
તેઓએ જો ઉપરોક્ત સંસ્થામાં દાખલ થવું હોય તો, ઉપરના સરનામે
લખી, સંસ્થાના ધારાધોરણ તથા પ્રવેશપત્ર મંગાવી ટર્મ શરૂ થતાં
સુધીમાં ભરી મોકલવાં.
વિદ્યાર્થીદીઠ માસિક ફી રૂા. ૨૫/– છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રીક) સુધી હાઈસ્કૂલ છે. સંસ્થામાં
અનુભવી શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે. તદુપરાંત અહીં પરમ
પૂજ્ય, પરમોપકારી ‘કાનજી સ્વામી’ જેવા મહાન આધ્યાત્મિક સંત
બિરાજતા હોઈ તેઓનાં અધ્યાત્મપૂર્ણ વ્યાખ્યાન શ્રવણનો પણ સુંદર
યોગ મળે તેમ છે.
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે વાર્ષિક પરીક્ષા ફેબ્રુઆરી માસમાં
જ્યારે સૌરાષ્ટ્ર બહાર મુંબઈ પ્રાંતમાં ચાલુ વર્ષે વાર્ષિક પરીક્ષા એપ્રીલ
માસમાં હોઈ તેવા વિદ્યાર્થીઓને આગામી ગ્રીષ્મ વેકેશન પછી જૂન
માસમાં પણ દાખલ કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓને અહીંની
હાઈસ્કૂલમાં પણ જૂન માસમાં દાખલ કરાવવા પ્રબંધ કરવામાં આવ્યો
છે. માટે આવા વિદ્યાર્થીઓનાં પ્રવેશપત્રો મે માસની આખર તારીખ
સુધી સ્વીકારવામાં આવશે.