Atmadharma magazine - Ank 117
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૦
સળંગ અંક ૧૧૭
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ દસમું, અંક દસમો, વીર સં. ૨૪૭૯, અષાઢ (વાર્ષિક લવાજમ રૂા. ૩–૦–૦)
૧૧૭
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
દિવ્યધ્વનિી
અમોઘ દેશના
સૌથી પહેલાંં અષાડ વદ એકમે મહાવીરભગવાનનો દિવ્યધ્વનિ છૂટ્યો, તે
દિવ્યધ્વનિમાં ભગવાને એવી ઘોષણા કરી કે: હે જીવો! તમારે તમારું કલ્યાણ કરવું
હોય તો આત્મસ્વભાવનો આશ્રય કરો; મેં સ્વભાવ–આશ્રિત પુરુષાર્થ વડે
પરમાત્મદશા પ્રગટ કરી છે, તમે પણ તેવો સ્વભાવ–આશ્રિત પુરુષાર્થ કરો તો તમારી
પરમાત્મદશા પ્રગટે. આત્મસ્વભાવની આ વાત જેને બેસે તેને ધન્ય છે.
સ્વભાવસન્મુખ થઈને જેના અંતરમાં આ વાત બેસે તેનું અપૂર્વ કલ્યાણ થઈ જાય.
ભગવાનની આવી અમોઘ દેશના ઝીલીને અનેક ભવ્ય જીવો સ્વાશ્રિતભાવ
પ્રગટ કરીને મોક્ષમાર્ગમાં પરિણમ્યા.

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુ.વ.ર્ણ.પુ.રી.સ.મા.ચા.ર
જેઠ સુદ પાંચમે ‘શ્રુતપંચમી’ નો મહોત્સવ ઊજવાયો હતો. આ દિવસે શ્રુતજ્ઞાનના મહિમા સંબંધી ખાસ
પ્રવચન પૂ. ગુરુદેવશ્રીએ કર્યું હતું, તે ઉપરાંત षट्खंडागम આદિ શ્રુતજ્ઞાનની ખાસ પૂજા અને ભક્તિ કરવામાં
આવી હતી. અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વર્દ્ધમાન જિનેન્દ્રના દિવ્યધ્વનિ સાથે સીધો સંબંધ ધરાવતું પવિત્ર
શ્રુતજ્ઞાન ધરસેનાચાર્યદેવને હતું. તેઓશ્રીએ, આ સૌરાષ્ટ્ર દેશમાં નેમિનાથ ભગવાનના ચરણથી પાવન થયેલ
ગીરનારની તીર્થભૂમિમાં, પુષ્પદંત અને ભૂતબલિ મુનિવરોને તે જ્ઞાન આપ્યું. આચાર્ય શ્રી પુષ્પઈત અને
ભૂતબલિ મુનિવરોએ શાસ્ત્રરચના કરીને તે જ્ઞાનને લિપિબદ્ધ કર્યું. અને જેઠ સુદ પાંચમે અંકલેશ્વરમાં મહાન
ઉત્સવપૂર્વક ચતુર્વિધ સંઘે તે શ્રુતની પૂજા કરી. –આ રીતે મહાવીર ભગવાનના દિવ્યધ્વનિનો પવિત્ર અંશ આજે
પણ જળવાઈ રહ્યો છે તે સુપાત્ર મુમુક્ષુઓનાં મહા સુભાગ્ય છે.
–––એ શ્રુતપંચમીના દિવસે પૂ. ગુરુદેવ માનસ્તંભની યાત્રા કરવા ઉપર પધાર્યા હતા, અને માનસ્તંભની
ઉપર બિરાજમાન સીમંધરપ્રભુની ખાસ ભક્તિ કરાવી હતી. આ જ દિવસે સાંજે વિશિષ્ટ ઉલ્લાસપૂર્વક
માનસ્તંભનો મહાઅભિષેક તથા ભક્તિ થયા હતા. માનસ્તંભ ઉપર જવા માટે જે પાલખ બાંધેલા હતા તે હવે
છૂટી ગયા છે, પાલખ છૂટી જતાં ઊંચા ઊંચા આકાશમાં ખુલ્લા માનસ્તંભની અદ્ભુત શોભા જોતાં આંખોને
તૃપ્તિ જ થતી નથી. માનસ્તંભનો ઉપરનો દેખાવ અસલ ભગવાનની ગંધકુટી જેવો લાગે છે. ચારે બાજુ
વાદળાંની વચ્ચે માનસ્તંભમાં ઊંચે બિરાજમાન સીમંધર ભગવાનને નીરખતાં એવું અદ્ભુત દ્રશ્ય લાગે છે કે
જાણે ગગનમાં ભગવાનની ગંધકુટી વિહાર કરતાં કરતાં અહીં આવીને થંભી ગઈ હોય!
માનસ્તંભની ચારે બાજુ ચાર વાવડી હોય છે, તે સ્વચ્છ જળથી ભરેલી હોય છે અને તેમાં કમળ ખીલેલાં
હોય છે. –આ વાવડીઓ જાણે કે પૃથ્વીની આંખો હોય અને એ આંખો ફાડીને આખી પૃથ્વી જિનરાજના અદ્ભુત
વૈભવને નીરખી રહી હોય! –એવો અલંકાર કરતાં કવિ ભગવાનદાસજી કહે છે કે–
है नीर मांहि नीरज फुलान
मानहु निज नैना भू खुलान,
जिनराज विभव देखन अपार
बहु नैन धारि कीन्हो शिंगार।”
(અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ ૩ ઉપર)

PDF/HTML Page 4 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૯ આત્મધર્મ : ૧૮૩ :
[૧]
• શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગની પરીક્ષા •
[પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો]
વિદ્યાર્થીઓને ઉનાળાની રજાઓ દરમિયાન સોગનઢમાં દરવર્ષે શિક્ષણવર્ગ
ખોલવામાં આવે છે. આ વર્ગ ખોલવાનું સં. ૧૯૯૭ થી શરૂ કરવામાં આવ્યું છે.
અનેક ગામના વિદ્યાર્થીઓ હોંશપૂર્વક આ શિક્ષણવર્ગનો લાભ લે છે એટલું જ
નહિ પણ સાથે સાથે મોટી ઉંમરના અનેક જિજ્ઞાસુઓ પણ વર્ગનો લાભ લે છે.
અને કોઈ કોઈ સંસ્થા સોનગઢની શિક્ષણ–પદ્ધતિના અભ્યાસ માટે પોતાના
શિક્ષકોને સોનગઢ મોકલે છે. આ વર્ષે શિક્ષણવર્ગમાં બાલવર્ગ ઉપરાંત પહેલો,
બીજો અને ત્રીજો એમ ત્રણ વર્ગ રાખવામાં આવ્યા હતા, તે ત્રણે, વર્ગની
પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા તેના જવાબો અહીં આપવામાં આવે છે.
–૧–
પ્ર ર્ પ્રશ્ન
વિષય: છહઢાળાની બીજી ઢાળ:
જૈનસિદ્ધાંત પ્રવેશિકા: પ્રશ્ન ૧ થી ૪૬
• પ્રશ્ન: ૧ •
સાત તત્ત્વોનાં નામ લખો અને મિથ્યાદ્રષ્ટિ જીવ તે સાત તત્ત્વોની કેવી કેવી ભૂલ કરે છે તે સ્પષ્ટતાથી
જણાવો.
• ઉત્તર: ૧ •
જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. મિથ્યાદ્રષ્ટિ જીવ તે સાત
તત્ત્વોની ભૂલ નીચે પ્રમાણે કરે છે:
(૧) જીવતત્ત્વન ભલ:
જીવ તો જ્ઞાનસ્વરૂપ ત્રિકાળ છે તેને અજ્ઞાની જાણતો નથી અને શરીર તે જ હું છું, શરીર મારું છે,
શરીરનાં કામ હું કરું છું––એમ માને છે; તથા શરીર સારું હોય તો મને લાભ થાય, બહારની સગવડતાથી હું
સુખી, બહારની અગવડતાથી હું દુઃખી, હું ગરીબ, હું રાજા, હું બળવાન, હું નિર્બળ, મારી સ્ત્રી, મારા છોકરાં,
મારા પૈસા, હું કુરૂપ, હું સુંદર–એમ માને છે, તે જીવતત્ત્વની ભૂલ છે.
(૨) અજીવતત્ત્વન ભલ:
મિથ્યાદ્રષ્ટિ જીવ મિથ્યાદર્શનનાં પ્રભાવથી એમ માને છે કે શરીર ઉપજતાં મારો જન્મ થયો અને શરીરનો
નાશ થતાં હું મરી જઈશ. ––આ અજીવતત્ત્વની ભૂલ છે. શરીર તો અજીવ છે, તેના ઉપજવાવિનશવાથી જીવ કાંઈ
ઉપજતો કે વિનશતો નથી.
() ્રત્ત્ :
મિથ્યાત્વ, રાગ, દ્વેષ, ક્રોધ, માન વગેરે ભાવો આસ્રવ છે, તે ભાવો આત્માને પ્રગટપણે દુઃખ દેનારા છે, પણ
મિથ્યાદ્રષ્ટિ જીવ તેમ ન માનતાં, તેમને હિતરૂપ જાણીને નિરંતર તેનું સેવન કર્યા કરે છે. –તે આસ્રવતત્ત્વની ભૂલ છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૮૪ : આત્મધર્મ: ૧૧૭
() ત્ત્ :
જેમ સોનાની બેડી તેમ જ લોઢાની બેડી બંને બંધનકારક છે, તેમ પુણ્ય અને પાપ બંને જીવને બંધનકારક
છે; પણ મિથ્યાદ્રષ્ટિ જીવ તેમ નહિ માનતાં પુણ્યને સારું ને હિતકર માને છે; તત્ત્વદ્રષ્ટિએ પુણ્ય અને પાપ બંને
બંધનકારક જ છે પણ અજ્ઞાની તેમ માનતો નથી––તે બંધતત્ત્વની ભૂલ છે.
() ત્ત્ :
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે જીવને હિતકારી અને સુખદાયક છે, પણ મિથ્યાત્વને લીધે
મિથ્યાદ્રષ્ટિ જીવ તે સમ્યગ્દર્શન વગેરેને કષ્ટદાયક અને દુઃખરૂપ માને છે–તે સંવરતત્ત્વની ભૂલ છે.
() િર્ત્ત્ :
આત્મામાં એકાગ્ર થઈને શુભ અને અશુભ બંને પ્રકારની ઈચ્છા રોકવાથી તપ થાય છે, અને તે તપથી
નિર્જરા થાય છે; આવો તપ તે સુખદાયક છે પણ અજ્ઞાની તેને કલેશદાયક માને છે અને આત્માની જ્ઞાનાદિ
અનંતશક્તિને ભૂલીને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખ માનીને તેમાં જ પ્રીતિ કર્યા કરે છે–તે નિર્જરાતત્ત્વની
ભૂલ છે.
() ક્ષત્ત્ :
આત્માની પૂરેપૂરી શુદ્ધદશાને મોક્ષ કહે છે; તે મોક્ષમાં આકુળતાનો અભાવ છે, તેમાં પૂરેપૂરું સ્વાધીન
નિરાકુળ સુખ છે, પણ અજ્ઞાનીને તે મોક્ષનું સુખ ભાસતું નથી. અજ્ઞાની તો શરીરમાં અને ખાવું–પીવું વગેરે
મોજશોખમાં સુખ માને છે, મોક્ષમાં શરીર, ખાવું–પીવું, પૈસા–કુટુંબ વગેરે કાંઈ બહારમાં હોતું નથી––તેથી તે
મોક્ષનું અતીન્દ્રિય સુખ અજ્ઞાનીને ભાસતું નથી;––આ મોક્ષતત્ત્વની ભૂલ છે.
––એ રીતે આ સાત તત્ત્વોની ભૂલ કરીને અજ્ઞાની જીવ અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે.
• પ્રશ્ન: ૨ •
નીચેના પદાર્થોની વ્યાખ્યા લખો––
(૧) અગૃહીત મિથ્યાદર્શન
(૨) કુધર્મ
(૩) ગૃહીત મિથ્યાજ્ઞાન (૪) અનેકાન્ત
(પ) કુગુરુ (૬) ગૃહીત મિથ્યાચારિત્ર
(૭) સમ્યગ્દર્શન
• ઉત્તર: ૨ •
(૧)
વિપરીત શ્રદ્ધા કરતો આવે છે તે અગૃહીત મિથ્યાદર્શન છે.
(૨) કુધર્મ: મિથ્યાત્વ–રાગ–દ્વેષરૂપી ભાવહિંસા, તથા ત્રસસ્થાવર જીવોના ઘાતરૂપી દ્રવ્યહિંસા, ––આ
બંને પ્રકારની હિંસાથી જે ધર્મ મનાયો હોય તેને કુધર્મ કહે છે.
(૩) ગૃહીત મિથ્યાજ્ઞાન: વસ્તુ અનેક ધર્મવાળી એટલે કે અનેકાન્તસ્વરૂપ છે, છતાં જે શાસ્ત્રોમાં
એકાન્તવાદનું નિરૂપણ કર્યું હોય અને જે શાસ્ત્રો મિથ્યાત્વરાગ દ્વેષ તથા પાંચ ઈન્દ્રિયના વિષયોનું પોષણ કરતા
હોય––એવાં કુશાસ્ત્રો એટલે કે કુગુરુના બનાવેલા ખોટાં શાસ્ત્રોને હિતરૂપ જાણીને તેનો અભ્યાસ કરવો તે
ગૃહીત મિથ્યાજ્ઞાન છે.
(૪) અનેકાન્ત: વસ્તુમાં નિત્યપણું તેમ જ અનિત્યપણું વગેરે અનેક ધર્મો એકસાથે રહેલા છે એટલે કે
વસ્તુ અનેક ધર્મસ્વરૂપ છે, આવા વસ્તુસ્વરૂપને ઓળખવું તે અનેકાન્ત છે.
(પ) કુગુરુ: જેના અંતરમાં તો મિથ્યાત્વ–રાગ–દ્વેષ વગેરે હોય અને બહારમાં ધન–વસ્ત્ર–સ્ત્રી વગેરે
પરિગ્રહ હોય, તથા પંચાગ્નિતપ વગેરે કરતા હોય–તે કુગુરુ છે. આવા મિથ્યાદ્રષ્ટિ કુગુરુઓની ભક્તિ–વિનય કે
પૂજા વગેરે કરવાથી ગૃહીત મિથ્યાત્વ થાયણ છે. કુગુરુ તે પત્થરની નૌકા સમાન છે. જેમ પત્થરની હોડી પોતે

PDF/HTML Page 6 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૯ : ૧૮૫:
પાણીમાં ડૂબે છે અને તેમાં બેસનાર પણ ડૂબે છે, તેમ કુગુરુ પોતે પણ સંસારમાં ડૂબે છે ને તેને માનનારા પણ
સંસારમાં ડૂબે છે.
(૬) ગૃહીત મિથ્યાચારિત્ર–જેને આત્મા અને પરવસ્તુનું ભેદજ્ઞાન નથી અને જગતમાં પ્રસિદ્ધિ, લાભ,
માન, પૂજા વગેરે માટે જુદા જુદા પ્રકારની અનેક ક્રિયાઓ કરીને શરીરને ક્ષીણ કરી નાખે છે તેને ગૃહીત
મિથ્યાચારિત્ર કહે છે––જેમ કે: પંચાગ્નિતપ તપે, ધગધગતા પતરા માથે સૂએ, જમીનમાં દટાઈ રહે વગેરે.
(૭) સમ્યગ્દર્શન–જીવાદિ સાત તત્ત્વોને ઓળખીને તેની યથાર્થ પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. આવા
સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે, સમ્યગ્દર્શન વગર કદી ધર્મ થતો નથી.
• પ્રશ્ન: ૩ •
નીચેના શબ્દોના શબ્દાર્થ લખો–
(૧) વીતરાગવિજ્ઞાન (૨) કુબોધ (૩) શ્રુત (૪) ભેદજ્ઞાન (પ) કુલિંગ (૬) ભાવહિંસા (૭)
ઉપયોગ (૮) ઉપલનાવ.
• ઉત્તર: ૩ •
(૧) વીતરાગવિજ્ઞાન=રાગ દ્વેષરહિત એવું કેવળજ્ઞાન.
(૨) કુબોધ=ખોટું જ્ઞાન; મિથ્યાજ્ઞાન.
(૩) શ્રુત=શાસ્ત્ર.
(૪) ભેદજ્ઞાન=આત્મા અને પર વસ્તુના જુદાપણાનું યથાર્થ જ્ઞાન.
(પ) કુલિંગ=ખોટો વેષ; ખોટું ચિહ્ન.
(૬) ભાવહિંસા=જેનાથી આત્માના ગુણ હણાય છે એવા મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવો.
(૭) ઉપયોગ=જ્ઞાન–દર્શનનો વેપાર અથવા દેખવું–જાણવું તે.
(૮) ઉપલનાવ=પત્થરની હોડી.
• પ્રશ્ન: ૪ •
નીચેના પદાર્થોની વ્યાખ્યા લખો––
(૧) ગુણ (૨) ધર્મદ્રવ્ય (૩) અગુરુલઘુત્વગુણ (૪) આહારવર્ગણા (પ) ધ્રૌવ્ય (૬) પ્રમેયત્વગુણ
(૭) આહારક શરીર.
• ઉત્તર: ૪ •
(૧) ગુણ: દ્રવ્યના બધા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં જે રહે તેને ગુણ કહે છે.
(૨) ધર્મદ્રવ્ય: સ્વયં ગતિરૂપે પરિણમતા જીવ અને પુદ્ગલોને ગમન કરતી વખતે જે ઉદાસીન નિમિત્ત
છે તેને ધર્મદ્રવ્ય કહે છે.
(૩) અગુરુલઘુત્વગુણ: તે બધા દ્રવ્યોમાં રહેલો સામાન્યગુણ છે; આ અગુરુલઘુત્વગુણને લીધે દ્રવ્યની
દ્રવ્યતા કાયમ રહે છે એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈ જતું નથી, તેમ જ એક ગુણ બીજા ગુણરૂપે થઈ જતો
નથી અને એક દ્રવ્યના અનંત ગુણો વિખરાઈને જુદા જુદા થઈ જતા નથી.
(૪) આહારવર્ગણા: ઔદારિક, વૈક્રિયિક અને આહારક–એ ત્રણ શરીરરૂપે જે પરિણમે તેને
આહારવર્ગણા કહે છે.
(પ) ધ્રૌવ્ય: વસ્તુના કાયમ એકરૂપ ટકતા અંશને ધ્રૌવ્ય કહે છે; અથવા પ્રત્યભિજ્ઞાનના કારણભૂત
વસ્તુના નિત્યસ્વભાવને ધ્રૌવ્ય કહે છે.
(૬) પ્રમેયત્વગુણ: તે બધા દ્રવ્યોમાં રહેલો સામાન્ય ગુણ છે. આ પ્રમેયત્વગુણને લીધે દ્રવ્ય કોઈ ને કોઈ
જ્ઞાનનો વિષય હોય છે.
(૭) આહારકશરીર: છઠ્ઠા ગુણસ્થાનવર્તી કોઈ મુનિને, તત્ત્વમાં શંકા ઉપજતાં કેવળી અથવા શ્રુતકેવળી
સમીપ જવા માટે મસ્તકમાંથી જે એકહાથનું પૂતળું નીકળે છે તેને આહારક શરીર કહે છે.
• પ્રશ્ન: પ •
નીચેના પ્રશ્નોના જવાબ લખો––
(૧) જીવ શરીરરૂપે કેમ ન થાય? (૩) એક દ્રવ્યમાં એકસાથે કેટલી અર્થપર્યાય હોય?
(૨) પાંચ શરીરનાં નામ લખો. (૪) ત્રિકાળ સ્વભાવવ્યંજનપર્યાય ક્યા ક્યા દ્રવ્યોને હોય?

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૮૬: આત્મધર્મ: ૧૧૭
(પ) ક્યા જીવને વધારેમાં વધારે શરીર હોય? અને તે ક્યા ક્યા?
(૬) દ્રવ્યોમાં આકાર શા કારણે હોય?
• ઉત્તર: પ •
(૧) દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામનો ગુણ હોવાથી એક દ્રવ્ય પલટીને બીજા દ્રવ્યરૂપે થઈ જતું નથી;
આથી જીવ શરીરરૂપે થતો નથી.
(૨) ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ એ પાંચ શરીરો છે.
(૩) એક દ્રવ્યમાં તેના અનંત ગુણોની અનંત અર્થપર્યાયો એક સાથે હોય છે; અને દ્રવ્યઅપેક્ષાએ એક
સમયે એક જ અર્થપર્યાય હોય છે.
(૪) ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોને ત્રિકાળ સ્વભાવવ્યંજનપર્યાય હોય છે.
(પ) છઠ્ઠા ગુણસ્થાનવર્તી કોઈ મુનિને ચાર શરીરો હોય છે, તે આ પ્રમાણે: ઔદારિક, તૈજસ, કાર્મણ
અને આહારક.
(૬) પ્રદેશત્વ નામનો સામાન્યગુણ દરેક દ્રવ્યમાં છે, તે પ્રદેશત્વ ગુણને લીધે દરેક દ્રવ્યમાં કોઈને કોઈ
આકાર હોય છે.
• પ્રશ્ન: ૬ •
નીચેના પદાર્થો દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? તે જણાવો––
(૧) સમ્યગ્દર્શન (૨) પ્રકાશ (૩) દ્વેષ (૪) વસ્તુત્વ (પ) પરમાણુ (૬) સંગીત (૭) ચેતના (૮)
ચાલવું. ––ઉપરના પદાર્થોમાં જે દ્રવ્ય હોય તેનો વિશેષ ગુણ લખો;
––જે ગુણ હોય તે ક્યા દ્રવ્યનો કેવો (સામાન્ય કે વિશેષ) ગુણ છે તે લખો;
––અને જે પર્યાય હોય તે ક્યા દ્રવ્યની કેવી પર્યાય (અર્થપર્યાય કે વ્યંજનપર્યાય) છે તે લખો.
• ઉત્તર: ૬ •
(૧) સમ્યગ્દર્શન:– તે જીવદ્રવ્યના શ્રદ્ધાગુણની અર્થપર્યાય છે.
(૨) પ્રકાશ:– તે પુદ્ગલદ્રવ્યના રૂપગુણની અર્થપર્યાય છે.
(૩) દ્વેષ:– તે જીવદ્રવ્યના ચારિત્રગુણની અર્થપર્યાય છે.
(૪) વસ્તુત્વ:– તે છએ દ્રવ્યનો સામાન્ય ગુણ છે.
(પ) પરમાણુ:– તે દ્રવ્ય છે અને વર્ણ–ગંધ–રસ–સ્પર્શ તેના વિશેષ ગુણ છે.
(૬) સંગીત:– તે પુદ્ગલદ્રવ્યની સ્કંધરૂપ અર્થપર્યાય છે.
(૭) ચેતના:– તે જીવદ્રવ્યનો વિશેષ ગુણ છે.
(૮) ચાલવું:– તે પુદ્ગલદ્રવ્યની ક્રિયાવતી શક્તિની અર્થપર્યાય છે.
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે –
જૈનદર્શન – શિક્ષણવર્ગ
દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ બીજ (તા. ૧૧–૮–પ૩)
મંગળવારથી શરૂ કરીને શ્રાવણ વદ દસમ (તા. ૨–૯–પ૩) બુધવાર સુધી,
સોનગઢમાં શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે
જૈનદર્શન–શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. જે જૈન ભાઈઓને વર્ગમાં આવવાની
ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી અને વખતસર આવી જવું.
–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ: સૌરાષ્ટ્ર

PDF/HTML Page 8 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૯ : ૧૮૭:
[૨]
• શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગની પરીક્ષા •
[બીજા વર્ગ (મધ્યમ શ્રેણી) માં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો]
[વિષય: દ્રવ્યસંગ્રહમાં જીવના નવ અધિકાર: ગાથા ૧ થી ૧૪ જૈનસિદ્ધાંત પ્રવેશિકાના પ્રશ્નો: ૧ થી ૭૪]
• પ્રશ્ન: ૧ •
જીવના નવ અધિકારનાં નામ લખી તેમાંથી ભોક્તૃત્વ અને અમૂર્તત્વ અધિકારમાં જે જે નયથી કથન
કરવામાં આવ્યું હોય તે લખો, અને તે દરેક નય શું બતાવે છે તે જણાવો.
• ઉત્તર: ૧ •
૧–જીવત્વ, ૨–ઉપયોગમયત્વ, ૩–અમૂર્તિત્વ, ૪–કર્તૃત્વ, પ–સ્વદેહપરિમાણત્વ, ૬–ભોક્તૃત્વ, ૭–સંસારિત્વ,
૮–સિદ્ધત્વ અને ૯–સ્વાભાવિક ઊર્ધ્વગમનત્વ. આ પ્રમાણે જીવના નવ અધિકાર છે. તેમાંથી ભોક્તૃત્વ
અધિકારમાં એક કહ્યું છે કે:–
(૧) નિશ્ચયનયથી જીવ પોતાના શુદ્ધ દર્શન અને શુદ્ધ જ્ઞાનસ્વરૂપ ભાવોને ભોગવે છે.
(૨) અશુદ્ધ નિશ્ચયનયથી જીવ પોતાના હર્ષ–શોક વગેરે વિકારી ભાવોને ભોગવે છે. અને
(૩) વ્યવહારનયથી જીવ જ્ઞાનાવરણ આદિ કર્મોના ફળને તથા પરના સંયોગ–વિયોગને ભોગવે છે.
ખરેખર તો આત્મા પરના સંયોગ–વિયોગ વગેરેનો ભોક્તા નથી, છતાં પરનો ભોક્તા કહેવો તે વ્યવહારકથન છે.
અમૂર્તિત્વ અધિકારમાં એકમ કહ્યું છે કે:–
(૧) નિશ્ચયનયથી જીવમાં વર્ણ વગેરે ૨૦ ગુણો નહિ હોવાથી તે અમૂર્તિક છે; અને
(૨) વ્યવહારનયથી જીવને કર્મનું બંધન હોવાથી મૂર્તિક કહેલ છે. વાસ્તવિક રીતે તો વર્ણાદિ ૨૦ ગુણો
પુદ્ગલદ્રવ્યના હોવાથી પુદ્ગલદ્રવ્ય જ મૂર્તિક છે, જીવ મૂર્તિક નથી.
આમાં નિશ્ચયનયનું કથન તો વસ્તુના અસલી સ્વરૂપને બતાવે છે, અશુદ્ધનિશ્ચયનયનું કથન પર્યાયની
અશુદ્ધતા બતાવે છે અને વ્યવહારનયનું કથન અન્ય પદાર્થના સંયોગની અપેક્ષાએ કથન કરે છે.
અહીં એમ સમજવું કે નિશ્ચયનયથી જીવ પોતાના અમૂર્ત–અતીન્દ્રિય આત્મસ્વરૂપનું સંવેદન કરવાના
સ્વભાવવાળો છે; પણ તેને ભૂલીને મૂર્ત એવા પાંચ ઇંદ્રિયોના વિષયોમાં આસક્ત થવાથી મૂર્ત કર્મ બંધાયું,
તેના નિમિત્તે શરીર વગેરે મૂર્ત પદાર્થ સાથે સંબંધ થયો તેથી જીવને વ્યવહારથી મૂર્ત કહ્યો છે, પણ નિશ્ચયથી તો
મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યથી તથા તેના વર્ણાદિ ગુણોથી ભિન્ન હોવાથી જીવ અમૂર્ત છે. આવું અમૂર્તિકપણું સમજીને,
વિષયકષાયોથી નિવૃત્ત થઈ શુદ્ધતા પ્રાપ્ત કરવાનો આ ગાથાનો ઉપદેશ છે.
એ જ પ્રમાણે ભોકતૃત્વ અધિકારમાં પણ–સંયોગનો કે વિકારનો ભોક્તા થવાનો ખરો સ્વભાવ નથી પણ
પોતાના શુદ્ધ જ્ઞાન–દર્શન–આનંદસ્વભાવનો ભોક્તા થવાનો જ તેનો ખરો સ્વભાવ છે, એમ જાણીને તે શુદ્ધ
જ્ઞાનાદિ ભાવોનું ભોક્તાપણું પ્રગટ કરવાનો ઉપદેશ છે.
• પ્રશ્ન: ૨ તથા તેનો ઉત્તર •
(પ્રશ્ન:) ઉપયોગની વ્યાખ્યા લખો.
(ઉત્તર: ) ચૈતન્યને અનુસરીને થતા આત્માના પરિણામને ઉપયોગ કહે છે; અથવા આત્માના જ્ઞાન–
દર્શનનો વેપાર તે ઉપયોગ છે.
(પ્રશ્ન: ) કોઈ જીવ પરોપકારી કાર્ય કરવામાં શરીરનો ઉપયોગ કરી શકે કે નહિ? તે કારણ આપી
સમજાવો.
(ઉત્તર: ) કોઈ પણ જીવ કોઈ કાર્યમાં શરીરનો ઉપયોગ કરી શકતો નથી, કારણ કે શરીર તે આત્માથી

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૮૮: આત્મધર્મ: ૧૧૭
ભિન્ન ચીજ છે; આત્મા અને શરીરનો એકબીજામાં અત્યંત અભાવ હોવાથી તેઓ એકબીજાનું કાંઈ કરી શકે
નહિ; તેમ જ અગુરુલઘુત્વ નામનો ગુણ હોવાથી એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે પરિણમતું નથી. ખરેખર કોઈ જીવ
પરનો ઉપકાર કરી શકતો નથી, માત્ર તેવા ભાવ કરે છે.
(પ્રશ્ન: ) સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શનમાં શું ફેર છે?
તે બંનેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સરખાવો.
(ઉત્તર:
) સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની પર્યાય છે, જ્યારે ચક્ષુદર્શન તો દર્શનગુણની પર્યાય છે. ચક્ષુદર્શન તો
અજ્ઞાનીને પણ હોય છે, ને સમ્યગ્દર્શન તો જ્ઞાનીને જ હોય છે. સમ્યગ્દર્શન સાથે મોક્ષમાર્ગનો સંબંધ છે, પણ ચક્ષુદર્શન
સાથે મોક્ષમાર્ગનો સંબંધ નથી. સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શન એ બંનેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ નીચે પ્રમાણે છે–
(૧) તે બનેમાં દ્રવ્ય તો જીવ છે, તેથી દ્રવ્ય બંનેનું સરખું છે.
(૨) તે બંનેનું ક્ષેત્ર પણ જીવ પ્રમાણે જ એક સરખું છે.
(૩) ક્યારેક સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શન બંને એક સાથે પણ હોય છે ને ક્યારેક એક સાથે નથી પણ
હોતા; આ અપેક્ષાએ ક્યારેક તેમને કાળભેદ નથી હોતો, ને ક્યારેક કાળભેદ હોય છે. પર્યાયઅપેક્ષાએ તો બંનેનો
કાળ એક સમયનો જ છે.
(૪) સમ્યગ્દર્શન તો નિર્વિકલ્પ પ્રતીતિરૂપ છે, અને ચક્ષુદર્શન તો સામાન્ય અવભાસરૂપ ઉપયોગ છે, ––
એ રીતે બંનેમાં ભાવભેદ છે.
[પ્રશ્ન: ] એક વિદ્યાર્થીએ બીજા પાસેથી માનસ્તંભની પ્રતિષ્ઠા વખતે જે નિમંત્રણ પત્રિકા નીકળી હતી
તેની વિગત સાંભળી. પછી તેણે તે નિમંત્રણ–પત્રિકા પોતાના હાથમાં લઈને માનસ્તંભનું ચિત્ર જોયું. તેના
ઉપરથી માનસ્તંભ કેવો હોય તેનો તે વિશેષ વિચાર કરવા લાગ્યો. –આમાં શ્રવણ, ચિત્રનું જોવું અને વિશેષ
વિચારમાં ક્યા ક્યા ઉપયોગ થયા તે અનુક્રમે લખો.
[ઉત્તર: ] પત્રિકાની વિગત સાંભળી તે મતિજ્ઞાન થયું; તેની પહેલાંં અચક્ષુદર્શનનો ઉપયોગ થયો.
પછી માનસ્તંભનું ચિત્ર જોયું તે મતિજ્ઞાન થયું; તેની પહેલાંં ચક્ષુદર્શનનો ઉપયોગ થયો.
ચિત્ર જોયા પછી માનસ્તંભનો વિશેષ વિચાર કર્યો તે શ્રુતજ્ઞાન થયું.
એ રીતે પહેલાંં અચક્ષુદર્શન, પછી મતિજ્ઞાન, પછી ચક્ષુદર્શન, પછી મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન–એ
પ્રમાણે ઉપયોગ થયા.
• પ્રશ્ન ૩ તથા તેનો ઉત્તર •
નીચેના પ્રશ્નોના જવાબ કારણસહિત લખો––
(૧) ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બંને એક જ સમયે હોય?
ઉત્તર: ન હોય; કારણકે તે બંને એક જ ગુણની જુદી જુદી પર્યાયો છે, એક ગુણની બે પર્યાયો એક સાથે
હોય નહિ.
(૨) સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન બંને એક સાથે હોય?
ઉત્તર: હા; કારણકે સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે, તેથી તે બંને સાથે જ હોય છે.
(૩) એક દ્રવ્યમાં બે વ્યંજનપર્યાય એક સમયે હોય?
ઉત્તર: ન હોય; કારણકે એક દ્રવ્યના એક ગુણની બે પર્યાયો એકસાથે ન હોય.
(૪) અસ્તિત્વગુણ અને સ્થિતિહેતુત્વ ગુણ બંને એક સાથે ક્યા દ્રવ્યમાં હોય?
ઉત્તર: અધર્માસ્તિકાય દ્રવ્યમાં તે બંને ગુણો એક સાથે હોય છે.
(પ) ગતિ (અર્થાત્ ગમન) અને ગતિહેતુત્વ–એ બંને એક જ દ્રવ્યમાં હોય?
ઉત્તર: ના; ગતિ તો જીવ અને પુદ્ગલોને જ હોય છે, પણ તેમનામાં ગતિહેતુત્વ નથી; ગતિહેતુત્વ તે
ધર્માસ્તિકાય દ્રવ્યનો વિશેષ ગુણ છે પણ તે પોતે ગતિ કરતું નથી. ગતિ તે ક્રિયાવતી શક્તિની પર્યાય છે, ને
ક્રિયાવતી શક્તિ તો જીવ ને પુદ્ગલમાં જ છે; તથા ગતિહેતુત્વગુણ ધર્માસ્તિકાયમાં જ છે. આથી

PDF/HTML Page 10 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૯ : ૧૮૯:
ગતિ અને ગતિહેતુત્વ બંને એક સાથે એક દ્રવ્યમાં હોતા નથી.
(૬) માણસ ચાલે છે ત્યારે તેનો પડછાયો તેની સાથે ચાલે છે?
ઉત્તર: ના; ખરેખર પડછાયો નથી ચાલતો, પણ તે તે ઠેકાણે રહેલા રજકણો જ તડકામાંથી છાયારૂપે
પલટતા જાય છે, એક ઠેકાણાની છાયા બીજા ઠેકાણે નથી જતી.
(૭) માનસ્તંભના દર્શન ચક્ષુથી કર્યા તે ચક્ષુદર્શન છે?
ઉત્તર: ના; કેમકે ‘આ માનસ્તંભ છે’ એવો ભેદ દર્શનઉપયોગમાં નથી હોતો. આ માનસ્તંભ છે––એમ
જાણ્યું તે તો જ્ઞાનઉપયોગ થઈ ગયો.
• પ્રશ્ન: ૪ •
નીચેના પદાર્થો વચ્ચે ક્યો અભાવ છે તે કારણ આપી સમજાવો–
(૧) સિદ્ધપણાનો સંસારદશામાં
(૨) ઘડિયાળનો કાંટો અને કાલાણુ વચ્ચે
(૩) મતિજ્ઞાનનો શ્રુતજ્ઞાનમાં
(૪) જીવનો વિકાર અને કર્મ વચ્ચે
(પ) જડ ઈન્દ્રિયો અને જડ મન વચ્ચે
• ઉત્તર: ૪ •
(૧) સિદ્ધપણાનો સંસારદશામાં અભાવ તે ‘પ્રાક્અભાવ’ (પ્રાગભાવ) છે, કેમકે એક દ્રવ્યની વર્તમાન
પર્યાયનો તેની પૂર્વ પર્યાયમાં જે અભાવ તેને પ્રાગભાવ કહે છે.
(૨) ઘડિયાળનો કાંટો અને કાળાણુ વચ્ચે અત્યંત અભાવ છે, કેમકે તે બંને જુદા જુદા દ્રવ્યો છે; એક
દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ તે અત્યંતઅભાવ છે.
(૩) મતિજ્ઞાનનો (પછીના) શ્રુતજ્ઞાનમાં અભાવ તે પ્રધ્વંસ અભાવ છે, કેમકે એક દ્રવ્યની
વર્તમાનપર્યાયનો તેની આગામી પર્યાયમાં જે અભાવ તે પ્રધ્વંસઅભાવ છે.
(૪) જીવનો વિકાર અને જડકર્મ વચ્ચે અત્યંત અભાવ છે, કેમકે બંને ભિન્ન–ભિન્ન દ્રવ્યોની પર્યાય છે.
(પ) જડ ઈન્દ્રિય અને જડ મન વચ્ચે અન્યોન્યઅભાવ છે, કારણકે તે બંને પુદ્ગલદ્રવ્યની જ પર્યાયો
છે;–એક પુદ્ગલદ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પુદ્ગલદ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ તે અન્યોન્ય અભાવ
છે.
• પ્રશ્ન: પ •
નીચેના પદાર્થો દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે?
તે ઓળખી કાઢો––
(૧) તીખાશ (૨) અચક્ષુદર્શન (૩) અઠવાડિયું (૪) સમુદ્ઘાત (પ) ચેતના (૬) અવગાહનહેતુત્વ
(૭) મૃગજળ (૮) સૂક્ષ્મત્વ.
––ઉપરના પદાર્થોમાં જે દ્રવ્ય હોય તેનો વિશેષ ગુણ લખો;
––જે ગુણ હોય તે ક્યા દ્રવ્યનો કેવો ગુણ છે તે લખો;
––અને જે પર્યાય હોય તે ક્યા દ્રવ્યના ક્યા ગુણની કેવી (વિકારી કે અવિકારી, તથા અર્થ કે વ્યંજન)
પર્યાય છે તે લખો.
• ઉત્તર: પ •
(૧) તીખાશ:– તે પુદ્ગલદ્રવ્યના રસગુણની વિભાવ અર્થપર્યાય છે.
(૨) અચક્ષુદર્શન:– તે જીવદ્રવ્યના દર્શનગુણની વિભાવ અર્થપર્યાય છે.
(૩) અઠવાડિયું:– તે કાળદ્રવ્યની વ્યવહારપર્યાય છે.
(૪) સમુદ્ઘાત:– જીવદ્રવ્યના પ્રદેશોમાં સંકોચવિકાસ થવાના કારણે સમુદ્ઘાત થાય છે અને તે જીવના
પ્રદેશત્વગુણની વિભાવ વ્યંજનપર્યાય છે.
(પ) ચેતના:– તે જીવદ્રવ્યનો વિશેષ ગુણ છે, અને અનુજીવી છે.
(૬) અવગાહનહેતુત્વ:– તે આકાશદ્રવ્યનો વિશેષ ગુણ છે અને અનુજીવી છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૯૦: આત્મધર્મ: ૧૧૭
(૭) મૃગજળ:– પુદ્ગલદ્રવ્યના વર્ણગુણની વિભાવ અર્થપર્યાય છે.
(૮) સૂક્ષ્મત્વ: તે જીવદ્રવ્યનો વિશેષ ગુણ છે અને પ્રતિજીવી છે.
• પ્રશ્ન: ૬ અ •
નીચેના પદાર્થોની વ્યાખ્યા લખો––
(૧) વર્ગણા (૨) નિશ્ચયનય (૩) અવાંતર સત્તા (૪) આહારવર્ગણા (પ) લોકાકાશ અને (૬) ચક્ષુદર્શન.
• ઉત્તર: ૬ અ •
(૧) વર્ગણા: વર્ગોના સમૂહને વર્ગણા કહે છે.
(૨) નિશ્ચયનય:– શ્રુતજ્ઞાનનું જે પડખું પદાર્થના અસલી સ્વરૂપને બતાવે તેને નિશ્ચયનય કહે છે.
(૩) અવાંતરસત્તા:– મહાસત્તામાંથી કોઈપણ વિવક્ષિત પદાર્થની સત્તાને આંવતરસત્તા કહે છે.
(૪) આહારવર્ગણા:– ઔદારિક, વૈક્રિયિક અને આહારક એ ત્રણ શરીરરૂપે જે પરિણમે તેને
આહારવર્ગણા કહે છે.
(પ) લોકાકાશ:– આકાશના જેટલા ભાગમાં છએ દ્રવ્યો રહેલા છે તેને લોકાકાશ કહે છે.
(૬) ચક્ષુદર્શ:– ચક્ષુન સંબંધી મતિજ્ઞાન થતાં પહેલાંં સામાન્ય પ્રતિભાસરૂપ દર્શનનો જે વેપાર થાય છે
તેને ચક્ષુદર્શન કહે છે.
• પ્રશ્ન: ૬ બ •
નીચેના બંનેમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવ સમજાવો––
(૧) તાવ ઉતરી ગયો.
(૨) એક જીવે ક્રોધ મટાડીને ક્ષમા કરી.
• ઉત્તર: ૬ બ •
(૧) ‘તાવ ઉતરી ગયો’ ત્યાં પહેલાંં પુદ્ગલદ્રવ્યના સ્પર્શગુણની જે ઉષ્ણ પર્યાય હતી તેનો વ્યય થયો,
ઠંડી પર્યાયનો ઉત્પાદ થયો, અને પરમાણુ તથા સ્પર્શગુણ કાયમ ધ્રુવપણે ટકી રહ્યાં.
(૨) ‘જીવે ક્રોધ મટાડીને ક્ષમા કરી’ ત્યાં પહેલાંં તે જીવના ચારિત્રગુણની ક્રોધપર્યાય હતી તેનો વ્યય
થયો, ક્ષમાપર્યાયનો ઉત્પાદ થયો અને તે જીવદ્રવ્ય તથા તેનો ચારિત્રગુણ કાયમ ધ્રુવપણે ટકી રહ્યાં.
––એ રીતે એક જ સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવ છે.
ખરો જિજ્ઞાસુ
સંસાર પરિભ્રમણનો જેને થાક લાગ્યો છે અને બીજા બધાથી ઉદાસીન થઈને
એકમાત્ર શુદ્ધ આત્માને ઓળખવાની જ જેને જિજ્ઞાસા છે એવો શિષ્ય શ્રીગુરુના
ચરણે જઈને કહે છે કે: હે પ્રભો! અનાદિકાળથી હું મારા આત્માને અશુદ્ધ અને
સંયોગવાળો જ માનીને અત્યાર સુધી સંસારમાં રખડ્યો, પણ શુદ્ધનયથી મેં મારા
આત્માને કદી ઓળખ્યો નહિં, હવે મારે શુદ્ધનયઅનુસાર મારા આત્માનું સ્વરૂપ
જાણવા યોગ્ય છે, માટે હે ગુરુ! મને મારા આત્માનું શુદ્ધસ્વરૂપ બતાવો, –કે જે
જાણવાથી સમ્યગ્દર્શન થઈને મારી મુક્તિ થાય... ને આ ભવભ્રમણનો અંત આવે.
જિજ્ઞાસુ શિષ્યને પોતાનો શુદ્ધઆત્મા જાણવાની જ પ્રધાનતા છે, બીજી
અપ્રયોજભૂત બાબત જાણવાની પ્રધાનતા નથી. જ્ઞાનના ઉઘાડથી બીજી
અપ્રયોજભૂત બાબત જણાય તો તેનું અભિમાન નથી અને ન જણાય તો તેનો ખેદ
નથી, શુદ્ધઆત્માને જાણવાની જ ધગશ અને ઉત્સાહ છે.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 12 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૯ : ૧૯૧ :
[૩]
• શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગની પરીક્ષા •
[ત્રીજા વર્ગ (ઉત્તમ શ્રેણી) માં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો]
: વિષય:
મોક્ષમાર્ગ–પ્રકાશક અધ્યાય ૧, પૃષ્ઠ: ૧ થી ૧૧.
જૈનસિદ્ધાંત પ્રવેશિકાના પ્રશ્નો: ૧ થી ૧૩૨ તથા ૨૮૯ થી ૩૦પ.
ઉપાદાન–નિમિત્તના દોહા (૪૭+૭).
• પ્રશ્ન: ૧ •
–ભાવલિંગી મુનિ કોને કહે છે, તેમનાં અંતરંગ અને બાહ્ય ચિહ્નો શું છે અને તેમની બાહ્ય પ્રવૃત્તિ કેવી
હોય તે વિષે એક નિબંધ લખો.
(આ પ્રશ્નના ઉત્તરરૂપ નિબંધ આવતા અંકે આપવામાં આવશે.)
• પ્રશ્ન: ૨ (અ) •
વીતરાગ–વિજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે કેવી રીતે થાય છે તે કારણ આપીને
સમજાવો.
• ઉત્તર: ૨ (અ) •
વીતરાગી–વિજ્ઞાન વડે જ જીવને સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ થાય છે તેથી તે વીતરાગીવિજ્ઞાનની
પ્રાપ્તિ કરવી તે જીવનું પ્રયોજન છે; તે વીતરાગી–વિજ્ઞાનની પ્રાપ્તિ અરિહંતાદિક વડે નીચેના કારણોથી થાય છે:
આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે––અશુભ, શુભ અને શુદ્ધ. તીવ્રકષાયરૂપ પરિણામ તે અશુભ છે,
મંદકષાયરૂપ શુભ છે અને કષાયરહિત તે શુદ્ધપરિણામ છે. તેમાંથી–
(૧) પોતાના વીતરાગી–વિજ્ઞાનરૂપ સ્વભાવના ઘાતક એવા જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો અશુભપરિણામ
વડે તો તીવ્રબંધ થાય છે;
(૨) શુભપરિણામ વડે મંદ બંધ થાય છે તેમ જ તે શુભપરિણામ પ્રબળ હોય તો પૂર્વના તીવ્રબંધને પણ
મંદ કરે છે; અને
(૩) શુદ્ધપરિણામ વડે બંધ થતો જ નથી, કેવળ તેની નિર્જરા જ થાય છે.
––હવે અરિહંતાદિક પ્રત્યે સ્તવનાદિરૂપ જે ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ
પરિણામ છે તથા સમસ્ત કષાયભાવ મટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધપરિણામનું કારણ પણ છે. એવા પરિણામ
વડે પોતાના ઘાતક એવા ઘાતિકર્મોનું હીનપણું થઈને સ્વાભાવિક રીતે જ વીતરાગ–વિશેષજ્ઞાન પ્રગટે છે. પોતાના
પરિણામથી જેટલા અંશે ઘાતિકર્મો હીન થાય તેટલે અંશે વીતરાગી–વિજ્ઞાન પ્રગટે છે. આ પ્રમાણે શ્રી અરિહંતાદિ
વડે પોતાનું વીતરાગી–વિજ્ઞાનરૂપ પ્રયોજન સિદ્ધ થાય છે.
વળી શ્રી અરિહંતાદિકના આકારનું–ઉપશાંત મુદ્રાનું તથા પ્રતિમા વગેરેનું અવલોકન, તેમના સ્વરૂપનો
વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું તથા તેમના અનુસાર પ્રવર્તવું... એ વગેરે કાર્યો તત્કાલ જ
નિમિત્તભૂત થઈ રાગાદિકને હીન કરે છે અને જીવ–અજીવ વગેરેનું વિશેષજ્ઞાન ઉપજાવે છે, માટે એ પ્રમાણે પણ
શ્રી અરિહંતાદિક વડે વીતરાગવિજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે.
આ બાબત શ્રી પ્રવચનસારમાં પણ કહ્યું છે કે–
જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્યને પર્યયપણે
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૯૨ : આત્મધર્મ: ૧૧૭
• પ્રશ્ન: ૨ (બ) •
મંગળ કરનારને જિનશાસનના ભક્ત દેવાદિક સહાયમાં નિમિત્ત કેમ બનતા નથી તેનાં કારણો આપો.
• ઉત્તર: ૨ (બ) •
જીવોને સુખ–દુઃખ થવાનું કારણ પોતાનાં કર્મોનો ઉદય છે અને તેને અનુસાર બાહ્યનિમિત્ત બની આવે
છે; જેને પુણ્યનો ઉદય હોય તેને બહારમાં સહાયતાનાં નિમિત્તો બને છે, અને જેને તે જાતના પુણ્યનો ઉદય ન
હોય તેને તેવા સહાયનાં નિમિત્તો બનતા નથી.
વળી જે દેવાદિક છે તેઓ ક્ષાયોપશમિક જ્ઞાનવાળા છે તેથી એકસાથે બધું જાણી શકતા નથી એટલે મંગળ
કરનારને જાણવાનું પણ કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે; માટે જો મંગળ કરનાર તેના જાણવામાં જ ન આવે
તો તે દેવાદિક તેને સહાયમાં નિમિત્ત કઈ રીતે થાય?
તથા તે મંગળ કરનાર કોઈવખતે તે દેવાદિકના જાણવામાં આવે તો તે વખતે પણ જો તે દેવને અતિ
મંદકષાય હોય તો તેને સહાય કરવાના પરિણામ જ થતા નથી, અને જો તીવ્ર કષાય હોય તો ધર્માનુરાગ થતો
નથી; વળી મધ્યમ કષાયરૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય છતાં પોતાની શક્તિ ન હોય તો તે શું કરે?
––આ કારણોથી મંગળ કરનારને પણ જિનશાસનના ભક્ત દેવાદિક સહાયમાં નિમિત્ત બનતા નથી.
કોઈવાર તે દેવાદિકની શક્તિ હોય, ધર્માનુરાગરૂપ મંદકષાયના તેવા જ પરિણામ થાય અને તે વખતે અન્ય
મંગળ કરનાર જીવના કર્તવ્યને તે જાણે તો કોઈ દેવાદિક કોઈ ધર્માત્માને સહાય કરે. આ પ્રમાણે મંગળ કરનારને
દેવાદિક સહાય કરે જ એવો કોઈ નિયમ નથી.
મંગળ કરવામાં જીવને પોતાને વિશુદ્ધ પરિણામ થાય છે તથા પોતાના વીતરાગી વિજ્ઞાનરૂપ પ્રયોજનનું
પોષણ થાય છે તેનો જ પોતાને લાભ છે, બહારનો યોગ બનવો તે તો પુણ્યના ઉદયઅનુસાર બને છે.
• પ્રશ્ન: ૩ •
સમર્થકારણની વ્યાખ્યા લખો અને તે વ્યાખ્યામાં આવેલા નિયમો નીચેના બે પ્રસંગમાં કઈ રીતે લાગુ પડે
છે તે સ્પષ્ટ સમજાવો––
(૧) એક જીવને વર્તમાનમાં ઔપશમિક સમ્યગ્દર્શન પ્રગટે છે.
(૨) મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન એક મુનિને અનંતચતુષ્ટય પ્રગટે છે.
• ઉત્તર: ૩ •
સમર્થકારણની વ્યાખ્યા:– –પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત સામગ્રીઓના સદ્ભાવને
સમર્થકારણ કહેવાય છે; સમર્થકારણ થતાં કાર્ય નિયમથી થાય છે. સહકારી સમસ્ત સામગ્રીઓમાં ઉપાદાનકારણ
પણ આવી જાય છે. જ્યાં ઉપાદાનનું કાર્ય થાય છે ત્યાં સહકારી કારણોને સમર્થકારણ કહેવાય છે અને જ્યાં
ઉપાદાનનું કાર્ય નથી થતું ત્યાં તે કારણોને અસમર્થકારણ કહેવાય છે એટલે કે કારણ થવા માટે તે અસમર્થ છે
કેમકે કાર્ય જ થયું નથી.
(૧) જે જીવ વર્તમાનમાં ઔપશમિક સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તેને વર્તમાનમાં દર્શનમોહનીય કર્મનો
ઉપશમ છે એટલે તેના ઉદયનો અભાવ છે, તેમ જ અસંજ્ઞીપણાનો અભાવ, નિદ્રાનો અભાવ, કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની
શ્રદ્ધાનો અભાવ, અપર્યાપ્તપણાનો અભાવ–ઈત્યાદિ પ્રતિબંધનો અભાવ છે. મિથ્યાત્વનો ઉદય, અસંજ્ઞીપણું વગેરે
સમ્યગ્દર્શનના પ્રતિબંધક છે, સમ્યગ્દર્શન પ્રગટ કરનારને તે પ્રતિબંધનો અભાવ છે. અને પોતાના શ્રદ્ધાગુણની તે
જાતની નિર્મળ પર્યાય થવાની પાત્રતા (ઉપાદાનકારણ), તથા સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા, દેશનાલબ્ધિની પ્રાપ્તિ,
દર્શનમોહનો ઉપશમ, જાગૃત અવસ્થા, સંજ્ઞીપણું, પર્યાપ્તપણું વગેરે (નિમિત્તકારણો) નો સદ્ભાવ છે. આ રીતે તે
જીવને પ્રતિબંધનો અભાવ અને સહકારી સમસ્ત સામગ્રીના સદ્ભાવરૂપ સમર્થકારણ છે.
(૨) મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન મુનિને અનંતચતુષ્ટય પ્રગટે તેમાં તેમને સમર્થકારણ આ પ્રમાણે છે:
પ્રથમ તો જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિકર્મો, ગૃહસ્થદશા, વસ્ત્રસહિતપણું, આહાર–વગેરે અનંતચતુષ્ટયના
પ્રતિબંધક છે, તે પ્રતિબંધોનો તેમને અભાવ છે; અને સહકારી સામગ્રીરૂપે પોતાના જ્ઞાનાદિગુણોની તે વખતની
તેવી પર્યાય થવાની પાત્રતા (ઉપાદાનકારણ) તથા પુરુષદેહ, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સાહિત દિગંબર
મુનિદશા, ઉત્તમ સંહનન, મહાવિદેહક્ષેત્ર ઈત્યાદિ (નિમિત્તકારણો) છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૯ : ૧૯૩ :
અહીં એમ જાણવું કે ઉપાદાનમાં કાર્ય થયું ત્યારે તે ઉપાદાનની સાથે પુરુષદેહ, ઉત્તમસંહનન, મહાવિદેહ
ક્ષેત્ર વગેરેને સમર્થકારણ કહ્યાં, અને જો ઉપાદાનમાં કાર્ય થયું ન હોય તો તેમને જ અસમર્થકારણ કહેવાય છે.
નિમિત્તોને પણ સમર્થકારણ કહ્યા તેથી એમ ન સમજવું કે કાર્યની ઉત્પત્તિ થવામાં તેઓ કિંચિત્ પણ કાર્યકારી છે.
કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તો એકલા ઉપાદાનમાં જ છે.
• પ્રશ્ન: ૪ તથા તેનો ઉત્તર •
(પ્રશ્ન) નીચેની માન્યતાવાળા ક્યા અભાવનો નકાર કરે છે તે કારણ સહિત લખો––
(૧) વર્તમાનમાં એક જીવને અજ્ઞાન વર્તે છે કારણકે તેને કુગુરુનો ઉપદેશ મળ્‌યો છે.
(ઉત્તર) ––આમ માનનાર જીવ, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અત્યંત અભાવને માનતો નથી. કેમ કે એક
જીવની પર્યાયમાં બીજા જીવનો અત્યંત અભાવ છે તેથી બીજાને કારણે અજ્ઞાન થાય નહિ.
(૨) જીવ વર્તમાન મિથ્યાત્વને ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે નહિ.
(ઉત્તર) ––એમ માનનાર જીવ, વર્તમાન મિથ્યાત્વ પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં પ્રધ્વંસઅભાવ છે તેને
માનતો નથી. ભવિષ્યની પર્યાયમાં વર્તમાનની પર્યાયનો પ્રધ્વંસઅભાવ છે તેથી મિથ્યાત્વ ટળીને સમ્યગ્દર્શન
પ્રગટ થઈ શકે છે.
(૩) પૂર્વે એક જીવે ઘણો વિકાર કર્યો હતો તેથી તે વર્તમાનમાં પણ વિકાર કરે છે.
(ઉત્તર) ––એમ માનનાર જીવ, વર્તમાન પર્યાયનો પૂર્વની પર્યાયમાં પ્રાગ્–અભાવ છે તેને માનતો નથી;
વર્તમાનપર્યાયનો પૂર્વની પર્યાયમાં પ્રાગ્અભાવ છે તેથી પૂર્વના વિકારને કારણે વર્તમાનમાં વિકાર થાય––એમ
નથી, પૂર્વની પર્યાય વિકારી હોવા છતાં વર્તમાનમાં નિર્મળપર્યાય થઈ શકે છે.
(૪) અરિહંત ભગવાનને ચાર અઘાતિ કર્મો બાકી છે તેથી તેઓ સિદ્ધદશાને પ્રાપ્ત કરી શકતા નથી.
(ઉત્તર) ––એવી માન્યતાવાળો જીવ, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે તેને માનતો નથી;
અરિહંત ભગવાન અને ઘાતિકર્મ–એ બંને વચ્ચે અત્યંત અભાવ છે તેથી ખરેખર અરિહંતભગવાન ઘાતિકર્મના
કારણે સંસારમાં રહ્યા નથી.
(પ) પવનનો ઝપાટો આવતાં વૃક્ષનાં પાંદડાં ચાલ્યાં અને તેથી તેની નીચે પડછાયો ચાલ્યો.
(ઉત્તર) ––તે પ્રમાણે માનનાર જીવ, એક પુદ્ગલની વર્તમાનપર્યાયનો બીજા પુદ્ગલની
વર્તમાનપર્યાયમાં અન્યોન્યઅભાવ છે તેને માનતો નથી; પવન, પાંદડાનું ચાલવું અને પડછાયો ચાલવો––એ
ત્રણેય ભિન્નભિન્ન પુદ્ગલોની અવસ્થા છે તેથી તેમનો એકબીજામાં અન્યોન્યઅભાવ છે અને તેથી પવનના
કારણે પાંદડા ચાલ્યા નથી તથા પાંદડા ચાલવાને કારણે પડછાયો ચાલ્યો નથી. (ખરેખર પડછાયો ચાલતો નથી
પણ જુદી જુદી જગ્યાના પરમાણુઓ છાયારૂપે પરિણમે છે.)
• પ્રશ્ન: પ તથા તેનો ઉત્તર •
(પ્રશ્ન) નીચેના વાક્યોનું કથન ક્યા નયનું છે તે લખો અને તેમાં નિશ્ચય–વ્યવહાર સમજાવો––
(૧) કોઈ જીવ પ્રબળ કર્મના ઉદયને કારણે અગિયારમા ગુણસ્થાનેથી પડીને મિથ્યાત્વી થઈ જાય છે.
(ઉત્તર) ––આ કથન વ્યવહારનયનું છે, કેમકે તેમાં નિમિત્તથી કથન છે. ખરેખર જીવ કર્મના ઉદયને
લીધે અગિયારમા ગુણસ્થાનેથી નથી પડ્યો પણ પોતાની પર્યાયમાં નબળા પુરુષાર્થને કારણે પોતાની લાયકાતથી
પડ્યો છે–તે નિશ્ચયનું કથન છે. એક દ્રવ્યને કારણે બીજા દ્રવ્યમાં કાંઈ પણ થાય એમ કહેવું તે વ્યવહારકથન છે.
(૨) જીવ સ્વપુરુષાર્થ વડે અનંતવીર્ય પ્રગટ કરી શકે છે.
(ઉત્તર) ––આ વાક્ય નિશ્ચયનયનું છે એટલે કે તે યથાર્થ છે અને જીવે અંતરાય કર્મનો અભાવ

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૯૪ : આત્મધર્મ: ૧૧૭
કર્યો એમ કહેવું–અથવા તો અંતરાય કર્મનો અભાવ થવાથી જીવને અનંતવીર્ય પ્રગટ્યું––એમ કહેવું તે
વ્યવહારકથન છે કેમકે તેમાં નિમિત્તઅપેક્ષાએ કથન છે. સ્વદ્રવ્યાશ્રિત કથન હોય તે નિશ્ચય છે અને પરદ્રવ્યાશ્રિત
કથન હોય તે વ્યવહાર છે.
(૩) ભગવાનનો દિવ્યધ્વનિ જીવોને તત્ત્વજ્ઞાનનું કારણ છે.
થાય એમ કહેવું તે ઉપચાર હોવાથી વ્યવહારકથન છે. ખરેખર જીવોને પોતાના જ્ઞાનસ્વભાવના અવલંબને જ
તત્ત્વજ્ઞાન થાય છે––એ નિશ્ચય છે.
(૪) અનાદિકાળથી અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાન તથા મોહભાવને લીધે સંસારમાં પરિભ્રમણ કરે છે.
(ઉત્તર) ––આ કથન નિશ્ચયનું છે એટલે કે ખરેખર એમ જ છે, કેમ કે જીવ પોતે પોતાની ભૂલથી જ રખડે
છે. કર્મે જીવને સંસારમાં રખડાવ્યો––એમ કહેવું તે વ્યવહારકથન છે, કેમકે કર્મ તો પરદ્રવ્ય છે–સંયોગરૂપ છે.
(પ) શ્રી સીમંધર ભગવાનના દર્શન કરવાથી મને શુભભાવ થયો.
(ઉત્તર) –આ કથન વ્યવહારનું છે, કેમકે પરને કારણે શુભભાવ થયો એમ કહેવું તે સંયોગનું કથન છે;
ખરેખર પોતાના ચારિત્રગુણની તેવી લાયકાતથી જ શુભભાવ થયો છે–તે નિશ્ચય છે, કેમકે તે સ્વાશ્રિત કથન છે.
(૬) ધર્માસ્તિકાયના અભાવને લીધે સિદ્ધભગવાન અલોકમાં જઈ શકતા નથી.
(ઉત્તર) ––આ કથન વ્યવહારનું છે, કેમકે પરદ્રવ્યાશ્રિત છે. ખરેખર સિદ્ધભગવાનની લાયકાત જ
લોકના છેડે રહેવાની છે, અલોકમાં જવાની લાયકાત જ તેમનામાં નથી તેથી તેઓ અલોકમાં જતા નથી–એમ
કહેવું તે નિશ્ચયકથન છે, કારણકે તે સ્વાશ્રિતભાવને સૂચવે છે.
(૭) શ્રેણિક રાજા નરકગતિનામકર્મના ઉદયને લીધે નરકમાં ગયા.
(ઉત્તર) ––આ કથન વ્યવહારનયનું છે કેમ કે તે પરદ્રવ્યાશ્રિત કથન છે. ખરેખર કર્મ પરદ્રવ્ય છે તેને
લીધે જીવ નરકમાં નથી જતો પણ શ્રેણિક રાજા પોતાના આત્માની જ તે પ્રકારની લાયકાતથી નરકમાં ગયા છે,
નરકગતિ તે પણ આત્માનો જ ઔદયિકભાવ છે––આ કથન નિશ્ચયનું છે.
સ્વદ્રવ્યાશ્રિત કથન તે નિશ્ચય છે અને પરદ્રવ્યાશ્રિત કથન તે વ્યવહાર છે. નિશ્ચયકથન યથાર્થ
વસ્તુસ્થિતિ બતાવે છે અને વ્યવહારકથન સંયોગ બતાવે છે.
• પ્રશ્ન: ૬ (અ) •
નીચેના શબ્દોની વ્યાખ્યા લખો–
(૧) અવગ્રહ (૨) મંગલ (૩) મોક્ષમાર્ગ (૪) ઉપાદાનકારણ (પ) સંકલેશ પરિણામ (૬)
પ્રધ્વંસાભાવ (૭) ચેતના.
• ઉત્તર: ૬ (અ) •
(૧) અવગ્રહ: તે મતિજ્ઞાનનો એક ભેદ છે; ઈન્દ્રિય અને પદાર્થના યોગ્યસ્થાનમાં રહેવાથી, સામાન્ય
પ્રતિભાસરૂપ દર્શનની પછી અવાન્તર સત્તા સહિત વિશેષ વસ્તુના જ્ઞાનને અવગ્રહ કહે છે.
(૨) મંગલ: ‘मं’ એટલે પાપ, તેને જે ‘गालयति’ એટલે નાશ કરે તે મંગલ છે; મિથ્યાત્વાદિ
પાપભાવોનો જે ભાવથી નાશ થાય તે મંગલ છે. અથવા ‘मंग’ એટલે પવિત્રતા, તેને ‘लाति’ એટલે લાવે–
આપે તે મંગલ છે. આ રીતે આત્માના જે ભાવથી પાપ ટળે અને પવિત્રતા પ્રગટે તે મંગલ છે.
(૩) મોક્ષમાર્ગ: એટલે મુક્તિનો માર્ગ; સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની એકતા તે
મોક્ષમાર્ગ છે.
(૪) ઉપાદાનકારણ: (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે–જેમકે ઘડો
થવામાં માટી; કેવળજ્ઞાન થવામાં જીવ.

PDF/HTML Page 16 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૯ : ૧૯૫ :
૨–અનાદિકાળથી દ્રવ્યમાં પર્યાયોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તેમાં અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય તે
ઉપાદાનકારણ અને અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય તે કાર્ય છે.
૩–દરેક સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ અને તે સમયની પર્યાય પોતે જ કાર્ય.
––આ રીતે ત્રણ પ્રકારે ઉપાદાનકારણની વ્યાખ્યા થાય છે. ઉપાદાનકારણ તે જ કાર્યનું ખરું કારણ છે.
(પ) સંકલેશ પરિણામ:– તીવ્ર કષાયરૂપ પાપપરિણામ તે સંકલેશ પરિણામ છે, જેમકે હિંસા વગેરે પાપ
પરિણામ તે સંકલેશ પરિણામ છે.
(૬) પ્રધ્વંસાભાવ:– એક જીવની વર્તમાન સંસારપર્યાયનો તેની ભાવિ સિદ્ધપર્યાયમાં અભાવ તે
પ્રધ્વંસાભાવ છે.
(૭) ચેતના:– જેમાં પદાર્થોનો પ્રતિભાસ એટલે કે જાણવું–દેખવું થાય છે તેને ચેતના કહે છે, ચેતના તે
જીવનું લક્ષણ છે.
• પ્રશ્ન: ૬ (બ) •
નીચેના દોહાઓનો ભાવાર્થ સમજાવો––
(૧) ઉપાદાન બલ જહં તહાં, નહિ નિમિત્તકો દાવ, એક ચક્રસોં રથ ચલે, રવિકો યહૈ સ્વભાવ.
(૨) સધૈ વસ્તુ અસહાય જહાં, તહાં નિમિત્ત હૈ કૌન? જ્યોં જહાજ પરવાહમેં તિરે સહજ વિન પૌન.
• ઉત્તર: ૬ (બ) •
(૧) નિમિત્ત વગરનું એકલું ઉપાદાન બલહીન છે––એમ પ્રશ્નકાર દલીલ કરે છે તેના જવાબમાં આ
દોહામાં કહે છે કે–
ઉપાદાન બલ જહં તહાં, નહિ નિમિત્તકો દાવ,
એક ચક્રસોં રથ ચલે, રવિકો યહૈ સ્વભાવ.
તેનો ભાવાર્થ એ છે કે જ્યાં જુઓ ત્યાં સઘળે કાર્ય થવામાં ઉપાદાનનું જ બળ છે, પરંતુ નિમિત્તનો
જરાપણ દાવ નથી એટલે કે નિમિત્ત કાંઈ પણ કરી શકતું નથી, એકલા ઉપાદાનના બળથી જ સર્વત્ર કાર્ય થાય
છે. જેમ સૂર્યનો રથ એક જ ચક્રથી ચાલે છે (–સૂર્યના રથને એક જ પૈડું છે એમ લોકમાં કહેવાય છે તેથી અહીં તે
દ્રષ્ટાંત તરીકે લીધું છે) તેમ જ્યાં જુઓ ત્યાં એકલા ઉપાદાનના બળથી જ કાર્ય થાય છે, તે વખતે બીજું નિમિત્ત
હોય છે ખરું પરંતુ કાર્ય થવામાં તે નિમિત્તનો કાંઈ દાવ (સામર્થ્ય) નથી.
(૨) નિમિત્તનો પક્ષકાર પ્રશ્ન કરે છે કે જો એકલા ઉપાદાનથી જ કાર્ય થતું હોય તો પાણીમાં ચાલતું
વહાણ પવનની સહાય વિના કેમ થાકી જાય છે? ––તેના ઉત્તરમાં આ દોહામાં કહે છે કે––
સધૈ વસ્તુ અસહાય જહાં, તહાં નિમિત્ત હૈ કોણ?
જ્યોં જહાજ પરવાહ મેં તિરે સહજ વિન પૌન.
તેનો ભાવાર્થ એ છે કે–જ્યાં બધી વસ્તુઓ પરની સહાય વગરની જ સિદ્ધ થાય છે ત્યાં નિમિત્ત તે કોણ
છે!! અસહાય વસ્તુમાં સ્વયમેવ કાર્ય થાય છે, તેમાં નિમિત્ત કાંઈ પણ કાર્યકારી નથી. જેમ પાણીના પ્રવાહમાં
વહાણ પવન વગર જ સહજપણે તરે છે, તેમ દ્રવ્યના પરિણમનરૂપ પ્રવાહમાં ઉપાદાનનું કાર્ય નિમિત્તની
સહાયમદદ વગર સ્વયમેવ પોતાથી જ થાય છે.
આ.ત્મા.ની.શ.ક્તિ
• બધાય પદાર્થોને જાણે એવી સર્વજ્ઞત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે.
પરની ક્રિયાને ન કરે એવી અકર્તૃત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે.
* પણ આત્મા પરની ક્રિયા કરે એવી તો કોઈ શક્તિ આત્મામાં કદી નથી.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૯૬ : આત્મધર્મ: ૧૧૭
ધર્મવર્ધ્ધક દિવ્યધ્વનિ અને તેના યથાર્થ શ્રોતા
[કેવળજ્ઞાન – કલ્યાણક પ્રસંગનું પ્રવચન]
ભગવાનને શુદ્ધનયના અવલંબનના બળથી કેવળજ્ઞાન થતાં ભાવમોક્ષ થયો...
તેમણે કહેલી શુદ્ધનયના અવલંબનની વાત જે સમજે તેને વર્તમાનમાં દ્રષ્ટિઅપેક્ષાએ
મોક્ષ થયો અને અલ્પકાળમાં ભાવમોક્ષ થઈ જશે. આ રીતે ભગવાનની વાણીનો
યથાર્થ શ્રોતા પોતે પણ અલ્પકાળમાં ભગવાન થઈ જાય છે...
[સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન શ્રી નેમિનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણક પ્રસંગે
ભગવાનના દિવ્યધ્વનિ તરીકેનું પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન: વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૯] (ગયા અંકમાં
છાપવો બાકી રહી ગયેલ હતો તે લેખ)
જુઓ, હમણાં અહીં નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું. કઈ રીતે થયું? કે પોતાના ભૂતાર્થ સ્વભાવનો
સંપૂર્ણ આશ્રય લેતાં કેવળજ્ઞાન થયું. ભગવાનને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ આવીને કેવળજ્ઞાન કલ્યાણકનો
મહોત્સવ કર્યો ને દિવ્ય સમવસરણની રચના કરી; તે સમવસરણમાં ભગવાનના સર્વાગેથી દિવ્યધ્વનિ છૂટ્યો,
અને સૌ શ્રોતાજનો પોતપોતાની ભાષામાં પોતાની લાયકાત પ્રમાણે સમજ્યા. ભગવાનના દિવ્યધ્વનિમાં એમ
આવ્યું કે: હે જીવો! આત્મા ત્રણેકાળ કેવળજ્ઞાનશક્તિથી પરિપૂર્ણ છે; દરેક આત્મા એક સમયમાં કેવળજ્ઞાન
લેવાની તાકાતવાળો છે. તે શક્તિનો વિશ્વાસ કરીને તેમાં અંતર્મુખતાથી જ સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન થાય છે.
અમે આ જ વિધિથી કેવળજ્ઞાન પામ્યા છીએ અને તમારે પણ કેવળજ્ઞાન પામવા માટે આ જ વિધિ છે.
ભગવાનનો ઉપદેશ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત છે. પૂર્વે સાધકદશામાં ધર્મવૃદ્ધિના વિકલ્પથી વાણીના રજકણો
બંધાયા, તે ધર્મવૃદ્ધિના ભાવે બંધાયેલી વાણી બીજા જીવોને પણ ધર્મવૃદ્ધિનું જ નિમિત્ત છે. આત્માનો પૂર્ણ સ્વભાવ
બતાવીને તેનો આશ્રય કરવાનું જ ભગવાનની વાણી બતાવે છે. ભગવાનની વાણીમાં પરાશ્રય ભાવોનું પણ જ્ઞાન
કરાવ્યું છે પણ તે પરાશ્રય ભાવો છોડાવવા માટે તેનું જ્ઞાન કરાવ્યું છે. વળી અગિયારમા ગુણસ્થાનેથી જીવ પાછો
પડે છે અને કોઈ જીવ અનંત–સંસારમાં રખડે છે––એમ ભગવાનની વાણીમાં આવ્યું–તેમાં પણ પાછા પાડવાનો
આશય નથી પણ ધર્મવૃદ્ધિનો જ આશય છે. જે જીવ પાછા પડવાનો અભિપ્રાય કાઢે છે તે જીવ ખરેખર ભગવાનની
વાણીને સમજ્યો નથી. જગતમાં અનંતસંસારી જીવો છે ને અભવ્ય જીવો પણ છે, ––પણ તે વાત પોતાને માટે નથી,
તે તો જગતના પર જીવોનું જ્ઞાન કરવા માટે છે. જેને અનંતસંસારીપણાની કે અભવ્યપણાની શંકા છે તે જીવ
ભગવાનની વાણી સાંભળવાનો પાત્ર નથી. ભગવાનની વાણીમાં એમ આવે

PDF/HTML Page 18 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૯ : ૧૯૭ :
કે આ જીવ સુપાત્ર છે, આ જીવ એક–બે ભવમાં મોક્ષ પામનાર છે, અમુક જીવ તીર્થંકર થનાર છે, અમુક જીવો
ગણધર થનાર છે–ઈત્યાદિ વાત આવે ત્યાં સુપાત્ર જીવ પોતાની લાયકાત પ્રમાણે સમજે છે કે અમુક વાત મારે
માટે છે. જે જીવ પોતામાં અભેદદ્રષ્ટિ અને સ્વાશ્રયભાવ પ્રગટ કરીને ધર્મની વૃદ્ધિ કરે તે જ ધર્મનો ખરો શ્રોતા
છે, તેણે જ ભગવાનની વાણીને પોતામાં ધર્મવૃદ્ધિનું નિમિત્ત બનાવી છે. સમયસારમાં આચાર્યદેવ કહે છે કે જેણે
પોતામાં સ્વાશ્રયે ધર્મ પ્રગટ કર્યો તેણે જ ભગવાનની વાણી સાંભળી છે, અને જેણે પોતામાં ધર્મ પ્રગટ ન કર્યો
તેણે આત્માની વાત સાંભળી જ નથી, ભગવાનની વાણીના શબ્દો કાને પડવા છતાં તેણે આત્માની વાત કદી
સાંભળી જ નથી. જુઓ, આ નિમિત્ત–નૈમિત્તિકની અપૂર્વ સંધિ!
પૂર્વે સાધકદશામાં ભગવાનને જ્યારે વિકલ્પ હતો ત્યારે ધર્મવૃદ્ધિનો વિકલ્પ હતો, ધર્મવૃદ્ધિના ભાવે
તીર્થંકર નામકર્મ બંધાયું અને કેવળજ્ઞાન થતાં દિવ્યધ્વનિ છૂટ્યો, તે દિવ્યધ્વનિનો ઉપદેશ પણ ધર્મવૃદ્ધિનું જ
કારણ છે. જે શ્રોતા અભેદ આત્મસ્વભાવનું અવલંબન લઈને પોતામાં ધર્મની વૃદ્ધિ કરે તેને જ ભગવાનની
વાણી ધર્મનું નિમિત્ત છે. વાણીમાં તો બધી વાત આવે છે પણ જે સાંભળનાર શ્રોતા તેમાંથી ધર્મવૃદ્ધિનો આશય
ન કાઢે ને વ્યવહારના પક્ષનો આશય કાઢે તે જીવ ખરો શ્રોતા નથી, ભગવાનની વાણીને પોતાના ધર્મનું નિમિત્ત
બનાવવાની તેનામાં લાયકાત નથી. ઉપાદાનમાં જેટલી યોગ્યતા હોય તેટલો વાણીમાં આરોપ આવે છે.
ભગવાનની દિવ્યવાણીનો યથાર્થ શ્રોતા તેને કહેવાય કે જે જીવ શુદ્ધનયના અવલંબનનો આશય સમજીને
પોતામાં ધર્મની વૃદ્ધિ કરે. અનંતસંસારમાં રખડનાર જીવોની વાત કરીને ભગવાને તે જાતના બીજા જીવોનું જ્ઞાન
કરાવ્યું છે, તે પણ પોતાને માટે તો ધર્મની વૃદ્ધિનું જ નિમિત્ત છે. તેને બદલે જે જીવ ઊંધો આશય કાઢીને એમ
શંકા કરે છે કે ‘ભગવાને અગિયારમા ગુણસ્થાનેથી પડીને સંસારમાં રખડનાર જીવો જોયા છે તો હું પણ
સંસારમાં રખડીશ તો? ’ ––આમ શંકા કરનાર મિથ્યાદ્રષ્ટિ છે; તેમ જ કોઈ એમ માને કે કર્મના જોરને લઈને
જીવ અગિયારમા ગુણસ્થાનેથી પડે છે–તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે, તે ખરેખર ધર્મકથા સાંભળતો નથી પણ
બંધકથા જ સાંભળે છે. તેના નૈમિત્તિકભાવમાં બંધભાવનું પોષણ છે તેથી નિમિત્તમાં પણ બંધકથાનો જ આરોપ
આપીને કહ્યું કે તે બંધકથા જ સાંભળે છે.
નિમિત્ત અને નૈમિત્તિકભાવની સંધિ સહિતનું શ્રવણ હોય તેને જ આચાર્યદેવ ધર્મશ્રવણ તરીકે સ્વીકારે
છે. એકલી વાણીના કે રાગના લક્ષે જે સાંભળે છે તે ખરો શ્રોતા નથી, પણ વાણી અને રાગનું લક્ષ છોડીને જે
જીવ આત્માના સ્વભાવને લક્ષમાં લ્યે છે તે જ ખરો શ્રોતા છે. ભગવાનની વાણી ધર્મની વૃદ્ધિનું નિમિત્ત છે,
એટલે જેણે પોતામાં શુદ્ધઆત્માનો આશ્રય કરીને ધર્મવૃદ્ધિનો ભાવ પ્રગટ કર્યો તેણે જ ખરેખર ભગવાનની
વાણી સાંભળી છે. આ રીતે જેણે ભગવાનની દિવ્યવાણી સાંભળી તેને દ્રવ્યદ્રષ્ટિથી અલ્પકાળમાં મુક્તિ થઈ જાય
છે. ભગવાને પોતે પોતાના પરમાર્થસ્વભાવના આશ્રયે ભાવમુક્તિ પ્રગટ કરી છે અને દિવ્યધ્વનિમાં પણ
પરમાર્થસ્વભાવનો આશ્રય કરવાનું જ ભગવાને ફરમાવ્યું છે. જેણે પરમાર્થસ્વભાવની દ્રષ્ટિ પોતામાં પ્રગટ કરી
તે ભગવાનનો ખરો શ્રોતા અને ભક્ત થયો, હવે અલ્પકાળમાં સ્વભાવનો પૂર્ણ આશ્રય પ્રગટ કરીને તે પણ
ભગવાન જેવો મુક્ત થઈ જશે. શુદ્ધનયના અવલંબનના બળથી કેવળજ્ઞાન થતાં ભગવાનને ભાવમોક્ષ થયો અને
તેમણે કહેલી શુદ્ધનયના અવલંબનની વાત જે સમજે તેને વર્તમાનમાં દ્રષ્ટિ–અપેક્ષાએ મોક્ષ થયો અને
અલ્પકાળમાં ભાવમોક્ષ થઈ જશે. આ રીતે ભગવાનની વાણીનો યથાર્થ શ્રોતા પોતે પણ અલ્પકાળમાં ભગવાન
થઈ જાય છે.
‘જય હો એ ધર્મવર્દ્ધક દિવ્યધ્વનિનો અને
તેના યથાર્થ શ્રોતાનો...’

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૯૮ : આત્મધર્મ: ૧૧૭
• આત્માની.અદ્ભુત.શોભા •

અનાદિકાળથી પોતાના આત્માની ત્રિકાળી શોભાને ભૂલીને અને પરથી પોતાની શોભા માનીને જીવ
સંસારમાં રખડી રહ્યો છે. તેને આચાર્યદેવ આત્માની શોભા બતાવે છે: અરે જીવ! રૂપાળું શરીર વગેરે જડમાં તો
તારી શોભા નથી, અને જીવ સંસારમાં રખડ્યો–એવી બંધનની વાત કરવી તેમાં પણ તારી શોભા નથી, તારો
આત્મા સદાય પોતાના એકત્વ શુદ્ધસ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તેમાં જ તારી ત્રિકાળી શોભા છે, અને તેની
ઓળખાણથી પર્યાયમાં શોભા પ્રગટે છે.
લોકો બહારની પ્રતિષ્ઠા અને શોભાથી પોતાની મોટાઈ માને છે, પણ તે તો મિથ્યા છે, પોતાના સ્વરૂપમાં
પ્રતિષ્ઠા વડે જ આત્માની શોભા અને મહિમા છે. ––આમ સમજતાં પર્યાય પણ અંતર્મુખ થઈને નિર્મળપણે શોભી
ઊઠે છે. આ સિવાય ક્યાંય બહારમાં––પૈસાથી, શરીરથી, વસ્ત્રથી કે દાગીનાથી, અરે! પુણ્યથી પણ આત્માની
શોભા માનવી તે ખરી શોભા નથી પણ કલંક છે. સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા પોતે સ્વયં શોભાયમાન છે,
કોઈ બીજા વડે તેની શોભા નથી. આત્મા પરમાત્મા થાય એના જેવી કઈ શોભા? અને જેમાંથી અનંતકાળ
પરમાત્મદશા પ્રગટ્યા કરે–એ દ્રવ્યસામર્થ્યની શોભાની તો શી વાત!!
મોટી શોભા ત્રિકાળી દ્રવ્યમાં છે તેના જ આધારે પર્યાયમાં શોભા પ્રગટી જાય છે. સિદ્ધદશા તે પર્યાયની
શોભા છે, તે એક સમયપૂરતી છે ને દ્રવ્યની શોભા ત્રિકાળ છે. પર્યાયની શોભા ક્યારે પ્રગટે? ––કે ત્રિકાળ
શોભતા દ્રવ્યની સામે દ્રષ્ટિ કરે ત્યારે! જે આમ સમજે તેનું વલણ અંતરમાં દ્રવ્યસ્વભાવ તરફ વળી જાય, તે
બહારમાં પરથી પોતાની શોભા માને નહિ એટલે તેની દ્રષ્ટિમાં પર પ્રત્યે વીતરાગભાવ થઈ જાય. ––આ રીતે ધર્મ
થાય છે.
ભગવાન આત્મા પોતાના એકરૂપ સ્વરૂપમાં પ્રતિષ્ઠાથી ત્રિકાળ મહિમાવંતપણે શોભી રહ્યો છે; આવા
શોભતા દ્રવ્યનો આશરો લેતાં પર્યાયમાં વીતરાગી શોભા પ્રગટી જાય છે. પરંતુ તે પર્યાય ઉપર દ્રષ્ટિ નથી કેમકે
તે પર્યાય પોતે અંતરમાં વળીને ત્રિકાળી દ્રવ્યની શોભામાં સમાઈ ગઈ છે.
ચૈતન્યદ્રવ્યની શોભાનો અપાર મહિમા છે... અહો આના મહિમાથી જેને સમ્યગ્દર્શન થયું–સમ્યગ્જ્ઞાન થયું
તે ધર્માત્મા એકલી પર્યાયની શોભામાં બધું અર્પી ન દ્યે, પણ દ્રવ્ય–ગુણની મહાન શોભાને સાથે ને સાથે રાખે છે.
અપૂર્વ સમ્યગ્દર્શન–જ્ઞાન થયા, પણ તે ક્યાંથી થયા? ––ત્રિકાળી દ્રવ્યમાં સામર્થ્ય હતું તેમાંથી થયા છે; માટે તે
ત્રિકાળી સામર્થ્યનું અપાર માહાત્મ્ય છે. અજ્ઞાની જીવ એકલી પર્યાયના મહિમામાં જ અટકી જાય છે, દ્રવ્યના
ધ્રુવમહિમાની તેને ખબર નથી.
શ્રી આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તારા ત્રિકાળી સ્વરૂપથી જ તારી શોભા છે–એમ અમે બતાવ્યું, તે
સમજીને તું એકલી પર્યાયના બહુમાનમાં ન અટકતાં ત્રિકાળી દ્રવ્યનું બહુમાન કર. એમ કરવાથી દ્રવ્યદ્રષ્ટિમાં
સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો સહેજે પ્રગટી જશે અને તારો આત્મા પર્યાયથી પણ શોભી ઊઠશે.
जय हो... चैतन्यनी अद्भुत शोभानो...!
[––પ્રવચનમાંથી]

PDF/HTML Page 20 of 21
single page version

background image
(અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ ૨ થી ચાલુ)
–માનસ્તંભની ચારે બાજુ વાવડી અને તેમાં ખીલેલાં કમળ જોતાં એવું લાગે છે કે: જિનેન્દ્રદેવના અપાર
વૈભવને [માનસ્તંભને] દેખવા માટે જાણે કે પૃથ્વીએ અનેક નેત્રો ધારણ કર્યાં હોય, અને એ નેત્રો ખોલીને
પૃથ્વી ચારે બાજુથી ભગવાનના અદ્ભુત વૈભવને નિહાળતી હોય! અહો! તીર્થંકરભગવાનના અંતરના
આત્મવૈભવની તો શી વાત! પરંતુ તેમનો બાહ્ય વૈભવ પણ અદ્ભુત અને આશ્ચર્યકારી હોય છે.
સોનગઢમાં માનસ્તંભ થતાં એ તીર્થધામની શોભામાં અદ્ભુત વૃદ્ધિ થઈ છે.
ઉમરાળામાં જે સ્થાને પૂ. ગુરુદેવશ્રીનો જન્મ થયો હતો તે જ સ્થાને જન્મભૂમિ–સ્થાન–મંદિર બાંધવાનું
કામ ચાલી રહ્યું છે. તેમાં ભગવાનના જિનબિંબને બિરાજમાન કરવાની પણ ભાવના છે.
સવારના પ્રવચનમાં હાલ મોક્ષમાર્ગ–પ્રકાશક અને બપોરના પ્રવચનમાં સમયસાર–કર્તાકર્મ અધિકાર–
વંચાય છે. બીજા બધા કાર્યક્રમો પણ નિત્ય પ્રમાણે ચાલે છે.
સૂચના
(૧) સોનગઢમાં શ્રી માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ વખતે બે પાકીટ હાથ આવ્યા છે, તેમાંથી એક
પાકીટમાં અમુક રૂપિયા છે અને બીજામાં પરચુરણ છે; આ પાકીટ જેમના હોય તેમણે ખાત્રી આપીને લઈ જવાં.
(૨) પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઊછામણી વગેરેમાં બોલાયેલી રકમો ભરવાનું જેમને બાકી હોય તેમને તે
રકમ તુરત મોકલી દેવા વિનંતિ છે.
–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)