Atmadharma magazine - Ank 063-064
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 33
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૬૩–૦૬૪
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 33
single page version

background image







વર્ષ છઠ્ઠું સંપાદક: પોષ – મહા
અંક ત્રીજો – ચોથો રામજી માણેકચંદ દોશી ૨૪૭૫
પૂર્ણતાને લક્ષે શરૂઆત
જો પોતે પોતાના આત્માની પરિપૂર્ણતા છે તેને ન
માને તો પરનો આશ્રય માન્યા વગર રહે નહિ, અને તેથી તે
જીવ પર સાથે એકતાબુદ્ધિ છોડીને પોતાના પરિપૂર્ણ સ્વભાવ
તરફ વળે નહિ, ને તેને ધર્મ થાય નહિ. માટે આચાર્યદેવ કહે
છે કે તારો આત્મા જ્ઞાનથી પરિપૂર્ણ છે, શ્રુતના આધારે તારું
જ્ઞાન નથી; માટે શ્રુતનો આશ્રય છોડીને તારા પરિપૂર્ણ
જ્ઞાનસ્વભાવનો આશ્રય કર, તેના જ આશ્રયે ધર્મ પ્રગટે છે
ને મુક્તિ થાય છે.



વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડિયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 33
single page version

background image



માગશર વદ ૮ ના દિવસે શાસનમાન્ય ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવની ‘આચાર્ય પદવી’ નો મહાન્ દિવસ
હતો; સોનગઢમાં તે પ્રસંગ વિશેષ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. અને સાથે સાથે તે દિવસે પરમાગમ શ્રી
સમયસારજી ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના આઠમી વખતના વ્યાખ્યાનોની પૂર્ણતાનો પ્રસંગ
પણ આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો.
જેમ મુનિવરોમાં કુંદકુંદ ભગવાનનું અગ્રસ્થાન છે, તેમ જૈન પરમાગમોમાં ‘સમયસાર’ નું અગ્રસ્થાન છે.
વ્યાખ્યાનમાં આ સમયસારનું આઠમી વખતનું વાંચન સં. ૨૪૭૨ ના શ્રુતપંચમી (જેઠ સુદ પ) ના દિવસે શરૂ
થયું હતું અને ૨૪૭૫ ના આચાર્યપદદિને (માગશર વદ આઠમે) પૂરું થયું છે. આઠમી વખતના વાંચનના છેલ્લા
પ્રવચનની પૂર્ણતા કરતાં પૂ. ગુરુદેવશ્રીએ આત્મ–અનુભવની અદ્ભુત પ્રેરણા કરતાં જણાવ્યું હતું: ‘હે જીવો!
અંદરમાં ઠરો રે ઠરો! અનંત મહિમાવંત શુદ્ધ આત્મસ્વભાવનો આજે જ અનુભવ કરો. ’ ‘આ સમયસારના
વાંચનની શરૂઆત શ્રુતપંચમીના દિવસે થઈ હતી અને પૂર્ણતા આચાર્યપદવીના દિવસે થાય છે, એ રીતે
શ્રુતપંચમી તે જ્ઞાનનો દિવસ છે, ને આચાર્યપદવીમાં ચારિત્ર છે એટલે જ્ઞાનથી શરૂઆત થઈ તે આગળ વધતાં
ચારિત્ર દશા પ્રાપ્ત કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચીને પૂરું થશે. –બોલો સમયસાર ભગવાનનો....જય હો! –
એવા જયકારપૂર્વક જ્યારે પૂ. ગુરુદેવશ્રીએ સમયસારની પૂર્ણતા કરી ત્યારે, સમસ્ત મુમુક્ષુ શ્રોતાજનોએ બહુ જ
આનંદ–ઉલ્લાસ અને ભક્તિપૂર્વક તે જયકારને વધાવી લીધો હતો અને ‘સદ્ધર્મ પ્રભાવક દુદુંભી મંડળ’ ના
વાજિંત્રોએ પણ તે જયકારમાં પોતાનો સૂર પૂરાવ્યો હતો.
ખરેખર સમયસારના સાગર સમાન ગંભીર રહસ્યને વારંવાર સંભળાવી સંભળાવીને પૂ. ગુરુદેવશ્રીએ
મુમુક્ષુ જીવો ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. સૌરાષ્ટ્રના મુમુક્ષુઓના મહા સદ્ભાગ્યે જ આ સમયસારના
પ્રવચનોનો યોગ બન્યો છે. થોડા વર્ષો પહેલાં આ સૌરાષ્ટ્ર ભૂમિમાં પરમાગમ શ્રી સમયસારનું નામ ભાગ્યે જ
કોઈ કે સાંભળ્‌યું હશે! પણ આજે એવો કોણ જૈન હશે કે જેણે પરમાગમ શ્રી સમયસારનું નામ નહિ સાંભળ્‌યું
હોય! સમયસાર ઉપરના વ્યાખ્યાનો દ્વારા પૂ. ગુરુદેવશ્રીએ, માત્ર સૌરાષ્ટ્રના જ મુમુક્ષુઓ ઉપર નહિ પણ
લગભગ આખાય ભારતદેશના મુમુક્ષુઓ ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. જેના વગર જીવને કદી પણ ધર્મ થતો
નથી એવી અપૂર્વ દેશનાલબ્ધિ પ્રાપ્ત કરવાનું એક અદ્વિતીય સ્થાન આજે પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોનું શ્રવણ જ
છે. ‘સમયસાર’ એટલે શુદ્ધ આત્મા, અને ‘સમયસાર’ એટલે ઉત્કૃષ્ટ જૈન ગ્રંથાધિરાજ–એ બંનેના અંતરમંથનવડે
અપૂર્વ અમૃત કાઢી કઢીને પોતે પીધું છે ને જગતના જિજ્ઞાસુઓને પીવરાવ્યું છે. પ્રશમરસના ભાવથી નીતરતા
સમયસારના વ્યાખ્યાનો સાંભળનાર આત્માર્થી જીવનું હૃદય, તેના રચનાર–ટીકાકાર મહાસમર્થ આભના થોભ
જેવા આચાર્ય ભગવંતો પ્રત્યે અને પ્રવચનકાર અધ્યાત્મ મૂર્તિ પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે પરમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક
વારંવાર નમી પડે છે.
પરમ કૃપાળુ પૂ. ગુરુદેવશ્રીની, અધ્યાત્મ, મસ્તીથી ભરપૂર વ્યાખ્યાન–વીણા સાંભળતાં ભાવુક શ્રોતાજન
એકતાર બની જાય છે. પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખથી સમયસારના વ્યાખ્યાનોનું અનેક વર્ષોથી એકધારું શ્રવણ
કરવા છતાં મુમુક્ષુ શ્રોતાજનોને તેના શ્રવણમાં કદી કંટાળો નથી આવતો, પણ ઊલટું ફરી ફરીને સાંભળવાનું
મન થાય છે. જેમ જેમ સમયસાર ફરી ફરીને વંચાતુ જાય છે તેમ તેમ અધ્યાત્મ ન્યાયોની સૂક્ષ્મતા વધતી જાય
છે; અને જેમ જેમ ન્યાયોની સૂક્ષ્મતા વધતી જાય છે તેમ તેમ આત્માર્થી શ્રોતાજનોનો ઉપયોગ પણ સૂક્ષ્મ થતો
જાય છે અને તેમના અંતરમાં અપૂર્વ શ્રુતની લહેરો ઊઠે છે.
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીએ અમૃતવાણી દ્વારા જે રીતે સમયસારના ઊંડા–ઊંડા રહસ્યને આઠ
વખત સમજાવીને અનેક આત્માર્થી જીવોના જીવનને પાવન કરી દીધાં છે તે જ રીતે ફરી ફરીને અનેક વાર
સમયસારના વિશેષ ઊંડા–ઊંડા રહસ્યને પ્રકાશ્યા કરો અને જગતના આત્માર્થી જીવો તે રહસ્યને પામીને દુર્લભ
માનવ જીવનની સાચી સાર્થકતા કરો!
જીવને અનાદિની મોહ મૂર્છામાંથી જાગૃત કરીને પોતાના ભગવાન્ સ્વરૂપનું દર્શન કરાવનાર મહામંત્રો
સમયસારમાં ભરેલાં છે. બ્રહ્માંડના ભાવો સમયસારમાં સમાઈ ગયા છે; તેનું ‘શ્રવણ’ કરતાં મોહબંધન શિથિલ
થઈ જાય
[અનુસંધાન ટાઈટલ પાન ૩]

PDF/HTML Page 4 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૬૧ :
લાકડાનો સ્વભાવ પાણીમાં તરવાનો છે; તેનો તે સ્વભાવ કઈ
રીતે જણાય? લાકડાના કટકા કરી નાંખે તો તેનો તરવાનો સ્વભાવ
દેખાય નહિ, કેમકે તે આંખેથી દેખાય તેવો નથી, મોઢામાં નાંખીને
લાકડાને ચાવે કે અગ્નિમાં બાળે તો ય તેનો સ્વભાવ જણાય નહિ, લાકડું
ઘસીને શરીરે ચોપડે તો ય તેનો તરવાનો સ્વભાવ ન જણાય. એ રીતે
કોઈ ઈન્દ્રિયોવડે લાકડાનો સ્વભાવ પણ જણાતો નથી, પણ પોતાના
જ્ઞાનને લંબાવવાથી જ લાકડાનો સ્વભાવ જણાય છે. અથવા પાણીમાં
લાકડું પડ્યું હોય તે તરે છે–એણ જોવાથી જ તેનો સ્વભાવ નક્કી કરી
શકાય છે. લાકડાની જેમ આ ચૈતન્યમૂર્તિ આત્મા જાણનાર–દેખનાર
સ્વભાવવાળો છે, તેનો સ્વભાવ પણ તરવાનો છે, વિકારમાં તેનો
જ્ઞાનસ્વભાવ બૂડતો નથી પણ વિકારથી છૂટો ને છૂટો રહે છે એટલે કે
તરે છે. ચૈતન્યનો સ્વભાવ રાગાદિથી એકમેક થઈ જવાનો નથી પણ
છૂટો રહેવાનો છે. તે આત્મસ્વભાવ કઈ રીતે જણાય? કોઈ પર સામે
જોવાથી કે વિકારથી કે ઈન્દ્રિયજ્ઞાનથી તે જણાતો નથી. આત્મસ્વભાવને
જાણવાનો એક જ ઉપાય છે કે ત્રિકાળી આત્મસ્વભાવ તરફ પોતાના
જ્ઞાનને લંબાવવું. જ્ઞાનને પોતાના સ્વભાવમાં વાળીને સ્વભાવને જુએ
તો જ આત્માનો તરવાનો સ્વભાવ જણાય છે.
જેમ લાકડાની નાની કટકી હોય કે મોટું પાંચસો મણનું લાકડું
હોય, પણ બંનેનો તરવાનો સ્વભાવ છે, તે જાણવાની રીત એક જ છે કે
તેને પાણીમાં મૂકવું. તેમજ, જેમ ઊના પાણીનો ઠંડો સ્વભાવ જાણવાની
એક જ રીત છે કે તેને ઠારવું, પણ ઊના પાણીમાં ઊંડો હાથ નાંખે તો
કાંઈ તેની ઠંડાશ જણાય નહિ. આ બંને દ્રષ્ટાંતો છે. તેમ આત્માનો
જ્ઞાનસ્વભાવ છે, તે વિકારમાં ડૂબતો નથી પણ તેનાથી જુદો ને જુદો
ઉપર તરે છે. તે જ્ઞાનસ્વભાવને જાણવા માટે વર્તમાન પર્યાય સામે જોયા
કરે તો તે જણાય નહિ. જે આત્મસ્વભાવ છે તેમાં પોતાના જ્ઞાનને
વાળવાથી જ તે જણાય છે. બહારના અનેક સંગ અને પર્યાયનો ક્ષણિક
વિકાર તેને ન જોતાં, પોતાનો અસંગ સ્વભાવ ચૈતન્યથી પરિપૂર્ણ છે, તે
સ્વભાવનો વિશ્વાસ કરીને જ્ઞાનને સ્વભાવમાં જોડે તો જ સ્વભાવ
જણાય છે ને સમ્યગ્જ્ઞાન થાય છે એક પ્રકારના સ્વભાવને આશ્રયે
પર્યાયો પણ એક પ્રકારના (શુદ્ધરૂપ) થાય છે, તે જ ધર્મ છે.
અહીં આચાર્યદેવ જ્ઞાનસ્વભાવનું પરથી જુદાપણું સમજાવે છે.
પરથી જ્ઞાન જુદું છે માટે પરના આશ્રયે આત્માનું જ્ઞાન થતું નથી, જ્ઞાન
તો આત્મસ્વભાવના જ આશ્રયે થાય છે. આત્માનો જ્ઞાનસ્વભાવ
પોતાથી પૂરો છે, તેનાં જ આશ્રયે સમ્યગ્જ્ઞાન થાય છે.
[સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ ના પ્રવચનો]

PDF/HTML Page 5 of 33
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :

() િવ્ધ્િ િિત્ત : શ્રીસર્વજ્ઞદેવને જ્ઞાન આખું થઈ ગયું છે અને તેમની વાણીમાં
પણ એકેક સમયમાં પૂરું રહસ્ય આવે છે. પરંતુ સામો જીવ પોતાના જ્ઞાનની લાયકાતથી જેટલું સમજે તેટલું તેને
નિમિત્ત કહેવાય છે. કોઈ જીવ બારઅંગ સમજે તો તેને માટે બારઅંગમાં તે વાણીને નિમિત્ત કહેવાય છે. કોઈ જીવ
કરણાનુયોગનું જ્ઞાન કરે તો તે વખતે તેને તે વાણી કરણાનુયોગના જ્ઞાનમાં નિમિત્ત કહેવાય છે. અને તે જ વખતે
બીજો જીવ દ્રવ્યાનુયોગનું જ્ઞાન કરતો હોય તો તેને તે વાણી દ્રવ્યાનુયોગના જ્ઞાનમાં નિમિત્ત કહેવાય છે. અહો,
આમાં જ્ઞાનની સ્વાધીનતા સિદ્ધ થાય છે. જે જીવ પોતાના અંતર સ્વભાવના આધારે જેટલો શ્રદ્ધા–જ્ઞાનનો વિકાસ
કરે તેટલો દિવ્યધ્વનિમાં નિમિત્તપણાનો આરોપ આવે છે. માટે અહીં ભગવાન આચાર્ય દેવ કહે છે કે જ્ઞાન અને
દ્રવ્યશ્રુત જુદા છે. વાણી અને શાસ્ત્રો તો અજીવ છે. અજીવના આધારે કદી જ્ઞાન હોય નહિ. જો વાણીના શ્રવણને
લીધે જ્ઞાન થતું હોય તો અજીવવાણી કર્તા બને અને જ્ઞાન તેનું કાર્ય ઠરે, અજીવનું કાર્ય તો અજીવ હોય, એટલે
જ્ઞાન પોતે અજીવ ઠરે? જે જીવ પર વસ્તુના આધારે પોતાનું જ્ઞાન માને છે તે જીવનું મિથ્યાજ્ઞાન છે. તેને અહીં
અચેતન કહ્યું છે. શ્રુતના શબ્દો જડ છે, આત્માના જ્ઞાનમાં તે અકિંચિત્કર છે. તે દ્રવ્યશ્રુતના અવલંબને આત્માને
બિલકુલ જ્ઞાન કે ધર્મ થતો નથી.
() ત્ રુ જ્ઞ : શાસ્ત્રો અને વાણી તો જડ છે. તે તો જ્ઞાન નથી જ. પણ
મંદ કષાયને લીધે એકલા શાસ્ત્રના લક્ષે થતો જ્ઞાનનો ઉઘાડ તે પણ ખરું જ્ઞાન નથી. જિનેન્દ્રભગવાને કહેલા
દ્રવ્ય–ગુણ–પર્યાય, નિશ્ચય–વ્યવહાર, ઉપાદાન–નિમિત્ત, નવતત્ત્વો વગેરે સંબંધી જ્ઞાનનો ઉઘાડ માત્ર શાસ્ત્રોના
લક્ષે થાય અને સ્વભાવનું લક્ષ ન કરે તો તે જ્ઞાનના ઉઘાડને પણ દ્રવ્યશ્રુતમાં ગણીને અચેતન કહ્યો છે. શાસ્ત્ર
વગેરે પર દ્રવ્યો, તેના લક્ષે થતો મંદકષાય અને તેના લક્ષે કાર્યકરતો વર્તમાન પૂરતો જ્ઞાનનો ઉઘાડ તે બધાનો
આશ્રય છોડીને તેની સાથેની એકતા છોડીને, ત્રિકાળી આત્મસ્વભાવનો આશ્રય કરીને આત્મામાં જે જ્ઞાન અભેદ
થાય તે જ ખરું જ્ઞાન છે.
() હ્ય? : પ્રશ્ન:– જો વાણીથી–શ્રુતથી જ્ઞાન નથી થતું તો
‘તીર્થંકરો–સંતોની વાણી જયવંત વર્તો, શ્રુત જયવંત હો’ એમ શા માટે કહેવાય છે?
ઉત્તર:– વાણીથી જ્ઞાન થતું નથી પણ સ્વભાવ તરફની એકાગ્રતાથી જ્ઞાન પ્રગટે છે. સમ્યગ્જ્ઞાન થયા પછી
જીવ એમ જાણે છે કે પહેલાં વાણી તરફ લક્ષ હતું, એટલે કે સમ્યગ્જ્ઞાન થવામાં નિમિત્તરૂપ વાણી છે. ખરેખર તો
પોતાના આત્મામાં જે ભેદજ્ઞાન પ્રગટ્યું છે તે ભાવ શ્રત જયવંત હો–એવી ભાવના છે; અને શુભ વિકલ્પ વખતે,
ભેદજ્ઞાનના નિમિત્તરૂપ વાણીમાં આરોપ કરીને કહે છે કે ‘શ્રુત જયવંત હો, ભગવાનની ને સંતોની વાણી
જયવંત હો’. પરંતુ તે વખતે ય અંતરમાં બરાબર ભાન છે કે વાણી વગેરે પર દ્રવ્યથી કે તેના તરફના લક્ષથી
મારા આત્માને કિંચિત્ લાભ થતો નથી.
() જ્ઞ િ, જ્ઞ િ. : આત્માના જ્ઞાનમાં વાણીનો અભાવ છે અને
વાણીમાં જ્ઞાનનો અભાવ છે. જો વાણીથી જ્ઞાન થતું હોય તો વાણી કર્તા અને જ્ઞાન તેનું કર્મ, એમ એક બીજાને
કર્તા કર્મ પણું થઈ જાય છે. માટે તે માન્યતા ખોટી છે. તેમ જ આત્મામાં સાચું સમજવારૂપ લાયકાત થાય ત્યારે
તે લાયકાતના કારણે વાણી નીકળવી જ જોઈએ– એ માન્યતા પણ સાચી નથી; કેમકે જો એમ હોય તો જ્ઞાન
કર્તા ઠરે અને અચેતન વાણી તેનું કાર્ય ઠરે!
શ્રી મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું, ઈન્દ્રોએ સમવસરણ રચ્યું, પણ છાસઠ દિવસ સુધી પ્રભુની દિવ્ય
વાણી ન છૂટી. શ્રાવણ વદ × એકમને દિવસે ગૌતમસ્વામી આવ્યા ને વાણી છૂટી પરંતુ ત્યાં, ગૌતમ સ્વામી
આવ્યા માટે વાણી છૂટી–એમ નથી, અને વાણી છૂટવાની હતી માટે ગૌતમસ્વામી આવ્યા તેમ પણ નથી. વાણી
અને ગૌતમસ્વામી બંનેની ક્રિયાઓ સ્વતંત્ર છે. ભગવાનની વાણી છૂટી માટે ગૌતમસ્વામીને જ્ઞાન થયું–એમ પણ
ખરેખર નથી: વાણી અચેતન છે, તેનાથી જ્ઞાન થાય નહિ;
× ગુજરાતી અષાડ વદ એકમના દિવસને શાસ્ત્ર પ્રમાણે શ્રાવણ વદ એકમ ગણાય છે; મારવાડ વગેરેમાં અત્યારે એ જ
મુજબ ચાલે છે.

PDF/HTML Page 6 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૬૩ :
અને ગૌતમસ્વામી વગેરે જીવોના જ્ઞાનમાં સમજવાની લાયકાત થઈ માટે ભગવાનની વાણી પરિણમી–એમ પણ
નથી. અચેતન પરમાણુને કાંઈ એવી ખબર નથી કે સામે પાત્ર જીવ આવ્યો છે માટે હું પરિણમું! તેમજ ભગવાન
કાંઈ વાણી કર્તા નથી. વાણી તો વાણીના કારણે પરિણમે છે, અને જે જીવ પોતાનો આત્મસ્વભાવ સમજવાને
લાયક હોય તે જીવ અંતર પુરુષાર્થ વડે પોતાના સ્વભાવની સન્મુખ થઈને સમજે છે. તેનું જ્ઞાન પોતાના જ્ઞાન
સ્વભાવના આધારે પરિણમે છે. પોતાના સ્વભાવની સન્મુખ થઈને જાણવું–દેખવું ને આનંદનો અનુભવ કરવો
તે આત્માનું સ્વરૂપ છે, પર સન્મુખ થઈને જાણે–એવું આત્માનું સ્વરૂપ નથી.
() જ્ઞ, ત્ર સ્ત્ર : આત્મસ્વરૂપમાં સંપૂર્ણ સ્થિર થતાં મહાવીર
ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ્યું. ત્યાં ઘાતિકર્મોનો સ્વયં પરમાણુની લાયકાતથી નાશ થયો. ભગવાનને હજી ચાર
અઘાતિકર્મો સંયોગરૂપ હતા ને આત્મામાં યોગનું કંપન હતું. તેના નિમિત્તે દિવ્યવાણી ખરતી હતી. ત્યાં
કેવળજ્ઞાન કે કંપનના કારણે વાણી પરિણમતી નથી. કેમકે તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાન તેમજ કંપન તો સદાય
છે. તેથી જો તેના કારણે વાણી પરિણમતી હોય તો તે સદાય હોવી જોઈએ પણ વાણી તો અમુક વખત હોય છે,
કેમકે તેનું પરિણમન સ્વતંત્ર છે. વળી દિવ્યવાણી ખરવાની છે માટે ભગવાનને યોગનું કંપન રહ્યું છે–એમ પણ
નથી. કંપન તો જીવના યોગ ગુણની અશુદ્ધદશા છે. ને વાણી તો જડની દશા છે. બંને પોતપોતાના કારણે સ્વતંત્ર
થાય છે.
ભગવાનને કેવળજ્ઞાન અને કંપન છે માટે વાણી ખરે છે એમ નથી. વાણી ખરે છે માટે કેવળજ્ઞાન અને
કંપન ટક્યાં છે એમ નથી. કંપનના કારણે કેવળજ્ઞાન ટકતું નથી, ને કેવળજ્ઞાનના કારણે કંપન નથી. કેવળજ્ઞાન
સ્વતંત્ર, કંપન સ્વતંત્ર ને વાણી સ્વતંત્ર છે.
(૬) ભગવાની વાણી અને ગૌતમનું જ્ઞાન બંને એક કાળે થયા, તો પણ તે એક બીજાનું કારણ નથી. : –
હવે, ભગવાનની વાણી છુટે છે તે વાણીના કારણે બીજા જીવને જ્ઞાન થતું નથી. બીજા જીવને જ્ઞાન થવાનું છે
માટે વાણી છુટે છે–એમ પણ નથી. મહાવીર ભગવાનની વાણી જ્યારે છુટી ત્યારે તે પરમાણુઓની યોગ્યતાથી
છુટી છે, અને ગૌતમસ્વામીને જે જ્ઞાન પ્રગટ્યું તે તેમના આત્માની લાયકાતથી થયું છે તે બંન્ને કાર્યો એક કાળે
થયા તેથી કાંઈ એક બીજાના કર્તા નથી, વાણીરૂપ પર્યાયમાં પુદ્ગલ પરમાણુઓ પહોંચી વળ્‌યા છે, તેથી વાણી તે
પુદ્ગલનું કાર્ય છે. કાંઈ ગૌતમપ્રભુ વાણી પર્યાયમાં પહોંચી વળ્‌યા નથી. તેમજ ગૌતમસ્વામીના જ્ઞાન પર્યાયમાં
તેમનો આત્મા જ પહોંચી વળ્‌યો છે, કાંઈ વાણી તે જ્ઞાનમાં પહોંચી વળી નથી, માટે વાણીનાં કારણે જ્ઞાન થયું
નથી; ને ગૌતમપ્રભુના કારણે ભગવાનની વાણી થઈ નથી. આ જગતમાં અનંત પદાર્થોના ભિન્ન ભિન્ન કાર્યો
એક સાથે એક સમયે થાય, તેથી કાંઈ કોઈ પદાર્થ બીજા પદાર્થનો કર્તા નથી. એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ કરે
એવો વસ્તુસ્વભાવ જ નથી.
() શ્ર ત્િત્ત , સ્ શ્ર મ્ગ્જ્ઞ ત્િત્ત . : દ્રવ્યશ્રુત એટલે
ભગવાનની વાણી અચેતન છે, તેના લક્ષે રાગની ઉત્પત્તિ થાય છે, વાણીના લક્ષૈ ધર્મની ઉત્પત્તિ થતી નથી પણ
આસ્રવની ઉત્પત્તિ થાય છે, વાણીના લક્ષે જે જ્ઞાન થાય તે આત્માનો સ્વભાવ નથી. જ્ઞાનસ્વભાવની સાથે અભેદ
થઈને જે જ્ઞાન પરિણમે તે આત્મ સ્વભાવ છે. ભગવાનની વાણીના લક્ષે પુણ્યભાવ થાય છે, તે પણ અચેતન છે,
તે ધર્મનું કે સમ્યગ્જ્ઞાનનું કારણ નથી. આત્મા પોતે ચેતન છે, તેનું અવલંબન છોડીને અચેતન વાણીના અવલંબને
જો પરિણમે તો આસ્રવભાવ છે; તે વખતના શુભભાવ થાય છે તેનાથી ચારે ઘાતિકર્મો પણ બંધાય છે, અને
ધાતિકર્મો તે પાપરૂપ જ છે, એ રીતે દ્રવ્ય–શ્રુતના લક્ષે પુણ્ય–પાપરૂપ આસ્રવ થાય છે. તેથી જડના આશ્રયે જે જ્ઞાન
થાય તે પણ અચેતન છે, કેમકે તે જ્ઞાન ચેતનના વિકાસને રોકનારું છે. ચેતનરૂપ જ્ઞાનસ્વભાવના આશ્રયે
સમ્યગ્જ્ઞાન થાય છે. ને સંવર–નિર્જરારૂપ નિર્મળભાવની ઉત્પત્તિ થઈને અસ્રવનો નાશ થાય છે. આમ જે જીવ જાણે
છે તે પોતાના જ્ઞાનસ્વભાવના સ્વામીત્વપણે જ પરિણમે છે. અચેતન વસ્તુનો કર્તા કે સ્વામી પોતાને માનતો
નથી, ને અચેતનના આશ્રયે થનારા જ્ઞાન જેટલો પોતાને માનતો નથી, જે રૂપિયાની તિજોરીમાં હાથ નાંખે તેને
રૂપિયા મળે, ને કાળીજીરિના કોથળામાં હાથ નાંખે તેને કાળીજીરી મળે. એ દ્રષ્ટાંત ઉપરથી એટલું સમજવાનું છે કે–
જે અચેતનવાણીની રુચિ ને વિશ્વાસ કરે તેને તેની વર્તમાનદશામાં રાગાદિની અને અજ્ઞાનની જ પ્રાપ્તિ થાય, અને
જ્ઞાનાદિ અનંત ગુણોના ભંડારરૂપ પોતાના સ્વભાવની રુચિ ને વિશ્વાસ કરે તો તેને પોતાના પર્યાયમાં પણ
સમ્યગ્જ્ઞાન ને શાંતિની પ્રાપ્તિ થાય છે. માટે જેણે પોતાના આત્મામાં સમ્યગ્દર્શન, શાંતિ, સુખ

PDF/HTML Page 7 of 33
single page version

background image
: ૬૪ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
વગેરે પ્રગટ કરવો હોય તેણે ક્યાંય બહારમાં ન જોતાં, અનંતગુણસ્વરૂપ પોતાના આત્મસ્વભાવમાં જોવું.
આત્મસ્વભાવ તરફ વળતાં સમ્યગ્દર્શન–જ્ઞાન વગેરે પ્રગટ થાય છે. અને તે સિવાય વાણી–શાસ્ત્ર વગેરે બાહ્ય
વસ્તુઓના લક્ષે કાળીજીરી જેવા આસ્રવ ને બંધભાવો થાય છે.
() ત્સ્ શ્ર પ્ર . : આત્મસ્વભાવ સમજવામાં તેમ જ સમજ્યા પહેલાં
અને સમજ્યા પછી પણ સત્શ્રુત નિમિત્તરૂપ હોય છે, તેનો અહીં નિષેધ નથી. પણ જો નિમિત્તોનો આશ્રય છોડીને
પોતાના સ્વભાવનો આશ્રય કરે તો જ જીવને સમ્યગ્જ્ઞાન થાય છે, અને એ રીતે સ્વાશ્રયે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે તો
જ શ્રુતને તેનું નિમિત્ત ખરેખર કહેવાય અને તેના દ્રવ્યશ્રુતના જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહેવાય છે. એ રીતે અહીં
નિમિત્તનો–વ્યવહારનો આશ્રય છોડીને સ્વભાવનો આશ્રય કરવો તે પ્રયોજન છે, તે જ ધર્મનો રસ્તો છે.
() જ્ઞ િ ? : પ્રશ્ન:– જો શ્રુત–શાસ્ત્ર તે જ્ઞાનનું કારણ નથી, તો જ્ઞાનીઓ પણ
આખો દિવસ સમયસાર–પ્રવચનસાર આદિ શાસ્ત્રો હાથમાં રાખીને કેમ વાંચે છે?
ઉત્તર:– પહેલાં એ સમજો કે આત્મા શું? જ્ઞાન શું? શાસ્ત્ર શું? ને હાથ શું? હાથ અને શાસ્ત્ર તે તો બંને
અચેતન છે, આત્માથી જુદા છે, તેની ક્રિયા તો કોઈ આત્મા કરતો નથી, જ્ઞાનીને સ્વાધ્યાય વગેરેનો વિકલ્પ
થયો અને તે વખતે જ્ઞાનમાં તે પ્રકારના જ્ઞેયોને જ જાણવાની લાયકાત હતી તેથી જ્ઞાન થાય છે, ને તે વખતે
નિમિત્તરૂપે સમયસારાદિ શાસ્ત્ર તેના પોતાના કારણે સ્વયં હોય છે. ત્યાં જ્ઞાનીએ તો આત્મસ્વભાવના આશ્રયે
જ્ઞાન જ કર્યું છે, હાથની, શાસ્ત્રની, કે રાગની. ક્રિયા પણ તેણે કરી નથી. શાસ્ત્રના કારણે જ્ઞાન થતું નથી. અને
જીવના વિકલ્પના કારણે શાસ્ત્ર આવ્યું નથી. જ્ઞાનનું કારણ તો પોતાનો જ્ઞાનસ્વભાવ હોય, કે અચેતન વસ્તુ
હોય? જેને પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા નથી અને અચેતન શ્રુતના કારણે પોતાનું જ્ઞાન માને છે તેને
સમ્યગ્જ્ઞાન થતું નથી આ ભગવાન આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે. સર્વજ્ઞવીતરાગદેવની સાક્ષાત્ વાણી તે જ્ઞાનનું
અસાધારણ–સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે, તે અચેતન છે. તેના આશ્રયે–તેના કારણે પણ આત્માને કિંચિત જ્ઞાન થતું
નથી. તો અન્ય નિમિત્તોની તો શું વાત!
() જ્ઞ િ. : કોઈ એમ કહે કે–પહેલાં તો વાણી વગેરે નિમિત્તના લક્ષે
આત્મા આગળ વધે ને? તો તેને કહે છે કે ભાઈ, વાણીના લક્ષે બહુ તો પાપભાવ ટાળીને પુણ્યભાવ થાય, પણ
તે કાંઈ આગળ વધ્યો કહેવાય નહિ. કેમકે શુભભાવ સુધી તો જીવ અનંતવાર આવી ચુક્યો છે. શુભ–અશુભથી
આત્માનું ભેદ–જ્ઞાન કરીને સ્વભાવમાં આવે તો જ આગળ વધ્યો કહેવાય. નિમિત્તના લક્ષે કદી પણ ભેદજ્ઞાન
થાય નહિ, પોતાના જ્ઞાનસ્વભાવના લક્ષે શરૂઆત કરે તો જ આગળ વધે ને ભેદજ્ઞાન પ્રગટ કરીને પૂર્ણતા થાય.
() જા જ્ઞ િજ્ઞ ? : પ્રશ્ન:– આત્મામાં જ જો પૂરું
જ્ઞાનસામર્થ્ય ભર્યું છે, ને વાણીથી જ્ઞાન થતું નથી, તો આ બધા જિજ્ઞાસુઓ અહીં સાંભળવા કેમ આવે છે?
પોતામાં છે તેમાંથી કેમ કાઢતા નથી?
ઉત્તર:– અહીં સાંભળવા આવે છે એટલે શું? તેમાં આત્મા શું કરે છે? તે વિચારો. જડ શરીરને કાંઈ
આત્મા ઉપાડી લાવ્યો નથી, શરીરનું ક્ષેત્રાંતર તેના કારણે થયું છે. અને આત્માનું ક્ષેત્રાંતર આત્માના કારણે થયું
છે. જિજ્ઞાસુ જીવોને સત્ શ્રવણની ઈચ્છા થાય, તે શુભરાગ છે. તે રાગને કારણે કે શ્રવણને કારણે જ્ઞાન થતું
નથી. તેમજ સત્ શ્રવણની ઈચ્છા થઈ માટે આત્માનું ક્ષેત્રાંતર થયું એમ પણ નથી. કેમકે ઈચ્છા તે ચારિત્રનો
વિકાર છે. ને ક્ષેત્રાંતર તે ક્રિયાવતી શક્તિની અવસ્થા છે. બંને જુદા જુદા ગુણના કાર્યો છે. એક ગુણનો પર્યાય
બીજા ગુણના પર્યાયમાં કાંઈ કાર્ય કરતો નથી, તો પછી આત્મા પર વસ્તુમાં તો શું કરે? શ્રવણ વખતે પણ
શબ્દોના કારણે જ્ઞાન થતું નથી. જ્ઞાનના તે સમયના પર્યાયની તેવી જ લાયકાત છે, તેથી તે વખતે સામે
નિમિત્તરૂપે તેવા જ શબ્દો સ્વયં હોય, અજ્ઞાનીને એમ લાગે છે કે શબ્દના કારણે જ્ઞાન થયું; પણ તેમ નથી,
આત્માની સમજણ તો અંતરસ્વભાવના આશ્રયરૂપ પુરુષાર્થથી જ થાય છે. જિજ્ઞાસુજીવોને કુગુરુનો સગ છોડીને,
સત્પુરુષની વાણીનું શ્રવણ કરવાનો ભાવ આવે, પણ મારું જ્ઞાન વાણીના કારણે નથી, વાણીના લક્ષે પણ મારું
જ્ઞાન નથી. અંતરમાં જ્ઞાનસ્વભાવમાંથી જ મારું જ્ઞાન આવે છે’ એમ નક્કી કરીને જો સ્વભાવ તરફ વળે તો જ
સમ્યગ્જ્ઞાન થાય છે. વાણીના લક્ષે સમ્યગ્જ્ઞાન થતું નથી. એ રીતે સત્નું શ્રવણ કરનાર જીવનું જ્ઞાન સ્વતંત્ર છે,
ઈચ્છા તેનાથી સ્વતંત્ર છે, ક્ષેત્રાંતર સ્વતંત્ર છે, શરીરની ક્રિયા સ્વતંત્ર છે ને સામાની વાણી પણ સ્વતંત્ર છે.
[સમયસાર ગા ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનોમાંથી]

PDF/HTML Page 8 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૬૫ :

ક્રમબદ્ધ પર્યાયની કે કેવળજ્ઞાની પ્રતીત થાય નહિ
જ્ઞાન ચેતન છે અને વાણી જડનું પરિણમન છે; જ્ઞાન અને વાણી બંને પોતપોતાના પર્યાયમાં સ્વતંત્રપણે
ક્રમબદ્ધ પરિણમે છે.
પ્રશ્ન:– જો દરેક પર્યાય ક્રમબદ્ધ થાય છે, તો રાગાદિ ભાવો થાય તે પણ ક્રમબદ્ધ થાય છે ને? તો તેને
ટાળવાનો પુરુષાર્થ નથી રહેતો.
ઉત્તર:– જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ હોય તેને એવો પ્રશ્ન ઊઠે નહિ; કેમકે દ્રવ્યદ્રષ્ટિના જોરે જ
અનાદિ અનંત ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે, દ્રવ્ય–દ્રષ્ટિ થયા વગર ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા હોતી નથી.
અને દ્રવ્યદ્રષ્ટિ થતાં જીવ રાગને પોતાનું સ્વરૂપ માને નહિ કેમકે ત્રિકાળી દ્રવ્યમાં રાગ નથી; તેથી તે જીવ ખરેખર
રાગનો જ્ઞાતા જ રહે છે એટલે પરમાર્થે તેને રાગ થતો નથી પણ ટળતો જ જાય છે. મારી અને જગતના બધા
પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. એમ નક્કી કરનાર જીવ એકેક પર્યાયને નથી જોતો, પણ દ્રવ્યના ત્રિકાળી
સ્વરૂપને જુએ છે. એવો જીવ રાગની લાયકાતને જોતો નથી, કેમકે ત્રિકાળી સ્વભાવમાં રાગની લાયકાત નથી.
એટલે ત્રિકાળી સ્વભાવમાં એકતાના જોરે તેને રાગ ટળતો જ જાય છે. આવા ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરવામાં
રાગરહિત શ્રદ્ધા–જ્ઞાનનો અનંત પુરુષાર્થ કાર્ય કરી રહ્યો છે. ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ કરતાં તો પરનો,
વિકારનો ને પર્યાયનો આશ્રય છૂટીને એકલા અભેદ સ્વભાવનો જ આશ્રય રહે છે, તે સ્વભાવમાંથી રાગની
ઉત્પત્તિ થતી જ નથી, એટલે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધાવાળા સમ્યગ્દ્રષ્ટિને ક્રમે ક્રમે સ્વભાવની એકતા જ થતી જાય
છે. ને રાગ ક્રમે ક્રમે ટળતો જ જાય છે. સ્વભાવદ્રષ્ટિને લીધે તેને સ્વભાવની ઉત્પત્તિનો ક્રમ છે, ને રાગ ટળવાનો
ક્રમ છે. તો હવે ‘રાગ થવાનો હશે તો થશે’ એ વાત ક્યાં રહી? રાગ ઉપર જ જેની દ્રષ્ટિ છે તેને તો રાગ અને
આત્માના ભેદનો વિચાર જ નથી, તેને તો રાગ તે જ આત્મા છે એટલે તેને રાગની જ ઉત્પત્તિ થાય છે. પણ
જેને રાગ રહિત ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે ને રાગનો નિષેધ છે તેને તો સ્વભાવની નિર્મળતાની જ ઉત્પત્તિ
થાય છે ને રાગ ટળતો જાય છે. સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રની નબળાઈથી જે અલ્પ રાગ થાય છે તે ખરેખર ઉત્પત્તિરૂપ
નથી પણ ટળવા ખાતે જ છે; કેમ કે રાગ થાય છે તે વખતે ય રાગનો આશ્રય નથી પણ દ્રવ્યનો જ આશ્રય છે.
સ્વ અને પર બધા પદાર્થો ક્રમબદ્ધપર્યાયમાં પરિણમે છે, એમ નક્કી કરતાં જ, જ્ઞાનનો ક્રમ જ્ઞાનથી અને
વાણીનો ક્રમ જડથી–એમ બંનેનું ભેદજ્ઞાન થઈને જ્ઞાન પોતાના સ્વભાવમાં વળે છે. સ્વભાવ તરફ વળ્‌યા વગર
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થઈ શકે નહિ. પર તરફના વલણથી ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય હોઈ શકે નહિ. જેમ
સ્વદ્રવ્ય તરફ ઢળ્‌યા વગર સ્વ–પરના ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય હોઈ શકે નહિ, તેમ સ્વદ્રવ્યના નિર્ણય વગર
યથાર્થપણે કેવળીભગવાનનો નિર્ણય પણ થઈ શકે નહિ. પોતે રાગથી અંશે જુદો પડ્યા વગર પૂર્ણ રાગરહિત
એવા કેવળજ્ઞાનનો નિર્ણય ક્યાંથી કરી શકે? રાગ અને જ્ઞાન વચ્ચેના ભેદજ્ઞાન વગર રાગરહિત કેવળજ્ઞાનની
પરમાર્થે પ્રતીતિ હોય નહિ. આથી એમ બતાવ્યું કે સ્વદ્રવ્યના સ્વભાવના નિર્ણયથી જ ધર્મ થાય છે;
કેવળીભગવાનનો નિર્ણય કરવામાં પણ પરમાર્થે તો પોતાના આત્મદ્રવ્યના નિર્ણયનો જ પુરુષાર્થ છે. આત્મ–
નિર્ણયના પુરુષાર્થ વગર કેવળી ભગવાનના વચનોની પણ ખરી પ્રતીતિ કહેવાય નહિ.
(વિશેષ માટે ‘વસ્તુવિજ્ઞાનસાર’ વાંચો)
સમયસાર ગા. ૩૯૦થી૪૦૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી
સફળ અવતર
અહો, આ આત્માના સ્વભાવની અપૂર્વ વાત છે. અત્યારે પ્રમાદ ટાળીને આત્માની જાગૃતિ
કરવાનાં ટાણાં છે. મનુષ્યપણું પામીને પણ ઘણા જીવોનો ઘણો કાળ તો પ્રમાદમાં ચાલ્યો જાય છે, ધર્મના
બહાને પણ પ્રમાદમાં અને ટીખળમાં કાળ જાય છે. જો આ જીવનમાં આત્માની જાગૃતિ કરીને સત્સ્વભાવ
ન સમજ્યો તો અવતાર નકામો છે. અને જો અપૂર્વ રુચિથી આત્માનું સમ્યગ્જ્ઞાન પ્રગટ કરી લ્યે તો તેનો
અવતાર નિષ્ફળ નથી પણ કેવળજ્ઞાનદશાને જન્મ કરવા માટે તેનો સફળ અવતાર છે.
સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનોમાંથી.

PDF/HTML Page 9 of 33
single page version

background image
: ૬૬ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :


પ્રશ્ન:– આત્મા ચૈતન્ય સ્વરૂપ છે ને શરીરથી જુદો છે એ વાત તો અમે માનીએ છીએ, પરંતુ શરીરમાં
જ્યારે રોગ થાય ત્યારે અમારે તેની દવા તો કરવી જોઈએ કે નહિ?
ઉત્તર:– આત્મા શરીરથી જુદો છે, ને શરીરાદિ પર દ્રવ્યનું કાંઈ જ કરી શકતો નથી–એવું વસ્તુસ્વરૂપ
સમજાયું હોય તો ઉપરનો પ્રશ્ન ઊઠવાનો અવકાશ રહેતો નથી. ‘આત્મા શરીરથી જુદો નથી પણ શરીરનો કર્તા
છે–એવી જેની અજ્ઞાનબુદ્ધિ છે તેને જ ઉપરનો પ્રશ્ન ઊઠે છે. ‘દવા કરવી કે ન કરવી’ એવો પ્રશ્ન તો ક્યારે ઊઠે?
જો દવાની ક્રિયા આત્માને આધીન હોય તો તે પ્રશ્ન ઊઠે. જે કામ કરવા પોતે સમર્થ નથી તેના સંબંધમાં ‘મારે
આ કરવું કે ન કરવું’ એવો પ્રશ્ન હોય નહિ. શરીરની કે દવા લાવવાની ક્રિયા આત્મા કરી શકતો જ નથી. આત્મા
તો સ્વ–પરનું જ્ઞાન કરે અને બહુ તો રાગ–દ્વેષ–મોહભાવ પોતામાં કરે. જેને શરીર ઉપરનો રાગ હોય એવા
જીવને દવા કરવાનો વિકલ્પ થાય, પણ દવા તો આવવાની હોય તો તેના કારણે સ્વયં આવે છે. આત્મા પરમાં
એક રંચમાત્ર ફેરફાર કરી શકતો નથી. અહીં તો આચાર્યદેવ એ વાત સમજાવે છે કે જે રાગ ભાવ થાય તે
કરવાનું ય આત્માનું કાર્ય નથી, અને પોતાને ભૂલીને પરને જાણવામાં રોકાય એવું જ્ઞાન પણ આત્માનું સ્વરૂપ
નથી. આત્માના સ્વભાવ તરફ વળીને જાણે તે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. જડ શરીરની ને દવા કરવાની વાત તો
જુદી રહી. જડની અવસ્થાઓ ક્ષણે ક્ષણે જેમ થવાની હોય તેમ જડના સ્વભાવથી થયા જ કરે છે; અજ્ઞાની જીવ
પોતાના જાણનાર સ્વભાવને ભૂલીને તેનું અભિમાન કરે છે, જ્ઞાની જીવ તેનાથી ભિન્નતા જાણીને પોતાના જ્ઞાન
સ્વભાવ તરફ વળે છે. ને રાગના તથા પરના જાણનાર રહે છે.
દવાને, શરીરને, રાગને અને આત્માને–બધાયને એકમેક માને તે જીવને એવો પ્રશ્ન થાય છે કે ‘શરીરમાં
તાવ આવે ત્યારે મારે દવા કરવી કે નહિ? પણ ભાઈ! તું વિચાર તો કર કે ‘તું એટલે કોણ? અને દવા કરવી
એટલે શું’ તું એટલે જ્ઞાન અને દવા એટલે અનંતા જડ રજકણો. શું તારું જ્ઞાન તે જડ રજકણોની ક્રિયા કરે?
‘મારે સસલાનાં શીંગડા કાપવા કે ન કાપવા? ’ એવો પ્રશ્ન જ ક્યારે હોઈ શકે? જો સસલાનાં શીંગડા હોય તો
એ પ્રશ્ન ઊઠે. પણ સસલાના શીંગડા જ નથી તો પછી તેને કાપવા કે ન કાપવાનો સવાલ જ ઊઠતો નથી. તેમ
આત્મા પર વસ્તુનું કાંઈ કરી શકતો હોય તો ‘મારે કરવું કે ન કરવું’ એવો પ્રશ્ન ઊઠે તે વાજબી છે. પણ આત્મા
પરનું કાંઈ કરી શકતો જ નથી, તો પછી ‘હું પરનું કરું’ કે ‘હું પરનું ન કરું’ એ બંને માન્યતા મિથ્યાત્વ છે.
સત્યની સમજણ તે વીતરાગતાનું કારણ છે.
‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પરનું કાંઈ કરી શકતો નથી, જડની ક્રિયાઓ એની મેળે થવાની હોય તેમ થયા
કરે છે’ આમ સમજીને પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળવું અને પરથી ઉદાસીન થવું તે પ્રયોજન છે. પરંતુ
સ્વચ્છંદ સેવીને વિષયકષાય પોષવાની આ વાત નથી. આ તો એવી અપૂર્વ વાત છે કે યથાર્થ સમજે તો
વીતરાગતા થઈ જાય. પહેલાં શ્રદ્ધામાં વીતરાગતા થાય અને પછી ચારિત્રમાં વીતરાગતા થાય. કોઈ જીવો
સ્વચ્છંદી થઈને વિષય કષાયને પોષે તો તે સત્યની સમજણનું ફળ નથી, પણ તે જીવ સત્યને સમજ્યો નથી તેથી
તેની અણસમજણનું જ તે ફળ છે. તેથી સત્યને જરા ય દોષ નથી. સત્ સ્વભાવ સમજે અને વિષયકષાય વધે
એમ કદી ન બને, કેમ કે સત્ સ્વભાવની સમજણ તો વીતરાગતાનું જ કારણ છે.
(શ્રી સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી)
આત્માની સાચી ધગશ
દરેક આત્માનું પોતાનું સ્વરૂપ પોતાથી પૂરું છે. જે જીવ પોતાના આવા સ્વરૂપને
સમજે તેને જ કલ્યાણ પ્રગટે છે. અને જેને પોતાના આત્મહિતની સાચી દરકાર છે ને
ભવભ્રમણનો ભય છે તેવા આત્માર્થી જીવને જ સત્સમાગમે આત્મસ્વભાવ સમજાય તેમ
છે, પોતાના આત્માની સાચી ધગશ વગર અને સત્સમાગમ વગર આત્મસ્વભાવ
સમજાય તેમ નથી, ને તે વગર જન્મ–મરણ ટળે તેમ નથી.

PDF/HTML Page 10 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૬૭ :
મહાન પરમાગમ શ્રી પ્રવચનસારનું
ભાદરવા સુદ બીજને દિવસે શ્રી પ્રવચનસાર પરમાગમનું ગુજરાતી ભાષામાં પ્રકાશન થયું,
તે પ્રસંગે પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી
પ્રવચનસારનો ગુજરાતી અનુવાદ અને તેના અનુવાદક
આજે આ પ્રવચનસાર બે હજાર વર્ષે ગુજરાતી ભાષામાં બહાર પડે છે. આજથી લગભગ બે હજાર વર્ષ
પહેલાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસાર–પ્રવચનસાર–નિયમસાર વગેરે મહાન શાસ્ત્રો રચીને આ
ભરતક્ષેત્રમાં શ્રુતની અપૂર્વ પ્રતિષ્ઠા કરી, ત્યારબાદ લગભગ એક હજાર વર્ષે શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવ થયા;
તેઓ શ્રીએ સમયસાર, પ્રવચનસારાદિ શાસ્ત્રોની સંસ્કૃત ટીકા રચીને તેના ગંભીર ભાવો ખોલ્યાં; ત્યારબાદ,
આજથી લગભગ ૧૫૦ વર્ષ પહેલાં જૈપુરનિવાસી પં. જયચંદ્રજીએ સમયસારનું હિંદી ભાષાંતર કર્યું હતું. અને
આઠેક વર્ષ પહેલાં સમયસારનો ગુજરાતી અનુવાદ બહાર પડ્યો છે તે અનુવાદ ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ
શાહ (
B. Sc.) એ કર્યો છે. શ્રી પ્રવચનસાર પરમાગમના કેટલાક સાધારણ ભાવો લઈને શ્રી પાંડે
હેમરાજજીએ હિંદીમાં બાલાવબોધભાષાટીકા કરી હતી, પરંતુ તેમાં મૂળ ટીકાના પૂરા ભાવો ન હતા. અત્યારે આ
પ્રવચનસાર અક્ષરશ: ગુજરાતી ભાષામાં અનુવાદ સહિત આ હિંદમાં બે હજાર વર્ષે બહાર પડે છે, તે મહા
પ્રભાવનાનું કારણ છે. આ અક્ષરશ: અનુવાદ ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ (
B. Sc.) એ કર્યો છે, તેથી
તેમનો આ સંસ્થા ઉપર અને જિજ્ઞાસુ જીવો ઉપર મહાન ઉપકાર છે.
પ્રવચનોના શ્રવણમનથી તેમજ તેમના પોતાના શ્રદ્ધા–વૈરાગ્ય–ઉત્સાહ અને હોંશથી ભાઈશ્રી
હિંમતભાઈએ આ પ્રવચનસારના અક્ષરશ: અનુવાદનું જે કામ કર્યું છે તેની કોઈ કિંમત ન થઈ શકે; તેમણે તો
પોતાના આત્મા ખાતર આ કાર્ય કર્યું છે.
સમજનાર જીવોના મહાભાગ્ય
આજે બીજ અને રવિવાર છે. બીજ એટલે ચંદ્ર, ને રવિ એટલે સૂર્ય. આ સંસ્થા સાથે સંબંધ ધરાવતા
ઘણા પ્રસંગોમાં રવિવાર અને બીજ આવે છે. આજે આ મહા માંગળિક પ્રસંગનો દિવસ છે. ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવનું આ પ્રવચનસાર આજે હિંદુસ્તાનમાં મહા અપૂર્વ શ્રુત્ર પ્રભાવના માટે બહાર પડે છે; અને તે,
સમજનાર જીવોના મહાભાગ્ય અને પાત્રતા સૂચવે છે. આવા પ્રવચનસારનો યોગ મળ્‌યો તે મહાભાગ્ય છે, તે
પૂર્વના પુણ્ય છે અને તેના ભાવો અંતરમાં સમજવા તે મહા પાત્રતા છે, તેમાં પોતાનો વર્તમાન પુરુષાર્થ છે. એ
રીતે પુણ્ય અને પુરુષાર્થની સંધિ છે.
પ્રવચનસાર એટલે દિવ્યધ્વનિો સાર
શ્રી સર્વજ્ઞદેવના દિવ્યધ્વનિને ‘પ્રવચન’ કહેવાય છે, તેનો ‘સાર’ આ પરમાગમમાં ભરેલો છે તેથી આનું
નામ ‘પ્રવચનસાર’ છે. સર્વજ્ઞ ભગવાનના દિવ્યધ્વનિમાંથી આ શાસ્ત્ર આવેલું છે. મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન
તીર્થંકરદેવ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં કુંદકુંદપ્રભુ ગયા હતા અને ત્યાં એક અઠવાડિયું રહીને
ભગવાનનો દિવ્યધ્વનિ સાંભળ્‌યો હતો; તેના સાર રૂપે તેમજ શ્રી મહાવીરભગવાનની પરંપરાથી મળેલા જ્ઞાન
વડે કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્ર રચ્યું છે. આ શાસ્ત્રના કથનો અક્ષરે અક્ષર સત્ય છે; પરમ સત્ય છે, જો સર્વજ્ઞ
ભગવાનનું જ્ઞાન ફરે તો આ શાસ્ત્રના અક્ષર ફરે, અને કુંદકુંદઆચાર્યભગવાન સીમંધરભગવાન પાસે ગયા હતા
એ વાત નિઃસંદેહ એમ જ છે;
શ્રુતની મહા પ્રતિષ્ઠા કરનાર વિભુ કુંદકુંદ
મહા વિદેહમાંથી આઠ દિવસ સુધી દિવ્યધ્વનિનું શ્રવણ કરીને કુંદકુંદઆચાર્યદેવ પોતાના આત્મામાં અપૂર્વ
જ્ઞાન લઈ આવ્યા. પહેલાં પોતે મુનિદશામાં તો હતા જ અને મહાવીર ભગવાનની પરંપરાથી મળેલું જ્ઞાન તો
તેમને હતું, પણ સીમંધર ભગવાન પાસે જવાથી તેમના જ્ઞાનની નિર્મળતા ઘણી વધી ગઈ. અને શ્રી સમયસાર,
પ્રવચનસાર, નિયમસાર, વગેરે શાસ્ત્રોની રચના કરીને તેઓ શ્રીએ આ ભરતક્ષેત્રમાં શ્રુતજ્ઞાનની મહાપ્રતિષ્ઠા
કરી. તે શ્રુત અત્યારે ઘણું બહાર આવતું જાય છે, ને વર્તમાનમાં જીવોને પણ તેના ભાગ્યનો યોગ છે. ચંદ્રગિરિ
પર્વત ઉપરના એક શિલાલેખમાં લખ્યું છે કે ‘જે પવિત્ર આત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ
કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી?’

PDF/HTML Page 11 of 33
single page version

background image
: ૬૮ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
મોક્ષનાં ભાજન
સાક્ષાત્ તીર્થંકર ભગવાન પોતાના દિવ્યધ્વનિથી જે કહેતા હોય તેમાં અને આ પ્રવચનસારમાં શ્રી
કુંદકુંદાચાર્ય દેવ જે કહે છે તેમાં જરાય ફેર નથી, તેમાં ફેર માને તે મિથ્યાદ્રષ્ટિ છે. જેના આત્મામાં પાત્રતા નહિ
હોય તેને આ વાત નહિ બેસે, અને જે પાત્ર આત્માઓ હશે તેને જરૂર રુચશે. જેને રુચશે તે અલ્પકાળમાં
મોક્ષના ભાજન છે, અને તે જીવો અલ્પકાળમાં પોતાની પરમાત્મદશાને વરશે, એમાં કાંઈ સંદેહ નથી. અત્યારે
આ જે સમયસાર–પ્રવચનસારાદિનો મહાન યોગ બન્યો છે તે અમુક આત્માઓના અપૂર્વ સંસ્કાર અને અપૂર્વ
પાત્રતા બતાવે છે.
પ્રવચનસારના અનુવાદની અપૂર્વતા
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના સમયસાર–પ્રવચનસારાદિ પરમાગમોની પ્રભાવના અત્યારે ખૂબ થઈ રહી
છે. વિ. સં. ૧૯૯૭ માં સમયસાર ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયું અને તેની બે હજાર નકલ થોડા વખતમાં જ
ખપી ગઈ. તેનું ગુજરાતી પણ હિંમતભાઈએ કર્યું હતું; તેમાં તો કાંઈક આધાર હતો. પણ આ પ્રવચનસારનું
ગુજરાતી ભાષાંતર તો મૂળ ગાથા–ટીકા ઉપરથી તદ્ન નવું જ કરવાનું હતું, તેથી તેમાં ઘણી મહેનત પડી છે.
તેમણે ઘણી બુદ્ધિ અને મહેનતથી આ કામ પાર પાડયું છે. મૂળ ગાથા અને ટીકાના પૂરેપૂરા ભાવો સાચવીને
અક્ષરશ: અનુવાદ કર્યો છે, જ્યાં જરૂર પડી ત્યાં ભાવાર્થ ભરીને અને ફૂટનોટ નાંખીને ઘણું સ્પષ્ટ કર્યું છે. તે
ઉપરાંત મૂળ ગાથાનું ગુજરાતી હરિગીત પણ ઘણું સરસ કર્યું છે. આ પ્રવચનસાર અપૂર્વ વસ્તુ છે; અત્યાર સુધી
દેશભાષામાં અક્ષરશ: ભાષાંતર કરનાર કોઈ નીકળ્‌યું નહિ, અને આ કાળે અહીંથી તૈયાર થયું છે, તે અત્યારના
કોઈ અપૂર્વ પ્રભાવશાળી યોગે આ બન્યું છે.
પ્રવચનસારના રચયિતા અને તેનો મહિમા
પ્રવચનસાર એટલે વીતરાગદેવની દિવ્યવાણીનો સાર; આ પ્રવચનસારમાં ચારિત્રની મુખ્યતાથી વર્ણન
છે. જેમ શરીરની શોભામાં ચાંદલો છે તેમ આત્માની મુક્તિના રસ્તે ચાલનારા સાધક જીવોને આ પ્રવચનસાર
મુખ્ય ચાંદલા સમાન છે.
પ્રવચનસારની શરૂઆતમાં જ શ્રી કુંદકુંદ આચાર્યભગવાન કહે છે કે–હું, જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય એવા
સામ્યભાવરૂપ ચારિત્રને અંગીકાર કરું છું, આત્માના પરમ ઉપશમરસને ધારણ કરું છું. અહો, આચાર્યદેવનું એ
કથન તો અક્ષરે અક્ષર સત્ય છે. પોતાને તેવી ચારિત્રદશા વર્તી રહી હતી ત્યારે આ શાસ્ત્ર લખાઈ ગયું છે. આ
શાસ્ત્રમાં મુખ્યપણે દર્શન–જ્ઞાન–પૂર્વકના ચારિત્રનું વર્ણન છે. કથનમાં જ્ઞાન પ્રધાનતા છે. એકદમ આત્મસ્વરૂપના
અનુભવની લીનતા થતાં ત્રણ કષાયના નાશથી ચારિત્રદશા પ્રગટે તેની આમાં વાત છે. અને એવી
ચારિત્રદશામાં ઝૂલતા મહામુનિનું આ કથન છે. આ પરમાગમના ભાવોની રુચિથી હા પાડવામાં અનંતા
તીર્થંકરો–સર્વજ્ઞો–સંતો અને જ્ઞાનીઓની હા આવી જાય છે અને આના એક અક્ષરની પણ ના પાડવી તે અનંતા
તીર્થંકરો–સર્વજ્ઞો–સંતો અને જ્ઞાનીઓની ના પાડવા જેવું છે, આની હા પાડનાર કોણ છે? જેને પોતાના ભાવમાં
ગોઠયું છે તે જ હા પાડે છે. આ કથનની હા પાડવી એમ કહેવું તે વ્યવહારમાં વિનયથી છે ખરેખર તો આની હા
પાડનારે આના વાચ્યભૂત પોતાના જ્ઞાન અને સુખથી ભરેલા સ્વભાવની જ હા પાડીને તેનો આદર કર્યો છે. તે
જીવ અલ્પકાળે પૂર્ણ જ્ઞાન અને સુખમય દશાને પ્રાપ્ત કરે છે.
અર્હંત ભગવાને વિહારાદિ ક્રિયાઓ તે ક્ષાયિક ક્રિયા છે
આ શાસ્ત્રની ૪૫ મી ગાથામાં ‘કેવળી ભગવાન કેવા હોય’ તે વાત આચાર્યદેવ કહે છે. કેવળી
ભગવાનને આહાર વગેરે તો હોતું નથી, પણ યોગના કંપનના નિમિત્તે વિહાર, આસન, સ્થાન અને દિવ્યધ્વનિ
ઈચ્છા વગર હોય છે. અહીં એમ સિદ્ધ કરવું છે કે અરિહંતોને તે યોગનું કંપન કે વિહારાદિ બંધનું કારણ નથી પણ
મુક્તિનું કારણ છે. યોગનું પરિણમન સમયે સમયે ક્ષાયિકભાવમાં ભળતું જાય છે, યોગના કંપનના નિમિત્તે
કર્મબંધન તો થતું નથી પણ ઊલટો ક્ષાયિકભાવ વધતો જાય છે. યોગનું કંપન હોવા છતાં મોહના અભાવને લીધે
પારિણામિકભાવમાં અને ક્ષાયિક ભાવમાં જ વધારો થતો જાય છે, માટે યોગનું કંપન અને વિહારાદિ ક્રિયાઓ તે
ઔદયિકિ ક્રિયા નથી પણ ક્ષાયિકી ક્રિયા છે. અહો, આમાં અંતર દ્રષ્ટિની અપૂર્વ વાત છે, કેવળજ્ઞાનીની વાણીનું
રહસ્ય છે. યોગનું કંપન કેવળીભગવાનને નિર્મળતા જ વધારતું જાય છે, આ વાત

PDF/HTML Page 12 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૬૯ :
પર્યાયબુદ્ધિવાળો જીવ સમજી શકે નહિ, અધ્યાત્મ દ્રષ્ટિવાળા–અંતર્દષ્ટિવાળા કોઈ સમજે, બીજાને તેમાં પત્તો ખાય
નહિ અને આ વાત સમજે તેને ક્ષાયિક ભાવ પ્રગટ્યા વગર રહે નહિ.
“અરિહંત ભગવાનને યોગનું કંપન અને વિહાર દિવ્યધ્વનિ વગેરે હોય છે, તે બંધનું કારણ નથી પણ
મુક્તિનું કારણ છે તેથી તે ક્ષાયિક–ક્રિયા છે” આ પ્રમાણે અરિહંત ભગવાનની વાત ૪૫ મી ગાથામાં ચાલતી હતી
અને ભાવાર્થ બાકી હતો, ત્યાં જ વચ્ચે બરાબર આ પ્રવચનસારની પ્રભાવનાનો પ્રસંગ બન્યો છે. તીર્થંકરોના
ઉપદેશની અને વિહારની વાત ચાલતી હતી ત્યાં આ પ્રવચનસારની પ્રભાવનાનો ઉદય થયો છે–એ વાત પણ
કંઈક મેળ સૂચવે છે.
પ્રવચનસારના અભ્યાસનું ફળ
જે જીવ, શ્રી કુંદકુંદાચાર્ય ભગવાનના આ સમયસાર–પ્રવચનસાર વગેરે પરમાગમ શાસ્ત્રોનો સદ્ગુરુગમે,
મહિમા લાવીને, સ્વચ્છંદ છોડીને, આત્મહિતની બુદ્ધિથી અને ‘આમાં અપૂર્વ સ્વભાવની વાત છે’ એમ
સ્વભાવના લક્ષે નિરંતર અભ્યાસ કરશે તે જીવ અલ્પકાળે પરમ પદને પામશે અને પોતે જ અતીંદ્રિય જ્ઞાન અને
આનંદરૂપ થઈ જશે.

અપૂર્વ ભેદજ્ઞાન માટે

અહા! આચાર્યદેવે જ્ઞાનસ્વભાવની અપૂર્વ વાત કરી છે. વાણી અચેતન છે, તેના આધારે જ્ઞાન નથી;
જ્ઞાનસ્વભાવના આધારે જ જ્ઞાન થાય છે અહો! આ ભેદવિજ્ઞાનની પરમ સત્ય વાત છે, આત્મકલ્યાણનો માર્ગ
છે. પણ જેને પોતાના કલ્યાણની દરકાર નથી અને જગતના માન–આબરૂની દરકાર છે એવા તુચ્છબુદ્ધિ જીવોને
આ વાત નથી રુચતી, એટલે ખરેખર તેને પોતાનો જ્ઞાન–સ્વભાવ જ નથી રુચતો, ને વિકારભાવ રુચે છે; તેથી
આવી અપૂર્વ આત્મસ્વભાવની વાત કાને પડતાં એવા જીવો પોકાર કરે છે કે ‘અરે, આત્મા પરનું કાંઈ કરે નહિ–
એમ કહેવું તે તો ઝેરનાં ઈન્જેક્શન આપવા જેવું છે!’ અહો, શું થાય!! આ ભેદજ્ઞાનની પરમ અમૃત જેવી વાત
પણ તેને ઝેર જેવી લાગી!! આ એના પર્યાયનું પરિણમન પણ સ્વતંત્ર છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, વિકારનો
અને પરનો તે અકર્તા છે–એવી ભેદજ્ઞાનની વાત તો, અનાદિકાળથી જે મિથ્યાત્વરૂપી ઝેર ચડયું છે તેને ઉતારી
નાંખવા માટે, પરમ અમૃતનાં ઈન્જેક્શન જેવી છે. જો એક વાર પણ આત્મા ઈન્જેક્શન લે તો તેને જન્મ–
મરણનો રોગ નાશ થઈને સિદ્ધદશા થયા વગર રહે નહિ. આત્મા અને વિશ્વના દરેક પદાર્થ સ્વતંત્ર છે. પરિપૂર્ણ
છે, નિરાવલંબન છે–આવો સમ્યક્બોધ તે તો પરમ અમૃત છે ઝેર!! એવું પરમ અમૃત પણ જે જીવને ‘ઝેરના
ઈન્જેક્શન’ જેવું લાગે છે તે જીવને તેના મિથ્યાત્વભાવનું જોર જ તેમ પોકારી રહ્યું છે! આ તો નિજકલ્યાણ
કરવા માટેના અને મિથ્યાત્વરૂપી ઝેર દૂર કરવા માટેના અફર અમૃતનાં ઈન્જેક્શન છે. પોતાના પરિપૂર્ણ
સ્વભાવનો વિશ્વાસ કરે તો સમ્યગ્દર્શન પ્રગટે એટલે કે ધર્મની પહેલામાં પહેલી શરૂઆત થાય. અને તેનો
વિશ્વાસ ન કરતાં વાણીનો કે રાગનો વિશ્વાસ જ કરે તો તે જીવને મિથ્યાત્વરૂપ અધર્મ જ થાય છે.
આચાર્યદેવ કહે છે કે વાણીના આશ્રયે તારું જ્ઞાન નહિ પ્રગટે. રાગની ભૂમિકામાં વાણી તરફ લક્ષ જાય
ખરું, પરંતુ જો વાણીનું અવલંબન માનીને અટકે તો મિથ્યાજ્ઞાન છે. વાણીના અવલંબન રહિત પૂરા
જ્ઞાનસ્વભાવના આશ્રયે જ સમ્યગ્જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન અને વાણી જુદા છે. જ્ઞાનમાંથી વાણી નીકળતી નથી,
અને વાણીમાંથી જ્ઞાન પ્રગટતું નથી, જ્ઞાનમાં જેવી લાયકાત હોય તેવી વાણી નિમિત્તરૂપે હોય–એવો નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ છે, ત્યાં અજ્ઞાની જીવ ભ્રમથી એમ માને છે કે વાણીને કારણે જ્ઞાન થાય છે. તેથી તે વાણીનો
આશ્રય છોડતો નથી ને સ્વભાવનો આશ્રય કરતો નથી, એટલે તેને સમ્યગ્જ્ઞાન થતું નથી. –એવા જીવને
વાણીથી જ્ઞાનની ભિન્નતા બતાવે છે. જ્ઞાન ચેતન છે. અને વાણી જડનું પરિણમન છે.
[સ. ગાથા ૩૯૦ થી ૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી

PDF/HTML Page 13 of 33
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :

(લેખાંક: પ)
[અંક ૬૧ થી ચાલુ] વીર સં. ૨૪૭૩ દ્વિ. શ્રાવણ વદ ૧૩ [ગાથા પ મી]
() સ્ જ્ઞ ! : અહીં ગ્રંથકારમુનિ કહે છે કે ‘હું’ કર્મોના ક્ષય માટે
સિદ્ધોને નમસ્કાર કરું છું. તેમાં ‘હું’ એટલે કોણ? તે નમસ્કાર કરનારે પોતે જાણ્યું છે. આ શરીરાદિ હું નહિ,
સિદ્ધને નમસ્કાર કરવાનો વિકલ્પ તે પણ હું નથી. એ વિકલ્પ તો રાગ છે–પુણ્યતત્ત્વ છે, તે જીવતત્ત્વ નથી.
‘કર્મના ક્ષય’ માટે નમસ્કાર કરું છું:– તો કર્મ શું છે અને તેનો ક્ષય એટલે શું? તે જાણવું જોઈએ. કર્મ તે
પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે, તો શું પુદ્ગલનો ક્ષય જીવ કરી શકે? જીવ પુદ્ગલ કર્મનો ક્ષય કરી શકે નહિ. પણ
જીવે વિકારનો ક્ષય કર્યો ત્યાં કર્મનો સ્વયં ક્ષય થઈ જાય છે તેથી ‘જીવે કર્મનો ક્ષય કર્યો’ એમ કહેવાય છે. એ
કથન કયા નયનું છે તે જાણ્યા વગર તેનો સાચો ભાવ સમજાય નહિ.
કર્મ અને જીવનો સંયોગ છે એમ કહેવાય છે તો ત્યાં તે વાક્ય કયા નયનું છે તે જાણવું જોઈએ. એ
વ્યવહાર નયનું વાક્ય છે એટલે ખરેખર જીવ અને કર્મ જુદા છે. બંનેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ જુદા જ છે.
આકાશના ક્ષેત્રની અપેક્ષાએ તેમનો સંયોગ કહેવાય છે, પણ આત્મા અને કર્મનું સ્વક્ષેત્ર ત્રણેકાળ અત્યંત જુદું
જુદું જ છે.
() સ્ ર્ક્ષ ? : કર્મના ક્ષય માટેના નમસ્કાર કેવા હોય? –
પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી પુણ્ય થાય; એવા નમસ્કાર તો જીવે અનંત કર્યા, એ નમસ્કાર
કર્મક્ષયનું કારણ નથી, તે તો કર્મના બંધનું કારણ છે. તો અહીં કર્મક્ષયના કારણરૂપ નમસ્કાર કેવા છે? મારું લક્ષ
સિદ્ધ ભગવાન ઉપર નથી, રાગ–વિકલ્પ ઉપર નથી, પણ હું મારા શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતારૂપ નમસ્કાર કરું છું
અને એ નમસ્કાર જ કર્મક્ષયનું કારણ છે. એમ નમસ્કાર કરનારને ભાન હોવું જોઈએ.
() ત્ત્ સ્ ? : હું નમસ્કાર કરું છું, એટલે હું જીવ છું, આ શરીરાદિ જડ નમસ્કાર કરતા
નથી, તેમજ રાગ છે તે પણ ખરેખર નમસ્કાર નથી, પણ ‘હું જીવ છું’ એવા સ્વભાવની ઓળખાણ પૂર્વક તેમાં
લીનતારૂપ નમસ્કાર કરું છું, અને તે કર્મના ક્ષયનું કારણ છે. જો કર્મને પોતાનાં માને તો તેને કેમ ટાળે? કર્મનો
હું ક્ષય કરું છું–એવો ધ્વનિ જ એમ બતાવે છે કે કર્મ તે આત્માનું સ્વરૂપ નથી.
સિદ્ધને કર્મનો સંબંધ નથી ને મારે કર્મનો સંબંધ છે, સિદ્ધ વિકારી નથી ને હું વિકારી છું–એમ જે માને તે
જીવ કર્મ અને વિકારનો ક્ષય ક્યાંથી કરશે? પરંતુ સિદ્ધને કર્મ કે વિકાર નથી તેમ મારા આત્માનો સ્વભાવ પણ
કર્મ અને વિકાર રહિત છે એવી સ્વભાવસન્મુખદ્રષ્ટિ પૂર્વકના નમસ્કાર તે જ કર્મક્ષયનું કારણ છે.
() સ્ : આ યથાર્થ નમસ્કારમાં શું ઓળખાણ આવી? (૧) કર્મ જડ છે તેનો
નાશ થઈ શકે છે. એટલે ખરેખર તે આત્માના સંબંધમાં નથી તેથી જ તેનો નાશ થઈ શકે છે. (૨) સિદ્ધ
ભગવાનને નમસ્કાર કરવાનો વિકલ્પ તે પણ પુણ્ય છે, વિકાર છે, તેનો પણ નાશ કરવાની ભાવના છે. (૩)
પુણ્ય–પાપરહિત શુદ્ધસ્વભાવનો અનુભવ થયો છે અને સ્વભાવ તરફ ઢળે છે તેણે સિદ્ધને પરમાર્થ નમસ્કાર કર્યો
છે અને તેનાથી જ કર્મક્ષય થાય છે. શરીરાદિ તો આત્માથી ત્રિકાળી જુદાં જ છે અને રાગની વૃત્તિ ઊઠી તે
ક્ષણિક વિકાર છે તે પણ પરમાર્થે આત્માથી જુદી છે અને આત્માનો ત્રિકાળી શુદ્ધસ્વભાવ છે, તેને ઓળખીને
પુણ્ય–પાપની વૃત્તિ છેદીને આત્મામાં નમવું–આત્મામાં ઢળવું–તે જ શુદ્ધ ભાવ છે આત્મા ધર્મભાવ છે. શરીરાદિ
જડનું હું કરું એવો અહંકાર તે મિથ્યાત્વરૂપી પાપભાવ છે; ભગવાનને હું નમસ્કાર કરું એવી વૃત્તિ તે પુણ્ય ભાવ
છે, ને તેમાં ધર્મ માને તો મિથ્યાત્વરૂપી પાપભાવ છે તે પુણ્ય–પાપરહિત આત્મસ્વરૂપ જાણીને તેમાં પરિણમવું તે
શુદ્ધભાવ છે, તે જ ભાવનમસ્કાર છે. દરેક જીવ કંઈક ભાવ તો કરે છે; પણ ક્યો ભાવ કરવાથી ધર્મ છે? ભાવ
ત્રણ પ્રકારના છે–

PDF/HTML Page 14 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૭૧ :
(૧) શુદ્ધભાવ (૨) શુભભાવ ને (૩) અશુભભાવ. તેમાં સ્વભાવના ભાનપૂર્વકની લીનતા તે
ભાવનમસ્કાર છે, શુભવૃત્તિ તે દ્રવ્યનમસ્કાર છે, ને અશુભભાવ તો પાપ છે. પરમાર્થે પોતે પોતાના આત્માને જ
નમસ્કાર કરે છે; આત્માને નમસ્કાર કઈ રીતે થાય? કે જેવો પોતાનો પરમાર્થ શુદ્ધસ્વભાવ છે તેવો સ્વભાવ
જાણીને તેમાં લીનતા કરવી તે જ પોતે પોતાના આત્મામાં નમ્યો છે; અને તે જ સિદ્ધને નમસ્કાર કહેવાય છે. આ
જ ‘નમો સિદ્ધાણં’ નો અર્થ છે; આવા નમસ્કારથી ધર્મ છે પણ ‘નમો સિદ્ધાણં’ એમ બોલી જવાથી ધર્મ થઈ
જતો નથી. બોલે તે વખતે શુભભાવ હોય તો પુણ્ય થાય, શુભભાવ ન હોય તો પુણ્ય પણ ન થાય.
() જીત્ત્ મ્ગ્ર્ : ખોટા દેવગુરુ શાસ્ત્રને માનવા તે તો તીવ્ર મિથ્યાત્વ
છે. અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માનવાથી પણ સમ્યગ્દર્શન નથી. સાચા દેવગુરુ શાસ્ત્રને અભવ્ય પણ માને છે,
તેમાં તો શુભરાગ છે. દેવનો આત્મા મારાથી જુદો છે, ગુરુનો આત્મા પણ મારા આત્માથી જુદો છે, માટે તેની
શ્રદ્ધાથી રાગ થાય છે, અને શાસ્ત્ર પણ પરદ્રવ્ય છે તેની શ્રદ્ધાથી પણ રાગ છે. એ રીતે દેવગુરુ શાસ્ત્ર ત્રણે
પરદ્રવ્ય છે, તેની શ્રદ્ધા તે રાગ છે, એ રાગ જીવતત્ત્વ નથી. એવી રીતે દેવ ગુરુ શાસ્ત્ર અને રાગથી ભિન્ન
જીવતત્ત્વને ઓળખીને તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. એવા ભાનપૂર્વક જે સ્વરૂપની એકાગ્રતારૂપ નમસ્કાર તે
જ કર્મક્ષયનું કારણ છે.
() િદ્ધ સ્ જા ? : સિદ્ધભગવાન કેવા છે? નિશ્ચયનયથી જોઈએ તો
સિદ્ધભગવાન પોતે પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ સ્થિત છે, તેથી પોતાને જ જાણે છે; તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ પણ
એમ જાણે છે કે પરમાર્થે હું મારા જ્ઞાન સ્વરૂપમાં જ સ્થિત છું, હું શરીરમાં સ્થિત નથી, વાણીમાં સ્થિત નથી અને
રાગમાં પણ હું સ્થિત નથી. તેથી નિશ્ચયથી હું મને જ જાણું છું.
હવે વ્યવહારનયથી જોઈએ તો સિદ્ધભગવાન લોકાલોકને નિઃસંદેહપણે જાણે છે; આ અસદ્ભૂત ઉપચરિત
વ્યવહારનય છે. તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ જાણે છે કે–પરને મેં જાણ્યા એ તો અસદ્ભુત વ્યવહાર છે. પરમાર્થે હું કોઈ
પરને જાણતો નથી, કેમકે પરદ્રવ્ય તો મારાથી ભિન્ન છે. હુંતો મારા આત્માને જ પરમાર્થે જાણું છું. આ રીતે
ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના સ્વરૂપનો પણ નિર્ણય કરે છે.
() સ્ જા િશ્ચ, જા વ્ : સિદ્ધભગવાન પરને જાણે છે તેને ‘વ્યવહારનય’
કેમ કહ્યો? સિદ્ધભગવાન પરને જાણે છે પરંતુ તેમાં તન્મય થઈને જાણતા નથી; તેથી તે વ્યવહારે પરને જાણે છે.
પરમાર્થથી પોતે પોતાના સ્વરૂપમાં જ તન્મયપણે રહીને અનુભવ કરે છે. જો ભગવાન પરમાર્થે પરને જાણતા
હોય તો પર સાથે તન્મયપણું થઈ જાય અને પરમાં તન્મય થઈને જાણે તો નરકના દુઃખને જાણતાં તેમને પણ
દુઃખનો અનુભવ થાય. માટે પર સાથે એકમેક થઈને ભગવાન જાણતા નથી. –ભગવાનની જેમ, બધા ય
આત્માઓ પણ પર સાથે તન્મય થઈને જાણતા નથી. ‘હું પરને જાણતાં પર સાથે એકમેક થઈને જાણતો નથી
પણ મારા જ્ઞાનમાં જ તન્મય રહું છું; જ્ઞાનમાં જ એકાકાર છું એટલે પુણ્ય–પાપમાં કે પરમાં હું એકાકાર નથી’
આવા સમ્યક્ભાનપૂર્વક જ યથાર્થ નમસ્કાર હોય છે. હું પરને જાણુ છું એ પણ વ્યવહારે છે, પરમાર્થે તો આત્મા
આત્માને જ જાણે છે. જો જીવ પરમાર્થે કર્મો વગેરે પરને જાણે તો તે પરમાં એકમેક થઈ જાય. સિદ્ધને નમસ્કાર
કરતાં ગ્રંથકાર મુનિ કહે છે કે–હું સિદ્ધને નમસ્કાર કરું છું અને સિદ્ધને જાણું છું એ પણ વ્યવહાર છે, જો પરમાર્થે
હું સિદ્ધને જાણતો હોઉ તો મારા આત્મામાં સિદ્ધનું જ્ઞાન ને આનંદ આવી જવા જોઈએ. માટે પરમાર્થે હું મારા
આત્માને જાણું છું. મારી પર્યાય જો સિદ્ધ જેવી હોય તો મારે નમસ્કાર કરવાનું જ રહે નહિ; માટે પર્યાય
અપેક્ષાએ ફેર છે, તેનું સાધકને જ્ઞાન છે.
નવતત્ત્વો છે તે ત્રણે કાળે જુદા સ્વભાવવાળાં છે. જો કોઈ પણ વખતે જીવ ને શરીર એક થઈ જતાં હોય
તો નવતત્ત્વોનો લોપ થઈ જાય. માટે અત્યારે પણ હું શરીરાદિથી ને વિકારથી ભિન્ન જીવતત્ત્વ છું. પર્યાયમાં જે
ક્ષણિક રાગ–દ્વેષ છે તેનો સિદ્ધના સ્મરણવડે નિષેધ કરું છું. આવું જેને ભાન હોય તે જ સિદ્ધને સાચા નમસ્કાર
કરી શકે.
‘સિદ્ધ ભગવાનને રાગ–દ્વેષ નથી માટે નરક–સ્વર્ગને જાણતાં તેમને દુઃખ–સુખ થતું નથી’ એ વાત અહીં
નથી. અહીં તો એ બતાવવું છે કે નિશ્ચયથી સિદ્ધનો

PDF/HTML Page 15 of 33
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
આત્મા પરને જાણતો નથી, જ્ઞાન પરને જાણતાં તેમાં એક થઈને જાણતું નથી, તેથી તેમણે હર્ષ–શોકવાળા જીવો
જાણ્યા તેઓના હર્ષ–શોકનો અનુભવ તેમને હોતો નથી. પોતાના સ્વરૂપમાં તન્મયપણે રહે છે અને પર તો સહજ
જણાઈ જાય છે. જો પરને જાણતાં તેમાં એકમેક થતા હોય તો પરનાં સુખ–દુઃખનો અનુભવ થાય. પણ અહીં કહે
છે કે પરમાં એકમેક થઈને જાણતાં નથી માટે પરમાર્થે પરને જાણતા નથી, તેથી જ તેમને પરનાં સુખ–દુઃખનું
વેદન નથી. સ્વમાં તન્મય રહીને સ્વને અને પરને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. સિદ્ધની જેમ સંસારી જીવો
પણ પર સાથે એકમેક થઈને પરને જાણતા નથી. એકમેક થઈને એટલેકે નિશ્ચયથી જો પરને જાણતા હોય તો
પરનાં સુખ–દુઃખમાં તેઓ તન્મય થઈ જાય. પણ પરનાં સુખ–દુઃખને કોઈ આત્મા વેદતો નથી. અહીં તો કહે છે કે
આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે તે પરમાર્થે પોતામાં જ તન્મય છે, માટે પરમાર્થે સ્વને જ પ્રકાશે છે, પરને પ્રકાશે
છે તે વ્યવહાર છે. અહીં સિદ્ધને રાગ–દ્વેષ નથી માટે સુખ–દુઃખ નથી અને સંસારીને રાગ–દ્વેષ છે તેથી સુખદુઃખ
છે. એ અત્યારે બતાવવું નથી પણ જ્ઞાનસ્વભાવના સ્વ–પર પ્રકાશકપણામાં નિશ્ચય અને વ્યવહાર બતાવે છે.
જ્ઞાન પોતે પોતાને જાણે છે તે નિશ્ચય છે, અને જ્ઞાન પરને જાણે છે તે વ્યવહાર છે.
પર પદાર્થોનું જ્ઞાન થાય છે તે તો યથાર્થ છે, પર પદાર્થોને જાણનારું જ્ઞાન જ્ઞાનપણે પરમાર્થ છે. પરંતુ
આત્માનું જ્ઞાન પરદ્રવ્યોને જાણે એમ કહેવામાં પર સાથેનો સંબંધ આવે છે, માટે પર સંબંધની અપેક્ષાથી તે
વ્યવહાર છે. અને આત્મા પોતે પોતાને જાણે છે તે પરમાર્થ છે, તેમાં પરનો સંબંધ આવતો નથી.
જો અભેદ વિવક્ષાથી જોઈએ તો ‘આત્મા પોતે પોતાને જાણે છે’ એમ કહેવામાં ભેદ પડે છે માટે તે પણ
વ્યવહાર છે; ત્રિકાળી અભેદ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. પણ તે વિવક્ષા અહીં નથી.
પરને જાણવું એમ કહેવું તે વ્યવહાર છે, પરંતુ પોતે પોતાના જ્ઞાનને જાણતાં તેમાં પરનું જ્ઞાન આવી જાય
છે. એ રીતે પોતાનું જ્ઞાન તો નિશ્ચય છે. જ્ઞાન પરને જાણે એમ કહેવું તે વ્યવહારનય છે, પણ જ્ઞાન પરનું કાંઈ
કાર્ય કરે એવી માન્યતા તો પ્રગટ મિથ્યાત્વ છે.
() ત્ત્ : ? : કોઈકને શરીરમાં રોગ થયો હોય ત્યાં તેને જાણતાં જ્ઞાન શું શરીરમાં
પેસી જાય છે? અથવા તો શું સામાના દુઃખ સાથે જ્ઞાન તન્મય થઈ જાય છે? જ્ઞાન તો જુદું જ રહીને જાણે છે.
સામાના રોગને જાણતી વખતે રાગી જીવને જે દુઃખ થાય છે તે દુઃખ કેમ થાય છે? સામા અજીવતત્ત્વને કારણે
દુઃખ નથી, પોતે જાણ્યું તે જ્ઞાન તો જીવતત્ત્વનું છે, તે જીવતત્ત્વને લીધે દુઃખ નથી, પણ દુઃખ ઉપર જે દ્વેષ આવ્યો
છે તે પાપતત્ત્વ જ દુઃખનું કારણ છે. જો અજીવતત્ત્વ દુઃખનું કારણ હોય તો બધાયને દુઃખ થાય, જ્ઞાનમાં જાણવું
તે દુઃખનું કારણ હોય તો કેવળી ભગવાનને દુઃખ થાય; માટે અજીવતત્ત્વ કે તેને જાણનારું જ્ઞાન (–જીવતત્ત્વ)
દુઃખનું કારણ નથી, પણ જીવ તે વખતે જે દ્વેષભાવ કરે છે તે પાપતત્ત્વ છે, તે જ દુઃખનું કારણ છે.
સ્ત્ર િિ
“બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે
આ પ્રમાણે:– લૌકિક અને શાસ્ત્રિય. ક્રમે કરીને સત્સમાગમ યોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો
મિથ્યાત્વનો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્યું છતાં જીવ તે છોડવા
પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા યોગ્ય છે.”
“આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય
અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વચ્છંદના
નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એકવચનને બહુવચન જેવું જણાવી, જે મુખ્ય સાધન એવા સત્સમાગમ
સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે.
આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વછંદરહિત પુરુષને; એટલો લક્ષ રાખી
સત્શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવાયોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.”
(બાળબોધ બીજી આવૃત્તિ પૃ. ૪૫૩)
–શ્રીમદ્ રાજચંદ્ર–

PDF/HTML Page 16 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૭૩ :
વીર સં. ૨૪૭૧ કારતક
સુદ ૨ નું વ્યાખ્યાન
“જે આગમ મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ આગમ વાંચવા–સાંભળવા યોગ્ય છે, કારણ કે સંસારમાં જીવ
અનેક પ્રકારનાં દુઃખોથી પીડિત છે. જો શાસ્ત્રરૂપી દીપક વડે તે મોક્ષમાર્ગને પામે તો તે મોક્ષમાર્ગમાં ગમન કરી
એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગદ્વેષ મોહ
ભાવોનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા–સાંભળવા યોગ્ય છે.”
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૧૫)
ત્સ્ત્ર પ્ર
સત્શાસ્ત્રોમાં ગમે તે વાત કરી હોય પણ તેમાં રાગ–દ્વેષ–મોહ મટાડવાનું અને વીતરાગભાવને પોષવાનું
જ પ્રેયોજન છે. ભક્તિ, શાસ્ત્રશ્રવણ, દાન ઈત્યાદિ કરવાની વાત કરી હોય ત્યાં પણ તેમાં જે રાગ છે તેનો તો
નિષેધ જ કર્યો છે. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ વગેરેમાં શુભરાગ હોય છે પરંતુ તેમાં કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર પ્રત્યેના
રાગનો પહેલે જ ધડાકે નિષેધ આવે છે, તેથી ત્યાં પણ રાગ ટાળવાનું પ્રયોજન સિદ્ધ થાય છે, સાચા દેવ–ગુરુ–
શાસ્ત્રની ભક્તિ, પૂજા વગેરેનું કથન હોય ત્યાં વીતરાગી સ્વરૂપની દ્રષ્ટિપૂર્વક જે અશુભરાગ ટળ્‌યો તે પ્રયોજન
છે, પણ જે શુભરાગ રહ્યો છે તેનું પ્રયોજન નથી, તેનો તો નિષેધ છે.
સત્શાસ્ત્ર વાંચતાં શુભરાગ હોય છે પણ શાસ્ત્રોનું પ્રયોજન તો એ બતાવવાનું છે કે, આ શુભરાગ પણ
આત્માનું સ્વરૂપ નથી તેથી તે પણ રાખવા જેવો નથી. સ્વરૂપની દ્રષ્ટિ સહિતના શુભભાવ હોય તે અશુભભાવથી
બચાવે છે તેથી તેના વડે વીતરાગભાવરૂપ પ્રયોજન અંશે સિદ્ધ થાય છે. કોઈ પણ જાતનો રાગ રાખવાનું શાસ્ત્રો
બતાવતાં નથી, પણ કોઈને કોઈ પ્રકારે રાગ ટાળવાનું જ શાસ્ત્રો બતાવે છે. શાસ્ત્રો આત્માની સ્વતંત્રતા બતાવે
છે કે તું સ્વતંત્ર છો, તારાથી તું પરિપૂર્ણ છો, અમારું અવલંબન પણ તને નથી. એ રીતે શાસ્ત્રો આત્માની
સ્વતંત્રતા બતાવીને મોહ તથા રાગ–દ્વેષ છોડાવે છે. જેટલો રાગ ઘટીને વીતરાગભાવ થયો તેટલું પ્રયોજન
સધાયું છે અને જે રાગ રહ્યો તે રાખવા જેવો નથી.
જેમાં કોઈ પણ પ્રકારે રાગ કરવાનું પ્રયોજન બતાવ્યું હોય તે સત્શાસ્ત્રો નથી. સત્શાસ્ત્રો કોઈ પણ પ્રકારે
રાગ કરવાનું પ્રયોજન કહે જ નહિ.
ભક્તિ વગેરે શુભરાગનો ઉપદેશ હોય ત્યાં પણ વીતરાગતાનું જ પ્રયોજન
પ્રશ્ન:– ભગવાનની ભક્તિ તે શુભરાગ છે છતાં સત્શાસ્ત્રમાં તો તે કરવાનો ઉપદેશ આવે છે?
ઉત્તર:– સત્શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું હોય ત્યાં પ્રયોજન અશુભરાગ ટાળવાનું છે, અને
જે શુભરાગ રહી જાય છે તેને પણ રાખવાનો ઉપદેશ નથી. સત્શાસ્ત્રનું પૂર્ણ પ્રયોજન તો અશુભ તેમ જ શુભ
બંને રાગ છોડાવીને સંપૂર્ણ વીતરાગતા કરવાનું જ છે, પણ જ્યાં તે પ્રયોજન પૂર્ણપણે સિદ્ધ ન થતું હોય ત્યાં
એકદેશ પ્રયોજન સિદ્ધ કરવા માટે અશુભથી છોડવવા શુભનો ઉપદેશ આપવામાં આવે છે.
ત્સ્ત્ર ર્
સત્શાસ્ત્રમાં કોઈ વાર તો એમ પણ કહ્યું હોય કે તું જિનેન્દ્ર ભગવાનને માન, તો તારું વાંઝિયાપણું
ટળશે–તને પુત્રપ્રાપ્તિ થશે. આમાં પણ કોઈક અંશે રાગ ઘટાડવાનું જ પ્રયોજન છે. જો કે પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી
વીતરાગદેવને માને ત્યાં તો મિથ્યાત્વ જ છે, છતાં પણ લૌકિક હનુમાન, શીકોતેર, પીર વગેરે કુદેવને માનવાથી
જીવને અતિ તીવ્ર રાગ છે તેનાથી છોડાવવાનું પ્રયોજન વિચારીને સાચા દેવને માનવાનું કહ્યું છે. પુત્રપ્રાપ્તિની
ઈચ્છાએ પણ કુદેવાદિને છોડીને સાચા દેવને માનવાથી રાગ કાંઈક મંદ પડે છે; તેમ જ કુદેવાદિ પાસે તો તેને સત્
સમજવાનો અવકાશ જ ન હતો, હવે સુદેવાદિને માનવાથી કોઈક વાર પણ તેને સત્ સમજવાનો અવકાશ છે.
આ રીતે, જે રાગ મંદ પડે છે તેટલું જ શાસ્ત્રનું પ્રયોજન છે, રાગ રહ્યો તે તો છોડવા યોગ્ય જ છે.
સત્શાસ્ત્રો પ્રથમ તો પૂર્ણતાનો જ ઉપદેશ આપે છે કે તારો સ્વભાવ સર્વ પ્રકારે પરિપૂર્ણ છે, તેની શ્રદ્ધા–
જ્ઞાન–સ્થિરતા કરીને આ ક્ષણે જ પૂર્ણ પરમાત્મા થઈ જા. મિથ્યાત્વ અને રાગમાત્ર કાઢીને ચિદાનંદ વીતરાગ

PDF/HTML Page 17 of 33
single page version

background image
: ૭૪ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
થા. જો સંપૂર્ણ વીતરાગતા ન થઈ શકે તો સંપૂર્ણ વીતરાગ સ્વભાવની શ્રદ્ધા કર, જ્ઞાન કર, અને જો તત્ક્ષણ શ્રદ્ધા
જ્ઞાન પણ ન થઈ શકે તો તેની જિજ્ઞાસા રાખીને સત્દેવ–ગુરુ–શાસ્ત્રના અવલંબન વડે કુદેવાદિ પ્રત્યેના રાગને
છોડ.
આમાં જે શુભરાગ થાય છે તે રાગ કરાવવાનું શાસ્ત્રનું પ્રયોજન નથી, પણ જેટલે અંશે રાગ ટળ્‌યો તેટલું
જ પ્રયોજન છે. શાસ્ત્રનું મૂળ પ્રયોજન તો જીવને મોક્ષમાર્ગમાં લગાડવાનું છે. સાચા શાસ્ત્રો કોઈ પણ પ્રકારે
જીવને રાગથી અને કુમાર્ગથી છોડાવે છે. રાગની કે કુદેવાદિની પુષ્ટિ કરાવનારું કથન કોઈ પણ વીતરાગી
શાસ્ત્રમાં હોય નહિ. ‘તારાથી શુભરાગ ન થાય તો તું પાપ કરજે અથવા તો કુદેવાદિને માનજે’ –એવું વચન
કોઈ પણ સત્શાસ્ત્રમાં હોય જ નહિ.
ન્ સ્ત્ર ત્સ્ત્ર ?
પ્રશ્ન:– સત્શાસ્ત્રોમાં રાગ ઘટાડવાનું પ્રયોજન છે–એમ કહ્યું પરંતુ અન્ય શાસ્ત્રોમાં પણ રાગ ઘટાડવાનું તો
કહ્યું છે, તેથી તેને પણ સત્શાસ્ત્ર કહેવાં પડશે.
ઉત્તર:– સત્શાસ્ત્રોના કોઈપણ કથન રાગની પુષ્ટિ કરાવનારાં હોય જ નહિ. અન્ય શાસ્ત્રોમાં કોઈવાર તો
રાગ ઘટાડવાનું કહે છે અને કોઈવાર રાગ કરવાનું પણ કહે છે અર્થાત્ એક પ્રકારનો રાગ ઘટાડવાનું કહીને
બીજા પ્રકારના રાગની પુષ્ટિ કરાવે છે, એટલે તે તો રાગની પુષ્ટિ કરાવે છે. ભગવાનની ભક્તિમાં જે શુભરાગ
છે તે રાગ કરવાની અન્ય શાસ્ત્રો પુષ્ટિ આપે છે તેથી તે શાસ્ત્રોમાં રાગ ઘટાડવાનો ઉપદેશ યથાર્થ નથી.
શુભરાગ કરતાં કરતાં ધર્મ થશે એમ જે શાસ્ત્રો કહે તે રાગ કરવાની જ પુષ્ટિ આપે છે, સત્શાસ્ત્રો કદી પણ
રાગથી ધર્મ મનાવો જ નહિ. રાગ ટાળતાં ટાળતાં ધર્મ થાય, પણ રાગ કરતાં કરતાં ધર્મ થાય નહિ. સાચાં
જૈનશાસ્ત્રોમાં તો રાગના એક અંશથી તે સંપૂર્ણ રાગ છોડવાનો જ ઉપદેશ છે. રાગનો એક અંશ પણ રાખવાનો
ઉપદેશ જૈનશાસ્ત્રોમાં હોય જ નહિ. શુભરાગ કરવાની વાત કરી હોય ત્યાં પણ, જે રાગ છે તે કરાવવાનું
પ્રયોજન નથી પરંતુ તીવ્ર રાગ હતો તે ઘટાડવાનું પ્રયોજન છે. વીતરાગી શાસ્ત્રોમાં રાગ છોડવાનો જ આદેશ છે,
રાગ કરવાનો આદેશ નથી. રાગ કહેતાં મિથ્યાતવ, અજ્ઞાન અને કષાય ત્રણે સમજવા. મિથ્યાત્વ પૂર્વકનો રાગ તે
જ અનંતાનુબંધી રાગ છે, તે મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ–દ્વેષ પ્રથમમાં પ્રથમ છોડવા જેવા છે.
ત્સ્ત્ર ત્ ક્ષર્ પ્ર . ર્
પ્રશ્ન:– સત્શાસ્ત્રો તો મોક્ષમાર્ગનો પ્રકાશ કરનાર હોય છે, તો પછી શાસ્ત્રમાં જ્યાં અજ્ઞાનીને શુભરાગ
કરવાની વાત આવે ત્યાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કઈ રીતે આવ્યું? સમ્યગ્દર્શન વગર તો મોક્ષમાર્ગ હોય નહિ!
ઉત્તર:– અજ્ઞાનીને શુભરાગ કરવાનું કહ્યું હોય ત્યાં રાગનું પ્રયોજન નથી પણ કુદેવાદિની માન્યતાથી
છોડાવીને સાચા દેવ–ગુરુ–ધર્મની માન્યતા કરાવવાનું પ્રયોજન છે. ત્યાં તીવ્ર મિથ્યાત્વ અંશે મંદ પડ્યું એ
અપેક્ષાએ તેને વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય છે. ખરેખર તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે, રાગ તે
મોક્ષમાર્ગ નથી તેમ જ તે રાગથી ધર્મ નથી, પણ કુદેવાદિની માન્યતામાં જે તીવ્ર મિથ્યાત્વ છે તે વીતરાગી દેવને
માનતાં મંદ પડે છે, અને સત્ નિમિત્તો હોવાથી સત્ સમજવાનો અવકાશ છે તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગ
કહેવાય છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર એમ જણાવે છે કે– હે આત્મન્! તું સ્વતંત્ર છો, પૂર્ણ જ્ઞાન–સ્વરૂપ છો; રાગ
તારું સ્વરૂપ નથી.
જ્ઞાનીઓનો ઉપદેશ જીવોને સીધી રીતે કે પરંપરાએ મોક્ષમાર્ગમાં લગાડવા માટે છે
જ્ઞાનીનો ઉપદેશ જીવોના કલ્યાણ માટે હોય છે. કોઈવાર કોઈ જીવ મોક્ષમાર્ગ સમજવાની યોગ્યતાવાળો
ન હોય તો તેને જે રીતે રાગ ઘટે તેવો ઉપદેશ આપે છે. જેમ કોઈ મુનિરાજ પાસે માંસાહારી ભીલ આવીને
ઉપદેશ સાંભળવા બેઠો, હવે જો શ્રી મુનિ તેને મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા માંડે તો તેમાં તેને કાંઈ સમજણ પડે
નહિ. તેથી શ્રી મુનિ તેને એમ કહે કે–જો ભાઈ! હરણીયાં વગેરે નિર્દોષ જીવોને મારી નાંખવાથી પાપ છે અને
તેના ફળમાં નરક છે, માટે તું શિકાર છોડી દે અને માંસભક્ષણ છોડી દે, તારું કલ્યાણ થશે!
માંસ છોડી દેવાથી કલ્યાણ થશે–એમ કહ્યું, ત્યાં એવો આશય છે કે તે દુર્ગતિ ન જતાં સ્વર્ગાદિમાં જશે, એ
અપેક્ષાએ તેને કલ્યાણ કહી દીધું છે. અને ભવિષ્યમાં

PDF/HTML Page 18 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૭૫ :
તેની પાત્રતા હોય તો એમ વિચારે કે અહો! માત્ર માંસનો રાગ છોડ્યો તેનું આટલું ફળ, તો સંપૂર્ણ રાગ
વગરના સ્વભાવનો કેવો મહિમા હશે!! એવા વિચારથી તે મોક્ષમાર્ગમાં પણ લાગી જાય. એ રીતે, સીધી રીતે કે
પરંપરાએ પણ જિનશાસનમાં જીવોને મોક્ષમાર્ગમાં લગાડવાનું જ પ્રયોજન છે.
જ્યારે મુનિરાજે એમ કહ્યું કે ‘માંસ ભક્ષણ છોડી દે, તારું કલ્યાણ થશે’ એ સાંભળીને તે વખતે તે ભીલ
વિશેષ જિજ્ઞાસાથી જો એમ પૂછે કે– ‘પ્રભો! માંસભક્ષણ છોડી દેવાનું આપ કહો છો, તો તેથી મને ધર્મ થશે ને?
અને મારો મોક્ષ થશે ને? તો શ્રી મુનિને તે વખતે એમ ખ્યાલ આવી જાય કે આ કોઈ પાત્ર જીવ છે તેથી તેને
આવી ધર્મની જિજ્ઞાસાનો પ્રશ્ન ઊઠ્યો છે. અને તે સમજવાની જિજ્ઞાસાથી ઊભો છે. આમ તેની પાત્રતા જોઈને
તેને રત્નત્રયનો ઉપદેશ આપે: ભાઈ! અમે તને પાપથી છોડાવવા માટે માંસભક્ષણ છોડાવવા શુભરાગથી
કલ્યાણ થવાનું વ્યવહારે કહ્યું હતું, પરંતુ તને જો ધર્મ સમજવાની રુચિ છે તો ધર્મનું સ્વરૂપ એ રાગથી જુદું છે.
એ રાગથી ધર્મ નથી, પણ રાગ–રહિત આત્માનો ચૈતન્ય સ્વભાવ સમજવાથી ધર્મ છે.
નરકાદિ ગતિથી બચવાની અપેક્ષાએ શુભરાગથી કલ્યાણ કહી દીધું; પણ વાસ્તવિક કલ્યાણ (–ધર્મ) તો
તેનાથી જુદું છે. –ઈત્યાદિ પ્રકારે જે રીતે જીવનું હિત થાય તે રીતે જ જિનશાસનનો ઉપદેશ છે.
ત્સ્ત્ર સ્ચ્
શાસ્ત્રના કથનો વાંચીને જે જીવ રાગ–દ્વેષ–મોહ વધારવાનો આશય કાઢે છે તે જીવ સત્શાસ્ત્રના આશયને
સમજ્યો નથી અને તે સ્વચ્છંદી છે; તે જીવને માટે તો તે સત્શાસ્ત્રો હિતનું નિમિત્ત પણ નથી. શાસ્ત્રમાં તો રાગ–
દ્વેષ–મોહ વધારવાનો આશય છે જ નહિ. પણ તે જીવ પોતાની ઊંધી શ્રદ્ધાને લીધે તેમ સમજ્યો છે; તેમાં
શાસ્ત્રના કથનનો દોષ નથી પણ જીવની સમજણનો દોષ છે. જે જીવ યથાર્થ આત્મસ્વભાવ સમજીને રાગ–દ્વેષ–
મોહ ઘટાડે છે તેને સત્શાસ્ત્ર નિમિત્તરૂપ કહેવાય છે.
શુભરાગનું પ્રયોજન શું છે?
ચારિત્રદશામાં પંચમહાવ્રતનો શુભરાગ હોય છે–એમ સત્શાસ્ત્રમાં કહ્યું હોય તોપણ તે કથન રાગ કરાવવા
માટે નથી પણ સ્વરૂપની દ્રષ્ટિ અને સ્થિરતા સહિત અશુભરાગથી બચવા માટેનું પ્રયોજન છે, પણ મહાવ્રતનો
શુભરાગ રહ્યો તે તો છોડવા માટે છે. ધર્મ તો એક નિશ્ચયમાર્ગરૂપ જ છે. શુભરાગ વડે ધર્મ થતો નથી; ધર્મ તો
પુણ્ય–પાપરહિત એકલા શુદ્ધસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને રમણતારૂપ જ છે.
ત્સ્ત્ર , દ્ધ , ર્ પ્ર
સત્શાસ્ત્રોમાં શૃંગારરસ, ભોગ યુદ્ધ વગેરેનું વર્ણન આવે ત્યાં પણ તેનું પ્રયોજન જીવને પુણ્ય–પાપના
ફળની શ્રદ્ધા ઉપજાવવાનું અને તે પ્રત્યે વૈરાગ્ય કરાવવાનું જ છે. જૈન–શાસ્ત્રોનું સંપૂર્ણ પ્રયોજન તો જીવને પૂર્ણ
વીતરાગતા જ કરાવવાનું છે; પણ જે જીવ સંપૂર્ણ વીતરાગતાનો પુરુષાર્થ ન કરી શકે તેને પણ જૈનશાસ્ત્રો કોઈ
પણ રીતે અતત્ત્વ–શ્રદ્ધાન મંદ કરાવે છે, તીવ્ર અશુભભાવોને છોડાવે છે અને તીવ્ર મિથ્યાત્વ ઘટાડે છે. અન્ય
મતના શાસ્ત્રોમાં કોઈ પ્રસંગે રાગ ઘટાડવાનું કહ્યું હોય તો બીજે ઠેકાણે રાગથી ધર્મ મનાવીને રાગ કરવાનો
ઉપદેશ આપ્યો હોય છે, એ રીતે તે શાસ્ત્રો અતત્ત્વશ્રદ્ધાન અને મિથ્યાત્વને પોષનારાં છે, તેથી તે અસત્ શાસ્ત્રો
વાંચવા–સાંભળવા યોગ્ય નથી.
ત્સ્ત્ર સ્ .
જે શાસ્ત્ર એમ બતાવે કે–દેવ–ગુરુ–શાસ્ત્રના અવલંબનથી અને તે પ્રત્યેના રાગથી ધર્મ થશે, તેનું જ
જીવોને શરણ છે; તે શાસ્ત્રો જીવને પરાધીનતા બતાવીને રાગનું જ પોષણ કરનારા છે, તે સત્શાસ્ત્ર નથી.
સત્શાસ્ત્રો તો એમ બતાવે છે કે દેવ–ગુરુ–શાસ્ત્રનું અવલંબન પણ આત્માના ધર્મ માટે નથી, એનું લક્ષ પણ
છોડીને તારા સ્વભાવનું લક્ષ કર. –એમ સ્વાધીનતા અને વીતરાગતા બતાવે છે.
સ્ત્ર ર્ િ ગ્ .
તીર્થંકરભગવાન પાસે ઈન્દ્રો નાચ કરે છે, ત્યાં શૃંગારભાવ પોષવાનો હેતુ નથી પણ પોતાનો અશુભરાગ
છોડીને વીતરાગ જિનદેવ પ્રત્યેની ભક્તિનો, તેમજ લોકોને પણ ભક્તિ–પ્રેમ કરાવવાનો હેતુ છે; એ રીતે તેમાં
પણ જીવો કુમાર્ગથી છૂટીને સત્ધર્મ પ્રત્યે વળે–એવો હેતુ છે. તેથી સત્શાસ્ત્રમાં નાચ વગેરેનું વર્ણન આવે, તે
વિકથા નથી. શાસ્ત્રમાં વિકથાના ચાર પ્રકાર કહ્યા છે; તેમાં શબ્દો

PDF/HTML Page 19 of 33
single page version

background image
: ૭૬ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
તે વિકથા નથી. સ્ત્રીના અવયવો વગેરેનું તથા લડાઈ વગેરેનું વર્ણન તો નિર્ગ્રંથ મુનિરાજો પણ કરે, માત્ર એનું
વર્ણન કરવું કે સાંભળવું તે વિકથા નથી પરંતુ તેની રુચિપૂર્વક કે રાગપૂર્વક સાંભળવું તે વિકથા છે. આચાર્યો–સંતો
વર્ણવે છે તે તો વૈરાગ્યપોષક કથા છે. આથી ભાવ અનુસાર વીતરાગી કથા કે વિકથા કહેવાય છે, પણ માત્ર શબ્દ
ઉપરથી તેનું માપ નથી. સત્શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું હોય તે કોઈને કોઈ પ્રકારે વીતરાગભાવને જ પોષે છે; તેથી
તેમાં વિકથા નથી પણ વૈરાગ્યપોષક કથા જ છે. જે રાગ–દ્વેષ–મોહ પોષે તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે.
“જે શાસ્ત્રમાં કોઈ પ્રકારે રાગ–દ્વેષ–મોહ ભાવોનો નિષેધ કરી વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય
તે જ શાસ્ત્રો વાંચવા–સાંભળવા યોગ્ય છે, પણ જે શાસ્ત્રોમાં શૃંગાર, ભોગ, કુતૂહલાદિ પોષી રાગભાવનું, તથા
હિંસા યુદ્ધાદિક પોષી દ્વેષભાવનું અને અતત્ત્વશ્રદ્ધાન પોષી મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી
પણ શસ્ત્ર છે. કારણ કે રાગ–દ્વેષ–મોહભાવ વડે જીવ અનાદિથી દુઃખી થયો, તેની વાસના તો જીવને વગર
શીખડાવ્યે પણ હતી જ, અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું. ત્યાં ભલું થવાની તેમણે શું શિક્ષા
આપી? માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો.”
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૧૫)
દરેક વસ્તુ પોતાના સ્વભાવથી સ્વતંત્ર છે એવું તત્ત્વસ્વરૂપ છે. જે ગ્રંથમાં એક તત્ત્વને બીજા તત્ત્વથી
પરાધીન મનાવ્યું હોય અથવા તો એક તત્ત્વ બીજા તત્ત્વનું કાંઈ કરી શકે–એમ મનાવ્યું હોય તે શાસ્ત્ર નથી પણ
શસ્ત્ર છે, કેમકે તે જીવના સમ્યગ્દર્શનાદિ ગુણોનો ઘાત કરે છે અને મિથ્યાત્વાદિને પોષે છે. જેમાં રાગ–દ્વેષ–મોહનું
પોષણ કર્યું હોય તે શાસ્ત્ર નથી; કેમકે રાગ–દ્વેષ–મોહ તો જીવ અનાદિથી જ કરે છે. અનાદિના રાગ–દ્વેષ–મોહથી
છોડાવીને મોક્ષમાર્ગમાં લગાડવા માટે સત્શાસ્ત્ર નિમિત્ત છે.
જિનેન્દ્રદેવની પૂજામાં વીતરાગતાનું પ્રયોજન કઈ રીતે છે?
પ્રશ્ન:– જૈનશાસ્ત્રોમાં તો રાગ–દ્વેષ–મોહ ઘટાડવાનું જ પ્રયોજન છે–તો પછી જિનેન્દ્રદેવ પાસે અષ્ટપ્રકારની
પૂજા કરે અને તેમાં ફળ–ફૂલ વગેરે મૂકે–એ શા માટે કરવું જોઈએ? –એમાં તો હિંસા થાય છે.
ઉત્તર:– ત્યાં પણ રાગ ઘટાડવાનો જ હેતુ છે. બહારના પદાર્થોની ક્રિયા તો આત્મા કરી શકતો નથી, પરંતુ
વીતરાગતાની ભાવનાથી પોતાનો રાગ ઘટાડે છે. ‘હે પ્રભો, જિનેન્દ્રદેવ! આપ વીતરાગ છો, આપની સાક્ષીએ હું
આ ફળ વગેરે વસ્તુઓ પ્રત્યેનો મારો રાગ ઘટાડું છું, અને મોક્ષફળ પ્રાપ્તિની ભાવના કરું છું’ –એવી ભાવનાથી
વીતરાગદેવરૂપ નિમિત્તના લક્ષે પોતાનો રાગ ઘટાડે છે, ફળ વગેરે મૂકવાની ક્રિયા સ્વયં તેની યોગ્યતાથી થાય છે.
જૈન ધર્મમાં ભગવાનને પ્રસન્ન કરવાના હેતુથી ફળ–ફૂલ વગેરે મૂકવામાં આવતાં નથી અને ભગવાનની પ્રતિમા
ઉપર તો કાંઈ પણ ચઢાવવામાં આવતું જ નથી. પરંતુ પોતાની જ વીતરાગ થવાની ભાવનાથી ભગવાનની પૂજા
કરવામાં આવે છે. આત્માની ઓળખાણ થયા પહેલાં પણ જિનપૂજા વગેરેનો શુભરાગ કરીને અશુભરાગ ટાળે–
તેનો કાંઈ નિષેધ નથી. તેમ જ ‘ભગવાન એક આત્મા હતા અને હું પણ આત્મા છું, જેવું પરિપૂર્ણ સ્વરૂપ
ભગવાનનું છે તેવા જ સ્વરૂપે હું છું’ –એમ પૂર્ણ સ્વભાવનું ભાન થયા પછી પણ, પોતે સાક્ષાત્ વીતરાગ થયો
નથી અને વર્તમાન સાક્ષાત્ વીતરાગદેવ નિમિત્ત તરીકે હાજર (ઉપસ્થિત) નથી તેથી વીતરાગમુદ્રિત
પ્રતિમાજીમાં વીતરાગદેવની સ્થાપના કરીને અને તેની પૂજા કરીને વર્તમાનમાં પોતાનો અશુભરાગ ટાળે છે અને
શુભરાગને પણ ટાળીને વીતરાગ થવાની ભાવના કરે છે. આ રીતે જૈનશાસ્ત્રોમાં વીતરાગતાનો જ ઉપદેશ છે
અને કોઈ ઠેકાણે અશુભરાગ ટાળવા માટે શુભનું અવલંબન પણ બતાવ્યું છે, પરંતુ તે શુભરાગ કરવા માટે નથી,
માત્ર અશુભરાગને ટાળવા માટે છે. સત્શાસ્ત્રોનું મૂળ પ્રયોજન જીવોને મોક્ષમાર્ગમાં લગાડવાનું જ છે.
આ રીતે, સત્શાસ્ત્ર કેવાં હોય તેનું સ્વરૂપ કહ્યું.
આજીવન – બ્રહ્મચર્ય
સોનગઢમાં તા. ૨૬–૧૨–૪૮ માગશર વદ ૧૧ રવિવારના રોજ
સોલાપુરના ભાઈ શ્રી મોતીલાલ પુરુશોત્તમ તથા તેમના ધર્મપત્નીએ સજોડે પૂ.
સદ્ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે.

PDF/HTML Page 20 of 33
single page version

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૭૭ :


પ્રશ્ન:– આસ્તિક એટલે શું?
ઉત્તર:– જેઆ આત્મા અને પરમાત્માના અસ્તિત્વનો યથાર્થસ્વરૂપે સ્વીકાર કરે તેઓને આસ્તિક કહેવાય છે.
પ્રશ્ન:– નાસ્તિક એટલે શું?
ઉત્તર:– જેઓ આત્મા અને પરમાત્માના અસ્તિત્વને યથાર્થસ્વરૂપે ન માને, અગર તો વિપરીતરૂપે માને
તેઓ નાસ્તિક છે.
પ્રશ્ન:– જૈનમત આસ્તિક છે કે નાસ્તિક છે?
ઉત્તર:– જૈનમત આસ્તિક છે.
પ્રશ્ન:– શું જૈનમત ઈશ્વરનું હોવાપણું માને છે?
ઉત્તર:– હા, જૈનમતમાં જ ઈશ્વરનું હોવાપણું યથાર્થપણે માનવામાં આવ્યું છે.
પ્રશ્ન:– જૈનમતમાં ઈશ્વરને કઈ રીતે માનવામાં આવે છે?
ઉત્તર:– જે આત્માઓએ પોતાની જ્ઞાનશક્તિનો સંપૂર્ણ વિકાસ કર્યો છે અને રાગ–દ્વેષને સંપૂર્ણ દૂર કર્યા છે
તે આત્માઓ ઈશ્વર છે, તેમને ભગવાન, જિનદેવ, પરમાત્મા, સિદ્ધ અરિહંત, શુદ્ધઆત્મા વગેરે નામથી પણ
ઓળખાય છે.
પ્રશ્ન:– તે ઈશ્વર શું કરે છે?
ઉત્તર:– તેઓ પોતાના જ્ઞાનથી આખા જગતને જાણે છે, અને પોતાના આત્માના આનંદને ભોગવે છે.
તેઓ આ જગતનું કોઈ કરતા નથી. તેઓ જગતને જાણનારા છે પણ કરનારા નથી.
પ્રશ્ન:– તેઓ આ જગતનું કરનારા કેમ નથી?
કેમકે આ જગતના બધાય પદાર્થો પોતપોતાનું કામ પોતપોતાની મેળે કર્યા જ કરે છે, તેને કોઈ બીજા
કરનારની જરૂર જ નથી. સ્વભાવથી જ દરેક પદાર્થો કાર્યવાળાં છે.
ઉત્તર:– વળી ઈશ્વરને રાગ–દ્વેષ જ નથી. રાગ–દ્વેષ વિના કર્તાપણાની વૃત્તિ હોય જ નહિ. ‘હું આમ કરું કે
તેમ કરું’ એવી જ્યાં વૃત્તિ હોય ત્યાં રાગ–દ્વેષ અને આકુળતા હોય; જ્યાં આકુળતા હોય ત્યાં દુઃખ હોય, અને
જેને દુઃખ હોય તે ઈશ્વર હોઈ શકે નહિ. ઈશ્વરને દુઃખ ન હોય, રાગ–દ્વેષ ન હોય.
જો ઈશ્વર કરનાર હોય તો તે આ જગતમાં કોઈ જીવને દુઃખી શા માટે કરે? મારી શા માટે નાંખે? પાપ
શા માટે કરાવે? –માટે ઈશ્વર તે કાંઈ કરતા નથી, પણ જીવોને પોતાની લાયકાત પ્રમાણે તે તે અવસ્થાઓ સ્વયં
થયા જ કરે છે. અજ્ઞાન અને રાગ–દ્વેષથી જીવો પોતાની મેળે જ દુઃખી થાય છે, ઈશ્વર તેમને દુઃખી નથી કરતા.
અને જ્ઞાન તથા વીતરાગથી જીવો પોતાની મેળે જ સુખી થાય છે, કાંઈ ઈશ્વર તેમને સુખ નથી આપતા.
ઈશ્વર તો સંપૂર્ણ સુખી આત્મા છે, તે કૃતકૃત્ય છે. તેમને કાંઈ ઉપાધિ નથી. પરનું કરવાની ઈચ્છા તે તો
આકુળતા છે, ને આકુળતા તો દુઃખ છે. ઈશ્વર એક નથી પણ અનંત છે.
પ્રશ્ન:– ઈશ્વરને આ સૃષ્ટિના કર્તા નહિ માનવાથી તો જૈનો નાસ્તિક ઠરશે?
ઉત્તર:– બિલકુલ નહિ; ‘ઈશ્વરને સૃષ્ટિના કર્તા માનવાથી જ આસ્તિકપણું છે અને ઈશ્વરને સૃષ્ટિના કર્તા
ન માનવાથી નાસ્તિકપણું છે’ –એ માન્યતા સર્વથા ભ્રમ છે. આત્મા અને પરમાત્માનાં અસ્તિત્વને યથાર્થસ્વરૂપે
માનનાર આસ્તિક છે. જૈનમતમાં જ આત્મા અને પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ માનવામાં આવ્યું છે તેથી
ખરેખર જૈનમત જ આસ્તિક છે; અને જેઓ આત્મા અને પરમાત્મા (–ઈશ્વર) નું સ્વરૂપ વાસ્તવિક રીતે નથી
માનતા તેઓ ખરી રીતે નાસ્તિક છે.
પ્રશ્ન:– આ સૃષ્ટિના કર્તા ઈશ્વર છે–એમ માને તે આસ્તિક છે કે નાસ્તિક?
ઉત્તર:– પ્રથમ તો ઈશ્વર (પરમાત્મા) ના સાચા સ્વરૂપને તેમણે માન્યું નહિ; અને બીજું–જગતમાં અનંત જીવ
અને જડ પદાર્થો સ્વતંત્ર સ્વયંસિદ્ધ અનાદિ–અનંત છે, તેનો કોઈ કર્તા નથી, તે બધાં સ્વતંત્ર અસ્તિત્વવાળાં છે, છતાં
‘ઈશ્વરે તેઓને કર્યાં છે’ એમ માનીને તેઓના સ્વતંત્ર અસ્તિત્વનો નિષેધ કર્યો, તેથી ખરેખર તો તેઓ નાસ્તિક છે.
‘ઈશ્વર’ અર્થાત્ ‘પરમાત્મા’ તે સંપૂર્ણ સુખી આત્મા (–જીવ) છે. તે જ આત્મા સંપૂર્ણ સુખી હોય કે જે
આત્માને સંપૂર્ણ જ્ઞાન પ્રગટ હોય. જો સંપૂર્ણ જ્ઞાન પ્રગટ ન હોય–કાંઈ પણ અંશે અજ્ઞાન હોય–તો ત્યાં સુધી જીવને
સંપૂર્ણ સુખ ન હોય. ઈશ્વરને સંપૂર્ણ જ્ઞાન છે તેધી તે સંપૂર્ણ સુખી છે, જે સંપૂર્ણ સુખી હોય તેને જરા પણ દુઃખ ન હોય.
રાગ કે દ્વેષ અથવા કાંઈ નવું કરવાની વૃત્તિ તે દુઃખની નિશાની છે. ઈશ્વરને તે રાગ–દ્વેષ હોતા નથી.