Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૦
સળંગ અંક ૧૨૦
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ દસમું, અંક પાંચમો, વીર સં. ૨૪૭૯ ફાગણ (વાર્ષિક લવાજમ ૩ – ૦ – ૦)
૧૨૦
જાગીને જાુએ
એટલી જ વાર.
અહો! જ્યારે જુઓ ત્યારે એક સમયમાં પરિપૂર્ણ તત્ત્વ અંદર
પડ્યું છે, ભગવાન આત્મા પોતાના સ્વભાવની પરિપૂર્ણ શક્તિને
સંઘરીને બેઠો છે, તેના સ્વભાવ–સામર્થ્યનો એક અંશ પણ ઓછો થયો
નથી, અને ત્રણકાળમાં એક સમય પણ તે સ્વભાવનો વિરહ નથી, પોતે
જાગીને અંદરમાં દ્રષ્ટિ કરે એટલી જ વાર છે.
–પૂ. ગુરુદેવ.

PDF/HTML Page 3 of 25
single page version

background image
સુ.વ.ર્ણ.પુ.રી સ.મા.ચા.ર
સોનગઢમાં ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ચૌદસ સુધી ‘દસલક્ષણી પર્વ’ ખાસ ઉત્સાહપૂર્વક
ઊજવવામાં આવ્યું હતું. આ પર્વ દરમિયાન હંમેશાં પૂ. ગુરુદેવશ્રી ઉત્તમક્ષમા વગેરે ધર્મો ઉપર તેમ
જ ઋષભજિનસ્તોત્ર ઉપર ખાસ પ્રવચન કરતા હતા. જિનમંદિરમાં હંમેશાં દસલક્ષણ ધર્મનું
સમૂહ–પૂજન થતું હતું. ભાદરવા સુદ છઠ્ઠને દિવસે રથયાત્રા નીકળી હતી. આ ઉપરાંત સુગંધ
દસમીનો દિવસ વિશેષપણે ઊજવાયો હતો. આ દિવસે દસ પૂજન તથા દસ સ્તોત્ર કરીને સર્વે
જિનમંદિરોમાં ધૂપક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ પૂનમે રથયાત્રા નીકળી હતી તેમ જ
જિનમંદિરમાં ૧૦૮ કલશથી અત્યંત ભક્તિપૂર્વક સીમંધર ભગવાનનો મહાઅભિષેક થયો હતો.
બપોરના પ્રવચન બાદ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં સમસ્ત સંઘે મળીને ક્ષમાયાચના કરી
હતી. –આમ દસલક્ષણી ધર્મનો ઉત્સવ ઉલ્લાસપૂર્વક ઊજવાયો હતો.
ધાર્મિક પ્રવચનના દિવસોમાં આ વખતે સવારે સમયસારનો કર્તાકર્મ અધિકાર વંચાયો હતો અને
બપોરે પદ્મનંદી પંચવિંશતિકામાંથી ઋષભદેવ ભગવાનની સ્તુતિનો અધિકાર વંચાયો હતો, તેમાં
નિશ્ચય–વ્યવહાર સ્તુતિના વર્ણનમાં પૂ. ગુરુદેવ જ્યારે એમ કહેતા કે “હે ભગવાન! અમે તો
આપના બાળક છીએ, આપ અમારા ધર્મપિતા છો, અમે બાળકની જેમ આપની પાસે ભક્તિના
લાડ કરીએ છીએ” –ત્યારે ભક્તિનું એ અદ્ભુત વર્ણન સાંભળતાં શ્રોતાઓના રોમરોમ
ભક્તિરસથી ભીંજાઈ જતા હતા. આ ભક્તિભર્યા પ્રવચન પછી તરત જિનમંદિરમાં ભક્તિ પણ
એવા જ ઉલ્લાસપૂર્વક થતી હતી, તેમાં ય ભાદરવા સુદ એકમના રોજ ભક્તિની અદ્ભુત ધૂન
વખતે તો જાણે સીમંધર ભગવાન બોલતા હોય–ને તેમનો દિવ્યધ્વનિ છૂટતો હોય–એવું
વાતાવરણ સર્જાઈ ગયું હતું. ત્યારે ભક્તો એકતાન થઈને ગાતા હતા કે–
બોલ્યા બોલ્યા છે ભગવાન
અબોલડા આજે છૂટયા છે.
આનંદનો નહિ પાર
અબોલડા આજે છૂટયા છે.
–એ ભક્તિમાં ખાસ નવીનતા હતી.
આ દિવસોમાં, માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી. એ ફિલ્મ જોતાં, જાણે
ફરીથી માનસ્તંભનો પંચકલ્યાણક મહોત્સવ નજર સામે ઊજવાઈ રહ્યો હોય–એવું લાગતું હતું. તેમાંય
જન્માભિષેક, દીક્ષાવનના ધીરગંભીર વાતાવરણમાં પૂ. ગુરુદેવનું વૈરાગ્ય–પ્રવચન, આહારદાન–ઈત્યાદિ દ્રશ્યો તે
પ્રસંગને તાજા કરીને અત્યંત ઉલ્લાસ જગાડતા હતાં. આ ઉપરાંત ઇંદોરથી ભગવાન શ્રી બાહુબલિ સ્વામીના
મહા મસ્તક અભિષેકની ફિલ્મ આવેલ, તે ફિલ્મ બે વાર બતાવવામાં આવી હતી, તેમાં ભગવાન શ્રી બાહુબલિ
સ્વામીની બહુ જ ભવ્ય અને ઉપશાંત રસમાં ઝૂલતી મુદ્રાનો દેખાવ ઘણો જ સુંદર હતો; અને અભિષેક પછીના
ત્યાંના કુદરતી ઝરણાં જોતાં એવો દેખાવ લાગતો હતો કે જાણે મેરૂપર્વત ઉપરથી ગંધોદકના પવિત્ર ઝરણાં ઝરતાં
હોય! જૈન વિદ્યાર્થી–ગૃહના બાળકોએ “વારિષેણ મુનિરાજ” નો સંવાદ પણ એક દિવસે ભજવ્યો હતો.

PDF/HTML Page 4 of 25
single page version

background image
: આસો: ૨૪૭૯ : ૨૪૭ :
• જાણનર સ્વભવ •
આત્મા જાણનાર સ્વભાવ છે; જાણનાર સ્વભાવ વિકારનો કે પરનો કર્તા
નથી. હું જ્ઞાનસ્વરૂપ જ છું, જ્ઞાન સિવાય બીજું કાંઈ મારું કર્તવ્ય છે જ નહિ;–આવો
જ્ઞાનસ્વરૂપનો નિર્ણય કરવો તેમાં અપૂર્વ પુરુષાર્થ છે. આ વાત પૂર્વે અનંતકાળમાં
જીવને બેઠી નથી. અરે ભાઈ! તું તારા સ્વભાવની વાત સાંભળ તો ખરો. અંતરમાં
અપૂર્વતા લાવીને સ્વભાવના ઉત્સાહપૂર્વક સાંભળ તો જરૂર તારું કલ્યાણ થાય.
[ધાર્મિકોત્સવના પ્રથમ પ્રવચનમાંથી: વીર સં. ૨૪૭૯ શ્રાવણ વદ ૧૪: સમયસાર ગા. ૧૧૬ થી ૧૨૦]


અનાદિકાળથી અજ્ઞાની જીવો પોતાના સ્વભાવને ચૂકીને, હું પરને પરિણમાવું એવી મિથ્યાભ્રાંતિને લીધે
સંસારમાં રખડે છે. હું જ્ઞાન–આનંદસ્વભાવ છું–એવી દ્રષ્ટિ ચૂકીને, રાગ–દ્વેષ–દયા–દાન વગેરેના પરિણામ તે જ હું
છું એમ જે માને છે એટલે કે વિકારને જ જે આત્મા માને છે, તે જ એમ માને છે કે હું જડકર્મનો પરિણમાવનાર
છું. હું જ્ઞાનસ્વરૂપ છું–એવી જેની દ્રષ્ટિ છે તે જીવ વિકારનો કર્તા થતો નથી તેમ જ જડનો કર્તા પોતાને માનતો
નથી. અહો! હું તો જ્ઞાનસ્વરૂપ છું–એ વાત પૂર્વે અનંતકાળમાં એક સેકંડ પણ જીવને અંતરમાં બેઠી નથી. હું જ્ઞાન
જ કરનાર છું, રાગ વખતે પણ રાગમાં તન્મય થયા વિના હું તેનો જાણનાર છું, વિકારને હું ફેરવનાર નથી તેમ
જ શરીરાદિ પરને પણ હું ફેરવનાર નથી. –સ્વસન્મુખ થઈને જ્ઞાનસ્વભાવનો આવો અપૂર્વ નિર્ણય પ્રગટ કરવો
તે જ ધર્મનો સાચો મહોત્સવ છે.
જુઓ, અંતરમાં આ દેહથી ભિન્ન આત્મા છે, તેને કોઈએ બનાવ્યો નથી, તેમ જ તેનો કદી નાશ પણ
થતો નથી; તે સ્વયંસિદ્ધ વસ્તુ છે, ને તેનો સ્વભાવ ‘જ્ઞાન’ છે. જ્ઞાન શું કરે?–કે જાણે. જાણવા સિવાય બીજું
જ્ઞાનનું કાર્ય નથી. રાગપર્યાયને ઉત્પન્ન કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય થતાં
આત્મા રાગનો, કર્મનો અને શરીર વગેરેનો જ્ઞાતા જ રહ્યો,–આનું નામ પ્રથમ ધર્મ છે.
–આમાં શું કરવાનું આવ્યું?
–આમાં જ્ઞાનસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કરવાનું આવ્યું. જાણનારે પોતાના જ્ઞાનસ્વભાવને જાણીને
તેનો નિર્ણય કર્યો છે, તે જ આત્માનું કાર્ય છે ને તેમાં ધર્મનો પુરુષાર્થ છે. આ અંતરનો સાચો પુરુષાર્થ અજ્ઞાનીને
દેખાતો નથી ને બહારની ક્રિયામાં આત્માનો પુરુષાર્થ માનીને તે ઊંધી માન્યતાથી સંસારમાં રખડે છે.
ભાઈ! તું જ્ઞાન છો. પરનું કાર્ય અને વિકારનું કાર્ય તો જે કાળે જેમ બનવાનું છે તેમ બનશે જ, તું તેમાં
ફેરફાર કરી શકે તેમ નથી. તે વખતે ‘હું જ્ઞાન છું’ એવી દ્રષ્ટિ રાખીને તું તેનો જાણનાર રહે; અને કાં
અજ્ઞાનભાવે રાગનું કર્તાપણું માન. ‘હું હતો તો રાગ થયો’ એટલે કે જ્ઞાનસ્વભાવના અસ્તિત્વને લીધે રાગ
થયો–એમ જેણે માન્યું તેણે રાગને જ પોતાનું કર્તવ્ય માન્યું છે, એટલે કે આત્માને જ્ઞાનસ્વરૂપ નથી માન્યો પણ
રાગસ્વરૂપ જ માન્યો છે; ‘રાગ તે મારું કર્મ અને હું તેનો કર્તા’ એમ રાગ સાથે સ્વભાવની એકતા માની, તેને
જ્ઞાનની અરુચિ અને રાગની રુચિ છે, તે જ મોટો અધર્મ છે. ‘હું હતો તો શરીર ચાલ્યું, આત્મા છે તો ભાષા
બોલાય છે, મારી હાજરીને લીધે પરનાં કાર્ય થાય છે, હું હતો ને મેં વિકાર કર્યો તેથી કર્મ બંધાયા’ –આવા
પ્રકારની જેની માન્યતા છે તેને પર સાથે એકત્વબુદ્ધિ છે, વસ્તુસ્વભાવની તેને ખબર નથી. જ્ઞાની–ધર્માત્મા તો
જાણે છે કે હું જ્ઞાન સ્વભાવ છું, મારા જ્ઞાનસ્વભાવમાંથી તો નિર્મળપર્યાયની જ

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૨૪૮ : : આસો: ૨૪૭૯
રચના થાય, પણ વિકારની રચના ન થાય; હું છું તો રાગપર્યાય છે–એમ નહિ પરંતુ હું છું તો જ્ઞાનપર્યાય છે, હું
છું તો મારે લીધે આનંદ અને ચારિત્રની નિર્મળપર્યાય છે, એટલે હું કર્તા અને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની નિર્મળ
પર્યાય થઈ તે મારું કર્મ, –આમ સ્વભાવદ્રષ્ટિમાં ધર્મી જીવ નિર્મળ પર્યાયનો જ કર્તા છે. હું કોણ ને મારું ખરું
કાર્ય શું–એ વાત સમજવામાં જીવની અનાદિની ભૂલ છે. જો આ વાત સમજે તો જ અનાદિની ભૂલ ટળે ને
અપૂર્વ ધર્મ થાય.
આચાર્યભગવાન કહે છે કે–
હે ભાઈ! તારે તારું કલ્યાણ કરવું છે ને! તો અમે તને કલ્યાણનો રસ્તો બતાવીએ છીએ.
પ્રથમ તું નક્કી કર કે હું આત્મા છું;
મારો જાણવા–દેખવાનો સ્વભાવ છે.
રાગ કરવો તે મારો સ્વભાવ નથી તેમ જ શરીરને કે જડ કર્મને પરિણમાવવાનો પણ મારો સ્વભાવ
નથી. મેં વિકાર કરીને જડકર્મને બાંધ્યું–એવી જેની માન્યતા છે તેની દ્રષ્ટિ મિથ્યા છે, વિકારથી જુદો મારો
જ્ઞાનસ્વભાવ છે એમ તે જાણતો નથી.
અજ્ઞાની જીવ ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવી સમજણ ચૂકીને, અજ્ઞાનભાવે બહુ તો વિકારનો કર્તા થાય, પણ
જડકર્મનો કર્તા તો અજ્ઞાનભાવે પણ નથી.
જડકર્મની જેમ શરીર, ભાષા, મકાન વગેરેનો કર્તા પણ આત્મા કદી થઈ શકતો નથી.
–માટે હે જીવ! તું સમજ કે હું જ્ઞાનસ્વભાવ છું ને જ્ઞાન જ મારું કાર્ય છે; આમ સમજીને જ્ઞાનસ્વભાવના
અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના નિર્મળભાવે પરિણમવું તે મોક્ષમાર્ગ છે ને તે જ તારા કલ્યાણનો ઉપાય છે.
હું જ્ઞાનસ્વભાવ છું–એવી જેને ખબર નથી તે જીવ પરનું અભિમાન કરીને અનંતા રાગ–દ્વેષ કરે છે. જ્યાં
પોતની ઈચ્છા પ્રમાણે પરમાં કાંઈક થાય ત્યાં અજ્ઞાની અભિમાનથી કહે છે કે અમે આમ કરી દીધું! અને જ્યાં પોતાના
ધાર્યા કરતાં વિરુદ્ધ થાય ત્યાં એમ કહે છે કે ‘ભાઈ! એમાં આપણું શું ચાલે? તે કાંઈ આપણા હાથની વાત છે!’ પણ
અરે ભાઈ! પરમાં તારું નથી ચાલતું તો પછી જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને બધે ઠેકાણે જાણનાર જ રહે ને! મફતનો
પરનાં અભિમાન શા માટે કરે છે? ‘હું તો જાણનાર છું ને પરના કાર્ય પરને લીધે જ થાય છે, તેનો કર્તા હું નથી’–એમ
સમજી, બધે ઠેકાણેથી દ્રષ્ટિ ઉઠાવી લે ને તારા જ્ઞાનસ્વભાવમાં દ્રષ્ટિ કર, –તો અપૂર્વ કલ્યાણ થાય.
જગતની બધી ચીજો પોતાના સ્વભાવથી જ બદલે છે, એટલે દરેક ચીજ પોતે જ પોતાના કાર્યની કર્તા છે,
કોઈ બીજો તેનો કર્તા નથી. જગતની જડ વસ્તુઓમાં પણ બદલવાની તાકાત તેના પોતાના સ્વભાવથી જ છે.
(૧) જો તેનામાં સ્વભાવથી જ પરિણમવાની શક્તિ ન હોય તો કોઈ બીજો તેને કોઈ રીતે પરિણમાવી
શકે નહિ. અને
(૨) જો તેનામાં જ સ્વયં પરિણમવાની શક્તિ છે તો તે બીજા કોઈ પરિણમાવનારની અપેક્ષા રાખતી નથી.
અહો! જડની પર્યાય જડથી થાય છે, હું તો જાણનાર–દેખનાર જ છું–એમ સમજતાં અનાદિની આળસ
તૂટીને સ્વભાવનો અપૂર્વ ઉદ્યમ જાગે છે. અજ્ઞાનીને એમ લાગે છે કે ‘આત્મા પરનો કર્તા નથી–એમ સમજશું તો
આળશું થઈ જઈશું! ’ પણ અરે મૂઢ! પરના મિથ્યા અહંકારને લીધે તને જ્ઞાનસ્વભાવનો ઉત્સાહ નથી આવતો
તે જ મોટો પ્રમાદ છે. હું જ્ઞાનસ્વભાવનો છું એ વાત ચૂકીને, હું પરનો કર્તા એમ માન્યું તેથી અનાદિથી પોતાના
સ્વરૂપમાં અનુત્સાહ છે તે જ મહા પ્રમાદ છે. હું જ્ઞાનસ્વભાવ છું–એમ સમજે તો પર સન્મુખ વલણ છૂટીને
સ્વભાવ તરફનો અપૂર્વ ઉત્સાહ અને ઉદ્યમ જાગે.–માટે આ અનાદિનો પ્રમાદ ટાળવાની વાત છે.
શરીરાદિને ચલાવે કે જડકર્મને ઉત્પન્ન કરે એવો તો આત્માનો સ્વભાવ નથી અને તે જડકર્મને
ઊપજવામાં નિમિત્ત થાય–એવો પણ આત્માનો સ્વભાવ નથી; આત્મા તો જ્ઞાનસ્વભાવી છે. આત્માનો
જ્ઞાનસ્વભાવ કર્મને નિમિત્ત પણ નથી. જડકર્મનું નિમિત્ત તો વિકાર છે; એટલે જે જીવ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ
ચૂકીને વિકારનો કર્તા થાય છે તે જ પોતાને કર્મમાં નિમિત્ત માને છે. નિમિત્ત થવા ઉપર જેની દ્રષ્ટિ છે તેને
નિર્વિકારી જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી. સમકિતીને તો એવી દ્રષ્ટિ છે કે હું તો જ્ઞાનસ્વભાવ જ છું; જડકર્મ
અને તેના નિમિત્તરૂપ વિકાર–તે બંને હું નથી. –આવી સ્વભાવદ્રષ્ટિને લીધે તેને રાગરહિત

PDF/HTML Page 6 of 25
single page version

background image
: ૨૪૯ : આત્મધર્મ: ૧૨૦
નિર્મળ પર્યાય થતી જાય છે તે ધર્મ છે.
જુઓ, આ આત્માના સ્વભાવની વાત! અરે ભાઈ, તું તારા સ્વભાવની વાત સાંભળ તો ખરો, અંદરથી
ઉત્સાહ લાવીને એકવાર સાંભળ તો ખરો કે અહો! આ તો મારા સ્વભાવની જ વાત છે, અત્યાર સુધી જેને
સમજ્યા વગર હું સંસારમાં રખડયો તે સ્વભાવની આ વાત છે. –આમ અંતરમાં અપૂર્વતા લાવીને, સ્વભાવના
ઉત્સાહપૂર્વક સાંભળ તો તારું કલ્યાણ થાય. હે જીવ! તારો તો જ્ઞાન–સ્વભાવ છે. જગતની પર ચીજો સૌ
પોતપોતાના સ્વભાવથી પરિણમે છે તેમાં તે શું કર્યું? તું તો જુદો રહીને જાણનાર રહ્યો. અજ્ઞાની જુદાપણાનું
ભાન ભૂલીને, જાણનાર ન રહેતાં મફતનો પરનું અભિમાન કરે છે. તું તારા જાણનાર સ્વભાવને પરથી ને
વિકારથી જુદો રાખ. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોરૂપે જડ–પુદ્ગલો પરિણમે છે તેઓ પોતાની શક્તિથી સ્વયં
પરિણમે છે, જીવના વિકારની પણ તેઓ અપેક્ષા રાખતા નથી, કેમ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી
નથી. આ મહાન સિદ્ધાંત છે કે જેનામાં જે શક્તિ સ્વત: હોય તે પરની અપેક્ષા રાખે નહિ, અને જેનામાં જે શક્તિ
સ્વત: ન હોય તે કોઈ બીજાથી થઈ શકે નહિ. બસ! સ્વતંત્ર વસ્તુસ્વભાવ છે. જીવનો જ્ઞાનસ્વભાવ છે તેથી તે
પોતાના સ્વભાવથી જ જ્ઞાનરૂપે પરિણમીને જાણે છે, જાણવામાં તેને બીજા કોઈની અપેક્ષા નથી, તેમ જડ–
પુદ્ગલો પણ પોતાના પરિણમનસ્વભાવથી જ કર્મરૂપે પરિણમે છે તેમાં તેને બીજાની અપેક્ષા નથી.
જ્યારે કર્મ બંધાય ત્યારે તે જીવના વિકારના પ્રમાણમાં જ બંધાય–આવો મેળ હોવા છતાં ત્યાં પણ
જીવના વિકારને લીધે કર્મ બંધાયું–એમ નથી; તો પછી શરીર–મકાન–પુસ્તક વગેરેની પર્યાયને આત્મા પલટાવે–
એ વાત તો ક્યાં રહી? પુદ્ગલમાં જ્ઞાનાવરણનો ઉદય હોય, અહીં જીવની પર્યાયમાં જ્ઞાનની હીનતા હોય ને
સામે જ્ઞાનાવરણ બંધાતું હોય,–ત્યાં જ્ઞાનાવરણના ઉદયને લીધે અહીં જ્ઞાનની હીનતા થઈ–એમ નથી, તેમ જ
જીવની પર્યાયમાં જ્ઞાનની હીનતાને કારણે જ્ઞાનાવરણકર્મ બંધાયું–એમ નથી. દરેકનું પરિણમન સ્વતંત્ર
પોતપોતાના કારણે છે. જીવ જ્યારે જ્ઞાનીની આસાતના વગેરે વિકારભાવ કરે ત્યારે તે વિકારના પ્રમાણમાં જ
જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છતાં જીવે તે પુદ્ગલોને કર્મરૂપે પરિણમાવ્યા નથી; તો પછી બીજા પદાર્થો–કે જેઓ
ક્ષેત્રે પણ જીવથી જુદા છે તેમનું કાંઈ જીવ કરે એ વાત તો ક્યાં રહી? જગતની બધી ચીજો પોતપોતાના કારણે
પલટે છે તેમાં જીવનો અધિકાર નથી. અરે જીવ! તું તો જ્ઞાન છો, જ્ઞાન ને આનંદરૂપે પરિણમવાનો તારો
સ્વભાવ છે; વિકારપણે પરિણમવાનો કે પરનું કાંઈ કરવાનો તારો સ્વભાવ નથી. આ સમજીને તારા
જ્ઞાનસ્વભાવની પ્રતીત કર ને પરનો અહંકાર છોડ, તે સુખી થવાનો ઉપાય છે.
જગતના જડ–ચેતન બધા પદાર્થો સ્વયં પરિણમનારા છે, તેમાં આત્મા શું કરે? આત્મા તેને જાણે પણ
તેમાં બીજું કાંઈ કરી ન શકે. જેમ ઊના પાણીમાં ઘણા મગ બાફવા નાંખ્યા હોય ત્યાં જે મગમાં બફાવાની
તાકાત છે તે જ બફાય છે, કોરડું મગ બફાતા નથી; તો પાણીએ શું કર્યું? તેમ જગતમાં તો અનંત પરમાણુંઓ છે
તેમ જ ધર્માસ્તિકાય વગેરે પણ છે, તેમાંથી જે સમયે જે પરમાણુંઓમાં કર્મપણે પરિણમવાની તાકાત છે તેટલા
જ પરમાણુંઓ કર્મપણે પરિણમે છે, બીજા નથી પરિણમતા. જો જીવના વિકારને લીધે પુદ્ગલો કર્મરૂપે પરિણમતા
હોય તો જગતના બધા પુદ્ગલો કર્મરૂપે કેમ ન પરિણમી ગયા? ધર્માસ્તિકાય કર્મરૂપે કેમ ન પરિણમ્યું? માટે
કર્મરૂપે પરિણમનારા પુદ્ગલો સ્વતંત્રપણે જ કર્મરૂપે પરિણમે છે, જીવ તેનો કર્તા નથી. આવી સ્વતંત્રતાને
સ્વકાર્યા વિના જીવને પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીતિ થાય નહિ, જ્ઞાનસ્વભાવની પ્રતીતિ વગર પરનો અહંકાર
ટળે નહિ ને નિરાકુળ સુખ પ્રગટે નહિ. માટે આ સમજીને જ્ઞાનસ્વભવની પ્રતીત કરવી ને પરનો અહંકાર છોડવો
તે સુખનો રસ્તો છે.
હે વત્સ! તું વિચાર કર કે તારું સુખ ક્યાં છે? તારા જ્ઞાનતત્ત્વમાં જ તારું સુખ છે; વિભાવમાં કે પરના
કાર્યમાં તારું સુખ નથી; માટે પરથી ને વિકારથી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપની પ્રતીત કર ને પરનો અહંકાર છોડ.
હું જ્ઞાનસ્વરૂપ છું, પરનાં કામ મારાં નથી ને રાગ મારું સ્વરૂપ નથી–આવું જેને અંતરમાં ભાન હોય તેને બધાય
પડખાનો વિવેક હોય છે, તેને અનંતો રાગ ટળી જાય છે અને સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા હોય તેની ઓળખાણ
સહિત તેમના પ્રત્યે વિનય–બહુમાન–ભક્તિનો ભાવ આવે છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો પણ જેને નિર્ણય અને
બહુમાન નથી તેનામાં તો ખરેખર જૈનપણું નથી. અહો! હું

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૨૫૦ : : આસો: ૨૪૭૯
સાચો શ્રોતા
–અને–
શ્રવણનું તાત્પર્ય

જ્ઞાન–આનંદસ્વભાવી આત્માની રુચિ અને સન્મુખતાપૂર્વક જેણે એકવાર પણ શુદ્ધ આત્મસ્વભાવની
વાત જ્ઞાની પાસેથી સાંભળી તે શ્રોતા અલ્પકાળમાં જરૂર મુક્તિ પામે છે. શ્રી પદ્મનંદી મુનિરાજ કહે છે કે–
तत्प्रति प्रीतिचितेन येन वार्तापि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाण भाजनम्।।
રાગની પ્રીતિ નહિ, વ્યવહારની પ્રીતિ નહિ પણ શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માની પ્રીતિ કરીને... તે પ્રત્યેના
ઉલ્લાસથી તેની વાર્તા જે જીવે સાંભળી છે તે જીવ જરૂર મુક્તિ પામે છે. ‘અહો! આ પરથી ભિન્ન મારા
જ્ઞાયકતત્ત્વની વાત છે, મારા જ્ઞાયક તત્ત્વની પ્રતીત કરવામાં કોઈ રાગનું અવલંબન છે જ નહિ’–આવા
લક્ષપૂર્વક, એટલે કે સ્વભાવ તરફના ઉત્સાહપૂર્વક એકવાર પણ જે જીવ આ વાત સાંભળે તે ભવ્યજીવ જરૂર
અલ્પકાળમાં મુક્તિ પામે છે. જુઓ, એમ ને એમ સાંભળી લેવાની આ વાત નથી પણ સાંભળનાર ઉપર
આત્માનો નિર્ણય કરવાની ભેગી જવાબદારી છે. અનાદિથી જે માન્યું હતું તેમાં અને આ વાતમાં મૂળભૂત ફેર
ક્યાં પડે છે તે બરાબર સમજીને નક્કી કરવું જોઈએ. અત્યાર સુધી પોતાની માન્યતામાં ભૂલ ક્યાં હતી અને હવે
આ વાત સાંભળ્‌યા પછી તેમાં ફેર ક્યાં પડ્યો–તેનો ભેદ પાડ્યા વગર એમ ને એમ સાંભળી જાય તો તેથી
આત્માને સત્યનો કાંઈ લાભ થાય નહિ. એકલા શબ્દો તો પૂર્વે અનંતવાર સાંભળ્‌યા, પણ તત્ત્વનિર્ણય વગર તેને
આચાર્યદેવ શ્રવણ તરીકે ગણાતા નથી, તેથી શ્રી સમયસારમાં કહ્યું કે જીવોએ શુદ્ધ આત્માની વાત પૂર્વે કદી
સાંભળી જ નથી. શુદ્ધઆત્માના શબ્દો તો સાંભળ્‌યા પણ પોતે અંતર્મુખ થઈને શુદ્ધઆત્માનો નિર્ણય ન કર્યો માટે
તેણે ખરેખર શુદ્ધઆત્માની વાત સાંભળી જ નથી. જુઓ, શ્રવણનું ખરું તાત્પર્ય શું તે વાત પણ આમાં આવી
ગઈ. શ્રવણમાં પર લક્ષે જે શુભરાગ થાય છે તે ખરેખર તાત્પર્ય નથી, પણ તત્ત્વનો નિર્ણય કરીને અંદર શુદ્ધ
આત્માનો અનુભવ કરવો તે જ ખરું તાત્પર્ય છે.
‘અહો! જ્યારે જુઓ ત્યારે એક સમયમાં પરિપૂર્ણ તત્ત્વ અંદર પડ્યું છે, ભગવાન આત્મા પોતાના
સ્વભાવની પરિપૂર્ણ શક્તિને સંઘરીને બેઠો છે, તેના સ્વભાવસામર્થ્યનો એક અંશ પણ ઓછો થયો નથી, અને
ત્રણકાળમાં એક સમય પણ તે સ્વભાવનો વિરહ નથી, પોતે જાગીને અંદરમાં દ્રષ્ટિ કરે એટલી જ વાર છે; જેમાં
દ્રષ્ટિ કરતાં જ ન્યાલ થઈ જવાય એવો એ સ્વભાવ છે. ‘હું પરિપૂર્ણ છું’ ઈત્યાદિ રાગરૂપ વિકલ્પ પણ તેનામાં
નથી, પરંતુ ઉપદેશમાં સમજાવવું કઈ રીતે? ઉપદેશમાં તેનું કથન કરવા જતાં સ્થૂળતા થઈ જાય છે તેથી ખરેખર તે
ઉપદેશનો વિષય નથી પણ અંતદ્રષ્ટિનો અને અંર્તઅનુભવનો વિષય છે. ઉપદેશ તો નિમિત્તમાત્ર છે, પોતે જાતે
અંતર્દ્રષ્ટિ કરીને સમજે તો જ સમજાય તેવો અચિંત્યસ્વભાવ છે. અંતરમાં હું એક જ્ઞાનસ્વભાવ જ છું, રાગ કે
નિમિત્ત હું નથી, જ્ઞાનસ્વભાવ જ મારું સર્વસ્વ છે’ –આવું લક્ષ થયા વિના નિશ્ચયવ્યવહારની કે ઉપાદાન–
નિમિત્તની અનાદિની ભૂલ ટળે નહિ, અને તે ભૂલ ટળ્‌યા વિના બીજા ગમે તેટલા ઉપાય કરે તોપણ કલ્યાણ થાય
નહિ. માટે જેને આત્માનું કલ્યાણ કરવું હોય–ધર્મી થવું હોય–તેણે આ વાત બરાબર સમજીને નક્કી કરવા જેવી છે.
–માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રવચનમાંથી.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું–આવી આત્મસ્વભાવની દ્રષ્ટિ કરવી તે સાચું જૈનપણું છે. હું તો જ્ઞાન છું ને
પરનાં કામ પરથી થાય છે–આમ જો દરેક તત્ત્વની સ્વતંત્રતાની સત્યવાત ખ્યાલમાં આવે, તો પર ઉપરથી દ્રષ્ટિ
ઉઠાવીને પોતાના જ્ઞાનાનંદસ્વરૂપમાં દ્રષ્ટિ કરતાં અપૂર્વ ધર્મ થાય; આ સિવાય બીજી રીતે ધર્મ થાય નહીં.
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम्।
परभावस्य कर्ताऽत्मा मोहोऽयं व्यवहारिणाम्।।
६२।।

PDF/HTML Page 8 of 25
single page version

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૫૧ :
મુક્તજીવની વાણીમાં મુક્તિપંથનો ઉપદેશ
[શાંતિનાથ પ્રભુએ કરેલો શાંતિનો ઉપદેશ]
[૩]
[આત્મધર્મના “૧૧૯” મા અંકમાં છપાયેલા લેખનો બાકીનો અંતિમ ભાગ]
દિવ્યધ્વનિ એ મુક્તજીવની વાણી છે ને તે મુક્તિનો પંથ બતાવનારી
છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા સમજીને, પર્યાય અંતર્મુખ થઈને પોતાના
દ્રવ્યનો આશ્રય લ્યે તે જ મુક્તિનો પંથ છે. સર્વે ભગવંતો આ રીતે જ મુક્તિ
પામ્યા અને આવો જ મોક્ષનો માર્ગ તેમણે જગતને ઉપદેશ્યો. જેમ ભગવાન
મોક્ષ પામ્યા તેમ તેમની વાણીમાં કહેલા આ માર્ગને સમજીને જગતના જીવો
મોક્ષ ન પામે એમ બને નહિ. જે સમજીને સ્વાશ્રય કરે તે જરૂર મોક્ષ પામે...
જે સમજે તેની બલિહારી છે.
• મુક્ત થનારની જ વાત •
ભગવાનની દિવ્યવાણીનો આશય ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં લગાવવાનો છે એટલે તેમાં મુક્ત થનારની
જ વાત છે. જે જીવ સ્વાશ્રય કરીને મોક્ષમાર્ગ પ્રગટ નથી કરતો તેને માટે ભગવાનનો ઉપદેશ ખરેખર છે જ
નહિ. જે જીવ પરાશ્રયપણું છોડીને સ્વાશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ કરે છે તે જ ભગવાનના ઉપદેશને સમજ્યો છે અને
ખરેખર તેને માટે જ ભગવાનનો ઉપદેશ છે.
અનાદિથી એકેક સમય કરીને ગમે તેટલો કાળ મલિનતા સેવી છતાં આત્મામાં તે મલિનતા એક સમય
કરતાં ગાઢી થઈ નથી. અશુદ્ધતાનો કાળ લંબાય તેથી કાંઈ અનેક સમયની અશુદ્ધતા ભેગી થઈને તેની પુષ્ટિ થઈ
જાય–એમ બનતું નથી. ‘અનંતકાળ પહેલાંં જે સિદ્ધ થયા તે આત્માને ઓછી મલિનતા હતી તેથી તે પહેલાંં સિદ્ધ
થયા, અને અત્યારે જે સિદ્ધ થાય તે આત્માને વધારે મલિનતા હતી તેથી તે પાછળથી સિદ્ધ થયા’ –એમ નથી.
અશુદ્ધતાનો કાળ લંબાય તેથી કાંઈ અશુદ્ધતાની પુષ્ટિ થઈ જતી નથી, કેમ કે પહેલાં સમયની જે અશુદ્ધતા હતી તે
તો બીજા સમયે અજ્ઞાનીને પણ ટળી જ જાય છે; પહેલાં સમયની અશુદ્ધતા કાંઈ બીજા સમયમાં ભળતી નથી,
બીજા સમયની અશુદ્ધતા નવી ઉત્પન્ન થાય છે; એ રીતે નવી–નવી અશુદ્ધતા ઉત્પન્ન થઈને તેનો કાળ લંબાય,
પણ બે સમયની અશુદ્ધતા ભેગી થઈને એક સમયની પર્યાયમાં તેની ઉગ્રતાની પુષ્ટિ થાય–એમ ન બને. તેમ જ
એક સમયની પર્યાયની અશુદ્ધતા દ્રવ્ય–ગુણને કાંઈ અશુદ્ધ કરી નાંખે એમ પણ ન બને. દ્રવ્ય–ગુણ તો બધા
આત્માને ત્રિકાળ શુદ્ધ જ છે, માત્ર પર્યાયમાં અશુદ્ધતા છે. ભગવાનની વાણી દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ
બતાવીને, દ્રવ્યના અવલંબને પર્યાયની અશુદ્ધતાનો નાશ કરવાનું બતાવે છે. ધર્મી જાણે છે કે મારા ત્રિકાળ ધુ્રવ
રહેનાર પવિત્ર સ્વભાવ પાસે એક સમયની પર્યાયનું વિકારનું જોર નથી, ધુ્રવસ્વભાવના સામર્થ્યની મહત્તા પાસે
તે વિકારની મહત્તા

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૨૫૨ : : આસો: ૨૪૭૯
નથી પણ તુચ્છતા છે. –આ પ્રમાણે સ્વભાવની મહત્તા અને વિકારની તુચ્છતા ભાસતાં જ્ઞાનીને તે વિકારમાંથી
આત્મબુદ્ધિ છૂટી જાય છે. સ્વભાવની દ્રષ્ટિથી મારા આત્મામાં વિકાર છે જ નહિ, માટે હું વિકારનો કર્તા નથી; હું
તો જ્ઞાનસ્વરૂપ છું–આ પ્રમાણે ઓળખીને વિકારરહિત સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન કરવાં તે ધર્મી આત્માનું કાર્ય છે,
તેના વડે ધર્મી જીવ ઓળખાય છે, અને ભગવાનના ઉપદેશનું પણ એ જ તાત્પર્ય છે.
સર્વજ્ઞ ભગવાને દિવ્યધ્વનિમાં જે કહ્યું તે જ વાત શ્રી કુંદકુંદાચાર્યપ્રભુએ સમયસારમાં બતાવી છે, ને તે જ
અહીં કહેવાય છે. જે જીવ પાત્ર થઈને આ વાત સમજશે તે જરૂર અલ્પકાળે મુક્ત થશે... અને જે નહિ સમજે તે
તો અનાદિથી રખડી જ રહ્યા છે એટલે તેની શું વાત કરવી? જગતમાં સંસાર, મોક્ષ અને મોક્ષનો માર્ગ–બધું
અનાદિઅનંત છે, તેમાંથી એકેયનો કદી સર્વથા અભાવ થવાનો નથી. હા, એક જીવ પોતાના આત્મામાંથી
સંસારનો અભાવ કરીને મોક્ષદશા પ્રગટ કરે છે, તેની અપેક્ષાએ સંસારનો અંત અને મોક્ષની આદિ છે.
ચેતન્યતત્ત્વને જે જીવ સમજે તેની મુક્તિ થાય છે. બાકી રખડવાની અહીં વાત નથી. ભગવાનની વાણી જીવોને
મોક્ષમાર્ગ બતાવનારી છે, –બીજી રીતે કહીએ તો અનાદિકાળથી જે ઊંધા ભાવે સંસારમાં રખડયો તેની ગુલાંટ
મારીને મોક્ષમાર્ગનો સવળો ભાવ જે જીવ પ્રગટ કરે તેણે જ ભગવાનની વાણી ઝીલી છે.
• અહો! ચૈતન્યનો મહિમા અને ધર્માત્માની નિર્માનતા •
દિવ્યધ્વનિમાં નિમિત્તરૂપ થાય એવા રજકણો સાધક અવસ્થામાં જ બંધાય છે, અને તે બંધાવાના કાળે
જીવને તદ્ન નિર્માનતા હોય છે; તેને અંતરમાં ચૈતન્ય ભગવાનનો મહિમા ભસ્યો છે એટલે પરમાં ક્યાંય
અભિમાન થતું નથી. માનના વિકલ્પનેય જ્ઞાની પોતાનું કાર્ય માનતા નથી. જુઓ, તીર્થંકરનામકર્મ કોને બંધાય?
–અજ્ઞાનીને ન બંધાય; અજ્ઞાની તો ચૈતન્યના મહિમાને ચૂકીને ક્ષણેક્ષણે જગતના પદાર્થોનું અભિમાન કરે છે.
જ્ઞાની પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવને જાણે છે ને માનને પોતાનું માનતા નથી, પોતાના ચિદાનંદ સ્વભાવ સિવાય
બીજે ક્યાંય તેને ધણીપણું રહ્યું નથી એટલે જગત પાસેથી માન લેવાનું માનતા નથી. અહો! મારા અનંત
ચૈતન્યસ્વભાવનું માન મારી પાસે જ છે, જગતના પદાર્થોમાં મારું માન નથી; જગતમાં સર્વોત્કૃષ્ટ બહુમાન યોગ્ય
મારો આત્મા જ છે, કોઈ પરને લીધે મારા આત્માનો મહિમા નથી, મારો મહિમા મારા સ્વભાવથી જ છે. –આ
પ્રમાણે નિજસ્વભાવના મહિમાના જોરે માનને ગાળીને નિર્માનતા થઈ ગઈ અને નિર્મળ સ્વરૂપમાં સમાતાં
સમાતાં કાંઈક રાગ બાકી રહી ગયો ત્યાં તે ધર્માત્માને, ત્રિભુવનનાથ થાય એવું તીર્થંકરનામકર્મ બંધાઈ જાય છે,
ને ઈન્દ્રો તેના ચરણમાં શિર ઝુકાવે છે. માન માંગે તેને મળતાં નથી; અજ્ઞાની પરનું અભિમાન કરે છે ને પરથી
પોતાની મોટાઈ માને છે, તેને તીર્થંકરનામકર્મ બંધાતું નથી. સાચું માન તો પોતાના પરિપૂર્ણ સ્વભાવની ભાવના
કરવી તેમાં જ છે, જ્ઞાનીને ચૈતન્યસ્વભાવના મહિમા પાસે પરનો અહંકાર ઊડી ગયો છે, તે ત્રણલોકના નાથ
થાય છે.
• ધર્માત્માનું ધર્મકર્તવ્ય •
‘મારા સ્વભાવ તરફ વળીને જે પર્યાય અભેદ થઈ તેનો હું કર્તા, ને તે નિર્મળપર્યાય મારું કર્મ છે, વિકાર
ખરેખર મારું કર્મ નથી તો પછી જડની ક્રિયા તો મારું કર્મ (–કાર્ય) ક્યાંથી હોય? હું ચૈતન્યસ્વરૂપ આત્મા કર્તા,
ને નિર્મળપર્યાય મારું કર્મ, તેનું સાધન પણ હું જ છું, સંપ્રદાન પણ હું જ છું, તેમ જ અપાદાન અને અધિકરણ
પણ હું જ છું; પરમાર્થે દ્રવ્ય–પર્યાયની અભેદતામાં તો કર્તા–કર્મ વગેરે ભેદના વિકલ્પ પણ નથી, –હું એક અખંડ
જ્ઞાયક છું. ’ –આમ ધર્મીની દ્રષ્ટિ પોતાના અભેદ સ્વભાવમાં પડી છે, ને તે દ્રષ્ટિમાં નિમળ નિર્મળ પર્યાયો થતી
જાય છે તે ધર્મીનું ધર્મકર્તવ્ય છે. આત્માના ધર્મ કર્તવ્યમાં બહારના કોઈ સાધનો નથી.
• ધર્મી અને અધર્મી જીવની માન્યતામાં મોટો ફેર •
ધર્મીનેય શુભરાગ વખતે દેવ–ગુરુ–શાસ્ત્રના બહુમાનનો ભાવ આવે છે પણ તે વખતેય તેને સ્વભાવનું
બહુમાન ખસતું નથી; તેને ભાન છે કે મને પર–પદાર્થના કારણે આ શુભરાગ નથી થયો, તેમ જ દ્રષ્ટિમાં તેને
રાગનું કર્તૃત્વ રહ્યું નથી. પર્યાયબુદ્ધિવાળો અધર્મી જીવ દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પરને દેખીને તેમના કારણે
બહુમાનનો ભાવ થવાનું માને છે, દેવ–ગુરુ–શાસ્ત્ર સારાં છે માટે મને તેમના બહુમાનનો

PDF/HTML Page 10 of 25
single page version

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૫૩ :
રાગ થાય છે–એમ માનીને તે રાગ કરે છે એટલે પોતાના સ્વભાવનું બહુમાન તે ચૂકી જાય છે, તેને સ્વભાવદ્રષ્ટિ
નહિ હોવાથી તે રાગને જ પોતાનું સ્વરૂપ માનીને તેનો કર્તા થાય છે, તેમ જ તે રાગને ધર્મનું સાધન માને છે, –
એને ભગવાને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. દેવ–ગુરુ–શાસ્ત્ર તો જગતમાં સદાય છે, જો તેમને લીધે રાગ થતો હોય તો
તો રાગ સદા થયા જ કરે! પરને લીધે મને રાગ થાય છે–એમ જેણે માન્યું તેના અભિપ્રાયમાં રાગ સદાય રહ્યા
જ કરે છે, પરથી પાછો ખસીને સ્વમાં ઠરવાનું તેને રહેતું નથી, એટલે કે તેને ધર્મ થતો નથી. રાગ તો ધર્મીનેય
થાય, પરંતુ તે જાણે છે કે આ રાગ મારી પર્યાયની કચાશથી થાય છે, મારી પર્યાયમાંથી હજી રાગ થવાની
લાયકાત સર્વથા ટળી નથી તેથી રાગ થાય છે; પરને લીધે રાગ થતો નથી તેમ જ મારા સ્વભાવમાં પણ રાગ છે
નહીં; મારું ચિદાનંદસ્વરૂપ રાગરહિત છે તેમાં એકાગ્રતાથી પર્યાયની સબળાઈ થતાં તે રાગ ટળી જશે. આ રીતે
ધર્મીને પોતાના પરિપૂર્ણ સ્વભાવની જ ભાવના છે, પરની કે રાગની ભાવના નથી. –આમ ધર્મી અને અધર્મી
જીવની માન્યતામાં મોટો ફેર છે.
• કલ્યણન રસ્ત •
શાંતિનાથ ભગવાનનો દિવ્યધ્વનિ કહે છે કે હે ભાઈ! તું ભાવના તો સ્વભાવની કર! સ્વભાવની
ભાવના કરવા માટે પહેલાંં યથાર્થ વસ્તુસ્થિતિ નક્કી કર. યથાર્થ વસ્તુને ઓળખ્યા વગર મિથ્યાત્વાદિક ભાવોને
જ અનાદિકાળથી ભાવ્યા છે, પણ ચૈતન્યસ્વભાવની સન્મુખ થઈને સમ્યગ્દર્શનાદિ ભાવોને કદી સેવ્યા નથી;
એકવાર પણ જો સમ્યગ્દર્શનાદિ ભાવોને સેવે તો અલ્પકાળમાં મોક્ષ થયા વિના રહે નહિ. પરદ્રવ્ય મને લાભ કરે
અથવા તો પરદ્રવ્ય મારા રાગનું કારણ છે અને રાગથી મને ધર્મ થશે–એવા પ્રકારની માન્યતા તે બધી
મિથ્યાત્વભાવની જ ભાવના છે. જો ખરેખર પરવસ્તુ જ તારા રાગનું કારણ હોય તો તો પરવસ્તુ જ રાગની
ખાણ થઈ; અને એમ થતાં તો, પરવસ્તુ ત્રિકાળ હોવાથી પણ રાગ ત્રણેકાળ થયા જ કરશે, એટલે રાગ ટળીને
કલ્યાણ થવાનો તો પ્રસંગ જ નહિ રહે! –માટે તારો એ અભિપ્રાય છોડ, ને પરના કારણે રાગ થતો નથી પણ
પોતાની પર્યાયના અપરાધથી જ રાગ થાય છે એમ સમજ. –વળી જો રાગથી ધર્મ થાય તો તો આત્મા
રાગસ્વરૂપ જ ઠર્યો એટલે તે માન્યતામાં પણ રાગ ટાળીને કલ્યાણ થવાનો પ્રસંગ રહેતો નથી. –માટે હે જીવ!
રાગથી ધર્મ થવાની બુદ્ધિ પણ છોડ ને ધુ્રવ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કર; ચૈતન્યસ્વભાવના અવલંબને જે
સમ્યગ્દર્શનાદિ ભાવો પ્રગટે તે જ લાભનું કારણ છે અને તે જ ધર્મ છે–એમ તું સમજ. –આ જ તારા કલ્યાણનો
રસ્તો છે.
• રાગનું કારણ કોણ? •
હે જીવો! તમારો મૂળ ચૈતન્યસ્વભાવ સિદ્ધભગવાન જેવો શુદ્ધ છે, તે સ્વભાવ રાગનું કારણ નથી, તેમ
જ કોઈ પરવસ્તુ પણ રાગનું કારણ નથી. –આવું વસ્તુસ્વરૂપ સમજીને ચૈતન્યસ્વભાવની ભાવના કરો. આ
સમજ્યા સિવાય પંડિતાઈ કે ત્યાગીપણું તે બધું ‘રણમાં પોક’ સમાન મિથ્યા છે, તેનાથી કદાચ પુણ્ય બંધાય પણ
તેમાં અત્માનું શરણ નથી, તેનાથી આત્માને શાંતિ કે કલ્યાણ થતું નથી.
જ્ઞાની–ધર્માત્માને પર્યાયની નબળાઈથી અલ્પ રાગાદિ થાય છે પણ ચૈતન્યસ્વભાવની ભાવના છોડીને તે
રાગની ભાવના કદી પણ કરતા નથી એટલે કે તે પર્યાયના રાગને દ્રવ્યસ્વભાવમાં સ્વીકારતાં નથી, તેમ જ
પરવસ્તુને તે રાગનું કારણ માનતા નથી. –આમ હોવાથી જ્ઞાનીના રાગની પાછળ અભિપ્રાયનું જોર તૂટી ગયું છે
એટલે તે રાગ લૂલો થઈ ગયો છે, ચૈતન્યની અધિકતામાં કદી રાગની અધિકતા થતી નથી. જે જીવ રાગના
યથાર્થ કારણને સમજતો નથી ને પરદ્રવ્યને રાગનું કારણ માને છે તે અજ્ઞાનીને તો રાગની પાછળ ઊંધા
અભિપ્રાયનું જોર હોવાથી અનંતો રાગ છે, ચૈતન્યની અધિકતાનું તેને ભાન નથી. યથાર્થ વસ્તુસ્થિતિના ભાન
વગર અનંતો રાગ–દ્વેષ ટળી શકે જ નહિ.
સર્વજ્ઞભગવાનની ભક્તિનો, જિનમંદિર બંધાવવાનો વગેરે પ્રકારનો શુભરાગ થાય તે જુદી વાત છે,
પરંતુ ત્યાં સમજવું જોઈએ કે આ રાગનું કારણ ખરેખર સર્વજ્ઞ–ભગવાન કે જિનમંદિર વગેરે પરદ્રવ્ય નથી. જો
ખરેખર તે જ રાગનું કારણ હોય તો બધાય જીવોને તે પ્રકારનો રાગ થવો જોઈએ અને કેવળીને પણ રાગ થવો
જોઈએ. –પણ એમ બનતું નથી, માટે પરદ્રવ્ય રાગનું કારણ નથી પણ જે જીવોની પર્યાયમાં તે પ્રકારનો રાગ
થવાની લાયકાત છે તેમને જ તેવો રાગ થાય છે ને તેવા રાગ વખતે તે નિમિત્તનો ઉપર લક્ષ જાય છે. આ રીતે
પોતાની પર્યાયની લાયકાત સિવાય બીજું કોઈ કારણ છે જ નહિ,

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૨૫૪ : : આસો: ૨૪૭૯
બીજા જે કોઈ કારણો કહેવાતા હોય તે બધાય માત્ર ઉપચારથી જ છે–એમ સમજવું.
‘શ્રી મહાવીર ભગવાનની હયાતીને કારણે ગૌતમસ્વામીને રાગ હતો, ને ભગવાનનું નિર્વાણ થતાં તે
રાગ ટળ્‌યો’ –એ માન્યતા અજ્ઞાનીની છે. ખરેખર ગૌતમસ્વામીને મહાવીર ભગવાનના કારણે રાગ ન હતો પણ
તેમની પોતાની તેટલી નબળાઈથી જ તે રાગ રહ્યો હતો તે તેમની સબળાઈથી તે રાગ ટળ્‌યો. વળી, પોતાના
નિર્વાણ વખતે ભગવાને ગૌતમસ્વામીને દૂર મોકલ્યા ને પાછળથી ગૌતમસ્વામીએ વિલાપ કર્યો–એ વાત પણ
કલ્પિત અને જૂઠ્ઠી છે. અહો! ગૌતમગણધર તે કોણ છે? –એ તો કેવળજ્ઞાન લેવાની તૈયારીમાં ઝૂલતા મહાન
સંત છે, એને તે વળી રુદન હોય? અનંત આનંદનું ધામ એવી મુક્તિને સાધનારા મુનિવરો પરમ પ્રસન્ન હોય છે,
તેઓને કદી રુદન હોતું નથી.
• દિવ્યધ્વનિમાં મુક્તિપંથનો ઢંઢેરો •
દુદુંભીના નાદ વચ્ચે ભગવાનના દિવ્યધ્વનિમાં એવી ઘોષણા થઈ કે જગતમાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તેના ગુણો
સ્વતંત્ર છે ને તેની પર્યાયો પણ સ્વતંત્ર છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા સમજીને, પર્યાય અંતર્મુખ થઈને પોતાના
દ્રવ્યનો આશ્રય લ્યે તે જ મુક્તિનો પંથ છે, એ સિવાય ક્યાંય બહારના આશ્રયે મુક્તિનો પંથ નથી. સર્વે ભગવંતો આ
રીતે જ મુક્તિ પામ્યા અને આવો જ મોક્ષનો માર્ગ તેમણે જગતને ઉપદેશ્યો. જેમ ભગવાન મોક્ષ પામ્યા તેમ તેમની
વાણીમાં કહેલા આ માર્ગને સમજીને જગતના જીવો મોક્ષ ન પામે એમ બને નહીં. દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા
સમજતાં નિર્વિકારી દ્રવ્ય–ગુણના–આશ્રયે પર્યાયનો વિકાર ટળીને નિર્મળાનંદી મુક્તદશા થઈ જાય છે. જે સમજીને
સ્વાશ્રય કરે તે જરૂર મોક્ષ પામે. જે સમજે તેની બલિહારી છે... ન સમજે તેવાની અહીં વાત નથી.
દિવ્યધ્વનિ એ મુક્ત જીવની વાણી છે ને તે દિવ્યધ્વનિનું ફળ મુક્તિ છે. સમવસરણમાં ભગવાનનો
ઉપદેશ સાંભળીને તે કાળે ઘણા જીવો મુનિ થયા... શ્રાવક થયા... ધર્મ પામ્યા. અત્યારે પણ તે વાણીના પ્રવાહથી
જીવો ધર્મ પામે છે ને ભવિષ્યમાં પણ અનેક જીવો ધર્મ પામશે. આ રીતે શાંતિનાથ ભગવાને બતાવેલો શાંતિનો
માર્ગ શાશ્વત છે.
“શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માગને.”
કલ્યાણ માટે ક્યાં જવું?
હે ભાઈ! કોઈ પરની સામે જોયે તો તારું
કલ્યાણ થાય તેમ નથી, કેમકે તારું કલ્યાણ
પરમાં નથી; અને તારા આત્મામાં પણ રાગ
સામે કે ભેદની સામે જોયે તારું કલ્યાણ નહિ
થાય. આખો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જેવો
છે તેવો અખંડ પ્રતીતમાં લઈને તેની સન્મુખ થવું
તે જ કલ્યાણનું મૂળ છે. તારી શુદ્ધનયરૂપી
આંખથી અંતરમાં ભગવાન કારણપરમાત્માને
દેખવો અને તેની સન્મુખ થઈને એકાગ્રતા કરવી
તે જ કલ્યાણ છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૫૫ :
ભગવાની વ્યવહાર – સ્તુતિ કોને હોય
અને તેનું નિમિત્ત કેવું હોય?
સર્વજ્ઞ ભગવાનનો પરમ ભક્ત... સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા... જેને આત્માનું ભાન છે તે અંતરમાં વીતરાગી
સ્વભાવ સિવાય રાગાદિ કોઈ ભાવને આદરતો નથી ને બાહ્યમાં નિમિત્ત તરીકે પણ વીતરાગી પ્રતિમા સિવાય
બીજા કુદેવાદિનું બહુમાન કરતો નથી. શ્રી જિનેન્દ્રભગવાનના પ્રતિમાજીની મુદ્રામાં એકદમ વૈરાગ્યતા દેખાવી
જોઈએ... જ્ઞાયકબિંબ વીતરાગીમુદ્રા હોવી જોઈએ... જેની મુદ્રા જોતાં જ એમ લાગે કે જાણે અનંતજ્ઞાન,
અનંતદર્શન, અનંતઆનંદ ને અનંતબળમાં લીનપણાથી ભગવાન તૃપ્ત–તૃપ્ત હોય! –એવી વીતરાગી પ્રતિમા હોય.
જો કે વીતરાગભાવ તો પોતાને પોતામાંથી જ કાઢવો છે, પણ શુભરાગ વખતે જ્યારે બહારમાં લક્ષ જાય ત્યારે
નિમિત્ત તરીકે એવી વીતરાગી જિનમુદ્રા જ હોય. ભગવાન વીતરાગ છે, તેમની પ્રતિમા ઉપર શુંગાર ન હોય,
તેમને આહાર ન હોય. ભગવાનની મુદ્રા તો પરમ ઉપશમરસમાં ઝૂલતી હોય... જે જોતાં જ જ્ઞાયકસ્વભાવી
આત્મા સ્મરણમાં આવે. ભગવાનનું આવું સ્વરૂપ ઓળખ્યા વગર ભગવાન પ્રત્યે સાચી ભક્તિ ઊછળે નહિ.
જેણે જીવનમાં કદી વીતરાગ ભગવાનને જોયા નથી ને જાણ્યા પણ નથી તેને સાચી ભક્તિ ક્યાંથી આવશે?
ઓળખ્યા વિના કોની ભક્તિ કરશે? તે ભગવાનની ભક્તિના નામે શુભરાગથી પુણ્ય બાંધશે પણ તેને ધર્મ નહિ
થાય... સંસારથી છુટકારો નહિ થાય.
ભગવાનને દેખીને અંતરમાં વીતરાગી આત્માનું સ્મરણ કોણ કરશે? –કે જેણે અંતરમાં આત્માના
વીતરાગસ્વભાવને નક્કી કર્યો હશે તે. અલ્પજ્ઞ પ્રાણી આત્માને કેવળી ભગવાન જેવો સાક્ષાત્ દેખી ન શકે પણ
અંદરમાં સ્વાનુભવથી આત્માના સ્વભાવનો નિઃશંક નિર્ણય બરાબર કરી શકે છે. અને તે જીવ ભગવાનની
શાંતમુદ્રા દેખીને આત્માના સ્વભાવને સ્મરણમાં લાવે છે. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર પરમાત્મા
સાક્ષાત્ બિરાજે છે, ત્યાં પણ છદ્મસ્થને તેમનો આત્મા નજરે ન દેખાય પણ નિર્વિકારી શાંતદેહ દેખાય છે તે
ઉપરથી ભગવાનની વીતરાગતાનું અનુમાન થઈ જાય છે. સમવસરણમાં સોનાનું સિંહાસન, ગંધકુટી અને કમળ
હોય છે, તેનાથી પણ ચાર ચાર આંગળ ઊંચે આકાશમાં નિરાલંબીપણે ભગવાન બિરાજે છે. જેમ ભગવાનનો
આત્મા નિરાલંબી છે તેમ તેમનો દેહ પણ આકાશમાં નિરાલંબીપણે બિરાજે છે. ભગવાનના દેહ ઉપર વસ્ત્ર નથી
હોતાં, હાથમાં શસ્ત્ર કે માળા નથી હોતાં, બાજુમાં સ્ત્રી નથી હોતી; વળી ભગવાનનું શરીર પરમ ઔદારિક છે,
તેમાં રોગાદિ નથી હોતા, અશુચિ નથી હોતી, ક્ષુધા કે આહારાદિ નથી હોતા; મુદ્રા ઉપર ભય, શોક કે હાસ્ય પણ
નથી હોતું. એકદમ શાંત નિર્વિકાર વીતરાગી ધ્યાનસ્થ મુદ્રા હોય છે. વળી ઈચ્છા વિના સહજપણે દિવ્યધ્વનિ
સર્વાંગેથી છૂટે છે, તેમાં સર્વ પદાર્થોના સ્વરૂપનું કથન આવે છે. –આવા ભગવાનને જોતાં ચૈતન્યબિંબ
આત્મસ્વભાવ લક્ષમાં આવે છે કે... અહો! આવો મારો આત્મસ્વભાવ. આમ અવિકારી આત્મસ્વભાવનું સ્મરણ
અને બહુમાન થતાં સંસારનું સ્મરણ ભુલાઈ જાય છે ને રાગની રુચિ ટળી જાય છે. –આનું નામ ભગવાનનું
સાચું સ્તવન છે. આવા ભાનસહિત ધર્માત્માને વીતરાગ ભગવાનના પ્રતિમાજી વગેરેની ભક્તિનો શુભરાગ
આવે તેને વ્યવહાર–સ્તુતિ કહેવાય. તે વ્યવહાર–સ્તુતિમાં પણ નિમિત્ત તરીકે વીતરાગી જિનબિંબ જ હોય.
રાગસહિત કુદેવાદિની ભક્તિ કરે તેને તો વ્યવહારસ્તુતિ પણ ન કહેવાય, તે તો મિથ્યાત્વ છે.
અહીં કોઈ અજ્ઞાની એમ પૂછે કે, ‘વ્યવહારનયને તો અસત્યાર્થ કહ્યો છે અને ભગવાનનું શરીર તથા
પ્રતિમા તો જડ છે, તો તેની સ્તુતિ શા માટે કરવી? ’ તો તેને અહીં આચાર્યભગવાન કહે છે કે અરે મૂઢ! અમે
વ્યવહારનયને સર્વથા અસત્યાર્થ કહ્યો નથી. સાધકજીવને વચ્ચે શુભરાગ આવે છે ત્યારે કોઈવાર ભગવાન પ્રત્યે
લક્ષ જાય છે; ત્યાં છદ્મસ્થ જીવને પોતાનો કે ભગવાનનો આત્મા કેવળીની જેમ પ્રત્યક્ષ તો દેખાતો નથી, શરીર
દેખાય છે. ત્યાં જેને અંતરમાં વીતરાગી આત્માનું લક્ષ છે તેને શાંતભાવરૂપ જિનમુદ્રા દેખતાં પોતાને પણ તેવી
ભાવના થાય છે. પ્રતિમાની વીતરાગીમુદ્રા જોતાં અંતરંગમાં આત્માના વીતરાગ–સ્વભાવનો નિર્ણય થાય છે. એ
રીતે સાધક જીવને પરમાર્થના ભાનસહિત વ્યવહારસ્તુતિ પણ વચ્ચે હોય છે, તેનો જો સર્વથા નિષેધ કરે તો તે
અજ્ઞાની છે, તેમ જ તેને જ જો ધર્મ માની લ્યે તો તે પણ અજ્ઞાની છે. આમાં એમ ન સમજવું કે પ્રતિમા વગેરે
પર પદાર્થના કારણે જીવને શુભરાગ થાય છે. પર પદાર્થને કારણે શુભરાગ થતો નથી, પણ સાધકને પોતાની
યોગ્યતાના કાળે તે પ્રકારનો શુભરાગ હોય છે ને તેમાં વીતરાગી જિનબિંબ વગેરે યોગ્ય નિમિત્ત હોય છે–એમ
સમજવું.
[–પ્રવચનમાંથી]

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૨૫૬ : : આસો: ૨૪૭૯
અહો સર્વજ્ઞતાનો મહિમા!
[પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી તારવેલું]
• સર્વજ્ઞદેવને નમસ્કાર હો.
* * *
• ધર્મનું મૂળ સર્વજ્ઞ છે.
મોક્ષમાર્ગના મૂળઉપદેશક શ્રી સર્વજ્ઞદેવ છે; તેથી જેને ધર્મ કરવો હોય તેણે સર્વજ્ઞને ઓળખવા જોઈએ.
* * *
• નિશ્ચયથી જેવો સર્વજ્ઞભગવાનનો સ્વભાવ છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે; તેથી સવર્જ્ઞને
ઓળખતાં પોતાનો આત્મા ઓળખાય છે; જે જીવ સર્વજ્ઞને ન ઓળખે તે પોતાના આત્માને પણ
ઓળખતો નથી.
* * *
• સમસ્ત પદાર્થોને જાણવાના સામર્થ્યરૂપ સર્વજ્ઞત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ પરમાં કાંઈ ફેરફાર
કરે એવી શક્તિ આત્મામાં કદી નથી.
* * *
• અહો! સમસ્ત પદાર્થોને જાણવાની તાકાત આત્મામાં સદાય પડી છે, તેની પ્રતીત કરનાર જીવ ધર્મી છે.
• તે ધર્મી જીવ જાણે છે કે હું મારી જ્ઞાનક્રિયાનો સ્વામી છું પણ પરની ક્રિયાનો સ્વામી હું નથી.
* * *
• આત્મામાં સર્વજ્ઞશક્તિ છે, તે શક્તિનો વિકાસ થતાં પોતામાં સર્વજ્ઞપણું પ્રગટે; પણ આત્માની
શક્તિનો વિકાસ થતાં તે પરનું કાંઈ કરી દે–એમ બનતું નથી.
* * *
• સાધકને પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટી ન હોવા છતાં તે પોતાની સર્વજ્ઞશક્તિની પ્રતીત કરે છે;
• તે પ્રતીત પર્યાયની સામે જોઈને કરી નથી પણ સ્વભાવ સામે જોઈને કરી છે. વર્તમાનપર્યાય તો પોતે
જ અલ્પજ્ઞ છે, તે અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કેમ થાય?
• અલ્પજ્ઞપર્યાય વડે સર્વજ્ઞતાની પ્રતીત થાય, પણ અલ્પજ્ઞતાના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત ન થાય;
ત્રિકાળી સ્વભાવના આશ્રયે જ સર્વજ્ઞતાની પ્રતીત થાય છે.
• પ્રતીત કરનારી તો પર્યાય છે, પણ તેને આશ્રય દ્રવ્યનો છે.
• દ્રવ્યના આશ્રયે સર્વજ્ઞતાની પ્રતીત કરનાર જીવને સર્વજ્ઞતારૂપે પરિણમન થયા વગર રહે નહિ.
* * *
• અલ્પજ્ઞપર્યાય વખતે પણ પોતામાં સર્વજ્ઞત્વશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું જોર
અલ્પજ્ઞપર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ ‘સર્વજ્ઞ ભગવાનનો
નંદન’ થયો છે.
• હજી પોતાને સર્વજ્ઞપણું પ્રગટ્યા પહેલાંં પણ ‘મારો આત્મા ત્રણેકાળે સર્વજ્ઞતાપણે પરિણમવાની
તાકાતવાળો છે’ –એમ જેણે સ્વસન્મુખ થઈને નક્કી કર્યું તે જીવ અલ્પજ્ઞતાને, રાગને કે પરને પોતાનું
સ્વરૂપ ન માને, પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપ ઉપર જ તેની દ્રષ્ટિ હોય.
* * *

PDF/HTML Page 14 of 25
single page version

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૫૭ :
• જે આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનશક્તિની પ્રતીત કરે તે જ ખરો જૈન અને સર્વજ્ઞદેવનો ભક્ત છે.
• આત્મા પરને લ્યે–મૂકે, કે તેમાં ફેરફાર કરે એમ જે માને છે તે જીવ આત્માની શક્તિને, સર્વજ્ઞદેવને કે
જૈનશાસનને માનતો નથી, તે ખરેખર જૈન નથી.
* * *
• જુઓ ભાઈ! આત્માનો સ્વભાવ જ ‘સર્વજ્ઞ’ છે, સર્વજ્ઞશક્તિ બધા આત્મામાં ભરી છે. ‘સર્વ... જ્ઞ’
એટલે બધાને જાણનાર. બધાને જાણે એવો મોટો મહિમાવંત પોતાનો સ્વભાવ છે, તેને અન્યપણે–
વિકારીસ્વરૂપે માની લેવો તે આત્માની મોટી હિંસા છે. આત્મા મોટો ભગવાન છે, તેની મોટાઈના આ
ગાણાં ગવાય છે.
* * *
• ભાઈ રે! તું સર્વનો જ્ઞ એટલે જાણનાર છો પણ પરમાં ફેરફાર કરનાર તું નથી. જ્યાં દરેક–દરેક વસ્તુ
જુદી છે ત્યાં જુદી ચીજનું તું શું કર? તું સ્વતંત્ર અને તે પણ સ્વતંત્ર. અહો! આવી સ્વતંત્રતાની
પ્રતીતમાં એકલી વીતરાગતા છે.
* * *
• ‘અનેકાન્ત’ એટલે હું મારા જ્ઞાનતત્ત્વપણે છું ને પરપણે નથી–એમ નક્કી કરતાં જ જીવ સ્વતત્ત્વમાં રહી
ગયો ને અનંતા પરતત્ત્વોથી ઉદાસીનતા થઈ ગઈ. આ રીતે અનેકાન્તમાં વીતરાગતા આવી જાય છે.
* * *
જ્ઞાનતત્ત્વની પ્રતીત વગર પર પ્રત્યેથી સાચી ઉદાસીનતા થાય નહિ.
* * *
• સ્વ–પરના ભેદજ્ઞાન વગર વીતરાગતા થાય નહિ. જ્ઞાનતત્ત્વને ચૂકીને ‘હું પરનું કરું’ એમ માનવું તે
એકાન્ત છે, તેમાં મિથ્યાત્વ અને રાગ–દ્વેષ ભરેલા છે, તે જ સંસારભ્રમણનું મૂળ છે.
* * *
• ‘હું જ્ઞાનપણે છું ને પરપણે નથી’ –એવા અનેકાન્તમાં ભેદજ્ઞાન અને વીતરાગતા છે, તે જ મોક્ષમાર્ગ
છે અને તે પરમઅમૃત છે.
× × ×
• જગતમાં સ્વ અને પર બધા તત્ત્વો નિજ–નિજ સ્વરૂપે સત્ છે, આત્માનો સ્વભાવ તેને જાણવાનો છે;
છતાં, ‘હું પરને ફેરવું’ એવા ઊંધા અભિપ્રાયમાં સત્નું ખૂન થાય છે તેથી તે ઊંધા અભિપ્રાયને મહાન
હિંસા કહેવામાં આવી છે અને તે જ મહાન પાપ છે.
× × ×
• અહો! હું તો જ્ઞાન છું. આખું જગત એમ ને એમ પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે ને હું મારા
જ્ઞાનતત્ત્વમાં બિરાજું છું; તો પછી ક્યાં રાગ ને ક્યાં દ્વેષ! રાગ–દ્વેષ ક્યાંય છે જ નહિ. હું તો બધાયને
જાણનાર સર્વજ્ઞતાનો પિંડ છું, મારા જ્ઞાનતત્ત્વમાં રાગ–દ્વેષ છે જ નહિ. –આમ ધર્મી જાણે છે.
× × ×
• હે જીવ! જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે. પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને એક સમયમાં
ત્રણકાળ–ત્રણલોકને જાણે એવો જ્ઞાનવૈભવ તારામાં ભર્યો છે. જો તારી સર્વજ્ઞશક્તિનો વિશ્વાસ કર તો
ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ ઊડી જાય.
× × ×
• વસ્તુની પર્યાયમાં જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં તે જ
પ્રમાણે જણાયું છે;–આમ જે નથી માનતો અને નિમિત્તને લીધે તેમાં ફેરફાર થવાનું માને છે તેને
વસ્તુના સ્વરૂપની કે સર્વજ્ઞતાની પ્રતીત નથી.
× × ×

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૨૫૮ : : આસો: ૨૪૭૯
• ‘સર્વજ્ઞતાં’ કહેતાં જ બધા પદાર્થોનું ત્રણેકાળનું ક્રમબદ્ધ પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો પદાર્થમાં
ત્રણેકાળની પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન થતી હોય, ને આડીઅવળી થતી હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ ન
થઈ શકે; માટે સર્વજ્ઞતા કબૂલ કરનારે એ બધું કબૂલ કરવું જ પડશે.
* * *
• આત્મામાં સર્વજ્ઞત્વશક્તિ છે તે ‘આત્મજ્ઞાનમયી’ છે. આત્મા પરની સન્મુખ થઈને પરને નથી
જાણતો પણ આત્મસન્મુખ રહીને આત્માને જાણતાં લોકાલોક જણાઈ જાય છે, માટે સર્વજ્ઞત્વશક્તિ
આત્મજ્ઞાનમય છે. જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યું.
* * *
• હે જીવ! તારા જ્ઞાનમાત્ર આત્માના પરિણમનમાં અનંતધર્મો એક સાથે ઊછળી રહ્યા છે, તેમાં જ
ડોકિયું કરીને તારા ધર્મને શોધ, ક્યાંય બહારમાં તારા ધર્મને ન શોધ. તારી અંર્તશક્તિના અવલંબને
જ સર્વજ્ઞપણું પ્રગટ થશે.
* * *
• જેણે પોતામાં સર્વજ્ઞતા પ્રગટ થવાની તાકાત માની તે જીવ દેહાદિની ક્રિયાનો જ્ઞાતા રહ્યો; પરની
ક્રિયાને તો ફેરવવાની વાત દૂર રહી પણ પોતાની પર્યાયની આઘી–પાછી ફેરવવાની પણ બુદ્ધિ તેને
હોતી નથી. જ્ઞાન ક્યાંય ફેરફાર કરતું નથી, માત્ર જાણે છે. જેણે આવા જ્ઞાનની પ્રતીત કરી તેને
સ્વસન્મુખદ્રષ્ટિને લીધે પર્યાયે–પર્યાયે શુદ્ધતા વધતી જાય છે ને રાગ છૂટતો જાય છે. આ રીતે
જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ તે મુક્તિનું કારણ છે.
* * *
• ‘સર્વજ્ઞતા’ કહેતાં દૂરના કે નજીકના પદાર્થોને જાણવામાં ભેદ ન રહ્યા; પદાર્થ દૂર હો કે નજીક હો તેને
લીધે જ્ઞાન કરવામાં કાંઈ ફેર પડતો નથી. દૂરના પદાર્થને નજીક કરવા કે નજીકના પદાર્થને દૂર કરવા
તે જ્ઞાનનું કાર્ય નથી, પણ નજીકના પદાર્થની જેમ જ દૂરના પદાર્થને પણ સ્પષ્ટ જાણવાનું જ્ઞાનનું કાર્ય
છે. ‘સર્વજ્ઞતા’ કહેતાં બધાને જાણવાનું આવ્યું પણ તેમાં ક્યાંય ‘આ ઠીક ને આ અઠીક’ –એવી બુદ્ધિ
કે રાગ–દ્વેષ કરવાનું ન આવ્યું.
* * *
• કેવળીભગવાનને સમુદ્ઘાત થવા પહેલાંં તેને જાણવારૂપ પરિણમન થઈ ગયું છે, સિદ્ધદશા થયા પહેલાંં
તેનું જ્ઞાન થઈ ગયું છે; ભવિષ્યની અનંત–અનંત સુખપર્યાયોનું વેદન થયા પહેલાંં સર્વજ્ઞત્વશક્તિ તેને
જાણવારૂપે પરિણમી ગઈ છે. આ રીતે જ્ઞાન ત્રણેકાળની પર્યાયોને જાણી લેવાના સામર્થ્યવાળું છે, પણ
તેમાં કોઈ પર્યાયના ક્રમને આઘોપાછો કરીને ભવિષ્યમાં થનારી પર્યાયને વર્તમાનમાં લાવે–એમ બની
શકતું નથી.
* * *
• શ્રી આચાર્યદેવ સર્વજ્ઞત્વશક્તિ ઓળખાવે છે કે હે જીવ! તારા જ્ઞાનનું કાર્ય તો માત્ર ‘જાણવું’ તે જ
છે. રાગ–દ્વેષ કરવાનું તો તારું સ્વરૂપ નથી અને અધૂરું જાણવારૂપે પરિણમે એવું પણ તારા જ્ઞાનનું
મૂળસ્વરૂપ નથી, સર્વને જાણવારૂપે પરિણમે એવું તારા જ્ઞાનનું પૂર્ણ સામર્થ્ય છે. –આવી તારી
જ્ઞાનશક્તિને ઓળખ તો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થઈને અપૂર્વ આંનદનો અનુભવ થાય.
* * *
• મારા આત્મામાં સર્વજ્ઞત્વશક્તિ છે–એમ જેણે સ્વીકાર્યું તેણે પોતાના સ્વભાવમાં રાગ–દ્વેષનો અભાવ
પણ સ્વીકાર્યો, કેમકે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં રાગ–દ્વેષ હોતા નથી અને જ્યાં રાગ–

PDF/HTML Page 16 of 25
single page version

background image
: ૨૫૮ : : આસો: ૨૪૭૯
દ્વેષ હોય ત્યાં સર્વજ્ઞતા હોતી નથી. તેથી સર્વજ્ઞસ્વભાવને સ્વીકારનાર કદી રાગ–દ્વેષથી લાભ માની
શકે નહિ, અને રાગદ્વેષથી લાભ માનનાર સર્વજ્ઞસ્વભાવને સ્વીકારી શકે નહિ.
× × ×
• જ્ઞાની કહે છે કે તણખલાના બે કટકા કરવાની શક્તિ પણ અમે ધરાવતા નથી;–એનો આશય એમ છે
કે અમે તો જ્ઞાયક છીએ, એક પરમાણુમાત્રને પણ ફેરવવાનું કર્તૃત્વ અમે માનતા નથી. તણખલાના બે
કટકા થાય તેને કરવાની અમારી કે કોઈ આત્માની તાકાત નથી પણ જાણવાની તાકાત છે, –અને તે
પણ એટલું જ જાણવાની તાકાત નથી પણ પરિપૂર્ણ જાણવાની તાકાત છે.
× × ×
• જે જીવ પોતાના જ્ઞાનની પૂર્ણ જાણવાની શક્તિને માને તથા તેનો જ આદર અને મહિમા કરે તે જીવ
અધૂરી દશાને કે રાગને પોતાનું સ્વરૂપ ન માને તથા તેનો આદર અને મહિમા ન કરે, એટલે તેને
જ્ઞાનના ઉઘાડાનો અહંકાર ક્યાંથી થાય? જ્યાં પૂર્ણ સ્વભાવનો આદર છે ત્યાં અલ્પજ્ઞાનનો અહંકાર
હોતો જ નથી.
× × ×
• જ્ઞાનસ્વભાવી આત્મા સંયોગ વિનાનો તેમ જ પરમાં અટકવાના ભાવ વિનાનો છે, કોઈ બીજા વડે તેનું
માન કે અપમાન નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ પોતે પોતાથી જ પરિપૂર્ણ અને સુખથી ભરપૂર છે.
× × ×
• સર્વજ્ઞતા એટલે એકલું જ્ઞાન... પૂરેપૂરું જ્ઞાન. એવા જ્ઞાનથી ભરેલા આત્માની પ્રતીત કરવી તે ધર્મનો
મૂળ પાયો છે.
× × ×
• મારામાં જ સર્વજ્ઞપણે પરિણમવાની શક્તિ છે, તેનાથી જ મારું જ્ઞાન પરિણમે છે–એમ ન માનતાં
શાસ્ત્ર વગેરે નિમિત્તને લીધે મારું જ્ઞાન પરિણમે છે–એમ જેણે માન્યું તેણે સંયોગથી લાભ માન્યો,
એટલે તેને સંયોગમાં સુખબુદ્ધિ છે; કેમ કે જે જેનાથી લાભ માને તેને તેમાં સુખબુદ્ધિ હોય જ.
ચૈતન્યબિંબ સ્વતત્ત્વ સિવાય બીજાથી લાભ માનવો તે મિથ્યાબુદ્ધિ છે.
× × ×
• ‘મારો આત્મા જ સર્વજ્ઞતા અને પરમ સુખથી ભરેલો છે’–એવી જેને પ્રતીત નથી તે જીવ ભોગહેતુ
ધર્મને એટલે કે પુણ્યને જ શ્રદ્ધે છે; ચૈતન્યના નિર્વિષય સુખનો તેને અનુભવ નથી એટલે ઊંડાણમાં
તેને ભોગનો જ હેતુ પડ્યો છે.
× × ×
• સર્વજ્ઞત્વપણે પરિણમવાની આત્માની જ શક્તિ છે તેનો આશ્રય કરવાને બદલે, નિમિત્તના આશ્રયે
જ્ઞાન ખીલે, –એમ જે માને છે તેને પાંચ ઇંન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ ટળી નથી; નિમિત્ત અને
વિષયો બંને એક છે. નિમિત્તના આશ્રયથી લાભ માનનાર કે વિષયોમાં સુખ માનનાર–એ બંનેની
એક જ જાત છે. તેઓ આત્મસ્વભાવનો આશ્રય કરીને ન પરિણમતાં સંયોગનો આશ્રય કરીને જ
પરિણમી રહ્યા છે; ભલે શુભભાવ હો તોપણ તેમને વિષયોની રુચિ ટળી નથી ને સ્વભાવના
અતીન્દ્રિયસુખની રુચિ થઈ નથી; તેઓએ પોતાના આત્માને ધ્યેયરૂપ કર્યો નથી પણ વિષયોને જ
ધ્યેયરૂપ બનાવ્યા છે.
• પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવ સિવાયના બધાય પદાર્થો પરવિષયો છે, તેમના આશ્રયથી જે લાભ
માને તેને પરવિષયોની પ્રીતિ છે. જે પોતાના સ્વભાવની પ્રતીત કરે તેને કોઈ પરવિષયોમાં
સુખબુદ્ધિ રહેતી નથી.
× × ×

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૨૬૦ : : આસો: ૨૪૭૯
• અહો! મારા આત્મામાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે–એમ જેણે પ્રતીત કરી તેણે તે પ્રતીત પોતાની શક્તિ
સામે જોઈને કરી છે કે પર સામે જોઈને કરી છે? –આત્માની શક્તિની પ્રતીત આત્માને ધ્યેય
બનાવીને થાય કે પરને ધ્યેય બનાવીને થાય? કોઈ નિમિત્ત, રાગ કે અધૂરી પર્યાયના લક્ષે
પૂર્ણશક્તિની પ્રતીત થતી નથી પણ અખંડ સ્વભાવના લક્ષે જ પૂર્ણતાની પ્રતીત થાય છે. સ્વભાવના
લક્ષે પૂર્ણતાની પ્રતીત કરનારને ક્યાંય પણ પરના આશ્રયથી લાભની બુદ્ધિ રહેતી નથી.
× × ×
• અરિહંત ભગવાન જેવી આ આત્માની સર્વજ્ઞશક્તિ પોતામાં ભરી છે. જો અરિહંત ભગવાન સામે જ
જોયા કરે ને પોતાના આત્મા તરફ વળીને નિજશક્તિને ન સંભાળે તો મોહનો ક્ષય થાય નહિ. જેવા
શુદ્ધ અરિહંત ભગવાન છે તેવો જ હું છું–એમ જો પોતાના આત્મા તરફ વળીને જાણે તો સમ્યગ્દર્શન
પ્રગટીને મોહનો ક્ષય થાય છે. તેથી, પરમાર્થે અરિહંત ભગવાન આ આત્માના ધ્યેય નથી, પણ અરિહંત
ભગવાન જેવા સામર્થ્યવાળો પોતાનો આત્મા જ પોતાનું ધ્યેય છે. અરિહંતભગવાનની શક્તિ તેમનામાં
છે, તેમની પાસેથી કાંઈ આ આત્માની શક્તિ આવતી નથી; તેમના લક્ષે તો રાગ થાય છે.
× × ×
• પ્રભો! તારી ચૈતન્યસત્તાના અસંખ્યપ્રદેશી ખેતરમાં અચિંત્ય નિધાન ભર્યાં છે, તારી સર્વજ્ઞશક્તિ
તારા જ નિધાનમાં પડી છે, તેની પ્રતીત કરીને સ્થિરતા દ્વારા તે ખોદ તો તારા નિધાનમાંથી સર્વજ્ઞતા
પ્રગટે.
× × ×
• જેમ પૂર્ણતાને પામેલા જ્ઞાનમાં નિમિત્તનું અવલંબન નથી, તેમ નીચલી દશામાં પણ જ્ઞાન નિમિત્તને
લીધે થતું નથી, એટલે ખરેખર પૂર્ણતાની પ્રતીત કરનારો સાધક પોતાના જ્ઞાનને પરાવલંબને માનતો
નથી, પણ સ્વભાવના અવલંબને માનીને સ્વ તરફ વાળે છે.
× × ×
• સર્વજ્ઞશક્તિવાળા પોતાના આત્મા સામે જુએ તો સર્વજ્ઞતા મળે તેમ છે, પર સામે જોયે આત્માનું કાંઈ
વળે તેમ નથી. અનંતકાળ પર સામે જોયા કરે તોય ત્યાંથી સર્વજ્ઞતા મળવાની નથી, ને નિજસ્વભાવ
સામે જોઈને સ્થિર થતાં ક્ષણમાત્રમાં સર્વજ્ઞતા પ્રગટી જાય તેવું છે.
× × ×
• સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલાંં સાધકદશામાં જ આત્માની પૂર્ણ શક્તિની પ્રતીત હોય છે. પૂર્ણ શક્તિની
પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધકદશા શરૂ થઈને પૂર્ણદશા પ્રગટે છે.
× × ×
• ‘અહો! મારું સર્વજ્ઞપદ પ્રગટવાની તાકાત મારામાં વર્તમાન જ ભરી છે’ –આમ સ્વભાવ–સામર્થ્યની
શ્રદ્ધા કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને
અંતર્મુખ કરી દે છે. સ્વભાવસન્મુખ થયા વિના સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત થાય નહિ.
× × ×
• અંર્તમુખ થઈને સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત કરતાં તેમાં મોક્ષની ક્રિયા–ધર્મની ક્રિયા આવી જાય છે. જે
જીવ સ્વભાવસન્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી અને નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે તે
જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી ને સ્વભાવબુદ્ધિ થઈ નથી.
(અનુસંધાન જુઓ પૃષ્ઠ ૨૬૨ ઉપર)

PDF/HTML Page 18 of 25
single page version

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૬૧ :
“બાહ્યસામગ્રી તે પૂર્વના પુણ્ય – પાપકર્મનું ફળ છે.”
આત્મધર્મ અંક ૧૧૮માં “બાહ્ય સામગ્રી તે પૂર્વના પુણ્ય–પાપકર્મનું ફળ છે” –એ વિષયના લેખમાં,
ષટ્ખંડાગમ ભાગ ૬ પૃ. ૩૬નું જે અવતરણ આપ્યું છે તે અવતરણનો પૂરો ભાગ આ પ્રમાણે છે–
“सादं सुहं, तं वेदावेदि भुंजावेदि त्ति सादावेदणीयं। असादं दुक्खं, तं वेदावेदि त्ति असादावेदणीयं। एत्थ
चोदओ भणदि–जदि सुह–दुक्खाइं कम्मेहिंतो होंति, तो कम्मेसु विणट्ठेसु सुह–दुक्खवज्जएण जीवेण होदव्वं,
सुहदुक्खणिबं धणकम्माभावा। सुह–दुक्खविवज्जिओ चेव होदि त्ति चे ण, जीवदव्वस्स णिस्सहावत्तादो अभावप्पसंगा।
अह जइ दुक्खमेव कम्मजणियं, तो सादावेदणीय–कम्माभावो होज्ज, तरस फलाभावादो त्ति?
एत्थ परिहारो उच्चदे? तं जहा–जं किं पि दुक्खंणाम तं असादावेदणीयादो होदि, तस्स जीवसरूवत्ताभावा।
भावे वा खीणकम्माण पि दुक्खेण होदव्वं, णाण–द्रसणाणमिव कम्मविणासे विणासाभावा। सुहं पुण ण कम्मादो
उप्पज्जदि, तस्स जीवसहावत्तादो फलाभावा। ण सादावेदणीयाभावो वि, दुख्खुवसमहेउसुदव्वसंपादणे तस्स
वावारादो। एवं संते सादा–वेदणीयस्स पोग्गलविवाइतं होइ त्ति णासंकणिज्जं, दुक्खुव–समेणुप्पण्ण सुवत्थियकणस्स
दुक्खाविणाभाविस्स उवयारेणेव लद्ध–सुहसण्णस्स जीवादो अपुधमूदस्स हेदुत्तणेण सुत्ते तस्स जीवविवा
इत्तसुहहेदुत्ताणमुवदेसादो। तो वि जीव–पोग्गलविवाइत्तं सादावेदणीयस्स पावेदि त्ति चे ण, इठ्ठत्तादो। तहोवएसो
णत्थि त्ति चे ण, जीवस्स अत्थित्तण्णाहाणुववत्तीदो तहोवदेसत्थित्तसिद्धीए। ण च सुह–दुक्खहेउदव्वसं पादयमण्णं
कम्ममत्थि त्ति अणुवलंभादो।’
[हिंदी अर्थ]
“साता यह नाम सुखका है, उस सुख को जो वेदन कराता है, अर्थात् भोग कराता है, वह सातावेदनीय
कर्म है। असाता नाम दुखका है, उसे जो वेदन या अनुभवन कराता है उसे असातावेदनीय कर्म कहते हैं।
शंका–यहांपर शंकाकार कहता है कि यदि सुख और दुख कर्मो से होते है तो कर्मो के विनष्ट हो जाने पर
जीव को सुख और दुखसे रहित हो जाना चाहिये, क्योंकि उसके सुख और दुखके कारणभूत कर्मोका अभाव हो
गया है। यदि कहा जाय कि कर्मोंके नष्ट हो जाने पर जीव सुखसे और दुखसे रहित ही हो जाता हैं, सो कह
नहीं सकते, क्योंकि, जीवद्रव्य के निःस्वभाव हो जानेसे अभावका प्रसंग प्राप्त होता हैों अथवा, यदि दुखको ही
कर्मजनित माना जाय तो सातावेदनीयकर्म का अभाव प्राप्त होगा, क्योंकि, फिर उसका कोई फल नहीं रहता हैं?
समाधान–यहाँपर उपर्युक्त आशंका का परिहार करते हैं। वह इस प्रकर है–दुःख नाम की जो कोई भी
वस्तु हैं वह असातावेदनीय कर्म के उदय से होती है, क्योंकि, वह जीव का स्वरूप नहीं है। यदि जीव का स्वरूप
माना जाय तो क्षीणकर्मा अर्थात् कर्मरहित जीवों के भी दुःख होना चाहिए, क्योंकि, ज्ञान और दर्शन के समान कर्म
के विनाश होने पर दुःख का विनाश नहीं होगा। किन्तु सुख कर्म से नहीं होता है, क्योंकि, वह जीव का स्वभाव
है, और इसलिये वह कर्म का फल नही है। सुख को जीव का स्वभाव मानने पर सातावेदनीय कर्म का अभाव भी
प्राप्त नहीं होता, क्योंकि, दुःख–उपशमन के कारणभूत सुद्रव्यों के सम्पादन में सातावेदनीय कर्म का व्यापार होता
है। इस व्यवस्था के मानने पर सातावेदनीय प्रकृति के पुद्गलविपाकित्व प्राप्त होगा, ऐसी भी आशंका नहीं करना
चाहिये, क्योंकि दुःख के उपशम से उत्पन्न हुए, दुःख के अविनाभावी उपचार से ही सुखसंज्ञा को प्राप्त और जीव
से अपृथग्भूत ऐसे स्वास्थ्य के कणका हेतु होने से सूत्र में सातावेदनीय कर्म के जीवविपाकित्व का और सुख–
हेतुत्व का उपदेश दिया गया है। यदि कहा जाय कि उपर्व्युंक्त व्यवस्थानुसार तो साता वेदनीय कर्म के
जीवविपाकीपना और पुद्गलविपाकीपना प्राप्त होता है, सो भी कोई दोष नहीं, क्योंकि, यह बात हमें इष्ट हैं। यदि
कहा जाये कि उक्त प्रकार का उपदेश प्राप्त नहीं हैं, सो भी नहीं, क्योंकि, जीव का अस्तित्व अन्यथा बन नहीं
सकता है, इसलिए उस प्रकार के उपदेश के अस्तित्व की सिद्धि हो जाती है। सुख और दुःख के कारणभूत द्रव्यों
का सम्पादन करनेवाला दूसरा कोई कर्म नहीं है, क्योंकि वैसा कोई कर्म पाया नहीं जाता।”
–આ અવતરણમાં વિશેષતા એ છે કે આચાર્યદેવે સાતાવેદનીય કર્મપ્રકૃતિનું જીવવિપાકીપણું તેમ જ
પુદ્ગલ વિપાકીપણું–એ બંને સ્વીકારીને એ વાત સાબિત કરી છે કે બાહ્યમાં સુખના કારણભૂત દ્રવ્યોનું સમ્પાદન
કરવામાં સાતાવેદનીય કર્મ જ નિમિત્તરૂપ છે
[અહીં એ પણ ધ્યાનમાં રાખવું કે બાહ્ય સામગ્રીમાં કર્મને નિમિત્ત કહ્યું છે તે કાંઈ નિમિત્તની પ્રધાનતા
બતાવવા માટે નથી કહ્યું, પરંતુ માત્ર યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, બાહ્ય વસ્તુનો જે સંયોગ–વિયોગ થાય છે
તે તો સૌ–સૌના ઉપાદાનની તેવી યોગ્યતાથી જ થાય છે.)

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૨૬૨ : : આસો: ૨૪૭૯
નિશ્ચય – વ્યવહાર અને ઉપાદાન – નિમિત્ત
આ નિશ્ચય–વ્યવહાર અને ઉપાદાન–નિમિત્તની વાત ખાસ પ્રયોજનરૂપ
સમજવા જેવી છે અને તેમાં જ લોકોની મોટી ભૂલ છે,
તેથી વ્યાખ્યાનમાં વારંવાર તેની સ્પષ્ટતા
કરવામાં આવે છે.
જેમ નિમિત્તને લીધે કાર્ય થતું નથી તેમ વ્યવહારના અવલંબનથી પરમાર્થ પમાતો નથી. નિમિત્તને
લીધે કાર્ય થાય, અને વ્યવહાર કરતાં–કરતાં તેના અવલંબને નિશ્ચય પમાઈ જાય–એમ માનનારા બંને એક
જ જાતની માન્યતાવાળા મિથ્યાદ્રષ્ટિ છે.
વ્યવહારનું અવલંબન કરવાથી સમ્યગ્દર્શન થાય? –ન થાય.
નિમિત્તનું અવલંબન કરવાથી સમ્યગ્દર્શન થાય? –ન થાય.
જેમ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી તેમ નિમિત્ત પણ અનુસરવા યોગ્ય નથી. વ્યવહાર અને
નિમિત્ત બંને અભૂતાર્થ છે. નિમિત્તનો તો આત્મામાં ત્રિકાળ અભાવ છે; અને વ્યવહાર એક સમયપૂરતો
પર્યાયમાં છે પણ ત્રિકાળી સ્વભાવમાં તેનો અભાવ છે;–આ રીતે નિમિત્ત અને વ્યવહાર બંને અભૂતાર્થ છે,
તેથી અનુસરવા યોગ્ય નથી, તેમના ઉપર જોર આપવાથી સમ્યગ્દર્શન થતું નથી. અનેક પ્રકારના નિમિત્તો
અને વ્યવહારો હોય ભલે પણ તે કોઈના અવલંબને સમ્યગ્દર્શન થતું નથી; ભૂતાર્થસ્વભાવના અવલંબને
જ સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શનનો એક જ નિયમ છે કે જ્યાં–જ્યાં સમ્યગ્દર્શન થાય છે ત્યાં ત્યાં ઉપાદાનની તાકાતથી
જ થાય છે, અને જેને–જેને સમ્યગ્દર્શન થાય છે તેને પોતાના ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી જ સમ્યગ્દર્શન
થાય છે. અંતરમાં ઊતરીને જે સમયે જ્ઞાયકસ્વભાવને દ્રષ્ટિમાં પકડ્યો તે જ સમયે સમ્યગ્દર્શન છે, ત્યાં
બધાય નિમિત્તો ને વ્યવહારો એકકોર રહી જાય છે એટલે કે તે બધાયનું અવલંબન છૂટી જાય છે.
(–માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રવચનમાંથી.)
(અનુસંધાન પૃષ્ઠ ૨૬૦ થી ચાલુ)
• સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ એમ જાણે છે કે માથું કાપનાર કસાઈ કે દિવ્યવાણી સંભળાવનાર
વીતરાગદેવ–એ બંને મારા જ્ઞાનના જ્ઞેયો છે. તે જ્ઞેયોને કારણે મને કાંઈ નુકસાન કે લાભ નથી તેમ જ
તે જ્ઞેયોને કારણે હું તેને જાણતો નથી. રાગ–દ્વેષ વગર સમસ્ત જ્ઞેયોને જાણી લેવાની સર્વજ્ઞશક્તિ
મારામાં છે. કદાચ અસ્થિરતાનો વિકલ્પ આવી જાય તો પણ ધર્મીને આવી શ્રદ્ધા તો ખસતી જ નથી.
× × ×
• પોતાના જે પૂર્ણસ્વભાવને પ્રતીતમાં લીધો છે તેના જ અવલંબનના બળે અલ્પકાળમાં ધર્મીને પૂર્ણ
સર્વજ્ઞતા ખીલી જાય છે.
જય હો તે સર્વજ્ઞતાનો અને તે સર્વજ્ઞતાના સાધક સંતોનો!

PDF/HTML Page 20 of 25
single page version

background image
આત્મધર્મ: ૧૨૦: : ૨૬૩ :
‘આત્મધર્મ’ ના લેખોની કક્કાવારી
[વષ દસમ: અક ૧૦૯ થ ૧૨૦]
વિષય અંક–પૃષ્ઠ વિષય અંક–પૃષ્ઠ
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? ’ (૧૩) ૧૧૧–૪૭
અજ્ઞાની જીવ શું કરે? ૧૧૯–૨૪૭ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? ’ (૧૪) ૧૧૨–૬૭
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની કેટલીક શક્તિઓ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? ’ (૧પ) ૧૧૩–૯૫
[સમયસારની ૪૭ શક્તિઓ ઉપરનાં પ્રવચનો] આત્માની અદ્ભુત શોભા ૧૧૭–૧૯૮
(૧૨) પ્રકાશશક્તિ (૧) ૧૦૯–૯ આત્માની વાર્તા ૧૧૯–૨૪૬
(૧૨) પ્રકાશશક્તિ (૨) ૧૧૦–૨૭ આત્માની શક્તિ ૧૧૭–૧૯૫
(૧૩) અસંકુચિતવિકાસત્ત્વશક્તિ (૧) ૧૧૧–૫૩ આત્માની સમજણ ૧૧૯–૨૪૬
(૧૩) અસંકુચિતવિકાસત્ત્વશક્તિ (૨) ૧૧૨–૭૪ આત્માર્થી જીવ હંમેશાં સ્વાધ્યાય–મનન જરૂર કરે ૧૧૨–૭૮
(૧૪) અકાર્યકારણત્વશક્તિ
૧૧૩–૮૭ આભાર ખાસ–૧૨૨
(૧પ) પરિણમ્યપરિણામકત્વશક્તિ ૧૧૪–૧૦૮ આભાર (પ્રતિષ્ઠા–મહોત્સવ–પ્રસંગે) ખાસ–૧૩૫
(૧૬) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ ૧૧૪–૧૧૨ आभार–प्रदर्शन (त्यागी वर्ग की ओर से) ખાસ–૧૩૯
(૧૭) અગુરુલઘુત્વશક્તિ ૧૧૯–૨૪૪ આ વચનામૃતનું પાન કરો ૧૧૪–૧૦૨
અપૂર્વ કલ્યાણ કોને પ્રગટે? ૧૧૦–૨૬ આહારદાન ખાસ–૧૩૧
અપૂર્વ ભાવના ૧૧૮–૨૨૩ આહારદાન–પ્રસંગનું કાવ્ય ખાસ–૧૩૨
અપૂર્વ સમ્યગ્દર્શન થવાની રીત ૧૧૬–૧૬૩ ઈન્દ્ર–પ્રતિષ્ઠા ખાસ–૧૨૪
અપૂર્વ સમ્યગ્દર્શન થવાની રીત અને સમ્યગ્દ્રષ્ટિની એક સમયના કારણકાર્યમાં ત્રણ ભેદ ૧૧૦–૩૧
ભવભ્રમણથી છૂટકારાની નિઃશંકતા ૧૧૯–૨૩૧ ઓ...સાંવરિયા નેમિનાથ! શાને ગયા ગિરનાર..ખાસ–૧૨૮
અમ ઘેર પ્રભુજી પધાર્યા (મોરબી) ખાસ–૧૨૨ (દીક્ષાકલ્યાણક પ્રસંગે રાજીમતીનું કાવ્ય)
અમ ઘેર પ્રભુજી પધાર્યા (બોટાદ) ૧૨૦–૨૬૭ અંકન્યાસ વિધાન ખાસ–૧૩૨
અમ ઘેર પ્રભુજી પધાર્યા (વાંકાનેર) ૧૨૦–૨૬૭ અંધકાર અને પ્રકાશ ૧૦૯–૧૪
અરિહંતપ્રભુ પ્રભુતા બતાવે છે ૧૧૦–૩૯ ઉપાદાનની યોગ્યતા ૧૧૯–૨૩૩
અહો, અચિંત્ય આત્મવૈભવ!! ૧૧૮–૨૧૩ उपादानविधि निरवचन है निमित्त उपदेश ૧૧૯–૨૩૩
અહો, સમ્યગ્દર્શન! ૧૧૮–૨૦૧
અહો, સર્વજ્ઞતાનો મહિમા!! ૧૨૦–૨૫૬ કલ્યાણ માટે કરવા જેવું ૧૧૯–૨૨૫
આ અંકનું નિવેદન ખાસ–૧૨૨ કલ્યાણ માટે ક્યાં જવું? ૧૨૦–૨૫૪
આત્મધર્મના ગ્રાહકોને ૧૨૦–૨૬૭ कानजीस्वामी के प्रति आभार–प्रदर्शन ખાસ–૧૩૯
‘આત્મધર્મ’ ના પાછલા વર્ષની ફાઈલો ૧૧૪–૧૦૨ (પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે ત્યાગી વર્ગકી ઓરસે)
આત્મહિત માટે સંતોની શિખામણ ૧૧૬–૧૬૫ કારણ–કાર્યભાવ ૧૧૦–૩૦
આત્મધર્મના લેખોની કક્કાવારી ૧૨૦–૨૬૩ કુદરતનો સાથ ખાસ–૧૩૭
(વર્ષ: દસમું અંક ૧૦૯ થી ૧૨૦) કુંદકુંદપ્રભુના આચાર્યપદ–આરોહણનો મહોત્સવ ૧૧૧–૪૨
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? ’ (૧૨) ૧૦૯–૧૩ કેવળજ્ઞાન ૧૧૫–૧૪૨
(પ્રવચનસારના પરિશિષ્ટ ઉપરનાં પ્રવચનો)