Atmadharma magazine - Ank 012
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૧૨
Version History
Version
Number Date Changes
001 Sept 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ પહેલું
અંક
*
૧૨
*
આત્મધર્મ પાક્ષિક
આત્મધર્મ માસિક ૧૨ અંક ૫ૂરા કરી
માગશર સુદ બીજે શરૂ થયેલું વર્ષ આસો સુદ
બીજે પૂરું કરે છે.
સ્વાભાવિક વિકાસ સાધતું આત્મધર્મ
લેખન દ્રષ્ટિએ, ગ્રાહક સંખ્યાની દ્રષ્ટિએ
તેમજ તેની આકર્ષક છપાઈની દ્રષ્ટિએ તેના
ગ્રાહકોને–વાંચકોને ખૂબ પ્રિય થઈ પડ્યું છે.
હજારો વાંચકોના હૃદયમાં એ માસિકે
જ્ઞાનાંજલિ છાંટી સૂતેલાને જાગૃત કર્યા છે,
અને જાગૃતને જ્ઞાન પિપાસા તૃપ્ત કરવા
જેમની જ્ઞાન–પ્રભાથી આત્મધર્મ ફુલ્યું–ફાલ્યું છે
એ ધર્મક્ષેત્ર શ્રી સુર્વણપુરીના ધર્મવીર શ્રી
કહાન પ્રભુ પાસે પહોંચાડયા છે. આમ
આત્મધર્મે ખરેખર તેના વાંચકોને આત્મધર્મ
બતાવ્યો છે.
આત્મધર્મના ઘણા વાંચકોની ઈચ્છા
આસો
બે હજાર
सा विद्या या विमुक्तये
મુક્તિ અપાવે એ જ સાચી વિદ્યા,
અને એવી વિદ્યાનું શિક્ષણ એ જ સાચું
શિક્ષણ. આવું શિક્ષણ સુવર્ણપુરી (સોનગઢ)
માં શ્રી સનાતન જૈન પાઠશાળામાં અપાય
છે. તેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો છે, પરંતુ
તેવી રીતે ત્યાં ત્રણ વર્ષ સુધી રહીને
અભ્યાસ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે
ઉનાળાની રજાઓમાં એક માસ માટે વિશ્વનું
યથાર્થ દર્શન કરાવતા જૈન શાસ્ત્રોના
અભ્યાસનો શિક્ષણ વર્ગ ત્રણ વર્ષથી શરુ
કરેલ છે.
ચાલુ સાલે તે પ્રમાણે વર્ગમાં
આવેલા વિદ્યાર્થીઓની માગણીથી દિવાળીની
રજાઓમાં પણ એટલે કે આસો સુદ ૯ થી
કારતક સુદ ૯ તા. ૨૫–૯–૪૪ થી ૨૫–૧૦–
૪૪ સુધી એક માસ માટે શિક્ષણવર્ગ શરૂ
કરવાનો છે.
સાચું અને અખંડ સુખ શું છે એ
સમજી તે પ્રાપ્ત કરી મનુષ્ય જન્મ સાર્થક
કરવા ઈચ્છતા સૌ ભાઈઓને એ શિક્ષણ
વર્ગમાં આવવાનું આમંત્રણ છે.
અભ્યાસ માટે આવનાર
વિદ્યાર્થીઓની જમવાની તથા રહેવાની
વ્યવસ્થા શ્રી સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી
થશે. પાગરણ પોતાનું લાવવાનું છે.
શિષ્ટ સાહિત્ય ભંડાર
દાસકુંજ, મોટા આંકડિયા
(કાઠિયાવાડ)

PDF/HTML Page 3 of 21
single page version

background image
આત્મા, તેનો સ્વભાવ અને તેમાં સ્થિરતા
તથા ભગવાનની સાચી ભક્તિ દર્શાવતી
[સમયસારજી ગાથા ૩૨–૩૩ ઉપરના પૂજ્ય સદ્ગુરુદેવના પ્રવચનોમાંથી– ૧૯૯૯ ના ભાદરવા વદી ૦)) બુધવાર]
૧–આત્મા પોતે શરીર, મન, વાણી તથા આઠ પ્રકારનાં કર્મ રજકણોથી તદ્ન જુદી ચીજ છે. તે સ્વતંત્ર
નિર્વિકારી તત્ત્વ છે, તેની અજ્ઞાનીને અનાદિથી ખબર નથી તેથી પાંચ ઈન્દ્રિયોમાં સુખ માને છે, પરમાં મોહ કરે
છે, પરનું હું કાંઈ કરી શકું છું તેમ માને છે; એવો મોહ અજ્ઞાનભાવે આત્મા કરે છે પણ તેમાં કર્મ તો નિમિત્ત
માત્ર છે. કર્મ તો પર વસ્તુ છે. પર વસ્તુ તે આત્મ તત્ત્વને રોકે કે લાભ કરે તેમ ત્રણકાળ ત્રણલોકમાં બને નહિ,
પણ પોતાનું સ્વરૂપ ભૂલીને ‘આ શરીર, કુટુંબાદિ અને શુભાશુભ પરિણામ તે જ હું’ એમ માની સ્વરૂપની
સાવધાની ચૂક્યો અને પરમાં રાગી થયો તે ખરો મોહ છે, તેમાં જડ કર્મ નિમિત્ત માત્ર છે; પોતે પરમાં સાવધાન
થયો અને સ્વરૂપમાં અસાવધાન થયો ત્યારે જડ કર્મને નિમિત્તરૂપ કહેવાય છે, તે દ્રવ્યમોહ છે.
૨–કેવો છે તે (આત્માનો) જ્ઞાન સ્વભાવ? સમસ્ત લોકના ઉપર તરતો. તરતો એટલે શું? રાગદ્વેષમાં
ભેળસેળ નહિ થતો, રાગદ્વેષ ને શુભાશુભ પરિણામથી જુદો ને જુદો એટલે અધિક ને અધિક રહેતો, એવો તે
જ્ઞાનસ્વભાવ બધાની ઉપર તરતો છે.× ×
દેહ દેવળમાં બિરાજતો જ્ઞાનમૂર્તિ અંગારો જુદો છે. એવા આત્માને જેણે જાણ્યો તે સમસ્ત લોકના ઉપર
તરતો છે. મારો સ્વભાવ સ્પષ્ટ પ્રગટ નિર્મળ બધાને જાણનારો છે, તે પરરૂપે થતો નથી એમ જેણે જાણ્યું તે
સ્મસ્ત લોકના ઉપર તરતો છે. મારો જ્ઞાનસ્વભાવ પરથી નિરાળો, પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં
પ્રકાશમાન છે.
૩–વસ્તુનો જે સ્વભાવ છે તે જાણ્યા વિના ટકવું શેમાં? ને ટક્યા વગર ચારિત્ર થાય નહીં, ને ચારિત્ર
વિના મોક્ષ થાય નહીં તેથી મોક્ષ થવા માટે ચારિત્ર જોઈએ ને ચારિત્ર થવા માટે યથાર્થ જ્ઞાન જોઈએ.
(સમયસારજીની) એકત્રીસમી ગાથામાં ઓળખાણ થવાનું કહ્યું. ઓળખાણ થાય કે તરત જ બધા વીતરાગ થાય
તેમ બનતું નથી. જે જાણ્યું ને માન્યું તેમાં પછી પુરુષાર્થ કરી ક્રમે ક્રમે સ્થિર થતો જાય છે, તે વીતરાગની ખરી
ભક્તિ છે.
૪–(ગાથા–૩૩) ભગવાનની સ્તુતિ તે પોતાના આત્મા સાથે સંબંધ રાખે છે પણ પર ભગવાન સાથે
સંબંધ રાખે નહીં. સામા ભગવાન તરફ વલણવાળો ભાવ તે શુભભાવ છે, તેનાથી પુણ્ય બાંધે પણ ધર્મ ન થાય;
સ્ત્રી, પુત્રાદિ તરફનો વલણવાળો ભાવ તે અશુભ ભાવ છે. તે અશુભભાવને ટાળવા સામા ભગવાન તરફ
શુભભાવમાં જોડાય, પણ આત્મા શું વસ્તુ છે ને ધર્મનો સંબંધ તો મારા આત્મા સાથે છે તેમ ન માને તેને
ભગવાનની સાચી સ્તુતિ કે ભક્તિ થઈ શકે નહીં; આ રાતી–પીળી દુનિયા કે જે સારાં શરીર, સારાં ખાવા–
પીવાનાં, હરવું–ફરવું ને મઝા કરવી એવી પચરંગી દુનિયામાં રચ્યાપચ્યા રહે તેને આ ધર્મ ક્યાંથી સમજાય? ×
× × × × × × અજ્ઞાની એટલે અનાદિનો અજાણ જે શરીરાદિ સંયોગને પોતાના માનતો તેને કહે છે કે ભાઈ!
તારા આત્માનો સંબંધ તારી સાથે છે, પરની સાથે નથી. તું તારા આત્માના ધર્મના સંબંધને પરની સાથે માનતો
હો, દેવ–ગુરુ શાસ્ત્રને પણ તારા આત્માના ધર્મના સંબંધરૂપે માનતો હો તો તે ખરી સ્તુતિ નથી; (તેમ
આચાર્યદેવ સમયસારજીની ૩૩ મી ગાથામાં સમજાવે છે.) ........જુઓ! આમાં કોઈ પર કરી દે નહીં તેવો
સ્વતંત્ર સ્વભાવ બતાવ્યો. જ્યારે તારો જ આત્મા સ્વરૂપની જાગૃતિ વડે પ્રયત્ન કરે અને જ્યારે મોહને ક્ષય કરે
ત્યારે જ મોહ ક્ષય થાય, પણ કોઈ પર કરી દે તેમ નથી, તેવું સ્વતંત્ર સ્વરૂપ બતાવ્યું. શ્રી સમયસારજીમાં
આચાર્યદેવે નીચલી દશાવાળાને કહ્યું કે તારામાં જેટલો સંબંધ કર તેટલી સાચી ભક્તિ છે, પર અવલંબનથી ધર્મ
નથી; પણ અંતરસ્વરૂપમાં સમ્યગ્જ્ઞાનપૂર્વક જેટલી એકાગ્રતા–સ્થિરતા તેટલો ધર્મ છે, પર તરફના વલણનો ભાવ
તે શુભભાવ–પુણ્યભાવ છે. તે અશુભરાગ ટાળીને શુભ–વિકલ્પરૂપ રાગ થાય ખરો. જો શુભરાગ ન થાય તો
પાપરાગ થાય માટે જ્ઞાની અશુભરાગ ટાળી શુભરાગમાં જોડાય ખરા, પણ તે શુભભાવ તે વિકારીભાવ છે,
‘તેનાથી મારો ધર્મ ખીલશે’ એમ તે ન માને. ત્રણે પ્રકારની (જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ) નિશ્ચય સ્તુતિનો
સંબંધ તો આત્મા સાથે છે. *

PDF/HTML Page 4 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૧૯૧ :
* શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક *
વર્ષ ૧ : અંક ૧૨ : આસો ૨૦૦૦
“સમકિતીને ઈન્દ્રપદ
મળે ત્યારની ભાવના”
[પૂજ્ય સદ્ગુરુદેવના તા. ૨૩–૬–૪૪–શુક્રવાર–
અષાડ સુદ–૩ ના વ્યાખ્યાનમાંથી]
અરે! મારા સ્વરૂપનો આનંદ સાધતો હતો, તેમાં ભંગ પડ્યો ત્યારે પુણ્ય
બંધાઈ ગયા, અને તે પુણ્યનું આ ફળ છે, તે પુણ્ય મારાં નહીં અને આ પદ પણ મારું
નહીં; એમ પ્રથમથી જ પુણ્યનો નકાર કરતો કરતો આવ્યો છે. ઈન્દ્રિયમાં સુખ નથી કે
ઈન્દ્રપદમાં પણ મારું સુખ નથી, મારું સુખ મારા સ્વરૂપમાં છે. મારા આત્માના
સત્ત્વની શક્તિ હણાઈ ગઈ–હીણી પડી ત્યારે આ પુણ્ય બંધાયા છે, તેનું ફળ આ
ઈન્દ્રપદ, એ સડેલાં તરણાં સમાન છે.
અરે! અમારા અતીન્દ્રિય આનંદમાં લૂંટ પડી, ત્યારે આ પુણ્ય બંધાઈ ગયા,
અમારા સ્વરૂપનાં આ ફળ નથી. નહીં રે નહીં! આ પદ અમારું નહીં. ત્રિલોકનાથ
દેવાધિદેવ તીર્થંકર ભગવાન ક્યાં બિરાજે છે? પ્રથમ ત્યાં જ દર્શન કરવા ચાલો! એમ
પોતે પ્રથમ જ તીર્થંકર ભગવાન પાસે દર્શને જાય છે, અને મંડળીને પણ સાથે લઈ
જાય છે.
પ્રથમ સાક્ષાત્ તીર્થંકર ભગવાન પાસે જાય છે, પછી શાશ્વત પ્રતિમાઓનાં
દર્શન કરવા જાય છે; એવી ભાવના ભાવે કે– અમારો શુદ્ધોપયોગ પૂર્ણ ન થયો, અને
શુભોપયોગના ફળમાં આ પુણ્ય બંધાઈ ગયા, હવે ક્યારે આ ટાળીને સ્વરૂપની
ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન પામીએ? તે ઘડીને ધન્ય છે કે જે ઘડીએ
આત્મસાધના પૂર્ણ કરીને કેવળજ્ઞાન પામીએ!
પાડોશમાં ઊકરડો હોય પણ વાણીઓ તેનો ધણી ન થાય, તેમ સમકિતી
ધર્માત્મા ઈન્દ્રપદનો ધણી નથી થતો–નકાર કરે છે કે આ પદ મારું નહિ, આ મારી
વીતરાગતાને રોકનાર છે. સ્વરૂપની આનંદની રુચિમાં ભાવના ભાવતાં પૂર્ણ
વીતરાગી ન થયો ત્યાં આ પુણ્ય બંધાઈ ગયા–તેનું આ ફળ છે, અમારા સ્વરૂપનાં આ
ફળ ન હોય! સ્વરૂપની સાધનામાં ભંગ પડ્યો ત્યારે પુણ્ય બંધાઈ ગયા–પણ અમારી
ભાવના તો સંપૂર્ણ વીતરાગ પદની જ! તેમાં વચ્ચે વિઘ્ન કરનાર આ પદ અમારું
નથી. આ રીતે સમકિતી જીવ પુણ્યનો અને પુણ્યના ફળનો નકાર કરે છે.
“ધન્ય છે સમકિતી
તારા સમ્યકત્વને!”

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૯૨ : આત્મધર્મ : ૧૨
પોતાના સ્વરૂપનું અજાણપણું અને સ્વરૂપના અભાનને લઈને પરવસ્તુમાં સુખ બુદ્ધિ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું વ્યાખ્યાન. થોરાળા
તા. ૧૨–૩–૪૪
ફાગણ વદી ૩ રવિવાર
આત્માના અવિનાશી સ્વરૂપમાં માલ ન માનતાં
પર વસ્તુનો સંયોગ કે જે નાશવાન છે, તેમાં
માલ માન્યો તેજ ચોરાશીની જેલનું મૂળિયું છે.
મોક્ષ અધિકારની છેલ્લી બે ગાથાઓ
આ રાજકોટની તળેટીમાં [થોરાળામાં] વંચાય છે.
* * * * *
અપરાધ એટલે શું?
આ આત્મા અનાદિથી સંસારમાં રઝળે છે. પરમાં સુખ બુદ્ધિ માને છે એ રીતે આત્મા પોતાનો ગુન્હો કરે
છે. પરથી સુખ માન્યું એટલે “ મારામાં સંતોષ થાય તેવું નથી તેથી પર હોય તો મને સંતોષ થાય” એમ માન્યું
તે પોતાનો અપરાધ છે.
આત્મા અનાદિ અનંત વસ્તુ છે; તેનો વીતરાગી સ્વભાવ છે–છતાં તેની ખબર નથી એટલે મારા સંતોષ
ખાતર જાણે પર પદાર્થ હોય તો ઠીક થાય એમ માને છે. આત્મા “ મારું સુખ મારામાં છે ” એમ નથી માનતો તે
જ પોતાનો અપરાધ છે.
ચોરાશીની જેલનું કારણ અપરાધ છે.
આત્મ સંતોષને પામેલા એવા શ્રી ગુરુને જન્મ–મરણના ત્રાસથી ઘા નાંખતો શિષ્ય પૂછે છે કે હે દેવ! હે
પ્રભુ! જન્મ–મરણનો ત્રાસ એ અપરાધનું ફળ છે, એ અપરાધ તે શું ચીજ હશે? અંતરમાં જેને ચોરાશીના
અવતારનો ત્રાસ થયો છે અને એમ લાગ્યું છે કે જરૂર ગૂન્હો કાંઈક છે, કારણકે જો હું અપરાધી ન હોઉં તો મને
મારાથી સંતોષ હોવો જોઈએ. હું અનાદિથી અત્યાર સુધી અપરાધ કરતો આવ્યો છું પણ અપરાધનું સ્વરૂપ જાણ્યું
નથી; તેથી અહીં અપરાધનું સ્વરૂપ શિષ્યે પૂછયું છે. જો અપરાધ ન કરતો આવ્યો હોત અર્થાત્ નિરપરાધ હોત તો
આ પરાધીનતા હોત નહીં; પરાધીનતા તો છે પણ અપરાધનું સ્વરૂપ જાણવામાં આવ્યું નથી. જો અપરાધનું સ્વરૂપ
જાણ્યું હોત તો અપરાધ ટાળીને નિરપરાધ રહેત. જગતમાં પણ અપરાધીને જેલ મળે છે; તેમ શિષ્યને જન્મ–મરણ
તે જેલ સમાન લાગ્યાં છે અને જેલનું કારણ જે અપરાધ તેનું સ્વરૂપ જાણવા તે તૈયાર થયો છે.
આત્મા સિવાય પરમાં સુખ હશે એમ જેણે માન્યું તે બધા ગુન્હેગાર છે અને ચોરાશીની જેલમાં પડ્યા છે.
અંતઃકરણમાં લાગ્યું કે શરીરાદિ કે પુણ્ય સરખાં [અનુકૂળ] રહેને, તો સુખ મળે, એમ પરની ઓશિયાળના
કારણે–પરાધીનતામાં સુખ માનીને ચોરાશીની જેલમાં ફસાઈપડ્યો, એ જેલનું કારણ અપરાધ છે અપરાધ વગર
જેલ હોય નહીં. શિષ્ય કહે છે–ભગવાન! મને મારા સચ્ચિદાનંદ સ્વરૂપનું ભાન હોય તો આ ચોરાશીની જેલ હોય
નહીં. માટે અપરાધ તો છે; તે અપરાધ એટલે શું? ગુન્હો શું અને કેટલો?
અપરાધને અપરાધ તરીકે જાણે તો અપરાધ ટાળે
જેલમાં પડેલાંને જેમ જેલની ટેવ પડી ગઈ હોય અને જેલનું દુઃખ તેને ન લાગે; એવા જેલના બંધનમાં
જેણે સુખ માન્યું છે તેને ગુન્હો કે ગુન્હાના ફળનો ત્રાસ જ લાગતો નથી, એમ સંસારની રુચિવાળો જીવ
ચોરાશીના જન્મ મરણમાં એક ભવ પૂરો કર્યો–દેહની સ્થિતિ પૂરી થઈ–ત્યાંથી જ દેહ છોડતાં સાથે એવી ભાવના
લઈ જાય છે કે આ શરીર વગર મારે ચાલે નહીં, મારે ભવ વગર ચાલે નહીં; અને ભવની લાળ કાપવી નથી
અને એક પછી એક દેહ ધારણ કરીને ચોરાશીના જન્મ મરણમાં રખડવું છે; અહીં શિષ્યને ભવનો ત્રાસ લાગ્યો
છે, અપરાધનું સ્વરૂપ જાણવા તૈયાર થયો છે; ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત જ્ઞાનમૂર્તિ સ્વરૂપ છે,
ચૈતન્યસ્વરૂપને પોતાના સુખ માટે પરની જરૂર પડે એમ માનવું તે ચૈતન્યનો અપરાધ છે. પ્રભુ! તે અપરાધનું
સ્વરૂપ જાણવું છે અને તે ટાળીને નિરપરાધી થવું છે. (નિરપરાધ એટલે મોક્ષ)
આ તો જેને ગરજ પડી છે તેને માટે છે; કોઈને પરાણે સમજાવવું નથી. જેને અંતરથી

PDF/HTML Page 6 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૧૯૩ :
ધા લાગી છે એવો શિષ્ય શ્રીગુરુ પ્રત્યે કહે છે કે:–
‘પ્રભુ! મને પરની જરૂર? મારા આત્માને પરચીજના લોહવાટે સંતોષ કે મારાથી સંતોષ? ‘સંતોષ’
એવી કોઈ ચીજ મારામાં છે કે નથી?’ અહીં શિષ્યને ત્રણ વાત ખ્યાલમાં આવી છે.
[] પોતાનો અપરાધ છે એમ બેઠું છે.
[] ચોરાશીના અવતાર જેલ સમાન લાગ્યા છે, એટલે જન્મ મરણનો ત્રાસ લાગ્યો છે.
[] અપરાધનું સ્વરૂપ જેણે અપરાધ જાણ્યો છે એવા જ્ઞાની પાસેથી જણાય.
હવે શિષ્યના પ્રશ્નનો ઉત્તર કહે છે:–
સંસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત–એક છે,
એ રાધથી જે રહિત છે તે આત્મા અપરાધ છે;૩૦૪
વળી આતમા જે નિરપરાધી તે નિઃશંકિત હોય છે,
વર્તે સદા આરાધનાથી જાણતો ‘હું’ આત્મને.૩૦૫
આ બે ગાથામાં આત્માની અપરાધ અને નિરપરાધ દશાનું વર્ણન છે.
૧. દેહ તે જડ છે, આત્માની જાત નથી. આત્મા જ્ઞાન–સ્વરૂપ, જ્ઞાતા–દ્રષ્ટા છે તે સિવાય પરની જે
ભાવના થવી તે ગુન્હો છે.
૨. પરની ઈચ્છા ન થતાં મારા તત્ત્વમાં જ સુખ છે, પર દ્રવ્યની નાસ્તિવડે મારા સ્વતંત્ર સ્વરૂપમાં જ
સુખ છે એમ શુદ્ધ આત્માની સિદ્ધિ તે જ મારું તત્ત્વ છે.
શિષ્યે શ્રી ગુરુનો વિનય કરીને કહ્યું છે કે, ભગવંત! ગુન્હાનું સ્વરૂપ અથવા તો અગુન્હાનું સ્વરૂપ કહો,
એક સમજાતાં બીજું પણ સમજાઈ જશે. નિરપરાધનું સ્વરૂપ સમજે તો અપરાધનું સમજે, અપરાધનું સ્વરૂપ
સમજે તો નિરપરાધનું સમજે.
“પર દ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ તે રાધ છે; અને જે રાધથી રહિત છે તે આત્મા અપરાધી
છે.”
અપરાધ, અપરાધનું ફળ અને અપરાધ ટાળવાનો ઉપાય...!
જો નિરપરાધ હોય તો પરથી વિવેક કરીને (જુદાપણું કરીને) સ્વરૂપના અનુભવના આનંદમાં મહાલતો
હોય! પણ તે આનંદ તો છે નહીં તેથી વર્તમાન અપરાધ સહિત છે; તે અપરાધ ટાળવા માટે “હું આત્મા ઊણો કે
ઓશિયાળો નથી. મારા સુખને માટે કોઈ પરની જરૂર નથી એમ આત્મામાં પરના ત્યાગ વડે હું એક પરિપૂર્ણ
શુદ્ધ છું, સ્વતંત્ર છું, એવો નિરપરાધ ભાવ” તે જ સાધન છે. આત્માને વિષે જેટલો પરનો ઓશિયાળો ભાવ
તેટલે દરજ્જે તે ગુન્હેગાર છે અને તે ગુન્હાનું ફળ સંસારની જેલ છે.
કોઈ પર ચીજથી આત્માને સંતોષ થાય એવી માન્યતાના અભાવથી, આત્માના પૂર્ણ સ્વતંત્ર સ્વરૂપની
શ્રદ્ધા, તેનું જ્ઞાન, અને તેમાં એકાગ્રતારૂપ ચારિત્ર તે ત્રણેની એકતા તે આત્માની રાધ છે.
પર વસ્તુમાં આત્માનું સુખ કે સંતોષ ત્રણકાળ ત્રણલોકમાં નથી એવી દ્રઢતા એ આત્માના બીન
ગુન્હેગાર થવાનો ઉપાય છે. પરવસ્તુના અભાવસહિત મારું સુખ મારામાં છે એવો પોતામાં જ સુખ શાંતિનો
નિર્ણય તે નિરપરાધપણું છે; જેને આત્મામાં સુખશાંતિ છે એવો નિર્ણય નથી તે અપરાધી છે. તે બન્નેનું યથાર્થ
પૃથક્ જ્ઞાન થયા વગર મારું શું અને પર શું એ જણાય નહીં.
સ્વતંત્ર નિઃશંક સ્વભાવની સંદેહ પડ્યા વગરની આત્મશ્રદ્ધા તે નિરપરાધપણું; અને સ્વભાવમાં સંદેહ
અને પરમાં નિઃસંદેહ તે અપરાધીપણું.
પોતાના સ્વભાવમાં શંકા કરી, સ્વરૂપથી ડર્યો, તેમાં સંદેહ પડ્યો અને પરમાં સુખ માન્યું તે અપરાધી છે
તેને ત્રણકાળ ત્રણલોકમાં ચોરાશીની જેલ સિવાય બીજું ફળ નથી. કર્મના નિમિત્તે જે વિકારભાવ જણાય તેને જે
પોતાનો માને તે અપરાધી છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૯૪ : આત્મધર્મ : ૧૨
અપરાધ શું અને કેટલો?
આત્માએ પરમાં સુખ માન્યું તે જ અપરાધ, અને તેનું ફળ તે સંસારની જેલ. આ ભૂલ નાની સૂની નથી,
અનંત–બેહદ કેવળજ્ઞાન, બેહદ વીર્ય આદિ અનંત ગુણોથી ભરેલા સ્વરૂપનો અનાદર કર્યો છે. નિર્મળ સહજ
ચિદાનંદ સ્વરૂપમાં સુખ નહિ માનતાં પરમાં સુખની માન્યતા એ ગુન્હો નાનો નથી, પણ સ્વરૂપના અનાદરનો
મહાન અપરાધ છે.
પોતાના સ્વરૂપનું અજાણપણું, સ્વરૂપના અભાનને લઈને પરમાં સુખ બુદ્ધિ એ આત્માનો મહાન
અપરાધ છે. સ્વરૂપનું અભાન, પરમાં લીનતા તથા પરમાં સુખની લાલચ એ જ અપરાધનું કારણ છે. શાશ્વત
કાયમી સ્ભાવના ભાન વિના પર વસ્તુથી સુખ થશે એવી નાશવાન બુદ્ધિમાં અવિનાશીના અનાદરનો મહાન
અપરાધ છે. આત્માના અવિનાશી સ્વરૂપમાં માલ ન માનતાં, પરવસ્તુનો સંયોગ કે જે નાશવાન છે તેમાં માલ
માન્યો તે જ ચોરાશીની જેલનું મૂળિયું છે.
મૂળ ગુન્હો શું અને ક્યાં સુધી?
મારામાં સુખ–શાંતિ નથી એમ સ્વરૂપનું અભાન અને પુણ્ય, આબરૂ, શરીર, સ્ત્રી, રાજ્ય વગેરેમાં સુખની
માન્યાતાનો ભાવ તે આત્માનો પરમ અપરાધ છે; તેના ફળમાં જન્મ–જરા–મરણ ફાટે છે.
જે ભાવ રાધરહિત હોય તે અપરાધ છે; ગુન્હારહિત ભાવ તે આત્મસ્વભાવ છે, અને તે ગુન્હારહિતપણા
વગરનો જે ભાવ (અર્થાત્ ગુન્હાસહીત જે ભાવ) તે અપરાધ છે.
આત્મા સ્વતંત્ર પરના આધાર વિનાનો છે, તે દ્રષ્ટિ ચૂકીને પરમાં સુખ માને તે આત્મા અપરાધી છે. જે
આત્મા સ્વયં અશુદ્ધપણે પરિણમે તે વિરાધક છે. જ્યારે પોતામાંથી સુખશાંતિનો નિર્ણય ખસ્યો ત્યારે પરની ઈચ્છા
થઈ અને તેથી તેને શુદ્ધ આત્માની સિદ્ધિનો અભાવ છે. જે બાહ્ય દ્રષ્ટિમાં અટવાણો તેને સાક્ષીસ્વરૂપની અંતરદ્રષ્ટિનો
અભાવ છે. પરના ગ્રહણના સદ્ભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિનો–શુદ્ધ આત્માના વિકાસનો–અભાવ છે.
આત્મામાં સુખ છે અને આત્મા અબંધ (નિરપરાધ) છે એમ જ્યાં સુધી જીવ નથી જાણતો ત્યાં સુધી તે
અપરાધી છે–ગુન્હેગાર છે.
સ્વભાવની શંકા એજ ગુન્હો
સ્વભાવમાં સંદેહ અને પરમાં નિઃસંદેહ એવા અપરાધના કારણે પોતાના સુખ સ્વરૂપ સ્વભાવમાં સંદેહ
પડ્યો છે, અને જ્યાં સુખ નથી ત્યાં સુખ માની બેઠો છે, તેથી સુખનો અનુભવ નથી.
હે ચૈતન્ય ભગવાન! જો તારી માલવાળી વસ્તુના ધણીપણા (માટીપણા)નું તને ભાન હોય તો શરીરાદિ
પર–માટીનું ધણીપણું તું કરે નહીં.
પરને ગ્રહણ કરવાની બુદ્ધિ વડે અને આત્મામાં ‘મારે પર વિના ચાલશે નહીં’ એવો સંદેહ છે તેને બંધની
શંકા છે; તે જ અપરાધ છે.
આત્મામાં જેને સુખ–સંતોષની શંકા છે તેને અંદરમાં એમ છે કે–‘પુણ્ય કરી લઉં, નહિતર ભવિષ્યમાં
સગવડતા નહીં મળે, એટલે કે હું તો સગવડતા વગરનો ધોયેલ મૂળા જેવો છું.’ એમ આત્માનું ધણીપણું કરતો
નથી અને પરથી સુખ થશે એવા ભાવમાં તેને બંધની શંકા છે; મારા ઘરની ચૈતન્ય શાંતિને ખોલીને તેનો આનંદ
ભોગવું એવા સ્વભાવમાં તે સંતોષ કરતો નથી, એ જ ગુન્હો છે.
ભગવાન આત્મા દેહદેવળમાં આનંદનો ખાજો (સ્વાદિષ્ટ વસ્તુ) છે તેની જેને ખબર નથી તે બીજામાંથી
ભીખ માંગી તેનાથી આનંદ લેવા માગે છે. આત્મા સિવાય પરને ગ્રહણ કરવાનો ભાવ અને પરને લઈને સુખની
માન્યતા છે ત્યાં જ અપરાધ લાગી ચૂક્યો છે.
પરમાં ઉપાય કરવાથી ભુલ ટળે નહીં.
આ અંતરમાં ક્યાં ભૂલ છે તેની વાત છે, જ્યાં ભૂલ છે ત્યાં ટાળવાનો ઉપાય કરે તો ભૂલ ટળી શકે:–
પડિમા ગ્રહણ
જેતપુરવાળા ભાઈશ્રી મુળશંકર કાળીદાસ દેશાઈએ શ્રાવણ વદ ૨ ના રોજ સુવર્ણપુરી
મુકામે પૂજ્ય સદ્ગુરુદેવ પાસે પહેલી બે પડિમા (–દર્શન પડિમા અને વ્રત પડિમા) ગ્રહણ કરેલ છે.
ભાઈશ્રી મુળશંકર ભાઈએ સાં–૧૯૯૮ માં પૂજ્ય સદ્ગુરુદેવ પાસે બ્રદ્મચર્યવ્રત અંગીકાર
કર્યું હતું તે પણ અત્રે જણાવવામાં આવે છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૧૯૫ :
જેમ–મોઢા ઉપરનો ડાઘ અરીસામાં દેખાતો હોય, તે ડાઘ ટાળવા અરીસાનો કાચ પચાસ વર્ષ સુધી ઘસ્યા
કરે તો પણ મોઢાનો ડાઘ ટળે નહીં. જ્યાં મેલ છે ત્યાં ટાળવાનો ઉપાય કરે નહીં અને પરમાં મથ્યા કરે તો તે
મેલ ટળે નહીં. એમ આત્મામાં જ્યાં ભૂલ છે તેને ન જાણે અને શરીરાદિને ઘસ્યા કરે, તો તેથી ભૂલ ટળે નહીં.
આત્મા અરૂપી વસ્તુ છે તેને પર વગર ચાલે નહીં. એવી બુદ્ધિ તે મેલ છે–ભૂલ છે–અપરાધ છે.
અપરાધ ક્યાં છે, તેનું સ્વરૂપ શું?
પરની મને જરૂર છે, પુણ્ય વગર મને મોક્ષ મળે નહીં એવી માન્યતા તે જ અપરાધ છે, તે અપરાધનું ફળ
ચોરાશીની જેલ છે.
બહારની સામગ્રી મળે તો સુખ થાય એટલે મારા એકલામાં તો કાંઈ લાગતું નથી, તેથી બંધન વગર
ચાલશે નહીં એવી માન્યતાના કારણે મલિનતા છે, તેને પોતાની અશુદ્ધતા ભાસે છે, તે અશુદ્ધતા પર્યાયમાં છે,
વસ્તુ તો ત્રણેકાળ શુદ્ધ જ છે.
આરાધના એટલે શું?
આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ બહારની ક્રિયામાં નથી પણ આત્મામાં જ છે.
મારામાં મારું સુખ છે એવી સ્વાશ્રિત શ્રદ્ધા તે સમ્યગ્દર્શન.
પરથી ભિન્ન સ્વતંત્ર સ્વરૂપ જાણ્યું તે સમ્યગ્જ્ઞાન.
પરથી જુદા સ્વરૂપમાં એકાગ્ર થવું તે સમ્યક્ચારિત્ર.
સ્વરૂપના ભાનસહિત પરની ઈચ્છાને તોડી નાંખવી તે સાચું તપ.
આ ચારની આરાધના લઈને જે જેશે તે જ્યાં જશે ત્યાં જઈને આરાધના સાથે લઈ ગયો છે તેથી
આરાધના પૂર્ણ કરી પૂર્ણ સ્વતંત્ર સ્વરૂપને પ્રગટ કરશે.
સ્વતંત્ર સ્વરૂપનો નિશ્ચય, તેનું જ્ઞાન, તેમાં અંતર લીનતા અને તેનાથી વિરુદ્ધ ઈચ્છાનો ત્યાગ એ ચાર
આરાધના છે. પર વિના ચાલે નહીં એવી મિથ્યાબુદ્ધિ લઈને ગયો અને પાછળથી તેના હાડકાંને નવરાવીને
‘પવિત્રતા થઈ મરનારને લાભ થયો’ એમ માને છે, પણ મરનારને નવરાવનાર (પવિત્ર કરનાર) તો તેનો
પોતાનો આત્મા જ છે. જ્યાં જાઊં ત્યાં મારા આત્મામાં પૂર્ણાનંદ ભર્યો છે, તેમાં લીનતા–એકાગ્રતા કરીને ગમે તે
કાળે કે ગમે તે ક્ષેત્રે શાંતિ મેળવીશ, મારી શાંતિ માટે પરની જરૂર મારે નથી, હું તો જ્ઞાતા –દ્રષ્ટા સાક્ષી –સ્વરૂપ
છું, વૃત્તિઓનો સંયોગ બધો વૃથા છે. અવિનાશી જ્ઞાતા દ્રષ્ટા જેનું સ્વરૂપ છે એવો ઉપયોગ સ્વરૂપ ચૈતન્ય જાગૃત
જ્યોત છું એવા નિશ્ચયનું જોર આવ્યું તેની એક–બે ભવમાં ચોક્કસ મુક્તિ છે.
આત્માના નિર્દોષ જ્ઞાનસ્વરૂપ સ્વભાવમાં લીનતા કરવી તે આત્માનો વ્યાપાર છે.
જ્યાં નિશ્ચયનું જોર વધ્યું ત્યાં નિર્ણયને વધારતો વધારતો “શુદ્ધ આત્મા સ્વરૂપ એ જ સુખ છે” એમ
નિઃસંદેહ થઈને વારંવાર “મારું સુખ મારામાં જ છે.” એમ નિર્ણય કરતો–વધતો વધતો મોક્ષમાં ચાલ્યો જાય છે.
અર્થાત્ પૂર્ણ નિર્મળ દશા પ્રગટી જાય છે.
નિશ્ચય માર્ગ એક જ છે, કોઈ પણ ભેદના પ્રકાર વિના એકલો પરિપૂર્ણ છું, વસ્તુ અધૂરી, ઊણી હોય નહીં
એમ સ્વરૂપના નિશ્ચયને ઘુંટતા ઘુંટતા પૂર્ણ પરમાત્મ પદ પામી જાય છે. આત્મામાં પરમાત્મ પદ ભર્યું છે, તેના
નિર્ણયને ઘુંટતા ઘુંટતા પોતે જ પ્રગટ પરમાત્મા થઈ જાય છે.
આત્મા શાંતિ આનંદનો કંદ છે, તેના નિશ્ચયને દ્રઢ કરતાં રાગાદિ અજ્ઞાનનો નાશ થઈ આત્માની
સ્વાધીન પૂર્ણાનંદ દશા અર્થાત્ મોક્ષ પ્રગટી જાય છે. આમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ બધું આવી જાય છે.
આત્માના સ્વભાવનો નિશ્ચય કરતાં કરતાં, તેને ઘુંટતા એટલે તેમાં એકાગ્ર થતાં તે પરમાનંદ સ્વરૂપ થઈ
જશે, તેને કોઈ વિઘ્ન કે અડચણ આવશે નહીં, અનું નામ સ્વરૂપ–આરાધક છે, અને તે જ આત્મા નિરપરાધી છે.
આજીવન બ્રહ્મચર્યવ્રત
ગયા પર્યુષણના દિવસો દરમ્યાન બોટાદના કામદાર મનસુખલાલ
મગનલાલ અને રાજકોટના ભાઈશ્રી લક્ષ્મીચંદ લીલાધર મહેતા તેઓ બંનેએ સજોડે
બ્રહ્મચર્યવ્રત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સમીપે અંગીકાર કર્યું છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૯૬ : આત્મધર્મ : ૧૨
આત્મ સ્વરૂપનું અજાણપણું એ
જ મહા પાપ છે. શા માટે?
[નવમાં અંકથી ચાલુ] : લેખક : રામજી મા. દોશી
જીવને દુઃખથી છૂટવું હોય તો દુઃખ શાથી થાય છે અને તે કેમ મટે? તેનો સૂક્ષ્મ દ્રષ્ટિથી નિર્ણય કરવો જ
જોઈએ. અનાદિ કાળથી તે ભૂલ ચાલતી આવે છે. પુણ્યનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ કે જેથી ‘પુણ્યથી ધર્મ
થાય’ એવી ભ્રમણા ટળે, અને પુણ્યની મર્યાદા કેટલી છે તે સમજી શકાય. પાપ શું? તેમાં મહાપાપ શું? તેનું
સ્વરૂપ સમજવું જોઈએ. તે સિવાય કદી સાચું સુખ મળે જ નહીં.
પ્રસંગ છઠ્ઠો
પહેલો મિત્ર–હું પરનું ભલું બુરું કરી શકું–સુખ દઈ શકું એ માન્યતા ખોટી છે. તેને પાપ કહો છો તે બરાબર છે.
પણ મહાપાપ શા માટે કહો છો? (એટલું ખરું છે કે જીવ અપૂર્ણ અવસ્થામાં પરને સુખ દુઃખ દેવાનો ભાવ કરી શકે.)
બીજો મિત્ર–તે મહાપાપ છે–તેનું કારણ એ છે કે:– (૧) જીવ બીજાનું કાંઈ કરી શકતો નથી, અને પોતાનું
કરી શકે છે, જો પરનું પણ કરી શકે તો પોતે અને પર એક થઈ જાય; કેમકે જેમ પોતાનું કરી શકે તેમ પરનું કરે
તો, પર તો અનંત વસ્તુઓ છે, એટલે પોતે અને અનંત પરવસ્તુઓ તેની માન્યતામાં એક જ થયા. જેમ તે
પોતાનો સ્વામી છે, તેમ પર અનંતી વસ્તુઓનો સ્વામી થયો. આ માન્યતા અનાદિથી ચાલી આવે છે, અને તેને
જ કારણે પર વસ્તુમાં ઈષ્ટ–અનિષ્ટપણું તે માને છે, એ રીતે બધા દુઃખોનું મૂળ (જડ) હોવાથી તે મહાપાપ છે.
પહેલો મિત્ર–એ તમારી વાત હું સમજ્યો. તેનો સાર હું કહી જાઉં છું. જો તેમાં ફેરફાર હોય તો તમે સૂચવશો.
બીજો મિત્ર–ભલે કહો.
પહેલો મિત્ર–તમે કહ્યું તેનો સાર આ પ્રમાણે છે.
(૧) એક જીવ–પર કોઈનું કાંઈ પણ કરી શકે નહીં. (૨) પોતે પોતામાં–વિકારી કે અવિકારી ભાવ કરી
શકે. (૩) સંપૂર્ણ અવિકારી ભાવ ન પ્રગટે ત્યાં સુધી જીવે અશુભ ભાવ ટાળી, શુભભાવ કરવો–પણ તે શુભભાવને
ધર્મ ન માનવો. (૪) આમ કરવાથી પર વસ્તુ જે અનંત છે તે ઉપરનું મમત્વ અભિપ્રાયમાંથી છુટી જાય છે, અને
તેથી જે દાન, દયા, તપ–પૂજા–સેવા વગેરે કરે છે તે પોતાના અશુભ ભાવ ટાળવા–લોભ કષાય ઓછો કરવા માટે
કરે છે પરના ભલા માટે કરતો નથી; એટલે પર ગમે તેમ વર્તે તો પણ પોતાને રાજી કે નારાજી થતી નથી. (૫)
પોતે પોતામાં સ્થિર રહેવા પ્રયત્ન કરે છે. અને ન રહી શકે, ત્યારે ત્રીજા પેરામાં જણાવેલી માન્યતા સહિત ચોથા
પેરામાં જણાવ્યા પ્રમાણે વર્તે છે. તથા જે રાગ રહે છે, તેમાં પોતાનું સ્વામીત્વ તે માનતો નથી.
બીજો મિત્ર:–બરાબર છે. વિશેષ ચર્ચા હવે પછી કરીશું. (બન્ને જુદા પડે છે)
પ્રસંગ સાતમો
આત્મ સ્વરૂપના જાણક સમ્યગ્દ્રષ્ટિ સાધક જીવના પુણ્યનું સ્વરૂપ. પુણ્યનો ઈજારો તેમનો છે?
પહેલો મિત્ર:– આ બાબતમાં વિચાર કરતા પ્રશ્ન ઉઠે છે કે:– તીર્થંકર નામ કર્મ એવું છે કે–જે જીવને તે કર્મ હોય તે
જરૂર વીતરાગ થાય–માટે જે ભાવે તીર્થંકર પદની પ્રાપ્તિ થાય–તે ભાવ શુભ ભાવ છે તો તેને કેમ ઉપાદેય ન ગણવો?
બીજો મિત્ર:–તમારા પ્રશ્નનો ઉત્તર આપવામાં તમારી પાસેથી નીચેની બાબતોને જાણી લેવી જોઈએ કે:–
(૧) તે શુભભાવ મિથ્યાદ્રષ્ટિને થાય છે કે સમ્યગ્દ્રષ્ટિને થાય છે? (૨) તે ભાવને સમ્યગ્દ્રષ્ટિ ઉપાદેય–
આદરવાલાયક એટલે કે આત્માનું સ્વરૂપ માને છે કે વિકાર માને છે?
પહેલો મિત્ર–(૧) તે ભાવ તો સમ્યગ્દ્રષ્ટિને જ થાય. મિથ્યાદ્રષ્ટિને થાય જ નહીં. (૨) સમ્યગ્દ્રષ્ટિ તે
ભાવને નિજ સ્વરૂપ માનતો નથી–તે ભાવને જે નિજ સ્વરૂપ માને તેને તો તેનો ભાવ થાય જ નહીં.
બીજો મિત્ર–એ બરાબર છે. જે જે તીર્થંકર ભગવાન થાય છે, તેઓ પ્રથમ પોતાના પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ
કરે છે અને જે રાગ તેમને રહ્યો તે ટાળતાં જે રાગ રહી જાય તેમાં તે ભાવનું નિમિત્ત પામીને તીર્થંકર નામ કર્મ બંધાય છે.
પહેલો મિત્ર–ત્યારે તો એમ થયું કે શુભ ભાવનો ઈજારો સમ્યગ્દ્રષ્ટિઓએ જ રાખ્યો છે.
બીજો મિત્ર–તેમનો ઈજારો તો શુદ્ધતા પ્રગટ કરવાનો છે, પણ તેમાં અપૂર્ણતા હોય ત્યારે

PDF/HTML Page 10 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૧૯૭ :
સાતિશય પુણ્ય–પ્રકૃતિઓનો અવાંછિત વૃત્તિથી બંધ થઈ જાય છે. તેને તમારે પુણ્યનો ઈજારો કહેવો હોય તો
કહો; પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ તો તે રાગભાવ–તથા તીર્થંકર પ્રકૃતિ બન્નેને ઉપાદેય માનતાં નથી.
પહેલો મિત્ર–આ તો ‘મૂકે ખસતું તો આવે હસતું’ એમ થયું. સાતિશય પુણ્યનું બીજું કોઈ નામ છે?
બીજો મિત્ર–તે પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. ‘મૂકે ખસતું તો આવે હસતું’ એવું રાગ હોય
ત્યારે સમ્યગ્દ્રષ્ટિને બને છે, પણ તેનો તે માલીક નથી તેથી તેને આવ્યું એમ પણ કહી શકાય નહીં. સમ્યગ્દ્રષ્ટિ તો
માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા છે.
પહેલો મિત્ર–આત્મસ્વરૂપથી અજાણને પુણ્ય થાય તેનું કાંઈ ખાસ નામ છે?
બીજો મિત્ર–હા. તેને પાપાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે.
પહેલો મિત્ર–તેવા પુણ્યનું સ્વરૂપ શું છે?
બીજો મિત્ર:–શ્રીપરમાત્મ પ્રકાશ. અધ્યાય ૨ ગાથા ૨૦ માં નીચે પ્રમાણે જણાવ્યું છે:–
पुण्णे ण होइ विहवो विहवेण मओमएण मइ–मोहो।
मइ–मोहेणयपावं ता पुण्णं अम्ह मा होउ।।२०।।
पुण्येन भवति विभवो विभवेन मदो मदेन मति मोहः।
मतिमोहेन च पापं तस्मात् पुण्यं अस्माकं मा भवतु।।६०।।
અર્થ:–પુણ્યથી ઘરમાં ધન થાય છે, ધનથી અભિમાન થાય છે, અભિમાનથી બુદ્ધિ ભ્રમ થાય છે, બુદ્ધિ
ભ્રમ થવાથી પાપ થાય છે તેથી એવું પુણ્ય અમને ન હો!
ટીકાકાર કહે છે મિથ્યાદ્રષ્ટિ જીવને પુણ્યના ફળથી પ્રાપ્ત થએલી સંપદાથી અભિમાન (ઘમંડ) થાય છે,
સમ્યક્ત્વાદિ ગુણ સહિત વિવેકી જીવને પુણ્ય બંધ અભિમાન ઉત્પન્ન કરતું નથી; તેવા જીવો ગમે તેવી
મોટી વિભૂતિ પામ્યા હોય તો પણ મદ–અહંકારાદિ વિકલ્પોને છોડી સંપૂર્ણ પવિત્રતા પ્રગટ કરે છે.
મિથ્યાદ્રષ્ટિઓને પુણ્યનું ફળ–વિભુતિ–ગર્વનું કારણ થાય છે, સમ્યગ્દ્રષ્ટિઓને થતું નથી.
પહેલો મિત્ર–તમે કહ્યું તે ઉપરથી તો સ્પષ્ટ થાય છે કે જીવને દુઃખથી છુટવું હોય તો દુઃખ શાથી થાય છે
અને તે કેમ મટે? તેનો સૂક્ષ્મ દ્રષ્ટિથી નિર્ણય કરવો જ જોઈએ. અનાદિ કાળથી તે ભૂલ ચાલતી આવે છે; પુણ્યનું
સ્વરૂપ બરાબર સમજવું જોઈએ કે જેથી પુણ્યથી ધર્મ થાય એવી ભ્રમણા ટળે અને પુણ્યની મર્યાદા કેટલી છે તે
સમજી શકાય–પાપ શું તેમાં મહા પાપ શું તેનું સ્વરૂપ સમજવું જોઈએ તે સિવાય કદી સાચું સુખ મળે જ નહીં.
પુણ્યનું સ્વરૂપ ન સમજે તે પુણ્ય શી રીતે કરે? કંઈક શુભ ભાવ થાય ત્યારે તેનું અવ્યક્ત અભિમાન હોય જ ‘હું
પરનું ભલું કરી શકું’ એમ માનતો હોય ત્યારે નમ્રતા–કરુણા બુદ્ધિ હોય તો પણ પરનું હું કરી શકું–મારે કરવું જ
જોઈએ–એ મારી ફરજ છે–એવી ભ્રમણા હોવાથી તેને અંદર અવ્યક્ત અભિમાન હોય જ.
બીજો મિત્ર– બરાબર છે, તેવાં અભિમાનને શાસ્ત્રની પરિભાષામાં ‘અનંતાનુંબંધીમાન’ કહે છે.
પહેલો મિત્ર–તે બરાબર છે. કેમકે જો એકનું ભલું કરી શકાય તો અનંતનું કરી શકાય અને તેથી તે અનંત
પરવસ્તુનો અભિપ્રાયમાં સ્વામી થયો. બધાનો સેવક છું એમ માને તો તે ભૂલ છે. સમ્યગ્દ્રષ્ટિ તો જે જે
શુભભાવમાં જોડાય છે તે કોઈના ભલા માટે નહીં,

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૯૮ : આત્મધર્મ : ૧૨
પણ ૫ોતાના ભલા માટે–એટલે કે અશુભરાગ ટાળવા માટે પુણ્ય ભાવ કરે છે; રાગ હંમેશાં પરલક્ષે થાય છે. તેથી
પરને લાભ થવાનો હોય તો પરના પોતાના કારણે થાય છે.
એ હું સમજ્યો. એ રીતે આ વિષય પૂરો થાય છે.
બીજો મિત્ર–તમે સમજવાની જિજ્ઞાસા ધરાવો છો તે અનુમોદનને પાત્ર છે. આ માન્યતાને લક્ષમાં રાખી
તેને ખૂબ ઘુંટવી–તે માટે સ્વાધ્યાય વગેરે કરવાં, શાસ્ત્રોના અર્થોની પદ્ધતિ બરાબર સમજવી, તેથી તેની માન્યતા
અને જ્ઞાન વધારે નિર્મળ થશે જો પોતે સત્ કેવી રીતે છે તે જાણશે તો તે અસત્ને ટાળશે.
(વિશેષ હવે પછી)
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ પાસે
રાત્રિચર્ચા વખતે થયેલ પ્રશ્નોત્તર વિજ્યાદસમી સં. ૧૯૯૯ તા. ૮–૧૦–૪૩. રાજકોટ સદર
પ્રશ્ન:–સંસારીઓએ સુખ માટે પ્રથમ શું કરવું?
ઉત્તર:–આત્માને ઓળખવો તે જ પ્રથમ કરવું.
પ્રશ્ન:–આત્માને આળખ્યા પછી શું કરવું?
ઉત્તર:–આત્માની ઓળખાણ થયા પછી શું કરવું
તે પ્રશ્ન જ નથી રહેતો; જ્ઞાન થતાં જ્ઞાનથી જ જ્ઞાન
પ્રગટે છે.
પ્રશ્ન:–આત્માની ઓળખાણ કરવાનું સાધન
શું?
ઉત્તર:–સત્સમાગમ.
પ્રશ્ન:–સત્સમાગમ કેવી રીતે થાય?
ઉત્તર:–નિવૃત્તિ લઈને થાય; બાહ્ય ક્રિયાથી ન
થાય.
પ્રશ્ન:–કોઈ કહે કે ‘મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું
છે, હું સમજું છું કે આ જ ઉત્તમ છે;’ એમ કહેનારનો
છોકરો માંદો પડે ત્યારે તે જાણે છે કે ‘આ છોકરો મારો
નથી’–ત્યારે તેણે શું કરવું?
ઉત્તર:–તેને પહેલાંં ઓળખાણ થવી જોઈએ કે
આ છોકરાનું મારાથી કાંઈ પણ થઈ શકવાનું નથી;
છતાં પોતે હજી વીતરાગ નથી થયો ત્યાંસુધી
બચાવવાનો ભાવ આવે, શુભભાવનો નિષેધ નથી
પણ શુભભાવથી ધર્મ ન થાય
એમ માનવું.
પ્રશ્ન:–કોઈ જીવ પુણ્ય વગર પ્રથમથી જ ધર્મ ન
કરી શકે?
ઉત્તર:–ધર્મ કરતાં વચ્ચે પુણ્ય તો આવે જ.
પણ પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય એમ ત્રણકાળમાં
બનતું નથી.
પ્રશ્ન:–સમજ્યા પછી શું કરવાનું રહ્યું?
ઉત્તર:–સમજ્યા પછી જ ઘણું કરવાનું હોય છે–
એટલે કે સમજ્યા પછી સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાની
હોય છે.
ધર્મ માટે આત્મા પરથી જુદો છે તથા પરનું તે
કાંઈપણ કરી શકતો નથી એવી શ્રદ્ધા તે પ્રથમ કર્તવ્ય
છે. ચક્રવર્તી રાજ ભોગવતો હોય પણ અંદરમાં પરથી
જુદાપણાનું ભાન વર્તતું હોય. સાચી ઓળખાણ જુદી
વસ્તુ છે અને શુભ ક્રિયા જુદી વસ્તુ છે.
પ્રશ્ન:–ઓળખાણ કરવા માટે કાંઈક શુભભાવ
તો કરવા જોઈએને?
ઉત્તર:–ઓળખાણ અંદરના શુદ્ધભાવથી થાય
છે; શુભભાવ કરતાં કરતાં ધર્મ થાય એમ બનતું નથી.
પ્રશ્ન:–એક માણસ પાપ ન કરે અને પુણ્ય પણ
ન કરે તો શું થાય?
ઉત્તર:–જો પુણ્ય કે પાપ કાંઈ ન કરે તો તેને
આત્માની સંપૂર્ણ ઓળખાણ થઈ કહેવાય અને તે
વીતરાગ કહેવાય. ધર્મ તો આત્માનું સ્વરૂપ છે તે
બહારમાં નથી.
પ્રશ્ન:–એમ બધા શ્રાવક તો કહેવાઈએ ને?
ઉત્તર:–નામથી શ્રાવક કહી શકાય, ખરેખર તો
સર્વજ્ઞ ભગવાનના અનુયાયી તે જ સાચા શ્રાવક છે.
પ્રશ્ન:–અમારા બાળકોને ધર્મ પમાડવો તે
અમારી ફરજ છે ને?
ઉત્તર:–કોઈ કોઈને ધર્મ પમાડી શકતો જ નથી.
પ્રશ્ન:–બધા સંસારીઓએ ધર્મ સમજવા શું
કરવું?
ઉત્તર:–બધાની વાત મૂકી દેવી, પોતાની એકની
વાત કરવી.
પ્રશ્ન:–મારે ધર્મ સમજવા શું કરવું?
ઉત્તર:–શાસ્ત્રનો અભ્યાસ અને સત્સમાગમ કરવો.
સવારમાં

PDF/HTML Page 12 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૧૯૯ :
હમેશ ધર્મશાસ્ત્રનો એક પાઠ વાંચી તેનો અર્થ સમજવો. સ્તુતિ વગેરે કરીને તેનો બરાબર અર્થ સમજવો જોઈએ.
સમજ્યા વગર જિંદગી આખી બોલ્યા કરે અને વાંચ્યા કરે તોપણ કાંઈ લાભ થાય નહીં.
પ્રશ્ન:–પહેલાંં કયું પુસ્તક વાંચવું?
ઉત્તર:–જૈન સિદ્ધાંત પ્રવેશિકા, મોક્ષમાર્ગ પ્રકાશક, તત્ત્વજ્ઞાન, આત્મસિદ્ધિ શાસ્ત્ર વગેરે–સમજણ પૂર્વક
વાંચવા જોઈએ.
પ્રશ્ન:–શુભભાવ કરે તે અજ્ઞાનતા છે?
ઉત્તર:–શુભભાવને ધર્મ માનીને કે લાભકારક માનીને કરે તો અજ્ઞાનતા છે, અશુભ ટાળવાના જ્ઞાનથી
આત્માની ઓળખાણ સહિત શુભભાવ કરે તે યોગ્ય છે, પણ ઓળખાણ વગરના શુભભાવ નિશ્ચયે પાપની જ
જાતના છે; આત્માના ગુણ માટે તો શુભભાવ પણ સારો નથી. પુણ્ય–પાપ બન્ને વિકાર છે, ધર્મ તો અવિકારી
સ્વરૂપ છે. અશુભથી બચવા પુણ્ય કરવાની ના નથી પણ આત્માની ઓળખાણ તો ધર્મથી જ થાય છે.
પ્રશ્ન–મોક્ષ ન જઈ શકાય અને સંસાર ન જોઈતો હોય તો વચલો રસ્તો છે કે નહીં?
ઉત્તર–બીજો કોઈ માર્ગ નથી. કાંતો સંસાર અને કાંતોલ મોક્ષ.
પ્રશ્ન–કોઈ પુણ્ય જ કરે અને પાપ ન જ કરે તો પુણ્ય સારાં છે ને?
ઉત્તર–ભાન વગર એકલાં પુણ્ય થાય નહીં કદી વિશેષપણે શુભભાવ કરે તો એકાદ ભવ સ્વર્ગાદિનો કરી પછીના
ભવમાં આત્માના ભાવનગર (શુભ ભાવ તે વિકાર હોવાથી–અને વિકાર કાયમ એકરૂપ નહીં ટકતો હોવાથી તે
શુભભાવ બદલીને) અશુભભાવ કરી અનંત સંસાર વધારશે. આત્માના ભાન સહિત જે પુણ્ય ભાવ કરે છે તે પુણ્ય
ભાવને પોતાના માનતો નથી, તેથી તે પુણ્ય ભાવ છોડીને શુદ્ધ ભાવમાં સ્થિર થશે. કોઈ પણ–જ્ઞાની કે અજ્ઞાની–એકલા
પુણ્યમાં ટકી શકે નહીં. નીચલી દશામાં પુણ્ય બંધ સાથે પાપબંધ પણ થાય છે. પુણ્ય બંધ એકલો હોઈ શકે નહીં.
ધર્મને માટે આ બધી વાત પ્રથમ એકડો છે. પુણ્યના માર્ગો અનેક છે, ધર્મનો માર્ગ ત્રણેકાળ એક જ છે.
સમકિતી જીવોને પૂર્ણ સ્વરૂપનું ભાન છે, પણ ચારિત્રમાં પૂર્ણતા ન હોય તેને પર ભાવનું (શુભાશુભ ભાવનું)
ધણીપણું છૂટી ગયું છે, છતાં શુભભાવ આવે ખરા, પણ અંદરમાં તેનો નકાર હોય કે ‘આ મારું સ્વરૂપ નથી’
પ્રશ્નો:–અશુભ કર્મો ટાળવા તીર્થંકર ભગવવાને પણ શુભભાવ કરવા પડે ને?
ઉત્તર:–આ પ્રશ્ન જ યોગ્ય નથી; કેમકે તીર્થંકર તો વીતરાગ છે. વીતરાગને શુભાશુભ ભાવ હોઈ શકે જ નહીં.
પ્રશ્ન:–સમકિતીને સ્વરૂપનું ભાન હોવા છતાં લડાઈ કેમ કરે? તથા રાગ કેમ આવે?
ઉત્તર:–પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સમકિતીને પણ રાગ આવે ખરો, પણ તે રાગને પોતાનો માનતો
નથી, અર્થાત્ તેનો કર્તા થતો નથી. તોપણ જેટલો રાગ છે તેટલી પુરુષાર્થની નબળાઈ છે.
પ્રશ્ન–પૂજા ધર્મ માટે આવશ્યક ખરી કે નહીં?
ઉત્તર–અશુભભાવ છોડવા પૂરતી શુભભાવમાં નિમિત્ત છે, પણ તેનાથી ધર્મ નથી, કેમકે પૂજામાં ભગવાન
ઉપરનો રાગ છે અને જે રાગ છે તે ધર્મ નથી.
પ્રશ્ન:–કેવળી ભગવાનને પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું હોવા છતાં હજી સંસારમાં કેમ અટક્યા છે?
ઉત્તર:–હજી જોગનું કંપન છે તે પુરતી અપૂર્ણતા છે.
પૂ. ગુરુદેવના ઉદ્ગારો;–
આત્માની દરકાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગોટા જ ઊઠે. મારું શું? મારો આત્મા તે શું આમ
રઝળાવાનો જ? બીજું કાંઈ નહિ? એમ અંતરથી સમજવાની જિજ્ઞાસા ન જાગે ત્યાંસુધી તેને સાચું ભાન થાય નહીં.
પ્રશ્ન– આત્મભાન થયા પછી ગુરુની જરૂર રહે?
ઉત્તર–છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય.
[હોય અને જરૂર રહે એમાં ફેર છે] અહા! લોકોને ધર્મનું સ્વરૂપ
સમજવું કઠણ થઈ પડ્યું છે.
સં. ૧૯૫૨ માં શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–“હાલ જૈનમાં ઘણો વખત થયાં અવાવરૂ કૂવાની માફક
આવરણ આવી ગયું છે; કોઈ જ્ઞાની પુરુષ છે નહીં. કેટલોક વખત થયાં જ્ઞાની થયા નથી; કેમકે નહીં તો તેમાં
આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં.”
ચાલુ દિવસના વ્યાખ્યાનના સારરૂપે પૂજ્ય સદ્ગુરુદેવ:–
કર્મ અને આત્માનું એક ક્ષેત્રે રહેવું તે અવગાહ ક્ષેત્રસંબંધ છે. આત્માના એકેક પ્રદેશ સાથે કર્મના
રજકણો રહેલાં છે, પણ આત્મામાં ગરી ગયા નથી. આકા–

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૦૦ : આત્મધર્મ : ૧૨
શની જગ્યાની અપેક્ષાએ આત્મામાં
કર્મ ગરી ગયા એમ કહેવાય.
જ્ઞાનની ક્રિયાને નિષેધવામાં
આવી નથી. શુભરાગ કે
અશુભરાગની ક્રિયાને તથા ક્રોધાદિને
નિષેધવામાં આવ્યાં છે, કર્મના
સંબંધને નિષેધવામાં આવ્યો છે.
પ્રશ્ન:–જ્યાં કર્મ જાય ત્યાં
આત્માને સાથે લઈ જાય?
ઉત્તર:–જ્યારે એકની એવી
અવસ્થા હોય ત્યારે બીજાની પણ
તેવી જ અવસ્થા નિમિત્ત–નૈમિત્તિક
સંબંધને લઈને હોય, છતાં બન્ને
પોતપોતાના સ્વતંત્ર કારણે સાથે
જાય છે.
પોતે ઊંધો પડી વિકારી ભાવ
કરે ત્યારે કર્મ નિમિત્ત કહેવાય;
પરમાર્થે કર્મ આત્માને કાંઈ કરી
શકતા નથી.
પ્રશ્ન:–વસ્તુ સ્વરૂપ સમજ્યા
પછી પણ કર્મનું ફળ તો ભોગવવું
પડે ને?
ઉત્તર:–કર્મનું ફળ તો બાહ્ય સંયોગ
મળે તે પૂરતું છે; પણ જીવ
વિકારીભાવ ટાળવા માગે તો
અંતરના શુદ્ધભાવથી ટાળી શકાય છે.
પૂજ્ય ગુરુદેવના ઉદ્ગારો
અહો! આત્માનું સ્વરૂપ
ત્રિકાળ પવિત્ર છે. અનાદિથી કદી
મનુષ્યપણું ન પામ્યા હોય તેવા
જીવો પણ અનંત છે, છતાં તેઓનો
આત્મા પણ શક્તિમાં ત્રિકાળ
પવિત્ર મૂર્તિ છે.
ઊંધી માન્યતા એ સંસાર
અને સવળી માન્યતા એ મોક્ષ.
સંસાર મોક્ષ બન્ને પર્યાયમાં છે.
સ્વભાવ તો ત્રિકાળ નિર્મળ છે.
નિર્મળ છે તે ત્રિકાળ નિર્મળ જ છે.
પુણ્ય ધર્મનો નાશક
(રોકનાર) છે, અને ધર્મ પુણ્યનો
નાશક છે.
પર ઉપર લક્ષ છોડી
સ્વઉપર લક્ષ કરે તે સાચી માન્યતા
છે.
આ કાળમાં જૈનધર્મનું
વહાણ ખરાબે ચડયું છે, તેને
બચાવવા સારા નાવિક
[સદ્ગુરુ,
સત્સમાગમ] ની જરૂર છે.
પાપને પાપ તો સર્વે કહે છે, પણ
જ્ઞાનીઓ પુણ્યને પણ પાપ કહે છે.
કારણકે પુણ્ય અને પાપ બન્ને બંધન
ભાવ છે. સ્વભાવને રોકનાર છે.
–: પર્યુષણ અંકનો સુધારો :–
પાનું કોલમ લીટી અશુદ્ધ શુદ્ધ
૧૬૨ ૩ ૨૪ ક્ષેત્રે ભેગા પણ ભાવે.
ભેગા નથી ક્ષેત્રે ભેગા પણ ભાવે ભેગા
નથી,
૧૬૨ અવસ્થામાં જ અવસ્થામાં છે.
૧૬૬ ૨૭ ભાસપણાની માન્યતા મારાપણાની માન્યતા
૧૭૦ ૧૫ બંધ બન્યો અંધ બન્યો
૧૭૩ ૧૦ રાગ છે, પણ રાગ આવે છે, પણ
૧૮૩ ૧૨ સ્વર્ગાદિ ગતિમાંય. સ્થાનક દ્રવ્યસ્વભાવ.
૧૮૩ ૩૭ ચીજ ન હોય તો બીજી ચીજ ન હોય તો
૧૮૫ ૧૯ તે ઉપર લક્ષ ન થાય. તે ઉપર લક્ષ થાય.
સુ
વર્ણપુરી એક તીર્થધામ તો છે
જ, પરંતુ પર્યુષણના દિવસોમાં તો
એ એક સાક્ષાત્ ધર્મક્ષેત્ર બની ગયું
હતું. પર્યુષણના એ દિવસો
સુવર્ણપુરીમાં પાંચમો નહિ પણ
ચોથો કાળ છે એવો ખ્યાલ કરાવતા
હતા.
સુવર્ણપુરીમાં શું નથી? બધું
જ છે. એક તરફ ભવ્ય જિનાલય
જેમાં મૂળ નાયક તરીકે શ્રી
સીમંધર ભગવાનની
અત્યંત
ભાવવાહિની પ્રતિમાજી બિરાજે છે;
જિનાલયના પાછળના ભાગમાં
અદ્ભુત સમવસરણ (ધર્મસભા)
છે. જેમાં કુંદકુંદ આચાર્યદેવ
સીમંધર ભગવાનનો ઉપદેશ
ઝીલી રહ્યા છે.
એ પવિત્ર દ્રશ્ય
દ્રશ્યમાન થાય છે; અને બીજી તરફ
જન્મ–મરણનો ભયંકર રોગ ટાળવા
માટે મહામંગલ–મંદિર શ્રી જૈન
સ્વાધ્યાય મંદિર જેમાં વીતરાગની
સાક્ષાત્ વાણીસમું પરમાગમ શ્રી
સમયસારજી–તેની વિધિપૂર્વક
પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એ
રીતે સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો અપૂર્વ
સુમેળ વર્તે છે. વળી અહીંની
વિશિષ્ઠતા તો એ છે કે–અહીં
સાક્ષાત્ ચૈતન્ય મૂર્તિસમા શ્રી
કહાન પ્રભુ
બિરાજી રહ્યા છે....
અહા! કહાન પ્રભુ! તેઓશ્રી
વીતરાગ પ્રભુની છત્રછાયા નીચે
વ્યાખ્યાન પીઠિકા પર બિરાજીને
એકધારા પ્રવાહી સત્ધર્મ ઉપદેશ
વડે ભરત ક્ષેત્રને પડેલી સાક્ષાત્
તીર્થંકર ભગવાનની ખોટ પૂરી પાડી
રહ્યા છે, અને એ રીતે ધર્મક્ષેત્ર
સુવર્ણપુરીમાં ધર્મકાળ વર્તી રહ્યો છે.
નોટ:– પાનાં ૧૭૨–૭૩ ઉપર છપાયેલ છે તે પૂજ્ય સદ્ગુરુદેવનું તા. ૧૭–૬–૪૪નું નિયમસાર ઉપરનું
વ્યાખ્યાન છે.
૧૮૫ મે પાને છપાયેલ લખાણ પૂજ્ય સદ્ગુરુદેવ પાસે થયેલી જુદે જુદે વખતે ચર્ચાઓમાંથી લીધેલું છે.
તે લખાણમાં જ્યાં “ [] [] વગેરે નંબર લખ્યા છે તે” ચર્ચા–[] ચર્ચા [] એમ જુદી જુદી ચર્ચાનાં
નંબર સમજવા.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૨૦૧ :
સુવર્ણપુરીમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો
માંગલિક મહોત્સવ
પર્યુષણના દિવાસોમાં આ ધર્મક્ષેત્રમાં ધર્મનો લાભ લેવા માટે સેંકડો ધર્મપ્રમીઓ આવ્યાં હતાં, અને એ
દિવસોમાં તો ખરેખર સુવર્ણપુરીમાં ધર્મનો ઉત્સવ જ ઉજવાયો હતો. મુમુક્ષુઓનો ધર્મપ્રેમ અજબ હતો. ધોધમાર
વરસતા વરસાદ વચ્ચે ભીંજાતા પણ અનેક બંધુ–ભગિનીઓ ભરતક્ષેત્રના એ મહત્પુરુષના મુખેથી વહેતા
ધર્મધોધના પ્રવાહને ઝીલવા માટે હર્ષભેર આવતા હતા–અને દિવ્યમૂર્તિ શ્રી કહાનપ્રભુ અત્યંત સુમધુર વાણી
દ્વારા તદ્ન સ્પષ્ટપણે આત્માનું સ્વરૂપ, ધર્મની દુર્લભતા ઈત્યાદિ અનેક બાબતો સમજાવતા હતા.... જેનો
અલ્પસાર નીચે આપવામાં આવે છે.
૧–ત્રિકાળ સ્પષ્ટ નિર્મળાનંદ ચૈતન્યજ્યોત એકરૂપ વસ્તુ તું છો, તેમાં બંધ–મોક્ષના ભેદ નથી, એમ
પંચમઆરાના અજ્ઞાની શિષ્યને આચાર્યદેવે કહ્યું છે.
૨–આત્મવસ્તુ સ્વરૂપના માહાત્મય વિના અને તેને જાણ્યા વિના અનંતકાળમાં બધું કરી ચૂક્યો છે; દાન,
દયા, તપ, વ્રત, હિંસા, ચોરી વગેરે બધું અનંતવાર કરી ચૂક્યો છે, પણ તે બધાથી પેલે પાર આત્માનો સ્વભાવ
શું છે તે અનંતકાળમાં કદી સમજ્યો નથી. સાચું સ્વરૂપ સમજે તો રુચિ થાય. રુચિ થાય તો ઠરે અને ઠરે તો
સંસાર ન હોય.
૩–‘પ્રભુ! તું છો, ત્રિકાળ છો, અનંતકાળમાં અનંત શરીરો ધારણ કર્યાં’ એમ કહેતાં તેની હા પાડી તેમાં
‘અનંતા શરીર ધારણ કર્યાં’ તે અનંતનો ખ્યાલ એક સેકન્ડમાં આવ્યો છે; ‘જો અનંત ભવ ન કર્યા હોય તો
અત્યારે મુક્તિ હોય તેથી અનંતા ભવ થયા’ એમ નક્કી કરનારૂં જ્ઞાન અનંતને જાણનારૂં છે, અને જે જ્ઞાને
અનંતને જાણ્યું છે તેમાં વીર્ય અનંતુ છે, સ્થિરતા અનંતી છે, શ્રદ્ધા અનંતી છે; બધા ગુણોની અનંતતા એક સાથે
જ છે.
જે જ્ઞાન એક સેકન્ડમાં અનંતને જાણે છે તે એક સમયમાં પણ અનંતને જાણે છે; કેમકે એક સેકન્ડમાં
અસંખ્યાતા સમય છે અને એક સેકન્ડમાં જ્ઞાને અનંતને જાણ્યું છે તે અનંતના અસંખ્ય ભાગ પાડો તો અનંત આવે,
માટે જ્ઞાન એક સમયમાં–વર્તમાનમાં અનંતને જાણે છે.
પ્રભુ! તારી પ્રભુતા તો જો! આ તારી પ્રભુતા ગવાય છે.
૪–પ્રભુ! તું આત્મા! અને તને કર્મનો બંધ કહેવો તે શરમ લાગે છે. તું એક અને તને કર્મનો બંધ કહેવો
તે કલંક છે.–કલંક છે. પ્રભુ! તું એક સ્વતંત્ર વસ્તુ! તને રાગ–દ્વેષ કે કર્મનો સંગ કહેવો તે વ્યાજબી લાગતું નથી,
બંધન કહેવું પડે તે ખેદ છે.
અમને આ બંધની વાત કહેતા પણ શરમ આવે છે તો તને સાંભળતાં એમ થઈ જવું જોઈએ કે–નહીં!
મને કર્મનો સંગ નથી છોડ પ્રભુ? તારા સ્વરૂપમાં કર્મ નથી. એક તત્ત્વને પરનો સંગ કહેવો તે સ્વતંત્રતાની લૂંટ
પડે છે, પરાધીનતા આવે છે. પ્રભુ! તારા આત્માને કર્મનો સંગ ત્રણકાળમાં નથી.
૫–સમ્યગ્દર્શનમાં નથી ભરોસો રાગ દ્વેષનો, નથી ભરોસો નિર્મળ પર્યાયનો કે નથી ભરોસો સમ્યગ્દર્શનનો
પોતાનો, પણ એક ક્ષણમાં પરિપૂર્ણ અનંત ગુણનો પિંડ અખંડ વસ્તુ તે જ સમ્યગ્દર્શનનો વિષય છે.
૬–અન્ય પાંચ દ્રવ્યો [ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ અને પરમાણુ] ને દુઃખ નહીં અને તને દુઃખ
કહેવું–બંધન કહેવું તે શરમ છે–ખેદ છે. તને તારા શાશ્વત ટંકોત્કીર્ણ સ્વરૂપની સ્વાધીનતાનું ભાન ન મળે અને
પરનો આશ્રય માન તે તને શોભતું નથી. માટે હવે તું તારા એકલાપણામાં આવી જા અને બેકલાપણું છોડી દે!
તું ચૈતન્ય રાજા અને તને પરનો તાબેદાર કહેવો તે વાત બંધબેસતી નથી.
૭–સ્વરૂપના ભાન સહિત પરિગ્રહની મર્યાદા કરનારને દ્રષ્ટિમાં તો અભાવ છે જ. અસ્થિરતા હોવાને
કારણે મર્યાદા કરે છે. દ્રષ્ટિતો વીતરાગતા ઉપર જ છે–અનંત ગુણ ઉપરની રુચિ છે. પરપદાર્થની રુચિવાળાને
અનંત

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૦૨ : આત્મધર્મ : ૧૨
પદાર્થની રુચિ છે ને સ્વની રુચિવાળાને પરપદાર્થની કિંચિત્ માત્ર રુચિ નથી. અસ્થિરતા હોવાથી અલ્પ
આસકિત હોય છે, પણ દ્રષ્ટિમાં તો અભાવ જ ઈચ્છે છે.
૮–ભડનો દીકરો ભવનો ભાવ રાખીને ભવમાં રખડયા કરે છે, પણ ‘ભવનો ભાવ નથી જોઈતો’ એવા
ભાવે એક પણ ભવ કર્યો નથી. એકવાર “ભવ નહીં, ભવનો ભાવ નહિ” એમ કહે તો તેને ભવ હોય જ નહીં.
‘મારા સ્વરૂપમાં ભવ નથી, ભવનો ભાવ નથી હવે ભવ પણ નહીં’ એમ ભવનો ભાવ તોડીને એક પણ ભવ
પલટી નાંખે તેને ભવ હોય જ નહીં.
૯–ભગવન્! તું અનંત કાળથી તારા આત્મતત્ત્વના ભાન વિના રઝળી રહ્યો છો, પરની મહિમામાં સ્વની
મહિમા ગોટાઈ ગઈ છે. જોનારે જોનારને જાણ્યો નહીં અને પર વસ્તુમાં સુખ માની બેઠો, એથી સ્વભાવની
અનંતી શાંતિની ગુલાંટ ખાઈને અનંતી આકુળતાનું વેદન કરી રહ્યો છે.
૧૦–એલા! તને એમ નથી દેખાતું કે આ આશા તો એક એક ક્ષણે નવી નવી ફેરફારવાળી થાય છે; ક્ષણે
ક્ષણે પલટી જાય છે તે વિકાર છે, એકરૂપ નથી, માટે તે કરવા જેવી નથી, પણ અંદર ત્રિકાળ એકરૂપ સ્વભાવ
પડ્યો છે તેની જ પ્રતીતિ કરવી પડશે–એમ તને નથી લાગતું?
ઉપર પ્રમાણેના દશ અદ્ભુત ઉપદેશ વચનો શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ–૫ સુધીના આઠ દિવસના
સવારના સમયસારજી ગાથા ૨–૩–૪ નાં વ્યાખ્યાનોમાંથી તારવ્યાં છે. આ ઉપરાંત બપોરે શ્રી સત્તાસ્વરૂપનું
વ્યાખ્યાન ચાલતું–જેમાં ગૃહીતમિથ્યાત્વ છોડવા માટેનો તથા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યેના શુભરાગની હદ કેટલી? એ
બતાવનાર પરમ અદ્ભુત ઉપદેશ આવ્યો હતો. અને એ રીતે પર્યુષણના દિવસોમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવની
અદ્ભુત ધર્મવાણીનો લાભ આ બાલવૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક લીધો હતો. હંમેશાં સાંજે દેરાસરજીમાં ભક્તિ
થતી–જેમાં દેવગુરુની સ્તુતિનાં સ્તવનો થતાં સ્તવનનાં ફેરવી ફેરવીને સુંદર રીતે ગવડાવવામાં આવતાં પદો ભક્તો
ઘણા જ ઉત્સાહથી ઝીલતા હતા, અને પૂજ્ય સદ્ગુરુદેવના ઉપકારની ભક્તિના રસમાં તરબોળ થઈ જતા હતા.
હંમેશાં સવારે તથા રાત્રે ધર્મને લગતાં પ્રશ્નોત્તર થતા, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ લાભ લેતા અને
પોતાની શંકાનું સમાધાન મેળવતા. રાત્રે (ચર્ચા પહેલાંં) હંમેશાંં પ્રતિક્રમણ થતું–જેમાં સેંકડો મુમુક્ષુઓ લાભ
લેતા, સંવત્વરીના દિવસે ૭૦૦ ઉપરાંત ભાઈઓ પ્રતિક્રમણમાં હતા–અને બહેનોમાં લગભગ ૫૦૦ બહેનો હતાં.
પર્યુષણના દિવસો દરમ્યાન બે વખત વરઘોડો નિકળ્‌યો હતો. જેમાં અત્યંત ઉલ્લાસથી લગભગ બે હજાર
માણસોએ ભાગ લીધો હતો.
આ રીતે સુવર્ણપુરીના ધર્મક્ષેત્રમાં આ વખતના પર્યુષણ ઘણા જ ઉલ્લાસ પૂર્વક ઉજવાયા હતા. એ
પર્યુષણની શોભાનાં મૂળ તો સ્વાધ્યાય મંદિરમાં જ હતાં, એ એ મૂળ દ્વારા આખા વૃક્ષને જે અદ્ભુત પોષણ
મળ્‌યાં છે તે બહારમાં જણાયા વગર રહ્યાં નથી.
પરમ પૂજ્ય સત્પુરુષ શ્રી કાનજી સ્વામી સુવર્ણપુરીમાં હમેશાં ધર્મનો ઉપદેશ આપીને શાસન પર મહાન
ઉપકાર કરી રહ્યા છે; તેમની વાણી સાંભળવી એ પણ જીવનનો લહાવો છે. તેઓશ્રીની વાણી સાંભળનાર,
ભરતક્ષેત્રમાં તીર્થંકરનો વિયોગ છે એ ભૂલી જાય છે. તેમના ઉપદેશનો મૂળ પાયો “આત્માના સ્વરૂપની સાચી
સમજણ”
પર રચાયેલો હોય છે. ખરેખર! એ સત્પુરુષ પંચમકાળે ભરતક્ષેત્રમાં અજોડ ધર્મવીર પાક્યા છે અને
ભરતક્ષેત્રમાં એ ધર્મવીરે ધર્મકાળ વર્તાવી દીધો છે.
ત્રિકાળ જયવંત વર્તો એ ધર્મવીર કે જેણે શાસનનો જય જયકાર વર્તાવી દીધો છે.
માસખમણ
અઠ્ઠાઈઓ

PDF/HTML Page 16 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૨૦૩ :
માસિકના અંક ૧ થી ૧૨
સુધીમાં આવેલા લેખોની
કક્કાવારી
વિષય અંક નં. પાનું વિષય અંક નં. પાનું
અરિહંતનું સ્વરૂપ આત્મામાં જે એક સમય પુરતી વિકારી
અરિહંત પ્રભુને પ્રથમ નમસ્કાર કરવાનું અવસ્થા તે સંસાર ને અવિકારી
કારણ અવસ્થા તે મોક્ષ
અંગ્રેજી પરમાત્મ પ્રકાશમાંથી નોંધ [આત્મા] ઊંધાઈમાં પણ સ્વતંત્ર છે
અનેકાંત ધર્મ અને સમજણ કરવામાં પણ સ્વ–
અહિંસાનું સ્વરૂપ (વ્યાખ્યાન નોંધ) તંત્ર છે ૧૧૬
અલ્પ બુદ્ધિ માટે શ્રી સમયસાર છે ઊંધી માન્યતા એ જ સંસાર ૧૧૬
અનેકાન્ત દ્રષ્ટિ ૯૨ કરોતિ ક્રિયા ભાગ ૧–૨ ૧૪–૧૫
અધ્યાત્મમૂર્તિ શ્રી સદ્ગુરુ દેવને [કાવ્ય]૧૦૧ કરોતિ ક્રિયાની વ્યાખ્યા ૯૫
અજ્ઞાની જીવનું આડાપણું અને પુદ્ગલની કર્મનો ખોટો વાંક કાઢી ઊંધા પુરુષાર્થમાં
સરલતા ૧૧૦ ન રોકાતા, પોતાની સ્વતંત્રતાનું
અનાદિથી ધર્મ કેમ ન સમજયો? ૧૧૪ ભાન કરી લેવું એજ મુક્તિનો ઉપાય છે ૧૨૦
અજ્ઞાની પરથી ધર્મ માને છે ૧૧૪ કર્મ દ્રવ્ય. ૧૦–૧૧ ૧૮૨
અવિરત સમ્યગ્દ્રષ્ટિ પણ જ્ઞાની છે ૭ ૧૨૦ ક્રમબદ્ધ પર્યાય ૧૦–૧૧ ૧૬૩
અંતરથી સત્ના હકાર વગર ધર્મ કારણ પરમાત્મા ને કાર્ય પરમાત્મા ૧૪૮
સમજાશે નહીં ૧૨૩ કાળ દ્રવ્ય. ૧૦–૧૧ ૧૮૪
અંતરાત્મા પ્રત્યે ૧૨૭ કુદેવ, કુગુરુ, કુધર્મનો ત્યાગ કરો ૧૧૪
અરિહંત દેવના સ્વરૂપનું વર્ણન ખુશખબર
(નિયમસાર) ૧૪૯ ગુરુદેવના ઉપકાર [કાવ્ય] ૧૦૦
અજૈન કોણ? ૧૫૩ ગુરુદેવના વ્યાખ્યાનમાંથી તારવેલું ૧૦૩
એકવાર હા તો પાડ! ૧૦–૧૧ ૧૬૧ ગ્રંથ પ્રકાશન [યાદી] ૧૪૪
અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય જડ અને ચેતન ૧૨૧
ક્રોધ, તે સવિ મિચ્છામિ દુકકડં ૧૦–૧૧ ૧૬૭ જગતના અહોભાગ્ય છે કે
અધર્મ દ્રવ્ય ૧૦–૧૧ ૧૮૪ વીતરાગની વાણી રહી ગઈ! ૧૨ ૨૦૬
અનેકાન્ત શું બતાવે છે? ૧૦–૧૧ ૧૮૬ જય સમયસાર ૧૦–૧૧ ૧૮૮
અઠ્ઠાઈઓ ૧૨ ૨૦૦ જીવ સ્તવન
આકાશ દ્રવ્ય ૧૨ ૧૮૪ જેને પુણ્યની રુચિ છે, તેને જડની
આજીવન બ્રદ્મચર્યવ્રત ૧૨ ૧૯૫ રુચિ છે ૧૫
આજીવન બ્રદ્મચર્ય વ્રત (પ્રતિજ્ઞા) જે ભાવે સંસારના સુખ મળે તે ભાવની
આજીવન બ્રદ્મચર્ય વ્રત (પ્રતિજ્ઞા) ૮૫ રુચિપણ ખરા સુખના
આત્મધર્મની પ્રભાવના કરો ૧૦–૧૧ ૧૬૭ ઈચ્છનારને હોય નહીં ૧૪
આત્મસ્વરૂપનું અજાણપણું એ જ જેમ જેમ મતિ અલ્પતા અને મોહ
મહા પાપ છે ૧૨ ૧૯૬ ઉઘોત, તેમ તેમ ભવ શંકતા, અપાત્ર
આત્માનો ધર્મ આત્માના આધારે છે ૧૧૨ અંતર જ્યોત ૧૦–૧૧ ૧૭૯
આત્મામાં કર્મની સત્તા બીલકુલ નથી ૧૨૫ જૈન ધર્મ [શ્રી રામજી ભાઈનું વ્યાખ્યાન]
આત્માની અનાદિની સાત ભૂલો જૈન ધર્મ (શ્રી રામજી ભાઈનું વ્યાખ્યાન)
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ જૈન શાસ્ત્રોની કથા પદ્ધતિ
આત્માનું હિત એક મોક્ષ જ છે ૧૬ જૈન દર્શનની અનાદિતા
આમંત્રણ ૪ જૈન શાસન ૯૪
આત્માની જેને ખબર નથી તેને જૈન શાસન ૧૨૬
રાગની રુચિ છે જૈન કોણ? ૧૫૨

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૦૪ : આત્મધર્મ : ૧૨
વિષય અંક નં. પાનું વિષય અંક નં. પાનું
જૈન ધર્મ વિશ્વ ધર્મ છે ૧૩ નીચલી દશાએ પ્રવૃત્તિમાં શુભ ભાવને
જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ ૧૫૧ છોડવાનું ફળ.
જૈનો કર્મવાદી નથી નીચલી દશાવાળાને સ્વરૂપ ઉપદેશ યોગ્ય
તપ ૧૩૬ નીચલી દશાવાળાને સ્વરૂપ ભાસે કે કેમ?
તીર્થંકર પ્રકૃતિ ઉપાદેય નથી પંચ પરમેષ્ટીનું સ્વરૂપ
ત્યાગ એટલે શું? ૧૩૨ પડિમા ગ્રહણ ૧૨ ૧૯૪
ત્રાસનું સામ્રાજ્ય (સંવાદ) પરમ પૂજ્ય સદ્ગુરુદેવની અમૃતવાણી ૧૭૬
ત્રાસનું સામ્રાજ્ય (સંવાદ) ૧૨૨ પર્યુષણ અંકનો સુધારો ૧૨ ૨૦૦
દાનની વિગત ૧૩ પરાધીનતા સ્વપ્નેય સુખ નહીં
દાન પ્રભાવના વિગેરેની વિગત ૧૩૪ પરાધીનતા એક દુઃખ ૧૦–૧૧ ૧૬૬
દિવ્ય ધ્વનિનું સ્વરૂપ ૮૯ પરિપૂર્ણ આત્મ સ્વભાવની શ્રદ્ધા
દુઃખ એટલે શું? ૧૫૪ વગર પરિપૂર્ણનો પુરુષાર્થ
દેવવાણી ૧૨ ૧૯૦ હોઈ શકે નહીં ૧૨
દ્રષ્ટિનો વિષય ૧૦–૧૧ ૧૬૨ પરિભ્રમણનું કારણ ૧૮૧
દ્રષ્ટિ ભેદ ૧૦–૧૧ ૧૭૧ પરિષહ ૧૮૪
ધર્મ ૧૪૫ પાપ ટાળવાનો સાચો ઉપાય શું? ૧૫૦
ધર્મ દ્રવ્ય. ૧૦–૧૧ ૧૮૩ પાપનો નાશ કોણ કરી શકે? ૧૫૧
ધર્મ સાધન. ૧૬ પુણ્યને આદરવા યોગ્ય અને પાપને
ધર્મ ક્યાં છે? ધર્મનું સ્વરૂપ ૧૧૨ ત્યાગવા યોગ્ય કોણ જાણે છે?
ધર્મનું સ્વરૂપ સમજવામાં મહા પુરુષાર્થની પુણ્યનું સ્વરૂપ ૧૫૦
જરૂર છે. ૯૭ પૂ. સદ્ગુરુદેવના હૃદયોદ્ગાર ૪
ધર્મની અપૂર્વતા. ૧૧૭ પૂ. સદ્ગુરુદેવના વ્યાખ્યાનમાંથી
ધર્મ માટે પહેલાંં ઊંધી રુચિ ફેરવવી તારવેલા વચનામૃતો
પડશે. ૧૦–૧૧ ૧૬૭ પૂ. સદ્ગુરુદેવે લાખાણી ભુવનમાં
ધર્મનો ઉપાય, સ્વભાવ સમજ્યા વિના આપેલો ઉપદેશ ૮૩
થાય નહીં. ૧૧૬ પૂ. સદ્ગુરુદેવની જયંતિ પ્રસંગે
ધર્મની વ્યાખ્યા ૧૧૫ શ્રી રવાણીના ઉદ્ગારો. ૮૩
ધર્મની શરુઆત ક્યારે થાય? ૧૧૬ પૂ. સદ્ગુરુદેવની રાત્રિ ચર્ચામાંથી
ધર્મી જીવને જ્ઞાનીનો ઉપદેશ છે કે મેળવેલું. ૧૦૩
આત્માને ઓળખો. પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનું
ધર્મીનું રુચિ, જ્ઞાન, અને શ્રદ્ધા જીવન ચરિત્ર ૯૮
કેવાં હોય. ૧૪ પૂ. શ્રી સદ્ગુરુદેવના ઉદ્ગાર! ૧૦૯
ધર્મીનું સ્વરૂપ ૧૭ પોતાના સ્વરૂપનું અજાણપણું એ
ધર્મીને આહાર કેમ? ૧૧૨ આત્માનો મહાન અપરાધ છે ૧૨ ૧૯૨
નવનીત. ૧૨ પ્રભાવના ૧૫૯
નિમિત્ત–ઉપાદાન દોહા. ૧૪૪ પ્રભાવનાના કાર્યો ૧૪૦
નિમિત્ત નૈમિત્તિક સંબંધ. ૧૦–૧૧ ૧૮૨ પ્રશ્નોત્તર ૧૨ ૧૯૮
નિયમો (માસિકના) પ્રશ્નોતર [લેખક શ્રી રામજીભાઈ] ૧૬
નિવેદન ૧ પ્રશ્નોતરી [લેખક શ્રી રામજીભાઈ] ૧૦–૧૧ ૧૬૯
નિશ્ચય–વ્યવહાર નયનું સ્વરૂપ બે મિત્રો વચ્ચે ગંભીર સંવાદ
નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ. ૮૬,૮૭,૮૮,૮૯ [તપવિષે]
નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ. ૧૧૭ બે મિત્રો વચ્ચે ગંભીર સંવાદ
નિશ્ચય અને વ્યવહાર ૧૨ ૨૦૮ ગતાંકથી ચાલુ
નિઃશંકતા ૧૦–૧૧ ૧૭૧ બે બોલ ૧૨૪

PDF/HTML Page 18 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૨૦૫ :
વિષય અંક નં. પાનું વિષય અંક નં. પાનું
ભક્તિનું સ્વરૂપ ૧૨ શીલ. ૧૩૬
ભગવાન યોગીન્દ્રદેવ શું કહે છે શુદ્ધ, શુભ, અને અશુભનો વિવેક ૧૩
ભગવાનના ઉપવાસનું સ્વરૂપ ૮૮ શુદ્ધના લક્ષે શુભરાગની હદ
ભગવાને પરુપેલી અહિંસા ૯૩ શુદ્ધ કારણ પર્યાય અથવા ધ્રુવપર્યાય ૧૦–૧૧ ૧૮૫
ભગવાને કહેલા તત્ત્વનો ઉપદેશ ૯૩ શુભલાગણી તે તો રાગ છે. તેવડે ૧૨૮
ભગવાનના શાસનની હાલની સ્થીતિ ૯૬ ધર્મ માનનાર આત્માના સ્વરૂપનું ખુન કરે છે,
ભરતક્ષેત્રે ભવ્ય જીવોની ભીડ ભાંગવા શુભ ભાવ કરતાં પાપ બંધ થાય છે
માટે ભગવાને ભોમિયો મોકલ્યો છે તેનું કારણ ૧૫૩
કોઈ ભેટશો? ૯૮ શુભભાવ પણ ઝેર છે તે ભાવને ૧૦–૧૧ ૧૭૨
ભાવ ૧૩૮ ભલો માનવો તે મહાપાપ છે.
ભેદ જ્ઞાનીનું પરાક્રમ ૧૧ શ્રાવકના ષટ્ આવશ્યક કર્મ ૧૪૦
ભેદ સંવેદન ૧૫૬ શ્રી જીનવાણી સ્તવન
મનોમર્કટને વશ કરવાનો ઉપાય–જ્ઞાન ૧૧૦ શ્રી મહાવીર સ્વામીનું જીવન ચારિત્ર ૮૪
મફતમાં કાંઈ પણ મલતું નથી. ૧૧૯ શ્રી સદ્ગુરુદેવના અંતરોદ્ગાર ૭ ૧૧૫
મહાન ઉપકારી ભગવાન કુંદકુંદ આચાર્ય ૨ ૧૧ શ્રી જૈન અતિથી સેવાસમીતિ ૧૪૦
મહાસાગરના મોતી ૧૨૬ શ્રી જૈન સનાતન બ્રદ્મચર્ય આશ્રમ. ૧૪૦
મહાસાગરના મોતી ૧૫૯ શ્રી સનાતન જૈન પાઠશાળા. ૧૦–૧૧ ૧૬૨
માન્યતા બદલો શ્રી સનાતન જૈન શિક્ષણ વર્ગ ૧૪૩
મારો આત્મ સ્વભાવ કે ગુણ મને શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં ચોડેલા ૧૪૬
કોઈ આપી દે, અથવા બીજા મદદ કરે ઉજવળતા પ્રગટાવનાર ચાકળા ૧૬૦
તો ઉઘડે એવી માન્યતા તેજ બંધન શ્રી ષટ્ખંડ આગમ જયવંત હો! ૧૧૯
માસખમણ ૧૨ ૨૦૦ સત્ય ત્યાગનું સ્વરૂપ ૧૭
માંગલિક દિવસ ૨૦ સત્યનો આદર ને અજ્ઞાનનો ત્યાગ એજ
મિથ્યાત્વ સહિત અહિંસા આદીનું ફળ ૧૪ પ્રથમમાં પ્રથમ ધર્મ છે. ૧૧૨
મૂળમાર્ગ રહસ્ય (શ્રીમદ્ રાજચંદ્ર) સદ્ગુરુનો સંસર્ગ હોવો દુર્લભ છે ૯૬
મોક્ષની ક્રિયા સપ્ત ભંગીનું સ્વરૂપ ૯૨
મોક્ષની ક્રિયા ૧૪ સમજણ એજ ધર્મ અને અજ્ઞાન એજ
મોક્ષના સાધનમાં પુરુષાર્થની મુખ્યતા સંસાર
મોક્ષના મેળવવા માટે સમ્યકદર્શનની સમકિતીને ઈન્દ્રપદ મળે ત્યારની ભાવના ૧૨ ૧૯૧
ભાવના કરો. ૧૨ સમજણનું ફળ ૧૧૭
રત્ન કણિકા ૧૧ સભામાં અધ્યાત્મોપદેશ.
રસ ૧૦–૧૧ ૧૮૦ સભામાં અધ્યાત્મોપદેશ.
રાગની વ્યાખ્યા ને તેનું ફળ ૧૬ સમાચાર ૧૨
વસ્તુનો શાશ્વત સ્વભાવ. સમાચાર
વીતરાગ કથનની તીવ્રતા સમજવા માટે સંસારિક સુખની રુચિ નથી, એમ
હાલ પ્રાપ્ત સાધનો ૯૭ બોલવાથી તે રુચિ ટળે નહીં. ૧૭
વિનતિ. ૧૬ સંસારી ટાળવા મિથ્યાત્વનું વમન કરો ૧૩
વિશ્વ પ્રેમ (સંવાદ) ૧૪૧ સંવત્સરી પ્રતિક્રમણ [ગંભીર સંવાદ] ૧૦–૧૧ ૧૭૭
વેષધારી ધર્મોપદેશક ૧૪ સમ્યક્દર્શનના નિવાસના છ પદ
વ્રતાદિ છોડવાથી વ્યવહારનું હેય પણું સમ્યક્ત્વની પ્રતિજ્ઞા
થતું નથી. સમ્યક્દર્શનનું મહાત્મ્ય
વ્યવહાર–પરનાકર્તૃત્વના હેય પણું સમ્યગ્દ્રષ્ટિ થયા વિના કદી કોઈને ધર્મ થયો
અંહકારરૂપ–તે વ્યવહાર ૧૫૫ નથી, થતો નથી ને થશે નહીં ૧૦–૧૧
વ્યવહારથી નિશ્ચય ન આવે ૧૦–૧૧ ૧૬૨ સમ્યકત્વનું મહાત્મ્ય ૧૪૭

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૦૬ : આત્મધર્મ : ૧૨
વિષય અંક નં. પાનું
સમ્યક્દર્શન સહિત અને રહિત
દાન–શીલ–તપ–ભાવ ૮ ૧૩૩
સર્વત્ર જ્ઞાનનું જ ચમકવું છે ૧૦–૧૧ ૧૮૦
સાચી સામાયિક
સાચી સમજણની જરુરિયાત ૧૮
સાચી પરિક્ષા ૧૫૭
સાચી સંલ્લેખના (સાચો સંથારો) ૯૭
સામાયિક ૨ ૧૦
સાંભળનારાઓએ [તત્ત્વ ઉપદેશને]
પ્રગટાવેલું ફળ. ૯૩
સિદ્ધનું સ્વરૂપ
સુખ એટલે શું? ૧૫૪
સુવર્ણપુરીના સમાચાર ૧૧૪
સુવર્ણપુરીમાં પર્યુંષણ પર્વનો
માંગલિક મહોત્સવ ૧૨ ૨૦૧
સૌરાષ્ટનો જૈનધર્મ પ્રત્યે ફાળો ૧૯
સ્પર્શ ગુણ ૧૦–૧૧ ૧૮૧
સ્મરણમાં રાખવા યોગ્ય નિયમો ૧૧૧
સ્વભાવની રુચિવિના રાગની રુચિ
ટળે નહીં ૧૧૪
સ્વરૂપ ૧૦–૧૧ ૧૮૫
સ્વરૂપની સમજણ વગર પુણ્ય અને
પાપ ચક્ર ચાલ્યા કરે છે. ૧૫૧
સ્વરૂપનું શ્રવણ તે જ બુદ્ધિનો
સદુપયોગ ૭ ૧૨૧
હિંસાનું સ્વરૂપ. ૧૦
જ્ઞપ્તિ ક્રિયા ભા. ૧ ૧૦
જ્ઞપ્તિ ક્રિયા ભા. ૨ ૧૧
જ્ઞપ્તિ ક્રિયા ભા. ૩ ૧૧
જ્ઞપ્તિ ક્રિયાની વ્યાખ્યા. ૯૫
જ્ઞાનનું ખરું સામર્થ્ય
જ્ઞાન સમ્યક્ ક્યારે?
જ્ઞાનાભ્યાસની જરૂરિયાત. ૧૧૦
જ્ઞાનીની ભાવના ૧૧૪
જ્ઞાની અને અજ્ઞાનીનું લક્ષણ ૧૧૫
જ્ઞાનીની દશા. ૧૫૬
જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ: ૧૦–૧૧ ૧૮૭
જ્ઞેયના જુદા જુદા પડખાનું જ્ઞાન (નય) ૬ ૯૨
આત્મધર્મના ઉપાસકોને
આપ એક વર્ષથી આત્મધર્મની ઉપાસના કરી રહ્યા છો, એના બાર અંકના
વાંચનથી આપને ખાત્રી થઈ હશે કે આ આત્મધર્મનું વાંચન સફળ જીવન
જીવવા માટે અમૂલું સાધન છે; અને એથી જ આપને નમ્ર વિનતિ છે કે આપ
નવા વર્ષે ગ્રાહક તરીકે ચાલુ રહી આપના સ્નેહી સ્વજનો તથા સાધર્મી
સંતોએ પોતાના હૃદયકુંડમાં વીતરાગના
– શ્રુત પંચમી (જેઠ સુદ પ) ના પવિત્ર
ચારિત્ર કેવું હોય તેનો અધિકાર છે. સંયમના
નિભાવ માટે આહારની વૃત્તિ કે પંચ મહાવ્રત
પાળવાનો વિકલ્પ એ પણ નિશ્ચયચારિત્રનો ભંગ છે;
નિશ્ચયચારિત્રનું સ્વરૂપ કહેવાશે.
આ કેવળજ્ઞાનીએ કહેલી વાત છે. અને
કેવળજ્ઞાન લેનારા આચાર્યોએ આ વાત સંઘરી છે, તે
જ અહીં કહેવાય છે, ભાર નથી કોઈના કે આ વાત
ફેરવી શકે.
પ્રત્યાખ્યાન:–દ્રવ્ય–ક્ષેત્ર–કાળ અને ભાવે
લાગેલા દોષોનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે, અથવા
સમસ્ત પ્રકારના દોષોથી છૂટીને સ્વરૂપમાં જ સ્થિર
રહેવાની પ્રતિજ્ઞા કરવી તે પ્રત્યાખ્યાન છે. અને એકવાર
સ્વરૂપની સ્થિરતા થઈ ગયા પછી તેનાથી ખસવું તે
અપ્રત્યાખ્યાન છે.
પ્રતિક્રમણ:–અપ્રત્યાખ્યાનથી પાછું ફરવું તે
પ્રતિક્રમણ છે, અર્થાત્ પ્રત્યાખ્યાનમાં લાગેલા દોષોથી
(અસ્થિરતાથી) પાછા ફરીને સ્વરૂપમાં ફરી સ્થિર થવું
તે પ્રતિક્રમણ છે.
મુનિ સમાધિમરણ વખતે નિર્દોષ આહારની
વૃત્તિનો કે મહાવ્રતના શુભભાવનો પણ ત્યાગ કરે છે, તેને
અહીં પ્રતિક્રમણ કહ્યું છે; તેથી શિષ્યને પ્રશ્ન ઊઠ્યો છે કે:–
શિષ્યનો પ્રશ્ન:–સમાધિ વખતે તો મુનિ
આહારાદિનો ત્યાગ કરે છે એટલે તે પ્રત્યાખ્યાન
કહેવાય, તેને બદલે તમે તેને પ્રતિક્રમણ કેમ કહ્યું?
તેનો ઉત્તર:–સમાધિ મરણ વખતે મુનિને
પ્રતિક્રમણ કહ્યું તેનું કારણ–‘જે પોતે પ્રતિક્રમણ ન હોય
પણ પ્રતિક્રમણ જેવું હોય તેને પણ ઉપચારથી પ્રતિક્રમણ
કહેવાય છે, તેથી અહીં મુનિ જે સંથારો કરે છે તેનો
ઉપચારથી પ્રતિક્રમણ તરીકે સ્વીકાર કર્યો છે.
મુનિ સમાધિ વખતે શું વિચારે છે કે–“પરમ
વીતરાગ દશા સિવાય જે કાંઈ સંયમ, વ્રત કે મહાવ્રત
પાળવાની વૃત્તિ ઊઠે છે તે અમારા પચ્ચખાણમાં ભંગ
પડ્યો છે. અમારું પચ્ચખાણ તો વીતરાગતા પ્રગટ
કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવાનું હતું;

PDF/HTML Page 20 of 21
single page version

background image
: આસો : ૨૦૦૦ : ૨૦૭ :
પેટના અમૃત ભરી રાખ્યાં છે ને તેનો પ્રવાહ અહીં વહેતો મૂક્યો છે
ભાગ્ય છે કે વીતરાગની વાણી રહી ગઈ!
દિવસે (શ્રી જયધવલા પાન ૧૧૫–૫૨) પરમ પૂજ્ય સદ્ગુરુદેવે આપેલા વ્યાખ્યાનમાંથી –
અમારા પચ્ચખાણમાં સાધક અને સાધ્ય વચ્ચે (ચારિત્ર અને વીતરાગત વચ્ચે) આંતરો જ ન હોય;”
[પચ્ચખાણ અને પ્રત્યાખ્યાન શબ્દ એકાર્થ વાચક છે.]
અહા! જુઓ તો ખરા આ મુનિદશા! મુનિપણું અને કેવળજ્ઞાન વચ્ચે આંતરો જ નથી એવું મુનિપણાનું
સ્વરૂપ સ્થાપ્યું છે. નિર્ગ્રંથ મુનિપણામાં કાંઈપણ નિર્દોષ આહારની કે પંચમહાવ્રતની વૃત્તિ આવે તે પચ્ચખાણમાં
ભંગરૂપ છે. પહેલાંં જ્યારે અમે મુનિપણું લીધું– સાતમે ગુણસ્થાને નિર્વિકલ્પ દશામાં સ્થિર થયા ત્યારે અમે
ચારિત્ર ગ્રહણ કર્યું તે ચારિત્રમાં સાતમેથી સીધા વીતરાગ થઈ જવાની જ વાત હતી, પાછા છઠ્ઠે આવવાની વાત
જ ન હતી, એવું અમારું ચારિત્ર (પ્રત્યાખ્યાન) હતું, પરંતુ અમારા પુરુષાર્થની નબળાઈને કારણે અમે પાછા છઠ્ઠે
આવ્યા તે અમારા ચારિત્રનો ભંગ થયો છે, તે અમારા નિશ્ચય ચારિત્રના પચ્ચખાણમાં દોષ લાગ્યો છે, તે
દોષનો સમાધિમરણ વખતે ત્યાગ કરે છે તે અપેક્ષાએ
તેને પ્રતિક્રમણ કહ્યું છે, એમ આચાર્ય ભગવાન કહે છે.
સામાન્ય પ્રત્યાખ્યાનમાં તો વચ્ચે ભેદ પડે જ નહીં, તેમાં વચ્ચે કાંઈ વૃત્તિ ન આવે, જેવો શુદ્ધ સ્વભાવ છે
એવી જ શુદ્ધ પર્યાય થઈ જાય તે પ્રત્યાખ્યાન છે.
સાતમા ગુણસ્થાન પછી છઠું ગુણસ્થાન આવ્યું તે ચારિત્રનો ભંગ પડ્યો છે, પ્રત્યાખ્યાનમાં દોષ લાગ્યો છે.
નિશ્ચય મહાવ્રતમાં તો સત્ય દયાદિ બધા વિકલ્પનો પણ ત્યાગ છે, પાંચ મહાવ્રત પણ વ્યવહાર છે તેનો પણ ત્યાગ છે.
આત્માનો શુદ્ધ સ્વભાવ તદ્ન નિર્વિકલ્પ છે, તેમાં કાંઈ વૃત્તિ આવે તે બધાનું અમે સાધુ થયા ત્યારે
(નિર્વિકલ્પ થયા ત્યારે) પ્રત્યાખ્યાન કર્યું હતું અને અમે તો વસ્તુમાં જ ઠરી જવાનો નિશ્ચય કર્યો હતો. અમારા
ચારિત્ર અને કેવળજ્ઞાન વચ્ચે ભેદ ન હતો એમ વચ્ચેનો વિકલ્પ તોડી નાંખે છે–નકાર કરે છે કે અમે તો તે જ
ક્ષણે વીતરાગતા આવે તેવું ચારિત્ર લીધું હતું; પણ શું કરીએ? અમારી શક્તિની નિર્બળતાએ નિર્દોષ આહાર
લેવાની વૃત્તિ આવી ગઈ તે પણ અમારા નિશ્ચય મહાવ્રતમાં ભંગ પડ્યો છે.
અહા!!! જુઓ તો ખરા દશા! લોકોના ભાગ્ય તો જુઓ! જાણે સાક્ષાત વીતરાગની વાણી! વાત કાને પડતાં
અંદર ઝણઝણાટ થઈ જાય છે કે જાણે કેવળજ્ઞાન આવ્યું! સંતોએ પોતાના હૃદયકુંડમાં વીતરાગનાં પેટનાં અમૃત ભરી
રાખ્યાં છે અને તેનો પ્રવાહ અહીં વહેતો મૂક્યો છે; અહા! જગતના ભાગ્ય છે કે વીતરાગની વાણી રહી ગઈ!
આચાર્ય ભગવાન કહે છે કે– અમારું કાર્ય તો એટલું હતું કે વિકલ્પ તોડીને સાતમે ગુણસ્થાને સ્વરૂપની
રમણતામાં જોર પૂર્વક ઠર્યા ત્યાંથી પાછા છઠ્ઠે આવવાની વાત જ ન હતી. સીધી વીતરાગતા જ! છઠ્ઠે આવ્યા તેનો ખેદ છે.
સામાન્ય પ્રત્યાખ્યાનમાં તો ભંગ હોય જ નહીં, પણ વચ્ચે (છઠ્ઠે આવ્યા તેથી) ભંગ પડી ગયો છે એટલે
પ્રતિક્રમણ આવે છે. જો સામાન્ય પચ્ચખાણ એકરૂપ રહ્યું હોત તો મુનિને પ્રતિક્રમણ ન કહેવાત. મરણવખતના
પ્રતિક્રમણથી તો ખરી રીતે સામાન્ય પ્રત્યાખ્યાનમાં પડેલા ભંગની સંધિ કરી છે.
આજે શ્રુતપચંમી! આજે જ્ઞાનની આરાધનાનો દિવસ છે. આજે શું ન સમજાય? આજે તો કેવળજ્ઞાન
થાય. પાછા ફરવાની વાત જ આ ચોપડે નથી. આજે તો ભૂતબલિ અને પુષ્પદંત આચાર્યોએ શ્રુતની પૂજા કરી
હતી, એ શ્રુતપૂજાનો દિવસ છે.
મુનિને સમાધિ વખતે છે તો ખરેખર પ્રત્યાખ્યાન, પણ મુનિદશા વખતે લીધેલા સામાન્ય પ્રત્યાખ્યાનમાંથી
ખસી ગયા હતા તેથી પૂર્વના પ્રત્યાખ્યાનનું જ્ઞાન કરાવવા માટે તેને પ્રતિક્રમણ કહ્યું છે; કેમકે પ્રતિક્રમણ હોય ત્યાં
પહેલાંં પ્રત્યાખ્યાન હોવું જોઈએ, તે પ્રત્યાખ્યાનમાં ભંગ પડ્યો માટે પ્રતિક્રમણ છે–એ રીતે પૂર્વનું પ્રત્યાખ્યાન યાદ
આવે છે. પ્રથમ મુનિદશા વખતે લીધેલા સામાન્ય પચ્ચખાણ અને સમાધિ મરણ વચ્ચે સંધિ કરાવવા અહીં
પ્રતિક્રમણ કહ્યું છે. સમાધિ વખતે ખરેખર તો મુનિએ ચારિત્ર અને કેવળદશા વચ્ચેના અંતરનો નકાર કર્યો છે. આ
ભવે કેવળ નથી પણ આ સમાધિ મરણથી મુનિઓ કેવળ સાથે સંધિ કરે છે–એમ આચાર્યદેવ કહે છે.