PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
કરીને મારી વીતરાગતામાં જેટલી વૃદ્ધિ કરું તેટલો મને લાભ છે, અને જે રાગ રહી
PDF/HTML Page 3 of 21
single page version
દિવસનો રાખવામાં આવ્યો છે; તા. ૧૮ માર્ચ ને
PDF/HTML Page 4 of 21
single page version
મહિમા જાણીને તેની ભાવના તો કર. એની ભાવનાથી તારા ભવના નિવેડા
આવશે. અહો! આવી આત્મભાવના કરીને સંતો નિજસ્વરૂપમાં ઠરે ત્યાં જગતનું
જોવા ક્યાં રોકાય? સંતાને તો આત્માની જ ધૂન લાગી છે, આત્માના આનંદની જ
લગની લાગી છે.
ચારિત્રદશા પ્રગટ કરીને મુનિ થયા; એ વાત ગયા અંકમાં આવી ગઈ છે. હવે તે
ચારિત્રદશાનું વર્ણન તથા મુનિપદનો મહિમા કહેવાય છે.
આવી છે.
થઈ ગઈ. તેમાં મુનિદશાના ચારિત્રનું વર્ણન કરતાં તેઓ શ્રી કહે છે કે–
होज्जं समसुहदुक्खो सो सोक्खं अक्खयं लहदि।।
જીવ પરિણમે શ્રામણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે. ૧૯૫.
તીર્થંકરોને ક્ષપકશ્રેણી જ હોય ઉપશમશ્રેણી ન હોય, ને આ ગાથામાં પણ આચાર્યદેવે રાગાદિના ક્ષયની વાત
કરીને ક્ષાયિકભાવ જ લીધો છે.
છે, એ સિવાય ચારિત્રદશા કે મુનિપદ હોતું નથી. મુનિ તો તેને કહેવાય કે જેના ચરણે ગણધરના પણ નમસ્કાર
પહોંચે. અહો! ગણધરથી વંદન થવા યોગ્ય એ પદ કેવું? ગણધરના નમસ્કાર ઝીલવાની જેની તાકાત પ્રગટી તે
મુનિદશાની શું વાત કરીએ!! ગણધરદેવ જ્યારે નમસ્કારમંત્ર બોલે ત્યારે કહે છે કે––
PDF/HTML Page 5 of 21
single page version
એવું સાધુપદ પ્રગટ કર્યું. જ્ઞાનસ્વભાવનું ભાન તો પહેલાંં હતું જ, ને હવે જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા વડે આત્મામાં
ચારિત્રની કોતરણી કરી. ભગવાન ચારિત્રદશા પ્રગટ કરીને આત્મધ્યાનમાં લીન થયા ને તરત જ મનઃપર્યયજ્ઞાન
પ્રગટ્યું, હજી તેમને કેવળજ્ઞાન થયું ન હતું ત્યારે પણ તેમને મહાવિદેહ વગેરે ક્ષેત્રના ગણધરોનો નમસ્કાર ‘
ભગવાનની ચારિત્રદશા તો અંતરમાં આત્માના આશ્રયે હતી, તે ચારિત્રદશામાં દુઃખનું વેદન ન હતું પણ
આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ હતો.
તેમ ભગવાને રાજ્ય અને રાણીઓ પ્રત્યેના રાગને છોડી દીધો, પછી તેની સામુંય જોયું નહિ. હજારો રાણીઓ
વલખતી અને ઝંટિયા તોડતી રહી ગઈ કે અરેરે! અમને ભોગમાં સાથ આપનારો આજે એકલો વનમાં ચાલ્યો
જાય છે....ત્યારે ઈંદ્રાણી તેમને શાંત પાડતાં કહે છે કે અરે રાણીઓ! શાંત થાવ....શાંત થાવ...એણે તો હવે
રાગની લાગણીઓનો ક્ષય કર્યો છે, હવે તેને તમારા પ્રત્યે રાગની વૃત્તિ નથી, તે તો ‘સમ સુખદુઃખ’ થયા છે,
એને કોઈ પ્રત્યે રાગ નથી તેમ જ કોઈ પ્રત્યે દ્વેષ નથી...એ ભોગ ખાતર અવતર્યા નથી પણ તીર્થંકર થવા
અવતર્યા છે. ભગવાન મિથ્યાત્વનો તો નાશ કરીને જ અવતર્યા હતા ને હવે સ્વભાવના આશ્રયે રાગ–દ્વેષનો ક્ષય
કરીને તેઓ શ્રામણ્યમાં પરિણમે છે.....એવા વીતરાગી શ્રામણ્ય વડે હવે તો ભગવાન કેવળજ્ઞાન પ્રગટ કરીને
અક્ષય સુખને પામશે.
ઊઠે–એવી વીતરાગી મુનિઓની દશા હોય છે.
થઈ ગઈ કે–
મિત્ર કે શત્રુ, નિંદા કે પ્રશંસા, જીવન કે મરણ–એ બંને દશાઓ પ્રત્યે વીતરાગી સમભાવ છે, આ ઠીક અને આ
સામો જીવ કોઈ ભક્તિ કરે કે કોઈ નિંદા કરે તે બંને પ્રત્યે સમભાવ છે એટલે કે ખરેખર બાહ્યમાં લક્ષ જ નથી.
અહા! આયુષ્ય હો કે ન હો, દેહ લાખો વર્ષ ટકો કે આજે જ વિયોગ થાવ–એનો તે વીતરાગી સંતોને હર્ષ કે શોક
નથી. અરે, અપ્રમત્ત યોગીઓને ભવ અને મોક્ષ પ્રત્યે પણ સમભાવ છે એટલે કે ‘ભવ ટાળું ને મોક્ષ કરું’ એવો
રાગદ્વેષનો વિકલ્પ પણ નથી, તેઓ તો સ્વભાવના અનુભવમાં જ મગ્ન છે. સ્વભાવના અનુભવની લીનતામાંથી
બહાર નીકળીને મોક્ષની વૃત્તિ પણ નથી થતી... સ્વભાવના આનંદની લીનતામાં એટલો સમભાવ પ્રગટી ગયો
છે કે ‘ભવ ક્યારે ટળે’ એવો વિકલ્પ ઊઠતો નથી તેમ જ ‘અલ્પકાળે મોક્ષ થશે’ એવો
PDF/HTML Page 6 of 21
single page version
ઉપસર્ગ કરે તો ત્યાં દ્વેષ નથી. સંસારમાં અમારા કોઈ સ્વજન કે શત્રુ નથી, અમે તો અમારા ચિદાનંદ આત્મામાં
લીન થઈને ડોલીએ છીએ, ચૈતન્યના આનંદસાગરમાં અમે ઝૂલીએ છીએ, ક્યાંય બહારમાં અમારું લક્ષ જતું
નથી.–આવી મુનિવરોની અનુભવદશા હોય છે. તેમણે પોતાના આત્મા સાથે સંબંધ જોડીને જગત સાથેના
સંબંધને તોડી નાખ્યો છે.
આવી વીતરાગી મુનિદશા પ્રગટ્યા પહેલાંં ચૈતન્ય જ્ઞાયકતત્ત્વની આંર્તદ્રષ્ટિપૂર્વક ‘કોઈ પર મારાં મિત્ર કે શત્રુ
નથી’–એવી બુદ્ધિથી ધર્મી જીવોને સમ્યક્શ્રદ્ધાનો વીતરાગી સમભાવ હોય છે, ‘કોઈ પર મારા મિત્ર કે શત્રુ’
એવી મિથ્યાબુદ્ધિથી થતા રાગદ્વેષ તેને ટળી ગયા છે. મારા આત્માનું હિત કે અહિત કરનાર આ જગતમાં કોઈ
નથી. જેને પોતાના ભાવમાં રુચે તે પ્રશંસા કરે અને જેને ન રચે તે દ્વેષ કરે, પણ સૌ પોતપોતામાં જ તેવા ભાવ
કરે છે; મેં તો મારા આત્માને સમભાવમાં પરિણમાવ્યો છે–એમ શ્રામણ્યમાં પરિણમેલા મુનિઓના હૃદયમાં શાંતિ
છે.... અહો! તે મુનિઓની શાંતિ! તે સંતોને આત્માની જ ધૂન લાગી છે, આત્માના આનંદની જ લગની લાગી
છે, આત્માની રમણતાની ધૂનમાં સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો ભોગવટો કરે છે.....સાધક સંતો
આત્માના સહજ આનંદરસમાં લીન રહે છે.
એકલો મારી મેળે ચૈતન્યની લગનીથી ‘“.....“....’ કરતો સ્મશાનમાં જઈને દેહથી ભિન્ન આત્માનું ધ્યાન
કરું...“ના વાચ્યભૂત ભગવાન શુદ્ધાત્માને ધ્યાનમાં લઈને ચૈતન્યસ્વરૂપને જાગૃત કરતો, સ્મશાનમાં મોહને
મડદાની જેમ ખાખ કરી નાંખું! હજી આવી દશા આવ્યા પહેલાંં આ વાત સમજીને તેની ભાવના કરવામાં પણ
અલૌકિક નિર્જરા થાય છે. આ ભાવનામાં એક ને એક વાત ફરી ફરીને આવે તોય પુનરુકિતદોષ લગતો નથી.
જેને જેની લગની લાગી હોય તે તેની ભાવનાને વારંવાર ઘૂંટયા કરે છે. જગતના અજ્ઞાની જીવો વિષય–કષાયની
ઊંધી ભાવનાને વારંવાર ઘૂંટે છે, ને અહીં આત્મામાં ઠરવાની વીતરાગી ભાવના વારંવાર ઘૂંટાય છે.
વાઘ શરીરને ખાઈ જશે એવો વિકલ્પ પણ મનમાં ન હોય....અમે તો અંતરની ચૈતન્યગુફામાં રહેનાર અરૂપી
આનંદકંદ, તેને કોણ ખાય?–ને કોણ કરડે? આ જડ શરીર તે અમારી ચીજ નથી, દેહથી ભિન્નતા જાણીને તેનું
મમત્વ છોડી દીધું છે. વાઘ આવીને શરીરને ખાઈ જાય તો, અમે જે શરીરને છોડવા માંગીએ છીએ (–અર્થાત્ જેનું
મમત્વ છોડી દીધું છે) તેને તે લઈ જાય છે તેથી તે અમારો મિત્ર છે. ખરેખર તો મુનિઓને ચૈતન્યની લીનતામાં
એવી વીતરાગતા થઈ ગઈ છે કે દેહ પ્રત્યેનો વિકલ્પેય નથી ઊઠતો.–અહો! આવી આત્મભાવના કરીને સંતો
નિજસ્વરૂપમાં ઠરે ત્યાં જગતનું જોવા ક્યાં રોકાય! –આવી અશરીરી ચૈતન્ય સ્વભાવની ભાવના વિના ધર્મ ન
હોય. અશરીરી ચૈતન્યની ભાવના ભાવતાં ભવનો અભાવ થઈ જાય છે. પરની ભાવના કરવામાં તો ભાઈ! તારો
અનંતકાળ ચાલ્યો ગયો.....હવે આવા ચૈતન્યનો મહિમા જાણીને તેની ભાવના તો કર. એની ભાવનાથી તારા
ભવના નિવેડા આવશે. શ્રી શાંતિનાથ ભગવાન આવી ભાવના કરીને મુનિ થયા તેમ દરેક જીવે પોતે પોતાની
શક્તિ પ્રમાણે ભાવના કરવી. આવી ભાવનામાં સૌએ સાથ આપવા જેવો છે, આવી ભાવનાનું અનુસરણ કરવા
જેવું છે.
PDF/HTML Page 7 of 21
single page version
ક્યારે હોઈએ! ‘અમે તો આનંદકંદ છીએ’ એવા ભાનપૂર્વક સ્વભાવની ભાવના ભાવીને, રાગ તોડીને શાંતિનાથ
ભગવાન વીતરાગી મુનિ થયા, સુખ–દુઃખમાં સમભાવી થયા; સર્વ પ્રકારના ઉપસર્ગમાં સમતાની ભાવના
ભાવીને–એટલે કે તે ઉપસર્ગની ઉપેક્ષા કરીને–નિજ ચૈતન્યમાં લીનતાથી આવી મુનિદશા થઈ. વન જંગલમાં
એકાકી વિચરતા ભગવાનને બહારના સંયોગનું કાંઈ દુઃખ ન હતું, તેઓ તો આત્માના અતીનિદ્રય આનંદની
મોજમાં લીન હતા. મુનિદશામાં દુઃખ નથી, મુનિદશા તો પૂર્ણાનંદસ્વરૂપ સિદ્ધદશાનું સાધન છે, એટલે
પૂર્ણાનંદદશાના સાધનરૂપ તે મુનિદશામાં પણ સિદ્ધભગવાન જેવા આનંદનો અંશે અનુભવ હોય છે. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ મુનિદશા તો સર્વ દુઃખના નાશનું કારણ છે, તો તે પોતે દુઃખરૂપ કેમ હોય? જેઓ ચારિત્રને
કષ્ટદાયક કે દુઃખરૂપ માને છે તેઓને મુનિદશાનું કાંઈ ભાન જ નથી. બહારના સંયોગનું દુઃખ સંતોને નથી, સંતોને
તો સ્વભાવની અપૂર્વ શાંતિનું વેદન છે.
ખરેખર આત્માનું ચારિત્ર નથી; પણ અંતરમાં ત્રિકાળી ચૈતન્યનાથ અનંત આનંદની ખાણ છે તે ફાટીને તેમાંથી
ચારિત્રદશા પ્રગટે છે. ચૈતન્યમાં એકાગ્રતાથી જ ચારિત્ર અને કેવળજ્ઞાન પ્રગટે છે ચારિત્રદશા પામનાર મુનિને
પ્રથમ તો ધ્યાનમાં સ્થિર થતાં સાતમા ગુણસ્થાનની અપ્રમત્તદશા પ્રગટે છે; તે વખતે તો ‘હું મુનિ છું કે હું ધ્યાન
કરું છું’–એવી રાગની વૃત્તિ પણ હોતી નથી. અંર્તમુહૂર્ત પછી છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રત વગેરેની વૃત્તિ ઊઠે છે.
ધોખમાર્ગમાં એવી જ સ્થિ્તિ છે કે મુનિને પહેલાંં અપ્રમત્તદશા થાય, ગુણસ્થાનશ્રેણીમાં પહેલાંં સાતમું ગુણસ્થાન
આવે ને પછી જ છઠ્ઠું ગુણસ્થાન આવે. મુનિઓને પ્રમત્તદશા એકસાથે લાંબો કાળ ટકતી નથી પણ અપ્રમત્તદશાનો
નિર્વિકલ્પ અનુભવ વારંવાર થયા જ કરે છે.
નાશ કરીને ‘સમસુખદુઃખ’ એટલે કે વીતરાગભાવ થયો તે જ મુનિનું ચારિત્ર છે અને અક્ષયસુખની પ્રપ્તિ તે જ
તેનું ફળ છે; વચ્ચે રાગ આવે તે ચારિત્ર નથી અને સ્વર્ગ મળે તે ચારિત્રનું ફળ નથી. સ્વર્ગનો ભવ થાય તે તો
રાગનું ફળ છે, રાગ છેદીને વીતરાગી ચારિત્રના ફળમાં મુક્તિ થાય છે.
શુભરાગ તે ધર્મ નથી. ખરેખર સ્વર્ગમાં સુખ કે રાગમાં ધર્મ ભગવાને કદી કહ્યો નથી; પણ વીતરાગભાવે
આત્મામાંથી પ્રગટતું સુખ તે જ સાચું સુખ અને ધર્મ છે. બહારની સામગ્રીમાં તો ભગવાનને પહેલાંં ચક્રવર્તીનો
રાજવૈભવ હતો છતાં તેમાં સુખ નથી એમ ભગવાને જાણ્યું હતું, તેથી તેને છોડીને ચાલ્યા ગયા. જો તે પુણ્યના
ફળમાં સુખ હોત તો ભગવાન તેને કેમ છોડત? ભગવાને તો તે પ્રત્યેનો રાગ છોડીને આત્માના અક્ષયસુખને
સાધ્યું. એવું પૂર્ણ સુખ પામ્યા પછી ભગવાનને અવતાર હોતો નથી. જુઓ, આ ભગવાનનું ચારિત્ર! એ
ચારિત્રદશા પછી ભગવાનને ભવ હોતો નથી. અહો! ભગવાનનો માર્ગ તો જુઓ....અપ્રતિહતપણે સીધું
કેવળજ્ઞાન. અંતરના ચૈતન્યમાર્ગે ચડ્યા તે પાછા ન પડે.
અપ્રમત્તદશા થઈ, તેમ જ મનઃપર્યયજ્ઞાન પ્રગટ થયું. ભગવાનને મતિ–શ્રુત–અવધિ એ ત્રણ જ્ઞાન તેમ જ
જાતિસ્મરણ જ્ઞાન તો હતા ને તે ઉપરાંત મનઃપર્યયજ્ઞાન થયું. અહીં તો ભગવાનના દીક્ષાકલ્યાણકનો
સ્થાપનાનિક્ષેપથી દેખાવ છે....તો જ્યારે તીર્થંકર ભગવાનનો દીક્ષાકલ્યાણક સાક્ષાત્ થતો હશે તે પ્રસંગે કેવી દશા
હશે? અહો! જે ચક્રવર્તી હતા,
PDF/HTML Page 8 of 21
single page version
વાત!! ધન્ય તે કાળ.....અને ધન્ય તે ભાવ. છ ખંડમાં સર્વોત્તમ જેમનું રૂપ હતું, ઉત્તમ ભોગ હતો અને જે તીર્થંકર
છે એવા શાંતિનાથ ભગવાન ચારિત્રદશા ધારણ કરીને અપ્રમત્તસ્વરૂપમાં ઝૂલી રહ્યા છે....ક્ષણમાં ભેદની કે
મહાવ્રતની વૃત્તિ ઊઠે છે ને બીજી ક્ષણે તે વૃત્તિ તોડીને પાછા નિર્વિકલ્પ આત્મઅનુભવમાં એવાં લીન થઈ જાય
છે–જાણે કે સિદ્ધ બેઠા... આવી ભગવાનની દશા છે. આવી ચારિત્રદશા અત્યારે તો ધોખપંથે મહાવિદેહ ક્ષેત્રમાં
છે..... અત્યારે અહીં એવી દશાના દર્શનના ભાગ્ય ક્યાંથી હોય!–પણ એ દશા કર્યા વગર કોઈની મુક્તિ હોતી નથી.
નથી, ચૈતન્યના અનુભવમાં આનંદની લીનતામાં ક્યાંય સુખ–દુઃખની લાગણી થતી નથી એટલે સમભાવે (–
રાગ–દ્વેષ રહિત વીતરાગભાવે) ચૈતન્યમાં લીનતા વડે જીવ શ્રામણ્યભાવમાં પરિણમે છે તેનું નામ ચારિત્રદશા
અને મુનિપદ છે. એવા ચારિત્રવાળો જીવ અલ્પકાળે મુક્તિનું અક્ષય સુખ પામે છે.
તેથી આત્મા અકાર્ય છે, અને આત્મા કોઈ પરવસ્તુના દ્રવ્ય ગુણ કે પર્યાયને કરતો નથી તેથી આત્મા અકારણ છે;
પર સાથેના કાર્ય–કારણભાવ વગરનો આત્મા પોતે સર્વેથી ભિન્ન એક દ્રવ્યસ્વરૂપ છે. આવા આત્માને જે ઓળખે
તેને સ્વભાવનું કાર્ય પ્રગટ્યા વિના રહે નહિ. આત્મસ્વભાવના અવલંબને જે નિર્મળ પર્યાય પ્રગટી તે આત્માનું
કાર્ય છે અને આત્મા જ તેનું કારણ છે. એ સિવાય કોઈ પણ પર ચીજ આત્માના કાર્યનું કારણ છે જ નહીં.
આત્મામાં અનંત શક્તિઓ છે પણ તેમાં કોઈ એવી શક્તિઓ નથી કે જેથી આત્મા પરનું કારણ થાય. આત્માનું
કારણ પર નહિ ને પરનું કારણ આત્મા નહિ; આત્માના સ્વકારણકાર્ય આત્મામાં, ને પરના કારણકાર્ય પરમાં.
PDF/HTML Page 9 of 21
single page version
વ્યવહારરત્નત્રય તે કારણ અને આત્માનું સમ્યગ્દર્શન તે કાર્ય–એમ નથી. સમ્યગ્દર્શન વગેરે નિર્મળપર્યાય પ્રગટી
તે આત્મામાં અભેદ છે, એટલે જેમ વ્યવહારરત્નત્રયના કારણથી આત્મદ્રવ્ય નથી બનતું તેમ તેની નિર્મળ પર્યાય
પણ નથી બનતી. કારણ–કાર્ય અભેદ છે, અહીં વિકાર સાથે પણ આત્માને કારણ કાર્ય પણું સ્વીકાર્યું નથી. પરંતુ
એનો અર્થ એમ ન સમજવો કે કર્મના કારણે વિકાર થાય છે! અહીં તો આત્માની ત્રિકાળી શક્તિઓની વાત છે,
ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્મામાં વિકાર થતો જ નથી, માટે આત્મા વિકારનું કારણ નથી–એમ
સમજવું.
મહિમા નથી પણ પોતાની અનંતશક્તિઓ વડે જ આત્માનો મહિમા છે. જેમ કંદોઈની દુકાને અફીણ કે કોડિયાં
ન મળે પણ માવો મળે, અને અફીણવાળાની દુકાને માવો ન મળે પણ અફીણ મળે, જેની પાસે જે હોય તે તેની
પાસેથી મળે; તમે આત્મા જ્ઞાન–આનંદ વગેરે અનંતગુણનો ભંડાર છે, તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરતાં તેમાંથી
ગુણ મળે, પણ વિકાર કે જડ તેમાંથી ન મળે. પુણ્ય–પાપ તો અફીણના ગોટા જેવા છે તેની દુકાન જુદી છે, અને
શરીર–મન–વાણીની ક્રિયા તે કુંભારના કોડિયા જેવી છે, તેમાં ક્યાંયથી આત્માનો ધર્મ મળે તેમ નથી, અને
આત્મસ્વભાવની દુકાનેથી તે કોઈ મળે તેમ નથી. જડનું કોઈ તત્ત્વ અથવા જડની ક્રિયા કે પુણ્ય–પાપના વિકારી
ભાવોને આત્માના અંર્તસ્વરૂપમાં શોધે તો તે મળે તેમ નથી. અને જડની ક્રિયામાં કે વિકારી ભાવમાં આત્માના
અંર્તતત્ત્વને શોધે તો તે પણ મળે તેમ નથી. જેમ અફીણવાળાની દુકાને જઈને કોઈ એમ કહે કે ‘દસ શેર માવો
સારા દૂધનો આપજો!’ –તો તે મૂર્ખ જ કહેવાય. અફીણવાળા પાસે અફીણનો માવો હોય પણ દૂધનો માવો ન
હોય. તથા કુંભારના ઘરે જઈને કોઈ કહે કે ‘દસ શેર તાજા પેંડા આપજો’ તો તે મૂર્ખ જ કહેવાય. કુંભારના ઘરે
તો માટીના પિંડા હોય પણ ત્યાં કાંઈ પેંડા ન મળે. તેમ જ કંદોઈની દુકાને આવીને કોઈ કહે કે ‘પાંચ તોલા સારું
અફીણ આપજો’ અથવા પચાસ કોડિયાં આપજા!’–તો તે મૂર્ખ જ કહેવાય. તેમ આત્મા અનંત ગુણની મૂર્તિ
કંદોઈની દુકાન જેવો છે, તેની પાસેથી આનંદરસ મળે છે, તેને બદલે વિકારમાં કે જડની ક્રિયામાં આનંદ લેવા
જાય અથવા તેનાથી ધર્મ માને તો તે જીવ પરમાર્થે મોટો મૂર્ખ–મિથ્યાદ્રષ્ટિ છે, જે જીવ શરીરની ક્રિયાથી અનેક
પુણ્યથી ધર્મ માને છે તે જીવ લૌકિકમાં ભલે ગમે તેવો બુદ્ધિવાળો ગણાતો હોય પરંતુ પરમાર્થમાર્ગમાં મૂર્ખ જ છે.
વળી કંદોઈની દુકાને અફીણ કે કોડિયાં લેવા જનાર જેમ મૂર્ખ છે તેમ ચિદાનંદભગવાન આત્મા પાસે જડની ક્રિયા
અને વિકાર કરાવવાનું માને છે તે પણ મૂઢ–મિથ્યાદ્રષ્ટિ જ છે. અજ્ઞાનીઓ શરીરની ક્રિયાથી ને પુણ્યથી આત્માની
મોટાઈ માને છે, પણ શરીરની ક્રિયાનું કે પુણ્યનું કારણ થાય એવો આત્માનો સ્વભાવ જ નથી–એનું અજ્ઞાનીને
ભાન નથી.
તેમનાથી આ આત્માનું કાંઈ કાર્ય થતું નથી તેમ જ આ આત્મા તેમના કાર્યને કરતો નથી. વળી પુણ્ય પાપ પણ
આત્માના સ્વભાવથી અન્ય છે એટલે તેનાથી આત્માનું સમ્યગ્દર્શનાદિ કાંઈ કાર્ય થાય–એમ નથી, તેમ જ
આત્મા કારણ થઈને તે વિકારી ભાવોરૂપ કાર્યને ઉત્પન્ન કરે–એમ પણ નથી. આવો આત્માનો અનાદિઅનંત
અકાર્યકારણ સ્વભાવ છે. પોતાનું કાર્ય પરથી થાય નહિ અને પોતે પરનું કાર્ય કરે નહિ–એવી અકાર્યકારણત્વ
શક્તિ તો જોકે બધા દ્રવ્યોમાં છે, પરંતુ અત્યારે આત્માની ઓળખાણ કરાવવા માટે તેની શક્તિઓનું વર્ણન
ચાલે છે. કોઈપણ દ્રવ્યમાં એવી શક્તિ નથી કે બીજાના કાર્યને કરે. અને કોઈપણ દ્રવ્ય એવું પરાધીન નથી કે
પોતાના કાર્યને માટે જુદા કારણની અપેક્ષા રાખે.–આવું વસ્તુસ્વરૂપ છે, આ જૈનદર્શનનું રહસ્ય છે.
PDF/HTML Page 10 of 21
single page version
મૂકવા માટે સો મણની મોટી કેંચી ઉપર ચડતી હોય ત્યાં ભ્રમથી–સંયોગી દ્રષ્ટિથી–અજ્ઞાની એમ સમજે છે કે
પચાસ મજૂરોએ ભેગા થઈને બળ કર્યુ તેથી આ કેંચી ઊચી થઈ. હવે ખરી રીતે જોતાં વસ્તુસ્વરૂપ તો એમ છે કે
મજૂરો અને કેંચી બંને તદ્ન ભિન્ન ભિન્ન ચીજો છે, તેથી કોઈના કારણે બીજામાં કાંઈ કાર્ય થાય નહિ. મજૂરોનું
કાર્ય મજૂરોમાં છે ને કેંચીનું ઊંચું થવાનું કાર્ય કેંચીમાં છે. માટે કેંચી કેંચીના જ કારણે ઊંચી થઈ છે, મજૂરોના
કારણે નહિ.
ભિન્ન કાર્યને કરી રહ્યો છે, બે રજકણો ભેગાં થઈને એકમેકપણે કાર્ય કરતાં જ નથી. જો આ પ્રમાણે રજકણે–
રજકણના ભિન્ન ભિન્ન કાર્યને સમજે તો પરની ક્રિયા કરવાનું અભિમાન ઊડી જાય, ને તેનું વલણ
આત્મસ્વભાવ તરફ વળી જાય.
તાકાત ભેગી થઈ જ નથી તો પછી મજૂરોએ કેંચી ઉપાડી–એ વાત ક્યાં રહી? શું એક મજૂરથી સો મણની કેંચી
ઊપડે? ન જ ઉપડે. જો એક મજૂરથી કેંચી ન ઉપડે તો બીજા મજૂરથી પણ ન ઉપડે, ત્રીજાથી પણ ન ઉપડે, એ
પ્રમાણે કોઈ મજૂરથી ન ઉપડે. તો પછી બધા મજૂરો ભેગા થઈને કેંચી ઉપાડે એ વાત પણ રહેતી નથી, કેમકે
દરેક મજૂરની તાકાત પોતપોતામાં જ છે, કોઈની તાકાત પોતામાંથી નીકળીને બીજામાં જતી નથી એટલે બે
મજૂરની તાકાત કદી ભેગી થતી નથી. જુઓ આ વીતરાગી વિજ્ઞાનની દ્રષ્ટિ!! સામે કેંચીમાં બે પરમાણુ ભેગા
થઈને કામ કરતાં નથી ને અહીં બે મજૂરો ભેગા થઈને કામ કરતાં નથી, એટલે કોઈના કારણે બીજાનું કાર્ય થયું
એ વાત રહેતી નથી. આ પ્રમાણે સમસ્ત વસ્તુઓમાં પરસ્પર અકાર્યકારણપણું છે.
થાય છે. ‘અકાર્યકારણ’ શબ્દમાં જે ‘અ’ છે તે કાર્ય અને કારણ બંનેની સાથે લાગુ પડે છે એટલે કે આત્મદ્રવ્ય
પરનું કાર્ય નથી તેમ જ પરનું કારણ પણ નથી. જે જીવ ખરેખર સમસ્ત પર દ્રવ્યો સાથે પોતાનું અકાર્યકારણપણું
સમજે તેને સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળ કાર્ય પ્રગટ્યા વિના રહે નહિ. આત્મા પરના કાર્યનું કારણ થાય એવી
શક્તિ જ તેનામાં નથી; તેમ જ પોતાના કાર્યને માટે પર કારણની અપેક્ષા રાખે એવી પરાધીનતા પણ તેનામાં
નથી. આમ સમજે તેને ક્યાંય પર સાથે ‘આ મારું કાર્ય ને આ મારું કારણ’ એવી એકત્વબુદ્ધિ ન રહે, એટલે
સ્વભાવના આશ્રયે નિર્મળ કાર્ય પ્રગટે. તેનું કારણ પણ આત્મા પોતે જ છે, બીજું કોઈ કારણ છે જ નહિ; એકેક
સમયની પર્યાય પોતે જ પોતાના કારણ–કાર્યપણે વર્તે છે. પરમ શુદ્ધદ્રષ્ટિમાં તો કારણ કાર્યના ભેદ જ નથી,
કારણ–કાર્યના ભેદ કહેવા તે પણ વ્યવહાર છે.
ખરેખર નિમિત્તને કારણ કાર્ય થવાનું માની લ્યે તો તેને સ્વ–પરતત્ત્વની એકત્વબુદ્ધિ છે, તેને યથાર્થ કારણ–
કાર્યની ખબર નથી. કારણ અને કાર્ય જુદાં જુદાં દ્રવ્યોમાં હોય જ નહિ. કારણ એક દ્રવ્યમાં ને તેનું કાર્ય બીજા
દ્રવ્યમાં એમ હોય નહિ, છતાં જે તેમ માને તેને બે દ્રવ્યોમાં એકત્વબુદ્ધિ છે.
તેમ જ નિમિત્ત વડે, પુણ્ય–પાપ વડે કે વ્યવહાર વડે આત્મદ્રવ્યની રચના થઈ શકતી નથી એટલે કે તે કોઈ વડે
PDF/HTML Page 11 of 21
single page version
થઈ,–તો એમ નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની રચનામાં આત્માના સ્વભાવ સિવાય બીજું કોઈ કારણ છે જ
નહિ. આત્મા પોતાના કાર્યમાં કોઈ બીજાની સહાય લેતો જ નથી અને પોતે કોઈ બીજાનું કારણ થતો નથી–
આવી સ્વયંસિદ્ધ અકાર્યકારણશક્તિ તેનામાં ત્રિકાળ છે. ભલે લાખો વર્ષ ભગવાનની ભક્તિ કરે, પણ પરને
લીધે આત્મામાં કાર્ય થાય–એવો ગુણ આત્મામાં નથી, તેમ જ તે ભક્તિનો રાગ કારણ થઈને તેનાથી
સમ્યગ્દર્શનરૂપ કાર્ય પ્રગટે એમ પણ બનતું નથી.
તેમાં પણ આત્મદ્રવ્ય કારણ નથી–આવું આત્માની અકાર્યકારણત્વશક્તિનું સામર્થ્ય છે. આવો સ્વભાવ સમજતાં
પર ઉપર દ્રષ્ટિ રહેતી નથી. પણ દ્રવ્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે. જડ કર્મ થાય તેનું કારણ આત્મા નથી. ક્ષણિક
વિકારપરિણામ થાય તેના કારણપણે આખું દ્રવ્ય નથી એટલે આવા દ્રવ્યની સન્મુખ જોનાર જીવને ક્ષણિક
વિકારની કર્તૃત્વબુદ્ધિ રહેતી નથી. ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરતાં વિકારની ઉત્પત્તિ થતી નથી માટે ત્રિકાળી દ્રવ્ય
વિકારનું કારણ નથી. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની જ ઉત્પત્તિ થાય છે તેથી તે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું કારણ થાય એવો દ્રવ્યનો સ્વભાવ છે.
તો દ્રવ્યમાં અભેદ છે એટલે વ્યવહારરત્નત્રયથી જેમ દ્રવ્ય નથી બનતું તેમ નિર્મળપર્યાય પણ તેનાથી બનતી
નથી. પર્યાય દ્રવ્યમાંથી આવે કે પરમાંથી? પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે છે એટલે પર્યાયનો પિતા દ્રવ્ય છે. દ્રવ્ય
જ પોતાની પર્યાયનું ઉત્પાદક છે તેને બદલે બીજાને ઉત્પાદક માનવો તે કલંક છે. જેમ પુત્રનો જે પિતા હોય તેને
બદલે બીજાને પિતા મનાવે તો તે લોકવ્યવહારમાં કલંક છે, તેમ નિર્મળપર્યાયરૂપ પ્રજાનો પિતા દ્રવ્ય છે, દ્રવ્યના
આશ્રયે તે પર્યાય પ્રગટી છે તેને બદલે બીજાને તેનું કારણ મનાવવું તે કલંક છે. પુણ્ય–પાપમાંથી, નિમિત્તમાંથી કે
વ્યવહારમાંથી આત્માનું કાંઈ કાર્ય થતુ નથી, અને આત્માનો સ્વભાવ તે પુણ્ય–પાપનો કે વ્યવહારનો કર્તા નથી.
તો પછી આત્મા દેશનું કાંઈ કરે કે શરીરનું કાંઈ કરે કે પૈસા વગેરે લેવા–દેવાની ક્રિયા કરે–એ વાત તો છે જ નહિ.
આત્મા તેનો કર્તા નથી. પર્યાયબુદ્ધિવાળો જીવ આ વાત યથાર્થપણે માની શકે નહિ. આત્મા તો જ્ઞાન–દર્શન–સુખ
વગેરે અનંત સ્વભાવની મૂર્તિ છે, તેનામાં એવો કોઈ સ્વભાવ નથી કે જે વિકારનું કારણ થાય!–અથવા પરના
કાર્યને કરે!
વિનાનો છે. સર્વજ્ઞ ભગવાને આત્મામાં એવો કોઈ ગુણ નથી જોયો કે શરીર–મન–વાણી વગેરે સરખાં હોય તો
આત્મામાં ધર્મનું કાર્ય થાય; તેમ જ આત્માના કારણે શરીર–મન–વાણી સરખાં રહે એવો પણ કોઈ ગુણ
ભગવાને જોયો નથી. તો હે મૂઢ! તું વળી સર્વજ્ઞથી વધારે ડાહ્યો ક્યાંથી નીકળ્યો! આત્માથી પરનું કાર્ય કદી પણ
થતું જ નથી તો મફતનો પરનું કરવાનું તું કેમ માને છે? જો શરીર–મન–વાણી વગેરેનાં કાર્યો આત્માથી થતાં
હોય તો તેમનાથી આત્મા કદી જુદો પડે નહિ અને પોતાનું સ્વકાર્ય કરવા તે કદી નવરો થાય નહિ. એ જ પ્રમાણે
દ્રવ્ય પોતે કારણ થઈને જો પુણ્ય–પાપને રચે તો દ્રવ્યમાંથી પુણ્ય–પાપ કદી જુદા જ ન પડે, એટલે વીતરાગતા તો
ન થાય પરંતુ ભેદજ્ઞાન થવાનો અવસર પણ રહે નહિ. માટે દ્રવ્ય પોતે વિકારનું કારણ નથી.–આમ સમજતાં
સ્વભાવ અને વિકારનું ભેદજ્ઞાન થાય છે અને સ્વભાવના અવલંબને વિકાર ટળીને વીતરાગતા પ્રગટે છે.
PDF/HTML Page 12 of 21
single page version
તેમ થઈ રહ્યું છે, જગતનો બોજો મારા માથે નથી, હું મારા આત્માનું સાધી લઉં–આ પ્રમાણે ધર્મી જીવ
સ્વસન્મુખ થઈ પોતેપોતાનું હિત સાધે છે.
અને આત્માથી શરીરનું કાંઈ કાર્ય થતું નથી; છતાં અજ્ઞાની જીવ પરનો મોહ કરે છે.
છૂટી જાય; એટલે પરનું સ્વામીપણું છોડી પોતે પોતાની શક્તિની સંભાળ કરીને સિદ્ધદશાને સાધે. સંસારી જીવ
અનાદિથી પોતાની નિજનિધિને ભૂલ્યો છે તેને સર્વજ્ઞદેવ તેની નિધિ બતાવે છે. જેમ દીકરીને સાસરે મોકલતાં
કરિયાવર આપે છે તેમ જીવને સિદ્ધદશારૂપી સાસરે મોકલવા માટે કેવળી ભગવાન કરિયાવર આપે છે. કોઈ પૂછે
કે–આ આત્માની અનંત શક્તિની વાત શા માટે સંભળાવો છો? તો કહે છે કે–હવે તને સંસારમાંથી સિદ્ધદશામાં
મોકલવો છે તેથી તને તારી રિદ્ધિ સોંપાય છે. ‘તો આત્માની સાથે શું આપશો?’ કે–આત્મામાં પોતાની અનંતી
શક્તિ છે તે ઓળખાવીને તેની અનંતી નિર્મળ પર્યાયો પ્રગટ કરીને આત્માને સિદ્ધ દશામાં સાથે આપશું, તેનો
ભોગવટો સાદિઅનંતકાળ સિદ્ધદશામાં સાથે રહેશે. એટલે કે આત્માની અનંતશક્તિની પ્રતીત કરે તેને
અલ્પકાળમાં આવી સિદ્ધદશા થયા વિના રહે નહિ.
સગપણ બાંધ્યું. જેમ પુત્રી માબાપને ત્યાં હોય ત્યારે તો એમ માને કે આ મારું ઘર અને આટલી અમારી મૂડી.
પણ સગપણ થતાં જ તેની દ્રષ્ટિ ફરી ગઈ કે આ ઘર અને આ મૂડી મારાં નહિ, તે મારી સાથે આવવાનાં નથી
પણ જ્યાં સગપણ કર્યું તે ઘર અને તે ઘરની મૂડી મારી છે. તેમ અજ્ઞાની જીવ અનાદિકાળથી સંસારમાં ઊછર્યો
છે, શરીર તે હું, પુણ્ય–પાપ તે હું–એમ બાલકપણે તે માની રહ્યો છે. હવે અનંત શક્તિના પિંડ આત્મા સાથે તેનું
સગપણ કરાવીને જ્ઞાની કહે છે કે જો ભાઈ! તારે સિદ્ધ થવું છે ને!....‘હા’....તો તારી સાથે તારા અનંત ગુણની
ઋદ્ધિ આવશે, પણ આ શરીર–મન–વાણી–લક્ષ્મી–કુટુંબ કે પુણ્ય–પાપ તે કોઈ તારી સાથે આવશે નહિ; તારી
અનંતગુણની ઋદ્ધિ તારી સાથે કાયમ રહેશે, પણ શરીર કે પુણ્ય–પાપ તે કોઈ ચીજ તારી સાથે કાયમ રહેવાની
નથી. આમ સમજતાં જ જીવની દ્રષ્ટિ ફરી જાય છે કે અહો! મારી અનંત શક્તિઓ મારામાં છે તેનો જ હું સ્વામી
છું, તે જ મારું સ્વરૂપ છે, તેને ભૂલીને શરીરને તથા પુણ્ય–પાપને મેં ભ્રમથી મારું સ્વરૂપ માન્યું હતું પણ તે કોઈ
મારું સ્વરૂપ નથી, તે કોઈ મારી સાથે રહેવાના નથી. જુઓ, સાચું સમજતાં જ દ્રષ્ટિ ગુલાંટ મારે છે, પરસન્મુખ
દ્રષ્ટિ હતી તે છૂટીને સ્વસન્મુખ દ્રષ્ટિ થઈ જાય છે, તેમાં અપૂર્વ પુરુષાર્થ છે.
આમ ધર્મી જીવ પરનું સ્વામિત્વ છોડીને પોતાની સ્વભાવઋદ્ધિનો સ્વામી થાય છે. પરથી લાભ–નુકશાન થાય
એવી દ્રષ્ટિ તેને છૂટી ગઈ ને આત્મા સાથે સગપણ કર્યું.
PDF/HTML Page 13 of 21
single page version
કુટુંબ વગેરે કોઈ તારી સાથે નહિ આવે; માટે પર મારું કારણ ને હું પરનો કારણ–એવી બુદ્ધિ છોડ. પર સાથે
દ્રષ્ટિમાં ક્યાં રહી? પરનો નિમિત્ત થવા ઉપર જેની દ્રષ્ટિ છે તેને સ્વસન્મુખદ્રષ્ટિ નથી પણ પર ઉપર જ દ્રષ્ટિ છે.
નથી, જો ત્રિકાળી આત્મા રાગાદિનું નિમિત્તકારણ હોય તો તે નિમિત્તપણું કદી છૂટે નહિ, સિદ્ધમાં પણ રાગ–દ્વેષ
વાત ચાલે છે. પુણ્ય–પાપ આત્માના અશુદ્ધ ઉપાદાનથી થાય ને કર્મ તેમાં નિમિત્ત છે–એ બંને વાત પરમાં જાય
વર્તે અને આ વાત સમજાઈ જાય–એમ બને નહિ. જ્ઞાનપ્રધાન વર્ણન ચાલતું હોય ત્યારે એ બધી વાત વિસ્તારથી
જિનદશા કેવી હોય તેનો વિચાર અને સદ્ગુરુની આજ્ઞા તે આત્માનું સ્વરૂપ સમજવામાં નિમિત્તકારણ છે, કુદેવ–
નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આત્મા અકારણસ્વભાવ છે, તેના અનુભવ માટે બીજું કોઈ કારણ છે જ
આત્માનો સ્વભાવ જ નથી. તેમ જ આત્મા પરનું કારણ થાય એવો પણ તેનો સ્વભાવ નથી.
થયા જ કરે! શરીર બરાબર રહે તે જડની ક્રિયા છે, આત્માને કારણે નહિ; સર્પ કરડે અને ઘેન ચડે ત્યાં આત્મા
નજીક બિરાજતા હોય–એ બધા બાહ્મપદાર્થો કારણ થઈને આત્માનું કાંઈ કાર્ય કરી દ્યે એમ જે માને છે તેને
પરનું કારણ નથી ને પરનું કાર્ય પણ નથી–એવા એકદ્રવ્યસ્વરૂપ છે, એવો તેનો અકાર્યકારણસ્વભાવ છે. આવા
PDF/HTML Page 14 of 21
single page version
પરંતુ એમ માનનાર મૂઢ છે, તેણે આત્માને કે આત્માની શક્તિઓને જાણી જ નથી. આત્માની અનંત શક્તિનું
કાર્ય તો આત્મામાં હોય કે આત્માથી બહારના પદાર્થમાં હોય? વળી જો આત્મા પરનું કાર્ય કરે, તો શું પર
પદાર્થમાં તેનું પોતાનું કાર્ય કરવાની શક્તિ નથી? આત્મા પરનું કરે એમ માનનારે પરદ્રવ્યની શક્તિને પણ
જાણી નથી અને પરથી ભિન્ન પોતાની આત્મશક્તિને પણ જાણી નથી.
અનેકાન્તનું સ્વરૂપ છે. આ વાત સ્પષ્ટ કરવા માટે આચાર્યદેવે આત્માની કેટલીક ખાસ શક્તિઓનું વર્ણન કર્યું
છે. અનંતશક્તિઓ છે તે બધીયે વચનગોચર ન થઈ શકે, વચનમાં તો અમુક જ આવી શકે. અનંતશક્તિઓને
એક સાથે પ્રતીતમાં લેવા જતાં શક્તિમાન એવો અભેદ આત્મા દ્રષ્ટિમાં આવી જાય છે અને નિર્વિકલ્પ
સમ્યગ્દર્શન થાય છે.
કર્યો નથી. કેવળજ્ઞાન તો જેના એક ગુણની માત્ર એક સમયની પર્યાય, એવી એવી અનંતી પર્યાયો થવાનું એક
જ્ઞાનગુણનું સામર્થ્ય, અને એવા અનંત ગુણો જેનામાં ભર્યા છે તે વસ્તુના મહિમાની શું વાત!! તે વસ્તુનો
મહિમા સમજે તો તેમાં અંતર્મુખ થઈને આનંદનું વેદન થાય.
પર વસ્તુને કે તેનાં કોઈ કાર્યને આત્મા કરતો નથી અને આત્માને કે આત્માના કોઈ કાર્યને પરવસ્તુ કરતી
નથી. આ રીતે આત્મા કોઈનું કાર્ય કે કારણ નથી. શરીર વગેરે જડ પદાર્થોમાં જે કાર્ય થાય છે તેનું કારણ
આત્મા નથી, તથા આત્મામાં જે કાર્ય થાય છે તેમાં જડ પદાર્થ કારણ નથી. આત્માનો આવો ત્રિકાળી સ્વભાવ
છે કે પોતે કોઈનું કાર્ય કે કારણ નથી એટલે આત્મા પોતે કોઈ અન્યનું કાર્ય નથી, તેમ જ પોતે કારણરૂપ
થઈને કોઈ બીજાના કાર્યને નિપજાવતો નથી. કોઈ પર કારણ થયું અને આત્મા તેના કાર્યપણે ઉત્પન્ન થયો–
એમ પણ નથી; તથા આત્મા કારણ થયો અને પર દ્રવ્ય તેનું કાર્ય થયું–એમ પણ નથી; આ રીતે કોઈ પણ પર
વસ્તુના દ્રવ્ય–ગુણ કે પર્યાય સાથે કાર્ય–કારણ સંબંધ વગરના એકદ્રવ્યસ્વરૂપ એવો આત્માનો અકાર્યકારણ
સ્વભાવ છે. આત્મવસ્તુમાં જ્ઞાનાદિ અનંત ગુણોની સાથે એક આવી ‘અકાર્યકારણ’ શક્તિ પણ છે.
‘અકાર્ય=આત્માના દ્રવ્ય–ગુણ કે પર્યાય પરથી થયા નથી; અને ‘અકારણ= આત્મા પોતે પરવસ્તુના દ્રવ્ય–ગુણ
કે પર્યાયને કરતો નથી.
એટલે કે જ્ઞાન પરમાં લીનતાથી પાછું ફરીને પોતાના સ્વભાવમાં ઠરે છે. ‘મને કોઈ કરે અથવા હું કોઈને કરું’
એવી માન્યતામાં તો સ્વ–પરની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા એકાન્ત થઈ જાય છે; પણ ‘હું’ કોઈનું કાર્ય–કારણ નથી,
મારો કોઈ કર્તા નથી ને હું કોઈનું કારણ નથી’ એવા જ્ઞાનમાં સ્વ–પરની પૃથકતારૂપ અનેકાન્ત છે. પરમાં
એકત્વબુદ્ધિ તે મિથ્યા એકાન્ત છે; સ્વમાં એકત્વબુદ્ધિ તે સમ્યક્ એકાન્ત છે, અને સ્વ–પરના ભેદજ્ઞાન અપેક્ષાએ
તે જ સમ્યક્ અનેકાન્ત છે. જે જીવ પરપદાર્થો સાથે પોતાનું કાર્ય–કારણપણું માને છે તેને સ્વપરની એકત્વબુદ્ધિનું
મિથ્યાત્વ છે, એવા જીવને મુનિપણાંનો કે શ્રાવકપણાંનો કોઈ પણ ધર્મ હોતો જ નથી.
તું પોતે બેઠો છો પછી ‘ન હોઉં તો’ એ વાત ક્યાં રહી?
PDF/HTML Page 15 of 21
single page version
ચેતન છે અને જે જડ છે તે પોતાના સ્વભાવથી જ જડ છે, તે સ્વભાવમાં કોઈ કારણ છે જ નહિ. એટલે આ
ચેતન કેમ અને આ જડ કેમ–એવો પ્રશ્ન જ રહેતો નથી.
સ્વભાવ હોય તે જ હોય, બીજી પર્યાય ન જ હોય –એવો તેનો સ્વભાવ છે, તેમાં કોઈ બીજું કારણ નથી.
‘આમ કેમ?’ એવો પ્રશ્ન ઉઠાડવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.
હોય. જો પર્યાયનું કારણ પર કહો તો તેનો અર્થ એ થયો કે દ્રવ્ય પોતે પર્યાય વગરનું છે એટલે કે દ્રવ્ય જ નથી.
ભેદ પાડીને કહેવું હોય તો દ્રવ્ય કારણ અને પર્યાય કાર્ય–એમ કહી શકાય, કેમ કે પર્યાય તે દ્રવ્યની જ છે. પરંતુ
અહીં તો એ ભેદની વાત પણ નથી લેવી, અહીં તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને અકારણ સિદ્ધ કરવા છે. તો પછી
પર્યાયનું કારણ પરવસ્તુ છે એ વાત તો રહી જ ક્યાં? જેણે અકાર્યકારણરૂપ દ્રવ્યસ્વભાવને સ્વીકાર્યો તેની
પર્યાય પણ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થયેલી છે તેથી તે પર્યાય પણ પરનું કાર્યકારણ નથી. જો પરનું કાર્ય–
કારણપણું માને તો તે પર્યાય પરસન્મુખ છે, તેણે અંતરના દ્રવ્યને સ્વીકાર્યું નથી, જેણે અંતરના દ્રવ્યને સ્વીકાર્યું
તેની દ્રષ્ટિ ભિન્ન કારણ–કાર્ય ઉપર હોતી નથી.
આવી વીતરાગી શ્રદ્ધા થયા પછી અલ્પ રાગ–દ્વેષ થાય ત્યાં ધર્મી જાણે છે કે આ રાગ–દ્વેષ કોઈ પર કરાવતું નથી
તેમ જ એ રાગ–દ્વેષ દ્વારા હું પરનાં કાંઈ કામ કરી શકતો નથી, મારા નિર્મળ દ્રવ્યસ્વભાવમાં આ રાગ–દ્વેષ છે
નહિ એટલે મારું દ્રવ્ય પણ રાગનું કારણ નથી, માત્ર અવસ્થાની તે પ્રકારની ભૂમિકા છે પણ તેટલું જ મારું
સ્વરૂપ નથી. આ પ્રમાણે ધર્મી જીવને સર્વ સમાધાન અને વિવેક વર્તે છે.
એમ અજ્ઞાની માની બેઠો છે તે તેનો મિથ્યા અભિપ્રાય છે. આ મિથ્યા અભિપ્રાય જ સંસારનું મૂળ કારણ છે.
જ્યાં મિથ્યા અભિપ્રાય હોય ત્યાં તીવ્ર રાગ–દ્વેષ થયા વિના રહે જ નહીં.
નથી.–આ પ્રમાણે યથાર્થ સમજણ કરવી તે સંસારના નાશનું કારણ છે,
PDF/HTML Page 16 of 21
single page version
• શ્રી આચાર્યદેવ ઉત્તર આપે છે કે : આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે અને
ક્યારેક તેમાં ઉષ્ણતા થાય છે તેમ અનિયતનયથી આત્મા રાગાદિ અનિયતસ્વભાવપણે જણાય છે.
છે તે કાયમી રહેનાર નથી પણ ક્ષણિક છે માટે તે અનિયત છે. આવું અનિયતપણું તે પણ આત્માનો એક ધર્મ
છે. પરંતુ ‘થવાનું ન હતું ને થયું’–એવો અહીં અનિયતનો અર્થ નથી. રાગાદિને અનિયત કહ્યા તેથી કાંઈ
પર્યાયનો ક્રમ તૂટી જાય છે–એમ નથી, જે રાગાદિ થયા તે કાંઈ પર્યાયનો ક્રમ તૂટીને થયા નથી. પર્યાયના ક્રમની
અપેક્ષાએ તો રાગાદિ પણ નિયતક્રમમાં જ છે, પરંતુ રાગાદિ અશુદ્ધભાવ છે તે આત્માનો કાયમી સ્વભાવ નથી
માટે તેને અનિયત સ્વભાવ કહ્યો છે. અનિયતનયથી જુઓ તો તેમાં પણ કાંઈ ક્રમબદ્ધ પર્યાયનો ફેરફાર થવાનું
નથી આવતું, પર્યાયનો ક્રમ તો નિયત જ છે.
જ્ઞાતાસ્વભાવ છે તેને તે જાણતો નથી, સર્વજ્ઞને માનતો નથી, પરસન્મુખ જ રુચિ રાખે છે પણ જ્ઞાનસ્વભાવની
રુચિ કરતો નથી, સ્વભાવની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનના પુરુષાર્થને તે સ્વીકારતો નથી, પોતાની નિર્મળ પર્યાયરૂપ
સ્વકાળને તે જાણતો નથી, તેમ જ નિમિત્તમાં કેટલા કર્મોનો અભાવ થયો તેને પણ તે સમજતો નથી.–એ પ્રમાણે
કોઈ જાતના મેળ વગર માત્ર નિયતની વાતો કરીને સ્વચ્છંદી થાય છે; નિયતની સાથેના બીજા સમવાયોને તે
માનતો નથી ને શ્રદ્ધાજ્ઞાનનો સમ્યક્પુરુષાર્થ પ્રગટ કરતો નથી તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ સમ્યગ્દ્રષ્ટિ તો
નિયતના નિર્ણયની સાથેસાથે સર્વજ્ઞનો પણ નિર્ણય કરે છે અને ‘હું જ્ઞાતાસ્વભાવ છું’ એમ પણ સ્વસન્મુખ
થઈને પ્રતીતિ કરે છે એટલે નિયતના નિર્ણયમાં તેને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનો પુરુષાર્થ પણ ભેગો જ છે, તે વખતે
નિર્મળપર્યાયરૂપ સ્વકાળ છે તથા નિમિત્તમાં
PDF/HTML Page 17 of 21
single page version
સંબંધમાં મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિનો આ મોટો તફાવત છે તે અજ્ઞાનીઓ સમજી શકતા નથી એટલે તેમને ભ્રમથી
બંનેમાં સમાનતા લાગે છે, પણ ખરેખર તો તે બંનેમાં આકાશ પાતાળ જેટલુ અંતર છે.
અમારા પુરુષાર્થથી કાંઈ ફેરફાર ન થાય?’ એટલે એણે જ્ઞાતા નથી રહેવું પણ ફેરફાર કરવો છે,–એ બુદ્ધિ જ મિથ્યાત્વ
છે. અજ્ઞાની માને છે કે વસ્તુની પર્યાય નિયત નથી એટલે કે નિશ્ચિત નથી, તેમાં અમારી મરજી પ્રમાણે અમે ફેરફાર
કરી દઈએ;–તેની આ માન્યતા જૂઠી છે કેમ કે વસ્તુની પર્યાયોમાં એવું અનિયતપણું નથી કે તે આઘી પાછી થાય!
અહીં આત્માનો અનિયતધર્મ વર્ણવે છે તેમાં તો જુદી વાત છે, કાંઈ પર્યાયના ક્રમમાં ફેરફાર કરવાની વાત તેમાં નથી.
દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્મા શુદ્ધપણે દેખાય છે ને પર્યાય– દ્રષ્ટિથી જોતાં આત્મા અશુદ્ધ દેખાય છે, તે
અશુદ્ધપણું આત્માનો અનિયત સ્વભાવ છે, ક્ષણિક અશુદ્ધતાને પણ આત્મા પોતે પોતાની પર્યાયમાં ધારી રાખે છે.
આત્મા એકાંત શુદ્ધ છે તેની પર્યાયમાં પણ વિભાવ નથી–એમ જે માને તેણે આત્માના અનિયતધર્મને જાણ્યો
આત્માની જ અવસ્થામાં થાય છે એટલે આત્માનો જ અનિયત ધર્મ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ ઔદયિકભાવને ય
આત્માનું સ્વતત્ત્વ કહ્યું છે. રાગાદિભાવો આત્માનો અનિયત ધર્મ છે તે કાંઈ કર્મને વશ નથી; આત્માનો આ ધર્મ
કાંઈ જડ કર્મને લીધે નથી.
અનિયત કહ્યો છે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા ત્રિકાળ છે, તેની અવસ્થામાં વિકાર અને સંસાર છે તે અનિયતસ્વભાવે
છે, એક સમયપૂરતો અચોક્કસ છે માટે આત્મામાં તે કાયમ રહેશે નહિ, ને શુદ્ધસ્વભાવ તો કાયમ એવો ને એવો
રહેનાર છે; તે સ્વભાવનો મહિમા કરીને તેની સન્મુખ રહેતાં પર્યાયમાંથી અનિયત એવો સંસાર ટળી જશે માટે હે જીવ!
જ્ઞાયક આનંદકંદ સ્વભાવે હું નિયત છું ને અવસ્થાનો વિકાર તે અનિયત છે–એમ પ્રતીત કરીને સ્વભાવસન્મુખ થા.
વિકાર આત્મામાં કાયમી રહેવાવાળો ભાવ નથી માટે પર્યાયમાં વિકાર ગમે તેટલો હો તેનાથી મૂંઝા નહિ, પણ તે
વિકારની તુચ્છતા જાણ અને કાયમી શુદ્ધ નિયતસ્વભાવનો મહિમા લાવીને તેની સન્મુખ દ્રષ્ટિ કરીને તેમાં ઠર.–એમ
કરવાથી, જેવો કાયમી શુદ્ધસ્વભાવ છે તેવી શુદ્ધતા પર્યાયમાં પ્રગટી જશે અને વિકાર ટળી જશે. આત્માના
શુદ્ધસ્વભાવના આશ્રયે અનિયત એવો વિકાર ટળી જવા યોગ્ય છે, પણ પર્યાયના ક્ષણિક વિકારથી કાંઈ આત્માના
નિયતસ્વભાવનો નાશ થઈ જતો નથી. રાગાદિ વિકાર તો ક્ષણિક અનિયત નાશવંત છે તે શરણભૂત થઈ શકતા નથી
અને દ્રવ્યનો નિયતસ્વભાવ તો સદા શુદ્ધ છે તેના શરણે જીવને શાંતિ અને કલ્યાણ થાય છે. આ પ્રમાણે નિયતસ્વભાવ
અને અનિયતસ્વભાવ એ બંનેથી આત્માને જાણીને તેના ધુ્રવ સ્વભાવનો આશ્રય કરવો તે પ્રયોજન છે.
હોવા છતાં તે અનિયત છે એટલે પાણીની ઉષ્ણતાની જેમ તે ટળી જાય છે. અગ્નિની ઉષ્ણતા તે તેનો નિયતસ્વભાવ છે
એટલે તે ટળે નહિ પણ પાણીની ઉષ્ણતા તે અનિયત છે એટલે તે ટળી જાય છે; તેમ આત્માનો શુદ્ધચૈતન્યમય
દ્રવ્યસ્વભાવ તો નિયત છે તેનો કદી નાશ થતો નથી, ને પર્યાયનો વિકાર અનિયતસ્વભાવે છે તેથી તે ટળી જાય છે. મા
PDF/HTML Page 18 of 21
single page version
શુદ્ધસ્વભાવે રહ્યું છે, તેની દ્રષ્ટિ કર, એટલે વિકાર ટળી જશે ને શુદ્ધતા પ્રગટી જશે. પર્યાયનો સ્વભાવ અનિયત છે
એમ જાણીને તેનો આશ્રય છોડ, ને દ્રવ્યનો સ્વભાવ નિયત છે એમ જાણીને તેનો આશ્રય કર. અહો, હું સદા
એકરૂપે પરમ પારિણામિકભાવે નિયત છું–એમ જાણીને સ્વાશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ અપૂર્વભાવ પ્રગટી જાય છે.
સ્વભાવની પ્રભુતા તરફ વળ્યા વિના રહે નહિ, એટલે દ્રવ્યની પ્રભુતાના જોરે પર્યાયની પામરતાનો નાશ થયા
વિના રહે નહિ.
પાણી ઊનું થયું તે અગ્નિને લીધે થયું નથી પણ પાણીની પર્યાયમાં તે પ્રકારની લાયકાત છે, તે ઉષ્ણતા પાણીનો
અનિયતધર્મ છે, તેમ આત્મામાં જે રાગાદિ પર્યાય થાય છે તે તેનો અનિયતધર્મ છે. જો તે એક ધર્મને પણ કાઢી
નાખો કે પરને લીધે માનો તો આખી આત્મવસ્તુ જ સિદ્ધ થતી નથી એટલે કે સમ્યગ્જ્ઞાન થતું નથી. જેમ સો
વર્ષની ઉંમરનો કોઈ માણસ હોય, તેના સો વર્ષમાંથી વચ્ચેનો એક સમય પણ કાઢી નાંખો તો તે માણસનું સો
વર્ષનું અખંડપણું રહેતો નથી પણ તેના બે કટકા થઈ જાય છે, તેમ આત્મા અનંત ધર્મોનો અખંડ પિંડ છે, તેમાંથી
તેના એક પણ અંશને કાઢી નાંખો તો અખંડ વસ્તુ સિદ્ધ થતી નથી.
પર્યાય બંને થઈને પ્રમાણ છે, પર્યાયનો ધર્મ તે પણ આત્માનો પોતાનો ધર્મ છે, પર્યાયનો ધર્મ કાંઈ પરના આધારે
રહેલો નથી. પર્યાયમાં જે વિકાર થયો તે વિકારપણે કોણ ભાસે છે?–કે અનિયતનયે આત્મદ્રવ્ય પોતે જ વિકારપણે
ભાસે છે, કાંઈ પર દ્રવ્ય વિકારપણે થતું ભાસતું નથી.
વીતરાગતાના મંત્રો છે.
પણ છે, તેને જોનારો અનિયતનય છે. આત્માની પર્યાયમાં ભૂલ અને વિકાર સર્વથા છે જ નહિ–એમ નથી, ભૂલ
અને વિકાર તે પણ આત્માનો પોતાનો અનિયત સ્વભાવ છે, અને આત્માનો કાયમી સ્વભાવ ભૂલ વગરનો
ચૈતન્યસ્વરૂપી છે. વસ્તુમાં જેમ હોય તેમ બધું જો ન જાણે તો જ્ઞાનનો મહિમા શું? અને તેની પ્રમાણતા શી?
આત્માના વિકારરહિત ત્રિકાળી સ્વભાવને જ્ઞાન જાણે છે અને પર્યાયના ક્ષણિક વિકારને પણ જાણે છે. જો
સ્વભાવને અને વિકારને–બંનેને ન જાણે તો વિકારમાંથી એકાગ્રતા ટાળીને સ્વભાવમાં એકાગ્ર થવાનું રહેતું નથી,
ને સમ્યગ્જ્ઞાન પણ થતું નથી એટલે કોઈ જાતનો ધર્મ થતો નથી.
જેમ અગ્નિમાં ઉષ્ણતા તો નિયત છે, ને પાણીમાં ઉષ્ણતા અનિયત છે એટલે ક્યારેક હોય ને ક્યારેક ન પણ હોય.
પાણીનો કાયમી સ્વભાવ ઠંડો હોવા છતાં તેની વર્તમાન હાલતમાં જે ઉષ્ણતા છે તે તેનો પોતાનો અનિયત
સ્વભાવ છે, ઉષ્ણતાપણે થવાની તેની પોતાની ક્ષણિક લાયકાત છે; જો તે અનિયત ઉષ્ણસ્વભાવને ન જાણે અને
PDF/HTML Page 19 of 21
single page version
સમુદ્ર નિયતસ્વભાવે શુદ્ધ એકરૂપ હોવા છતાં તેની પર્યાયમાં જે રાગાદિ છે તે પણ તેનો એક સમયનો અનિયત
સ્વભાવ છે. પોતાની પર્યાયમાં તે રાગાદિ છે એમ જો ન જાણે અને આત્માને સર્વથા શુદ્ધ માને તો તેને શુદ્ધતાનો
તો અનુભવ નહિ થાય પણ એકલા રાગાદિની આકુળતાનો જ અનુભવ થશે. આત્માની પર્યાયમાં જે ક્ષણિક
વિકાર થાય છે તે તેનો અનિયત સ્વભાવ છે અને તે ‘અનિયતનય’નો વિષય છે, તે આત્માનો કાયમી
સ્વાભાવ નથી. પરંતુ જો તે વિકાર એક સમયપૂરતો પણ પર્યાયમાં ન થતો હોય તો તેને ટાળીને સ્વભાવમાં
એકાગ્ર થવાનો પ્રયત્ન કરવાનું રહેતું નથી. એટલે કે મોક્ષમાર્ગ જ રહેતો નથી માટે દ્રવ્ય અને પર્યાય બંનેનું
યથાર્થ જ્ઞાન હોય તો જ મોક્ષમાર્ગ સાધી શકાય છે.
અવળી થઈને અનિયત થઈ જાય–એમ અહીં અનિયતનો અર્થ નથી. જેમ દ્રવ્યો નિયત છે, તેના જડ ચેતન વગેરે
ગુણો નિયત છે, તેમ તેની સમય સમયની પર્યાયો પણ નિયત છે. પર્યાયનો ક્રમ કાંઈ અનિયત નથી, જે સમયે
જે પર્યાય થવાનું નિયત છે તે સમયે તે જ પર્યાય નિયમથી થશે. સર્વજ્ઞ તેને જાણે છે. સર્વજ્ઞનું જ્ઞાન અન્યથા થતું
નથી ને વસ્તુની પર્યાયનો ક્રમ પણ તૂટતો નથી. અહો, આ નિર્ણયમાં વસ્તુસ્વભાવનો નિર્ણય આવી જાય છે
અને પુરુષાર્થનું વલણ પર તરફથી ખસીને પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળી જાય છે. આ અંર્તદ્રષ્ટિની વાત છે;
ઘણા લોકો પોતાની કલ્પિત દ્રષ્ટિ પ્રમાણે શાસ્ત્રો વાંચી જાય છે પણ ગુરુગમના અભાવે અંર્તદ્રષ્ટિનું આ રહસ્ય
સમજી શકતા નથી. કોઈ તો એમ કહે છે કે ‘દ્રવ્યોની સંખ્યા નિયત છે, તેના ચેતન કે અચેતન ગુણો નિયત છે
તથા દરેક ક્ષણે તેનું કોઈ ને કોઈ પ્રકારનું પરિણમન થશે તે પણ નિયત છે, પરંતુ અમુક સમયમાં અમુક જ
પરિણમન થશે–એ વાત નિયત નથી, જેવા સંયોગ આવશે તેવી પર્યાય થશે.’ જુઓ, આમ કહેનારને
વસ્તુસ્વરૂપની કાંઈ ખબર નથી ને સર્વજ્ઞની પણ શ્રદ્ધા નથી; આ વાત આગળ ઘણીવાર વિસ્તારથી
કહેવાઈ ગઈ છે. ‘દ્રવ્યની શક્તિ તો નિયત છે પણ પરિણમન ક્યારે કેવું થશે તે અનિયત છે–આ પ્રમાણે નિયત–
અનિયતપણું તે જૈનદર્શનનો અનેકાન્તવાદ છે’ –એમ અજ્ઞાનીઓ માને છે, પરંતુ તે વાત જુઠ્ઠી છે; જૈનદર્શનના
અનેકાન્તવાદનું એવું સ્વરૂપ નથી. નિયત અને અનિયતનો અર્થ તો અહીં કહેવાયો તે રીતે છે. દ્રવ્યસ્વભાવે
આત્મા નિયત શુદ્ધ એકરૂપ હોવા છતાં, તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે તેનો અનિયતસ્વભાવ છે; વિકાર
કાયમ એકરૂપ રહેનારો ભાવ નથી માટે તેને અનિયત કહ્યો છે–એમ સમજવું.
વિકારી કરી શકે નહિ. વિકાર અનિયત હોવા છતાં તે પરને લીધે નથી પણ આત્માનો પોતાનો ભાવ છે.
શુદ્ધસ્વભાવ ત્રિકાળ ધ્રુવ છે તેમાં વિકાર નથી ને પર્યાયમાં વિકાર થયો–માટે તેને અનિયત કહ્યો; પરંતુ તે વિકાર
થવાનો ન હતો ને થઈ ગયો–એવો અનિયતસ્વભાવ નથી. પર્યાયનું જે નિયતપણું છે તે વાત અહીં નથી લીધી,
અહીં નિયત તરીકે ત્રિકાળીસ્વભાવ લીધો છે ને અનિયત તરીકે પર્યાયની ક્ષણિક અશુદ્ધતા લીધી છે.
અહીં પ્રવચનસારના પરિશિષ્ટમાં પાંચ સમવાયના બોલ લીધા છે પણ તે બીજી શૈલીથી લીધા છે; તેમાં
કાળ તથા અકાળ તેમ જ પુરુષાર્થ અને દૈવનું પણ વર્ણન કરશે.
PDF/HTML Page 20 of 21
single page version
રાગથી આત્માને ધર્મનો કાંઈ લાભ થાય નહિ. જે જીવ રાગથી લાભ માને તે
સર્વજ્ઞ ભગવાનનો સાચો ભક્ત નથી. ધર્મ કરનાર જીવ એટલે કે ભગવાનનો
સાચો ભક્ત તો ભગવાનના જ્ઞાનસ્વરૂપી આત્માને ઓળખીને અને તેવા જ
પોતાના આત્મસ્વભાવને ઓળખીને તેના અવલંબને પોતામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટ કરે છે. સર્વજ્ઞ વીતરાગ ભગવાને જે કેવળજ્ઞાનાદિ પ્રગટ કર્યા છે તે
અંતરના જ્ઞાનસ્વભાવના અવલંબનથી જ પ્રગટ કર્યા છે, પુણ્ય–પાપના ભાવો તો
પહેલાંં ભગવાનનું તેમ જ ભગવાન જેવા પોતાના આત્માનું સાચું સ્વરૂપ
સમજવું જોઈએ. આત્માને સમજવાના પ્રયત્નમાં કાળ જાય તેનો વાંધો નહિ, ત્યાં
થોડીવાર લાગે તોપણ તે સત્યના પંથે છે; પણ જો આત્માનું સત્યસ્વરૂપ
સમજવાનો માર્ગ ન લ્યે અને રાગમાં જ ધર્મ માનીને રોકાઈ જાય તો તે જીવ
અજ્ઞાનભાવે સંસારના ભાવમાં જ ભટકયા કરશે..... આત્માની સમજણ વિના
ક્યાંય તેના આરા નહિ આવે. જો સાચી સમજણનો પ્રયત્ન હશે તો અલ્પકાળમાં
ભવનો અંત આવી જશે. ભગવાનનો સાચો ભક્ત થાય તેને વિશેષ ભવ હોય જ
નહિ. ભગવાનનો સાચો ભક્ત થવા માટે, પ્રથમ આત્માની સ્થિરતા ભલે
ઓછી–વધતી હોય, પણ જેવો પરિપૂર્ણ આત્મસ્વભાવ છે અને તેનો જે માર્ગ છે
માર્ગ છે, તે શ્રદ્ધાથી પણ ધર્મીપણું ટકી રહેશે. પણ જે જીવ રાગાદિથી ધર્મ માનીને
ઊંધી શ્રદ્ધા કરશે તેનો તો મનુષ્યભવ એળે ચાલ્યો જશે. માટે ભગવાનનો ભક્ત
પ્રથમ આત્માને ઓળખીને યથાર્થ શ્રદ્ધા કરે.