Jain Siddhant Praveshika (Gujarati). Trijo Adhyay; Chotho Adhyay.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 6

 

PDF/HTML Page 41 of 110
single page version

તે યોગ જો કોઈ કષાય વિશેષથી અનુરંજિત હોય તો
અન્યાન્ય પ્રકૃતિઓનો પણ બંધ કરે છે.
૩૦૮ પ્ર. પ્રકૃતિબંધના કારણત્વની અપેક્ષાથી
આસ્રવના કેટલા ભેદ છે?
ઉ. પાંચ ભેદ છેઃમિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ,
કષાય અને યોગ.
૩૦૯ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી અદેવમાં (કુદેવમાં)
દેવબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અધર્મ (કુધર્મ)માં ધર્મબુદ્ધિ,
ઇત્યાદિ વિપરીતાભિનિવેશરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ
કહે છે.
૩૧૦ પ્ર. મિથ્યાત્વના કેટલા ભેદ છે?
ઉ. પાંચ ભેદ છેઃએકાંતિક મિથ્યાત્વ, વિપરીત
મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને
વૈનયિક મિથ્યાત્વ.
૩૧૧ પ્ર. એકાંતિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને
સર્વથા એક જ ધર્મવાળો માનવો તે. જેમકે આત્માને સર્વથા
ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે.
૩૧૨ પ્ર. વિપરીત મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. આત્માનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધું માને
તેને એટલે કે તેથી ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે;
જેમકે શરીરને આત્મા માને, સગ્રંથને નિર્ગ્રંથ માને, કેવળીના
સ્વરૂપને વિપરીતપણે માને.
૩૧૩ પ્ર. સાંશયિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે
પરવસ્તુના કાર્યનો કર્તા થતો હશે, એ વગેરે પ્રકારે સંશય
રહેવો તે.
૩૧૪ પ્ર. અજ્ઞાનિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્ભાવ ન
હોય, તેને અજ્ઞાનિકમિથ્યાત્વ કહે છે. જેમકેપશુ વધને
અથવા પાપને ધર્મ સમજવો.
૩૧૫ પ્ર. વૈનયિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું

PDF/HTML Page 42 of 110
single page version

માનવું, તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે.
૩૧૬ પ્ર. અવિરતિ કોને કહે છે?
ઉ. હિંસાદિક પાપોમાં તથા ઇન્દ્રિય અને મનના
વિષયોમાં પ્રવૃત્તિ થવાને અવિરતિ કહે છે.
૩૧૭ પ્ર. અવિરતિના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ ભેદ છેઅનંતાનુબંધી કષાયોદયજનિત,
અપ્રત્યાખ્યાનાવરણ, કષાયોદયજનિત અને પ્રત્યાખ્યાનાવરણ
કષાયોદયજનિત.
૩૧૮ પ્ર. પ્રમાદ કોને કહે છે?
ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયથી
નિરતિચાર ચારિત્ર પાળવામાં અનુત્સાહને તથા સ્વરૂપની
અસાવધાનતાને પ્રમાદ કહે છે.
૩૧૯ પ્ર. પ્રમાદના કેટલા ભેદ છે?
ઉ. પંદર ભેદ છેઃવિકથા ૪ (સ્ત્રીકથા, રાષ્ટ્રકથા,
ભોજનકથા, રાજકથા), કષાય ૪ (સંજ્વલનના તીવ્ર
ઉદયજનિત ક્રોધ, માન, માયા, લોભ), ઇન્દ્રિયોના વિષય ૫,
નિદ્રા એક અને સ્નેહ એક
એમ પંદર પ્રમાદ છે.
૩૨૦ પ્ર. કષાય કોને કહે છે?
ઉ. સંજ્વલન અને નોકષાયના મંદ ઉદયથી
પ્રાદુર્ભૂત આત્માના પરિણામવિશેષને કષાય કહે છે.
૩૨૧ પ્ર. યોગ કોને કહે છે?
ઉ. મનોવર્ગણા અથવા કાયવર્ગણા (આહારવર્ગણા
તથા કાર્માણવર્ગણા) અને વચનવર્ગણાના અવલંબનથી કર્મ,
નોકર્મને ગ્રહણ કરવાની શક્તિવિશેષને યોગ કહે છે.
૩૨૨ પ્ર. યોગના કેટલા ભેદ છે?
ઉ. પંદર ભેદ છેમનોયોગ ૪ (સત્ય મનોયોગ,
અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભય
મનોયોગ), કાયયોગ ૭ (ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયક,
વૈક્રયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ),
વચનયોગ ૪ (સત્યવચનયોગ, અસત્યવચનયોગ,
ઉભયવચનયોગ, અનુભયવચનયોગ).
૩૨૩ પ્ર. મિથ્યાત્વની પ્રધાનતાથી કઈ કઈ
પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. મિથ્યાત્વની પ્રધાનતાથી ૧૬ પ્રકૃતિઓનો બંધ

PDF/HTML Page 43 of 110
single page version

થાય છેમિથ્યાત્વ, હુંડકસંસ્થાન, નપુંસકવેદ, નરકગતિ,
નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, અસંપ્રાપ્તસૃપાટિકાસંહનન, જાતિ
૪ (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય), સ્થાવર,
આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ.
૩૨૪ પ્ર. અનંતાનુબંધી કષાયોદયજનિત અવિરતિથી
કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. અનંતાનુબંધીકષાયોદયજનિત અવિરતિથી ૨૫
પ્રકૃતિઓનો બંધ થાય છે.ઃઅનંતાનુબંધી ક્રોધ, માન,
માયા, લોભ, સ્ત્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, દુર્ભગ,
દુઃસ્વર, અનાદેય, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર,
તિર્યગ્ગતિ, તિર્યગ્ગત્યાનુપૂર્વી, તિર્યગાયુ, ઉદ્યોત, સંસ્થાન ૪
(ન્યગ્રોધ, સ્વાતિ, કુબ્જક, વામન), સંહનન ૪ (વજ્રનારાચ,
નારાચ, અર્દ્ધનારાચ અને કીલિત).
૩૨૫ પ્ર. અપ્રત્યાખ્યાનાવરણકષાયોદયજનિત
અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. દશ પ્રકૃતિઓનો બંધ થાય છેઃ
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, મનુષ્યગતિ,
મનુષ્યગત્યાનુપૂર્વી, મનુષ્યાયુ, ઔદારિકશરીર,
ઔદારિકાંગોપાંગ અને વજ્રૠષભનારાચ સંહનન.
૩૨૬ પ્ર. પ્રત્યાખ્યાનાવરણકષાયોદયજનિત અવિરતિ-
થી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ છે?
ઉ. ચાર પ્રકૃતિઓનોઅર્થાત્પ્રત્યાખ્યાનાવરણ
ક્રોધ, માન, માયા અને લોભનો.
૩૨૭ પ્ર. પ્રમાદથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય
છે?
ઉ. છઃપ્રકૃતિઓનોઅર્થાત્અસ્થિર, અશુભ,
અશાતાવેદનીય, અયશઃકીર્તિ, અરતિ અને શોકનો.
૩૨૮ પ્ર. કષાયના ઉદયથી કેટલી પ્રકૃતિઓનો બંધ
થાય છે?
ઉ. અઠ્ઠાવન પ્રકૃતિઓનોઅર્થાત્દેવાયુ ૧, નિદ્રા
૧, પ્રચલા ૧, તીર્થંકર ૧, નિર્માણ ૧, પ્રશસ્તવિહાયોગતિ ૧,
પંચેન્દ્રિયજાતિ ૧, તૈજસશરીર ૧, કાર્માણશરીર ૧,
આહારકશરીર ૧, આહારકાંગોપાંગ ૧, સમચતુરસ્રસંસ્થાન
૧, વૈક્રિયકશરીર ૧, વૈક્રિયકાંગોપાંગ ૧, દેવગતિ ૧,

PDF/HTML Page 44 of 110
single page version

દેવગત્યાનુપૂર્વી ૧, રૂપ ૧, રસ ૧, ગંધ ૧, સ્પર્શ ૧,
અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ ૧, ત્રસ ૧,
બાદર ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, સુભગ
૧, સુસ્વર ૧, આદેય ૧, હાસ્ય ૧, રતિ ૧, જુગુપ્સા ૧, ભય
૧, પુરુષવેદ ૧, સંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભ
૧, મતિજ્ઞાનાવરણ ૧, શ્રુતજ્ઞાનાવરણ ૧, અવધિજ્ઞાનાવરણ
૧, મનઃપર્યયજ્ઞાનાવરણ ૧, કેવલજ્ઞાનાવરણ ૧, ચક્ષુદર્શના-
વરણ ૧, અચક્ષુદર્શનાવરણ ૧, અવધિદર્શનાવરણ ૧, કેવલ-
દર્શનાવરણ ૧, દાનાન્તરાય ૧, ભોગાન્તરાય ૧, ઉપભોગા-
ન્તરાય ૧, વીર્યાન્તરાય ૧, લાભાન્તરાય ૧, યશસ્કીર્તિ ૧,
અને ઉચ્ચગોત્ર ૧ એ અઠ્ઠાવન પ્રકૃતિઓનો બંધ થાય છે.
૩૨૯ પ્ર. યોગના નિમિત્તથી કઈ કઈ પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. એક શાતા વેદનીયનો બંધ થાય છે.
૩૩૦ પ્ર. કર્મપ્રકૃતિ સર્વે ૧૪૮ છે અને કારણ માત્ર
૧૨૦નાં લખ્યાં, તો પછી ૨૮ પ્રકૃતિઓનું શું થયું?
ઉ. સ્પર્શાદિ ૨૦ની જગ્યાએ ૪નું ગ્રહણ કરેલું છે,
એ કારણથી ૧૬ તો એ ઘટી, અને પાંચે શરીરના પાંચે
બંધન તથા પાંચે સંઘાતનું ગ્રહણ કરેલું નથી, તે કારણથી
તે દશ ઘટી અને સમ્યગ્મિથ્યાત્વ તથા સમકિત મોહનીય
એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે સમ્યગ્દ્રષ્ટિ જીવ
પૂર્વબદ્ધ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ખંડ કરે છે. ત્યારે આ બે
પ્રકૃતિઓનો પ્રાદુર્ભાવ થાય છે. એ કારણથી એ બે પ્રકૃતિઓ
ઘટી ગઈ.
૩૩૧ પ્ર. દ્રવ્યાસ્રવના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃએક સામ્પરાયિક અને બીજો ઇર્યાપથ.
૩૩૨ પ્ર. સાંપરાયિક આસ્રવ કોને કહે છે?
ઉ. જે કર્મ પરમાણુ જીવના કષાયભાવોના
નિમિત્તથી આત્મામાં કંઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય,
તેના આસ્રવને સાંપરાયિક આસ્રવ કહે છે.
૩૩૩ પ્ર. ઇર્યાપથ આસ્રવ કોને કહે છે?
ઉ. જે કર્મ પરમાણુઓનો બંધ, ઉદય અને નિર્જરા
એક જ સમયમાં થાય, તેના આસ્રવને ઇર્યાપથ આસ્રવ કહે
છે.

PDF/HTML Page 45 of 110
single page version

૩૩૪ પ્ર. એ બન્ને પ્રકારના આસ્રવોના સ્વામી કોણ
છે?
ઉ. સાંપરાયિક આસ્રવનો સ્વામી કષાયસહિત અને
ઇર્યાપથ આસ્રવનો સ્વામી કષાયરહિત આત્મા થાય છે.
૩૩૫ પ્ર. પુણ્યાસ્રવ અને પાપાસ્રવનું કારણ શું છે?
ઉ. શુભયોગથી પુણ્યાસ્રવ અને અશુભયોગથી
પાપાસ્રવ થાય છે.
૩૩૬ પ્ર. શુભયોગ અને અશુભયોગ કોને કહે છે?
ઉ. શુભ પરિણામથી ઉત્પન્ન થયેલ યોગને શુભયોગ
કહે છે અને અશુભ પરિણામથી ઉત્પન્ન થયેલ યોગને
અશુભયોગ કહે છે.
૩૩૭ પ્ર. જે વખતે જીવને શુભયોગ થાય છે, તે
વખતે પાપપ્રકૃતિઓનો આસ્રવ થાય છે કે નહિ?
ઉ. થાય છે.
૩૩૮ પ્ર. જો જીવને પાપપ્રકૃતિઓનો આસ્રવ થાય
છે, તો શુભયોગ પાપાસ્રવનું પણ કારણ ઠર્યું?
ઉ. શુભયોગ પાપાસ્રવનું કારણ ઠરતું નથી; કારણ
કે જે વખતે જીવમાં શુભયોગ થાય છે તે વખતે પુણ્ય
પ્રકૃતિઓમાં સ્થિતિ
અનુભાગ અધિક પડે છે, અને પાપ
પ્રકૃતિઓમાં ઓછાં પડે છે. તેવી જ રીતે જ્યારે અશુભયોગ
થાય છે ત્યારે પાપ પ્રકૃતિઓમાં સ્થિતિ
અનુભવ અધિક પડે
છે અને પુણ્ય પ્રકૃતિઓમાં ઓછાં. દશાધ્યાય તત્ત્વાર્થસૂત્રના
છઠ્ઠા અધ્યાયમાં જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓના આસ્રવના કારણ
જે તત્પ્રદોષનિહ્નવાદિક કહેલાં છે, તેનો અભિપ્રાય એ છે કે
તે તે ભાવોથી તે તે પ્રકૃતિઓમાં સ્થિતિ, અનુભાગ અધિક
અધિક પડે છે. બીજું જે જ્ઞાનાવરણાદિક પાપપ્રકૃતિઓના
આસ્રવ દશમા ગુણસ્થાન સુધી સિદ્ધાન્તશાસ્ત્રમાં કહ્યા છે.
તેમાં વિરોધ આવશે અથવા ત્યાં શુભયોગના અભાવનો
પ્રસંગ આવશે; કારણ કે શુભયોગ દશમા ગુણસ્થાનથી
પહેલાં પહેલાં જ થાય છે.
બીજો અધ્યાય સમાપ્તઃ

PDF/HTML Page 46 of 110
single page version

ત્રીજો અધયાય
૩૩૯ પ્ર. જીવના અસાધારણ ભાવ કેટલા છે?
ઉ. પાંચ છેઃઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક,
ઔદયિક અને પારિણામિક.
૩૪૦ પ્ર. ઔપશમિકભાવ કોને કહે છે?
ઉ. કોઈ કર્મોના ઉપશમથી થાય, તેને ઔપશમિક-
ભાવ કહે છે.
૩૪૧ પ્ર. ક્ષાયિકભાવ કોને કહે છે?
ઉ. કર્મોનો સર્વથા નાશ થવાથી આત્માનો અત્યંત
શુદ્ધભાવ થઈ જાય છે, તેને ક્ષાયિકભાવ કહે છે.
૩૪૨ પ્ર. ક્ષાયોપશમિકભાવ કોને કહે છે?
ઉ. જે કર્મોના ક્ષયોપશમથી થાય, તેને
ક્ષાયોપશમિકભાવ કહે છે.
૩૪૩ પ્ર. ઔદયિકભાવ કોને કહે છે?
ઉ. કર્મોનો ઉદય આવવાથી અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવરૂપ નિમિત્તથી કર્મ જ્યારે પોતાનું ફળ આપે છે,
તેને ઉદય કહે છે. કર્મોના ઉદયથી જે આત્માનો ભાવ થાય
છે, તેને ઔદયિકભાવ કહે છે.
૩૪૪ પ્ર. પારિણામિકભાવ કોને કહે છે?
ઉ. જે કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, અથવા
ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો સ્વભાવ માત્ર હોય,
તેને પારિણામિકભાવ કહે છે.
૩૪૫ પ્ર. ઔપશમિકભાવના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃસમ્યક્ત્વભાવ અને ચારિત્રભાવ.
૩૪૬ પ્ર. ક્ષાયિકભાવના કેટલા ભેદ છે?
ઉ. નવભેદ છેઃક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિકચારિત્ર,
ક્ષાયિકદર્શન, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ,
ક્ષાયિકભોગ, ક્ષાયિકઉપભોગ અને ક્ષાયિકવીર્ય.
૩૪૭ પ્ર. ક્ષાયોપશમિકભાવના કેટલા ભેદ છે?
ઉ. ૧૮ છેઃસમ્યક્ત્વ, ચારિત્ર, ચક્ષુદર્શન,
અચક્ષુદર્શન, અવધિદર્શન, દેશસંયમ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન,
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન,
કુઅવધિજ્ઞાન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય.

PDF/HTML Page 47 of 110
single page version

૩૪૮ પ્ર. ઔદયિકભાવ કેટલા છે?
ઉ. ૨૧ છેઃગતિ ૪, કષાય ૪, લિંગ ૩,
મિથ્યાદર્શન ૧, અજ્ઞાન ૧, અસંયમ ૧, અસિદ્ધત્વ ૧,
લેશ્યા ૬, (પીત, પદ્મ, શુક્લ, કૃષ્ણ, નીલ, કાપોત)
૩૪૯ પ્ર. પારિણામિકભાવ કેટલા છે?
ઉ. ત્રણ છેઃજીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ.
૩૫૦ પ્ર. લેશ્યા કોને કહે છે?
ઉ. કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને
ભાવલેશ્યા કહે છે અને શરીરના પીત પદ્માદિવર્ણોને
દ્રવ્યલેશ્યા કહે છે.
૩૫૧ પ્ર. ઉપયોગ કોને કહે છે?
ઉ. જીવના લક્ષણરૂપ ચૈતન્યાનુવિધાયી પરિણામને
ઉપયોગ કહે છે.
૩૫૨ પ્ર. ઉપયોગના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃદર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ.
૩૫૩ પ્ર. દર્શનોપયોગના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન
અને કેવળદર્શન.
૩૫૪ પ્ર. જ્ઞાનોપયોગના કેટલા ભેદ છે?
ઉ. આઠ છેઃમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને
કુઅવધિજ્ઞાન.
૩૫૫ પ્ર. સંજ્ઞા કોને કહે છે?
ઉ. અભિલાષાને (વાંચ્છાને) સંજ્ઞા કહે છે.
૩૫૬ પ્ર. સંજ્ઞાના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃઆહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ.
૩૫૭ પ્ર. માર્ગણા કોને કહે છે?
ઉ. જે જે ધર્મવિશેષોથી જીવોનું અન્વેષણ (શોધ)
કરાય, તે તે ધર્મવિશેષોને માર્ગણા કહે છે.
૩૫૮ પ્ર. માર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. ૧૪ છેઃગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય,
જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ,
આહાર.

PDF/HTML Page 48 of 110
single page version

૩૫૯ પ્ર. ગતિ કોને કહે છે?
ઉ. ગતિનામા નામકર્મના ઉદયથી જીવના
પર્યાયવિશેષને ગતિ કહે છે.
૩૬૦ પ્ર. ગતિના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃનરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ,
દેવગતિ.
૩૬૧ પ્ર. ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. આત્માના લિંગને (ચિહ્નને) ઇન્દ્રિય કહે છે.
૩૬૨ પ્ર. ઇન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃદ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય.
૩૬૩ પ્ર. દ્રવ્યેન્દ્રિય કોને કહે છે?
ઉ. નિવૃત્તિ અને ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે.
૩૬૪ પ્ર. નિર્વૃત્તિ કોને કહે છે?
ઉ. પ્રદેશોની રચનાવિશેષને નિર્વૃત્તિ કહે છે.
૩૬૫ પ્ર. નિર્વૃત્તિના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃબાહ્ય નિર્વૃત્તિ અને આભ્યંતર નિર્વૃત્તિ.
૩૬૬ પ્ર. બાહ્ય નિર્વૃત્તિ કોને કહે છે?
ઉ. ઇન્દ્રિયોનાં આકારરૂપ પુદ્ગલની રચનાવિશેષને
બાહ્ય નિર્વૃત્તિ કહે છે.
૩૬૭ પ્ર. અભ્યંતર નિર્વૃત્તિ કોને કહે છે?
ઉ. આત્માના વિશુદ્ધ પ્રદેશોના ઇન્દ્રિયાકાર
રચનાવિશેષને આભ્યંતર નિર્વૃત્તિ કહે છે.
૩૬૮ પ્ર. ઉપકરણ કોને કહે છે?
ઉ. જે નિર્વૃત્તિનો ઉપકાર (રક્ષા) કરે, તેને ઉપકરણ
કહે છે.
૩૬૯ પ્ર ઉપકરણના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃઆભ્યંતર અને બાહ્ય.
૩૭૦ પ્ર. આભ્યંતર ઉપકરણ કોને કહે છે?
ઉ. નેત્ર, ઇન્દ્રિયમાં કૃષ્ણ શુક્લ મંડલની માફક સર્વે
ઇન્દ્રિયોમાં જે નિર્વૃત્તિનો ઉપકાર કરે, તેને આભ્યંતર
ઉપકરણ કહે છે.
૩૭૧ પ્ર. બાહ્ય ઉપકરણ કોને કહે છે?
ઉ. નેત્રઇન્દ્રિયમાં પલક વગેરેની માફક જે

PDF/HTML Page 49 of 110
single page version

નિર્વૃત્તિનો ઉપકાર કરે, તેને બાહ્યોપકરણ કહે છે.
૩૭૨ પ્ર. ભાવેન્દ્રિય કોને કહે છે?
ઉ. લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહે છે.
૩૭૩ પ્ર. લબ્ધિ કોને કહે છે?
ઉ. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને લબ્ધિ કહે છે.
૩૭૪ પ્ર. ઉપયોગ કોને કહે છે?
ઉ. ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના પરિણામવિશેષને
ઉપયોગ કહે છે.
૩૭૫ પ્ર. દ્રવ્યેન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેઃસ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર.
૩૭૬ પ્ર. સ્પર્શન ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા આઠ પ્રકારના સ્પર્શો (શીત, ઉષ્ણ,
રુક્ષ, ચિકણાં, કઠોર, કોમલ, હલકા, ભારે)નું જ્ઞાન થાય,
તેને સ્પર્શેન્દ્રિય કહે છે.
૩૭૭ પ્ર. રસના ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા પાંચ પ્રકારના (તીખો, કડવો, કષાયેલો,
ખાટો, મીઠો) રસોના સ્વાદનું જ્ઞાન થાય, તેને રસનેન્દ્રિય
કહે છે.
૩૭૮ પ્ર. ઘ્રાણેન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા બે પ્રકારની ગંધ (સુગંધ અને દુર્ગંધ)નું
જ્ઞાન થાય, તેને ઘ્રાણેન્દ્રિય કહે છે.
૩૭૯ પ્ર. ચક્ષુરિન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા પાંચ પ્રકારના વર્ણોનું (ધોળો, પીળો,
લીલો, લાલ અને કાળા રંગનું) જ્ઞાન થાય, તેને ચક્ષુરિન્દ્રિય
કહે છે.
૩૮૦ પ્ર. શ્રોત ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા સાત પ્રકારના સ્વરોનું જ્ઞાન થાય, તેને
શ્રોત્રેન્દ્રિય કહે છે.
૩૮૧ પ્ર. ક્યા ક્યા જીવોને કઈ કઈ ઇન્દ્રિયો હોય
છે?
ઉ. પૃથ્વી, અપ્, તેજ, વાયુ અને વનસ્પતિ એ
જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. કરમીયા વગેરે
જીવોને સ્પર્શન અને રસના બે ઇન્દ્રિયો હોય છે. કીડી

PDF/HTML Page 50 of 110
single page version

વગેરે જીવોને સ્પર્શન, રસના અને ઘ્રાણ (નાક) એ ત્રણ
ઇન્દ્રિયો હોય છે. માખી, ભમરા વગેરે જીવોને સ્પર્શન,
રસના, નાક અને આંખો એ ચાર ઇન્દ્રિયો હોય છે. ઘોડા
આદિ ચારપગાં જનાવર
પશુ, મનુષ્ય, દેવ અને નારકી
જીવોને સ્પર્શન, જીભ, નાક, આંખો અને કાન એ પાંચે
ઇન્દ્રિયો હોય છે.
૩૮૨ પ્ર. કાય કોને કહે છે?
ઉ. ત્રસ, સ્થાવર, નામકર્મના ઉદયથી આત્માના
પ્રદેશ પ્રચય (સમૂહ)ને કાય કહે છે.
૩૮૩ પ્ર. ત્રસ કોને કહે છે?
ઉ. ત્રસનામા નામકર્મના ઉદયથી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય,
ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જન્મ લેવાવાળા જીવોને ત્રસ
કહે છે.
૩૮૪ પ્ર. સ્થાવર કોને કહે છે?
ઉ. સ્થાવરનામા નામકર્મના ઉદયથી પૃથ્વી, અપ્,
તેજ, વાયુ અને વનસ્પતિમાં જન્મ લેવાવાળા જીવોને સ્થાવર
કહે છે.
૩૮૫ પ્ર. બાદર કોને કહે છે?
ઉ. પૃથ્વી આદિથી જે રોકાઈ જાય અથવા બીજાને
રોકે, તેને બાદર કહે છે.
૩૮૬ પ્ર. સૂક્ષ્મ કોને કહે છે?
ઉ. જે પોતે પૃથ્વી આદિકથી રોકાય નહિ અને
બીજા પદાર્થોને રોકે નહિ, તેને સૂક્ષ્મ કહે છે.
૩૮૭ પ્ર. વનસ્પતિના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃપ્રત્યેક અને સાધારણ.
૩૮૮ પ્ર. પ્રત્યેક વનસ્પતિ કોને કહે છે?
ઉ. એક શરીરનો જે એક જ સ્વામી હોય, તેને
પ્રત્યેક વનસ્પતિ કહે છે.
૩૮૯ પ્ર. સાધારણ વનસ્પતિ કોને કહે છે?
ઉ. જે જીવોના આહાર શ્વાસોચ્છ્વાસ, આયુ અને
કાય એ સાધારણ (સમાન અથવા એક), તેને સાધારણ
વનસ્પતિ કહે છે. જેમકેઃ
કંદમૂલાદિક.
૩૯૦ પ્ર. પ્રત્યેક વનસ્પતિના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃસપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત
પ્રત્યેક.

PDF/HTML Page 51 of 110
single page version

૩૯૧ પ્ર. સપ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહે છે?
ઉ. જે પ્રત્યેક વનસ્પતિના આશ્રય અનેક સાધારણ
વનસ્પતિ શરીર હોય, તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કહે છે.
૩૯૨ પ્ર. અપ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહે છે?
ઉ. જે પ્રત્યેક વનસ્પતિને આશ્રય કોઈપણ સાધારણ
વનસ્પતિ ન હોય, તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે.
૩૯૩ પ્ર. સાધારણ વનસ્પતિ સપ્રતિષ્ઠિત પ્રત્યેક
વનસ્પતિમાં જ હોય છે કે કોઈ બીજીમાં હોય છે?
ઉ. પૃથ્વી, અપ્, તેજ, વાયુ, કેવળીભગવાન,
આહારક શરીર, દેવ, નારકી એ આઠે સિવાય સર્વ સંસારી
જીવોના શરીર સાધારણ અર્થાત્ નિગોદનો આશ્રય છે.
૩૯૪ પ્ર. સાધારણ વનસ્પતિના (નિગોદના) કેટલા
ભેદ છે?
ઉ. બે ભેદઃનિત્યનિગોદ અને ઇતરનિગોદ.
૩૯૫ પ્ર. નિત્યનિગોદ કોને કહે છે?
ઉ. જેણે કોઈ વખત પણ નિગોદ સિવાય બીજી
પર્યાય પ્રાપ્ત કરી નથી અથવા કદી નિગોદ સિવાય બીજી
પર્યાય પ્રાપ્ત કરશે પણ નહિ, તેને નિત્યનિગોદ કહે છે.
૩૯૬ પ્ર. ઇતરનિગોદ કોને કહે છે?
ઉ. જે નિગોદથી નીકળીને બીજા પર્યાય પ્રાપ્ત કરી
ફરીને નિગોદમાં ઉત્પન્ન થાય, તેને ઇતરનિગોદ કહે છે.
૩૯૭ પ્ર. બાદર અને સૂક્ષ્મ ક્યા ક્યા જીવ છે?
ઉ. પૃથ્વી, અપ્, તેજ, વાયુ, નિત્યનિગોદ,
ઇતરનિગોદએ છ બાદર અને સૂક્ષ્મ બન્ને પ્રકારના હોય
છે. બાકીના સર્વે જીવ બાદર જ હોય છે. સૂક્ષ્મ હોતા નથી.
૩૯૮ પ્ર. યોગ કોને કહે છે?
ઉ. પુદ્ગલવિપાકી શરીર અને અંગોપાંગનામા
નામકર્મના ઉદયથી મનોવર્ગણા તથા વચનવર્ગણા તથા
કાયવર્ગણાના અવલંબનથી, કર્મ
નોકર્મને ગ્રહણ કરવાની
જીવની શક્તિવિશેષને ભાવયોગ કહે છે. તે જ ભાવયોગના
નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદનને (ચંચલ હોવાને)
દ્રવ્યયોગ કહે છે.
૩૯૯ પ્ર. યોગના કેટલા ભેદ છે?
ઉ. પંદર છેઃમનોયોગ ૪, વચનયોગ ૪ અને
કાયયોગ ૭.

PDF/HTML Page 52 of 110
single page version

૪૦૦ પ્ર. વેદ કોને કહે છે?
ઉ. નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવની મૈથુન
કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને નામકર્મના
ઉદયથી આવિર્ભૂત જીવના ચિહ્ન વિશેષને દ્રવ્યવેદ કહે છે.
૪૦૧ પ્ર. વેદના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃસ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
૪૦૨ પ્ર. કષાય કોને કહે છે?
ઉ. જે આત્માના સમ્યક્ત્વ, દેશચારિત્ર,
સકલચારિત્ર અને યથાખ્યાતચારિત્રરૂપ પરિણામોને ઘાતે તેને
કષાય કહે છે.
૪૦૩ પ્ર. કષાયના કેટલા ભેદ છે?
ઉ. સોળ ભેદ છેઃઅનંતાનુબંધી ૪,
અપ્રત્યાખ્યાનાવરણીય ૪, પ્રત્યાખ્યાનાવરણીય ૪ અને
સંજ્વલન ૪.
૪૦૪ પ્ર. જ્ઞાનમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળ તથા
કુમતિ, કુશ્રુત અને કુઅવધિ.
૪૦૫ પ્ર. સંયમ કોને કહે છે?
ઉ. અહિંસાદિક પાંચ વ્રત ધારણ કરવાને, ઇર્યાપથ
આદિ પાંચ સમિતિઓના પાળવાને, ક્રોધાદિકષાયોનો નિગ્રહ
કરવાને, મનોયોગાદિક ત્રણે યોગોને રોકવાને તથા સ્પર્શન
આદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોનો વિજય કરવાને સંયમ કહે છે.
૪૦૬ પ્ર. સંયમમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. સાત ભેદ છેઃસામાયિક, છેદોપસ્થાપન,
પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસામ્પરાય, યથાખ્યાત, સંયમાસંયમ
અને અસંયમ.
૪૦૭ પ્ર. દર્શનમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છેઃચક્ષુદર્શન, અચક્ષુદર્શન,
અવધિદર્શન અને કેવળદર્શન.
૪૦૮ પ્ર. લેશ્યામાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. છ ભેદ છેઃકૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ
અને શુક્લ.
૪૦૯ પ્ર. ભવ્યમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃભવ્ય અને અભવ્ય.

PDF/HTML Page 53 of 110
single page version

૪૧૦ પ્ર. સમ્યક્ત્વ કોને કહે છે?
ઉ. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યક્ત્વ કહે છે.
૪૧૧ પ્ર. સમ્યક્ત્વમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. છ ભેદ છેઃઉપશમસમ્યક્ત્વ, ક્ષયોપશમ-
સમ્યક્ત્વ, ક્ષાયિકસમ્યક્ત્વ, સમ્યગ્મિથ્યાત્વ, સાસાદન અને
મિથ્યાત્વ.
૪૧૨ પ્ર. સંજ્ઞી કોને કહે છે?
ઉ. જેમાં સંજ્ઞા હોય, તેને સંજ્ઞી કહે છે.
૪૧૩ પ્ર. સંજ્ઞા કોને કહે છે?
ઉ. દ્રવ્યમન દ્વારા શિક્ષાદિ ગ્રહણ કરવાને સંજ્ઞા કહે
છે.
૪૧૪ પ્ર. સંજ્ઞીમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃએક સંજ્ઞી અને બીજો અસંજ્ઞી.
૪૧૫ પ્ર. આહાર કોને કહે છે?
ઉ. ઔદારિક આદિ શરીર અને પર્યાપ્તિયોગ્ય
પુદ્ગલોને ગ્રહણ કરવાને આહાર કહે છે.
૪૧૬ પ્ર. આહારમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃઆહારક અને અનાહારક.
૪૧૭ પ્ર. અનાહારક જીવ કઈ કઈ અવસ્થામાં થાય
છે?
ઉ. વિગ્રહગતિ, અને કોઈ કોઈ સમુદ્ઘાતમાં અને
અયોગકેવળી અવસ્થામાં જીવ અનાહારક થાય છે.
૪૧૮ પ્ર. વિગ્રહગતિ કોને કહે છે?
ઉ. એક શરીરને છોડી બીજા શરીર પ્રતિ ગમન
કરવાને વિગ્રહ ગતિ કહે છે.
૪૧૯ પ્ર. વિગ્રહગતિમાં ક્યો યોગ હોય છે?
ઉ. કાર્માણયોગ હોય છે.
૪૨૦ પ્ર. વિગ્રહગતિના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃૠજુગતિ, પાણિમુક્તાગતિ,
લાંગલિકાગતિ અને ગોમૂત્રિકા ગતિ.
૪૨૧ પ્ર. એ વિગ્રહગતિઓમાં કેટલો કેટલો કાળ
લાગે છે?
ઉ. ૠજુગતિમાં એક સમય, પાણિમુક્તા અર્થાત્

PDF/HTML Page 54 of 110
single page version

એક વાંકવાળી ગતિમાં બે સમય, લાંગલિકા ગતિમાં ત્રણ
સમય અને ગોમૂત્રિકા ગતિમાં ચાર લાગે છે.
૪૨૨ પ્ર. એ ગતિઓમાં અનાહારક અવસ્થા કેટલા
સમય સુધી રહે છે?
ઉ. ૠજુગતિવાળો જીવ અનાહારક હોતો નથી.
પાણિમુક્તાગતિમાં એક સમય, લાંગલિકામાં બે સમય અને
ગોમૂત્રિકામાં ત્રણ સમય જીવ અનાહારક રહે છે.
૪૨૩ પ્ર. મોક્ષ જવાવાળા જીવને કઈ ગતિ થાય છે?
ઉ. ૠજુગતિ થાય છે. અને તે જીવ અનાહારક જ
થાય છે.
૪૨૪ પ્ર. જન્મ કેટલા પ્રકારના હોય છે?
ઉ. ત્રણ પ્રકારનાઃઉપપાદજન્મ, ગર્ભજન્મ અને
સંમૂર્ચ્છનજન્મ.
૪૨૫ પ્ર. ઉપપાદજન્મ કોને કહે છે?
ઉ. જે જીવ દેવોની ઉપપાદ શય્યા તથા નારકીઓના
યોનિસ્થાનમાં પહોંચતાં જ અંતર્મુહૂર્તમાં યુવાવસ્થાને પ્રાપ્ત
થઈ જાય, તે જન્મને ઉપપાદ જન્મ કહે છે.
૪૨૬ પ્ર. ગર્ભજન્મ કોને કહે છે?
ઉ. માતા-પિતાના રજોવીર્યથી જેનું શરીર બને, તે
જન્મને ગર્ભજન્મ કહે છે.
૪૨૭ પ્ર. સંમૂર્ચ્છનજન્મ કોને કહે છે?
ઉ. માતા-પિતાની અપેક્ષા વિના અહીં તહીંના
પરમાણુઓને જ શરીરરૂપ પરિણમાવે, તેવા જન્મને
સંમૂર્ચ્છનજન્મ કહે છે.
૪૨૮ પ્ર. ક્યા ક્યા જીવને ક્યો ક્યો જન્મ થાય છે?
ઉ. દેવ, નારકી જીવોને ઉપપાદ જન્મ થાય છે.
જરાયુજ, અંડજ અને પોત (જે યોનિમાંથી નીકળતાંની સાથે
જ ભાગવા, દોડવા લાગી જાય છે અને જેના ઉપર ઓર
વગેરે હોતી નથી તે) જીવોને ગર્ભજન્મ થાય છે. અને
બાકીના જીવોને સંમૂર્ચ્છન જન્મ જ થાય છે.
૪૨૯ પ્ર. ક્યા ક્યા જીવોને ક્યા ક્યા લિંગ હોય છે?
ઉ. નારકીજીવો અને સંમૂર્ચ્છન જીવોને નપુંસક
લિંગ હોય છે અને દેવોને પુલિંગ અને સ્ત્રીલિંગ હોય છે
અને બાકીના જીવોને ત્રણ લિંગ હોય છે.

PDF/HTML Page 55 of 110
single page version

૪૩૦ પ્ર. જીવસમાસ કોને કહે છે?
ઉ. જીવોને રહેવાના ઠેકાણાને જીવસમાસ કહે છે.
૪૩૧ પ્ર. જીવસમાસના કેટલા ભેદ છે?
ઉ. ૯૮ છેઃતિર્યંચના ૮૫, મનુષ્યના ૯,
નારકીઓના ૨ અને દેવોના ૨.
૪૩૨ પ્ર. તિર્યંચના ૮૫ ભેદ ક્યા ક્યા છે?
ઉ. સંમૂર્ચ્છનના ૬૯ અને ગર્ભજના ૧૬.
૪૩૩ પ્ર. સંમૂર્ચ્છનના ૬૯ ભેદ ક્યા ક્યા છે?
ઉ. એકેન્દ્રિયના ૪૨, વિકલત્રયના ૯ અને
પંચેન્દ્રિયના ૧૮.
૪૩૪ પ્ર. એકેન્દ્રિયના ૪૨ ભેદ ક્યા ક્યા છે?
ઉ. પૃથ્વી, અપ્, તેજ, વાયુ, નિત્યનિગોદ,
ઇતરનિગોદ એ છના બાદર અને સૂક્ષ્મની અપેક્ષાથી ૧૨
તથા સપ્રતિષ્ઠિતપ્રત્યેક અને અપ્રતિષ્ઠિતપ્રત્યેકને ઉમેરવાથી
૧૪ થાય છે. તે ચૌદના પર્યાપ્તક, નિર્વૃત્યપર્યાપ્તક અને
લબ્ધપર્યાપ્તક એ ત્રણેની અપેક્ષાએ ૪૨ જીવસમાસ થાય
છે.
૪૩૫ પ્ર. વિકલત્રયના ૯ ભેદ ક્યા ક્યા છે?
ઉ. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પર્યાપ્તક,
નિર્વૃત્યપર્યાપ્તકની અને લબ્ધ્યપર્યાપ્તકની અપેક્ષાએ નવ ભેદ
થાય.
૪૩૬ પ્ર. સંમૂર્ચ્છન પંચેન્દ્રિયના ૧૮ ભેદ ક્યા ક્યા
છે?
ઉ. જલચર, સ્થલચર, નભચર એ ત્રણેના સંજ્ઞી
અસંજ્ઞીની અપેક્ષાએ ૬ ભેદ થાય અને તે છના પર્યાપ્તક,
નિર્વૃત્યપર્યાપ્તક, લબ્ધ્યપર્યાપ્તકની અપેક્ષાએ ૧૮ જીવસમાસ
થાય છે.
૪૩૭ પ્ર. ગર્ભજ પંચેન્દ્રિયના ૧૬ ભેદ ક્યા ક્યા
છે?
ઉ. કર્મભૂમિના ૧૨ અને ભોગભૂમિના ૪.
૪૩૮ પ્ર. કર્મભૂમિના ૧૨ ભેદ ક્યા ક્યા છે?
ઉ. જલચર, સ્થલચર, નભચર એ ત્રણેના સંજ્ઞી,
અસંજ્ઞીના ભેદથી છ ભેદ થયા અને તેના પર્યાપ્તનિર્વૃત્ય
પર્યાપ્તકની અપેક્ષાએ બાર ભેદ થયા.

PDF/HTML Page 56 of 110
single page version

૪૩૯ પ્ર. ભોગભૂમિના ચાર ભેદ ક્યા ક્યા છે?
ઉ. સ્થલચર અને નભચર એના પર્યાપ્તક અને
નિર્વૃત્યપર્યાપ્તકની અપેક્ષાએ ચાર ભેદ થયા, ભોગભૂમિમાં
અસંજ્ઞીતિર્યંચ થતા નથી.
૪૪૦ પ્ર. મનુષ્યોના નવ ભેદ ક્યા ક્યા છે?
ઉ. આર્યખંડ, મ્લેચ્છખંડ, ભોગભૂમિ અને
કુભોગભૂમિ એ ચારે ગર્ભજોના પર્યાપ્તક, નિર્વૃત્યપર્યાપ્તકની
અપેક્ષા આઠ થયા. તેમાં સંમૂર્ચ્છન મનુષ્યનો લબ્ધ્યપર્યાપ્તક
ભેદ ઉમેરવાથી નવ ભેદ થાય છે.
૪૪૧ પ્ર. નારકીઓના બે ભેદ ક્યા ક્યા છે?
ઉ. પર્યાપ્તક અને નિર્વૃત્ત્યપર્યાપ્તક.
૪૪૨ પ્ર. દેવોના બે ભેદ ક્યા ક્યા છે?
ઉ. પર્યાપ્તક અને નિર્વૃત્યપર્યાપ્તક.
૪૪૩ પ્ર. દેવોના વિશેષ ભેદ ક્યા ક્યા છે?
ઉ. ચાર છેઃભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને
વૈમાનિક.
૪૪૪ પ્ર. ભવનવાસી દેવના કેટલા ભેદ છે?
ઉ. દશ છેઃઅસુરકુમાર, નાગકુમાર, વિદ્યુત-
કુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્તનિતકુમાર,
ઉદધિકુમાર, દીપકુમાર, દિક્કુમાર.
૪૪૫ પ્ર. વ્યંતર દેવોના કેટલા ભેદ છે?
ઉ. આઠ ભેદ છેઃકિન્નર, કિંપુરુષ, મહોરગ,
ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ.
૪૪૬ પ્ર. જ્યોતિષ્ક દેવોના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેઃસૂર્ય, ચન્દ્રમા, ગ્રહ, નક્ષત્ર અને તારા.
૪૪૭ પ્ર. વૈમાનિક દેવોના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃકલ્પોપપન્ન અને કલ્પાતીત.
૪૪૮ પ્ર. કલ્પોપપન્ન કોને કહે છે?
ઉ. જેમાં ઇન્દ્રાદિકોની કલ્પના હોય, તેને
કલ્પોપપન્ન કહે છે.
૪૪૯ પ્ર. કલ્પાતીત કોને કહે છે?
ઉ. જેમાં ઇન્દ્રાદિકોની કલ્પના ન હોય, તેને
કલ્પાતીત કહે છે.

PDF/HTML Page 57 of 110
single page version

૪૫૦ પ્ર. કલ્પોપપન્ન દેવોના કેટલા ભેદ છે?
ઉ. સોળઃ૧ સૌધર્મ, ૨ ઐશાન, ૩ સાનત્કુમાર,
૪ માહેન્દ્ર, ૫ બ્રહ્મ, ૬ બ્રહ્મોત્તર, ૭ લાંતવ, ૮ કાપિષ્ટ,
૯ શુક્ર, ૧૦ મહાશુક્ર, ૧૧ સતાર, ૧૨ સહસ્રાર, ૧૩
આનત, ૧૪ પ્રાણત, ૧૫ આરણ અને ૧૬ અચ્યુત.
૪૫૧ પ્ર. કલ્પાતીત દેવોના કેટલા ભેદ છે?
ઉ. ૨૩ છેઃનવ ગ્રૈવેયક, નવ અનુદિશ, પાંચ
પંચોત્તર (વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને
સર્વાર્થસિદ્ધ).
૪૫૨ પ્ર. નારકીઓના વિશેષ ભેદ કેટલા છે?
ઉ. પૃથ્વીઓની અપેક્ષાએ સાત ભેદ છે.
૪૫૩ પ્ર. સાત પૃથ્વીઓનાં નામ ક્યા ક્યા છે?
ઉ. રત્નપ્રભા (ધર્મા), શર્કરાપ્રભા (વંશા),
વાલુકાપ્રભા (મેઘા), પંકપ્રભા (અંજના), ધૂમપ્રભા
(અરિષ્ટા), તમઃપ્રભા (મઘવી), મહાતમઃપ્રભા (માધવી).
૪૫૪ પ્ર. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને રહેવાનું સ્થાન
ક્યાં છે?
ઉ. સર્વલોક.
૪૫૫ પ્ર. બાદર એકેન્દ્રિય જીવો ક્યાં રહે છે?
ઉ. બાદર એકેન્દ્રિય જીવ કોઈપણ આધારનું નિમિત્ત
પ્રાપ્ત કરીને નિવાસ કરે છે.
૪૫૬ પ્ર. ત્રસ જીવ ક્યાં રહે છે?
ઉ. ત્રસ જીવ ત્રસનાલીમાં જ રહે છે.
૪૫૭ પ્ર. વિકલત્રય જીવ ક્યાં રહે છે?
ઉ. વિકલત્રય જીવ કર્મ ભૂમિ અને અંતના અર્ધદ્વીપ
તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જ રહે છે.
૪૫૮ પ્ર. પંચેન્દ્રિય તિર્યંચ ક્યા ક્યા રહે છે?
ઉ. તિર્યક્લોકમાં રહે છે, પરંતુ જલચર તિર્યંચ
લવણ સમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના
સિવાય અન્ય સમુદ્રોમાં નથી.
૪૫૯ પ્ર. નારકી જીવો ક્યાં રહે છે?
ઉ. નારકી જીવો અધોલોકની સાત પૃથ્વીઓમાં
(નરકોમાં) રહે છે.

PDF/HTML Page 58 of 110
single page version

૪૬૦ પ્ર. ભવનવાસી અને વ્યંતર દેવો ક્યાં રહે
છે?
ઉ. પહેલી પૃથ્વીના ખરભાગ અને પંકભાગમાં તથા
તિર્યંક્લોકમાં રહે છે.
૪૬૧ પ્ર. જ્યોતિષ્ક દેવ ક્યાં રહે છે?
ઉ. પૃથ્વીથી સાતસો નેવું યોજનની ઊંચાઈથી નવસો
યોજનની ઊંચાઈ સુધી એટલે એકસો દશ યોજન આકાશમાં
એક રાજુમાત્ર તિર્યક્ લોકમાં જ્યોતિષ્ક દેવ નિવાસ કરે છે.
૪૬૨ પ્ર. વૈમાનિક દેવ ક્યાં રહે છે?
ઉ. ઊર્ધ્વલોકમાં.
૪૬૩ પ્ર. મનુષ્ય ક્યાં રહે છે?
ઉ. નરલોકમાં.
૪૬૪ પ્ર. લોકના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક.
૪૬૫ પ્ર. અધોલોક કોને કહે છે?
ઉ. મેરુપર્વતની નીચે સાત રાજુ અધોલોક છે.
૪૬૬ પ્ર. ઊર્ધ્વલોક કોને કહે છે?
ઉ. મેરુના ઉપર લોકના અંતપર્યંત ઊર્ધ્વલોક છે.
૪૬૭ પ્ર. મધ્યલોક કોને કહે છે?
ઉ. એક લાખ ચાલીશ યોજન મેરુની ઊંચાઈની
બરાબર મધ્યલોક છે.
૪૬૮ પ્ર. મધ્યલોકનું વિશેષ સ્વરૂપ શું છે?
ઉ. મધ્યલોકના અત્યંત મધ્યમાં એક લાખ યોજન
લાંબો પહોળો ગોળ (થાળીની માફક) જમ્બૂદ્વીપ છે.
જંબૂદ્વીપના મધ્યમાં એક લાખ યોજન ઊંચો સુમેરુ પર્વત
છે, જેનું એક હજાર જમીનની અંદર મૂળ છે, ૯૯ હજાર
યોજન પૃથ્વીના ઉપર છે અને ચાલીશ યોજનની ઊંચી
ચૂલિકા (ચોટી) છે. જંબૂદ્વીપના મધ્યમાં પૂર્વ-પશ્ચિમ તરફ
લાંબા છ કુલાચલ પર્વત પડેલા છે, જેનાથી જંબૂદ્વીપના
સાત ખંડ થઈ ગયા છે. તે સાતે ખંડોનાં નામ આવી રીતે
છે. ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને
ઐરાવત. વિદેહક્ષેત્રમાં મેરુથી ઉત્તર દિશામાં ઉત્તરકુરુ અને
૧.અહીં એક યોજન બે હજાર કોશનો જાણવો.

PDF/HTML Page 59 of 110
single page version

દક્ષિણ દિશામાં દેવકુરુ છે. જંબૂદ્વીપની ચારે બાજુએ
ખાઈની માફક લપેટાયેલો બે લાખ યોજનનો પહોળો લવણ
સમુદ્ર છે. લવણ સમુદ્રને ચારે તરફથી લપેટાયેલો ચાર
લાખ યોજન પહોળો ધાતકીખંડ દ્વીપ છે.
આ ધાતકીખંડ દ્વીપમાં બે મેરુ પર્વત છે. અને
ક્ષેત્ર, કુલાચલાદિની સંપૂર્ણ રચના જંબૂદ્વીપથી બમણી છે.
ધાતકીખંડને ચારે તરફ લપેટાયેલો આઠ લાખ યોજનનો
પહોળો કાલોદધિ સમુદ્ર છે અને કાલોદધિ સમુદ્રને
લપેટાયેલો સોળ લાખ યોજન પહોળો પુષ્કરદ્વીપ છે.
પુષ્કરદ્વીપની મધ્યમાં કંકણના આકારે ગોળ અને પૃથ્વી પર
વિસ્તાર એક હજાર બાવીસ યોજન, મધ્યમાં સાતસો તેવીસ
યોજન, ઉપર ચારસો ચોવીસ યોજન અને ઉંચો સત્તરસો
એકવીસ યોજન અને જમીનની અંદર ચારસો ત્રીશ યોજન
ને એક કોશ જેની જડ છે (મૂળ છે), એવો માનુષોત્તર
નામનો પર્વત પડેલો છે. જેનાથી પુષ્કરદ્વીપના બે ખંડ થઈ
ગયા છે. પુષ્કરદ્વીપના પહેલા અર્ધા ભાગમાં જમ્બૂદ્વીપથી
બમણી બમણી અર્થાત્ ધાતકી ખંડદ્વીપની બરાબર બધી
રચના છે. જંબૂદ્વીપ, ધાતકી ખંડદ્વીપ અને પુષ્કરાર્ધદ્વીપ અને
લવણસમુદ્ર અને કાળોદધિ સમુદ્ર એટલા ક્ષેત્રને નરલોક કહે
છે. પુષ્કરદ્વીપથી આગળ પરસ્પર એક બીજાને લપેટાયેલા
બમણા બમણા વિસ્તારવાળા મધ્ય લોકના અંત સુધી દ્વીપ
અને સમુદ્ર છે.
પાંચ મેરુ સંબંધી પાંચ ભરતક્ષેત્ર, પાંચ
ઐરાવતક્ષેત્ર, દેવકુરુ અને ઉત્તરકુરુને છોડીને પાંચ
વિદેહક્ષેત્ર એવી રીતે સર્વે મળીને ૧૫ કર્મભૂમિ છે. પાંચ
હેમવત અને પાંચ હૈરણ્યવત એ દશ ક્ષેત્રોમાં જઘન્ય
ભોગભૂમિ છે. પાંચ હરિ અને પાંચ રમ્યક એ દશ ક્ષેત્રોમાં
મધ્યમ ભોગભૂમિ છે. અને પાંચ દેવકુરુ તથા પાંચ
ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રોમાં ઉત્તમ ભોગભૂમિ છે. જ્યાં અસિ,
મસિ, કૃષિ, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ છ કર્મોની
પ્રવૃત્તિ છે, તેને કર્મભૂમિ કહે છે.
જ્યાં એ છ કર્મોની પ્રવૃત્તિ હોતી નથી. તેને
ભોગભૂમિ કહે છે. મનુષ્યક્ષેત્રથી બહારના સમસ્ત દ્વીપોમાં
જઘન્ય ભોગભૂમિ જેવી રચના છે, પરંતુ અન્તિમ
સ્વયંભૂરમણ દ્વીપના ઉત્તરાર્દ્ધમાં તથા સમસ્ત સ્વયંભૂરમણ
સમુદ્રમાં અને ચારે ખુણાની પૃથ્વીઓમાં કર્મભૂમિ જેવી

PDF/HTML Page 60 of 110
single page version

રચના છે, લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્રમાં ૯૬
અંતરદ્વીપ છે, જેમાં કુભોગભૂમિની રચના છે. ત્યાં મનુષ્ય
જ રહે છે, તેમાં મનુષ્યોની આકૃતિ નાના પ્રકારની કુત્સિત
છે.
ત્રીજો અધ્યાય સમાપ્ત
ચોથો અધયાય
૪૬૯ પ્ર. સંસારમાં સમસ્ત પ્રાણી સુખને ચાહે છે
અને સુખનો જ ઉપાય કરે છે, પરંતુ સુખને પ્રાપ્ત
કેમ થયા નથી?
ઉ. સંસારી જીવ (ખરા) અસલી સુખનું સ્વરૂપ અને
તેનો ઉપાય જાણતા નથી અને તેનું સાધન પણ કરતા નથી,
તેથી ખરા સુખને પ્રાપ્ત થતા નથી.
૪૭૦ પ્ર. અસલી સુખનું સ્વરૂપ શું છે?
ઉ. આહ્લાદસ્વરૂપ જીવના અનુજીવી સુખ ગુણની
શુદ્ધદશાને અસલી સુખ કહે છે. એજ જીવનો ખાસ સ્વભાવ
છે, પરંતુ સંસારી જીવોએ ભ્રમવશ શાતાવેદનીય કર્મના
નિમિત્તે તે ખરા સુખના વૈભાવિક પરિણતિરૂપ
શાતાપરિણામને જ સુખ માની રાખ્યું છે.
૪૭૧ પ્ર. સંસારી જીવને અસલી સુખ કેમ મળતું
નથી?
ઉ. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રના