PDF/HTML Page 2701 of 4199
single page version
ધર્મની પહેલી સીડી-એનું કારણ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવ છે. આત્માશ્રિત એટલે ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. સમ્યગ્દર્શન થવામાં એક જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્ય સહજાનંદસ્વરૂપ ભાવ એક જ કારણ છે. બાપુ! આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે એનાથી સમ્યગ્દર્શન થાય એમ છે નહિ, કેમકે એ તો સર્વ પરાશ્રિત ભાવ છે. એક સ્વના આશ્રયે જ-ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ! ગુણ-ગુણીનો ભેદ પણ પરાશ્રય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે એમ ભેદ પાડવો તે પરાશ્રિત વ્યવહારનય છે, તે બંધનું કારણ છે. આવી ઝીણી વાત!
આ તો અધ્યાત્મશાસ્ત્ર બાપા! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સંવત ૪૯માં થયા. તે પૂર્વવિદેહમાં સર્વજ્ઞ પરમાત્મા દેવાધિદેવ શ્રી સીમંધર ભગવાન પાસે ગયા હતા. ત્યાં આઠ દિ’ રહીને અહીં આવ્યા પછી આ શાસ્ત્ર બનાવ્યું છે. તેઓ આ ગાથામાં કહે છે કે આત્મા અર્થાત્ ત્રિકાળી એક જ્ઞાયકભાવને આશ્રિત નિશ્ચયનય છે. આવો મારગ બહુ ઝીણો બાપા! લોકો તો બહારથી માંડીને બેઠા છે કે-વ્રત પાળો, ભક્તિ કરો, ને ઉપવાસ કરો ઇત્યાદિ; એમ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે. પણ ધૂળેય કલ્યાણ નહિ થાય, સાંભળને, બાપુ! એ તો બધું પુણ્યબંધનું કારણ છે, પાપથી બચવા એ પુણ્ય હોય છે, પણ એ કાંઈ ધર્મ નથી. ધર્મ તો એક જ્ઞાયકભાવ જેને અહીં સ્વ કીધો તેનો આશ્રયે જ થાય છે. અહાહા...! પૂર્ણાનંદસ્વરૂપ ચિદાનંદમય સહજાનંદની મૂર્તિ પ્રભુ આત્મા એ પોતાનું સ્વ છે અને એના આશ્રયે જ ધર્મ થાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ! આ કાંઈ કોઈના ઘરની વાત નથી. આ તો ત્રિલાકીનાથ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માએ દિવ્યધ્વનિમાં જે કહ્યું તે તેમના કેડાયતી સંતો કહે છે. કહે છે- આત્માશ્રિત અર્થાત્ સ્વ-આશ્રિત નિશ્ચયનય છે. ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવ તે સ્વ છે અને સ્વના આશ્રયે નિશ્ચયનય છે. નિશ્ચયનય એટલે ત્રિકાળી ધ્રુવ સત્યાર્થ વસ્તુ; અથવા નિશ્ચયનય એટલે જ્ઞાનનો શુદ્ધ અંશ જેનો વિષય ત્રિકાળી ધ્રુવ સ્વ છે. એ ત્રિકાળી સ્વને જ (અભેદથી) શુદ્ધનય કહે છે. અહાહા...! ચિદાનંદઘન પ્રભુ આત્મા જ પોતાનું પરમસ્વરૂપ છે અને તેને જ અભેદથી શુદ્ધનય કહે છે. તે એકના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. હવે આવી વ્યાખ્યા! આકરી પડે માણસને પણ શું થાય? ભાઈ! સમ્યગ્દર્શન વિના વ્રત, તપ આદિ તું કરે પણ એ બધો પરાશ્રિત ભાવ સંસારમાં રખડવા ખાતે જ છે.
અરે! અનંતકાળમાં એણે સ્વ-સ્વભાવ જે પૂરણ જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો
PDF/HTML Page 2702 of 4199
single page version
જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક એવો ત્રિકાળી એક સામાન્યભાવ જેને પરમ પારિણામિકભાવ કહે છે તેને જાણ્યો નહિ. અહા! અનંતવાર એણે દિગંબર મુનિ થઈને પંચમહાવ્રતાદિ પાળ્યાં પણ સ્વ-સ્વભાવના આશ્રયે આત્મજ્ઞાન કર્યું નહિ તેથી એને લેશ પણ સુખ ન થયું, સંસારપરિભ્રમણ ઊભું જ રહ્યું. છહઢાલામાં આવે છે ને કે-
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ.’
‘उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’ –એ તત્ત્વાર્થસૂત્રનું સૂત્ર છે. તેમાં ‘ઉત્પાદ-વ્યય’ એ પર્યાય છે, અવસ્થા છે અને ધ્રૌવ્ય એ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ છે. ‘ઉત્પાદ’ એટલે મિથ્યાત્વના વ્યયપૂર્વક સમ્યગ્દર્શનની પર્યાય લઈએ તો એનું આશ્રયરૂપ કારણ ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે. એક જ્ઞાયકભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. પણ રે! એણે વ્રત, તપ, જાત્રા આદિ કરવા આડે પોતાના ધ્રુવસ્વભાવ એક જ્ઞાયકભાવનો આશ્રય કર્યો નહિ!
પરાશ્રિત રાગમાં ધર્મ માનીને તું સંતુષ્ટ થાય પણ ભાઈ! ધર્મનું એવું સ્વરૂપ નથી. ધર્મ તો એક વીતરાગભાવ જ છે અને તે સ્વ-આશ્રયે જ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?
આ તો દિવ્યધ્વનિનો સાર એવી અધ્યાત્મ-વાણી છે. મૂળ ગાથાઓના કર્તા ભગવાન કુંદકુંદાચાર્ય બે હજાર વર્ષ પર સં. ૪૯માં થઈ ગયા; અને ત્યાર પછી હજાર વર્ષે આચાર્ય અમૃતચંદ્ર થયા. તેમની આ ટીકા છે. તેમાં તેઓ કહે છે-સ્વ-આશ્રિત નિશ્ચયનય છે. ત્યાં ‘સ્વ’ તે કોણ? તો કહે છે-ત્રિકાળી ધ્રુવ સ્વભાવભાવ સામાન્ય-સામાન્ય- સામાન્ય એવો એક જ્ઞાયકભાવ તે પોતાનું સ્વ છે અને એ સિવાય પર્યાયાદિ ભેદ સહિત આખું વિશ્વ પર છે; અને પર-આશ્રિત વ્યવહારનય છે. ગુણભેદ, પર્યાયભેદ આદિ સમસ્ત પરભાવો વ્યવહારનય છે. લ્યો, આવો ઝીણો મારગ!
હવે કહે છે- ‘ત્યાં પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન (અર્થાત્ પોતાના ને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન) બંધનું કારણ હોવાને લીધે...’
શું કીધું? કે પરને હું જિવાડું, પર જીવોની રક્ષા કરું, પરને સુખી કરી દઉં, તેમને આહાર-ઔષધાદિ સગવડો દઉં ઇત્યાદિ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જે પરિણમન છે તે બંધનું કારણ છે, આવો મારગ બહુ ઝીણો બાપા! લોકો, આ તો નિશ્ચય છે, નિશ્ચય છે એમ કરીને એની ઉપેક્ષા કરે છે પણ આ જ સત્ય વાત છે ભાઈ! પરદ્રવ્યની ક્રિયા હું કરી શકું એ માન્યતા જ પરાશ્રિત મિથ્યાદર્શન છે, અને તે બંધનું કારણ છે.
પ્રશ્નઃ– તો પર જીવોની દયા પાળવી કે નહિ? દુઃખી દરિદ્રીઓને આહાર- ઔષધાદિનાં દાન દેવાં કે નહિ?
PDF/HTML Page 2703 of 4199
single page version
ઉત્તરઃ– અરે ભાઈ! શું તું પર જીવની દયા પાળી શકે છે? પર જીવની દયા હું પાળું એવી માન્યતા મિથ્યાત્વ છે. પર જીવની દયા કોણ પાળે? પર જીવનું જીવન તો એના આયુના ઉદયને આધીન છે. આયુના ઉદયે તે જીવે છે અને આયુ ક્ષય પામતાં દેહ છૂટી જાય છે. ભાઈ! તું એને જિવાડી શકે કે મારી શકે એ વાત જૈનદર્શનમાં નથી. એવી માન્યતાના પરિણામ તને થાય તે મિથ્યાત્વ હોવાથી બંધનું-સંસારનું જ કારણ છે.
તેવી રીતે બીજાને આહાર-ઔષધાદિ વડે ઉપકાર કરું એવી સ્વ-પરની એકતારૂપ માન્યતાનું પરિણમન પણ બંધનું જ કારણ છે, કેમકે એ પર-જડની ક્રિયા છે તેને તું (- આત્મા) કેમ કરી શકે? પરની ક્રિયા પર કરે એ જૈનસિદ્ધાંત જ નથી. એટલે તો કહ્યું કે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું જ કારણ છે. ભાઈ! પરનું કાંઈ પણ કરવામાં આત્મા પંગુ એટલે અશક્તિમાન છે.
અહાહા...! ત્રિલોકીનાથ વીતરાગ સર્વજ્ઞદેવની વાણી સંતો તેના આડતિયા થઈ ને જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે-પરમાં એકપણાની માન્યતારૂપ પરિણમન બંધનું કારણ હોવાને લીધે ભગવાને મુમુક્ષુ અર્થાત્ આત્માના શુદ્ધ પરિણમનની જેને અભિલાષા છે તેને પોકાર કરીને કહ્યું છે કે-પરની એક્તાબુદ્ધિ છોડી દે. હું બીજાને જિવાડું, સુખી કરું, આહાર-ઔષધાદિ દઉં ઇત્યાદિ મિથ્યાભાવ રહેવા દે; કેમકે એ બધી પરની ક્રિયા તો પરમાં પરના કારણે થાય છે, એને આત્મા કરી શક્તો નથી. હવે આવી વાતો એણે કોઈ દિ’ સાંભળી નથી એટલે બૂમો પાડે કે આ તો બધું સોનગઢનું છે. પણ ભાઈ! આ સોનગઢનું નથી પણ અનંતા જિન ભગવંતોએ કહેલું વસ્તુનું સ્વરૂપ છે.
અહો! દિગંબર સંતોએ જગતને ન્યાલ કરી દીધું છે. પરાશ્રિત વ્યવહારમાં બે ભેદ પાડીને પહેલાં સ્થૂળ પરાશ્રિત એવો સ્વ-પરની એકતારૂપ વ્યવહારનો નિષેધ કર્યો. હવે કહે છે- ‘પૂવોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો (-અધ્યવસાનનો) નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે, કારણ કે વ્યવહારનયને પણ પરાશ્રિતપણું સમાન જ છે.’
જોયું? શું કહે છે? કે જેમ પરની એકતાબુદ્ધિ જૂઠી છે, કેમકે સ્વ ને પર બે એક નથી; અને તેથી ભગવાને તેનો નિષેધ કર્યો છે. તેથી આચાર્ય મહારાજ કહે છે કે અમે માનીએ છીએ કે ભગવાને પરાશ્રિત વ્યવહાર જ સઘળોય નિષેધ્યો છે. પર સાથેની એકતાબુદ્ધિ નિષેધીને ભગવાને પરના આશ્રયે થતા બધાય ભાવોનો નિષેધ કર્યો છે. આ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ ઇત્યાદિના ભાવ બધા પરાશ્રિત છે માટે એનો નિષેધ કર્યો છે; કેમકે જેમ પરદ્રવ્યની એકતાબુદ્ધિમાં પરનો આશ્રય છે તેમ દયા, દાન આદિ (અસ્થિરતાના) રાગભાવોને પણ પરનો આશ્રય છે. બન્નેમાં
PDF/HTML Page 2704 of 4199
single page version
પરાશ્રિતપણું સમાન જ છે. જેમ એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાન પરાશ્રિત છે તેમ દયા, દાન, વ્રત, તપ આદિ જે વ્યવહારનો વિકલ્પ છે તે પણ પરાશ્રિત જ છે, અને તેથી તે પણ નિષિદ્ધ જ છે.
લ્યો, હવે આવું છે છતાં કોઈ વળી કહે છે-શુભભાવથી-વ્યવહારથી લાભ થાય, ધર્મ થાય.
અરે ભાઈ! જેનાથી લાભ થાય એનો નિષેધ શું કામ કરે? શુભભાવ સઘળોય પરાશ્રિત હોવાથી બંધનું જ કારણ છે માટે તે નિષિદ્ધ છે.
તો શું ધર્મી પુરુષને શુભભાવ હોય જ નહિ? હોય છે ને? હોય છે એનો નિષેધ કર્યો છે ને? ન હોય એનો શું નિષેધ? અહા! આત્મજ્ઞાની ધ્યાની પ્રચુર આનંદમાં ઝૂલનારા સાચા ભાવલિંગી મુનિરાજને પણ પાંચ મહાવ્રતાદિના વિકલ્પ આવે છે, પણ તેમાં મુનિરાજને હેયબુદ્ધિ હોય છે; એને તે બંધનું કારણ જાણે છે અને શુદ્ધ નિશ્ચયના ઉગ્ર આશ્રય વડે તેનો તે નિષેધ કરી દે છે. સમજાણું કાંઈ...? સમકિતીને પણ જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે તે પરાશ્રિત હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
છે ને અંદર? છે કે નહિ? કે- ‘પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે.’
જુઓ, નિશ્ચયનય વડે એટલે સ્વ-સ્વભાવના આશ્રય વડે ખરેખર વ્યવહારનો નિષેધ કરાયો છે. અહાહા....! જ્યાં સ્વનો આશ્રય કરે છે ત્યાં પરના આશ્રયના ભાવનો સહજ નિષેધ થઈ જાય છે. પણ પરાશ્રયના ભાવને (શુભભાવને) જો ઉપાદેય માને તો ત્યાં સ્વના ભાવનો-સ્વસ્વભાવનો અનાદર થાય છે અને તેથી તેને સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. શું કહ્યું? કે વ્યવહાર કે જે પરના આશ્રયે થાય છે અને જે બંધનું-સંસારનું કારણ છે તેને નિશ્ચય વડે એટલે કે સ્વના આશ્રય વડે નિષેધાય છે પણ જે પરાશ્રયના ભાવને ભલો-ઇષ્ટ જાણે તે એનો નિષેધ કેવી રીતે કરે? તે તો સંસારમાં જ રખડે. ભાઈ! વીતરાગ પરમેશ્વરના પંથના (મોક્ષમાર્ગના) પથિકોએ આ ખાસ સમજવું પડશે.
આ મોટી તકરાર! કે-સમકિત છે કે નહિ? -એની આપણને ખબર ન પડે; માટે આ વ્યવહાર સાધન જે વ્રત, નિયમ આદિ છે તેને ઉથાપે છે તે એકાંત છે. એમ કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, માટે વ્યવહાર કરનારા સાચા છે.
સમાધાનઃ– ભાઈ! સમકિત છે કે નહિ-એની જેને ખબર ન પડે વા એની જેને શંકા રહે તેને સમકિત છે જ નહિ, અને તો પછી તેને વ્યવહાર
PDF/HTML Page 2705 of 4199
single page version
સાધનેય નથી. એને જે સાધન છે તે એકાંત રાગ છે અને તે મિથ્યાત્વ સહિત હોવાથી દીર્ઘ સંસારનું જ કારણ છે. અહા! (કર્તા થઈ ને) એકાંતે વ્યવહારના કરનારા બિચારા દુઃખમાં પડયા છે, કેમકે તે એકાંત સંસારનું જ કારણ છે. આવી વાત છે.
અહીં કહે છે-મુમુક્ષુને અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે. જોયું? મુમુક્ષુને, બંધનું કારણ જે અધ્યવસાન તેનો નિષેધ નિશ્ચયનય વડે અર્થાત્ સ્વ-સ્વભાવના આશ્રય વડે કરાયો છે, નહિ કે વ્યવહારના આશ્રયે. વ્યવહારના આશ્રયે (વ્યવહાર કરતાં કરતાં) વ્યવહારનો નિષેધ થતો નથી પણ શુદ્ધ નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ કરાય છે. સ્વના આશ્રયે જ પરાશ્રયના ભાવનો નિષેધ થાય છે. આ વસ્તુસ્વરૂપ છે. હવે આવું વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે પણ શું થાય?
અહા! જેમ પરમાં એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે. જેમ અધ્યવસાન બંધનું કારણ છે તેમ પરના આશ્રયે થયેલો વ્યવહારનો શુભભાવ પણ બંધનું જ કારણ છે. બેયમાં પરાશ્રિતપણું સમાન જ છે. માટે હવે કહે છે-
‘અને આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે.’ પરને આશ્રયે થયેલા બધા જ ભાવો નિષેધવાયોગ્ય જ છે એમ કહે છે. ત્યારે કોઈ વળી કહે છે-શુભભાવને પણ છોડવાલાયક કહેશો તો તેને છોડીને લોકો અશુભમાં જશે.
સમાધાનઃ– અરે પ્રભુ! તું સાંભળ તો ખરો. અહીં અશુભમાં જવાની કયાં વાત છે? શુભને પણ છોડવાલાયક માને તેણે અશુભને છોડવાલાયક માન્યું છે કે નહિ? બાપુ! શુભને પણ છોડવાલાયક માને એ તો સ્વના આશ્રયમાં જશે. ભાઈ! આત્માનો આશ્રય કરાવવા માટે વ્યવહાર સઘળોય નિષેધ કરવાયોગ્ય જ છે. અહા! જ્યાં પોતે સ્વના આશ્રયમાં જાય છે ત્યાં વ્યવહારનો નિષેધ સહજ થઈ જાય છે માટે વ્યવહાર નિષેધ કરવા લાયક જ છે.
અહા! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ વીતરાગી પરિણતિ પ્રગટ થાય તે મોક્ષનું કારણ છે. આ સિવાય સમકિતીને જે વ્રતાદિનો શુભભાવ હોય છે, હોય છે ખરો, તે બંધનું જ કારણ છે અને તે નિષેધવાયોગ્ય જ છે. સમજાણું કાંઈ...? કહ્યું છે ને કે-
PDF/HTML Page 2706 of 4199
single page version
અહાહા...! આત્મા જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. તેમાં ભેદ આદિ પડે તે કર્મ પરવસ્તુ છે, આત્મા નહિ. લ્યો, આ ભગવાનની ઓમ્ધ્વનિનો મર્મ છે. શું? કે સ્વના આશ્રયે વ્યવહારનય નિષેધવાયોગ્ય જ છે.
સમકિતીને વ્યવહારનય હોય છે. નય બે છે તો તેનો વિષય પણ હોય છે. પણ વ્યવહારનયનો વિષય જે રાગ તે બંધનું કારણ છે, અને નિશ્ચયનો વિષય જે પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા તેનું આલંબન મુક્તિનું કારણ છે. હવે આવી વાતુ સાંભળવાય મળે નહિ તે બિચારા શું કરે? કદાચ સાંભળવા મળે તો પકડાય નહિ, ને પકડાય તો ધારણામાં લેવું કઠણ પડે અને એની રુચિ થવી તો ઓર કઠણ વાત. પણ ભાઈ! આ અવસર છે હોં (એમ કે વ્યવહારનયને સ્વના આશ્રયે નિષેધવાનો આ અવસર છે.)
અહાહા... ! દેવાધિદેવ અરિહંત પરમાત્મા ધર્મસભામાં એમ ફરમાવે છે કે પ્રભુ! તું મારી સામું જોઈ મને માને (શ્રદ્ધે) એ બધો રાગ છે, કેમકે અમે તારા માટે પરદ્રવ્ય છીએ. તારું સ્વદ્રવ્ય છે એનાથી અમે પર છીએ. તેથી અમારી સન્મુખ થઈ અમને માનતાં તને શુભરાગ થશે. અમે તેનો નિષેધ કરીને કહીએ છીએ કે તે ધર્મ નથી. સમજાણું કાંઈ... ? (મતલબ કે સ્વમાં જો, સ્વમાં જા ને સ્વમાં ઠર.)
જુઓ, નય બે છે-નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય એને કહીએ કે જે ત્રિકાળી એક જ્ઞાયકમાત્ર પ્રભુ આત્માનો-સ્વનો આશ્રય લે; અને વ્યવહારનય એને કહીએ કે જે પરનો આશ્રય લે. પરની એકત્વબુદ્ધિ ને પરનો આશ્રય એને વ્યવહાર કહીએ. એમાં સ્વના આશ્રયે ધર્મ થાય અને પરના આશ્રયે અધર્મ થાય. હવે આમાં (સ્વાશ્રય) કઠણ પડે માણસને એટલે કહે કે-વ્રત પાળે ને તપ કરે તે ધર્મ. પણ અરે ભાઈ! આત્માના આશ્રય વિના, સમ્યગ્દર્શન વિના વ્રત ને તપ કેવાં? એકડા વિનાનાં મીંડાંની સંખ્યા કેવી? એકડો હોય તો સંખ્યા બને, પણ એકડા વિનાનાં મીંડાં તો મીંડાં જ છે (શૂન્ય છે) તેમ સમ્યગ્દર્શન વિના, સ્વના આશ્રય વિના વ્રત ને તપ બધાં નિષ્ફળ છે; ધર્મ નથી, અધર્મ છે. હવે આવું જગતને આકરું પડે પણ શું થાય? અનંત તીર્થંકરોએ કહેલો મારગ તો આ એક જ છે. ભાઈ! શ્રીમદે કહ્યું છે ને કે-
બાપુ! પરમાર્થનો પંથ, મોક્ષનો પંથ તો આ એક જ છે. અહા! જેને આ મારગની વાત બેઠી એનું તો કહેવું જ શું? એને તો ભવબીજનો છેદ થઈ જાય છે. પણ અરે! જે એકાંતે પરાશ્રિત વ્યવહારમાં રોકાયેલો રહે છે તેઓ એકાદ ભવ દેવનો કરીને કયાંય કાગડે-કૂતરે-કંથવે તિર્યંચમાં ભવ-સમુદ્રમાં
PDF/HTML Page 2707 of 4199
single page version
ડૂબી જાય છે. અરે ભાઈ! મારગને જાણ્યા વિના ૮૪ લાખ યોનિમાં અવતાર કરી કરીને તારા સોથા નીકળી ગયા છે. અહા! નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કરતો થકો ઉપરા ઉપરી અનંત અનંત ભવ કરી તું મહાદુઃખી થયો છે; તો હવે તો ચેત, અને પરાશ્રયની ભાવના છોડીને સ્વાશ્રય પ્રગટ કર.
અરે ભાઈ! આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે; ‘કારણ કે આત્માશ્રિત નિશ્ચયનયનો આશ્રય કરનારાઓ જ (કર્મથી) મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે મુક્ત નહિ થતો એવો અભવ્ય પણ કરે છે.’
જુઓ, આત્માશ્રિત નિશ્ચયનય અર્થાત્ સ્વસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેનો આશ્રય કરનારાઓ જ મોક્ષ પામે છે, પણ પરાશ્રિત વ્યવહારનો આશ્રય કરનારાઓનો કદીય મોક્ષ થતો નથી.
ત્યારે કોઈ લોકો કહે છે-તમે નિષેધ કરો છો ને પાછો વ્યવહાર તો કરો છો. આ જિનમંદિર, સમોસરણમંદિર, માનસ્થંભ, આગમમંદિર ઇત્યાદિ બધાં કર્યાં એ બધો વ્યવહાર નથી શું?
પણ એ બધાંને કોણ કરે બાપુ? એ મંદિર આદિ તો એના કાળે થવાયોગ્ય હતાં તે થયાં છે અને તે તે કાળે જે શુભભાવ થયો તે હોય છે પણ એ કાંઈ આશ્રય કરવા લાયક નથી વા તે કર્તવ્ય છે એમ નથી. ભાઈ! આ ઉપદેશ દેવાનો વિકલ્પેય શુભરાગ છે, તે આવે ખરો પણ તે કરવાયોગ્ય કર્તવ્ય નથી, ધર્મ નથી.
અહાહા....! ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’ અહાહા...! ચિદાનંદઘન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે; એનો આશ્રય કરનારા મુનિવરો મુક્તિને પામે છે, પણ વ્યવહારનો આશ્રય કરનારાઓ ધર્મ પામતા નથી. આવો મારગ પ્રભુ! મુક્તિનો પંથ મહા અલૌકિક છે. જેમાં એક સ્વનો જ આશ્રય સ્વીકૃત છે. સજ્ઝાયમાળામાં આવે છે કે-
મોહતણા રણિયા ભમેજી, જાગ જાગ મતિમંત રે. -સહજાનંદી
અહાહા...! સહજાનંદસ્વરૂપ આત્મા છો ને પ્રભુ! તું. સ્વરૂપને જાણ્યા વિના બેખબર થઈ કયાં સૂતો છે પ્રભુ! અરે! જો તો ખરો! આ સ્વ-પરની એકતાબુદ્ધિરૂપી ચોર ભમી રહ્યો છે. જાગ રે જાગ નાથ! સ્વરૂપમાં જાગ્રત થા. આ જગતના લોકો-બાયડી છોકરાં વગેરે તને લૂંટી રહ્યાં છે. ભાઈ! તેમનામાં ઘેરાઈ ને તું લૂંટાઈ રહ્યો છે તો જાગ ને સ્વને સંભાળ. સ્વમાં જાગનારા કોઈ વિરલા જ બચે છે. અહીં
PDF/HTML Page 2708 of 4199
single page version
કહે છે-નિશ્ચયનો આશ્રય કરનારા કોઈ મુનિવરો જ મુક્તિને પામે છે, પણ વ્યવહારમાં ગૂંચવાયેલાઓ-મુગ્ધ થયેલાઓ મુક્તિને પામતા નથી.
ત્યારે કોઈ (અજ્ઞાની) કહે છે-આ તો એકાંત થઈ ગયું. એમ કે કથંચિત્ નિશ્ચયથી ને કથંચિત્ વ્યવહારથી મોક્ષ થાય એમ અનેકાંત કરવું જોઈએ.
બાપુ! એમ અનેકાન્ત છે જ નહિ, એ તો એકાંત છે વા મિથ્યા અનેકાન્ત છે. સ્વ-આશ્રયે મુક્તિ થાય ને પર-આશ્રયે ન થાય એ સમ્યક્ અનેકાંત છે. સમજાણું કાંઈ...? એ જ કહે છે કે-
આત્માશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. અભવ્ય પણ ભગવાન જિનેશ્વરે કહેલાં વ્રત, શીલ, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ અનંતવાર નિરતિચારપણે પાળે છે, પણ એની કદીય મુક્તિ થતી નથી. જો વ્યવહારના આચરણથી ધર્મનો લાભ થાય તો અભવ્યનો મોક્ષ થવો જોઈએ, પણ એમ છે નહિ. માટે હે ભાઈ! પરાશ્રયની બુદ્ધિ છોડી એક સ્વ-સ્વરૂપનો આશ્રય કર. એક સ્વના જ આશ્રયે મુક્તિ થાય છે. મુક્તિના માર્ગને પરની-નિમિત્ત કે વ્યવહારની કોઈ અપેક્ષા નથી. અહો! મુક્તિનો માર્ગ પરમ નિરપેક્ષ છે. વ્યવહાર હોય ખરો પણ એની મુક્તિના માર્ગમાં અપેક્ષા નથી. લ્યો, આવી વાત છે!
‘આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે.’
જુઓ, આ વ્યવહાર-નિશ્ચયનયની વ્યાખ્યા કહે છે. આત્માને પરના નિમિત્તે જે અનેક પ્રકારના વિભાવ ભાવો થાય છે એ બધા વ્યવહારનયના વિષય છે, માટે વ્યવહારનય પરાશ્રિત છે. ભાઈ! એક સ્વના આશ્રય વિના જેટલા પરદ્રવ્યની એકતાબુદ્ધિના અને પરના આશ્રયે થતા ભાવો છે તે સઘળાય વ્યવહારનયનો વિષય છે.
પ્રશ્નઃ– એ જ્ઞાનીને પણ હોય છે ને? ઉત્તરઃ– હોય છે ને; પણ જ્ઞાનીને એનો (-વ્યવહારનો) આશ્રય નથી; જ્ઞાનીને એનું જ્ઞાન છે. અહીં તો આશ્રય છે એની વાત ચાલે છે. સમજાણું કાંઈ...?
વ્યવહારનય પરને આશ્રયે છે ને નિશ્ચયનય સ્વ નામ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે છે. સ્વના આશ્રયે જે નિર્મળ દ્રષ્ટિ-જ્ઞાન થયાં તે મોક્ષનું કારણ છે અને પરના આશ્રયે થયેલો વ્યવહાર બધોય બંધનું-સંસારનું કારણ છે.
PDF/HTML Page 2709 of 4199
single page version
વ્યવહારનય પરાશ્રિત છે, ને નિશ્ચયનય સ્વ-આશ્રિત છે-આ સિદ્ધાંત કહ્યો. કહે છે-
‘જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ...’ જોયું? જે ત્રિકાળી ધ્રુવ એક ચિન્માત્ર ભાવ જેને છઠ્ઠી ગાથામાં એક જ્ઞાયકભાવ કહ્યો ને અગિયારમી ગાથામાં ‘ભૂતાર્થ’ કહ્યો તે જ એક પોતાનું સ્વ છે. અને તે જ એક નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય સ્વાશ્રિત છે, આત્માશ્રિત છે. ઝીણી વાત બાપુ! લોકોને સત્યાર્થ જે એક આત્મા તેને પહોંચવું કઠણ લાગે એટલે અનેકભાવરૂપ વ્યવહારને ચોંટી પડે પણ ભાઈ! વ્યવહાર પરાશ્રિત છે ને બંધનું કારણ હોવાથી બંધમાર્ગરૂપ છે.
‘અધ્યવસાન પણ વ્યવહારનયનો જ વિષય છે તેથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો જ ત્યાગ છે, અને પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ છે તે વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ છે.’
જુઓ, પરદ્રવ્યની ક્રિયા હું કરું, બીજાને મારું-જિવાડું, દુઃખી-સુખી કરું, બીજાને બંધાવું-મુક્ત કરું ઇત્યાદિ જે અભિપ્રાય છે તે અધ્યવસાન છે. અધ્યવસાન એટલે પર સાથે એકત્વબુદ્ધિવાળી માન્યતા. આવું અધ્યવસાન એ વ્યવહારનયનો વિષય છે, અને અધ્યવસાનનો ત્યાગ કરાવ્યો તેમાં પરાશ્રિત જે વ્યવહાર છે તેનો જ ત્યાગ કરાવ્યો છે. પરમાં એકત્વબુદ્ધિરૂપ મિથ્યાભાવને છોડાવતાં પરાશ્રિત સઘળા વ્યવહારને જ છોડાવ્યો છે, અર્થાત્ પરની એકતાબુદ્ધિ છોડાવવાની સાથે પરની એકતાબુદ્ધિ વિના પરને આશ્રયે થતો સઘળો વ્રત, તપ, નિયમ આદિ વ્યવહાર જ છોડાવ્યો છે. આવો મારગ છે ભાઈ!
‘આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહારનયના ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે-જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારનયના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.’
જોયું? આ મૂળ વાત કહી. જેઓ નિશ્ચય નામ ત્રિકાળી એક જ્ઞાયકભાવ- સ્વભાવભાવના આશ્રયે વર્તે છે તેઓ ધર્મને પ્રાપ્ત થઈ મુક્તિ પામે છે અને જેઓ વ્રત, તપ, ભક્તિ આદિ રાગના આશ્રયે જ પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. રાગના- વ્યવહારના આશ્રયે પ્રવર્તવું એ તો બંધમાર્ગ-સંસારમાર્ગ છે. માટે હે ભાઈ! વ્યવહારના આશ્રયની ભાવના છોડ ને સ્વરૂપનો-સ્વનો આશ્રય કર-એમ ઉપદેશ છે.
[પ્રવચન નં. ૩૨૭ થી ૩૨૯ *દિનાંક ૨૧-૨-૭૭ થી ૨૪-૨-૭૭]
PDF/HTML Page 2710 of 4199
single page version
कथमभव्येनाप्याश्रीयते व्यवहारनयः इति चेत्–
कुव्वंतो वि अभव्वो अप्णाणी मिच्छदिट्ठी दु।। २७३।।
र्कुन्नप्यभव्याऽज्ञानी मिथ्याद्रष्टिस्तु ।। २७३।।
હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? તેનો ઉત્તર કહે છેઃ-
કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. ૨૭૩.
ગાથાર્થઃ– [जिनवरैः] જિનવરોએ [प्रज्ञप्तम्] કહેલાં [व्रतसमितिगुप्तयः] વ્રત, સમિતિ, ગુપ્તિ, [शीलतपः] શીલ, તપ [कुर्वन् अपि] કરતાં છતાં પણ [अभव्यः] અભવ્ય જીવ [अज्ञानी] અજ્ઞાની [मिथ्याद्रष्टिः तु] અને મિથ્યાદ્રષ્ટિ છે.
ટીકાઃ– શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાનીભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભવ્ય) નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત), અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે.
ભાવાર્થઃ–અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યગ્જ્ઞાનશ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે.
હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? અહા! આવો જે વ્યવહાર ભગવાને કીધો છે એનો અભવ્ય જીવ પણ કઈ રીતે આશ્રય કરે છે કે તે કરવા છતાં પણ તેને ધર્મ હોતો નથી? આનો ઉત્તર ગાથામાં કહે છેઃ-
PDF/HTML Page 2711 of 4199
single page version
‘શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાનીભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે;.....’
જુઓ, આ તો દ્રષ્ટાંત અભવ્યનું આપ્યું છે પણ ભવ્ય જીવને માટે પણ સમજી લેવું. અહીં શું કહે છે? કે અભવ્ય જીવ પણ જિનવરે કહેલાં વ્રતાદિને તો પાળે છે, છતાં પણ તે ધર્મ પામતો નથી. ભગવાન જિનવરે કહેલાં વ્રતાદિ હોં; અજ્ઞાનીએ કહેલાંની વાત નથી. ભાઈ! ભગવાન જિનેશ્વરદેવ સર્વજ્ઞદેવની આજ્ઞા જે વ્યવહારની છે તે સર્વોત્કૃષ્ટ પરિપૂર્ણ છે. (મતલબ કે આવો વ્યવહાર બીજે [અન્યમતમાં] કયાંય નથી.)
‘જિનવરે કહેલાં’ એમ પાઠમાં (ગાથામાં) છે પણ ટીકામાં એ શબ્દો સીધેસીધા લીધા નથી; પણ ટીકામાં ‘શીલ અને તપથી પરિપૂર્ણ’-એમ ‘પરિપૂર્ણ’ શબ્દ નાખીને ‘જિનવરે કહેલાં’ શબ્દના અર્થની પૂર્તિ કરી છે. ‘શીલ અને તપથી પરિપૂર્ણ’ -એમ કહ્યું ને? એનો અર્થ જ એ છે કે જિનેશ્વર ભગવાને કહેલાં શીલ અને તપ, કેમકે ભગવાને કહેલો માર્ગ જ સર્વોત્કૃષ્ટ પરિપૂર્ણ હોય છે. અહાહા...! કહે છે શીલ ને તપથી પરિપૂર્ણ વ્યવહારચારિત્ર અભવ્ય પણ પાળે છે, પણ તેથી શું? એને ધર્મ થતો જ નથી. આવી વાત છે! સમજાણું કાંઈ....?
અહા! સર્વજ્ઞ પરમાત્માએ વ્રત, તપ, શીલ ઈત્યાદિ બાહ્ય વ્યવહાર જે રીતે કહ્યો છે તે રીતે અભવ્ય જીવ રાગની મંદતાસહિત પરિપૂર્ણ રીતે પાળે છે. છતાં એ મિથ્યાદ્રષ્ટિ છે એમ કહે છે. બહુ સૂક્ષ્મ ગંભીર વાત છે ભાઈ! અનંત અનંત વાર તે શુભનું આચરણ કરે છે તોપણ તે મિથ્યાદ્રષ્ટિ છે કેમકે તે શીલ જે સ્વભાવ એક જ્ઞાયકભાવ તેનો આશ્રય કદાપિ કરતો નથી.
એકથી છ મહિના સુધીના નકોયડા ઉપવાસ-અનશન પરિપૂર્ણ રીતે કરે છે, ઉણોદરી એટલે કે ૩૨ કવળમાંથી ૩૧ કવળ છોડી દે એવું ઉણોદરી તપ પણ તે (- અભવ્ય) અનંતવાર કરે છે. પણ સમ્યગ્દર્શન વિના અર્થાત્ આત્માના આશ્રય વિના અનશન, ઉણોદર, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા વગેરેની જે ક્રિયા (- રાગ) કરે છે તે એને બંધનું-સંસારનું જ કારણ બને છે.
વૃત્તિસંક્ષેપમાં આહાર લેવા નીકળે ત્યારે દાતાર સંબંધી, પાત્ર સંબંધી, ઘર સંબંધી, ભોજન અને રસ સંબંધી અનેક પ્રકારે મર્યાદા કરી કડક અભિગ્રહ ધારણ કરે અને તદનુસાર યથાવિધિ જોગવાઈ થાય તો જ ભોજન ગ્રહણ કરે; તથા રસ-
PDF/HTML Page 2712 of 4199
single page version
પરિત્યાગમાં દૂધ, દહીં, ઘી, ખાંડ, મીઠું ઇત્યાદિનો પરિત્યાગ કરે; પણ ભાઈ! એમાં આત્માનો આનંદરસ કયાં છે? એ તો બધો એકલો રાગ છે. અંદર આત્માના અતીન્દ્રિય આનંદરસનો-અમૃતનો સ્વાદ આવ્યા વિના આ બહારનો રસ-પરિત્યાગ શું કરે? કાંઈ નહિ; એ તો બંધનું-કલેશનું જ કારણ બને છે. કોઈ બહારના રસ-પરિત્યાગમાં મશગુલ રહે ને માને કે અમને ધર્મ થાય છે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે.
વળી અનેક પ્રકારે કાયકલેશ કરે, ગરમી-ઠંડી વગેરે સહન કરે; ઉનાળાની પ્રચંડ ગરમીમાં પહાડની શિલા પર જઈ આતાપન યોગ ધરે, શિયાળાની તીવ્ર ઠંડીમાં નદી કિનારે જઈ ખુલ્લામાં ઊભા રહે તથા વર્ષાઋતુમાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન વાતો હોય ને ડાંસ-મચ્છર ચટકા ભરતા હોય એવા સમયમાં વૃક્ષ નીચે જઈ યોગ ધારણ કરે. વળી શરીરના અંગોને-ઇન્દ્રિયોને ગોપવે-આંખથી કાંઈ જુએ નહિ, કાનથી કાંઈ સાંભળે નહિ, જીભથી મૌન રાખે, સુગંધ કે દુર્ગંધયુક્ત પદાર્થોમાં પ્રીતિ-અપ્રીતિ ન કરે તથા કઠોર કે સુંવાળા સ્પર્શાદિમાં ખેદ કે હરખ કરે નહિ. આ પ્રમાણે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે, તથા અંગ-ઉપાંગને સ્થિર રાખી અમુક પ્રકારનાં આસનો ધરે-ઇત્યાદિ સંલીનતા કરે તોપણ, અહીં કહે છે, અને ધર્મ થતો નથી. ગજબ વાત ભાઈ! શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પરમાનંદમય તત્ત્વ પોતે આત્મા છે. એક તેનો આશ્રય કર્યા વિના આ બધી બાહ્ય તપની પરાશ્રિત રાગાદિની ક્રિયાઓ કરે તે સર્વ તેને સંસારમાં ચારગતિમાં રખડવા માટે જ છે. સમજાણું કાંઈ...?
વળી તે અભ્યંતર છ પ્રકારનાં વ્યવહાર તપ પ્રાયશ્ચિત આદિ કરે છે. બહારમાં કોઈ દોષ લાગે તો તે એનું પ્રાયશ્ચિત લઈ ગુરુ-આજ્ઞા પ્રમાણે એકથી માંડીને છ માસ સુધીના ઉપવાસ કરે. પણ એ બધો ભાવ શુભરાગ છે ભાઈ! ચિત્તની અંતઃશુદ્ધિ વિના એને ધર્મ કયાંથી થાય? ન થાય.
વળી સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો-સર્વજ્ઞ વીતરાગ શ્રી અરિહંત દેવ, નિર્ગ્રંથ નગ્ન દિગંબર મુનિરાજ અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રોનો વિનય-બહુમાન ઘણો કરે છતાં એ પરદ્રવ્યનો જે વિનય છે તે શુભભાવ છે, ધર્મ નહિ.
પણ શ્રીમદ્માં આવે છે ને કે-વિનય મોક્ષનો દરવાજો છે? હા; પણ એ આ વિનય નહિ ભાઈ! એ તો નિર્મળાનંદનો નાથ પોતે એક જ્ઞાયકસ્વભાવી સ્વસ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે તેનો આદર, તેનો સત્કાર કરે તે સત્યાર્થ વિનય છે અને તે મોક્ષનો દરવાજો છે. પણ સ્વસ્વરૂપના આદરરહિત કોઈ દેવ- ગુરુ-શાસ્ત્રની ગમે તેટલી અનંતી ભક્તિ કરે તોય તેનાથી મોક્ષમાર્ગ થાય નહિ. સમજાણું કાંઈ...?
જુઓ, આ વીતરાગ પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે કહેલાં શીલ-તપને અભવ્ય
PDF/HTML Page 2713 of 4199
single page version
જીવ પરિપૂર્ણ પાળે છે એની વાત ચાલે છે. સર્વજ્ઞે કહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રનાં ભક્તિવિનય અભવ્ય જીવ બહારથી બરાબર રીતે પાળે છે પણ એ બધું એકાંતે પરાશ્રિત રાગનું પરિણમન હોવાથી તેને એનાથી ધર્મ થતો નથી. વળી કોઈ ગ્લાન શ્રમિત નિર્ગ્રંથ મુનિવર હોય તેની વૈયાવૃત્તિ-સેવા કરે તોય તે પરાશ્રિત રાગ તેને કાંઈ ગુણ કર્તા નથી, માત્ર બંધન-કર્તા જ છે. આવી વાત છે!
તે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે-૧૧ અંગ અને નવ પૂર્વ સુધીનું શ્રુત કંઠસ્થ હોય તે પાણીના પૂરની પેઠે બોલી જાય એમ સ્વાધ્યાય કરે પણ એ બધા વિકલ્પ રાગ છે, વ્યવહાર છે, બંધનું કારણ છે. અહા! સ્વસ્વરૂપના આશ્રય વિના, અંતર્દષ્ટિ કર્યા વિના શાસ્ત્ર પણ શું કરે? અહો! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. આ બહારથી ત્યાગ કર્યો ને લુગડાં છોડયાં ને નગ્નપણું થયું ને પંચમહાવ્રત આદિ પાળ્યાં એટલે માને કે ધર્મ થઈ ગયો, પણ ધૂળેય ધર્મ નથી સાંભળને. ભાઈ! જ્યાંસુધી આનંદનો નાથ એક જ્ઞાયકસ્વભાવમય પ્રભુ આત્માનો આશ્રય કરે નહિ ત્યાંસુધી જેટલો કોઈ પરાશ્રિત વ્યવહાર-ક્રિયાકાંડ કરે તે સર્વ બંધનું-સંસારનું જ કારણ થાય છે.
વળી ભગવાને કહેલું વ્યવહાર ધ્યાન પણ તે અનંત વાર કરે છે. આત્માનું વિકલ્પરહિત નિર્વિકલ્પ ધ્યાન નહિ હોં, પણ શુભવિકલ્પવાળું ધ્યાન અભવ્ય જીવે અને ભવ્ય જીવે પણ અહા! અનંતવાર કર્યું છે. અંદરમાં વિચાર-વિકલ્પ જે આવે તેમાં ઊભા રહીને ‘આ હું આત્મા છું’ -એવા વિકલ્પવાળું ધ્યાન એણે અનંતવાર કર્યું છે પણ એથી શું? એનાથી કાંઈ લાભ નથી. ભાઈ! આ તો અંદર છે એની વ્યાખ્યા છે. કેટલાક કહે છે-આ ઘરનું નાખે (-ઉમેરે) છે, પણ બાપુ! આ તો શબ્દે શબ્દ અંદરમાં છે; છે કે નહિ? છે ને અંદર? કે ‘શીલ ને તપથી પરિપૂર્ણ’ એવું વ્યવહારચારિત્ર અભવ્ય જીવ પણ પાળે છે.
તે (-અભવ્ય) કાયોત્સર્ગમાં મહિના બબ્બે મહિના સુધી આમ સ્થિરબિંબ થઈને ઊભો રહે, પણ એ બધી પરાશ્રિત રાગની ક્રિયા હાેં. એ બધો ભગવાને કહેલો બાહ્ય ચારિત્રરૂપ વ્યવહાર એને હો, પણ નિશ્ચયચારિત્ર તો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક અંદરમાં રમણતા-લીનતા કરતાં થાય છે. અહા! આ બહારની કાયા તો શું? અંદરમાં વિકલ્પરૂપી કાયાની દ્રષ્ટિનો ત્યાગ કરી ચિદાનંદઘન પ્રભુ આત્મામાં લીન થઈને રહેવું એનું નામ કાયોત્સર્ગ છે. હવે આવા નિશ્ચય કાયોત્સર્ગ વિના એકલા વ્યવહાર કાયોત્સર્ગ અભવ્ય જીવે અનંતવાર કર્યા છે પણ એ બધા સંસાર માટે જ સફળ છે.
પ્રશ્નઃ– પણ આવો કાયોત્સર્ગ કરતાં કરતાં કોઈક દિ’ સાચો થઈ જશે.
PDF/HTML Page 2714 of 4199
single page version
ઉત્તરઃ– અરે ભાઈ! ખોટો કાયોત્સર્ગ કરતાં કરતાં શું સાચો કાયોત્સર્ગ થાય? શું રાગ કરતાં કરતાં વીતરાગતા થાય? શું અંધારું ભરતાં ભરતાં પ્રકાશ થાય? કદીય ન થાય. બાપુ! એ તો તને ભ્રાન્તિ છે કે ખોટો કાયોત્સર્ગ કરતાં કરતાં સાચો થઈ જાય. જુઓ ને! અહીં સ્પષ્ટ તો કહે છે કે ભગવાન કેવળીએ કહેલો વ્યવહાર તો કરે છે, છતાં એને સમ્યગ્દર્શન થતું નથી, ધર્મ પ્રગટતો નથી.
આ તો અહીં અભવ્યનું દ્રષ્ટાંત દીધું છે, બાકી ભવિ જીવોએ પણ આવું બધું અનંતવાર કર્યું છે. શાસ્ત્રમાં લેખ છે કે પુદ્ગલપરાવર્તનકાળમાં અનંતવાર એ નવમી ગ્રૈવેયક ગયો. અહા! એક પુદ્ગલપરાવર્તનના અનંતમા ભાગમાં અનંતા ભવ થાય. આવા અનંતા પુદ્ગલપરાવર્તનમાં ભવ્ય જીવે પણ અનંતવાર દિગંબર નગ્ન મુનિ થઈ ને પંચમહાવ્રતાદિ પાળ્યાં. પણ રે! એણે અંદર ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ સદા ભગવાનસ્વરૂપે વિરાજી રહ્યો છે તેની દ્રષ્ટિ કરી નહિ! એનો આશ્રય લીધો નહિ! અહા! શીલ ને તપથી પરિપૂર્ણ બધોય વ્યવહાર પાળ્યો, પણ પોતાના ભગવાનને અંદર ભાળવાની દરકાર કરી નહિ! પં. શ્રી દોલતરામજીએ છહઢાલામાં કહ્યું છે ને કે-
અહા! આત્મજ્ઞાન-સમ્યગ્જ્ઞાન વિના એણે અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં; પાંચ મહાવ્રત, સમિતિ ને ગુપ્તિ ઇત્યાદિ બાહ્ય વ્યવહાર અનંતવાર પાળ્યો, પણ એનો સરવાળો શું? શૂન્ય; લેશ પણ સુખ ન થયું, અર્થાત્ દુઃખ જ થયું. અહા! મહાવ્રતાદિના ફળમાં અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો, પણ આત્મદર્શન વિના એને જરાય આનંદ ન મળ્યો, એણે મન-વચન-કાયાને અશુભમાંથી ખેંચી શુભમાં રોકી રાખી, પણ બાપુ! એ તો બધું દુઃખ જ છે ભાઈ! શુભથી અશુભ ને અશુભથી શુભ એમ શુભ-અશુભમાં ભમવું એ તો નર્યું દુઃખ જ છે. શુભ-અશુભ બેયથી ભિન્ન પડીને આનંદમૂર્તિ સચ્ચિદાનંદ પ્રભુ નિજ આત્માના આશ્રયે નિરાકુળ નિર્વિકાર પવિત્ર શાન્તિરૂપ નિર્મળ રત્નત્રય પ્રગટ કરવાં એ એક જ ધર્મ છે અને એક જ સુખ છે. સમજાય એટલું સમજો, પણ મારગ તો આ જ છે બાપુ! અહીં કહે છે-તેને (-મારગને) છોડીને તું અહિતના પંથે અનંતવાર ગયો છે! (તો હવે હિતના-સુખના પંથે લાગ).
પ્રશ્નઃ– તો ધર્મી પુરુષ પણ વ્રત, તપ, શીલ, આદિ વ્યવહાર તો પાળે છે? ઉત્તરઃ– ભાઈ! ધર્મી પુરુષે અંદર સ્વનો-શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનો આશ્રય લીધો છે, તેથી એને અંદર નિર્મળ રત્નત્રયરૂપ ધર્મ પ્રગટ થયો છે. પણ એની પૂર્ણતા ન થઈ હોય ત્યાં સુધી અને વ્રત, તપ, શીલ આદિનો ભાવ આવે છે ખરો, પણ એનો એને આશ્રય નથી, એનું એને સ્વામિત્વ નથી; વળી એને તે બંધનું જ કારણ જાણી તેને હેય માને છે; તે એને પોતાનામાં ભેળવતો નથી.
PDF/HTML Page 2715 of 4199
single page version
લ્યો, આવી વાત! ધર્મ તો એક કોર રહ્યો, પણ આવી સત્ય વાત સાંભળવાય મળે નહિ એ સત્યસ્વરૂપનો આશ્રય કે દિ’ કરે? અરે! જેઓ સત્યને સાંભળવાની દરકાર કરતા નથી તે કયાં જશે? અહા! જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાંય જઈને પડે છે તેમ આ પરના સંગે ચઢેલા જીવો સંસારમાં કયાંય કાગડે-કૂતરે-કંથવે... આદિ ચતુર્ગતિમાં જઈને પડશે. શું થાય? પરસંગનું-રાગના સંગનું એવું જ ફળ છે.
વળી તે (-અભવ્ય) ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાન હોય છે. જુઓ, આમાં (-ટીકામાં) ‘સાવધાન’ શબ્દ દ્વારા ‘જિનવરે કહેલાં ગુપ્તિ અને સમિતિ’ એમ અર્થ પ્રગટ કર્યો છે, શું કહ્યું? કે અભવ્ય જીવ મન-વચન-કાયાને ગોપવી ત્રણ ગુપ્તિ સાવધાનપણે અર્થાત્ કંઈ પણ પ્રમાદ ન થાય એ રીતે પાળે છે. (વિકલ્પરૂપ હોં). અહા! તે મન-વચન-કાયાને અશુભથી ગોપવી શુભમાં રાખે છે. આવું અભવ્ય અને ભવ્ય પણ અનંતકાળમાં અનંતવાર કરે છે. પણ એ બધું ધર્મ માટે નિષ્ફળ છે, એ વડે કાંઈ ધર્મ થતો નથી. હવે આવી વાત લોકોને આકરી લાગે, પણ શું થાય? પરાશ્રયની ભાવના કદીય ધર્મ નીપજાવવા સમર્થ નથી.
અહા! પાંચ સમિતિ પ્રત્યે તે સાવધાન હોય છે; અર્થાત્ ભગવાને કહેલી વ્યવહાર સમિતિમાં તે બરાબર પાળે છે. ‘સાવધાન’ એટલે શું? કે તેને પ્રમાદ નથી. ઇર્યાસમિતિમાં ગમન વેળા તે જોયા વગર નિરંકુશ ગમે તેમ ચાલે નહિ, પણ એક ધોંસરાપ્રમાણ (ચાર હાથ છ ફૂટ) ભૂમિ બરાબર જોઈને ચાલે જેથી કોઈ એકેન્દ્રિયાદિ જીવને હાનિ ન થાય, પીડા ન થાય વા કોઈ જીવ કચડાઈ ન જાય. આ પ્રમાણે અભવ્યને છકાયની દયાના ભાવ હોય છે. પરંતુ ભાઈ! એ બધો પરાશ્રિત રાગ એકલા બંધનું જ કારણ થાય છે.
તો ભાવલિંગી મુનિરાજને પણ ગુપ્તિ-સમિતિના વિકલ્પ તો હોય છે?
હા, સાચા ભાવલિંગી મુનિરાજને પણ સમિતિ-ગુપ્તિના ભાવ હોય છે. એ છે તો પ્રમાદ જ, પણ તેમાં અશુભરૂપ તીવ્ર કષાયરૂપ પ્રમાદ નથી એટલે ત્યાં સાવધાનપણું (- પ્રમાદરહિતપણું) કહ્યું. જ્યારે અભવ્યને તો તત્ત્વદ્રષ્ટિ જ નથી, તેથી તેને સર્વ વ્યવહાર બંધનું જ કારણ થાય છે.
ઇર્યાસમિતિની જેમ અભવ્ય ભાષાસમિતિમાં પણ તત્પર છે. તે જે કાંઈ બોલે તે બરાબર વિચારીને સાવધાનીથી બોલે છે. ભગવાને જે વ્યવહાર કહ્યો છે એની ભાષામાં સાવધાની છે. પણ એ બધો શુભરાગ-થોથાં છે, એમાં કાંઈ મૂળ માલ (-ધર્મ) નથી.
વળી એષણાસમિતિમાં ભિક્ષા માટે જાય ત્યારે નિર્દોષ આહાર-પાણી એક વખત કરપાત્રમાં ઊભા ઊભા લે. અહા! આધાકર્મી કે ઉદ્દેશિક આહાર તે કદી ન
PDF/HTML Page 2716 of 4199
single page version
લે અત્યારે જેમ કોઈ ચોકા કરીને આહાર લે છે તેમ તે કદીય આહાર ન લે. પોતાના માટે બનાવેલો આહારનો એક કણિયો કે પાણીનું બિંદુ તે કદાપિ ગ્રહણ ન કરે. અહા! આવી એષણા સમિતિની ક્રિયાઓ એણે અનંતવાર કરી છે. પણ એમાં ભગવાન આત્મા ક્યાં છે? અહા! આનંદના નાથ પ્રભુ આત્માના આશ્રય વિના એ બધી વ્યવહારની ક્રિયા વ્યર્થ-ફોગટ જ છે; એ ક્રિયા કાંઈ ધર્મ પામવામાં કારણ બનતી નથી. અહા! મોક્ષમાર્ગ તો આ પરદ્રવ્યાશ્રિત વ્યવહારની ક્રિયાથી તદ્દન નિરપેક્ષ છે. અહા! દુનિયા સમજે ન સમજે, પણ મારગ તો આવો દુનિયાથી સાવ જુદો છે ભાઈ! બાપુ! મારગડા તારા જુદા છે પ્રભુ!
આદાનનિક્ષેપ સમિતિમાં તે વસ્તુને-મોરપીંછી, કમંડળ અને શાસ્ત્રને- સાવધાનીપૂર્વક કોઈ જીવજંતુને હાનિ ન થાય કે દુઃખ ન થાય તેમ ધ્યાન રાખીને લે અને મૂકે છે. જુઓ, મુનિરાજને મોરપીંછી અને કમંડળ-બે જ વસ્તુ હોય છે, એને વસ્ત્ર-પાત્ર કદીય ન હોય. કોઈ વસ્ત્ર-પાત્ર રાખે અને પોતાને મુનિ મનાવે તો એ તો સ્થૂલ મિથ્યાદ્રષ્ટિ છે અને એને મુનિ માનનાર પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. અહીં કહે છે-અભવ્ય જીવે ભગવાને કહેલી આદાનનિક્ષેપ સમિતિ અનંતવાર પાળી છે, પણ એને ધર્મ નથી કેમકે એને પરાશ્રય મટીને કદી સ્વ-આશ્રય થતો નથી. અહા! આવો સ્વ-આશ્રયનો ભગવાનનો માર્ગ શુરાનો માર્ગ છે ભાઈ! કહ્યું છે ને કે-
‘હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો ને.’ ‘હરિનો મારગ’ એટલે શું? ત્યાં પંચાધ્યાયીમાં ‘હરિ’ શબ્દનો અર્થ કર્યો છે કે- અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગદ્વેષને જે હરે-નાશ કરે તે હરિ છે. અહા! આવા હરિનો મારગ મહા શૂરવીરનો મારગ છે; એને સાંભળીનેય જેનાં કાળજાં કંપે તે કાયરોનું એમાં કામ નથી. અહા! વ્યવહારથી-શુભક્રિયાથી ધર્મ થાય એવી માન્યતાવાળા કાયરોનું- નપુંસકોનું એમાં કામ નથી; કેમકે એ કાયરોને-પાવૈયાઓને મોક્ષમાર્ગરૂપ ધર્મની પ્રજા પાકતી નથી. અહા! જેમ નપુંસકોને પ્રજાની ઉત્પત્તિ થતી નથી તેમ શુભભાવમાં ધર્મ માનનારાઓને નિર્મળ રત્નત્રયરૂપ ધર્મની ઉત્પત્તિ થતી નથી; તેથી તેમને સમયસારમાં ‘क्लीब’ એટલે નપુંસક કહ્યા છે. સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન આત્મા વીર્યશક્તિનો પિંડ છે. તેનું કાર્ય શું? તો કહે છે-જેવો પોતાનો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ છે તેવું સ્વભાવ-પરિણમન કરે અર્થાત્ પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રગટતા કરે તે તેનું કાર્ય છે. ભગવાને તેને આત્મબળ કહ્યું છે કે જે સ્વરૂપની રચના ક્રે, પણ રાગની રચના કરે તે આત્માનું વીર્ય નહિ, આત્મબળ નહિ; એ તો નપુંસકતા છે.
ભાઈ! આ તો માર્ગ છે એનું સ્પષ્ટીકરણ થાય છે. મુનિને એક કમંડળ
PDF/HTML Page 2717 of 4199
single page version
(બાહ્ય શુદ્ધિ માટે), મોરપીંછી (જીવ-જંતુની જતના માટે), અને શાસ્ત્ર (સ્વાધ્યાય માટે) એ ત્રણ સંયમનાં ઉપકરણ હોય છે; આ સિવાય મુનિને કાંઈ ન હોય. વળી તે આત્મજ્ઞાનસહિત વર્તે, અને એનો બાહ્ય વ્યવહાર પણ ભગવાને કહ્યો છે તેવો જ હોય. અહીં કહે છે-આત્મજ્ઞાન વિના અભવ્ય જીવે અનંતવાર ભગવાને કહેલો વ્યવહાર પાળ્યો, પણ એથી શું લાભ? માત્ર સંસાર જ ફળ્યો; પરિભ્રમણ ઊભું જ રહ્યું.
ઉત્સર્ગસમિતિમાં પણ તે જીવ-જંતુરહિત જગ્યાએ મળ (વિષ્ટા), મૂત્ર વગેરેને નાખે, અને તે પણ પ્રમાદરહિત સાવધાનીપૂર્વક. અહા! એકેન્દ્રિયાદિ કોઈપણ જીવને બાધા-પીડા ન પહોંચે એ રીતે એણે મળ આદિનો ત્યાગ અનંતવાર કર્યો, ઉત્સર્ગસમિતિનું અનંતવાર યથાવત્ પાલન કર્યું, પણ એ બધી શુભની ક્રિયાઓ એને શું લાભ કરે? માત્ર સંસારનો જ લાભ કરે.
આ પ્રમાણે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું સાવધાની ભર્યું આચરણ અભવ્યને પણ હોય છે, પણ એને ધર્મ થતો નથી.
અહા! આચાર્યદેવ પોકાર કરી કહે છે કે-અભવ્ય પણ અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર પાળે છે પણ એને કોઈ દિ’ અનંત ભવમાંથી એક પણ ભવ ઘટતો નથી. તું કહે છે-એનાથી મને ધર્મ થઈ જાય; પણ એ કેમ બને ભાઈ? મહાવ્રતાદિ સઘળી વ્યવહારની ક્રિયાઓ અનાત્મરૂપ છે, એનાથી આત્મરૂપ ધર્મની પ્રાપ્તિ કેમ થાય? કદી ન થાય. જુઓ, શું કહે છે? કે-
‘અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભવ્ય) નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત); અજ્ઞાની ને મિથ્યાદ્રષ્ટિ જ છે કારણ કે તે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે.’
અભવ્ય જીવ ભગવાને કહેલું વ્યવહારચારિત્ર અનેક વાર પાળે છે તોય તે ચારિત્રરહિત, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ જ છે એમ કહે છે.
પણ લોકો કહે છે-મહાવ્રત તો ચારિત્ર છે ને?
બાપુ! તને ખબર નથી ભાઈ! કે ચારિત્ર શું ચીજ છે? એ મહાવ્રતાદિના પરિણામ તો વિકલ્પ છે, શુભરાગ છે. કોઈ જીવને મારવો નહિ; જૂઠું ન બોલવું, સત્ય બોલવું, દીધા વગર કોઈનું કાંઈ લેવું નહિ, બહ્મચર્ય પાળવું-સ્ત્રીનો સંગ ન કરવો અને વસ્ત્ર-પાત્ર આદિ ન રાખવાં-એવો તને જે વિકલ્પ છે એ તો શુભરાગ છે ભાઈ! એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સ્વરૂપમાં રમણતારૂપ પરમ આનંદરૂપ વીતરાગી આત્મ-પરિણામ છે, અને તે આત્માનાં સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન સહિત હોય છે.
PDF/HTML Page 2718 of 4199
single page version
ભાઈ! ભગવાન જિનવરનો માર્ગ પચાવવો મહા કઠણ છે. જેને તે પચે એને તો ભવ રહે જ નહિ. જેમ ભગવાન જિનવરને ભવ નથી તેમ તેના માર્ગમાં પણ ભવ નથી કેમકે તેમાં ભવના ભાવનો અભાવ છે. અહાહા...! ભગવાનના માર્ગમાં રાગ ને રાગની ભાવનાનો અભાવ છે. હવે એ લોકો કહે કે ચર્ચા કરો, પણ શાની ચર્ચા પ્રભુ? ભગવાન આત્મા સિવાય પરના-બીજાના આશ્રયે જે ભાવ થાય એને તમે ધર્મ મનાવવા ઇચ્છો છો ત્યાં શાની ચર્ચા પ્રભુ? આ ચોકખું તો કહે છે કે અભવ્ય જીવ અનંતવાર મહાવ્રતાદિરૂપ વ્યવહારચારિત્ર પાળે છે, છતાં તે નિશ્ચારિત્રી, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે, તેને કદીય ભવનો અંત થતો નથી, સંસાર મટતો નથી.
લોકોને એમ લાગે કે આ ઘરનું કાઢયું છે, પણ ભાઈ! આ તો શાસ્ત્રમાં છે એના અર્થ કર્યાં છે. તેં જે માનેલી વાત હોય એનાથી ધર્મની જુદી વાત હોય એટલે તને ગોઠે નહિ ને રાડ પાડે કે આ ઘરની વાત છે, પણ શું થાય? આ તો ભગવાનના પેટની વાત આચાર્ય ખોલીને તારા હિતને અર્થે કહે છે.
કહે છે-આવું ભગવાન જિનવરે કહેલું વ્યવહારચારિત્ર અભવ્ય પણ પાળે છે છતાં તે ચારિત્રરહિત, અજ્ઞાની ને મિથ્યાદ્રષ્ટિ જ છે, કારણ કે તે નિશ્ચયચારિત્રના કારણરૂપ જે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન તેનાથી રહિત છે. અહા! સમ્યગ્દર્શન વિના વ્યવહારચારિત્ર કોઈ ચારિત્ર નથી, માત્ર થોથાં છે. માટે વ્યવહાર સઘળોય નિષેધ કરવા યોગ્ય છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
‘અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહારચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યગ્જ્ઞાન-શ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી...’
શું કીધું? કે અભવ્ય ભગવાને કહેલું જે મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહારચારિત્ર તે બરાબર નિરતિચાર પાળે છે, પરંતુ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદનો તેને અભાવ હોવાથી એ બધું એને અચારિત્ર નામ અશાંતિ-દુઃખ જ છે. અહા! જેમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ નથી તે વ્યવહારચારિત્ર દુઃખ જ છે.
હવે આમ છે ત્યાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ કયાં રહ્યું? બાપુ! એ તો દુઃખ ભોગવતાં ભોગવતાં નિરાકુળ સુખ આવે-એના જેવી (મિથ્યા) વાત છે. ભાઈ! વ્યવહારચારિત્રની દશાની દિશા પર તરફ છે, ને સમકિત આદિ ધર્મની દશાની દિશા સ્વ તરફ છે. બન્નેની દિશા જ વિરુદ્ધ છે; તો પછી જેની દિશા પર તરફ છે એવી દશામાંથી સ્વ-આશ્રયની દિશાવાળી દશા કયાંથી થાય? ન જ થાય.
અહા! જ્ઞાનની વર્તમાન પર્યાયમાં ભગવાન જ્ઞાયક જણાય છે (જુઓ ગાથા
PDF/HTML Page 2719 of 4199
single page version
૧૭-૧૮ ટીકા) તોપણ ભગવાન જ્ઞાયકની દ્રષ્ટિ વિના જેને તેનાં સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન થયાં નથી તે એકલો બાહ્ય વ્યવહાર પાળો તો પાળો, પણ તેને તે બંધનું જ કારણ થાય છે; એ જિનવરે કહેલો વ્યવહાર હોં. જિનવરે કહેલો કેમ કહ્યું? કેમકે જિનવરે કહેલો વ્યવહાર જ યથાર્થ ને સર્વોત્કૃષ્ટ છે. અજ્ઞાનીઓએ કહેલો વ્યવહાર સત્યાર્થ હોઈ શકે જ નહિ. અહા? નિગોદના એકેન્દ્રિય જીવો સુદ્ધાં છકાયના જીવોની દયાનો વિકલ્પ જૈનશાસન સિવાય બીજે કયાંય (અન્યમતમાં) છે નહિ.
આત્મા ત્રણલોકનો નાથ પ્રભુ અંદર સદા એક જ્ઞાયકભાવપણે ભગવાનસ્વરૂપે બિરાજમાન છે. તેને દ્રષ્ટિમાં લઈને તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કર્યા વિના જિનવરકથિત વ્યવહારની જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે બધીય બંધનું કારણ થાય છે. અહા! જેમાં અબંધસ્વરૂપી ભગવાન ન આવતાં બંધસ્વરૂપ એવા રાગાદિ આવે તે બધીય ક્રિયાઓ સંસારનું- બંધનું કારણ થાય છે. થાય શું? એ ક્રિયાઓનો એવો જ સ્વભાવ છે. સમજાણું કાંઈ...?
વસ્તુસ્વરૂપ તો આવું છે. પણ લોકોને એમ કે વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય, એને અનેકાન્ત કહેવાય.
બાપુ! એ કાંઈ અનેકાન્ત નથી, એ તો ફુદડીવાદ છે, મિથ્યા એકાન્ત છે, અહીં તો એમ સિદ્ધ કર્યું કે આવો (-ભગવાનનો કહેલો, સર્વોત્કૃષ્ટ, યથાર્થ) વ્યવહાર પણ સમકિતનું કારણ નથી. જે પોતે જ સમ્યક્સ્વરૂપ (આત્મસ્વરૂપ) નથી તે સમકિતનું કારણ કેમ થાય? સમકિત તો ત્રણલોકનો નાથ ત્રિકાળી એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્માના આશ્રયે થાય છે અને એ સિવાય બીજી કોઈ રીતે-નિમિત્તના કે વ્યવહારના આશ્રયે થતું નથી. આ અસ્તિ-નાસ્તિરૂપ અનેકાન્ત છે.
અહા! સ્વ-સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન વિના બધોય વ્યવહાર સંસાર છે. જેનાથી સ્વર્ગનાં પદ મળે એ ભાવ પણ સંસાર છે, દુઃખ છે. ગાથા ૪પ કહ્યું છે ને કે-
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે.”
જ્ઞાનાવરણ આદિ આઠેય કર્મનું ફળ દુઃખ છે ભાઈ! આ વ્યવહારના શુભરાગથી શાતાવેદનીય બંધાય અને એના ઉદયમાં આ સામગ્રી-પાંચ-પચીસ કરોડની ધૂળ (સંપત્તિ), આબરૂ, કીર્તિ આદિ મળે પણ એ બધું દુઃખના જ કારણરૂપ છે, (એક ભગવાન આત્મા જ સુખના કારણરૂપ છે). અહાહા...! આ વ્યવહારચારિત્ર તું પાળે એ વર્તમાન દુઃખરૂપ છે અને એના નિમિત્તે જે કર્મપ્રકૃતિ (પુણ્યપ્રકૃતિ) બંધાય તે ઝેરનાં ઝાડ છે ભાઈ! એનાં ફળ જે આ બધો (દેવપદ, રાજપદ, વગેરેનો) ઠાઠમાઠ તે દુઃખરૂપ જ છે. ભાઈ! આ વીતરાગદેવની વાણીમાં આવેલી વાત છે. સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન! તું કોણ છો? કેવડો છો? તને ખબર નથી પણ
PDF/HTML Page 2720 of 4199
single page version
પ્રભુ! તું ચિદાનંદઘન પરિપૂર્ણ જ્ઞાનથી ભરેલો ત્રિકાળ પરમાત્મસ્વરૂપ છો. અહા! એના જ્ઞાન-શ્રદ્ધાન વિના પોતાને વર્તમાન પર્યાય પૂરતો, શુભરાગસ્વરૂપ માનીને ભગવાન! તેં અનંતકાળ સંસારમાં-દુઃખમાં ગાળ્યો છે.
અહીં કહે છે-નિશ્ચય સમ્યગ્જ્ઞાન શ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી. અહા! તે પંચમહાવ્રત પાળે, હજારો રાણીઓ છોડીને બ્રહ્મચર્ય પાળે, વસ્ત્રનો ધાગોય ન રાખે, પોતાના માટે ચોકો કરી આહાર બનાવ્યો હોય તેવો ઉદ્દેશિક આહાર પ્રાણ જાય તોપણ ન લે ઇત્યાદિ વ્યવહારમાં સાવધાન રહે તોય, કહે છે, તે અચારિત્ર છે, બંધનું કારણ છે. અહા! જેટલો પરના આશ્રયવાળો ભાવ છે તે સર્વ બંધનું કારણ છે.
જુઓ, આ બંધ અધિકાર છે ને? તેથી બંધના પરિણામનું સ્વરૂપ બતાવે છે. એની સામે ત્રિકાળ અબંધસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જે પરિણામ થાય તે અબંધ પરિણામ નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પરિણામ છે. એ અબંધ પરિણામ વિના એકાંત બંધ પરિણામવાળો જીવ આવું ક્રિયારૂપ વ્યવહારચારિત્ર પાળે તો તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી એમ કહે છે. બહુ ગંભીર શબ્દો ભાઈ! આ ૨૭૨, ૨૭૩, ૨૭૪ ગાથાઓ બહુ સરસ-એકલું માખણ છે.
આ પંચમહાવ્રતના પાળનારા ભાવલિંગી સંત-મુનિવરો કહે છે કે-સમ્યગ્દર્શન-જ્ઞાન વિના એનું (અભવિનું) સઘળું વ્યવહારરૂપ આચરણ અચારિત્ર છે, મિથ્યાચારિત્ર છે.
‘માટે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે.’ લ્યો, ટીકામાં છે તે ત્રણેય બોલ લઈ લીધા. ૧૧મી ગાથાના ભાવાર્થમાં આવે છે કે-“પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે.” જુઓ, આમાં ‘હસ્તાવલંબ’ (નિમિત્ત) શબ્દ સાથે ગાથામાં કહેલા ‘જિનવરે કહેલો વ્યવહાર’ -એ શબ્દો સાથે મળે છે. ‘તેનું ફળ સંસાર છે’ -એમ મેળ છે.
હવે પર્યાયમાં પોતાનો ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા પ્રાપ્ત ન થયો હોય અને બાહ્ય વ્યવહારની-શુભની ક્રિયા કર્યા કરે પણ એ બધું અચારિત્ર છે. (વ્યવહારચારિત્રેય નહિ). અરે! આવી ખબર ન મળે અને માની બેસે કે અમે ધર્મ કરીએ છીએ તેને કહીએ છીએ કે-ભાઈ! જીવન જાય છે જીવન; આવો અવસર મળવો મહા મુશ્કેલ છે. ભાઈ! આ મનુષ્યપણું ને આવી જિનવાણી મહા ભાગ્ય હોય તો મળે છે. (માટે અંદરમાં જાગ્રત થઈ સાવધાન થા).