Atmadharma magazine - Ank 102
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૧૦૨
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ચૈત્રસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલઅંકઃ ૬
ઉલ્લાસ અને વિશ્વાસ
મારી પરમાત્મદશા મારા આત્મામાંથી
જ પ્રગટવાની છે; મારા આત્મામાં જ મારી
પરમાત્મશક્તિ ભરી છે, તેમાંથી હું મારી
પરમાત્મદશા પ્રગટ કરીને અલ્પકાળે મોક્ષ
પામવાનો છું–આમ પોતાને પોતાની
પરમાત્મશક્તિનો વિશ્વાસ અને આત્મવીર્યનો
ઉલ્લાસ આવવો જોઈએ.
જેને આવો પરમાત્મશક્તિનો વિશ્વાસ
અને આત્મવીર્યનો ઉલ્લાસ હોય તેને અંતરમાં
છૂટકારાનો માર્ગ થયા વિના રહે નહિ.
–પૂ. ગુરુદેવશ્રી.
છુટક નકલ૧૦૨વાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
વૈશાખ સુદ બીજ
*
પૂ. ગુરુદેવશ્રીનો મંગલ–જન્મોત્સવ
વૈશાખ સુદ બીજ ને શનિવાર તા. ૨૬–૪–પ૨ના રોજ પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો
૬૩ મો જન્મોત્સવ છે. સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રીનો મંગલ જન્મોત્સવ દર વર્ષે ઉલ્લાસપૂર્વક ઊજવાય છે તે રીતે
આ વર્ષે પણ ઊજવાશે. સર્વે જિજ્ઞાસુઓ આ મંગલ પ્રસંગનો લાભ લઈ શકે તેથી આ સમાચાર જણાવવામાં
આવ્યા છે.
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ
સોનગઢમાં દરવર્ષની માફક આ વર્ષે પણ વૈશાખ વદ ત્રીજ સોમવાર તા. ૧૨–૨–પ૨ થી જેઠ સુદ બારસ
ગુરુવાર તા પ–૬–પ૨ સુધી વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. વિદ્યાર્થીઓ
ઉપરાંત બીજા જિજ્ઞાસુ જૈનબંધુઓ પણ આ વર્ગનો લાભ લઈ શકશે. શિક્ષણ વર્ગમાં દાખલ થનારને માટે
ભોજન તથા રહેવાની સગવડ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી થશે.
આ શિક્ષણ વર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે સુચના મોકલી દેવી, અને
તા. ૧૦–પ–પ૨ ના રોજ હાજર થઈ જવું.
–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢઃ સૌરાષ્ટ્ર
***
સુધારોઃ આત્મધર્મ અંક ૧૦૦ તથા ૧૦૧
અંક–પૃષ્ઠ–કોલમ–લાઈનઅશુદ્ધશુદ્ધ
૧૦૦–૭પ–૨–૩અલ્પજ્ઞના ખ્યાલમાં ન આવી શકે
તેવો સ્થૂળ
અલ્પજ્ઞના ખ્યાલમાં આવી શકે તેવો
સ્થૂળ
૧૦૦–૮૦–૧–૧પઅલ્પજ્ઞ હોવા છતાં સર્વનો આદર કરું
છું
અલ્પજ્ઞન હોવા છતાં સર્વજ્ઞનો આદર
કરું છું
૧૦૧–૯૪–૧–૨૯પાણીનો આજ પતો નથીપાણીનો રાગ જ થતો નથી
૧૦૧–૧૦૨–૧–૧પ૧–ઉપચરિત સદ્ભુત૧–ઉપચરિત અસદ્ભુત
૧૦૧–૧૦પ–૨–૩૮નક્કી થાય છે કે..... જાણવું તેનક્કી થાય છે કે આત્માના શુદ્ધ
સ્વરૂપમાં તે રાગ નથી, આત્માના
શુદ્ધ સ્વરૂપને જાણવું તે

PDF/HTML Page 4 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૧૧ઃ
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
*
પઃ સુખ શક્તિ
ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે, તેમાંથી કેટલીક શક્તિઓનું આચાર્યદેવ વર્ણન કરે
છે; ચાર શક્તિઓનું વર્ણન કર્યું, હવે પાંચમી સુખશક્તિનું વર્ણન કરે છે.
અનાકુળતા જેનું લક્ષણ છે એવી સુખશક્તિ આત્મામાં ત્રિકાળી છે. કાંઈ પણ કરવાની વૃત્તિનું ઉત્થાન તે
આકુળતા છે અને આકુળતા તે દુઃખ છે. અશુભ કે શુભ કોઈ પણ વૃત્તિ રહિત શાંત નિરાકુળ દશા તે જ સુખનું
સ્વરૂપ છે. આત્માની અનંત શક્તિઓમાં આવી સુખશક્તિ પણ ભેગી જ છે.
પ્રશ્નઃ– જો આત્મામાં આનંદ ત્રિકાળી ભર્યો છે તો તે કેમ અનુભવમાં આવતો નથી?
ઉત્તરઃ– જો સ્વભાવશક્તિનો વિશ્વાસ કરીને તેની સન્મુખ થાય તો આનંદનો અનુભવ થયા વિના રહે
નહિ. પોતાના સ્વભાવમાં આનંદ ભર્યો છે ત્યાં શોધતો નથી પણ બહારમાં શોધે છે તેથી પોતાનું સ્વભાવસુખ
જીવના અનુભવમાં આવતું નથી. જ્યાં સુખ ભર્યું છે ત્યાં શોધે તો મળેને? જડમાં તો ક્યાંય એવી સુખશક્તિ
નથી કે તે આત્માને સુખ આપે; જડના લક્ષે જે કૃત્રિમ શુભઅશુભ આકુળતારૂપે ભાવો થાય છે તેમાં પણ સુખ
નથી; સુખશક્તિ તો આત્મામાં છે. આત્મા ત્રિકાળ સુખનો સમુદ્ર છે, તેને સુખ માટે કોઈ બાહ્ય પદાર્થની પૈસા
વગેરેની–જરૂર પડે તેવું નથી. જે આવી સુખશક્તિવાળા આત્માને સમજે તેને પરમાંથી સુખબુદ્ધિ ઊડી જાય, ને
તેનું જ્ઞાન સ્વભાવ તરફ વળી જાય; તે જ્ઞાનપરિણમનમાં સુખશક્તિ પણ ભેગી જ ઊછળે છે. એકેક શક્તિઓ
જુદી નથી, જ્યાં એક શક્તિ છે ત્યાં જ અનંતશક્તિનો પિંડ છે, એટલે એક શક્તિને જોતાં આખો ચૈતન્યપિંડ
લક્ષમાં આવે છે. જ્યાં જ્ઞાન પરિણમે ત્યાં જ આનંદ વગેરે અનંતી શક્તિઓ ભેગી જ પરિણમે છે–આવું
અનેકાંતસ્વરૂપ છે. કોઈ કહે કે અમને જ્ઞાન થયું છે પણ સુખ ક્યાંય દેખાતું નથી,–તો તેણે જ્ઞાન અને સુખને
સર્વથા જુદા માન્યા છે એટલે તેણે અનેકાન્તસ્વરૂપી આત્માને જાણ્યો નથી. અનંત ધર્મોનો એક પિંડ આત્મા છે
તેની શ્રદ્ધા–જ્ઞાન કરતાં સમ્યગ્જ્ઞાન પરિણમ્યું તેની સાથે જ સુખ પણ પરિણમે છે; આત્માનું સમ્યગ્જ્ઞાન થતાં તેની
સાથે જ સિદ્ધ જેવા આનંદનો અંશ અનુભવમાં આવે છે. એ પ્રમાણે અનંતી શક્તિઓ એક સાથે નિર્મળપણે
પરિણમી રહી છે.–કોને?–કે જેને આત્મા ઉપર દ્રષ્ટિ છે તેને. અજ્ઞાની તો યથાર્થ આત્માને માનતો જ નથી તેથી
તેને શક્તિઓનું નિર્મળ પરિણમન થતું નથી.
આત્માનો સ્વભાવ ત્રિકાળ સુખથી ભરેલો છે, તેમાં દુઃખનો એક અંશ પણ નથી. પરનું કાંઈ કરવાની
આકુળતા આત્મામાં નથી. પરનું હું કાંઈ કરી શકું–એવી જેની માન્યતા છે તે જીવ પરનું કરવાના અભિમાનથી
સદાય આકુળ જ રહ્યા કરે છે. હું કોઈ પરનો કર્તા નથી, હું તો જ્ઞાતા છું–એમ જ્ઞાતાપણે રહેવામાં અનાકુળ શાંતિ
છે તે જ સુખ છે. મારું સુખ પરમાં છે એવી જેની બુદ્ધિ છે તે, કરોડો રૂપિયા હોય ને મેવા–જાંબુ ખાતો હોય તથા
સોનાના હિંડોળે હીંચતો હોય તોપણ, આકુળતાથી દુઃખી જ છે. આનંદધામ એવા સ્વતત્ત્વનો મહિમા છોડીને
પરનો મહિમા કર્યો તે જ દુઃખ છે. બહારમાં પ્રતિકૂળતા હોવી તે કાંઈ દુઃખનું લક્ષણ નથી. દુઃખ એટલે આકુળતા;
આકુળતા કહો કે મોહ કહો. જેટલો મોહ તેટલું દુઃખ છે. આ દુઃખ આત્માની ક્ષણિક પર્યાયમાં થાય છે, પણ
આત્માના સ્વભાવમાં દુઃખ નથી. આત્માના સ્વભાવમાં તો એકલું સુખ જ ભર્યું છે. જેને આકુળતા જોઈતી હોય–
દુઃખ જોઈતું હોય તેને ચૈતન્યસ્વભાવમાંથી તે નહિ મળે; અને જેને નિરાકુળ સુખ જોઈતું હોય તેને
ચૈતન્યસ્વભાવ સિવાય બીજે ક્યાંયથી તે નહિ મળે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧૧૨ઃ આત્મધર્મઃ ૧૦૨
જેને સુખી થવું હોય તેણે આવા આત્માની સમજણનો રસ્તો લેવો પડશે.
એકેક આત્મા અનંત ગુણનો ભંડાર છે. તેના દરેક ગુણનું લક્ષણ ભિન્ન છે, અને આખા આત્માનું લક્ષણ
‘જ્ઞાન’ છે. સુખ વગેરે અનંત ગુણો પણ તે જ્ઞાનની સાથે જ રહેલાં છે. તેમાં ‘જાણવું’ તે જ્ઞાનનું લક્ષણ છે અને
નિરાકુળતા તે સુખગુણનું લક્ષણ છે. સુખગુણ આત્મદ્રવ્યમાં છે. ગુણમાં છે ને પર્યાયમાં પણ છે. દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેમાં સુખ વ્યાપેલું છે; આત્માના અસંખ્ય પ્રદેશોમાં સુખ ફેલાયેલું છે, આત્માનો એક પણ પ્રદેશ સુખશક્તિ
વગરનો ખાલી નથી. જેવો આત્માનો આકાર છે તેવો જ તેના સુખનો આકાર છે. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં
આનંદ છે, પણ દયા વગેરે રાગભાવમાં આનંદ રહેતો નથી, ક્યાંય મકાનમાં પૈસામાં, સ્ત્રીમાં, શરીરમાં કે રાગમાં
આનંદ નથી; આત્માના જ્ઞાન–દર્શન–ચારિત્ર વગેરે અનંત ગુણોમાં આનંદ અભેદપણે રહેલો છે; તેમાંથી આનંદ
લેવા માંગે તો મળશે, પણ તેમાંથી સ્વર્ગાદિ લેવા માંગે તો તે નહિ મળે. સ્વર્ગ મળે તે પણ રાગનું ફળ છે,
આત્માના ગુણોમાં રાગનો અભાવ છે ને રાગમાં આત્માના ગુણોનો અભાવ છે.
આનંદગુણની પ્રધાનતાથી જોતાં આખો આત્મા આનંદમય છે, આત્માના અનંતગુણો આનંદથી
ભરેલા છે, તેમાં ક્યાંય આકુળતા નથી. પર્યાયમાં એક સમયની આકુળતા થાય તેની અહીં વાત નથી, તે
પર્યાયને ગૌણ કરીને ત્રિકાળી સ્વભાવની મુખ્યતાથી અહીં કહે છે કે આત્મામાં આકુળતા છે જ નહિ,
આત્મા તો ત્રિકાળ સુખનો સાગર છે. જેને એકલી આકુળતા જ ભાસે છે પણ તે વખતે જ બેહદ અનાકુળ
સુખસ્વભાવ નથી ભાસતો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. જેણે એક સમયની લાગણી જેટલું જ પોતાનું સ્વરૂપ
માન્યું તેણે આત્માને જાણ્યો નથી. આકુળતા તો એક સુખગુણની એક સમયની વિકૃત અવસ્થા છે, તે જ
વખતે અનંતી અનાકુળતાનો પિંડ એવો સુખગુણ ધ્રુવ પડયો છે ને એવા અનંત ગુણોનો પિંડ આત્મા છે,
તે સ્વભાવના અનંત મહિમાના જોરે સાધક કહે છે કે આકુળતા મારામાં છે જ નહિ. જેને સ્વભાવનું જોર ન
ભાસતાં વિકારનું જોર ભાસે છે તેને સ્વભાવનો મહિમા અને વિશ્વાસ નથી, એટલે સ્વભાવનો અનાદર છે
ને વિકારનો આદર છે, તે જ સંસારનું મૂળ છે. અહીં આત્માના અનંત ધર્મને ઓળખાવે છે, તે ઓળખતાં
ક્ષણિક વિકારનો મહિમા છૂટી જાય છે અને સ્વભાવનું સમ્યગ્દર્શન પ્રગટે છે, તે મુક્તિનું મૂળ છે; તે પ્રગટ
થતાં જ અનંત સંસારનું મૂળ છેદાઈ જાય છે.
આકુળતા ત્રિકાળી નથી પણ આકુળતાના અભાવરૂપ આનંદસ્વભાવ આત્મામાં ત્રિકાળ છે; તે આનંદનું
વેદન પર્યાયમાં એકેક સમયપૂરતું છે પણ શક્તિ ત્રિકાળ છે. ત્રણ કાળનો આનંદ જ્ઞાનમાં એક સાથે જણાય ખરો
પણ ત્રણ–કાળના આનંદનો અનુભવ એક સાથે ન થાય, અનુભવ તો વર્તમાનપૂરતો જ હોય. ભવિષ્યના
આનંદનું જ્ઞાન અત્યારે થાય પણ તેનો ભોગવટો અત્યારે ન થાય. ત્રણકાળના આનંદના વેદનને એક સમયમાં
જાણી લે એવું જ્ઞાનનું સામર્થ્ય છે પણ ત્રણકાળના આનંદને ભેગો કરીને વર્તમાનમાં વેદી લે એવું જ્ઞાનનું સામર્થ્ય
નથી. સિદ્ધભગવંતો પોતાના ભવિષ્યના અનંત અનંત કાળના આનંદને વર્તમાનમાં જાણે છે, પણ ભવિષ્યના
આનંદનું વેદન તો તે ભવિષ્યની પર્યાયમાં થશે, તેનું વેદન અત્યારે થતું નથી; વેદન તો વર્તમાન પર્યાયના
આનંદનું જ છે, સમયે સમયે નવા નવા પરિપૂર્ણ આનંદને તેઓ વેદી રહ્યા છે. એવી આનંદશક્તિ દરેક આત્મામાં
ત્રિકાળ પડી છે, તેનો ભરોસો કરતાં તે વ્યક્ત થાય છે. જો ત્રિકાળી દ્રવ્ય–ગુણનો આનંદ એક સમયમાં વ્યક્તપણે
વેદાય જાય તો બીજા સમયનો આનંદ કયાંથી? ત્રિકાળ શક્તિરૂપ આનંદ તો અવ્યક્ત છે, ને પર્યાયમાં સમયે
સમયે આનંદ વ્યક્ત થાય છે તે વેદાય છે. એ રીતે આનંદશક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં રહેલી છે. માટે હે
ભાઈ! તારો આનંદ તારામાં જ શોધ, તારો આનંદ તારામાં છે, તે બહાર શોધવાથી નહિ મળે. તારું આખું દ્રવ્ય
જ આનંદથી ભરેલું છે, અનંત શક્તિના પિંડ આત્માની અભેદદ્રષ્ટિ કર તો તે આનંદનો અનુભવ થાય. પરના
આશ્રયમાં રોકાતાં આકુળતા થાય છે તે આત્માનું સ્વરૂપ નથી. સામાન્યદ્રવ્યમાં આનંદ છે, તેના અનંતગુણોમાં
આનંદ છે ને અનંત પર્યાયોમાં આનંદ છે, એ રીતે આત્મા અનંત આનંદમય છે. અહો! આવા આત્માની સામે
જુએ તો દુઃખ છે જ ક્યાં? આત્માના આશ્રયે ધર્માત્મા નિઃશંક છે કે ભલે શરીરનું ગમે તેમ થાય કે બ્રહ્માંડ આખું
ગડગડી જાય તોપણ હું તો મારા જ્ઞાતાભાવને આશ્રયે શાંતિ રાખી શકું છું, કેમકે મારી શાંતિ–મારો આનંદ મારા
આશ્રયે છે. હું મારા આનંદ

PDF/HTML Page 6 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૧૩ઃ
સમુદ્રમાં ડુબકી મારીને લીન થયો ત્યાં મારી શાંતિમાં વિઘ્ન કરનાર જગતમાં કોઈ નથી. અંતરમાં પોતાની
આત્મશક્તિનો આવો નિઃશંક ભરોસો આવ્યા વિના ધર્મનો અપૂર્વ પુરુષાર્થ કોના જોરે કરશે?
‘કોઈ બીજો મારી નિંદા કરે તો મારાં પાપ ધોવાઈ જાય’–આવી જેની માન્યતા છે તેણે પ્રથમ તો
આત્માને જ પાપી માન્યો છે અને તે પાપ ટાળવાનો ઉપાય પરથી માન્યો છે, તે મોટો મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો
કહે છે કે અરે ભાઈ! તારો આત્મા ત્રિકાળ અનંત ગુણની મૂર્તિ છે, તેમાં પાપ છે જ નહિ; માટે પરની ઓશિયાળ
છોડીને તારા આત્મા સામે જ જો. આત્મામાં કયાંય આકુળતા નથી. આત્મા જ્ઞાન કરે કે પોતામાં ઠરે તેમાં
આકુળતા નથી. શરીરમાં રોગ થાય તેને જાણવામાં કાંઈ આકુળતા નથી. શરીર, પૈસા વગેરેની મમતા કરવી તે
આકુળતા છે પણ તેનું જ્ઞાન કરવામાં કાંઈ આકુળતા નથી. જો જ્ઞાન કરવું તે આકુળતાનું કારણ હોય તો તો તે
આત્માનું સ્વરૂપ થઈ જાય અને આકુળતા કદી જ્ઞાનથી જુદી જ ન પડે. સર્વજ્ઞભગવાન આખા વિશ્વને જાણે છે
છતાં તેમને આકુળતાનો એક અંશ પણ નથી. માટે જ્ઞાનમાં આકુળતા નથી. આત્માના અસ્તિત્વધર્મમાં પણ
આકુળતા નથી; આકુળતાનો નાશ થતાં આત્મામાંથી કાંઈ ઘટી જતું નથી, આકુળતાનો નાશ થવા છતાં આત્માનું
પૂરેપૂરું અસ્તિત્વ રહે છે, માટે આત્માના અસ્તિત્વમાં રાગ નથી. એ રીતે આત્માના કોઈ ગુણમાં આકુળતા નથી.
આકુળતાના અભાવમાં પોતાના અનંત ગુણ–પર્યાયોને આત્મા ટકાવી રાખે છે.
જેને આત્મા જોઈતો હોય તેને સંસાર નહિ મળે; અને જેને સંસાર રાખવો હશે તેને આત્મા નહિ મળે.
સંસારની ચારે ગતિની નદાવા ફારગતિ કરીને આવે કે ‘હવે આ સંસારથી બસ થાવ, હવે મારે આ સંસાર ન
જોઈએ’–તેને આત્મા મળશે. સંસારનો એક કણિયો પણ જેને ગમતો હશે–પુણ્યની કે સ્વર્ગની પણ જેને પ્રીતિ
હશે તે જીવ આત્મા તરફ નહિ વળી શકે. જો તારે આનંદમૂર્તિ આત્મા જોઈતો હોય તો શરીર અને વિકારને
‘હરામ’ કર કે મારે હવે તે કાંઈ જોઈતું નથી, એક ચિદાનંદ આત્મા સિવાય શરીર કે વિકાર તે કાંઈ મારું સ્વરૂપ
નથી, હું તો જ્ઞાન છું. એમ જ્ઞાન વડે આત્માને ગોતતાં તેમાં જ્ઞાન સાથે આનંદ વગેરે અનંતી શક્તિઓ મળશે,
પણ વિકાર, શરીર કે પૈસા–છોકરાં એવું કાંઈ તેમાંથી નહિ મળે.
આત્માની સત્તામાં અનંતો આનંદ છે. તેવા આત્માના ભાન સહિત ચક્રવર્તીને બહારમાં છ ખંડનું રાજ્ય
અને છન્નું હજાર રાણીઓ વગેરે વૈભવ હતો પણ હરામ છે તેમાં કયાંય આનંદ માનતા હોય તો! અસ્થિરતાનો
જે રાગ છે તેને પણ આત્માના અસલી સ્વરૂપમાં ખતવતા નથી, આત્મામાં જ આનંદ માન્યો છે. ચૈતન્ય તત્ત્વમાં
પરમ જ્ઞાન આનંદ વગેરે અનંત શક્તિઓ છે પણ તેમાં પુણ્ય–પાપ વગેરે વિકારી તત્ત્વો નથી; આવા ચૈતન્ય
તત્ત્વની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. અહો! સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્મા સિવાય કયાંય સુખ દેખતો નથી, તે
સુખને પોતાના આત્મામાં જ દેખે છે. જ્ઞાન સાથે સુખ વગેરે અનંત ગુણો આત્મામાં ભેગા જ ઊછળે છે–એમ
અનેકાન્ત ને દેખનાર ધર્મીની દ્રષ્ટિ પોતાના આત્મા ઉપર છે, એટલે આત્માની દ્રષ્ટિમાં તેને સુખ જ છે; પરથી
સુખ માનતો નથી ને પોતાના સ્વભાવમાં દુઃખને દેખતો નથી. સ્વભાવ તો સુખશક્તિથી જ ભરેલો છે.
આત્માના સ્વભાવમાં આકુળતા ત્રણ કાળમાં નથી અને અનાકુળતા ત્રણ કાળમાં ખસતી નથી. આખા
દ્રવ્યના આનંદનું વેદન એક સમયમાં ન થાય પણ તેનું જ્ઞાન થઈ જાય. જેમ આખા લાડવાનું એક બટકું ખાતાં જ
આખા લાડવાના સ્વાદનું જ્ઞાન થઈ જાય, પણ તે બધો સ્વાદ વેદનમાં આવી જતો નથી; તેમ જ્ઞાનને અંતર્મુખ
કરતાં ત્રિકાળી આનંદનું જ્ઞાન થઈ જાય છે પણ દ્રવ્ય–ગુણનો ત્રિકાળી આનંદ એક સમયના વેદનમાં આવી જતો
નથી. જો એક સમયની પર્યાયમાં જ ત્રિકાળી દ્રવ્ય–ગુણનો આનંદ વ્યક્તપણે વેદાઈ જાય તો આનંદ શક્તિ કયાં
રહી! અને બીજા સમયનો આનંદ કયાંથી આવશે! દ્રવ્ય ગુણનો આનંદ તો ત્રિકાળ અનાદિઅનંત છે ને પર્યાયનો
આનંદ એક સમય પૂરતો છે તે નવો પ્રગટે છે, પ્રગટયા પછી સમયે સમયે નવો નવો થઈને સાદિ–અનંત છે.
પર્યાયનો આનંદ છે તેનો પ્રવાહ દ્રવ્ય–ગુણમાંથી આવ્યો છે માટે તે આનંદ દ્રવ્ય–ગુણમાંથી સદાય આવ્યા જ
કરશે, દ્રવ્યની સાથે સદાય તે આનંદ ટકયા કરશે જેને આવા આત્મ દ્રવ્યની શ્રદ્ધા થઈ તેને ‘મારો આનંદ કોઈ
લૂંટી જશે’ એવી શંકા રહેતી

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧૧૪ઃ આત્મધર્મઃ ૧૦૨
નથી. આ સુખશક્તિ અથવા તો આનંદશક્તિ, શક્તિમાન એવા દ્રવ્યના આશ્રયે રહેલી છે. એકેક આત્મા આવી
અનંત શક્તિથી પરિપૂર્ણ પરમાત્મા છે, તેની પ્રતીતિ કરવી તે જૈનધર્મનું સમ્યગ્દર્શન છે અને તે જ મુક્તિનું પહેલું
સોપાન છે. જ્યાં સુધી પોતાની પરમાત્મશક્તિનો વિશ્વાસ પોતાને જ અંતરથી ન જાગે ત્યાં સુધી પરમાત્મા
થવાના ઉપાયની શરૂઆત થાય નહિ. અનંત શક્તિના ચૈતન્યપિંડમાં કોઈ એક ગુણ જુદો નથી, તેથી એક ગુણને
લક્ષમાં લેવા જતાં પરમાર્થે અનંત ગુણોથી અભેદ આત્માનું જ લક્ષ થઈ જાય છે. આ શક્તિઓના વર્ણનદ્વારા
અનંત શક્તિનો પિંડ આખો આત્મા બતાવવાનું પ્રયોજન છે.
આત્મામાં સુખશક્તિ ત્રિકાળ છે, તે એમ જાહેર કરે છે કે જો આત્મા જોઈતો હોય તો દુઃખ નહિ રાખી
શકાય, આત્માને અંગીકાર કર્યા પછી દુઃખ માંગશો તોય નહિ મળે! જેમ સમ્યગ્દર્શનની એવી પ્રતિજ્ઞા છે કે મને
જે અંગીકાર કરે તેને જરૂર મોક્ષમાં લઈ જવો, મને અંગીકાર કર્યા પછી સંસારમાં નહિ રહી શકાય! તેમ જેને
આત્માનું પરમ સુખ જોઈતું હોય તેને ઈંદ્રિયસુખ નહિ મળે, ને અતીન્દ્રિય ચૈતન્યસુખ મળ્‌યા વગર રહેશે નહિ.
આવી સુખશક્તિ આત્મામાં ત્રિકાળ છે. આવી સુખશક્તિવાળા આત્માની પ્રતીત કરે તેને પર્યાયમાં સુખ પ્રગટયા
વિના રહે નહિ. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ સુખરૂપ છે અને તેનો સ્વીકાર કરીને તેની સન્મુખ થતાં પર્યાય પણ
સુખરૂપ થઈ ગઈ. એ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે સુખરૂપ છે. સાધકનું જ્ઞાન અંતર્મુખ થઈને પરિણમ્યું ત્યાં તે
જ્ઞાનક્રિયા સાથે આવી સુખશક્તિ પણ ઊછળે છે.
–અહીં સુખશક્તિનું વર્ણન પૂરું થયું. –પ.
૬ઃ વીર્યશક્તિ
આત્મામાં અનંત શક્તિઓ છે; તેમાંથી જીવત્વશક્તિ, ચિતિશક્તિ, દશિશક્તિ, જ્ઞાનશક્તિ અને
સુખશક્તિનું વર્ણન કર્યું. હવે છઠ્ઠી વીર્યશક્તિનું વર્ણન કરે છે. પોતાના સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ
છે. આ વીર્યશક્તિએ આખી ચૈતન્યવસ્તુને સ્વરૂપમાં ટકાવી રાખી છે. વીર્યશક્તિ દ્રવ્ય ગુણ–પર્યાય ત્રણેમાં રહેલી
છે. પર્યાયમાં પણ પોતાની રચનાનું સામર્થ્ય છે. વસ્તુના અનંત ગુણો છે તે બધાય નિજ નિજ સ્વરૂપે અનાદિ–
અનંત ટકી રહ્યા છે, જ્ઞાન અનાદિઅનંત જ્ઞાનરૂપે ટકી રહે છે, સુખ અનાદિ અનંત સુખરૂપે ટકી રહે છે, અસ્તિત્વ
અનાદિઅનંત અસ્તિત્વપણે ટકી રહે છે,–એવું દરેક ગુણનું સામર્થ્ય છે. જેમ ગુણ અનાદિઅનંત નિજસ્વરૂપે ટકી
રહે છે એવું ગુણ–વીર્ય છે તેમ અનાદિઅનંતપર્યાયોમાં દરેક પર્યાય પોતપોતાના સ્વરૂપમાં એકેક સમયના સત્
તરીકે ટકી રહેલી છે, કોઈ પર્યાય પોતાનું સ્વરૂપ છોડીને આઘી–પાછી થતી નથી એવું એકેક સમયની પર્યાયનું
વીર્ય છે.
દ્રવ્ય–ગુણ અને નિર્મળપર્યાય તે આત્માનું સ્વરૂપ છે; તે સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ
આત્મામાં ત્રિકાળ છે. આ શક્તિ સ્વરૂપને જ રચે છે, રાગની રચના કરે તે ખરેખર આત્મવીર્ય નથી. જો
વીર્યશક્તિ રાગને રચતી હોય તો તો સદાય રાગને રચ્યા જ કરે!–તો પછી રાગરહિત મુક્તદશા કયારે
થાય? માટે રાગાદિ વિકારની રચના–ઉત્પત્તિ ગોઠવણ કરે એવું ચૈતન્યની વીર્યશક્તિનું સ્વરૂપ નથી.
પરવસ્તુમાં કાંઈ ઊથલપાથલ કરે એવું તો આત્માનું બળ નથી, અને વિકાર કરે એવું પણ ખરેખર
આત્માનું બળ નથી, આત્માનું બળ તો પોતાના સ્વરૂપની રચના કરવાનું છે. આત્મામાં એક એવું
ચેતનબળ છે કે કોઈ બીજાની સહાય વગર પોતેપોતાના સ્વરૂપની રચના કરે છે. અહીં ‘સ્વરૂપની રચના’
કરવાનું કહ્યું તેનો અર્થ શું? કાંઈ સ્વરૂપને નવું બનાવવાનું નથી, પણ આત્માની સત્તા કાયમ નિજસ્વરૂપે
ટકી રહે છે તેનું નામ જ સ્વરૂપની રચના છે. આત્મા પોતાના ધર્મોવડે વિકારની કે પરની રચના કરતો
નથી. ‘હું પરની રચના કરી દઉં’ એમ અજ્ઞાની કલ્પે છે તે તેની મૂઢતા છે. શરીરની, મકાનની, વચનની
વગેરે કોઈ પણ પરદ્રવ્યની રચના કરવાની તાકાત આત્મામાં છે જ નહિ. અમુક આહારને લેવો ને અમુક
આહારને છોડવો–એમ આહારની રચના કરવાનું સામર્થ્ય આત્મામાં નથી. તે બધી જડની ક્રિયાઓ જડ–
વીર્યથી એટલે કે પુદ્ગલના સામર્થ્યથી થાય છે, આત્માનું કિંચિત્ પણ બળ તેમાં ચાલતું નથી; અને દયા કે
હિંસા વગેરે રાગને બનાવે એવું પણ ખરેખર આત્માનું સામર્થ્ય નથી. દ્રવ્ય–ગુણ–પર્યાયમય અખંડતત્ત્વને
સ્વરૂપમાં ટકાવી રાખે એવી આત્માની વીર્યશક્તિ છે, અહીં શક્તિના વર્ણન દ્વારા

PDF/HTML Page 8 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૧પઃ
શક્તિમાન આખો આત્મા બતાવવો છે, પ્રતીતિનો–દ્રવ્ય દ્રષ્ટિનો વિષય બતાવવો છે. આ તો આચાર્યદેવના
મહામંત્રો છે. જેમ મોરલીનો મધુર નાદ સાંભળતાં સર્પ બહાર નીકળે અને ઝેરને ભૂલીને ડોલવા માંડે, તેમ
ચિદાંનદી આત્માના અનંત ગુણોના વર્ણનરૂપી આચાર્યદેવની સુમધુર મોરલીનો નાદ સાંભળતાં ભવ્ય આત્મા
જાગૃત થાય છે ને વિકારને ભૂલી જઈને પોતાના સ્વરૂપમાં ડોલી ઊઠે છે કે અહો! હું તો ત્રિકાળ મારા
અનંતગુણોથી ભરપૂર છું, મારા ગુણો કોઈ બીજાની સહાય વગર મારા પોતાના સ્વભાવ સામર્થ્યથી ટકી રહ્યાં
છે.–આમ પોતાની શક્તિની સંભાળ કરીને આત્મા આનંદમાં ડોલી ઊઠે છે.
આત્માના સ્વરૂપમાં સંસાર છે જ નહિ; વીતરાગદેવની વાણીમાં કહેલો દ્રવ્યલિંગી મુનિનો કે સમ્યગ્દ્રષ્ટિનો
જે વ્યવહાર છે તે વ્યવહારના શુભરાગની રચના કરવાનું આત્મામાં બળ નથી. જો આત્મામાં રાગને રચવાની
શક્તિ હોય તો તો તે ત્રણેકાળ રાગને રચ્યા જ કરે! રાગ તો ક્ષણિક છે ને આ વીર્યશક્તિ ત્રિકાળ છે. દરેક
આત્મામાં અનંત શક્તિ છે, પણ તેમાં કોઈ પણ શક્તિ એવી નથી કે જે સંસારની રચના કરે. આત્માના
સ્વરૂપમાં વિકાર ભર્યો નથી, તો પછી આત્માની શક્તિ વિકારને કયાંથી રચે? જીવ પર્યાયબુદ્ધિથી જ સંસાર
પરિણામને ઉત્પન્ન કરે છે, પર્યાયબુદ્ધિમાં જ સંસારની (વિકારની) રચના છે, સ્વભાવબુદ્ધિમાં સંસારની રચના
નથી. અહીં સ્વભાવ દ્રષ્ટિથી ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. આત્માની એવી થનગણાટ કરતી વીર્યશક્તિ છે કે તે
દ્રવ્યદ્રષ્ટિથી સ્વરૂપની રચના જ કરે છે, વિકારને તે પોતાના સ્વરૂપમાં સ્વીકારતી જ નથી. આવી સ્વભાવશક્તિને
સ્વીકારે તેનું વીર્યબળ સ્વભાવ તરફ વળ્‌યા વિના રહે નહિ અને તેને પર્યાયમાં પણ નિર્મળ નિર્મળ પર્યાયોની જ
રચના થવા માંડે.
અનંતગુણોના પિંડમાં આખા દ્રવ્યને ટકાવી રાખે એવી આત્મવીર્યની શક્તિ બધા ગુણોમાં વ્યાપક છે,
તેથી બધાય ગુણો નિજ સ્વરૂપે જ ટકી રહે છે, કોઈ ગુણ બીજા ગુણરૂપે થઈ જતો નથી.
આત્માના અસંખ્ય પ્રદેશો છે, તેમાંનો દરેક પ્રદેશ અનાદિઅનંત નિજસ્વરૂપે રહે છે, કદી એક પ્રદેશ બીજા
પ્રદેશરૂપે થઈ જતો નથી, અસંખ્ય પ્રદેશો એમ ને એમ સ્વપ્રદેશપણે બિરાજી રહ્યા છે,–આવું આત્માનું વીર્યક્ષેત્ર છે.
વળી દરેક ગુણની અનાદિ અનંતકાળની અવસ્થાઓમાં એકેક સમયની અવસ્થાનું વીર્ય સ્વતંત્ર છે, તે
અવસ્થાનું વીર્ય જ અવસ્થાની રચના કરે છે. અવસ્થાનું વીર્ય એકેક સમયનું ભિન્નભિન્ન છે, ને દ્રવ્ય–ગુણનું વીર્ય
ત્રિકાળ છે.
આ રીતે આત્માની વીર્યશક્તિ દ્રવ્યના સામર્થ્યને ટકાવે છે, અનંત ગુણોને નિજ નિજ સ્વરૂપે ટકાવે
છે. અને એકેક સમયની પર્યાયને રચે છે,–એવી સ્વરૂપ રચના કરવાનું તેનું સામર્થ્ય છે. પરંતુ આત્મા
પોતાના વીર્યસામર્થ્ય વડે પરની રચના કરી શકતો નથી. શરીરને ટકાવવું કે ભાષાની રચના કરવી તે
આત્માના વીર્યનું કાર્ય નથી. આત્માનું સ્વભાવવીર્ય વિકારને કે જડને રચે નહિ. પર્યાયમાં એક સમય પૂરતી
વિકારની યોગ્યતા છે તે આત્મવીર્યનો સ્વભાવ નથી, ત્રિકાળી શક્તિમાં વિકારની યોગ્યતા પણ નથી. આવી
સ્વભાવ શક્તિની પ્રતીત કરાવવા માટે અહીં દ્રવ્યદ્રષ્ટિથી વિકારમાં અટકતા વીર્યને આત્માનું ગણ્યું જ નથી.
ચૈતન્યના દ્રવ્ય–ગુણ–પર્યાયની રચના કરે એવું વીર્યશક્તિનું સામર્થ્ય છે, તે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે નિર્મળ છે.
પહેલાં પોતાના આવા સ્વભાવનો વિશ્વાસ આવે તો તેના જોરે સાધકદશાનો વિકાસ થાય. વિકારને રચવાનું
જ પોતાના વીર્યનું સામર્થ્ય જે માને તેણે તો આખા આત્માને જ વિકારી માન્યો છે. કોઈ પણ વિકારમાં એવી
તાકાત નથી કે તે લંબાઈને એક સમય કરતાં વધારે વખત ટકે; કેમ કે આત્માની વીર્યશક્તિ વિકારની રચના
કરતી નથી. અહો, ભગવાન આત્મા વિકારી ભાવની રચના પણ નથી કરતો, તો પછી જગતની સૃષ્ટિની
રચના તો કોણ કરે? કોઇ પણ આત્મા પરની રચના કરે એમ માનવું તે તો મોટી મૂઢતા છે, મહા અધર્મ છે.
જેમને અનંત આત્મબળ પ્રગટયું છે એવા સિદ્ધ ભગવાનમાં પણ પરની રચના કરવાનું સામર્થ્ય બિલકુલ
નથી. પોતાના સ્વરૂપની રચના કરવાનું પૂરેપૂરું સામર્થ્ય છે ને પરની રચના કરવાનું જરા પણ સામર્થ્ય નથી–
એમ અસ્તિ નાસ્તિ છે. છ દ્રવ્યમય આ સૃષ્ટિ સ્વયં–સિદ્ધ છે, કોઈ તેનો રચનાર નથી. ‘રચના રચનાર રે
ધણી’ એમ કહીને અજ્ઞાની લોકો પરને જગતનો રચનાર માને છે પણ અહીં તો કહે છે કે દરેક આત્મા પોતે
જ પોતાની રચના રચનારો ધણી છે, સ્વરૂપની રચના રચનારી આ વીર્યશક્તિ છે. આત્મા પોતે જ પોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયની રચના વીર્યશક્તિ વડે કરે છે, એ સિવાય કોઈ ઈશ્વર કે નિમિત્તો આત્માના દ્રવ્ય–ગુણ–
પર્યાયની રચના કરનારા નથી. આવી વીર્યશક્તિ

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧૧૬ઃ આત્મધર્મઃ ૧૦૨
આત્મામાં ત્રિકાળ છે. આવી અનંતશક્તિઓથી અભેદરૂપ આત્માને પ્રતીતમાં લેવો તે પ્રથમ ધર્મ છે.
* * *
જ્ઞાન, સુખ, વીર્ય વગેરે અનંત ગુણો આત્મામાં છે; તે બધા ગુણોનો આધાર આત્મા જ છે, કોઈ રાગ કે
શરીરાદિના આધારે તે ગુણો રહેલા નથી અને એકલી પર્યાયના આધારે પણ રહેલા નથી. જેમ તે શક્તિઓ–
ટકવા માટે કોઈ બીજાનો આધાર રાખતી નથી તેમ પરિણમવા માટે પણ કોઈ બીજાનો આધાર રાખતી નથી.
અહીં આત્માની શક્તિઓના વર્ણનમાં પરની અને વિકારની ઉપેક્ષા છે.
આત્મામાં ‘વીર્ય’ નામની શક્તિ ત્રિકાળ છે; વીર્ય એટલે આત્મબળ, તે આત્માના જ આધારે છે. શરીર
નિર્બળ હોય કે બળવાન હોય તે આત્મશક્તિનું કાર્ય નથી, શરીરથી તો આત્માની શક્તિઓ અત્યંત જુદી છે.
વર્તમાન અવસ્થાની રચના થાય તેમાં તે અવસ્થાનું સ્વતંત્ર સામર્થ્ય છે, અવસ્થાની રચના કરે એવું અવસ્થાનું
વીર્ય છે, ત્રિકાળી વીર્યશક્તિના વર્તમાન પરિણમનમાં જ વર્તમાન અવસ્થાની રચના કરવાનું સામર્થ્ય છે. જે
આમ સ્વીકારે તેની દ્રષ્ટિ ત્રિકાળીતત્ત્વ ઉપર જાય છે કેમકે વીર્યશક્તિ એકલી પર્યાય જેટલી નથી પણ દ્રવ્ય–ગુણ–
પર્યાય ત્રણેમાં તે રહેલી છે.
વીર્યશક્તિ શક્તિ કહો કે પુરુષાર્થ કહો, તે એક જ છે. આત્માની દરેકે દરેક પર્યાયમાં પુરુષાર્થનું પરિણમન
ભેગું જ છે. પુરુષાર્થ વગરનો આત્મા એક સમય પણ હોતો નથી.
કોઈ એમ કહે કે ‘જૈનો તો સર્વજ્ઞને માને છે તેથી તેમાં પુરુષાર્થ નથી; કેમ કે સર્વજ્ઞભગવાને જોયું હશે
ત્યારે મોક્ષ થશે, માટે મોક્ષમાર્ગમાં જીવનો પુરુષાર્થ નથી’–તો તે મિથ્યાદ્રષ્ટિ જીવનો ઊંધો તર્ક છે. મોક્ષમાર્ગમાં
પુરુષાર્થ નથી એમ જે કહે છે તેણે મોક્ષમાર્ગમાં આત્મા જ નથી–એમ માન્યું. કેમ કે જ્યાં પુરુષાર્થ નથી ત્યાં
આત્મા જ નથી. અનંત શક્તિમાંથી એક પણ શક્તિને જો ન માને તો તેણે આત્માને જ માન્યો નથી. એક
શક્તિનો નિષેધ કરતાં શક્તિમાન્ એવા આખા આત્માનો જ નિષેધ થઈ જાય છે. જો વીર્ય–પુરુષાર્થ ન હોય તો
મોક્ષમાર્ગની રચના કોણ કરે? સ્વરૂપની રચનાનું સામર્થ્ય તો વીર્યશક્તિમાં છે. વળી જે પુરુષાર્થને નથી માનતો
તેણે ખરેખર સર્વજ્ઞને પણ નથી માન્યા; કેમ કે સર્વજ્ઞ ભગવાને તો મોક્ષમાર્ગમાં પુરુષાર્થનું પરિણમન પણ ભેગું
જ જોયું છે, તેને જે ન માને તેણે સર્વજ્ઞના જ્ઞાનને ખરેખર કબૂલ્યું જ નથી, સર્વજ્ઞદેવની ‘સર્વજ્ઞતા’ નો નિર્ણય
કરનારી પોતાની પર્યાયમાં પણ અનંતો સમ્યક્પુરુષાર્થ રહેલો છે. જે જીવને પોતાનો સમ્યક્પુરુષાર્થ નથી ભાસતો
તે જીવે સર્વજ્ઞને કબૂલ્યા નથી. તેમ જ પુરુષાર્થવંત એવા પોતાના આત્માને પણ તેણે કબૂલ્યો નથી, તે તો
નાસ્તિક જેવો મિથ્યાદ્રષ્ટિ છે.
વળી, બહારમાં સારી સામગ્રી મળે કે સારા નિમિત્તો મળે તો મારો પુરુષાર્થ જાગે–એવી જેની બુદ્ધિ છે
તેણે પણ વીર્યશક્તિને આત્માની નથી માની પણ પરના આશ્રયે માની છે. અહીં આચાર્યભગવાન કહે છે કે હે
જીવ! તારી અનંતશક્તિઓ તારા આત્માના જ આશ્રયે પરિણમી રહી છે, માટે તું તારા આત્મા સામે જ જો.
આત્માની સન્મુખ જોતાં તારી બધી શક્તિઓ નિર્મળપણે ખીલી જશે.
આત્માની વીર્યશક્તિનો સ્વભાવ એવો છે કે તે સ્વરૂપની જ રચના કરે છે, વિકારની રચના કરતી નથી.
આત્માની સ્વરૂપઅવસ્થાની રચના કોઈ પર કરી શકે નહિ અને આત્મા કોઈ પરની રચના કરી શકે નહિ. એક
સમય પૂરતો વિકાર તે તો કૃત્રિમ અટકતો ભાવ છે, વિકારની ઉત્પત્તિ કરે એવું વીર્યશક્તિનું સ્વરૂપ નથી. જો કે
રાગ–દ્વેષમાં અટકે છે તે પણ આત્માનું વીર્ય છે પણ તે વિકાર જેટલી જ વીર્યશક્તિ નથી; વીર્યશક્તિ ત્રિકાળ છે,
તે ત્રિકાળની દ્રષ્ટિમાં એક સમયના વિકારનો અભાવ છે, માટે અહીં વિકારમાં અટકે તેને આત્મવીર્ય ગણ્યું નથી,
વિકારને પણ આત્મા ગણ્યો નથી; દ્રવ્ય–ગુણ અને તેમાં અભેદ થયેલી નિર્મળ પરિણતિ તેને જ અહીં આત્મા
ગણ્યો છે.
આત્માની વીર્યશક્તિ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને નિજ સ્વરૂપમાં ટકાવી રાખે છે. પોતાનું જીવત્વ, શ્રદ્ધા,
જ્ઞાન, ચારિત્ર, આનંદ, પ્રભુત્વ વગેરેની રચના કરે–તેને પામે–પ્રગટ કરે– સરજે તે વીર્યશક્તિનું કાર્ય છે. આત્મા
પોતાના વીર્યગુણથી પોતાની સૃષ્ટિને સરજે છે, પણ પરની સૃષ્ટિનો સરજનહાર આત્મા નથી.
વીર્યશક્તિ આત્માના બધા ગુણોમાં વ્યાપક છે તેથી આત્માનો દરેક ગુણ પોતે પોતાની પર્યાયને
સર્જવામાં સમર્થ છે. દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે કોઈ નિમિત્તો આવીને આત્માની પર્યાયને સર્જે એ વાત તો દૂર રહો,
પુણ્ય વડે આત્માની નિર્મળપર્યાય સર્જાય એ વાત પણ

PDF/HTML Page 10 of 21
single page version

background image
ઃ ૧૧૭ઃ આત્મધર્મઃ ૧૦૨
દૂર રહો, પરંતુ આત્માનો એક ગુણ પણ બીજા ગુણની પર્યાયને સર્જતો નથી, દરેક ગુણ પોતે જ પોતાની પર્યાયને
સર્જે છે. શ્રદ્ધાગુણના આશ્રયે શ્રદ્ધાની પર્યાય સર્જાય છે, જ્ઞાનગુણના આશ્રયે જ્ઞાનની પર્યાય સર્જાય છે, ચારિત્રના
આશ્રયે ચારિત્રની પર્યાય સર્જાય છે. અખંડ આત્માના આશ્રયે બધા ગુણોની નિર્મળપર્યાય એક સાથે રચાતી જાય
છે. એ સિવાય મંદ કષાયથી અર્થાત્ વ્રત ભક્તિ વગેરેના શુભપરિણામથી સમ્યક્શ્રદ્ધા વગેરે પર્યાયની રચના થતી
નથી.
આત્માની વીર્યશક્તિથી પોતે સ્વતંત્રપણે પોતાના સ્વરૂપની રચના કરે છે; સ્વરૂપની રચના કરવા માટે
કોઈ વિકલ્પનો કે દિવ્યધ્વનિના ઉપદેશનો આશ્રય તેને નથી. પરને લઈને પર્યાય ખીલે એવો આત્માનો સ્વભાવ
જ નથી. પોતાની પર્યાય ખીલવા માટે જેણે પરનો આશ્રય માન્યો છે તે મિથ્યાદ્રષ્ટિ છે, ને તેની તે પરાશ્રયની
માન્યતા જ સંસારનું મૂળ કારણ છે. ત્રિકાળી શક્તિના આશ્રયપૂર્વક એકેક સમયની પર્યાય તે તે કાળના સ્વતંત્ર
વીર્યસામર્થ્યથી પરિણમી રહી છે, તેને કોઈ પરની તો અપેક્ષા નથી ને પોતાની પૂર્વ પર્યાયની અપેક્ષા પણ નથી.
અહો! નિરપેક્ષ સ્વતંત્ર વીર્ય સમયે સમયે આત્મામાં ઊછળી રહ્યું છે. જો આવી પોતાની શક્તિને ઓળખે તો
પોતાની પર્યાયની રચના માટે પરાશ્રયની બુદ્ધિ છૂટી જાય, એટલે સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળ–નિર્મળ પર્યાયની
રચના થાય, તેનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
આત્મા પરનું કરે એ વાત તો અહીં નથી ને પરનું ન કરે એ વાત પણ અત્યારે નથી, કેમકે આત્માના
સ્વભાવ તરફ વળ્‌યો ત્યાં પર સામે લક્ષ જ નથી. વળી સ્વભાવદ્રષ્ટિમાં આત્મા રાગને કરે એ વાત તો નથી અને
આત્મા રાગને ટાળે એ વાત પણ નથી; કેમ કે સ્વભાવદ્રષ્ટિથી જોતાં આત્મામાં રાગ છે જ નહિ, તેથી તેને
ટાળવાનું પણ ક્યાં રહ્યું? આવી સ્વભાવદ્રષ્ટિ કરવી તે જ વીતરાગતાનું મૂળ છે. અહીં એકલી સ્વભાવદ્રષ્ટિના
વિષયનું વર્ણન છે. રાગની રચના કરે એવો તો આત્માનો સ્વભાવ નથી અને તે રાગને ટાળવા ઉપર પણ લક્ષ
નથી, ફક્ત સ્વરૂપમાં જ લક્ષ છે, સ્વરૂપના લક્ષે વીતરાગી પર્યાયની રચના થઈ જાય છે. વસ્તુસ્વભાવની દ્રષ્ટિથી
નિર્મળ અવસ્થાની રચના કરે એવું આત્માનું સામર્થ્ય છે. ‘આત્મા’ જ તેને કહ્યો કે જેના સામર્થ્યથી સ્વરૂપની
ઉત્પત્તિ જ થાય, જેનાથી વિકારની ઉત્પત્તિ થાય તેને આત્મા કહેતાં નથી. જો આત્મ સ્વરૂપ પોતે રાગની ઉત્પત્તિ
કરે તો તો રાગ કદી ટળી જ ન શકે, અને જો પરની રચના કરવાની તેનામાં તાકાત હોય તો તે પરથી કદી જુદું
પડી શકે નહિ. જે જેની રચના–ઉત્પત્તિ કરે તે તેનાથી જુદો રહી શકે નહિ. રાગનો ઉત્પન્ન કર્તા આત્મા નથી તેથી
તેનો ટાળનાર પણ આત્મા નથી. જો સ્વભાવથી આત્મા રાગનો ટાળનાર હોય તો રાગને સદાય ટાળ્‌યા જ કરે
એટલે કે સદાય રાગ ઉપર જ લક્ષ રહ્યા કરે, રાગરહિત સ્વરૂપમાં કદી વળી શકે નહિ. ‘હું રાગને ટાળું’ એવી
જેની બુદ્ધિ છે તેનું લક્ષ રાગ ઉપર છે પણ આત્મસ્વભાવ ઉપર તેનું લક્ષ નથી. અહીં તો સર્વતઃ વિશુદ્ધ એવું
આત્મસ્વરૂપ બતાવવું છે, તે સ્વરૂપની દ્રષ્ટિમાં તો એક સહજ શુદ્ધ આત્માની જ અસ્તિ છે, એ સિવાય બીજા કોઈ
ભાવનો સ્વીકાર તેમાં નથી. અહો! આત્મા એકલો ભગવાન છે, પોતે જ ચૈતન્ય પરમેશ્વર છે; જીવત્વ, જ્ઞાન,
અસ્તિત્વ, પ્રભુત્વ વગેરે અનંત શક્તિઓના અભેદ પિંડની દ્રષ્ટિથી, શ્રદ્ધા–જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણોને
સ્વસ્વરૂપમાં પરિણમાવીને સ્વરૂપની રચના કરવાનું તેનું સામર્થ્ય છે.
પ્રશ્નઃ– શું પહેલેથી જ આવો આત્મા સમજવો? કે પહેલાં બીજું કાંઈ કરવું?
ઉત્તરઃ– જો ધર્મ કરવો હોય–આત્માનું કલ્યાણ કરવું હોય તો પહેલાં જ આવો આત્મા સમજવો, કેમ કે
ધર્મ પોતાના આત્મામાંથી જ પ્રગટે છે, કયાંય બહારથી પ્રગટતો નથી. ધર્મ કરવા માટે પહેલી જ રીત આ છે,
બીજી કોઈ રીત નથી. દેહથી પાર, તથા પાપ અને પુણ્યના અભાવરૂપ અનંત શક્તિપિંડ જ્ઞાયકમૂર્તિ આત્મા છે, તે
આત્માના સ્વરૂપની સાચી પ્રતીતિ કરવી તે જ ધર્મની શરૂઆતનો ઉપાય છે.
આત્માના અનંત સ્વભાવસામર્થ્યની ના પાડે,–તેને જાણીને તેને કબૂલે પણ નહિ, તો તે સામર્થ્ય કયાંથી
પ્રગટશે? જ્યાં સત્તા પડી છે તેમાંથી આવશે કે બહારથી? પરમાત્મપણાની સત્તા પોતામાં ભરી છે તે સત્તાને
સ્વીકારીને તેની સન્મુખ થયા વિના પરમાત્મદશા ખીલે નહિ. જગતના બધાય પદાર્થો પોતપોતાના સ્વકાળ
પ્રમાણે બદલી રહ્યાં છે, તે તે સમયના તેના સ્વભાવથી જ દરેક પદાર્થ પરિણમી રહ્યો છે; તેમાં ઈંદ્ર પણ શું કરે ને
તીર્થંકર પણ શું કરે? જો આવી વસ્તુસ્થિતિ સમજે તો કયાંય પણ પરનો મિથ્યા અહંકાર રહે નહિ. એટલે પરથી
ને વિકારથી ઉદાસીન થઈને જ્ઞાયક સ્વરૂપનો ઉત્સાહ

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૧૮ઃ આત્મધર્મઃ ૧૨૦
જાગ્યા વગર રહે નહીં. અહો! ક્રમબદ્ધ પર્યાયમાં વસ્તુઓ પરિણમી રહી છે, એ નિર્ણયમાં તો પરમ વીતરાગતા
છે, એકલો જ્ઞાયકભાવ જ ઘૂંટાય છે. એ જ્ઞાન અને વીતરાગતાના પુરુષાર્થની અજ્ઞાનીને ગંધ પણ નથી એટલે તે
તેને એકાંત નિયતવાદ કહે છે.
સાધકને હજી અવસ્થામાં થોડીક નબળાઈ છે, પરંતુ પરિપૂર્ણ સ્વભાવ સામર્થ્યના સ્વીકારમાં અવસ્થાની
નબળાઈનો કે વિકારનો નિષેધ છે. સ્વભાવના સામર્થ્યમાં નબળાઈ કેવી? સ્વભાવનું સામર્થ્ય કહેવું અને વળી
તેમાં નબળાઈ કહેવી તે તો ‘મારા મોઢામાં જીભ નથી’ એમ બોલવા જેવું થયું! અહીં તો અખંડ સ્વભાવની
દ્રષ્ટિમાં પહેલાં શ્રદ્ધા ખીલે ને પછી ચારિત્ર ખીલે–એવા ભેદની પણ મુખ્યતા નથી. પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે
એવી વીર્યશક્તિ આત્મામાં ત્રિકાળ છે, ને એવી એવી અનંત શક્તિથી અભેદ આત્મા છે, એ આત્માના આશ્રયે
જ્ઞાનમાત્ર ભાવનું પરિણમન થતાં એક સાથે અનંતી શક્તિઓ નિર્મળપણે ખીલી જાય છે.–આવો આત્માનો
અનેકાન્ત સ્વભાવ છે.
અહીં છઠ્ઠી વીર્યશક્તિનું વર્ણન પૂરું થયું.
(આત્માની પ્રભુતાનું અદ્ભુત વર્ણન આવતા અંકમાં વાંચો)
* * *
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
(૭)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે
તેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર
(અંક ૧૦૦ થી ચાલુ)
*
(૧૩) સ્થાપનાનયે, આત્માનું વર્ણન
ત્મદ્રવ્ય સ્થાપનાનયે, મૂર્તિપણાની માફક, સર્વ પુદ્ગલોને અવલંબનારું છે. જેમ મૂર્તિમાં ભગવાનની
સ્થાપના થાય છે તેમ પુદ્ગલોમાં આત્મદ્રવ્યની સ્થાપના કરી શકાય છે. જેમ સીમંધર ભગવાનની પ્રતિમા છે તે
પુદ્ગલ છે, તેમાં કાંઈ સીમંધર ભગવાનનો આત્મા નથી; સીમંધર ભગવાનનો આત્મા તો અત્યારે
મહાવિદેહક્ષેત્રમાં અર્હંતપદે સમવસરણમાં બિરાજમાન છે, તે આત્મા કાંઈ અહીં આ પ્રતિમામાં નથી આવતો, પણ
પ્રતિમામાં ‘આ સીમંધર ભગવાન છે’ એવી સ્થાપના દ્વારા સીમંધર ભગવાનનો આત્મા ખ્યાલમાં આવે છે.
સીમંધર ભગવાનના આત્મામાં તે પ્રકારનો ધર્મ છે. તેને સ્થાપનાનય જાણે છે. જો ભગવાનના આત્મામાં તેવો
ધર્મ ન હોય તો મૂર્તિમાં સ્થાપના દ્વારા તેમનો આત્મા ખ્યાલમાં ન આવી શકે. માટે આત્મા સર્વ પુદ્ગલોને
અવલંબનારો છે–આમ સ્થાપનાનયે સમજવું.
મૂર્તિ, ચિત્ર વગેરે પુદ્ગલમાં આત્માની સ્થાપના કરીને આત્મા જણાય તેવો આત્માનો ધર્મ છે. આત્મા
પુદ્ગલને અવલંબનારો છે એમ અહીં કહ્યું છે તેનો અર્થ એવો છે કે પુદ્ગલ સાથે આત્માને એવા પ્રકારનો
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે કે પુદ્ગલમાં તેની સ્થાપના કરી શકાય છે પુદ્ગલ મૂર્તિક હોવા છતાં, તેમાં સ્થાપના
દ્વારા અમૂર્તિક આત્માનું લક્ષ થાય છે એવો આત્માનો એક ધર્મ છે. આ ધર્મ સિદ્ધમાં પણ છે. સિદ્ધના આત્માની
પણ મૂર્તિ, ચિત્ર વગેરેમાં સ્થાપના થઈ શકે છે. અહીં જિનમંદિરમાં સિદ્ધ ભગવાનની પ્રતિમા છે, તે પ્રતિમાની
આકૃતિમાં સિદ્ધભગવાનની સ્થાપના છે કે ‘આ સિદ્ધ ભગવાન છે.’ આ રીતે સ્થાપનાનયે આત્મા પુદ્ગલને
અવલંબે છે એમ કહેવાય છે. વળી જુઓ! આ પૌદ્ગલિક ચિત્રમાં સ્થાપના દ્વારા ‘આ જીવ છે’ એમ બતાવી
શકાય છે, એ રીતે પુદ્ગલમાં જીવની સ્થાપના થઈ શકે છે, અને જીવમાં તે પ્રકારનો ધર્મ છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૧૯ઃ
વળી અહીં તો એમ કહ્યું છે કે આત્મદ્રવ્ય સર્વ પુદ્ગલોને અવલંબનારું છે; એટલે કે માત્ર મૂર્તિમાં જ તેને
સ્થાપના થઈ શકે ને બીજામાં ન થાય–એમ નથી; પરંતુ ફૂલ, લવિંગ, લાકડાની સોગઠી વગેરે ગમે તે પુદ્ગલમાં
સ્થાપના કરીને આત્મા સમજાવી શકાય છે. શતરંજની સોગઠીમાં ‘આ રાજા, આ હાથી, આ સિપાઈ’ ઇત્યાદિ
પ્રકારે સ્થાપના કરાય છે તેમ કોઈ પણ પુદ્ગલમાં ‘આ આત્મા છે’ એમ સ્થાપના થઈ શકે છે. આત્મામાં તે
જાતનો ધર્મ છે.
જડ–પુદ્ગલમાં આત્માની સ્થાપના કરી શકાય છે એનો અર્થ એમ ન સમજવો કે તે જડ વડે આત્મા
સમજાય છે. સમજનાર તો પોતાના જ્ઞાનની તાકાતથી જ સમજે છે, પણ તેને નિમિત્ત તરીકે કોઈવાર શબ્દો હોય
છે ને કોઈ વાર સ્થાપના પણ હોય છે. સમજનારને સ્થાપનાનયથી આત્મા આવા પ્રકારના ધર્મવાળો જણાય છે.
જુઓ, આ આત્માનો મહિમા? દરેક આત્મા અનંત ધર્મોનો ધણી છે. પોતાના ધર્મનું જેને ભાન નથી તે
બહારમાં ધર્મ શોધવા જાય છે. પોતાના આત્મામાં જ આવા આવા અનંત ધર્મો ભરેલા છે એ વાત ઘણા જીવોએ
તો સાંભળી પણ નહિ હોય.
પુદ્ગલમાં આત્માની સ્થાપના થઈ ત્યાં અજ્ઞાનીને તે પુદ્ગલનો મહિમા લાગે છે, કેમ જાણે કે
પુદ્ગલમાંથી તેનો ધર્મ આવતો હોય? પણ ભાઈ! પુદ્ગલમાં જેની સ્થાપના થઈ તેના ધર્મને તો જો. જો
પુદ્ગલમાં સ્થાપના થઈ શકે તેવા પ્રકારનો ધર્મ આત્મામાં ન હોય તો તેની સ્થાપના જ કયાંથી થાય? માટે
આત્માના તે ધર્મને જો, અને એવા અનંતધર્મો જેનામાં એક સાથે રહેલા છે–એવા તારા આત્માનો મહિમા પ્રગટ
કર. અનંત ધર્મનો પિંડ આત્મા જેવડો છે તેવડો જાણીને, જ્ઞાનમાં તેનું માહાત્મ્ય આવતાં જ્ઞાન સમ્યક્ થાય છે.
એવા સમ્યગ્જ્ઞાન વગર કદી સાચી શાંતિ થતી નથી.
અનાદિથી આત્મા જેવો છે તેવો કદી જાણ્યો નથી. જ્યાંસુધી આત્માનું સાચું જ્ઞાન ન થાય ત્યાંસુધી તેનો
મહિમા અને તેમાં એકાગ્રતા કેમ થાય? ને આત્મામાં એકાગ્રતા વગર ભવથી નીવેડા થાય નહિ. જેને ચૈતન્યનું
ભાન નથી તે પરનો મહિમા કરીને પરમાં એકાગ્ર થાય છે તેથી તે ભવમાં રખડે છે. ચૈતન્યવસ્તુ જેવી છે તેવી
જાણીને તેના મહિમામાં એકાગ્ર થાય તો કલ્યાણ પ્રગટે. પોતાના કલ્યાણ માટે શિષ્યને જિજ્ઞાસા થઈ છે તેથી
અહીં પ્રશ્ન પૂછયા છે કે પ્રભો! આ આત્મા કેવો છે? તે જિજ્ઞાસુ શિષ્યને સમજાવવા માટે અહીં આચાર્યદેવે
આત્માનું વિશેષ વર્ણન કર્યું છે.
ભગવાન આત્માને પ્રસન્ન કરવા માટે તેને ઓળખીને તેનો મહિમા આવવો જોઈએ. જો આત્મા કરતાં
જગતના કોઈ પણ પદાર્થનો મહિમા કે રુચિ વધી જાય તો ભગવાન આત્મા પ્રસન્ન થાય તેમ નથી. જેમ કોઈ
રાજાને અરજી આપવી હોય તો તેમાં ‘નેક નામદાર, મહારાજાધિરાજ,’ વગેરે વિશેષણો લગાડવા પડે છે તેમ જ
ટિકિટ ચોંટાડવી પડે છે; તેમ અહીં ભગવાન આત્મા ચૈતન્યરાજા છે તેને અરજી કરવા માટે–એટલે કે તેનો
અનુભવ કરવા માટે–તેના અનંત ધર્મોરૂપી વિશેષણોથી ઓળખીને તેની રુચિ કરે તો જ તે જવાબ આપે તેવો
છે; જો એક પણ ધર્મને ઓછો માને તો ભગવાન આત્મા જવાબ નહિં આપે એટલે કે તેનો અનુભવ નહિ થાય.
આત્મા પોતાના અનંત ધર્મોનો સ્વામી છે પણ પર વસ્તુના કોઈ ધર્મનો સ્વામી આત્મા નથી, તેમ જ
આત્માના ધર્મનો કોઈ બીજો સ્વામી નથી. આત્માની મિલ્કત કેટલી?–કે પોતાના અનંત ધર્મો છે તેટલી. પોતાના
અનંત ધર્મોમાં આત્મા વ્યાપીને રહ્યો છે, પરમાં તે રહ્યો નથી ને તેનામાં પર રહ્યાં નથી. આમ આત્માના ભિન્ન
ધર્મો વડે આત્માને ઓળખીને શ્રદ્ધા કરે તો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય; ત્યારપછી જ આત્મામાં એકાગ્રતા
રૂપ સમ્યક્ચારિત્ર હોય. તેથી આત્માને ઓળખાવવા માટે અહીં તેના ધર્મોનું વર્ણન ચાલે છે.
બારમા ધર્મમાં એમ કહ્યું કે નામનયે આત્મા શબ્દબ્રહ્મથી વાચ્ય થાય તેવો છે. પરમ બ્રહ્મનું પૂર્ણસ્વરૂપ
કહેનારી દિવ્યવાણી તે શબ્દબ્રહ્મ છે. તે વાણીમાં બધુંય આવે છે. આત્મામાં એવો ધર્મ છે કે આખો આત્મા
શબ્દબ્રહ્મવડે કહી શકાય છે. તે પૂર્ણ કહેનાર તીર્થંકર દેવાધિદેવનો ૐધ્વનિ છે તે શબ્દબ્રહ્મ છે. નામનયથી જોતાં
આત્મા દિવ્યધ્વનિને સ્પર્શનારો છે એટલે કે દિવ્યધ્વનિથી તેનું સ્વરૂપ વાચ્ય થાય છે એવો તેનો ધર્મ છે.
ત્યારપછી સ્થાપનાનયથી એમ કહ્યું કે આત્મા સર્વ પુદ્ગલોને અવલંબનારો છે, એટલે કે જ્યારે જ્યારે જે
જે પુદ્ગલોમાં આત્માની સ્થાપના કરવામાં આવે ત્યારે તે તે પુદ્ગલોથી આત્મા જણાય એવો તેનો ધર્મ છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૨૦ઃ આત્મધર્મઃ ૧૦૨
શ્રાવકો અને શ્રમણો કોની ભક્તિ કરે?
પરમ ભાગવત શ્રી નિયમસારના પરમભક્તિ અધિકારની ૧૩૪ મી ગાથા ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
(વીર સં. ૨૪૭૮ માહ સુદ ૪)
આ ભાગવત શાસ્ત્રમાં ભક્તિ અધિકાર વંચાય છે. ભગવાન આત્માનું ભજન કરવું તેનું નામ ભક્તિ છે.
અંતરમાં અખંડ ચિદાનંદી ભગવાન આત્માનું ભજન કરવું એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવાં તે જ
સાચી ભક્તિ છે; અને ત્યાં બહારના ભગવાનની ભક્તિનો શુભરાગ તે વ્યવહાર ભક્તિ છે.
જુઓ, આ અધિકારમાં મુનિઓ તેમ જ શ્રાવકો બંનેની વાત લીધી છે. કોઈ એમ સમજે કે મુનિઓનો
ધર્મ બીજો હશે અને શ્રાવકોનો ધર્મ બીજો હશે–તો તેમ નથી. મુનિ હો કે શ્રાવક હો, જેટલી શુદ્ધરત્નત્રયની
આરાધના તેટલો ધર્મ છે, શ્રાવકને પણ રાગથી ધર્મ થતો નથી. જેટલો સ્વભાવનો આશ્રયભાવ તેટલી
રત્નત્રયની ભક્તિ છે અને તે જ ધર્મ છે. અહીં આચાર્યદેવ આવી ભક્તિનું ઘણું સરસ વર્ણન કરે છે–
શ્રાવક શ્રમણ સમ્યક્ત્વ–જ્ઞાન–ચારિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪.
જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રની ભક્તિ કરે છે તેને નિર્વાણની
ભક્તિ છે એમ જિનેન્દ્ર ભગવંતોએ કહ્યું છે.
સ્વભાવના આશ્રયે રત્નત્રયનો ભાવ તે જ ભક્તિ છે, રાગ તે ખરેખર ભક્તિ નથી. શ્રાવકને પણ
પોતાના ત્રિકાળી ચૈતન્ય ભગવાનના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ભક્તિ હોય છે; આવી રત્નત્રયની
ભક્તિ તે જ મોક્ષના કારણરૂપ ભક્તિ છે. પરની ભક્તિ કરવાથી શુભરાગ થાય છે. સ્વભાવની ભક્તિ કરવાથી
મુક્તિ થાય છે. સ્વભાવની નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન કરી તેમાં લીન થવું તેનું નામ સ્વભાવની ભક્તિ છે અને તે જ
રત્નત્રયની આરાધના છે.
ભક્તિ એટલે ભજન કરવું; ધર્મી જીવ કોનું ભજન કરે? ધર્મી શ્રાવકો અને શ્રમણો પોતાના આશ્રયે
શુદ્ધરત્નત્રયનું ભજન કરે છે, તેઓ જ ખરા ભક્ત છે.
ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણના કારણભૂત જે તીવ્ર મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ તેનાથી પ્રતિપક્ષ નિજ
પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન કે અવબોધ–આચરણસ્વરૂપ શુદ્ધરત્નત્રય પરિણામોનું ભજન તે ભક્તિ છે. અહીં
‘શુદ્ધ રત્નત્રય’ બતાવવા છે તેથી પોતાના પરમાત્મતત્ત્વની શ્રદ્ધા–જ્ઞાન–રમણતાની જ વાત લીધી છે, દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધા વગેરેમાં તો શુભરાગ છે, તેથી તેની વાત નથી લીધી. જે જીવ ચૈતન્યમૂર્તિ પરમાત્માની ભક્તિ
નથી કરતો–તેનાં શ્રદ્ધા–જ્ઞાન–રમણતા નથી કરતો, તે જ મિથ્યાત્વ પ્રકૃતિમાં જોડાયો થકો ચાર ગતિમાં રખડે છે.
અહીં તો ચારે ગતિમાં પરિભ્રમણનું મૂળ કારણ મિથ્યાત્વને જ ગણ્યું છે, સમ્યગ્દર્શન થયા પછી એકાદ બે ભવ
હોય તેની કાંઈ ગણતરી નથી. સ્વભાવને ભૂલીને મિથ્યાત્વમાં જોડાવું તે ચારગતિમાં ભ્રમણનું મૂળ છે, અને તે
મિથ્યાત્વ–કર્મથી વિરુદ્ધ એવો આત્માનો પરમાનંદ સ્વભાવ છે તે ચાર ગતિના મૂળને ઊખેડી નાંખનાર છે; આવા
નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–આચરણ તે શુદ્ધરત્નત્રય છે. એવા શુદ્ધરત્નત્રયનું ભજન–આરાધન તે
ભક્તિ છે. અહીં વ્યવહાર–રત્નત્રયના ભજનની વાત ન લીધી; કેમ કે વ્યવહારરત્નત્રયમાં શુભરાગ છે તે ખરેખર
મોક્ષનું કારણ નથી; અંતરમાં નિજ પરમાત્મતત્ત્વનાં શ્રદ્ધાન–જ્ઞાન–આચરણરૂપ નિશ્ચયરત્નત્રયની આરાધના–
ભક્તિ તે જ મોક્ષનું કારણ છે.
ભક્તિ એટલે આરાધના; શુદ્ધ રત્નત્રયની ભક્તિ એટલે કે શુદ્ધ રત્નત્રયની આરાધના. મુનિવરો શુદ્ધ
રત્નત્રયને આરાધે છે, અને શ્રાવકોને પણ રત્નત્રયની અમુક
______________________________________________________________________________
નામ વડે જણાય તેવો ધર્મ જુદો છે ને સ્થાપનાથી જણાય તેવો ધર્મ જુદો છે, તેમજ તે બંને ધર્મોને જાણનાર બે નયો– નામનય
અને સ્થાપનાનય– પણ ભિન્ન ભિન્ન છે. – એ પ્રમાણે અત્યાર સુધીમાં તેર નયોથી આત્માનું વર્ણન કર્યું; હવે ચૌદમા દ્રવ્યનયથી
આત્મા કેવો છે તે કહે છે. તેમાં ઘણી સરસ વાત આવશે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૨૧ઃ
આરાધના હોય છે, નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાન અને અંશે વીતરાગી ચારિત્ર તેને પણ હોય છે. સ્વભાવના ધ્યાન વડે જે
નિર્મળપર્યાય પરિણમી તેનું નામ રત્નત્રયની આરાધના અને ભક્તિ છે.–આવી ભક્તિથી મુક્તિ થાય છે.
સાચા શ્રાવક કોને કહેવાય અને તે શ્રાવક કોની ભક્તિ કરે? તે વાત ચાલે છે. ચૈતન્યમૂર્તિ નિજ
પરમાત્મતત્ત્વ દેહાદિથી ભિન્ન છે, એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન–શાંતિનો પિંડ છે, આવા અંતર્તત્ત્વની નિર્વિકલ્પ
શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે અને તે શ્રાવકોનું પહેલું લક્ષણ છે. વળી તે નિજ પરમાત્મતત્ત્વનું જ્ઞાન તે
સમ્યગ્જ્ઞાન છે તથા તેમાં લીનતા તે સમ્યક્ચારિત્ર છે; આવા શુદ્ધ રત્નત્રય પરિણામોનું ભજન તે ભક્તિ છે.
આવી ભક્તિ શ્રાવકો તેમજ શ્રમણોને હોય છે. આ રત્નત્રયનું ભજન એટલે કે વીતરાગી પરિણતિ તે જ સાચી
ભક્તિ છે, પોતાથી ભિન્ન બહારના ભગવાનની શુભરાગરૂપ ભક્તિ તે તો વ્યવહાર છે, પણ અંદર જો શુદ્ધ
રત્નત્રયરૂપ નિશ્ચયભક્તિ હોય તો તે શુભ–રાગને વ્યવહાર ભક્તિ કહેવાય. નિજ પરમાત્માની નિશ્ચય ભક્તિ
હોય તો તે શુભરાગને વ્યવહાર ભક્તિ કહેવાય. નિજ પરમાત્માની નિશ્ચય ભક્તિ હોય ત્યાં પર પરમાત્માની
ભક્તિને વ્યવહાર કહેવાય; પણ પોતાને ભૂલીને એકલા પરની ભક્તિમાં જ ધર્મ માને તેને તો તે વ્યવહાર પણ ન
કહેવાય. શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરવી એટલે કે તેની આરાધના કરવી તે મોક્ષનો માર્ગ છે. ચૈતન્ય સ્વભાવના
શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ પરિણતિ તે જ આરાધના અને ભક્તિ છે.
શ્રાવકની અગિયાર પડિમાઓ છે; તેમાં છ પડિમા સુધીના શ્રાવકો જઘન્ય છે, સાતથી નવ પડિમાવાળા
મધ્યમ છે અને દસ–અગિયાર પડિમાવાળા ઉત્તમ છે;–પણ આ બધા શ્રાવકો શું કરે? તે બધા શ્રાવકો
સમ્યગ્દર્શનપૂર્વક શુદ્ધ રત્નત્રયની આરાધના કરે છે; અગિયારે પડિમામાં શુદ્ધ રત્નત્રયની ભક્તિ છે. આ સિવાય
રાગની આરાધના કરે એટલે કે રાગથી ધર્મ થાય એમ માને તો તેને શ્રાવકપણું હોતું નથી. જડની ક્રિયા જડથી
થાય છે, તેનો કર્તા પોતાને માને તે તો મિથ્યાદ્રષ્ટિ છે તેમ જ પૂજા–ભક્તિ–શુદ્ધ આહાર વગેરેના શુભરાગને ધર્મ
માની લ્યે તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. શુદ્ધ આહાર તથા વ્રતાદિના શુભરાગને વ્યવહાર કહેવાય,–પણ કયારે? કે
જ્યારે અંતરમાં શુદ્ધ રત્નત્રયની આરાધના પ્રગટી હોય ત્યારે; સ્વભાવના આશ્રયે જેને શુદ્ધ રત્નત્રયની
આરાધના નથી પ્રગટી તેને તો નિશ્ચય પડિમા વગેરે નથી તેથી વ્યવહાર પણ તેને હોતો નથી. અહો! એક જ
અબાધિત માર્ગ છે કે જેટલું અંતર સ્વભાવનું અવલંબન તેટલો ધર્મ. બહિર્મુખ વલણથી જે ભાવ થાય તે ધર્મ
નહિ.
જે અગિયાર પડિમાવાળા શ્રાવકો છે તે બધાય અંતર્મુખ સ્વભાવના અવલંબને શુદ્ધ રત્નત્રયની ભક્તિ
કરે છે; તેમને ચિદાનંદ જ્ઞાતા–સ્વભાવનાં શ્રદ્ધા જ્ઞાન કરીને તેનું અવલંબન લેતાં પર્યાયે પર્યાયે વીતરાગ ભાવની
વૃદ્ધિ થતી જાય છે; તેનું નામ પડિમા છે. દ્રવ્યસ્વભાવના આશ્રયે જ રત્નત્રય પર્યાય થાય છે, રાગથી કે
નિમિત્તના આશ્રયથી સમ્યગ્દર્શનાદિ થતાં નથી;–આવું જેને ભાન પણ નથી ને પરાશ્રયભાવથી ધર્મ માને છે તે
તો અજ્ઞાની છે, તેને પડિમા કેવી? ત્રિકાળી ચિદાનંદ દ્રવ્યના આશ્રયે નિર્મળ રત્નત્રય પર્યાય પ્રગટી તેનું નામ
ભગવાનનું ભજન છે.
ધર્મીને, જિજ્ઞાસુને સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ઉલ્લાસ આવ્યા વિના રહે નહિ, પણ તે સમજે
છે કે દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પરની ભક્તિનો ભાવ તે શુભરાગ છે, ને પોતાનો આત્મા જ પરમાત્મા છે તેને
ઓળખીને રત્નત્રયવડે તેની ભક્તિ–આરાધના–ઉપાસના કરવી તે ધર્મ છે. દેવ–ગુરુ–શાસ્ત્ર પણ એમ જ કહે છે
કે તું અમારા ઉપરનું લક્ષ છોડીને તારા આત્માનું ભજન કર, તારો આત્મા જ પૂર્ણ શક્તિમાન પરમાત્મા છે તેને
ઓળખીને તેનું ભજન કર. જે જીવ એ પ્રમાણે કરે તે જ પોતાના આત્માનો ખરો ભક્ત છે અને તે જ વ્યવહારથી
દેવ–ગુરુનો ખરો ભક્ત છે.
પરિણતિને અંતરમાં વાળીને ભગવાન આત્માના આનંદમાં લીન કરવી તે ભગવાનની ભક્તિ છે. વચ્ચે
શુભરાગ હોય, પણ જો તે શુભરાગને આરાધના માને તો તે જૈન નથી; જે જીવ સ્વભાવના ભાન વડે રાગાદિને
જીતે તે જૈન છે. જેણે રાગને જ ધર્મ માન્યો તે રાગને કયાંથી જીતી શકશે? હું જ્ઞાનસ્વરૂપ છું, રાગ તે મારું સ્વરૂપ
નથી–એવું ભાન કરે તો તેના આશ્રયે રાગને જીતી શકે. ‘રાગને જીતવો’ તે પણ નાસ્તિથી કથન છે. ખરેખર
કાંઈ રાગ થાય છે અને તેને જીતે છે–એમ નથી; પરંતુ અંતરમાં જ્ઞાન–સ્વભાવની દ્રષ્ટિ કરીને તેમાં ઠરતાં
રાગાદિની ઉત્પત્તિ જ નથી થતી, ત્યાં ‘રાગને જીત્યો’ એમ કહેવામાં આવે છે. જેને શુદ્ધ આત્માનું ભાન નથી
તેને તેનું ભજન નથી અને તેને પડિમા વગેરે હોતું નથી.

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૨૨ઃ આત્મધર્મઃ ૧૦૨
હજી જેને ઉપાદાન–નિમિત્તની ભિન્નતાનું પણ ભાન નથી, અને નિમિત્તને લીધે કાર્ય થાય, કર્મને લીધે
વિકાર થાય એમ માને છે, તેને તો બે દ્રવ્યોની એકતાની તીવ્ર મિથ્યાબુદ્ધિ છે. પહેલાં સ્વ–પરની ભિન્નતાનું ભાન
કરીને, ચિદાનંદ પરમાત્મ તત્ત્વની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શનરૂપી ધર્મક્રિયાનો કર્તા આત્મા જ
છે. કેમ કે
करता परिनामी दरव, करम रूप परिनाम।
किरिया परजयकी फिरनी, वस्तु एक त्रय नाम।।
–નાટક સમયસાર પૃઃ ૮૨
–એટલે કે જે દ્રવ્ય પરિણમે છે તે જ કર્તા છે, અને જે પરિણામ થાય છે તે જ તેનું કર્મ છે; તથા પર્યાયનું
પલટવું તે ક્રિયા છે. આ કર્તા, કર્મ અને ક્રિયા ત્રણે એક જ વસ્તુ છે. આત્માની સમ્યગ્દર્શનરૂપ ક્રિયાનો કર્તા
આત્મા જ છે, આત્માથી ભિન્ન કોઈ વસ્તુ સમ્યગ્દર્શન વગેરેનું સાધન નથી. આત્માની ક્રિયાને કોઈ પર કરતું
નથી ને પરની ક્રિયાને આત્મા કરતો નથી. આત્મા પોતે સ્વદ્રવ્યના આશ્રયે પરિણમતાં સમ્યગ્દર્શનાદિ કાર્યનો
કર્તા થાય છે. પહેલાં જ્ઞાનીના સમાગમે આવી વસ્તુની ઓળખાણ–વિચાર–પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન માટેની
પાત્રતા છે. ત્યાર પછી શ્રાવકપણું અને પડિમા હોય.
પડિમાધારી શ્રાવકોને પણ ભૂમિકાનુસાર શુદ્ધ આત્માના રત્નત્રયની ઉપાસના હોય છે, અને તે જ
મોક્ષમાર્ગ છે. મોક્ષની ભક્તિ કોને હોય?–કે જે શ્રાવક તથા શ્રમણ શુદ્ધ રત્નત્રયને જે ભજે છે તેને જ મોક્ષની
ભક્તિ છે શુદ્ધ રત્નત્રયને જે આરાધે તે જ મોક્ષનો આરાધક છે. દ્રવ્યના આશ્રયે વીતરાગી આચરણ થાય તેનું
નામ ભક્તિ છે, જેને આવી ભક્તિ છે તે જ શ્રમણ કે શ્રાવક છે. જે જીવને આવું ભાન નથી અને એકલા
શુભરાગરૂપ વ્યવહારને જ નિશ્ચયથી મોક્ષમાર્ગ માની લ્યે છે તે તો ઉપદેશના શ્રવણને પણ પાત્ર નથી.
શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહે છે કે–
अबुधस्य बोधनार्थ मुनिश्वरा देशयन्त्यभूतार्थम्।
व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।।
माणवक एव सिहो यथा भवत्यनवगीतसिंहस्य।
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य।।
અજ્ઞાનીને સમજાવવા અર્થે અસત્યાર્થ એવા વ્યવહારનયને મુનિરાજ ઉપદેશે છે; પરંતુ જે કેવળ
વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી. શાસ્ત્રમાં વ્યવહારનું કથન આવે ત્યાં તેને જ પકડી
બેસે, પણ તેનો આશય શું છે તે ન સમજે, તેવા જીવો દેશનાયોગ્ય નથી. જેમ કોઈ સાચા સિંહને ન જાણતો હોય
તેને કોઈ બિલાડું બતાવીને કહે કે ‘જો આવો સિંહ હોય’ , ત્યાં તે બીલાડાને જ સિંહ માની બેસે; તેમ જે
નિશ્ચયને જાણતો નથી એવો અજ્ઞાની તો વ્યવહારને જ નિશ્ચયપણે માની લ્યે છે. મોક્ષમાર્ગની સાથે રાગ વર્તતો
હોય તેનું જ્ઞાન કરાવવા માટે રાગને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો, ત્યાં તે રાગને જ ખરેખર મોક્ષમાર્ગ માની લ્યે
તો તેવો જીવ દેશનાને અપાત્ર છે એટલે કે તે જીવ યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજી શકશે નહિ; હજી સમ્યક્ત્વ અને
શ્રાવકપણું કે મુનિપણું તો કયાંય દૂર રહ્યું! ચૈતન્યદ્રવ્યમાં ડૂબવાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે,–એમ
નિર્ણય કરીને દ્રવ્યના આશ્રયે જેટલા ગુણ પ્રગટે તે અનુસાર પડિમા વગેરે હોય છે. શ્રાવકપણું અને પડિમા તેમ
જ મુનિપણું તે બધું અખંડ દ્રવ્યના આશ્રયે જ પ્રગટે છે. બધા શ્રાવકો શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. રત્નત્રય
અને રત્નત્રયની ભક્તિ એ બે જુદી ચીજ નથી, દ્રવ્યના આશ્રયે જેટલા રત્નત્રય પ્રગટયા તેટલી રત્નત્રયની
ભક્તિ છે. ચૈતન્યના આશ્રયે રત્નત્રયના ગુણ અનુસાર શ્રાવકના અગિયાર પદો હોય છે, અને વિશેષ ઉગ્રપણે
ચૈતન્યનો આશ્રય કરતાં મુનિદશા તથા કેવળજ્ઞાન પ્રગટે છે. ધર્મની શરૂઆતથી પૂર્ણતા સુધી એક માત્ર
ચૈતન્યસ્વરૂપ સિવાય બીજા કોઈનો આશ્રય નથી.
વ્યવહારના આશ્રયથી જે લાભ માને છે તે તો અનાદિના રૂઢ વ્યવહારમાં મૂઢ છે; ને નિશ્ચયમાં અનારૂઢ
છે. નિશ્ચય વિનાનો એકલો વ્યવહાર તો અનાદિથી કરતો આવ્યો છે તેથી અજ્ઞાનીનો વ્યવહાર તો અનાદિરૂઢ છે.
અજ્ઞાની અને અભવ્ય પણ અનાદિકાળથી શુભરાગ તો કરતો જ આવ્યો છે, તેને ‘પ્રથમ વ્યવહાર’ કઈ રીતે
કહેવો? તે તો ખરેખર વ્યવહાર જ નથી. સ્વભાવના આશ્રયે નિશ્ચય પ્રગટ કરીને રાગનો નિષેધ કરે ત્યારે તે
નિશ્ચય સહિતના રાગને વ્યવહાર કહેવાય છે. અંતરમાં સ્વભાવનું ભાન કરીને તેના આશ્રયે વીતરાગી નિશ્ચય
મોક્ષમાર્ગ પ્રગટ કર્યો ત્યારે રાગને ઉપચારથી–વ્યવહારથી મોક્ષમાર્ગ કહેવાય છે.–પણ ‘ઉપચાર’ નો અર્થ જ
‘ખરેખર તે મોક્ષમાર્ગ નથી’, પરંતુ બિલાડાને સિંહ

PDF/HTML Page 16 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૨૩ઃ
કહેવા જેવું તે કથન છે–એમ સમજવો જોઈએ. અજ્ઞાનીઓ નિશ્ચય વગરનો એકલો વ્યવહાર માને છે એટલે કે
‘પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય’ એમ માને છે તે મિથ્યા છે; વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટી જશે
અથવા તો વ્યવહારના આશ્રયથી લાભ થશે–એ માન્યતા પણ મિથ્યા છે; અને જેને એવી માન્યતા છે તેને
શુદ્ધરત્નત્રયની ભક્તિ કે પડિમા હોતી નથી. દ્રવ્યસ્વભાવની નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં લીન થઈને
શુદ્ધરત્નત્રયની આરાધના કરનાર શ્રાવકને પરમાર્થ ભક્તિ છે. જેટલી ચૈતન્યમાં લીનતા થાય તેટલી ભક્તિ છે,
વચ્ચે રાગ આવે તે ખરેખર ભક્તિ કે ધર્મ નથી. શ્રાવકને પણ શુદ્ધરત્નત્રયની જેટલી આરાધના છે તેટલી
પરમાર્થ ભક્તિ છે.
આ રીતે શ્રાવકોની ભક્તિની વાત કરી, કે અગિયારે ભૂમિકાવાળા શ્રાવકો શુદ્ધરત્નત્રયનું ભજન કરે છે
તે જ ભક્તિ છે.
હવે મુનિઓને કેવી ભક્તિ હોય તે વાત કરે છે. મુનિવરોને પણ અંર્તસ્વભાવના આશ્રયે શુદ્ધરત્નત્રયની
જ ભક્તિ હોય છે. મુનિઓની દશા મહા અલૌકિક છે; શ્રાવક કરતાં તેમને રત્નત્રયની ઘણી ઉગ્ર આરાધના હોય
છે, ક્ષણેક્ષણે વિકલ્પથી છૂટીને ચૈતન્યબિંબમાં જામી જાય છે, હમણાં કેવળજ્ઞાન લીધું......કે..... લેશે.....એવી તેમની
દશા છે. અહો! સંત મુનિઓ આત્માના અતીન્દ્રિય આનંદકુંડમાં ઝૂલતા હોય છે, એકદમ વીતરાગતા વધી ગઈ છે
ને રાગ ઘણો જ છૂટી ગયો છે, ત્યાં બાહ્યમાં વસ્ત્રાદિ પણ સ્વયં છૂટી ગયા છે ને શરીરની સહજ દિગંબર
નિર્વિકારદશા થઈ ગઈ છે. આવા ભવભયભીરુ, પરમ નિષ્કર્મ પરિણતિવાળા પરમ તપોધનો પણ શુદ્ધરત્નત્રયની
ભક્તિ કરે છે.
કોઈને એમ લાગતું હોય કે, શ્રાવકો કે મુનિઓ બાહ્ય ક્રિયાકાંડમાં રોકાતા હશે,–તો કહે છે કે ના; શ્રાવકો
તેમ જ મુનિઓ તો શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરનારા છે. આ ભક્તિમાં રાગ નથી પણ શુદ્ધ આત્મામાં શ્રદ્ધા–જ્ઞાન
રમણતા કરવાં તે જ ભક્તિ છે. આવી વીતરાગી ભક્તિ જ મુક્તિનું કારણ છે.
મુનિ હો કે શ્રાવક હો,–પણ તેમણે સ્વભાવના આશ્રયે જેટલી રત્નત્રયની આરાધના કરી તેટલી જ
વીતરાગી ભક્તિ છે ને તે જ મુક્તિનું કારણ છે. મુનિઓ શું કરતા હશે? કે ચૈતન્ય પરમાત્મામાં અંદર ઊતરીને
શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. પાંચ પરમેષ્ઠી પદમાં ભળનારા ને ભવભયથી ડરનારા એવા વીતરાગી મુનિઓને
સ્વર્ગનો ભવ કરવો પડે તેની પણ ભાવના નથી; હું તો ચિદાનંદ–ચૈતન્યબિંબ જ્ઞાયકમૂર્તિ છું, રાગ મારું કાર્ય
નથી–એવા ભાનસહિત તેમાં ઘણી લીનતા થઈ ગઈ છે–એવી ભાવલિંગી સંતોની દશા છે; તેમાં હઠ નથી પણ
સ્વભાવના આશ્રયે તેવી સહજદશા થઈ ગઈ છે; તેઓ પરમ નૈષ્કર્મવૃત્તિવાળા છે એટલે કે સ્વરૂપના આનંદમાં
એટલા બધા ઠર્યા છે કે અશુભ કે શુભ કર્મથી ઉદાસીન થઈ ગયા છે, રાગથી ખસીને પરિણતિ અંદરમાં વળી ગઈ
છે.–આવા પરમ વીતરાગી સંતો પણ શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે, તેને ભગવાન મોક્ષની ભક્તિ કહે છે.
શ્રી સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં સમવસરણમાં બિરાજે છે, તેઓ તીર્થંકરપણે વિચરે છે, પ૦૦
ધનુષનો તેમનો દેહ છે, તેમના સમવસરણમાં ગણધરો બિરાજે છે; ભગવાનની દિવ્યવાણી ઝીલીને બેઘડીમાં બાર
અંગની રચના કરે એવું અપાર તેમનું સામર્થ્ય છે. તીર્થંકર ભગવાન એટલે ધર્મના રાજા, અને ગણધરદેવ એટલે
ધર્મના દીવાન.–એવા ગણધરદેવ પણ જ્યારે નમસ્કારમંત્ર બોલીને પંચપરમેષ્ઠીને ભાવથી નમસ્કાર કરે ત્યારે
વીતરાગી આનંદમાં ઝૂલતા બધા મુનિઓ તેમાં આવી જાય છે. અહો! ગણધરદેવ જેને નમસ્કાર કરે તે સંતની
દશા કેવી?–તે મુનિપદનો મહિમા કેટલો! ! મુનિઓ પણ પરમેષ્ઠી છે. પરમ ચૈતન્યપદમાં જે સ્થિર થયા છે તેઓ
પરમેષ્ઠી છે. આવા સંત–મુનિઓ અત્યંત ભવભીરુ છે, અને રાગરહિત નૈષ્કર્મ્ય પરિણતિવાળા છે, બહારના કોઈ
કામનો બોજો માથે રાખતા નથી, અંતરના આનંદના અનુભવમાં જ તેમની પરિણતિ લીન છે.–આવા સંતો શુદ્ધ
રત્નત્રયની ભક્તિ–આરાધના કરે છે. અંતરમાં શુદ્ધ રત્નત્રયની આરાધના હોય ને બાહ્યમાં નિષ્પરિગ્રહી
વીતરાગી મુદ્રા હોય–એવી મુનિની દશા છે.
આ રીતે શ્રાવકો તેમ જ શ્રમણો બન્ને શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. શુદ્ધ રત્નત્રયની ભક્તિમાં
સ્વભાવનો જ આશ્રય છે, પરનો કે રાગનો આશ્રય નથી. શ્રાવકને પણ સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક અંશે
વીતરાગીચારિત્ર પ્રગટયું છે તેટલી રત્નત્રયની ભક્તિ છે. મુનિને પંચમહાવ્રત વગેરે જે શુભરાગ છે તે તો આસ્રવ
છે, તે કાંઈ

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૨૪ઃ આત્મધર્મઃ ૧૦૨
મુનિપદ નથી, મુનિપદ તો સંવર–નિર્જરારૂપ દશા છે અને તે દશા ચૈતન્યસ્વભાવના આશ્રયથી જ પ્રગટે છે. તેને
જ અહીં આચાર્યદેવે નિર્વાણની ભક્તિ કહી છે ને એવી ભક્તિથી જ મુક્તિ થાય છે.
અહો! નિયમસારમાં તો સંતોએ અમૃતના દરિયાને ઊછાળ્‌યો છે.
શુદ્ધરત્નત્રયની ભક્તિ કરનારા તે પરમ શ્રાવકોને તેમજ પરમ તપોધનોને જિનવરોએ કહેલી
નિર્વાણભક્તિ એટલે કે અપુનર્ભવરૂપી સ્ત્રીની સેવા વર્તે છે; અપુનર્ભવ એટલે મોક્ષ તેની આરાધના તેમને વર્તે
છે. આવું તત્ત્વ સમજ્યા વિના ‘બહારમાં છોડો છોડો’ એમ કરે તેથી કાંઈ શ્રાવકપણું કે મુનિપણું આવી જાય
નહિ. આત્મામાં અંતર્મુખ થઈને જે શુદ્ધરત્નત્રયની આરાધના કરે તેને જ શ્રાવકપણું અને મુનિપણું હોય છે, તથા
તે જ મોક્ષની ખરી ક્રિયા છે. શરીરની ક્રિયા તો જડની છે અને રાગની ક્રિયા તે આસ્રવ છે, આત્મસ્વભાવના
આશ્રયે પર્યાય પલટીને વીતરાગી પર્યાય પ્રગટી જાય તે ધર્મક્રિયા છે. શ્રમણો તેમ જ શ્રાવકો આવી ક્રિયા કરે છે;
વચ્ચે રાગ હોય તેને ધર્મની ક્રિયા માનતા નથી, તેમ જ બાહ્યમાં દેહાદિની ક્રિયાને તેઓ પોતાની માનતા નથી.
અત્યારે મહાવિદેહક્ષેત્રમાં સીમંધરભગવાન વગેરે વીસ તીર્થંકરો વિચરે છે, તેમજ કેવળીભગવંતોના
ટોળેટોળાં ત્યાં બિરાજે છે, ત્યાં તીર્થંકરોનો અને કેવળીભગવંતોનો કદી વિરહ નથી; આત્માના અસંખ્ય પ્રદેશે
તેમને અનંત ચૈતન્ય દીવડા પ્રગટી ગયા છે, એવા અનંત અનંત જિનેશ્વરોએ આવી શુદ્ધ રત્નત્રયની ભક્તિ
કરનારા શ્રમણો તથા શ્રાવકોને નિર્વાણ–ભક્તિ કહી છે. સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતારૂપ શુદ્ધ રત્નત્રયની
આરાધના તે જ મુક્તિની ભક્તિ છે એટલે તેના વડે જ મુક્તિ થાય છે એમ જિનદેવો કહે છે. આવા શુદ્ધ
રત્નત્રયની ભક્તિ કરનારા શ્રમણો તેમજ શ્રાવકો ખરેખર ભક્ત છે....ભક્ત છે.
अहो! चिदात्माना भक्त ते श्रमणो अने श्रावको–नो जय हो.........तेमने भक्तिथी वंदन हो.
* * *
મોરબીમાં શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે સૌરાષ્ટ્રમાં સત્ દેવ–ગુરુ–ધર્મની પ્રભાવના દિન–પ્રતિદિન ખૂબ વધતી
જાય છે અને ઠેરઠેર જિનમંદિર થવા લાગ્યા છે. ફાગણ વદ બીજ ને ગુરુવારના મંગલ દિને મોરબી શહેરમાં શ્રી
જિનમંદિરનું ખાતમુહૂર્ત થયું હતું. ખાતમુહૂર્તનો વિધિ કરાવવા માટે સોનગઢથી બ્ર. ભાઈશ્રી ગુલાબચંદજી આવ્યા
હતા.
સવારમાં ગાજતે–વાજતે પ્રભાતફેરી નીકળી હતી અને પછી પૂજનાદિ વિધિ બાદ સેંકડો મુમુક્ષુઓના
ઘણા ઉલ્લાસ વચ્ચે શેઠ શ્રી મોહનલાલ વાઘજીભાઈ તથા તેમના ધર્મપત્ની વૃજકુંવરબેને જિનમંદિરનું ખાત–
મુહૂર્ત કર્યું હતું. આવું મંગલકાર્ય કરવાનું સૌભાગ્ય પોતાને મળ્‌યું તે બદલ શેઠ મોહનલાલભાઈએ પોતાનો
આનંદ વ્યક્ત કર્યો હતો અને આજની પ્રભાવના તથા સ્વામીવાત્સલ્યનું ખર્ચ, તેમજ જિનમંદિરના સમસ્ત
પ્રતિમાજીઓનું ખર્ચ તેમણે પોતાના તરફથી આપવાનું જાહેર કર્યું હતું. આ ઉપરાંત મોરબીના પ્રસિદ્ધ
કાર્યકર્તા ડો. જયંતીલાલ નરભેરામ પારેખે પણ આ પ્રસંગમાં ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો અને આ પ્રસંગે
મંગલ તરીકે રૂ. ૧૦૦૧ પોતાના તરફથી શ્રી જિનમંદિર–ફંડમાં આપ્યા હતા. ખાતમુહૂર્ત બાદ શેઠ શ્રી
મોહનલાલભાઈ તથા રતિલાલભાઈ વગેરેએ પોતાનો ઉલ્લાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મોરબીના
આંગણે ભગવાન પધારે તે આપણું અહોભાગ્ય છે! ભગવાન અને ભગવાનના જિન મંદિરને માટે જેટલા
તન–મન–ધન ખરચાય તે સફળ છે.’
મોરબીમાં આ મંગળ કાર્યની શરૂઆત કરવા માટે ત્યાંનાં મુમુક્ષુઓને ધન્યવાદ!
* * *
સૂચના
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ તેમ જ શ્રી. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ સંબંધી કાંઈ પણ વસ્તુનું
રેલવે પારસલ, ટપાલ કે બેંકના ચેક વગેરે સંસ્થાના નામથી ન મોકલતાં ‘શાંતિલાલ પોપટલાલ શાહ ઠે. જૈન
સ્વાધ્યાય મંદિર સોનગઢ’ એવા નામથી મોકલવા. સરકારી કામોમાં અરજ–હેવાલ વગેરેમાં સગવડતા રહે.

PDF/HTML Page 18 of 21
single page version

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૨પઃ
* માનસ્થંભ *
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે સૌરાષ્ટ્રમાં દિન–પ્રતિદિન મહાન ધર્મપ્રભાવના થઈ રહી છે; તે
ધર્મ પ્રભાવનાના મહાન પ્રતીક રૂપે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ સોનગઢમાં ૬૨ ફૂટ ઊંચો ભવ્ય માનસ્થંભ તૈયાર
કરવાનું નક્કી થયું છે. મુમુક્ષુ ભક્તજનોએ આ મંગલકાર્યને ઘણા ઉલ્લાસપૂર્વક વધાવી લીધું છે. માનસ્થંભ–ફંડની
કેટલીક વિગતો ગતાંકમાં આવી ગઈ છે; ત્યારબાદ ફાગણ સુદ બીજના મહોત્સવ પ્રસંગે તેમજ ત્યારપછી રકમો
આવેલ છે તે અહીં જણાવવામાં આવે છેઃ–
૭૪૬૧૩) ગયા અંકમાં જણાવ્યા મુજબ.૨૦૧) એક મુમુક્ષુ
પ૦૦૨) શેઠ નેમિદાસ ખુશાલદાસ તથા૨૦૦) શેઠ મગનલાલ ગોકળભાઈ રાજકોટ
તેમના ધર્મપત્ની કંચનબેન, પોરબંદર૧૦૧) શાહ ભાઈલાલ પરસોતમ બરવાળા
૪૦પ૧) શ્રી નાઈરોબી મુમુક્ષુ મંડળ
(આફ્રિકા) તરફથી નીચે પ્રમાણે
શિલિંગ ૬૧૦૮ આવ્યા
૧૦૧) વકીલ છગનલાલ કસળચંદ બાબરા
૧૦૦૧) શાહ એન્ડ સન્સ, હઃ ફૂલચંદભાઈ૧૦૧) મોહનલાલ રતનશી શાહ વીંછીયા
૭પ૧) પ્રેમચંદ કેશવજી બ્રધર્સ.૧૦૧) જેચંદભાઈ ઝકાભાઈ રાજકોટ
પ૦૦) ખીમજી ભીમજી બ્રધર્સ.૧૦૧) પારેખ નાનાલાલ દેવકરણ રાજકોટ
પ૦૦) સુંદરજી હેમરાજ૧૦૧) દોશી સવાઈલાલ દલપતભાઈ રાજકોટ
પ૦૦) જેઠાલાલ દેવરાજ૧૦૧) પાનીબેન ધરમશી જામનગર
પ૦૦) કરમણ નરસી૧૨પ) શેઠ અમૃતલાલ પોપટલાલના
પુત્રી ચંદ્રબાળા રાજકોટ
૩૦૦) કચરા નરસી૧૨પ) શેઠ બાવચંદ જાદવજી સાવરકુંડલા
૧પ૧) દેવરાજ જીવરાજ૧૦૧) શેઠ છોટાલાલ રાયચંદ ચુડા
૧પ૧) વેલજી મેપા રૂપા૧૦૧) કોઠારી ખુશાલચંદ નીમચંદ ગોંડળ
૧પ૧) વેરસી હેમરાજ૧૦૧) સુરજબેન મણીલાલ રાજકોટ
૧પ૧) દેવસી નથુ૧૦૧) શેઠ રતિલાલ લક્ષ્મીચંદ ભાવનગર
૧૦૦) દરજી મોહનભાઈ હરજી૧૦૧) શેઠ મણિલાલ જેચંદભાઈ ખારા અમરેલી
૧૦૦) રામજી દેવરાજ૧૦૦) ખેમરાજભાઈના માતુશ્રી
ધન્નીબાઈ,ખેરાગઢરાજ
૧૦૦) નેમચંદ દેવસીપ૦) ખેમરાજ દુલીચંદ ખેરાગઢરાજ
૧૦૦) ગુલાબચંદ પોપટભાઈ૨પ) ખેમરાજભાઈના માતુશ્રી ખેરાગઢરાજ
પ૦) વેલજી મગનભાઈ૬૦) એક મુમુક્ષુ
પ૦) મુળજી ધરમશીપ૧) લક્ષ્મીચંદ નીમચંદ મુળી
૨પ) મેઘજી દેવરાજપ૧) મેતા જગજીવન કરસનદાસ સાવરકુંડલા
૧૦૧) શાંતાબેનપ૧) ભીખાભાઈ મગનલાલ દેહગામ
પ૦) મણીબેનપ૧) લાલચંદ રવજીભાઈ વાંકાનેર
૨પ) મોતીબેનપ૧) શેઠ પ્રેમચંદ લક્ષ્મીચંદ વીંછીયા
૬૧૦૮) શિલિંગ, તેના રૂા. ૪૦પ૧)૨પ) હેમકુંવરબેન ગઢડા
પ૦૧) શેઠ ધનજીભાઈ ગફલભાઈ,
સુરેન્દ્રનગર૨પ) રતિલાલ કાળીદાસ દામનગર
પ૦૧) ડગલી ચંપકલાલ મોહનલાલ
બરવાળા૨પ) મગનલાલ પોપટલાલ કુંડલા
૨પ૧) ઠા. કાનજી અંદરજી રાજકોટ૨પ) જેઠીબાઈ કચ્છી સોનગઢ
૨૦૧) મેતા નૌતમલાલ ન્યાલચંદપ૧) સુરજબેન બરવાળા

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૨૬ઃ આત્મધર્મઃ ૧૦૨
પ૧) વોરા મોહનલાલ કીરચંદ અમદાવાદ૧૦૧) ઝોબાલીઆ ગુલાબચંદ માણેકચંદ
પ૧) દોશી શાંતિલાલ ખીમચંદ ભાવનગર૧૦૧) સ્વ. શેઠ અમૃતલાલ ખુશાલદાસ દામનગર
પ૧) મંગળાબેન શાંતિલાલ ભાવનગર૧૦૧) શાહ અમુલખ લાલચંદ જોરાવરનગર
પ૧) કામદાર જયંતીલાલ ગોપાળજી અમલનેર૧૦૧) કામદાર પરસોતમ શીવલાલ
૨પ) સંઘવી રતિલાલ માણેકચંદ મોરબી પ૦) શાહ અમુલખભાઈના ધર્મપત્ની
૨પ) મઠીયા જાદવજી કરસનજી ધ્રાંગધ્રા પ૧) કામદાર અમીચંદ ગોપાલજી ગઢડા
૨૦) એક બાળક સોનગઢ ૨પ) કામદાર અમીચંદભાઈના ધર્મપત્ની
જયાકુંવરબેન
૧પ) એક બેન સોનગઢ ૨પ) ઘડીયાલી ચંદુલાલ ત્રિભુવનદાસ મોરબી.
૨પ૧) શેઠ કુંવરજી જાદવજી તથા તેમના
ધર્મપત્ની ગોદાવરીબહેન પાલેજ ૨પ) લખધીર નરસીભાઈ જામનગર
૨પ૧) શેઠ આણંદજી નાગરદાસ તથા તેમના
ધર્મપત્ની રૂપાળીબેન પાલેજ ૨પ) શાહ કાંતિલાલ હરિલાલ લીંબડીવાળા, મુંબઈ
૧૦૧) સમરતબેન મૂળશંકર૮૯૧૨૨) (નેવાસી હજાર, એકસો બાવીસ)
–ફાગણ વદ આઠમ સુધી.
* * *
સોનગઢમાં જૈન–વિદ્યાર્થીગૃહનું ઉદ્ઘાટન
‘આત્મધર્મ’ ના ગતાંકમાં છૂટી પત્રિકા દ્વારા સોનગઢમાં જૈન વિદ્યાર્થીગૃહ ખોલવાની જાહેરાત કરાયેલી,
તે ઉપરથી કેટલાક વિદ્યાર્થીઓ તે ગૃહમાં દાખલ થવા માટે અહીં આવી ગયા છે; ફાગણ વદ બીજના રોજ તે
વિદ્યાર્થીઓ પ્રથમ પરમકૃપાળુ શ્રી સદ્ગુરુદેવના દર્શનાર્થે ગયા હતા. ત્યારે પૂ. ગુરુદેવશ્રીએ તેમને માંગળિક
સંભળાવ્યું હતું. ત્યારપછી વિદ્યાર્થીઓની સાથે કેટલાક મુમુક્ષુ ભાઈઓ સ્વાધ્યાય મંદિરથી વિદ્યાર્થીગૃહના મકાને
આવ્યા હતા અને ત્યાં સવારે સાડાદસ વાગે શ્રી જૈન વિદ્યાર્થીગૃહનું ઉદ્ઘાટન થયું હતું.
અગાઉની પત્રિકામાં વિદ્યાર્થી દીઠમાસિક ખર્ચ લગભગ રૂા. ૩પ) આવવાનું જાહેર કરેલ, પણ હવે
વિદ્યાર્થી દીઠ માસિક ખર્ચ રૂા. ૨પ) પચીસ લેવાનું નક્કી થયેલ છે. અને વિદ્યાર્થીગૃહ ચાલુ થઈ ગયેલ છે. જે
વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીગૃહમાં દાખલ થવા ઇચ્છતા હોય તેમણે તુરત જ નીચેના સરનામે પત્રવ્યવહાર કરવો.
આ વિદ્યાર્થીગૃહમાં ઓછામાં ઓછા ગુજરાતી પાંચમા ધોરણ તથા તેમની ઉપરના વિદ્યાર્થીઓને દાખલ
કરવામાં આવશે. સોનગઢમાં હાઈસ્કૂલ મેટ્રીક સુધીની છે.
મોહનલાલ કાળીદાસ જસાણીનેમિદાસ ખુશાલદાસ શેઠ
મંત્રીઓઃ શ્રી જૈન વિદ્યાર્થીગૃહ c\o શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
દુષ્કાળ રાહત ફંડ
આ વર્ષે દુષ્કાળ જેવું હોવાથી દુબળાં ઢોરોને ઘાસચારાની મદદની જરૂર હોવાથી તે સંબંધી કાર્યની
શરૂઆત કરવામાં આવી હતી, અને ફાગણ સુદ બીજના ઉત્સવ પ્રસંગે તેમાં નીચે મુજબ રકમો મળી હતી–
૮૬૪) અગાઉની પરચૂરણ રકમો.૧૦૧) શેઠ ચંદુલાલ મોહનલાલ, પાટણ
૭પ૧) શેઠ કાળીદાસ રાઘવજી, રાજકોટપ૦) દોશી રામજીભાઈ માણેકચંદ, રાજકોટ
પ૦૧) શેઠ નેમિદાસ ખુશાલદાસ, પોરબંદરપ૧) મહેતા શાંતિલાલ ગીરધરલાલ, સોનગઢ
પ૦૧) શેઠ મોહનલાલ વાઘજીભાઈ, સોનગઢપ૦) ઝોબાલિઆ છોટાલાલ નારણદાસ, સોનગઢ
૪૦૧) શેઠ ખીમચંદ જેઠાલાલ, રાજકોટપ૧) પ્રભાવતી ચંપકલાલ ડગલી, બરવાળા
૨પ૧) શેઠ ગોકળદાસ શીવલાલ હા. લેરીબેન, ચુડા૨૯૪) પરચુરણ રકમો.
૨૦૦) શેઠ મગનલાલ ગોકળદાસ રાજકોટ૪૨૬૭) (ચાર હજાર, બસો સડસાઈઠ)
૧૦૦) શેઠ ધનજીભાઈ ગફલદાસ, સુરેન્દ્રનગરફંડ અને રાહતકાર્ય ચાલુ છે.
૧૦૦) શેઠ ફૂલચંદ ચતુરભાઈ, સુરેન્દ્રનગર (ફાગણ વદ આઠમ સુધી)

PDF/HTML Page 20 of 21
single page version

background image
જેવું ઉપાદાન તેવું નિમિત્ત
(જ્ઞાનીને સર્વત્ર શુદ્ધાત્મકથા, અજ્ઞાનીને સર્વત્ર વિકથા)
સમયસારની ચોથી ગાથામાં શ્રી આચાર્યદેવ કહે છે કે સર્વે જીવોએ પૂર્વે
અનંતવાર કામભોગ–બન્ધનની જ કથા સાંભળી છે, પણ શુદ્ધ આત્માની કથા પૂર્વે કદી
સાંભળી નથી. શબ્દો ભલે કાને પડયા, પણ અંતરમાં શુદ્ધાત્માની રુચિ કરીને તેને
લક્ષમાં લીધો નહિ માટે તેની વાત પણ સાંભળી નથી–એમ કહ્યું. હવે એ જ વાતને
સૂલટાવીને કહીએ તો, જાણે શુદ્ધ આત્માને લક્ષમાં લીધો છે તે જીવો પરમાર્થે શુદ્ધ
આત્મા સિવાય બીજી વાત સાંભળતા જ નથી; જ્ઞાનીઓ ખરેખર કામ–ભોગ–બંધનની
કથા સાંભળતાં જ નથી કેમ કે તેમાં એકતાબુદ્ધિ થતી નથી; શુદ્ધાત્મામાં જ એકતાબુદ્ધિ
હોવાથી તેનું જ શ્રવણ કરી રહ્યા છે.
જ્ઞાની કોઈ વાર લડાઈ વગેરેની વાત કરતાં હોય....તે વખતે પણ તેમની દ્રષ્ટિ
અંતરમાં એકત્વ–વિભક્ત આત્મા ઉપર હોવાથી ખરેખર તો તે પોતાના ભાવશ્રુતમાંથી
એકત્વ–વિભક્ત આત્માનું શ્રવણ કરે છે. તેમના ભાવશ્રુતનું પરિણમન આત્મામાં
એકત્વ–પણે જ થઈ રહ્યું છે, તેથી નિમિત્ત તરીકે દ્રવ્ય શ્રવણ પણ તેવું જ ગણ્યું છે.
અને અજ્ઞાની તો કામ–ભોગ–બંધનના ભાવો સાથે જ એકત્વપણે પરિણમી રહ્યો છે
તેથી તે તેવી જ કથા સાંભળે છે–એમ કહેવામાં આવ્યું છે. શ્રી તીર્થંકર ભગવાનની
સભામાં બેઠો હોય અને દિવ્ય ધ્વનિ કાને પડતો હોય તે વખતે પણ તે અજ્ઞાની જીવ
કામ–ભોગ–બંધનની વિકથા જ સાંભળી રહ્યો છે, કેમકે ઉપાદાનમાં જેવું પરિણમન
હોય તેવો નિમિત્તમાં આરોપ આવે. શબ્દો તો જડ છે તેમાં કાંઈ ‘વિકથા’ કે ‘સુકથા’
નથી. પણ જ્યાં ઉપાદાનમાં ઊંધુંં પરિણમન હોય ત્યાં નિમિત્ત તરીકે શ્રવણને ‘વિકથા’
કીધી. અજ્ઞાનીને જે કથા વિષય–કષાયપોષક થાય છે તે જ કથા જ્ઞાનીને વૈરાગ્યપોષક
થાય છે. કથાના શબ્દો એક જ હોવા છતાં એક જીવ પોતાના ઊંધા ઉપાદાનને લીધે
તેને વિષયકષાયનું નિમિત્ત બનાવે છે એટલે તેને માટે તે વિકથા છે, અને બીજો જીવ
પોતાના સઘળા ઉપાદાનને લીધે તેને જ વૈરાગ્યનું નિમિત્ત બનાવે છે એટલે તેને માટે
તે વિકથા નથી.
આમાં ઉપાદાન–નિમિત્તનો સિદ્ધાંત પણ આવી જાય છે કે ઉપાદાનને નિમિત્ત
અનુસાર પરિણમવું નથી પડતું. જો નિમિત્ત અનુસાર ઉપાદાન થતું હોય તો એક જ
કથા સાંભળનારા જ્ઞાની અને અજ્ઞાની બંનેને સરખા પરિણામ થવા જોઈએ, પણ તેમ
બનતું નથી. આથી નક્કી થાય છે કે જેવું નિમિત્ત હોય તેવું ઉપાદાન થાય–એવો
સિદ્ધાંત નથી, પણ જેવું ઉપાદાન હોય તેવું નિમિત્ત હોય છે–એમ સમજવું.
શ્રી સમયસાર ગા. ૪ ના પ્રવચનમાંથી
વીર સં. ૨૪૭૬ અષાડ સુદ ૨
*