PDF/HTML Page 1 of 25
single page version
PDF/HTML Page 2 of 25
single page version
તેમના પવિત્ર ચરણકમળમાં નમસ્કાર હો.
ચૈતન્યપ્રભુતાની શ્રદ્ધા કરવી તે મંગળ છે, તેનું જ્ઞાન કરવું તે મંગળ છે, અને તેમાં એકાગ્રતા
કરવી તે મંગળ છે. ચૈતન્ય–ચમત્કાર આત્માની પ્રભુતાનો વિશ્વાસ કરતા સમ્યગ્દર્શનરૂપી
સુપ્રભાતનો ઉદય થાય છે ને પછી અલ્પકાળમાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણ સુપ્રભાતનો ઉદય થાય છે. –
આવા મંગળરૂપ સુપ્રભાત જયવંત વર્તો. આત્મામાં આવું મંગલસુપ્રભાત પ્રગટ કરવા માટે, હે
જીવો! તમે તમારી પ્રભુતાને ઓળખો.’
PDF/HTML Page 3 of 25
single page version
આપે.
તે હિંદી આત્મધર્મમાં છપાય છે. હિંદી આત્મધર્મનું વાર્ષિક લવાજમ પણ રૂા. ૩–૦૦ છે.
ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે, આત્મધર્મના જે જૂના ગ્રાહકો બંધ થઈ ગયા હોય તેઓ ફરી ચાલુ થાય
અને જે ગ્રાહકો ચાલુ જ છે તેઓ વિશેષ ગ્રાહકો બનાવવા પ્રયત્ન કરે, તો અઢી હજાર જેટલી ગ્રાહકસંખ્યા
તો સહેલાઈથી થઈ જાય.
દર વર્ષ મોટી રકમ ‘આત્મધર્મ’ પાછળ ખર્ચવામાં આવે છે. આત્મધર્મનું લવાજમ ત્રણ રૂપિયા હોવા છતાં
ગ્રાહક દીઠ ખર્ચ લગભગ ચાર રૂપિયા ઉપરાંત થાય છે.
જિજ્ઞાસુ પાઠકોને જગતના કિલષ્ટ વાતાવરણથી દૂર લઈ જઈને આત્મિક શાંતિના માર્ગ તરફ આંગળી ચીંધે
છે. જિજ્ઞાસુ જીવોનું મહાન સૌભાગ્ય છે, કે સંસારમાં ચારે તરફ જ્યારે અત્યંત કિલષ્ટ અને હળહળતું
વાતાવરણ ગાજી રહ્યું છે ત્યારે પણ, આત્માને જગતથી જુદો પાડીને આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો અપૂર્વ
કલ્યાણકારી રાહ પરમપૂજ્ય ગુરુદેવશ્રી બતાવી રહ્યા છે. હે ભવ્ય સાધર્મી બંધુઓ! પૂજ્ય ગુરુદેવશ્રીએ
બતાવેલા આ પાવન પંથને ઓળખો અને સંસારના હળહળતા વાતાવરણથી છૂટીને આત્મિકશાંતિ પ્રાપ્ત
કરવા માટે તે પંથને અનુસરો........
PDF/HTML Page 4 of 25
single page version
થાય” તેનો ઉપાય બતાવીને, જિજ્ઞાસુઓને તેમના પરમ કર્તવ્યની વારંવાર
જાગૃતિ....પ્રેરણા અને ઉત્સાહ આપ્યા કરવો તે આ ‘આત્મધર્મ’ નું ધ્યેય છે.
થાય?....એવું શું કર્તવ્ય કરું કે જેથીં મારો આત્મા આ ભવદુઃખમાંથી છૂટે? એ પ્રમાણે અંતરમાં આત્મહિતની વિચારણા
કરીને તે માટેની સાચી જિજ્ઞાસા પ્રગટ કરવી જોઈએ. જો આત્મહિતની સાચી જિજ્ઞાસા જાગે તો તે આત્મહિતનો માર્ગ
લીધા વિના રહે નહિ. જેને આત્મહિત માટે જિજ્ઞાસા જાગી હોય એવા જિજ્ઞાસુઓનું શું કર્તવ્ય છે તે અહીં રજૂ કરવામાં
આવ્યું છે.
આવતી ક્રિયાઓને તેઓ ધર્મ માને છે અને તેવી બાહ્ય ક્રિયાઓ વડે તેઓ પોતાને ધર્મી માની લે છે. વાસ્તવિક ધર્મનું
સ્વરૂપ તેઓ સમજતા નથી અને સમજવા માટેની દરકાર પણ કરતા નથી;–એવા જીવોને ધર્મના જિજ્ઞાસુ કહી શકાય
નહિ.
પામીને હું એવો ઉપાય કરું કે જેથી મારા આત્માનું હિત થાય.–આવી જિજ્ઞાસાપૂર્વક જે જીવ પોતાના હિતને માટે ધર્મનું
સ્વરૂપ સમજવા માગે છે અને તે સમજીને તેની પ્રાપ્તિનો અંર્તપ્રયત્ન કરવા માંગે છે–તે જીવ ધર્મનો જિજ્ઞાસુ છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, આત્માનો ધર્મ શું છે, અધર્મ શું છે, અને તે ધર્મ–અધર્મ શેનાથી થાય છે, તથા દેવ–
ગુરુ–શાસ્ત્રનું વાસ્તવિક સ્વરૂપ શું છે–તેનો યથાર્થ નિર્ણય જિજ્ઞાસુઓએ સત્સમાગમે જરૂર કરવો જોઈએ; તત્ત્વનો
યથાર્થ નિર્ણય કર્યા વગર ધર્મની શરૂઆત થઈ શકતી નથી.
આવે છે તેમાં મુખ્યપણે ‘જીવને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કેમ થાય’–તેનો ઉપાય બતાવવામાં આવે છે. પૂ.
ગુરુદેવશ્રીના સર્વે પ્રવચનોનું મધ્યબિંદુ......એટલે કે આખા જૈનશાસનનું મૂળભૂત બીજ....... ‘સમ્યગ્દર્શન’ જ છે. માટે
જિજ્ઞાસુઓએ તેનું સ્વરૂપ બરાબર સ્પષ્ટપણે ઓળખીને, તદ્રૂપ પરિણમવાનો અહર્નિશ ઉદ્યમ કરવો તે કર્તવ્ય છે. અને
જિજ્ઞાસુઓને તેમના આ પરમ કર્તવ્યની વારંવાર જાગૃતિ....પ્રેરણા અને ઉત્સાહ આપ્યા કરવો તે ‘આત્મધર્મ’ નું ધ્યેય
છે. સમ્યગ્દર્શન કહો કે શાશ્વત સુખનો ઉપાય કહો–તેને આ માસિક બતાવતું હોવાથી,
કારતકઃ ૨૪૮૦
PDF/HTML Page 5 of 25
single page version
સ્વરૂપ તેવું નથી. આર્યભૂમિમાં અને સુકુળમાં જન્મેલા જીવોને–દયા, કોમળતા, બીજાને દુઃખ ન દેવું, ચોરી ન કરવી,
સ્વસ્ત્રીમાં જ સંતોષ રાખવો, સત્ય બોલવું, તીવ્ર હિંસા કે ક્રૂરતા ન કરવી,–ઇત્યાદિ લૌકિક સજ્જનતાના ભાવો તો
સામાન્યપણે હોય જ,–હવે જો એવા લૌકિક ભાવોને (શુભભાવોને) જ ધર્મનું સ્વરૂપ માની લેવામાં આવે તો બધા
લૌકિક સજ્જન માણસો પણ ધર્માત્મા ઠરે, અને ધર્મનું લોકોત્તરપણું કે અપૂર્વપણું રહે નહિ. પરંતુ ધર્મ તો સર્વે લૌકિક
ભાવોથી તદ્ન જુદો જ અપૂર્વ ભાવ છે. લૌકિક આચરણ સુધારીને પુણ્યભાવથી સ્વર્ગમાં તો જીવ પૂર્વે અનંતવાર
ગયો છે પરંતુ ધર્મનો અપૂર્વ લોકોત્તર ભાવ તેણે પૂર્વે કદી પ્રગટ કર્યો નથી.
सारं गुणरयणत्तय सोवाणं पढम मोक्खस्स ।।
સમ્યગ્દર્શનને અંતરંગ ભાવથી ધારણ કરો.
રહેશે. માટે શ્રદ્ધા જરૂર કર્તવ્ય છે.
કરવો તે કર્તવ્ય છે. *
PDF/HTML Page 6 of 25
single page version
પુનીત પગલાં માંડયા છે તેઓ પણ ધન્ય છે...તે પણ અપૂર્વ મંગળ છે.
ઇન્દ્રો અને દેવોના ટોળાં ભગવાનની પૂજા–ભક્તિ કરવા અહીં ઊતરતા હતા. આજે આસો વદ અમાસના પરોઢિયે
ભગવાન અભૂતપૂર્વ સિદ્ધદશા પામ્યા; તેનો આજે મહોત્સવ છે. ભગવાન પાવાપુરીમાંથી મોક્ષ પામ્યા; ત્યારે દેવ–
દેવેન્દ્ર અને અનેક રાજાઓ વગેરેએ રત્નદીપકો વડે ભગવાનના નિર્વાણ–કલ્યાણકનો મહોત્સવ કર્યો, તેથી તે દિવસ
દિપાવલી પર્વ તરીકે પ્રસિદ્ધ છે. આ રીતે દીપાવલી પર્વ લૌકિક તહેવારનો દિવસ નથી પણ ભગવાનની મુક્તદશાનો
માંગલિક મહોત્સવ છે.
કરતા હતા; પછી કોઈ ધન્ય પળે અપૂર્વ પુરુષાર્થથી આત્મતત્ત્વની ઓળખાણ કરીને ઉન્નતિ–ક્રમમાં ચડતાં ચડતાં તેઓ
ત્રણલોકનાનાથ તીર્થંકર થયા. આત્મામાં જે કેવળજ્ઞાન અને પરમાનંદ સામર્થ્યરૂપે હતા તે તેમને પર્યાયમાં પરિપૂર્ણ
વ્યક્ત થઈ ગયા. ભગવાન જેવું જ સ્વભાવસામર્થ્ય દરેક આત્મામાં ભર્યું છે; તેની ઓળખાણ કરીને તેમાં લીન થતાં
પર્યાયમાં તે વ્યક્ત થાય છે. આ રીતે કોઈ પણ આત્મા ભગવાન જેવી દશા પ્રગટ કરી શકે છે.
આત્મસ્વભાવથી જ તેઓ પરિપૂર્ણ જ્ઞાન અને સુખમય થઈ ગયા છે, અને હવે પછીના અનંત–અનંત કાળ સુધી એવી
જ કૃતકૃત્યદશામાં બિરાજમાન રહેશે. અહો! એ સિદ્ધદશાના મહિમાની શી વાત? ધન્ય એ દશા...
કે બંગલા અને સ્ત્રી કે પુત્ર વગેરે સંયોગો તો પૂર્વે અનંતવાર જીવને મળી ગયા છે, પણ પૂર્વે કદી નહિ પામેલ એવી
તો એક મોક્ષદશા જ છે, તેથી તે જ અભૂતપૂર્વ છે. ભગવાન એવી અભૂતપૂર્વ સિદ્ધદશાને આજે પામ્યા. ભગવાનની
જેમ આ આત્મા પણ કઈ રીતે મોક્ષ પામે, મોક્ષનો ઉપાય શું છે–તે સમજવું જોઈએ. ભગવાન મોક્ષ પામ્યા તેનો
મહોત્સવ ઊજવે અને પૂજા કરે, પણ મોક્ષનો ઉપાય શું છે તે પોતે ન સમજે તો પોતાને અપૂર્વ કલ્યાણનો લાભ થાય
નહિ.
કારતકઃ ૨૪૮૦
PDF/HTML Page 7 of 25
single page version
ભાવનાનો છે. આ દિવસે તો ભગવાનને યાદ કરીને વિશેષપણે ભાવના કરવી જોઈએ. અહો! જે મુક્તિપંથે ભગવાન
વિચર્યા તે પંથે હું કયારે વિચરું!! ભગવાન જેવી પૂર્ણાનંદદશાને પામ્યા તેવી દશા હું કયારે પામું? જેવો ભગવાનનો
આત્મા છે તેવો જ મારો આત્મા છે–એમ ઓળખાણ કરી સ્વભાવની ઉગ્ર ભાવના વડે વિભાવને તોડીને હું
કેવળજ્ઞાન પામું,–એમ વીર્યના ઉલ્લાસનો આજનો દિવસ છે.
અને હજી પાંચમા આરાના છેડા સુધી એકાવતારી જીવો થવાના છે. જેવું એકાવતારીપણું પંચમ આરાની શરૂઆતના
ચૌદપૂર્વધારી મુનિઓને હતું તેવું જ એકાવતારીપણું પંચમ–આરાના છેડાના જીવોને પણ થશે.
ટકાવી રાખી છે ને મોક્ષમાર્ગને વહેતો રાખ્યો છે. અહો! પંચમઆરાના છેડે પણ આત્મભાન કરીને એકાવતારીપણું
પ્રગટ કરનારા જીવો થશે, તો અત્યારે તો જરૂર આત્મભાન કરી શકાય છે. આત્માનું ભાન થતાં અંદરથી ભવના
અંતની ખાતરી આવી જાય છે.
વિના રહે નહીં. મહાવીર ભગવાન જેવું પોતાનું સ્વરૂપ જે સમજશે તે જરૂર મુક્તિને પામશે. પરમાર્થે જેવું મહાવીર
ભગવાનના આત્માનું સ્વરૂપ છે તેવું જ બધા આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સમજીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પ્રગટ કરવાં તે જ મુક્તિનો સાચો મહોત્સવ છે.
એવી પંચમગતિને પામ્યા....અને, જે દિવસે ભગવાન સિદ્ધ થયા તે જ દિવસે ગૌતમપ્રભુજીએ કેવળજ્ઞાન પ્રગટ કરીને
ભગવાનના અરિહંત પદનો વારસો સંભાળ્યો. એ રીતે સિદ્ધદશા અને અરિહંતદશા–એવા બે સર્વોત્કૃષ્ટ પદનો
કલ્યાણક મહોત્સવ છે.
પામવાની ભાવના છે તેથી પોતાની પૂર્ણ દશાને ભાવથી નજીક લાવીને તેનો ઉત્સાહ કરે છે. અહો! મહાવીર ભગવાન
આજે મુક્ત થયા...સાદિ અનંતકાળ સહજાનંદ સ્વરૂપમાં બિરાજી રહેવાનું શુદ્ધ આત્મજીવન ભગવાને પ્રાપ્ત કર્યું....મારો
આત્મા પણ હવે આ ભવભ્રમણથી છૂટીને એવી મુક્તદશા કયારે પામે!!–આ પ્રમાણે સિદ્ધસ્વભાવની અત્યંત ઉત્કંઠા
અને માહાત્મ્ય વડે ભવ્યજીવો ભગવાનની મોક્ષદશાનો મહોત્સવ ઊજવે છે.
સર્વોત્કૃષ્ટ મંગળ છે....અને....જે ભવ્યાત્માઓએ પોતાના આત્મામાં શુદ્ધ સમ્યગ્દર્શનાદિ પ્રકાશ પ્રગટાવીને સિદ્ધદશા
સન્મુખ પુનીત પગલાં માંડયા છે તેઓ પણ ધન્ય છે...તે પણ અપૂર્વ મંગળ છે.
PDF/HTML Page 8 of 25
single page version
અમારાથી જુદો રહી જાય–એ કેમ બને? હે મિત્ર! અમારો ઉપદેશ સાંભળીને, અમારી જેમ તું
પણ તરત જ ચૈતન્યસ્વરૂપમાં ઉગ્રપણે તારું વલણ કર. ચૈતન્યનું ઉગ્ર અવલંબન કરતાં તને
પણ અમારા જેવી દશા પ્રગટી જશે, ને અલ્પકાળમાં મોક્ષ થઈ જશે.
નિરુપમ સહજ પરમાનંદરૂપ ચૈતન્યતત્ત્વનો અમે તને ઉપદેશ આપ્યો, તે સમજીને હે મિત્ર! તું તરત જ ઉગ્રપણે તેમાં
વલણ કર.
संग्राह्यं तैर्निरूपममिदं मुक्तिीसाम्राज्यमूलम् ।
तस्मादुच्चैस्त्वमपि च सखे मद्वचःसारमस्मिन्
श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कार मात्रे ।। १३३।।
ચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર.
ચૈતન્યસ્વરૂપમાં તારું વલણ કર. અધ્યાત્મઉપદેશનો અમારો આવો ગુંજારવ સાંભળીને અંતરમાં કોણ વલણ ન કરે?
ઉપદેશ સાંભળીને આ જ કરવા જેવું છે. ડાહ્યા પુરુષો એટલે કે આત્માર્થી જીવોનું આ એક જ કર્તવ્ય છે કે અંતર્મુખ
થઈને ચૈતન્યસ્વરૂપનું એકનું જ અવલંબન કરવું. હે મિત્ર! તું શીઘ્ર એમ કર, એમ મુનિરાજે પ્રેરણા કરી છે.
સમજ્યો છે. મુનિરાજ કહે છે કે હે સખા! હે બંધુ! તું મારા ઉપદેશનો સાર સાંભળીને ચૈતન્યસ્વરૂપમાં તારું વલણ
કર, તુરત જ કર. ડાહ્યા પુરુષોએ એટલે કે આત્માર્થી–જ્ઞાની–મુમુક્ષુ જીવોએ એક સહજ પરમાનંદમય આત્માનું જ
સમ્યક્ પ્રકારે ગ્રહણ કરવા જેવું છે. આત્માનું સહજ સ્વરૂપ અનુપમ છે, તે જ મુક્તિ–સામ્રાજ્યનું મૂળ છે. નિરુપમ
અને સહજ પરમાનંદમય ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે, અંતર્મુખ થઈને તેની ભાવના કરતાં મોક્ષદશા થઈ જાય
તેથી તે જ મોક્ષનું મૂળ છે, અને તે એક જ મોક્ષાર્થી જીવનું આલંબન છે. અધ્યાત્મ–ઉપદેશ સાંભળીને જે જીવ આવા
ચૈતન્યસ્વરૂપ આત્માને એકને જ સમ્યક્પ્રકારે ગ્રહણ કરે છે, ને રાગાદિ પરભાવો કે નિમિત્ત વગેરે પરદ્રવ્યોના
ગ્રહણની બુદ્ધિ છોડે છે તે જ ખરેખર ડાહ્યા એટલે મોક્ષાર્થી છે. મારા ચૈતન્યનું શુદ્ધસ્વરૂપ પુણ્ય–પાપરહિત છે, પુણ્ય–
પાપ તે મારું સ્વરૂપ નથી–એમ ઓળખીને
PDF/HTML Page 9 of 25
single page version
મુમુક્ષુને શુદ્ધચૈતન્યસ્વરૂપના જ ગ્રહણથી પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ જાય છે તેથી શ્રી પ્રદ્મપ્રભમુનિરાજ કહે છે કે હે
મિત્ર! મારો આવો ઉપદેશ સાંભળીને તુરત જ ઉગ્ર પ્રયત્નપૂર્વક તું આ ચૈતન્યચમત્કાર સ્વભાવમાં તારું વલણ કર.
તને પણ મારા જેવું પ્રત્યાખ્યાન થશે અને આપણે બંને સરખા થઈશું. આ પ્રમાણે, ‘હે સખા! હે મિત્ર!’ –એમ
સંબોધન કરીને શ્રોતાને પણ પોતાના જેવો બનાવવા માંગે છે.
જેટલા જ્ઞાનીઓ છે તે બધાય જ્ઞાનીઓના ઉપદેશનો સાર એ છે કે પોતાના સહજ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને
તેમાં જ વલણ કરવું. આ જ મોક્ષનું કારણ છે. હે ભવ્ય! જો તને આત્માનો રંગ લાગ્યો હોય તો હવે અમારો ઉપદેશ
સાંભળીને તારી બુદ્ધિને ચૈતન્યસ્વરૂપમાં વાળ, તારી બુદ્ધિને અંતરમાં વાળીને ચૈતન્યનું જ ગ્રહણ કર, અને એ
સિવાય પરભાવના ગ્રહણની બુદ્ધિ છોડ. ઉગ્રપણે એટલે કે અપ્રમાદભાવે ચૈતન્યસ્વરૂપમાં વલણ કરીને તેની શ્રદ્ધા,
તેનું જ્ઞાન અને તેમાં લીનતા કરવી તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે.
પણ કહે છે કે હે સખા! તું પણ ચાલને મારી સાથે!! અમારો શ્રોતા અમારાથી જુદો રહી જાય–એ કેમ બને? હે મિત્ર!
અમારો ઉપદેશ સાંભળીને, અમારી જેમ તું પણ તરત જ ચૈતન્યસ્વરૂપમાં ઉગ્રપણે તારું વલણ કર. ચૈતન્યનું ઉગ્ર
અવલંબન કરતાં તને પણ અમારા જેવી દશા પ્રગટી જશે, ને અલ્પકાળમાં મોક્ષ થઈ જશે.
માટે મારે તત્ત્વનિર્ણય કરીને મારું આત્મહિતનું પ્રયોજન સાધી લેવું–આમ વિચારી
સંસારના કામમાંથી રસ ઘટાડીને ચૈતન્યનો નિર્ણય કરવાનો ઉદ્યમ કરે છે. તેમાં જ
પોતાનું હિત ભાસ્યું છે તેથી તે કાર્ય કરવામાં પ્રીતિ અને હર્ષપૂર્વક ઉદ્યમ કરે છે. આ
રીતે પોતાનું આત્મકાર્ય કરવાનો ઘણો ઉલ્લાસ હોવાથી નિરંતર તેનો ઉદ્યમ કર્યા જ
કરે છે. હું બીજાને સુધારી દઉં–એવા વિચારમાં રોકાતો નથી પણ હું તત્ત્વ સમજીને
મારા આત્માનો આ ભવભ્રમણમાંથી ઉદ્ધાર કરું–એમ વિચારી તેનો જ ઉદ્યમ કરે છે.
– ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.’
PDF/HTML Page 10 of 25
single page version
આત્મા તો સદાય ચૈતન્યસ્વરૂપ છે, તે ચૈતન્યસ્વરૂપ આત્મા જડ કયાંથી થઈ ગયો કે તું જડને પોતાનું માને છે?
તારો આત્મા તો સદાય ચૈતન્યસ્વરૂપ જ છે, તે કદી જડરૂપ થયો નથી; ચૈતન્યસ્વરૂપ આત્માને જડ સાથે એકમેકપણું
કદી થયું નથી, સદાય ભિન્નપણું જ છે; માટે હે ભાઈ! હવે તું જડ સાથે એકમેકપણાની માન્યતાને છોડ અને તારા
ચૈતન્યસ્વરૂપ આત્માને દેખ. તારા આત્માનો વિલાસ જડથી જુદો, ચૈતન્યસ્વરૂપ છે. આવા ચૈતન્યવિલાસી આત્માને
એકને જ સ્વતત્ત્વપણે તું દેખ.
સમજવાનો કામી છે–જિજ્ઞાસુ છે, ને વિનયપૂર્વક તે વાત સાંભળવા ઊભો છે એટલે તે આત્માને સમજવાની
પાત્રતાવાળો છે, તેથી આચાર્યદેવ જે રીતે સમજાવશે તે રીતે તે સમજી જશે.
છીએ, તે જાણીને
કારતકઃ ૨૪૮૦
PDF/HTML Page 11 of 25
single page version
હતો. જડ શરીર મારાથી સદાય અત્યંત ભિન્ન છે; મારું ચૈતન્યસ્વરૂપ જડથી ભિન્ન જ રહ્યું છે–આમ પોતાના
ચૈતન્યસ્વરૂપને જાણીને તું પ્રસન્ન થા....આનંદમાં આવ. તારા ચૈતન્યસ્વરૂપને ઓળખતાં જ તને અંતરમાં અપૂર્વ
પ્રસન્નતા અને આનંદ થશે. ‘હું ચૈતન્યપરમેશ્વર છું, જેવા પરમાત્મા છે તેવું જ મારું સ્વરૂપ છે, મારું કાંઈ બગડયું
નથી–’ આમ સમજી તારું ચિત્ત ઉજ્જવળ કર...હૃદયને ઊજળું કર....પ્રસન્ન થા અને આહ્લાદ કર કે– અહો! આવો
મારો આનંદઘન ચૈતન્યસ્વભાવ! ભાઈ! આમ કરવાથી તારું અનાદિનું મિથ્યાત્વ ટળી જશે ને તારા ભવભ્રમણનો
અંત આવી જશે.
જ્ઞાનને અને રાગને જ્ઞેયજ્ઞાયકપણું છે તેમ જ એકક્ષેત્રાવગાહપણું છે, પરંતુ તેમને એકપણું નથી; જ્ઞાનનો અને રાગનો
સ્વભાવ ભિન્ન ભિન્ન છે. આમ હોવા છતાં જે જીવ જ્ઞાન અને રાગને એકમેકપણે જ માની રહ્યો છે તેને આચાર્યદેવ
કહે છે કે અરે દુરાત્મા! હાથી વગેરે પશુ જેવા સ્વભાવને તું છોડ છોડ! જેમ હાથી લાડવા અને ઘાસના સ્વાદનો
વિવેક કર્યા વગર તે બંનેને ભેગાં કરીને ખાય છે, તેમ તું પણ જડ–ચેતનનો વિવેક કર્યા વગર બંનેને એકપણે
અનુભવે છે,–તેને તું છોડ, અને પરમ વિવેકથી ભેદજ્ઞાન કરીને તારા ચૈતન્યસ્વરૂપ આત્માને જડથી ને વિકારથી
અત્યંત જુદો તું જાણ. અહીં ‘હે દુરાત્મા!’ એમ કહ્યું તેનો અર્થ એમ છે કેઃ અરે ભાઈ! ચૈતન્ય સ્વરૂપને ચૂકીને જડ
શરીરને પોતાનું માનવારૂપ જે મિથ્યાત્વભાવ છે તે દુરાત્મપણું છે તેને તું છોડ, અને “હું ચૈતન્યસ્વરૂપ સદા
ઉપયોગમય આત્મા છું”–એમ સમજીને તું પવિત્રાત્મા થા.–આ રીતે દુરાત્માપણું છોડીને પવિત્ર–આત્મપણું પ્રગટ
કરવાની પ્રેરણા કરી છે.
સર્વજ્ઞની સાક્ષી આપીને તેને સમજાવે છેઃ હે ભાઈ! આપણા સર્વજ્ઞ ભગવાન આખા વિશ્વને પ્રત્યક્ષ જાણનારા છે, તે
સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનથી તો એમ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે જીવદ્રવ્ય સદા ઉપયોગમય છે, અને શરીરાદિક તો
અચેતન છે જો તું એમ કહે છે કે ‘શરીરાદિક પુદ્ગલદ્રવ્ય મારાં છે’–તો હે ભાઈ! સર્વજ્ઞભગવાને સદા ચેતનરૂપ
જોયેલું એવું જીવદ્રવ્ય તે અચેતન ક્યાંથી થઈ ગયું કે જેથી તું પુદ્ગલદ્રવ્ય પોતાનું માને છે! જેમ પ્રકાશને અને
અંધકારને એકતા નથી પણ અત્યંત જુદાપણું છે, તેમ ચૈતન્યસ્વરૂપ આત્માને અને જડને એકતા નથી પણ અત્યંત
જુદાપણું છે. જેમ જડ સાથે એકતા નથી તેમ રાગાદિક સાથે પણ ચૈતન્યસ્વરૂપની એકતા નથી, ચૈતન્યસ્વરૂપ રાગથી
પણ જુદું છે, ચૈતન્યને અને રાગને એકમેકપણું થયું નથી. માટે હે શિષ્ય! તું તારા આત્માને શરીરથી અને રાગથી
ભિન્ન ચૈતન્યસ્વરૂપ
ઃ ૧૦ઃ
PDF/HTML Page 12 of 25
single page version
ભગવાનના જ્ઞાનનો નિર્ણય કરે તો, આત્મા સદા ઉપયોગસ્વરૂપ છે–એવો નિર્ણય પણ થઈ જ જાય.
સર્વજ્ઞભગવાનના આત્મામાં જ્ઞાન પરિપૂર્ણ છે ને રાગ જરાય નથી–એટલે તેનો નિર્ણય કરતાં જ્ઞાન અને રાગની
ભિન્નતાનો નિર્ણય થઈ જ જાય છે. આ રીતે, હે ભાઈ! તારા ચૈતન્યસ્વરૂપ આત્માને રાગથી પણ ભિન્નતા છે તો
પછી શરીરાદિ મૂર્ત દ્રવ્યો સાથે તો એકપણું કયાંથી હોય? માટે તે એકપણાની ભ્રમણા છોડીને, ‘હું ચૈતન્ય જ છું’
એમ તું અનુભવ કર.
નિત્ય ઉપયોગસ્વભાવરૂપ છે તે તારો ભાગ છે, અને ‘નિત્ય ઉપયોગસ્વભાવ’ સિવાયનું બીજું બધુંય પુદ્ગલદ્રવ્યનો
ભાગ છે. હે જીવ! હવે તું તારો ભાગ લઈ લે અને રાજી થા. ઉપયોગસ્વભાવ–જ્ઞાયકભાવ સિવાય બીજા બધાયમાંથી
આત્મબુદ્ધિ છોડીને, આ એક જ્ઞાયકભાવને જ તારા સ્વરૂપપણે અનુભવ.....તેમાં જ એકાગ્ર થા.
જીવ–અજીવનું ભિન્નપણું છે. જીવ તો ચૈતન્યપ્રકાશમય છે ને પુદ્ગલ તો જડ–આંધળું છે, તેમને અત્યંત ભિન્નતા છે.
અહીં ‘મીઠાનું પાણી’ એવું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવ કહે છે કે હે જીવ! જેમ મીઠું ઓગળીને પાણી રૂપે થઈ જાય
છે, તેમ તારી પરિણતિ અજીવને પોતાનું માનીને તે તરફ વળવા છતાં તે અજીવની સાથે તો એકાકાર એકમેક થઈ
શકતી નથી, માટે તે અજીવથી તારી પરિણતિને અંતરમાં ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્ય તરફ વાળ તો ત્યાં તે એકાકાર
થાય છે, માટે તે જ તારું સ્વરૂપ છે એમ તું જાણ. તારી પરિણતિ કયાંય પર સાથે તો એકરૂપ થઈ શકતી નથી, તારા
ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્યમાં જ તે એકાકાર થાય છે, માટે ‘આ ઉપયોગસ્વરૂપ જીવદ્રવ્ય જ હું છું’–એમ ઉપયોગસ્વરૂપ
જીવદ્રવ્યને એકને જ સ્વદ્રવ્યપણે અનુભવીને તેમાં જ તારી પરિણતિને એકાકાર કર ને પરદ્રવ્યને પોતાનું માનવારૂપ
મોહને હવે તો તું છોડ રે છોડ!
બની શકતું નથી. તું કહે છે કે ચૈતન્યમય જીવ ‘હું’ છું ને શરીરાદિ અજીવ પણ ‘હું’ છું,–આમ ચૈતન્ય તેમ જ જડ
એવા બંને દ્રવ્યોપણે તું પોતાને માને છે. પણ ભાઈ રે! તું એક, તે જીવ અને અજીવ એવા બંને દ્રવ્યોમાં કઈ રીતે રહી
PDF/HTML Page 13 of 25
single page version
ચૈતન્યમય સ્વદ્રવ્યને જ તું તારાપણે અનુભવ, તેમાં જ ‘હું’ પણાની પ્રતીતિ કર, અને એનાથી ભિન્ન અન્ય સમસ્ત
પદાર્થોમાંથી હું–પણું છોડી દે.
માટે હે ભવ્ય! ‘હું પોતે મારા ઉપયોગસ્વભાવમાં જ છું’–એમ જાણી, પ્રસન્ન થઈ, સાવધાન થા, અને અંતર્મુખ
થઈને આવા તારા ચૈતન્યસ્વરૂપનો અનુભવ કર, તેના અતીન્દ્રિય આનંદને ભોગવ. અમે તને તારું ચૈતન્યસ્વરૂપ
દેહાદિ બધાથી જુદું અને તારા પોતાથી જ પરિપૂર્ણ, સદા ઉપયોગમય બતાવ્યું, તે જાણીને તું પ્રસન્ન થા, સાવધાન થા
અને તેનો અનુભવ કર, તેમાં તને આત્માના અપૂર્વ આનંદનું સ્વસંવેદન થશે.
હતો, આપશ્રીએ પરમ કરુણા કરીને વારંવાર મને પ્રતિબોધ્યો અને પરથી અત્યંત ભિન્ન, ચૈતન્યસ્વરૂપથી પરિપૂર્ણ
મારું સ્વદ્રવ્ય સમજાવીને આપે મને ન્યાલ કર્યો. અહો, આવું પરમ મહિમાવંત મારું સ્વદ્રવ્ય સમજતાં મને પ્રસન્નતા
થાય છે, પરમાં ઘૂંટાયેલી એકત્વબુદ્ધિ ટળીને હવે ચૈતન્યસ્વરૂપમાં સાવધાની થાય છે, મારો ઉત્સાહ નિજસ્વરૂપ તરફ
વળે છે અને હું મને નિત્ય ઉપયોગસ્વરૂપે જ અનુભવું છું. હવે રાગાદિ ભાવો કે પરદ્રવ્ય મારા સ્વરૂપમાં એકમેકપણે
જરાપણ ભાસતા નથી. અહો નાથ! આપે દિવ્યમંત્રો વડે અમારી મોહમૂર્છા દૂર કરીને અમને સજીવન કર્યાં....
તો તેને અતિ ઉગ્ર પ્રેરણા કરીને આચાર્યદેવ ૨૩ મા કલશમાં કહે છે કે અરે ભાઈ! તું મરીને પણ ચૈતન્યમૂર્તિ આત્માનો
અનુભવ કર. આચાર્યદેવ કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! શરીરાદિક મૂર્તદ્રવ્યોથી ભિન્ન એવા તારા
ચૈતન્યસ્વરૂપ આત્માને તું કોઈ પણ પ્રકારે–મહા પ્રયત્ન કરીને અનુભવ,–જેથી પર સાથે એકપણાનો તારો મોહ છૂટે.
એમ થશે કેઃ અહો! મહા ઉપકારી સંતો સિવાય આત્મકલ્યાણની આવી વાત્સલ્યભરી અદ્ભુત પ્રેરણા કોણ આપે?)
PDF/HTML Page 14 of 25
single page version
પરિણામ છે.
મારું કામ બીજો કરે–એવી પરાશ્રયપણાની મિથ્યાબુદ્ધિ છૂટી જાય છે;–આમ થતાં સ્વદ્રવ્યનો આશ્રય
થાય છે ને સ્વદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મનો લાભ થાય છે.
PDF/HTML Page 15 of 25
single page version
વિષયમાં વિપરીત અભિનિવેશરહિત પરિણામરૂપ પરમ ક્ષાયિક સમ્યક્ત્વ નામનો પ્રથમ ગુણ સિદ્ધ ભગવંતોમાં
કહેવામાં આવે છે. (* અહીં, તપશ્ચરણ કરવાની અવસ્થામાં નિશ્ચય–સમ્યક્ત્વ થવાનું કહ્યું છે તે નિશ્ચયરત્નત્રયની
એકતા અપેક્ષાએ સમજવું; એકલું નિશ્ચયસમ્યક્ત્વ ચોથા ગુણસ્થાને પણ હોય છે.)
અભાવરૂપ લક્ષણનો ધારક અનંતવીર્ય નામનો ચોથો ગુણ છે.
સિદ્ધનું સ્વરૂપ એવું નથી તેથી અગુરુલઘુત્વ નામનો સાતમો ગુણ કહેવામાં આવે છે.
(જુઓ, બૃહત્દ્રવ્યસંગ્રહ ગા. ૧૪ ટીકા)
PDF/HTML Page 16 of 25
single page version
કે આપણા આત્માનું સ્વરૂપ પણ ખરેખર અરિહંત ભગવાન જેવું જ છે.
અરિહંત ભગવાન જેવો જ, પુણ્ય–પાપ રહિત છે, તેને ચૂકીને પુણ્ય–પાપને જ પોતાનું
સ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને સમ્યક્ત્વ કેમ પ્રગટે?
તેનો ઉપાય કહે છે.
પામે છે અને શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટે છે.–અનાદિના અધર્મનો નાશ કરીને અપૂર્વ ધર્મ પ્રગટ
કરવાનો આ ઉપાય છે.
જાણવાથી સમ્યગ્દર્શન થાય છે, તે અપૂર્વ ધર્મ છે. સમ્યગ્દર્શન વગર ત્રણકાળમાં ધર્મ હોતો નથી.
જીવ અરિહંત ભગવાનને ઓળખતો નથી અને શરીરની ક્રિયાથી કે રાગથી ધર્મ માને છે
તે તો સ્વભાવના આંગણે પણ આવ્યો નથી.
PDF/HTML Page 17 of 25
single page version
ભગવાન જેવા પોતાના આત્માને ઓળખે છે, તેને ભેદજ્ઞાન થઈ જાય છે એટલે તે
રાગાદિને પોતાનું ખરું સ્વરૂપ માનતો નથી તેમ જ શરીરાદિની ક્રિયાને પોતાની માનતો
નથી; રાગ રહિત ચૈતન્યભાવે તેનું અંર્તપરિણમન થઈ જાય છે.
બંનેની એક જ નાત છે. જેવો મારો સ્વભાવ છે તેવો તારો સ્વભાવ છે. અમને
કેવળજ્ઞાનદશા પ્રગટી તે બહારથી નથી પ્રગટી પણ આત્મામાં શક્તિ છે તેમાંથી જ પ્રગટી
છે; તારા આત્મામાં પણ મારા જેવી જ પરિપૂર્ણ શક્તિ છે. હે જીવ! તારા આત્માની
શક્તિને ઓળખ તો તારો મોહ નાશ થયા વગર રહેશે નહીં.
તેમાંથી મોર થાય છે, તેમ આત્મામાં આનંદમય કેવળજ્ઞાન પ્રગટવાની શક્તિ છે, તેમાંથી
કેવળજ્ઞાન ખીલે છે.–જે આવી અંતરશક્તિની પ્રતીત કરે તેને સમ્યગ્દર્શન થઈને
અલ્પકાળમાં કેવળજ્ઞાન–કળા ખીલી જાય છે.
સુકાઈ જાય છે ને મોર થતો નથી; તેમ જે જીવ આત્માના સ્વભાવસામર્થ્યનો વિશ્વાસ કરે
નહિ, અને ‘અત્યારે આત્મા ભગવાન જેવો કેમ હોય?–એમ સ્વભાવમાં શંકા કરે તો તેને
સમ્યગ્દર્શન થતું નથી અને મોહ ટળતો નથી.
દેખાતો પણ જ્ઞાનદ્વારા જ ખ્યાલમાં આવે છે; તેમ આત્મામાં કેવળજ્ઞાન થવાનો જે
સ્વભાવ છે તે ઈન્દ્રિયોદ્વારા મનદ્વારા કે રાગદ્વારા પણ જણાતો નથી પરંતુ તે ઇન્દ્રિય
વગેરેનું અવલંબન છોડીને સ્વભાવ તરફ વળેલા અતીન્દ્રિયજ્ઞાનથી જ તે જણાય છે.
કેવળજ્ઞાન–જ્યોતિ પ્રગટવાનું સામર્થ્ય છે. જેમ દીવાસળીમાં ભડકો થવાનું સામર્થ્ય છે તે
આંખથી નથી દેખાતું પણ જ્ઞાનથી જ જણાય છે તેમ આત્મામાં કેવળજ્ઞાન થવાનું
સ્વભાવ–સામર્થ્ય છે તે પણ અતીન્દ્રિયજ્ઞાન દ્વારા જ જણાય છે.
ધર્મ થાય. આવા સ્વભાવસામર્થ્યની પ્રતીત વગર ગમે તેટલા શાસ્ત્રો ભણી જાય, વ્રત–
ઉપવાસ કરે, પડિમા લ્યે, પૂજા–ભક્તિ કરે કે દ્રવ્યલિંગી મુનિ થાય–ગમે તેટલું કરે તોપણ
તે ધર્મ ન ગણાય અને તે કરતાં કરતાં ધર્મ થાય નહિ.
PDF/HTML Page 18 of 25
single page version
PDF/HTML Page 19 of 25
single page version
નક્કી કરીને, પછી પર્યાયનું લક્ષ છોડીને અને ગુણભેદનું લક્ષ પણ છોડીને ચિન્માત્ર
આત્માને લક્ષમાં લ્યે છે.
–આ રીતે એકલા ચિન્માત્ર આત્માનો અનુભવ કરતાં જ સમ્યગ્દર્શન થાય છે ને મોહ ટળી
જાય છે.
છે તે ઓળખે અને હું પણ એવો જ ભગવાન છું–
ભગવાનનાં દર્શન છે, તે જ આત્મસાક્ષાત્કાર અથવા ભગવાનનો સાક્ષાત્કાર છે.
પોતાના આત્મામાં જે કિંચિત્ પણ ફેર પરમાર્થે માને તેને ભગવાનનો ભેટો–ભગવાનનો
સાક્ષાત્કાર કે ભગવાનના દર્શન થાય નહીં.
ઓળખાણના સંસ્કાર સહિત જ્યાં જશે ત્યાં આત્માની સાધના ચાલુ રાખીને અલ્પકાળમાં
મુક્તિ પામશે. પણ જો જીવનમાં આત્માની ઓળખાણના સંસ્કાર ન નાંખ્યા તો દોરા
વગરની સોયની માફક આત્મા ભવભ્રમણમાં ક્યાંય ખોવાઈ જશે. જેમ દોરે પરોવેલી
સોય ખોવાતી નથી તેમ આત્મામાં જો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લ્યે
તો આત્મા ચોરાસીના અવતારમાં રખડે નહિ.
છે તેમ અહીં આત્માની રુચિ કરીને બરાબર ધ્યાન રાખવું જોઈએ. અંતરમાં મેળવણી
કરીને સમજવું જોઇએ. માંગળિક તરીકે આ અપૂર્વ વાત છે. ‘આ કાંઈક અપૂર્વ છે,
સમજવા જેવું છે’–એમ ઉત્સાહ લાવીને ૬૦ મિનિટ બરાબર ધ્યાન રાખીને સાંભળે તો ય
બીજા કરતાં જુદી જાતના પુણ્ય થઈ જાય, અને આત્માના લક્ષે અંતરમાં સમજીને આ
ભાવરૂપે પરિણમી જાય તેને તો અનંતકાળમાં અપ્રાપ્ત એવો સમ્યગ્દર્શનનો અપૂર્વ લાભ
થાય. આ વાત સાંભળવી પણ મોંઘી છે અને સમજવી તે તો અભૂતપૂર્વ છે.
પવિત્ર ક્રિયા છે ને તેમાં મિથ્યાત્વાદિક અધર્મની ક્રિયાનો અભાવ છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રના નિર્મળ ભાવરૂપ જે પર્યાય પરિણમે છે તે જ ધર્મ ક્રિયા છે, તે ક્રિયા રાગરહિત
છે, રાગ હોય તે ધર્મની ક્રિયા નથી. ધર્મી જાણે છે કે મારા સ્વભાવના અનુભવમાં જ્ઞાન–
દર્શન–આનંદની નિર્મળ ક્રિયા થાય છે તેમાં હું છું, પણ રાગની ક્રિયામાં હું નથી.
PDF/HTML Page 20 of 25
single page version
અનાદિના ભવસાગરનો અંત આવા અપૂર્વ પુરુષાર્થથી જ થાય છે. જો સ્વભાવના અપૂર્વ
પુરુષાર્થ વગર જ ભવસાગરથી તરી જવાતું હોત તો તો બધાય જીવો મોક્ષમાં ચાલ્યા
જાત!–પણ સ્વભાવના અપૂર્વ પ્રયત્ન વગર આ સમજાય એમ કદી બનતું નથી, અને આ
સમજ્યા વગર કદી કોઈ જીવના ભવભ્રમણનો અંત આવતો નથી. માટે અંતરની રુચિ
અને ધીરજપૂર્વક સ્વભાવ સમજવાનો ઉદ્યમ કરવો જોઈએ.
હે ભવ્ય! તું અરિહંત ભગવાનના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખ....તે ઓળખતાં તને
તારા આત્માની ખબર પડશે કે ‘હું પણ અરિહંતની જ જાતનો છું, અરિહંત ભગવંતોની
પંક્તિમાં બેસું એવો મારો સ્વભાવ છે.’–આમ આત્મસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્ર
થતાં અપૂર્વ સમ્યગ્દર્શન થશે.
જૈનધર્મી બનાવવાની એટલે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિ થવાની આ વાત છે. મુનિ કે શ્રાવક
થયા પહેલાં કેવી શ્રદ્ધા હોવી જોઈએ તેની આ વાત છે. આ સમ્યક્શ્રદ્ધારૂપી ભૂમિકા વગર
વ્રત–પડિમા કે મુનિપણું કાંઈ સાચું હોતું નથી. હજી વસ્તુસ્વરૂપ શું છે તે સમજ્યા વગર
ઉતાવળા થઈને બાહ્ય ત્યાગ કરવા માંડે ને પોતાને મુનિપણું વગેરે માની લ્યે તેને તો
ધર્મની રીતની કે ધર્મના ક્રમની ખબર નથી.
આત્માના વિચારમાં હોય ત્યારે જ સમ્યગ્દર્શન રહે અને બીજા વિચારમાં હોય ત્યારે
સમ્યગ્દર્શન ચાલ્યું જાય–એમ નથી. સમકીતિને શુભ–અશુભ ઉપયોગ વખતે પણ
આત્મભાન ભૂલાતું નથી, સમ્યગ્દર્શન છૂટતું નથી તેમ જ દુષિત પણ થતું નથી; ક્ષણે ક્ષણે
તેને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન વર્ત્યા જ કરે છે–આત્મા જ તે રૂપે પરિણમી ગયો છે. આત્માનું
ભાન થયા પછી તે ગોખવું ન પડે–યાદ રાખવું ન પડે, પણ આત્મામાં તેનું સહજ
પરિણમન થઈ જાય છે, ઊંઘમાં પણ આત્મભાન ભૂલાતું નથી. આ રીતે ધર્મીને ચોવીસે
કલાક સમ્યગ્દર્શનરૂપ ધર્મ થયા જ કરે છે. આવું આત્મભાન પ્રગટ કરવું તે જ જીવનમાં
સૌથી પ્રથમ કરવાનું છે.
જોઈએ. પૈસામાં સુખ નથી છતાં પૈસા મળવાની વાત કેવી હોંસથી સાંભળે છે! તો આત્મા
સમજવા માટે અપૂર્વ હોંસથી આત્માની દરકારપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. સત્સમાગમે
પરિચય કર્યા વગર ઉતાવળથી આ વાત સમજાઈ જાય એમ નથી. ‘આ જ મારે કરવા
જેવું છે’ એમ ધીરો થઈને આ વાત પકડવા જેવી છે.