PDF/HTML Page 1 of 21
single page version
Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)
PDF/HTML Page 2 of 21
single page version
વીતરાગતા થયા વિના રાગ ટળશે ક્યાંથી? આત્મા પોતે જ પરાશ્રય ભાવે રાગ કરે છે
PDF/HTML Page 3 of 21
single page version
મહોત્સવ ફાગણ સુદ પાંચમનો
કરવાનો વિચાર હતો, પરંતુ
માનસ્તંભનું કામ તૈયાર થતાં
હજી વિલંબ લાગે તેમ હોવાથી
તે વિચાર મુલતવી રાખવામાં
આવ્યો છે; મુહૂર્ત નક્કી થતાં તે
જણાવવામાં આવશે.
PDF/HTML Page 4 of 21
single page version
વિભૂતિનો સંયોગ હતો, છતાં અંર્તસ્વભાવમાં ભાન હતું કે આ કોઈ મારું સ્વરૂપ નથી, આ બધો પુણ્યનો ઠાઠ
છે તેમાં ક્યાંય મારા આત્માનું સુખ નથી. ભગવાન જન્મ્યા ત્યારથી જ તેમને આવું આત્મજ્ઞાન હતું. પૂર્વ
ભવોમાં આત્મજ્ઞાન પામીને તેમણે દર્શનમોહનો નાશ કર્યો હતો પણ હજી રાગ બાકી હતો, તે ભૂમિકામાં જે પુણ્ય
બંધાયા તેના ફળમાં બાહ્યમાં ચક્રવર્તી વગેરે પદનો સંયોગ થયો. શુદ્ધ આત્માની શ્રદ્ધાના જોરે ભવ તન અને
ભોગોથી ઉદાસીનતા તો પ્રથમથી જ તેમને હતી. હું ચૈતન્યમૂર્તિ આત્મા અસંસારી, અશરીરી અને અભોગી છું;
ભવ તન કે ભોગ તે હું નથી, હું તો ભવરહિત મુક્તસ્વરૂપી છું, શરીરરહિત સિદ્ધસમાન છું અને ભોગરહિત
અસંયોગી છું; ક્ષણિક વિકાર કે શરીરાદિ તે મારું સ્વરૂપ નથી. –આવા આત્મસ્વભાવના ભાનસહિત ભગવાન
અવતર્યા હતા. જ્યાંસુધી ચક્રવર્તીપદે હતા ત્યાંસુધી અસ્થિરતાના રાગ–દ્વેષ થતા હતા પરંતુ તેમને તેની ભાવના
ન હતી, ભાવના તો આનંદમૂર્તિ આત્મસ્વભાવની જ હતી.
તે જોતાં જ તેઓ આશ્ચર્યથી વિચારમાં પડી ગયા અને તેમને પોતાના પૂર્વભવોનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વભવનું
સ્મરણ થતાં જ તેમને સંસાર પ્રત્યે અતિશય વૈરાગ્ય થયો અને અનિત્ય અશરણ વગેરે બાર
વૈરાગ્યભાવનાઓનું ચિંતવન કરવા લાગ્યા. અહો! મારો આત્મા શાશ્વત ચૈતન્યઘન અશરીરી છે, ભોગરહિત છે,
ભવરહિત છે, આનંદમૂર્તિ ચૈતન્ય એ જ મારું કાયમી શરીર છે. –આવા આત્માનું ભાન હોવા છતાં તેમાં લીનતા
વગર પૂર્ણ શાંતિ નથી. ભોગમાં મારું સુખ નથી તેમજ ભોગનો રાગ મારા સ્વરૂપમાં નથી, તે રાગને છેદીને
ચૈતન્યના આનંદમાં તરબોળ થાઉં તે મારું સ્વરૂપ છે. અહો! હવે હું મુનિ થઈને એવી દશા પ્રગટ કરું! –આ
પ્રમાણે ભગવાન દીક્ષા–ભાવના ભાવતા હતા.
ભગવાનના દીક્ષાકલ્યાણકનો મહોત્સવ ઊજવ્યો અને ભગવાન સ્વયં દીક્ષિત થયા.
પણ ભગવાન લાંબો કાળ ગૃહવાસમાં રોકાય–એમ જેઓ માને છે તેઓએ ભગવાનના ઉત્કૃષ્ટ વૈરાગ્યને
ઓળખ્યો નથી. જેમ
PDF/HTML Page 5 of 21
single page version
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો....
ચક્રવર્તી રાજમાં રહેલા શાંતિનાથ ભગવાન આ ભાવના ભાવે છે. ગૃહસ્થપણામાંય સમ્યક્ આત્મભાનના
PDF/HTML Page 6 of 21
single page version
વૈરાગ્ય જાગૃત થયો. વૈરાગ્ય થતાં દીક્ષા માટે તેઓ એવી ભાવના ચિંતવવા લાગ્યા કે અહો! આ પહેલાંંના
ભવમાં હું સર્વાર્થસિદ્ધિમાં અહમિંદ્રદેવ હતો અને તેની પહેલાંંના ભવમાં હું મુનિ હતો; તે વખતે મારી
અનુભવદશા અધૂરી રહી ગઈ ને રાગ બાકી રહ્યો તેથી આ અવતાર થયો. હવે તે રાગ છેદીને આ જ ભવે હું
મારી મુક્તદશા પ્રગટ કરવાનો છું. સંસારના ભોગ ખાતર મારો અવતાર નથી પણ આત્માના મોક્ષ ખાતર મારો
અવતાર છે....હું ભગવાન થવા અવતર્યો છું....આ સંસાર શરીર ને ભોગોથી વિરક્ત થઈ અસંસારી અશરીરી
ઝૂલવા મારો અવતાર છે. –આ પ્રમાણે ભગવાન સંસારથી વિરક્ત થઈ આત્માના આનંદના વળાંકમાં વળ્યા.
‘અહો! ધન્ય એનો અવતાર....! ’
પણ વસ્ત્ર ન હોય, આહાર માટે પાત્ર ન હોય, પાણી પીવા માટે કમંડળ હોય નહિ, ફક્ત દેહની અશુચિ સાફ
કરવા માટે કમંડળ હોય છે; પરંતુ, તીર્થંકર ભગવાનનો દેહ તો જન્મ્યા ત્યારથી સ્વભાવથી જ અશુચિ વગરનો
હોય છે તેથી તેમને તો કમંડળ પણ નથી હોતું. મુનિદશામાં આત્માની પરિણતિ જ એટલી બધી વીતરાગી થઈ
ગઈ હોય છે કે શરીરના રક્ષણ ખાતર વસ્ત્રાદિ બાહ્ય પદાર્થોના ગ્રહણની વૃત્તિ જ નથી ઊઠતી. આટલી હદની
વીતરાગી પરિણતિ વગર છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલતી મુનિદશા હોતી નથી.
છોડ્યું જતું નથી; દિવસમાં એક જ વખત નિર્દોષ આહારની વૃત્તિ ઊઠે છે. ખરેખર તો સંસાર ત્યાગ કરતી વખતે
મુનિએ જે નિશ્ચય પ્રત્યાખ્યાનની પ્રતિજ્ઞા કરી તેમાં નિર્દોષ આહારની વૃત્તિનું પણ પ્રત્યાખ્યાન કર્યું હતું;
પંચમહાવ્રતની શુભવૃત્તિ પણ ન કરવી ને ચૈતન્યના અનુભવમાં લીન થવું–એવી જ ભાવના હતી. પણ પાછળથી
આહારાદિની શુભવૃત્તિ ઉઠતાં મુનિ વિચારે છે કે : અરે, મારા નિશ્ચયપ્રત્યાખ્યાનમાં ભંગ પડ્યો! અપ્રમત્તપણે
આત્મઅનુભવમાં ઠરવાની પ્રતિજ્ઞા હતી ને વિકલ્પનું પ્રત્યાખ્યાન કર્યું હતું, –એ રીતે પૂર્ણદશાની જ ભાવના હતી,
પણ અપ્રમત્તપણે આત્મામાં સ્થિર ન રહેવાયું ને આહારની વૃત્તિ ઉઠી તેટલે અંશે મારા નિશ્ચય પ્રત્યાખ્યાનમાં
ભંગ પડ્યો છે; –માટે હું તેનું પ્રતિક્રમણ કરીને નિશ્ચય પ્રત્યાખ્યાનની સંધિ જોડી દઉં છું. જુઓ, આ દિગંબર
સંતોની ઉગ્ર વાણી! આ સંતોની વાણીમાં વીતરાગતા ભરી છે. શ્રી જયધવલાકાર કહે છે કે સંતો તો સ્વરૂપમાં
ઠરવાના જ કામી હતા–તેમને નિશ્ચય પ્રત્યાખ્યાનની જ પ્રતિજ્ઞા હતી, છતાં સ્વરૂપમાં પૂર્ણપણે ન ઠરાયું તેથી આ
કરવાની મુનિની ભાવના નથી; છતાં તે વૃત્તિ ઊઠે છે તો તેને નિશ્ચયપ્રત્યાખ્યાનમાં દોષરૂપ જાણીને છોડે છે,
–તેનું પ્રતિક્રમણ કરીને પાછા નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ઠરે છે. –આવી સંત–મુનિઓની દશા હોય છે.
તેના પ્રત્યેની મૂર્છા છૂટી જાય છે અને દેહની દશા સહજ દિગંબર હોય છે. ચૌદ બ્રહ્માંડના મુનિઓની દશા સદા
આવી જ હોય છે, વસ્ત્ર કે પાત્રના પરિગ્રહની વૃત્તિ તેમને કદી હોતી નથી; છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની ભૂમિકાનો
આવો સ્વભાવ છે. આ જ અનંત તીર્થંકર–સંતોએ પોતે પાળેલો અને કહેલો મુક્તિનો રાજમાર્ગ છે. આવા
મુક્તિના રાજમાર્ગે ચાલવા શાંતિનાથ ભગવાન આજે તૈયાર થયા છે.
PDF/HTML Page 7 of 21
single page version
છીએ....અંતરની ચૈતન્યગુફામાં ઊંડા ઊતરીને નિર્વિકલ્પસ્વભાવના ગાણાં ગાવા અને તે પ્રગટ કરવા અમે
તૈયાર થયા છીએ હવે અમારે સ્વરૂપમાં ઠરવાનાં ટાણાં આવ્યા છે. અંતરના આનંદકંદસ્વભાવની શ્રદ્ધાસહિત તેમાં
રમણતા કરવા જાગ્યા તે ભાવમાં હવે ભંગ પડવાનો નથી....અમારો જાગેલો ભાવ તેને અમે પાછો પડવા દેશું
નહિ....અખંડ આનંદસ્વભાવની ભાવના સિવાય પુણ્ય–પાપની ભાવનાનો ભાવ હવે અમને કદી આવવાનો નથી.
તેના ધ્યાનની લીનતાથી આનંદકંદ સ્વભાવની રમણતામાં હું ક્યારે પૂર્ણ થાઉં! વચ્ચે ભંગ પડ્યા વિના એકલા
ચૈતન્યસ્વભાવનો જ આશ્રય કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે અમારા–તીર્થંકરોના કુળની ટેક છે. તીર્થંકરો તે જ
ભવે કેવળજ્ઞાન લીધે છૂટકો કરે. અનંતા તીર્થંકરો આત્માનું વીતરાગી ચારિત્ર પૂરું કરીને તે ભવે કેવળજ્ઞાન અને
મુક્તિ પામ્યા. જે પંથે અનંત તીર્થંકરો વિચર્યા તે જ પંથના ચાલનારા અમે છીએ, હું ચિદાનંદ નિત્ય છું ને સંસાર
બધો અનિત્ય છે, મારો આનંદકંદ ધુ્રવસ્વભાવ એ જ મને શરણ છે, જગતમાં બીજું કંઈ મને શરણ નથી.
–આવા પ્રકારની વૈરાગ્યભાવના ભાવીને ભગવાને દીક્ષા લીધી.
દીક્ષિત થઈ જાય છે. અહા! ધન્ય એ અવસર! જીવને આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવના પણ
અનંતકાળમાં દુર્લભ છે. તેથી નિયમસારમાં કહ્યું છે કે–
સમ્યક્ત્વ–આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. : ૯૦ :
હતી તે જ બીજા ભવમાં તારી સ્ત્રી થઈ, એક ભવમાં જે તારી સ્ત્રી હતી તે જ બીજા ભવે તારી જનેતા થઈ, એક
ભવે જે તારો બંધુ હતો તે જ બીજા ભવે તારો દુશ્મન થયો....અહો! ધિક્કાર છે આવા સંસારને...આવો સંસાર
હવે અમારે સ્વપ્નમાં પણ જોતો નથી. આ સંસારભાવને ધિક્કાર છે કે જેમાં, જેને પેટે સવાનવ મહિના રહીને
માતા તરીકે સ્વીકારી હોય તેને જ બીજા ભવમાં સ્ત્રી તરીકે ભોગવવાનું થાય....અરે! આ સંસાર! અનંતકાળ
સુધી આત્માના ભાન વગર આવા સંસારમાં રખડયા....હવે અમે આ સંસારમાં ફરીથી અવતરવાના નથી. અમે
આત્મભાન સહિત તો અવતર્યા જ છીએ ને હવે આ ભવે કેવળજ્ઞાન પ્રગટ કરીને મુક્ત થવાના છીએ....હવે
ફરીથી આ સંસારમાં નવો દેહ ધારણ કરવાના નથી....
ભવ કરવાના નથી. જીવને અનંત સંસારમાં રખડતાં કદી નહિ પામેલ એવી એક મુક્તદશા જ છે, તેને હવે અમે
પ્રાપ્ત કરીશું.
ક્યાંથી
PDF/HTML Page 8 of 21
single page version
સ્વાનુભવ વડે તે જણાય છે.
અહીં આપવામાં આવે છે.
આત્મા કેવો છે તે કહે છે.
નિયતસ્વભાવ કહ્યો છે, તે સ્વભાવને જોનાર નિયતનયથી જ્યારે જુઓ ત્યારે આત્મા પોતાના
ચૈતન્યસ્વભાવપણે એકરૂપ ભાસે છે. પર્યાયમાં ક્યારેક તીવ્ર રાગ, ક્યારેક મંદ રાગ અને ક્યારેક
રાગરહિતપણું; વળી ક્યારેક રાગ પલટીને દ્વેષ, ક્યારેક મતિજ્ઞાન ને ક્યારેક કેવળજ્ઞાન, એક ક્ષણે મનુષ્ય
ને બીજી ક્ષણે દેવ–એ પ્રમાણે અનેક પ્રકારો થાય છે તેને આત્માના અનિયતસ્વભાવ તરીકે હવે પછીના
બોલમાં વર્ણવશે. અહીં આત્માના નિયતસ્વભાવની વાત છે. જેવો શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદસ્વભાવ છે તેવા જ
નિયતસ્વભાવે આત્મા સદાય ભાસે છે, પર્યાય ઓછી હો કે વધારે હો, વિકારી હો કે નિર્મળ હો, –પણ
નિયતસ્વભાવથી તો આત્મા સદા એકરૂપ છે. આવા નિયત–સ્વભાવને જે જુએ તેને એકલી પર્યાયબુદ્ધિ
રહે નહિ પણ દ્રવ્યસ્વભાવનું અવલંબન હોય. પર્યાયબુદ્ધિવાળો જીવ આત્માને એકરૂપ નિયતસ્વભાવે દેખી
શકતો નથી ને તેને નિયતનય હોતો નથી.
PDF/HTML Page 9 of 21
single page version
તે સ્વભાવથી જ્યારે જુઓ ત્યારે આત્મા એકરૂપ ચૈતન્યસ્વરૂપે જણાય છે. જોકે પર્યાયમાં પણ નિયતપણું એટલે
કે ક્રમબદ્ધપણું છે, જે સમયે જે પર્યાય થવાની નિયત છે તે જ થાય છે, તેના ક્રમમાં ફેરફાર થતો નથી. –આવો
પર્યાયનો નિયતસ્વભાવ છે, પરંતુ અત્યારે અહીં તેની વાત નથી; અહીં તો નિમિત્તની અપેક્ષા વગરનો
આત્માનો જે ત્રિકાળ એકરૂપ રહેનાર સ્વાભાવિક ધર્મ છે તેનું નામ નિયતસ્વભાવ છે અને તે નિયતનયનો
વિષય છે.
પરમપારિણામિકસ્વભાવે જ ભાસે છે, બંધ–મોક્ષના ભેદ પણ તેનામાં દેખાતા નથી. બંધ અને મોક્ષની પર્યાયો તે
નિયત એટલે કે કાયમી એકરૂપ નથી પણ અનિયત છે. ઉદય–ઉપશમ–ક્ષયોપશમ કે ક્ષાયક એ ચારે ભાવો પણ
અનિયત છે, પરમપારિણામિકભાવ તે નિયત છે. આત્માનો સહજ નિરપેક્ષ શુદ્ધસ્વભાવ જ નિયત છે. નિયતનય
આત્માને સદા જ્ઞાયકસ્વભાવે જ દેખે છે. આત્માનો જ્ઞાયકસ્વભાવ છે તે નિયત–નક્કી થયેલો અનાદિઅનંત
સ્વભાવ છે, તેમાં કદી ફેર પડે નહિ. આત્માના આવા સ્વભાવને જાણનારો જીવ પર્યાયના અનેક પ્રકારોને પણ
જાણતો હોવા છતાં તેને પર્યાયબુદ્ધિ થતી નથી. આત્માના નિયત એકરૂપ ધુ્રવ સ્વભાવને જાણતાં તેનો જ આશ્રય
થાય છે, એ સિવાય કોઈ નિમિત્ત, વિકલ્પ કે પર્યાયના આશ્રયની માન્યતા રહેતી નથી. આ રીતે દરેક નયથી
શુદ્ધ આત્મા જ સધાય છે. જે જીવ અંતરંગમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને નથી દેખતો તેને એકપણ સાચો નય
હોતો નથી.
જ તેનો નિયમ છે. પોતાના જ્ઞાનાનંદસ્વભાવને તે કદી છોડતો નથી. જે આત્મસ્વભાવના આવા નિયમને જાણે
તે નિયમથી મુક્તિ પામે.
તું સદાય અનાકુળ શાંતરસનો કુંડ છો; જો અગ્નિ કદી પોતાની ઉષ્ણતાને છોડે તો ભગવાન આત્મા પોતાના
પવિત્ર ચૈતન્યસ્વભાવને છોડે! પણ એમ કદી બનતું નથી. કેવળજ્ઞાન અને પરમ આનંદ પ્રગટવાના સામર્થ્યથી
સદાય ભરેલો એવો તારો નિયત સ્વભાવ છે, તે સ્વભાવના અવલંબનથી જ ધર્મ પ્રગટે છે, એ સિવાય ક્યાંય
બહારથી ધર્મ આવતો નથી. એકવાર અંતરમાં તારા આવા નિયતસ્વભાવને દેખ.
રાખે છે નરકમાં કે સ્વર્ગમાં, અજ્ઞાનદશા વખતે કે સાધકદશા વખતે, નિગોદમાં હતો ત્યારે કે સિદ્ધમાં હશે ત્યારે,
–કદી પણ તે પોતાના સ્વભાવને બદલીને બીજી રીતે થઈ જતો નથી–એવો આત્માનો નિયતસ્વભાવ છે. જે
આવા નિયતસ્વભાવને જાણે તેને પર્યાયમાં પણ એવું જ નિયત હોય કે અલ્પકાળે મુક્તિ પામે.
પોતાના સ્વભાવને કદી છોડતો નથી–એવો તેનો નિયતસ્વભાવ છે. –આમ બંને સ્વભાવથી આત્માને જે જાણે
તેને ધુ્રવ એકરૂપ સ્વભાવનો મહિમા આવીને તેમાં અંર્તવલણ થયા વિના રહે નહિ.
નિયતધર્મ છે કે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી તે કદી જુદો ન હોય. આત્માનો ત્રિકાળી સ્વભાવ અનંત
સહજાનંદની મૂર્તિ છે. તે સ્વભાવને જોનાર જ્ઞાની જીવ, કોઈ અનુકૂળ નિમિત્તોથી મારો સ્વભાવ નવો ઉત્પન્ન
થાય
PDF/HTML Page 10 of 21
single page version
ગમે તેવા અનુકૂળ–પ્રતિકૂળ પ્રસંગમાં પણ તેને અનંતાનુંબંધી રાગ–દ્વેષ થતાં જ નથી. તે જાણે છે કે મારો આત્મા
ત્રિકાળ ચૈતન્ય જ્ઞાયકપણે નિયત છે; મને મારા જ્ઞાયકસ્વભાવથી છોડાવવાની કોઈ સંયોગોની તો તાકાત નથી,
અને પર્યાયના ક્ષણિક વિકારમાં પણ એવી તાકાત નથી કે મને મારા સ્વભાવથી છોડાવે. જેમ માણસો નિયમ
લ્યે છે કે અમારે અમુક ચીજ ન ખાવી, તેમ આત્માના નિયતસ્વભાવનો એવો નિયમ છે કે ત્રણકાળમાં કદી પણ
પોતાના ચૈતન્યસ્વભાવને છોડીને વિભાવપણે થવું નહિ. ઘડીએ ઘડીએ જે ફરે તેને નિયમ ન કહેવાય.
જ્યાં ઊંચો હીરો કે દાગીનો વગેરેનાં વખાણ સાંભળે ત્યાં તેનો મહિમા આવી જાય છે, પણ આત્મા પોતે
ત્રણલોકનો પ્રકાશક ચૈતન્યહીરો છે તેના સ્વભાવનો મહિમા ગવાય છે તે સાંભળવામાં અજ્ઞાનીને રુચિ કે
ઉત્સાહ આવતો નથી. અહીં તો આત્માનો સ્વભાવ સમજવાની જેને જિજ્ઞાસા જાગી છે તેને આચાર્યદેવ સમજાવે
છે. આત્માનો શુદ્ધસ્વભાવ ત્રિકાળ નિયમિત છે, તેના જ આધારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે, એ સિવાય ક્યાંય
બહારમાંથી, વિકારમાંથી કે ક્ષણિક પર્યાયમાંથી શુદ્ધ પર્યાય આવતી નથી. ભગવાન આત્માએ પોતાની
પવિત્રતાના પિંડને કદી છોડ્યો નથી. પર્યાયમાં જે શુદ્ધતા પ્રગટે છે તે તો પહેલાંં ન હતી ને નવી પ્રગટી, તેથી તે
અનિયત છે, ને શુદ્ધસ્વભાવ ધુ્રવપણે સદા એવો ને એવો જ છે, તેથી તે નિયત છે. પર્યાય જે સમયે જે થવાની
હોય તે જ થાય–એવા પ્રકારે પર્યાયનું જે નિયત છે તેની આ નિયતનયમાં વાત નથી પણ અહીં તો દ્રવ્યના
નિયતસ્વભાવની વાત છે; કેમકે નિયતની સામે પાછો અનિયતસ્વભાવ પણ કહેશે, તેમાં પર્યાયની વાત લેશે.
પર્યાયોના નિયતપણાની (ક્રમબદ્ધ પર્યાયની) જે વાત છે તેમાં નિયત અને અનિયત એવા બે પ્રકાર નથી, તેમાં
તો નિયતનો એક જ પ્રકાર છે કે બધી પર્યાયો નિયત જ છે, કોઈ પણ પર્યાય અનિયત નથી. પરંતુ અત્યારે તો
આત્મવસ્તુમાં નિયતસ્વભાવ અને અનિયતસ્વભાવ એવા બંને ધર્મો ઉતારવા છે, તેથી અહીં નિયત એટલે
દ્રવ્યનો એકરૂપ સ્વભાવ; પર્યાયનો ક્રમ નિયત છે પણ પર્યાયસ્વભાવ ત્રિકાળ એકસરખો રહેનાર નથી તેથી તેને
અહીં અનિયતસ્વભાવ કહ્યો છે. જ્યારે પર્યાયનું નિયતપણું (–ક્રમબદ્ધપણું) કહેવું હોય ત્યારે તો વિકાર પણ
નિયત કહેવાય, જ્ઞાન નિયત છે, જ્ઞેયો નિયત છે, વિકાર નિયત છે, સંયોગ અને નિમિત્ત પણ નિયત છે, જે હોય
તે જ હોય, બીજા ન હોય, જે સમયે જે થવાનું છે તે બધું નિયત જ છે. આવા નિયતના નિર્ણયમાં પણ
જ્ઞાનસ્વભાવની જ દ્રષ્ટિ થઈ જાય છે, અને વસ્તુનો નિયત–અનિયત સ્વભાવ કહ્યો તેના નિર્ણયમાં પણ
ધુ્રવસ્વભાવની દ્રષ્ટિ થઈ જાય છે. દ્રવ્યના નિયતસ્વભાવને જાણતાં રાગને અનિયતધર્મ તરીકે જાણે છે એટલે તે
રાગમાં સ્વભાવબુદ્ધિ થતી નથી, આ રીતે આત્માના નિયતસ્વભાવને જાણતાં રાગથી ભેદજ્ઞાન થઈ જાય છે.
રાગ થાય તે આત્માનો અનિયતસ્વભાવ છે–એમ જાણે અગર તો રાગને તે સમયની પર્યાયના નિયત તરીકે
જાણે તોપણ તે બંનેમાં, ‘આત્માનો નિયતસ્વભાવ તે રાગથી ભિન્ન છે’ એવું ભેદજ્ઞાન થઈને સ્વભાવદ્રષ્ટિ થાય
છે. જે જીવ ત્રિકાળી દ્રવ્યના નિયત સ્વભાવને જાણે તે જ ત્રણે કાળની પર્યાયના નિયતપણાને યથાર્થ જાણે છે,
તેમજ ક્ષણિક ભાવોના અનિયતપણાને પણ તે જ જાણે છે. પર્યાયમાં રાગ થયો તે આત્માનો પોતાનો
અનિયતધર્મ છે એટલે કર્મના ઉદયને લીધે રાગ થયો એ વાત રહેતી નથી. આત્માનો કાયમી સ્વભાવ તે નિયત
છે ને ક્ષણિકભાવ તે અનિયત છે. પૂર્વે અનાદિ કાળમાં આત્મા નરક–નિગોદ વગેરે ગમે તે પર્યાયમાં રહ્યો છતાં
પણ આત્માના નિયતધર્મે તેને પોતાના શુદ્ધસ્વભાવથી એકરૂપ ટકાવી રાખ્યો છે. જ્યાં જ્યાં રખડયો ત્યાં બધેય
પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવને સાથે ને સાથે જ રાખીને રખડયો છે. જો આવા અંર્તસ્વભાવનું જ્ઞાન કરે તો
વર્તમાનમાં અપૂર્વ ધર્મ થાય છે.
એકરૂપ રહેનારો સ્વભાવ નથી પણ પલટી જાય છે તે અપેક્ષાએ તેને અનિયતધર્મ સમજવો. પર્યાય તો
ત્રણેકાળના દરેક
PDF/HTML Page 11 of 21
single page version
તેનો જ્ઞાતા રહી જા. શરીરાદિ મારાં–એ વાત ભૂલી જા, અને રાગને ફેરવું–એ વાત પણ ભૂલી જા, શરીરાદિને
અને રાગાદિને બધાને જાણનારો તારો જ્ઞાનસ્વભાવ છે તેને સંભાળ; તે તારો નિયત સ્વભાવ છે. તારા
નિયતજ્ઞાનસ્વભાવને તેં કદી છોડ્યો નથી.
રાગ તે આત્માનો અનિયતસ્વભાવ છે એટલે કે તે આત્માનો ત્રિકાળ ટકનાર સ્વભાવ નથી–એમ જાણે
‘નિયતવાદ’ ના બહાને અજ્ઞાનીઓ અનેક પ્રકારના ગોટા ચલાવે છે. સર્વજ્ઞદેવે જેમ જોયું છે તે જ પ્રમાણે
તેમાં જ્ઞાનસ્વભાવના નિર્ણયનો મહાન પુરુષાર્થ આવે છે તેની તેમને ખબર નથી. તથા બીજા સ્વચ્છંદી જીવો,
સર્વજ્ઞના નિર્ણયના પુરુષાર્થને સ્વીકાર્યા વગર એકલું નિયતનું નામ લઈને પુરુષાર્થને ઉડાડે છે તેને પણ
નિયતસ્વભાવની ખબર નથી.
નિયત હશે તે થશે. ’ પરંતુ જે નિયત હશે તે થશે’ એમ જાણ્યું કોણે? તેનો નિર્ણય શેમાં કર્યો? –કે મારા
જ્ઞાનમાં; તો તને તારા જ્ઞાનની પ્રતીત છે? જ્ઞાનની મોટપ અને જ્ઞાનના મહિમાને જાણીને, તેની સન્મુખ થઈને,
જ્ઞેયોના નિયતને જે જાણે છે તે તો મોક્ષમાર્ગી સાધક થઈ ગયો છે. તેની ગોમટ્ટસારમાં વાત નથી; પરંતુ જે
મિથ્યાદ્રષ્ટિ જીવ જ્ઞાનસ્વભાવની સન્મુખ થયા વગર તેમ જ સર્વજ્ઞની શ્રદ્ધા કર્યા વગર એકલા પર સામે જોઈને
નિયત માને છે તે મિથ્યા નિયતવાદી છે અને તેને જ ગોમટ્ટસારમાં ગૃહીતમિથ્યાદ્રષ્ટિ કહ્યો છે.
આવો નિયતવાદ હોતો નથી. જેણે પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેની રુચિનો સમ્યક્–પુરુષાર્થ પ્રગટ
કર્યો અને શુભ–અશુભ ભાવોની રુચિ છોડી તેણે જ ખરેખર સમ્યક્નિયતવાદને માન્યો છે, તેમાં ચૈતન્યનો
પુરુષાર્થ છે, મોક્ષનો માર્ગ છે. તેનું વર્ણન સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ૩૨૧–૩૨૨મી ગાથામાં છે, સમ્યગ્દ્રષ્ટિ જીવ
વસ્તુના યથાર્થસ્વરૂપનું કેવું ચિંતવન કરે છે તે તેમાં બતાવ્યું છે.
તેનો નિયતધર્મ છે. આ નિયતધર્મ તો જ્ઞાની અજ્ઞાની બધા જીવોમાં છે, પણ નિયતનય વડે જ્ઞાની જ તેને જાણે
છે. નિયતધર્મ બધા આત્મામાં છે, પણ નિયતનય બધા આત્માને હોતો નથી, જે જ્ઞાની આત્માના
નિયતસ્વભાવને જાણે તેને જ નિયતનય હોય છે.
(૨) સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહેલો, જ્ઞાનીનો નિયતવાદ; તેમાં સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાનસ્વભાવની ભાવનાપૂર્વક
થવા દેતો નથી, એટલે આ જ્ઞાનીનો નિયતવાદ તો વીતરાગતા અને સર્વજ્ઞતાનું કારણ છે.
PDF/HTML Page 12 of 21
single page version
જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની સન્મુખતાના પુરુષાર્થ સહિત જ્ઞાનીનો સમ્યક્નિયતવાદ છે. અને પ્રવચનસારમાં જે
નિયતનયની વાત છે તે બધા જીવોનો ત્રિકાળ એકરૂપ શુદ્ધ ચિદાનંદસ્વભાવ છે તેની વાત છે. આત્મા પોતાના
અસલી ચૈતન્યસ્વભાવને કદી ન છોડે એવો તેનો નિયતસ્વભાવ છે. જે જીવ આવા નિયતસ્વભાવને જાણે તેને
વિકાર ઉપર બુદ્ધિ ન રહે, કેમકે વિકાર તે આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી તેથી આ નિયતમાં તેનો સ્વીકાર
નથી. આ ત્રીજા બોલની અપેક્ષાએ વિકાર તે આત્માનો ‘અનિયતભાવ’ છે, અને બીજા બોલની અપેક્ષાએ તો
વિકારભાવ પણ ‘નિયત’ છે કેમકે તે સમયે તે જ પર્યાયનો ક્રમ નિયત છે.
ક્યારેક નથી હોતો, તેમ જ તે સદા એકસરખો પણ નથી રહેતો–માટે તેને અનિયત કહ્યો છે, પણ પર્યાયના
ક્રમની અપેક્ષાએ તો તે પણ નિયત જ છે. વસ્તુસ્વભાવ ત્રણેકાળ વ્યવસ્થિત પરિણમી રહ્યો છે, તેની ત્રણેકાળની
પર્યાયોમાં એટલી નિયમિતતા છે કે તેના ક્રમનો ભંગ કરવા અનંતા તીર્થંકરો પણ સમર્થ નથી. પર્યાયોનું આવું
વ્યવસ્થિતપણું નક્કી કરનાર જીવ પોતે ત્રિકાળી દ્રવ્યની સામે જોઈને તે નક્કી કરે છે એટલે તે પોતે સ્વભાવ
તરફ ઢળેલો ને મોક્ષપંથે પડેલો સાધક થઈ ગયો છે; ક્રમરૂપ પર્યાયો એક સાથે હોતી નથી એટલે તે ક્રમની પ્રતીત
કરનારની દ્રષ્ટિ અક્રમરૂપ દ્રવ્યસ્વભાવ ઉપર હોય છે, ને તેમાં જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ આવી જાય છે.
ગયું નથી ને કેવળજ્ઞાન થતાં મારા સ્વભાવમાં કાંઈ વધી જતું નથી; પર્યાયમાં વિકાર હો કે નિર્વિકારપણું હો,
પણ મારા નિયતસ્વભાવે તો હું સદા એકરૂપ છું. આમ દ્રવ્યઅપેક્ષાએ અનિયતધર્મ પણ રહેલો છે તેને પણ ધર્મી
જાણે છે, તેનું વર્ણન હવેના બોલમાં કરશે.
ચૈતન્યસ્વરૂપે જ રહે છે. જેમ અગ્નિ કદી પોતાની ઉષ્ણતાથી છૂટો ન પડે એવો તેના સ્વભાવનો નિયમ છે તેમ
આત્માના સ્વભાવનો એવો નિયમ છે કે પોતાના શુદ્ધ ચૈતન્યપણાથી તે કદી છૂટો પડે નહિ.
પુરુષાર્થ સહિત સમ્યગ્દ્રષ્ટિના સમ્યક્ નિયતવાદનું વર્ણન છે. જે પદાર્થની જે સમયે જે પ્રમાણે જે અવસ્થા થવાનું
સર્વજ્ઞદેવના જ્ઞાનમાં પ્રતિભાસ્યું છે તે પદાર્થની તે સમયે તે પ્રમાણે તે જ અવસ્થા નિયમથી થાય છે, કોઈ ઈન્દ્ર
નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ તેમાં ફેરફાર કરી શકતા નથી–આવું વસ્તુસ્વરૂપ સમજનાર સમ્યગ્દ્રષ્ટિને ભેગી એવી પણ
પ્રતીત છે કે હું જ્ઞાતા છું. એટલે પરથી ઉદાસીન થઈને તેનો જ્ઞાતા રહ્યો, ને પોતાની પર્યાયનો આધાર દ્રવ્ય છે તે
દ્રવ્ય તરફ વળ્યો, દ્રવ્યદ્રષ્ટિથી તેને ક્રમે ક્રમે પર્યાયની શુદ્ધતા થવા માંડે છે. –આવો આ સમ્યક્ નિયતવાદ છે.
ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ.
PDF/HTML Page 13 of 21
single page version
તે પોતાના જ્ઞાનસામર્થ્યની પ્રતીત વગર તે બીડું ઝીલી શકે નહિ; ક્રમબદ્ધ જેમ થવાનું નિયત છે તેમ જ થાય છે–
એવું બીડું ઝાલનાર જ્ઞાનમાં જ્ઞાનસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ વગેરે બધા સમવાયો આવી જાય છે.
(૨) દ્વાદશઅનુપ્રેક્ષામાં કહેલો સમ્યક્ નિયતવાદ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે.
(૩) ગોમટ્ટસારમાં કહેલો મિથ્યાનિયતવાદ ગૃહીતમિથ્યાદ્રષ્ટિને જ હોય છે.
–માટે નિયતનો જ્યાં જે પ્રકાર હોય તે સમજવો જોઈએ; માત્ર ‘નિયત’ શબ્દ સાંભળીને ભડકવું ન
પ્રતીત કરવા જતાં બીજા બધા ધર્મોની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે ને પ્રમાણજ્ઞાન થઈને અનંત ધર્મના
પિંડરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે.
નિયત જ છે. પણ તે નિયતના નિર્ણયમાં જ્ઞાતાસ્વભાવનો ‘પુરુષાર્થ’ છે, તે વખતે જે નિર્મળ સ્વપર્યાય પ્રગટી
તે જ તે સમયનો ‘કાળ’ છે, સ્વભાવમાં જે પર્યાય હતી તે જ પ્રગટી છે–તેથી તેમાં ‘સ્વભાવ’ પણ આવી ગયો,
અને જેટલે અંશે નિર્મળ પર્યાય પ્રગટી તેટલે અંશે કર્મનો અભાવ છે–તે ‘નિમિત્ત’ છે. આ રીતે એક સમયમાં
પાંચે બોલ એક સાથે આવી જાય છે. તેમાં નિયત–અનિયતરૂપ અનેકાન્ત ઉતારવો હોય તો, જે ભવિતવ્ય છે તે
‘નિયત’ અને નિયત સિવાયના બીજા ચાર બોલ તે ‘અનિયત’ –એ રીતે નિયત–અનિયતરૂપ અનેકાન્ત તે
ભગવાનનો માર્ગ છે. –પણ તેમાં ‘અનિયત’ શબ્દનો અર્થ ‘આઘુંપાછું કે અનિશ્ચિત’ –એમ ન સમજવો, પરંતુ
આત્માના નિયત ધર્મ સિવાયના બીજા ધર્મોનું નામ ‘અનિયત’ સમજવું.
નથી; વર્તમાનપર્યાયની બુદ્ધિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં ઘૂસી જાય ત્યારે જ સમ્યક્નિયતનો નિર્ણય થાય છે.
પર્યાયમાં સમય સમયનો વિકાર છે તે મારા ત્રિકાળસ્વભાવમાં નથી–એમ બંને ધર્મોથી આત્માને જાણે તો
અવસ્થા વિકાર તરફથી પાછી ખસીને ચૈતન્યસ્વભાવ તરફ ઢળી જાય છે ને સમ્યગ્જ્ઞાન થાય છે.
જાય છે. જેણે નિયતિનો યથાર્થ નિર્ણય કર્યો તેને આત્માના જ્ઞાન–સ્વભાવનો અને કેવળીભગવાનનો તેમ જ
પુરુષાર્થનો વિશ્વાસ પણ ભેગો જ છે. નિયતિનો નિર્ણય કહો, સ્વભાવનો નિર્ણય કહો, કેવળજ્ઞાનનો નિર્ણય કહો,
પાંચ સમવાયનો નિર્ણય કહો, સમ્યક્પુરુષાર્થ કહો–તે બધું એક સાથે જ છે.
નિયતધર્મ છે અને પર્યાયમાં વિવિધતા થાય છે તે અનિયતધર્મ છે, –એ રીતે નિયત અને અનિયત બંને ધર્મો
એક સાથે રહેલાં છે. તેમાં નિયતિનયથી આત્માના દ્રવ્યસ્વભાવનું વર્ણન કર્યું, હવે અનિયતનયથી પર્યાયની વાત
કરશે.
PDF/HTML Page 14 of 21
single page version
PDF/HTML Page 15 of 21
single page version
અમર્યાદિત તાકાત છે; અસંખ્યપ્રદેશમાં પ્રભુતાની તાકાત ભરી છે, સિદ્ધની તાકાત આટલા જ ક્ષેત્રમાં
છે, ત્રણકાળ ત્રણલોકને જાણનારો આટલા સ્વક્ષેત્રમાં જ રહેલો છે. ત્યાં, ‘આટલા અલ્પક્ષેત્રમાં આવો
બેહદસ્વભાવ કેમ હોય!’ –એમ અલ્પક્ષેત્રની સામે જોઈને જે બેહદસ્વભાવમાં સંદેહ કરે છે તે જીવ
પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. આત્માનું ક્ષેત્ર ભલે અસંખ્યપ્રદેશી જ હો, પણ એટલા ક્ષેત્રમાં જ અનંત જ્ઞાન–
દર્શન–આનંદ ઉત્પન્ન કરવાની તાકાત તેનામાં ભરી છે. –આમ આત્મસ્વભાવની અમર્યાદિત પ્રભુતાનો
વિશ્વાસ કરતાં પર્યાય વિકસે છે, નાના–મોટા ક્ષેત્રની સાથે તેને સંબંધ નથી. કોઈને પાંચસો હાથનો
આકાર હોય છતાં મોટો મૂઢ હોય, તથા કોઈને સાત હાથનો આકાર હોય ને કેવળજ્ઞાન પામે. માટે ક્ષેત્ર
ઉપરથી સ્વભાવનું માપ નથી. જુઓ, આકાશ લોકાલોક વ્યાપી અનંતઅનંત પ્રદેશી છે, ને પરમાણુ એક
પ્રદેશી જ છે; છતાં, જેમ અનંત પ્રદેશી આકાશ પોતાના સ્વભાવથી ત્રિકાળ ટકે છે તેમ એક પ્રદેશી
પરમાણુ પણ પોતાના સ્વભાવથી ત્રિકાળ ટકનાર છે; પોતપોતાની સત્તાથી બંને પરિપૂર્ણ છે. આકાશમાં
જેટલા અનંત ગુણો છે તેટલા જ ગુણો એક પરમાણુમાં પણ છે; આકાશનું ક્ષેત્ર મોટું અને પરમાણુનું
ક્ષેત્ર નાનું–છતાં તે બંનેમાં પોતપોતાના સરખાં જ ગુણો છે. આકાશનું ક્ષેત્ર મોટું માટે તેનામાં વધારે
ગુણો ને પરમાણુનું ક્ષેત્ર નાનું માટે તેનામાં ઓછા ગુણો–એમ નથી. આ રીતે ક્ષેત્ર ઉપરથી સ્વભાવની
તાકાતનું માપ નીકળતું નથી. જીવ અસંખ્યપ્રદેશી દ્રવ્ય છે છતાં તેના સ્વભાવમાં અનંત કાળ અને
અનંત ક્ષેત્રના પદાર્થોને જાણવાની તાકાત ભરી છે. તે સ્વભાવનો વિશ્વાસ કરે તો તેની અપાર શક્તિનો
વિકાસ થઈ જાય છે. સ્વભાવની સામે જોવાથી જ સ્વભાવનો વિશ્વાસ થાય છે; એ સિવાય બહારમાં
બીજો કોઈ તેનો ઉપાય નથી.
છે. નિમિત્ત તો પર છે ને પર્યાય અધૂરી છે તેના ઉપર જોર આપતાં તે મર્યાદિતના લક્ષે મર્યાદિતપણું જ
રહે છે, પણ વિકાસ થતો નથી. ત્રિકાળીસ્વભાવનું જોર આપતાં પર્યાયમાં પણ અમર્યાદિતશક્તિ ખીલે
છે.
વિકાસમાં તે જરાય સંકોચ રાખે તેવો નથી. અનંતી કેવળજ્ઞાન પર્યાયો વિકસે તોપણ આત્મામાં કદી
સંકોચ પડતો નથી. આત્મામાં એવી શક્તિ છે કે તેનો વિશ્વાસ કરીને તેનું અવલંબન લેતાં કેવળજ્ઞાન
પૂરું વિકસે, તેમાં સંકોચ ન રહે. પણ આવા આત્માને સમજવાની દરકાર કરવી જોઈએ. બહારમાં બુદ્ધિ
લગાવીને મફતનો અભિમાન કરે છે તેને બદલે અંતરમાં પોતાના આત્માને પકડવા માટે બુદ્ધિ
લગાવવી જોઈએ, તેની રુચિ અને ઉલ્લાસ જોઈએ. અનંતકાળમાં પૂર્વે કદી નથી કરી
PDF/HTML Page 16 of 21
single page version
વધે ને અમર્યાદિત જ્ઞાન–આનંદનો વિકાસ ખીલે. જે જીવ આમ નથી જાણતો તે ખરેખર દેવ–ગુરુ–શાસ્ત્રને
જાણતો નથી, આત્માને જાણતો નથી ને જૈનશાસનને પણ જાણતો નથી.
પર્યાયદ્રષ્ટિ રહેતી જ નથી. અનાદિકાળથી જીવને આ સંસાર પર્યાયબુદ્ધિથી જ ઊભો છે, અંતરમાં પરિપૂર્ણ
શક્તિના પિંડરૂપ દ્રવ્ય સદાય છે, પણ પર્યાયબુદ્ધિ છોડીને તે દ્રવ્યની સામે કદી જોયું નથી. અહો!
ત્રિકાળસ્વભાવના અંતરઅવલોકનની આળસે જ મુક્તિ અટકી છે. જેમ ભગવાન સામે જ બિરાજતા હોય પણ
પોતે આંખ ઉઘાડવાની આળસ કરે તો ભગવાન ક્યાંથી દેખાય? તેમ આત્મા પોતે ચૈતન્યભગવાન છે તે
પોતાની પાસે જ છે પણ અંર્તનયનની આળસે તેને દેખતો નથી, તેથી સંસારમાં રખડે છે. લોકમાં પણ કહે છે કે
‘મારા નયણની આળસે રે....નીરખ્યા ન હરિને જરી’ હરિ એટલે બીજો કોઈ નહિ પણ પોતાનો આત્મા;
નયણની આળસે એટલે જ્ઞાનચક્ષુના પ્રમાદને લીધે પોતે પોતાને દેખ્યો નહિ. પાપના ઓઘને જે હરે તે હરિ; –કઈ
રીતે હરે? કે હરિ એવો જે પોતાનો શુદ્ધ ચૈતન્ય પરમેશ્વર, તેને દ્રષ્ટિમાં લેતાં જ મિથ્યાત્વ વગેરે પાપસમુહનો
નાશ થઈ જાય છે. મિથ્યાત્વાદિનો નાશ કરવો તે પણ વ્યવહારથી કથન છે, ખરેખર તો શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિમાં તે
મિથ્યાત્વાદિની ઉત્પત્તિ જ થતી નથી. જુઓ, આ પ્રભુના દર્શન કરવાની રીત! અહીં આચાર્યદેવ આત્માને પામર
કહીને સંબોધતા નથી પણ આત્માની પ્રભુતા દેખાડે છે; સાક્ષાત્ ચૈતન્યપ્રભુની પ્રગટતા દેખાડાય છે, તું તારા
જ્ઞાનનયન ખોલીને દેખ–એટલી જ વાર છે. સંકોચ અને વિકાર થયો છે તે ક્ષણિક પર્યાયની યોગ્યતા છે પણ તારી
ત્રિકાળી શક્તિ તેવી નથી; માટે તે વિકાર અને સંકોચપર્યાયની સામે જ જોતાં આત્માની પ્રતીત થતી નથી, ત્રિકાળી
આત્મસ્વભાવની સામે જોતાં આત્માની પ્રતીત થાય છે ને તેમાંથી અમર્યાદિત અસંકુચિત વિકાસ પ્રગટે છે.
પણ પોતાના સ્વભાવસામર્થ્યને ધ્યાનમાં લેતો નથી. જો સ્વભાવને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થાય તો પર્યાયમાંથી
સંકોચ ટળીને વિકાસ થયા વિના રહે નહિ. અહીં તો દ્રવ્યપર્યાય સહિતની વાત છે, એટલે કે સાધકની વાત છે;
છે. જે જીવ પોતાની સ્વભાવશક્તિને પ્રતીતમાં નથી લેતો તેને તેનું નિર્મળ પરિણમન ઊછળતું નથી, –એવા જીવની
અહીં વાત નથી.
તે જીવ ભલે રાગ ઘટાડીને ઘણા શાસ્ત્રોની ધારણા કરી જાય તોય તેને આત્માનો લાભ ન થાય. અને, મારી
પર્યાયમાં સંકોચ છે તે મારી પોતાની ભૂલને કારણે છે, કોઈ પરના કારણે
ચેહમાં પડેલા મડદાની શોભાની જેમ સંસારથી ઉદાસ છે અર્થાત્ જેમ સ્મશાનની ચેહમાં પડેલા મડદાને કોઈ હાર
વગેરેથી શણગારે તો ત્યાં કાંઈ મડદું પ્રસન્ન થતું નથી ને તેને બાળે તો કાંઈ ખેદ થતો નથી કેમકે મોહ કરનારો
દ્વેષ નથી કેમકે અંદરના મોહનું મૃત્યું થઈ ગયું છે. અમારા ચૈતન્યના અતીન્દ્રિય આનંદ પાસે અમને પુણ્ય–પાપ
કે શરીર–ભોગ સારા લાગતા નથી, જાગૃત ચૈતન્યની સત્તા પાસે એ બધા મડદા જેવા લાગે છે. –આ પ્રમાણે
ભાનસહિત વૈરાગ્ય પામીને શાંતિનાથ ભગવાને ચારિત્રદશા અંગીકાર કરી.
PDF/HTML Page 17 of 21
single page version
લાભ થાય નહિ. ત્રિકાળી ચૈતન્યસ્વભાવનો પિંડ આત્મા છે તેની સન્મુખતાથી જ આત્માનો લાભ થાય છે તથા
સંકોચ ટળીને વિકાસ પ્રગટે છે. મારો ત્રિકાળી સ્વભાવ શું છે અને પરિણમનમાં સંકોચ કેમ છે–તે વાત સમજ્યા
વિના કોની સામે જોઈને પર્યાયનો વિકાસ કરશે? મંદ–કષાય થયો તેને જ ચૈતન્યનો વિકાસ જે જીવ માની બેઠો
હોય તેને કષાયથી ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન નથી એટલે તેને ચૈતન્યનો વિલાસ પ્રગટે નહિ. મૂળ ભૂલ શું
છે અને તે ભૂલ વગરનો સ્વભાવ શું છે–તે જાણે નહિ ને બફમમાં–ભ્રમણામાં રહી જાય તેને ચૈતન્યનો વિકાસ
થતો નથી; તેને કદાચ કષાયની મંદતા અને જ્ઞાનનો ઉઘાડ ભલે હોય પરંતુ તેમાં આત્માનું હિત નથી, તે
ચૈતન્યનો ખરો વિલાસ નથી. ચૈતન્યના વિલાસની અતીન્દ્રિય મોજ તો કોઈ પરમ અદ્ભુત છે!
કલ્યાણ પ્રગટે નહિ. ભૂલનો જ ખ્યાલ ન આવે તો તે ભૂલ ભાંગીને ભગવાન ક્યાંથી થાય? ભગવાનપણું અને
ભૂલ–એ બંનેને જે જીવ સમજે તેને પોતામાં ભૂલ ટળીને ભગવાનપણાનો વિકાસ થયા વિના રહે નહિ. મારો
સ્વભાવ શું છે અને અંતરની સૂક્ષ્મ ભૂલ ક્યાં રહી જાય છે એની ખબર પડ્યા વગર અગિયાર અંગ ભણ્યો તોપણ
જીવની ભૂલ ભાંગી નહિ. જો વર્તમાનમાં ભૂલ છે તો નક્કી થાય છે કે નિજસ્વભાવની જેવી રુચિ હોવી જોઈએ તેવી
રુચિ કરી નથી, અને જો ભૂલ ન હોય તો નિજસ્વરૂપ સમજાયું હોવું જોઈએ અને તેના આનંદ વગેરેનો વિલાસ
ખીલવો જોઈએ. સંકોચ વગરનો મારો સ્વભાવ કેવો છે અને અત્યાર સુધી પર્યાયમાં સંકોચ કેમ રહ્યો–એ વાત જેને
પકડતાં ન આવડે તે જીવ સંકોચપર્યાયનો નાશ ન કરી શકે અને તેને સંકોચ વગરનો વિકાસ પ્રગટે નહિ.
પણ નક્કી કર્યું જ છે કે તે પર્યાયો દ્રવ્યમાંથી આવે છે, બહારથી નથી આવતી; એટલે એમ નક્કી કરનારની દ્રષ્ટિ
બહારમાં નથી રહેતી પણ અંતરમાં પોતાના દ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ જાય છે. અને દ્રવ્યમાં તો સંકોચ વગરનો
વિકાસ થવાનો સ્વભાવ છે તેથી તે દ્રવ્યની દ્રષ્ટિના જોરે પર્યાયમાં ક્રમબદ્ધ વિકાસ જ થતો જાય છે. આ રીતે
ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં દ્રવ્યદ્રષ્ટિ અને મોક્ષમાર્ગનો અપૂર્વ પુરુષાર્થ આવી જાય છે.
એકત્વરૂપ છે, તે પર્યાયમાં પણ અમર્યાદિત તાકાત છે. આત્મા અમુક ક્ષેત્ર અને અમુક કાળને જ જાણી શકે–એવી
મર્યાદા નથી; પણ અમર્યાદિત ક્ષેત્ર અને અમર્યાદિત કાળને જાણે એવી તેના ચૈતન્યવિલાસની અમર્યાદિત શક્તિ
છે. પાંચ ક્રોડ માણસોના ટોળામાં લાઉડસ્પીકરથી કોઈક એમ બોલ્યું કે ‘આત્મા અનંત ગુણનો ભંડાર છે, તેને
ઓળખો!’ ત્યાં સાંભળનારા બધાને તેવો ખ્યાલ આવે છે, અને ‘અત્યારે આ પાંચ ક્રોડ માણસો આ જાતનું
સાંભળી રહ્યા છે’ –એમ પાંચ ક્રોડનું જ્ઞાન એક સેકંડમાં થઈ જાય છે, પાંચ ક્રોડનું જાણતાં કાંઈ પાંચ ક્રોડ
સેકંડની વાર નથી લાગતી. જ્ઞાનનો સ્વભાવ તો એકસાથે બધું જાણી લેવાનો છે, તેમાં મર્યાદા એટલે કે હીનતા
રહે તે તેનો સ્વભાવ નથી. જ્યાં આત્માની આવી શક્તિનું ભાન થયું અને તેનો વિકાસ થયો ત્યાં અનંત
સિદ્ધભગવંતો તીર્થંકરો કેવળી ભગવંતો સંતો વગેરેનો ખ્યાલ પોતાના જ્ઞાનમાં આવી ગયો; પછી તે જીવને શંકા
રહેતી નથી, બીજાને પૂછવું પડતું નથી. આત્માનું જ્ઞાનસામર્થ્ય એવું બેહદ વિશાળ છે કે એક તેને જાણતાં બધાનું
જ્ઞાન થઈ જાય છે.
સ્વભાવનો પૂર્ણ વિકાસ જેમને પ્રગટી ગયો હોય એવા કેવળીની અંર્ત–બાહ્ય દશા કેવી હોય, તે સ્વભાવના સાધક
સંત–મુનિઓની દશા કેવી હોય, સમ્યગ્દ્રષ્ટિ જીવોની દશા કેવી હોય, પર્યાય–
PDF/HTML Page 18 of 21
single page version
પણ શક્તિનું જ્ઞાન કરતાં આખા દ્રવ્યનું, ગુણોનું, પર્યાયનું, વિપરીતદશાનું, સમ્યક્દશાનું, સાધકનું ને
સિદ્ધનું–એમ બધાનું જ્ઞાન થઈ જાય છે. ચૈતન્યનો બેહદ વિલાસ પ્રગટ કરીને અતીન્દ્રિય આનંદની મોજ
માણે એવો અનાદિઅનંત ગુણ આત્મામાં છે. અવિનાશી ચૈતન્યતત્ત્વનો વિકાસ કોના આશ્રયે પ્રગટે? શું
નાશ થવાયોગ્ય એવા શુભ વિકલ્પરૂપ વ્યવહારના આશ્રયે, સંયોગના આશ્રયે કે ક્ષણિક પર્યાયના આશ્રયે
અવિનાશી ચૈતન્યતત્ત્વનો વિકાસ થાય? પોતાનો જે અમર્યાદિત સ્વભાવ ત્રિકાળ છે તેનો વિશ્વાસ કરતાં
ચૈતન્યનો વિકાસ પરિપૂર્ણ ખીલી જાય છે. જેનો આશ્રય કરતાં ક્ષણમાત્રમાં સંકોચ ટળીને અમર્યાદિત
ચૈતન્યશક્તિનો વિકાસ થઈ જાય–એવો આ આત્માનો સ્વભાવ છે. આવા આત્માનો નિર્ણય કરીને તેનો
આશ્રય કરવો તે જ ધર્મ છે. જુઓ, આમાં પોતાના આત્મા સિવાય દેવ–ગુરુ–શાસ્ત્રના આશ્રયની વાત ન
કરી, ભક્તિના શુભરાગથી ધર્મ થાય એ વાત પણ ઊડી ગઈ, વ્યવહારના અવલંબનના ભુક્કા ઊડી ગયા,
નિશ્ચય આત્મસ્વભાવની દ્રષ્ટિમાં વ્યવહારના અવલંબનનો અભાવ છે, તો પછી નિમિત્ત અને સંયોગ તો
ક્યાંય દૂર રહ્યા! સમ્મેદશિખર કે મહાવિદેહક્ષેત્ર વગેરે બહારના ક્ષેત્રમાં જાઉં તો મારા ચૈતન્યનો વિકાસ
થાય–એ વાત ન રહી, પરંતુ અંતરની ચૈતન્યસત્તાનો આશ્રય કરતાં બેહદ જ્ઞાનસામર્થ્ય ખીલી જાય છે, તે
જ્ઞાનમાં સમ્મેદશિખર અને મહાવિદેહક્ષેત્ર વગેરે બધું જણાઈ જાય છે. આખી આત્મવસ્તુ જ
અંતર્મુખદ્રષ્ટિનો વિષય છે. જૈનશાસનનું એક પણ રહસ્ય અંતરની દ્રષ્ટિ વિના સમજાય તેવું નથી.
પદાર્થોમાં શ્રેષ્ઠ એવો ચૈતન્યમૂર્તિ આત્મા અસંખ્યપ્રદેશી ક્ષેત્રવાળો હોવા છતાં તેનામાં અનંત
સ્વભાવસામર્થ્ય ભર્યું છે. બહારથી શરીર કે પર્યાયને જુઓ તો ઓરડી જેવું નાનું લાગે પણ અંતરમાં
દ્રવ્યને જોતાં તેમાં અનંતી તાકાતનો ભંડાર ભર્યો છે. જેમ સારો ઉદાર શેઠ હોય તે દુષ્કાળ વખતે ફંડમાં
બીજાની મદદ ન માગે પણ બીજાની મદદ વગર પોતે એકલો જ પૂરું કરે; તેમ જગતનો રાજા
ચૈતન્યભગવાન આત્મા પોતે અનંત સામર્થ્યનો ભંડાર છે, તે એવો ઉદાર છે કે પોતામાં સંસારપર્યાયરૂપી
દુષ્કાળ ટાળીને અનંત આનંદમય મોક્ષદશા પ્રગટ કરવા માટે કોઈ પરની મદદ લ્યે તેવો નથી, પોતે
એકલો પોતાના સ્વભાવની તાકાતથી પર્યાયનો સંકોચ ટાળીને વિકાસ કરીને મોક્ષદશા પ્રગટ કરે છે.
અસંકુચિતવિકાસત્વ શક્તિવાળા ભગવાન આત્માનો આશ્રય કરતાં પર્યાયમાં પૂર્ણ વિકાસ પ્રગટી જાય છે.
પહેલાંં આવી શ્રદ્ધા પણ જે ન કરે તેનામાં ચારિત્રદશાની કે મુનિપણાની લાયકાત હોય જ નહિ.
છે ને વ્યવહારની ઉપેક્ષા છે; અભેદ દ્રવ્યની જ પ્રધાનતા છે ને પર્યાયની ગૌણતા છે. –આવા મોક્ષમાર્ગને
સાધતાં સાધકને પર્યાયમાંથી સંકોચ ટળીને પૂર્ણ વિકાસ પ્રગટી જાય છે. ચૈતન્યસ્વભાવમાં એવાં અક્ષય
નિધાન ભર્યાં છે કે તેમાંથી ગમે તેટલું કાઢ્યા જ કરો તોપણ ખૂટે નહિ. આત્મા કહે છે કે મારામાં
પરિપૂર્ણ નિધાન ભર્યાં છે, જે જોઈએ તે લઈ જાઓ, જેવડી દશા જોઈએ તેવડી પ્રગટ કરો, મારામાં કદી
સંકોચ પડે તેમ નથી; પરમઅવગાઢ શ્રદ્ધા, દિવ્ય કેવળજ્ઞાન, અનંત અતીન્દ્રિય આનંદ અને અનંત વીર્ય–
એવા અનંત સ્વચતુષ્ટયરૂપ અમર્યાદિતદશા મારામાંથી પ્રગટ કરો. પણ તે કઈ રીતે પ્રગટે? કે અંતર્મુખ
અવલોકન વડે જ તે પ્રગટે છે, બહારમાં અવલોકનથી તે પ્રગટતા નથી. અંતર્મુખ થઈને સ્વભાવશક્તિની
પ્રતીત કરતાં તેના અવલંબને પર્યાયમાંથી ક્રમેક્રમે સંકોચ ટળીને વિકાસ થતો જાય છે ને અલ્પકાળમાં
પૂર્ણતા પ્રગટી જાય છે. તે પૂર્ણતા પ્રગટ્યા પછી તેમાં ફરીને કદી સંકોચ થતો નથી. આવી તેરમી શક્તિની
પ્રતીતિ તે તેરમા ગુણસ્થાનનું કારણ છે.
PDF/HTML Page 19 of 21
single page version
જેમ વ્યસની માણસને પોતાના વ્યસનની ચીજ વગર એક પણ દિવસ ચાલતું નથી તેમ
આત્માર્થી જીવને આત્માના સ્વાધ્યાય–મનનનું વ્યસન લાગી જાય છે. જેમ બને તેમ
સદ્ગુરુના સાક્ષાત્ સત્સમાગમમાં રહીને આત્માનું શ્રવણ–મનન કરવું જોઈએ; અને
જ્યારે સદ્ગુરુના સાક્ષાત્ સત્સમાગમનો યોગ ન બની શકે ત્યારે તેમની આજ્ઞા
અનુસાર શાસ્ત્રનું વાંચન અને મંથન કરવું જોઈએ. ‘પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ ત્યાં
આધાર સુપાત્ર’ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગમાં રહીને શ્રવણ–મનન કરવું તે તો ઉત્તમ છે,
બતાવનારા સત્શાસ્ત્રોની સ્વાધ્યાય અને મનન કરવું તે સુપાત્ર જીવોને આધારરૂપ છે.
શ્રાવકોએ હંમેશા કરવા યોગ્ય છ કર્તવ્યોમાં સ્વાધ્યાયને પણ એક કર્તવ્ય ગણ્યું છે. રોજ
રોજ નવા નવા પ્રકારના વાંચન–મનનથી આત્માર્થી જીવ પોતાના જ્ઞાનની નિર્મળતા
વધારતો જાય છે. ગમે તેવા સંયોગમાં અને ગમે તેવી પ્રવૃત્તિમાં પડ્યો હોય તોપણ
હંમેશા ચોવીસ કલાકમાંથી કલાક બે કલાકનો વખત તો સ્વાધ્યાય મનનમાં ગાળવો જ
જોઈએ, અરે! છેવટમાં છેવટ.....ઓછામાં ઓછો પા કલાક તો હમેશાંં નિવૃત્તિ લઈને
એકાંતમાં શાંતિપૂર્વક આત્માના સ્વાધ્યાય ને વિચાર કરવા જ જોઈએ. હમેશાંં પા કલાક
વાંચન–વિચારમાં કાઢે તોપણ મહિનામાં સાડાસાત કલાક થાય; તથા હંમેશ–હંમેશ સત્નું
સ્વાધ્યાય–મનન કરવાથી અંતરમાં તેના સંસ્કાર તાજા રહ્યા કરે અને તેમાં દ્રઢતા થતી
નિવૃત્તિ લઈને આત્માનો વિચાર કરવા પણ જે નવરો ન થાય તોપછી વિકલ્પ તોડીને
આત્માના અનુભવનો અવસર તેને ક્યાંથી આવશે? માટે આત્માર્થી જીવોએ ગમેતેવા
ક્ષેત્રમાં કે ગમેતેવી પ્રવૃત્તિમાં પણ નિરંતર અમુક વખત તો ચોક્કસપણે સત્નો સ્વાધ્યાય
ને મનન કરવું જોઈએ. ‘જાણે હું તો જગતથી છૂટો છું, જગતની સાથે મારે કાંઈ સંબંધ
નથી, જગતના કોઈ કામનો બોજો મારા ઉપર નથી, હું તો અસંગ ચૈતન્યતત્ત્વ છું’ –આ
પ્રમાણે, નિવૃત્ત થઈને ઘડી–બે–ઘડી પણ પોતાના આત્માનું ચિંતન–મનન કરવું જોઈએ.
સત્પુરુષની વાણીનું વારંવાર અંતરમાં ચિંતન અને મનન કરવું તે અનુભવનો ઉપાય છે.
PDF/HTML Page 20 of 21
single page version
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પોતામાં જેટલા અંશે પ્રગટ કરે તેટલા અંશે ભગવાનની
સાચી સ્તુતિ થાય છે. જડ દેહ અને ભગવાનઆત્મા જુદા છે, એટલે શરીરની
સ્તુતિથી ભગવાનઆત્માની સ્તુતિ પરમાર્થે થતી નથી, ભગવાનના આત્માની
સ્તુતિથી જ પરમાર્થસ્તુતિ થાય છે; અને પરમાર્થમાં તો જેવો ભગવાનનો
આત્મા છે તેવો જ પોતાનો આત્મા છે, તેથી પોતાના શુદ્ધ જ્ઞાયક આત્માની
શ્રદ્ધા–જ્ઞાન ને સ્થિરતા તે જ ભગવાનની પરમાર્થસ્તુતિ છે, તે ધર્મ છે; અને
તેના લક્ષે વચ્ચે ભગવાન તરફનો વિકલ્પ ઊઠે તે વ્યવહારસ્તુતિ છે, તેનાથી
પુણ્યબંધન છે. જે હજી સર્વજ્ઞભગવાનની શું દશા છે તેને ઓળખે નહિ તેમજ
સર્વજ્ઞભગવાન જેવો પોતાના આત્માનો સ્વભાવ છે તેને પણ ઓળખે નહિ–
એવા જીવને સાચી સ્તુતિ હોતી નથી; તે જીવ ભગવાન પ્રત્યેનો શુભરાગ કરે
તેને અહીં દેહની સ્તુતિ કહેવામાં આવી છે. કેમકે જેને રાગ સાથે એકત્વબુદ્ધિ
છે તેને દેહ સાથે એકત્વબુદ્ધિ પણ ઊભી જ છે તેથી તે દેહની જ સ્તુતિ કરે છે.
દેહ અને રાગથી ભિન્ન ચૈતન્યમૂર્તિ આત્માને તો તે ઓળખતો નથી તો તેને
વીતરાગભગવાનની સાચી સ્તુતિ ક્યાંથી હોય? ભગવાનનો આત્મા દેહ અને
રાગથી રહિત ચૈતન્યમૂર્તિ છે, તેવો જ મારો આત્મસ્વભાવ છે–એવું ભાન
કરીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તેણે ભગવાનની સાચી સ્તુતિ કરી, તે
ભગવાનનો ભક્ત થયો.
ભગવાનના ભક્તને ભાન છે કે જેવો વીતરાગ કેવળી ભગવાનનો આત્મા છે
તેવો જ મારો આત્મા છે, ભક્તિ કરતાં જે રાગ થાય છે તે પુણ્યબંધનું કારણ
પરમાર્થસ્તુતિ છે. પણ, ભગવાન પાંચસો ધનુષ ઊંચા, ભગવાન
કંચનવરણા–એવા વર્ણનદ્વારા ભગવાનઆત્માની પરમાર્થસ્તુતિ થતી નથી,
કેમકે તે તો દેહનું વર્ણન છે. જો તે વખતે દેહથી જુદા આત્માના સ્વભાવનું
લક્ષ હોય તો તે સ્તુતિને ભગવાનની વ્યવહારસ્તુતિ કહેવાય. તે
વ્યવહારસ્તુતિથી પુણ્ય છે ને આત્મસ્વભાવની ઓળખાણરૂપ જે
પરમાર્થભક્તિ છે તે ધર્મ છે, તે ભક્તિથી જન્મ–મરણનો નાશ થાય છે. જો
આત્માના પરમાર્થસ્વભાવને ન ઓળખે તો ભગવાનની ભક્તિથી જન્મ–
મરણ ટળતા નથી, તેણે ખરેખર ભગવાનની ભક્તિ કરી નથી પણ રાગની
ભક્તિ કરી છે.
જે રાખવા જેવો માને તે જીવ વીતરાગનો ભક્ત નથી પણ મિથ્યાદ્રષ્ટિ છે.
વીતરાગનો ભક્ત રાગને કેમ આદરે?