Atmadharma magazine - Ank 001
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 13
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૧
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 13
single page version

background image
વાર્ષિક લવાજમ છુટક નકલ
રૂપિયા ૨–૮–૦ ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા કાઠિયાવાડ
હે સવોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન!
તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ સંસારમાં અનંત અનંત જીવો
તારા આશ્રય વિના અનંત–અનંત દુઃખને
અનુભવે છે.
તારા પરમાનુગ્રહથી સ્વ–સ્વરૂપમાં રુચિ થઈ;
પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો.
કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ!
તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ
પામર પ્રત્યે અનંત–અનંત ઉપકાર કર્યો છે.
હે કુન્દકુન્દાદિ આચાર્યો! તમારા વચનો પણ
સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ
ઉપકારભૂત થયાં છે. તે માટે તમને અતિશય
ભક્તિથી નમસ્કાર કરું છું.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની
આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી.
શ્રીમદ્ રાજચંદ્ર

PDF/HTML Page 3 of 13
single page version

background image
: ૨ : આત્મધર્મ ૨૦૦૦ : માગશર :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું
માસિક
આત્મધર્મ
વર્ષ ૧ લું અંક ૧ માગશર ૨૦૦૦
દર મહિનાની શુદ ૨ ના પ્રગટ થાય છે. શરૂ થતા નવા મહિનાથી જ ગ્રાહક થઈ શકાય છે.
વાર્ષિક લવાજમ રૂા. ૨–૮–૦ છુટક નકલ ૪ આના. પરદેશનું વા. લ. ૩–૨–૦ ગ્રાહકો તરફથી સૂચના આવ્યા વગર
નવા કે જૂના ગ્રાહકોને વી. પી. કરવામાં આવતું નથી.
લવાજમ પૂરૂં થયે લવાજમ પૂરૂં થયાની સ્લીપ છેલ્લા અંકમાં ચોંટાડી ગ્રાહકને જાણ કરવામાં આવે છે.
ગ્રાહક તરીકે ચાલુ રહેનારે કાં તો મની–ઓર્ડરથી લવાજમ મોકલી આપવું અથવા વી. પી. થી લવાજમ વસુલ કરવાની
સૂચના લખી જણાવવી.
મ. ઓ. કે વી. પી. કરવાની સૂચના નહિ આવે તો ગ્રાહક તરીકે ચાલુ રહેવા નથી ઈચ્છતા એમ સમજી માસિક મોકલવું
બંધ કરવામાં આવશે.
નમુનાની નકલ મફત મોકલવામાં આવતી નથી. માટે નમુનાની નકલ મંગાવનારે છ આનાની ટિકિટો મોકલવી.
સરનામાનો ફેરફાર અમોને તુરત જણાવવો કે જેથી નવો અંક નવા સરનામે મોકલાવી શકાય.
ગ્રાહકોએ પત્રવહેવાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર અવશ્ય જણાવવા વિનંતિ છે.
વર્ષના કોઈ પણ મહિનાથી ગ્રાહકો નોંધવામાં આવતા હોવાથી, મહિના કરતાં અંકના પૂંઠા ઉપર મોટા અક્ષરે છાપવામાં
આવતા સંખ્યાંકની જ ગણતરી રાખવામાં આવે છે. જેટલામાં અંકથી લવાજમ ભરવામાં આવે તે અંકથી ગણીને બાર અંક
ગ્રાહકોને મોકલવામાં આવે છે. એટલે, ગ્રાહકોએ પણ મહિનાની નહિ પણ અંકોની સંખ્યાની જ ગણતરી રાખવી.
* સોલ એજન્ટ * શિષ્ટ સાહિત્ય ભંડાર * વિજયાવાડી, મોટા આંકડિયા કાઠિયાવાડ *
अबुध्धस्य बोधनार्थं मुनिश्वरा देशयन्त्य भूतार्थ मू।
व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।।
६।।
माणवक एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य।
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनि श्च यज्ञस्य।।
७।।
पुरुषार्थ सिध्धयुपाय।
આત્માની અનાદિની સાત ભૂલો
૧. શરીરને પોતાનું માનવું. [તે જીવ તત્ત્વની વિપરીત
શ્રદ્ધા છે.]
૨. શરીર ઉપજતાં પોતે ઉપજ્યો અને શરીરનો નાશ થતાં
પોતાના નાશ થયો માનવો; [તે અજીવ તત્ત્વની
વિપરીત શ્રદ્ધા છે.]
૩. મિથ્યાત્વ રાગાદિ પ્રગટ દુઃખદાયક છે. છતાં તેનું સેવન કરી
સુખ માનવું. [તે આસ્ત્રવ તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.]
૪. શુભ અને અશુભ ભાવ બંધ છે. તેના ફળમાં રતિ,
વિપરીત શ્રદ્ધા છે.)
૫. વીતરાગી વિજ્ઞાન આત્મહિતનું કારણ છે તે કષ્ટદાયક
માનવું [તે સંવર તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.]
૬. શુભાશુભ ભાવની ઈચ્છાને ન રોકવી અને પોતાની
[નિજ] શક્તિને ખોવી. (તે નિર્જરા તત્ત્વની વિપરીત
શ્રદ્ધા છે.)
૭. નિરાકુળતાને શિવરૂપ (મોક્ષનું સ્વરૂપ) ન માનવી. [તે
મોક્ષ તત્ત્વની વિપરીત શ્રદ્ધા છે.]
[છ ઢાળાની બીજી ઢાળની ગાથા ૩–૫–૬–૭ ને આધારે]
અર્થ–મુનિરાજ અજ્ઞાનીને સમજાવવા અર્થે
અસત્યાર્થ જે વ્યવહારનયને ઉપદેશે છે; પરંતુ જે કેવલ
વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય
નથી. વળી જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો
બિલાડું જ સિંહ છે; તેમ જે નિશ્ચયને ન જાણતો હોય તેને
તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે.
વ્રતાદિ છોડવાથી વ્યવહારનું હેયપણું થતું નથી.
પ્રશ્ન:–તમે વ્યવહારને અસત્યાર્થ અને હેય કહો છો
તો અમે વ્રત, શીલ, સંયમાદિ વ્યવહાર કાર્ય શા માટે
કરીએ? સર્વ છોડી દઈશું.
ઉત્તર:–કાંઈ વ્રત, શીલ, સંયમાદિનું નામ વ્યવહાર
નથી પણ, તેને મોક્ષમાર્ગ માનવો એ વ્યવહાર છે; તે છોડી
દે. વળી એવા શ્રદ્ધાનથી તેને તો બાહ્ય સહકારી જાણી
ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે; પણ એ તો પરદ્રવ્યાશ્રિત છે,
અને સાચો મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત
છે. એ પ્રમાણે વ્યવહારને અસત્યાર્થ–હેય સમજવો; પણ
વ્રતાદિ છોડવાથી કાંઈ વ્યવહારનું હેય––પણું થતું નથી.
નીચલી દશાએ પ્રવૃત્તિમાં શુભ ભાવને છોડવાનું ફળ
વ્રતાદિને છોડી તું શું કરીશ? જો હિંસાદિરૂપ
પ્રવર્તિશ તો ત્યાં તો મોક્ષમાર્ગનો ઉપચાર પણ સંભવતો
નથી, તેથી ત્યાં પ્રવર્તવાથી શું ભલું થશે? ઊલટો નરકાદિ
પામીશ; માટે એમ કરવું એ તો અવિચાર છે. જો વ્રતાદિ
પરિણતિ મટી કેવલ વીતરાગ ઉદાસીન ભાવરૂપ થવું બને
તો ભલે એમ કર, પણ નીચલી દશામાં એમ થઈ શકે નહિ;
માટે વ્રતાદિ સાધન છોડી સ્વચ્છંદી થવું યોગ્ય નથી.

PDF/HTML Page 4 of 13
single page version

background image
: માગશર : ૨૦૦૦ આત્મધર્મ : ૩ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
આત્મધર્મ
વર્ષ ૧ : : અંક ૧
માગશર : : ૨૦૦૦
* મળમગ રહસ્ય *
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ.
નો’ય પૂજાદિની જો કામના રે, નો’ય વ્હાલું અંતર ભવદુઃખ. ,, ૧
કરી જોજો વચનની તુલના રે, જો જો શોધીને જિન સિદ્ધાંત, ,,
માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. ,, ૨
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એક પણે અને અવિરુદ્ધ, ,,
જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિધ્ધાંતે બુધ્ધ. ,, ૩
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, ,,
પણ જ્ઞાનાદિની જે શુધ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. ,, ૪
હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સૂણો પરમાર્થ; ,,
તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. ,, પ
છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ; ,,
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. ,, ૬
જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, ,,
કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકીત. ,, ૭
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વથી ભિન્ન અસંગ, ,,
તેવો સ્થિર સ્વભાવતે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. ,, ૮
તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, ,,
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ. ,, ૯
એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, ,,
ઉપદેશ સદ્ગુરુનો પામવા રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતીબંધ. ,, ૧૦
એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ, ,,
ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. ,, ૧૧
શ્રીમદ્ રાજચંદ્ર

PDF/HTML Page 5 of 13
single page version

background image
: ૪: આત્મધર્મ ૨૦૦૦ : માગશર :
નિવેદન
પરમપૂજ્ય સદ્ગુરુ દેવ સત્પુરુષ શ્રી કાનજી સ્વામીએ સંવત્ ૧૯૯૦ ના ચતુર્માસમાં રાજકોટ સદર મધ્યે શ્રી
સમયસાર (હિન્દી) નું વ્યાખ્યાન શરુ કર્યું હતું. અને ત્યારથી સમાજને અધ્યાત્મવૃત્તિ જાગૃત થવા લાગી. તેઓશ્રીએ
૯૯ ગાથાઓ તેમની મધુર સ્પષ્ટ ભાષામાં સમજાવીને તેના અતિગહન આશયો પ્રગટ કર્યા હતા. ચાતુર્માસ પૂરા થયે
તેઓશ્રી જામનગર પધાર્યા અને ત્યાં પણ તે જ શાસ્ત્રના વ્યાખ્યાનનો પ્રવાહ ચાલુ રહ્યો હતો.
જામનગરથી વિહાર કરી તેઓ શ્રી ક્રમે ક્રમે સોનગઢ પધાર્યા, અને તેમનું નિવાસ સ્થાન મોટે ભાગે ત્યાં જ
હોઈ તે ક્રમ ચાલુ રાખ્યો. સં. ૧૯૯૫ તથા ૧૯૯૯ માં તેઓશ્રીએ રાજકોટના શ્રાવકોનાં આગ્રહથી ચોમાસુ ત્યાં
ગાળવાની વિનતિ સ્વીકારી, અને તેઓશ્રી હાલ રાજકોટ સદરમાં બિરાજે છે.
સંવત્ ૧૯૯૪ માં સોનગઢમાં શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યાર પછી ત્યાં એક દેરાસર તથા
સમોસરણ અને અતિથિઓ માટે શ્રી ખુશાલજૈન અતિથિગૃહ બંધાવવામાં આવ્યાં છે. તથા સંવત્ ૧૯૯૮માં શ્રી
સનાતન જૈન બ્રહ્મચર્યાશ્રમ સ્થાપન કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મચારીઓને જૈન શાસ્ત્રોનો અભ્યાસ નિયમિત રીતે
કરાવવામાં આવે છે. જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો રાખેલ છે.
સંવત્ ૯૬–૯૭ માં ઉનાળાની રજાઓમાં એક માસ માટે ધાર્મિક વર્ગો ખોલવામાં આવ્યા હતા. તે વખતે
લગભગ ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને સમાજની જાગૃત થતી આધ્યાત્મવૃત્તિ પોષાય એ માટે જુદા જુદા
પ્રકાશનો આ સંસ્થા તરફથી પ્રગટ કરવામાં આવેલ છે. જેની ટૂંકામાં વિગત નીચે પ્રમાણે છે.
(૧) શ્રીમાન હિંમતલાલ જેઠાલાલ શાહે અનુવાદ કરીને તૈયાર કરી આપેલ શ્રી ગુજરાતી સમયસારની નકલ
૨૦૦૦ છપાવવામાં આવેલ તે પ્રસિદ્ધ થતાં પહેલાંં તેનો મોટો ભાગ ખપી ગયો હતો. પરંતુ મુમુક્ષુ ભાઈ બહેનોને લાભ
મળે તે માટે જે ભાઈઓએ વધારે નકલો લીધી હતી તે તેમણે સંસ્થાને ભેટ આપી તેથી તેનો લાભ સમાજના ઘણા
મુમુક્ષુ ભાઈ બહેનોએ ઉઠાવ્યો. એ પ્રમાણે બે હજાર નકલો છુટી છુટી વેચાઈ ગઈ જેની ૫૦ નકલ હાલ બાકી છે. જેથી
કાગળના ભાવ ઘટતા તેમજ દેશની સ્થિતિ સુધરતા સંસ્કૃત ટીકાસહિત તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવાનો વિચાર છે.
આ ઉપરાંત આ સંસ્થા તરફથી નીચેના પુસ્તક પ્રગટ થયા અને વેચાયા છે.
શ્રી સમયસારનું હરિગીત. ૧૦૦૦ પહેલી આવૃત્તિ ખપી ગઈ.
શ્રી સમયસારનું હરિગીત. ૨૦૦૦ બીજી આવૃત્તિ ૧૦૦૦ નકલ ખપી ગઈ.
શ્રી સમયસારની અસલ ગાથા હરિગીત તથા અર્થ સહિતનો ગુટકો જેની બે આવૃત્તિ છપાઈ તેની પેલી
આવૃત્તિની ૧૦૦૦ નકલ ખપી ગઈ. બીજી આવૃત્તિની ૨૦૦૦ નકલમાંથી એક હજાર વેચાઈ ગઈ.
આત્મલક્ષ્મી નકલ ૧૦૦૦ ખપી ગઈ. આત્મપ્રભા નકલ ૧૦૦૦ ખપી ગઈ.
સર્વ સામાન્ય પ્રતિક્રમણ ૧૦૦૦ છપાઈ. ૫૦૦ ખપી ગઈ. અનુભવ પ્રકાશ ૧૦૦૦ છપાઈ પ૦૦ ખપી ગઈ.
આત્મસિદ્ધિ ઉપરના પૂજ્ય કાનજી સ્વામીના પ્રવચનોની પહેલી આવૃત્તિની એક હજાર નકલ ખપી ગઈ. બીજી
આવૃત્તિ છપાય છે. જે લગભગ દોઢેક માંસમાં પ્રગટ થશે.
આત્મસિદ્ધિ નાની ડાયરીનાં આકારની ૩૦૦૦ સ્વાધ્યાય માટે મુમુક્ષુ ભાઈ બહેનોને ભેટ આપવામાં આવેલ છે.
સિદ્ધાંત પ્રવેશિકાની લગભગ ૯૦૦ નકલ ખપી ગઈ છે. તે સિવાય બીજા પુસ્તકો પણ પ્રસિદ્ધ થયા છે. અને
તેનો મોટો ભાગ ખપી ગયો છે.
આ ઉપરાંત હિન્દી સમયસાર, હિન્દી પ્રવચનસાર, હિન્દી પંચાસ્તિકાય, હિન્દી પદ્યાનંદી, નિયમસાર, પંચાધ્યાય,
અષ્ટપાહુડ, સર્વાર્થ સિદ્ધિ, હિન્દી સમયસાર નાટક, સમયસાર કળશા, અર્થ પ્રકાશિકા રાજવાર્તિક દ્રવ્ય સંગ્રહ તેમજ ગુજરાતી
શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તકો તથા કલોલથી પ્રગટ થયેલ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે સંખ્યાબંધ પુસ્તકો અહીંથી પ્રચાર પામ્યા છે.
એ રીતે ગુજરાત અને કાઠિયાવાડમાં અધ્યાત્મરસમાં સમાજ મોટા પ્રમાણમાં રસ લઈ રહેલ છે તે સિદ્ધ થાય છે.
કુલધર્મના ભેદ રહિત ઘણા મુમુક્ષોઓ આ પ્રવૃત્તિમાં રસ લઈ રહ્યા છે. અને જૈન ધર્મ એ કોઈ વાડો કે સંપ્રદાય નથી,
પણ આત્માનું જ સ્વરૂપ છે. અને તે એક સાયન્સ (વિજ્ઞાન) છે એમ તેમાં રસ લેનારા ભાઈ–બહેનોને જણાવા લાગ્યું છે.
ઘણા મુમુક્ષુ ભાઈ બહેનોની માગણી એવી છે કે, હરેક વખતે તેઓ પૂ. ગુરુદેવ બિરાજતા હોય ત્યાં આવી તેમની
અમૃત વાણીનો લાભ લઈ શકે નહિ, તેથી અધ્યાત્મને લગતા વિષયોને અનુસરતું એક પત્ર હોય તો તેમની જિજ્ઞાસાને
વિશેષ પોષણ મળે. એ માગણી યોગ્ય જણાતાં આ માસિક પત્ર ‘આત્મધર્મ’ શરૂ કરવામાં આવેલ છે.
આ પત્રમાં આધારભૂત શાસ્ત્રોમાંથી સમાજની ધર્મ વિષયક જિજ્ઞાસા વધે એવા લેખો આપવામાં આવશે, અને
તે ઉપરાંત બીજા કોઈ લેખોપ્રસિદ્ધ થશે તો તે લેખો વીતરાગે પ્રરૂપેલ ભાવોને અનુસરીને જ હોવાની ખાતરી થયા પછી
જ પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમજ પૂજ્ય મહારાજશ્રીની પ્રવૃત્તિ અને આ સંસ્થાને અંગે ચાલતી બીજી પ્રવત્તિઓના
સમાચાર આપવામાં આવશે. રાજકોટ રામજી માણેકચંદ દોશી ૨૯–૧૧–૪૩ પ્રમુખ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ

PDF/HTML Page 6 of 13
single page version

background image
: માગશર : ૨૦૦૦ આત્મધર્મ : ૫:
પંચપરમેષ્ઠિનું સ્વરૂપ
णमो अरहंताणं। णमो सिध्धाणं। णमो आयरियाणं। णमो उवज्जायाणं। णमो लोए सव्व साहुणं।
આ પ્રાકૃત ભાષામય નમસ્કાર મંત્ર છે. તે મહા મંગલ સ્વરૂપ છે. તેનું સંસ્કૃત નીચે પ્રમાણે છે.
नमोऽर्हद्दम्य.। नमः सिध्धेभ्यः। नमः आचार्यभ्यः। नमः उपाध्यायेभ्यः। नमः लोके सर्व साधुभ्यः।
અર્થ:– લોકમાં વર્તમાન સર્વ અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને નમસ્કાર. એ પ્રમાણે
નમસ્કાર કર્યા છે. તેથી તેનું નામ નમસ્કાર મંત્ર છે.
હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ–ચિંતવન કરીએ છીએ. કારણ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી
સમજાતું કે, હું કોને નમસ્કાર કરું છું અને તે સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ કયાંથી થાય? માટે પ્રથમ અરિહંતનું સ્વરૂપ
વિચારીએ.
અરિહંતનું સ્વરૂપ
જે ગૃહસ્થપણું છોડી મુનિધર્મ અંગીકાર કરી, નિજ સ્વભાવ સાધન વડે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી અનંત
ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા છે. ત્યાં અનંત જ્ઞાન વડે તો પોત પોતાના અનંત ગુણ, પર્યાય સહિત સમસ્ત જીવાદિ
દ્રવ્યોને યુગપત્ વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે. અનંત દર્શન વડે તેને સામાન્ય પણે અવલોકે છે. અનંત વીર્ય વડે
ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે. તથા અનંત સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે.
વળી જે સર્વથા સર્વ રાગ–દ્વેષાદિ વિકાર ભાવોથી રહિત થઈ શાંત રસ રૂપ પરિણમ્યા છે, ક્ષુધા, તૃષાદિ સમસ્ત
દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે. આયુધ, અંબરાદિ વા અંગવિકારાદિ જે કામ, ક્રોધાદિ નિંદ્ય ભાવોના
ચિહ્ન છે, તેથી રહિત જેનું પરમ ઔદારિક શરીર થયું છે, જેના વચન વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે, જે વડે અન્ય
જીવોનું કલ્યાણ થાય છે, અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાનાં કારણ રૂપ અનેક અતિશય (પરમ અદ્ભૂત પ્રભાવ)
તથા ઘણા પ્રકારના વૈભવનું જેને સંયુક્તપણું હોય છે. તથા જેને પોતાના હિત અર્થે શ્રી ગણધરાદિ મુનિઓ અને
ઈન્દ્રાદિ ઉત્તમ જીવો સેવન કરે છે. એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંત દેવને અમારા નમસ્કાર હો.
હવે શ્રી સિદ્ધ પ્રભુનું સ્વરૂપ કહીએ છીએ.
સિદ્ધનું સ્વરૂપ.
જે ગૃહસ્થાવસ્થા તજી, મુનિધર્મસાધન વડે ચાર ઘાતી કર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય ભાવ પ્રગટ કરી
કેટલાંક કાળ વિત્યે ચાર અઘાતી કર્મોની પણ ભસ્મ થતાં પરમ ઔદારિક (આ શરીરમાં નિગોદ જીવ રહેતા નથી. ધાતુ,
ઉપધાતુ–સર્વશુદ્ધ કપુર સમાન નિર્મલ થઈ જાય છે.) શરીરને છોડી ઊર્ધ્વગમન સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ
બિરાજમાન થયા છે, ત્યાં જેને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે, ચરમ
[અંતિમ]
શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષાકારવત્ જેના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે. પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી
સમસ્ત જ્ઞાન દર્શનાદિ આત્મિક ગુણો જેને સંપૂર્ણ પણે સ્વભાવને પ્રાપ્ત થયા છે. જેને ભાવકર્મોનો અભાવ થવાથી
નિરાકુલ આનંદમય શુદ્ધ સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે, તેથી
સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે. એવી નિષ્પન્નતાને પામેલા સિદ્ધ
ભગવાનોને અમારા નમસ્કાર હો.
હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ અવલોકીએ છીએ:–
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ
જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી, અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ
વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહં બુદ્ધિ ધારતા નથી. પોતાના જ્ઞાનાદિક સ્વભાવને જ પોતાના માને છે.
પરભાવોમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્ય વા તેના સ્વભાવો જે જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા, પરંતુ ઈષ્ટ
અનિષ્ટ માની તેમાં રાગ–દ્વેષ જે કરતા નથી, શરીરની અનેક અવસ્થા થાય છે, બાહ્ય નાનાં પ્રકારના નિમિત્તો બને છે,
પરંતુ ત્યાં કંઈપણ સુખ દુઃખ જે માનતા નથી, વળી પોતાને યોગ્ય બાહ્યક્રિયા જેમ બને છે તેમ બને છે. પરંતુ તેને
ખેંચી–તાણી જે કરતા નથી, જેઓ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે
છે. કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે. તે વડે તેઓ શુધ્ધોપયોગના બાહ્ય સાધનોમાં અનુરાગ કરે
છે. પરંતુ એ રાગ ભાવને પણ હેય જાણી દૂર કરવા ઈચ્છે છે, તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસાદિરૂપ
અશુભોપયોગરૂપ પરિણતિનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય
મુદ્રાધારી થયા છે, શરીર સંસ્કારાદિ વિક્રિયાથી જેઓ રહિત થયા છે, વનખંડાદિ વિષે જેઓ વસે છે. જેઓ અઠ્ઠાવીશ
મૂલ ગુણોનું અખંડિત પાલન કરે છે. બાવીશ પરિતહને જેઓ સહન કરે છે. બાર પ્રકારના તપ જેઓ આદરે છે.
કદાચિત્ ધ્યાન મુદ્રા ધરી પ્રતિમાવત્ નિશ્ચલ થાય છે. કદાચિત્ અધ્યયનાદિ બાહ્ય ધર્મક્રિયામાં પ્રવર્તે છે. કોઈ

PDF/HTML Page 7 of 13
single page version

background image
: ૬: આત્મધર્મ ૨૦૦૦ : માગશર :
વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહારવિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે, એ પ્રમાણે જેઓ
જૈન મુનિ છે તે સર્વની એવી જ અવસ્થા હોય છે.
તેઓમાં સમ્યગ્જ્ઞાન–ચારિત્રની અધિકતા વડે પ્રધાનપદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે, મુખ્યપણે તો
નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિષે જ જેઓ નિમગ્ન છે. પરંતુ કદાચિત્ ધર્મલોભી અન્ય જીવાદિને દેખી રાગ–અંશના ઉદયથી
કરુણા બુધ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે છે. દીક્ષાગ્રાહકને દીક્ષા આપે છે; પોતાના દોષ પ્રગટ કરે તેને પ્રાયશ્ચિત
વિધિ વડે શુધ્ધ કરે છે. એવા આચાર પાળનારા–પળાવનારા શ્રી આચાર્ય મહારાજને અમારા નમસ્કાર હો. વળી જે
મુનિ ઘણા જૈનશાસ્ત્રોના જ્ઞાતા હોઈ સંઘમાં પઠન પાઠનના અધિકારી બન્યા હોય, સમસ્ત શાસ્ત્રોના પ્રયોજન ભૂત
અર્થને જાણી એકાગ્ર થઈ જે. પોતાના સ્વરૂપને ધ્યાવે છે. પરંતુ કદાચિત્ કષાય–અંશ ના ઉદયથી ત્યાં ઉપયોગ ન થંભે
તો પોતે આગમનો સ્વાધ્યાય કરે છે, વા અન્ય ધર્મબુદ્ધિવાનને ભણાવે છે. એ પ્રમાણે સમીપવર્તી ભવ્ય જીવોને
અભ્યાસ કરાવવાવાળા શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠિને નમસ્કાર હો. એ બે પદવી– ધારક ઉપરાંત મુનિપદના ધારક છે. તે
સમસ્ત મુનિઓ આત્મ સ્વભાવને સાધે છે. પોતાનો ઉપયોગ પર દ્રવ્યમાં ઈષ્ટ–અનિષ્ટપણું માની ફસાય નહિ વા જાય
નહિ તેમ ઉપયોગને સાધે છે, બાહ્ય સાધન ભૂત તપશ્ચરણાદિ ક્રિયામાં પ્રવર્તે છે, વળી કદાચિત્ ભક્તિ વન્દનાદિ કાર્યમાં
પણ પ્રવર્તે છે, એવા આત્મ સ્વભાવના સાધક સાધુ પરમેષ્ઠિને અમારા નમસ્કાર હો.
‘એ પ્રમાણે અરહંતાદિનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ અરહંતાદિ સ્તુતિયોગ્ય મહાન થયા છે.
કેમકે જીવતત્ત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે જીવ નિંદા યોગ્ય થાય છે.
હવે અરહંત–સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગ, વિજ્ઞાનભાવ સંભવે
છે; તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એકદેશ રાગાદિની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી એકદેશ વીતરાગ
ભાવ સંભવે છે; માટે એ અરહંતાદિ સ્તુતિ યોગ્ય મહાન જાણવા.
તેમાં પણ એમ સમજવું કે એ અરહંતાદિ પદમાં મુખ્ય પણે તો શ્રી તીર્થંકરનો તથા ગૌણ પણે સર્વ કેવળીનો
અધિકાર છે.
ચૌદમા ગુણસ્થાનના અનંતર સમયથી માંડી સિદ્ધ નામ જાણવું.
વળી જેને આચાર્યપદ પ્રાપ્ત હોય તે સંઘમાં રહો વા એકાકી આત્મધ્યાન કરો વા એકલ વિહારી હો વા
આચાર્યોમાં પણ પ્રધાનતાને પામી ગણધરપદના ધારક હો એ સર્વનું નામ આચાર્ય કહેવામાં આવે છે.
પઠન–પાઠન તો અન્ય મુનિ પણ કરે છે. પરંતુ જેને આચાર્ય દ્વારા ઉપાધ્યાયપદ પ્રાપ્ત થયું હોય તે આત્મ
ધ્યાનાદિ કરતા છતાં પણ ઉપાધ્યાય નામ જ પામે છે.
જે પદવી ધારક નથી તે સર્વ સાધુ સંજ્ઞાના ધારક જાણવા.
અહીં એવો કોઈ નિયમ નથી કે પંચાચારના પાલન વડે જ આચાર્યપદ હોય છે, પઠન–પાઠનાદિ વડે ઉપાધ્યાય
પદ હોય છે, કે મૂલગુણના સાધન વડે સાધુ પદ હોય છે. કારણકે એ સર્વ ક્રિયાઓ તો સર્વ મુનિજનોને સાધારણ રૂપ છે.
પરંતુ શબ્દનયથી તેનો અક્ષરાર્થ આવો કરવામાં આવે છે; પણ સમભિરૂઢનયથી અપેક્ષાએ જ એ આચાર્યાદિનામ
જાણવાં. જેમ શબ્દનયથી જે ગમન કરે તેને ગાય કહે છે, પરંતુ ગમન તો મનુષ્યાદિ પણ કરે છે, એટલે સમભિરૂઢનયથી
પર્યાય અપેક્ષાએ એ નામ છે; તે જ પ્રમાણે અહીં પણ સમજવું.
અહીં સિદ્ધ ભગવાનની પહેલાંં અરહંત પ્રભુને નમસ્કાર કર્યા તેનું શું કારણ એવો કોઈને સંદેહ ઉપજે તેનું સમાધાન.
અરિહંત પ્રભુને પ્રથમ નમસ્કાર કરવાનું કારણ.
નમસ્કાર કરીએ છીએ એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાએ કરીએ છીએ. હવે અરિહંતથી ઉપદેશાદિનું
પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે, માટે તેમને પહેલાંં નમસ્કાર કરાય છે.
એ પ્રમાણે અરિહંતાદિના સ્વરૂપનું ચિન્તવન કરવું; કારણકે સ્વરૂપચિંતવન કરવાથી કાર્ય વિશેષ સિદ્ધ થાય છે.
વળી એ અરિહંતાદિને પંચ પરમેષ્ઠિ પણ કહીએ છીએ. કારણકે જે સર્વોત્કૃષ્ટ હોય તેનું નામ પરમેષ્ઠ છે. એ પાંચ
પરમેષ્ઠના સમાહાર [સમુદાય] નું નામ પંચપરમેષ્ઠિ જાણવું.
(मोक्षमार्ग प्रकाशक)
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પંચેન્દ્રિયનિરોધ, છ આવશ્યક, કેશ–લોચ, સ્નાનાભાવ, નગ્તના, અંદતધોવન,
ભૂમિશયન, ખડાભોજન, અને એક વખત આહારગ્રહણ–અઠ્ઠાવીશ મૂલ ગુણો છે. ‘ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસમશક,
નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષધા (ધ્યાનાસનથી અચ્યુતિ) શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ,
મલ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અને સદર્શન–બાવીશ પરિષહ છે. અનશન (ઉપવાસ) અવમૌદર્ય
(અલ્પઆહાર) વૃત્તિ પરિસંખ્યાન (વૃત્તિનો સંકોચ), રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન (એકાન્ત પવિત્ર સ્થાનમાં
શયન તથા આસન) કાયકલેશ (આતાપના) આ છ બાહ્ય તપ છે; પ્રાયશ્ચિત (શુદ્ધિ), વિનય વૈયાવૃત્ય સ્વાધ્યાય,
વ્યુત્સર્ગ (બાહ્ય અને આભ્યંતર પરિગ્રહનો ત્યાગ), ધ્યાન–આ છ આભ્યંતર તપ છે.

PDF/HTML Page 8 of 13
single page version

background image
: માગશર : ૨૦૦૦ આત્મધર્મ : ૭:
* સભામાં અધ્યાત્મોપદેશ *
કોઈ જીવ કહે છે કે, દ્રવ્યાનુયોગ (શુદ્ધાત્માનો અધિકાર હોય એવાં શાસ્ત્રો) માં વ્રત, સંયમાદિ વ્યવહારધર્મનું
હીનપણું પ્રગટ કર્યું છે. સમ્યગ્દ્રષ્ટિના વિષય ભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે. ઈત્યાદિ કથન સાંભળી જીવ સ્વચ્છંદી
બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે તેથી તેને વાંચવા–સાંભળવા યોગ્ય નથી. તેને કહીએ છીએ કે:–
જેમ સાકર ખાતાં ગધેડું મરી જાય તેથી કાંઈ મનુષ્ય તો સાકર ખાવી ન છોડે. તેમ કોઈ વિપરીત બુદ્ધિ જીવ
અધ્યાત્મ ગં્રથો સાંભળી સ્વચ્છંદી થાય તેથી કાંઈ વિવેકી જીવ તો અધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ ન છોડે. હા! એટલું કરે કે
જેને સ્વચ્છંદી થવાનો ઠેકાણે ઠેકાણે નિષેધ કરવામાં આવે છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી.
છતાં કોઈ એકાદ વાત સાંભળી પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો દોષ નથી પણ તે જીવનો દોષ છે. વળી
જો જૂઠી, દોષી કલ્પના વડે અધ્યાત્મશાસ્ત્રોના વાચન–શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષ માર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં
જ છે. એટલે તેનો નિષેધ કરતાં મોક્ષ માર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણાં જીવોનું કલ્યાણ થાય છે, છતાં
કોઈને ઉલટું નુકસાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો નિષેધ ન કરવો, તેમ સભામાં અધ્યાત્મ ઉપદેશ થતાં ઘણાં જીવોને
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. છતાં કોઈ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મ શાસ્ત્રોનો તો નિષેધ ન કરવો.
બીજું અધ્યાત્મ ગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય તે તો પહેલાંં મિથ્યાદ્રષ્ટિ હતો, અને આજે પણ મિથ્યાદ્રષ્ટિ જ રહ્યો.
હા! એટલું જ નુકસાન થાય કે તેને સુગતિ ન થતાં કુગતિ થાય વળી અધ્યાત્મોપદેશ ન થતાં ઘણાં જીવોને મોક્ષમાર્ગની
પ્રાપ્તિનો અભાવ થાય છે. એટલે તેથી તો ઘણાં જીવોનું બૂરું થાય છે માટે અધ્યાત્મ ઉપદેશનો નિષેધ કરવો યોગ્ય નથી.
નીચલી દશાવાળાને કયો ઉપદેશ યોગ્ય?
શંકા:–દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે, અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે.
પણ નીચલી દશા વાળાઓને તો વ્રત સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.
સમ્યગ્દર્શના નિવાસના છ પદ.
૧. ‘આત્મા’ છે.
૨. ‘આત્મા’ વસ્તુ તરીકે નિત્ય છે. પણ ત્રિકાળ ટકી અવસ્થા દ્રષ્ટિએ સમયે સમયે પોતે પોતાની અવસ્થા બદલે છે.
૩. આત્મા નિજ કર્મ શુદ્ધા–શુધ્ધ ભાવનો કર્તા છે. ૪. આત્મા પોતાના શુધ્ધા–શુધ્ધ ભાવનો ભોક્તા છે.
૫. આત્માની સંપૂર્ણ શુધ્ધ અવસ્થા [મોક્ષ] પોતે પ્રગટ કરી શકે છે.
૬. અજ્ઞાન [મિથ્યાત્વ] અને રાગદ્વેષની નિવૃત્તિ એ મોક્ષનો ઉપાય છે.
આ છ મહા પ્રવચનોનું નિરંતર સંશોધન કરજો. શ્રીમદ્ રાજચંદ્ર
સમાધાન:–જિન મતમાં તો એવી પરિપાટી છે કે પહેલાંં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ તો
સ્વપરનું શ્રધ્ધાન થતાં થાય છે. તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે; માટે પહેલાં દ્રવ્યાનુયોગ
અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિ ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે
મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને
પહેલાંં કોઈ વ્રતાદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશાવાળાને અધ્યાત્મ ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે
એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરાઙમુખ થવું યોગ્ય નથી.
નીચલી દશાવાળાને તે સ્વરૂપ ભાસે કે કેમ?
શંકા:–ઊંચા ઉપદેશનું સ્વરૂપ તો નીચલી દશાવાળાને ભાસે નહિ.
સમાધાન:–અન્ય તો અનેક પ્રકારમાં ચતુરાઈ જાણે છે, અને અહીં મૂર્ખતા પ્રગટ કરે છે તે યોગ્ય નથી. અભ્યાસ
કરતાં સ્વરૂપ બરાબર ભાસે છે. તથા પોતાની બુધ્ધિ અનુસાર થોડું ઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિરુદ્યમી થવાને પોષણ
કરીએ તો જિનમાર્ગના દ્વેષી થવા જેવું છે.
આ નિકૃષ્ટ કાળે તે ઉપદેશની મુખ્યતા યોગ્ય છે?
શંકા:–આ કાળ નિષ્કૃષ્ટ (અધમ) છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા કરવી યોગ્ય નથી.
સમાધાન:–આ કાળ સાક્ષાત્ મોક્ષ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે, પણ આત્માનુભવ આદિ વડે સમ્યક્ત્વાદિ હોવાની
આ કાળમાં મના નથી, માટે આત્માનુભવાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો. મોક્ષ પાહુડમાં પણ કહ્યું છે કે:–
अज्जवि तिरयणसुध्धा अप्पा झाएवि लहइइंदत्तं।
लोयंतिय देवतं तत्थ चुआणिव्वुदि जंति।।
અર્થ:–આ પંચમકાળમાં પણ જે જીવ સમ્યક્દર્શન જ્ઞાન, ચારિત્રની શુધ્ધિએ સંયુક્ત હોય તે આત્માને ધ્યાવી
ઈન્દ્રપદ તથા લોકાન્તિક દેવપદ પામે છે. વળી ત્યાંથી આવી નિર્વાણ પામે છે.
માટે આ કાળમાં પણ દ્રવ્યાનુયોગનો ઉપદેશ મુખ્ય જરૂરી છે. मोक्षमार्ग प्रकाशक

PDF/HTML Page 9 of 13
single page version

background image
: ૮: આત્મધર્મ ૨૦૦૦ : માગશર :
મોક્ષની ક્રિયા
પ્રકરણ ૧ લ
ज्ञान क्रियाभ्याम् मोक्षભાગ–૧
૧:–પ્રકરણને મથાળું આપેલું સૂત્ર બહુ નાનું છે, પણ તેનો અર્થ સામાન્ય માણસો કે જેઓ પોતે ધર્મી હોવાનું
માને છે, તેઓ મોટે ભાગે સમજતા નથી, તેથી અહીં લખવામાં આવે છે.
૨:–ક્રિયા શબ્દના અર્થ નીચે પ્રમાણે છે.
[] આત્મા કે પુદગલનું એક આકાશ પ્રદેશથી બીજા આકાશ પ્રદેશમાં ગમન તે ક્રિયા; આ વ્યાખ્યા
રાજવાર્તિકમાં નીચે પ્રમાણે આપી છે:–
उमय निमित्तापेक्षः पर्याय विशेषो द्रव्यस्य देशांतर प्राप्ति हेतुंः क्रियाः।। १।।
અર્થ:–ઉભયનિમિત્ત એટલે અભ્યંતર અને બાહ્ય કારણો દ્વારા જે દ્રવ્યને એક દેશથી બીજા દેશની પ્રાપ્તિ થાય છે.
એવી વિશેષ પર્યાય [અવસ્થા] નું નામ ક્રિયા છે. (જુઓ રાજવાર્તિક અધ્યાય પ સૂત્ર ૭ નીચે પહેલી કારિકા પાનું
૮૪] [આ ક્રિયાને મોક્ષ સાથે સંબંધ નથી.]
[] ક્રિયાનો બીજો અર્થ પરિણતિ છે; શ્રી સમયસારમાં કલશ ૫૧ માં ક્રિયાનો અર્થ નીચે પ્રમાણે આપ્યો છે.
यः परिणमति सकर्ता यः परिणाभो भवे तु तत्कर्म।
या परिणतिः कियासा त्रयमपि भिन्न न वस्तुतया।। ५१।।
અર્થ:–જે પરિણમે છે તે કર્તા છે. [પરિણમનારનું] જે પરિણામ છે તે કર્મ છે, અને જે પરિણતિ છે તે ક્રિયા છે;
એ ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી. ૫૧. (જુઓ ગુજરાતી સમયસાર પાનું. ૧૨૬.)
[] આત્માના તથાવિધ પરિણામ તે જીવની ક્રિયા; કેમકે સર્વ દ્રવ્યોનાં પરિણામ લક્ષણ તે ક્રિયા છે; આત્માના
પરિણામ તે આત્માની ક્રિયા હોવાથી જીવમયી ક્રિયા તે કહેવાય છે; જે દ્રવ્યની જે પરિણામરૂપ ક્રિયા છે તેનાથી તે દ્રવ્ય તન્મય છે:
એ કારણે જીવ પણ તન્મય હોવાથી તે જીવમયી ક્રિયા તે જીવની (આત્માની) ક્રિયા છે. [જુઓ શ્રી પ્રવચનસાર પાનું–૧૭૧–
૧૭૨ સંસ્કૃત તથા હિંદી ટીકા.] આત્મા અને જીવ એ એક જ અર્થમાં વપરાય છે. તેથી તે પર્યાયવાચક શબ્દો છે.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ તેમ જ નીચેના શબ્દોમાં કહે છે:– ‘સર્વ પદાર્થ અર્થ ક્રિયાસંપન્ન છે, કંઈને કંઈ પરિણામ ક્રિયા
સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે; આત્મા પણ ક્રિયાસંપન્ન છે.’ (જુઓ શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ આવશ્યક પાનું–૯.)
૩:–ક્રિયા શબ્દના અર્થ ઉપર કહ્યા તે ઉપરથી નીચે મુજબ સિધ્ધાંતો મુકરર થાય છે.
(૧) દરેક દ્રવ્યનું પરિણામ તે ક્રિયા હોવાથી અને દ્રવ્યો છ પ્રકારના હોવાથી નીચેની છ ક્રિયા થઈ.
. જીવની ક્રિયા, તે ચૈતન્ય ક્રિયા [શુદ્ધ; શુભ, અશુભ]
. પુદ્ગલની ક્રિયા એટલે એક પુદ્ગલથી માંડીને અનંતાનંત પુદ્ગલોની થતી ક્રિયા, તે પૌદ્ગલિક ક્રિયા, શરીર
પુદ્ગલ હોવાથી તેની ક્રિયા તે જડ ક્રિયા છે.
. ધર્માસ્તિકાયનું પરિણમન તે ધર્માસ્તિકાયની ક્રિયા. . અધર્માસ્તિકાયનું પરિણમન તે અધર્માસ્તિકાયની ક્રિયા.
. આકાશનું પરિણમન તે આકાશની ક્રિયા. . કાળદ્રવ્યનું પરિણમન તે કાળની ક્રિયા.
[આ બધી ક્રિયાઓ મોક્ષની ક્રિયા નથી.]
(૨) જીવ અને પુદ્ગલનું આકાશના એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ગમન તે ગમન ક્રિયા.
૪:–મોક્ષ જીવનો થાય છે, તેથી જીવની ક્રિયા વડે મોક્ષ થાય; જીવની ક્રિયા શુધ્ધ અગર અશુદ્ધ એમ બે પ્રકારે છે,
તેમાંથી જીવની શુધ્ધ ક્રિયા વડે મોક્ષ થાય, અને અશુધ્ધ ક્રિયા વડે સંસાર થાય; માટે અહીં જીવની શુદ્ધ ક્રિયા એવો અર્થ લેવો.
૫:–જ્ઞાનનો અર્થ ‘સમ્યગ્જ્ઞાન’ થાય છે, અને ક્રિયાનો અર્થ ‘શુદ્ધાત્મ અનુભવ ક્રિયા’ થાય છે; એ બાબતમાં
નીચે મુજબ સમયસાર નાટકમાં કહ્યું છે.
[દોહા]
શુધ્ધાત્મ અનુભૌ ક્રિયા, શુદ્ધ ગ્યાન દિગ દૌર મુક્તિ–પંથ સાધન યહૈ વાગ્જાલ સબ ઔર. ।। ૧૨૬।।
(સર્વ વિશુદ્ધિ દ્વાર)
સમ્યક્દર્શન, શુધ્ધ જ્ઞાન અને શુધ્ધાત્મ અનુભવ ક્રિયા એ મોક્ષનો માર્ગ અને સાધન છે. બીજું બધું વાગ્જાળ છે. ૧૨૬.
આ ઉપરથી સાબિત થયું કે ‘ક્રિયા’ નો અર્થ આ જગાએ જ્ઞાનમાં સ્થિરતા એટલે કે શુદ્ધાત્મ અનુભવ ક્રિયા છે; શુભ–અશુભ
ભાવ ક્રિયા કે શરીરની ક્રિયા નહિ. ઉત્તરાધ્યનસૂત્રના મોક્ષમાર્ગ અધ્યાયની ગાથા ૨૫ માં પણ તેમ જ કહ્યું છે, તે નીચે પ્રમાણે છે.
दंसण नाण चरिते, तव विणह सच्च सहिई गुत्तीसु।
जो किरिआ भाव रुइ, सो खलु किरिया रुइ नाम।। २५।।
(નોટ:– ‘सच्च’ શબ્દ ‘સત્’ ‘ચ’ નો બનેલો છે. સત્નો અર્થ ભૂતાર્થ, પરમાર્થ, યથાર્થ, સત્ય, સમ્યક્,

PDF/HTML Page 10 of 13
single page version

background image
: માગશર : ૨૦૦૦ આત્મધર્મ : ૯:
આ વિષય આત્માર્થી બન્ધુ શ્રી. રામજીભાઈ માણેકચંદ દોશીની નોંધપોથીમાંથી
લીધેલ છે. તે ક્રમશ: દરેક અંકે પ્રગટ થતો રહેશે.
નિશ્ચય એ પ્રમાણે થાય છે, તેથી ગાથાનો અર્થ નીચે પ્રમાણે છે.)
અર્થ:– સમ્યક્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર, સમ્યક્તપ. સમ્યક્વિનય, સમ્યક્સમિતિ અને સમ્યક્ગુપ્તિમાં જે
જીવ ભાવક્રિયાનો રુચિવાળો છે તે ખરો ‘ક્રિયારુચિ’ ના નામથી કહેવાય છે.
પ્રકરણ ૨ જા
ज्ञान क्रियाभ्याम् मोक्षः ભાગ–૨
૧:–પહેલાં પ્રકરણમાં આત્માની શુદ્ધ અને અશુદ્ધ ક્રિયા એમ બે પ્રકારની ક્રિયા કહી, તે સંબંધે વધારે સ્પષ્ટતા
અહીં કરવામાં આવે છે.
૨:–આત્માની શુધ્ધ ક્રિયાને જ્ઞાનાદિક્રિયા કહેવામાં આવે છે, અને આત્માની અશુદ્ધ ક્રિયાને ક્રોધાદિક્રિયા
કહેવામાં આવે છે; પહેલી એટલે જ્ઞાનક્રિયા કોઈ પણ જ્ઞાની નિષેધતા નથી. અને બીજી એટલે ક્રોધાદિક્રિયા અનંત
જ્ઞાનીઓએ નિષેધી છે. ‘ ક્રોધાદિ ’ એ શબ્દનો અર્થ ‘જીવના મિથ્યાત્વ અને રાગ–દ્વેષરૂપ ભાવ’ એવો થાય છે; આ
સંબંધમાં શ્રી સમયસારમાં નીચે પ્રમાણે ગાથા ૬૯–૭૦ ની ટીકામાં ભગવાન શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવે ફરમાવ્યું છે: –
‘જેમ આ આત્મા જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ [તફાવત; જુદાં લક્ષણો]
નહિ હોવાથી તેમનો ભેદ નહિ દેખતો થકો, નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં [જ્ઞાનમાં પોતાપણે]
વર્તતો તે જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે–જાણવારૂપ પરિણમે છે, તેવી રીતે
જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્ત્રવોમાં પણ પોતાનાં
અજ્ઞાનભાવને લીધે વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે
છે; અને ત્યાં [ક્રોધાદિમાં પોતાપણે] વર્તતો તે જો કે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે, તો પણ
તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી ક્રોધરૂપ પરિણમે છે. રાગ, રૂપ પરિણમે છે. મોહરૂપ પરિણમે છે. ×*
૩:–જ્ઞાન ક્રિયાને ‘જ્ઞપ્તિ ક્રિયા’ પણ કહેવામાં આવે છે. અને ક્રોધાદિ ક્રિયાને ‘કરોતિ ક્રિયા’ પણ કહેવામાં આવે
છે તે અશુદ્ધ ક્રિયાના બીજાં પણ નામો છે. તે હવે પછી કહેવામાં આવશે.
૪:–કરવા રૂપ ક્રિયાની અંદરમાં જાણવા રૂપ ક્રિયા ભાસતી નથી. અને જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ
ક્રિયા ભાસતી નથી. માટે જ્ઞપ્તિ ક્રિયા અને કરોતિ ક્રિયા બન્ને ભિન્ન છે.
‘ હું પર દ્રવ્યને કરું છું. ’ એવા ભાવે જ્યારે આત્મા પરિણમે છે, ત્યારે તે કર્ત્તાભાવ રૂપ પરિણમન ક્રિયા કરતો
હોવાથી અર્થાત્ કરોતિક્રિયા કરતો હોવાથી કર્તા જ છે, અને જ્યારે ‘ હું પરદ્રવ્યને જાણું છું. એમ પરિણમે છે, ત્યારે
જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞપ્તિ ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે.
(જુઓ ગુજરાતી સમયસાર પાનું ૧૮૬ કલશ ૯૭)
ઉપરના નિયમથી સિદ્ધ થયું કે આત્માનું જ્ઞાન અને જડની ક્રિયા એ બે ભેગા થવાથી મોક્ષ થાય છે, એમ કોઈ
જ્ઞાનીએ સ્વીકાર્યું નથી; પણ આત્માના સમ્યગ્જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતારૂપ ક્રિયા એટલે કે શુદ્ધ જ્ઞાનની ક્રિયાવડે મોક્ષ થાય
છે, એમ અનંત જ્ઞાનીઓએ સ્વીકાર્યું છે. જ્ઞપ્તિ ક્રિયાને સમ્યક્દર્શન–જ્ઞાનપૂર્વકનું સમ્યક્ચારિત્ર પણ કહેવામાં આવે છે.
૫:–જગતમાં જે ક્રિયા છે તે બધી પરિણામ= (અવસ્થા, હાલત, દશા.) સ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી
ભિન્ન નથી, (પરિણામ જ છે.) પરિણામ પણ પરિણામીથી [દ્રવ્યથી] ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી
અભિન્ન વસ્તુ છે, (જુદી જુદી બે વસ્તુ નથી.) માટે એમ સિદ્ધ થયું કે, જે કોઈ ક્રિયા છે તે બધીએ ક્રિયાવાનથી
[દ્રવ્યથી] ભિન્ન નથી; આમ વસ્તુ સ્થિતિથી જ અર્થાત્ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે ક્રિયા અને કર્તાનું
અભિન્નપણું સદાય તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપક ભાવથી પોતાના પરિણામ કરે છે, અને ભાવ્યભાવક ભાવથી
તેને જ અનુભવે છે. તેમ જો વ્યાપ્યવ્યાપક ભાવથી પુદ્ગલ કર્મને પણ કરે અને ભાવ્યભાવક ભાવથી તેને જ ભોગવે
તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે વિધિથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ–પરનો પરસ્પર વિભાગ
અસ્ત થઈ જવાથી [નાશ પામવાથી] અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિપણાને લીધે
સર્વજ્ઞના મતની બહાર છે. બે દ્રવ્યોની વિધિ ભિન્ન જ છે, જડની ક્રિયા ચેતન કરતું નથી. ચેતનની ક્રિયા જડ કરતું
નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યા દ્રષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે, એમ
માનવું તે જિનનો મત નથી. (સમયસાર ગાથા–૮૫ પાનું ૧૨૪–૧૨૫) એ રીતે ક્રિયાનો અર્થ પરિણામ, પર્યાય.
હાલત, દશા કે વર્તમાન અવસ્થા થાય છે; તેથી ‘ જ્ઞાન ક્રિયાભ્યામૂ મોક્ષ એ સૂત્રમાં જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન અને વિધિનો
અર્થ ‘તે જ્ઞાનની જ્ઞાનમાં સ્થિરતારૂપ વર્તમાન વર્તતી અવસ્થા’

PDF/HTML Page 11 of 13
single page version

background image
: ૧૦ : આત્મધર્મ ૨૦૦૦ : માગશર :
થાય છે. અને તે રીતે જ સર્વ વિકારનો નાશ થાય છે. તે પવિત્રતાનું નામ મોક્ષ એટલે કે વિકાર (અપવિત્રતા) થી
મુક્તપણું છે.
નોટ – વ્યાપક–ફેલાવનાર; વ્યાપ્ય–ફેલાયેલી દશા; ભાવક–ભોગવનાર; ભાવ્ય–ભોગવવા લાયક દશા; વ્યાપક
દ્રવ્ય છે, વ્યાપ્ય તેની પર્યાય છે, ભાવક દ્રવ્ય છે, ભાવ્ય તેની (ભોગવવા લાયક) પર્યાય [અવસ્થા] છે.
પ્રકરણ – ૩ જાું
જ્ઞપ્તિક્રિયા: ભાગ ૧
૧:– અહીં જ્ઞપ્તિક્રિયાનું વિશેષ સ્વરૂપ બતાવવામાં આવે છે; તેનું સ્વરૂપ સમયસારમાં નીચે પ્રમાણે આપ્યું છે:–
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यक्तरोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।
६२।।
અર્થ:– આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે
એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાત્) છે. [ગુજરાતી સમયસાર કલશ–૬૨–પાનું ૧૪૩]
૨:– આત્માની ક્રિયા બે પ્રકારની છે; એક ‘જ્ઞપ્તિક્રિયા અને બીજી ‘જ્ઞેયાર્થપરિણમનક્રિયા; તેમાં જ્ઞાનની રાગ–
દ્વેષ, મોહરહિત જાણવારૂપ ક્રિયાને જ્ઞપ્તિક્રિયા કહેવામાં આવે છે, અને જે રાગ–દ્વેષ મોહથી પદાર્થનું જાણવું તે ક્રિયાને
‘જ્ઞેયાર્થપરિણમનક્રિયા’ કહેવામાં આવે છે. જ્ઞેયાર્થ પરિણમન ક્રિયાથી બંધ થાય છે, અને જ્ઞપ્તિ ક્રિયાથી થતો નથી.
[પ્રવચનસાર અધ્યાય ૧. ગાથા–પર નીચેની ટીકા–પાનું ૬૮.]
૩:– કેટલાક કહે છે કે:– ‘જ્ઞાન તે કાંઈ ક્રિયા કહેવાય? બીજું કાંઈક કરવું જોઈએ. ’ તેમને એટલો ઉત્તર બસ છે
કે:– ‘આત્મા જ્ઞાન સિવાય બીજું શું કરી શકે? કાં તો જ્ઞાન કરે અગર તો અજ્ઞાન કરે. ’ જ્ઞાનની અનાદિથી ચાલી
આવતી ભૂલ ટાળવી અને મિથ્યાજ્ઞાનને ટાળી સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું તે જ્ઞાનની ક્રિયા છે; તે જ્ઞાનની ક્રિયા સમ્યગ્દ્રષ્ટિને
[ચોથા ગુણસ્થાનને પ્રગટે છે, અને તે જ્ઞાનમાં સ્થિર રહેવારૂપ ક્રિયા વધતાં વધતાં તે જ્ઞાનની સ્થિરતારૂપ પૂર્ણ ક્રિયા તે
‘યથાખ્યાત ચારિત્ર’ છે. સમ્યગદ્રષ્ટિને જ આ ‘જ્ઞપ્તિ ક્રિયા’ હોય છે. અને મિથ્યાદ્રષ્ટિને તે ક્રિયા હોતી નથી. જીવ ક્રિયા
સંપન્ન હોવાથી મિથ્યાદ્રષ્ટિને ‘કરોતિ ક્રિયા, ’ એટલે કે ‘જ્ઞેયાર્થ પરિણમન ક્રિયા’ હોય છે. ઉપરના પાના–૨ માં મોહનો
અર્થ મિથ્યાત્વ થાય છે. અને રાગ–દ્વેષનો અર્થ અનંતાનુબંધીનો રાગ દ્વેષ થાય છે. સમ્યગ્દ્રષ્ટિને તેવો રાગ–દ્વેષ મોહ
હોતો નથી, તેથી સમ્યદ્રષ્ટિને રાગ–દ્વેષ મોહ રહિત જાણવાની ક્રિયા એટલે કે જ્ઞપ્તિક્રિયા હોય છે, આ સંબંધમાં શ્રી
સમયસારમાં નીચે પ્રમાણે કહ્યું છે.–
‘ અહીં કોઈ પૂછે છે કે, અવરિત સમ્યગ્દ્રષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્ર મોહનો ઉદય છે; ત્યાં સુધી તે કષાયરૂપે
પરિણમે છે. તો તેને (કરોતિ ક્રિયાનો) કર્તા કહેવાય કે નહિ? તેનું સમાધાન અવરિત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા–જ્ઞાનમાં
પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી, કષાયરૂપ પરિણમન છે, તે ઉદયની બળજોરીથી છે, તેનો તે
જ્ઞાતા છે, તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. × × +’
એ રીતે અવરિત સમ્યગ્દ્રષ્ટિ આદિને દ્રષ્ટિ અપેક્ષાએ જ્ઞપ્તિ ક્રિયા છે, પણ કરોતિ ક્રિયા નથી.
૪:– આ જ્ઞપ્તિ ક્રિયાને ‘જ્ઞાન ક્રિયા’ પણ કહેવામાં આવે છે તેનું સ્વરૂપ નીચે પ્રમાણે શ્રી સમયસાર નાટકમાં આપ્યું છે.
ज्ञान ક્રિયાનું સ્વરૂપ દોહા (સાધ્ય, સાધક દ્વાર)
વિનસિ અનાદિ અશુદ્ધતા, હોઈ શુદ્ધતા પોખ
તા પરિનતિકો બુધ કહૈ, જ્ઞાન કિયા સૌં મોખ।।૩૮
અર્થ:– અનાદિની અશુદ્ધતાનો નાશ થાય અને શુદ્ધતા પુષ્ટ થાય તે પરિણતિને (આત્માની શુધ્ધ અવસ્થાને)
જ્ઞાનીઓ જ્ઞાન ક્રિયા કહે છે. અને તેથી મોક્ષ થાય છે.
પ– ક્રિયાનો અર્થ શુધ્ધ જ્ઞાનમાં સ્થિરતારૂપ ચારિત્ર થાય છે. સાચું (સમ્યક્) ચારિત્ર, સમ્યક્ દર્શન અને
સમ્યક્જ્ઞાન પૂર્વક જ હોઈ શકે. એકલા સમ્યક્ દર્શનથી મોક્ષ થઈ શકતો નથી. તેમ સમ્યક્ દર્શન વિનાના ચારિત્રથી
મોક્ષ થઈ શકતો નથી. તેથી તે બન્નેનું એકપણું થાય ત્યાં જ મોક્ષ થાય છે. એમ બતાવવા માટે ‘જ્ઞાન ક્રિયાથી મોક્ષ
થાય છે. ’ એમ કહ્યું છે. આત્માનું જ્ઞાન અને શરીરની ક્રિયા એ બેના એકપણાથી મોક્ષ થાય એમ બતાવવા માટે કહ્યું
નથી. સમવાય સૂત્રમાં ૧૩૬ મી ગાથામાં દ્વાદશાંગીનું સ્વરૂપ કહ્યું છે, તેમાં એક બોલ ‘से एवं’ છે, તેનો અર્થ નીચે
પ્રમાણે ‘एवं आयत्ति’ ના પેટામાં કર્યો છે:– ‘આ (આચારાંગ) ભાવથી સમ્યક્ પ્રકારે ત્રણે રીતે આ પ્રમાણે આત્મા
થાય છે. (આત્મા આચારરૂપ જ થાય છે.) કેમકે તે [આચારાંગ] માં કહેલી ક્રિયાના પરિણામથી અભિન્ન
(પરિણામરૂપ) હોવાથી તે આત્મા પણ તદ્રૂપ જ થાય છે. આ (एवं आय) સૂત્ર પુસ્તકોમાં જોયું નથી. પરંતુ
નંદીસૂત્રમાં દેખાય છે, તેથી અહીં તેની વ્યાખ્યા કરી છે. આ પ્રમાણે જ્ઞાનનો સાર ક્રિયા જ છે એવું જણાવવા માટે
ક્રિયાનું પરિણામ કહીને હવે જ્ઞાનને આશ્રિતે કહે છે. ’ (સમવાયાંગ ભાવનગરની પ્રસિધ્ધિ પાનું– –૧૨૩)
ઉપરથી પણ સિદ્ધ થાય છે કે આત્માના શુદ્ધરૂપ (તદ્રુપ) પરિણમનને ક્રિયા કહેવામાં આવે છે.

PDF/HTML Page 12 of 13
single page version

background image
: માગશર : ૨૦૦૦ આત્મધર્મ : ૧૧ :
પ્ર જ્ઞપ્તિક્રિયા ભાગ ૨
૧:–આગળના પ્રકરણમાં કહ્યું કે સમ્યક દર્શન (જ્ઞાન) અને જ્ઞાનમાં સ્થિરતારૂપ ચારિત્રથી મોક્ષ થાય છે, તે
બન્ને આત્માના ગુણની શુધ્ધ અવસ્થા છે; ચારિત્ર કાંઈ જડ શરીરની અવસ્થા નથી. આ સંબંધમાં શ્રી સમયસાર
નાટકમાં નીચે પ્રમાણે કહ્યું છે:– [હિંદી સમયસાર પા. ૩૬૩–૪]
જ્યાં શુદ્ધ જ્ઞાન છે ત્યાં ચારિત્ર છે. (સવૈયા એકત્રીસા) ‘જહાં શુદ્ધ જ્ઞાનની કળા ઉદોત દીસૈ તહાં શુધ્ધતા
પ્રવાંન શુધ્ધ ચરિત કૌ અંશ હૈ = (સર્વ વિશુધ્ધદ્વાર ગાથા–૮૨)
અર્થ:–જ્યાં શુદ્ધ જ્ઞાનની કળાનો પ્રકાશ દેખાય છે, ત્યાં તેને અનુસાર શુદ્ધ ચારિત્રનો અંશ રહે છે.
૨:–આ શુધ્ધ ચારિત્રને ક્રિયા કહેવામાં આવે છે, એમ ગાથા ૮૪–૮૫ માં કહ્યું છે. તે ગાથાઓ નીચે મુજબ છે.
જ્ઞાન ચારિત્ર પર પંગુ – અંધનો દ્રષ્ટાંત દોહા
‘જ્યાં અંધ કે કંધ પર, ચઢે પંગુ નર કોઈ! વાકે દગ વાકે ચરન, હોંહિ પથિક મિલિ દોઈ।। ૮૪।।
જહાં જ્ઞાન કિરિયા મિલે, તહાં મોખ–મગ સોઈ વહ જાનૈ પદ કૌ મરમ, વહ પદમૈં થિર હોઈ’ ।। ૮૫।।
અર્થ:–જેમ કોઈ લંગડો મનુષ્ય આંધળાની કાંધ પર ચડે તો લંગડાની આંખો અને આંધળાના પગના યોગથી
ગમન થાય છે, તેમ જ્યાં જ્ઞાન અને ચારિત્રની એકતા છે, તે મોક્ષમાર્ગ છે; કેમકે જ્ઞાન આત્માના મર્મને જાણે છે, અને
ચારિત્ર તે આત્માના પદમાં સ્થિરતા પ્રગટાવે છે.
નોંધ–દ્રષ્ટાંત બે જુદા જુદા દ્રવ્યોનું છે, અને દૃષ્ટાંતમાં આત્મા એક જ દ્રવ્ય છે; અને જ્ઞાન ચારિત્ર તે એક જ
દ્રવ્યના બે ગુણોની શુદ્ધ પર્યાય છે. દ્રષ્ટાંત હમેશાં દૃષ્ટાંતને એક અંશે જ લાગુ પડે, સર્વાંશે લાગુ પડે નહિ.
૩:–આવું શુદ્ધ ચારિત્ર [ક્રિયા] સમ્યગ્જ્ઞાનીને જ હોય છે. એમ હવે બતાવવામાં આવે છે:–
જ્ઞ ક્ર [સવૈયા એકત્રીસા]
‘જૈસેં કોઊ મનુષ્ય અજાન મહાબલવાન, ખોદી મૂળ વૃચ્છને ઉખારૈ ગહિ બાહુ સૌં તૈરૌં મતિમાન દર્વકર્મ–
ભાવકર્મ ત્યાગી, હૂવૈ રહૈ અતીત મતિ જ્ઞાનકી દશા હુસૌં ।।
યાહિ વિધિ અનુસાર મિટૈ મોહ અંધકાર જગૈ જ્યોતિ કેવળ પ્રધાન સવિતા હુસોં
સમયસાર નાટક બંધદ્વારા ગાથા. ૫૮ પાનું ૨૬૮
અર્થ–જેમ કોઈ અજાણ્યો મહા બળવાન માણસ ઝાડના મૂળને પોતાના હાથથી ઉખેડી ખોદી કાઢી નાંખે છે, તેમ ભેદજ્ઞાની પુરુષ
ભાવકર્મ અને દ્રવ્યકર્મને ત્યાગી તેથી પર [અતીત] થઈ મતિજ્ઞાનની દશામાં રહે છે, તે જ્ઞાનની ક્રિયા અનુસાર મોહ અંધકારનો નાશ કરે છે.
રત્નકણક
જેને સમ્યગ્દર્શન ન હોય તેને સમ્યગ્જ્ઞાન હોતું નથી; સમ્યક્જ્ઞાન વિના સમ્યકચારિત્ર ગુણ હોતો નથી.
નિર્ગુણીને મોક્ષ (કર્મથી મુક્તિ) નથી અને જેને મોક્ષ ન હોય તેને નિર્વાણ નથી; અર્થાત્ સંસાર પરિભ્રમણ હોય છે.
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર ૨૮–૩૦
૪:–સમ્યગ્દ્રષ્ટિ જ મોક્ષમાર્ગનો સાધક છે; અને તેથી જ કહ્યું છે કે; જ્યાં મોક્ષમાર્ગ સાધ્યો ત્યાં કહ્યું કે, ‘
સમ્યક્દર્શન, જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: ’ તથા એમ પણ કહ્યું કે ‘ જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ’ એ બન્ને સૂત્રોનો ભાવ
એક જ છે. (જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક પાનું–૩૬૦)
પ:–જ્ઞપ્તિક્રિયાને જેમ ‘જ્ઞાન ક્રિયા’ કહેવામાં આવે છે, તેમ તેને અનુભવનરૂપ ક્રિયા, જ્ઞાનવશ ક્રિયા, શુદ્ધ
ચૈતન્ય ક્રિયા, શુદ્ધ ચારિત્ર એ નામો પણ કહેવામાં આવે છે. અનુભવનરૂપ ક્રિયા એ ભાવ નીચેની સ્તુતિમાં આવે છે.
નમ: સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વ भाषांतरच्छिेद।। १।।
આ સ્તુતિમાં ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ એ પદનો અર્થ એવો છે કે, જીવ પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે
છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે. જુઓ ગુજરાતી સમયસાર પા. ૨.
પ્ર જ્ઞપ્તિક્રિયા ભાગ ૩
૧:–અહીં ક્રિયાનો અર્થ જ્ઞાનમાં સ્થિરતારૂપ શુદ્ધ ચારિત્ર છે, એમ ઉપર બતાવ્યું છે, તેથી ‘ચારિત્ર’ શું છે તે
અહીં બતાવવામાં આવે છે.
૨:–ખરેખર આત્મામાં પોતાના સ્વરૂપના આચરણ રૂપ જે ચારિત્ર છે, તે ધર્મ અર્થાત્ વસ્તુનો સ્વભાવ છે. જે
સ્વભાવ છે તે ધર્મ છે; તે કારણે પોતાના સ્વરૂપને ધારણ કરવાથી ‘ચારિત્ર’ નું નામ ધર્મ કહેવામાં આવે છે. જે ધર્મ છે
તે જ સમભાવ છે. સમભાવ તે મિથ્યાદર્શન અને મિથ્યાચારિત્ર રહિત આત્માના પરિણામ ને સામ્યભાવ (સમભાવ)
છે; એટલે ‘વીતરાગ ચારિત્ર’ તે વસ્તુનો સ્વભાવ છે. વીતરાગ ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, ધર્મ સમભાવ, સામ્યભાવ,
સમ પરિણામ એ એકાર્થવાચક છે. મોહ કર્મથી જુદા જે આત્માના નિર્વિકાર પરિણામ સ્થિરરૂપ સુખમય છે તે ચારિત્રનું
સ્વરૂપ છે. શુદ્ધ ચિત્સ્વસ્વરૂપે ચરણ તે ચારિત્ર છે. પ્રવચનસાર પાનું ૮–૯.
૩:–ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે:– શરીરની ક્રિયા તે નિશ્ચય ચારિત્રને સહાયક ખરી કે કેમ?

PDF/HTML Page 13 of 13
single page version

background image
નવનત
જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક;
નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
વ્યવહાસે દેવ જિન, નિહચેસે હૈ આપ;
એહિ બચન સેં સમજે લે, જિનાપ્રવચનકી છાપ.
श्रीमद्द राजचन्द्र
ઉત્તર:–ના. પરની સહાયથી સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. જો આત્મા પરાધીન થાય તો આકુળતા સહિત થઈ
જાય, અને જે જગાએ આકુળતા છે, ત્યાં સ્વરૂપની પ્રાપ્તિ નથી. એ કારણે પરની સહાયતા વિના જ આત્મા નિરાકુળ
થાય છે એવી દશા પોતાની જ સહાયતાથી પોતે પામે છે. જે પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે તે બીજાની
અપેક્ષા કેમ રાખે? કદી નહિ.
૪:–એથી સિદ્ધ થયું કે, ‘શારીરિક ક્રિયાથી’ કે ‘કરોતિક્રિયા’ થી મોક્ષ થતો નથી; અને તેથી ‘જ્ઞપ્તિ ક્રિયા’ માં
ક્રિયાનો અર્થ શુદ્ધ સ્વરૂપમાં રમણતારૂપ સ્થિરતા છે. બીજો કોઈ અર્થ નથી.
પ–તેથી મોક્ષની ક્રિયામાં ક્રિયા : શબ્દના અર્થ નીચે પ્રમાણે થયા–(૧) જ્ઞપ્તિ ક્રિયા (૨) જ્ઞાન ક્રિયા (૩)
જ્ઞાનવશ ક્રિયા, (૪) શુદ્ધ ચૈતન્ય ક્રિયા, (પ) શુધ્ધ ચારિત્ર (૬) અનુભવરૂપ ક્રિયા, (૭) વીતરાગ ચારિત્ર, (૮)
નિશ્ચય ચારિત્ર, (૯) સ્વભાવ, (૧૦) ધર્મ, (૧૧) સભમાવ, (૧૨) સામ્યભાવ, (૧૩) સમપરિણામ, (૧૪)
આત્માના સ્થિરરૂપ સુખમય નિર્વિકાર પરિણામ, (૧પ) શુદ્ધ ચિત્સ્વરૂપનું ચરણ. કોઈ પણ જ્ઞાની આ ક્રિયા નિષેધતા
નથી, પણ આચરે છે. અને આત્માની બધી વિકારી ક્રિયાને અનંત જ્ઞાનીઓ નિંદે છે કેમકે તે કષાયમયી છે, અકષાયી
ભાવની નથી; અને તેથી પર છે. શરીરની ક્રિયા આત્માને સહાયક નથી તે તો ઉપર કહેવાયું છે.
શ્રી સનાતન જૈન બ્રહ્મચર્યાશ્રમ
(૧) આ આશ્રમમાં જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવે છે. (૨) વિદ્યાર્થીઓનું રહેવાનું તથા જમવાનું
ખર્ચ આ આશ્રમ તરફથી આપવામાં આવે છે. (૩) વિદ્યાર્થીની ઉંમર ૧૪ વર્ષ અગર તેથી ઉપરની હોવી જોઈએ
(૧૪) અભ્યાસક્રમ ત્રણ વર્ષ સુધીનો છે. (પ) જેને દાખલ થવા ઈચ્છા હોય તેણે નીચેને ઠેકાણે પત્ર વ્યવહાર કરી
છાપેલું ફોર્મ મંગાવી લેવું.
શ્રી પ્રમુખ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ. સોનગઢ (કાઠિયાવાડ)
ATMADHARMA Regd No. B, 4787
સમાચાર
પૂજ્ય સદ્ગુરુ દેવ શ્રી કાનજી સ્વામી હાલ રાજકોટ સદરમાં આનંદભવનમાં બિરાજે છે.
હંમેશાં સવારે શ્રી સમયસારનો બંધ અધિકાર વંચાય છે. બપોરે કર્તાકર્મનો અધિકાર વંચાય છે.
શ્રી આત્મસિદ્ધિ પરના પ્રવચનોની પહેલી આવૃત્તિ ખલાસ થઈ જવાથી બીજી આવૃત્તિ પ્રેસમાં આપવામાં આવી
છે. તેની નકલો ૧૦૦૦ છાપવામાં આવે છે.
સવારે તથા બપોરે જે વ્યાખ્યાનો થાય છે તેની ટૂંક નોંધ લેવામાં આવે છે. અને તેને છપાવવાનો પ્રબંધ કરવામાં આવેલ છે.
પૂ. મહારાજશ્રીની પાસે ચાલતા સ્વાધ્યાયનો ક્રમ નીચે પ્રમાણે છે.
સવારમાં ૭–૦ થી ૭–૩૦ જ્ઞાનચર્ચા
,, ૯–૧૫ થી ૧૦–૧૫ મહારાજ સાહેબનું વ્યાખ્યાન.
,, ૧૦–૩૦ થી ૧૧–૧૫ શ્રી. સર્વાર્થ સિદ્ધિનું વાંચન.
બપોરે ૨–૩૦ થી ૩–૧૫ ,, ,,
,,
,, ૩–૩૦ થી ૪–૩૦ મહારાજ સાહેબનું વ્યાખ્યાન.
,, ૪–૪૫ થી ૫–૪૫ શ્રી. અષ્ટપાહુડનું વાંચન
,, ૮–૧૫ થી ૯–૧૫ તત્ત્વને લગતી પ્રશ્નોત્તરી
આ ઉપરાંત હંમેશાંં સાંજના ૭–૧૫ થી ૮–૧૫
સર્વ સામાન્ય પ્રતિક્રમણ થાય છે.
શ્રી સનાતન જૈન બ્રહ્મચર્યાશ્રમમાં હાલ ૧૦
વિદ્યાર્થીઓ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. તેમને
મહારાજ સાહેબના વ્યાખ્યાનો ઉપરાંત સવાર તથા
બપોરે અભ્યાસ કરાવવામાં આવે છે.
વિનતિ
જૈન દર્શનનું યથાર્થ સ્વરૂપ સમજાવતું આ માસિક
બહોળો ફેલાવો પામે એવી ઉમેદ છે. એથી આપ સૌ મુમુક્ષુ
ભાઈ બહેનો આપના સહવાસમાં આવતા સ્નેહી સ્વજનોને
આ માસિકના ગ્રાહક થવા માટે ભલામણ કરશો.
આ માસિકનું વાર્ષિક લવાજમ માત્ર અઢી
રૂપિયા હોઈ સામાન્ય સ્થિતિના ભાઈ બહેનો પણ
એના ગ્રાહક બની શકશે. વ્યવસ્થાપક.
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ
સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા.
કાઠિયાવાડ.
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય ટ્રસ્ટ સોનગઢ,
વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ મોટા
આંકડિયા. કાઠિયાવાડ.