Atmadharma magazine - Ank 130
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અગિયારમું, અંક દસમો, શ્રાવણ, સં. ૨૦૧૦ (વાર્ષિક લવાજમ–૩–૦–૦)
૧૩૦
સિદ્ધ અને સંસારી
જેવો સિદ્ધ પરમાત્માનો સ્વભાવ છે તેવા જ સ્વભાવવાળો આત્મા
આ દેહમાં રહેલો છે; સિદ્ધ ભગવાનમાં અને આ આત્માના સ્વભાવમાં
પરમાર્થે કાંઈ ફેર નથી, જેટલું સામર્થ્ય સિદ્ધ ભગવાનના આત્મામાં છે
તેટલું સામર્થ્ય દરેક આત્મામાં ભર્યું છે. સિદ્ધ પરમાત્મા પોતાના સ્વભાવ
સામર્થ્યની પ્રતીત કરીને તેમાં લીનતા વડે પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટ કરીને
મુક્ત થઈ ગયા; અને અજ્ઞાની જીવ પોતાના સ્વભાવ સામર્થ્યને ભૂલીને,
રાગાદિમાં જ પોતાપણું માનીને સંસારમાં રખડે છે.

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૧૮૬: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
શ્રી માનસ્તંભ–ફંડ ખાતે બાકી રહેલી રકમો
શ્રી માનસ્તંભ–ફંડ ખાતે લખાયેલી, અગર તો પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે બોલાયેલી નીચેની રકમો
આવવી બાકી છે, જેમની રકમો બાકી છે તેમનાં પૂરા સરનામા મળી શકતાં નથી; તેથી તેનાં નામોની
યાદી અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે; તો જે ભાઈ–બહેનોની રકમો બાકી હોય તેમણે યાદ કરીને, પોતાના
પૂરા નામ–સરનામા સહિત તે રકમો મોકલી આપવા વિનંતી છે:
–વ્યવસ્થાપક
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
૧૦૧/– ધનીબાઈ ૫૧/– શારદાબેન જયંતિલાલ શેઠ
૬૧/– ઝબકબેન ૫૧/– વલ્લભદાસ મથુરદાસ
૫૧/– જયાકુંવરબેન ૫૧/– વાસંતીબેન
૧૧/– ગોકળદાસ ગુલાબચંદ ૧૦૧/– જયંતિભાઈ–રાજકોટ
૩૧/– ખીમચંદ છગનલાલ અજમેરા ૪૦/– છગનલાલ બેચરદાસ (આરતીના)
૧૦૨/– શેઠ માનમલ્લજી
૬૦/– કલ્યાણમલ્લ ફૂલચંદ, કલકત્તા
૧૧/– રતિલાલ વર્દ્ધમાન મોદી ૧૦૧/– નંદલાલ જૈન, કલકત્તા
*
ર્
ભાદરવા સુદ પાંચમ ને ગુરુવાર તા. ૨–૯–૫૪ થી ભાદરવા સુદ ચૌદસ ને શનિવાર
તા. ૧૧–૯–૫૪ સુધીના દસ દિવસો સોનગઢમાં દસ લક્ષણી ધર્મ અથવા પયુર્ષણપર્વ તરીકે ઊજવાશે.
આ દિવસો દરમિયાન ઉત્તમ ક્ષમા વગેરે ધર્મો ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં ખાસ અધ્યાત્મ પ્રવચનો થશે.
જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક
ભાદરવા સુદ બીજ ને સોમવાર તા. ૩૦–૮–૫૪ના રોજ સાંજે પાંચ વાગે શ્રી જૈન
અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક મળશે. તેમાં સર્વે સભ્યોને હાજર રહેવા વિનંતી છે.
*
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો
સોનગઢમાં શ્રાવણ વદ તેરસ ને ગુરુવાર તા. ૨૬–૮–૫૪ થી ભાદરવા સુદ પાંચમ
ને ગુરુવાર તા. ૨–૯–૫૪ સુધીના આઠ દિવસો ધાર્મિક દિવસો તરીકે ઊજવાશે, ને આ
દિવસોમાં પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો થશે. આ દિવસો દરમિયાન ઘણાખરા મુમુક્ષુઓને
કામધંધાથી નિવૃત્તિનો વિશેષ અવકાશ મળતો હોવાથી તેઓ લાભ લઈ શકે તે હેતુએ આ
આઠ દિવસો રાખવામાં આવે છે.
***

PDF/HTML Page 4 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૧૮૭:
આત્માનું ધ્યેય શું?


દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેની ઓળખાણ કરીને તેમાં એકાગ્ર થવું તે જ આત્માનું ધ્યેય
અને કર્તવ્ય છે. આત્માના ભાન વગર અનાદિકાળથી આત્મા સંસારમાં રખડે છે, તે સંસાર પરિભ્રમણ ટળીને
આત્માની મુક્તિ થાય–એવું કર્તવ્ય શું, તેની આ વાત છે. આ આત્માને પોતાનો શુદ્ધ આત્મા જ ધ્યેય છે; તે
શુદ્ધઆત્માને ધ્યેય બનાવીને ઉપયોગને એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે, તેનાથી સંસારનો
નાશ થઈને મોક્ષદશા પ્રગટે છે.
આત્મા દેહથી જુદો, જ્ઞાન–આનંદ સ્વરૂપ છે, તેનો જાણવા દેખવાનો સ્વભાવ છે; પણ જ્ઞાનને અંતર્મુખ
કરીને પોતાના જ્ઞાનસ્વરૂપને ન જોતાં અનાદિથી બહારમાં ઈન્દ્રિયના વિષયોને જ દેખે છે ને ત્યાં જ પોતાપણું
માનીને અટકે છે તેથી અનાદિથી તેનામાં તત્ત્વજ્ઞાનના તરંગ ઊઠતા નથી. આ ‘તત્ત્વજ્ઞાન તરંગિણી’ વંચાય છે,
આત્મામાં તત્ત્વજ્ઞાનના તરંગ કેમ ઊઠે તેની આ વાત છે. આ શરીર દેખાય છે તે તો જડ છે તેનો જાણનાર
આત્મા છે તે દેહથી જુદો છે; અને ક્ષણે ક્ષણે અંદરમાં જે રાગાદિની લાગણી થાય છે તે કૃત્રિમ–ઉપાધિરૂપ ક્ષણિક
છે, તે આત્માનું કાયમી સ્વરૂપ નથી; તેનાથી રહિત જ્ઞાનઆનંદ સ્વભાવે આત્મા અનાદિ અનંત છે, આવા
આત્માની સંભાળ કરીને તેને જ્ઞાનનું ધ્યેય બનાવે તો આત્મામાં તત્ત્વજ્ઞાનના અપૂર્વ તરંગ ઊછળે, તે મોક્ષનું
કારણ છે. જ્ઞાનસ્વભાવ તો એવો ને એવો અનાદિ અનંત છે પણ જીવે કદી પોતાના સ્વરૂપની સંભાળ કરી નથી
તેથી જ તે સંસારમાં રખડે છે. એક ક્ષણ પણ પોતાના વાસ્તવિકસ્વરૂપની સંભાળ કરે તો મુક્તિ થયા વિના રહે
નહિ.
જુઓ ભાઈ, આ મનુષ્યદેહ મળવો અનંતકાળે મોંઘો છે, તો મનુષ્યપણું પામીને વિચાર કરવો જોઈએ કે
અરે, મારા આત્માનું હિત કેમ થાય? મારો આત્મા અનાદિથી આ સંસારમાં રખડે છે તો હવે એવો શું ઉપાય કરું
કે જેથી સંસારભ્રમણનો અંત આવે ને આત્માની મુક્તિ થાય! હું શરીરથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છું–એમ પોતાના
સ્વરૂપની ઓળખાણ કરવી તે જ આ મનુષ્યપણામાં કરવા જેવું ધ્યેય છે, અને એ જ ધર્મ છે.
આત્માનું ધ્યેય શું? કર્તવ્ય શું? અથવા ધર્મની ક્રિયા શું? તેની આ વાત છે. પ્રથમ શરીર વગેરેની ક્રિયા
તે આત્માનું ધ્યેય નથી કેમકે તે તો જડ છે–આત્માથી ભિન્ન વસ્તુ છે, અને અંદરમાં પુણ્ય પાપના પરિણામ થાય
તે પણ આત્માનું ધ્યેય નથી, તે તો વિકાર છે; ભગવાન આત્મા આ મનુષ્યદેહથી પાર ચૈતન્યતત્ત્વ છે, તે
જાણનાર–દેખનાર છે, જો તે પોતે પોતાને જાણે દેખે તો આનંદનો અનુભવ થાય ને પરમાનંદમય મુક્તદશા પામે.
માટે પોતાનો શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા જ આ આત્માને ધ્યેયરૂપ છે; તેની શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા રૂપ
ક્રિયા તે મોક્ષનું કારણ છે.
અનાદિથી પોતાના વાસ્તવિક ધ્યેયને ચૂકીને અજ્ઞાની જીવ, ‘શરીરનાં કામ મારાં છે, સંયોગની ક્રિયાથી
મને લાભ કે નુકસાન થાય, તથા પુણ્ય–પાપ મારું ધ્યેય છે,’ એમ માનીને, પરમાં ને રાગમાં એકાગ્રતાથી ઊંધું
ધ્યાન કરે છે તેથી સંસારમાં રખડે છે. સત્સમાગમે સત્યનું શ્રવણ કરીને તેના યથાર્થ ભાવને જીવે કદી એક ક્ષણ
પણ હૃદયમાં ઝીલ્યો નથી; શરીરની ક્રિયાની તથા રાગની પક્કડમાં અટકી ગયો છે પણ તેનાથી પાર અંતરમાં
ચૈતન્યતેજ–જ્ઞાનબિંબ હું છું, જાણનાર તત્ત્વ જ હું છું, એવી પકકડ અંતરમાં કદી કરી નથી. જાણનારે પોતે
પોતાને ન જાણ્યો ને પરને જ જાણતાં ત્યાં પોતાપણું માન્યું તેથી તે ચાર ગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. તે ભ્રમણ
ક્યારે ટળે? કે હું તો જાણનાર છું, પર ચીજોને જાણવા છતાં તેમનાથી મારું જ્ઞાન જુદું છે, એમ જાણીને પોતે
પોતાના જ્ઞાનને જ ધ્યેય બનાવે તો સંસારભ્રમણ ટળે ને આત્માના આનંદનો અનુભવ થાય.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૮૮: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
માટે શાસ્ત્રકાર કહે છે કે ધર્મી જીવોને પોતાના શુદ્ધચિદ્રૂપ આત્મા સિવાય બીજી કોઈ ચીજ ધ્યેયરૂપ નથી. શુદ્ધ
ચિદ્રૂપ આત્મા પોતે જ પોતાનું ધ્યેય છે–તે પોતે જ પોતાને પૂજ્ય છે અને તે જ આદરણીય છે. જે જીવ આવી
વાત સમજે તેને તે સંભળાવનારા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે પૂજ્ય ભાવ–આદરભાવ આવ્યા વિના રહે નહિ અને
તેનાથી વિપરીત કહેનારા એવા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર પ્રત્યેનો આદરભાવ તેને છુટી જાય. અંતરમાં ચિદાનંદ
સ્વભાવનું બહુમાન કરીને તેને ધ્યેય બનાવવાથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો લાભ થાય છે, આવું જ
બતાવતા હોય તે જ દેવ–ગુરુ–શાસ્ત્ર સાચા છે; અંતરના ચૈતન્યસ્વભાવ સિવાય કોઈ પણ પરને ધ્યેય
બનાવવાથી લાભ થવાનું જે કહેતા હોય તે દેવ–ગુરુ–શાસ્ત્ર સાચા નથી. આ રીતે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને
ઓળખીને તેમના બહુમાનની વાત પણ આમાં આવી જાય છે.
પરચીજ તો આત્માથી જુદી છે, તે આત્માનું કાંઈ કરતી નથી અને આત્મા તેનું કાંઈ કરતો નથી. પર
ચીજો સમયે સમયે સ્વતંત્રપણે પોતપોતાનું કાર્ય કરી રહી છે અને આત્મા સમયે સમયે પોતાનું કાર્ય કરે છે.
સર્વજ્ઞદેવે પોતાના જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક જોયા, તેમાં દરેક પદાર્થ સમયે સમયે પોતપોતાનું કાર્ય કરે જ છે,
જગતમાં કોઈ પણ પદાર્થ ‘નકામો’ નથી. ‘કોઈ પણ પદાર્થ નકામો નથી’ એટલે શું? ‘પર ચીજ આત્માને કામ
આવે’ એવો એનો અર્થ નથી, આત્માને માટે તો પર ચીજ નકામી જ છે; પણ જગતમાં ચેતન કે જડ દરેક ચીજ
સમયે સમયે પરિણમીને પોતપોતાના અવસ્થારૂપી કાર્યને કરે છે એટલે કોઈ પણ સમય તેના કાર્ય વગરનો
(પરિણમન વગરનો) જતો નથી, માટે કોઈ પણ ચીજ નકામી નથી. પરને માટે તો બધી વસ્તુઓ અકિંચિત્કર
એટલે નકામી જ છે કેમકે એક વસ્તુનો બીજી વસ્તુમાં અભાવ છે, તો તેમાં તે શું કરે? પણ દરેક વસ્તુ
પોતપોતાના નિજ કાર્ય સહિત છે માટે કોઈ વસ્તુ નકામી નથી.
પરચીજ તેના કાર્ય વગરની કદી નથી, એટલે આત્મા પરનું કાર્ય કરે એ વાત રહેતી નથી; તેમજ આત્મા
પણ કદી પોતાના કાર્ય વગરનો નથી, એટલે બીજી ચીજ આ આત્માનું કાંઈ કાર્ય કરે એમ બનતું નથી. માટે
આત્માને કોઈ પરવસ્તુ ધ્યેયરૂપ નથી; હું પરનું કામ કરું કે પરચીજ મારું કાંઈ કરી દ્યે એ વાત લક્ષમાં લેવા જેવી
નથી; હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું, એ સિવાય કોઈ પર ચીજ મારી નથી એ પ્રમાણ લક્ષમાં લઈને પોતાના
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જ ધ્યેય કરવા જેવો છે, ખરેખર આ આત્માને પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ જ પૂજ્ય
અને ધ્યેય છે. પરંતુ આવા પોતાના ધ્યેયનો જે નિર્ણય કરે તે જીવને નિમિત્ત તરીકે તેવું ધ્યેય બતાવનારા દેવ–
ગુરુ પ્રત્યે પૂજ્યભાવ–વિનય–ભક્તિ–બહુમાન આવ્યા વિના રહે નહિ. આત્માના સ્વભાવની સર્વજ્ઞશક્તિને
ઓળખીને જે પોતાની સર્વજ્ઞતા પ્રગટ કરવા માંગે છે તેને, તેવી સર્વજ્ઞતાને પામેલા સર્વજ્ઞદેવ પ્રત્યે બહુમાન
આવ્યા વિના રહે નહિ, તેમજ તે સર્વજ્ઞતાના સાધક સંતો પ્રત્યે પણ બહુમાન આવ્યા વિના રહે નહિ.
આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત છે એમ જે કબૂલે, તો તે સર્વજ્ઞતા કોઈકને વ્યક્ત પણ થઈ છે–એમ પણ
તે કબૂલે, એટલે તેમાં સર્વજ્ઞની પ્રતીત આવી ગઈ. કોઈ કહે છે કે અમને સર્વજ્ઞનો નિર્ણય નથી પણ આત્માના
સ્વભાવનો નિર્ણય છે, તો તેની વાત જૂઠી છે. આત્માના સ્વભાવનો નિર્ણય થાય ને સર્વજ્ઞનો નિર્ણય ન થાય–
એમ કદી બને જ નહિ.
જેમ લીંડીપીપરના એકેક દાણામાં ચોસઠપોરી તીખાશની તાકાત ભરી છે તેમ એકેક આત્મામાં સર્વજ્ઞતા
ખીલવાની તાકાત પડી છે; એકેક આત્મા સર્વજ્ઞતાના નિધાનથી ભરપૂર છે. પરમાર્થે આવો પોતાનો આત્મા જ
પોતાનું ધ્યેય છે. જેણે પોતાના આત્માને ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા કરી, જ્ઞાન કર્યું પણ હજી પૂર્ણતા પ્રગટી નથી
એવા ધર્મીને વચ્ચે, જેમને પૂર્ણ સર્વજ્ઞતા ખીલી ગઈ છે એવા સર્વજ્ઞદેવ પ્રત્યે, તેમજ તે સર્વજ્ઞતાના સાધક સંતો
પ્રત્યે, અને તે સર્વજ્ઞતાનો ઉપાય કહેનારી વીતરાગી વાણી પ્રત્યે બહુમાનનો ભાવ આવે છે. સાધક ભૂમિકામાં
દેવ–ગુરુ–શાસ્ત્રના બહુમાનનો ભાવ આવે છે અને તે પ્રકારનાં નિમિત્તો ઉપર લક્ષ જાય છે, તેથી વ્યવહારમાં
પંચપરમેષ્ઠી વગેરેને પણ ધ્યેયરૂપ કહેવાય છે, પણ પરમાર્થે તો અંતરમાં મારો ચિદાનંદસ્વભાવ જ મારું ધ્યેય છે
એવું ધર્મીને લક્ષ છે.
પ્રભુ! તારા ચૈતન્યની પ્રભુતાને જાણે બહારમાં સંયોગના ઢગલા હોય તેમાં તારી પ્રભુતા નથી, શરીરની
સુંદરતામાં તારી પ્રભુતા નથી, રાગ વડે પણ તારા
(અનુસંધાન માટે જુઓ પાના નં. ૨૦૧)

PDF/HTML Page 6 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૧૮૯:
ઉમરાળા નગરીમાં ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે
ઉત્તમ ચૈતન્યતત્ત્વની ઓળખાણનો ઉપદેશ
વીર સં. ૨૪૮૦ ના પોષ વદ બીજના રોજ ઉમરાળા નગરીમાં ઉદ્ઘાટન
મહોત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવનું મંગલ પ્રવચન. વિહાર દરમિયાન આ પહેલું પ્રવચન છે.
આ પ્રવચનની શરૂઆતનો કેટલોક ભાગ ‘આત્મધર્મ’ ના અંક ૧૨૪ માં આવી ગયો છે.
હે ભાઈ! તારો આત્મા પોતે આનંદ સ્વરૂપ છે, તેનો તું વિશ્વાસ કર,
અને સંયોગમાં કે રાગમાં આનંદની કલ્પના છોડ. આવો દુર્લભ મનુષ્ય
અવતાર મળ્‌યો અને સત્સમાગમ મળ્‌યો, તો હવે તારો આત્મા શું તેની
ઓળખાણ કરીને એવો અપૂર્વ ભાવ પ્રગટ કર કે જેથી અનંતકાળના
ભવભ્રમણનો નાશ થઈ જાય. ભાઈ! આ શરીરનો સંયોગ તો ક્ષણમાં છૂટીને
રાખ થઈ જશે, તે તારી ચીજ નથી, અને તારું રાખ્યું તે રહેવાનું નથી; માટે
દેહથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ શું ચીજ છે તેને ઓળખ.

જિજ્ઞાસુ જીવ પોતાના આત્માનું ચિંતન કરતાં વિચારે છે કે અહો! આ જગતમાં આનંદસહિત અને ઉત્તમ
તો મારું ચૈતન્યતત્ત્વ જ છે. મારા ચૈતન્યતત્ત્વ સિવાય બહારમાં ક્યાંય મારો આનંદ નથી. મારા શુદ્ધ ચિદ્રૂપ
પરમાત્મ તત્ત્વથી ઊંચું જગતમાં કોઈ નથી. જગતમાં સર્વોત્કૃષ્ટ ઉત્તમ ચૈતન્યતત્ત્વ છે, તેની પ્રાપ્તિ અર્થે અહીં
તેને નમસ્કાર કર્યા છે. ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ સિવાય પુણ્યપાપના ભાવો જીવે અનંતવાર કર્યા અને બહારના
સંયોગો અનંતવાર મળ્‌યા, પણ તેમાં ક્યાંય આત્માનો આનંદ નથી. આ શરીરથી પાર ચૈતન્યતત્ત્વ છે તે
અતીન્દ્રિય આનંદનો સાગર છે, તે પોતે આનંદસ્વરૂપ છે; એ સિવાય ક્ષણિક હાલતમાં જે પુણ્ય–પાપનો વિકાર
દેખાય છે તે તેનું વાસ્તવિકસ્વરૂપ નથી. ‘હું તો શુદ્ધ ચિદ્રૂપ છું, આનંદ જ મારું સ્વરૂપ છે’ એમ જ્યાંસુધી જીવ ન
સમજે ત્યાંસુધી તેને ધર્મની શરૂઆત થાય નહિ અને બંધન ટળે નહિ.
આત્માનો ચિદાનંદ સ્વભાવ અબંધ છે, તેની હાલતમાં પુણ્ય કે પાપ થાય તે બંને બંધન છે; પાપનો ભાવ
તે બંધન છે ને પુણ્યનો ભાવ તે પણ બંધન છે. પુણ્ય–પાપ બંનેથી રહિત આત્માના ચિદાનંદ સ્વભાવની સમ્યક્
શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા તે મોક્ષમાર્ગ છે. જેને પુણ્યની કે પુણ્યના ફળની રુચિ છે તેને આત્માના અબંધ સ્વભાવની
રુચિ નથી એટલે કે ધર્મની રુચિ નથી. જુઓ, પૂર્વના પુણ્યને લીધે કોઈક પાસે પૈસાના ઢગલા હોય ત્યાં
અજ્ઞાનીને તેનો મહિમા આવી જાય છે કે ‘ભાઈ! એને તો ભગવાને આપ્યું એટલે તે તો વાપરે જ ને! ’ પણ
અરે ભાઈ! શું ભગવાન કોઈને પૈસા આપે? જો ભગવાન આપતા હોય તો બીજાને આપ્યા ને તને કેમ ન
આપ્યા? એક ને આપે ને બીજાને ન આપે તો તો ભગવાન પણ પક્ષપાતી ઠર્યા? પણ એમ બનતું નથી ભાઈ!
બહારનો સંયોગ તો પૂર્વનાં પુણ્ય–પાપ અનુસાર બને છે. પૈસા વગેરે મળે તે પૂર્વના પુણ્યનું ફળ છે પણ તેમાં
ક્યાંય ચૈતન્યનો આનંદ નથી; માટે તે પુણ્યની અને પુણ્યના ફળની મીઠાશ છોડ. સંયોગનો કે પુણ્યનો મહિમા
નથી પણ ચૈતન્ય સ્વરૂપનો જ મહિમા છે; તારા ચૈતન્ય સ્વરૂપના મહિમાને જાણીને તેની સન્મુખ થા તો
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય. કોઈ સંયોગોમાં કે સંયોગ તરફના ભાવમાં

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૯૦: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
આત્માનો આનંદ છે જ નહિ, અજ્ઞાનીને અનાદિથી પુણ્યનો ને પુણ્યના ફળનો મહિમા ભાસે છે પરંતુ ચૈતન્ય
સ્વભાવનો મહિમા તેને ભાસતો નથી.
ભાઈ! તારો ચૈતન્ય સ્વરૂપ આત્મા જ ધ્રુવ છે તે જ તને શરણભૂત છે, એ સિવાય બહારની સામગ્રીનો
સંયોગ તો ક્ષણિક નાશવંત છે, તે તને શરણભૂત નથી, તે તો ક્ષણમાં છૂટી જશે. અજ્ઞાની પોતાના ચૈતન્ય
સ્વરૂપને તો લક્ષમાં લેતો નથી. અને મફતનો પરની મમતા કરીને દુઃખી થાય છે. જેમ એક વડના ઝાડ ઉપર
એક વાંદરો ઘણા વખતથી રહેતો હતો તેથી તેને એમ થઈ ગયું કે આ ઝાડ મારું છે. પછી જ્યાં ઉનાળો આવ્યો
અને ઝાડનાં પાંદડાં ખરવા માંડયા ત્યાં તે વાંદરો દુઃખી થવા લાગ્યો કે અરે! મારાં પાંદડા ખરી જાય છે! તેમ આ
બહારનો સંયોગ તો વડનાં પાન જેવો છે, સંયોગથી ભિન્ન પોતાના એકત્વ ચૈતન્ય સ્વરૂપને ભૂલીને અજ્ઞાની
જીવ અનાદિથી સંયોગમાં જ પોતાપણું માની રહ્યો છે, તેથી સંયોગમાં કાંઈક પ્રતિકૂળતા થાય ત્યાં અજ્ઞાનીને
એમ થાય છે કે હાય રે! મારી વસ્તુ ચાલી જાય છે! પણ જ્ઞાની કહે છે કે ભાઈ! એ વસ્તુ તારી નથી, તારી વસ્તુ
તો તારી પાસે છે, તું તો પરમાનંદમય ચૈતન્યસ્વરૂપ આત્મા છો; આવા તારા સ્વરૂપને તું ઓળખ. આખા
જગતમાં સૌથી ઉત્તમ તત્ત્વ હોય તો તે પરમાનંદ સ્વરૂપ તારો આત્મા છે. જેમ ચણાની મીઠાશ ચણામાંથી જ
આવે છે, રેતી કે તાવડામાંથી નથી આવતી; તેમ ચૈતન્યનો આનંદ ચૈતન્યમાંથી જ આવે છે, બહારના કોઈ
સંયોગમાંથી કે રાગમાંથી આવતો નથી, ચૈતન્યશક્તિમાં આનંદના નિધાન પડ્યા છે તેમાંથી જ તે વ્યક્ત થાય
છે.
જેમ ચણામાં મીઠાશની તાકાત ભરી છે પણ કચાસને લીધે તે તૂરો લાગે છે ને વાવો તો ઉગે છે, પણ
તેને સેકતા કચાશ ટળીને મીઠાશ આવે છે ને ફરીને તે ઊગતો નથી. તેમ ચૈતન્યમૂર્તિ આત્માના સ્વભાવમાં જ્ઞાન
ને આનંદ ભર્યો છે, પણ અજ્ઞાનરૂપી કચાશને લીધે તેને પોતાના સ્વાભાવિક આનંદનો સ્વાદ આવતો નથી ને
પુણ્ય–પાપની આકુળતાનો સ્વાદ આવે છે, તથા નવા નવા અવતાર ધારણ કરીને ચાર ગતિમાં રખડે છે. આમ
છતાં તેની સ્વભાવશક્તિનો નાશ થયો નથી. પોતાની સ્વભાવશક્તિનું ભાન કરીને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
વડે આત્માને સેકતા તેના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે ને પછી ફરીને તેને ચાર ગતિમાં અવતાર થતા
નથી.
જીવે અનાદિથી બહાર જોયું છે ને પરનો વિશ્વાસ કર્યો છે, પણ અંતરમાં જોઈને પોતાના સ્વભાવ
સામર્થ્યનો કદી વિશ્વાસ કર્યો નથી. ચૈતન્યમાં જ અનાકુળ શાંતરસનો સ્વાદ છે તેને ચૂકીને અજ્ઞાની એમ માને છે
કે બહારની સામગ્રીમાં–ખાવા પીવામાં, સ્ત્રી કુટુંબમાં, આબરૂમાં, શરીરમાં, લક્ષ્મી વગેરેમાં મારું સુખ છે. વળી
કોઈક એનાથી જરાક આગળ ચાલે તો એમ માને છે કે પુણ્યના શુભ રાગમાં સુખ છે. પણ ભાઈ રે! તારું સુખ
તો તારા સ્વભાવમાં હોય કે બહાર હોય? બહારમાં કે રાગમાં સુખ માનીને તેં તારા ચૈતન્યની મોટી અવગણના
કરી, આત્માના શુદ્ધ સ્વભાવનો તેં અનાદર કર્યો ને રાગનો આદર કર્યો. આ પ્રકારની ઊંધી માન્યતાથી જ્યાંસુધી
બહારમાં આનંદ માને છે ત્યાંસુધી પોતાના અંદરનો અતીન્દ્રિય આનંદ જીવને અનુભવમાં આવતો નથી, એટલે
કે સમ્યગ્દર્શન થતું નથી–આત્મસાક્ષાત્કાર થતો નથી. તેને અહીં સમજાવે છે કે હે ભાઈ! તારો આત્મા પોતે
આનંદસ્વરૂપ છે, તેનો તું વિશ્વાસ કર; અને સંયોગમાં કે રાગમાં આનંદની કલ્પના છોડ. આવો દુર્લભ મનુષ્ય
અવતાર મળ્‌યો અને સત્સમાગમ મળ્‌યો, તો હવે તારો આત્મા શું તેની ઓળખાણ કરી એવો અપૂર્વ ભાવ પ્રગટ
કર કે જેથી અનંતકાળના ભવભ્રમણનો નાશ થઈ જાય. ભાઈ! આ શરીરનો સંયોગ તો ક્ષણમાં છૂટીને રાખ થઈ
જશે; તે તારી ચીજ નથી, અને તારું રાખ્યું તે રહેવાનું નથી, માટે દેહથી ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ શું ચીજ છે તેને
ઓળખ.
અહીં માંગળિકમાં શુદ્ધ ચિદ્રૂપ આત્માને જ પ્રણમન કરીને તેનો મહિમા કર્યો છે. અનાદિથી પરનું ને
રાગનું બહુમાન કરીને તે તરફ પરિણમન કરતો આવે છે તેને બદલે ચિદાનંદ સ્વભાવનું બહુમાન કરીને તેની
સન્મુખ પરિણમન કરવું તે અપૂર્વ મંગળ છે. અનાદિના ભવભ્રમણનો જેને થાક લાગ્યો હોય અને આત્માની જેને
લગની લાગી હોય એવા મુમુક્ષુ જીવને આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમજાવવા માટે અહીં તેનું વર્ણન કરે છે. હે
ભાઈ! તારા આત્માનું રૂપ તો આનંદ અને જ્ઞાન છે, એ સિવાય શરીરનું રૂપ તે તારું નથી, અને પુણ્ય–પાપ તે
પણ તારું ખરું રૂપ નથી. તારી ચૈતન્યતત્ત્વની સમજણ વગર પૂર્વે અજ્ઞાનભાવે બીજા બાહ્ય સાધનો અનંતવાર
કર્યાં અને તેમાં ધર્મ માન્યો, પણ તેનાંથી તારું જરાપણ કલ્યાણ ન થયું.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૧૯૧:
યમ નિયમ સંયમ આપ ક્યિો
પુનિ ત્યાગ–વિરાગ અથાગ લહ્યો,
વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો
દ્રઢ આસન પદ્મ લગાય દીયો.
* * *
વહ સાધન બાર અનંત ક્યિો
તદપિ કછૂ હાથ હજુ ન પર્યો,
અબ કયોં ન વિચારત હૈ મનમેં
કછૂ ઓર રહા ઉન સાધન સેં.
ભાઈ, સત્સમાગમે અંતરના ચૈતન્યતત્ત્વને લક્ષમાં લીધા વિના તારાં બધાય સાધન ફોગટ છે. વાસ્તવિક
સાધન અંતરમાં શું છે તેને લક્ષમાં લીધા વગર પોતાની સ્વચ્છંદ કલ્પનાથી બીજા ઉપાયો અનાદિથી કર્યા છે, પણ
તેનાથી ભવભ્રમણનો આરો આવ્યો નહિ. માટે હે જીવ! અનાદિથી તારી ભ્રમણા છોડ અને હવે ચૈતન્યતત્ત્વની રુચિ
કરીને સત્સમાગમે તેને સમજવાની દરકાર કર. જેમ રૂપિયા કમાવવાની જેને દરકાર છે તેને તેની વાત સાંભળતાં પણ
કેવી હોંશ આવે છે? તેમ જેને ચૈતન્યતત્ત્વની દરકાર હોય તેને સત્સમાગમે શ્રવણ–મનન કરીને તે સમજવા માટે
ઉત્સાહ અને હોંશ હોવા જોઈએ. ઘરમાં કાંઈક નવીન ચીજવસ્તુ આવે ત્યાં કેવી હોંશથી તે જુએ છે! તો અનાદિકાળમાં
નહિ પ્રાપ્ત એવી અપૂર્વ ચૈતન્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે તેની રુચિ–હોંશ અને ઉદ્યમ જોઈએ. અનાદિથી બહારનું
જાણવામાં રોકાય છે પણ અંદરની ચૈતન્યવસ્તુને કદી જાણી નથી તેને જાણવાનો પ્રયત્ન કરતો નથી. જેણે આત્માનું
અપૂર્વ કલ્યાણ કરવું હોય તેણે જ્ઞાનને અંતર્મુખ કરીને આત્માના સ્વભાવને જાણવો; તે સિવાય બીજા બધા ઉપાયો
નિષ્ફળ છે. અજ્ઞાનીને બહારની વસ્તુની હોંશ આવે છે પણ અંતરમાં પોતે મોટો ચિદાનંદ ભગવાન બિરાજે છે તેનો
મહિમા કે ઓળખાણ કરતો નથી. આત્માના ચૈતન્યસ્વભાવમાં પરમ શાંત અતીન્દ્રિય આનંદ ભરેલો છે, પણ અજ્ઞાનીને
તેની પ્રતીત નહિ હોવાથી તેનો સ્વાદ આવતો નથી. તાવડામાં માવો ચોંટ્યોં હોય તેનો સ્વાદ અજ્ઞાનીને ભાસે છે, પણ
તે તો જડ છે, તેનો સ્વાદ કાંઈ આત્મામાં આવતો નથી; વિષયોથી પાર આત્માના આનંદનો સ્વાદ કેવો હશે તે
અજ્ઞાનીના ખ્યાલમાં પણ આવતું નથી; અંદરના ચૈતન્યસ્વભાવમાં આનંદની મીઠાશ ભરી છે, જેવો સિદ્ધભગવંતોનો
આનંદ છે તેવો જ આનંદ આ આત્માના સ્વભાવમાં પણ ભર્યો જ છે, તેની ઓળખાણ કરીને તેમાં એકાગ્રતા કરે તો
તેનો અનુભવ થાય. ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો અલૌકિક સ્વાદ અનુભવમાં આવ્યો ત્યાં જ્ઞાનીને બહારના બધા
વિષયો તુચ્છ ભાસે છે–તેમાં ક્યાંય સ્વપ્ને પણ સુખ ભાસતું નથી, તેની અંર્તદશા ફરી જાય છે.
જ્ઞાની જાણે છે કે અહો! જગતમાં ઊંચામાં ઊંચું તત્ત્વ હોય તો મારું ચૈતન્યતત્ત્વ જ છે; માટે જગતમાં ઉત્તમ
અને આનંદરૂપ એવા ચૈતન્યતત્ત્વને જ હું નમસ્કાર કરું છું. ચૈતન્યના બહુમાન પાસે કોઈ રાગનું કે સંયોગનું બહુમાન
ધર્મીને આવતું નથી. જગતના મૂઢ જીવો તો પૈસા વગેરે જડની પ્રીતિમાં આત્માની ચૈતન્યલક્ષ્મીના મહિમાને ભૂલી
જાય છે એવા જીવોને અહીં સમજાવે છે કે અરે ભાઈ! જગતમાં ઊંચામાં ઊંચું તો તારું ચૈતન્યતત્ત્વ છે, આનંદ હોય
તો તારા ચૈતન્યતત્ત્વમાં જ છે; એ સિવાય બહારમાં લક્ષ્મી વગેરેના ઢગલા હોય તે તો ધૂળ છે, તેમાં ક્યાંય તારો
આનંદ નથી. પોતાના અંતરસ્વભાવના અવલંબન સિવાય બહારથી કાંઈ મળે તેમ નથી, ભગવાન પણ આ આત્માને
કાંઈ આપી દે તેમ નથી. જગતમાં અનંતા તીર્થંકર ભગવંતો સર્વજ્ઞ પરમાત્મા થયા, અત્યારે મહાવિદેહમાં સીમંધરાદિ
તીર્થંકરો બિરાજે છે, પરંતુ બીજા જીવોનું તેઓ કાંઈ કરી દે એમ બનતું નથી. સર્વજ્ઞ પરમાત્મા પણ એમ ફરમાવે છે કે
હે જીવો! જગતમાં તમારે માટે તમારું ચૈતન્યતત્ત્વ ઉત્તમ છે, તેને તમે સમજો. અમારા આત્મામાં જેટલી તાકાત છે
તેટલી જ તાકાત તમારા આત્મામાં પણ ભરી છે. અનંત અવતારમાં જીવે પોતાના ઉત્તમ ચૈતન્યતત્ત્વની સમજણ કદી
કરી નથી. સર્વજ્ઞ થવાની તાકાત પોતાના આત્મામાં છે તેને ઓળખે તો મુક્તિના રાહ ખૂલે.
અહીં માંગળિકમાં શુદ્ધ ચિદ્રૂપને નમસ્કાર કર્યા છે, તેમાં પરમાર્થે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને
નમસ્કાર કરીને તેનો આદર કર્યો છે; અને નિમિત્ત તરીકે, જેઓ શુદ્ધચિદ્રૂપ આનંદમય સ્વરૂપને પામી ચૂકયા છે
એવા પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કર્યા છે. જેમ ઘરના આંગણે કોઈ મોટા સંત કે મહાપુરુષ આવે ત્યાં
તેમનું સ્વાગત બહુમાન કરે છે; તેમ અહીં કહે છે હે ભાઈ! જગતમાં મોટામાં મોટો એવો તારો આનંદસ્વરૂપ
આત્મા તારાં અંતરમાં બિરાજે છે અને નિમિત્ત તરીકે પંચપરમેષ્ઠી

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૯૨: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
ભગવંતો જગતમાં મોટા છે, તેમને તારા આંગણે પધરાવી ને તેમનો આદર કર; તેમને ઓળખીને તેનું
સ્વાગત–બહુમાન કર, ને એ સિવાય બીજાનો આદર છોડ.
આ શરીરાદિક તો ક્ષણભંગુર છે ને ચૈતન્યતત્ત્વ અવિનાશી છે; આ શરીર દુઃખનું નિમિત્ત છે ને
ચૈતન્યતત્ત્વ તો આનંદથી ભરપૂર છે; આ શરીર તો અશુચિરૂપ છે ને ચૈતન્યતત્ત્વ તો જગતમાં ઉત્તમ છે;
શરીર તો અશરણ છે ને ચૈતન્યતત્ત્વ શરણરૂપ છે. આવા ચૈતન્યતત્ત્વને ઓળખીને તેનું સન્માન–રુચિ–
પ્રતીત કરવા જેવા છે. ભાઈ! તું વિચાર કે તારા આત્માનું લક્ષણ શું છે? આ દેહ તે તારી ચીજ નથી,
પણ જ્ઞાન ને આનંદ તે તારું લક્ષણ છે; તારું સ્વરૂપ જ જ્ઞાન ને આનંદ છે; સંયોગો અનાદિથી નવા નવા
બદલતા આવે છે પણ ભગવાન આત્મા તો સદા એકરૂપ ચૈતન્યસ્વરૂપ છે; બધા સંયોગોમાં રહ્યો છતાં તે
બધા સંયોગોથી જુદો છે. ‘જ્ઞાન તે હું’ એમ જ્ઞાનલક્ષણ દ્વારા આત્મા સમસ્ત પર દ્રવ્યોથી જુદો ઓળખાય
છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે હું આવા શુદ્ધ ચિદ્રૂપ આત્માનો અર્થી છું તેથી તેની પ્રાપ્તિને માટે હું તેનું
વર્ણન કરું છું. જગતમાં માન–આબરૂ કેમ મળે કે પુણ્ય કેમ બંધાય તેનો હું અર્થી નથી, પણ હું તો
આત્માનો અર્થી છું; આત્માર્થીને પ્રાપ્ત કરવા યોગ્ય કંઈ હોય તો પોતાનો શુદ્ધ આત્મા જ પ્રાપ્ત કરવા
યોગ્ય છે.
જેણે પોતે શુદ્ધઆત્માનું યથાર્થ જ્ઞાન અને અનુભવ કર્યો હોય તે જ તેની યથાર્થ દેશના આપી શકે.
શુદ્ધઆત્માના અર્થીએ શુદ્ધ આત્માનું વાસ્તવિક સ્વરૂપ બતાવનારા દેવ–ગુરુ–શસ્ત્ર કોણ છે તે ઓળખવું
જોઈએ. જેમ અફીણની દુકાનવાળાને ત્યાં અફીણનો માવો મળે પણ ત્યાં દૂધનો માવો ન મળે, દૂધનો
માવો કંદોઈની દુકાને મળે. તેમ ચૈતન્યતત્ત્વનો માવો જ્ઞાની પાસેથી મળે; જેણે ચૈતન્ય તત્ત્વને અનુભવ્યું
હોય તે જ તેની વાત યથાર્થપણે સમજાવી શકે. જેઓ પુણ્યથી ને રાગથી ધર્મ મનાવતા હોય, નિમિત્તના
આશ્રયથી ધર્મ મનાવતા હોય તેઓ તો અફીણની દુકાન જેવા છે, તેમની પાસે શુદ્ધઆત્માનો યથાર્થ
ઉપદેશ મળી શકે નહિ.
અહો, ચૈતન્ય વસ્તુ શું છે તેની ઓળખાણ કરવી તે અપૂર્વ છે. જેણે ચૈતન્યની સમજણ કરીને
મોહનો નાશ કર્યો તેને ફરીને અવતાર થતો નથી. જેમ ડુંગર ઉપર વીજળી પડે ને બે કટકા થાય, પછી તે
રેણથી સંધાય નહિ, તેમ ચૈતન્યના અપૂર્વ ભાન વડે અનંત સંસારનો નાશ થઈ ગયો તેને ફરીને સંસાર
થાય નહિ. જેમ ચણો શેકાઈને તેની કચાશ બળી ગઈ પછી ફરીને તે ઊગતો નથી; તેમ ચૈતન્યતત્ત્વની
શ્રદ્ધા કરીને તેમાં એકાગ્રતા વડે મોહનો નાશ કર્યો તેને ફરીને સંસારમાં અવતાર થતો નથી. પણ પહેલાંં
આ વાત અંતરમાં બેસવી જોઈએ કે જગતમાં સૌથી ઉત્તમ તત્ત્વ મારો આત્મા છે, મારા ચૈતન્યની પ્રતીતિ
કરવા માટે બીજા કોઈનું મને અવલંબન નથી. અનાદિકાળથી કદી નહિ પામેલા એવા ચૈતન્યતત્ત્વની
પ્રાપ્તિ માટે પહેલાંં તેની ઓળખાણ કરો એવો અહીં ઉપદેશ છે. જુઓ, સ્વર્ગની પ્રાપ્તિ માટે કે પૈસાની
પ્રાપ્તિ માટે કે દીકરા વગેરેની પ્રાપ્તિ માટે આ ઉપદેશ નથી પણ અપૂર્વ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે શુદ્ધ
ચૈતન્ય તત્ત્વની પ્રાપ્તિ માટે આ ઉપદેશ છે. ભાઈ! તારા આત્માનો આનંદ તને કેમ પ્રાપ્ત થાય અને તારા
જન્મ–મરણ કેમ ટળે તેની આ વાત છે; બાકી સંસારમાં રખડવું પડે ને જન્મ–મરણ કરવા પડે એવી વાત
અહીં નથી. જેને પુણ્યની ને સંયોગની રુચિ છે તેને આ વાત અંતરમાં નહિ બેસે. અનાદિના જન્મ–
મરણનો નાશ કરીને જે જીવ મોક્ષપદની પ્રાપ્તિ કરવા માંગતો હોય એવા જીવને માટે આ વાત છે. ચૈતન્ય
સ્વભાવની અપૂર્વ દ્રષ્ટિ પ્રગટી હોય, આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો હોય એવા જ્ઞાનીને
બહારમાં ગમે તેવા સંયોગ વર્તતા હોય પણ તેને અંતરમાં ભાન છે કે આ મારી ચીજ નથી, હું તો ચૈતન્ય
છું, મારા ચૈતન્યસ્વરૂપમાં પરનો પ્રવેશ નથી. જેમ વેશ્યા બહારથી પ્રેમ કરે છે પણ અંતરથી તેને કોઈ
પ્રત્યે સાચો પ્રેમ હોતો નથી, તેમ ધર્મીને બહારમાં સંયોગો વર્તે છે ને અમુક રાગ–દ્વેષ પણ થાય છે, પરંતુ
તેના અંતરમાં ચૈતન્યતત્ત્વ સિવાય કોઈ સંયોગો ઉપર પ્રીતિ હોતી નથી. આત્માનો પ્રેમ ધર્મીના
અંતરમાંથી કદી ખસતો નથી. ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખીને તેની પ્રીતિ કરે તો પરની પ્રીતિ છૂટી
જાય, અને સ્વસન્મુખ એકાગ્રતા વડે અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટે. માટે અંતરમાં ચૈતન્યસ્વરૂપ
આત્માને ઓળખીને તેની પ્રીતિ કરો એવો સંતોનો ઉપદેશ છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૧૯૩:
જન્મ મરણનો આરો
અનંત અનંત ભવ કર્યા છતાં ક્યાંય જીવનો જન્મ–મરણનો આરો ન
આવ્યો, તો હવે વિચારવું જોઈએ કે કાંઈક અપૂર્વ સમજણ કરવી બાકી રહી
ગઈ છે. અંતરથી ઝંખના જાગવી જોઈએ કે અરેરે! અનંત અનંત કાળથી
મારો આત્મા આ જન્મ–મરણના ફેરામાં રખડી રહ્યો છે, તો હવે તેનો આરો
કેમ આવે? જેને આવી જિજ્ઞાસા જાગે તે ધર્મનો ઉપાય શોધે.
આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન થયા પછી પૂર્ણ પરમાત્મદશા જેમણે પ્રગટ કરી,
એવા સર્વજ્ઞભગવાનની દિવ્યવાણીમાં ઈચ્છા વિના સહજ પણે એવો ઉપદેશ નીકળ્‌યો કે : હે
આત્મા! અનંતકાળમાં એક સેકંડ પણ તેં પરથી જુદા આત્માનું ભાન કર્યું નથી. મારો આત્મા
જ્ઞાનસ્વરૂપ છે, તે શરીરાદિ જડની ક્રિયાનો કરનાર નથી, એવું ભાન કદી કર્યું નથી, અને હું
જડની ક્રિયાનો કર્તા, જડની ક્રિયા મારી એમ અજ્ઞાની અનાદિથી માને છે પણ જીવની ઈચ્છા
પ્રમાણે દેહાદિની ક્રિયા થતી નથી, ઈચ્છા ન હોવા છતાં રોગ થાય છે, રોગ થાય તેને મટાડવાની
ઈચ્છા કરે છતાં રોગ મટતો નથી. ભગવાન! એકવાર નક્કી તો કર કે જડની ક્રિયા તારી નથી,
તું તો જ્ઞાન છે. અરે! અંદર પુણ્ય–પાપનાં ભાવ થાય તે પણ તારું ખરું સ્વરૂપ નથી. દયા–પૂજા–
ભક્તિ વગેરેનો ભાવ થાય તે પુણ્યભાવ છે, ને હિંસા જુઠ્ઠુ વગેરેના ભાવ થાય તે પાપભાવ છે,
એ પુણ્ય ને પાપ બંને વિકારભાવો છે, તેનાથી તારું જ્ઞાનાનંદસ્વરૂપ જુદું છે એ વાત કદી
સાંભળવામાં આવી નથી, ક્યારેક સાંભળવા મળી ત્યારે અંદરથી નકાર કર્યો એટલે
વાસ્તવિકપણે કદી સાંભળ્‌યું નથી. એકવાર પણ સત્સમાગમે શ્રવણ–મનન કરીને, પરથી ને
વિકારથી ભિન્ન ચૈતન્યસ્વરૂપને ઓળખે ને પ્રતીત કરે તો ધર્મની શરૂઆત થાય. આ અપૂર્વ
વસ્તુ છે. અનંત–અનંત ભવો કર્યા છતાં ક્યાંય આરો ન આવ્યો, તો કાંઈક અપૂર્વ સમજણ
બાકી રહી ગઈ છે. અંતરથી ઝંખના જાગવી જોઈએ કે અરેરે! અનાદિ કાળથી મારો આત્મા આ
જન્મ–મરણના ફેરામાં રખડી રહ્યો છે તો હવે તેનો આરો કેમ આવે? આવા પરાધીન
અવતારથી છૂટીને આત્માની શાંતિ કેમ થાય? આવી જિજ્ઞાસા જાગે તો ધર્મનો ઉપાય શોધે.
ભાઈ! બહારમાં તારા સુખનું સાધન નથી, અંતરના ચિદાનંદસ્વભાવમાં તારું સુખ છે. જે સિદ્ધ
પરમાત્મા થયા તે બધાય પોતાના આત્મામાંથી જ સિદ્ધપણું પ્રગટ કરીને થયા છે; આત્મામાં
પૂર્ણાનંદની તાકાત ભરી છે તેમાંથી જ તે પ્રગટે છે. આવા પૂર્ણાનંદસ્વભાવને લક્ષમાં લઈને તેની
પ્રતીતિ કરવી તે પ્રથમ ધર્મ છે. એક સેકંડ પણ આવો ધર્મ કરે તો તેને જન્મ મરણનો આરો
આવી જાય. આવી પ્રતીતિ કર્યા વગર બીજું ગમે તેટલું કરે તોપણ જન્મમરણનો આરો ન
આવે. ભાઈ! ચૈતન્યના પંથ ચૈતન્યમાં છે, અંતરનો રાહ બહારના ઉપાયથી પ્રગટે તેવો નથી.
બાપુ! આ અંતરની વાત છે, અપૂર્વ સમ્યગ્દર્શન અને આત્મશાંતિની વાત અનંતકાળમાં
પ્રીતિપૂર્વક સાંભળી પણ નથી. અંતરમાં રુચિ કરીને સાંભળે તો આઠ વર્ષની કુમારિકા પણ
સમજી શકે તેવું છે. અરે! આ દેહ અમે નહિ, આ સંયોગના ઠાઠ અમારા

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૯૪: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
ભેદ વિજ્ઞાન
સીમંધર ભગવાનની વેદી પ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે
ઉમરાળા નગરીમાં પૂ. ગુરુદેવનું પ્રવચન
વીર સં. ૨૪૮૦, જેઠ સુદ બીજ
અરે ભાઈ! અનંતકાળે આવો મનુષ્ય અવતાર મળ્‌યો. તેમાં જો આત્માનો
નિર્ણય ન કર્યો તો કીડીના અવતારમાં અને તારા અવતારમાં શું ફેર? કરોડો
રૂપિયા ખર્ચતાં જેની એક આંખ પણ ન મળે એવો આ મનુષ્ય અવતાર મળ્‌યો છે,
તેમાં આત્માનું અપૂર્વ ભાન કરીને ભવનો અંત આવે એવું કાંઈક કરે તો મનુષ્ય
અવતારની સફળતા છે. અને જો એવું અપૂર્વભાન ન કર્યું તો કીડીને કીડીનું શરીર
મળ્‌યું ને તને મનુષ્યનું શરીર મળ્‌યું તેમાં ફેર શું પડ્યો? ભેદવિજ્ઞાન તે મુક્તિનો
ઉપાય છે; માટે આ મનુષ્યપણું પામીને સત્સમાગમે ભેદવિજ્ઞાન પ્રગટ કરવાનો
પ્રયત્ન કરવો જોઈએ.
આત્માનું હિત–કલ્યાણ અનંતકાળથી કેમ થયું નથી, અને હવે આત્માનું હિત–કલ્યાણ કેમ
થાય? તેની રીત સંતો–મુનિઓએ આત્મામાં અનુભવી, તે જગતના જીવોને સમજાવે છે.
ભેદવિજ્ઞાન વગર જીવને અનાદિથી સંસાર–પરિભ્રમણ થાય છે. સમયસારમાં તે સંબંધી શ્લોક
કહ્યો છે કે–
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किलकेचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किलकेचन।।
આત્માનો ચિદાનંદ સ્વભાવ રાગથી ભિન્ન શું ચીજ છે તેનું યથાર્થ ભેદજ્ઞાન કરીને
અનંતા જીવો સિદ્ધ થયા છે; જે કોઈ સિદ્ધ થયા છે તેઓ ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, અને તે
ભેદજ્ઞાન વગર જ જીવ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે.
અંતરમાં આત્માનો સ્વભાવ પોતે જ્ઞાનાનંદ સ્વભાવથી ભરેલો છે; પણ તેને ભૂલીને,
મારો આનંદ બહારની સગવડતામાં છે કે રાગમાં મારો આનંદ છે એવી મિથ્યા માન્યતા કરીને
જીવ સંસારમાં રખડે છે. આ આત્મા દેહથી તો જુદો
(અનુસંધાન પાના નં. ૧૯૫ ઉપર)
(પાના નં. ૧૯૨ થી ચાલુ)
નહિ, ને અંદરની પુણ્ય–પાપની ક્ષણિક લાગણી જેટલું પણ અમારું સ્વરૂપ નહિ, અમે તો પૂર્ણ
જ્ઞાનાનંદસ્વરૂપથી ભરેલા આત્મા છીએ. આવું અપૂર્વ આત્મજ્ઞાન આઠ વર્ષની રાજકુંવરીઓ
પણ કરી શકે છે. આવા અપૂર્વ જ્ઞાન વગર ત્યાગી થાય ને શુભભાવ કરે તોપણ તેમાં આત્માનું
હિત નથી આત્માની વાસ્તવિક ઓળખાણનો ઉપાય કરવો તે મૂળવસ્તુ છે, આ સિવાય પુણ્ય
તો અનંતવાર કરી ચૂક્યો છે તે કાંઈ અપૂર્વ નથી. વિભાવ શું અને સ્વભાવ શું, તેની વહેંચણી
કરીને સ્વભાવમાં એકાગ્ર ન થાય ત્યાંસુધી ધર્મ થાય નહિ.
–ઉમરાળા નગરીમાં વેદી પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જેઠ સુદ ત્રીજના રોજ પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦: ૧૯૫:
(પાના નં. ૧૯૪ થી ચાલુ)
છે, ને અંદર પુણ્ય–પાપના ભાવો થાય તે પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી; પુણ્ય–પાપ તો
સેવાળ જેવા મલિન છે, જેમ પાણીમાં ઉપર જે સેવાળ થાય તે સ્વચ્છ પાણીનું સ્વરૂપ નથી,
સ્વચ્છ પાણી તો તે સેવાળથી જુદું છે, તેમ ચિદાનંદ મૂર્તિ આત્મા અતીન્દ્રિય આનંદરૂપી જળથી
ભરેલો છે, તેમાં પુણ્ય–પાપ તે સેવાળ જેવા છે, તે સ્વચ્છ આત્માનું સ્વરૂપ નથી, આત્મા તો
નિર્મળ જ્ઞાનસ્વરૂપ છે એવું સમ્યક્ આત્મભાન કરવું તે ધર્મ અને હિત છે; આ બોધબીજ તે
મુક્તિનું કારણ છે. જુઓ, અંતરમાં પાત્ર થઈને સમજવા માંગે તો કણબી અને ખેડૂતને પણ
સમજાય તેવી આ વાત છે. જેમ કણબી ‘બી’ રાખીને ‘કણ’ ને ભોગવે છે, તેમ જેણે ધર્મ કરવો
હોય–હિત કરવું હોય તેણે પ્રથમ ભેદજ્ઞાન રૂપી બીજ પ્રગટ કરવું જોઈએ.
ભેદજ્ઞાન એટલે શું? આ શરીર અને શરીરની ક્રિયાઓ તો જડ છે, તે આત્માથી તદ્ન
ભિન્ન છે; અંદરમાં પુણ્ય–પાપની ક્ષણિક વૃત્તિ થાય તેનાથી પણ પાર આત્માનો સ્વભાવ છે, તે
સ્વભાવમાં પૂર્ણાનંદ પરમાત્મદશા પ્રગટવાની તાકાત છે, તેમાં અંતર્મુખ થઈને તેનો વિશ્વાસ
કરવો ને તેનું સમ્યગ્જ્ઞાન કરવું તેનું નામ ભેદજ્ઞાન છે, ને તે મોક્ષનું કારણ છે. જુઓ, બહારમાં
ખૂબ ગરમી થતી હોય અને ઠંડી હવા આવે, ત્યા જાણે તે હવામાંથી સુખ આવતું હશે એમ
અજ્ઞાની માને છે, પણ અનાદિના સંસારમાં ચાર ગતિના તાપમાં આત્મા તપી રહ્યો છે તેની
શાંતિ કેમ થાય? તેનો વિચાર પણ કરતો નથી. અંતરમાં ઠંડો ચિદાનંદસ્વભાવ છે તેનો આશ્રય
કરે તો આત્માની શાંતિ પ્રગટે; પણ તે સ્વભાવનો કદી વિશ્વાસ કરતો નથી. બહારનો વિશ્વાસ
કરે છે પણ પોતે પોતાનો વિશ્વાસ કરતો નથી તેથી સંસારમાં પરિભ્રમણ થાય છે. જેમ
લીંડીપીપરના એકેક દાણામાં ચોસઠપોરી તીખાશનો સ્વભાવ ભર્યો છે તેમ આત્માના પોતાના
સ્વભાવમાં જ પૂર્ણ જ્ઞાન–આનંદનો સ્વભાવ ભર્યો છે; પણ અનાદિકાળમાં એક સમય પણ તેની
પ્રતીત કરી નથી. જો સ્વસન્મુખ થઈને એક ક્ષણ પણ સ્વભાવની પ્રતીત કરે તો અલ્પકાળમાં
મુક્તિ થયા વિના રહે નહિ.
આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન થયા પછી પણ ધર્મીને રાગ થાય, સાચા સર્વજ્ઞદેવ,
જ્ઞાની ગુરુ અને જૈનધર્મની ભક્તિ–પ્રભાવના વગેરેનો શુભભાવ થાય, ભગવાનનું મંદિર
કરાવવાનો ને ભગવાનની પ્રતિષ્ઠાનો ભાવ આવે. જેમ સંસારના પ્રેમીને પુત્રના લગ્ન વગેરે
પ્રસંગે લક્ષ્મી ખર્ચવાનો ઉલ્લાસ આવે છે તેમ જેને ધર્મનો પ્રેમ છે તેને ધર્મના નિમિત્તરૂપ સાચા
દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે ભક્તિ અને ઉલ્લાસનો ભાવ આવ્યા વિના રહેતો નથી. જેઓ આત્માના
પૂર્ણાનંદ સ્વભાવને સાધીને પરમાત્મા થઈ ગયા છે અને જેઓ હજી તે પૂર્ણાનંદ દશાને સાધી
રહ્યા છે –એવા દેવ–ગુરુ પ્રત્યે જેને ભક્તિ અને વિનયનો ઉત્સાહ નથી આવતો તેને ધર્મની
પ્રીતિ નથી. અહીં તો એ બતાવવું છે કે ભેદજ્ઞાન થયા પછી પણ ધર્મીને ભગવાનની પ્રતિષ્ઠા
વગેરેનો શુભ ભાવ આવે છે; પરંતુ ભેદજ્ઞાન વગર એકલા શુભરાગમાં રોકાઈ રહે તો તેને ધર્મ
થાય નહિ, કેમકે ભેદજ્ઞાનથી જ ધર્મ થાય છે. જેમ સોનું અને પીત્તળ વચ્ચે સોની ભેદજ્ઞાન કરે
છે, તેમ જ્ઞાનસ્વરૂપ આત્મા અને રાગાદિ વિકારીભાવો તેમની વચ્ચે જ્ઞાની ભેદજ્ઞાન કરે છે.
અહો! જે સિદ્ધભગવંતો થયા તેમને તે સિદ્ધદશા ક્યાંથી આવી? આત્મામાં તાકાત હતી તેમાંથી
તે પ્રગટી છે, તેવી જ તાકાત મારા સ્વભાવમાં ભરી છે તેમાંથી મારી પરમાત્મદશા ખીલશે, પણ
ક્યાંય બહારમાંથી કે રાગમાંથી મારી પરમાત્મદશા નહિ આવે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૯૬: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
જેમ મોરનાં ઈંડાંમાં સાડાત્રણ હાથનો મોર થવાની તાકાત પડી છે, તેમાંથી જ મોર પાકે
છે. મોરના ઈંડાંમાં મોર થવાની તાકાત છે તે ખખડાવો તો ન જણાય, ઈન્દ્રિયો વડે ન દેખાય.
પણ તેનો સ્વભાવ નક્કી કરવો જોઈએ કે આ ઈંડું કૂકડીનું નથી પણ મોરનું છે. માટે તેમાંથી
રંગબેરંગી મોરલો પાકશે. તેમ આત્મામાં સિદ્ધ ભગવાન જેવી પૂર્ણાનંદ દશા પ્રગટવાની તાકાત
છે, અલ્પજ્ઞદશા અને રાગદ્વેષ વર્તતા હોવા છતાં આત્મામાં પૂર્ણ જ્ઞાનાનંદ પ્રગટવાની તાકાત
પડી છે, તે કેમ જણાય? ઈન્દ્રિયો વડે ન જણાય, રાગ વડે ન જણાય, પણ જ્ઞાનને અંતર્મુખ
કરીને સ્વભાવનો નિર્ણય કરે તો આત્માનું સ્વરૂપ જણાય; આત્માના સ્વરૂપનો નિર્ણય કરીને
તેનું અવલંબન લેતાં પરમાત્મદશા પ્રગટી જાય છે. આ સિવાય બીજું જે કરે તે તો બધું થોથા
છે. અરે ભાઈ! અનંતકાળે આવો મનુષ્ય અવતાર મળ્‌યો, તેમાં જો આત્માનો નિર્ણય ન કર્યો
તો કીડીના અવતારમાં ને તારા અવતારમાં શું ફેર? આ મનુષ્યદેહની એક આંખ ફૂટી જાય,
પછી કરોડો રૂપિયા ખર્ચે પણ તેવી આંખ પાછી ન થાય; એટલે કરોડો રૂપિયા ખરચતાં જેની
એક આંખ પણ ન મળે એવો આ મનુષ્ય અવતાર મળ્‌યો છે, તેમાં આત્માનું અપૂર્વ ભાન કરીને
ભવનો અંત આવે એવું કંઈક કરે તો મનુષ્ય અવતારની સફળતા છે અને જો એવું અપૂર્વ ભાન
ન કર્યું તો કીડીને કીડીનું શરીર મળ્‌યું અને તને મનુષ્યનું શરીર મળ્‌યું તેમાં ફેર શું પડ્યો?
ભેદવિજ્ઞાન વગર કોઈ જીવને ધર્મ કે મુક્તિ થાય એમ કદી બનતું નથી. શરીર મારું, શરીરની
ક્રિયા મારી, એમ પર સાથે એકત્વબુદ્ધિ રાખીને કદી કોઈ જીવો સિદ્ધ થયા હોય એમ બનતું
નથી. ભેદવિજ્ઞાનથી જ સિદ્ધપણું થાય છે.
આ જગતમાં અનંતાનંત જીવો છે, તેમાંથી અનંતા જીવો અત્યાર સુધીમાં ભેદજ્ઞાન કરીને
મુક્તિ પામ્યા છે, અને ભવિષ્યમાં પણ જે જીવો મુક્તિ પામશે તેઓ પણ ભેદવિજ્ઞાનથી જ
પામશે; ભેદવિજ્ઞાન વગર કોઈ પણ જીવની મુક્તિ થાય–એમ કદી બનતું નથી. જેને ભેદજ્ઞાન છે
તે જ જીવો મુક્તિ પામે છે, ને જેને ભેદજ્ઞાન નથી તે જીવો સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ
કરે છે. આ રીતે ભેદવિજ્ઞાન તે મુક્તિનો ઉપાય છે; માટે આ મનુષ્યપણું પામીને સત્સમાગમે
ભેદવિજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
દુઃખનું કારણ
આત્મા ત્રણે કાળે પરવસ્તુઓથી જુદો
છે એટલે બહારના કોઈ પણ સાધનો
આત્માને સુખ–દુઃખના કારણ નથી; પણ
અજ્ઞાની પર સંયોગોમાં આ મને અનુકૂળ
ને આ મને પ્રતિકૂળ એમ માનીને તેમાં
મોહથી રાગદ્વેષ કરે છે તે જ સંસાર
પરિભ્રમણના દુઃખનું કારણ છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૧૯૭:
* આત્મ બોધ *
[બોટાદ શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન : વીર સં. ૨૪૮૦, વૈશાખ વદ ૮]
અનાદિકાળથી પોતાના આત્માના યથાર્થ બોધ વગર જીવ સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. વર્તમાનમાં
જ્ઞાનનો જે વ્યક્ત અંશ છે–મતિશ્રુત જ્ઞાન છે તેના વડે એકલા પરને જાણે છે, પણ તે જ્ઞાનને સ્વસન્મુખ કરીને
અપૂર્વ આત્મબોધ કરવો તે મુક્તિનું કારણ છે. આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપની ઓળખાણ કરીને તેની સમ્યક્
પ્રતીતિ કરવી તે સમ્યદર્ગ્શન છે, તે સમ્યગ્દર્શનને ‘રત્ન’ ની ઉપમા છે, ને તે મોક્ષનું કારણ થાય છે. આ દેહાદિની
ક્રિયાઓ તો આત્માથી ભિન્ન છે, તે કાંઈ આત્માને ધર્મનું સાધન નથી. જેમ આ શરીરના સ્પર્શનો ખ્યાલ કરવો
હોય તો શરીરના અવયવભૂત આંગળી વડે તેનો ખ્યાલ આવશે, પણ લાકડા વડે શરીરનો સ્પર્શ કરે તો તેનો
ખ્યાલ નહિ આવે, કેમકે તે ચીજ શરીરથી જુદી છે. હવે આંગળી ઉપર મેલનાં જાડાં થર જામ્યાં હોય તોપણ તે
આંગળી વડે શરીરના સ્પર્શનો બરાબર ખ્યાલ નહિ આવે. તેમ ભગવાન આત્મા અરૂપી ચૈતન્યશરીરી છે, તેના
જ્ઞાનાનંદ સ્વરૂપનો ખ્યાલ શરીરની ક્રિયા વડે નહિ આવે, કેમકે શરીર તો ભિન્ન ચીજ છે. અંદર જે જ્ઞાનનો
ઉઘાડ છે તે આત્માનો અંશ છે, તે જ્ઞાનને સ્વસન્મુખ કરતા આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો ખ્યાલ આવે છે,
કેમકે તે જ્ઞાન પોતાની ચીજ છે હવે તે જ્ઞાન ઉપર વિકારનાં થર જામ્યાં હોય એટલે કે ‘પુણ્ય–પાપ તે હું’ એવી
ઊંધી રુચિમાં જ્ઞાન અટક્યું હોય તો તે જ્ઞાન વડે આત્માના સ્વભાવનો બોધ થતો નથી. આ આત્માબોધની વાત
છે; એકવાર પણ યથાર્થ આત્મબોધ કરે તો તે મોક્ષનું કારણ થાય; આવો આત્મબોધ કેમ થાય તેની આ વાત છે.
“કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય;
તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.”
જેમ ઊંઘમાં કરોડો વર્ષનું સ્વપ્ન દેખાય, પણ જ્યાં જાગીને આંખ ઊઘાડી ત્યાં તે બધું શમાઈ જાય છે,
કરોડો વર્ષનું સ્વપ્ન હોય પણ તેને શમાતા કરોડ વર્ષ નથી લાગતા, જાગે ત્યાં એક ક્ષણમાં તે દૂર થઈ જાય છે.
તેમ આત્મા પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને ભૂલીને, જડની ક્રિયા મારી અને પુણ્યના ભાવ થયા તે મારું સ્વરૂપ છે.
એવી ઊંધી માન્યતાથી અનાદિ વિભાવ કરીને સંસારમાં રખડી રહ્યો છે; પણ હું તો જડથી ભિન્ન, ને રાગાદિથી
પાર, શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ છું એવો સ્વસન્મુખ આત્મબોધ કરે તો તે અનાદિનો વિભાવ એક ક્ષણમાં નાશ થઈ
જાય છે. અનાદિકાળનો વિભાવ નાશ કરવા માટે કાંઈ તેટલા લાંબા કાળની જરૂર પડતી નથી. ગમે તેટલા
કાળનું અંધારું હોય પણ જ્યાં પ્રકાશ થાય ત્યાં એક ક્ષણમાં તે ટળી જાય છે, તેમ સત્સમાગમે જ્યાં
આત્મજ્ઞાનનો પ્રકાશ હોય ત્યાં અનાદિના અજ્ઞાન અંધકારનો નાશ થઈ જાય છે. આત્માનું સમ્યગ્જ્ઞાન તે પરમ
આનંદનું કારણ છે. તે સમ્યગ્જ્ઞાન કેમ પ્રગટે તેની આ વાત છે.
આત્માનો યથાર્થ બોધ કેમ થાય તે રીત અનંતકાળથી જીવોએ જાણી નથી. બહારની લૌકિક કળા જાણે
છે પણ તે બધાયનો જાણનારો હું પોતે જ્ઞાનસ્વરૂપ છું એવું પોતાના સ્વભાવનું લક્ષ કદી કર્યું નથી. બહારના
સાધનથી આત્મબોધ થાય નહિ; તેમજ જિજ્ઞાસુને સાચા દેવગુરુ ધર્મ પ્રત્યેનો ભક્તિનો ઉલ્લાસભાવ આવે, પણ
તે શુભરાગ છે, તે રાગ વડે પણ આત્મબોધ થાય નહિ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનો બોધ જ્ઞાન વડે જ થાય છે.
જ્ઞાનને અંતરમાં વાળીને સ્વસન્મુખ કરતાં તે જ્ઞાનવડે આત્મબોધ થાય છે. આવું આત્મજ્ઞાન થતાં પોતાને
અંદરથી આત્માનો સંતોષ પ્રગટે, સિદ્ધ ભગવાન જેવી અતીન્દ્રિય શાંતિના અંશનું પોતાને અંતરમાં વેદન થાય
–આવી દશા પ્રગટે તેનું નામ ધર્મ છે. સ્વસન્મુખ જ્ઞાન સિવાય બીજો કોઈ તેનો ઉપાય નથી.
જુઓ, શ્રી જિનેન્દ્ર ભગવાનનું મંદિર, પ્રતિષ્ઠા વગેરેનો ભક્તિભાવ જિજ્ઞાસુઓને આવે, સંતોને પણ
એવો ભાવ આવે, તીર્થધામની યાત્રાનો ભાવ પણ આવે; કુંદકુંદાચાર્યદેવ ગિરનારજી તીર્થની યાત્રાએ પધાર્યા
હતાં.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૯૮: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
આવો ભાવ આવ્યા વિના રહેતો જ નથી, પણ તે શુભરાગ છે. પદ્મનંદી મુનિરાજ કહે છે કે–
यात्राभिःस्नपनैर्महोत्सवशतेः पूजामिरुल्लोचकै
नैवेद्यैर्वलिभिर्ध्वजैश्च कलशैस्तौर्य त्रिकेर्जागारैः।
घंटा चामरदर्पणादिभिरपि प्रस्तार्य शोभां परां
भव्यः पुण्यमुपार्जयन्ति सततं सत्यत्र चैत्यालये।।
–દેશવ્રતોદ્યોતન : ૨૩
આ જગતમાં ચૈત્યાલય થતાં ભવ્યજીવો યાત્રા, કલશાભિષેક વગેરે સેંકડો પ્રકારના મોટામોટા ઉત્સવોથી,
તથા પૂજા, ચાંદની વગેરેથી, ધ્વજારોપણથી, કલશારોપણથી અત્યંત સુંદર વાજીંત્રોથી તેમજ ઘંટ, ચામર, છત્ર,
દર્પણ વગેરેથી તે ચૈત્યાલયની ઉત્કૃષ્ટ શોભા વધારીને પુણ્ય સંચય કરે છે; માટે ભવ્યજીવોએ ચૈત્યાલયનું નિર્માણ
અવશ્ય કરાવવું જોઈએ.
શાસ્ત્રમાં આવો શુભરાગનો ઉપદેશ આવે; પણ આત્માના ભાન વગર શુભરાગ કરીને કોઈ એમ માની
લ્યે કે આનાથી મને ધર્મ થઈ ગયો અથવા આ મને ધર્મનું કારણ થશે તો આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! તું
તો જ્ઞાનમૂર્તિ છો, રાગ તે ખરેખર તારું અવયવ નથી, તારા જ્ઞાનરૂપી અવયવને અંતરમાં એકાગ્ર કરીને
જ્ઞાનાનંદસ્વરૂપને લક્ષમાં લે, તો આત્મબોધ થાય ને અવિકારી શાંતિ પ્રગટે. તેનું નામ ધર્મ છે. આ સિવાય બીજી
રીતે ધર્મ થતો નથી, બહારની ક્રિયાથી કે શુભરાગથી ધર્મ થવાનું જે મનાવતા હોય તે મિથ્યાદ્રષ્ટિ છે.
સિદ્ધ ભગવંતો અને અરિહંત ભગવંતો કેવળજ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા થયા; તેમનું કેવળજ્ઞાન ક્યાંથી
આવ્યું? શરીરમાંથી કે રાગમાંથી તે કેવળજ્ઞાન આવ્યું નથી, પહેલાંં ઓછું જ્ઞાન હતું તેમાંથી પણ તે કેવળજ્ઞાન
આવ્યું નથી; પણ અંતરમાં જ્ઞાનાનંદસ્વભાવ પરિપૂર્ણ સામર્થ્યથી ભરપૂર છે તેનું અવલંબન લઈને એકાગ્ર થતાં
તેમાંથી કેવળજ્ઞાન પ્રગટી જાય છે. હે જીવ! તારો આત્મા આવા પરિપૂર્ણ સામર્થ્યથી ભરેલો છે; આવાં સ્વસંવેદ્ય
આનંદમૂર્તિ આત્માને પ્રતીતમાં લઈને તેનો અનુભવ કર તો વર્તમાનમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય.
બધા આત્મા અનાદિઅનંત છે, દરેક આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જેટલું એક આત્મા જાણે છે તેટલું જાણવાની તાકાત
દરેક આત્મામાં છે. કેવળી ભગવાન ત્રણકાળ ત્રણલોકને એક સમયમાં જાણે છે તે જ્ઞાન અંતરની શક્તિમાંથી
આવ્યું છે, ને એવી શક્તિ દરેક આત્મામાં ભરેલી છે. વર્તમાન વ્યક્તજ્ઞાન અલ્પ હોવા છતાં તે પરિપૂર્ણ જ્ઞાનનો
અંશ છે, તે વ્યક્તજ્ઞાનને અંતર્મૂખ કરીને પરિપૂર્ણ જ્ઞાનશક્તિનું અવલંબન કરતાં કેવળજ્ઞાન પ્રગટી જાય છે.
જ્ઞાનશક્તિના અવલંબન સિવાય બીજો કોઈ ઉપાય નથી. પહેલાંં યથાર્થ આત્મબોધ કરવો જોઈએ. આત્મબોધ
કરવો તે ધર્મની પ્રથમ ક્રિયા છે. ધર્મ ચીજ અપૂર્વ છે, દુનિયા બહારથી ને રાગથી ધર્મ માની બેઠી છે, પણ ધર્મનું
સ્વરૂપ એવું નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય તે મોક્ષનું કારણ છે; તેમાં આત્માનો યથાર્થ બોધ કરવો
તે સમ્યગ્જ્ઞાન છે, તે મોક્ષમાર્ગનું એક રત્ન છે. આવો આત્મબોધ પ્રગટ કરવો તે ધર્મની શરૂઆત છે.
* સમ્યગ્દર્શનનું સામર્થ્ય *
જ્ઞાન સ્વરૂપ અભેદ આત્માની પ્રતીતિ કરવી તે
અપૂર્વ સમ્યગ્દર્શન–ધર્મ છે. એક સમયનું સમ્યગ્દર્શન
અનંત જન્મ–મરણના મૂળને છેદી નાખે છે. અંતરના
ચિદાનંદ સ્વભાવની ઓળખાણ કરીને આવું અપૂર્વ
સમ્યગ્દર્શન અનાદિથી એક સેકંડ પણ જીવે કર્યું નથી.
બીજું બધું કરી ચુક્યો–શુભ ભાવથી વ્રત–તપ–પૂજા ને
ત્યાગ કર્યા પણ હું પોતે ચૈતન્ય જ્યોત ભગવાન છું,
એવા આત્મભાન વગર એક પણ ભવ ઘટ્યો નહિ.

PDF/HTML Page 16 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૧૯૯:
કૃતકૃત્યપણું
[વૈશાખ વદ દસમના રોજ વીંછીયામાં પૂ. ગુરુદેવનું પ્રવચન]
જેણે પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ થઈને તેની સમ્યક્
પ્રતીતિ કરી–જ્ઞાન કર્યું ને તેમાં એકાગ્રતા કરી તેણે કરવા યોગ્ય અપૂર્વ
કાર્ય કર્યું, તેથી તે કૃતકૃત્ય થયો. ભાઈ! આત્માના સ્વભાવની પ્રતીતિ
કરીને તેમાં ઠર–એ જ તારું ખરું કાર્ય છે, આ સિવાય પરનાં કાર્ય તારાં
નથી. સ્વભાવમાંથી પૂર્ણતા પ્રગટ કરીને કૃતકૃત્ય થઈ શકે, પણ પરનાં
કાર્યો પૂરા કરીને કૃતકૃત્યપણું થાય–એમ બની શકતું નથી. આત્મામાં જ
આનંદ છે એવો જેણે નિર્ણય ન કર્યો તે ભલે પુણ્ય કરીને સ્વર્ગમાં જાય–તો
પણ અકૃતકૃત્ય જ છે.
આ પદ્મનંદીપંચવિંશતિને ‘અમૃત’ કહે છે; વનજંગલમાં વસનારાને આત્માના આનંદમાં
ઝૂલનારા પદ્મનંદી મુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે, તેથી શ્રીમદ્ રાજચંદ્ર આ શાસ્ત્રને વનશાસ્ત્ર
કહે છે અને તેનું ફળ અમૃત છે એટલે કે તેમાં કહેલા યથાર્થ ભાવોનો બોધ કરતાં અમર એવા
મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અહીં તેનો નિશ્ચય–પંચાશત અધિકાર વંચાય છે; તેની તેરમી
ગાથામાં કહે છે કે–
सम्यक् सुखबोधदशां त्रितयमखंड परात्मनोरूपम्।
तत्तत्र तत्परो यः स एव तल्लब्धि कृतकृत्यः।।
સમ્યક દર્શન, જ્ઞાન અને સુખ એ ત્રણેય આત્માનું અખંડ સ્વરૂપ છે. આત્માથી તે જુદા
નથી; તેથી જે જીવ પરમ આત્મસ્વરૂપમાં લીન થઈને તેની આરાધના કરે છે તેને સમ્યગ્દર્શન
આદિ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે અને તે કૃતકૃત્ય થઈ જાય છે.
ભાઈ! સુખ આત્મામાં છે; તારા આત્મા સિવાય બહારમાં સ્ત્રી–શરીર–લક્ષ્મી–મકાન
વગેરે કોઈ સંયોગોમાં તારું સુખ નથી. સુખ તો આત્માનો અનાદિઅનંત સ્વભાવ છે. આત્માના
જ્ઞાન–આનંદસ્વભાવની પ્રતીતિ જીવે પૂર્વે કદી કરી નથી. જેમ કોઈ માણસના એક હાથમાં
ચિંતામણિ હોય ને બીજા હાથમાં પથ્થરો હોય, ત્યાં ચિંતામણિ પાસે જે ચિંતવે તે મળે, તેની
પ્રતીત તો કરે નહિ, ને પથ્થરથી મને સુખ છે એમ માનીને તેને પકડી રાખે તો લોકમાં તેને
મૂર્ખ કહેવાય છે. તેમ આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ ચૈતન્યચિંતામણિ છે, તે સ્વભાવમાં અંતર્મુખ
દ્રષ્ટિ કરે તો આત્માને આનંદનો અનુભવ થાય ને તે કૃતકૃત્ય થઈ જાય. પણ આવા પોતાના
સ્વભાવની તો પ્રતીત જીવ કરતો નથી, ને બહારના પદાર્થોમાં મારું સુખ છે એમ માનીને પરની
મમતા કરીને દુઃખી થાય છે. પરચીજ તો પોતાની થઈ શકતી નથી, છતાં અનાદિથી પરને
પોતાનું કરવા મથી રહ્યો છે. ત્યાં તો તેનો પ્રયત્ન વ્યર્થ છે અને આત્મા જ્ઞાનાનંદ–સ્વભાવથી
ભરેલો છે તેની સન્મુખ થઈને એકાગ્રતા

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૦૦: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
કરે તો કૃતકૃત્યતા થાય ને આનંદ પ્રગટે. અહો! હું જ્ઞાન–દર્શનમય છું. શાંતિનો પિંડ છું,
પરચીજનાં કાર્યો મારે આધીન છે જ નહિ–આવું યથાર્થ ભાન કરીને અંતરમાં એકાગ્ર થતાં
કૃતકૃત્ય થઈ જાય છે. આ સિવાય પરચીજના કાર્યો કરવા માંગે કે પરમાંથી સુખ લેવા માંગે તો
તે વાત અશક્ય છે એટલે તેમાં કદી કૃતકૃત્યતા થતી નથી. માટે હે ભાઈ! એકવાર તો
સત્સમાગમે એવો નિર્ણય કર કે, “હું ચૈતન્યસ્વરૂપ છું, આનંદ મારા સ્વભાવમાં જ છે એવી
યથાર્થ પ્રતીતિ અને બોધ કરીને હું મારા આત્માનો આનંદ પ્રાપ્ત કરી શકું છું, પણ પર ચીજ
કદી પણ મારી થઈ શકતી નથી.” આવી અંતરસ્વભાવની પ્રતીતિ કરતાં અતીન્દ્રિય આનંદના
અંશનો જેટલો અનુભવ થાય છે તેટલું કૃતકૃત્યપણું છે. આ સિવાય બહારમાં ઘણા સંયોગો
ભેગા થાય કે ઘણાં કાર્યો થાય તેમાં આત્માની કૃતકૃત્યતા નથી. જેમ લીંડી પીપરના એકેક
દાણામાં પરિપૂર્ણ તીખાશની તાકાત ભરી છે તેમ એકેક આત્મામાં જ્ઞાન અને આનંદની પરિપૂર્ણ
તાકાત ભરી છે, તેનો ભરોસો કરીને તેનું અવલંબન કરતાં કૃતકૃત્યપણું પ્રગટે છે. આ સિવાય
બહારનાં કાર્યો પૂરા કરવા માંગે, તો તે અશક્ય છે, કેમકે પરચીજનાં કાર્ય આત્માને આધીન
નથી.
સ્વભાવમાંથી પૂર્ણતા પ્રગટ કરીને કૃતકૃત્ય થઈ શકે, પણ પરના કાર્યો પૂરા કરીને
કૃતકૃત્યપણું થાય એમ બની શકતું નથી. જે ચીજ પોતાની નથી તેના કાર્યનું અભિમાન કરે તે
તો વ્યર્થ છે. જીવને ઈચ્છા થાય, પણ તે ઈચ્છાને લીધે પરનાં કાર્ય થઈ જાય એમ બનતું નથી.
વહાલામાં વહાલો પુત્ર મરવાની તૈયારીમાં હોય ત્યાં તેને બચાવવાની ઘણી ઈચ્છા હોવા છતાં
તેને તું બચાવી શકતો નથી; માટે ભાઈ! તારી ઈચ્છા પરમાં કામ આવતી નથી, એટલે તે
ઈચ્છા વડે પણ કૃતકૃત્યપણું થતું નથી. તારા આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત પડી છે,
તારામાંથી કેવળજ્ઞાન અને પરિપૂર્ણ આનંદ પ્રગટે એવી તાકાત તારામાં છે. પણ પરચીજના
કાર્યને કરી દે એવી તાકાત તારામાં નથી પહેલાંં યથાર્થ નિર્ણય કરીને આત્માના આવા
સ્વભાવને પ્રતીતમાં લ્યે તો શ્રદ્ધામાં કૃતકૃત્યપણું થઈ જાય. પરનાં કામ હું કરું ને પરમાં મારું
સુખ એમ માનીને અનાદિથી અકૃતકૃત્યપણે વર્તે છે એટલે આકુળતાથી સંસારમાં રખડે છે
અનાદિકાળમાં એક ક્ષણ પણ જ્ઞાનાનંદ સ્વભાવનો નિર્ણય કર્યો નથી. કૃતકૃત્ય તો ત્યારે કહેવાય
કે અંતરના સ્વભાવનો નિર્ણય કરીને આનંદના અનુભવરૂપ કાર્યને વ્યક્ત કરે. તે કાર્યનું કારણ
કોણ? અંતરમાં શુદ્ધ ચિદાનંદ સર્વજ્ઞશક્તિનો પિંડ આત્મા છે તે જ ધ્રુવકારણ છે, તે કારણમાંથી
આત્માના આનંદનું કાર્ય પ્રગટે છે. એ સિવાય બહારના સંયોગો કે પુણ્ય–પાપ તે આત્માના
આનંદનું કારણ નથી. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ થઈને જેણે સમ્યક્પ્રતીત કરી
તેણે અનંત કાળમાં નહિ કરેલ એવું અપૂર્વ કાંઈક કાર્ય કર્યું. જેણે આત્માના સ્વભાવની પ્રતીત
ન કરી, આત્મામાં જ આનંદ છે એવો નિર્ણય ન કર્યો, તે ભલે પુણ્ય કરીને સ્વર્ગમાં જાય તોપણ
તે અકૃતકૃત્ય છે, કરવાયોગ્ય ખરું કાર્ય તેણે કર્યું નથી. “અહો! સંયોગોમાં કે પુણ્ય–પાપમાં મારું
સુખ નથી, મારો આત્મા જ જ્ઞાન–દર્શનને આનંદસ્વરૂપ છે, તેમાં જ મારું સુખ છે” આવો જેણે
સ્વસન્મુખ નિર્ણય કર્યો તેણે અપૂર્વ કાર્ય કર્યું, તે સમ્યગ્દર્શનમાં કૃતકૃત્ય થયો; સ્વભાવરૂપ કારણ
પરમાત્મા છે તેના અવલંબને ધર્મરૂપી કાર્ય પ્રગટ્યું. અહો, જેણે આવો આનંદસ્વભાવનો
નિર્ણય કર્યો છે, તે

PDF/HTML Page 18 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૨૦૧:
ભલે આઠ વર્ષની બાળકી હોય, હજી શુભ–અશુભ ભાવો થતા હોય, છતાં તે ક્ષણે આત્મામાં
અંશે અતીન્દ્રિય શાંતિ વર્તે છે, તેટલું કૃતકૃત્યપણું વર્તે છે. અને ચૈતન્યસ્વભાવના નિર્ણય વગર
ભલે શુભરાગ કરે ને લાખો રૂપિયા દાનમાં ખર્ચે, લોકો તેને મોટા મોટા બિરૂદ આપે, પણ તેમાં
તેના આત્માને જરાય કૃતકૃત્યપણું નથી. બહારનાં કાર્યો તો તેના થવા કાળે થયા જ કરે છે, તે
કાંઈ જીવનું કર્તવ્ય નથી; અને રાગ થાય ત્યાં ‘આ રાગ મારું કાર્ય ને હું તેનો કર્તા’ એમ
માનીને જે રોકાય છે તે પણ અધર્મી છે, આત્માની શાંતિની તેને ખબર નથી. મારી શાંતિ મારા
આત્મામાં જ છે, બહારમાં કે રાગમાં મારી શાંતિ નથી, મારો આત્મા ચૈતન્યચિંતામણિરત્ન જેવો
છે, તેમાંથી જે ચિંતવું તે મળે એટલે કે મારા આત્માને લક્ષમાં લઈને ચિંતવતાં અતીન્દ્રિય જ્ઞાન
અને આનંદની પ્રાપ્તિ થાય છે આમ જેણે પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની સન્મુખ થઈને તેની
સમ્યક્પ્રતીતિ કરી, જ્ઞાન કર્યું ને તેમાં એકાગ્રતા કરી તેણે કરવા યોગ્ય અપૂર્વ કાર્ય કર્યું, તેથી તે
કૃતકૃત્ય થયો. ભાઈ! આત્માના સ્વભાવની પ્રતીત કરીને તેમાં ઠર–તે જ તારું ખરું કાર્ય છે, આ
સિવાય પરનાં કાર્યો તારા નથી, ને રાગ થાય તે પણ ખરેખર તારું કર્તવ્ય નથી. માટે હે ભાઈ!
એકવાર તો અંર્તમુખ થઈને સ્વભાવનો નિર્ણય કર અને અનંતકાળમાં નહિ કરેલ એવું અપૂર્વ
કાર્ય પ્રગટ કર.
***
(અનુસંધાન પાના નં. ૧૮૮ થી ચાલુ)
આત્માની પ્રભુતા નથી, પણ ચિદાનંદ સ્વભાવમાં તારી પ્રભુતા છે; તેને ધ્યેય બનાવીને તેની પ્રતીત–
જ્ઞાન ને એકાગ્રતા કરવા તે ધર્મ છે. પોતાના ચૈતન્યની પ્રભુતાને ચૂકીને, પરને ધ્યેય બનાવીને જીવ અનાદિથી
સંસારમાં રખડયો છે. અંતરના ચિદાનંદ સ્વભાવની પ્રભુતાને ઓળખીને તેને ધ્યેય બનાવવો તે ભવના નાશનો
ઉપાય છે.
જુઓ, આ ચૈતન્યના સ્વાવલંબી પડખાં અંતરમાં આત્માના અવલંબનથી સમજાય તેવા છે, પણ તે માટે
ઘણી પાત્રતાથી વારંવાર સત્સમાગમ જોઈએ, વારંવાર તેનો પરિચય જોઈએ. આ સિવાય બીજો તો કોઈ
હિતનો ઉપાય છે નહિ. માટે જેને પોતાનું હિત કરવું હોય તેણે અંતરમાં આ સમજણનો પ્રયાસ કરવો જોઈએ.
અંતરમાં ચૈતન્યના અવલંબન સિવાય બહારનો બીજો કોઈ ઉપાય છે જ નહિ. સમ્યગ્દર્શન પણ ચૈતન્યનું ધ્યાન
છે, સમ્યગ્જ્ઞાન તે પણ ચૈતન્યનું ધ્યાન છે ને સમ્યક્ચરિત્ર તે પણ ચૈતન્યનું ધ્યાન છે; ચૈતન્યસ્વભાવના ધ્યાનથી
જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે, એ સિવાય કોઈપણ બીજાના ધ્યાનથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થતા
નથી. પરના અવલંબનથી લાભ માનવો તે તો મિથ્યાત્વ છે, ને ચૈતન્યસ્વભાવનું અવલંબન લઈને એકાગ્ર થવું
તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો ઉપાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેમાં ધ્યેયરૂપ એક શુદ્ધ
આત્મા જ છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા શું ચીજ છે તેની સમજણ પૂર્વે કદી જીવે કરી નથી. અનંતકાળમાં જે વાત નથી
સમજ્યો તે સમજવા માટે અવકાશ લઈને મહેનત કરવી જોઈએ. જગતના લૌકિક ભણતર માટે કેટલો કાળ
ગાળે છે? ને કેટલી મહેનત કરે છે? તો જેને આત્માની દરકાર હોય તેણે આત્માની સમજણ માટે વખત લઈને
શ્રવણ–મનનથી અભ્યાસ કરવો જોઈએ. પરમાં તો આત્માની મહેનત કામ આવતી નથી, આત્માના ડહાપણને
લીધે બહારનાં કામ સુધરી જાય કે લક્ષ્મી વગેરે મળી જાય એમ બનતું નથી. લક્ષ્મી વગેરેનું મળવું કે ટળવું તે તો
પૂર્વના પુણ્ય પાપ પ્રમાણે બને છે. અને ચૈતન્યતત્ત્વની સમજણ તો વર્તમાન અપૂર્વ પ્રયત્નથી થાય છે. મારો
આત્મા ચૈતન્યતત્ત્વ છે તે આનંદનું ધામ છે, તે જ જગતમાં ઉત્કૃષ્ટ છે અને તે જ મારું ધ્યેય છે, એમ
ચૈતન્યતત્ત્વને ધ્યેય બનાવીને તેની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે, બીજું કોઈ

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૦૨: આત્મધર્મ–૧૩૦ : શ્રાવણ: ૨૦૧૦:
સમ્યગ્દર્શન નથી; તે ચૈતન્યના સ્વસંવેદનજ્ઞાન સિવાય બીજું કોઈ સમ્યગ્જ્ઞાન નથી; અને તે ચૈતન્યના ધ્યાનમાં
એકાગ્રતા સિવાય બીજું કોઈ સમ્યક્ચારિત્ર નથી; ચૈતન્ય–સ્વભાવના અવલંબનમાં જ આખો મોક્ષમાર્ગ સમાય
છે, ચૈતન્યના અવલંબન સિવાય બીજા કોઈના અવલંબનને મોક્ષમાર્ગ નથી. આ રીતે મોક્ષાર્થી જીવને પોતાનું
ચૈતન્યતત્ત્વ જ ધ્યેયરૂપ છે.
ધર્મી કહે છે કે : અહો! મારો શુદ્ધ ચિદ્રૂપ આત્મા જ મારું ધ્યેય છે, તેથી હું ચિદ્રૂપ આત્માને જ પ્રતિસમય
સ્મરું છું–તેને જ ભાવું છું; મારા શુદ્ધ ચિદ્રૂપ ભગવાનને હું કોઈપણ ક્ષણે ભૂલતો નથી, કોઈપણ સમયે મારા શુદ્ધ–
ચિંદાનંદતત્ત્વની દ્રષ્ટિ છૂટતી નથી. એકવાર એક બાવો લંગોટી ભૂલી ગયો, બીજાએ તેને ટકોર કરી કે અરે
મહારાજ! લંગોટી ક્યાં ભૂલી ગયા? ત્યારે બાવાજીએ જવાબ આપ્યો કે :
अरे भया! मैं लंगोट को तो भूल
गया लेकिन मेरे कृष्ण को मैं कहीं भूलता! અંતરની યથાર્થ–દ્રષ્ટિ તો જુદી ચીજ છે, પરંતુ આ તો બહારનું
દ્રષ્ટાંત છે. તેમ અહીં ધર્માત્માને પોતાના અંતરમાં શુદ્ધચિદાનંદ સ્વભાવની મુખ્યતાની દ્રષ્ટિ કદી છૂટતી નથી;
આખા જગતને ભૂલાય પણ અંતરના ચૈતન્યભગવાનને એક ક્ષણ પણ કેમ ભૂલાય? રાગ–દ્વેષ થાય તે
વખતેપણ ‘હું શુદ્ધચિદ્રૂપ છું’ એવી અંર્તદ્રષ્ટિ ધર્મીને કદી છૂટતી નથી, ચૈતન્ય ધ્યેયને ચૂકીને કદી રાગાદિમાં
પોતાપણું માનતા નથી. આ રીતે શુદ્ધ ચિદ્રૂપ આત્મા જ જગતમાં ઉત્તમ અને ધ્યેયરૂપ છે.
હવે શુદ્ધ ચિદ્રૂપ આત્મા જ કઈ રીતે ઉત્તમ તત્ત્વ છે તે કહે છે–
ज्ञेयो द्रश्योऽपि चिद्रूपो ज्ञाताद्रष्टा स्वभावतः।
न तथाऽन्यानि द्रव्याणि तस्मात्द्रव्योत्तमोडस्ति सः।।१०।।
આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ્ઞેય તથા દ્રશ્ય છે તેમજ તે પોતાના સ્વભાવથી જ્ઞાતાદ્રષ્ટા પણ છે; જગતના
બીજા કોઈ દ્રવ્યોમાં જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ નથી, માટે ચૈતન્ય સ્વરૂપ આત્મા જ ઉત્તમ દ્રવ્ય છે. જગતમાં આ શુદ્ધ
ચિદ્રૂપ આત્મા જ એવું તત્ત્વ છે કે જે પોતે જ્ઞાતા–દ્રષ્ટા છે તેમજ પોતે જ્ઞેય–દ્રશ્ય પણ છે, એના સિવાય બીજા કોઈ
અચેતન પદાર્થો જ્ઞાતા–દ્રષ્ટા નથી; પોતાના જ્ઞાન પ્રકાશથી આત્મા જ બધાને પ્રકાશે છે–જાણે છે, એના જ્ઞાન
પ્રકાશ વિના બધે અંધારું છે. માટે જ્ઞાનપ્રકાશી ભગવાન આત્મા જ જગતમાં ઉત્તમ તત્ત્વ છે. આમ સમજીને તેનું
શ્રવણ કરો–મનન કરો ને તેને જ ધ્યેય બનાવો. જ્ઞાન–સ્વરૂપી આત્માની સમજણ સિવાય બીજા જે કોઈ ઉપાયો
છે તે બધા નિરર્થક છે એમ નિર્ણય કરીને તેની સમજણનો પ્રયત્ન કરો.
આ ચૈતન્યસ્વરૂપઆત્મા પોતાના જ્ઞાનસ્વભાવથી પોતે પોતાને પણ જાણે છે ને પરને પણ જાણે છે; ત્યાં
પોતે પોતાને તો તન્મય થઈને જાણે છે અને પરને ભિન્નપણે રહીને જાણે છે, તેથી પોતે પોતાનું પરમાર્થ જ્ઞેય છે
ને શરીરાદિ ભિન્ન પદાર્થો તે આત્માનું વ્યવહારેજ્ઞેય છે. શરીરાદિ અચેતન પદાર્થોમાં જ્ઞેયપણું છે પણ જ્ઞાતા પણું
નથી. જ્ઞાતા અને જ્ઞેય એ બંનેની એકતા તો આત્મામાં જ છે, જ્ઞાતા પણ પોતે ને પોતાનું જ્ઞેય પણ પોતે એવી
તાકાત આત્મા સિવાય બીજા કોઈમાં નથી; માટે આત્મા જ ઉત્તમ તત્ત્વ છે. કોઈ સંયોગ વડે, રાગ વડે કે પુણ્ય
વડે આત્માની ઉત્તમતા નથી પણ જ્ઞાનસ્વભાવ વડે આત્માની ઉત્તમતા છે. જેને આત્માની આવી પ્રભુતા ભાસે
તેનું જ્ઞાન પરથી તેમજ રાગથી ખસીને આત્મમાં એકાગ્ર થયા વિના રહે નહિ, અને આત્મામાં એકાગ્ર થતાં
અલ્પકાળમાં તેની મુક્તિ થઈ જાય. આ સિવાય આત્માને કર્મ રખડાવે અને ભગવાન તારે–એમ જે માને તેને
પોતાની સ્વતંત્રતા તો ક્યાંય રહી નહિ, તેને ચૈતન્યતત્ત્વની ઉત્તમતા ભાસી નથી. કર્મ તો બિચારું જડ છે,
તેનામાં એવું સામર્થ્ય નથી કે આત્માને રખડાવે; કર્મ તો આત્માને જાણતું પણ નથી તેમજ તે પોતે પોતાને પણ
જાણતું નથી. આત્મા જ તેને જાણે છે તેમજ પોતે પોતાને પણ જાણે છે. પરંતુ અજ્ઞાની પોતાના આવા જ્ઞાન
સામર્થ્યની પ્રતીત ન કરતાં, પરને તેમજ રાગને જાણતાં તે રૂપે જ જ્ઞાનને માની લે તેથી તે સંસારમાં રખડે છે.
આત્મા કર્મને તેમજ રાગાદિને જાણે છે પણ તેમાં તન્મય થઈને તેને નથી જાણતો, તેનાથી ભિન્ન રહીને તેને જાણે
છે, અને પોતે પોતાના શુદ્ધ ચિદ્રૂપતત્ત્વને તો તન્મય થઈને જાણે છે. આ રીતે પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવનો
નિર્ણય કરીને, તેમાં તન્મય થઈને શુદ્ધ ચિદ્રૂપ આત્માને જ જ્ઞાનનું જ્ઞેય બનાવવું તે મોક્ષમાર્ગ છે. ભગવાન!
આવા તારા મહિમાવંત તત્ત્વનું તું શ્રવણ કર, તેનો આદર કર, અને તેમાં તન્મય થઈને તેને જાણ; તે શુદ્ધ
ચૈતન્યતત્ત્વના આશ્રયે જ તારું કલ્યાણ છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૨૦૩:
ભાઈ, તારા જ્ઞાનમાં ‘આ પર છે, આ રાગ છે’ એમ પરનો ને રાગનો ખ્યાલ તો આવે છે ને? તો તેનો
ખ્યાલ કરનાર ‘હું પોતે જ્ઞાન છું’ એમ પોતાના જ્ઞાનનો ખ્યાલ કેમ નથી કરતો? જ્ઞાનને બહારમાં વાળીને પરને
જાણે છે, તો જ્ઞાનને અંતરમાં વાળીને પોતાને કેમ નથી જાણતો? અજ્ઞાની જીવ પરને કે રાગને જાણતાં તેમાં જ
તન્મયપણું માની લ્યે છે, પણ જુદું જ્ઞાન તેના લક્ષમાં આવતું નથી તેથી જ તે સંસારમાં રખડે છે. તેને બદલે,
પરને અને રાગને જાણનાર હું જ્ઞાનસ્વરૂપ છું, મારું જ્ઞાન પરથી ને રાગથી જુદું જ છે એમ નિર્ણય કરીને,
જ્ઞાનતત્ત્વમાં જ તન્મય થઈને તેને પોતાનું જ્ઞેય બનાવવું તે અપૂર્વધર્મ છે ને તે મુક્તિનો માર્ગ છે. બસ!
બહારમાં જ્ઞાનનું ધ્યેય કર્યું તે સંસાર છે, ને અંતરમાં ચૈતન્યતત્ત્વને જ્ઞાનનું ધ્યેય કર્યું તે મોક્ષમાર્ગ છે.
આત્માનો ચિદાનંદસ્વભાવ સૂક્ષ્મ છે, તેનું જ્ઞાન પણ સૂક્ષ્મ છે; રાગ તે સ્થૂળ છે તેના વડે સૂક્ષ્મ
ચૈતન્યસ્વભાવ પકડાતો નથી. સૂક્ષ્મ ચિદાનંદ સ્વભાવને જાણવા માટે અંતરમાં જ્ઞાનનો અપૂર્વ પ્રયત્ન જોઈએ, તે
જ્ઞાનમાં શુભ–વિકલ્પનું પણ અવલંબન નથી. આત્માનો સ્વ–પર પ્રકાશક સ્વભાવ છે, તેણે પોતાના સ્વભાવ
સાથે જ્ઞાનની એકતા કરીને જાણવું જોઈએ, તેને બદલે પર સાથે જ્ઞાનની એક્તા માને છે, તેથી તે પોતે પોતાને
જાણતો નથી ને અજ્ઞાનને લીધે સંસારમાં રખડે છે. આત્માના સ્વપરપ્રકાશક સ્વભાવમાં જ્ઞાનની એકતા કરીને
તેને જાણવો ને તેમાં એકાગ્ર થવું તે મોક્ષનો ઉપાય છે. આત્મા પોતાના સ્વ–પર પ્રકાશક જ્ઞાન સ્વભાવથી જ
સ્વ–પરને પ્રકાશે છે, પણ રાગને કે પરને લઈને તે પ્રકાશતો નથી. રાગ વખતે તેને જાણતા અજ્ઞાનીને એમ
લાગે છે કે આ રાગને લીધે મને જ્ઞાન થાય છે; પણ તે રાગ વખતે તેવું જ જ્ઞાન પોતાની સ્વ–પરપ્રકાશક
શક્તિમાંથી ખીલ્યું છે એવી જ્ઞાનસામર્થ્યની પ્રતીત અજ્ઞાનીને બેસતી નથી. દરેક આત્માનો સ્વ–પર પ્રકાશક
સ્વભાવ હોવા છતાં અજ્ઞાનીને પોતાનો વિશ્વાસ બેસતો નથી તેથી તેને સ્વ–પરપ્રકાશક જ્ઞાનનું કાર્ય ખીલતું નથી
એટલે કે સમ્યગ્જ્ઞાન થતું નથી. આત્માના સ્વ–પરપ્રકાશક સ્વભાવનો નિર્ણય કરીને પોતે પોતાના જ્ઞાન–
સ્વભાવને પોતાનું જ્ઞેય બનાવે તો સમ્યગ્જ્ઞાન પ્રગટે ને ધર્મ થાય. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન થયા પછી ધર્મી
જીવને રાગનું પણ જ્ઞાન થાય, પરંતુ તેને તે રાગ સાથે જ્ઞાનની એકતા થતી નથી. રાગનું જ્ઞાન થાય તે પણ
પોતાના સ્વ–પરપ્રકાશક જ્ઞાનનો કાળ છે–તે કાળે જ્ઞાનનું તેવું જ સામર્થ્ય ખીલ્યું છે, એમ રાગના જ્ઞાન વખતે
પણ રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવને પ્રતીતમાં રાખવો તે ધર્મ છે. જ્ઞાનમાં રાગ જણાય, ત્યાં જ્ઞાની તો પોતાના
જ્ઞાનનું જ સામર્થ્ય દેખે છે, ને અજ્ઞાની એકલા રાગને જ દેખે છે. રાગના કાળે તે રાગનું જ્ઞાન થાય, માટે રાગને
લીધે તે જ્ઞાન થયું એમ નથી. પરને લીધે કે રાગને લીધે જ્ઞાન થતું નથી, પણ હું મારા સ્વ–પરપ્રકાશક
જ્ઞાનસ્વભાવને લીધે જ જાણું છું, મારા જ્ઞાનમાં રાગ જણાય ત્યારે પણ તે રાગની અધિકતા નથી પણ મારા
જ્ઞાનસામર્થ્યની જ અધિકતા છે, રાગથી મારી ભિન્નતા છે ને જ્ઞાન સાથે મારી એકતા છે; આમ ભેદજ્ઞાન કરીને,
પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકતા કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના તરંગ ઊઠે છે, તે
મુક્તિનો માર્ગ છે.
–વીર સં. ૨૪૮૦, માગશર વદ ૧૨ ના રોજ રાજકોટ
શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન. તત્ત્વજ્ઞાન તરંગિણી
અધ્યાય ૧, શ્લોક ૯–૧૦
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
સોનગઢમાં અષાડ વદ એકમના રોજ વીરશાસન
જયંતિ મહોત્સવ પ્રસંગે ભાઈશ્રી છોટાલાલ રાયચંદ
ખધાર (ચુડાવાળા) તથા તેમનાં ધર્મપત્ની કાન્તાબેન–
એ બંને એ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ.
ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે માટે તેમને ધન્યવાદ!