PDF/HTML Page 1 of 4199
single page version
શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
PDF/HTML Page 2 of 4199
single page version
PDF/HTML Page 3 of 4199
single page version
मंगलं कुंदकुंदार्यो जैन धर्मोऽस्तु मंगलम्।।
પ્રારંભિકઃ
પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવશ્રી વર્ધમાનસ્વામી, ગણધર દેવશ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવને અત્યંત ભક્તિ સહિત. નમસ્કાર.
એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણિત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોના સદ્ભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. વળી વિશેષ મહાભાગ્યની વાત તો એ છે કે સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢરહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે. તેવા સમયમાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી પુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી-જેમને યુગપુરુષ કહી શકાય, તેવા સત્પુરુષનો યોગ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી આજે છેલ્લાં ૪પ વર્ષોથી ઉપરોક્ત પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળ સિદ્ધાંતોને અતિસ્પષ્ટ, શીતળ અને પરમ શાંતિપ્રદાયક પ્રવચનગંગા દ્વારા રેલાવી રહ્યા છે. આ પવિત્ર પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા છે અને માર્ગાનુસારી બન્યા છે. આ રીતે પૂજ્ય ગુરુદેવનો જૈન સમાજ ઉપર અનુપમ, અલૌકિક અનંત ઉપકાર છે. તેઓશ્રીના આ ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે.
પુણ્યપ્રસંગનું સૌભાગ્યઃ
સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા
PDF/HTML Page 4 of 4199
single page version
માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમીવાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭પ, ૧૯૭૬, ૧૯૭૭માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છેે.
પ્રકાશનનો હેતુઃ
આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તદ્ ઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ-બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે. તેથી આ ગં્રથમાળામાં કમશઃ આદિથી અંત સુધીના પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતથી પ્રેરણા મળતી રહેશે. તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે.
વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવા ઘણા જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પ્રવચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાય પરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે એને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. ઉપરોક્ત હેતુથી આ ટ્રસ્ટનો જન્મ થયો છે અને પૂજ્ય ગુરુદેવનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો જ મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત
PDF/HTML Page 5 of 4199
single page version
સુધી રહેશે. તદ્દ ઉપરાંત પૂજ્ય બેનશ્રીનાં વચનામૃત નં. ૨૭માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજના પૂજ્ય ગુરુદેવશ્રીનાં પાંચ પરમાગમો ઉપર થયેલાં પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનુંપ્રત્યક્ષ જણાઈ આવે છે.
કાર્યવાહીઃ
શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશઃ લેખબદ્ધ કરવામાં આવ્યા છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટી રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા તે લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈશ્રી વજુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે.
ઉપરોક્ત રીતે તૈયાર થયેલાં પ્રવચનો ઉપરથી મુદ્રણ માટે મોકલવાનું પ્રવચન- સાહિત્ય પ્રસિદ્ધ તત્વચિંતક અને પ્રવક્તા ડો. હુકમચંદજી ભારિલ્લ સમક્ષ વાંચી સંભળાવવામાં આવેલ છે અને ત્યાર બાદ તેનું મુદ્રણ થયેલ છે.
આભારઃ
ઉપર્યુક્ત કાર્યવાહીમાં અનેક મુમુક્ષુઓ તરફથી આ ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહયોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યો છે તેમ જ ઉતારેલાં પ્રવચનોને તપાસી આપેલ છે અને આ કાર્ય ખૂબ જ સાવધાનીથી
PDF/HTML Page 6 of 4199
single page version
ઉત્સાહથી અને કાળજીથી જે રીતે કરી આપ્યું છે અને જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શક્યું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. ભાઈશ્રી રમણભાઈ તથા બ. શ્રી વજુભાઈએ નિસ્પૃહપણે ઘણો પરિશ્રમ લઈને લખાણ તૈયાર કરી તથા તપાસી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશેષ અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહયોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો (અક્ષરશઃ લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા અને આ કાર્ય શરૂ કરવામાં જરા પણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આભાર માનીએ છીએ. શ્રીમાન ડો. હુકમચંદજી ભારિલ્લ અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં તેમણે આ પ્રવચનો સાંભળી જઈને યથાયોગ્ય સૂચનો અને માર્ગદર્શન આપેલ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનીએ છીએ. આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે મુંબઈના ચારેય મુમુક્ષુમંડળોએ ઉદારતાથી આર્થિક સહયોગ આપેલ છે તે બદલ સમસ્ત દાતા ભાઈબહેનોનો આભાર માનવામાં આવે છે.
આ પ્રવચન ગ્રંથની વેચાણ કિંમત-પડતર કિંમત માંથી ૨પ% ઘટાડીને નક્કી કરેલ, તેમાં બીજા ૨૦% નું વળતર શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ તરફથી આપવામાં આવેલ છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
આવકાર્યઃ આ પ્રકાશન અમારો પ્રથમ પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટીઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે. તા. ૯-૩-૧૯૮૦ ચીમનલાલ હિંમતલાલ શાહ ફાગણ વદ ૭, ૨૦૩૬ પ્રમુખ રવિવાર, મુંબઈ. શ્રી કુંદકુંદકહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ
PDF/HTML Page 7 of 4199
single page version
૩ કળશ-૨ ૩-૪ ૨૦
૪ કળશ-૩ ૩-૪ ૨પ
પ ગાથા-૧ પ-૬ ૩૦
૬ ગાથા-૨
PDF/HTML Page 8 of 4199
single page version
_________________________________________________________________
સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ! ૧.
લય લય પાર ગ્રહે ભવધાર, –જય જય સમયસાર અવિકાર. ૩.
PDF/HTML Page 9 of 4199
single page version
अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।। २।।
_________________________________________________________________
કાળ, મત, સિદ્ધાંત–ભેદત્રય નામ બતાવ્યા;
તે મહીં આદિ શુભ અર્થસમયકથની સુણીએ બહુ,
અર્થસમયમાં જીવ નામ છે સાર, સુણજો સહુ;
તે મહીં સાર વિણકર્મમળ શુદ્ધ જીવ શુદ્ધનય કહે,
આ ગ્રંથમાં કથની સહુ, સમયસાર બુધજન ગ્રહે. ૪.
વિધ્નહરણ, નાસ્તિકહરણ, શિષ્ટાચાર ઉચ્ચાર. પ.
મુદ્રા જિન નિર્ગ્રંથતા, નમું કહે સહુ ચેન. ૬.
આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ.
પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા) મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છેઃ-
શ્લોકાર્થઃ– [नाः समयसाराय] ‘સમય’ અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સાર-જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારા નમસ્કાર હો. તે કેવો છે? [भावाय] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? [चित्स्वभावाय] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે? [स्वानुभूत्या चकासते] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે- પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું-એવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. વળી તે કેવો
PDF/HTML Page 10 of 4199
single page version
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः।
_________________________________________________________________ છે? [सर्वभावान्तरच्छिदे] પોતાથી અન્ય સર્વ જીવા જીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ વિશેષણથી, સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં વિશેષણો (ગુણો) થી શુદ્ધ આત્માને જ ઈષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે.
ભાવાર્થઃ– અહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાનઃ– વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં સમયસાર કહેવાથી ઈષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. પછી ભલે તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમપુરુષ, નિરાબાધ, સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અર્હત્, જિન, આપ્ત, ભગવાન, સમયસાર ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત્ સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ.
સૌ જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ ભૂપ. –૧
હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છેઃ-
શ્લોકાર્થઃ– [अनेकान्तमयी मूर्तिः] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન તે-મય મૂર્તિ [नित्यम एव] સદાય [प्रकाशताम्] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ? [अनन्तधर्मणः प्रत्यगात्मनः तत्त्वं] જે અનંત ધર્મવાળો છે અને જે પરદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના
PDF/HTML Page 11 of 4199
single page version
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः।।
_________________________________________________________________ વિકારોથી કથંચિત્ ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્ત્વને, અર્થાત્ અસાધારણ- સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ-નિજસ્વરૂપને [पश्यन्ती] તે મૂર્તિ અવલોકન કરે છે -દેખે છે.
ભાવાર્થઃ– અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી, તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. જે સમ્યગ્જ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે આ રીતે સર્વ પદાર્થોના તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ ‘વાણી, ભારતી, શારદા, વાગ્દેવી’ ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને ‘સ્યાત્’ -પદથી એક ધર્મોમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી.
કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? તેનો ઉત્તરઃ– વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું, ઈત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે- જે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું, આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે- જે જ્ઞાનગમ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે.
આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજા અચેતન દ્રવ્યોમાં નથી. સજાતીય જીવદ્રવ્યો અનંત છે. તેમનામાંય જોક કે ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કહ્યું છે; કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક
PDF/HTML Page 12 of 4199
single page version
છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માટે ‘સદા પ્રકાશરૂપ રહો’ એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.
હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છેઃ-
શ્લોકાર્થઃ– શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે કેઃ- [समयसारव्याख्यया एव] આ સમયસાર (શુદ્ધાત્મા તથા ગ્રંથ) ની વ્યાખ્યા (કથની તથા ટીકા) થી જ [मम अनुभूतेः] મારી અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [परमविशुद्धिः] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [भवतु] થાઓ. કેવી છે તે પરિણતિ? [परपरिणतिहेतोः मोहनाम्नः अनुभावात्] પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ (-ઉદયરૂપ વિપાક) ને લીધે [अविरतम् अनुभाव्य–व्याप्ति–कल्माषितायाः] જે અનુભાવ્ય (રાગાદિ પરિણામો) ની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું? [शुद्धचिन्मात्रमूर्तेः] દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.
ભાવાર્થઃ– આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે- રાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્મા ની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ - ખ્યાતિ, લાભ, પૂજાદિક- ચાહતો નથી. આ પ્રકારે આચાર્યે ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.
પ્રવચન નંબર ૧–૨ તારીખ ૨૮–૧૧–૭પ, ૨૯–૧૧–૭પ
આ સમયસાર પરમ અધ્યાત્મશાસ્ત્ર છે. આ અઢારમી વખત સભામાં વંચાય છે. આ સમયસારનો એક શબ્દ પણ સાંભળીને યથાર્થભાવ સમજે તો કલ્યાણ થઈ જાય એવી આ અદ્ભૂત ચીજ છે. આ ગ્રંથમાં શુદ્ધનયનો (શુદ્ધાત્માનો) અધિકાર છે. સમયસાર, શુદ્ધ-જીવ-શુદ્ધ આત્માને બતાવે છે. આખાય સમયસારમાં શુદ્ધનય ‘ધ્રુવ ધ્રુવ ચૈતન્ય’ ને બતાવે છે, જે માત્ર સારભૂત છે.
‘ૐ પરમાત્મને નમઃ’ ત્યાંથી તો શરૂ કર્યું છે. શ્રીમદ્ કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસારજી શાસ્ત્રના જીવ-અજીવ અધિકારનો પ્રારંભ થાય છે. ટીકાકાર શ્રી અમૃતચંદ્રા-
PDF/HTML Page 13 of 4199
single page version
ચાર્યદેવ છે, જેમણે આ શાસ્ત્રની ટીકાનું નામ જ ‘આત્મ-ખ્યાતિ’ આપ્યું છે; ‘આત્મ- ખ્યાતિ’ એટલે કે શુદ્ધચૈતન્યઘનની પ્રસિદ્ધિ.
પ્રારંભમાં અનુવાદકર્તા (શ્રીમાન્ પં. જયચંદ્રજી) માંગળિક * કરે છેઃ- ‘શ્રી પરમાતમકો પ્રણમિ, શારદ સુગુરુ મનાય, સમયસાર શાસન કરૂં દેશવચનમય, ભાય!’ ૧ શ્રી સર્વજ્ઞ પરમેશ્વર એવા પરમાત્મદેવ, શારદ કહેતાં સમ્યક્ શાસ્ત્ર અને સુગુરુ- નિગ્રંથ ગુરુ-એ ત્રણેને નમીને સમયસારરૂપી શાસ્ત્રનો દેશમાં ચાલતી ભાષામાં અનુવાદ કરું છું. ‘શબ્દબ્રહ્મ પરબ્રહ્મકૈં વાચકવાચ્ય નિયોગ; મંગલરૂપ
જેમ સાકર શબ્દ વાચક છે અને સાકર પદાર્થ તે વાચ્ય છે, તેમ સમયસારરૂપ શબ્દબ્રહ્મ વાચક છે, તેનું વાચ્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન પરમબ્રહ્મ છે. તે બે વચ્ચે વાચક-વાચ્ય-નો સંબંધ છે.
‘મંગળરૂપ પ્રસિદ્ધ એ’- શાસ્ત્ર મંગળરૂપ પ્રસિદ્ધ છે. મંગળ એટલે પવિત્રતાને પ્રાપ્ત કરાવે અને અપવિત્રતાનો નાશ કરાવેે. પંડિત બનારસીદાસે ‘સમયસાર નાટક’માં કહ્યું છે કે આ શબ્દબ્રહ્મ અને તેનું વાચ્ય જે પરમબ્રહ્મ તેને જે જાણે છે તેનાં અંદરથી ફાટક ખૂલી જાય છે. ‘ફાટક ખુલત હૈ’ એમ લખ્યું છે. ‘નમુ ધર્મધન- ભોગ’ એટલે કે મારી ધર્મરૂપી લક્ષ્મીના ભોગને ભોગવતો હું નમું છું. આનંદરૂપી લક્ષ્મી તે ખરેખર (આત્માનું) ધન છે. આનંદનો નાથ પ્રભુ આત્મા-તેની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં જે આનંદનો લાભ થાય તેનો ભોગ-અનુભવ કરું છું.
અહાહા...! અજોડ શાસ્ત્ર છે. જગતનાં ભાગ્ય કે આવું શાસ્ત્ર રહી ગયું અને તે પણ શરૂઆતથી પૂર્ણ સુધી પુરું થઈ ગયું!
નય નય સાર- એકૈક પદમાં નયોના સારરૂપ શુદ્ધનયનો અધિકાર છે, તેને લહે- પ્રાપ્ત કરે- સ્વકાળમાં (પોતાની પર્યાયમાં) ત્રિકાળી આનંદને પ્રાપ્ત થાયે પદ પદ -પુરુષાર્થ દ્વારા ચોરાશીના અવતાર જન્મમરણના દુઃખનો તથા કામાદિ વિકારનો નાશ થાય છે. _________________________________________________________________ *મંગલાચરણની પંક્તિઓ હિંદી સમયસાર પરથી લીધી છે.
PDF/HTML Page 14 of 4199
single page version
લય લય પાર ગ્રહે ભવધાર એટલે કે-જેમ જેમ શુદ્ધાત્મામાં લીનતા પામતો જાય છે તેમ તેમ ભવનો અંત આવતો જાય છે. આવા ભગવાન અવિકારી આત્માનો જય હો, જય હો એમ જયકાર કર્યો છે. શબ્દ, અર્થ અરુ જ્ઞાન
ઈનહિં આદિ શુભ અર્થસમયવચકે સુનિયે બહુ,
આગમમાં શબ્દસમય જે વાચક છે, અર્થસમય જે વાચ્ય પદાર્થ છે અને જ્ઞાનસમય જે પદાર્થનું જ્ઞાન છે -એ ત્રણેને સમય કહ્યા છે. વળી કાળ મત અને સિદ્ધાંતને પણ આગમમાં સમય નામથી કહેવામાં આવે છે. તે બધામાં પણ શુભ અર્થસમય-જીવ પદાર્થ (શુદ્ધાત્મા) તેથી કથની પ્રારંભમાં જ બધા જીવો સાંભળજો; કારણ કે કર્મમળ વિનાની ચીજ નિર્મળાનંદ પ્રભુ, ત્રિકાળ ધ્રુવ, શુદ્ધજીવ બધામાં સારભૂત છે. આ સારભૂત ચીજને શુદ્ધનય બતાવે છે. આખા સમયસારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ -એને જ્ઞાનીજનો પર્યાયમાં ગ્રહે છે. તેને ગ્રહવો એ જ આખા સમયસારનો સાર છે. નામાદિક છહ ગ્રંથમુખ, તામેં મંગલ સાર;
મંગળ, નામ, નિમિત્ત, પ્રયોજન, પરિમાણ અને કર્તા-એમ છ પ્રકાર ગ્રંથની શરૂઆતમાં આવે છે. તેમાં પ્રથમ માંગળિક છે. પવિત્રતાને પમાડે અને અપવિત્રતાનો નાશ કરે તેને માંગળિક કહે છે. ગ્રંથનું નામ ‘સમયસાર’ તે નામ છે; કોના નિમિત્તે બનાવ્યું? તો જીવ માટે બનાવેલ છે એ નિમિત્ત છે. વીતરાગદશા પ્રગટ કરવી એ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે. તેનું પરિમાણ એટલે સંખ્યા ૪૧પ ગાથાઓ છે. અને તેના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ છે. દરેક ગ્રંથમાં માંગળિક તે મુખ્ય છે. વળી કેવું છે મંગળ? વિઘ્નનો નાશ કરનારુ છે. જેણે સાધકભાવ શરૂ કર્યો તેને વિઘ્ન આવતું નથી એમ કહે છે. વળી નાસ્તિકહરણ એટલે કે નાસ્તિકતાનો નાશ કરનારું છે. આ શિષ્ટાચાર-એટલે ઉત્તમ પુરુષોનાં આચરણ-તેનો ઉચ્ચાર છે એટલે કથન છે. (અર્થાત્ માંગળિક તે ગ્રંથની શરૂઆતનો શિષ્ટાચાર છે.) સમયસાર જિનરાજ હૈ, સ્યાદ્વાદ જિનવૈન, મુદ્રા જિન
PDF/HTML Page 15 of 4199
single page version
સમયસાર કહેતાં ભગવાન આત્મા જિનરાજ છે. જિનરાજ પર્યાય જે થાય છે તે જિનરાજ-સ્વરૂપમાંથી થાય છે. અહીં તો કહે છે કે આત્માનું સ્વરૂપ જ જિનરાજ છે.
વસ્તુના અનેકાંતસ્વરૂપને બતાવનાર (દ્યોતક) વીતરાગની વાણી તે સ્યાદ્વાદ છે.
અને જેને અંતરમાં મિથ્યાત્વાદિ રાગની ગાંઠ છૂટી ગઈ છે અને બાહ્યમાં વસ્ત્રાદિ છૂટી ગયાં છે એવા નિર્ગરંથ મુદ્રાધારી ભાવલિંગી સંત તે ગુરુ છે. આવા દેવ, શાસ્ત્ર, ગુરુને કે જે આનંદના આપનારા છે તેમને હું નમું છું.
આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદાચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ.
પ્રથમ સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવ ગ્રંથના આરંભમાં મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છેઃ- કળશ नमः समयसाराय स्वानुभूत्या चकासते।
અહાહા...! એકલું અસ્તિથી માંગળિક કર્યું છે! અસ્તિ એટલે છે છે છે એવો ભાવ. ધ્રુવ ચિદાનંદ જે છે અર્થાત્ સમય નામનો પદાર્થ જે છે તેમાં સાર કહેતાં જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત શુદ્ધાત્મા-પવિત્ર આત્મા તેને મારા નમસ્કાર હો. અહીં ઈષ્ટદેવને નમસ્કાર કર્યા છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ આત્મા-ચૈતન્યમૂર્તિ તે પોતે જ ઈષ્ટદેવ છે. તેને નમઃ એટલે તેને નમું છું, તેમાં ઢળું છું, તેનો સત્કાર કરું છું, ધ્રુવ આત્માની સન્મુખ થઇને તેમાં હું નમું છું ઢળું છું આ નમું છું તે (નમન કરવું) પર્યાય છે. (વસ્તુ ધ્રુવ છે.)
કળશ ટીકામાં કહ્યું છે કે સમય શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થો જાણવા. તેમાં સાર કહેતાં ઉપાદેય ચીજ તે પોતે છે. સાર એટલે ઉપાદેય. ત્રિકાળી ધ્રુવ, શુદ્ધ આત્મા ઉપાદેય છે. આ પોતાની વાત છે. જીવ એ સાર એટલે ઉપાદેય- ત્રિકાળ ઉપાદેય છે. કોને? તો કહે છે કે પર્યાયને. (પર્યાયમાં ધ્રુવ આત્મા એક જ ત્રિકાળ ઉપાદેય છે) આમ સ્વ આત્માનું ઈષ્ટપણું સિદ્ધ કરીને નમસ્કાર કર્યા. પર્યાયમાં તેનો સ્વીકાર કર્યો એ જ તેને નમસ્કાર છે. આ ‘નમઃ સમયસારાય’ માંથી કાઢયું. પોતાની જે શુદ્ધ જીવ-વસ્તુ કે જે પ્રગટ છે તેને સારપણું ઘટે છે.
PDF/HTML Page 16 of 4199
single page version
સાર એટલે હિતકારી અને અસાર એટલે અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થ-પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ અને સંસારી જીવને જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. અને તેમનું સ્વરૂપ જાણનાર જીવને પણ જ્ઞાન અને સુખ નથી. પરને જાણે તેને જ્ઞાન ક્યાંથી હોય? તે આત્મ-સાધક જ્ઞાન ક્યાં છે? તે તો પરલક્ષી જ્ઞાન છે.
પરને જાણતાં-એમાં સંસારી જીવને જાણતાં, એમ કહેતાં સિદ્ધને જાણતાં એમ પણ ગૌણપણે આવી જાય છે. (નિશ્ચયથી જીવ પોતાને જાણે ત્યારે તેણે સિદ્ધને જાણ્યા એમ (વ્યવહારે) કહેવાય. શબ્દો હોય તેનો ન્યાય લેવો જોઈએ ને? સિદ્ધ ને જ્ઞાન છે, સુખ છે; પણ સિદ્ધ સમાન સ્વરૂપ પોતાનું છે તેને જાણતાં પોતાને જ્ઞાન અને સુખ થાય. ઝીણી વાત છે, ભાઈ! સિદ્ધ પણ આ આત્માની અપેક્ષાએ પર વસ્તુ છે. અહા! પર વસ્તુને જાણતાં જ્ઞાન અને સુખ કેમ હોઈ શકે? અંતરઆત્મા શુદ્ધ વસ્તુ છે, તેને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય. આમ વાત છે. જે ત્રિકાળશુદ્ધ જીવ છે તેને જાણતાં પર્યાયમાં જ્ઞાન અને સુખ થાય-આનંદનો અનુભવ થાય; નિમિત્તને જાણતાં કાંઈ નહિ. (પરને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય નહિ).
પોતાને જાણતાં જ્ઞાન થાય; અરિહંતને જાણે માટે સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. ‘જે ખરેખર અરિહંતને દ્રવ્ય-ગુણ-પર્યાયપણે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે’, એવું જે પ્રવચનસારમાં (ગાથા ૮૦) લીધું છે એનો આશય એવો છે કે- પ્રથમ અરિહંતનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે એટલે મનથી કળે, મનથી કળે એટલે વિકલ્પપૂર્વક જાણે; પછી એનું લક્ષ છોડી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદથી જાણે, પછી એવા ભેદને સમાવી દે-સમાવી દે એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનું લક્ષ છોડી અંતરમાં સ્થિત થાય. (ત્યારે તેને અતીન્દ્રિય સુખ પ્રગટે છે અને ત્યારે પોતાના આત્માને જાણ્યો એમ કહેવાય છે.)
સ્વના આશ્રયે થાય તે સમ્યગ્જ્ઞાન પર્યાય છે. પર્યાય પરની હો કે સ્વની હો, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઊઠે છે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ-જીવનો માર્ગ કોઇ અલૌકિક છે!
છ દ્રવ્યો એટલે સંસારી જીવો, અને બીજાં પાંચ દ્રવ્યો; એનું ગમે તેટલું વિશાળ જ્ઞાન થાય તોપણ સુખ ન થાય. જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવસ્વભાવ ભગવાન કેવળીએ
PDF/HTML Page 17 of 4199
single page version
જોયો અને જાણ્યો તેને લક્ષમાં લેતાં-ઉપાદેય કરતાં પર્યાયમાં જ્ઞાન સમ્યક્ થાય અને સાથે આનંદ પ્રકટ થાય. એને શુદ્ધ આત્મા જાણ્યો અને માન્યો કહેવાય.
પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્યસ્વભાવ તે ઉપાદેય છે. પરનો શુદ્ધ આત્મા ભલે હો, સિદ્ધાદિ ભલે હો, પણ તે પરદ્રવ્ય હોવાથી ઉપાદેય નથી. અને અહીં તો નિશ્ચયથી સ્વાનુભૂતિની પર્યાય, સંવર-નિર્જરાની પર્યાય અને મોક્ષની પર્યાય પણ પર્યાય હોવાથી હેય છે. અહાહા-! આવી અંતરની વાત છે, ત્યાં એને (પર) ભગવાન ઉપાદેય કેમ હોય? માટે આમાંથી સાર કાઢવાનો કે પોતાનો શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે.
પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા તો પૂર્ણાનંદનો નાથ છે. પર્યાય તરફના વલણને-લક્ષને છોડીને એક સમયની પર્યાયથી પણ અધિક અને રાગની પર્યાયથી પણ અધિક (ભિન્ન) એવા આત્મ-ભગવાનનો આશ્રય કરવો એને ઉપાદેય કરવો એ એને નમસ્કાર છે. (પર) ભગવાનને નમસ્કાર કરવા એ તો વિકલ્પ છે- રાગ છે, એ કાંઈ ધર્મ નથી. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા ત્યાં પંચ પરમેષ્ઠી એ તો પરદ્રવ્ય છે. આકરી વાત છે. ભાઈ! ‘પરદવ્વાઓ દુગ્ગઈ.’ પરદ્રવ્યને નમસ્કાર કરવા તે ચૈતન્યની ગતિ નહિ; તે શુભ પરિણામ છે, વિભાવ છે. અરે! આવો વીતરાગનો માર્ગ લોકોએ સાંભળ્યો નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે પહેલાં સ્વરૂપને મેળવવું પડે ને? એ પણ નહિ, એ પણ વિકલ્પ છે. વ્યવહારથી એ વાત આવે ખરી, પણ એ ખરી વસ્તુ નહિ. પર્યાય સીધો જ શુદ્ધ ચૈતન્યનો આધાર લે (પર્યાય દ્રવ્ય તરફ ઢળે) એ જ વસ્તુ છે.
અહીં જે શુદ્ધદ્રવ્ય ઉપાદેય કહ્યું તે પર્યાય સહિત ન માનવું. શુદ્ધજીવ જે ઉપાદેય છે તેની સાથે શુદ્ધ પર્યાયને ભેળવીને જે ઉપાદેય માને તે અશુદ્ધનય થયો. પ્રવચનસારમાં ૪૬ માં નયમાં લીધું છે કે માટીને પર્યાય સહિત જાણવી. તે માટીની ઉપાધિ છે, વ્યવહાર છે, મેચકપણું છે, મલિનતા છે. અને માટીને માટીરૂપ એકલી જાણવી તે શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધિ છે. તેમ ભગવાન આત્માને પર્યાયના ભેદ સહિત જાણવો તે ઉપાધિ છે, અશુદ્ધતા છે, મલિનતા છે; તે વ્યવહારનયનો વિષય છે અને આત્માને પર્યાયથી ભિન્ન એક શુદ્ધાત્મસ્વરૂપે જાણવો એ શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધિ છે.
સંસારી જીવ શુદ્ધ જીવનું (પરઅર્હંતાદિનું) લક્ષ કરે છે માટે સમ્યગ્જ્ઞાન છે એમ નથી. શુદ્ધ પોતે ત્રિકાળધ્રુવ છે તેને પર્યાયમાં સ્વીકારે ત્યારે સાચું જ્ઞાન અને સુખ થાય; ત્યારે તેને સમ્યક્દર્શન, સમ્યગ્જ્ઞાન અને શાંતિ થાય.
PDF/HTML Page 18 of 4199
single page version
પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ-એનો પર્યાયમાં આદર કર્યો ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયે સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશે છે. દ્રવ્ય દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્યગુણથી પ્રકાશતું નથી કારણકે બન્ને ધ્રુવ છે. તે સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે. આવો માર્ગ છે, ભાઈ! ભગવાનનું આમ કહેવું છે. ત્રિલોકનાથ પરમાત્માનાં આ વચનો છે, એનાં આ કહેણ છે જેમ કોઈ કરોડપતિ અને મોટા ઘરની કન્યાનાં કહેણ આવે તો તરત પોતે સ્વીકારી લે છે, તેમ આ તો ત્રિલોકનાથનાં કહેણ છે, તેને ઝટ સ્વીકારી લે; ના ન પાડ. ત્રિલોકનાથ તારી પર્યાયનાં લગ્ન ધ્રુવ સાથે કરાવે છે. તારે લગની લગાડવી હોય તો દ્રવ્ય સાથે લગાડ. આ સિવાય બીજે ક્યાંય સુખ કે શાંતિ છે નહિ. પૈસામાં રાગમાં, બૈરાં-છોકરાંમાં, મોટા હજીરા વગેરેમાં ક્યાંય સુખ નથી. તો કોઈ એમ કહે કે તે સુખનાં નિમિત્તો તો છે ને? શાનાં નિમિત્ત? એ તો બધાં દુઃખનાં નિમિત્ત છે.
અહા! આ બધા જૈનકુળમાં જન્મ્યા તેમને પણ ખબર નથી કે જૈન શું કહેવાય? જૈન કોઈ સંપ્રદાય નથી. ગુણસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે.
હવે (જેને નમસ્કાર કરું છું) તે કેવો છે? ‘ભાવાય’ કહેતાં શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. ભગવાન આત્મામાં જે અનંત ગુણો વસ્યા છે તે શુદ્ધ છે. આ રીતે તેને શુદ્ધ હોવાપણું ઘટે છે. આ વિશેષણથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો.
કથંચિત્ અભાવ કહેતા આત્મા સ્વસત્તાથી છે અને પરસત્તાથી નથી એ વાત તો સાચી છે. સ્વપણે ભાવરૂપ અને પરપણે અભાવરૂપ છે એમ સ્વથી અસ્તિ અને પરથી નાસ્તિ એ તો બરાબર છે. સર્વથા અભાવની સામે ‘ભાવાય’ કહીને ભગવાન આત્મા શુદ્ધ હોવાપણે બિરાજે છે એમ કહ્યું છે.
વળી તે કેવો છે? ‘ચિત્સ્વભાવાય.’ પોતે શુદ્ધાત્મા-તેનો સ્વભાવ ચેતના ગુણ- સ્વરૂપ-જાણવું-દેખવું એવા ગુણસ્વરૂપ ભગવાન આત્મા છે.
આ વિશેષણથી સર્વથા ગુણ-ગુણીનો ભેદ માનનાર નૈયાયિકોના મતનું ખંડન થયું.
પ્રદેશભેદ ન હોવા છતાં નામભેદ, લક્ષણભેદ, સંખ્યાભેદથી ગુણ-ગુણી વચ્ચે ભેદ છે. ગુણીને ગુણી કહેવો, ગુણને ગુણ કહેવો એમ નામભેદ છે. દ્રવ્યનું લક્ષણ-કે ગુણને ધારી રાખે તે દ્રવ્ય. એમ દ્રવ્યનું લક્ષણ દ્રવ્યના આશ્રયે અને ગુણનું લક્ષણ ગુણના આશ્રયે એમ લક્ષણભેદ છે તથા ગુણી એક અને ગુણો અનેક એમ સંખ્યા-ભેદ છે. એમ હોવા છતાં પણ પ્રદેશથી અભેદ છે એમ ન માનનાર-સર્વથા ભેદ માનનારનો મત જૂઠો છે એમ કહે છે.
PDF/HTML Page 19 of 4199
single page version
વળી તે કેવો છે? ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ -ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવનરૂપ ક્રિયાથી -સ્વને અનુસરીને થતી પરિણતિથી- શુદ્ધચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય એવો છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી. તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીં અનુભવનરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ-તે અનિત્ય પર્યાય, નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે? (નિત્ય અક્રિય હોવાથી તેમાં ક્રિયારૂપ જાણવું કેમ થાય?)પર્યાયને દ્રવ્ય જે ધ્યેય છે તે પર્યાયમાં જણાય છે. આવી સુંદર વાત માંગળિકમાં પ્રથમ કહી છે. અહાહા...! શૈલી તો જુઓ! વ્યવહાર સમકિત હોય તો નિશ્ચય સમકિત થાય એમ નથી. વ્યવહાર સમકિત એ સમકિત જ નથી. વ્યવહાર સમકિત એ તો રાગની પર્યાય છે. નિશ્ચય સમ્યક્સ્વરૂપના અનુભવસહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. એની સાથે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે તો રાગ; કાંઈ સમકિતની પર્યાય નથી. ભાઈ! ઝીણી વાત છે. નિયમસારની બીજી ગાથામાં (ટીકામાં) કહ્યું છે કે ભગવાન આત્માની સમ્યક્દર્શનની પર્યાય સ્વ-દ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. સમ્યક્દર્શનની પર્યાયને, વસ્તુ જે ઉપાદેય છે એનો આશ્રય છે એમ કહેવું એ તો એની તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષાએ કહેવામાં આવે છે; નહીંતર એ સમ્યક્દર્શનની પર્યાયના ષટ્કારકના પરિણમનમાં પરની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. એક સમયની વિકારી પર્યાય પણ પોતાના ષટ્કારકથી પરિણમીને વિકારપણે થાય છે. તેને પણ દ્રવ્ય કે ગુણના કારણની અપેક્ષા નથી; કારણ કે દ્રવ્ય-ગુણમાં વિકાર છે જે નહિ. વિકારી પર્યાયને પર કારકોની પણ અપેક્ષા નથી. તે એક સમયની સ્વતંત્ર પર્યાય પોતાના કર્તા-કર્મઆદિથી થાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય પોતે, કરણ પોતે વગેરે છયે કારકો પોતે છે. લોકોને લાગે છે કે આ શું? નવું નથી, ભાઈ? અનાદિથી સત્ વસ્તુ જ આવી છે. ભગવાન! માનવું કઠણ પડે પણ માનવું પડશે. વસ્તુની સ્થિતિ જ આવી છે. (સમયસારના) બંધ અધિકારમાં આવે છે કે દ્રવ્ય અહેતુક, ગુણ અહેતુક, પર્યાય અહેતુક. પર્યાય જે સત્સ્વભાવ છે તે સ્વતંત્ર અને નિરપેક્ષ છે. અપેક્ષાથી કથન કરવામાં આવે છે કે પર્યાયને દ્રવ્ય ઉપાદેય છે. ફક્ત પર્યાય દ્રવ્ય બાજુ ઢળી એટલે આશ્રય લીધો, અભેદ થઈ એમ કહેવામાં આવે છે. આવું સ્વતંત્ર સ્વરૂપ છે, ભગવાન! એને ઓછું, અધિક કે વિપરીત કરવા જશે તો મિથ્યાત્વનું શલ્ય થશે. જગતને બેસે, ન બેસે એમાં જગત સ્વતંત્ર છે.
PDF/HTML Page 20 of 4199
single page version
અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. અનિત્ય એવી અનુભૂતિની પર્યાય નિત્યને જાણે છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે, પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. (અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે). પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે. ભાઈ! આ તો બધા મંત્રો છે.
‘ભાવાય’ એટલે સત્તાસ્વરૂપ પદાર્થ-વસ્તુ, અને ‘ચિત્સ્વભાવાય’ કહેતાં ગુણ એટલે જ્ઞાન જેનો સ્વભાવ છે તે, અને ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ એટલે અનુભૂતિથી પ્રકાશે છે તે. અનુભૂતિ તે પર્યાય. એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે સિદ્ધ થયાં. અહીં અનુભૂતિથી પ્રકાશે છે એમાં રાગથી નહિ, પુણ્યથી નહિ, નિમિત્તથી નહિ એમ સિદ્ધ થયું. પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે અર્થાત્ પોતાને પોતાથી જાણે છે, એટલે જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ જ્ઞાન (જ્ઞાયક) જણાય છે, જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ ધ્રુવ જણાય છે. પોતાને પોતાથી પ્રગટ કરે છે એટલે અનુભૂતિ જ્ઞાયકને પ્રગટ કરે છે. સંવર અધિકારમાં આવે છે કે -‘ઉપયોગમાં ઉપયોગ છે’-ત્યાં ‘ઉપયોગમાં’ કહેતાં જાણનક્રિયામાં, ‘ઉપયોગ છે’ કહેતાં ધ્રુવ ત્રિકાળી આત્મા છે. જાણનક્રિયા તે આધાર અને ધ્રુવ વસ્તુ તે આધેય કહી છે. ઉપયોગરૂપ જાણનક્રિયામાં ત્રિકાળી આત્મા જણાયો તેથી અહીં જાણનક્રિયાને આધાર કહી અને તેમાં જે ધ્રુવ આત્મા જણાયો તે વસ્તુને આધેય કહી છે.
ખરેખર ધ્રુવ તો અક્રિય છે. તેમાં જાણવાની ક્રિયા ક્યાં છે? ધ્રુવને પર્યાય જાણે છે, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. દ્રવ્ય, દ્રવ્યનો તો આશ્રય લઈ શકે નહીં, દ્રવ્ય પર્યાયનો પણ આશ્રય લેતું નથી; પણ પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. એટલે કે પર્યાય દ્રવ્યને જાણે છે તેથી પોતે પોતાને જાણે છે-સ્વાનુભૂતિથી પ્રકાશે છે એમ કહે છે.
‘સ્વાનુભૂત્યા ચકાસતે’ એમ કહેતાં આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનારા જૈમિનીય પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો.
જેઓ આત્માને અને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માને છે, પ્રત્યક્ષ થઈ શકે જ નહીં એમ માને છે તેઓનો અભિપ્રાય જૂઠો છે. સ્વાનુભૂતિથી પ્રત્યક્ષ થઈ શકે છે એમ કહે છે. વસ્તુ જે છે તે જ્ઞાનમાં પ્રત્યક્ષ જ છે. શાસ્ત્રમાં આત્માને સ્વરૂપ-પ્રત્યક્ષ કહ્યો છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ વસ્તુ છે તેથી જ તે પર્યાયમાં પ્રત્યક્ષ થાય છે. વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ જ જ્ઞાનમાં છે તેથી પ્રત્યક્ષ પર્યાયથી જણાય છે.
સમયસારમાં ૪૭ શક્તિઓ કહી છે, ત્યાં આત્મામાં એક ‘પ્રકાશ’ નામની શક્તિ કહી છે. તે વડે તે સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ શકે છે, પોતે પોતાથી પ્રત્યક્ષ વેદાય એવો છે.