પર્યાયોનો ઘાત કરે, તેને મોહનીય કર્મ કહે છે.
૧૪૮ પ્ર. મોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃદર્શનમોહનીય અને ચારિત્રમોહનીય.
૧૪૯ પ્ર. દર્શનમોહનીય કર્મ કોને કહે છે?
ઉ. આત્માના સમ્યક્ત્વ પર્યાયને જે ઘાતે, તેને
દર્શનમોહનીય કર્મ કહે છે.
૧૫૦ પ્ર. દર્શનમોહનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃમિથ્યાત્વ, સમ્યક્મિથ્યાત્વ અને
સમ્યક્પ્રકૃતિ.
૧૫૧ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી જીવને અતત્ત્વશ્રદ્ધાન થાય,
તેને મિથ્યાત્વ કહે છે.
૧૫૨ પ્ર. સમ્યક્મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી મળેલા (મિશ્ર) પરિણામ
હોય કે જેને ન તો સમ્યક્ત્વરૂપ કહી શકાય અને ન તો
મિથ્યાત્વરૂપ, તેને સમ્યક્મિથ્યાત્વ કહે છે.