Page -2 of 24
PDF/HTML Page 1 of 27
single page version
Page -1 of 24
PDF/HTML Page 2 of 27
single page version
Page 1 of 24
PDF/HTML Page 4 of 27
single page version
વાસ્તવિક આનંદના નિધાન એવા આપનો આશ્રય કરે, જો
તેમના ચિત્તમાં આપના નામના સ્મરણરૂપ અનંત પ્રભાવશાળી
મહામંત્ર મોજૂદ હોય અને આપ દ્વારા પ્રગટ થયેલ સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જો તેમનું
આચરણ હોય તો તે સજ્જનોને ઇચ્છિત વિષયની પ્રાપ્તિમાં
વિઘ્ન શેનું હોય ? અર્થાત્ ન હોય.
મોક્ષમાર્ગમાં ગમન કરવાવાળા હોય તો તેમને અભીષ્ટની
પ્રાપ્તિમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવી શકતું નથી.
Page 2 of 24
PDF/HTML Page 5 of 27
single page version
વર્ણવે છે :
સમસ્ત લોકાલોકને પ્રકાશનારું કેવળજ્ઞાન એવો ક્રમ આપને જ
પ્રાપ્ત થયો હતો, પરંતુ આપથી અન્ય કોઈ દેવને એ ક્રમ
પ્રાપ્ત થયો નથી, તેથી આપ જ શુદ્ધ છો અને આપના
ચરણોની સેવા સજ્જન પુરુષોએ કરવી યોગ્ય છે.
છોડ્યો છે અને સમતાને ધારણ કરી છે તથા અનંત વિજ્ઞાન,
અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આપને જ પ્રગટ
થયાં છે, તેથી આપ જ શુદ્ધ અને સજ્જનોની સેવાને પાત્ર
છો.
કાંઈ મુશ્કેલ નથી, કેમ કે જે મનુષ્યને જળવૃષ્ટિથી હર્ષજનક
Page 3 of 24
PDF/HTML Page 6 of 27
single page version
પ્રખર મધ્યાહ્ન
માસની બપોરની અત્યંત ગરમી પણ કાંઈ કરી શકે નહિ તેમ
હું નિશ્ચયપૂર્વક આપની સેવામાં દ્રઢપણે સ્થિત છું, તો મને
બળવાન સંસારરૂપ વૈરી પણ જરાય ત્રાસ આપી શકે નહિ.
જે કોઈ બુદ્ધિમાન મનુષ્ય ત્રણે લોકના સમસ્ત પદાર્થોનો,
અબાધિત ગંભીર દ્રષ્ટિથી વિચાર કરે છે, તો તે પુરુષની દ્રષ્ટિમાં
હે ભગવાન ! આપ જ એક સારભૂત પદાર્થ છો અને આપથી
ભિન્ન સમસ્ત પદાર્થો અસારભૂત જ છે. અતઃ આપના
આશ્રયથી જ મને પરમ સંતોષ થયો છે.
સાથે દેખનારું આપનું દર્શન છે, આપને અનંત સુખ અને
અનંત બળ છે તથા આપની પ્રભુતા પણ નિર્મલતર છે, વળી
Page 4 of 24
PDF/HTML Page 7 of 27
single page version
પ્રાપ્ત કરી લીધું ? અર્થાત્ સર્વ કરી લીધું.
સર્વ દેખી લીધું, સર્વ જાણી લીધું અને સર્વ પ્રાપ્ત કરી લીધું.
વિજેતા તથા મારા સ્વામી માનું છું, માત્ર આપને જ
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સદા આપનું જ ધ્યાન કરું છું,
આપની જ સેવા અને સ્તુતિ કરું છું અને કેવળ આપને જ
મારું શરણ માનું છું. અધિક શું કહેવું ? જો કંઈ સંસારમાં
પ્રાપ્ત થાઓ તો એ થાઓ કે આપના સિવાય અન્ય કોઈ પણ
સાથે મારે પ્રયોજન ન રહે.
પ્રયોજન ન રહે, એટલી વિનયપૂર્વક પ્રાર્થના છે.
Page 5 of 24
PDF/HTML Page 8 of 27
single page version
છે અને પાપ કરનારા અન્યોને અનુમોદ્યાં છે તથા તેમાં મારી
સંમતિ આપી છે. વળી વર્તમાનમાં હું મન, વચન અને કાયા
દ્વારા અન્ય પાસે પાપ કરાવું છું, સ્વયં પાપ કરું છું અને પાપ
કરનારા અન્યોને અનુમોદું છું, તેમ જ ભવિષ્યકાલમાં હું મન,
વચન અને કાયા દ્વારા અન્ય પાસે પાપ કરાવીશ, સ્વયં પાપ
કરીશ અને પાપ કરનારા અન્યોને અનુમોદીશ
અને અનુમોદનથી ઉપાર્જન કર્યાં છે, હું કરું છું અને કરીશ
કરું છું; માટે મારા તે સમસ્ત પાપો સર્વથા મિથ્યા થાઓ.
Page 6 of 24
PDF/HTML Page 9 of 27
single page version
એક જન્મના પાપોને શું આપ નથી જાણતા ? અર્થાત્
અવશ્યમેવ આપ જાણો છો; તેથી હું આત્મનિંદા કરતો કરતો
આપની પાસે સ્વદોષોનું કથન (આલોચન) કરું છું; અને તે
કેવળ શુદ્ધિ અર્થે જ કરું છું.
આપ મારા સમસ્ત દોષોને પણ સારી રીતે જાણતા જ હો.
વળી હું આપની સામે નિજ દોષોનું કથન (આલોચન) કરું
છું. તે કેવળ આપને સંભળાવવા માટે નહિ, કિંતુ શુદ્ધિ અર્થે
જ કરું છું.
છે :
મારા જેવા મુનિને જે દૂષણોનું સંપૂર્ણ રીતે સ્મરણ છે, તે
દૂષણની શુદ્ધિઅર્થે આલોચના કરવાને આપની સામે
સાવધાનીપૂર્વક બેઠો છું, કેમ કે જ્ઞાનવાન ભવ્ય જીવોએ સદા
પોતાના હૃદય માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય
Page 7 of 24
PDF/HTML Page 10 of 27
single page version
પ્રકારના
સહિત પણ છે, પરંતુ જેટલા વિકલ્પો છે તેટલા પ્રાયશ્ચિત્તો
શાસ્ત્રમાં નથી; તેથી તે સમસ્ત અસંખ્યાત લોકપ્રમાણ વિકલ્પોની
શુદ્ધિ આપની સમીપે જ થાય છે.
શાસ્ત્રમાં કહ્યાં નથી; તેથી સમસ્ત દૂષણોની શુદ્ધિ આપની સમીપે
જ થાય છે.
ભવ્ય જીવ, બધા બાહ્ય પદાર્થોથી મન તથા ઇન્દ્રિયોને પાછા
હઠાવી અને અખંડ નિર્મળ સમ્યગ્જ્ઞાનની મૂર્તિરૂપ આપમાં સ્થિર
થઈ, આપને જ દેખે છે તે મનુષ્ય આપના સાંનિધ્ય (સમીપતા)
ને પ્રાપ્ત કરે છે.
Page 8 of 24
PDF/HTML Page 11 of 27
single page version
આપના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી; પરંતુ જે મનુષ્ય
મન તથા ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોથી પાછા હઠાવી લે છે તે
વાસ્તવિકપણે આપના સ્વરૂપને દેખી અને જાણી શકે છે,
માટે જે મનુષ્ય સમસ્ત પ્રકારના પરિગ્રહોથી રહિત થઈ,
શાસ્ત્રોના સારી રીતે જ્ઞાતા થઈ, શાંત અને એકાંતવાસી થઈ,
મન તથા ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોથી પાછા હઠાવી લઈ અને
તેમને આપના સ્વરૂપમાં જોડી દઈ આપને જોઈ લીધા છે,
તે મનુષ્યે આપના સમીપપણાને પ્રાપ્ત કર્યું છે, એમ સારી
રીતે નિશ્ચિત છે.
(પૂજાને યોગ્ય) આપને પામ્યો છે તે મનુષ્યને, બ્રહ્મા, વિષ્ણુ
આદિને પણ નિશ્ચયપૂર્વક અલભ્ય એવું ઉત્તમ પદ પ્રાપ્ત થાય
છે. હે નાથ ! હું શું કરું ? આપનામાં એક ચિત્ત કર્યા છતાં
મારું મન પ્રબળપણે બાહ્ય પદાર્થો પ્રત્યે દોડે છે, એ મોટો
ખેદ છે.
બ્રહ્મા, વિષ્ણુ પણ તે પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ હે
Page 9 of 24
PDF/HTML Page 12 of 27
single page version
આપનામાં લગાડતાં છતાં પણ બાહ્ય પદાર્થોમાં દોડી-દોડી
જાય છે, એ જ મોટો ખેદ છે.
પરિગ્રહોનો ત્યાગ કર્યો, તપોવન (તપથી પવિત્ર થયેલી ભૂમિ)માં
વાસ કર્યો, સર્વ પ્રકારના સંશય પણ છોડ્યા અને અત્યંત કઠિન
વ્રત પણ ધારણ કર્યા, હજી સુધી તેવાં દુષ્કર વ્રતો ધારણ કર્યા
છતાં પણ સિદ્ધિ (મોક્ષ)ની પ્રાપ્તિ ન થઈ, કેમ કે પ્રબળ પવનથી
કંપાયેલા પાંદડાની માફક અમારું મન રાત્રિ-દિવસ બાહ્ય
પદાર્થોમાં ભ્રમણ કરતું રહે છે.
જે જ્ઞાનસ્વરૂપી આત્માને વિના પ્રયોજને સદા અત્યંત વ્યાકુલ
કર્યા કરે છે, જે ઇન્દ્રિયરૂપ ગામને વસાવે છે (અર્થાત્ આ
મનની કૃપાથી જ ઇન્દ્રિયોની વિષયોમાં સ્થિતિ થાય છે) અને
જે સંસાર ઉત્પાદક કર્મોનો પરમ મિત્ર છે, (અર્થાત્ મન
Page 10 of 24
PDF/HTML Page 13 of 27
single page version
જીવિત રહે છે ત્યાં સુધી મુનિઓને ક્યાંથી કલ્યાણની પ્રાપ્તિ
હોઈ શકે ! અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે નહિ.
છે. તે કર્મ આત્મામાં મન દ્વારા આવે છે; કેમ કે મનના
આશ્રયથી ઇન્દ્રિયો, રૂપ આદિ દેખવામાં પ્રવૃત્ત થાય છે અને
રૂપ આદિને દેખી જીવ રાગ-દ્વેષ આદિ ઉત્પન્ન કરે છે, ત્યારે
તેને જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મોની ઉત્પત્તિ થાય છે; તેથી તે
કર્મોના સંબંધથી આત્મા સદા વ્યાકુળ જ રહે છે અને જ્યારે
આત્મા જ વ્યાકુળ રહે ત્યારે મુનિઓને કલ્યાણની પ્રાપ્તિ પણ
ક્યાંથી હોઈ શકે ? માટે મન જ કલ્યાણને રોકનારું છે.
છે એવા વિકલ્પ વડે, આપથી અન્ય બાહ્ય સમસ્ત પદાર્થો
તરફ નિરંતર ઘૂમ્યા કરે છે. હે સ્વામિન્ ! તો શું કરવું ? કેમ
કે આ જગતમાં, મોહવશાત્ કોને મૃત્યુનો ભય નથી ? સર્વને
છે, માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો
કરનાર તથા અહિત કરનાર મારા મોહને નષ્ટ કરો.
Page 11 of 24
PDF/HTML Page 14 of 27
single page version
જ્યાં સુધી ચિત્ત ઘૂમતું રહેશે ત્યાં સુધી આત્મામાં સદા કર્મોનું
આવાગમન પણ રહ્યા કરશે. આ પ્રકારે તો આત્મા સદા વ્યાકુળ
જ રહ્યા કરશે, માટે હે ભગવાન ! આ નાના પ્રકારના અનર્થો
કરનાર મારા મોહને સર્વથા નષ્ટ કરો કે જેથી મારા આત્માને
શાંતિ થાય.
જ્યાં ત્યાં ચંચળ બની ભ્રમણ કરે છે અને મરણથી ડરે છે. જો
આ મોહ ન હોય તો નિશ્ચયનય પ્રમાણે ન તો કોઈ જીવે યા
ન તો કોઈ મરે, કેમ કે આપે આ જગતને જે અનેક પ્રકારે દેખ્યું
છે, તે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જ દેખ્યું છે. દ્રવ્યાર્થિક
નયની અપેક્ષાએ નહિ, તેથી હે જિનેંદ્ર ! આ મારા મોહને જ
સર્વથા નષ્ટ કરો.
Page 12 of 24
PDF/HTML Page 15 of 27
single page version
મારું મન સમસ્ત સંસારને ઉત્પન્ન કરનાર વ્યાપાર (પ્રવૃત્તિ)થી
રહિત થઈ, હે જિનેંદ્ર ! આપના નિર્વિકાર પરમાનંદમય
પરબ્રહ્મસ્વરૂપમાં સ્થિત થવાને ઇચ્છા કરે છે.
પ્રકારના દુઃખોને અનુભવે છે, જે સમયે શુભ ઉપયોગ વર્તે છે
તે સમયે પુણ્યની ઉત્પત્તિ થાય છે; અને તે પુણ્યથી જીવને
છે. અર્થાત્ એ બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે, કિંતુ
શુદ્ધોપયોગથી અવિનાશી અને આનંદસ્વરૂપ પદની પ્રાપ્તિ થાય
છે. હે અર્હંત પ્રભો ! આપ તો તે પદમાં નિવાસ કરી રહ્યા
છો, પણ હું એ શુદ્ધોપયોગરૂપ પદમાં નિવાસ કરવાને ઇચ્છું છું.
બે ઉપયોગથી તો સંસારમાં જ ભટકવું પડે છે; કેમ કે જે સમયે
જીવનો ઉપયોગ અશુભ હશે તે સમયે તેને પાપનો બંધ થશે
અને પાપનો બંધ થવાથી તેને નાના પ્રકારની માઠી ગતિઓમાં
Page 13 of 24
PDF/HTML Page 16 of 27
single page version
તે શુભ યોગની કૃપાથી તેને રાજા, મહારાજા આદિ પદોની
પ્રાપ્તિ થશે; તેથી તે પણ સંસારને વધારનાર છે. કિંતુ, જે સમયે
તેને શુદ્ધોપયોગની પ્રાપ્તિ થશે તે સમયે સંસારની પ્રાપ્તિ જ થશે
નહિ, પણ નિર્વાણની પ્રાપ્તિ જ થશે; માટે હે ભગવાન! હું
શુદ્ધોપયોગમાં જ સ્થિત રહેવાને ઇચ્છું છું.
સ્થિત વિદિશામાં; તેમ જ નથી સ્થૂલ કે નથી સૂક્ષ્મ; તે
આત્મજ્યોતિ નથી તો પુલ્લિંગ, નથી સ્ત્રીલિંગ કે નથી નપુંસક-લિંગ
પણ; વળી તે નથી ભારે કે નથી હલકો; તે જ્યોતિ કર્મ, સ્પર્શ,
શરીર, ગંધ, સંખ્યા, વચન, વર્ણથી રહિત છે, નિર્મળ છે અને
સમ્યગ્જ્ઞાનદર્શનસ્વરૂપ મૂર્તિ છે; તે ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ હું છું,
કિંતુ તે ઉત્કૃષ્ટ આત્મસ્વરૂપ-જ્યોતિથી હું ભિન્ન નથી.
મારામાં ભેદ પાડ્યો છે, પરંતુ કર્મશૂન્ય અવસ્થામાં જેવો
આપનો આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ સમયે તે કર્મ
Page 14 of 24
PDF/HTML Page 17 of 27
single page version
દૂર કરો; કેમ કે નીતિમાન પ્રભુઓનો તો એ ધર્મ છે કે તે
સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટોનો નાશ કરે.
કર્મ છે, કેમ કે તે કર્મની કૃપાથી મારા આ સ્વભાવ પર
આવરણ પડ્યું છે. હવે આ સમયે અમે બંને આપની સમક્ષ
હાજર છીએ તો તે દુષ્ટ કર્મને દૂર કરો, કેમ કે આપ ત્રણ
લોકના સ્વામી છો; અને નીતિજ્ઞનો ધર્મ છે કે તે સજ્જનોની
રક્ષા કરે તથા દુષ્ટોનો નાશ કરે.
આકાશના સ્વરૂપનો કાંઈપણ ફેરફાર કરી શકતાં નથી, તેમ
આધિ, વ્યાધિ, જરા, મરણ આદિ પણ મારા સ્વરૂપનો
કાંઈપણ ફેરફાર કરી શકે તેમ નથી, કેમ કે એ સર્વ શરીરના
વિકાર છે, જડ છે; જ્યારે મારો આત્મા જ્ઞાનવાન અને
શરીરથી ભિન્ન છે.
Page 15 of 24
PDF/HTML Page 18 of 27
single page version
તથા તેના સ્વરૂપનું પરિવર્તન પણ કરી શકતાં નથી, તેમ
આત્મા જ્ઞાન-દર્શનમય અમૂર્ત પદાર્થ છે, તેથી તેના પર
આધિ, વ્યાધિ, જરા, મરણ આદિ પોતાનાં કાંઈપણ પ્રભાવ
પાડી શકતા નથી (તથા તેના સ્વરૂપનું પરિવર્તન પણ કરી
શકતાં નથી), કેમકે તે મૂર્ત શરીરનો ધર્મ છે, જ્યારે આત્મા
શરીરથી સર્વથા ભિન્ન છે.
છાયા વિના), નાના પ્રકારના દુઃખોથી ભરપૂર સંસારમાં સદા
બળી ઝળી રહું છું. જેમ તે માછલી જ્યારે જળમાં રહે છે
ત્યારે સુખી રહે છે તેમ જ્યાં સુધી મારું મન આપના
કરુણારસપૂર્ણ અત્યંત શીતલ ચરણોમાં પ્રવિષ્ટ (પ્રવેશેલું) રહે
છે ત્યાં સુધી હું પણ સુખી રહું છું, તેથી હે નાથ ! મારું
મન આપના ચરણ કમળો છોડી અન્ય સ્થળે કે જ્યાં હું
દુઃખી થાઉં ત્યાં પ્રવેશ ન કરે એ પ્રાર્થના છે.
પ્રકારના કર્મો આવી મારા આત્મા સાથે બંધાય છે; પરંતુ
વાસ્તવિકપણે હું તે કર્મોથી સદાકાલ સર્વ ક્ષેત્રે જુદો જ છું
Page 16 of 24
PDF/HTML Page 19 of 27
single page version
ચૈતન્યથી આ કર્મોને ભિન્ન પાડવામાં આપ જ કારણ છો;
તેથી હે શુદ્ધાત્મન્ ! હે જિનેંદ્ર ! મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક
આપમાં જ છે.
આપનો આત્મા કર્મબંધ રહિત છે તેમ મારા આત્મા સાથે પણ
કોઈ પ્રકારના કર્મોનું બંધન રહેતું નથી; તેથી હે ભગવાન!
મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક આપના સ્વરૂપમાં જ છે.
(લક્ષ્મીથી) પ્રયોજન, નથી તો શરીરથી પ્રયોજન, તારે વચન
તથા ઇન્દ્રિયોથી પણ કાંઈ કામ નથી, તેમ જ
કામ નથી, કેમ કે તે સર્વ પુદ્ગલ દ્રવ્યના જ પર્યાયો છે. વળી
તારાથી ભિન્ન છે તોપણ, બહુ ખેદની વાત એ છે કે તું તેમને
પોતાના માની તેમનો આશ્રય કરે છે, તેથી શું તું દ્રઢ બંધનથી
બંધાઈશ નહિ? અવશ્ય બંધાઈશ.
Page 17 of 24
PDF/HTML Page 20 of 27
single page version
વચન આદિ સર્વ પદાર્થો પુદ્ગલ દ્રવ્યના પર્યાય છે અને
તારાથી ભિન્ન છે, એમ હોવા છતાં પણ, જો તું તેમને
પોતાના સમજી તેમનો આશ્રય કરીશ તો તું અવશ્યમેવ
બંધાઈશ; તેથી તે સર્વ પરપદાર્થો પરની મમતા છોડી
શુદ્ધાનંદ ચૈતન્યસ્વરૂપ આત્માનું ધ્યાન કર કે જેથી તું કર્મોથી
ન બંધાય.
સહકારી છે, તેથી મારા સહાયક થઈને જ રહે છે; પરંતુ
નોકર્મ (ત્રણ શરીર, છ પર્યાપ્તિ) અને કર્મ જેનું સ્વરૂપ છે,
એવું તથા સમીપે રહેનાર અને બંધને કરનાર એક પુદ્ગલ
દ્રવ્ય જ મારું વૈરી છે, તેથી આ સમયે મેં તેના
ભેદવિજ્ઞાનરૂપ તલવારથી ખંડખંડ ઊડાવી દીધા છે. (ખરો
વૈરી તો પોતાનો અશુદ્ધભાવ છે.)
કાલ