Atmadharma magazine - Ank 110
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૦
સળંગ અંક ૧૧૦
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ દસમું, અંક બીજો, વીર સં. ૨૪૭૯ માગશર (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
૧૧૦
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
‘સંતોએ માર્ગ સુગમ કરી દીધો’
અહો કેટલો સ્વતંત્ર સહજ ને સરળ માર્ગ!.... કે...જ્યાં હોઉં ત્યાં હું જ્ઞાન સ્વભાવ
છું.... હું મારામાં એકાગ્ર થાઉં ને મારી મુક્તિ થાય...મારી મુક્તિનો માર્ગ મારામાં જ છે.
આવો સરસ અને સહજ માર્ગ છે. મારો ને અનંતા મુક્તિગામી જીવોનો–બધાયનો આ
એકજ માર્ગ છે. જ્યાં બેઠો ત્યાં સદાય હું જ છું, હું જ્ઞાનસ્વભાવ જ છું, મારા સ્વભાવમાં
અંર્તમુખ થઈને ઠરું તે જ મારી મુક્તિનો માર્ગ છે. એ સિવાય ક્યાંય બહાર જોવું પડતું
નથી. કેવો સ્વાવલંબી સરળ અને સહજ મુક્તિમાર્ગ!! ! –આવા સહજ મુક્તિમાર્ગે સ્વય
વિચરનારા અને જગતને તે પાવનમાર્ગ દેખાડનારા, હે સંતો! આપના પવિત્ર ચરણોમાં
પરમ ઉલ્લાસભાવે નમસ્કાર હો.

PDF/HTML Page 3 of 21
single page version

background image
* માનસ્તંભ
સમાચાર *
તીર્થધામ સોનગઢમાં જે ભવ્ય માનસ્તંભ થવાનો છે
તેનું કામ ચાલી રહ્યું છે અને નીચેની ત્રણ પીઠિકાઓ લગભગ
તૈયાર થવા આવી છે. ત્રણ પીઠિકાઓ એકંદર બાર ચિત્રો તેમ
જ શ્લોકો વગેરે કોતરેલા આરસથી સુશોભિત બની છે.
આ માનસ્તંભની કુલ ઊંચાઈ ૬૩ ફૂટ થવાની છે.
અગાઉ ૬૨ ફૂટ ઊંચાઈ લખેલ તેને બદલે ૬૩ ફૂટ કરવાનું
નક્કી થયું છે.
આ માનસ્તંભ માટેનો આરસનો બધો સામાન
કોતરકામસહિત તયાર કરી આપવાનો અૉર્ડર રૂા. ૫૦૩૫૧/–
માં જયપુરના કારીગર મૂલચંદ રામચંદ નાઠાને આપવામાં
આવ્યો છે. આરસનો ઘણો સામાન તૈયાર થઈને ચાર વેગન
ભરાઈને સોનગઢ આવી ગયો છે. તેમાંના છેલા બે વેગન
કારતક સુદ બીજને દિવસે આવ્યા. આ વેગનોમાં માનસ્તંભની
પીઠિકાના ચિત્રો તેમ જ માનસ્તંભમાં બિરાજમાન થનારા
કેટલાક પ્રતિમાજી હતા, તેથી આ વેગનો આવવાની વધાઈ
મળતાં મંડળમાં આનંદ ફેલાયો હતો. અને કારતક સુદ ત્રીજે
ઉલ્લાસપૂર્વક પ્રતિમાજી વગેરેનો ગ્રામ–પ્રવેશ થયો હતો. આ
ઉપરાંત માનસ્તંભના પ્રારંભનું મંગલ–મુહૂર્ત પણ એ જ દિવસે
હતું. સવારના પ્રવચન પછી માનસ્તંભ પાસે પૂ. ગુરુદેવશ્રીએ
માંગલિક સંભળાવ્યા બાદ, પૂ. બેનશ્રીબેનજીના સુહસ્તે
માનસ્તંભજીનો આરસ સ્થાપિત થયો હતો.

PDF/HTML Page 4 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૨૩ :
ધર્મી જીવની પ્રવૃત્તિ
ધર્મી જીવને કેવી પ્રવૃત્તિથી ધર્મ થાય છે તે અહીં
સમજાવ્યું છે : ધર્મી જીવોને દેહાદિની બાહ્ય પ્રવૃત્તિને લીધે
ધર્મ થતો હશે–એમ અજ્ઞાનીઓને બાહ્યદ્રષ્ટિથી લાગે છે પણ
તે માત્ર ભ્રમણા જ છે. ધર્માત્મા તો પોતાના શુદ્ધ–આત્માને
દેહાદિ સમસ્ત પરપદાર્થોથી ભિન્ન જાણીને તેમાં જ પ્રવૃત્તિ
કરે છે અને તે શુદ્ધાત્મ–પ્રવૃત્તિથી જ ધર્મીને ધર્મ થાય છે.
આ રીતે પોતાના શુદ્ધાત્માને જાણીને તેમાં પ્રવૃત્તિ કરવી તે
જ ધર્મી જીવની પ્રવૃત્તિ છે. આવી શુદ્ધાત્મ–પ્રવૃત્તિ કઈ રીતે
થાય તે આ પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રી સમજાવે છે.

આત્માને કઈ પ્રવૃત્તિથી ધર્મ થાય તેની આ વાત છે. આત્માના ધર્મની પ્રવૃત્તિ આત્માથી બહાર ન
હોય; શરીરાદિ પદાર્થો આત્માની બહાર છે, તેમાં આત્માના ધર્મની પ્રવૃત્તિ રહેતી નથી. પહેલાંં જે જીવ દેહાદિથી
ભિન્ન પોતાના શુદ્ધઆત્માને જાણે તેને તેમાં પ્રવૃત્તિ થાય, અને એવી શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ કરવી તેનું નામ ધર્મ છે.
જેણે પોતાના શુદ્ધ આત્માને જાણ્યો નથી તેને તેમાં પ્રવૃત્તિરૂપ ધર્મ થતો નથી. શરીરાદિ પર વસ્તુ કે તેના લક્ષે
થતા શુભાશુભ ભાવ તે કોઈ મને શરણ નથી, હું તેનાથી રહિત શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છું, મારું ધુ્રવસ્વરૂપ જ મને
શરણ છે–એમ જેણે જાણ્યું છે તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા ધર્મ થાય છે.
‘હું જ્ઞાનસ્વભાવી આત્મા છું, શરીરાદિ કોઈ ભિન્ન પદાર્થો મને શરણરૂપ નથી, ક્ષણિક અવસ્થામાં વિકાર
થાય તે પણ મારું કાયમી સ્વરૂપ નથી. હું કાયમી જાણનાર દેખનાર સ્વરૂપે ધુ્રવ છું–આવો મારો ધુ્રવસ્વભાવ જ
મને શરણભૂત છે’–એમ શુદ્ધઆત્માને જાણીને તેમાં જ પ્રવૃત્તિદ્વારા શુદ્ધ–આત્મપણું હોય છે. ધુ્રવઆત્માને જાણીને
તેમાં પ્રવૃત્તિ કરવી તે જ ધર્મ છે; અને એ જ ધર્મી જીવની પ્રવૃત્તિ છે.
શુદ્ધાત્માનું જ્ઞાન અને તેમાં પ્રવૃત્તિ–એમ ક્રમથી વાત સમજાવી છે, પણ ખરેખર તો જ્યાં શુદ્ધઆત્મા તરફ
વળીને તેનું જ્ઞાન કર્યું ત્યાં તે જ્ઞાન ભેગી જ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ થઈ ગઈ અને મોહનો ક્ષય થઈ ગયો. પહેલાંં
શુદ્ધઆત્માને જાણ્યો, પછી તેમાં પ્રવૃત્તિ થઈ અને પછી મોહનો ક્ષય થયો–એમ ક્રમભેદ નથી.
જુઓ આ પ્રવૃત્તિ! દેહની પ્રવૃત્તિથી કે શુભરાગની પ્રવૃત્તિથી ધર્મ નથી પણ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિથી જ
ધર્મ થાય છે. પહેલાંં સત્સમાગમે આવા શુદ્ધઆત્માને ખ્યાલમાં લેવો જોઈએ. જ્ઞાનને અંતર્મુખ કરીને શુદ્ધ
આત્માને જાણતાં અંદરમાં પરથી જુદા પડવાની પ્રવૃત્તિરૂપ જે ક્રિયા થાય તે ધર્મ છે. માટે દેહાદિની પ્રવૃત્તિથી ધર્મ
થાય એ માન્યતા છોડીને શુદ્ધાત્મામાં પ્રવૃત્તિરૂપ ક્રિયાનો અભ્યાસ કરવો જોઈએ. સ્થૂળ દ્રષ્ટિવાળા લોકો શરીર
હાલે–ચાલે તેને જ ક્રિયા સમજે છે; પરંતુ, માત્ર શરીર હાલે–ચાલે તેનું નામ જ ‘ક્રિયા’ નથી પણ અંદર
આત્માની ઓળખાણ કરીને તેમાં એકાગ્ર થવું તે પણ ક્રિયા છે ને તે જ ધર્માત્માની ધર્મક્રિયા છે. શરીરની ક્રિયા
તે તો જડની ક્રિયા છે.
જે જીવ શુદ્ધાત્માને જાણે છે તેને તેમાં જ પ્રવૃત્તિ વડે શુદ્ધતા થાય છે, બહારની કોઈ પ્રવૃત્તિથી
આત્માને શુદ્ધતા થાય–એમ બનતું નથી. કોઈને એમ લાગે કે શુદ્ધ આત્માને જાણ્યા પછી તો બહારથી કાંઈ
પ્રવૃત્તિ કરવાનું આવતું

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ૧૧૦
હશે ને?–તો કહે છે કે ના; શુદ્ધ આત્માને જાણ્યા પહેલાંં કે પછી ક્યારેય પણ બહારની પ્રવૃત્તિ તો આત્મા
કરી શકતો જ નથી; જીવ બહુ તો પોતામાં રાગ–દ્વેષ–મોહની પ્રવૃત્તિ કરે, તે અધર્મી જીવની પ્રવૃત્તિ છે.
મારો શુદ્ધ આત્મા ધુ્રવ છે તે જ મને શરણભૂત છે, એ સિવાય સમસ્ત પર દ્રવ્યનો સંયોગ અધુ્રવ છે, તે
મને શરણભૂત નથી–એમ સત્સમાગમે પાત્રતાથી જાણીને, પોતાના શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિ કરવી તે ધર્મ
છે, અને એ જ ધર્મી જીવની પ્રવૃત્તિ છે.
શરીર–મન–વાણી વગેરે જડની અવસ્થાથી જુદો ને પુણ્ય–પાપની લાગણીથી પણ પાર એવો ધુ્રવ
જ્ઞાનાનંદસ્વભાવી મારો આત્મા છે તે જ મને શરણરૂપ છે. કોઈ પણ સંયોગ મને શરણરૂપ નથી; અને તે
સંયોગના લક્ષે પર્યાયમાં જે ક્ષણિક શુભ–અશુભ પરિણામ થાય છે તે વિકારી પરિણામ વડે બહારમાં કાંઈ
થતું નથી તેમ જ તે પરિણામ વડે અંર્તસ્વભાવમાં પણ વળી શકાતું નથી માટે તે વિકારી પરિણામો
નિરર્થક છે, તે કોઈ મને શરણભૂત નથી; મારો ચૈતન્યસ્વભાવ જ ધુ્રવ હોવાથી મને શરણભૂત છે.–આમ
જેણે પોતાના શુદ્ધ આત્માના શ્રદ્ધાજ્ઞાન કર્યાં તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધ–આત્મપણું હોય છે; આ
સિવાય બીજા કોઈ કારણે શુદ્ધ–આત્મપણું થતુ નથી. શુદ્ધ આત્મસ્વભાવને જાણ્યા પછી કોઈ બીજી
પ્રવૃત્તિથી શુદ્ધતા થતી નથી પરંતુ પછી પણ તે શુદ્ધાત્મામાં જ પ્રવૃત્તિથી આત્માને શુદ્ધતા થાય છે.
બહારની પ્રવૃત્તિ તો આત્મા કરી શકતો જ નથી, એટલે પહેલાંં કે પછી તે કરવાનો પ્રશ્ન જ રહેતો નથી.
પરથી તો આત્મા ત્રણેકાળે જુદો છે. પરથી ભિન્ન શુદ્ધ આત્માને જાણ્યા પછી તેમાં જ પ્રવૃત્તિથી મોહનો
નાશ થાય છે, મોહના નાશ માટે આથી જુદો કોઈ ઉપાય નથી.
ઘણા પૂછે છે કે આત્માની સમજણ પછી તો આ દેહાદિની ક્રિયા કરવાનું આવશે ને? પણ જ્ઞાની
કહે છે કે અરે ભાઈ! આત્મા જે કરી શકતો હોય તેમાં ‘પહેલાં કે પછી’ કરવાનો પ્રશ્ન ઊઠે ને? દેહાદિની
ક્રિયા–કે જે આત્મા કદી કરી શકતો જ નથી તેમાં પહેલાંં કે પછી કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? જેમ કોઈ
પૂછે કે સસલાનાં શીંગડા હમણાં કાપવા કે પછી? –પણ સસલાનાં શીંગડાં છે જ નહિ તો પછી તેમાં
‘હમણાં કે પછી’ કાપવાનો પ્રશ્ન જ ક્યાંથી હોય? તેમ કોઈ કહે : શરીર વગેરેની ક્રિયા કરવાનું પછી તો
આવશે ને? તો જ્ઞાની તેને કહે છે કે અરે ભાઈ! તું એટલું તો સમજ કે તું આત્મા છે ને આ શરીર તો
જડ છે, તે જડની ક્રિયા તું કરી શકતો નથી. જો આટલું સમજ તો ‘શરીરની ક્રિયા ક્યારે કરવી’ એવો
પ્રશ્ન જ ઊઠશે નહિ. પહેલાંં કે પછી જે કરી શકાતું હોય તે કરવાનું આવે, કે જે ન કરી શકાતું હોય તે
કરવાનું આવે? પહેલાંં અજ્ઞાનભાવ વખતે પણ જીવ માત્ર વિકારને જ કરે છે, શરીરની ક્રિયાને ય તો
તેણે કદી કરી નથી. અને સમજ્યા પછી પણ આત્મામાં એકાગ્રતારૂપી ક્રિયા જ કરવાનું આવે છે. પોતાના
શુદ્ધ ધ્રુવસ્વભાવને જાણીને તેમાં જ પ્રવૃત્તિથી ધર્મ થાય છે. વચ્ચે પૂજા–ભક્તિ–દયા–દાન–યાત્રા–
સ્વાધ્યાય–વ્રત વગેરે શુભભાવરૂપ પ્રવૃત્તિ આવે પણ તે પ્રવૃત્તિથી ધર્મ નથી. સાક્ષાત્ સર્વજ્ઞદેવ તરફનો
રાગ તે પણ પુણ્યપ્રવૃત્તિ છે, ધર્મપ્રવૃત્તિ નથી. વચ્ચે ધર્મીને તે શુભરાગ ભલે હો, પણ તે રાગની પ્રવૃત્તિ
વડે કલ્યાણ થતું નથી, કલ્યાણ તો શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિથી જ થાય છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર એ ત્રણે ય શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિથી જ થાય છે.
કોઈ નિમિત્તના અવલંબન દ્વારા, વિકાર દ્વારા કે વ્યયહારની શુભપ્રવૃત્તિ દ્વારા ધર્મ થતો નથી પણ
શુદ્ધઆત્મામાં પ્રવૃત્તિ દ્વારા જ ધર્મ થાય છે. ધર્મી જીવ ક્ષણે ક્ષણે આવી પ્રવૃત્તિ કરે છે; ધર્મી જીવની આ
પ્રવૃત્તિ અજ્ઞાનીને બહારની આંખેથી દેખાય તેમ નથી. અને અજ્ઞાની જીવ ક્ષણે ક્ષણે બહારની પ્રવૃત્તિનો
અહંકારભાવ કરીને પોતામાં અધર્મની પ્રવૃત્તિ કરે છે. ધર્મ તે કોઈ બાહ્ય પ્રવૃત્તિથી મળતી ચીજ નથી પણ
આત્માની સ્વતંત્ર સ્વાલંબી દશા છે, તે આત્મામાં જ પ્રવૃત્તિથી થાય છે.
પહેલાંં માર્ગ નક્કી કરવો જોઈએ કે ધર્મની રીત શું છે?–ક્યે ઠેકાણે એકાગ્ર થવાથી મારું હિત
થાય? મારા શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવને ધુ્રવ જાણીને તેમાં એકાગ્રતા કરું તે જ મારો ધર્મ છે, બીજી પ્રવૃત્તિ
વચ્ચે આવે તો ભલે હો, પણ તે પ્રવૃત્તિમાં મારો ધર્મ નથી. સંયોગો અને

PDF/HTML Page 6 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૨૫ :
નિમિત્તો તો મારાથી તદ્ન જુદી પર વસ્તુઓ છે, તેમના દ્વારા મારું કલ્યાણ હોય નહિ, ને પુણ્યપરિણામ પણ
પરાશ્રિત વિકારી ભાવ છે તેના દ્વારા પણ મારું કલ્યાણ નથી. સંયોગોથી અને વિકારથી ભિન્ન હું જ્ઞાતાસ્વભાવી
ધુ્રવ છું, મારા ધુ્રવસ્વભાવના આશ્રયે જ મારું કલ્યાણ છે–આમ જેણે જ્ઞાન દ્વારા નિશ્ચય કર્યો તેને તેમાં જ
પ્રવૃત્તિથી કલ્યાણ થાય છે. આવી ધર્મની રીત છે.
અહો! જ્ઞાનપ્રકાશી ભગવાન આત્માનો નિર્ણય કર્યા વગર જીવને કદી ધર્મ થાય નહિ. જીવે
અનંતકાળમાં બધું કર્યું પણ ‘હું પોતે જ્ઞાનસ્વભાવી છું’ એમ પોતાના સ્વભાવનો નિર્ણય કદી કર્યો નથી.
સ્વસન્મુખ થઈને ‘હું જ્ઞાન છું’ એવો નિર્ણય કરવો તે અનંતકાળે નહિ કરેલ અપૂર્વ ચીજ છે. ‘હું જ્ઞાન છું’ એમ
અંતરમાં જ્ઞાનવસ્તુનો નિર્ણય અને અનુભવ કરવો તે આખા જૈનશાસનનો સાર છે. કુંદકુંદ ભગવાન પણ
સમયસારની પંદરમી ગાથામાં કહે છે કે જે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા
પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે. કોઈ પૂછે કે પહેલાંં
અમારે શું કરવું? તો કહે છે કે ‘હું જ્ઞાનસ્વરૂપ છું’–એવો અંતરમાં નિર્ણય કરીને તેનો અનુભવ કરવો. પાત્ર
થઈને અંતરમાં આ વાત સમજવા માગે તો આઠ વર્ષની બાલિકા પણ ક્ષણમાં સમજી જાય છે, અને ન સમજવા
માગે તો દ્રવ્યલિંગી થઈને અબજો વર્ષ સુધી વ્યવહારચારિત્ર પાળનારા પણ નથી સમજતા. અંતરમાં શુદ્ધ
આત્મતત્ત્વ સિવાય બીજે રુચિ પડી હોય તો આ વાત ક્યાંથી સમજાય? અંતરમાં જેને શુદ્ધઆત્મા સમજવાની
રુચિ થાય તે આ વાત બરાબર સમજી શકે; અને જે જીવ આ વાત સમજે તેનો જ્ઞાન અને વૈરાગ્ય જુદી જાતનો
હોય છે.
આત્મામાં સમ્યગ્દર્શન કેમ થાય અને મોહ કેમ ટળે તેની આ વાત છે. શુદ્ધાત્માને ધુ્રવ જાણીને તેમાં
પ્રવૃત્તિ કરતાં સમ્યગ્દર્શન થાય છે ને મોહ ટળે છે. ખરેખર શુદ્ધાત્માનું જ્ઞાન અને તેમાં પ્રવૃત્તિ બંને એકસાથે જ
છે. જ્યાં શુદ્ધાત્માને જાણ્યો ત્યાં જ્ઞાન તે તરફ વળી ગયું–એટલે શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ થઈ જ ગઈ. કોઈ એમ કહે કે
‘અમે શુદ્ધ આત્માને જાણ્યો છે પણ અમારી પ્રવૃત્તિ તો હજી બહારમાં જ રહે છે, શુદ્ધ આત્મામાં જરા ય પ્રવૃત્તિ
થતી નથી’–તો એમ કહેનારે શુદ્ધ આત્માને ખરેખર જાણ્યો જ નથી. શુદ્ધ આત્માના અપાર મહિમાને જાણે અને
તેમાં શ્રદ્ધા–જ્ઞાનની પ્રવૃત્તિ ન થાય–એમ બને જ નહિ. અહીં પહેલાંં તો સમ્યગ્દર્શનની પ્રવૃત્તિની વાત છે, તે જ
પહેલો ધર્મ છે. આ સિવાય, મિથ્યાદ્રષ્ટિઓ બીજી રીતે ધર્મ મનાવે છે તે ધર્મની રીત નથી.
શ્રી જિનમંદિર, જિનપ્રતિમા વગેરે બહારનું તો જે સમયે બનવાનું હોય તે સમયે તેના કારણે બને છે;
જેને ધર્મનો પ્રેમ હોય એવા જીવને પોતાના કારણે તે પ્રકારનો શુભભાવ થાય, પણ બહારની ક્રિયા તેના
શુભભાવને કારણે થતી નથી, તેમ જ બહારમાં જિનમંદિર વગેરે થવાનું હતું તેને કારણે જીવને શુભરાગ થયો
છે–એમ પણ નથી. દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. બહારની જે ક્રિયા થઈ તેનાથી તો જીવને ધર્મ નથી ને
શુભભાવથી પણ ધર્મ નથી; સંયોગથી અને રાગથી રહિત એવા આત્મસ્વભાવને સમજે તો પોતાના આત્મામાં
ધર્મની પ્રતિષ્ઠા થાય, અને તેણે પોતાના આત્મામાં ખરેખર ભગવાનને સ્થાપ્યા. ‘સિદ્ધસમાન સદા પદ મેરો’
એમ પોતાના આત્મામાં જેણે સિદ્ધપણું સ્થાપ્યું તેણે પોતાના આત્મામાં ભગવાનને પધરાવ્યા, અને તે જીવ
ભગવાનનો નંદન થયો.
જિનમંદિર બાંધીને તેમાં શ્રી વીતરાગી ભગવાનની પ્રતિષ્ઠા કરું–આવા પ્રકારનો શુભ વિચાર તો જ્ઞાની
તેમ જ અજ્ઞાની બંનેને આવે; પણ ‘બહારની ક્રિયા હું કરું છું’–એવી ઊંધી માન્યતાવાળો અજ્ઞાની જીવ તે શુભ
વખતે મિથ્યાત્વના મોટા પાપસહિત પુણ્યને બાંધે છે, અને ધર્માત્મા જ્ઞાનીને તે શુભ વખતે ચિદાનંદમૂર્તિ શુદ્ધ–
આત્માનું અંતરમાં ભાન છે, ‘આ શુભ વડે હું બહારનું કામ કરું છું’ –એમ સ્વપ્ને પણ તે માનતા નથી તેમ જ તે
શુભરાગથી આત્માને ધર્મ થાય છે એમ પણ માનતા નથી; શુભવિકલ્પ વખતે પણ અંદરની સમ્યક્શ્રદ્ધાના જોરે
શુદ્ધ આત્મા તરફનું વલણ રહે છે, તેનાથી જ ધર્મીને ધર્મ થાય છે. એ રીતે ધર્મનો આધાર તો આત્મા જ છે.
લોકો બાહ્ય પ્રવૃત્તિના આધારે ધર્મ માનીને ભટકી રહ્યા છે. પણ હજી આત્મા પોતાના સ્વભાવથી શુભરાગનો ય
કર્તા નથી તો પછી બહારમાં જડની પ્રવૃત્તિને આત્મા કરે અને તેનાથી આત્માને ધર્મ થાય–એ વાત ક્યાં રહી? ?
–તે તો માત્ર અજ્ઞાની જીવોની ભ્રમણા છે.
–પ્રવચનસાર ગા. ૧૯૪ ઉપરના પ્રવચનમાંથી.
૨૪૭૫ જેઠ સુદ ૧.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ૧૧૦
અપૂર્વ કલ્યાણ કોને પ્રગટે?
પરથી મને લાભ છે, પરનું કાંઈક હું કરી શકું છું, પર મારે તાબે છે–
આવી બુદ્ધિ જ્યાં સુધી જીવને રહે ત્યાં સુધી પરમાં ઈષ્ટ–અનિષ્ટપણાની મિથ્યા
કલ્પના તેને ટળતી નથી અને પોતાના કલ્યાણમાં તેની બુદ્ધિ લાગતી નથી. હજી
તો પરનું કરવાનો બોજો પોતાના માથે માનીને ફરે તે પોતાના કલ્યાણનો
વિચાર કરવા ક્યાંથી નવરો થાય? માટે જેને પોતાનું કલ્યાણ કરવાની ભાવના
હોય તેણે, પરથી મને લાભ–નુકસાન થાય કે હું પરનું કાંઈ ભલું–બુરું હું કરી
દઉં–એવા પ્રકારની ઊંધી માન્યતા ઉપર મીંડા મૂકીને, પરથી ભિન્ન નિરાલંબી
સ્વાધીન આત્મસ્વભાવને માન્યે જ છૂટકો છે. પોતાના આત્માને પરથી છૂટો
માને તો પર તરફથી પાછો ફરીને આત્માના આશ્રયે પોતાનું કલ્યાણ કરે.
આત્મા પરનું કાંઈ કરે અથવા તો પરને લીધે આત્માનું હિત થાય–એ વાત તો
દૂર રહો.....પરંતુ......મનના અવલંબને જે શુભ વિકલ્પ ઊઠે તેનાથી પણ
આત્માને ધર્મ કે હિત નથી; શુભ–વિકલ્પ પણ આત્માના ગુણનો રોધક છે.
પુણ્ય–પાપરૂપ વિકારથી આત્મગુણને મદદ થાય–એમ માનનારે ગુણને અને
વિકારને એકમેક માન્યા છે, વિકારથી ભિન્ન આત્મસ્વભાવને તેણે જાણ્યો નથી,
એટલે તેને પણ કલ્યાણ ક્યાંથી પ્રગટે? જેમાંથી કલ્યાણ પ્રગટે છે એવા આત્માને
જાણ્યા વિના શેમાંથી કલ્યાણ લાવશે? પરથી ભિન્ન અને વિકારથી રહિત સ્વતંત્ર
નિર્વિકારી આત્મસ્વભાવને જે જાણે તેને જ તેમાં એકાગ્રતા વડે અપૂર્વ
આત્મકલ્યાણ પ્રગટે છે.
–પ્રવચનમાંથી.
જ્ઞાનીના હૃદયમાંથી કરુણા ઝરે છે....
“હે ભાઈ! પરની ચિંતા છોડીને તારું પોતાનું કલ્યાણ કેમ થાય તેનો
તું વિચાર કર...તું તારું સુધાર. તારા હિત માટે તું અંતર્મુખ સ્વભાવમાં
જો.....ને તારા પૂર્ણ સ્વરૂપને લક્ષમાં લે... ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી
જશે. બહારમાં તો ભલે ગમે તેમ થાય પણ તું તારા આત્મતત્ત્વને સમજ. તે
સમજવાથી જ તારું કલ્યાણ થશે ને ભવથી નિવેડા આવશે.’ –આત્મા પરનું
તો કાંઈ કરી શકતો નથી છતાં અજ્ઞાની માત્ર અભિમાન કરીને ભવસમુદ્રમાં
ભટકે છે; એવા જીવો ઉપર કરુણા કરીને, તેઓના હિતનો આવો ઉપદેશ
જ્ઞાનીઓએ કર્યો છે. અહો! આ વાત તો જગતને પહેલી સમજવા જેવી છે.
બીજું તો ભલે આવડે કે ન આવડે પણ આ વાત જરૂર સમજવા જેવી છે.
આ સમજ્યા વિના કલ્યાણ થવાનું નથી. જે આ સમજશે તેના ભવથી
નિવેડા આવશે. આત્માનું પોતાનું હિત કરવા માટેની આ વાત છે
–પ્રવચન ઉપરથી.

PDF/HTML Page 8 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૨૭ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
[ગતાંકથી પૂર્ણ]
(૧) આત્માની પ્રકાશશક્તિ કોઈ પરના આશ્રયે રહેલી નથી, તેથી પરની સામે જોઈને તે શક્તિની
પ્રતીત થતી નથી;
(૨) આત્માની પ્રકાશશક્તિ વિકારના આશ્રયે રહેલી નથી, તેથી વિકારની સામે જોઈને પણ તે શક્તિની
પ્રતીત થતી નથી.
(૩) આત્માની પ્રકાશશક્તિ ત્રિકાળ છે તે ક્ષણિક પર્યાયના આશ્રયે રહેલી નથી, તેથી પર્યાયની સામે
જોઈને પણ તેની પ્રતીત થતી નથી.
(૪) આત્મામાં એક પ્રકાશશક્તિ જુદી રહેલી નથી, એટલે અનંત શક્તિના પિંડમાંથી એક શક્તિનો ભેદ
પાડીને લક્ષમાં લેતાં પણ તેની યથાર્થ પ્રતીતિ થતી નથી.
(પ) અનંત ધર્મનો પિંડ આત્મા છે તેના જ આશ્રયે આ પ્રકાશશક્તિ રહેલી છે, તેથી તે અભેદ આત્માની
સામે જોઈને જ આ શક્તિની યથાર્થ કબૂલાત થાય છે. જ્યાં અભેદ આત્માની દ્રષ્ટિ થઈ ત્યાં એકસાથે અનંતશક્તિઓ
પંચમકાળના તીર્થંકર અને પંચમકાળના ગણધર
[–તેમણે કહેલો સમસ્ત જિનશાસનનો સાર–]
શ્રી સમયપ્રાભૃતના મૂળ સૂત્રોની રચના કરનાર ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ
લગભગ બે હજાર વર્ષ પહેલાંં આ ભરતભૂમિમાં સાક્ષાત્ મોજૂદ વન–જંગલમાં વસતા
હતા....તેઓશ્રી મહાન દિગંબર સંત હતા; અહો! આ પંચમકાળમાં તેઓશ્રીએ તીર્થંકર જેવું
કામ કર્યું છે. અને આ શાસ્ત્રના ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પણ લગભગ એક હજાર
વર્ષ પહેલાંં થયેલા મહામુનિ હતા, તેઓશ્રીએ પંચમકળમાં ગણધર જેવું કામ કર્યું છે.
આવા મહાસમર્થ...આભના થોભ જેવા સંતો સમયસારની પંદરમી ગાથામાં
સમસ્ત જિનશાસનનો મર્મ ખુલ્લો મૂકતાં કહે છે કે :
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं।
अपदेससन्तमज्झं पस्सदि जिणसासणं सव्वं।।१५।।
જે પુરુષ આત્માને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત
અને અસંયુક્ત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે,–કે જે જિનશાસન બાહ્ય
દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
ટીકા:–‘જે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા
પાંચ ભાવો–સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની
અનુભૂતિ છે.’
પોતાના શુદ્ધઆત્માથી ભિન્ન કાંઈ જિનશાસન નથી, માટે શુદ્ધ આત્માનો
અનુભવ કહો કે સમસ્ત જિનશાસનનો અનુભવ કહો–તે એક જ છે. જેણે પોતાના
શુદ્ધઆત્માને જાણ્યો તેણે સમસ્ત જિનશાસનને જાણી લીધું.
– ચર્ચા ઉપરથી.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ૧૧૦
પ્રતીતમાં આવી ગઈ.
નિમિત્ત વગેરે પરવસ્તુ તો આત્મામાં કદી એક ક્ષણ પણ વ્યાપતી નથી, વિકાર તથા પરોક્ષપણું એક
સમયપૂરતી પર્યાયમાં જ વ્યાપક છે, ત્રિકાળી આત્મામાં તે વ્યાપક નથી, ને આ પ્રત્યક્ષ સ્વસંવેદનરૂપ
પ્રકાશશક્તિ તો આત્મામાં ત્રિકાળ વ્યાપક છે, આખા આત્માના સમસ્ત ગુણ–પર્યાયોમાં તે વ્યાપક છે. જેણે
આત્માની આવી સ્વયંપ્રકાશશક્તિ સ્વીકારી, તેને પર્યાયમાં પરોક્ષજ્ઞાન હોવા છતાં તેનો આદર ન રહ્યો, પણ
ત્રિકાળ સ્વભાવનો જ આદર રહ્યો; તેના આશ્રયે જ સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર અને મોક્ષદશા થાય છે. અહીં તો,
આત્મા સ્વયંપ્રકાશમાન સ્પષ્ટ સ્વાનુભવરૂપ છે એમ અસ્તિથી વાત કરી, પણ પરોક્ષપણું નથી–એમ નાસ્તિની
વાત ન કરી. નિશ્ચયની અસ્તિના અવલંબનમાં વ્યવહારનો નિષેધ આવી જ ગયો.
અજ્ઞાની કહે છે કે ‘નિમિત્ત અને વ્યવહારનાં આશ્રયથી ધર્મ થવાની તમે ના પાડો છો, તો શું નિમિત્ત
નથી?–વ્યવહાર નથી?’–આમ કહીને તે નિમિત્ત અને વ્યવહારના આશ્રયથી લાભ મનાવવા માંગે છે. પણ
જ્ઞાની કહે છે કે અરે ભાઈ! નિમિત્ત અને વ્યવહાર નથી–એમ કોણે કહ્યું?–પણ તેના આશ્રયે લાભ થાય–એવી
વાત ક્યાંથી લાવ્યો? જગતમાં તો બધું ય છે; નિમિત્ત છે–તેથી શું?–શું તેને લીધે આત્માને જ્ઞાન થાય છે?
વ્યવહારનો રાગ અને વિકલ્પ છે–તેથી શું?–શું તેના વડે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર થાય છે? એમ કદી થતું નથી.
જીવને સંસાર છે, પણ શું તે સંસાર છે તેને લીધે આત્માની મુક્તિ થાય છે? જેમ સંસાર છે પણ તે કાંઈ મોક્ષનું
કારણ નથી, તેમ નિમિત્ત અને વ્યવહાર છે પણ તે કાંઈ ધર્મનું કારણ નથી; સંસારનો નાશ થતાં મોક્ષદશા પ્રગટે
છે, તેમ નિમિત્ત અને વ્યવહારનું અવલંબન છોડીને પરમાર્થરૂપ આત્મદ્રવ્યનું અવલંબન કરવાથી ધર્મ થાય છે.
જુઓ, આમાં વ્યવહાર અને નિમિત્ત સ્થપાય છે કે ઉથાપાય છે? વ્યવહાર અને નિમિત્ત છે એમ તો સ્થપાય છે,
પણ તે નિમિત્તના અવલંબનથી ધર્મ થાય કે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થાય તે વાત ઉથાપાય છે; વ્યવહાર અને
નિમિત્તનું અવલંબન કરતાં કરતાં ધર્મ થવાનું જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે–એમ નક્કી કરવું, અને પોતે એવી
માન્યતા છોડીને શુદ્ધસ્વભાવની રુચિ અને અવલંબન કરવું તે કલ્યાણનો ઉપાય છે.
અહો! એકેક શક્તિના વર્ણનામાં આચાર્યદેવે આખો ભગવાન બતાવી દીધો છે; દિવ્યધ્વનિનો સાર, બાર
અંગનો સાર શુદ્ધ આત્મા છે. એવા શુદ્ધ આત્મદ્રવ્યની પ્રતીત તે ધર્મનું પ્રથમ પગથિયું છે, તે જ મુક્તિનું પહેલું
સોપાન છે. પહેલાંં પોતાના શુદ્ધઆત્મદ્રવ્યનો આશ્રય કર્યા વગર સમ્યક્ પ્રતીતિ થતી નથી, અને સમ્યક્ પ્રતીતિ
વગર પોતાને વ્રત–પડિમા કે મુનિપણું માનવું તે તો અરણ્યમાં રુદન કરવા જેવું છે, તે કોણ સાંભળે? આત્માની
સન્મુખ થઈને તેની પ્રતીત કર્યા વગર અંદરથી આત્મા જવાબ આપે તેવો નથી.
જુઓ, આ કોનું વર્ણન ચાલે છે? કોઈ બહારની વસ્તુનું આ વર્ણન નથી, પણ અંદરમાં પોતાની
ચૈતન્યવસ્તુ અનંત ગુણથી પરિપૂર્ણ છે–તેને આચાર્યદેવ ઓળખાવે છે. તારા આત્મામાં પ્રકાશશક્તિ એવી છે કે
જે સ્વયં પ્રકાશમાન છે, લોકાલોકને સ્પષ્ટ જાણે એવું તેનું સામર્થ્ય છે, અને તે પોતાના આત્માના સ્વસંવેદનમય
છે. પોતાને તો સ્વસંવેદનથી પ્રત્યક્ષ જાણે છે ને પરને પણ પ્રત્યક્ષ જાણે છે, પરથી આત્મા જુદો છે માટે તેનું
પ્રત્યક્ષજ્ઞાન ન થાય–એમ નથી; પરથી ભિન્ન હોવા છતાં પરને પણ સ્પષ્ટ–પ્રત્યક્ષ જાણે છે–એવો આત્માનો
પ્રકાશ–સ્વભાવ છે. પ્રત્યક્ષપણું કાંઈ પરમાં નથી રહેતું, પ્રત્યક્ષપણું તો જ્ઞાનમાં છે. વળી કોઈ એમ કહે કે ‘આત્મા
પોતે પોતાને પ્રત્યક્ષ ન જાણી શકે’–તો એમ કહેનારે ચૈતન્યતત્ત્વને આંધળું માન્યું છે એટલે કે ચૈતન્યતત્ત્વને તેણે
જાણ્યું નથી. ચૈતન્યતત્ત્વ આંધળું નથી કે પોતાને પોતાનો અનભવ કરવા માટે કોઈ બીજાની મદદ લેવી પડે!
પણ તે તો એવું સ્પષ્ટ પ્રકાશમાન છે કે પોતે સ્વયં પોતાનો પ્રત્યક્ષ સ્વાનુભવ કરે છે.
કોઈ કહે કે આત્માનો પૂર્ણ પ્રત્યક્ષ અનુભવ તો કેવળીને હોય, નીચલી દશામાં ન હોય. તો તેનું સમાધાન
: અહીં વસ્તુના સ્વભાવની વાત છે, વસ્તુ તો ત્રિકાળી કેવળી જ છે, વસ્તુમાં જો પૂર્ણ પ્રત્યક્ષ કેવળજ્ઞાનનું
સામર્થ્ય ન હોય તો તે આવશે ક્યાંથી? અને જ્યાં આવી વસ્તુની પ્રતીત કરી ત્યાં પોતાને પોતાની મુક્તિની પણ
નિઃશંક ખબર પડે છે. આત્માનો સ્વભાવ સ્વયં પ્રકાશમાન છે એટલે પોતાની પોતાને ખબર પડે છે. ‘અમારી
મુક્તિ કોણ જાણે ક્યારે

PDF/HTML Page 10 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૨૯ :
થશે–એની કાંઈ અમને ખબર ન પડે, અથવા તો આત્મામાં કેટલી શુદ્ધતા થઈ ને કેટલી અશુદ્ધતા ટળી–તેની
પોતાને ખબર ન પડે’––આમ જે માને છે તેણે સ્વયંપ્રકાશમાન આત્માને જાણ્યો જ નથી. પોતાને પોતાની ખબર
ન પડે–એવી વાત આત્મામાં છે જ નહિ. પોતાના અપૂર્વ સ્વાનુભવના વેદનનો પ્રકાશ પોતે જ પોતાની
પ્રકાશશક્તિ કરે છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થતાં આત્માના અપૂર્વ અતીન્દ્રિય આનંદનું વેદન થાય અને તેની
પોતાને ખબર ન પડે–એમ બને જ નહિ, કેમ કે આત્મા પોતે જ સ્વયં પ્રકાશક છે. આત્મા પોતાના પ્રત્યક્ષ
અનુભવથી પ્રકાશમાન છે; એકલા અનુમાનથી પરોક્ષ જાણે કે ‘આત્મા આવો હોવો જોઈએ’–તો તે જ્ઞાન યથાર્થ
નથી. આત્મા એકલા પરોક્ષજ્ઞાનથી પ્રકાશિત થતો નથી, પણ સ્પષ્ટ પ્રગટપણે પોતાના સંવેદનની સાક્ષી લાવવો
પોતે પોતાથી જ પ્રકાશમાન છે, બીજા કોઈની સાક્ષી લેવા જવું પડતું નથી. પોતાના સ્વભાવનું પરિણમન થયું,
પોતાને સ્વભાવનું વારંવાર વેદન થયું–તેને પ્રગટપણે પ્રકાશવાની શક્તિ આત્મામાં ત્રિકાળ છે. કોઈ કહે કે
અમને અમારી ખબર ન પડે. તો તેને કહે છે કે અરે મૂર્ખ! તને તારી ખબર ન પડે!! તું તો ચેતન છો કે જડ
છો? જડને પોતાની કે પરની ખબર ન પડે, પણ ચેતનમાં તો પોતાને તેમ જ પરને જાણવાની પરિપૂર્ણ તાકાત
છે. ભાઈ, તું તારી પૂર્ણ તાકાતને ઓળખ.
પોતે પોતાથી અજાણ્યો રહે–એવો આત્માનો સ્વભાવ જ નથી; ‘ન જાણવું’ એવી શક્તિ જ આત્મવસ્તુમાં
નથી. ‘હું મને ન જણાઉં’ એ તો અજ્ઞાનથી ઊભી કરેલી કલ્પના છે. આત્મા ચૈતન્યપ્રકાશી પ્રભુ છે, તે પોતે
પોતાને બરાબર જાણી શકે છે, પોતે પોતાને સાક્ષાત્ અનુભવ કરી શકે છે, તેમાં શાસ્ત્રને કે ભગવાનને પૂછવા
જવું ન પડે. શાસ્ત્રમાં આત્માનું ગમે તેટલું વર્ણન કર્યું હોય, પણ તે શાસ્ત્રનો મર્મ જાણશે કોણ? જાણનાર તો
આત્મા છે ને! માટે આત્મા પોતે પોતાથી જ પ્રકાશમાન છે.
કેટલાક જીવો એમ શંકા વેદતા હોય છે કે આપણને આપણી કાંઈ ખબર પડતી નથી, ભગવાને જ્ઞાનમાં
જોયું હોય તે ખરું! પણ અરે ભાઈ! તારા જ્ઞાનમાં સંદેહ વેદાતો હોય તો ભગવાન તે પ્રમાણે જાણે, અને તું તારો
અનુભવ કરીને નિઃશંકતા પ્રગટ કર તો ભગવાન તેમ જાણે. જેમ વસ્તુસ્થિતિ હોય તેમ ભગવાન જાણે ને? વળી
‘ભગવાને જ્ઞાનમાં જોયું હોય તે ખરું’–એમ કહ્યું, તો ત્યાં ભગવાનના જ્ઞાનનો નિર્ણય તો તેં કર્યો ને?–તો
ભગવાનના જ્ઞાનનો જે નિર્ણય કરે તે પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કેમ ન કરી શકે? જે જીવ
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરે તેને પોતાના અનુભવની નિઃશંક ખબર પડે છે.
અજ્ઞાનીને આત્માની રુચિ નથી તેથી ત્યાં એમ કહે છે કે અમને આત્માની ખબર ન પડે. પણ ભાઈ! તું
આત્માની રુચિ કરીને તેની સન્મુખતાનો બરાબર પ્રયત્ન કર તો આત્માની ખબર પડ્યા વિના રહે નહિ.
સંસારના વેપાર–ધંધા કે રસોઈ વગેરે કામમાં ‘મને નથી આવડતું’–એમ નથી કહેતા, ત્યાં તો ‘હું જાણું છું’–એમ
પોતાના જાણપણાનું ડહાપણ કરે છે; અને અહીં પોતે પોતાને જાણવાની વાત આવે ત્યાં ના પાડે છે. અરે ભાઈ!
ઊંધી દ્રષ્ટિને લીધે તારા જ્ઞાનમાં સ્વની નાસ્તિ ને પરની અસ્તિ થઈ ગઈ છે. ‘બધાને જાણે છે કોણ?’ –કે હું.
‘તો તને તારી ખબર ન પડે?–તો કહે છે કે ના. વાહ રે વાહ! આશ્ચર્ય છે, ‘અમુક દેશમાં માણસ વગર ચાલે
તેવા એરોપ્લેન નીકળ્‌યા છે, મોટી લડાઈમાં હવે ફલાણો દેશ હારી જશે’ એમ ત્યાં તો પોતાનું જાણપણું બતાવે
છે, ત્યાં તો કાંઈ અજાણપણું નથી બતાવતો; તો હે ભાઈ! ‘આવો મારો ચૈતન્યમૂર્તિ આત્મા છે, મારામાં આવી
અનંતી શક્તિઓ છે અને તેના આશ્રયે અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈને મારી મુક્તિ થશે’–આમ તારા આત્માનું
નક્કી કરવાની શક્તિ તારામાં ખરી કે નહિ? જે પર પદાર્થોને પ્રકાશી રહ્યો છે તેનો પોતાનો સ્વયં પ્રકાશમાન
સ્વભાવ છે, એટલે આત્મા સ્વાનુભવથી પોતાને સ્પષ્ટ જાણે એવો તેનો પ્રકાશસ્વભાવ છે. માટે
આચાર્યભગવાન કહે છે કે હે જીવ! મને મારી ખબર ન પડે–તે વાત હૃદયમાંથી કાઢી નાંખ, અને તારા આત્મામાં
પ્રકશશક્તિ ત્રિકાળ છે તેનો વિશ્વાસ કર, તેની સન્મુખ થઈને પ્રતીતિ કર. પ્રકાશસ્વભાવી આત્માની પ્રતીતિ
કરતાં તને તારા આત્માનું પ્રત્યક્ષ સ્વસંવેદન થઈને અલ્પકાળમાં તારી મુક્તિ થશે.
–આત્માની અનંત શક્તિઓમાંથી
પ્રકાશશક્તિનું વર્ણન પૂરું થયું (૧૨)

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ૧૧૦
કારણ–કાર્યભાવ

પ્રથમ જ સર્વ સિદ્ધાંતનું મૂળ એ છે કે વસ્તુના
કારણ–કાર્ય જાણવા; જેટલા સંસારથી પાર થયા છે તે
સર્વે પરમાત્માનાં કારણ–કાર્ય જાણી જાણીને થયા છે.
ત્રણે કાળે જે પરમાત્માને ધ્યાવવાથી મુક્ત થયા તેના
(–તે પરમાત્માના) કારણ–કાર્ય જો ન જાણ્યા તો તેણે
શું જાણ્યું? (કાંઈ જાણ્યું નથી.) માટે કારણ–કાર્ય
જાણવા જોઈએ.
તે કારણ–કાર્ય કઈ રીતે ઊપજે છે તે કહીએ
છીએ:–
*पुव्वपरिणामजुत्तं कारणभावेण वट्टदे दव्वं।
उत्तरपरिणामजुदं तं चिय कज्जं हवे णियामा।।
સિદ્ધાંતમાં એમ બતાવ્યું છે કે પૂર્વ પરિણમયુક્ત
જે દ્રવ્ય છે તે કારણભાવ (રૂપ) પરિણમેલું છે (અને)
ઉત્તર પરિણામયુક્ત જે દ્રવ્ય છે તે કાર્યભાવ (રૂપ)
પરિણામેલું છે. કેમ કે પૂર્વ પરિણામ ઉત્તર પરિણામનું
કારણ છે, પૂર્વ પરિણામનો વ્યય તે ઉત્તર (પરિણામ) ના
ઉત્પાદનું કારણ છે. જેમ–માટીના પિંડનો વ્યય ઘટ કાર્યનું
કારણ છે.
કોઈ પ્રશ્ન કરે કે– ઉત્તર પરિણામના ઉત્પાદમાં
શું કાર્ય થાય છે?
તેનું સમાધાન–સ્વરૂપલાભ લક્ષણવાળો ઉત્પાદ
છે, સ્વભાવ પ્રચ્યવન લક્ષણવાળો વ્યય છે; તેથી
સ્વરૂપલાભમાં કાર્ય છે.–આ નિઃસંદેહ જાણો.–ઉત્પાદના
કાર્યરૂપ સ્વરૂપ–લાભ) પરમાત્મામાં સમયે સમયે થાય
છે. માટે હે સંતો! એવા કારણ–કાર્યને પરિણામ દ્વારા
જાણો કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.
વસ્તુના ઉપાદાનના બે ભેદ કહ્યા છે, તે કહીએ
છીએ:– અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે–
* જુઓ, સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૨૨૨ અને ૨૩૦.
૧. જુઓ, ગુજ. પ્રવચનસાર પૃ ૧૫૦.
૨. જુઓ, શ્લોક ૫૮ ની ટીકા, પૃ. ૨૧૦
त्यक्ताडत्यक्तात्मरूपं यत् पूर्वापूर्वेण वर्तते।
कालत्रयेडपि तद्द्रव्यमुपादानमिति स्मृतम्।।
यत्स्वरूपं त्यजत्येव यन्नात्यजति सर्वथा।
तन्नोपादानमर्थस्य क्षणिकं शाश्वतं यथा।।
અર્થ:–દ્રવ્યનો ત્યક્ત સ્વભાવ તો પરિણામ
(રૂપ)–વ્યતિરેક સ્વભાવ છે, અને અત્યક્ત સ્વભાવ
ગુણરૂપ–અન્વય–સ્વભાવ છે. તે ગુણ તો પૂર્વે હતા તે
જ રહે છે, પરિણામ અપૂર્વ–અપૂર્વ થાય છે. આ દ્રવ્યનું
ઉપાદાન છે તે પરિણામને તો તજે છે પણ ગુણને
સર્વથા તજતું નથી; તેથી
પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ શાશ્વત
ઉપાદાન છે. વસ્તુ ઉપાદાનથી સિદ્ધ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે ઉત્પાદાદિ જીવાદિકથી
ભેદસ્વરૂપે સધાય છે કે અભેદરૂપ સધાય છે? જો
અભેદરૂપ સધાય છે તો ત્રિલક્ષણપણું ન હોય, જો
ભેદરૂપ સધાય છે તો સત્તાભેદ થતાં સત્તા ઘણી થઈ,
ત્યાં, વિપરીતતા થાય છે.
તેનું સમાધાન:–લક્ષણભેદ છે, સત્તાભેદ નથી,
તેથી સત્તા અપેક્ષાએ અભેદ અને સંજ્ઞાદિ (અપેક્ષાએ)
ભેદ જાણવો. વસ્તુની સિદ્ધિ ઉત્પાદ–વ્યય–ધુ્રવ ત્રણેથી
છે. અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે.–
पयोव्रतो न दध्यत्ति न पयोडत्ति दधिव्रतः।
अगोरसन्नतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम्।। ६०।।
घट मौलि–सुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम्।
शोक–प्रमोद–माध्यस्थं जनो याति सहेतुकम्।। ६१।।
[દેવાગામ–આપ્તમીમાંસા]
જેમ કોઈ પુરુષે દૂધનું વ્રત લીધું છે કે હું દૂધ જ
પીશ. તે દહીનું ભોજન કરતો નથી, અને જેને દહીંનું
વ્રત છે તે દૂધનું ભોજન કરતો નથી, તથા જેને
ગોરસનો
(અનુસંધાન પૃષ્ઠ ૩૨ ઉપર)

PDF/HTML Page 12 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૩૧ :
એક સમયનાં
કારણ–કાર્યમાં ત્રણ ભેદ

સમય સમય(નાં) કારણ કાર્ય દ્વારા આનંદનો
વિલાસ થાય છે. તે કારણ કાર્ય પરિણામથી છે. પૂર્વ
પરિણામ કારણ છે તે ઉત્તર પરિણામ(રૂપ) કાર્યને કરે
છે. તે એક જ કારણ–કાર્યમાં ત્રણ ભેદ સધાય છે, તે
કહીએ છીએ. જેમ ષટ્ગુણી વૃદ્ધિ–હાનિ એક સમયમાં
સધાય છે તેમ એક વસ્તુના પરિણામમાં ભેદ
કલ્પનાદ્વાર વડે કારણ–કાર્યનાં ત્રણ ભેદ સાધીએ છીએ.
(તે આ પ્રમાણે–) દ્રવ્ય કારણ–કાર્ય, ગુણ કારણ–કાર્ય
અને પર્યાય કારણ–કાર્ય. પ્રથમ દ્રવ્યના કારણ–કાર્ય
કહીએ છીએ–
દ્રવ્યના કારણ–કાર્ય
(૧) દ્રવ્ય પોતે જ પોતાના સ્વભાવથી પોતાનું
કારણ છે અને પોતે જ કાર્યરૂપ છે; અથવા,
(૨) ગુણ–પર્યાય તે દ્રવ્યનું કારણ છે (અને
દ્રવ્ય કાર્ય છે). ગુણ પર્યાયવાન્ દ્રવ્ય આવું સૂત્રનું
વચન છે;
(૩) પૂર્વ પરિણામયુક્ત દ્રવ્ય કારણ છે અને
ઉત્તર પરિણામયુક્ત દ્રવ્ય કાર્ય છે; અથવા,
(૪) ‘સત્’ કારણ છે અને દ્રવ્ય કાર્ય છે;
અથવા
(૫) ‘द्रवत्वयोगात् द्रव्य’ (એટલે કે
દ્રવત્વના યોગથી દ્રવ્ય છે) –દ્રવત્વગુણ કારણ છે અને
દ્રવ્ય કાર્ય છે.
દ્રવ્યનાં કારણ–કાર્ય દ્રવ્યમાં જ છે, કેમ કે દ્રવ્ય
પોતે જ પોતાના કારણસ્વભાવપણે પરિણમીને
પોતાના કાર્યને પોતે જ કરે છે. દ્રવ્યમાં જો કારણ–કાર્ય
ન હોય તો દ્રવ્યપણું કેવી રીતે રહે? માટે સંસારમાં
જેટલા પદાર્થો છે તે તે સર્વે પોતપોતાનાં કારણ–કાર્યને
કરે છે. તેથી જીવદ્રવ્યનાં કારણ–કાર્યવડે જીવનું સર્વસ્વ
પ્રગટે છે. જે કાંઈ છે તે કારણ–કાર્ય જ છે [અર્થાત્
કારણ–કાર્યમાં બધું આવી જાય છે]।
૧. જુઓ, તત્ત્વાર્થ સૂત્ર ૫–૩૮.
૨. સ્વામી કાર્તિકેયાનુંપ્રેક્ષા ગા. ૨૨૨; ૨૩૦.
હવે ગુણના કારણ–કાર્ય કહીએ છીએ:–
ગુણનાં કારણ–કાર્ય
(૧) દ્રવ્ય–પર્યાય તે ગુણનું કારણ છે અને
ગુણ કાર્ય છે;
(૨) કેવળ દ્રવ્ય–પર્યાય (ગુણનું) કારણ છે
એટલું જ નહિ પરંતુ ગુણ પણ ગુણનું કારણ છે અને
ગુણ જ કાર્ય છે. એક સત્તાગુણ સર્વે ગુણોનું કારણ છે
અને સર્વે ગુણો (તેનું) કાર્ય છે. એક સૂક્ષ્મ (ત્વ) ગુણ
સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે. એક
અગુરુલઘુ ગુણ સર્વે ગુણોનું કારણ છે અને સર્વે ગુણો
કાર્ય છે. એક પ્રદેશત્વગુણ સર્વે ગુણોનું કારણ છે અને
સર્વે ગુણો કાર્ય છે, આ જ પ્રકારે એકેક ગુણ સર્વે
ગુણોનું કારણ છે અને સર્વે ગુણો કાર્ય છે.
(૩) હવે તે જ ગુણનાં કારણ (કાર્ય) તેમાં
કહીએ છીએ:– સત્તાનું નિજ કારણ સત્તામાં જ છે;
સત્તા, દ્રવ્ય–ગુણ–પર્યાયનાં હોવાપણાંરૂપ લક્ષણવાળી
છે, તેથી ઉત્પાદ–વ્યય–ધુ્રવ કે જે સત્તાનું લક્ષણ છે તે
સત્તાનું કારણ છે અને સત્તા કાર્ય છે. એ જ પ્રમાણે
અગુરુલઘુત્વગુણ નિજકારણવડે નિજ–કાર્યને કરે છે. તે
અગુરુલઘુત્વગુણનો વિકાર (–પરિણમન) ષટ્ગુણી
વૃદ્ધિ–હાનિ છે; એ વૃદ્ધિ–હાનિવડે જ અગુરુલઘુકાર્ય
નીપજ્યું છે, તેથી અગુરુલઘુ પોતે પોતાનું જ કારણ છે.
આ પ્રમાણે સર્વે ગુણો પોતપોતાનું કારણ છે અને
પોતાના કાર્યને પોતે જ કરે છે.
‘અન્યગુણનિમિત્તકારણગ્રાહક નય’ ની વિવક્ષાથી
અન્ય ગુણના કારણથી અન્ય ગુણનું કાર્ય થાય છે;
‘અન્યગુણગ્રાહકનિરપેક્ષ, કેવળ ‘નિજગુણગ્રાહકનય’
ની વિવક્ષાથી નિજ ગુણ પોતે જ નિજનાં કારણ–કાર્યને
કરે છે.
દ્રવ્ય વિના ગુણ હોય નહિ, માટે ગુણકાર્યનું દ્રવ્ય કારણ
છે; પર્યાય ન હોય તો ગુણરૂપ કોણ પરિણમે? માટે
પર્યાય કારણ છે, ગુણ કાર્ય છે. એ પ્રમાણે ગુણકારણ–
કાર્યના અનેક ભેદ છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ૧૧૦
હવે પર્યાયના કારણ–કાર્ય કહીએ છીએ:–
પર્યાયનાં કારણ–કાર્ય
(૧) દ્રવ્ય (તથા) ગુણ તે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય છે; કેમ કે દ્રવ્ય વિના પર્યાય હોય નહિ,–
જેમ સમુદ્ર વિના તરંગ હોતાં નથી તેમ. આ પ્રમાણે પર્યાયનો આધાર દ્રવ્ય છે, દ્રવ્યમાંથી જ પરિણતિ ઊઠે છે.
(આલાપપદ્ધતિમાં) કહ્યું છે કે:–
अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणं।
उन्मज्जंति निमज्जंति जलकल्लोलवज्जले।।
પૃષ્ઠ.૨૬.
અર્થ:–(જળમાં જળના કલ્લોલોની સમાન અનાદિનિધન દ્રવ્યમાં દ્રવ્યના નિજ પર્યાયો પ્રત્યેક સમયમાં
ઉત્પન્ન થાય છે તથા નષ્ટ થાય છે.) આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ્ય છે.
(૨) હવે ગુણ તે પર્યાયનું કારણ છે એ કહીએ છીએ:–ગુણોનો સમુદાય દ્રવ્ય છે; ગુણ વિના દ્રવ્ય ન
હોય, અને દ્રવ્ય વિના પર્યાય ન હોય.–એ રીતે ગુણ તે પર્યાયનું કારણ છે. –એક તો આ વિશેષણ (–પ્રકાર) છે,
અને બીજું ગુણ વિના ગુણપરિણતિ ન હોય માટે ગુણ, પર્યાયનું કારણ છે. ગુણ પર્યાય (રૂપે) પરિણમે છે ત્યારે
ગુણપરિણતિ (એવું) નામ પામે છે, માટે ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે.
(૩) પર્યાયનું કારણ પર્યાય જ છે, ગુણ વિના જ (અર્થાત્ ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા
પર્યાયનું કારણ છે; પર્યાયનું સૂક્ષ્મત્વ પર્યાયનું કારણ છે, પર્યાયનું વીર્ય પર્યાયનું કારણ છે, પર્યાયનું પ્રદેશત્વ
પર્યાયનું કારણ છે. અથવા,
(૪) ઉત્પાદ–વ્યય કારણ છે (ને પર્યાય કાર્ય છે). કેમ કે ઉત્પાદ–વ્યયવડે પર્યાય જાણવામાં આવે છે માટે
તે પર્યાયનું કારણ છે અને પર્યાય (તેનું) કાર્ય છે.
એ પ્રમાણે કાર્ય–કારણના ભેદ છે. વસ્તુનો સર્વરસ સર્વ સ્વકારણ કાર્ય જ છે. કારણ કાર્ય જાણ્યા તેણે સર્વ
જાણ્યું. આ પરમાત્માને અનંત ગુણો છે, અનંત શક્તિ છે, અનંત ગુણોના અનંતાનંત પર્યાયો છે, અનંત ચેતના–
ચિહ્નમાં અનંત, અનંતાનત સપ્તમભંગ સધાય છે. આ વગેરે પ્રકારે વસ્તુનો અનંત મહિમા છે. તે (મહિમાને)
કોઈ ક્યાં સુધી કહે? માટે જેઓ સંત છે તેઓ સ્વરૂપના અનુભવ (રૂપી) અમૃતરસ પીને અમર થાઓ.
(ચિદ્દવિલાસ પૃ. ૯૨–૯૫)
(અનુસંધાન પૃષ્ઠ ૩૦થી ચાલુ)
નિયમ છે કે હું ગોરસ નહિ લઉં, તે ગોરસને ગ્રહણ
કરતો નથી. માટે તત્ત્વ છે તે ત્રણે થઈને છે. દૂધ છે તે
ગોરસનો પર્યાય છે અને દહીં પણ (ગોરસનો) પર્યાય
છે. એક પર્યાયમાત્રને ગ્રહણ કરવાથી ગોરસની સિદ્ધિ
થતી નથી, ગોરસ સર્વ (આખું) (તેમાં) આવી જતું
નથી. તેમ એક ઉત્પાદમાં અથવા વ્યયમાં અથવા
ધુ્રવમાં વસ્તુની સિદ્ધિ થતી નથી, (પણ) વસ્તુ ત્રણે
વડે સિદ્ધ છે. જેમ કોઈ પંચરંગી ચિત્ર છે, (તેમાંથી)
એક જ રંગને ગ્રહવાથી ચિત્રનું ગ્રહણ થતું નથી; તેમ
ઉત્પાદ–વ્યય–ધુ્રવ એ ત્રણેમય વસ્તુ છે, (ઉત્પાદાદિ
કોઈ) એક જ વડે તેનું ગ્રહણ થતું નથી.
જો વસ્તુને ધુ્રવ જ માનો તો બે દોષ લાગે–* એક
તો ધુ્રવનો જ નાશ થાય; ઉત્પાદ–વ્યય વગર (વસ્તુ)
અર્થક્રિયાકારક ન હોય અને અર્થક્રિયા વગર વસ્તુની સિદ્ધિ
ન થાય– (વસ્તુમાં) ષટ્ગુણી વૃદ્ધિ–હાનિ ન થાય; એમ
થતાં (વસ્તુ) અગુરુલઘુ ન રહે ને વસ્તુ હલકી–ભારે
થઈને જડ થઈ જાય, તેથી ચિદ્ધુ્રવતા ન રહે. બીજા એ
દોષ–ક્ષણવર્તી પર્યાય પણ નિત્ય થઈ જાય, એમ થતાં
અધુ્રવ પણ ધુ્રવ થઈ જાય.
વળી કેવળ ઉત્પાદ જ માનીએ તો બે દોષ
લાગે–એક તો ઉત્પાદન કારણ–વ્યયનો અભાવ થાય,
વ્યયનો અભાવ થતાં ઉત્પાદનો અભાવ થાય. બીજો
દોષ એ–જો અસત્નો ઉત્પાદ થાય તો આકાશના
ફૂલની પણ ઉત્પત્તિ દેખાય પણ એ કલ્પના જૂઠી છે.
કેવળ વ્યય જ માનવામાં આવે તો બે દોષ
લાગે–એક તો વિનાશનું (વ્યયનું) કારણ જે ઉત્પાદ
તેનો અભાવ થાય, એમ થતાં વિનાશ પણ હોય નહિ;
કારણ વગર કાર્ય હોય નહિ; બીજો એ દોષ–સત્નો
ઉચ્છેદ થઈ જાય; અને સત્નો ઉચ્છેદ થતાં જ્ઞાનાદિ
ચેતનાનો નાશ થઈ જાય.
માટે (ઉત્પાદ–વ્યય–ધુ્રવ એ) ત્રિલક્ષણરૂપ
વસ્તુ છે.
(–ચિદ્દવિલાસ પૃ: ૩૫ થી ૩૮)
* જુઓ, પ્રવચનસાર ગા.૧૦૦ ટીકા ૧. જુઓ, પ્રવચનસાર ગા. ૧૦૦ ટીકા.

PDF/HTML Page 14 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૩૩ :
“શુદ્ધઆત્માનો અનુભવ કેમ થાય? ”
શુદ્ધાત્માની અનુભૂતિ માટે તલસતો શિષ્ય પ્રશ્ન પૂછે છે
–અને–
શ્રીગુરુ તેને શુદ્ધાત્માના અનુભવની રીત સમજાવે છે

શુદ્ધનયથી આત્માનું સ્વરૂપ કેવું છે તે આચાર્યદેવ ઓળખાવે છે–
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે.૧૪.
આ ગાથા શુદ્ધનયથી આત્માનું સ્વરૂપ બતાવનારી છે. શુદ્ધનયથી આવા આત્માને દેખવો તે સમ્યગ્દર્શન
છે. ‘जो परसदि अप्पाणं...’ અર્થાત્ જે આવા આત્માને દેખે છે તેને હે શિષ્ય! તું શુદ્ધનય જાણ’–એમ કહ્યું
એટલે એવા શુદ્ધાત્માને દેખવાની–અનુભવવાની તાલાવેલી જેના અંતરમાં જાગી છે એવા શિષ્યને માટે આ
શુદ્ધનયનો ઉપદેશ છે. વળી ‘...
तं सुद्धणयं वियाणीहि’ એમ કહીને શ્રી આચાર્યદેવ શિષ્યને શુદ્ધનય જાણવાનું
કહે છે, તો સામે સાંભળનાર શિષ્યમાં પણ શુદ્ધનયને જાણવાની પાત્રતા છે–એમ તે સૂચવે છે. આચાર્યદેવ કહે છે
કે હે શિષ્ય! તું આવા શુદ્ધનયને જાણ!–તો સામે તેવું જાણનાર શિષ્ય ન હોય એમ બને નહિ.
‘શુદ્ધનય’ એટલે શું?
બંધરહિત ને પરના સ્પર્શરહિત, અન્યપણારહિત, ચળાચળતારહિતવિશેષરહિતઅન્યના સંયોગરહિત–
એવા પાંચ ભાવરૂપ શુદ્ધ આત્માને જે જ્ઞાન દેખે છે તેને શુદ્ધનય જાણવો.
જુઓ, અહીં આચાર્યદેવ શુદ્ધઆત્માને જાણવાનું કહે છે : હે શિષ્ય! શુદ્ધનય વડે તું તારા શુદ્ધઆત્માને
જાણ. શુદ્ધ આત્મા સિવાય બીજું અનાદિથી તેં જાણ્યું છે પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ પૂર્વે કદી પણ જાણ્યું નથી તેથી
જ આ સંસારભ્રમણ મટયું નથી. ‘હું ક્રોધી, હું મનુષ્ય, હું પરના સંબંધવાળો’ –એમ અનાદિથી જીવ માની રહ્યો
છે, પણ ક્રોધ વિનાનો, દેહ વિનાનો ને પરના સંબંધ વિનાનો શુદ્ધજ્ઞાયક–મૂર્તિ આત્મા હું છું’–એમ શુદ્ધનયથી કદી
જાણ્યું નથી. માટે આચાર્યદેવ તે જાણવાનો ઉપદેશ આપે છે. આવો શુદ્ધનયનો ઉપદેશ સાંભળવા જે શિષ્ય
જિજ્ઞાસાથી ઊભો છે તે પણ એ જ જાણવા માંગે છે કે પ્રભો! અનાદિકાળથી હું મારા આત્માને અશુદ્ધ અને
સંયોગવાળો જ માનીને અત્યાર સુધી સંસારમાં રખડ્યો, પણ શુદ્ધનયથી મેં મારા આત્માને કદી ઓળખ્યો નહિ;
હવે મારે શુદ્ધનય અનુસાર મારા આત્માનું સ્વરૂપ જાણવા યોગ્ય છે,–કે જે જાણવાથી સમ્યગ્દર્શન થઈને મારી
મુક્તિ થાય. આ પ્રમાણે પોતાના શુદ્ધઆત્માને જાણવાની જ શિષ્યને પ્રધાનતા છે, બીજી અપ્રયોજનભૂત બાબત
જાણવાની પ્રધાનતા નથી. જ્ઞાનના ઉઘાડથી બીજી અપ્રયોજનભૂત વાતો જણાય તો તેનું અભિમાન નથી અને ન
જણાય તો તેનો ખેદ નથી, શુદ્ધ આત્માને જાણવાની જ ધગશ અને ઉત્સાહ છે.
આત્મજ્ઞાની સંતને શોધીને જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે : પ્રભો! શુદ્ધ આત્માની અનુભૂતિ કેમ થાય? શ્રીગુરુ
તેને ઉત્તર આપે છે કે આત્માના ભૂતાર્થસ્વભાવની સમીપ થઈને અનુભવ કરતાં શુદ્ધ આત્માનો અનુભવ થાય
છે. જુઓ, જે શિષ્ય જિજ્ઞાસુ થઈને પૂછે છે તેને શ્રીગુરુ કહે છે કે તું આવા આત્માને જાણ! પણ જેને જિજ્ઞાસા
નથી તેને પરાણે સંભળાવવા નથી જતા. તત્ત્વાર્થસૂત્રમાં
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ એવું પ્રથમ
સૂત્ર છે; તેની ટીકામાં પ્રશ્ન કર્યો છે કે આ સૂત્ર કોના માટે પ્રવર્ત્યું છે? તેના ઉત્તરમાં કહે છે કે જે શિષ્યની
અલ્પકાળમાં મુક્તિ થવાની છે અને વર્તમાનમાં જે મોક્ષમાર્ગના શ્રવણની ઝંખનાવાળો છે–એવા શિષ્યને માટે
આ સૂત્ર પ્રવર્તમાન થયું છે. તેમ અહીં પ્રશ્નકાર શિષ્યને અલ્પકાળમાં ભવભ્રમણથી છૂટકારો

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ૧૧૦
કેમ થાય તેની ઝંખના થઈ છે અને તેથી શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવા માટે પ્રશ્ન પૂછે છે; શુદ્ધ આત્માનો
અનુભવ કેમ થાય તે સાંભળવાની અને સમજવાની ઝંખનાવાળો છે,–એવા શિષ્યને શ્રી આચાર્યદેવ કહે છે કે હે
શિષ્ય! જે નય આત્માને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત જાણે છે તેને તું શુદ્ધનય જાણ.
આ રીતે આવી ઝંખનાવાળા પાત્ર શિષ્યને માટે જ આ સૂત્ર નિમિત્ત છે, એટલે ઉપાદાન–નિમિત્તની સંધિ છે.
જેને મોક્ષમાર્ગ સમજવાની જિજ્ઞાસા નથી, ને સાંભળવામાં ઉત્સાહ નથી એવા ઠૂંઠ જેવા જીવને જ્ઞાની
મોક્ષમાર્ગનો ઉપદેશ સંભળાવતા નથી. જેને આત્માની દરકાર નથી ને ભવભ્રમણનો ભય નથી–એવા જીવોની
અહીં વાત નથી. ભલે ગૃહસ્થાશ્રમમાં હોય, પણ જેનો આત્મા અંતરથી ઝંખના કરતો પૂછે છે કે શુદ્ધઆત્મા કેવો
છે?–તેની અનુભૂતિ કઈ રીતે થાય?–આમ શુદ્ધઆત્માના અનુભવની રીત જાણીને તેવો અનુભવ કરવા માટે જે
પાત્ર થયો છે એવા શિષ્યને શ્રી આચાર્યદેવ સમજાવે છે. ગુરુ કેવા હોય અને શિષ્યની પાત્રતા કેવી હોય–તે બધી
વાત આમાં આવી જાય છે. પાત્ર શિષ્ય પોતે શ્રીગુરુ પાસે જઈને વિનયપૂર્વક પૂછે છે.
આ શાસ્ત્રકર્તા તો મુનિ છે, આત્માના અનુભવની ધૂનમાં મસ્ત રહેનારા ને વન–જંગલમાં વસનારા
મહાન દિગંબર સંત છે. મુનિઓ તો જંગલમાં ગિરિગુફામાં ક્યાંક વસતા હોય છે, વસ્તીમાં તો ક્યારેક જ આવે
છે. પાત્ર શિષ્ય હોય તે પોતે ગુરુની શોધમાં જાય છે. આત્માના અનુભવ માટે તલસતો શિષ્ય ઘરબાર અને
વેપાર–ધંધાની પ્રવૃત્તિ છોડીને મુનિમહાત્માની શોધમાં ચાલી નીકળે છે. ‘વર્તે અંતર શોધ’ અંતરમાં આત્માની
શોધમાં વર્તતો શિષ્ય નિમિત્ત તરીકે સંતને શોધે છે. હું ઘરે ક્યારે પાછો આવીશ અને વેપાર–ધંધો કે આહાર–
પાણી ક્યારે કરીશ–એવી સંસારની ચિંતાનો બોજો છોડીને, જંગલમાં મુનિને શોધીને તેમની પાસેથી આત્મા
સમજવાનો કામી છે, એવો શિષ્ય જ્ઞાની સંત મળતાં તેમને ધગશથી પૂછે છે કે હે નાથ! શુદ્ધાત્માની અનુભૂતિ
કેવી રીતે થાય? એવા પાત્ર શિષ્યને શ્રીગુરુ સમજાવે છે કે હે ભાઈ! આત્માના ભૂતાર્થસ્વભાવની સમીપ જઈને
અનુભવ કરતાં શુદ્ધઆત્માની અનુભૂતિ થાય છે. કર્મનો સંબંધ અને અશુદ્ધતા તો અભૂતાર્થ છે, આત્માના
ભૂતાર્થસ્વભાવમાં તે નથી, તેથી ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી એટલે કે શુદ્ધનયથી કર્મના સંબંધ રહિત અને
અશુદ્ધતા રહિત એવા આત્માની અનુભૂતિ થાય છે. આવું સમજનાર શિષ્ય કેવો છે?–કે મારે વેપાર–ધંધો ખોટી
થાય છે માટે હું ઝટ ઘેર જાઉં–એવું તેના મનમાં નથી, તેનાથી તો તે ઉદાસીન છે અને આત્મા સમજવા માટે તેનું
અંતર તલસે છે; આવા સુપાત્ર શિષ્યને આચાર્યદેવ આ સૂત્ર દ્વારા શુદ્ધ આત્મા સમજાવ્યો છે.
આ કાળે આવા વીતરાગી દિગંબર સંત મુનિરાજના દર્શન તો અત્યંત દુર્લભ થઈ પડ્યા છે, પરંતુ
આત્મજ્ઞાની સંત મળવા પણ દુર્લભ છે. જે જિજ્ઞાસુ જીવ હોય તે જ્ઞાની ગુરુને શોધીને–ઓળખીને તેમની પાસે
જઈને વિનયથી પૂછે છે. શ્રીગુરુએ આત્માનું સ્વરૂપ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે ઝીલીને જ્ઞાનમાં ધારી રાખ્યું છે ને
પછી તેનો અનુભવ કરવા માટે ઝંખનાથી પૂછે છે કે પ્રભો! આપે જેવો કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ
થાય? તે પોતાના મનમાં એમ સંદેહ નથી કરતો કે ‘અરે રે! મને આવા શુદ્ધાત્માનો અનુભવ નહિ થઈ શકે.’
પણ ‘હું આવા આત્માનો અનુભવ કરું, આ જ મારે કરવા યોગ્ય છે’–એમ ઉલ્લાસિત અને ઉદ્યમી થઈને તેની
રીત પૂછે છે. અનુભવ નહિ થઈ શકે–એમ નથી માનતો, પણ અનુભવ કરવા માટે પૂછે છે કે પ્રભો! આપે જેવો
કહ્યો તેવા શુદ્ધઆત્માની અનુભૂતિ કઈ રીતે થાય તે જણાવો! પર્યાયમાં શુદ્ધઆત્માના આનંદનું વેદન કેમ થાય
તે માટે શિષ્ય અંતરથી પોકાર કરી રહ્યો છે. તેને શ્રી આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! પર્યાયમાં જે આ બંધન અને
અશુદ્ધતારૂપ ભાવો દેખાય છે તે અભૂતાર્થ છે તેથી, આત્માના ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી અનુભવ કરતાં તે
બંધન અને અશુદ્ધ ભાવોથી રહિત એવા શુદ્ધઆત્માની અનુભૂતિ થાય છે. કર્મનો સંબંધ અને વિકારી ભાવો
આત્માની ક્ષણિક પર્યાયમાં છે ખરા, પણ તે આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, તેથી ત્રિકાળી સ્વરૂપની દ્રષ્ટિથી
અનુભવ કરતાં અબંધસ્વભાવી એકરૂપ શુદ્ધઆત્માનો અનુભવ થાય છે.–આવો અનુભવ કરવો તે અપૂર્વ ધર્મ
અને મોક્ષમાર્ગ છે.
‘શ્રી ગુરુ આવો આત્મા કહેવા માંગે છે અને આ જ મારે આદરણીય છે’–એમ શ્રીગુરુએ કહેલો આત્મા
નક્કી કરીને તેના અનુભવ માટે ઝંખતા શિષ્યને અંદરથી પ્રશ્ન

PDF/HTML Page 16 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૩૫ :
ઊગ્યો છે કે પ્રભો! આપે કહ્યો તેવા શુદ્ધઆત્માનો અનુભવ મને કઈ રીતે થાય? પોતે જેને આવો પ્રશ્ન પૂછે છે
તે ગુરુએ તેવા શુદ્ધઆત્માનો અનુભવ કર્યો છે એમ પણ આમાં આવી ગયું, કેમ કે જેણે પોતે શુદ્ધઆત્માનો
અનુભવ ન કર્યો હોય તે બીજાને અનુભવનો ઉપાય ક્યાંથી બતાવી શકે? જેમણે પોતે શુદ્ધઆત્માનો અનુભવ
કરેલો છે એવા ગુરુ જિજ્ઞાસુ શિષ્યને તેની રીત સમજાવે છે કે–બદ્ધસ્પૃષ્ટ આદિ જે અશુદ્ધ ભાવો છે તે ફક્ત
ક્ષણિક પર્યાય પુરતા છે, અભૂતાર્થ છે, તારા ત્રિકાળી ભૂતાર્થ–સ્વભાવમાં તે ભાવો નથી, માટે હે શિષ્ય!
શુદ્ધનયના અવલંબન વડે ભૂતાર્થસ્વભાવની સમીપ થઈને અનુભવ કરતાં અમે કહ્યો તેવા આત્માનો અનુભવ
થાય છે. આત્માના ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિમાં કર્મનું બંધન કે અશુદ્ધતા દેખાતા નથી તેથી તે અભૂતાર્થ છે અને
તે અભૂતાર્થ હોવાથી તેનાથી રહિત એવા અબદ્ધસ્પૃષ્ટ–શુદ્ધઆત્માનો અનુભવ થઈ શકે છે. પર્યાયના આશ્રયે તે
અનુભવ થતો નથી પણ ત્રિકાળી દ્રવ્યસ્વભાવના આશ્રયે તે અનુભવ થાય છે. તને આત્મામાં જે બંધન અને
અશુદ્ધપણું દેખાય છે તે માત્ર પર્યાયદ્રષ્ટિથી જ છે, શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિથી જોતાં તો આત્મા તેમનાથી રહિત
એકાકાર શુદ્ધ છે; માટે તે સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અબદ્ધ–અસ્પૃષ્ટ–અનન્ય–નિયત–અવિશેષ
અને અસંયુક્ત એવા ભગવાન આત્માનો અનુભવ થાય છે.
શુદ્ધનયથી આત્મા કેવો છે તે અહીં પાંચ વિશેષણોથી વર્ણવ્યું છે :
(૧) અબદ્ધસ્પૃષ્ટ : આત્મા બંધન અને પરના સ્પર્શ–રહિત છે; જેમ પાણીના સંયોગ તરફની અવસ્થાથી
જોતાં કમળનું પાન પાણીથી સ્પર્શાયેલું દેખાય છે પણ કમળના સ્વભાવને જુઓ તો તેને પાણી અડયું જ નથી;
તેમ કર્મના સંયોગ તરફની અવસ્થાથી અનુભવ કરતાં આત્મા કર્મથી બંધાયેલો અને કર્મથી સ્પર્શાયેલો દેખાય
છે પણ આત્માના મૂળ સ્વભાવનો અનુભવ કરતાં તે બંધનરહિત છે અને પુદ્ગલના સ્પર્શથી રહિત છે, એ રીતે
આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે.
(૨) અનન્ય : આત્મા અનન્ય એટલે કે એકરૂપ છે. જેમ ઘડો, ઢાંકણું વગેરે અવસ્થાથી જોતાં માટી
અનેક જુદા જુદા આકારરૂપ દેખાય છે પણ માટીના સ્વભાવને જોતાં તેમાં એવા ભેદો નથી, માટી તો એકરૂપ
માટી જ છે; તેમ મનુષ્ય–દેવ વગેરે અનેક પર્યાયોથી જોતાં આત્મા અનેક આકારો રૂપે દેખાય છે, પરંતુ મૂળ
સ્વભાવથી જોતાં આત્મા એકરૂપ ચૈતન્યઆકારમય છે, પર્યાયના જુદા જુદા આકારો તેના સ્વભાવમાં નથી, એ
રીતે આત્મા અનન્ય છે.
(૩) નિયત : આત્મા નિત્ય–સ્થિર સ્વભાવવાળો છે; જેમ ઉપરના મોજાંઓને જોતાં દરિયો વૃદ્ધિ–
હાનિરૂપ દેખાય છે, પણ દરિયાના સ્વભાવને જુઓ તો તે પાણીના દળથી ભરેલો નિત્યસ્થિર છે; તેમ આત્માની
પર્યાયમાં જ્ઞાન વગેરે પર્યાયોની વૃદ્ધિ–હાનિરૂપ અનિયતપણું દેખાય છે પણ ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી જુઓ
તો આત્મા વૃદ્ધિ–હાનિથી રહિત નિત્ય એકરૂપ સ્થિર છે, એ રીતે આત્મા નિયત છે.
(૪) અવિશેષ : આત્મા ગુણના ભેદોથી રહિત અભેદ છે; જેમ પીળાશ, વજન વગેરે ગુણોથી સોનાને
લક્ષમાં લેતાં તેમાં વિશેષ ભેદો જણાય છે, પણ સામાન્ય સોનાને જ લક્ષમાં લેતાં તેમાં તેવા ભેદો જણાતા નથી;
તેમ જ્ઞાન–દર્શન વગેરે ગુણોના ભેદથી જોતાં આત્મા વિશેષ ભેદરૂપ દેખાય છે પણ અનંતગુણોથી અભેદરૂપ
સામાન્ય સ્વભાવનો અનુભવ કરતાં તેમાં ભેદનો વિકલ્પ રહેતો નથી, એ રીતે આત્મા અવિશેષ છે.
(૫) અસંયુક્ત : આત્માનો સ્વભાવ રાગ–દ્વેષ–મોહથી સંયુક્ત નથી પણ તેનાથી અસંયુક્ત માત્ર જ્ઞાન–
સ્વરૂપ છે; જેમ અગ્નિના સંયોગ નિમિત્તે પાણીની અવસ્થામાં ઉષ્ણતા છે પણ પાણીના શીતળસ્વભાવમાં
ઉષ્ણતા નથી; તેમ આત્માની અવસ્થામાં મોહ સાથે સંયુક્તપણુ દેખાય છે પણ આત્માનો સ્વભાવ એકાંત
બોધબીજરૂપ છે, તેમાં મોહથી સંયુક્તપણું નથી, તેથી આત્મા અસંયુક્ત છે. આવા સ્વભાવની દ્રષ્ટિથી પર્યાયમાં
પણ અસંયુક્તપણું–મોહરહિત શુદ્ધપણું પ્રગટે છે.
આ રીતે પાંચ બોલથી આત્માને ઓળખાવ્યો; આવા આત્માને અંતરમાં દેખવો–અનુભવવો તે શુદ્ધનય
છે. આવા આત્માના અનુભવની રીત એક જ છે કે ‘સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવો,’ એ સિવાય
બીજું કોઈ તેનું સાધન નથી. ઉપયોગને અનાદિથી આમ (બહારમાં) વાળે છે તેને બદલે આમ (અંતરમાં)
વાળવો તે જ અનુભવની રીત છે. અનાદિથી શુદ્ધઆત્માને ભૂલીને, વિકાર તે હું, અને સંયોગ તે હું–એમ માનીને
તે વિકારની

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ૧૧૦
અને સંયોગની સમીપતા કરી છે ને તેથી અશુદ્ધતાનો અનુભવ કર્યો છે, તેને બદલે હવે તેમનાથી દૂર થા ને
અંતરના સ્વભાવની સમીપ જઈને તેનો અનુભવ કર, તો આત્મા શુદ્ધપણે અનુભવમાં આવે. બહારમાં પોતાપણું
માન્યું તે મોહથી આ સંસાર ઊભો થયો છે, અંર્તમુખ થઈને આત્માને અવલોકતાં મોહનો નાશ થઈને મુક્તિ
પ્રગટે છે.
• • •
શુદ્ધનય કોને કહેવાય તે અહીં આચાર્યદેવે બતાવ્યું છે એટલે કેવા આત્માને શુદ્ધનય અનુભવે છે તે
વર્ણવ્યું છે. શુદ્ધનયથી જોતાં ચૈતન્યસ્વભાવમાં પરનો સંયોગ છે જ નહિ, જડ કર્મો તેને કદી અડ્યાં જ નથી.
આત્મા ત્રિકાળી પદાર્થ છે, તે ક્ષણિક વિકાર પુરતો કે સંયોગ પુરતો નથી. અજ્ઞાની જીવ પોતાના ત્રિકાળી
સ્વભાવની દ્રષ્ટિ ચૂકીને વર્તમાન સંયોગ અને વિકાર પુરતો જ પોતાને માને છે. આત્મા ત્રિકાળી સત્ પદાર્થ છે
તેને પરસંયોગથી અને સંયોગીભાવોથી ઓળખતાં તેનું ખરું સ્વરૂપ જણાતું નથી. આત્માની ક્ષણિક પર્યાયમાં
કર્મના સંગે અનેક આકાર વિકાર અને પ્રકાર થાય છે, તેમનાથી આત્માને ઓળખતાં–એટલે કે તે જ આત્મા છે
એમ માનતાં–આત્માની પર્યાયમાં હીણપ અને દુઃખ થાય છે. પરના સંબંધથી પોતાની ઓળખાણ આપવામાં
લોકોમાં પણ હીણપ ગણાય છે, સાસરાના સંબંધથી જમાઈની ઓળખાણ આપવામાં આવે તો ત્યાં જમાઈની
હીણપ ગણાય છે. તેમ ચૈતન્ય–ભગવાન આત્માને તેના પોતાના અસલી સ્વભાવથી ન ઓળખતાં, પરસંગથી
અને વિકારથી ઓળખવો તે કલંક છે. આત્માને કર્મના સંગવાળો ને કર્મના સંયોગે થતા ક્ષણિક વિકારવાળો જ
માનીને અશુદ્ધ અનુભવવો અને તેના શુદ્ધ સ્વભાવને ન અનુભવવો તે અજ્ઞાન છે–કલંક છે–લજ્જા છે. ત્રિકાળી
આત્મસ્વભાવને પરસંગ વગરનો શુદ્ધ એકરૂપ ઓળખીને તેનો અનુભવ કરવો તે યથાર્થ છે, તેમાં આત્માની
શોભા છે. તેથી અહીં શુદ્ધનયથી આત્માનો અનુભવ કરવાનો ઉપદેશ કરે છે.
આત્મા પરના સંગ વગર ત્રિકાળ પોતાના એક ચૈતન્યપ્રાણથી જ જીવે છે, તેને બદલે દસ જડ પ્રાણોના
સંગથી આત્મા જીવે છે–એમ ઓળખવું તે લજ્જાસ્પદ છે, તેમાં ચૈતન્યનો યથાર્થ મહિમા પ્રતીતમાં આવતો નથી,
આત્માના સ્વતંત્ર ચૈતન્યજીવનની ઓળખાણ આવતી નથી. જે જીવ આવા શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ કરવા માંગે છે
તેણે વ્યવહારે પર્યાયમાં વિકાર અને કર્મનો સંગ છે–એમ તો જાણ્યું છે; કેમ કે પર્યાયમાં વિકાર અને કર્મનો સંબંધ
છે તેને જો ન માને તો ‘તેનાથી રહિત શુદ્ધઆત્માનો અનુભવ કઈ રીતે થાય?’–એવો પ્રશ્ન ઊગવાનો અવકાશ
રહેતો નથી, અને વ્યવહારનો નિષેધ કરીને પરમાર્થસ્વભાવની દ્રષ્ટિ કરવાનું તેને રહેતું નથી. જે વ્યવહારને જાણે
જ નહિ તે અજ્ઞાની છે, તેમ જ વ્યવહારનો નિષેધ કરીને પરમાર્થ–સ્વભાવને અનુભવે નહિ તો તેને પણ અજ્ઞાન
ટળતું નથી. પર્યાયમાં વ્યવહાર છે તેને જાણવા છતાં ગૌણ કરીને–અભૂતાર્થ કરીને, શુદ્ધનય વડે આત્માના
ભૂતાર્થસ્વભાવનો અનુભવ કરે તેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે.
આ મૂળ સૂત્રમાં તો ભગવાન આચાર્યદેવે શુદ્ધનયના વિષયભૂત આત્માનું જ વર્ણન કર્યું છે; અને ટીકામાં
આચાર્યદેવે અસ્તિ–નાસ્તિથી નિશ્ચય વ્યવહાર બને પડખાં બતાવ્યાં છે તથા તેમાં વ્યવહારનો નિષેધ કરીને
આત્માના પરમાર્થસ્વભાવનો અનુભવ કરવો તે શુદ્ધનય છે–એમ જણાવ્યું છે.
ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ છે, તે સ્વભાવથી કર્મના સંયોગ વગરનો છે; કર્મથી તે બંધાયેલો તો નથી
ને કર્મને તે સ્પર્શ્યો પણ નથી. શુદ્ધનયથી બધાય આત્માનો આવો જ સ્વભાવ છે, આવા આત્મસ્વભાવની
કબૂલાત કરવી તે પ્રથમ અપૂર્વ ધર્મ છે.
આત્મવસ્તુની પર્યાયમાં બાલ, યુવાન, નાનું, મોટું, ઢોર, માણસ વગેરે જે અનેક આકારો થાય છે તે
એકરૂપ અસંખ્યપ્રદેશી ચૈતન્યના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્મામાં નથી, આત્મા તો સદા એક
ચૈતન્યઆકારવાળો છે, ઢોર–મનુષ્ય વગેરે જુદા જુદા પર્યાયના ભેદો તેનામાં નથી. અસંખ્યપ્રદેશી ચૈતન્યપિંડ
ત્રિકાળ એકરૂપ છે તે જુદા જુદા અનેક આકારોપણે પરમાર્થે થઈ જતો નથી. જેમ લોટો, તપેલી વગેરે વાસણના
સંયોગથી જોતાં પાણી ભિન્ન ભિન્ન અનેક આકારપણે જણાય છે, પણ પાણીના સ્વભાવને જોતાં તે ભિન્ન
ભિન્ન આકારો તેનું ખરું કાયમી સ્વરૂપ નથી, પાણી તો એકરૂપ પાણી જ છે; તેમ શરીરના નિમિત્તે આત્માના
પ્રદેશોની અવસ્થામાં ભિન્ન ભિન્ન અનેક આકારો જણાય છે પણ તે તેનું કાયમી સ્વરૂપ નથી,

PDF/HTML Page 18 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૩૭ :
કાયમ એકરૂપ અસંખ્યપ્રદેશી આત્મા છે. શુદ્ધનયથી આવા એકરૂપ આત્માનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે.
પર્યાયની હીનાધિકતાના અનેક પ્રકારો છે તે ક્ષણિક છે, તેની દ્રષ્ટિથી આત્માનું કાયમી એકરૂપ સ્વરૂપ
જણાતું નથી. આત્મા કાયમ એકરૂપ જ્ઞાનસ્વરૂપે રહે છે, નિયત એકસ્વરૂપે સ્થિર છે. પર્યાયના ભેદોને ગૌણ
કરીને આવા પરમાર્થસ્વભાવને દ્રષ્ટિમાં લેતાં શુદ્ધ આત્માનો અનુભવ થાય છે.
વળી શુદ્ધનયના વિષયરૂપ આત્મા અવિશેષ છે એટલે કે દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણભેદોથી રહિત
એકરૂપ અભેદ વસ્તુ છે. ગુણોનો ભેદ પાડીને જોતાં પરમાર્થ આત્મા અનુભવમાં આવતો નથી. ગુણભેદના લક્ષે
પણ વિકલ્પ થાય છે, તે ગુણભેદના વિકલ્પમાં રોકાતાં શુદ્ધઆત્માનો અનુભવ થતો નથી. શુદ્ધનય તો ભેદના
વિકલ્પથી રહિત છે, શુદ્ધનયથી આત્માનો અનુભવ કરે ત્યારે તેમાં વિકલ્પ હોતો નથી. માટે ગુણભેદનો વિકલ્પ
કરે તો જ આત્માને માન્યો કહેવાય–એમ નથી, પણ ગુણભેદના વિકલ્પથી પણ જુદો પડીને એકાકાર
આત્મસ્વભાવને શુદ્ધનયથી સ્વીકારે તેણે આત્માને જાણ્યો છે. શુદ્ધનયથી આવા આત્માની દ્રષ્ટિ પ્રગટ્યા પછી
ભેદનો વિકલ્પ ઊઠે તે માત્ર અસ્થિરતાનો વિકલ્પ છે, તે વખતે ય ધર્મીની દ્રષ્ટિમાં તો અભેદસ્વભાવનો જ
સ્વીકાર છે.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી ભેદ વગરનો એકાકાર શુદ્ધઆત્મસ્વભાવ છે તે પરના સંપર્ક વિનાનો
છે; ખરેખર રાગ–દ્વેષ–મોહ પણ આત્માના શુદ્ધસ્વભાવથી પર છે, તેથી આત્મા તેનાથી પણ અસંયુક્ત છે.
સ્વભાવથી તો આત્મા ત્રિકાળ રાગ–દ્વેષ–મોહ વિનાનો છે જ, અને જ્યાં તે સ્વભાવને લક્ષમાં લઈને પર્યાયે તે
સ્વભાવની સમીપતા કરી ત્યાં પર્યાય રાગ–દ્વેષ–મોહથી દૂર થઈ એટલે તે પર્યાયમાં પણ અસંયુક્તપણું પ્રગટ્યું.
‘હું રાગ–દ્વેષ–મોહથી સંયુક્ત નથી, હું તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છું’–એમ શુદ્ધનયથી પોતાના સ્વભાવને પકડીને તેનો
અનુભવ કર્યો ત્યાં પર્યાય પર સાથે સંયુક્ત ન થઈ પણ સ્વભાવમાં સંયુક્ત થઈ એટલે આત્મા સંયુક્ત થયો.
પોતાની પર્યાયને પરસંગથી ખસેડીને, જ્ઞાયકસ્વભાવ તરફ વાળીને પર્યાયમાં રાગ–દ્વેષ–મોહથી અસંયુક્તપણું જે
પ્રગટ કરે તેણે જ ખરેખર અસંયુક્ત આત્મસ્વભાવને જાણ્યો છે. આ રીતે પર્યાયમાં પરિણમન સહિતની આ
વાત છે. જે જીવ શુદ્ધનયથી આત્મસ્વભાવને સ્વીકારે તેને પર્યાયમાં પણ શુદ્ધતાનું પરિણમન થયા વિના રહે જ
નહિ.
જિજ્ઞાસુ શિષ્યે એમ પૂછયું છે કે : પ્રભો! નિશ્ચયથી અબદ્ધસ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત
એવા આત્માની અનુભૂતિ તે શુદ્ધનય છે–એમ આપે કહ્યું, તો એવા આત્માની અનુભૂતિ કઈ રીતે થાય?–આમ
પૂછનાર શિષ્યને આચાર્યદેવ આ વાત સમજાવે છે. જે શિષ્ય આ વાત સાંભળવા આવ્યો છે તેને હજી અનુભવ
થયો નથી પણ તે શુદ્ધાત્માના અનુભવનો કામી છે, જગતના માન–આબરૂનો કે વિષય–કષાયનો કામી નથી,
રાગનો ને વ્યયહારનો કામી નથી પણ અંતરમાં આત્માનો અનુભવ થઈને ભવભ્રમણ કેમ મટે તેનો જ કામી છે.
તે વ્યવહારને તો જાણે છે, રાગથી ને પરાશ્રયથી ધર્મ મનાવનારા એવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની શ્રદ્ધા છૂટીને તેને
સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા થઈ છે અને હવે શુદ્ધનય કેવો છે તે જાણવા માંગે છે. આવા પાત્ર શિષ્યને
સંબોધીને ‘
तं सुद्धणयं वियाणीहि’ એમ કહીને આચાર્યદેવે શુદ્ધનયને જાણવાનો આદેશ કર્યો છે. આમાં
શુદ્ધનયનો ઉપદેશ સાંભળનાર શિષ્યની તૈયારી અને પાત્રતા કેવી હોય તે પણ આવી જાય છે. આવી
તૈયારીવાળા શિષ્યને શુદ્ધનયનો ઉપદેશ પરિણમી જાય છે અને અંતરમાં તેને શુદ્ધઆત્માનો અનુભવ થાય છે.
જ્યાં શુદ્ધનયથી અભેદ આત્માને જાણીને તેનો અનુભવ કર્યો ત્યાં સમ્યગ્જ્ઞાનની અપૂર્વ કળા પ્રગટીને
આત્મા સાથે ભળી અને મોહ દૂર થયો, ત્યારે આત્મા સાક્ષાત્ અસંયુક્ત થયો. પર્યાયમાં અસંયુક્તપણું પ્રગટ્યા
વગર અસંયુક્ત આત્માને માન્યો કહેવાય નહિ; કેમ કે અસંયુક્ત આત્મસ્વભાવને સ્વીકારનારી તો પર્યાય છે, તે
પર્યાય પોતે જો મોહથી જુદી પડીને અસંયુક્ત ન થાય તો ત્રિકાળી મોહરહિત એવા અસંયુક્ત આત્માને તેણે કઈ
રીતે સ્વીકાર્યો? જે જીવ આત્માને કર્મના સંગવાળો કે ભેદના વિકલ્પવાળો અશુદ્ધ જ અનુભવે છે તેને અમે
આત્મા કહેતા નથી પણ પુણ્ય કહીએ છીએ; તે જીવના અનુભવમાં આત્મા નથી આવ્યો પણ પુણ્યના વિકલ્પને
જ આત્મા માનીને તે અનુભવે છે. પુણ્યના ક્ષણિક વિકલ્પને જ આત્મા માનીને જે અનુભવે છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
શુદ્ધનયથી આત્માનું પરમાર્થ સ્વરૂપ જાણ્યા વિના તે મિથ્યાદ્રષ્ટિપણું ટળે નહિ ને ધર્મ થાય નહિ. નિશ્ચયથી
આત્મા પરના સંબંધ વગરનો, વિકાર વગરનો ને ભેદ વગરનો એકાકાર

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ૧૧૦
જ્ઞાયકમૂર્તિ છે, જે પર્યાય અંતરમાં આવા આત્માને જાણીને તેમાં અભેદ થાય તે શુદ્ધનય છે, અને તે જ આત્મા
છે, શુદ્ધનય અને આત્મા ભિન્ન નથી. શુદ્ધનયથી આત્માની અનુભૂતિ પ્રગટી તે આત્મા સાથે અભેદ છે તેથી તે
આત્મા જ છે.
વર્તમાન કર્મના સંગે જોતાં આત્માની પર્યાયમાં પોતાના જ અપરાધથી બંધન અને અશુદ્ધતા છે ખરા,
પણ તે આત્માનું કાયમી સ્વરૂપ નથી, તેથી તેના લક્ષે આત્માના શુદ્ધસ્વરૂપની અનુભૂતિ થતી નથી. નિશ્ચયથી
આત્માનો કાયમી સ્વભાવ બંધન અને અશુદ્ધતાથી રહિત, જ્ઞાનાનંદથી અભેદ છે, તે ભૂતાર્થસ્વભાવના લક્ષે
શુદ્ધ–આત્માની અનુભૂતિ થાય છે. આવો સ્વભાવ સમજીને તેનો અનુભવ કરવો તે જ ધર્મની રીત છે અને તે જ
મુક્તિનો માર્ગ છે.
શિષ્યે એમ પૂછયું કે પ્રભો! પર્યાયમાં આ વિકારી ભાવો હોવા છતાં તેનાથી રહિત શુદ્ધઆત્માનો
અનુભવ કઈ રીતે થાય? શ્રી આચાર્યદેવ તેને કહે છે કે ભાઈ! તે વિકારી ભાવો તારા સ્વભાવઘરની ચીજ નથી,
તેઓ તારા આત્મામાં ઘર ઘાલીને કાયમ રહેનારા નથી, તે તો માત્ર ક્ષણિક પર્યાયમાં જ છે, માટે પર્યાયદ્રષ્ટિ
છોડીને દ્રવ્યની સામે જોતાં તે વિકારી ભાવોથી રહિત શુદ્ધઆત્મસ્વભાવની અનુભૂતિ થઈ શકે છે. પર્યાયદ્રષ્ટિમાં
તને આત્મા બંધાયેલો અને અશુદ્ધ દેખાય છે, પણ આત્માનો આખો સ્વભાવ બંધનરૂપ કે અશુદ્ધ થઈ ગયો
નથી, સ્વભાવથી તો તે શુદ્ધ જ છે, માટે સ્વભાવદ્રષ્ટિથી જોતાં બંધન અને અશુદ્ધતાથી રહિત શુદ્ધઆત્માનો
અનુભવ થાય છે.
આત્માની પર્યાયમાં બંધન અને અશુદ્ધતા છે–ઈત્યાદિ વ્યવહારના પ્રકારો જાણ્યા, તેમ જ નિશ્ચયથી
આત્મા બંધન અને અશુદ્ધતાથી રહિત છે–એમ પણ જાણ્યું,–એ રીતે બંને પડખાં લક્ષમાં લઈને તેમાંથી
અબદ્ધસ્પૃષ્ટ સ્વભાવની રુચિ કરીને શિષ્યે પૂછયું કે પ્રભો! આવા આત્માનો અનુભવ કઈ રીતે થાય? ત્યારે
શ્રીગુરુએ કહ્યું કે બદસ્પૃષ્ટપણું વગેરે ભાવો અભૂતાર્થ છે અને અબદ્ધસ્પૃષ્ટ આત્મસ્વભાવ છે તે ભૂતાર્થ છે; તે
બદ્ધસ્પૃષ્ટપણું વગેરે ભાવો અભૂતાર્થ હોવાથી શુદ્ધઆત્માનો અનુભવ થઈ શકે છે; આત્માના ભૂતાર્થસ્વભાવની
સમીપ જઈને અનુભવ કરતાં શુદ્ધઆત્માનો અનુભવ થાય છે, અને એવો અનુભવ કરવો તે શુદ્ધનય છે; તે
અપૂર્વ કર્તવ્ય છે. પંદરમી ગાથામાં તો આચાર્યદેવ કહે છે કે જે પુરુષ અબદ્ધસ્પૃષ્ટ–અનન્ય–અવિશેષ–નિયત અને
અસંયુક્ત આત્માને દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે, આવા શુદ્ધ આત્માની અનુભૂતિ તે સમસ્ત
જિનશાસનની અનુભૂતિ છે. એટલે શુદ્ધનય વડે આવા શુદ્ધઆત્માને જાણીને તેનો અનુભવ કરવો તે આખા
જૈનશાસનનો સાર છે, તે જ જૈનશાસનનું રહસ્ય છે. જેણે આવો શુદ્ધઆત્મા અનુભવ્યો તેણે આખા
જૈનશાસનને જાણ્યું. અને જે આવા શુદ્ધઆત્માને ન જાણે તેણે જૈનશાસનને જાણ્યું નથી.
–શ્રી સમયસાર ગા. ૧૪ ઉપરના પ્રવચનમાંથી
જો ભવથી છૂટવું હોય તો....
હે જીવ! જો તારે ભવથી છૂટવું હોય, પુણ્ય–પાપની પરાધીનતાથી
મુક્ત થવું હોય, પૂર્ણ સ્વતંત્ર સહજાત્મસ્વભાવ અખંડાનંદ આત્મભાવ
પ્રગટ કરવો હોય તો ‘હું જ્ઞાનસ્વભાવી આત્મા છું’ એમ આત્માને સમજ્યે
જ છૂટકો છે. તે સમજવા માટે નિવૃત્તિ લઈ, આત્મજ્ઞાની પાસેથી સત્નું
શ્રવણ કરી આત્માનું ખૂબ મનન અને માહાત્મ્ય કરવું જોઈએ. પૂર્વે કદી
નહિ જાણેલ એવા સૂક્ષ્મ અને યથાર્થ વિષયને સમજવા માટે અત્યંત તીવ્ર
અને સત્પુરુષાર્થ જોઈએ.
–પ્રવચનમાંથી.

PDF/HTML Page 20 of 21
single page version

background image
માગશર : ૨૪૭૯ : ૩૯ :
અરિહંતપ્રભુ પ્રભુતા બતાવે છે
શ્રી અરિહંત ભગવાન કહે છે કે : અહો! પૂર્ણ
ચૈતન્યઘન સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને તેમાં અંર્તમુખ
એકાગ્રતાથી અમે કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે; અને દરેક
જીવના અંતરમાં ચૈતન્યદરિયો છલોછલ છલકાઈ
રહ્યો છે, તેમાં અંર્તદ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે.
આખો પરિપૂર્ણ ચૈતન્ય આત્મા છે તેનું ભાન કર્યા
સિવાય બીજી કોઈ રીતે સાચું સમ્યક્ત્વ થતું નથી.
દરેક આત્મા પ્રભુ છે, પૂર્ણ સામર્થ્યવાળા છે; વર્તમાન
અવસ્થામાં અપૂર્ણતા ભલે હો, પણ તે અપૂર્ણતા સદા
રહ્યા કરે–એવું તેનું સ્વરૂપ નથી. પર્યાયથી પણ
પરિપૂર્ણ થવાનું દરેક આત્માનું સામર્થ્ય છે. આવા
આત્મસ્વભાવને ઓળખીને તેના અનુભવથી જ
ધર્મની શરૂઆત થાય છે.
–પ્રવચનમાંથી
પરમેશ્વરની જાહેરાત
સર્વજ્ઞ પરમેશ્વરની વાણીમાં વસ્તુસ્વરૂપની
કોઈ બીજા તત્ત્વનો આશ્રય માગતું નથી.–આમ
સમજીને પોતાના પરિપૂર્ણ આત્માની શ્રદ્ધા અને
આશ્રય કરવો ને પરનો આશ્રય છોડવો તે પરમેશ્વર
થવાનો પંથ છે.
–પ્રવચનમાંથી