Atmadharma magazine - Ank 119
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૦
સળંગ અંક ૧૧૯
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
ભાદ્રપદસંપાદકવર્ષ દસમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૯વકીલઅંકઃ ૧૨
કલ્યાણ માટે કરવા જેવું
અંતરમાં હું એક જ્ઞાનસ્વભાવ જ
છું, શરીરાદિ તે હું નથી ને રાગ મારું
સ્વરૂપ નથી, જ્ઞાનસ્વભાવમાં જ મારું
સર્વસ્વ છે–આવું લક્ષ થયા વિના
નિશ્ચય–વ્યવહારની કે ઉપાદાન–
નિમિત્તની અનાદિની ભૂલ ટળે નહિ,
અને તે ભૂલ ટળ્‌યા વિના બીજા ગમે
તેટલા ઉપાય કરે તોપણ કલ્યાણ થાય
નહીં. માટે જેને આત્માનું કલ્યાણ કરવું
હોય–ધર્મી થવું હોય–તેણે આ વાત
બરાબર સમજીને નક્કી કરવા જેવી છે.
–પૂ. ગુરુદેવ.
છુટક નકલ૧૧૯વાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
ધર્મકથાનું શ્રવણ
ગવાનની કે જ્ઞાનીની વાણી સાંભળતાં જે જીવ તેનો
આશય સમજીને પોતામાં અભેદ સ્વભાવના અવલંબને ધર્મ
પ્રગટ કરે છે તેણે જ ખરેખર ધર્મની કથા સાંભળી છે. જેને
આત્માના ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ તો થઈ નથી અને રાગ તથા
ભેદના આશ્રયથી ધર્મ થવાનું માને છે તે તો એકલા અધર્મનું જ
પોષણ કરે છે; એવા જીવે ધર્મની કથા (એટલે કે શુદ્ધઆત્માની
વાર્તા) ખરેખર કદી સાંભળી જ નથી પણ બંધની કથા જ
સાંભળી છે; ભગવાનની વાણી સાંભળતો હોય ત્યારે પણ
ખરેખર તો તે બંધકથા જ સાંભળી રહ્યો છે, કેમ કે તેની રુચિનું
જોર બંધભાવ ઉપર છે પણ અબંધ આત્મસ્વભાવ તરફ તેની
રુચિનું જોર નથી. ભલે સમવસરણમાં બેઠો હોય અને તીર્થંકર
ભગવાનની વાણી કાને પડતી હોય, પરંતુ તે વખતે જે
જીવનીમાન્યતામાં એમ છે કે ‘આવી સરસ વાણી આવી તેને
લીધે મને જ્ઞાન થયું, અથવા આ શ્રવણના શુભરાગથી મને
જ્ઞાન થયું’–તો તે જીવ ખરેખર ભગવાનની વાણી નથી
સાંભળતો, પણ બંધકથા જ સાંભળે છે; ભગવાનની વાણીનો
અભિપ્રાય તે સમજ્યો જ નથી. અનંતવાર સમવસરણમાં જઈને
અજ્ઞાનીએ શું કર્યું? કે બંધકથા જ સાંભળી, પણ ધર્મ કથા ન
સાંભળી. ‘નિમિત્તથી મારું જ્ઞાન થતું નથી, રાગથી પણ મારું
જ્ઞાન થતું નથી તેમ જ મારો જ્ઞાનસ્વભાવ રાગને કરતો નથી,
હું જ્ઞાનસ્વભાવ છું, જ્ઞાનસ્વભાવના અવલંબને જ મારું જ્ઞાન
થાય છે’–આવી જ્ઞાનસ્વભાવની રુચિ અને સન્મુખતાપૂર્વક જેણે
એકવાર પણ શુદ્ધઆત્માની વાત જ્ઞાની પાસેથી સાંભળી તેણે જ
ધર્મકથાનું સાચું શ્રવણ કર્યું છે, તે જીવ અલ્પકાળમાં મુક્તિ
પામ્યા વગર રહે નહીં.
–માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રવચનમાંથી.
*
–ભૂલ સુધાર–
આ અંકમાં પ્રૂફરીડરની અસાવધાનીના કારણે પૃષ્ઠ નંબર નાખવામાં ભૂલ થવાથી પૃષ્ઠ નં. ૨૩૬ પછી
૨૪૧ થી છપાઈ ગયું છે, તો તે પૃષ્ઠનો નંબર ૨૩૭ સમજીને આગળના પૃષ્ઠ–નંબર સુધારી લેવા વિનંતિ છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૨૭ઃ
(શાંતિનાથ ભગવાને કરેલો શાંતિનો ઉપદેશ)
(૨)
(શાંતિનાથ ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણક પ્રસંગનું આ પ્રવચન છે;
આ પ્રવચનનો પહેલો ભાગ “આત્મધર્મ” અંક ૧૧૪ માં આવી ગયો છે.
ત્યારપછીનો બીજો ભાગ અહીં આપ્યો છે. વીર સં. ૨૪૭પ જેઠ સુદ ૪ લાઠી.)
*
દિવ્યધ્વનિમાં ચૌદ બ્રહ્માંડના જીવોને ભગવાનનું આમંત્રણ
છે કેઃ ‘અરે જીવો! તમારામાં પરમાત્મા થવાનું સામર્થ્ય ભર્યું
છે.....તમે મુક્તિને લાયક છો....આ મોક્ષના માંડવા નંખાયા છે, તમે
પણ તમારી પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે આ મોક્ષના માંડવે
આવો! અંર્તઅવલોકન વડે તમારા આત્માને ઓળખીને તેનો
મહિમા કરો તો અલ્પકાળમાં સિદ્ધદશા પ્રગટે.’
ભગવાનની દિવ્યવાણી તો અમોઘવાણી છે, તે કદી ખાલી
જાય નહીં..... તે વાણી ઝીલીને ધર્મવૃદ્ધિ કરનારા જીવો જરૂર હોય
જ...વાણી કાને પડતાં જ પાત્ર શ્રોતાને તો એમ થાય કે અહો! મને
આવી અપૂર્વ વાણી મળી છે તો હું નક્કી મારી પાત્રતાથી સમજીને
અલ્પકાળમાં મુક્ત થઈશ....આ પ્રમાણે જે ઊંડેથી હા પાડીને યથાર્થ
વાત સમજી જાય તેવા જ શ્રોતા અહીં લીધા છે...એવો શ્રોતા ધન્ય
છે, તેનું જરૂર કલ્યાણ થઈ જાય છે.
*
શાંતિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી દિવ્યધ્વનિ છૂટયો. ભગવાનને પોતાને તો પૂર્ણશાંતિ હતી ને
બીજાઓને પણ દિવ્યધ્વનિ દ્વારા શાંતિનો ઉપદેશ દેતા હતા....હે જીવો! તમારે આત્મહિત કરવું હોય, શાંતિ
જોઈતી હોય, તો વસ્તુસ્વરૂપની સ્વતંત્રતા જાણીને આત્મસ્વભાવનો આશ્રય કરો.
* સ્વતંત્રતાનો ઢંઢેરો *
ભગવાનના દિવ્યધ્વનિમાં, વસ્તુની ત્રિકાળી શક્તિ અને તેની સમય સમયની પર્યાયોની સ્વતંત્રતાનો
ઢંઢેરો પીટયો છે. ત્રિકાળી દ્રવ્ય સ્વતંત્ર છે અને તેની સમય સમયની અવસ્થા પણ સ્વતંત્ર છે. અજ્ઞાની જીવો
કાળલબ્ધિનું નામ લઈને પરાશ્રયમાં અટકી જાય છે, પરંતુ કાળ તો પરવસ્તુ છે, ખરેખર આત્માના સ્વભાવ
તરફના પુરુષાર્થની દશા તે જ આત્માની સ્વકાળલબ્ધિ છે. ત્રિકાળી સત્ અને સમય સમયનું સત્ સ્વતંત્ર છે;
બધા પદાર્થો અને તેમની વર્તમાન પર્યાય સ્વતંત્ર છે. આત્મા જડકર્મને લીધે રખડતો નથી અને જડકર્મ આત્માને
વિકાર કરાવતું નથી. જો જીવની પર્યાયનો કર્તા બીજો કહો તો જીવની સ્વતંત્રતા જ ક્યાં રહી? આ જીવનો કર્તા
બીજો છે એમ કહો તો જીવવસ્તુ જ સ્વતંત્ર સિદ્ધ થતી નથી; જેનો કર્તા હોય તે વસ્તુ કૃત્રિમ કરે, ત્રિકાળી
વસ્તુનો કોઈ કર્તા ન હોય. અને જો ત્રિકાળી વસ્તુનો કોઈ કર્તા નથી તો તેના વર્તમાનનો પણ કર્તા કોણ હોય?
–કોઈ કર્તા નથી. જેમ

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૨૨૮ઃ આત્મધર્મઃ ૧૧૯
ત્રિકાળી વસ્તુસ્વયંસિદ્ધ સત્ છે તેમ તે વસ્તુનું વર્તમાનપણું પણ સ્વયંસિદ્ધ સત છે. ત્રિકાળી વસ્તુ સ્વતંત્ર અને
તેનું વર્તમાનપણું પરને લીધે–એમ કદી ન બને. ત્રિકાળી સત્ની સ્વતંત્રતામાં તેના એકેક સમયના સત્ની
સ્વતંત્રતા પણ સમાઇ જાય છે, ત્રિકાળી સત્થી વર્તમાન સત્ કાંઈ જુદું નથી. જો વસ્તુના એક પણ સમયના
સત્ને પરાધીન–એટલે કે પરને લઈને–માનો તો ત્રિકાળી વસ્તુની સ્વતંત્રતા સાબિત નહિ થાય; કેમકે એક
સમયની પર્યાય પરાધીન, તેમ બીજા ત્રીજા સમયની પર્યાયો પણ પરાધીન,–એમ કરતાં કરતાં ત્રણેકાળ વર્તતું
દ્રવ્ય જ પરાધીન ઠરશે એટલે કે વસ્તુસ્વરૂપ જ સિદ્ધ નહિ થાય. જગતના અજ્ઞાની જીવો જેમ ઈશ્વરને જગત્કર્તા
માને છે તેમ જૈન સંપ્રદાયમાં રહીને પણ જો કોઈ એમ માને કે કર્મ જીવને રખડાવે–અથવા આત્મા પરનું કાંઈ
કરે,–તો તે પણ અન્યમતિની જેમ મિથ્યાદ્રષ્ટિ જ છે. એક સમયની અવસ્થામાં વિકાર પણ સ્વતંત્રપણે પોતે કરે
છે–એમ ન જાણે અને તે વિકાર કર્મે કરાવ્યો એમ માને, તો તેવી માન્યતાવાળો જીવ પણ ઈશ્વરને જગત્કર્તા
માનનારના જેવો જ છે, વસ્તુના સ્વતંત્ર સ્વભાવની તેને પ્રતીત નથી.
વળી ખરેખર પરમાર્થસ્વભાવથી એક સમયના વિકારનો હું કર્તા અને તે મારું કાર્ય–એમ નિશ્ચયથી
વિકાર સાથે કર્તાકર્મપણું જે માને તેને પણ ભગવાન મિથ્યાદ્રષ્ટિ કહે છે, કેમકે તે વિકારને જ આત્મા માને છે,
વિકારથી જુદા જ્ઞાયકસ્વભાવનું તેને ભાન નથી. ‘આત્મા પોતાના સ્વભાવથી વિકારનો કર્તા નથી’ એ ખરું,
પરંતુ એનો અર્થ એવો નથી કે તે વિકાર બીજો કરાવે છે. બીજો પદાર્થ મને વિકાર કરાવે એમ જે માને છે તે તો
બહુ સ્થૂળ ભૂલ કરે છે, તેને તો વ્યવહારની એટલે કે વર્તમાન પર્યાયની સ્વતંત્રતાની પણ ખબર નથી. મારા દ્રવ્ય
ગુણ ને પર્યાય ત્રણેથી હું સ્વતંત્ર છું, પર્યાયમાં વિકાર થાય છે તે પણ મારી જ પર્યાયના અપરાધથી થાય છે;
પરંતુ મારા દ્રવ્ય–ગુણસ્વભાવમાં વિકાર નથી માટે સ્વભાવથી હું વિકારનો કર્તા નથી ને વિકાર મારું સ્વરૂપ
નથી–આમ સમજીને વિકારરહિત જ્ઞાન–સ્વભાવનો અનુભવ કરે તે જીવ ધર્મી છે. જે વિકારરૂપ અંશને પણ
સ્વતંત્ર ન કબૂલે તો ત્રિકાળી અંશીને સ્વતંત્ર કબૂલવાનું જોર તે કયાંથી લાવે? વિકાર પર કરાવે એમ માને
અથવા તો વિકારને જ પોતાનું કર્તવ્ય માનીને અટકે તો તે મિથ્યાદ્રષ્ટિ છે. વિકાર વખતે ય ધર્મીની દ્રષ્ટિમાં
જ્ઞાનસ્વભાવની જ અધિકતા રહે છે, ને અજ્ઞાની તો તે વિકાર વખતે એકલા વિકારને જ દેખે છે, વિકારથી ભિન્ન
જ્ઞાનને તે દેખતો નથી. જેણે પોતાનો પરમાર્થસ્વભાવ દ્રષ્ટિમાં લીધો છે એવો ધર્મી જીવ જાણે છે કે દયાદિ
શુભપરિણામ પણ વિકાર છે, હું તેનો જાણનાર છું પણ હું તેનો કરનાર કે ભોગવનાર નથી. ત્રિકાળી આત્માને
ક્ષણિક વિકારનો કર્તા માને તેને આત્માના સ્વભાવની ખબર નથી એટલે તે ધર્મી નથી. ત્રણકાળ ત્રણલોકમાં
એક તણખલાને પણ તોડવાનું સામર્થ્ય કોઈ આત્મામાં નથી; જડ પરમાણુની અવસ્થામાં ચૈતન્યનો અધિકાર
નથી. અજ્ઞાની જીવ પરનું ભલું–ભૂંડું કરી દેવાનું માને છે પરંતુ પોતાના અજ્ઞાનભાવ અને રાગ–દ્વેષ સિવાય
પરમાં તો તે કાંઈ કરી શકતો નથી. દરેક પદાર્થમાં પોત–પોતાની અનંતી શક્તિ હોવા છતાં, પરનું કાંઈ કરે એવી
તો શક્તિ કોઈ દ્રવ્યમાં જરાપણ નથી.
વસ્તુસ્થિતિ જ આવી છે કે –
सकल वस्तु जगमें असहाई वस्तु वस्तुसां मिलै न कोई।
जीव वस्तु जान जग जेती सोऊ भिन्न रहै सब सेती।।५१।।
–નાટક–સમયસારઃ સર્વવિશુદ્ધિ દ્વાર.
ખરેખર જગતમાં બધા પદાર્થો સ્વાધીન છે, કોઈ બીજાની સહાયની અપેક્ષા રાખતા નથી, અને કોઈ
પદાર્થ કોઈ પદાર્થમાં મળતા નથી. જ્ઞાનસ્વભાવી જીવ જગતના પદાર્થોને જાણે છે પણ તે બધા પદાર્થોથી ભિન્ન
જ રહે છે. જ્ઞાતા બધાને જાણે પણ કોઈને ફેરવે નહીં. ત્રણકાળ ત્રણલોકમાં બધાંય દ્રવ્યો અસહાયી છે; કોઈ
કોઈને સહાય કરે એવી શક્તિ કોઈ દ્રવ્યમાં નથી તેમ જ કોઈ કોઈની સહાયતા માગે એવી પરાધીનતા પણ કોઈ
દ્રવ્યમાં નથી. જેનામાં જે તાકાત ન હોય તે કોઈ બીજો આપી શકે નહિ અને જેનામાં જે શક્તિ હોય તે બીજાનો
આશરો લ્યે નહિ–આ મહાન સિદ્ધાંત છે. વસ્તુસ્વભાવની આવી સ્વતંત્રતાના નિર્ણય વગર ધર્મ કે શાંતિ થાય
નહિ, માટે શાંતિનાથ ભગવાનનો દિવ્યધ્વનિ કહે છે કેઃ હે જીવો! સ્વાધીનતા વિના શાંતિ થાય નહિ; તમારે
શાંતિ જોઈતી હોય તો તમારા આત્મામાં જ તે શોધો. આત્માની શાંતિ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી બહાર ન
હોય. દુદુંભીના

PDF/HTML Page 6 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૨૯ઃ
દિવ્યનાદ વચ્ચે આવી સ્વતંત્રતાનો ઢંઢેરો ભગવાનના ઉપદેશમાં આવ્યો.
* અમોઘ વાણી *
શ્રી તીર્થંકરભગવાનના દિવ્યધ્વનિમાં જ્યારે આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવનો ઉપદેશ થયો ત્યારે ઘણા પાત્ર
જીવો ધર્મ પામ્યા; ભગવાનની વાણીનો પવિત્ર ધોધ ઝીલીને અનેક જીવો પાવન થયા. ભગવાનની અપૂર્વ વાણી
કાને પડતાં જ કોઈ જીવો તો અંદરમાં ઉતરીને આત્મભાન પામ્યા, કોઈ જીવોએ શ્રાવકદશા પ્રગટ કરી અને કોઈ
જીવો તો અંતરમાં એકાગ્ર થઈને મુનિ થયા, તથા કોઈ સ્ત્રીઓ અર્જિકા થઈ. એ પ્રમાણે ભગવાનની છત્રછાયામાં
મુનિ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા એમ ચારે તીર્થ સ્થપાયા. તીર્થંકરભગવાનની અમોઘ દેશના નીકળે અને તે
વખતે ધર્મ પામનારા જીવો ન હોય–એમ કદી બને નહિ. ભગવાનની દેશના વખતે તે દેશના ઝીલીને ધર્મવૃદ્ધિ
કરનારા પાત્ર જીવો હોય જ. કોઈ એમ કહે કે ‘વૈશાખ સુદ દસમે મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થતાં
ભગવાનની વાણી નીકળી, પણ તે વખતે કોઈ જીવો ધર્મ ન પામ્યા તેથી ભગવાનની પહેલી દેશના નિષ્ફળ
ગઈ’–તો તે વાત યથાર્થ નથી; અમુક વખત સુધી તીર્થંકર ભગવાનની વાણી ન છૂટે તે વાત જુદી છે, પરંતુ
વાણી છૂટે અને નિષ્ફળ જાય એમ તો કદી બને જ નહિ. ભગવાનની દિવ્યવાણી તો ‘અમોઘ વાણી’ છે, તે કદી
ખાલી જાય નહીં. વૈશાખ સુદ દસમે મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું પણ વાણી ન છૂટી, વાણી તો છાંસઠ
દિવસ પછી અષાઢ વદ એકમે છૂટી. પહેલાં અહીં વાણીની લાયકાત ન હતી તેમ જ સામે પણ વાણી ઝીલનાર
ઉત્કૃષ્ટ પાત્ર જીવ કોઈ ન હતા. જ્યાં અહીં વાણી છૂટવાનો કાળ આવ્યો ત્યાં સામે ગૌતમ– સ્વામીની પણ
ગણધરપદ માટે તૈયારી થઈ ગઈ;–બંનેનો સહજ મેળ થઈ જાય છે. ભગવાનની વાણી નીકળે અને તે ઝીલીને
ધર્મ સમજનાર પાત્ર જીવ કોઈ ન હોય–એમ બને નહિ, એટલે કે ત્યાં નિમિત્ત–નૈમિત્તિકનો મેળ કદી તૂટે નહીં.
આમ છતાં, ભગવાનની વાણીને લીધે સામો ધર્મ સમજી જાય છે–એવી પરાધીનતા પણ નથી.
ભગવાન પોતે પૂર્વે જ્યારે સાધક ભૂમિકામાં હતા ત્યારે પોતામાં ધર્મવૃદ્ધિના વિકલ્પથી તીર્થંકર નામકર્મ
બંધાયું અને તેના ઉદયથી દિવ્યવાણી છૂટી; તો તે વાણી વખતે તેને ઝીલીને ધર્મની વૃદ્ધિ કરનારા જીવો પણ જરૂર
હોય જ છે, ન હોય એમ બને નહિ.
–એજ પ્રમાણે, અહીં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ પોતે કહે છે કે–જગતના જીવોને સત્ય સમજાવવાનો
વિકલ્પ ઊઠતાં આ કાળે અમારી વાણી રચાય છે, તો તે વાણી ઝીલીને સત્ સમજનારા પણ આ કાળે ન હોય–
એમ બને નહિ. જુઓ, પાંચમી ગાથામાં તેઓશ્રી કહે છે કે–
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण।
जदि दाएज्ज पमाणं चुक्किज्ज छलं ण धेत्तव्वं।।
–આ સમયસારમાં હું મારા આત્માના નિજવૈભવથી શુદ્ધ આત્માનું સ્વરૂપ દર્શાવું છે. ‘હું દેખાડું છું ને તમે
પ્રમાણ કરજો’ એમ કહ્યું તો ત્યાં પ્રમાણ કરનારા જીવો ન હોય એમ બને નહિ. શુદ્ધ આત્માને કહેનારી અમારી
વાણી નીકળી ને સામે શુદ્ધાત્માને સમજનારા ન હોય એમ ત્રણકાળમાં ન બને. અમે આત્માની જે વાત કહેવા
માગીએ છીએ તે વાતને ઝીલનારા પાત્ર જીવો પણ છે તેને અમે કહીએ છીએ કે ‘તું તારા સ્વાનુભવથી પ્રમાણ
કરજે.’ સામે પ્રમાણ કરનારા પાત્ર જીવોને ભાળીને એ વાણી નીકળી છે. ‘હું કહું છું માટે તું માની લેજે.’ એમ
આચાર્યદેવ નથી કહેતા, પણ હું મારા આત્મવૈભવથી કહું છું ને તું તારા સ્વાનુભવથી પ્રમાણ કરજે–એમ કહ્યું છે
એટલે સામા ઉપર જવાબદારી નાંખી છે, તેમાં પ્રમાણ કરવાની લાયકાત પણ આવી જાય છે.
અહીં ઉપાદાન નિમિત્તની અપૂર્વ સંધિથી આચાર્યદેવ કહે છે કે અમારી શુદ્ધાત્માને દર્શાવનારી વાણીને જે
જીવે નિમિત્ત તરીકે સ્વીકારી છે તે જીવના ઉપાદાનમાં પણ શુદ્ધાત્માને સમજવાની પાત્રતા છે. ‘અરે! આ દુષમ
પંચમકાળમાં મારી આવા શુદ્ધાત્માને કહેનારી વાત પ્રમાણ કરનારા નહિ મળે’–એમ આચાર્યદેવ નથી કહેતા,
પણ ‘હું દર્શાવું તે પ્રમાણ કરજો’ એમ કહીને આચાર્યદેવ એમ કહે છે કે ‘અમે સીધો તીર્થંકર ભગવાનનો દિવ્ય
ઉપદેશ સાંભળીને ઝીલ્યો છે, તો ભગવાનની જેમ અમારા ઉપદેશને ઝીલીને સમજનારા ભરતક્ષેત્રમાં ન હોય
એમ બને નહિ. જેમ ભગવાનની અમોઘ વાણી નીકળે અને તે સમજનારા ન હોય એમ બને નહિ તેમ અમારો
આ શુદ્ધાત્માનો ઉપદેશ હોય અને તે સમજનારા ન હોય–

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૨૩૦ઃ આત્મધર્મઃ ૧૧૯
–એમ બને નહિ. જુઓ તો ખરા! આ અપૂર્વ સંધિ....!
* ધન્ય એ વક્તા.....અને ધન્ય એ શ્રોતા.... *
સમયસારના શ્રોતાને શ્રી આચાર્યપ્રભુ ભલામણ કરે છે કે જેવો અખંડ જ્ઞાનાનંદ આત્મા હું દર્શાવું છું
તેવા આત્માને તું તારા અનુભવથી પ્રમાણ કરજે....અંદરથી હોંશ લાવીને હા પાડજે, હા જ પાડજે....ના પાડીશ
નહિ. જુઓ! આ વક્તા અને આ શ્રોતા! ઉપદેશક વક્તા શુદ્ધાત્મા જ દેખાડવા માગે છે અને શ્રોતાને પણ
શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવાનો જ ઉત્સાહ છે. અહીં આચાર્યદેવે કહ્યું કે ‘હું જે શુદ્ધાત્મા દેખાડું તેને તું પ્રમાણ
કરજે’–તેમાં આદેશથી હુકમ નથી કર્યો પણ યથાર્થ સ્થિતિ જણાવી છે કે જે જીવ શુદ્ધાત્માને સમજવાનો કામી છે
તે જ અમારો શ્રોતા છે. સત્નો આદર કરીને સમજનારા પાત્ર જીવો અમારા સંયોગમાં ન હોય એમ બને નહિ.
અમે અલ્પકાળે સિદ્ધ થનારા, તો અમારી વાતની ના પાડનારા અમારા સંયોગમાં હોય નહિ. તીર્થંકરભગવાનના
સમવસરણમાં જેમ અભવ્ય જીવ ન હોય તેમ, સાક્ષાત્ તીર્થંકરભગવાન પાસેથી સાંભળીને અમે જે શુદ્ધ આત્મ–
સ્વભાવની વાત કરીએ છીએ તેનો નકાર કરનારા અમારી સભામાં હોય નહિ.
ભગવાનને પૂર્વે સાધકદશામાં ધર્મવૃદ્ધિના વિકલ્પથી તીર્થંકરનામકર્મ બંધાયું, તે કર્મના નિમિત્તે જે વાણી
ખરી તે વાણી સાંભળીને ધર્મ સમજનારા જીવો ન હોય એમ બને નહિ. ભગવાનની વાણી ધર્મવૃદ્ધિનું નિમિત્ત
છે....પણ કોને?–કે સામે ધર્મ સમજનારા જીવો છે તેને. આ રીતે, સમજવાની યોગ્યતાવાળા પાત્ર જીવો છે તેને
માટે વાણી નિમિત્ત છે–આવો સહજ નિમિત્તનૈમિત્તિક મેળ છે.–આમ છતાં ‘મને ન સમજાય’ એમ કહીને ઊંધો
જીવ તે વાણી સાથેના નિમિત્તનૈમિત્તિકપણાની સંધિને તોડી નાંખે છે....પણ એવા ઊંધા જીવની અહીં ગણતરી
નથી; અહીં તો હા પાડીને સમજનારા પાત્ર જીવોની જ વાત છે. પાત્ર શ્રોતાજનોને તો વાણી કાને પડતાં જ એમ
થાય કે ‘અહો! મને આવી અપૂર્વ વાણી મળી છે તો હું નક્કી મારી પાત્રતાથી સમજીને અલ્પકાળે મુક્ત થઈશ.
ભગવાન શુદ્ધાત્મસ્વભાવની આવી અપૂર્વ વાત મારે કાને પડી અને મારા અંતરમાં તે બેઠી....તેથી હવે
અલ્પકાળમાં મારી મુક્તિ થયા વિના રહે નહિ.’
આચાર્યદેવે પાંચમી ગાથામાં શુદ્ધાત્માનો અનુભવ કરવાનું કહ્યું છે તો ત્યાં સામા સાંભળનાર જીવમાં
તેવી લાયકાત જોઈને તેમ કહ્યું છે.–‘કોની લાયકાત....? ’ કે જે સમજે તેની! અહીં તો બધા જીવોને સાગમટે
નોતરું છે....તેમાંથી કોઈ નીકળી જાય તો તે તેની નાલાયકી છે; પણ તેવા જીવોને અમે શ્રોતા તરીકે સ્વીકારતા જ
નથી. જે ઊંડેથી હા પાડીને યથાર્થ વાત સમજી જાય તેવા જ શ્રોતા અહીં લીધા છે.–એવા શ્રોતા ધન્ય છે, તેનું
જરૂર કલ્યાણ થઈ જાય છે. આ રીતે વક્તા અને શ્રોતાના ભાવની સંધિ છે.
* દિવ્યધ્વનિનો ઢંઢેરો *
દિવ્યધ્વનિમાં ચૌદ બ્રહ્માંડના જીવોને ભગવાનનું આમંત્રણ છે કે ‘અરે જીવો! તમારામાં પરમાત્મા
થવાનું સામર્થ્ય ભર્યું છે....તમે મુક્તિને લાયક છો....આ મોક્ષનાં માંડવા નંખાયા છે, તમે પણ તમારી
પરમાત્મદશાને પ્રાપ્ત કરવા માટે આ મોક્ષના માંડવે આવો! મોક્ષનાં મૂળ ઊંડા છે; સંસાર તો એક સમયનો
ઉપરનો વિકાર છે, તેનું મૂળ ઊંડું નથી. અંદર સ્વભાવના ઊંડાણમાં વિકાર નથી ભર્યો પણ મોક્ષનું સામર્થ્ય ભર્યું
છે. આવા તમારા સ્વભાવની શ્રદ્ધા કરો....એ જ ધર્મનું મૂળ છે. ધર્મનાં મૂળિયાં ઊંડા છે ને વિકાર તો ક્ષણિક છે;
સંસારના કાળ કરતાં મોક્ષ અવસ્થાઓનો કાળ અનંતગુણો છે, સંસારની જેટલી પર્યાયો વીતી તેના કરતાં
અનંતગુણી મોક્ષપર્યાયો પ્રગટવાનું સામર્થ્ય આત્મામાં ભર્યું છે.–આવા આત્મસ્વભાવનું ભાન કરીને તેના
મહિમામાં લીન થતાં સંસારભ્રમણ ટળીને મુક્તદશા થઈ જાય છે. માટે હે જીવો! અંતરઅવલોકન વડે આવા
આત્માને ઓળખો, તેનો મહિમા કરો....તો અલ્પકાળમાં સિદ્ધદશા પ્રગટે...”–આ પ્રમાણે આત્માને ઓળખીને
સિદ્ધ થવા માટે ભગવાનની વાણીનું આમંત્રણ છે.
(–ચાલુ)
તો તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે
જગતના જીવો જેમ ઈશ્વરને જગત્કર્તા માને છે તેમ જૈનસંપ્રદાયમાં રહીને પણ જો કોઈ એમ માને કે
આત્મા પરનું કાંઈ કરે–અથવા કર્મ જીવને રખડાવે,–તો તે પણ અન્યમતિની જેમ મિથ્યાદ્રષ્ટિ જ છે, વસ્તુના
સ્વતંત્ર સ્વભાવની તેને પ્રતીત નથી.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 8 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૩૧ઃ
–અને–
સમ્યગ્દ્રષ્ટિની ભવભ્રમણથી છૂટકારાની નિઃશંકતા
(શ્રી માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પૂ. ગુરુદેવશ્રીનું
પ્રવચન સોનગઢઃ વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૨)
***
સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધનયરૂપી અતીન્દ્રિયચક્ષુ વડે
પોતાના આત્માને શુદ્ધપણે દેખે છે, અંતરમાં
તેને જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં છે. આચાર્યદેવ કહે છે
કે અરે જીવ! તું તારી શુદ્ધનયરૂપી આંખને
ઉઘાડ અને તારા આત્માને શુદ્ધજ્ઞાયકસ્વરૂપે
દેખ. આવી દ્રષ્ટિ વગર કદી ભવભ્રમણનો અંત
આવતો નથી...જે જીવ આવું અપૂર્વ સમ્યગ્દર્શન
પ્રગટ કરે છે તેનું પરિણમન ફરી જાય છે, તેને
અનંત ભવની શંકા ટળી જાય છે ને
આત્મામાંથી સિદ્ધદશાના ભણકાર આવી જાય
છે. અંતર્મુખ થઈને આત્માના ભૂતાર્થસ્વભાવનો
અનુભવ કરવો તે અપૂર્વ સમ્યગ્દર્શન થવાની
રીત છે.
‘भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो’
ધર્મની મૂળ શરૂઆત કઈ રીતે થાય છે તે આ સમયસારની અગિયારમી ગાથામાં આચાર્યદેવે
બતાવ્યું છે. આ દેહમાં રહેલો દરેક આત્મા જ્ઞાનાદિ અનંતગુણનો પિંડ છે, તે આત્માના અભેદરૂપ
અવલંબનથી આત્માને સમ્યગ્દર્શન થાય છે; તે સમ્યગ્દર્શન જ ધર્મનું મૂળ છે, ત્યાંથી જ ધર્મની શરૂઆત
થાય છે. આ સિવાય કોઈ નિમિત્તના, રાગના, પર્યાયના કે વ્યવહારના અવલંબનથી ધર્મ થતો નથી.
સમ્યગ્દર્શન વખતે દેવ–ગુરુ વગેરે નિમિત્તનો સંયોગ હોય પણ તેના અવલંબનથી સમ્યગ્દર્શન થતું નથી; તે
વખતે શુભરાગ હોય તેના અવલંબને પણ સમ્યગ્દર્શન થતું નથી; પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ હોય તેના
અવલંબને પણ સમ્યગ્દર્શન થતું નથી; અને અખંડ આત્મામાં જ્ઞાન–દર્શન વગેરે ગુણોના ભેદ પાડીને
લક્ષમાં લેવાથી પણ સમ્યગ્દર્શન થતું નથી–એકરૂપ અભેદ આત્માના અવલંબને જ સમ્યગ્દર્શન થાય છે.
નિમિત્ત, રાગ, પર્યાય અને ગુણભેદ–એ બધાય વ્યવહારને અભૂતાર્થ કરીને એટલે કે તેના ઉપરની દ્રષ્ટિ
છોડીને અભૂતાર્થરૂપ અભેદ આત્માને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન કહો....શાંતિ કહો...હિત
કહો....શ્રેય કહો....કલ્યાણ કહો....ધર્મ કહો કે અનાદિના અજ્ઞાનનો નાશ કહો.....તેની આ જ રીત છે. આ
સિવાય બીજી રીતે સમ્યગ્દર્શન થતું નથી.
વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક છે એમ કહ્યું હતું પરંતુ તે વ્યવહાર પોતે અંગીકાર કરવા જેવો નથી કેમ

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૨૩૨ઃ આત્મધર્મઃ ૧૧૯
કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. ભૂતાર્થ–સ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. શુદ્ધનય આત્માના
પરમાર્થ સ્વરૂપને દેખાડે છે તેથી તે જ અંગીકાર કરવા જેવો છે, તેના અવલંબનથી સમ્યગ્દર્શન થાય છે. જોકે શુદ્ધનય
પોતે તો પર્યાય છે પણ અહીં અધ્યાત્મદ્રષ્ટિમાં શુદ્ધનય અને તેનો વિષય એ બંને અભેદ છે તેથી શુદ્ધનયને પણ
ભૂતાર્થ કહ્યો છે. જેઓ શુદ્ધનયથી આત્માના પરમાર્થ સ્વરૂપને દેખે છે, તેઓ જ સમ્યગ્દ્રષ્ટિ છે. શિષ્યે પૂછયું હતું કે
વ્યવહારનય કેમ અનુસરવાયોગ્ય નથી? તેના ઉત્તરમાં આચાર્યભગવાન કહે છે કે શુદ્ધનય વડે આત્માનો પરમાર્થ
સ્વભાવનો આશ્રય કરવાથી જ સમ્યગ્દર્શન થાય છે, વ્યવહારનયનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થતું નથી માટે તે
વ્યવહારનય અનુસરવાયોગ્ય નથી.
* સમ્યગ્દ્રષ્ટિને ઊઘડેલી આંખો *
અનાદિથી આત્માને ભૂલીને જેને વિકારની અને કર્મની રુચિ છે તથા કર્મના ઉદયને લીધે જીવને વિકાર
થાય છે એમ જે માને છે એવા મિથ્યાદ્રષ્ટિ જીવને આત્મા અને કર્મના જુદાપણાનો વિવેક નથી, તેથી તેને તો
કર્મના સંયોગવાળો અશુદ્ધ આત્મા જ ભાસે છે પણ કર્મના સંયોગ વિનાનો આત્માનો શુદ્ધસ્વભાવ તેને ભાસતો
નથી. પર્યાયમાં વિકાર અને કર્મનો સંયોગ હોવા છતાં ધર્મી જીવ શુદ્ધનય વડે આત્મા અને કર્મની ભિન્નતાનો
વિવેક કરીને અંતરમાં શુદ્ધજ્ઞાયકસ્વભાવપણે પોતાને અનુભવે છે. આ રીતે શુદ્ધનયવડે આત્માના
સમ્યક્સ્વભાવનું અવલોકન કરનાર સમ્યગ્દ્રષ્ટિ છે. અજ્ઞાનીને શુદ્ધનયરૂપી આંખ જ ઊઘડી નથી એટલે તે
વિકારને જ દેખે છે પણ શુદ્ધ આત્માને નથી દેખતો, શુદ્ધ આત્માને દેખવા માટે તે આંધળો છે. સમ્યગ્દ્રષ્ટિ તો
શુદ્ધનયરૂપી અતીન્દ્રિય ચક્ષુ વડે પોતાના આત્માને શુદ્ધપણે દેખે છે, અંતરમાં તેને જ્ઞાનચક્ષુ ખૂલી ગયા છે.
જેમ કોઈની આંખમાં કણું પડયું હોય ને તેને કાંઈ દેખાય નહિ તેમ વ્યવહારના આશ્રયથી લાભ થાય–
એવી ઊંધી માન્યતારૂપી કણાને લીધે અજ્ઞાની જીવની દ્રષ્ટિ વિમોહિત થઈ ગઈ છે તેથી તે આત્માના ખરા
સ્વરૂપને દેખી શકતો નથી. એવા વ્યવહારથી વિમોહિત દ્રષ્ટિવાળા જીવને આત્મા અને કર્મની જુદાઈનો વિવેક
નથી, જીવનો સ્વભાવ શું અને વિકાર શું તેના ભેદની તેને ખબર નથી, કર્મ પ્રેરક થઈને મને વિકાર કરાવે છે
અને વિકાર જેટલો જ હું છું–એમ તે માને છે એટલે તેને એકાકાર જ્ઞાયક મૂર્તિ આત્મા ઢંકાઈ ગયો છે,–તેને તે
દેખતો નથી. તેને આચાર્યદેવ કહે છે કે અરે જીવ! તું તારી શુદ્ધનયરૂપી આંખને ઉઘાડ અને તારા આત્માને કર્મથી
ને વિકારથી ભિન્ન એકાકાર શુદ્ધજ્ઞાયકસ્વરૂપે દેખ. આવા આત્માને દેખવો તે જ સાચી દ્રષ્ટિ છે, ને એવી દ્રષ્ટિ જ
મુક્તિનું કારણ છે; આવી દ્રષ્ટિ પ્રગટ કર્યા વગર કદી ભવભ્રમણનો અંત આવતો નથી.
* અજ્ઞાની ભવને જ દેખે છે જ્ઞાની ભવરહિત સ્વભાવને દેખે છે *
ભલે ત્યાગી થઈને વ્રત–તપના શુભભાવ કરતો હોય પરંતુ જેના અંતરમાં ‘હજી મારે અનંત ભવ
કરવાના બાકી હશે...’ એવી સંદેહદ્રષ્ટિ વર્તે છે તે જીવ અનંતાનુબંધી કષાયમાં જ ઊભો છે, કેમકે અનંતભવ
હોવાનો જ્યાં સંદેહ વર્તે છે ત્યાં તેના કારણરૂપ અનંતાનુબંધી કષાય પડયો જ છે; તે જીવે આત્માના ભવરહિત
સ્વભાવને દેખ્યો જ નથી. આ તરફ અંતરમાં ચૈતન્યસ્વભાવના અનંતસામર્થ્યની અસ્તિને ચૂક્યો એટલે તેનાથી
વિરુદ્ધ એવા અનંતભવનું અસ્તિત્વ અજ્ઞાનીને ભાસ્યું; જ્ઞાનીની દ્રષ્ટિમાં તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનું
અસ્તિત્વ ભાસ્યું છે, ને તે સ્વભાવમાં ભવની નાસ્તિ છે તેથી તેને ભવની શંકા હોતી નથી. અજ્ઞાનીને ઊંધી
દ્રષ્ટિમાં ભવ જ દેખાય છે પણ જ્ઞાનસ્વભાવ નથી દેખાતો; જ્ઞાની ભૂતાર્થદ્રષ્ટિથી એકલા જ્ઞાનસ્વભાવને જ દેખે છે;
તેમાં ભવ છે જ નહીં.
* જીવ અને કર્મના ભેદનો અભ્યાસ *
અજ્ઞાની જીવ કર્મની અસરથી વિકાર થવાનું માને છે, તેને વિકાર અને વિકારના નિમિત્તરૂપ કર્મ સાથે
એકતાબુદ્ધિ છે પણ ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ નથી એટલે તે જીવ વ્યવહારથી વિમોહિતદ્રષ્ટિવાળો છે. સ્વ–પરની
એકત્વબુદ્ધિથી જીવ સંસારમાં રખડે છે અને સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને તે ભેદજ્ઞાનના અભ્યાસથી જીવ મુક્તિ
પામે છે. નિયમસારની ૮૨ મી ગાથામાં કહે છે કે–
‘આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને.’ –અર્થાત્ જીવ અને કર્મના ભેદનો અભ્યાસ થતાં
જીવ માધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે. વળી ગાથા ૧૦૬માં પણ કહે છે કે–
“જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્યે કરે,
તે સંયમી પચખાણ–ધારણમાં અવશ્ય સમર્થ છે.”

PDF/HTML Page 10 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૩૩ઃ
–એ રીતે જે સદા જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે, તે સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને
શક્તિમાન છે. જેને જીવ અને કર્મના ભેદનું જ્ઞાન નથી તેને કદી સમ્યક્ચારિત્ર હોતું નથી. અહીં જીવ અને કર્મના
ભેદનો અભ્યાસ કહ્યો એટલે શું?–કે કર્મથી ભિન્ન શુદ્ધ જ્ઞાનાનંદ આત્માને જાણીને તેમાં એકાગ્રતાનો અભ્યાસ
કરવો તેનું નામ જીવ અને કર્મના ભેદનો અભ્યાસ છે, ને તે મુક્તિનું કારણ છે.
“ કર્મના ઉદય પ્રમાણે વિકાર કરવો જ પડે, અગિયારમા ગુણસ્થાને ચડેલો જીવ કર્મના ઉદયને લીધે
પાછો નીચે આવે છે”–આવા પ્રકારની જેની માન્યતા છે તેને જીવ અને કર્મ વચ્ચેનું ભેદજ્ઞાન નથી. કર્મનાઉદયના
પ્રમાણમાં જ વિકાર થાય–એમ તો કોઈ જીવને બનતું નથી. જો ઉદય પ્રમાણે જ વિકાર થાય એમ હોય તો તો
કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરવાનું જીવના હાથમાં રહેતું નથી, બસ! જેવો ઉદય આવે તેમ પરિણમ્યા કરવું
એટલે તે માન્યતામાં નિગોદમાંથી નીકળવાનો અવકાશ પણ ન રહ્યો. ઉદયના પ્રમાણમાં વિકાર થાય એ માન્યતા
તો ઘણી ઊંધી છે.
વળી અગિયારમા ગુણસ્થાને તો મોહકર્મનો ઉદય છે જ નહિ, તો કર્મના ઉદયને લીધે અગિયારમે
ગુણસ્થાનેથી પડયો–એ વાત ક્યાં રહી? અગિયારમા ગુણસ્થાનેથી નીચે આવનાર પોતાની પર્યાયની તે પ્રકારની
નબળાઈના કારણે જ નીચે આવે છે, કર્મના ઉદયને કારણે નહિ. અરે, અનાદિથી નિગોદમાં રહેલો જીવ પણ તેના
પોતાના તેવા ઊંધા ભાવથી જ ત્યાં રહ્યો છે. શ્રી ગોમ્મટસારજીમાં પણ કહ્યું છે કે–
अत्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाण परिणामो।
भावकलंकसुपउरा णिगोदवासं ण मुंचंति।।१९७।।
જેઓ અનાદિથી ત્રસપણું પામ્યા નથી એવા અનંત જીવો નિગોદમાં છે, તેઓ પોતાના સુપ્રચુર
ભાવકલંકને લીધે જ નિગોદવાસને છોડતા નથી.
અરિહંત ભગવાન ચાર અઘાતિકર્મોના ઉદયને લીધે સંસારમાં રોકાયા છે–એમ ખરેખર માને તે પણ મૂઢ
છે. ખરેખર કર્મને લીધે તેઓ નથી રોકાયા, પણ તેમના આત્મામાં હજી તે પ્રકારના વિભાવની લાયકાત છે તેથી
જ તેમને સંસારઅવસ્થા છે. હજી તો કર્મને લીધે જીવને વિકાર થાય એવી જેની માન્યતા છે તેને કર્મ અને
આત્માના જુદાપણાનું જ્ઞાન નથી એટલે વિકાર સાથે તો તેને એકત્વબુદ્ધિ હોય જ. જ્યાં વિકારમાં એકત્વબુદ્ધિ
હોય ત્યાં શુદ્ધઆત્માની નિઃસંદેહ પ્રતીત હોય નહીં; અને શુદ્ધ આત્માની પ્રતીત વગર અનંત ભવનો સંદેહ
યથાર્થપણે ટળે જ નહિ.
* ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં આવતી નિઃસંદેહતા *
* જ્યાં અનંતભવનો સંદેહ છે ત્યાં ધર્મની અંશમાત્ર રુચિ નથી *
અહીં કોઈ ઊંધી દ્રષ્ટિવાળો જીવ એમ કુતર્ક કરે કે “અમારે ક્રમબદ્ધપર્યાયમાં અનંત ભવ થવાના હોય
તો?–અથવા અમારે ક્રમબદ્ધપર્યાયમાં મિથ્યાત્વ થવાનું હોય તો?” તો શ્રી આચાર્યદેવ તેને કહે છે કે અરે મૂઢ!
ક્રમબદ્ધપર્યાયને તું સમજ્યો જ નથી. ક્રમબદ્ધપર્યાયની યથાર્થ પ્રતીત કરનારને તો જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ,
તેનું પરિણમન જ્ઞાન તરફ વળી ગયું, તેને હવે અનંત ભવ હોય જ નહીં. આમ છતાં ‘મારી પર્યાયના ક્રમમાં
અનંતભવ હશે તો’–એમ જે સંદેહ કરે છે તે જીવ તીવ્ર મિથ્યાદ્રષ્ટિ છે; તેણે નથી તો આત્માને દેખ્યો, નથી સર્વજ્ઞને
માન્યા, કે નથી ક્રમબદ્ધપર્યાયને માની. અનંતભવની શંકાવાળા જીવને ધર્મની અંશમાત્ર રુચિ જ થઈ નથી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ તો ભવના નાશનું કારણ છે, આવા ધર્મનું સેવન કરે અને અનંત ભવની શંકા
રહે–એમ કદી બને જ નહિ, સરોવરના કિનારે જાય તોય ઠંડી હવા આવે છે ને ખાતરી થઈ જાય છે કે હવે પાણી
નજીકમાં જ છે, તેમ જેને આત્માના ધર્મની સમ્યક્ રુચિ થઈ તેને અંદરથી અપૂર્વ શાંતિના ભણકાર આવે છે અને
અલ્પકાળમાં મોક્ષ થવાની નિઃસંદેહ ખાતરી થઈ જાય છે. જેને આવી નિઃશંકતા નથી અને ભવનો સંદેહ છે તે જીવ
કર્મથી ભિન્ન આત્માને નથી દેખતો પણ કર્મને જ અને અશુદ્ધ આત્માને જ દેખે છે.
જેમ–‘કેવળીભગવાને મારા અનંત ભવ દીઠા હશે.....’ એવા સંદેહવાળો જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તેણે
ખરેખર કેવળી ભગવાનને જાણ્યા જ નથી; તેમ–‘ક્રમબદ્ધ પર્યાયમાં પોતાને મિથ્યાત્વ આવશે....’ એવી
શંકાવાળો જીવ પણ મિથ્યાદ્રષ્ટિ જ છે, તેણે ખરેખર ક્રમબદ્ધપર્યાયને જાણી જ નથી. જેમ કેવળજ્ઞાનનો યથાર્થ
નિર્ણય કરનારને પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીત થઈ જાય છે ને ભવની શંકા છૂટી જાય છે, તેમ ક્રમબદ્ધપર્યાય
જેણે ખરેખર જાણી હોય તેને

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૨૩૪ઃ આત્મધર્મઃ ૧૧૯
કર્મથી ભિન્નતાની દ્રષ્ટિ થઈને દ્રવ્યનો આશ્રય થઈ જાય છે ને મિથ્યાત્વનો જરૂર નાશ થઈ જાય છે. કર્મ સાથેના
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ઉપર દ્રષ્ટિ રાખીને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થઈ શકતો નથી, કેમકે ક્રમબદ્ધપર્યાયનો
પ્રવાહ તો દ્રવ્યમાંથી આવે છે માટે દ્રવ્યસન્મુખ દ્રષ્ટિથી જ તેનો નિર્ણય થાય છે; અને જેણે આવો નિર્ણય કર્યો
તેની વર્તમાનપર્યાય તો દ્રવ્ય તરફ ઝૂકી ગઈ છે તેથી તે પર્યાયમાં મિથ્યાત્વ રહ્યું જ નહિ તેમ જ મિથ્યાત્વના
ક્રમની શંકા પણ ત્યાં રહે જ નહીં. જેમ કેવળજ્ઞાનની પ્રતીત અને અનંતભવની શંકા–એ બંને કદી સાથે હોય
નહિ, તેમ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય અને મિથ્યાત્વનો ક્રમ–એ બંને પણ સાથે હોય જ નહીં. જેને
ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય થયો હોય તેને કર્મ અને આત્માની ભિન્નતાનો વિવેક થઈ જ ગયો હોય, અને
તેની દ્રષ્ટિ પર ઉપરથી ખસીને આત્મા તરફ વળી ગઈ હોય, તેને અનંતસંસાર હોવાનો સંદેહ હોય નહિ. ‘મારે
હજી અનંતસંસાર બાકી હશે તો?’–એમ જેને સંદેહ છે તેની દ્રષ્ટિ કર્મ ઉપર જ છે, તેને ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય
થયો જ નથી.
‘દ્વાદશાનુપ્રેક્ષા’ ની ૩૨૧–૨૨ ગાથામાં કાર્તિકેય સ્વામીએ મહાસિદ્ધાંત બતાવ્યો છે. સમ્યગ્દ્રષ્ટિને
વસ્તુસ્વરૂપનો કેવો નિશ્ચય હોય તે ત્યાં બતાવ્યું છે, તેમાં ઊંડું રહસ્ય છે. ચેતન કે જડ જે પદાર્થની જે સમયે જેવી
પર્યાય થવાનો સ્વભાવ છે તેવી જ પર્યાય થાય છે, તેને જાણવાનો આત્માનો સ્વભાવ છે, ક્રમબદ્ધપર્યાયો તો જ્ઞેય
છે, તેને જાણનારું જ્ઞાન છે, તે જ્ઞાનસ્વભાવના નિર્ણય વગર જ્ઞેયનો એટલે કે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરશે
કોણ? સર્વજ્ઞતાના નિર્ણયપૂર્વક જેણે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યો તેના અનંતભવ સર્વજ્ઞે જોયા જ નથી. ખરેખર
જેણે ક્રમબદ્ધપર્યાયનો અને સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે તેણે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો છે, તેને
વર્તમાનમાં જ પરીતસંસારીપણું થઈ ગયું છે, અને સર્વજ્ઞદેવે પણ એમ જ જોયું છે. જેને અનંતકાળ પછી
સંસારપરીત થવાનું કેવળી ભગવાને જોયું તેને વર્તમાનમાં પરીતસંસાર થઈ જાય એમ કદી ન બને,–પરંતુ
કેવળજ્ઞાનનો આવો નિર્ણય જેના જ્ઞાનમાં થયો તેના અનંતભવ કેવળી ભગવાને જોયા હોય–એમ પણ ન બને.
મારે અનંતભવ કરવા પડશે–એવા ભયવાળા જીવે ખરેખર સર્વજ્ઞને માન્યા જ નથી. સર્વજ્ઞને ઓળખે અને
અનંતભવનો ભય ન મટે –એમ બને જ નહીં. જુઓ તો ખરા, વસ્તુસ્થિતિનો મેળ! અંતરમાં ‘જ્ઞા...ન’ નો
નિર્ણય કરવો તે અપૂર્વ ચીજ છે, પણ બાહ્યદ્રષ્ટિવાળા જીવોને તેની કિંમત ભાસતી નથી.
* જડકર્મને જ આત્મા માનનારા મિથ્યાદ્રષ્ટિ જીવોનો અભિપ્રાય *
આત્મા ‘જ્ઞ’ સ્વભાવી છે, તેનો સ્વભાવ સર્વજ્ઞ થવાનો છે. સર્વજ્ઞ થવાનું સામર્થ્ય દરેક આત્મામાં ભર્યું
છે. સમયસારમાં કહે છે કે–
તે સર્વજ્ઞાની–દર્શી પણ નિજ કર્મરજ–આચ્છાદને,
સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦.
આત્માનો સ્વભાવ તો સર્વજ્ઞ અને સર્વદર્શી છે પણ અનાદિકાળથી પોતાના જ પુરુષાર્થના અપરાધને
લીધે તે પોતાના આવા સ્વભાવને જાણતો નથી અને અજ્ઞાનભાવે વર્તે છે. આત્મામાં કેવળજ્ઞાન થવાનો સ્વભાવ
છે પણ પર્યાયમાં તે પોતાના અપરાધથી ઢંકાયેલો છે, જડ કર્મે ઢાંક્યો એમ કહેવું તે તો નિમિત્તનું કથન છે.
ખરેખર જડકર્મે જ્ઞાનને ઢાંકયું નથી. ખરેખર જડકર્મને લીધે આત્માનું જ્ઞાન રોકાઈ ગયું એમ જે માને તેની દ્રષ્ટિ
અભવ્ય જેવી છે. એક તો–આત્મામાં સર્વજ્ઞતાની શક્તિ છે એમ નહિ માનનારા, અને બીજા–કર્મને લીધે
આત્માની જ્ઞાનશક્તિ રોકાયેલી છે એમ માનનારા,–તે બંને પ્રકારના જીવો મિથ્યાદ્રષ્ટિ છે, તેમની દ્રષ્ટિ અજ્ઞાનથી
વિમોહિત થઈ ગઈ છે, તેઓ ખરેખર કર્મને જ આત્મા માનનારા છે.
આત્મામાં જડકર્મ છે જ નહિ, આત્મા અને કર્મ વચ્ચે અત્યંત ભિન્નતા છે–આમ જો તેની દ્રષ્ટિ નથી, અને
નિગોદથી માંડીને ચૌદમા ગુણસ્થાન સુધીના બધા જીવોને કર્મને લીધે જ સંસાર છે–એમ જેઓ માને છે તેઓ
વ્યવહારમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે; તેઓ કર્મને જ આત્મા માનનારા છે, કર્મથી ભિન્ન આત્માને તેઓ જાણતા નથી.
જેમ ત્રિકાળી દ્રવ્ય અને ગુણ અહેતુક સત્ છે તેમ તેની સમય–સમયની પર્યાયો પણ અહેતુક સત્ છે;
તેમાં વિકારી પર્યાય વખતે કર્મ નિમિત્ત તરીકે હોય છે પણ વિકારમાં કર્મનો એક પણ દોકડો નથી. કર્મ વિકાર
કરાવે છે એ

PDF/HTML Page 12 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૩પઃ
મૂઢ જીવની માન્યતા છે. કોઈ એમ કહે છે કે કાર્યમાં પચાસ દોકડા ઉપાદાનના અને પચાસ દોકડા નિમિત્તના;
ત્યારે બીજો કોઈ વળી એમ કહે છે કે પુરુષાર્થના એકાવન દોકડા અને કર્મના ઓગણપચાસ દોકડા, એટલે
એણે પુરુષાર્થનો એક દોકડો વધારે રાખ્યો;–પણ એ બંનેની વાત ખોટી છે. હરામ છે–કોઈનો એકેય દોકડો
બીજામાં હોય તો! ઉપાદાનના સોએ દોકડા ઉપાદાનમાં છે અને નિમિત્તના સોએ દોકડા નિમિત્તમાં છે;
વિકારના સોએ દોકડા વિકારમાં છે ને કર્મના સોએ દોકડા કર્મમાં છે. આત્મા અને કર્મ બંને ભેગા થઈને
વિકારભાવ થયો–એમ નથી. આત્મામાં કર્મનું મિશ્રણ થઈ ગયું છે તેથી આત્માના આનંદનો સ્વાદ આવતો
નથી–એમ નથી, પરંતુ મિથ્યાદ્રષ્ટિ જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને તેના સ્વાદમાં અટકે છે ને
ભૂતાર્થસ્વભાવ તરફ વળીને શુદ્ધ આત્માનો અનુભવ કરતો નથી તેથી જ તેને પોતાના આનંદનો સ્વાદ
આવતો નથી.
વળી–સમ્યગ્દર્શન થયા પછી તરત ચારિત્ર કેમ નથી લઈ શકતા?–કે ચારિત્રમોહકર્મના ઉદયનું જોર છે
તેથી;–આમ નિમિત્તથી કહેવાય, પણ ખરેખર વસ્તુનું સ્વરૂપ એવું નથી. ઉપચારથી કથન કરવામાં આવે તે જુદી
વાત છે ને મૂળ સિદ્ધાંત જુદો છે. કોઈ તો એમ કહે છે કે આત્મા તો કર્મનું ખિલૌનું (રમકડું) છે, જેમ કર્મ રમાડે
તેમ આત્માને રમવું પડે!–પરંતુ એ તદ્ન ખોટી વાત છે, આવી ઊંધી માન્યતાવાળા અજ્ઞાની જીવો કર્મને જ
આત્મા માને છે, કર્મથી ભિન્ન સ્વભાવની તેમને શ્રદ્ધા જ નથી, અને ભૂતાર્થસ્વભાવની શ્રદ્ધા વગર સમ્યગ્દર્શન
હોય નહિ.
હું એક અખંડ જ્ઞાયકભાવ છું, નિમિત્તો સાથે મારે કોઈ સંબંધ નથી–આવી ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિ
અજ્ઞાની જીવ કરતો નથી, અને આત્માને અશુદ્ધ જ અનુભવે છે; પરંતુ ભૂતાર્થસ્વભાવના અનુભવ વગર
કદી પણ કલ્યાણ થતું નથી. હજી તો કર્મ મને અશુદ્ધતા કરાવે છે–એમ જે માને તેને તો કર્મ અને આત્માનું
ભેદજ્ઞાન પણ નથી તો વિકારથી ભેદજ્ઞાન કરીને ભૂતાર્થસ્વભાવ તરફ તો તે ક્યાંથી વળે? ક્રોધભાવ પોતે
કરે અને પછી કહે કે ‘ક્રોધના ઉદયથી ક્રોધ થઈ ગયો, તેમાં મારો વાંક નથી, કેમ કે ક્રોધના ઉદયથી જીવને
ક્રોધ થાય–એમ ગોમ્મટસારમાં પણ કહ્યું છે.’–તો જ્ઞાની તેને કહે છે કે અરે મૂઢ! શું ગોમ્મટસાર વાંચીને તેં
આવો સાર કાઢયો? ગોમ્મટસારમાં શું કહ્યું છે એ વાતને તું સમજ્યો જ નથી. ત્યાં તો તારા ક્રોધપરિણામ
વખતે સામે કેવું નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા નિમિત્તથી કથન કર્યું છે. જેને અંર્તસ્વભાવની સાચી
દ્રષ્ટિ નથી તેના બધાં પડખાં ભૂલવાળાં હોય છે, અને જેને યથાર્થ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તેના બધા
પડખાં યથાર્થ હોય છે. દ્રષ્ટિનું જોર ક્યાં જાય છે–તે જ મૂળ વસ્તુ છે. જેને આત્માના જ્ઞાયક સ્વભાવ ઉપર
દ્રષ્ટિ નથી અને નિમિત્ત ઉપર દ્રષ્ટિ છે તે પોતાના આત્માને રાગી–દ્વેષી–અજ્ઞાની જ અનુભવે છે, હું રાગી–
હું દ્વેષી–હું કર્મથી બંધાયેલો ઇત્યાદિ અનેકપ્રકારે અશુદ્ધરૂપે જ તે પોતાને માને છે, પણ શુદ્ધનયના પુરુષાર્થ
વડે આત્મા અને કર્મનો વિવેક કરીને પોતાના એકાકાર શુદ્ધ જ્ઞાયક સ્વભાવને તે દેખતો નથી એટલે તેને
સાચી તત્ત્વશ્રદ્ધા થતી નથી. જેણે ભૂતાર્થ દ્રષ્ટિ પ્રગટ કરીને પોતાના આત્માને કર્મથી ભિન્ન શુદ્ધ જ્ઞાનસ્વરૂપે
જાણ્યો તે બધા આત્માને પણ નિશ્ચયથી તેવા જ જાણે છે. અને જે જીવ પોતાના આત્માને અશુદ્ધ અને
કર્મવાળો જ દેખે છે તે પોતાની ઊંધી દ્રષ્ટિથી બીજા જીવોને પણ તેવા જ માને છે; તે વિપરીત માન્યતાવાળો
મિથ્યાદ્રષ્ટિ છે.
* અપૂર્વ સમ્યગ્દર્શન થવાની રીત અને સમ્યગ્દ્રષ્ટિના ભણકાર *
અનાદિનું મિથ્યાદ્રષ્ટિપણું ટળીને અપૂર્વ સમ્યગ્દર્શન કેમ થાય તે અહીં આચાર્યદેવે બતાવ્યું છે.
વર્તમાન એક સમયમાં આત્માનો ત્રિકાળ શુદ્ધસ્વભાવ અને પર્યાયમાં વિકાર–એમ બંને પ્રકાર એક સાથે છે.
તેમાં ત્રિકાળી શુદ્ધસ્વભાવને ભૂલીને વિકાર તે જ હું–એવી બુદ્ધિ તે મિથ્યાત્વ છે. અને તે વિકારબુદ્ધિ છોડીને,
ત્રિકાળ શુદ્ધસ્વભાવ તે હું–એમ અંતર્મુખ થઈને શુદ્ધનયથી આત્માના ભૂતાર્થસ્વભાવનો અનુભવ કરવો તે
અપૂર્વ સમ્યગ્દર્શન થવાની રીત છે. જે જીવ આવું અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તેનું પરિણમન ફરી જાય
છે, તેને અનંત ભવની શંકા ટળી જાય છે ને આત્મામાંથી સિદ્ધદશાના ભણકાર આવી જાય છે.
***

PDF/HTML Page 13 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૩૬ઃ
[‘उपादानविधि निरवचन है निमित्त उपदेश’]
સમય સમયનું ઉપાદાન સ્વાધીન–સ્વયં સિદ્ધ છે.
અહો! આવી સ્વતંત્રતાની વાત લોકોને અનંતકાળથી બેઠી
નથી, ને પરાધીનતા માનીને રખડી રહ્યા છે. ઉપાદાનની
સ્વાધીનતાનો જેને નિર્ણય નથી તેને સમ્યગ્દર્શન પામવાની
યોગ્યતા નથી.
*
ઉપદેશમાં તો અનેક પ્રકારથી કથન આવે, ત્યાં નિમિત્તના અને વ્યવહારના કથનને જ અજ્ઞાની વળગી
રહે છે, પણ તે કથનનો પરમાર્થ આશય શું છે તેને તે સમજતો નથી.–શું થાય!! પોતે અંદરમાં પાત્ર થઈને
વસ્તુસ્થિતિ સમજે તો સમજાય, એની પાત્રતા વિના જ્ઞાની શું કરે? એની પાત્રતા થયા વિના સાક્ષાત્ તીર્થંકર
ભગવાન પણ તેને સમજાવી શકે નહિ. ઉપાદાનની લાયકાત વિના બીજો શું કરે? ઉપાદાનમાં લાયકાત હોય તો
બીજામાં નિમિત્ત તરીકેનો ઉપચાર આવે.
અહો! જ્યાં જુઓ ત્યાં ઉપાદાનની વિધિનો એક જ પ્રકાર છે. અમુક વખતે અમુક પ્રકારની પર્યાય કેમ
થઈ?–કે એવી જ તે ઉપાદાનની યોગ્યતા. સમ્યગ્દર્શન કેમ થયું?–કે પર્યાયની લાયકાતથી; રાગ કેમ થયો?–કે
પર્યાયની તેવી લાયકાતથી; આ રીતે ઉપાદાન નિરવચન છે એટલે કે તેમાં એક જ પ્રકાર છે, એક જ ઉત્તર છે,
‘આમ કેમ?’ કે ‘એવી જ તે ઉપાદાનની યોગ્યતા.’
એ ખાસ ધ્યાન રાખવું કે ‘ઉપાદાનની યોગ્યતા’ એમ જે વારંવાર કહેવામાં આવે છે તે ત્રિકાળી
શક્તિરૂપ નથી પણ એક સમયની પર્યાયરૂપ છે, એકેક સમયની પર્યાયમાં પોતાની સ્વતંત્ર તાકાત છે તેને
ઉપાદાનની યોગ્યતા કહેવામાં આવે છે. સમય સમયની પર્યાયના સ્વતંત્ર ઉપાદાનની લોકોને ખબર નથી એટલે
નિમિત્ત આવે તો પર્યાય થાય–એમ ભ્રમથી માને છે, તેમાં એકલી સંયોગી–પરાધીનદ્રષ્ટિ છે. અહો! એકેક
સમયની પર્યાયનું સ્વતંત્ર ઉપાદાન!–તેનો નિર્ણય કરવામાં તો વીતરાગીદ્રષ્ટિ થઈ જાય છે. વસ્તુસ્વરૂપ જ આ છે,
પણ અત્યારે તો લોકોને આ વાત કઠણ થઈ પડી છે.
ઉપાદાનની યોગ્યતા કહો, પર્યાયની તાકાત કહો, અવસ્થાની લાયકાત કહો, પર્યાયધર્મ કહો, સ્વકાળ
કહો, કાળલબ્ધિ કહો, પોતાનો ઉત્પાદ કહો, પોતાનો અંશ કહો, ક્રમબદ્ધ પર્યાય કહો, નિયત કહો કે તે પ્રકારનો
પુરુષાર્થ કહો–એ બધું એક જ છે, તેમાંથી એક પણ બોલનો જો યથાર્થ નિર્ણય કરે તો તેમાં બધું આવી જાય છે;
નિમિત્તને લીધે કાંઈ ફેરફાર કે વિલક્ષણતા થાય–એ વાત તો કયાંય રહેતી નથી.
ઉપદેશમાં તો અનેક પ્રકારે નિમિત્તથી કથન આવે, પરંતુ ત્યાં સર્વત્ર ઉપાદાનની સ્વતંત્રતાને દ્રષ્ટિમાં
રાખીને તે કથનનો આશય સમજવો જોઈએ. મૂળ દ્રષ્ટિ જ જ્યાં ઊંધી હોય ત્યાં શાસ્ત્રના અર્થ પણ ઊંધા જ
ભાસે. કેટલાક લોકો મોટા ત્યાગી કે વિદ્વાન ગણાતા હોય છતાં

PDF/HTML Page 14 of 21
single page version

background image
ઃ ૨૩૭ઃ આત્મધર્મઃ ૧૧૯
ઉપાદાન–નિમિત્ત સંબંધી તેમને પણ વિપરીતદ્રષ્ટિ હોય છે, તેમની સાથે આ વાતનો મેળ ખાય તેમ નથી. યથાર્થ
તત્ત્વની દ્રષ્ટિ વિના લોકોએ એમ ને એમ ત્યાગના ગાડાં હાંકી દીધા છે, અરે! તત્ત્વનિર્ણયની દરકાર પણ કરતા
નથી. પરંતુ તત્ત્વના નિર્ણય વગર કોઈ રીતે જન્મ–મરણનો અંત આવે તેમ નથી. તત્ત્વના નિર્ણય વગર સાચો
ત્યાગ તો હોય નહિ એટલે તે ત્યાગ પણ બોજારૂપ લાગે.
ઉપાદાનની વિધિ નિરવચન કહી તેનો અર્થ એમ છે કે તેમાં એક જ પ્રકાર છે; જેટલા પ્રશ્ન પૂછો તે
બધામાં એક જ ઉત્તર છે કે જ્યાં જ્યાં કાર્ય થાય છે ત્યાં ત્યાં ઉપાદાનની લાયકાતથી જ થાય છે.
* જ્ઞાનાવરણકર્મને લીધે જ્ઞાન અટકયું?–કે ના; પોતાની લાયકાતને લીધે જ જ્ઞાન અટકયું છે.
* ગુરુને લીધે જ્ઞાન થયું?–ના; પોતાની લાયકાતથી જ જ્ઞાન થયું છે.
* કુંભારે ઘડો કર્યો?–ના; માટીની લાયકાતથી જ ઘડો થયો છે.
* અગ્નિથી પાણી ઊનું થયું?–ના; પાણી પોતાની લાયકાતથી જ ઊનું થયું છે.
* લોટમાંથી રોટલી સ્ત્રીએ કરી?–ના; લોટની લાયકાતથી જ રોટલી થઈ છે.
* કર્મના ઉદયને લીધે જીવને વિકાર થયો? ના; જીવની પર્યાયમાં તેવી લાયકાતને લીધે વિકાર થયો છે.
–આ પ્રમાણે સર્વત્ર એક જ જવાબ છે કે ઉપાદાનની તેવી લાયકાતથી જ કાર્ય થાય છે. નિમિત્તો
જુદા જુદા અનેક પ્રકારના ભલે હો પણ તે નિમિત્તે ઉપાદાનમાં કાંઈ કર્યું નથી, તેમ જ નિમિત્ત અને
ઉપાદાન ભેગાં થઈને કોઈ એક ત્રીજી અવસ્થા થાય છે–એમ નથી. ઉપાદાનની અવસ્થા જુદી ને નિમિત્તની
અવસ્થા જુદી. નિમિત્તને કારણે ઉપાદાનમાં કાંઈ પ્રભાવ પડતો નથી, ઉપાદાનમાં તેનો અભાવ છે. સમય
સમયનું ઉપાદાન સ્વાધીન–સ્વયંસિદ્ધ છે. અહો! આવી સ્વતંત્રતાની વાત લોકોને અનંતકાળથી બેઠી નથી,
ને પરાધીનતા માનીને રખડી રહ્યા છે. ઉપાદાનની સ્વાધીનતાનો જેને નિર્ણય નથી તેને સમ્યગ્દર્શન
પામવાની યોગ્યતા નથી.
અહીં તો કહે છે કે જેમ ઉપાદાનમાં નિમિત્તનો અભાવ છે તેમ આત્માના જ્ઞાનાનંદસ્વભાવની
અભેદદ્રષ્ટિમાં સઘળોય વ્યવહાર અભૂતાર્થ છે; શુદ્ધદ્રષ્ટિનો વિષય એકાકાર શુદ્ધ આત્મા છે, તેમાં ભેદ કે
રાગ નથી. જેમ ઉપાદાનમાં ‘પર્યાયની લાયકાત’ એવો એક પ્રકાર છે તેમ સમ્યગ્દર્શનમાં ‘આત્માના
અભેદ સ્વભાવનો આશ્રય’ એવો એક જ પ્રકાર છે. દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પર નિમિત્તના આશ્રયથી
સમ્યગ્દર્શન થાય –એ વાત તો દૂર રહી, પરંતુ પોતાના આત્માના ગુણ–ગુણીના ભેદ પાડીને લક્ષમાં લેતાં
પણ સમ્યગ્દર્શન થતું નથી, ભેદના આશ્રયે અભેદ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થતો નથી, જો ભેદના
આશ્રયે લાભ માને તો મિથ્યાત્વ થાય છે. ‘હું જ્ઞાન છું–હું દર્શન છું, હું ચારિત્ર છું અથવા હું અનંત ગુણનો
પિંડ અખંડ આત્મા છું’–એ પ્રમાણે શુભવિકલ્પ કરીને તે વિકલ્પરૂપ વ્યવહારને જ જે અનુભવે છે પણ
વિકલ્પ તોડીને અભેદ આત્માને નથી અનુભવતો તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. સમકિતીને તેવો વિકલ્પ આવે
પણ તેની દ્રષ્ટિ પોતાના ભૂતાર્થસ્વભાવ ઉપર છે, વિકલ્પ અને સ્વભાવ વચ્ચે તેને ભેદ પડી ગયો છે,
ભૂતાર્થસ્વભાવની નિર્વિકલ્પ દ્રષ્ટિ (–નિર્વિકલ્પ પ્રતીતિ) તેને સદાય વર્તે છે. જુઓ, આ ધર્માત્માની
અંર્તદ્રષ્ટિ! આવી દ્રષ્ટિ પ્રગટયા વિના ધર્મની શરૂઆત થાય નહીં.
(–માનસ્તંભ પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રવચનમાંથી.)
*

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૨૩૮ઃ આત્મધર્મઃ ૧૧૯
–સમકિતીની અંર્તદ્રષ્ટિ–
અનાદિકાળથી સંસારમાં રખડતાં જીવે બધું કર્યું છે; અનંતવાર મોટો દેવ
અને રાજા થયો તેમ જ નારકી અને ઢોર પણ અનંતવાર થયો,–પરંતુ પોતાના
આત્માનું શુદ્ધસ્વરૂપ શું છે તે વાત કદી સમજ્યો નથી. સંસારમાં અજ્ઞાનીઓને
બધું સુલભ છે,–એકમાત્ર આત્મસ્વભાવની સમજ પરમ દુર્લભ છે. તેથી શ્રી
આચાર્યદેવ કરુણા કરીને તે શુદ્ધઆત્માનું એકત્વસ્વરૂપ દર્શાવતા કહે છે કે –
અહો! જીવોએ કદી નહિ જોયેલું એવું આત્માનું પરથી ભિન્ન શુદ્ધ એકત્વ
જ્ઞાયકસ્વરૂપ હું મારા આત્મવૈભવથી દેખાડું છું. જીવોને અનંતકાળથી જે
સમજવાનું બાકી રહી ગયું છે તે હું સમજાવું છું,–તો હે જીવો! તમે તેને પ્રમાણ
કરજો. આ દેહદેવળમાં રહેલો પરંતુ દેહથી જુદો ભગવાન આત્મા જ્ઞાયકમૂર્તિ છે,
ક્ષણિક રાગદ્વેષ તો અભૂતાર્થ છે–નાશવંત છે, તે સ્વભાવની સાથે એકમેક થઈ
ગયેલાં નથી, માટે તે રાગદ્વેષથી રહિત એવા એકાકાર જ્ઞાયકસ્વભાવની પ્રતીત
કરો, શુદ્ધદ્રષ્ટિથી જોતાં એક જ્ઞાયકભાવરૂપ આત્મા છે, તે જ ભૂતાર્થસ્વભાવ છે,
ને તે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી જ આત્માનું સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દ્રષ્ટિના અનુભવમાં ભૂતાર્થ એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે,
ભેદની કે રાગની પ્રધાનતા તેની દ્રષ્ટિમાં કદી થતી નથી. સાધકદશામાં રાગ અને
ગુણસ્થાનભેદ આવે છે તેને જાણે છે ખરા પણ દ્રષ્ટિમાંથી અભેદ આત્મસ્વભાવનું
અવલંબન કદી છૂટતું નથી, તેના પરિણમનમાં સ્વભાવ અને પરભાવ વચ્ચેનું
ભેદજ્ઞાન સદાય વર્ત્યા જ કરે છે; રાગ થાય છે તેને જાણે ત્યાં ‘આ રાગ હું છું’
એવી આત્મબુદ્ધિ થતી નથી પણ ‘અખંડ ચૈતન્યસ્વભાવ તે હું છું’ એવી
અખંડદ્રષ્ટિ રહે છે.–આનું નામ ભૂતાર્થનો આશ્રય અથવા શુદ્ધનયનું અવલંબન
છે. લડાઈ કે વિષયભોગ વગેરેના પાપપરિણામ વખતે પણ અંતરની નિર્વિકલ્પ
દ્રષ્ટિમાંથી અભેદ ચૈતન્યસ્વરૂપનો આશ્રય ધર્મીને કદી છૂટતો નથી, તેની પ્રતીત
ખસતી નથી, ઉપયોગમાં ભલે સદા નિર્વિકલ્પતા ન રહે, ને રાગ તરફ કે પર
તરફ ઉપયોગ હોય, પરંતુ સાધક જીવને દ્રષ્ટિમાં તો કદી પણ અભેદસ્વભાવનું
અવલંબન છૂટીને ભેદની પ્રધાનતા થતી નથી. ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ તે જ
સમ્યગ્દર્શન છે, જો તે દ્રષ્ટિ છૂટે તો સમ્યગ્દર્શન રહેતું નથી; આ રીતે
ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દ્રષ્ટિપણું છે.
–શ્રી માનસ્તંભ પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રવચનમાંથી.
*

PDF/HTML Page 16 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૩૯ઃ
સમકીતનો પુરુષાર્થ
જુઓ, આ સમકીતનો પુરુષાર્થ! આવો પુરુષાર્થ પૂર્વે કદી જીવે કર્યો નથી.
કોઈ કહે કે અમે પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ પણ સમકીત થતું નથી.–તો જ્ઞાની
કહે છે કે અરે ભાઈ! તારી વાત જૂઠી છે; યથાર્થ કારણ આપે અને કાર્ય ન આવે
એમ બને નહિ. જો કાર્ય નથી પ્રગટતું તો સમજ કે તારા પ્રયત્નમાં ભૂલ છે.
સમ્યગ્દર્શન થવાની જે રીતે છે તે રીતે અંતરમાં યથાર્થ પ્રયત્ન કરે અને સમ્યગ્દર્શન
ન થાય–એમ બને જ નહિ. ખરેખર અપૂર્વ સમ્યગ્દર્શનનો સાચો ઉપાય શું છે તે
જીવે જાણ્યું જ નથી, ને બીજા વિપરીત ઉપાયને સાચો ઉપાય માની લીધો છે. જ્યાં
ઉપાય જ ખોટો હોય ત્યાં સાચું કાર્ય ક્યાંથી પ્રગટે? માટે અહીં સમયસારની
અગિયારમી ગાથામાં આચાર્યદેવે સમ્યગ્દર્શનનો સાચો અને અફર ઉપાય બતાવ્યો
છે. જો આ ઉપાય સમજે અને આ રીતે શુદ્ધનયનું અવલંબન લઈને અંતરના
જ્ઞાનાનંદસ્વભાવને પકડે તો સમ્યગ્દર્શનનો અપૂર્વ અનુભવ અને ભેદજ્ઞાન જરૂર
થઈ જાય.
પ્રશ્નઃ–અહીં શુદ્ધનયનું, અવલંબન લેવાનું કહ્યું પરંતુ શુદ્ધનય તો જ્ઞાનનો
અંશ છે–પર્યાય છે, શું તે અંશના અવલંબને સમ્યગ્દર્શન થાય?
ઉત્તરઃ–ખરેખર શુદ્ધનયનું અવલંબન ક્યારે થયું કહેવાય?.....એકલા અંશને
પકડીને તેના જ અવલંબનમાં જે અટકયો છે તેને તો શુદ્ધનય છે જ નહિ; જ્ઞાનના
અંશને અંતરમાં વાળીને જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરી છે તેને જ
શુદ્ધનય હોય છે, અને આવી અભેદદ્રષ્ટિ કરી ત્યારે શુદ્ધનયનું અવલંબન લીધું એમ
કહેવાય છે. એટલે ‘શુદ્ધનયનું અવલંબન’ એમ કહેતાં તેમાં પણ દ્રવ્ય–પર્યાયની
અભેદતાની વાત છે; પરિણતિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થઈને જે અનુભવ
થયો તેનું નામ શુદ્ધનયનું અવલંબન છે, તેમાં દ્રવ્ય–પર્યાયના ભેદનું અવલંબન
નથી. જો કે શુદ્ધનય તે જ્ઞાનનો અંશ છે–પર્યાય છે, પરંતુ તે શુદ્ધનય અંતરના
ભૂતાર્થ સ્વભાવમાં અભેદ થઈ ગયો છે એટલે ત્યાં નય અને નયનો વિષય જુદા ન
રહ્યા. જ્યારે જ્ઞાનપર્યાય અંતરમાં વળીને શુદ્ધદ્રવ્ય સાથે અભેદ થઈ ત્યારે જ
શુદ્ધનય થયો. આ શુદ્ધનય નિર્વિકલ્પ છે. આવો શુદ્ધનય કતકફળના સ્થાને છે; જેમ
મેલા પાણીમાં કતકફળ ઔષધિ નાખતાં પાણી નિર્મળ થઈ જાય છે તેમ કર્મથી
ભિન્ન શુદ્ધ આત્માનો અનુભવ શુદ્ધનયથી થાય છે; શુદ્ધનયથી ભૂતાર્થ સ્વભાવનો
અનુભવ કરતાં આત્મા અને કર્મનું ભેદજ્ઞાન થઈ જાય છે જુઓ આ સાચી
ઔષધિ! અનાદિથી જીવને મિથ્યાત્વરૂપી રોગ લાગુ પડયો છે, તે આ શુદ્ધનયરૂપી
ઔષધિથી જ મટે છે. સ્વસન્મુખ પુરુષાર્થ વડે શુદ્ધનયનું અવલંબન લઈને શુદ્ધ
આત્માનો અનુભવ કરતાં જ તત્કાળ ભેદજ્ઞાન થઈ જાય છે અને અનાદિનો ભ્રમણા
રોગ મટી જાય છે.
આ વાત અપૂર્વ સમજવા જેવી છે, આ સમજીને અંતરમાં તેનો યથાર્થ
નિર્ણય કરવો તે સમ્યગ્દર્શનનું કારણ છે. ખરું તો આ જ કરવા જેવું છે, આ સિવાય
બીજું તો બધું થોથાં છે, તેમાં ક્યાંય આત્માનું હિત નથી.
–શ્રી માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રવચનમાંથી

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૨૪૦ઃ આત્મધર્મઃ ૧૧૯
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૧૭)
અગુરુલઘુત્વ શક્તિ
વે, આત્માની અનંતશક્તિઓમાં ‘અગુરુલઘુત્વ’ નામની શક્તિ છે તેનું વર્ણન કરે છે. ષટ્સ્થાનપતિત
વૃદ્ધિહાનિરૂપે પરિણમેલો અને સ્વરૂપપ્રતિષ્ઠિત્વના કારણરૂપ એવો જે વિશિષ્ટ ગુણ તે–સ્વરૂપ અગુરુલઘુત્વ શક્તિ
છે. આત્માની પર્યાયમાં છ પ્રકારની વૃદ્ધિ–હાનિ થવા છતાં તે પોતાના સ્વરૂપમાં એવો ને એવો ટકી રહે છે–એવો
તેનો અગુરુલઘુસ્વભાવ છે. આ સૂક્ષ્મસ્વભાવ કેવળીગમ્ય છે.
૧. અનંતગુણવૃદ્ધિ૧. અનંતભાગહાનિ
૨. અસંખ્યગુણવૃદ્ધિ૨. અસંખ્યભાગહાનિ
૩. સંખ્યાતગુણવૃદ્ધિ૩. સંખ્યાતભાગહાનિ
૪. સંખ્યાતભાગવૃદ્ધિ૪. સંખ્યાતગુણહાનિ
પ. અસંખ્યભાગવૃદ્ધિપ. અસંખ્યાતગુણહાનિ
૬. અનંતભાગવૃદ્ધિ૬. અનંતગુણહાનિ
–ઉપર પ્રમાણે છ પ્રકારે વૃદ્ધિ તથા છ પ્રકારે હાનિ થાય છે, તે રૂપે અગુરુલઘુગુણનું કોઈ સૂક્ષ્મ પરિણમન
થાય છે તે કેવળીગમ્ય છે.
વળી આ અગુરુલઘુત્વ શક્તિને લીધે દ્રવ્ય પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત રહે છે, વસ્તુ પોતાના
સ્વરૂપમાં જ ટકી રહે છે. અનંત ગુણનો ભંડાર આત્મા કદી પણ પોતાના સ્વરૂપને છોડીને પરરૂપે થતો નથી,
તેના અનંત ગુણો વિખાઈને છિન્નભિન્ન થઈ જતા નથી. આ અગુરુલઘુસ્વભાવ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં
વ્યાપેલો છે એટલે દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડીને અન્યથા થઈ જતું નથી. દ્રવ્યનો કોઈ પણ ગુણ પોતાના
સ્વરૂપને છોડીને અન્યગુણરૂપ થઈ જતો નથી, તેમ જ દ્રવ્યની કોઈ પર્યાય બીજી પર્યાયરૂપે થઈ જતી નથી, સૌ
પોતપોતાના સ્વરૂપમાં ટકી રહે છે. દ્રવ્ય અનાદિઅનંત પોતાના સ્વરૂપમાં ટકી રહ્યું છે તેનાથી જ તેની શોભા છે.
પોતાના દ્રવ્યની ત્રિકાળી શોભાને ભૂલીને, પરથી પોતાની શોભા માનીને જીવ સંસારમાં રખડી રહ્યો છે. તેને
અહીં આચાર્યદેવ સ્વભાવની શોભા બતાવે છેઃ અરે જીવ! રૂપાળું શરીર વગેરે જડમાં તો તારી શોભા નથી, અને
જીવ સંસારમાં રખડયો–એવી બંધનની વાત કરવી તેમાં પણ તારી શોભા નથી, તારો આત્મા પોતાના
એકત્વશુદ્ધસ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તેમાં જ તારી ત્રિકાળી શોભા છે, અને તેની ઓળખાણથી પર્યાયમાં શોભા
પ્રગટે છે. પર્યાય તો નવી પ્રગટે છે, અહીં દ્રવ્યની વાત છે. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠાથી આત્મા ત્રિકાળ શોભી
રહ્યો છે–એવો તેનો અગુરુલઘુત્વ સ્વભાવ છે. લોકો બહારની પ્રતિષ્ઠા અને શોભાથી મોટાઈ માને છે, અહીં
આચાર્યભગવાન આત્માની સ્વરૂપ–પ્રતિષ્ઠા બતાવીને તેનો મહિમા સમજાવે છે; આ સમજતાં પર્યાય પણ દ્રવ્ય
તરફ વળીને નિર્મળપણે શોભી ઊઠે છે. આ સિવાય પૈસાથી, શરીરથી, વસ્ત્રથી કે દાગીનાથી, અરે! પુણ્યથી પણ
આત્માની શોભા માનવી તે ખરી શોભા નથી પણ કલંક છે. સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા પોતે સ્વયં
શોભાયમાન છે, કોઈ બીજા વડે તેની શોભા નથી. આત્મા પરમાત્મા થાય એના જેવી કઈ શોભા! અને જેમાંથી
અનંત કાળ પરમાત્મદશા પ્રગટયા કરે–એ દ્રવ્યસામર્થ્યની શોભાની તો શી વાત!! મોટી શોભા ત્રિકાળ દ્રવ્યમાં
છે તેના જ આધારે પર્યાયમાં શોભા

PDF/HTML Page 18 of 21
single page version

background image
ભાદ્રપદઃ ૨૪૭૯ઃ ૨૪૧ઃ
પ્રગટી જાય છે. સિદ્ધદશા તે પર્યાયની શોભા છે, તે એક સમય પુરતી છે ને દ્રવ્યની શોભા ત્રિકાળ છે. એક
સમયની પર્યાયમાં શોભા ક્યારે પ્રગટે?....કે ત્રિકાળ શોભતા દ્રવ્યની સામે દ્રષ્ટિ કરે ત્યારે! જે આમ સમજે તેનું
વલણ દ્રવ્યસ્વભાવ તરફ વળી જાય, તે પરથી પોતાની શોભા માને નહિ એટલે તેની દ્રષ્ટિમાં પર પ્રત્યે
વીતરાગભાવ થઈ જાય–આ રીતે આમાં ધર્મ આવે છે.
આત્માનું જ્ઞાનપરિણમન ઘટતાં ઘટતાં તે જ્ઞાનનો સર્વથા અભાવ થઈને આત્મા જડ થઈ જાય–એમ કદી
ન બને, અને જ્ઞાનપરિણમન વધીને કેવળજ્ઞાન થયા પછી પણ જ્ઞાન વધ્યા જ કરે–એમ પણ ન બને. વળી
આત્મામાં જે અનંતા ગુણો છે તેમાંથી એક પણ ગુણ કદી ઘટતો કે વધતો નથી. પર્યાયમાં વધ–ઘટ હોવા છતાં
ત્રિકાળી દ્રવ્યગુણ વધતા–ઘટતા નથી. હીણી અવસ્થા વખતે આત્માના કોઈ ગુણો ઘટી ગયા એમ નથી, તેમ જ
પૂરી અવસ્થા પ્રગટતાં આત્માના ગુણો વધી ગયા–એમ પણ નથી. એકરૂપ સ્વરૂપમાં પ્રતિષ્ઠાથી ભગવાન
આત્મા ત્રિકાળી મહિમાવંતપણે શોભી રહ્યો છે. આવા શોભતા દ્રવ્યની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં વીતરાગી શોભા
પ્રગટી જાય છે; પણ તે પર્યાય ઉપર દ્રષ્ટિ નથી કેમકે તે પર્યાય પોતે અંતરમાં વળીને ત્રિકાળી દ્રવ્યની શોભામાં
સમાઈ ગઈ છે.
આત્માની અગુરુલઘુશક્તિ વસ્તુને ત્રિકાળ સ્વરૂપમાં ટકવાનું કારણ છે. પૂર્વે નિગોદ અવસ્થા હતી તે
વખતે, સાધક અવસ્થા વખતે કે સિદ્ધદશા વખતે, સદાય આત્મા પોતાના સ્વરૂપમાં જ રહેલો છે. આત્માના
અનંતા ગુણો છે તે બધાય અગુરુલઘુસ્વભાવવાળા છે; પર્યાયમાં હાનિ–વૃદ્ધિ ભલે હો પણ અનંતા ગુણો પોતાના
સ્વરૂપમાં ત્રણેકાળ એવા ને એવા સ્થાયી છે.–આવી સ્વરૂપ–પ્રતિષ્ઠા અનાદિ–અનંત છે. જેમ જિનબિંબ–પ્રતિષ્ઠા
નવી પણ થાય છે ને અનાદિના જિનબિંબ પણ જગતમાં છે, તેમ ભગવાન આત્મા ચૈતન્ય–જિનબિંબ અનાદિથી
પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છે અને તેના અવલંબને પર્યાયમાં નવી પ્રતિષ્ઠા (એટલે કે નિર્મળતારૂપી શોભા)
પ્રગટે છે. આ રીતે સદાય સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ આત્માનો અગુરુલઘુસ્વભાવ છે. આ અગુરુલઘુસ્વભાવ આખા
દ્રવ્યમાં, તેના અનંત ગુણોમાં ને સમસ્ત પર્યાયોમાં રહેલો છે. એકેક પર્યાય પણ પોતપોતાના સ્વભાવથી
અગુરુલઘુ છે.
ત્રિકાળ એવો ને એવો ધ્રુવ, સ્વરૂપની પ્રતિષ્ઠાનું કારણ, બધા ગુણોને સમતોલ રાખવાનું કારણ, બધા
ગુણપર્યાયોના આધારભૂત એવો એક સ્વભાવ અનાદિઅનંત છે, તે બધા ગુણ–પર્યાયમાં અભેદ છે, તેની
શોભાનો અપાર મહિમા છે. અહો! આવા મહિમાથી જેને સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન થયું તે જીવ એકલી
પર્યાયની શોભામાં બધું અર્પી ન દ્યે, પણ દ્રવ્ય–ગુણને સાથે ને સાથે રાખે છે. અપૂર્વ સમ્યગ્દર્શન–જ્ઞાન થયા, પણ
તે ક્યાંથી થયા? ત્રિકાળી દ્રવ્યમાં સામર્થ્ય હતું તેમાંથી થયા છે. માટે તે ત્રિકાળી સામર્થ્યનું અપાર માહાત્મ્ય છે.
આ પ્રમાણે ત્રિકાળીદ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને પર્યાયનું સમતોલપણું ધર્મી જીવ જાળવી રાખે છે; અજ્ઞાની જીવ
એકલી પર્યાયના મહિમામાં જ અટકી જાય છે, દ્રવ્યના ધ્રુવમહિમાની તેને ખબર નથી. શ્રી આચાર્યદેવ કહે છે કે હે
ભાઈ! તારા ત્રિકાળી સ્વરૂપથી જ તારી શોભા છે–એમ અમે બતાવ્યું, તે સમજીને તું એકલી પર્યાયના
બહુમાનમાં ન અટકતાં ત્રિકાળી દ્રવ્યનું બહુમાન કર, એમ કરવાથી દ્રવ્યદ્રષ્ટિમાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો
સહેજે પ્રગટી જશે અને તારો આત્મા પર્યાયથી પણ શોભી ઊઠશે.
દરેક આત્મા અનંતશક્તિસંપન્ન ચૈતન્યપરમેશ્વર છે. પૈસા–મકાન–સ્ત્રી વગેરે પરદ્રવ્ય કે પુણ્ય તે
આત્માની ખરી સંપત્તિ નથી, ચક્રવર્તીનો વૈભવ કે ઇન્દ્રપદની વિભૂતિ તેના વડે આત્માની મહત્તા નથી,
પોતાની અનંતશક્તિરૂપ સંપત્તિ–કે જે આત્માથી કદી પણ જુદી ન પડે–તે જ આત્માની ખરી સંપત્તિ છે, તે
જ આત્માનો ખરો વૈભવ છે અને તેનાથી આત્માની મહત્તા છે. આવા સ્વભાવના બહુમાનમાં પર્યાયમાં
જ્ઞાનાદિ પ્રગટે તેનું અભિમાન થતું નથી; જેને ચૈતન્યની મહત્તાનું ભાન નથી ને જે તુચ્છબુદ્ધિ છે તેને જ
અલ્પ પર્યાયનું ને પરનું અભિમાન થાય છે. પચીસ–પચાસ વર્ષ શરીરનો સંયોગ રહે તેને જ અજ્ઞાની
પોતાની આખી જિંદગી માને છે, પણ આત્મા તો પોતાની અનંત શક્તિથી અનાદિ–અનંત જીવન જીવે છે,
એ જ તેની આખી જિંદગી છે. વળી બહારમાં લક્ષ્મી વગેરેનો સંયોગ આવે ત્યાં તેને પોતાની સંપત્તિ
માનીને અજ્ઞાની અભિમાન કરે છે, પણ તે સંયોગ તો અલ્પકાળ રહીને ચાલ્યો જવાનો છે, તે આત્મા સાથે
કાયમ રહેવાનો નથી માટે તે આત્માની

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૨૪૨ઃ આત્મધર્મઃ ૧૧૯
સંપત્તિ નથી. અનંતગુણનું નિધાન અંદર ત્રિકાળ ભર્યું છે તે શાશ્વત સંપદાને અજ્ઞાની ઓળખતો નથી. જો તે
નિધાનને ઓળખે તો પરનું અભિમાન છૂટી જાય ને અનાદિકાળની દીનતાનો અંત આવીને સિદ્ધપદનાં નિધાન
પ્રગટે. માટે ત્રિકાળી શક્તિની શોભાનો મહિમા કરવો તે જ સમ્યગ્દર્શનનો અને સિદ્ધપદનો ઉપાય છે.
આત્માના અનંત ગુણોમાં એક જ્ઞાનગુણ છે, તે ત્રિકાળ છે, તેની એક સમયની પૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન
અવસ્થામાં ત્રણકાળ ત્રણલોકના સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાય જણાય છે એવું તેનું અનંત સામર્થ્ય છે. અહો!
અચિંત્ય સામર્થ્યવાળું ને વિકલ્પ વિનાનું એવું પૂર્ણ શુદ્ધસ્વભાવરૂપ જે કેવળજ્ઞાન તેનો મહિમા કેટલો? અને જે
દ્રવ્યના આશ્રયે તે કેવળજ્ઞાન પ્રગટયું તેના અપાર સામર્થ્યના મહિમાની તો શું વાત!! કેવળજ્ઞાન થયા પછી
એવી ને એવી પર્યાય સમયે સમયે નવી નવી થયા કરે છે. કેવળજ્ઞાનની એક પર્યાય કરતાં બીજી પર્યાયમાં
જાણવાનું સામર્થ્ય હીણું કે અધિક થતું નથી, સામર્થ્ય એટલું ને એટલું રહે છે, છતાં તેમાં પણ અગુરુલઘુગુણનું
સૂક્ષ્મ પરિણમન તો સમયે સમયે થયા જ કરે છે–એવો જ કોઈ અચિંત્યસ્વભાવ છે, તે કેવળીગમ્ય છે. જુઓ, આ
કેવળજ્ઞાનની ગંભીરતા! છદ્મસ્થના જ્ઞાનમાં જો બધું જ જણાઈ જાય તો પછી કેવળજ્ઞાનનું માહાત્મ્ય કયાં રહ્યું?
કેવળજ્ઞાનમાં જેટલું જણાય તે બધુંય છદ્મસ્થ ન જાણી શકે, પરંતુ પોતાના આત્મહિતને માટે પ્રયોજનભૂત જે હોય
તેને તો સમ્યગ્જ્ઞાની છદ્મસ્થ પણ બરાબર નિઃસંદેહપણે જાણી શકે છે. આત્માના અગુરુલઘુસ્વભાવનું કોઈ એવું
અચિંત્ય સૂક્ષ્મ પરિણમન છે તે કેવળીગમ્ય છે.
–સત્તરમી અગુરુલઘુત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
* * *
આત્માની સમજણ
સૌથી પહેલાં સત્સમાગમે આત્માની સાચી સમજણ કરવી તે
ભવભ્રમણથી છૂટવાનું કારણ છે. અનંતકાળમાં જીવે બધું કર્યું છે પણ
આત્માની સાચી સમજણ કદી કરી નથી. આત્માની સાચી સમજણ
અપૂર્વ છે, જો એક સમય પણ આત્માને ઓળખે તો મુક્તિનો રસ્તો
થયા વગર રહે નહીં. આજ સમજે,....કાલે સમજે કે બે–પાંચ ભવે
સમજે,–પણ આત્માને સમજ્યે જ ભવથી છૂટકો થાય તેમ છે, આત્માને
સમજ્યા વગર કદી ભવથી નિવેડા આવે તેમ નથી.
–પ્રવચનમાંથી.
***
આ...ત્મા...ની વા....ર્તા
પોતાનું અપૂર્વ કલ્યાણ કરવા માટે આત્માની આ વાત સમજવા
જેવી છે. જેમ લૌકિક કથા–વાર્તા હોય તો તે સમજવું સહેલું લાગે છે,–તેમ
આ પણ ચૈતન્ય ભગવાન આત્માની વાર્તા જ છે; માટે આ સમજવામાં હોંશ
અને ઉત્સાહ આવવો જોઈએ; આત્માની સાચી સમજણ પૂર્વે અનંત કાળમાં
કરી નથી તેથી શરૂઆતમાં નવું લાગે પણ રુચિ અને ઉલ્લાસથી સમજવા
માંગે તો બધું સમજાય તેમ છે–મારે હવે તો મારા આત્માનું હિત કરવું છે.
એમ જેને અંતરમાં દરકાર જાગે તેની બુદ્ધિ આત્માની સમજણ તરફ વળ્‌યા
વિના રહે નહિ.
***

PDF/HTML Page 20 of 21
single page version

background image
અજ્ઞાની જીવ શું કરે?
અજ્ઞાની જીવ પરનું ભલું–ભૂંડું કરી દેવાનું માને
છે પરંતુ પોતાના અજ્ઞાનભાવ અને રાગ–દ્વેષ સિવાય
પરમાં તો તે કાંઈ કરી શકતો નથી. દરેક પદાર્થમાં
પોતપોતાની અનંતી શક્તિ હોવા છતાં, પરનું કાંઈ
કરે એવી તો શક્તિ કોઈ દ્રવ્યમાં જરાપણ નથી.
ત્રણકાળ ત્રણલોકમાં એક તણખલાંને પણ તોડવાનું
સામર્થ્ય કોઈ આત્મામાં નથી, જડ પરમાણુની
અવસ્થામાં ચૈતન્યનો અધિકાર નથી.
–પ્રવચનમાંથી.
* * *
.........તે જૈન નથી
ત્માના જ્ઞાનાનંદ સ્વભાવને વિકારથી
ભિન્નપણે જે અનુભવે છે તે સમ્યગ્દ્રષ્ટિ જ ખરા
જૈન છે, અને જે પોતાના આત્માને રાગવાળો
અશુદ્ધ જ અનુભવે છે તથા રાગથી ધર્મ થવાનું
માને છે તેને જૈનધર્મની ખબર નથી તેથી
ભગવાન તેને ખરેખર જૈન કહેતા નથી.
શુદ્ધદ્રષ્ટિથી પોતાના શુદ્ધ આત્માને જે જીવ દેખે
છે તે જ જૈનશાસનને દેખે છે તેથી તે જ જૈન છે.
જે જીવ શુદ્ધઆત્માને નથી દેખતો ને એકલા
રાગને જ દેખે છે–તે જૈનશાસનને દેખતો નથી,
તેથી તે જૈન નથી.
***