Atmadharma magazine - Ank 115
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૦
સળંગ અંક ૧૧પ
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખસંપાદકવર્ષ દસમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૯વકીલઅંકઃ ૮
હિ તો પ દે શ
શ્રી મુનિરાજ નિસ્પૃહ
કરુણાબુદ્ધિથી કહે છે કેઃ અલ્પકાળમાં
જેમને ભવરહિત થવું છે એવા નિકટ
ભવ્ય જીવો આ શુદ્ધઆત્માનો આદર
કરો, તેની ઓળખાણ કરો, તેના
અનુભવનો અભ્યાસ કરો. આ દુર્લભ
મનુષ્યભવમાં પણ જો પોતાના
શુદ્ધસ્વભાવને જાણીને તેનો આદર
નહિ કરો તો પછી ફરીથી આવો
અવસર કયારે મળવાનો છે?
–નિયમસાર પ્રવચનોમાંથી
છુટક નકલ૧૧પવાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
કેવળજ્ઞાન
કેવળજ્ઞાન એટલે પૂર્ણ નિર્મળ જ્ઞાનઅવસ્થા; આત્મા
જ્ઞાનસ્વભાવી વસ્તુ છે; તેની ઓળખાણ કરીને જ્ઞાનસ્વભાવના
અવલંબને પૂર્ણજ્ઞાનનો વિકાસ પ્રગટી જાય તેનું નામ
કેવળજ્ઞાન. તે કેવળજ્ઞાન સર્વ પદાર્થોને અને તેની સમસ્ત
પર્યાયને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. જેનો સ્વભાવ જ્ઞાન છે તે
કોને ન જાણે? અધૂરું જાણે કે અટકી અટકીને ક્રમેક્રમે જાણે
અથવા તો પરોક્ષ જાણે–એવું જ્ઞાનનું સ્વરૂપ ન હોય. સ્વ–પર
સમસ્ત પદાર્થોને એક સમયમાં પ્રત્યક્ષ, કોઈના પણ અવલંબન
વગર જાણવાનું જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય છે, કેવળજ્ઞાન થતાં તે
સામર્થ્ય પૂરેપૂરું ખીલી જાય છે, અને તેમાં ત્રણકાળ ત્રણલોકના
સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયો એક સાથે સ્પષ્ટ જણાય છે. આવો
કેવળજ્ઞાનસ્વભાવ દરેક ચૈતન્યમાં દરેક સમયે શક્તિરૂપે
વિદ્યમાન છે; તેનો ભરોસો કરીને તેમાં અંતર્મુખ થતાં તે શક્તિ
વ્યક્તકાર્યરૂપ થાય છે. કેવળજ્ઞાન ભૂતકાળની અનંત પર્યાયને
તેમજ ભવિષ્યની અનંત પર્યાયને પણ વર્તમાન પર્યાય જેવી જ
સ્પષ્ટપણે જાણે છે, ઘણી દૂરની પર્યાય અસ્પષ્ટ જણાય અને
નજીકની પર્યાય સ્પષ્ટ જણાય એવો ભેદ તેનામાં નથી. વર્તમાન
પર્યાયને વર્તમાનરૂપે જાણે, ભૂતકાળમાં જે પર્યાયો વર્તી ગઈ
તેને તે પ્રમાણે જાણે તથા ભવિષ્યકાળમાં જે સમયે જે પર્યાય
વર્તશે તેને તે પ્રમાણે જાણે,–પરંતુ જાણે તો વર્તમાનમાં જ.
જાણનાર કાંઈ ભૂત ભવિષ્યમાં રહીને જાણવાનું કાર્ય નથી
કરતો, પણ પોતે વર્તમાનમાં જ ત્રણકાળનું બધું જાણી લે છે.
ભવિષ્યની પર્યાય પ્રગટ થશે ત્યારે તેનું જ્ઞાન થશે–એમ નથી,
પણ તે પર્યાય પ્રગટ થયા પહેલાં જ કેવળજ્ઞાનના
દિવ્યસામર્થ્યમાં તેનું જ્ઞાન થઈ ગયું છે. સમ્યગ્દ્રષ્ટિને આવા
કેવળજ્ઞાનની પ્રતીત હોય છે, અને પોતાના આત્મદ્રવ્યમાં પણ
આવું પરિપૂર્ણ સામર્થ્ય વર્તમાન ભર્યું છે–તે આખા દ્રવ્યને પણ
સમ્યગ્દર્શન વડે પ્રતીતિમાં લીધું છે. કેવળજ્ઞાન સમસ્ત પદાર્થોને
પ્રત્યક્ષ જાણે છે, ત્યારે શ્રુતજ્ઞાન તેમને પરોક્ષ જાણે છે.
શાસ્ત્રોમાં એમ આવે છે કે જેટલો કેવળજ્ઞાનનો વિષય છે
તેટલો જ શ્રુતજ્ઞાનનો પણ વિષય છે,–માત્ર પ્રત્યક્ષ પરોક્ષનો જ
ભેદ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં તેનામાં વિપરીતતા નથી,
તે પણ કેવળજ્ઞાનની જ જાતનું છે; અને તેનામાં પણ રાગ
તૂટીને જેટલું સ્વસંવેદન થયું છે તેટલું તો પ્રત્યક્ષપણું છે. પહેલાં
પોતાના પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્યની પ્રતીત અને મહિમા કરીને
જેમ જેમ તેનું સ્વસંવેદન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનો
વિકાસ ખીલતો જાય છે અને છેવટ પૂર્ણ કેવળજ્ઞાન સામર્થ્ય
ખીલી જાય છે.–આવો કેવળજ્ઞાનનો પંથ છે. પોતાના જ્ઞાન
સ્વભાવના જ અવલંબન સિવાય બીજું કોઈ પણ કેવળજ્ઞાનનું
સાધન નથી.
પ્રવચનમાંથી–

PDF/HTML Page 4 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૪૩ઃ
પૂજ્ય ગુરુદેવના પાવન ચરણોમાં
‘વૈશાખ સુખબીજ’ પૂ.
ગુરુદેવશ્રીના જન્મનોધન્ય દિવસ છે. મુમુક્ષુ
ભક્તજનોને માટે આદિવસ ધણા આનંદ અને
ઉલ્લાસનો છે. સંસારમાંતરફડતા મુમુક્ષુ જીવોને
જીવનના આધાર આજેમલ્યા...ધર્મપિતા ગુરુદેવે
અનેક–અનેકબાળકોને ઉગારીને
સંસારમાં ડૂબતાબચાવ્યા. તેઓ શ્રીના
ઉપકારનો બદલો તો કઈરીતે વળી શકે!! તેઓશ્રીના
આ ૬૪ મા જન્મોત્સવનામંગળ પ્રસંગે તેમના
ચરણકમલમાં ભક્તિઅંજલિ અર્પીએ.....
*
હે પરમ ઉપકારી શ્રી સદ્ગુરુદેવ! આપની દિવ્યદ્રષ્ટિ અને અપૂર્વ વાણી દ્વારા આપે અનેક આત્માર્થી ઓને
આત્મજીવન આપ્યું છે....આત્માર્થી બાલકોના આપ જીવનરક્ષક છો. પરમ વાત્સલ્ય અને કરુણભાવથી
મુમુક્ષુબાલકોને આપ મોક્ષમાર્ગ પ્રત્યે દોરી રહ્યા છો. આપની મંગલકારી વિશાળ છાયામાં અનેક બાળકો
નિર્ભયપણે વિશ્રામ પામ્યા છે.
હે કલ્યાણકારી ગુરુદેવ! આપના ઉપકારને કેવી રીતે વર્ણવીએ? આપના પરમ મહિમાને કઈ રીતે વ્યક્ત
કરીએ? સીમંધરાદિ તીર્થંકર ભગવંતોએ સેવેલા પંથને આપ સ્વયં સાધી રહ્યા છો ને ભવ્ય જીવોને એ પંથે આપ
દોરી રહ્યા છો. આ કળિયુગમાં આપ શ્રી જેવા પવિત્ર સંતની શીતલ છાયા જ મુમુક્ષુ જીવોને જીવનનો આધાર છે.
આપના મહાન પ્રતાપે જ ભવ્ય જીવોને કલ્યાણનો ધોરી માર્ગ પ્રાપ્ત થયો છે. આપશ્રીનો આત્મા હિતરૂપે
પરિણમી ગયેલો છે અને આપની દ્રષ્ટિ–આપની વાણી–વગેરે સર્વ ચેષ્ટાઓ ભવ્યજીવોના હિતને માટે છે.
હે ગુરુદેવ! આપશ્રીના ૬૩મા વર્ષમાં આપના પ્રતાપે ૬૩ ફૂટ ઊન્નત્ત ધર્મસ્તંભ સુવર્ણપુરીમાં
સ્થપાયો.....અને ભારતભરમાં મહાન ધર્મપ્રભાવના થઈ. આપશ્રીના આ ૬૪ મા વર્ષમાં એથી પણ વિશેષ ઉન્નત
ધર્મપ્રભાવનાના કાર્યો આપના સુહસ્તે થાઓ.
હે ધર્મપિતા! અમ બાળકોના જીવનના રક્ષક અને કલ્યાણના સીંચક આપ જ છો. અમ–અલ્પમતિ
બાળકો પાસે આ ભક્તિઅંજલિ સિવાય એવું બીજું શું છે કે જે આપના ચરણે ભેટ ધરીએ! અમે તો અમારી
ઝોળી પસારીને આપની પાસે યાચના કરીએ છીએ કે ક્ષણે ક્ષણે અમ બાળકોના જીવનની સંભાળ કરીને આપ
જ્ઞાન–વૈરાગ્યનું સીંચન કરો. આપશ્રીના ઊંડા ઊંડા પવિત્ર અધ્યાત્મજીવનને ઓળખવાની અને તેને
અનુસરવાની અમ બાળકોને શક્તિ આપો.
અમ બાળકોને ચરણોમાં રાખજો....
સર્વ પર્યાયે કરજો સહાય......
વંદન કરું ભાવથી હું.....
–અતિશય વાત્સલ્ય અને કરુણાપૂર્વક અમ બાળકોના જીવનની સંભાળ કરીને, અમને કલ્યાણમાર્ગમાં
પ્રોત્સાહન આપનારા હે ધર્મપતિા...ગુરુદેવ! સમસ્ત જીવના આપની પવિત્ર ચરણ છાયામાં રહીને શીઘ્ર આત્મ
કલ્યાણ સાધવાનું સામર્થ્ય આપો.

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧૪૪ઃ આત્મધર્મઃ ૧૧પ
નેમિનાથ ભગવાનની દીક્ષા
સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાનની
દીક્ષા પછી આમ્રવનમાં પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ આઠમ–રવિવાર.
‘वंदितु सव्वसिद्धे......’ એ સૂત્રદ્વારા પૂ. ગુરુદેવશ્રીએ
આ પ્રવચનનું ખાસ મંગલાચરણ કર્યું હતું.
નેમિનાથ ભગવાનના પંચકલ્યાણક ચાલે છે. તેમાં આજે ભગવાનની દિક્ષાનો પ્રસંગ છે. ભગવાને દીક્ષા
લીધી તે દિવસે શ્રાવણ સુદ છઠ્ઠ હતી, આજે આપણે પણ આરોપથી શ્રાવણ સુદ છઠ્ઠ છે, ને ભગવાને આ
આમ્રવનમાં દિક્ષા લીધી છે. ભગવાને કેવી દિક્ષા લીધી તે હવે કહેવાય છે.
શ્રી નેમિનાથ ભગવાન આત્માના ભાનસહિત સ્વર્ગમાંથી શિવાદેવી માતાની કૂંખે આવ્યા હતા.
માતાનાં પેટમાં સવાનવ માસ રહ્યા ત્યારે પણ દેહથી પાર આત્માના ચિદાનંદસ્વભાવનું ભાન હતું.
સમ્યગ્દર્શન અને મતિ–શ્રુત–અવધિ એ ત્રણ જ્ઞાન તો ભગવાનને પહેલેથી જ હતા. હું જ્ઞાનાનંદ આત્મા છું.,
અનંત જ્ઞાન–દર્શન–આનંદ અને વીર્યની શક્તિથી ભરપુર છું–આમ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય તે
સમ્યગ્દર્શન છે. અખંડ આનંદમૂર્તિ આત્મા, રાગથી ને પરથી ભિન્ન છે–એની પ્રતીત અને અનુભવ પછી જ
મુનિદશા હોય છે. ભગવાનને એવું સમ્યગ્દર્શન તો પહેલેથી જ હતું, ને લગ્નપ્રસંગે વૈરાગ્ય થતાં આત્માના
અવલંબને ભગવાન અનિત્ય વગેરે બાર ભાવના ભાવવા લાગ્યા. બાર ભાવના તો સંવરનિર્જરાનું કારણ
છે; ‘શરીરાદિ અનિત્ય છે’ એમ એકલા પરના લક્ષે અનિત્યભાવના યથાર્થ હોતી નથી, પણ નિત્ય એકરૂપ
એવા ચૈતન્યસ્વભાવના અવલંબને શરીરાદિ અનિત્ય પદાર્થો પ્રત્યેનો રાગ છૂટી જતાં ખરી અનિત્યભાવના
હોય છે. ‘અનિત્યભાવના’ એમ કહેવાય પણ ખરેખર તેમાં ‘અનિત્ય’ નું અવલંબન નથી. પણ નિત્ય
એવા ધુ્રવસ્વભાવનું અવલંબન છે. સમ્યગ્દર્શન વગર બાર ભાવના યથાર્થ હોય નહીં ભગવાને કેવી બાર
ભાવના ભાવી હતી તેની અજ્ઞાનીને ખબર પડે નહિ. ભગવાને તો સમ્યગ્દર્શન સહિત ચિદાનંદસ્વભાવના
અવલંબને બાર ભાવના ભાવી હતી.
અહો! હું ચિદાનંદ નિત્ય છું, ને રાગાદિક ક્ષણિક અનિત્ય છે, તે મારા કાયમી સ્વરૂપમાં ટકનાર નથી;
શરીરાદિનો સંયોગ અને રાગ તે કૃત્રિમ ઉપાધિ અને દુઃખરૂપ છે, મારો જ્ઞાનાનંદ સ્વભાવ તો અકૃત્રિમ નિત્ય
આનંદકંદ છે.–આવી ભાવનાથી શરીરાદિ પ્રત્યેનો રાગ ઘટી જાય તેનું નામ ભાવના છે. તેમાં જે શુભરાગ છે તે
ખરેખર ભાવના નથી. પણ સ્વભાવના અવલંબને જે વીતરાગભાવ થયો તે જ ખરી ભાવના છે, ને તે જ સંવર–
નિર્જરાનું કારણ છે.–ભગવાને આવી ભાવના ભાવી હતી.
અજ્ઞાની જીવોની દ્રષ્ટિ બહારના ગ્રહણ–ત્યાગ ઉપર છે, પણ ખરેખર પરપદાર્થનું ગ્રહણ કે ત્યાગ
આત્મામાં કદી નથી. આત્મામાં ‘ત્યાગોપાદન શૂન્યત્વ’ સ્વભાવ છે. એટલે તે પર વસ્તુના ગ્રહણ–
ત્યાગથી ત્રિકાળ શૂન્ય છે આત્માએ વસ્ત્રને છોડયું અને વસ્ત્ર છોડવાથી મુનિપણું થઈ ગયું–એમ
અજ્ઞાની માને છે, પણ તે બંને વાત જૂઠી છે. આત્મા વસ્ત્રથી તો ત્રણેકાળ ખાલી જ છે, આત્માએ
પોતામાં વસ્ત્રનું ગ્રહણ કદી કર્યું જ નથી, તો પછી આત્મા વસ્ત્રને છોડે એ વાત કયાં રહી? અને વસ્ત્ર
છૂટીને શરી–

PDF/HTML Page 6 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૪પઃ
રની નિર્ગ્રંથદશા થઈ તેના આધારે કાંઈ મુનિપણું નથી; હા, મુનિપણા વખતે શરીરની તેવી દશા હોય છે જરૂર,
પણ મુનિપણું તો આત્માના અવલંબને પ્રગટેલી વીતરાગીદશામાં છે. ચૈતન્યના અનુભવમાં લીન થતાં વીતરાગી
મુનિદશા પ્રગટી ને રાગની ઉત્પત્તિ જ ન થઈ, ત્યાં ‘આત્માએ રાગને છોડયો’ એમ વ્યવહારથી કહેવાય છે;
ખરેખર રાગ ઉત્પન્ન થયો અને તેને છોડયો–એમ નથી. વળી રાગ છૂટતાં રાગના નિમિત્તરૂપ વસ્ત્રાદિ પરિગ્રહ
પણ સ્વયં છૂટી ગયો, ત્યાં આત્માએ તે પરિગ્રહને છોડયો એમ કહેવું તે ઉપચાર માત્ર છે, ખરેખર તે વસ્ત્રાદિની
ક્રિયાનો કર્તા આત્મા નથી.
ભગવાન તો પોતાના આનંદકંદ સ્વરૂપમાં ઝૂલતા હતા અને સહજ અતીન્દ્રિયઆનંદરૂપી અમૃતનો
અનુભવ કરતા હતા. ત્રણે કાળના મુનિઓની દશા આત્માના સહજાનંદમાં ઝૂલતી હોય છે, દેહ ઉપર વસ્ત્રનો
તાણો પણ તેમને હોતો નથી; અંર્તસ્વરૂપમાં ઝૂલતાં ઝૂલતાં રાગ સહેજે ઘટી જાય છે તેથી વસ્ત્રાદિના ગ્રહણની
વૃત્તિ જ અંતરમાં ઊઠતી નથી ને બહારમાં વસ્ત્રાદિનું ગ્રહણ હોતું નથી. હજી જેને આવી મુનિદશાનું ભાનપણ ન
હોય તેને તો સમ્યગ્દર્શન પણ હોતું નથી, તો બાર ભાવના કે મુનિપણું તો કયાંથી હોય?
જુઓ, અહીં તો સમ્યગ્દ્રષ્ટિની ભાવનાની વાત છે. હું અખંડાનંદ ચૈતન્ય જ્યોત છું, રાગનો એક અંશ
પણ મને હિતરૂપ નથી, દેહાદિ કોઈ પદાર્થ મને શરણરૂપ નથી, મારો ધ્રુવ આત્મા જ મને શરણરૂપ છે–આવી
અંર્તદ્રષ્ટિપૂર્વક આત્મામાં વિશેષ લીનતા થતાં અસ્થિરતાનો રાગ છૂટી જાય તેનું નામ ભાવના છે. અને તે સંવર
છે. ‘હું ત્રિકાળી જ્ઞાયકતત્ત્વ છું, પ્રમત્ત–અપ્રમત્ત એવા ભેદ પણ મારા ત્રિકાળી સ્વરૂપમાં નથી’–આવી દ્રષ્ટિ
પહેલાં થવી જોઈએ, પછી જ તેમાં લીનતાથી મુનિદશા પ્રગટે છે. આવી મુનિદશામાં ઝૂલતા ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવ સમયસારની છઠ્ઠી ગાથામાં કહે છે કે–
णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दुजो भावो।
एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव।।
અહો! મારો આત્મા અપ્રમત્ત કે પ્રમત્ત પર્યાય જેટલો નથી, મારો આત્મા તો એક જ્ઞાયકભાવ છે;
અપ્રમત્ત અને પ્રમત્ત એવા બે ભેદના વિકલ્પથી હું આત્માને ખંડિત નથી કરતો. પણ અખંડ જ્ઞાયકભાવપણે
આત્માને અનુભવું છું.–જુઓ આ મુનિદશા! નેમિનાથ ભગવાને આજે આવી મુનિદશા પ્રગટ કરી. ‘હું જ્ઞાયક
ચિદાનંદ છું’ એવી દ્રષ્ટિ તો હતી, પછી તેમાં લીન થઈને ભગવાને મુનિદશા પ્રગટ કરી. તે મુનિદશા કયાંય
બહારથી નથી પ્રગટી, પણ અંતરમાં ચિદાનંદપિંડ આત્માના અનુભવથી તે દશા પ્રગટી છે. અહો! એ મુનિદશાના
આનંદની શું વાત? ધન્ય તે દશા! ધન્ય તે અવસર!
શ્રી નેમિનાથ ભગવાન રાજકુમાર હતા, આત્માનું ભાન હતું પણ હજી અસ્થિરતાનો રાગ થતો હતો.
રાજીમતી ને પરણવા જતાં વચ્ચે પીંજરામાં પૂરાયેલા પશુઓનો પોકાર સાંભળીને વૈરાગ્ય થયો. અને અનિત્ય–
અશરણ વગેરે બાર ભાવના ભાવીને ભગવાને દીક્ષા લીધી. અસ્થિરતાનો પણ રાગ છોડીને ભગવાન મુનિ થયા.
બધાય તીર્થંકર ભગવંતો વૈરાગ્ય થતાં બાર ભાવના ભાવે છે. પૂર્વે શાંતિનાથ ભગવાન વગેરે તીર્થંકરોએ પણ
આવી ભાવના ભાવીને દીક્ષા લીધી હતી. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર ભગવાન બિરાજે છે તેમણે પણ
દીક્ષા પહેલાં આ બાર ભાવના ભાવી હતી. જ્ઞાનાનંદસ્વરૂપના અવલંબને જ આ બાર ભાવના યથાર્થ હોય છે.
ધુ્રવસ્વરૂપની દ્રષ્ટિપૂર્વક તેમાં લીનતા વડે અધ્રુવ એવા રાગાદિભાવો છૂટી જાય–તેનું નામ ખરી અનિત્યભાવના
છે. બારેય ભાવનામાં અવલંબન તો એક આત્માનું જ છે.
અહો! મારો ચિદાનંદ ધ્રુવઆત્મા તે જ મારું શરણ છે, એ સિવાય સંયોગો તો ક્ષણિક છે તે કોઈ મને
શરણરૂપ નથી; રાગાદિ ભાવો પણ મને શરણરૂપ નથી મારા આત્મસ્વરૂપનો આશરો લઉં તો જ મને શરણરૂપ
છે.–આ પ્રમાણે પોતાના ધ્રુવસ્વભાવના અવલંબને જ સાચી અશરણભાવના હોય છે. જેને અંદરમાં ચૈતન્યનું
શરણ ભાસ્યું હોય તેને જ અશરણભાવના યથાર્થ હોય. શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ એ ત્રણે તીર્થંકરો તો
ચક્રવર્તી હતા પણ અંદર ભાન હતું કે આ છ ખંડના રાજવૈભવમાં કયાંય પણ મારું શરણ નથી, મારા ચિદાનંદ
આત્મા સિવાય જગતમાં બીજું કોઈ મને શરણરૂપ નથી, મારો જ્ઞાયકમૂર્તિ આત્મા જ મને શરણરૂપ છે. આનંદકંદ
ચૈતન્ય જ્યોત અંતરમાં ભરી છે, સિદ્ધસ્વરૂપી ચૈતન્યસામર્થ્ય મારી આત્મશક્તિમાં ભર્યું છે, તે જ મને શરણ છે.
સીમંધર ભગવાન વર્તમાન બિરાજે છે તેઓ અને બીજા અનંતા તીર્થંકરો આવી ભાવના ભાવીને મુનિ થયા
હતા. શરણભૂત એવા ચૈતન્યનું અવલંબન લઈને તેમાં લીન થતાં, બહારમાં ‘આ મને

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧૪૬ઃ આત્મધર્મઃ ૧૧પ
અનુકૂળ અને આ મને પ્રતિકૂળ’ એવો વિકલ્પ જ નથી ઊઠતો. કોઈ પણ સંયોગ મને ઇષ્ટ–અનિષ્ટ નથી એવો
વીતરાગી અભિપ્રાય તો પહેલેથી હતો, ને તે ઉપરાંત હવે ચૈતન્યમાં લીનતા થતાં એવી વીતરાગીપરિણતિ થઈ
ગઈ કે કોઈ પણ અનુકૂળ–પ્રતિકૂળ પ્રસંગમાં રાગ–દ્વેષની વૃત્તિ પણ ઊઠતી નથી.–આવી મુનિદશા છે, ભગવાને
આજે આવી દશા પ્રગટ કરી.
મુનિદશામાં ભગવાનને તો આત્માના સહજ આનંદની અલૌકિક ખુમારી હતી. ચૈતન્યસમુદ્રમાંથી
આનંદનાં ઝરણાં ઝરતા હતા. જેમ ડુંગરમાંથી શીતળ નિર્ઝરણું ઝરતું હોય તેમ ભગવાનને અંદરના ચૈતન્ય–
ડુંગરમાંથી આનંદનાં નિર્ઝરણાં વહેતા હતા.....પરમ શાંત રસની ધારા ઝરતી હતી....અપૂર્વ અમૃતના ફૂવારા
સ્ફૂરતા હતા. અહો! ભગવાને અંતરમાં ઊતરીને આનંદના દરિયામાં ડૂબકી મારી. મુનિદશામાં ભગવાનને એવા
આનંદનો અનુભવ હતો કે મોટા ઇન્દ્રો અને ચક્રવર્તીઓને પણ તેટલો આનંદ ન હોય; ઇન્દ્ર વગેરે જે સમ્યગ્દ્રષ્ટિ
છે તેમને તેવા અતીન્દ્રિય આનંદનો અંશ હોય છે, પરંતુ મુનિદશા જેટલો આનંદ તેમને નથી હોતો; મુનિ જેવા
આનંદનો નમૂનો હોય છે પણ મુનિદશા જેટલો આનંદ નથી હોતો. મુનિને તો આનંદનો અનુભવ ઘણો વધી ગયો
છે, મુનિઓ તો આત્મા આનંદસાગરમાં ઝૂલે છે. અહો, એ આનંદસાગરમાં ઝૂલનારા સંતોની શી વાત? તે તો
પંચ પરમેષ્ઠી પદમાં ભળી ગયા છે ને કેવળજ્ઞાન લેવાની તૈયારી છે.
મારા આત્માને ત્રિકાળીસ્વભાવથી એકત્વ છે ને પરથી પૃથકત્ત્વ છે,–આમ સ્વભાવની ભાવના કરીને
તેમાં એકાગ્રતાવડે ભગવાન આનંદનો અનુભવ લેતા હતા. આત્મા આનંદનો ડુંગર છે, તેમાં અંતર્લીનતા વડે
ધ્યાનરૂપી છરી મારીને ભગવાને અતીન્દ્રિય આનંદ પ્રગટ કર્યો. ચોથા ગુણસ્થાનવાળા ઇન્દ્ર વગેરેને મતિ–શ્રુત–
અવધિ ત્રણ–જ્ઞાન હોય, અને પાંચમાં ગુણસ્થાનવાળા કોઈ સાધારણ શ્રાવક હોય–અરે! તિર્યંચ હોય ને તેને
અવધિજ્ઞાન ન પણ હોય, છતાં ઇન્દ્રના આનંદ કરતાં તે પાંચમા ગુણસ્થાનવાળા તિર્યંચનો આનંદ ઘણો વધી
ગયો છે. અને છઠ્ઠા–સાતમા ગુણસ્થાનવાળા મુનિને તો ઘણો જ આનંદ વધી ગયો છે, અંતરમાં ઘણી લીનતા વડે
તે તો આનંદના અનુભવમાં મગ્ન છે. કયાંય બહારના સંયોગમાંથી આનંદ નથી આવતો પણ અંતરમાં આત્મા
પોતે આનંદનો દરિયો છે તેમાં ડૂબકી મારીને જેટલો એકાગ્ર થાય તેટલો આનંદનો અનુભવ થાય છે. બહારના
સંયોગમાંથી આનંદ આવતો હોય તો તો ઇન્દ્રને સૌથી વધારે આનંદ હોય,–પણ એમ નથી. મુનિઓને ખુલ્લા
શરીરે જંગલમાં રહેવું, ટાઢ–તડકા સહન કરવા વગેરેનું કિંચિત્ દુઃખ નથી, મુનિઓ તો આત્માના આનંદમાં એવા
મશગૂલ છે કે બહારના સંયોગ ઉપર લક્ષ જતું નથી; અને લક્ષ જાય તો ત્યાં રાગ–દ્વેષ થતો નથી. પહેલાં પોતાની
સ્વતંત્ર પર્યાયની કમજોરીથી રાગ–દ્વેષ થતા હતા, હવે મુનિદશામાં સ્વભાવની એકાગ્રતાના પુરુષાર્થથી તે રાગ–
દ્વેષ થતા નથી.
જેમ નાળિયેરમાં અંદરનો સફેદ–મીઠો ગોળો બહારના છોતાં–કાચલી તેમજ રાતી છાલથી જુદો છે; તેમ
ભગવાન પોતાના ભિન્ન ચૈતન્ય તત્ત્વની ભાવના કરતા હતા કે અહો! મારો આનંદકંદ ચૈતન્ય ગોળો આ
શરીરરૂપી છોતાંથી, કર્મરૂપી કાચલાથી તેમજ રાગરૂપી રાતપથી જુદો છે.–આમ ભિન્ન ચૈતન્યની ભાવના ભાવીને
ભગવાન તેમાં એવા ગુમ થઈ જતા કે ‘હું દેહમાં છું કે હું તીર્થંકર છું, હું મુનિ છું ને કેવળજ્ઞાન પ્રગટ કરું’ એવા
કોઈ વિકલ્પો રહેતા ન હતા. આત્માના આનંદના અનુભવમાં આવી લીનતા થયા વગર કોઈ જીવને મુનિદશા
હોતી નથી; અને અંતરમાં આવી મુનિદશા થતાં બહારમાં શરીર ઉપર વસ્ત્રાદિનું ગ્રહણ હોતું નથી. અંતરમાં તો
રાગ–દ્વેષ રહિત ભાવનિર્ગ્રંથતા અને બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહ રહિત દ્રવ્ય નિર્ગ્ર્રથતા, આ પ્રમાણે ભાવે અને
દ્રવ્યે નિર્ગ્રંથદશા થયા વગર ત્રણકાળમાં કોઈ જીવને મુનિપણું હોતું નથી, અને મુનિદશા વગર કેવળજ્ઞાન કે મુક્તિ
થતી નથી.
ભગવાનને ખબર હતી કે હું આ જ ભવમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને તીર્થંકર થવાનો છું, હું આ ભવમાં જ
સિદ્ધ થનાર ચરમશરીરી છું. પરંતુ ચારિત્રદશા વગર કેવળજ્ઞાન થતું નથી. હું હવે મુનિ થઈને વીતરાગી– ચારિત્ર્ય
અને કેવળજ્ઞાન પ્રગટ કરવા માગું છું. વૈરાગ્ય થતાં ભગવાન આવી ભાવનાઓ ભાવતા હતા. મારો આત્મા
પવિત્ર જ્ઞાયકસ્વરૂપ છે, રાગાદિભાવો તો મલિન છે ને દેહ અશુચીમય છે. આવી અશુચી ભાવનામાં શરીર વગેરે
પ્રત્યેનો દ્વેષભાવ નથી, પણ ચૈતન્યના પવિત્ર સ્વભાવની સાથે મેળવીને શરીરાદિકને અશુચી કહ્યાં છે. જ્યાં
ચૈતન્યસ્વભાવમાં લીનતા થઈ ત્યાં શરીર પ્રત્યે કિંચિત્ ગ્લાનિ નથી, આનું નામ ખરી અશુચીભાવના છે. પરદ્રવ્ય
પ્રત્યે ગ્લાનિનો ભાવ આવે તો તે દ્વેષ છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૪૭ઃ
મુનિ થયા પહેલાં પણ ‘હું’ અનંતગુણધામ ચિદાનંદ પવિત્ર છું’ એવી આત્મદ્રષ્ટિપૂર્વક ભગવાન ક્યારેક
ક્યારેક નિર્વિકલ્પ અનુભવ કરતા હતા. તે વખતે હજી અસ્થિરતાનો રાગ હતો, હવે મુનિ થયા પછી તો
ભગવાનને અસ્થિરતાનો રાગ પણ છૂટી ગયો; અને વારંવાર આત્મામાં લીન થઈને નિર્વિકલ્પ આનંદનો
અનુભવ કરવા લાગ્યા. મુનિદશામાં ભગવાનને વન–જંગલના કષ્ટ ન હતા; પણ ભગવાન તો આત્માના
આનંદમાં ઝૂલતા હતા. અહો! વીતરાગી ચારિત્રદશામાં મુનિવરોને કષ્ટ નથી, પણ પરમ આનંદ છે. બહારમાં કષ્ટ
વેઠવાં તેને અજ્ઞાની લોકો સંવર ને તપ માને છે પરંતુ સંવર અને તપ તો અંતરની વીતરાગી દશામાં છે તેને
તેઓ જાણતા નથી. ભગવાને તો તો સ્વરૂપનાં આનંદમાં ઝૂલતાં ઝૂલતાં આત્મામાંથી જ સંવર અને તપ કાઢયા
હતા. જુઓ, આ ભગવાનની દીક્ષા! દીક્ષા કલ્યાણક કહો, કે તપ કલ્યાણક કહો, મોક્ષમાર્ગ કહો; મુનિદશા કહો,
સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રની એકતા કે વીતરાગતા કહો–તેવી દશા ભગવાને પોતાના આત્મામાંથી આજે પ્રગટ
કરી, તેનો આ મહોત્સવ છે.
અહો! પરમાનંદમય સિદ્ધદશાના કારણરૂપ એવા ચારિત્ર અને તપ પણ સુખદાયક છે, તેને બદલે મૂઢ
જીવો તે ચારિત્ર અને તપને દુઃખરૂપ ને કષ્ટદાયક માનીને તેનો અનાદર કરે છે. ચારિત્રવંત મુનિરાજને દેખીને
જેને કરુણાથી એમ વિચાર આવે કે ‘અરેરે! આ બિચારા મુનિને બહુ દુઃખ છે’–તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે,
મુનિની અંર્તદશાનું તેને ભાન નથી. અરે! ચારિત્ર તો આનંદદાયક છે, ચારિત્ર અને તપમાં મુનિઓને કિંચિત્
પણ કષ્ટ નથી, મુનિઓ તો આત્માના આનંદમાં ઝૂલે છે–અંતરના ઉપશમરસના સાગરમાં આત્મા ઝૂલે છે–એવી
ચારિત્રદશા છે; અને તપમાં ચૈતન્યનું પ્રતપન છે. ક્ષણે ક્ષણે ચૈતન્યની શુદ્ધતા અને આનંદ વધતા જાય એનું નામ
તપ છે. જેમ ગેરૂના ઓપથી સોનામાં ઝલક આવે તેમ અંતરમાં એકાગ્રતારૂપી ઓપથી ચૈતન્યનું પ્રતપન થવું–
ચૈતન્યનું શોભવું–ચૈતન્યની ઉગ્રતા થવી તેનું નામ તપ છે, તેમાં ચૈતન્યના આનંદની ઝલક છે. તે આનંદના
અનુભવમાં એકાગ્ર થતાં બહારના આહારની વૃત્તિ છૂટી જાય છે. અંતરની આનંદદશા વગર બહારમાં આહારાદિ
છોડે તે કાંઈ ખરૂં તપ નથી. આત્માના ભાન વગર બહારમાં શરીરની નગ્નદશા અનંતવાર કરી; અને આહાર
છોડીને ઉપવાસ કર્યા–પણ તે ચારિત્ર કે મુનિપણું નથી. ભગવાને જે નગ્નદશા ધારણ કરી તે તો અંતરમાં
આનંદના અનુભવ સહિત હતી; મુનિપણું હોય ત્યાં શરીરની નગ્નદશા જ હોય છે, પરંતુ મુનિપણું કાંઈ શરીરની
દશામાં નથી રહેતું, મુનિપણું તો આત્માની અંતરદશામાં છે. પંચમહાવ્રતના શુભ વિકલ્પમાં પણ ખરેખર ચારિત્ર
નથી; આત્માનું ચારિત્ર જુદી ચીજ છે, રાગ જુદી ચીજ છે અને શરીરની દિગંબરદશા તે જુદી ચીજ છે,–ત્રણે ચીજ
જુદી છે, કોઈના કારણે કોઈ નથી. ‘હું વસ્ત્ર છોડીને મુનિ થાઉં, હું પંચમહાવ્રત પાળું.’ એવા શુભ વિકલ્પમાંથી
કાંઈ ભગવાનની મુનિદશા નહોતી આવી, ભગવાન તો અંતરસ્વભાવમાં ડૂબકી મારીને તેમાંથી મુનિદશા પ્રગટ
કરી છે. જુઓ, આ ભગવાનની મુનિદશા! અરે જીવ! આ મુનિદશાનું સ્વરૂપ એકવાર સાંભળ તો
ખરો.....લક્ષમાં તો લે!
અહા! આજ તો નેમિનાથ ભગવાનના વૈરાગ્યનો પ્રસંગ જોઈને અને રાજીમતીની વૈરાગ્યભાવના
સાંભળીને આંખમાં આંસુ આવી જતા હતા....આજ તો ભગવાનના વૈરાગ્યનો અદ્ભુત દેખાવ નજર સામેથી
ખસતો નથી. જાણે નજર સામે ભગવાન દીક્ષા લેતા હોય! એવું લાગે છે. આ સૌરાષ્ટ્ર દેશમાં જ ગીરનાર ઉપરના
સહેસ્રાવનમાં ભગવાને જે દીક્ષા લીધી તેની અહીં સ્થાપના કરાય છે....જુઓ, અહીં સહેસ્રાવનમાં ભગવાન દીક્ષા
લ્યે છે! જાણે ભગવાન પોતે સાક્ષાત્ પધાર્યા હોય–એવું લાગે છે. (ગુરુદેવના આ ઉદ્ગારોને હજારો શ્રોતાઓએ
ઘણા હર્ષપૂર્વક તાલીઓથી વધાવ્યા હતા.) અહો! આ વન પણ કુદરતી સહેસાવન જેવું લાગે છે. ગીરનારનું
સહેસ્રાવન તો અહીંથી પ૦–૬૦ કોસ દૂર છે પરંતુ અહીં તો દૂરને પણ નજીક લાવી દીધું. ભગવાને તો લગભગ
૮પ૦૦૦ વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી. પરંતુ રુચિના બળે કાળનું અંતર કાઢી નાખીને ભક્તો કહે છે કે, ભગવાન
અત્યારે જ આ આમ્રવનમાં દીક્ષા લ્યે છે; ૮પ૦૦૦ વર્ષ પહેલાં ગીરનારના આમ્રવનમાં ભગવાનની દીક્ષાનો જેવો
પ્રસંગ થયો તેવું જ અત્યારે અહીં બની રહ્યું છે. આ આપણા આમ્રવનમાં આપણી સામે જ ભગવાન દીક્ષા લ્યે
છે.....
અહો, આજે નેમિનાથ ભગવાન ભાવથી તેમજ દ્રવ્યથી દિગંબર થયા....ધન્ય તે દશા! ધન્ય તે ઘડી!
નિર્ગ્રંથ થયા પછી ભગવાન આત્મધ્યાનમાં બેઠા; અને તરત જ પહેલાં સાતમું અપ્રમત્ત ગુણસ્થાન પ્રગટયું.
મુનિદશાની

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧૪૮ઃ આત્મધર્મઃ ૧૧પ
ત્રિકાળ એવી જ સ્થિતિ છે કે પહેલાં આત્મધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટે; અને પછી વિકલ્પ ઊઠતાં છઠ્ઠું
ગુણસ્થાન આવે. મુનિઓ આનંદકંદ આત્મામાં ઝૂલે છે, તેમને ત્રણ પ્રકારના કષાયોનો તો નાશ થઈ ગયો છે,
માત્ર અત્યંતમંદ સંજ્વલન કષાય રહ્યો છે, તેથી વસ્ત્રાદિ ગ્રહણનો તીવ્ર કષાયભાવ તેમને હોતો જ નથી.
મુનિઓની દશા ત્રણેકાળે દિગંબર જ હોય છે. અનાદિ જૈનશાસનમાં મુનિઓની આવી જ સહજ દશા હોય છે.
મન વચન–કાયાથી કરવું–કરાવવું ને અનુમોદવું એમ નવે પ્રકારથી પરિગ્રહ છૂટી જાય છે, પછી જ મુનિદશા હોય
છે. જો અંતરમાં પરિગ્રહનું શલ્ય પડયું હોય તો મુનિદશા હોતી નથી.
લોકો તો આત્માને ભૂલીને બહારમાં દીક્ષા માની બેઠા છે. પરંતુ દીક્ષા તો આત્મશિક્ષાપૂર્વક હોય છે. દીક્ષા
અને પરિષહમાં મુનિઓને કષ્ટ નથી પણ આત્માની અપૂર્વશાંતિ છે. પ્રતિકૂળ–પ્રસંગ હોય ને તેમાં કષ્ટ લાગે તેનું
નામ પરિષહ નથી, કષ્ટનો ભાવ તો દ્વેષ છે–પાપ છે. ગમે તેવા પ્રસંગ વખતે રાગ–દ્વેષનો વિકલ્પ ન થાય ને
ચૈતન્યમાં લીનતા ટકી રહે તેનું નામ પરિષહ છે. આવો પરિષહ માર્ગથી અચ્યુતપણાનું અને નિર્જરાનું કારણ છે.
બહારમાં પરિષહના ગમે તેવા નિમિત્તો વખતે આત્માની પર્યાયમાં દર્શન–જ્ઞાન–ચારિત્રથી અચ્યુતપણું રહે ને
શુદ્ધતા વધતી જાય–એનું નામ પરિષહ છે. કયાં મુનિવરોનો આવો પરિષહ! અને કયાં અજ્ઞાનીએ માનેલો
પરિષહ! પ્રતિકૂળ સંયોગ બને, અને રાગ–દ્વેષની વૃત્તિ થાય તે કાંઈ પરિષહ નથી. પણ તે વખતે આત્માની
વીતરાગી શાંતિના અનુભવમાંથી ન ખસવું તેનું નામ પરિષહ છે. અહોહો! દર્શન–જ્ઞાન–ચારિત્રના વીતરાગી
આનંદમાં ઝૂલતો મુનિમાર્ગ છે, તે આનંદના અનુભવમાંથી ન ખસવું તે પરિષહ છે. પરિષહમાં મુનિઓને દુઃખ
નથી પણ આનંદ છે.
જુઓ, આ વાત ચૌદ બ્રહ્માંડમાં સર્વજ્ઞ પરમાત્માથી રજીસ્ટર થઈ ગયેલી છે. અનંત તીર્થંકરો આવો
જ માર્ગ આદરીને મુક્તિ પામ્યા છે, અને આવો જ માર્ગ જગતને કહી ગયા છે. અત્યારે મહાવિદેહમાં પણ
આવો જ માર્ગ ધોખબંધ ચાલી રહ્યો છે. બધા દિગંબર સંતો પણ આ એક જ માર્ગ કહી ગયા છે,
કુંદકુંદાચાર્યદેવ, સમંતભદ્રાચાર્યદેવ, પદ્મનંદી મુનિરાજ કે ધરસેનાચાર્યદેવ વગેરે કોઈ પણ મુનિ લ્યો,–તે
બધાની એક જ ધારા ચાલી આવે છે, તીર્થંકરો અને સંત મુનિઓએ જે વાત કરી છે તે જ વાત અહીં
કહેવાય છે. મુક્તિ કરવી હોય તો જગતને આ વાત માન્યે છૂટકો છે, આ સિવાય બીજા કોઈ માર્ગે
ત્રણકાળમાં કોઈ જીવની મુક્તિ થતી નથી.
નેમિનાથ ભગવાનને આત્મજ્ઞાન હતું અને પોતાને ખબર હતી કે ‘મારે આ ભવમાં જ અનાદિ સંસારનો
અંત થવાનો છે અને હવે મારી સાદિ–અનંત સિદ્ધદશાની શરૂઆત થવાની છે; હવે મારે નવો ભવ કરવાનો નથી,
આ છેલ્લો જ અવતાર છે.’ આવા ભગવાનને વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. અહો! તીર્થંકરના વૈરાગ્યની શું
વાત! વૈરાગ્ય થયા પછી તેઓ સંસારમાં રોકાતા નથી. આજે ભગવાનના વૈરાગ્યનો અદ્ભુત પ્રસંગ છે. વૈરાગ્ય
થતાં જ ભગવાન તો દીક્ષા લઈને વનમાં ચાલ્યા ગયા. ભગવાન બહારના આમ્રવનમાં ગયા. એ તો સંયોગનું
કથન છે, ખરેખર તો જંગલમાં અંતરના ચૈતન્યવનમાં–જ્યાં અપૂર્વ જ્ઞાન અને આનંદરૂપી આંબા પાકે એવા
આમ્રવનમાં ભગવાન ગૂમ થઈ ગયા....અંતરની ચૈતન્યગુફામાં ભગવાને પ્રવેશ કર્યો....વન–જંગલમાં વિચરતાં
ભગવાનને દુઃખ ન હતું પણ આત્માના આનંદની મોજ હતી, અંતરમાં શાંતિના શેરડા છૂટતા હતા. અજ્ઞાનીને તો
ભગવાનના એ આનંદની કલ્પના પણ કયાંથી આવે?
બધાય તીર્થંકર ભગવંતોને દીક્ષા પછી તરત આત્મધ્યાનની અપૂર્વ જાગૃતિમાં સાતમું અપ્રમત્ત
ગુણસ્થાન તેમ જ મનઃપર્યયજ્ઞાન પ્રગટે છે; અને તીર્થંકરોને ક્ષપકશ્રેણી જ હોય છે; તેમને સાતમું અને
છઠ્ઠું ગુણસ્થાન અનેકવાર બદલ્યા કરે પણ ઉપશમશ્રેણી ન હોય, સીધી ક્ષપકશ્રેણી જ હોય છે. અહો!
છઠ્ઠા–સાતમા ગુણસ્થાને મુનિઓ આત્માના સહજ આનંદમાં ઝૂલે છે, હાલતાં–ચાલતાં તેમજ આહાર
લેતાં લેતાં પણ વારંવાર નિર્વિકલ્પ અપ્રમત્તદશા થઈ જાય છે, હાથમાં આહારનો કોળિઓ હોય ને મુનિ
તો નિર્વિકલ્પ થઈને અંદર ચૈતન્યગોળાનો સ્વાદ લેતા હોય. પ્રમાદ દશામાં મુનિઓ લાંબો કાળ રહેતા
નથી. મુનિઓને આત્મજાગૃતિ એવી વધી ગઈ છે કે ઊંઘ ઊડી ગઈ છે, એક સાથે લાંબો કાળ નિદ્રા હોતી
નથી, નિદ્રાનો કાળ બહુ અલ્પ છે, એક કલાક પણ પૂરી નિદ્રા હોતી નથી કેમ કે છઠ્ઠા ગુણસ્થાનનો કાળ
જ અલ્પ છે. નિદ્રા ઓછી છે તે કારણે કાંઈ કષ્ટ નથી પણ અંદરમાં આત્મજાગૃતિનો અપૂર્વ આનંદ છે.
અરે, અલ્પકાળ નિદ્રા

PDF/HTML Page 10 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખઃ ૨૪૭૯ઃ ૧૪૯ઃ
હોય તે વખતે પણ અંતરમાં જ્ઞાયકદ્રષ્ટિની મુખ્યતા કદી છૂટતી નથી, તેમ જ છઠ્ઠા ગુણસ્થાન જેટલી આત્મજાગૃતિ
તે વખતે પણ વર્તે છે.
જેને દ્રવ્ય–ગુણપર્યાયની સ્વતંત્રતાનું ભાન હોય અને આત્મામાં ઘણી એકાગ્રતા વર્તતી હોય તેને જ
મુનિદશા હોય છે. જેને હજી દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતાની ખબર ન હોય ને કર્મના ઉદયને લીધે વિકાર થાય
એમ માનતા હોય–તેને તો મુનિદશાની ગંધ પણ કયાંથી હોય? સમ્યગ્દર્શન થયા પછી પણ મુનિદશા માટે ઘણો
પુરુષાર્થ માંગે છે. વસ્ત્રનો ત્યાગ કે મજબૂત શરીર વગેરે કોઈ બાહ્ય કારણોને લીધે મુનિદશા થતી નથી પણ
આત્મા પોતે કર્તા થઈને મુનિદશા પ્રગટ કરે છે, મુનિદશાના છએ કારકોપણે આત્મા પોતે જ પરિણમે છે.
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન તેમજ સમ્યક્ચારિત્ર એ ત્રણેય આત્મા પોતે પોતાના પુરુષાર્થથી કરે ત્યારે થાય છે,
આત્માના અંતર્મુખ પુરુષાર્થ વગર તે થઈ જતાં નથી. ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ થઈને લીન થતાં રાગ ટળી
જાય છે, રાગ ટાળવા માટે જુદો પુરુષાર્થ કરવો પડતો નથી. પહેલાં જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરતાં અપૂર્વ
સમ્યગ્દર્શન થાય છે, તેના કર્તાપણે આત્મા જ પરિણમે છે; સમ્યગ્દર્શન પછી બારભાવનારૂપી વીતરાગી પરિણતિ
તેમ જ મુનિદશા થાય છે તે પણ આત્મા પોતે પોતાની સ્વાધીન કર્તૃત્વશક્તિથી જ કરે છે; તે તે અવસ્થાના છએ
કારકપણે આત્મા પોતે પરિણમે છે. ભગવાનનો આત્મા પોતે છ કારકરૂપે થઈને આજે વીતરાગી મુનિદશારૂપે
પરિણમ્યો. મુનિદશામાં ચાર જ્ઞાન સહિત, આત્માના આનંદમાં ઝૂલતાં ઝૂલતાં કેટલોક કાળ વીત્યા પછી ભગવાને
શુક્લધ્યાનની અપ્રતિહત શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું.
આ રીતે આજે ભગવાનની દીક્ષાનો મહામાંગળિક દિવસ છે.
*
શુદ્ધભાવથી ધર્મ
આત્માના પરમશુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં સ્થિરતા વડે પર્યાયમાં જે શુદ્ધભાવ પ્રગટે છે તે
મોક્ષનું કારણ છે. આત્માનો ત્રિકાળ પરમશુદ્ધ સ્વભાવ છે તે જ ઉપાદેય છે, પુણ્ય–પાપ એ બંને વિકારી ભાવો છે,
તે છોડવા જેવા છે; એ બંને ભાવો અશુદ્ધભાવના પડખા છે, તેનાથી ધર્મ થતો નથી. ધર્મ તો આત્માના
શુદ્ધભાવથી થાય છે.
–નિયમસારના પ્રવચનોમાંથી.
*
જગતને જરૂરનું
અહો! આત્મતત્ત્વની વાત
તો જગતને પહેલી સમજવા જેવી
છે; બીજું તો ભલે આવડે કે ન
આવડે પણ આ વાત તો જરૂર
સમજવા જેવી છે. આ સમજ્યા
વિના કલ્યાણ થવાનું નથી. આ
સમજશે તો જ ભવથી નીવેડા
આવશે.
–પ્રવચનમાંથી.

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧પ૦ઃ આત્મધર્મઃ ૧૧પ
વ્યવહારમૂઢ જીવોનો અભિપ્રાય
દિગંબર અને શ્વેતાંબર વચ્ચેનો મોટો સિદ્ધાંત ભેદ
*
આત્માના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ
મોક્ષમાર્ગની શરૂઆત થાય છે, તેને બદલે ‘મોક્ષમાર્ગમાં
પહેલો વ્યવહારનય પરિણમે અને પછી નિશ્ચય’–એમ
જેનો અભિપ્રાય છે તે વ્યવહારમૂઢ છે, તેને આચાર્યદેવ
સમજાવે છે કે અરે ભાઈ! તારો વ્યવહાર તો અનાદિરૂઢ
છે, આત્માના નિશ્ચયસ્વભાવના ભાન વગર આવો શુભરાગ તો તેં
અનાદિકાળથી કર્યો છે,–તેમાં તેં નવું શું કર્યું? અભવ્યજીવ પણ એવો
વ્યવહાર તો કરે છે, તો તેનામાં અને તારા અભિપ્રાયમાં ફેર શું પડયો?
‘પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય’ એમ માનનારના અભિપ્રાયમાં
અને અનાદિના મિથ્યાદ્રષ્ટિ જીવના અભિપ્રાયમાં કાંઈ ફેર નથી, બંને
વ્યવહારમૂઢ છે.–આ સંબંધમાં દિગંબર મત અને શ્વેતાંબર મત વચ્ચે
મોટો દ્રષ્ટિભેદ છે,–તેનું પૂ. ગુરુદેવશ્રીએ આ પ્રવચનમાં ખાસ
સ્પષ્ટીકરણ કર્યું છે. દરેક જિજ્ઞાસુ જીવોએ આ વિષય બરાબર સમજવો
જરૂરી છે.
(શ્રી સમયસાર ગાથા ૪૧૩ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન)
*
ત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેના ધુ્રવસ્વભાવમાં શ્રદ્ધા–જ્ઞાન ને એકાગ્રતા તે જ મોક્ષમાર્ગ છે, તેને બદલે
શુદ્ધઆત્માના ભાન વગર એકલા વ્યવહાર રત્નત્રયના શુભરાગને જ જે મોક્ષમાર્ગ માને છે તેને આચાર્યદેવ
વ્યવહારમૂઢ કહે છે. જેવો વ્યવહાર તે કરે છે તેવો વ્યવહાર તો અનાદિથી જીવે કર્યો છે ને અભવ્ય જીવ પણ કરે
છે, માટે જેઓ વ્યવહારનો આશ્રય કરીને તેને મોક્ષમાર્ગ માને છે તે જીવો અનાદિના રૂઢ વ્યવહારમાં જ મૂઢ છે
અને યથાર્થ વિવેકવાળા નિશ્ચયમાં તેઓ અનારૂઢ છે.
દિગંબર સંતો કહે છે કેઃ નિશ્ચયસ્વભાવના આશ્રયે જ મોક્ષમાર્ગ છે; નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે,
નિશ્ચય વગર વ્યવહાર હોતો જ નથી, નિશ્ચયનો આશ્રય કરે તે જ સમકિતી છે.–આ યથાર્થ વસ્તુસ્થિતિ છે. પરંતુ–
વ્યવહાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ જીવો તેની સામે વિરોધ કરતાં કહે છે કેઃ મોક્ષમાર્ગમાં પહેલો વ્યવહાર પરિણમે
છે ને પછી નિશ્ચય છે એટલે વ્યવહારી તે સમકિતી છે.–પણ એની વાત મહા વિપરીત છે.
શ્રાવકના કે મુનિના વ્યવહાર વ્રતાદિના શુભરાગને જ જેઓ મોક્ષનું કારણ માને છે અને આત્માના
પરમાર્થસ્વભાવને જાણતા નથી તેઓ અનાદિકાળથી ચાલ્યા આવતા વ્યવહારમાં જ મૂઢ છે ને પ્રૌઢ વિવેકવાળા
નિશ્ચય પર તેઓ અનારૂઢ છે, પરમાર્થસત્ય એવા શુદ્ધઆત્માને તેઓ દેખતા નથી.
પંચમહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણ, દેવ–ગુરુ–શાસ્ત્રનો વિનય વગેરેના શુભ રાગને અંગીકાર કરીને જે
એમ માને છે કે ‘આ જ મોક્ષનું કારણ છે, આ વ્યવહાર કરતાં

PDF/HTML Page 12 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખઃ ૨૪૭૯ઃ ૧પ૧ઃ
કરતાં મુક્તિ થઈ જશે’–તો તે જીવ વ્યવહારમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અરે ભાઈ! ચૈતન્યના નિશ્ચયસ્વભાવના
ભાન વગર આવો શુભરાગ તો તેં અનાદિકાળથી કર્યો છે,–એમાં અત્યારે તેં નવું શું કર્યું? વળી અભવ્યજીવ
પણ એવો વ્યવહાર તો કરે છે તો તેનામાં અને તારામાં ફેર શું પડયો? પૂર્વે અનંતવાર તેં પણ એવો
વ્યવહાર કર્યો છતાં તે મોક્ષનું કારણ ન થયો તો અત્યારે કયાંથી થશે? માટે સમજ કે મોક્ષમાર્ગ તો
નિશ્ચયસ્વભાવના આશ્રયે જ છે. ‘પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય’ એમ નથી. એકલો શુભરાગરૂપ
વ્યવહાર અનાદિથી તું કરતો આવ્યો છે તો તેમાંથી કયા રાગને તું ‘પહેલો’ કહીશ? તારો માનેલો વ્યવહાર
તો અનાદિનો રૂઢ છે, તે ખરેખર વ્યવહાર નથી પણ વ્યવહારાભાસ છે. નિશ્ચય પ્રગટયા વગર વ્યવહાર કોને
કહેવો? આત્માના ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરીને નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કર્યા ત્યારે શુભરાગને
ઉપચારથી વ્યવહાર કહ્યો અને પૂર્વના રાગને ભૂતનૈગમનયથી વ્યવહાર કહ્યો. પણ નિશ્ચય વિના વ્યવહાર
કેવો? હજી જેને પ્રમાણજ્ઞાન જ થયું નથી તેને નય કયાંથી હોય? નિશ્ચયનયથી ભૂતાર્થ સ્વભાવનું જ્ઞાન
કરતાં પ્રમાણજ્ઞાન થયું ત્યારે રાગના જ્ઞાનને વ્યવહારનય કહ્યો.–આ રીતે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે.
નિશ્ચયસ્વભાવના ભાન વગર એકલા શુભરાગને અમે વ્યવહાર નથી કહેતા, તે તો અનાદિનો વ્યવહારાભાસ
છે, એવું તો અભવ્યને પણ હોય છે. ‘પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય’ એમ માનનાર ના અભિપ્રાયમાં,
અને અનાદિના મિથ્યાદ્રષ્ટિ જીવના અભિપ્રાયમાં કાંઈ ફેર નથી. બંને વ્યવહારમૂઢ છે. વળી, ‘પહેલો વ્યવહાર
ને પછી નિશ્ચય’–એવી માન્યતા અને ‘શુભરાગથી પરીત સંસાર થઈ જાય’–એવી માન્યતા,–એ બંનેમાં
વ્યવહારમૂઢતાનો અભિપ્રાય એક સરખો જ છે.
શ્વેતાંબર શાસ્ત્રોમાં મિથ્યાદ્રષ્ટિ જીવને દયા–દાન વગેરેના શુભ પરિણામથી પરીતસંસાર થવાનું કહ્યું છે,
મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા પાળી તેથી તેને સંસાર પરીત થઈ ગયો–એમ કહે છે; તેમજ સુબાહુ–
કુમારના જીવે સુમુખગાથાપતિના ભવમાં મુનિને આહારનું દાન દીધું તેથી તેને પરીત સંસાર થઈ ગયો,–એવા
પ્રકારના દસ દ્રષ્ટાંતથી તેઓ શુભરાગથી પરીત સંસાર થવાનું મનાવે છે, પણ તે મોટી ભૂલ છે. અંતરમાં
ચૈતન્યસ્વભાવના અવલંબન વિના કદી પણ ભવકટ્ટી થાય જ નહિ. રાગ તો સંસારનું કારણ છે. તેનાથી ભવકટ્ટી
કેમ થાય? વળી મિથ્યાદ્રષ્ટિને તો અનંત સંસારના કારણરૂપ અનંતાનુબંધીનો ભાવ ઊભો છે, તેને મિથ્યા–
દ્રષ્ટિપણામાં પરીત સંસાર થાય જ નહીં. ચૈતન્યસ્વભાવના અવલંબને જ પરીતસંસાર થાય છે તેને બદલે દયા–
દાનના શુભરાગથી પરીતસંસાર થવાનું માનવું તે પણ વ્યવહાર મૂઢતા જ છે. દયા–દાનના શુભભાવ તો
મિથ્યાદ્રષ્ટિ જીવે પૂર્વે અનંતવાર કર્યા છે છતાં તેને પરીતસંસાર કેમ ન થયો?–માટે તે શુભભાવ પરીતસંસારનું
કારણ નથી. આત્માના પરમાર્થ સ્વભાવની દ્રષ્ટિ જીવે પૂર્વે કદી પ્રગટ કરી નથી, એવી અપૂર્વદ્રષ્ટિ પ્રગટ કરવી તે
જ પરીતસંસારનું કારણ છે. દયા–દાનનો શુભભાવ તે તો ઔદયિકભાવ છે, તે પોતે સંસાર છે, તો તેનાથી
સંસારનો નાશ કેમ થાય?–ન જ થાય.
જ્ઞાયકમૂર્તિ ચૈતન્યસ્વભાવ તે પરમાર્થ છે, તેના આશ્રયે પ્રગટેલા નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે
મોક્ષમાર્ગ છે અને નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટયા ત્યારે રાગમાં ઉપચાર કરીને તેને વ્યવહાર કહેવાય
છે; તેને બદલે એકલા વ્યવહારના આશ્રયથી જે મોક્ષમાર્ગ માને છે તે વ્યવહારમૂઢ છે. એવો વ્યવહાર તો
અનાદિનો ચાલ્યો આવે છે તેથી તે અનાદિરૂઢ છે. અજ્ઞાનીઓ કહે છે કે દેવ–ગુરુ–શાસ્ત્રનાં શ્રદ્ધા–જ્ઞાન તથા
પંચમહાવ્રત વગેરે શુભરાગરૂપ વ્યવહાર તે પહેલો અને પછી તેનાથી નિશ્ચય પમાય. તો તેને અહીં
આચાર્યભગવાન કહે છે કે અરે ભાઈ! તું તો અનાદિરૂઢ એવા વ્યવહારમાં જ મૂઢ છે, તારા માનેલા
વ્યવહારને તો અમે વ્યવહાર પણ નથી કહેતાં, તે તો વ્યવહારાભાસ છે. આત્માના ભાન વગર તીવ્ર અને મંદ
રાગ તો અનાદિકાળથી જીવ કરતો જ આવ્યો છે. છતાં તેને જે મોક્ષમાર્ગનું કારણ માને છે તે જીવ
વ્યવહારમાં મૂઢ છે.
જુઓ, શ્વેતાંબરમાં એમ કહે છે કે પહેલો વ્યવહારનય પરિણમે અને પછી નિશ્ચય;–પરંતુ એ વાત
વસ્તુસ્વરૂપથી તદ્ન વિપરીત છે. એકલી વ્યવહાર પ્રધાન દ્રષ્ટિ થઈ એટલે સર્વજ્ઞથી ચાલતી આવતી સનાતન
દિગંબર જૈન પરંપરાથી શ્વેતાંબરો જુદા પડયા. તેઓ આત્માના ભાન વગર મિથ્યાદ્રષ્ટિને પણ દયા–દાન વગેરેના
શુભપરિણામથી પરીત સંસાર થઈ જવાનું કહે છે તે એકલી વ્યવહાર–

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧પ૨ઃ આત્મધર્મઃ ૧૧પ
પ્રધાનદ્રષ્ટિ છે, અહીં તેને ‘અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ’ કહીને આચાર્યદેવ યથાર્થ વસ્તુસ્થિતિ સમજાવે છે કે અરે
ભાઈ! કયા વ્યવહારને તું પહેલો કહે છે? દયા–દાન વગેરેનો શુભભાવ શું અનાદિકાળમાં જીવે નથી કર્યો?
મિથ્યાદ્રષ્ટિપણે શુભરાગ તો પૂર્વે અનાદિથી કરતો જ આવ્યો છે, તો તેને ‘પહેલો’ કેમ કહેવાય? અને તેનાથી
પરીતસંસાર પણ કેમ થાય? આત્માના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વિના પરીતસંસાર
થાય જ નહિ, અને રાગને વ્યવહાર કહેવાય નહિ.
દિગંબર અને શ્વેતાંબરની દ્રષ્ટિમાં આ મૂળભૂત તફાવત છે, બંને સંપ્રદાય વચ્ચે આ મોટો સિદ્ધાંત ભેદ છે.
આ વાત બરાબર સમજીને નક્કી કરવા જેવી છે.
દિગંબર સંતો કહે છે કે ‘નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય નિશ્ચય વગરના એકલા રાગને વ્યવહાર કહેવાય
નહિ.’–આ તો યથાર્થ વસ્તુસ્વરૂપ છે.
શ્વેતાંબરમાં કહે છે કે ‘વ્યવહારનય પહેલો પરિણમે અને પછી નિશ્ચય હોય.’–આમાં મહા વિપરીત દ્રષ્ટિ
છે. તેનો ખુલાસો કરતાં આચાર્યદેવ કહે છે કે જે વ્યવહાર અનાદિકાળથી ચાલ્યો આવે છે તેને પહેલો કેમ
કહેવાય? વ્યવહારને પહેલો માનવો તે અનાદિના વ્યવહારમાં જ મૂઢતા છે.
વળી દિગંબર સંતો કહે છે કેઃ भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवई जीवो એટલે કે ભૂતાર્થનો આશ્રય
કરનાર જીવ જ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે.
તેને બદલે શ્વેતાંબરમાં એમ કહે છે કે ‘વ્યવહારી સો સમકિતી કહે ભાષ્ય વ્યવહાર.’
–આમાં પણ મોટો દ્રષ્ટિભેદ છે.
દિગંબર સંતો કહે છે કે ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.’
એનાથી વિરુદ્ધ શ્વેતાંબરમાં એમ કહે છે કે ‘બહુ દળ દીસે જીવનાં જી વ્યવહારે શિવયોગ.’
દિગંબર જૈનધર્મના સત્ય સિદ્ધાંતનો વિરોધ કરીને આજથી લગભગ ૩૦૦ વર્ષ પહેલાં ૮૪ દિગ્પટ
બોલમાં શ્વેતાંબર મતનું પ્રતિપાદન કરતાં શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે –
‘નિશ્ચયનય પહલેં કહે પીછેં લે વ્યવહાર,
ભાષાક્રમ જાને નહિ જૈન માર્ગ કો સાર.
તાતેં સો મિથ્યામતિ જૈન ક્રિયા પરિહાર,
વ્યવહારી સો સમકિતી કહે ભાષ્ય વ્યવહાર.
જા નય પહલેં પરિણમે સોઈ કહૈં હિત હોઈ,
નિશ્ચય કયોં ધુરિ પરિણમે? સુખમ મતિ કરી જોઈ.’
જુઓ, આ કોણ કહે છે?–શ્વેતાંબરો તરફથી શ્રી યશોવિજયજીએ દિગંબરોની ટીકા કરતાં આ વાત કરી
છે; તેમાં તે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય–એમ કહે છે અને તેને તે સૂક્ષ્મમતિ માને છે; અહીં દિગંબર સંતોના
કથનમાં તેનો જવાબ આપે છે કે અરે ભાઈ! કયા વ્યવહારને તારે પહેલો કહેવો છે? મંદકષાયને તારે પહેલો
કહેવો હોય, તો અમે કહીએ છીએ કે તે તો અનાદિથી રૂઢ છે, જીવ શુભરાગ તો અનાદિથી કરતો આવ્યો છે, તેને
જે મોક્ષમાર્ગ માને છે તેને અમે વ્યવહારમૂઢ કહીએ છીએ; પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય–એમ માનવું તે
સૂક્ષ્મમતિ નથી પણ સ્થૂળ વ્યવહારમૂઢતા છે.
વળી ‘પહેલાં વ્યવહારનય પરિણમે’ એ વાત જ જૂઠી છે કેમકે અજ્ઞાનીના મિથ્યાજ્ઞાનમાં સાચા નય હોય
જ નહિ. નય તો સમ્યક્શ્રુતજ્ઞાનનો પ્રકાર છે. નિશ્ચયનયથી ભૂતાર્થસ્વભાવનો આશ્રય કર્યો ત્યારે સમ્યક્શ્રુત થયું,
તે જ્ઞાન રાગને જાણે ત્યારે તેમાં વ્યવહાર નય હોય છે. આ સિવાય મિથ્યાદ્રષ્ટિને વ્યવહારનય હોતો નથી.
અજ્ઞાનીનો વ્યવહાર તે વ્યવહારાભાસ છે. સ્વભાવ તરફ વળીને નિશ્ચય પ્રગટ કરે તો વ્યવહારને વ્યવહાર
કહેવાય. જૈનધર્મનો કોઈ પણ બોલ લ્યો તેમાં સ્વભાવ તરફ વળવાનું જ આવે છે. સ્વભાવ તરફ વળ્‌યા વિના
જૈનધર્મના એકેય બોલનો યથાર્થ નિર્ણય નહિ થાય.
ભાષા તો જડ છે, ભાષામાં વ્યવહાર આવે તેથી કાંઈ મોક્ષમાર્ગમાં વ્યવહારની પ્રધાનતા થઈ જતી નથી.
‘સમજાવતાં ભાષામાં વ્યવહાર આવે છે માટે પહેલો વ્યવહાર છે ને પછી નિશ્ચય છે’–એમ જે માને છે તેની
માન્યતા જૂઠી છે, તેણે ભાષા સામે જોયું પણ વસ્તુસ્વરૂપને ન જોયું. વસ્તુસ્વરૂપ એવું છે કે નિશ્ચયના આશ્રયે જ
મોક્ષમાર્ગની શરૂઆત થાય છે, વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ છે જ નહિ.

PDF/HTML Page 14 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખઃ ૨૪૭૯ઃ ૧પ૩ઃ
સર્વજ્ઞના કેવળજ્ઞાનમાં ભાસ્યું હોય તેમ થાય–એમ જો નિર્ણય કરવા જાય તો ત્યાં પણ જ્ઞાનસ્વરૂપને
પકડયા વિના કેવળજ્ઞાનનો નિર્ણય થતો નથી એટલે જ્ઞાનસ્વભાવ તરફ વળવાનું જ આવ્યું.
ક્રમબદ્ધપર્યાય થાય છે એમ કહો તો ત્યાં પણ દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે, કેમકે પર્યાય પર્યાયમાંથી
આવતી નથી પણ દ્રવ્યમાંથી આવે છે; એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગયા વગર ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ થાય નહીં.
એ જ પ્રમાણે વ્યવહારને નક્કી કરવા જાય તો ત્યાં પણ નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં,
નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય, માટે નિશ્ચયના જ્ઞાનપૂર્વક જ વ્યવહાર યથાર્થ જ્ઞાન થાય છે. યથાર્થ નિશ્ચય
પ્રગટયો ત્યારે રાગમાં આરોપ કરીને તેને વ્યવહાર કહેવાય છે. નિશ્ચય પ્રગટયા વગર એકલા રાગને
વ્યવહાર કઈ રીતે કહેવો? વ્યવહારને વ્યવહાર કહેવડાવનાર નિશ્ચય જાગ્યા વિના વ્યવહારને ‘પહેલો’ કેમ
કહેવો? કેમ કે એવો વ્યવહાર તો અનાદિથી કરી જ રહ્યો છે તેથી તે તો અનાદિનો રૂઢ છે. શું અનાદિકાળમાં
રાગની મંદતા નથી કરી? અનંતવાર કરી છે. છતાં મોક્ષમાર્ગમાં તેને જે પહેલાં માને છે તે અનાદિથી જે
વ્યવહાર કર્યો છે તેમાં જ મૂઢ છે.
આચાર્યદેવ તેને કહે છે કે અરે ભાઈ! તું વિચાર તો કર કે મોક્ષમાર્ગ તો પૂર્વે કદી નહિ કરેલ એવો અપૂર્વ
છે, અને તેની શરૂઆત પણ અપૂર્વભાવે થાય છે. રાગ તો પૂર્વે અનંતવાર કર્યો તેના વડે મોક્ષમાર્ગની શરૂઆત
થતી નથી. આત્માએ અનાદિકાળથી સંસારમાં રખડતાં દેવ–ગુરુ–શાસ્ત્રની વ્યવહારશ્રદ્ધા કરી છે, શાસ્ત્રનું જ્ઞાન
કર્યું છે ને પંચમહાવ્રત પાળ્‌યાં છે, એ પ્રમાણે વ્યવહાર–રત્નત્રય એટલે કે શુભરાગ તો અનાદિથી કર્યો છે, તે
વ્યવહારમાં જ જે મમકાર કરે છે એટલે કે મોક્ષમાર્ગમાં વ્યવહાર પહેલો પરિણમે–એમ જે માને છે તે જીવ
અનાદિના રૂઢ વ્યવહારમાં મૂઢ છે, અનાદિની સંસારદશામાં તેને કાંઈ ફેર પડયો નથી, મોક્ષમાર્ગમાં નિશ્ચય શું
અને વ્યવહાર શું–તે એકેયનું તેને ભાન નથી. રાગને વ્યવહાર કહેનારો કોણ? નિશ્ચયનું ભાન કરીને જે જાગ્યો
તે શુભરાગને વ્યવહાર તરીકે જાણે છે. નિશ્ચય વિનાનો એકલો વ્યવહાર તો આંધળો છે.
નિશ્ચયસ્વભાવના ભાન વગર ભલે ઘણા પ્રકારના શુભરાગ કરે, વ્રત–તપ–દયા–દાન કરે, શાસ્ત્ર ભણે,
પણ તે બધો અનાદિરૂઢ વ્યવહાર છે. અજ્ઞાનીઓ જે રાગને વ્યવહાર કહે છે તેને તો અહીં ‘અનાદિરૂઢ’ કહીને
આચાર્યદેવે મહાન સિદ્ધાંત મૂકી દીધો છે. પરમાર્થસ્વરૂપ આત્માના શ્રદ્ધા–જ્ઞાન તો કરતો નથી ને કષાયની
મંદતામાં જ લાગ્યો રહીને તેનાથી પરમાર્થ મોક્ષમાર્ગ પ્રગટી જશે–એમ જે જીવ માને છે તે જીવ અનાદિરૂઢ થઈ
ગયેલા વ્યવહારમાં વિમૂઢ–મિથ્યાદ્રષ્ટિ છે. પહેલો વ્યવહાર પરિણમે એમ માનીને જેઓ વ્યવહારના આશ્રયમાં જ
લાગ્યા રહે છે. વ્યવહારનો આશ્રય છોડીને ભૂતાર્થસ્વભાવનો આશ્રય કર્યા વગર કદી પણ સમ્યગ્દર્શન કે
મોક્ષમાર્ગ થાય નહિ ને મિથ્યાત્વ ટળે નહિ.
કોઈ કહે કે પહેલાં સત્યનું શ્રવણ કરે પછી સમજાય; માટે જુઓ! પહેલાં વ્યવહાર આવ્યો કે નહિ?–તો
કહે છે કે ના; કેમકે ચૈતન્યવસ્તુ શરીર–મન–વચનથી ને રાગથી પાર છે એવી ચૈતન્યની પ્રતિતીપૂર્વક સાંભળે તેને
જ ‘સાંભળ્‌યું’ કહેવાય છે. જેને ચૈતન્યની રુચિ નથી તે જીવે આત્માની વાત અનાદિથી સાંભળી જ નથી. આગળ
ચોથી ગાથામાં જ એ વાત કરી હતી કે શુદ્ધઆત્માની વાત જીવે કદી સાંભળી જ નથી. શબ્દો તો કાને પડયા છતાં
કહે છે કે ‘સાંભળ્‌યું જ નથી’ કેમ કે અંદરમાં તે પ્રકારની રુચિ પ્રગટ ન કરી, એટલે નિશ્ચય વિના વ્યવહાર કોનો
કહેવો? ઉપાદાન જાગ્યા વિના શ્રવણને નિમિત્ત કોનું કહેવું?
પ્રવચનસારના ચરણાનુયોગમાં પણ છેલ્લે એમ કહ્યું છે કે શુદ્ધોપયોગીઓને જ મુક્તિ છે. ચૈતન્યનો
જાણવાનો સ્વભાવ છે, આ જ્ઞેયમાં આમ કેમ?–એવો વિકલ્પ કરવાનો ચૈતન્યનો સ્વભાવ નથી; તેમાં વચ્ચે
શુભ–અશુભવૃત્તિ આવે તે મોક્ષનું કારણ નથી. શુદ્ધોપયોગને જ મોક્ષનું કારણ કહ્યું છે. ત્યાં વચ્ચે મુનિને શુભરાગ
કેવો હોય તેની ઓળખાણ કરાવી, પણ તે શુભને કોઈ મોક્ષનું કારણ માની લ્યે તો કહે છે કે શુભ તો મોક્ષનું
કારણ નથી, મોક્ષ તો શુદ્ધોપયોગથી જ થાય છે.
જે જીવ એમ કહે છે કે પહેલાં વ્યવહાર હોય ને પછી નિશ્ચય હોય,–તો તેને કહે છે કે કયો વ્યવહાર પહેલો
હોય? નિશ્ચય પ્રગટયા વગર શુભરાગને વ્યવહાર તરીકે જાણશે કોણ? ચૈતન્યવસ્તુ તરફ વળીને તેનું જ્ઞાન કર
તો વ્યવહારનું જ્ઞાન થાય. પણ ચૈતન્યવસ્તુને પકડવામાં

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧પ૪ઃ આત્મધર્મઃ ૧૧પ
કોઈ રાગનું–વ્યવહારનું અવલંબન છે જ નહિ; વિકલ્પાતીત વસ્તુને પકડવામાં બીજું સાધન છે જ નહિ.
‘જ્ઞાયક’ ને પકડમાં લીધો ત્યારે રાગનો જાણનારો જાગ્યો અને ત્યારે રાગને વ્યવહાર કહ્યો. આ ચીજ બહારના
ક્ષયોપશમની કે શાસ્ત્રોની પંડિતાઈની નથી, આ તો અંતરની દ્રષ્ટિની ચીજ છે. જે મોક્ષમાર્ગમાં પહેલા વ્યવહારને
માને છે તે જીવ જૈનમાર્ગને જાણતો નથી પણ અનાદિના વ્યવહારમાં મૂઢ છે.
‘જે નિશ્ચયપૂર્વક જ વ્યવહાર માને છે, પણ પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય એમ નથી માનતા તેઓ
ભાષાક્રમને જાણતા નથી’–આમ અજ્ઞાની કહે છે. પણ અરે ભાઈ! ભાષામાં વ્યવહાર આવે તેથી શું? શું
ભાષાના આધારે ધર્મ છે? ‘ભાઈ! તું સાંભળ’ એમ કહ્યું ત્યાં કથનમાં વ્યવહાર તો આવ્યો, પણ તેથી કાંઈ
વ્યવહારનય પહેલો પરિણમે છે–એમ નથી.
કેટલાક કહે છે કે ‘વ્યવહારથી તે સમકિતી’–પણ વસ્તુસ્થિતિ
એમ નથી, નિશ્ચયના આશ્રયે જ સમકિતી છે. મોક્ષમાર્ગમાં પહેલો
વ્યવહાર માને અથવા વ્યવહારના આશ્રયથી મોક્ષમાર્ગ થવાનું માને તો
તે મિથ્યાદ્રષ્ટિ છે–એમ કુંદકુંદાચાર્ય વગેરે દિગંબર સંતોએ દાંડી પીટીને
સ્પષ્ટ જાહેર કર્યું છે. ભગવાન! શાંત થા, શાંત થા! વાદવિવાદને છોડીને
વસ્તુસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર. શુભરાગપરિણતિ તો અનાદિથી
ચાલી આવેલી છે. તેને વ્યવહાર કેમ કહેવાય? માટે તે અનાદિરૂઢ
વ્યવહારનો આગ્રહ છોડ, ને જ્ઞાયકતત્ત્વને દ્રષ્ટિમાં હું જ્ઞાયક છું એમ
ભૂતાર્થ સ્વભાવને દ્રષ્ટિમાં લીધો ત્યારે નિશ્ચય પ્રગટયો ને ત્યારે જ
રાગને ઉપચારથી વ્યવહાર કહેવાયો, માટે મોક્ષમાર્ગમાં નિશ્ચયની જ
પ્રધાનતા છે, વ્યવહારની પ્રધાનતા નથી. અનુપચાર મોક્ષમાર્ગ પ્રગટયા વગર રાગમાં ઉપચાર કોનો? નિશ્ચય
વગર વ્યવહાર કોનો? ઉપાદાન વગર નિમિત્ત કોનું?
જ્ઞાયક તત્ત્વ ઉપર જેની દ્રષ્ટિ નથી ને બહુ પ્રકારના શુભવિકલ્પો ઊઠે તેની રુચિ કરીને તેને જ
મોક્ષનું સાધન માને છે તે જીવ ‘સમયસાર’ ને દેખતો નથી; વિકલ્પો તો અસાર છે, સારમાં સાર એવો
શુદ્ધ આત્મા છે તેને તે જાણતો નથી. પંચમહાવ્રત વગેરે શુભ વિકલ્પોને મોક્ષમાર્ગ માનીને તેનો મમકાર કરે
છે તે જીવ અનાદિના રૂઢ વ્યવહારમાં મૂઢ વર્તે છે, અને આત્માના નિશ્ચય સ્વભાવમાં તે અનારૂઢ વર્તે છે.
શુભ–અશુભ રાગ’ અનાદિકાળથી કરતો આવે છે તેમાં જ મોહિત થઈને મૂઢપણે વર્તે છે, પણ તે શુભાશુભ
લાગણી તો ક્ષણિક છે ને હું તો જ્ઞાયકતત્ત્વ ભૂતાર્થ છું–એવો પ્રૌઢ વિવેક તે અજ્ઞાની કરતો નથી, તેને કદી
ધર્મ થતો નથી. શુભને વ્યવહાર જ ત્યારે કહેવાય કે જ્યારે તેનો નિષેધ કરનારો નિશ્ચય પ્રગટે; એ
સિવાયના શુભને વ્યવહાર તરીકે પણ ગણતા નથી. જે શુભરાગથી પોતાને મુનિ કે શ્રાવક માને છે તે જીવ
અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે અને પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર તે અનારૂઢ છે. આચાર્યદેવે એકલા
વ્યવહારને માટે ‘અનાદિરૂઢ’ વિશેષણ વાપર્યું અને નિશ્ચયને માટે ‘પ્રૌઢ વિવેકવાળો’ એવું વિશેષણ
વાપર્યું–એમ સામસામા વિશેષણ વાપર્યા છે. શુભરાગમાં મોક્ષમાર્ગ માનીને તેમાં વર્તે છે તેને કહે છે કે
તારો વ્યવહાર તો અનાદિરૂઢ છે; રાગ અને વિકલ્પથી પાર ભૂતાર્થ ચૈતન્યસ્વભાવને દ્રષ્ટિમાં લેવો તે
પ્રૌઢવિવેક છે. એવા પ્રૌઢ વિવેક વડે ભૂતાર્થ સ્વભાવનું અવલંબન કરતો નથી ને અનાદિના રાગનું
અવલંબન છોડતો નથી,–શુભરાગ કરતાં કરતાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટી જશે એમ જે માને છે તે જીવ
અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે ને પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર તે અનારૂઢ છે; જે ભાવથી અનાદિકાળથી
સંસારમાં રખડી રહ્યો છે તેમાં જ તે મૂઢ છે.
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન પ્રગટે, પણ વ્યવહારનું અવલંબન છોડીને ભૂતાર્થ સ્વભાવનું અવલંબન
કરવાથી જ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે. જેમ કાળા કોલસાને ધોળો કરવો હોય તો તેને સળગાવી નાખવો પડે, પણ
તેને ધોવાથી ધોળો ન થાય. તેમ સંસાર કાળા કોલસા

PDF/HTML Page 16 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખઃ ૨૪૭૯ઃ ૧પપઃ
જેવો છે, શુભરાગ પણ સંસાર છે, તે રાગના અવલંબનથી સંસાર મટે નહિ, પણ રાગરહિત ચૈતન્ય સ્વભાવના
અવલંબને સંસાર મટે. સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ એ બંને ભાવોની જાત જુદી છે. અનાદિકાળથી જે ભાવે
સંસારમાં રખડયો તે ભાવે મોક્ષમાર્ગની શરૂઆત કેમ થાય? અજ્ઞાની કહે છે કે શુભરાગ તો વ્યવહાર તો છે
ને!! પણ અરે ભાઈ! શુભરાગને વ્યવહાર કયારે કહેવાય?–કે તેની રુચિ છોડીને નિશ્ચય પ્રગટ કરે ત્યારે.
ચૈતન્યજ્ઞાયકતત્ત્વની અસ્તિને કબૂલીને વિકારની–વ્યવહારની રુચિ છોડ તો તારા શુભરાગને વ્યવહાર કહેવાય.
જે પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય–એમ માને છે તેને તો રાગની–વ્યવહારની રુચિ છે, તેના શુભરાગને તો
ખરેખર વ્યવહાર પણ નથી કહેવાતો.
જુઓ, આ દિગંબર સંતોની વાણી!! દિગંબર સંતોએ યથાર્થ મોક્ષમાર્ગ ટકાવી રાખ્યો છે. નિશ્ચયનય
એવા પ્રૌઢ વિવેકવાળો છે કે તેના અવલંબને આત્મા અને રાગનું ભેદજ્ઞાન થાય છે. વ્યવહારના અવલંબને
ભેદજ્ઞાન થતું નથી. જે ક્ષણે પોતે જ્ઞાયકઆત્માની દ્રષ્ટિ કરે ત્યારે શુભરાગને વ્યવહાર કહેવાય છે. નિશ્ચયની દ્રષ્ટિ
સિવાય બધું વૃથા છે. વ્યવહાર હો ભલે, નિમિત્ત હો ભલે, પણ તેના આશ્રયે આત્માનો ધર્મ પ્રગટે ટકે કે વધે
એમ નથી. નિશ્ચય જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ ધર્મ પ્રગટે છે–ટકે છે ને વધે છે.
ઉપદેશવચનમાં પાપ ભાવથી છોડાવવા કોઈવાર એમ કહેવાય કે શુભરાગ કરશે તો ધર્મનાં નિમિત્ત તો
ઊભાં રહેશે! પણ ખરેખર ઉપાદાનમાં ધર્મ પ્રગટયા વગર નિમિત્ત કોનું? અશુભ છોડાવવા પૂરતી તે વાત કરી
છે, ત્યાં કાંઈ શુભ કરતાં કરતાં ધર્મ થશે એમ કહેવાનો આશય નથી, શુભને મોક્ષમાર્ગ કહેવો નથી. જીવોને
વિષયકષાયના તીવ્ર પાપ ભાવોથી છોડાવવા અર્થે શાસ્ત્રોમાં શુભ ભાવ કરવાનો પણ ઉપદેશ આપ્યો છે. પરંતુ
ત્યાં શુભ ભાવ કરતાં કરતાં મોક્ષમાર્ગ થઈ જશે–એવો સિદ્ધાંત સ્થાપવાનો આશય નથી. શુભ રાગને પકડીને
તેની જે હોંસ અને ઉત્સાહ કરે છે તે જીવો પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર ચડયા નથી–એટલે કે મોક્ષમાર્ગમાં
આવ્યા નથી પણ અનાદિના વ્યવહારમાં જ મૂઢ થઈને પડયા છે. વ્યવહારમાં મૂઢ થઈને ઊંધા માર્ગે ચડયા તે
ચડયા, પરંતુ અનાદિથી તે શુભરાગ કરવા છતાં હજી પાર ન આવ્યો. મોક્ષમાર્ગમાં વચ્ચે શુભરાગ આવે ખરો
પણ તે રાગના અવલંબને મોક્ષમાર્ગ નથી, મોક્ષમાર્ગ તો આત્મા ભૂતાર્થ સ્વભાવના અવલંબને જ છે. આવા
નિશ્ચય મોક્ષમાર્ગને જેઓ જાણતા નથી ને રાગને મોક્ષમાર્ગ માનીને તેમાં જ મૂઢપણે પડયા છે તે જીવો આત્માના
પરમાર્થ સ્વભાવમાં અનારૂઢ વર્તતા થકા શુદ્ધ આત્માને દેખતા નથી.
ભગવાન એટલે કે મહિમાવંત એવો તો ભૂતાર્થરૂપ શુદ્ધ આત્મા છે, જેઓ તેનો મહિમા કરતા નથી અને
અનાદિના રાગને વ્યવહાર માનીને તેનો મહિમા કરે છે તેઓ વ્યવહારમાં મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, તેઓને મુનિપણું તો
કયાંથી હોય?
‘બહુ દળ દીસે જીવનાં જી વ્યવહારે શિવયોગ–એટલે કે વ્યવહારના અવલંબનથી ઘણા જીવો મુક્તિ
પામ્યા’–આમ વ્યવહારાભાસી અજ્ઞાની કહે છે. અહીં તો કહે છે કે નિશ્ચય પર જે આરૂઢ છે તે જ મોક્ષ પામે
છે. જે જીવ નિશ્ચય પર આરૂઢ નથી ને અનાદિના રૂઢ વ્યવહારમાં જ મૂઢ છે તેની ત્રણકાળમાં મુક્તિ થતી
નથી. ભૂતાર્થસ્વભાવના ભાન વગર તો બધા એકડા વગરનાં મીંડાં છે. જેઓ ભગવાન ચૈતન્યસ્વરૂપ શુદ્ધ
આત્માને જાણીને પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર આરૂઢ વર્તે છે તેમને જ અલ્પકાળે મુક્તિ થાય છે, બીજાને કદી
મુક્તિ થતી નથી.
*
યથાર્થ મોક્ષમાર્ગ શું છે તે અહીં ઓળખાવે છે. શુદ્ધ આત્માના આશ્રયે જ નિશ્ચય મોક્ષમાર્ગ છે; તેને જેઓ
જાણતા નથી અને એકલા વ્યવહારનો–શુભરાગનો જ આશ્રય કરીને તેને જ મોક્ષમાર્ગ માને છે તેઓ અનાદિરૂઢ
વ્યવહારમાં જ મૂઢ છે. અનાદિથી નિગોદમાં રહેલો જીવ, અને અનંતવાર નવમીગૈ્રવેયકે જનારો વ્યવહારના
પક્ષવાળો દ્રવ્યલિંગી સાધુ–તે બંને જીવો અનાદિરૂઢ વ્યવહારમાં જ મૂઢ છે, વ્યવહારના પક્ષની અપેક્ષાએ તે બંને
જીવોમાં કાંઈ ફેર નથી; કેમ કે પરમાર્થ આત્માનું ભાન બંનેને નથી.
જીવને કર્મ વગેરે પર દ્રવ્યો તરફનું વલણ તો અનાદિથી જ છે, પરદ્રવ્ય તરફના વલણથી શુભ–
અશુભભાવોનો પલટો અનાદિકાળથી જીવ કરતો આવે છે, તેથી તે વ્યવહાર તો અનાદિનો રૂઢ છે, મોક્ષમાર્ગ તો
આત્માના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય તે જ છે. મૂઢ પુરુષો વ્યવહારમાં જ મોહિત થઈને
બાહ્યવ્રતાદિને અને રાગને મોક્ષનું

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧પ૬ઃ આત્મધર્મઃ ૧૧પ
કારણ માને છે, પણ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તો તેઓ દેખતા નથી; જે મૂળ વસ્તુના અવલંબને
મોક્ષમાર્ગ પ્રગટે છે ને વિકાર ટળે છે તેને તો તેઓ જાણતા નથી, ને રાગને જ મોક્ષમાર્ગ માને છે. રાગના
અવલંબને કદી ભેદજ્ઞાન થતું નથી પણ જેમાં રાગનો અભાવ છે એવા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયના આશ્રયે જ
ભેદજ્ઞાન થાય છે.
શાસ્ત્રમાં કોઈવાર શુભરાગને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે–પણ તે કથન કોને લાગું પડે? કે જેને
રાગરહિત જ્ઞાયક સ્વરૂપની દ્રષ્ટિ તો વર્તમાનમાં પ્રગટી છે ને રાગની રુચિ નથી એવો ધર્મી જીવ ક્રમે ક્રમે રાગનો
અભાવ કરીને મુક્તિ પામવાનો છે માટે ત્યાં ઉપચારથી તેના રાગને પરંપરા કારણ કહ્યું. સ્વભાવના અવલંબને
યથાર્થ કારણ પ્રગટયું ત્યારે રાગમાં પરંપરા કારણનો ઉપચાર થયો. પણ જેને મોક્ષમાર્ગની શરૂઆત જ પ્રગટી
નથી ને હજી તો રાગની રુચિમાં પડયો છે તેને ‘પરંપરા’ શેની કહેવી? જેને પુણ્યની રુચિ છે એવા મિથ્યાદ્રષ્ટિને
તો પુણ્ય પરંપરા અનર્થનું કારણ છે–એમ કહ્યું છે. જીવ ગમે તે ક્ષેત્રે હો, ગમે તે કાળે કે ગમે તે સંયોગે હો પણ
ભૂતાર્થસ્વરૂપનું અવલંબન તે જ ભેદજ્ઞાનનું કારણ છે, ત્રણેકાળના કોઈ પણ જીવને ભૂતાર્થસ્વરૂપના અવલંબને
જ મોક્ષમાર્ગ છે. જેઓ નિશ્ચયને જાણતા નથી ને વ્યવહારની રુચિ કરીને તેના ઉપર જોર આપે છે તેમને કદી
ભેદજ્ઞાન કે મોક્ષમાર્ગ થતો નથી.
*
સમ્યક્ત્વસન્મુખ
જીવની પાત્રતાનું વર્ણન
મ્યગ્દર્શનની સન્મુખ થયેલા જીવની પાત્રતા કેવી હોય તેનું આ વર્ણન છે. જે હજી સમ્યગ્દર્શન પામ્યો
નથી પણ સમ્યગ્દર્શન પામવા માટે તત્ત્વનિર્ણય વગેરેનો ઉદ્યમ કરે છે–એવા જીવની આ વાત છે. જેને આત્માનું
હિત કરવાની ભાવના થઈ છે, સમ્યગ્દર્શન પ્રગટ કરીને આત્માનું કલ્યાણ કરવાની ધગશ જાગી છે એવા જીવને
પ્રથમ તો કષાયની મંદતા થઈ છે, તત્ત્વનો નિર્ણય કરવા જેટલી જ્ઞાનની શક્તિ ઊઘડી છે, નિમિત્ત તરીકે સાચા
દેવ–ગુરુ–શાસ્ત્ર મળ્‌યા છે અને પોતાને તેમની પ્રતીત થઈ છે, જ્ઞાની પાસેથી યથાર્થ ઉપદેશ મળ્‌યો છે ને પોતે
પોતાના પ્રયોજન માટે મોક્ષમાર્ગ વગેરેનો ઉપદેશ સાંભળ્‌યો છે; કયા ભાવો આત્માને હિતકારી છે ને કયા ભાવો
અહિતકારી છે, સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ શું છે ને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર કેવા છે? જીવાદિ નવતત્ત્વોનું
સ્વરૂપ શું છે? દ્રવ્ય–ગુણ–પર્યાય શું, ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ શું, મોક્ષમાર્ગનું ખરું, સ્વરૂપ શું–ઇત્યાદિ
પ્રયોજનભૂત બાબતોનો યથાર્થ ઉપદેશ ગુરુગમે મળ્‌યો છે ને પોતે અંતરમાં તેનો નિર્ણય કરીને સમજવાનો
પ્રયત્ન કરે છે. તે સમજીને પોતે પોતાનું જ પ્રયોજન સાધવા માગે છે. ઉપદેશની ધારણા કરીને હું બીજાને
સંભળાવું કે બીજાને સમજાવી દઉં–એવા આશયથી નથી સાંભળતો, પણ સમજીને પોતાનું કલ્યાણ કરવાની જ
ભાવના છે.
જુઓ, આ તો હજી સમ્યગ્દર્શન પામ્યા પહેલાંની પાત્રતા બતાવે છે. જે પોતાનું કલ્યાણ કરવા માગે છે
તેને મંદકષાય અને જ્ઞાનનો ઉઘાડ તો હોય જ; એ ઉપરાંત, પહેલાં તો જ્ઞાની પાસેથી સાચો ઉપદેશ મળવો
જોઈએ, અજ્ઞાની–કુગુરુઓના ઉપદેશથી યથાર્થ તત્ત્વનિર્ણય થાય નહિ. જેને કુદેવ–કુગુરુ તો છૂટી ગયા છે,
નિમિત્ત તરીકે

PDF/HTML Page 18 of 21
single page version

background image
દ્વિતીય વૈશાખઃ ૨૪૭૯ઃ ૧પ૭ઃ
સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર મળ્‌યા છે ને કષાયની મંદતાપૂર્વક તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરે છે–તેવા જીવની આ વાત છે.
જુઓ, આમાં શું કરવાનું કહ્યું?–તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરવાનું કહ્યું. જેઓ કુદેવ–કુગુરુને માને, સર્વજ્ઞને આહાર
માને, મુનિઓને વસ્ત્ર માને, વ્યવહારના અવલંબનથી મોક્ષમાર્ગ થવાનું માને–એવા જીવો તો તીવ્ર મિથ્યાદ્રષ્ટિ
છે, તેમને તો સમ્યક્ત્વ થવાની પાત્રતા નથી, જૈનધર્મનું જે મૂળ છે એવા સર્વજ્ઞને પણ જે ન ઓળખતો હોય તે
તો ગૃહીત મિથ્યાદ્રષ્ટિ છે, એવા જીવોની અહીં વાત નથી. અહીં તો, જે જીવ સર્વજ્ઞને ઓળખીને માને છે, સાચા
ગુરુને માને છે અને તેમણે કહેલાં યથાર્થ તત્ત્વોનો નિર્ણય કરીને સમ્યગ્દર્શન પ્રગટવા માટેનો ઉદ્યમ કરે છે–એવા
જીવની વાત છે. જુઓ, તે સમ્યક્ત્વ–સન્મુખ જીવમાં કેવી કેવી પાત્રતા હોય તે બતાવે છેઃ
(૧) પ્રથમ તો મંદકષાય થયો છે; આત્માનું હિત કરવાની જિજ્ઞાસા થઈ ત્યાં મંદકષાય થઈ જ ગયો;
તીવ્ર વિષયકષાયના ભાવમાં ડૂબેલા જીવને તો આત્માના હિતનો વિચાર જ ઊગતો નથી.
(૨) મંદકષાયથી જ્ઞાનાવરણાદિનો એવો ક્ષયોપશમ થયો છે કે તત્ત્વનો વિચાર અને નિર્ણય કરવા
જેટલી જ્ઞાનની શક્તિ પ્રગટી છે. જુઓ, તત્ત્વનિર્ણય કરવા જેટલી બુદ્ધિ તો છે પણ જેને આત્માની દરકાર નથી તે
જીવ તત્ત્વનિર્ણયમાં પોતાની બુદ્ધિ જોડતો નથી ને બહારના વિષય–કષાયમાં જ બુદ્ધિ લગાવે છે.
(૩) જે સમ્યક્ત્વ સન્મુખ છે તે જીવને મોહની મંદતા થઈ છે તેથી તે તત્ત્વવિચારમાં ઉદ્યમી થયો છે,
દર્શનમોહની મંદતા થઈ છે તેમજ ચારિત્રમોહમાં પણ કષાયોની મંદતા થઈ છે, પોતાના ભાવમાં મિથ્યાત્વાદિનો
રસ ઘણો મંદ થઈ ગયો છે અને તત્ત્વના નિર્ણય તરફ ઝૂકાવ થયો છે. સંસારના કાર્યોની લોલૂપતા ઘટાડીને
આત્માનો વિચાર કરવામાં ઉદ્યમી થયો છે. સંસારનાં કામમાંથી નવરો થાય (–તેનો રસ ઘટાડે) ત્યારે આત્માનો
વિચાર કરે ને! સંસારની તીવ્ર લોલૂપતામાં પડયો હોય તેને આત્માનો વિચાર ક્યાંથી આવે? જેના હૃદયમાંથી
સંસારનો રસ ઊડી ગયો છે અને જે આત્માના વિચારનો ઉદ્યમ કરે છે કે ‘અરે! મારે તો મારા આત્માનું સુધારવું
છે, દુનિયા તો એમ ને એમ ચાલ્યા કરશે, દુનિયાની દરકાર છોડીને મારે તો મારું હિત કરવું છે’– આવા જીવની
આ વાત છે.
(૪) તે જીવને બાહ્ય નિમિત્ત તરીકે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રાદિ મળ્‌યા છે; તેને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની
માન્યતા છૂટી થઈ છે ને સર્વજ્ઞવીતરાગદેવને જ માને છે, અરિહંત ભગવાનની વીતરાગી પ્રતિમા તે પણ દેવ છે.
શાસ્ત્રમાં નવદેવ પૂજ્ય કહ્યા છે; પંચપરમેષ્ઠી, જિનધર્મ, જિનવાણી, જિનચૈત્ય અને જિનબિંબ–એ નવેય દેવ
તરીકે પૂજ્ય છે. સર્વજ્ઞવીતરાગદેવને ઓળખે તેમ જ દિગંબરસંત ભાવલિંગી મુનિ મળે તે ગુરુ છે તેમ જ કોઈ
જ્ઞાની સત્પુરુષ નિમિત્ત તરીકે મળે તે પણ જ્ઞાનગુરુ છે. પાત્ર જીવને નિમિત્ત તરીકે જ્ઞાનીનો ઉપદેશ જ હોય છે.
નરક વગેરેમાં મુનિ વગેરેનું સીધું નિમિત્ત નથી પણ પૂર્વે જ્ઞાનીની દેશના મળી છે તેના સંસ્કાર ત્યાં નિમિત્ત થાય
છે. દેવ–ગુરુ વગર એકલું શાસ્ત્ર તે સમ્યગ્દર્શનનું નિમિત્ત ન થાય. માટે કહ્યું કે સમ્યક્ત્વ સન્મુખ જીવને
કુદેવાદિની પરંપરા છોડીને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની પરંપરા મળી છે.
(પ) વળી તે જીવને સત્ય ઉપદેશનો લાભ મળ્‌યો છે. આવાં નિમિત્તોનો સંયોગ મળવો તે તો પૂર્વનાં
પુણ્યનું ફળ છે અને સત્યતત્ત્વનો નિર્ણય કરવાનો ઉદ્યમ તે પોતાનો વર્તમાન પુરુષાર્થ છે. પાત્ર જીવને નિમિત્ત
કેવાં હોય તે પણ ઓળખાવે છે કે નિમિત્ત તરીકે સત્ય ઉપદેશ મળવો જોઈએ. યથાર્થ મોક્ષમાર્ગ શું, નવતત્ત્વોનું
સ્વરૂપ શું, સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં હોય, સ્વ–પર, ઉપાદાન–નિમિત્ત, નિશ્ચય–વ્યવહાર, સમ્યગ્દર્શનાદિ
હિતકારી ભાવો તથા મિથ્યાત્વાદિક અહિતકારીભાવો એ બધાનો ઉપદેશ યથાર્થ મળ્‌યો, ઉપદેશ મળવો તે તો
પુણ્યનું ફળ છે, પણ તે ઉપદેશ સાંભળીને તત્ત્વનો નિર્ણય કરવાની જવાબદારી પોતાની છે, એ વાત હવે કહે છે.
(૬) જ્ઞાન પાસેથી યથાર્થતત્ત્વનો ઉપદેશ મળ્‌યા પછી પોતે સાવધાન થઈને તેનો વિચાર કરે છે; એમ ને
એમ ઉપર ઉપરથી સાંભળી લેતો નથી પણ બરાબર ધ્યાનપૂર્વક સાંભળીને સાવધાનપણે તેનો વિચાર કરે છે.
અને ઉપદેશ સાંભળતાં બહુમાન આવે છે કેઃ અહો! મને આ વાતની તો ખબર જ નથી, આવી વાત તો મેં પૂર્વે
કદી સાંભળી જ નથી. જુઓ, આ જિજ્ઞાસુ જીવની લાયકાત! એને જગતની દરકાર નથી, બીજા ઘણા જીવોને
સમજાવી દઉં કે બીજાનું કલ્યાણ કરી દઉં–એવા વિચારમાં તે અટકતો નથી, પણ મારા આત્માનું હિત કઈ રીતે
થાય–એની જ

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧પ૮ઃ આત્મધર્મઃ ૧૧પ
એને લગની લાગી છે. આ જીવના શુભરાગને લીધે કાંઈ પરજીવનું હિત જતું નથી, પરજીવનું હિતઅહિત થવું
તો તેના પરિણામને આધીન છે; માટે હું જગતના જીવો ઉપર ઉપકાર કરી દઉં કે દેશનો ઉદ્ધાર કરી દઉં–એમ
તે માનતો નથી, પોતાના આત્માનું જ પ્રયોજન વિચારે છે, ને સાવધાન થઈને અંતરમાં મોક્ષમાર્ગ તથા
જીવાદિતત્ત્વો વગેરેનો વિચાર કરે છે. જેને પોતાના આત્માનું હિત કરવું હોય તે જગતનું જોવા રોકાય નહીં.
બહારમાં ગામેગામ ઘણા જિનમંદિર થાય ને ઘણા જીવો ધર્મ પામે તો મારું કલ્યાણ થઈ જાય–એમ વિચારીને
જો બહારમાં જ રોકાય તો આત્મા સામે ક્યારે જુએ? અરે ભાઈ! તું તારા આત્મામાં એવું મંદિર બનાવ કે
જેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી ભગવાન આવીને બિરાજે! ભક્તિ–પ્રભાવના વગેરેનો શુભરાગ આવે તે
જુદી વાત છે પણ પાત્ર જીવ તે રાગ ઉપર જોર ન આપતાં આત્માના નિર્ણયનો ઉદ્યમ કરે છે. અહો! આવા
તત્ત્વની મને અત્યાર સુધી ખબર ન હતી, મેં ભ્રમથી રાગાદિને જ ધર્મ માન્યો હતો ને શરીરને જ મારું સ્વરૂપ
માનીને તેમાં હું તન્મય થયો, પણ આ શરીર તો જડ–અચેતન છે ને હું તો જ્ઞાનસ્વરૂપ છું, આ શરીરનો
સંયોગ તો અલ્પકાળ પૂરતો જ છે, આ મનુષ્યભવ કાંઈ કાયમ રહેવાનો નથી. અહીં મને હિતનાં સર્વ
નિમિત્તો મળ્‌યાં છે–માટે મારે મોક્ષમાર્ગ વગેરેનો બરાબર નિર્ણય કરવો–આમ વિચારીને તત્ત્વનિર્ણયનો ઉદ્યમ
કરે છે.
જુઓ, આ સમ્યગ્દર્શન પામવાની તૈયારીવાળા જીવની પાત્રતા! હજી સમ્યગ્દર્શન પામ્યા પહેલાં આવો
નિર્ણય કરે છે કે હું આત્મા અનાદિઅનંત છું ને આ શરીરની સ્થિતિ તો અલ્પકાળની જ છે; માટે મારે
તત્ત્વનિર્ણય કરીને મારું આત્મહિતનું પ્રયોજન સાધી લેવું; અરે! થોડા કાળનું જીવન, તેમાં આત્માનું જ કરવા
જેવું છે–આમ વિચારી સંસારનાં કામમાંથી રસ ઘટાડીને ચૈતન્યનો નિર્ણય કરવાનો ઉદ્યમ કરે છે. તેમાં જ પોતાનું
હિત ભાસ્યું છે તેથી તે કાર્ય કરવામાં પ્રતિ અને હર્ષપૂર્વક ઉદ્યમ કરે છે. આ રીતે પોતાનું કાર્ય કરવામાં તેને ઘણો
ઉલ્લાસ છે, તેથી જે ઉપદેશ સાંભળે તેનો વિચાર કરીને નિર્ધાર કરવાનો નિરંતર ઉદ્યમ કરે છે. દુનિયાને સુધારી
દઉં ને દેશનો ઉદ્ધાર કરી દઉં–એવા વિચારમાં રોકાતો નથી પણ હું તત્ત્વ સમજીને મારા આત્માનો ઉદ્ધાર કરું–એમ
વિચારીને તત્ત્વનિર્ણયનો ઉદ્યમ કરે છે,–‘કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ’
(૭) તત્ત્વનિર્ણય કરવા માટે પ્રથમ તો તત્ત્વોનાં નામ અને લક્ષણ જાણે અને પછી પોતે પરીક્ષા દ્વારા
વિવેક કરીને તત્ત્વના ભાવોને ઓળખીને નિર્ણય કરે. અજ્ઞાનીના વિરુદ્ધ ઉપદેશને તો માને જ નહિ, પરંતુ જ્ઞાની
પાસેથી જે યથાર્થ ઉપદેશ મળ્‌યો તેનો પણ પોતે જાતે ઉદ્યમ કરીને નિર્ણય કરે છે. એમ ને એમ માની લેતો નથી
પણ પોતે પોતાનો વિચાર ભેગો ભેળવીને મેળવણી કરે છે. જ્ઞાની પાસેથી સાંભળી લીધું પણ પછી ‘આ કઈ રીતે
છે, એમ પોતે તેના ભાવને ઓળખીને જાતે નિર્ણય ન કરે તો સાચી પ્રતીતિ થતી નથી. માટે કહ્યું કે જ્ઞાની
પાસેથી તત્ત્વનો જે ઉપદેશ સાંભળ્‌યો તેને ધારણ કરી રાખે ને પછી એકાંતમાં વિચાર કરીને જાતે તેનો નિર્ણય
કરે, ઉપદેશ સાંભળવામાં જ જે ધ્યાન ન રાખે ને તે વખતે બીજા સંસારના વિચારમાં ચડી જાય તેને તો તત્ત્વના
નિર્ણયની દરકાર જ નથી. શું કહ્યું તે ધારે પણ નહિ તો વિચાર કરીને અંતરમાં નિર્ણય કઈ રીતે કરશે? જેમ ગાય
ખાવા ટાણે ખાઈ લ્યે છે ને પછી નિરાંતે બેઠી બેઠી તેને વાગોળીને પચાવે છે, તેમ જિજ્ઞાસુ જીવ જેવો ઉપદેશ
સાંભળે તેવો બરાબર યાદ કરી લ્યે અને પછી એકાંતમાં વિવેકપૂર્વક વિચાર કરીને તેનો નિર્ણય કરે, ને અંતરમાં
તેને પરિણમાવવાનો પ્રયત્ન કરે. યથાર્થ ઉપદેશ સાંભળવો; યાદ રાખવો, વિચાર કરવો અને તેનો નિર્ણય કરવો–
એમ ચાર વાત મૂકી. તત્ત્વનો નિર્ણય કરવાની શક્તિ પોતામાં હોવી જોઈએ; આ જીવને એટલો જ્ઞાનનો ઉઘાડ તો
થયો છે પણ તે જ્ઞાનને તત્ત્વનો નિર્ણય કરવામાં લગાવવું જોઈએ. સાંભળ્‌યા પછી પોતે એકલો પોતાના
ઉપયોગમાં વિચાર કરે કે શ્રી–ગુરુએ આમ કહ્યું તે કઈ રીતે છે!–એ પ્રમાણે ઉપદેશ અનુસાર પોતે જાતે નિર્ણય
કરવાનો પ્રયત્ન કરે છે. માત્ર સાંભળ્‌યા જ કરે અને વાંચ્યા જ કરે પણ જાતે કાંઈ પણ વિચાર કરીને
તત્ત્વનિર્ણયમાં પોતાની શક્તિ ન લગાવે તો તેને યથાર્થ પ્રતીતિનો લાભ થાય નહિ. ‘હું જ્ઞાનાનંદ આત્મા છું,
મારા આશ્રયે જ મારું હિત છે, મારા સિવાય પરના અવલંબને રાગાદિકભાવો થાય છે તેમાં મારું હિત નથી’–એ
પ્રમાણે તત્ત્વોના ભાવનું ભાસન થવું જોઈએ, તો જ યથાર્થ તત્ત્વશ્રદ્ધાન થાય છે. આવું તત્ત્વાર્થશ્રદ્ધાન તે
સમ્યગ્દર્શનનું લક્ષણ છે.
*
જુઓ, આ સમ્યગ્દર્શન માટેનો ઉદ્યમ! જેને અંતરમાં સમ્યગ્દર્શનની ગરજ થઈ હોય...સમ્યક્ત્વ પ્રગટ
કરવાની ચાહના જાગી હોય તેવા જીવની આ વાત છે. તે

PDF/HTML Page 20 of 21
single page version

background image
જીવ ચૈતન્ય પકડવા માટે એકાંતમાં વિચાર કરે છે કેઃ અહો! ચૈતન્યવસ્તુનો મહિમા કોઈ અપૂર્વ છે....એની
નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી; કેમ કે અનંતવાર શુભ ભાવો કર્યા છતાં
ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી રાગથી પાર ચૈતન્યવસ્તુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે, તેની પ્રતીત પણ અપૂર્વ
અંતર્મુખ પ્રયત્નથી પ્રગટે છે, કોઈ બહારનાં કારણો કે રાગ તેમાં મદદ કરતાં નથી. પૂર્વે અજ્ઞાનપણે અનંત
અનંતવાર દ્રવ્યલિંગી સાધુ થઈ શુભભાવથી નવમી ગ્રૈવેયક સુધી ગયો છતાં ચૈતન્ય વસ્તુ ખ્યાલમાં ન આવી, તો
તે ચૈતન્ય વસ્તુ રાગના અવલંબનથી પાર છે; કોઈ અપૂર્વ મહિમાવાળી અંતરની વસ્તુ છે; અંતર્મુખ જ્ઞાનથી જ તે
પકડાય તેવી જ છે.–આમ એકાંતમાં વિચારીને ચૈતન્ય વસ્તુને પકડવાનો ઉદ્યમ કરે છે. આ પ્રમાણે અંતર્મુખ ઉદ્યમ
કરતાં કરતાં થોડા કાળમાં તે જીવ સમ્યગ્દર્શન પામી જાય છે.
શાસ્ત્રમાં કોઈ ઠેકાણે એમ કહે કે ‘સમ્યગ્દર્શન તો સહજ વસ્તુ છે’–ત્યાં એમ ન સમજવું કે સ્વભાવ
તરફના પ્રયત્ન વગર તે પમાઈ જાય છે; પરંતુ, બહારના ક્રિયાકાંડથી કે વિકલ્પોથી તે પમાતું નથી તે અપેક્ષાએ
સમ્યગ્દર્શનને સહજ કહ્યું છે–એમ સમજવું. સમ્યગ્દર્શનમાં સ્વભાવ તરફનો અપૂર્વ ઉદ્યમ તો છે જ. સમયસારમાં
આચાર્યદેવ કહે છે–હે જીવ! તું જગતનો વ્યર્થ કોલાહલ છોડીને અંતરમાં ચૈતન્ય વસ્તુને અનુભવવાનો છ માસ
પ્રયત્ન કર, તો તારા અંતરમાં તને અવશ્ય તેની પ્રાપ્તિ થશે. રુચિપૂર્વક અંતરમાં અભ્યાસ કરે તો અલ્પકાળમાં
તેનો અનુભવ થયા વિના રહે નહિ. તેથી અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે અંતરમાં તત્ત્વનિર્ણય અને
અનુભવનો ઉદ્યમ કરવો જોઈએ.
–શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, પૃ. ૨૬૨ ઉપર પૂ. ગુરુદેવશ્રીના
પ્રવચનમાંથી. વીર સં. ૨૪૭૯ પ્ર. વૈશાખ સુદ ૧૧–૧૨
*
નિયમસાર અને તેના કર્તા
શ્રી નિયમસાર પરમાગમના કર્તા શ્રીમદ્ભગવત્ કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં
થઈ ગયા છે. નિર્ગ્રંન્થ આચાર્ય ભગવંતોમાં ભગવાન કુંદકુંદાચાર્ય અગ્રપદે બિરાજે છે. તેઓશ્રી
અત્યંત અધ્યાત્મલીન, વીતરાગદર્શનના પરમ મર્મજ્ઞ, શ્રુતજ્ઞાનના મહાસાગરસમા અને અનેક
લબ્ધિઓના નિવાસભૂત મહા મુનિ હતા, તેમણે ત્રિલોકપૂજ્ય ભગવાન મહાવીરથી ચાલ્યા આવતા
મોક્ષમાર્ગના બીજભૂતજ્ઞાનને પરમ પવિત્ર પરમાગમોમાં સંઘરી રાખીને ભવ્યજીવો પર અપાર
ઉપકાર કર્યો છે. તેઓશ્રીને ભગવાન મહાવીરનું જ્ઞાન આચાર્યોની પરંપરાથી મળ્‌યું હતું એટલું જ
નહિ પણ આઠ દિવસ સુધી મહાવિદેહવાસી શ્રી સીમંધરભગવાનના દિવ્યધ્વનિને સાક્ષાત્ શ્રવણ
કરવાનું મહાસુભાગ્ય પણ તેમને પ્રાપ્ત કરનાર ભગવાન કુંદકુંદાચાર્યદેવે રચેલાં અનેક શાસ્ત્રોમાંનું
એક ઉત્તમ આધ્યાત્મિકશાસ્ત્ર શ્રી નિયમસાર છે, તેમાં પરમ શાંતરસમય આધ્યાત્મિક ગૂઢભાવો
ભર્યા છે. નયાધિરાજ નિશ્ચયનયનું એમાં અલૌકિક નિરૂપણ છે. શુદ્ધજીવ, વ્યવહારનિશ્ચયચારિત્ર,
નિશ્ચયપ્રતિક્રમણ–પ્રત્યાખ્યાન–આલોચના–પ્રાયશ્ચિત, પરમ સમાધિ, શુદ્ધોપયોગ વગેરેનું સ્વરૂપ
એમાં સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે કે જેથી મુમુક્ષુઓનું વલણ ક્ષણિક ભાવો તરફથી છૂટી
શુદ્ધદ્રવ્યસન્મુખ થઈ નિજાનંદમાં લીન થાય.
આ શાસ્ત્રની મૂળ ગાથાઓ ૧૮૭ છે. એ ગાથાઓ ઉપર નિર્ગ્રંથ મુનિવર શ્રી
પદ્મપ્રભમલધારિદેવે વિસ્તૃત સંસ્કૃત ટીકા રચી છે. ટીકાકાર મહાસમર્થ અધ્યાત્મરત મુનિ–ભગવાન
છે. તેમણે ટીકા કરતાં આધ્યાત્મ રસને અદ્ભુત રીતે ઘૂંટયો છે; પરણપારિણામિકભાવ, કારણ
પરમાત્મા વગેરેને અતિ અલૌકિક રીતે ગાયા છે. ટીકા ગદ્યરૂપ છે તેમ જ તેમાં અનેક આધ્યાત્મરસ
ઝરતાં મધુર પદ્યો પણ છે. ટીકાકાર મુનિ ભગવંતે મૂળ શાસ્ત્રકારના આશયને અતિ સ્પષ્ટ કરી
પરમ ઉપકાર કર્યો છે.
નિયમસાર પ્રવચનઃ પ્રસ્તાવનામાંથી