PDF/HTML Page 1 of 21
single page version
Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)
PDF/HTML Page 2 of 21
single page version
PDF/HTML Page 3 of 21
single page version
હોવાથી તેઓશ્રીના દર્શન તેમજ અલૌકિક આધ્યાત્મિક વાણી શ્રવણ
કરવાને ભાવિક જૈન તથા ઈતર સમાજ અત્યંત ઈન્તેજાર હતો. પૂ. ગુરુદેવ
જામનગરમાં પધાર્યા ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ જામનગરની
કરતાં સમસ્ત જૈન તથા જૈનેતર જનતા અત્યંત પ્રભાવિત થઈ હતી તથા
આ દેશના અભૂતપૂર્વ અને પરમ સત્ય છે એમ સૌ કોઈને લાગતું હતું.
મોજું ફરી વળ્યું હતું અને સર્વત્ર હોંશભેર તત્ત્વની ચર્ચા ચાલી રહેતી હતી.
જામસાહેબ તથા મહારાણી સાહેબા અત્યંત પ્રભાવિત થયાં હતાં અને
અર્પણ કર્યા હતા, તથા મહારાણી સાહેબાએ કહ્યું : સ્વામીજી! સાચું
આપશ્રીના દર્શનાર્થે સોનગઢ આવીશું.
PDF/HTML Page 4 of 21
single page version
મહોત્સવ ઠેરઠેર જોવા મળે છે. આ વર્ષમાં પોરબંદર, મોરબી, અને વાંકાનેરમાં પંચકલ્યાણક–
પ્રતિષ્ઠા–મહોત્સવો તેમજ બીજા અનેક સ્થળોએ વેદી–પ્રતિષ્ઠા–મહોત્સવ નિમિત્તે પૂ. ગુરુદેવ
સૌરાષ્ટ્રમાં મંગલ–વિહાર કરી રહ્યા છે, અને સાથે સાથે અનેક ગામોમાં નવા જિનમંદિરોના
બીજડાં રોપતા જાય છે.
અંકમાં આવી ગયા છે, બીજા વિશેષ સમાચાર અહીં આપવામાં આવ્યા છે–
જલથી જિનમંદિરમાં પૂ. બેનશ્રી બેનના મંગલ હસ્તે વેદી શુદ્ધિ થઈ હતી.
મહોત્સવ માટે આજ્ઞા માગી હતી, અને પૂ. ગુરુદેવે તે માટે આજ્ઞા આપીને માંગળિક સંભળાવ્યું
હતું. ત્યારબાદ “નાંદિ વિધાન” થયું હતું, પછી “ઈન્દ્રપ્રતિષ્ઠા” થઈ હતી, અને પૂ. ગુરુદેવના
પ્રવચન બાદ ઈન્દ્રપ્રતિષ્ઠાનું જુલૂસ નીકળ્યું હતું. ત્યારબાદ યાગમંડલવિધાન પૂજનનો પ્રારંભ
થયો હતો.
દેખાવ થયો હતો. સૌધર્મઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણે છે કે છ મહિના બાદ ભગવાન પાર્શ્વનાથ
વામાદેવી માતાના ગર્ભમાં આવવાના છે. તેથી કુબેરને રત્નવૃષ્ટિ કરવાની આજ્ઞા આપે છે
તેમજ આઠ દેવીઓને ભગવાનના માતાની સેવા માટે મોકલે છે, અને ઈન્દ્રો વસ્ત્રાભૂષણની
ભેટ લઈને માતા–પિતા પાસે આવે છે, દેવીઓ માતાની સેવા કરે છે, માતાજી સોળ મંગલ
સ્વપ્નો દેખે છે–ઈત્યાદિ સુંદર દ્રશ્યો થયા હતા. આ ઉપરાંત શ્રી પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ
ભવોનું દ્રશ્ય પણ સંક્ષેપમાં બતાવવામાં આવ્યું હતું.
સ્વપ્નની વાત કરે છે, શ્રી અશ્વસેન મહારાજા
PDF/HTML Page 5 of 21
single page version
લાલન–પાલનમાં તથા પુણ્ય–પાપની રુચિમાં જીવન પૂરું કરે તો મનુષ્યદેહ એળે ગુમાવવા જેવું છે.
સ્વર્ગના વૈભવ પણ અનંતવાર મળ્યા, પણ તેનાથી સુખની ભૂખ ભાંગી
PDF/HTML Page 6 of 21
single page version
સુખ છે. જેમ ચણાના પ્રત્યેક દાણામાં મીઠાશ ભરેલી છે, તે ક્યાંય બહારથી નથી આવતી પણ તેના સ્વભાવમાં
ભરી છે તે જ પ્રગટે છે તેમ દરેક આત્મા આનંદસ્વભાવથી ભરેલો છે, તેમાં અંર્તદ્રષ્ટિ કરે અને પરમાંથી સુખની
બુદ્ધિ છોડે તો આત્માનું સાચું સુખ પ્રગટે. તે સુખ ક્યાંય બહારના સંયોગમાંથી નથી પ્રગટતું પણ
અંર્તસ્વભાવમાં છે તે જ પ્રગટે છે.
ન આવે. પોપટ વગેરે પક્ષીઓ આકાશમાં ઉડતા આવીને સીધા ઝાડ ઉપર જઈને કેરીનો સ્વાદ લ્યે અને કીડી
વગેરે પ્રાણીઓ કેરીનું થડ પકડીને ઉપર જઈને સ્વાદ લ્યે. પંખી ઉપરથી ઉડતા આવે ને કીડી નીચેથી ધીમે ધીમે
ઉપર જાય પણ બંનેને કેરીનો સ્વાદ તો સરખો જ છે. ભલે વાર લાગે પણ થડ તો આંબાનું જ પકડવું જોઈએ.
આંબાના થડને બદલે આકોલિયાનું થડ પકડે તો કેરીનો સ્વાદ આવે નહિ. કીડીને કેરી ખાવી હોય તો શું કરવું?
કે કેરીનું થડ પકડીને કેરીનો સ્વાદ લેવો. એ સિવાય બીજો રસ્તો નથી. તેમ જેને આત્માના અતીન્દ્રિય આનંદનો
સ્વાદ લેવો હોય તેણે શું કરવું? કે આત્માના ધ્રુવ સ્વભાવરૂપ થડને પકડીને તેનું અવલંબન કરવું. તીર્થંકરો–
મુનિવરો તો ઉગ્ર પુરુષાર્થ વડે ચૈતન્યનું અવલંબન કરીને આનંદનો ભોગવટો કરે છે, અને સમકીતિ જીવો પણ
ચૈતન્ય સ્વભાવનું અવલંબન કરીને આનંદનો ભોગવટો કરે છે. જેને આત્માનું સાચું–અવિનાશી–પરિપૂર્ણ સુખ
જોઈતું હોય તેણે દેહાદિથી તેમજ પુણ્ય–પાપની વૃત્તિઓથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ આત્માને પકડવો જોઈએ, તેની
રુચિ અને જ્ઞાન કરવું જોઈએ. તીર્થંકરો અને મુનિવરો વિશેષ પુરુષાર્થ વડે ચૈતન્યસ્વરૂપને શીઘ્ર પામીને
નિર્વિકારી આનંદનો અનુભવ કરે છે ને અલ્પકાળમાં કેવળજ્ઞાન તથા પૂર્ણાનંદ પ્રગટ કરે છે. તથા જે જીવોથી
એટલો ઉગ્ર પુરુષાર્થ ન થઈ શકે તેઓને પણ આ ચૈતન્ય સ્વભાવની વાત પ્રીતિથી શ્રવણ કરી, તેના સંસ્કાર દ્રઢ
કરી, સ્વ–સ્વભાવનાં નિશ્ચય વડે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવા તે જ સુખનો ઉપાય છે. તીર્થંકરોને માટે ધર્મનો રસ્તો
જુદો ને બીજા તુચ્છ જીવોને માટે ધર્મનો રસ્તો બીજો–એમ નથી; બધાય જીવોને માટે ધર્મનો એક જ રસ્તો છે.
તેને આ સંસારમાંથી છૂટકારો થાય નહિ. રાગરહિત નિર્મળ ચૈતન્ય સ્વભાવ છે તે મુખ્ય છે, તેને તો સ્વીકારે
નહિ અને રાગને જ ધર્મ માને તો ઊંધી માન્યતાથી કદી જન્મ–મરણ મટે નહિ. જેમ વેપારી સાથે નામું મેળવતાં
કોઈ માણસ ચાર–છ આનાની પરચુરણ રકમો તો સ્વીકારે પણ હજારો રૂપિયા રોકડા લીધા હોય તે ન સ્વીકારે
તો તે વેપારીના દેણામાંથી છૂટી શકે નહિ. તેમ “હિંસા ન કરવી, દયા પાળવી” એવી શુભરાગની વાત તો
સ્વીકારે, પણ આત્માનો ચિદાનંદ સ્વભાવ રાગથી પાર છે, રાગથી તેને ધર્મ થતો નથી એવી મૂળભૂત વાત
સમજે નહિ ને પુણ્યને જ ધર્મ માને તો તે જીવ સંસાર પરિભ્રમણમાંથી છૂટી શકે નહિ. પુણ્ય–પાપની લાગણીઓ
થાય છે તો તે આસ્રવ–મલિનતા–સંસારનું કારણ છે. આત્મા શુદ્ધ આનંદમૂર્તિ ચૈતન્યકંદ છે તેની ઓળખાણ અને
બહુમાન કરીને તેમાં લીનતા કરવી તે મુક્તિનું કારણ છે. આવા મુક્તિના કારણને તો જાણે નહિ અને સંસારના
જ કારણને મુક્તિનું કારણ માનીને સેવે તો તે જીવને ચારગતિનું પરિભ્રમણ કદી મટે નહિ.
પરિભ્રમણ કરતા જીવોને એકલા પુણ્યભાવ જ રહે એમ પણ બનતું નથી. તેમજ એકલા પાપભાવ જ કાયમ રહે
એમ પણ બનતું નથી. પણ પુણ્ય–પાપના ભાવો પલટાયા કરે છે. જુઓ, પહેલાંં સંસારના વેપાર–ધંધાનો
પાપભાવ હતો, તે પલટીને ધર્મશ્રવણનો શુભભાવ થયો, વળી થોડીવારે તે પલટીને બીજો ભાવ આવશે. એ રીતે
પુણ્ય–પાપના ભાવો ક્ષણે ક્ષણે પલટી જાય છે, તે આત્માને શરણભૂત નથી. જે જીવ ચૈતન્યતત્ત્વની રુચિ કરતો
નથી અને પુણ્યની મીઠાશ સેવે છે તેને પુણ્યના ફળનાં સંયોગમાં એકાકારબુદ્ધિથી તીવ્ર
PDF/HTML Page 7 of 21
single page version
માતાને સોંપ્યા હતાં; અને ઈન્દ્ર–ઈન્દ્રાણીએ ભક્તિપૂર્વક તાંડવ નૃત્ય કર્યું હતું. સર્વે નગરજનો
ભગવાનના જન્મ ખુશાલી મનાવતા હતા.
અને ફરી ફરીને પારણું ઝુલાવતા હતા. ભગવાન પ્રત્યેના તેમના ભાવો જોઈ જોઈને ભક્તોને
ઘણો આનંદ થતો હતો. અજમેરની ભજનમંડળીના ભાઈઓ પોતાની વિશેષ શૈલીથી
ભગવાનનું પારણું ઝુલાવતા હતા.
તેમાંથી નાગ–નાગણી નીકળે છે, તેની અંતિમ અવસ્થામાં ભગવાન તેને નમોકાર મંત્ર
સંભળાવે છે, અને પછી કમઠ તાપસને ખૂબ જ વૈરાગ્યભર્યું સંબોધન કરે છે–એ દ્રશ્ય થયું હતું.
ત્યારબાદ વિશ્વસેન મહારાજાના રાજદરબારમાં યુવરાજપદે પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે અને
દેશોદેશના રાજાઓ આવીને ભગવાનને ભેટ ધરે છે તે દ્રશ્ય થયા હતા.
અત્યાર પહેલાંં મારા જેવા અનંત તીર્થંકરોએ જે નગરીમાં જન્મ લીધો તે નગરી કેવી છે?
દૂતના મુખેથી અયોધ્યા નગરીનું વર્ણન સાંભળતાં ભગવાનને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને
વૈરાગ્ય થાય છે. ભગવાનને વૈરાગ્ય થતાં લૌકાંતિક દેવો આવીને ભગવાનની સ્તુતિ કરે છે ને
તેમના વૈરાગ્યની અનુમોદના કરે છે. ત્યારબાદ ઈન્દ્રો પાલખી લઈને દીક્ષા–કલ્યાણક ઉત્સવ
મનાવવા આવે છે. પ્રથમ રાજવીઓ, પછી વિદ્યાધરો ને પછી દેવો ભગવાનની પાલખી લઈને
વનમાં જાય છે, ને વનમાં ભગવાન સ્વયં દીક્ષિત થાય છે. દીક્ષાપ્રસંગે ભગવાનના કેશલોચની
વિધિ પૂ. ગુરુદેવે પોતાના હસ્તે બહુ જ વૈરાગ્યભાવના પૂર્વક કરી હતી. ત્યારબાદ ભગવાન
નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થયા ને સાતમું ગુણસ્થાન તથા મનઃપર્યયજ્ઞાન થયું. અને પછી
ભગવાન તો વનવિહાર કરી ગયા. ત્યારબાદ પૂ. ગુરુદેવે અદ્ભુત વૈરાગ્ય પ્રવચન દ્વારા
ભગવાનના મહા આનંદનું સ્વરૂપ બતાવ્યું હતું અને તેની ઉગ્ર ભાવના વ્યક્ત કરી હતી.
મુનિરાજ ધ્યાનદશામાં સ્થિત છે ત્યાં ઉપરથી સંવરદેવ (કમઠના જીવ) નું વિમાન પસાર થતાં અટકી
જાય છે, તેથી ગુસ્સે થઈ પૂર્વનું વેર યાદ કરીને સંવરદેવ પાર્શ્વપ્રભુ ઉપર ઘોર ઉપસર્ગ કરે છે–
પત્થરોનો વરસાદ વરસાવે છે, ભયંકર અગ્નિ વરસાવે છે, અને પાણીનો વરસાદ વરસાવે છે. છતાં
ધીરવીર ભગવાન તો આત્માના આનંદમાં એવા લીન છે કે ઘોર ઉપસર્ગમાં પણ રંચમાત્ર
ચલાયમાન થતા નથી. આ દ્રશ્ય જોતાં ભક્તજનો સ્તબ્ધ બની ગયા હતા, અને એ પરમ વીતરાગી
દિગંબર મુનિરાજ પ્રત્યે ભક્તિથી શિર નમી પડતું હતું. છેવટે પૂર્વભવમાં મૃત્યુ વખતે પાર્શ્વનાથ
PDF/HTML Page 8 of 21
single page version
હતા તેમનું સિંહાસન ચલાયમાન થતાં તે આવીને ભગવાનના ઉપર ફેણ ધરીને ઉપસર્ગનું
નિવારણ કરે છે એ દ્રશ્ય પણ બહુ ભાવભર્યું હતું. ઉપસર્ગ નિવારણ બાદ એ પરમ વીતરાગી
મુનિરાજની બહુ જ ભાવપૂર્વક ભક્તિ થઈ હતી.
આહારદાન દેતા હતા તે દ્રશ્ય દર્શનીય હતું. આહારદાન શેઠ શ્રી નેમિદાસભાઈને ત્યાં જ થયો
હતો. આહારદાન બાદ ઘણી ઉલ્લાસમય ભક્તિ થઈ હતી.
જોઈને ભક્તો ઘણા આનંદથી ભક્તિ અને જયનાદ કરતા હતા. બપોરે ભગવાનનો કેવળજ્ઞાન
કલ્યાણક થયો હતો, અને સમવસરણની રચના થઈ હતી. બાદમાં ભગવાનના દિવ્યધ્વનિરૂપે
પૂ. ગુરુદેવે અદ્ભુત પ્રવચન કર્યું હતું. રાત્રે માનસ્તંભના પ્રતિષ્ઠા–મહોત્સવની ફિલ્મ
બતાવવામાં આવી હતી. આજે સોનગઢના જિનમંદિરમાં સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલ
દિવસ હતો અને બરાબર આ જ દિવસે ઉમરાળાના સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા પૂ. ગુરુદેવના
મંગલ હસ્તે થઈ.
રચના થઈ હતી. ત્યારબાદ નિર્વાણકલ્યાણકનું પૂજન અને ભક્તિ થઈ હતી. પછી પ્રતિષ્ઠિત
થયેલા જિનેન્દ્રભગવંતો જિનમંદિરે પધાર્યા હતા, ને ત્યાં પરમપૂજ્ય ગુરુદેવશ્રીના પાવન હસ્તે
વેદી ઉપર જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ હતી. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેમની
આજુબાજુમાં શાંતિનાથ પ્રભુ તથા નેમિનાથ પ્રભુ બિરાજમાન છે. તથા ઉપરના ભાગમાં શ્રી
પાર્શ્વનાથપ્રભુ બિરાજમાન છે. આ ઉપરાંત જિનમંદિરમાં એક કબાટમાં નિયમસારજી શાસ્ત્રની
સ્થાપના પણ પરમ પૂજ્ય ગુરુદેવના પવિત્ર હસ્તે કરવામાં આવી હતી. બપોરે જિનમંદિરમાં
ભક્તિ થઈ હતી, તેમાં પૂ. ગુરુદેવે એક સ્તવન ગવડાવ્યું હતું. ત્યારબાદ બપોરે પૂ. ગુરુદેવના
પ્રવચન પછી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી. ભગવાનની ગંધકુટી, હાથી,
ભજનમંડળી, રથ, ઈન્દ્રધ્વજ, ચમર–મંડપ નીચે પૂ. ગુરુદેવ ઈત્યાદિ દ્રશ્યોથી રથયાત્રા ઘણી જ
પ્રભાવક હતી. ચૈત્ર સુદ ચોથના રોજ સવારમાં શાંતિયજ્ઞ થયો હતો, અને ચૈત્ર સુદ છઠ્ઠના રોજ
પૂ. ગુરુદેવ પોરબંદરથી વિહાર કરીને જામનગર તરફ પધાર્યા હતા.
ધન્યવાદ ઘટે છે. પરમ પ્રતાપી ગુરુદેવનો મહાન પ્રભાવના ઉદય જયવંત વર્તો કે જેના પ્રતાપે
સૌરાષ્ટ્રના ભક્તજનોને ઠેર ઠેર જિનેન્દ્ર ભગવાનનો ભેટો થાય છે ને આખું સૌરાષ્ટ્ર
તીર્થધામ બની ગયું છે.
PDF/HTML Page 9 of 21
single page version
* મહાન સંઘ સહિત કહાનગુરુદેવે કરેલી
ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની કલ્યાણકભૂમિ શ્રી ગિરનારજી તીર્થની અપૂર્વ ઉલ્લાસ
સાથે ગિરનારજીની જાત્રામાં સર્વે ભક્તજનો બહુ જ આનંદ આવ્યો હતો. પૂ. ગુરુદેવ વિહાર
કરતા કરતા જેમ જેમ ગિરનારજીની નજીક પહોંચતા હતા તેમ તેમ જાણે ગિરનારજીની
પ્રદક્ષિણા કરતા હોઈએ તેવું લાગતું હતું. ગિરનાર પર્વત ખરેખર બહુ જ ભવ્ય રળિયામણો
છે, તેને જોતાં જ નેમિનાથ ભગવાનનું આખું જીવન દ્રષ્ટિ સમક્ષ તરવરે છે ને ભાવનાની
ઊર્મિઓ જાગે છે; તેના ઊંચા ઊંચા શિખરો જાણે કે નેમિનાથ ભગવાનનું જીવનગાન ગાતાં
હોય એવા દેખાય છે. વિવાહ સમયે પશુઓનો કરુણ પોકાર સાંભળતાં રાજીમતીનો ત્યાગ
કરીને ગિરનાર ઉપર ભગવાને દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યા ત્યારે ઈન્દ્રોએ આવીને
ત્યાં સોનાના ગઢવાળાં સમવસરણ રચ્યાં, તેની સાક્ષી પૂરવા માટે આજેય ગિરનારનાં
પત્થરો સુવર્ણનાં રજકણોથી ચમકી રહ્યાં છે. આવા પવિત્ર ધામ ગિરનારજી ઉપર ચડતાં
પગલે પગલે પૂ. ગુરુદેવ ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના જીવનની અને કરોડો મુનિવરોની
પાવન સ્મૃતિઓ સંભળાવતા હતાં, જે સાંભળતાં મુમુક્ષુઓને ભગવાનના પવિત્ર ઉન્નતિ
પંથે વિચરવાની પ્રેરણા જાગતી હતી. રસ્તામાં ચડતાં ચડતાં કોઈ થાકી જાય તો પૂ. ગુરુદેવ
કહેતા “હિંમત રાખીને હાલવા માંડો...” એ રીતે ગુરુદેવની વાણી દ્વારા ભગવાનના પગલે
પગલે ચાલવાનું પ્રોત્સાહન મળતું હતું.
પધારીને ગુરુદેવે ખાસ માંગળિક સંભળાવતાં કહ્યું હતું કે : “આજે મહા માંગળિક દિવસ
છે; અને ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવળ ને મોક્ષ એ ત્રણ કલ્યાણક આ
ગિરનાર ભૂમિમાં થયા છે તેથી આ ભૂમિ પણ મંગળ છે. ઈન્દ્રોએ અહીં આવીને ભગવાનના
ત્રણ કલ્યાણક ઊજવ્યા હતા; શ્રી કૃષ્ણ–વાસુદેવ અને બળદેવ જેવા અહીં ભગવાનનાં ચરણે
નમતા હતા. ભગવાન નેમિનાથ પ્રભુ આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન લઈને અવતર્યા
હતાં;
PDF/HTML Page 10 of 21
single page version
જ ભગવાને દીક્ષા લીધી હતી, ને પછી આનંદનિધાન આત્માની રમણતાથી કેળવજ્ઞાન પણ
અહીં જ પામ્યા હતા તથા મોક્ષ પણ આ ગિરનારજીની પાંચમી ટૂંકેથી પધાર્યા હતા. ભગવાનને
જે દશા પ્રગટી તે તો ભાવમંગળ છે, તે ભાવના નિમિત્તરૂપ આ ક્ષેત્ર છે તે પણ સ્થાપના નિક્ષેપે
મંગળરૂપ છે; અને તીર્થંકર ભગવાનનો આત્મા પોતે દ્રવ્યમંગળ છે; તીર્થંકર થનાર આત્મા
અનાદિ–અનંત મંગળરૂપ છે. ભગવાને પોતાના આત્મામાં જેવો ભાવ પ્રગટ કર્યો તેવા ભાવને
જે ઓળખે, તેને આ ક્ષેત્ર જોતાં તેવા ભાવનું સ્મરણ થાય છે. જેવા ભાવથી ભગવાને મુનિપણું,
કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટ કરી તેવા ભાવને ઓળખીને ભગવાનની જેમ પોતાના
આત્મામાં પણ તેવો ભાવ પ્રગટ કરવો તે અપૂર્વ મંગળ છે ને તે પરમાર્થ યાત્રા છે...”
આત્મિક જીવનની પણ સંકલના કરી દીધી હતી. પ્રવચન પછી જિનમંદિરેથી ભગવાનને મંડપમાં
બિરાજમાન કરીને ત્યાં ભક્તિ કરવામાં આવી હતી. તેમાં–
સાંજે પૂ. ગુરુદેવ જુનાગઢ શહેરમાંથી ગિરનારજીની તળેટીમાં પધાર્યા હતાં. તળેટી
અનેક ભક્તજનો પણ ઉલટભેર ગાતાંગાતાં જતા હતા... તે વખતે ઝટઝટ દોડીને ભગવાનના
પવિત્ર ધામને ભેટીએ એવી ઉત્કટ ભાવનાથી ભક્તોના પગ ખૂબ જ ઝડપથી ઉપડતા હતા, –
જાણે કે પૂ. ગુરુદેવ બધાયને દોડાવીને ભગવાનનો ભેટો કરાવતા હોય!
ભગવાનને ભેટવાની તાલાવેલીને લીધે જાણે બધાની ઊંઘ પણ ઊડી ગઈ હતી.
ગિરનારજી તીર્થની યાત્રા શરૂ કરી. રસ્તામાં પગલે–પગલે નેમિનાથ પ્રભુના વૈરાગ્ય ભર્યાં
સ્મરણો જાગતા હતા. સંઘમાં લગભગ હજારેક માણસો થયા હતા, જેમાં સો ઉપરાંત ડોળીઓ
હતી. પૂ. ગુરુદેવની સાથે ગિરનારની જાત્રા કરવામાં ભક્તજનોને એવો ઉલ્લાસ હતો કે થાક
ભૂલાઈ જતો હતો ને હોંશે હોંશે ગિરનારજી ઉપર ચડી જવાતું હતું.
અંદર તેમજ બહાર ખીચોખીચ ભરાઈ ગયું હતું. પૂજ્ય
PDF/HTML Page 11 of 21
single page version
પુરો પ્રભુજી શિવપુરની મુજ આશ જો...
પૂ. બેનશ્રીબેને અહીં “પ્રભુનાં પુનિત પગલાં આજ...” એ નવું કાવ્ય ગવડાવ્યું હતું.
આજે ગિરનારજીની યાત્રા થઈ તેની ખુશાલીમાં પૂજ્ય ગુરુદેવે બધા જ ભક્તજનોને
હતું, અને પછી બીજું સ્તવન નીચેનું ગવડાવ્યું હતું–
છે. અહીં ભગવાને ચારિત્રભાવના ભાવી હતી. ત્રણ કષાયોના નાશથી બાહ્યઅભ્યંતર નિર્ગ્રંથ
દિગંબરદશા પ્રગટ કરીને ભાવલિંગી મુનિદશામાં ભગવાન આત્માના નિર્વિકલ્પ આનંદનો અપૂર્વ
બળદેવ–વાસુદેવ ભગવાનનો ચરણસ્પર્શ કરતા હતા. મુનિદશા પ્રગટ કર્યા પછી આત્માના આનંદમાં
ઝુલતાં ઝુલતાં કેળવજ્ઞાન પણ ભગવાન આ સહેસાવનમાં જ પામ્યા હતા. અહો! આ ભૂમિમાં ભગવાન
ભગવાન સિદ્ધદશા પામ્યા છે. અત્યારે ભગવાન તે પાંચમી ટૂંકની ઉપર સમશ્રણીએ સિદ્ધાલયમાં બિરાજે
જીવન
PDF/HTML Page 12 of 21
single page version
ગિરનાર કી પંચમ ટૂંક પર ચરણ પ્રભુકા સોહે...
દૂરદૂરસે હમ સબ (યાત્રી) આકર દેખ પ્રભુ મન
PDF/HTML Page 13 of 21
single page version
બિરાજે છે. તે કાંઈ નીચે ન આવે, પણ ભગવાનનું જેને ભાન હોય તેને પોતાના જ્ઞાનમાં તેના
સ્મરણ માટે આ ભૂમિ નિમિત્ત થાય છે.
ભક્તોના હૃદયપટમાં કોતરાઈ ગયું છે. ગુરુદેવની સાથે પાંચમી ટૂંકે બેઠા ત્યારે જાણે કે
સિદ્ધભગવંતોની પાડોશમાં જ બેઠા હોઈએ એમ ભક્તોને કૃતકૃત્યતા લાગતી હતી.
અવસર” ની નીચેની કડીઓ ગવડાવી હતી–
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે...
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો...
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો...
મન વચન કાયાને કર્મની વર્ગણા...
છૂટે જહાં સકલ પુદ્ગલ સંબંધ જો,
છૂટયા આંહી સકલ પુદ્ગલ સંબંધ જો...
એવું અયોગી ગુણસ્થાનક અહીં વર્તતું
મહા ભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો...
અપૂર્વઅવસર એવો ક્યારે આવશે...
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો...
શુદ્ધ નિરંજન ચૈતન્મૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે...
પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો...
પણ અનંત છે, ને ભાવથી પણ અનંત છે.)
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં...
ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો...
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો...
અપૂર્વ અવસર એવો અમને આવશે.
એ ભાવના પછી થોડીવાર બધા શાંત બેઠા હતા... આ અપૂર્વ ઉલ્લાસ ભરી યાત્રાના
નમસ્કાર કરીને અને ચરણસ્પર્શ કરીને ગુરુદેવ પહેલી ટૂંકે પધાર્યા હતા. ઉતરતાં ઉતરતાં ગુરુ
વારંવાર યાત્રાના ઉલ્લાસની વાત કરતાં કહેતા કે “આ વખતની યાત્રા તો એવી થઈ કે લોકોને
એનો રસ રહી જશે.” ત્યારે ભક્તો પણ સામે ઉલ્લાસથી કહેતા કે : “સાહેબ! હવે
સમ્મેદશિખરજીની આવી જાત્રા કરાવો...”
PDF/HTML Page 14 of 21
single page version
ઉતરતાં ઉતરતાં રસ્તામાં ગિરનારની મોટી–મોટી શિલાઓ ઉપર ઠેકાણે ઠેકાણે દેવ–ગુરુ–ધર્મના
જયકાર લખેલા નજરે પડતા હતાં... તે દ્વારા જાણે કે આખો ગિરનાર પર્વત દેવ–ગુરુ–ધર્મના
જયકાર–ધ્વનિ કરતો હોય, ગિરનારના પત્થર પણ ભગવાનને યાદ કરીને તેમના જય ધ્વનિના
રણકાર કરતા હોય! ગિરનારવાસી શ્રી નેમિનાથ ભગવાનનો જય હો... નેમપ્રભુની
કલ્યાણકભૂમિ ગિરનારજીની અપૂર્વ–યાત્રા કરાવનારશ્રી કહાનગુરુદેવનો જય હો...
જ્ઞાન) આપ્યું હતું, તે પવિત્ર સ્થાનનું ખાસ અવલોકન કરવા માટે બપોરે પૂ. ગુરુદેવ પધાર્યા
હતા. આ સ્થાન પહેલી ટૂંકે જિનમંદિર તેમજ રાજીમતીની ગુફાના પાછળના ભાગમાં છે.
(ઈતિહાસ–સંશોધકોએ નિર્ણય કરીને તેનું નિશ્ચિત સ્થાન શોધવાની જરૂર છે.)
ઉતરતાં આખા રસ્તામાં ભક્તજનો આનંદથી દેવ–ગુરુના જયકાર કરતા હતાં. યાત્રાનો ઉલ્લાસ
હૈયે સમાતો ન હતો... પૂ. બેનશ્રીબેન પણ ઉમંગમાં આવીને વારંવાર “વાહ વાહ જી વાહ” ની
નવી નવી ધૂન બોલતા હતાં.
ચર્ચા વખતે આ યાત્રાના ઉલ્લાસભર્યા સ્મરણોની સાથે સાથે, ચૌદ વર્ષ પહેલાંં (સં. ૧૯૯૬માં)
કરેલી ગિરનારયાત્રાના સ્મરણો પણ તાજાં કર્યા હતાં. પહેલી વખતની યાત્રાનું અદ્ભુત વર્ણન
સાંભળીને તેમજ તેનાં દ્રશ્યો જોઈને ઘણા ભક્તજનોને ગુરુદેવ સાથે ગિરનારજીની યાત્રા કરવા
માટે તીવ્ર ભાવના હતી. ભક્તોની એ ભાવના આજે પૂરી થઈ તેથી સૌને પ્રસન્નતા હતી અને
પરમ કૃપાળુ ગુરુદેવ પ્રત્યે લાગણી ઉભરાતી હતી.
૧૯૯૭ના ફાગણ સુદ બીજે) સોનગઢમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ–એમ કુદરતી મેળ થઈ ગયો.
આ વખતની યાત્રા પણ પૂ. ગુરુદેવના પ્રતાપે મહાન પ્રભાવનાનું કારણ થશે.
ગિરનારની પહેલી ટૂંકે આવેલા દિગંબર જિનમંદિરના ચોકમાં માનસ્તંભ કરાવવા માટેનો
હતું કે ગિરનાર તો નેમિનાથ પ્રભુની ખાસ ભૂમિ છે એટલે ત્યાં માનસ્તંભ જરૂર થવો જોઈએ.
જયમાલાનું કાવ્ય પૂ. ગુરુદેવ બહુ ભાવથી–ફેરવી–ફેરવીને ગવડાવ્યું હતું. તેમજ–
PDF/HTML Page 15 of 21
single page version
“બોલો, ભગવાન નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક થયા તે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનો...
બેને “હો નેમિ જિનેશ્વરજી! કાહે કસૂર પૈ ચલ દિયે રથકો મોર” –ઈત્યાદિ કાવ્યો ગવડાવીને
ભક્તિ કરાવી હતી. અને નેમિનાથ પ્રભુના, તથા નેમપ્રભુનો ભેટો કરાવનાર ગુરુદેવના મહાન
જયકાર પૂર્વક પૂ. ગુરુદેવ તેમજ સર્વે ભક્તજનો જુનાગઢ શહેરની ધર્મશાળામાં આવ્યા હતા.
રસ્તામાં ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન હતા, અને ભક્તો પણ ગુરુદેવની સાથે હોંશે હોંશે ભક્તિ કરતા
ચાલતા હતા.
ભક્તિના અંતિમ ભાગમાં “વાહ વાહ જી વાહ”ની મોટી ધુન દ્વારા પરમ કૃપાળુ ગુરુદેવે જાત્રા
કરાવી તેનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો તેમજ ફરી ફરીને આવી જાત્રા કરાવવા અને
સમ્મેદશિખરજી ધામ દેખાડવાની માગણી કરી હતી.
યાત્રા કરાવી તે બદલ સકલ સંઘ તરફથી પરમ ઉપકાર માનવમાં આવ્યો હતો, તેમ જ પૂ.
બેનશ્રી બેને ઠેરઠેર ઉલ્લાસભરી ભક્તિ કરાવી તેથી તેમનો પણ ઉપકાર માનવામાં આવ્યો હતો.
બિરાજમાન જિનેન્દ્ર ભગવાનનો દેખાવ અદ્ભુત લાગતો હતો, જાણે ભગવાનની ગંધકૂટી જ
વિહાર કરી રહી હોય એવું લાગતું હતું. સાથે ચામરનો મંડપ હતો, તે મંડપ નીચે પૂ. ગુરુદેવ
ચાલતા હતા. એ દ્રશ્ય પણ ઘણું દર્શનીય હતું. રથયાત્રામાં ભક્તોને ઘણો જ ઉલ્લાસ હતો. આવી
ઉલ્લાસભરી જાત્રા, આવી ઉલ્લાસભરી રથયાત્રા, અને આવી ઉલ્લાસભરી ભક્તિ–જુનાગઢમાં
છેલ્લા સેંકડો વર્ષમાં ભાગ્યે જ થઈ હશે. જ્યાં જ્યાં ભક્તિ થાય ત્યાં ત્યાં ભક્તિનો ઉલ્લાસ
જોઈને લોકો આશ્ચર્યમાં પડી જતા, અને મુનિમજી વગેરે કહેતા હતાં કે ‘અહો! આવી અદ્ભૂત
ભક્તિ અમે કદી જોઈ નથી... આવી ભક્તિ અમે પહેલી જ વાર જોઈ. ’
ગુરુદેવે અદ્ભુત જાત્રા કરાવી તેના પ્રતાપે, ભક્તિનો સહજ ઉમંગ આવી જતાં, પૂ. બેન–શ્રીબેને
હાથમાં ચામર લઈને ભગવાનની અલૌકિક ભક્તિ કરી હતી. અહો, જાણે કે નેમનાથપ્રભુ સાક્ષાત્
પધારીને સામે જ બિરાજતા હોય અને તેમની સન્મુખ હૃદયની વીણા વગાડતા હોય એ
PDF/HTML Page 16 of 21
single page version
ખરેખર, જ્ઞાનીઓના હૃદયમાં જિનેન્દ્ર ભગવાનની કેવી અલૌકિક ભક્તિ ભરી છે તેનો ખ્યાલ તે
વખતે આવતો હતો.
આ રીતે મહા સુદ ૧૦ થી ૧૩ સુધીના ચાર દિવસો નેમનાથ ભગવાનની પવિત્ર
જોતાં જ પૂર્વે કુંદકુંદાચાર્યભગવાને સંઘસહિત ગિરનારજીની જે મહાન યાત્રા કરી હતી તેનું સ્મરણ
થતું હતું. ભક્તોના હૃદયમાં આ જાત્રાનો રસ રહી ગયો છે, ને ફરી ફરીને ગુરુદેવ આવી યાત્રા
કરાવો, શાશ્વત તીર્થધામ સમ્મેદશિખરજીની યાત્રા કરાવો એવી વિનંતિ કરી છે. હે ગુરુદેવ! સર્વે
ભક્તજનોની એ ભાવના ઝટ ઝટ પૂરી કરો...
જાત્રા અદ્ભુત આજ કીધી... વાહ વાહ જી વાહ! નેમનાથનો વૈરાગ દીઠો... વાહ વાહ જી વાહ!
ગિરનાર કેરી જાત્રા કીધી... વાહ વાહ જી વાહ!
જાત્રા અદ્ભુત કીધી આજ... વાહ વાહ જી વાહ! શાશ્વત તીરથધામ દેખાડો... વાહ વાહ જી વાહ!
PDF/HTML Page 17 of 21
single page version
પૂર્વના પુણ્યના ફળરૂપે આ મનુષ્યદેહ, પંચેન્દ્રિયની પૂર્ણતા, ઉત્તમ કુળ અને સાચા દેવ–ગુરુ–ધર્મનો યોગ પ્રાપ્ત
થયો છે, હવે અત્યારે પુણ્ય અને પુણ્યના ફળની રુચિ છોડીને, શુદ્ધ ચૈતન્યતત્ત્વની દ્રષ્ટિ કરે તો અપૂર્વ આત્મલાભ
પામે અને ભવનો અંત થઈને શાશ્વત મોક્ષની પ્રાપ્તિ થાય. જે જીવ ચૈતન્યતત્ત્વનો અનાદર કરીને પુણ્યની ને
સંયોગની મીઠાશ કરે છે તેને મિથ્યાત્વના જોરથી પાપવાસનાની પુષ્ટિ થઈને અનંતકાળ નિગોદાદિમાં પરિભ્રમણ
થાય છે.
પલટીને અશુભ થઈ જશે. પુણ્ય–પાપની લાગણી રહિત જ્ઞાનાનંદ સ્વરૂપ છે તે ધ્રુવ રહે છે, એવા ધ્રુવ ચિદાનંદ
સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરવી તે ધર્મ છે.
હોય પણ અંતરમાં ધર્મીની દ્રષ્ટિ પલટી ગઈ હોય છે. સ્વર્ગનાં ઈન્દ્રને ઈન્દ્રપદના વૈભવનો સંયોગ હોય છતાં
અંતરમાં ભાન છે કે હું સંયોગથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છું. ભાઈ! આવો મનુષ્યદેહ મળ્યો તેમાં આત્માનું
વાસ્તવિક સ્વરૂપ શું છે તે વાત લક્ષમાં તો લે. જેમ દોરા વગરની સોય ખોવાઈ જાય તે હાથ ન આવે પણ જો
દોરો પરોવ્યો હોય તો ખોવાય નહિ; તેમ આ મનુષ્યદેહ પામીને સત્સમાગમે સૂત્ર એટલે કે સમ્યગ્જ્ઞાન રૂપી દોરો
જો આત્મામાં પરોવી લ્યે તો આત્મા ચોરાસીના અવતારમાં ખોવાય નહિ, અને આત્માના લક્ષ વગર જો જીવન
પૂરું કરે તો સંસારની ચાર ગતિમાં ક્યાંય રઝળશે. માટે હે ભાઈ! આત્માની આ વાત સાંભળીને તેની રુચિ તો
કર, અરે! હા તો પાડ. ‘હા’ પાડતાં પાડતાં તેવી હાલત થઈ જશે. ભગવાન! આ વાત તેં કદી લક્ષમાં લીધી નથી.
જેમ પારસમણિના સંસર્ગથી લોઢું સોનું થઈ જાય, પણ જે લોઢામાં તેવી લાયકાત હોય તે જ સોનું થાય, કાટવાળું
હોય તો તે સોનું ન થાય, તેમ સત્સમાગમે યથાર્થ શ્રવણ–મનન કરે તો પામરતા ટળીને યથાર્થ જ્ઞાન થાય, પણ
જો અંતરમાં પુણ્ય–પાપની રુચિ રૂપી કાટ લાગ્યો હોય તો તેને લાભ ન થાય.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને ચક્રવર્તી રાજનો સંયોગ પણ હોય, પરંતુ અંતરની દ્રષ્ટિ ચિદાનંદ સ્વભાવમાં પડી છે,
અંતરદ્રષ્ટિમાં ચિદાનંદ સ્વભાવ સિવાય બીજા કોઈનો આદર નથી. સમ્યગ્દર્શન તે ધર્મનું પહેલું સોપાન છે.
અષ્ટપાહુડ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે
છે; તેને બદલે પુણ્ય તે ધર્મનું સોપાન છે એમ અજ્ઞાની માને છે. ભાઈ! આત્માના ઊર્ધ્વસ્વભાવની શ્રેણીએ
ચડવાનું એટલે કે મુક્તિનું પહેલું સોપાન તો સમ્યગ્દર્શન જ છે. પુણ્યની રુચિ કરવી તે તો નીચે ઉતરવાનું પગથિયું
છે. હે ભાઈ! તારે અવિનાશી કલ્યાણ જોઈતું હોય ને ભવનો નાશ કરવો હોય તો પુણ્ય–પાપ રહિત ચિદાનંદ
તત્ત્વની ઓળખાણ કર; એ સિવાય ઈન્દ્રના ઈન્દ્રાસન પણ અધ્રુવ છે, તેના શરણે ચૈતન્યની શાંતિ નથી. માટે
આત્માના ધ્રુવ ચિદાનંદ સ્વરૂપને સત્સમાગમે સમજવું તે જ શાંતિનો ઉપાય છે.
PDF/HTML Page 18 of 21
single page version
જ્ઞાયકસ્વરૂપ હું મારા આત્મવૈભવથી દેખાડું છું. જીવોને
સમજાવું છું. સંસારમાં અજ્ઞાનીઓને બધું સુલભ છે.
એકમાત્ર આત્મસ્વભાવની સમજણ જ પરમ દુર્લભ છે.
૬૩ છે. એ રીતે માનસ્તંભની ઊંચાઈ અને શ્લાકા પુરુષોની સંખ્યા એ બંનેનો કુદરતી મેળ થઈ ગયો છે.
શ્લાકા પુરુષો મોક્ષની છાપવાળા હોય છે, તેઓ નિયમથી અલ્પકાળમાં મુક્તિ પામનારા હોય છે, તેઓને
લાંબો સંસાર હોતો નથી; તેમ અહીં માનસ્તંભના મહોત્સવમાં મોક્ષની છાપ લેવાની વાત આવી છે.
મોક્ષની છાપ કોઈ બીજા પાસેથી નથી મળતી, પણ આત્માનું જે પરમાર્થસ્વરૂપ કહેવાય છે તેને જે જીવ
સમજે તે જીવને મોક્ષની છાપ લાગી જાય છે. આ વાત સમજે તે અલ્પકાળમાં જરૂર મુક્તિ પામી જાય છે.
પાત્ર થઈને અંર્તસ્વભાવની સાચી સમજણ વડે પોતે જ પોતાના આત્મામાં મુક્તિની મહોર–છાપ પાડે છે;
આત્માનું અપૂર્વ ભાન થતાં જ ધર્મીને નિઃશંકતા થઈ જાય છે કે હવે અલ્પકાળમાં મારી મુક્તિ છે. લોકો
દ્વારકા વગેરેની જાત્રાએ જઈને ત્યાં છાપ પડાવે છે અને તેમાં જાત્રાની સફળતા માને છે, પરંતુ તેનાથી તો
આત્માનું કાંઈ હિત નથી. અહીં તો આત્મા પોતે પોતાના સ્વભાવનો નિઃશંક નિર્ણય કરીને સમ્યગ્દર્શન વડે
પોતામાં એવી છાપ પાડે છે કે, અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થાય જ.
જીવને સાચી શાંતિ મળતી નથી, કેમકે આત્માની શાંતિ આત્માથી દૂર નથી, શાંતિનું સ્થાન આત્મામાં જ છે.
હમણાં (વીર સં. ૨૪૭૯ ના ફાગણ વદ પાંચમે) દક્ષિણમાં શ્રી બાહુબલિ ભગવાનના ૫૭ ફૂટ ઊંચા પ્રતિમાજીનો
મહામસ્તકાભિષેક હતો, ત્યાંથી પાછા વળતાં હજારો માણસો સોનગઢ આવેલા, તેમાં ઘણા લોકો કહેતા હતા કે
“અહો! શું એ પ્રતિમાની સુંદરતા!! એ ભવ્ય પ્રતિમાની મુદ્રા જોતાં જ ચિત્ત શાંત થઈ જતું હતું!” જુઓ
ભગવાનની વીતરાગી મુદ્રાની પ્રશંસા–બહુમાન અને ભક્તિનો ભાવ તો સમકીતિ ધર્માત્માનેય આવે, પરંતુ
અંતરમાં નિજસ્વભાવનું બહુમાન રાખીને તેમને તેવો ભાવ આવે છે, તે શુભભાવને સર્વસ્વ નથી માની લેતા.
અને અજ્ઞાની તો ત્યાં જ સર્વસ્વ માની લ્યે છે. પ્રતિમાજીના વખાણ કરતી વખતે એવો
PDF/HTML Page 19 of 21
single page version
ભાઈ! તારી શાંતિ તો અહીં છે કે ત્યાં છે? યથાર્થ સ્વરૂપનું ભાન રાખીને જ્ઞાની પણ આરોપથી એમ કહે કે અહો!
સર્વજ્ઞ પરમાત્માની પરમ ઉપશાંત વીતરાગ મુદ્રા દેખતાં અમારું ચિત્ત થંભી ગયું! અજ્ઞાની તો પોતાના સ્વભાવને
ભૂલીને પરમાં જ સર્વસ્વ માની લે છે એટલે તેનો આરોપ પણ સાચો નથી. જેવા સર્વજ્ઞ ભગવાન થયા તેવું જ
પરિપૂર્ણ સામર્થ્ય મારા આત્મસ્વભાવમાં છે. આમ નિશ્ચયથી પોતાનાં આત્માનું ભાન કરે, અને શુભરાગ થતાં
એકલા પરના જ બહુમાનમાં રોકાઈ જાય ને તેમાં જ સંતોષ માની લ્યે તો તેને આત્માની શાંતિનો જરાપણ લાભ
થાય નહિ, ને સંસાર–પરિભ્રમણ માટે નહિ. માટે અહીં તો આત્માની અપૂર્વ સમજણની વાતને મુખ્ય રાખીને જ
બીજી વાત છે.
સંસારમાં અજ્ઞાનીઓને બધું સુલભ છે, એકમાત્ર આત્મસ્વભાવની સમજણ જ પરમ દુર્લભ છે. તેથી શ્રી
આચાર્યદેવ કરુણા કરીને તે શુદ્ધઆત્માનું એકત્વસ્વરૂપ દર્શાવતાં સમયસારમાં કહે છે કે–
जदि दाएज्ज पमाण चुकिकज्ज छलं ण धेतव्वं।।५।।
તમે તેને પ્રમાણ કરજો. આ દેહ–દેવળમાં રહેલો પરંતુ દેહથી જુદો ભગવાન આત્મા જ્ઞાયકમૂર્તિ છે. ક્ષણિક રાગ–દ્વેષ
જેટલો તે નથી; રાગ–દ્વેષ તો અભૂતાર્થ છે–નાશવંત છે, તે સ્વભાવની સાથે એકમેક થઈ ગયેલાં નથી, માટે તે
રાગ–દ્વેષથી રહિત એવા એકાકાર જ્ઞાયક સ્વભાવની પ્રતીત કરો. અત્યારે અગિયારમી ગાથા વંચાય છે, તેમાં પણ
આચાર્યદેવ કહે છે કે – અહો! શુદ્ધદ્રષ્ટિથી જોતાં એક જ્ઞાયકભાવરૂપ આત્મા છે, તે જ ભૂતાર્થસ્વભાવ છે, ને તે
ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી જ આત્માનું સમ્યક્દર્શન થાય છે. –
આત્મસ્વભાવનું અવલંબન કદી છૂટતું નથી, તેના પરિણમનમાં સ્વભાવ અને પરભાવ વચ્ચેનું ભેદજ્ઞાન સદાય
વત્યાં જ કરે છે; રાગ થાય છે તેને જાણે ત્યાં ‘આ રાગ હું છું’ એવી આત્મબુદ્ધિ થતી નથી પણ ‘અખંડ
ચૈતન્યસ્વભાવ તે હું છું’ એવી અખંડ દ્રષ્ટિ રહે છે. આનું નામ ભૂતાર્થનો આશ્રય અથવા શુદ્ધનયનું અવલંબન છે.
આશ્રય ધર્મીને કદી છૂટતો નથી, તેની પ્રતીત ખસતી નથી; ઉપયોગમાં ભલે સદા નિર્વિકલ્પતા ન રહે, ને રાગ
તરફ કે પર તરફ ઉપયોગ હોય, પરંતુ સાધક જીવને દ્રષ્ટિમાં તો કદી પણ અભેદસ્વભાવનું અવલંબન છૂટીને
ભેદની પ્રધાનતા થતી નથી. ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ તે જ સમ્યગ્દર્શન છે, જો તે દ્રષ્ટિ છૂટે તો સમ્યગ્દર્શન રહેતું
નથી; આ રીતે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દ્રષ્ટિપણું છે. (–અપૂર્ણ)
PDF/HTML Page 20 of 21
single page version