Atmadharma magazine - Ank 132
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૧
સળંગ અંક ૧૩૨
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અગિયારમું, અંક બારમો, આશ્વિન ૨૪૮૦ (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
दंसण मूलो धम्मो
સત્ ધર્મની વૃદ્ધિ હો. જૈન ધર્મ જયવંત હો
આત્મધર્મ
********************
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસીક
૧૩૨
–ઃ સંપાદકઃ–
વકીલ રામજી માણેકચંદ દોશી
*
અપૂર્વ પ્રયોગ
સત્સમાગમે ચૈતન્યની સમજણનો યથાર્થ પ્રયોગ જીવે કદી કર્યો નથી. અરે ચૈતન્ય આત્મા! તને અનંતકાળે
આવો મનુષ્ય અવતાર મળ્‌યો તેમાં તેં બહારના બીજા પ્રયોગો કર્યા પણ અંતરમાં પોતાનો જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા
શું ચીજ છે તે સમજવાનો પ્રયોગ તેં તારા જ્ઞાનમાં કદી એક ક્ષણ પણ ન કર્યો, ને મનુષ્ય અવતાર વ્યર્થમાં ગુમાવીને
પાછો સંસારમાં જ રખડયો. માટે હે ભાઈ! હવે જાગૃત થઈને સત્સમાગમે આત્માની સમજણનો પ્રયત્ન કર, જેથી
તારા અનાદિના ભવભ્રમણનો અંત આવે.
તીર્થધામ સોનગઢ
**************

PDF/HTML Page 3 of 21
single page version

background image
પ્ર.ભા.વ.ના
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રતાપે સત્યની પ્રભાવના દિન–પ્રતિદિન વધતી જાય છે, અને તેઓશ્રી જે અપૂર્વ
તત્ત્વજ્ઞાન સમજાવી રહ્યા છે તેનું શ્રવણ કરવા માટે દૂરદૂરના પણ અનેક જિજ્ઞાસુઓ તલસી રહ્યા છે. આ વર્ષે
દરલક્ષણી પર્વ દરમિયાન, ઈંદોર, ખંડવા અને ઉદેપુર એ ત્રણે સ્થળેથી ખાસ માંગણી આવી હોવાથી સોનગઢના
ભાઈઓને ત્યાં વાંચવા માટે મોકલવામાં આવ્યા હતા. ઈંદોરના કેટલાક જિજ્ઞાસુઓની ઈચ્છાથી શ્રીમાન્ હુકમીચંદજી
સેઠનો તાર આવેલ, તેથી ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠને ઈંદોર મોકલ્યા હતા. ખંડવાના દિગંબર જૈન સમાજની
માગણીથી ત્યાં ભાઈશ્રી અમૃતલાલ નરસીભાઈ શેઠને મોકલ્યા હતા. અને ઉદેપુરના દિગંબર જૈન સમાજની
માગણીથી ત્યાં બ્ર. ભાઈશ્રી અમૃતલાલભાઈને મોકલ્યા હતા. ત્રણે સ્થળે હજારો લોકોએ બહુ પ્રેમપૂર્વક લાભ લીધો
હતો અને પૂ. ગુરુદેવદ્વારા થતી જૈન શાસનની પ્રભાવના દેખીને પ્રસન્ન થયા હતા. ઈંદોર તેમજ ઉદેપુરમાં
‘માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવ–સોનગઢ’ ની ફીલ્મ પણ બતાવવામાં આવી હતી તેનો પણ હજારો માણસોએ લાભ
લીધો હતો; સત્યના શ્રવણ પ્રત્યેનો ઉલ્લાસ બતાવવા માટે ઉપરના ત્રણે ગામના જિજ્ઞાસુઓ ધન્યવાદને પાત્ર છે.
* * * * *
આત્મધર્મના ગ્રાહકોની ફરજ
આ અંકે આપણા ‘આત્મધર્મ’ માસિકનું અગિયારમું વર્ષ પૂરું થાય છે ને આવતા અંકથી બારમું વર્ષ શરૂ
થશે. તો નવા વર્ષનું લવાજમ તુરત ભરી દેવા સર્વ ગ્રાહકોને વિનંતી છે. ‘આત્મધર્મ’ ના ગ્રાહક બનીને તેમજ તેનો
પ્રચાર કરીને,–એ રીતે પણ પૂ. ગુરુદેવના અધ્યાત્મ–ઉપદેશનું બહુમાન કરવું તે જિજ્ઞાસુઓની ફરજ છે. ગ્રાહકોએ
પોતાનું લવાજમ છેવટ કારતક સુદ પૂનમ સુધીમાં મોકલી દેવું. ત્યારબાદ વી. પી. શરૂ થશે.
તાઃકઃ લવાજમ મનીઆૉડરથી મોકલતી વખતે કૂપનમાં ગ્રાહક–સંખ્યાનો નિર્દેશ કરવા વિનંતી છે.
* * * * *
“આત્મધર્મ” નું ભેટ પુસ્તક
ભાઈશ્રી હિંમતલાલ છોટાલાલ ઝોબાળિયા તરફથી તેમનાં ધર્મપત્ની લાભકુંવરબેનના સ્મરણાર્થે, તેમજ
ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ અને તેમના ભાઈઓ તરફથી તેઓનાં માતુશ્રી પુતળીબાઈના સ્મરણાર્થે, ગુજરાતી
‘આત્મધર્મ’ માસિકના ચાલુ વર્ષના ગ્રાહકોને ભેટપુસ્તક તરીકે આપવા માટે “મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો”
(ભાગ બીજો) પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં બીજી વખતનાં જે પ્રવચનો “
સદ્ગુરુ પ્રવચન પ્રસાદ” પત્રિકામાં પ્રસિદ્ધ થયેલાં છે તેમાંથી સાતમા અધ્યાય ઉપરનાં પ્રવચનો સંક્ષેપીને આ
પુસ્તકમાં છપાવવામાં આવ્યાં છે. (“મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો” ના પહેલા પુસ્તકના નિવેદનમાં સાતમા અધ્યાય
ઉપરનાં જે પ્રવચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે હજી અપ્રસિદ્ધ છે.) “આત્મધર્મ” ના આ ભેટ પુસ્તકમાં
લગભગ ૪૨પ પાનાં છે, અને મુખપૃષ્ઠ ઉપર સુંદર રંગીન ચિત્ર છે. મુખ્ય મુખ્ય ગામોના ગ્રાહકોને ત્યાંના મુમુક્ષુમંડળ
મારફત આ પુસ્તક પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકની છૂટક નકલની કિંમત રૂા. ૧–૮–૦ છે. “
આત્મધર્મ” ના ગ્રાહકોને આ પુસ્તક ભેટ આપવા માટે ઉપર્યુક્ત બંને ભાઈઓનો આભાર માનવામાં આવે છે.
* * * * *

PDF/HTML Page 4 of 21
single page version

background image
જગતને અનાદિથી દુર્લક્ષ્ય એવા–
ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન
*****************************************
‘અહો! અંતરમાં પરમ ચૈતન્યતત્ત્વ છે તેને જગતના જીવો સમજે ને
આત્માના આનંદની સન્મુખ થાય! –આવો સંતોને વિકલ્પ ઉઠયો, અને વાણી
નીકળી. પણ ચૈતન્યતત્ત્વ તો વચનાતીત છે ને વિકલ્પથી પણ પાર છે, જીવ
પોતે જાગૃત થઈને પુરુષાર્થ વડે ચૈતન્યતત્ત્વની સન્મુખ જાય તો અંદરથી
ચૈતન્યનો ઝણકાર જાગે ને આનંદનું વેદન થાય. જ્ઞાનને અંતર્મુખ કરીને
અંદરથી ચૈતન્યનો ઝણઝણાટ આવ્યો ત્યાં ચૈતન્યતત્ત્વ લક્ષમાં આવે છે ને
તેનો અપૂર્વ આનંદ અનુભવમાં આવે છે. માટે હે જીવ! તું વાણી કે વિકલ્પ
ઉપર તારા લક્ષનું જોર ન આપીશ, પણ શુદ્ધ ચૈતન્યતત્ત્વ ઉપર જ લક્ષનું જોર
આપીને તેને ધ્યેય બનાવજે.
(રાણપુરમાં વૈશાખ સુદ દસમના રોજ પૂ. ગુરુદેવનું પ્રવચન.)
*
આજે ભગવાન મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન થવાનો દિવસ છે તેથી માંગળિક છે. આત્માનું પરમાર્થ–
સ્વરૂપ જાણીને તેમાં પરિપૂર્ણ એકાગ્રતા વડે ભગવાનને આજે કેવળજ્ઞાન પ્રગટયું. આત્માનું પરમાર્થસ્વરૂપ શું છે તેનું
વર્ણન આ પદ્મનંદીપચીસીના ‘નિશ્ચયપંચાશત’ અધિકારમાં કર્યું છે. આત્માનું નિશ્ચય એટલે વાસ્તવિક શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ શું છે તેનું યથાર્થજ્ઞાન જીવે પૂર્વે કદી કર્યું નથી; તે નિશ્ચયસ્વરૂપના જ્ઞાન વિના અનાદિથી જીવ સંસારમાં
રખડે છે. આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરે તો અનાદિનું અજ્ઞાન મટે ને સંસાર પરિભ્રમણ ટળે. તેથી અહીં આ
અધિકારમાં શાસ્ત્રકાર આત્માનું નિશ્ચયસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તે ઓળખાવે છે; તેમાં મંગલાચરણ કરતાં
ચૈતન્યનો મહિમા કરે છે–
दुर्लक्ष्यं जगति परं ज्योतिर्वाचां गणः कवीन्द्राणाम् ।
जलमिव वजे्र यस्मिन्नलब्धमध्यो बहिर्लुठति ।। १।।
જેમ હીરા–રત્નમાં પાણી અંદર પ્રવેશતું નથી પણ બહાર જ રહે છે તેમ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ ભગવાન
આત્મામાં મોટા મોટા કવિઓની વાણી પણ પ્રવેશી શકતી નથી, પણ ચૈતન્યની બહાર જ રહે છે; આવું ચૈતન્યસ્વરૂપ
જગતમાં દુર્લક્ષ્ય છે. વાણીના અવલંબનથી કે વાણી તરફના રાગથી લક્ષમાં આવી જાય–એવું ચૈતન્યસ્વરૂપ નથી.
વાણી અને રાગનું અવલંબન છોડીને જ્ઞાનને અંર્તસ્વભાવની સન્મુખ કરે તો આત્મા લક્ષમાં આવે અને તેના
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય. અહો! ભગવાન આત્મા વચનાતીત છે, તેનામાં વાણીનો પ્રવેશ નથી. સંતો
વાણીથી તેનું અમુક વર્ણન કરે, પણ પોતે અંતરમાં લક્ષ કરીને અનુભવમાં પકડે તો વાણીને નિમિત્ત કહેવાય; પણ
વાણીમાં એવી તાકાત નથી કે આત્માનું સ્વરૂપ બતાવે. જેમ તાજા ઘીનો સ્વાદ ખ્યાલમાં આવે છે પણ વાણીથી તે
બતાવી શકાતો નથી, તેમ ચૈતન્યસ્વભાવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ અંતરના જ્ઞાન વડે અનુભવમાં આવે છે પણ
વાણી દ્વારા તેનું પૂરું વર્ણન થઈ શકતું નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા વાણીથી અગોચર હોવા છતાં, જ્ઞાનમાં ન સમજી
શકાય એવો નથી. ચૈતન્યસ્વરૂપ આત્મા ઈંદ્રિયોથી કે વિકલ્પોથી લક્ષમાં આવે તેવો નથી તેથી દુર્લક્ષ્ય છે, પરંતુ
જ્ઞાનને અંતર્મુખ કરીને લક્ષમાં લે, તો ભગવાન આત્મા જણાય તેવો છે. જીવે અનાદિથી બહારમાં જ
આશ્વિનઃ ૨૪૮૦
ઃ ૨૨૭ઃ

PDF/HTML Page 5 of 21
single page version

background image
જોયું છે, પણ અંર્તમુખ થઈને આત્માનું અવલોકન કદી કર્યું નથી, માટે તે દુર્લક્ષ્ય છે. જેમ હીરામાં પાણીનો પ્રવેશ
થતો નથી તેમ ચૈતન્યરત્નમાં વાણીનો કે વિકલ્પનો પ્રવેશ થતો નથી. જુઓ, આચાર્યદેવને વિકલ્પ ઉઠયો છે અને
વાણીથી કથન થાય છે, છતાં નિર્માનતાથી વસ્તુસ્વરૂપને જાહેર કરે છે કે ભાઈ! અમારા અરૂપી આત્મામાંથી આ
વાણી નથી આવતી, અને આ વાણી વડે આત્મા જણાય–એમ નથી. જુઓ, સત્ય સમજનારને આવા સંતોની વાણી
જ નિમિત્ત હોય, એનાથી વિપરીત વાણી નિમિત્ત તરીકે ન હોય; છતાં ચૈતન્ય સ્વરૂપી આત્મા તો તે વાણીથી પણ
અગોચર છે. વાણીમાં તો અમુક ઇશારા આવે પણ અંતરમાં જ્ઞાન વડે પોતે ખ્યાલમાં લઈ લે તો તે જ્ઞાન વડે
સમજાય એવો આત્મા છે. ભગવાન! તારો આત્મા ચૈતન્યજ્યોત છે તે સ્વ–પરનો પ્રકાશક છે. જેમ અગ્નિની
જ્યોતમાં પાચક, દાહક અને પ્રકાશક એવી ત્રણ શક્તિ છે, તેમ ચૈતન્ય જ્યોતઆત્મામાં સમ્યગ્દર્શનની એવી પાચક
શક્તિ છે કે ત્રિકાળી જ્ઞાનાનંદસ્વભાવને અંતરની પ્રતીતિમાં પચાવી દે છે; તથા સમ્યગ્જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક
છે; ને સમ્યક્ચારિત્રનો સ્વભાવ રાગાદિને બાળી નાંખે તેવો દાહક છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ છે, તે સ્વભાવમાં પરિપૂર્ણ જાણવાની તાકાત છે. જેનો જે સ્વભાવ હોય તે અપૂર્ણ
ન હોય. આત્માની વર્તમાન પર્યાયમાં વ્યક્તજ્ઞાન થોડું હોવા છતાં, તે જ્ઞાનને અંતરમાં વાળે તો, આત્માના
સ્વભાવમાં પરિપૂર્ણ જ્ઞાનની તાકાત ભરી છે તે પ્રતીતમાં આવે છે; અને પૂર્ણ સ્વભાવની પ્રતીત થતાં ‘અલ્પજ્ઞતા કે
વિકાર જેટલો હું’ એવી પર્યાયબુદ્ધિ છૂટી જાય છે. જેમ–લીંડીપીપરના એકેક દાણામાં ચોસઠપોરી તીખાશથી પૂરી
શક્તિ છે, ચોસઠપોરી તીખાશ પ્રગટયા પહેલાં પણ તેનામાં તેવી તાકાત પડી છે, તેમ એકેક આત્મામાં ત્રણકાળ
ત્રણલોકને જાણે એવી સર્વજ્ઞ શક્તિ પડી છે, સર્વજ્ઞતા પ્રગટયા પહેલાં પણ સ્વભાવમાં સર્વજ્ઞતાની તાકાત ભરી છે;
અલ્પજ્ઞતા વખતે પણ ધર્મીને પોતાના પરિપૂર્ણ સ્વભાવસામર્થ્યની એવી પ્રતીત છે કે મારો સ્વભાવ અલ્પજ્ઞ રહેવાનો
નથી, પણ સર્વજ્ઞ થવાનો મારો સ્વભાવ છે, સર્વજ્ઞતાની તાકાત અત્યારે જ મારા આત્મામાં પડી છે. મારામાં સર્વજ્ઞ
શક્તિ છે તેના જ આધારે મારી સર્વજ્ઞદશા પ્રગટશે, એ સિવાય બીજા કોઈના આધારે મારી સર્વજ્ઞદશા નહિ પ્રગટે.
રાગરહિત શુદ્ધ ચિદાનંદ સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થવા છતાં ધર્મીને હજી નીચલી ભૂમિકામાં પુણ્ય–પાપના
ભાવો આવે ખરા, પણ ત્યાં અંતરમાં પુણ્ય–પાપથી પાર જ્ઞાનાનંદ સ્વરૂપની દ્રષ્ટિ તેને વર્તે છે, દ્રષ્ટિની શૂરતા ધર્મીને
એક ક્ષણ પણ ખસતી નથી; રાગ વખતે ય રાગથી ભિન્નપણે દ્રષ્ટિનું પરિણમન વર્તે છે. અજ્ઞાની તો ‘રાગ તે જ હું,
રાગથી મને લાભ થાય’–એમ માનીને રાગ સાથે એકત્વપણે પરિણમે છે, એટલે રાગથી જુદું ચૈતન્યતત્ત્વ તેને દુર્લક્ષ્ય
છે. રાગમાં એવી તાકાત નથી કે ચૈતન્યનું લક્ષ કરાવી શકે. આખા ચૈતન્યતત્ત્વને પચાવી શકે એવી તાકાત રાગમાં
નથી પણ સમ્યક્શ્રદ્ધામાં જ એવી તાકાત છે કે આખા ચૈતન્યતત્ત્વને પ્રતીતમાં પચાવી લે છે. લોકો બોલે છે કે ‘મૂડી
ખેડૂત ન પચાવી શકે, વાણિયા પચાવી શકે’ તેમ અહીં આત્મા–વેપારી પોતાના ચૈતન્ય ઉપયોગના વેપારમાં અખંડ
ચૈતન્યસ્વભાવને લક્ષમાં લઈને, પ્રતીતમાં પચાવે–એવી તેની તાકાત છે. એ સિવાય શરીરમાં એવી તાકાત નથી ને
રાગમાં પણ એવી તાકાત નથી કે તેના વડે અખંડ ચૈતન્યસ્વભાવ પ્રતીતમાં આવે.
બહારમાં પૈસા વગેરે મળવા કે ટળવા તેમાં જીવનું કાંઈ કાર્ય નથી; પુણ્ય હોય તો પૈસા વગેરે મળે અને પુણ્ય
ન હોય તો લાખ ઉપાયે પણ પૈસા રહે નહિ. જિનમંદિર વગેરેમાં લાખો રૂપિયા ખર્ચે તો પણ પૈસા ખરચતાં ખૂટતા
નથી, પુણ્ય હોય તો પૈસા ખૂટે નહિ ને પુણ્ય ખૂટતાં પૈસા રહે નહિ. માટે પૈસા વગેરે પર વસ્તુને આત્મા પચાવી શકે
એ વાત તો સાચી નથી. પણ અંતરમા આત્માના અખૂટ ચૈતન્યનિધાનને પ્રતીતમાં લઈને પચાવી દેવાની
સમ્યક્શ્રદ્ધાની તાકાત છે. એ સિવાય પુણ્ય–પરિણામમાં પણ એવી તાકાત નથી. સર્વજ્ઞ ભગવાન કહે છે કે હે જીવ!
તારામાં સર્વજ્ઞતાની તાકાત છે એની પહેલાં પ્રતીત તો કર! અંતર્મુખ થઈને તારા ચૈતન્યનિધાનમાં ડોકિયું તો કર.
અંદર નજર કરતાં ન્યાલ કરી દે એવા ચૈતન્યનિધાન તારામાં ભર્યા છે. વળી જેમ અગ્નિની જ્યોતમાં પ્રકાશક અને
દાહક સ્વભાવ છે. તેમ ચૈતન્યજ્યોતિ ભગવાન આત્મામાં સ્વ–પરને જાણે એવી પ્રકાશકશક્તિ છે, અને જ્ઞાનમાં
એકાગ્ર થઈને રાગાદિ વિકારને બાળીને ભસ્મ કરી નાંખે એવો દાહક સ્વભાવ છે, એટલે કે સમ્યક્
ઃ ૨૨૮ઃ
આત્મધર્મઃ ૧૩૨

PDF/HTML Page 6 of 21
single page version

background image
ચારિત્ર વડે રાગાદિ વિકારનો નાશ કરી નાખવાની ચૈતન્યજ્યોતની તાકાત છે. આ રીતે ચૈતન્યતત્ત્વની
સમ્યક્શ્રદ્ધામાં આખા આત્માને પચાવે એવી પાચકશક્તિ છે, સમ્યગ્જ્ઞાનમાં સ્વ–પરને જાણે એવી પ્રકાશકશક્તિ છે ને
સમ્યક્ચારિત્રમાં રાગાદિને બાળે એવી દાહકશક્તિ છે. આવા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ ચૈતન્યતત્ત્વ છે તે
આ જગતમાં ઉત્તમ છે. અહો! આવું પરમ ચૈતન્યતત્ત્વ જગતને દુર્લક્ષ છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે આ ચૈતન્યતત્ત્વ
સ્વસંવેદ્ય છે, તે પોતે પોતાના જ્ઞાનથી જ જણાય તેવું છે, એ સિવાય રાગથી કે વાણીથી તે જણાય તેવું નથી. વાણીથી
તે અગોચર છે. વાણીમાં તેનું અમુક કથન આવશે પણ વાણી કાઢવી તે અમારો સ્વભાવ નથી, અમારા આત્મામાંથી
વાણી નીકળતી નથી અને તે વાણી તમારા આત્મામાં પ્રવેશતી નથી; એટલે વાણીના લક્ષે આત્મા નહિ પકડાય, પણ
વાણીનું લક્ષ છોડીને જ્ઞાનને અંર્તસ્વભાવની સન્મુખ કરે તો આત્મા લક્ષમાં આવે તેવો છે, જ્ઞાન સિવાય રાગાદિથી
કે વાણીથી તે દુર્લક્ષ્ય છે. અંર્ત–સ્વભાવને લક્ષમાં લેવાનો ખરો પ્રયત્ન અનંતકાળમાં એક સેકંડ પણ જીવે કર્યો નથી.
પુણ્ય–પાપ મને હિતરૂપ છે અને અનુકૂળ સંયોગો મને મદદ કરશે–એમ માનીને જીવ બહારના લક્ષમાં જ અટકયો છે,
પણ અંતરમાં સંયોગથી તેમજ રાગથી પાર પોતાના ચૈતન્યતત્ત્વનું લક્ષ કદી કર્યું નથી માટે તે દુર્લક્ષ છે. પરંતુ જો
યથાર્થજ્ઞાન વડે લક્ષમાં લેવા માંગે તો તે દુર્લક્ષ નથી. સ્વસંવેદન જ્ઞાનથી અનુભવમાં આવે છે. જેમ તીખાં (મરી) ની
તીખાસ અને મરચાંની તીખાસ એ બંનેના રસમાં ફેર છે, તે જ્ઞાનથી ખ્યાલમાં આવે છે પણ વાણીથી પૂરું સમજાવી
શકાતું નથી, તેમ અહીં સંતો કહે છે કે અહો! ભગવાન આત્મા અતીન્દ્રિય ચૈતન્યરસનો પિંડ છે, તે ચૈતન્યરસનો
સ્વાદ અનુભવમાં આવે છે પણ વાણી દ્વારા તે શાંત આનંદરસનું વર્ણન પૂરું થઈ શકતું નથી. પ્રભો! વાણીનો પ્રવેશ
આત્મામાં નથી, ને વિકલ્પ વડે પણ આત્માના સ્વભાવમાં પ્રવેશ થઈ શકતો નથી. આવો તારા ચૈતન્યતત્ત્વનો
મહિમા છે. ચૈતન્યસ્વભાવનું આવું સામર્થ્ય અંતરમાં પોતાને ન ભાસે તો વાણી શું કરે?
(૧) ચૈતન્યસ્વભાવની સામર્થ્યતા
(૨) વિકારની વિપરીતતા
અને(૩) સંયોગની પૃથકતા
–એ ત્રણે પ્રકારોને બરાબર ઓળખે, તો સંયોગ અને વિકારનું લક્ષ છોડીને ચૈતન્યસ્વભાવમાં લક્ષને એકાગ્ર
કરે. સંયોગ અને વિકારથી પાર એવા ચૈતન્યસ્વભાવનું સામર્થ્ય જ્યાં સુધી લક્ષમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન તેમાં થંભે
નહિ ને સમ્યગ્જ્ઞાન થાય નહિ. અનાદિથી જીવે સંયોગોનું અને રાગનું જ લક્ષ કર્યું છે પણ પોતાના ચૈતન્યસામર્થ્યને
કદી લક્ષમાં લીધું નથી, માટે તેને દુર્લક્ષ કહ્યું છે. અહીં ચૈતન્યતત્ત્વને ‘દુર્લક્ષ’ કહીને એમ સમજાવવું છે કે હે જીવ! તું
તેને લક્ષમાં લેવાનો અંતરંગ ઉદ્યમ કર; તે લક્ષમાં આવી જ ન શકે–એવો તેનો આશય નથી. વાણીથી, ઇન્દ્રિયોથી કે
રાગથી દુર્લક્ષ્ય હોવા છતાં અંતર્મુખ જ્ઞાનથી તે લક્ષમાં આવે છે, માટે તારા જ્ઞાનવડે ચૈતન્યતત્ત્વ લક્ષમાં લેવાનો ઉદ્યમ
કર, એવો ઉપદેશ છે.
જેમ હીરામાં પાણી અંદર પ્રવેશ કરતું નથી પણ બહાર જ રહે છે, તેમ ચૈતન્યરત્નમાં મોટા મોટા યોગી –
ઓની વાણી પણ પ્રવેશ કરી શકતી નથી. વાણી તે જડ અને રૂપી છે, અરૂપી ચૈતન્યતત્ત્વમાં તેનો પ્રવેશ નથી. વાણી
વાણીના યોગે નીકળે પણ જો તેનો ભાવ લક્ષમાં લઈને પોતે ચૈતન્યતત્ત્વને ન પકડે તો વાણીમાં સમજાવી દેવાની
તાકાત નથી. ગણધરદેવની વાણીમાં પણ ચૈતન્યતત્ત્વનું પૂરું વર્ણન ન આવ્યું. વચનાતીત વસ્તુ વચનમાં કઈ રીતે
આવે? વચનમાં તો સ્થૂળ વર્ણન આવે. બાકી તો જ્ઞાનથી અંર્તલક્ષ કરીને સીધી ચૈતન્યવસ્તુને પકડે તો તે
અનુભવમાં આવે તેમ છે. માટે શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં
કહી શક્યાં નહિ તે પણ શ્રી ભગવાન જો,
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
વચન તેમજ વિકલ્પોથી અગોચર, અને માત્ર સ્વાનુભવથી ગોચર આવું ચૈતન્યતત્ત્વ છે, અહો! આવા
ચૈતન્યનું લક્ષ સંસારના જીવોને બહુ દુર્લભ છે, ચૈતન્યનું લક્ષ પૂર્વે કદી નથી કર્યું તેથી તે દુર્લભ છે, પરંતુ અશક્ય
નથી. દુર્લભ હોવા છતાં યથાર્થ પ્રયત્નથી તે સુલભ થઈ શકે છે. આવા ચૈતન્યસ્વભાવને લક્ષમાં લઈને તેનો મહિમા
કરવો, તેની ભાવના કરવી–તે માંગલિક છે. આવા ચૈતન્યતત્ત્વને લક્ષમાં લીધા વિના બીજી કોઈ પણ રીતે મુક્તિના
માર્ગની શરૂઆત થવાની નથી.
આશ્વિનઃ ૨૪૮૦
ઃ ૨૨૯ઃ

PDF/HTML Page 7 of 21
single page version

background image
શાસ્ત્રકાર કહે છે કે અમને ચૈતન્યતત્ત્વના વર્ણનનો વિકલ્પ ઉઠયો છે અને વાણીના યોગે વાણી નીકળે છે;
પણ અરે! ચૈતન્યતત્ત્વ તો આ વિકલ્પ અને વાણી બંનેથી અગોચર છે. વાણી તો જડ છે તે ચૈતન્યથી જુદી છે, અને
વિકલ્પ તે વિકાર છે તે પણ ચૈતન્યથી વિપરીત છે, તેના વડે ચૈતન્યતત્ત્વમાં પહોંચાતું નથી; અંતરના જ્ઞાન વડે જ
લક્ષમાં આવે એવું ચૈતન્યતત્ત્વ છે. હું આવા ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિનો જ કામી છું, વાણી અને વિકલ્પ હો ભલે પણ
મારું ધ્યેય તો શુદ્ધ ચૈતન્યતત્ત્વને પ્રાપ્ત કરવાનું જ છે. ચૈતન્યતત્ત્વના વર્ણનનો વિકલ્પ ઊઠયો હોવા છતાં પણ
ચૈતન્યતત્ત્વ તે વિકલ્પથી અગોચર છે’ એમ કહીને તે વિકલ્પ હેય કરી નાંખ્યો છે, તેમજ ‘વાણીથી પણ ચૈતન્યતત્ત્વ
અગોચર છે’ એટલે વાણી તરફ પણ જોર ન રહ્યું કે ‘હું આવી વાણી કાઢીને સામાને ચૈતન્યતત્ત્વ સમજાવી દઉં!’
વાણી ઉપર કે વિકલ્પ ઉપર જોર નથી પણ ચૈતન્યતત્ત્વ ઉપર જ જોર છે, ચૈતન્યતત્ત્વ જ અમારું ધ્યેય છે; માટે
શ્રોતાને પણ કહે છે કે, તું વાણી કે વિકલ્પ ઉપર તારા લક્ષનું જોર ન આપીશ, પણ શુદ્ધચૈતન્યતત્ત્વ ઉપર જ લક્ષનું
જોર આપીને તેને ધ્યેય બનાવજે. ‘અરે! મારું ચૈતન્યતત્ત્વ આ વિકલ્પથી પાર છે’ આમ જ્યાં જ્ઞાનને અંતર્મુખ
કરીને અંદરથી ચૈતન્યનો ઝણઝણાટ આવ્યો ત્યાં ચૈતન્યતત્ત્વ લક્ષમાં આવે છે ને તેનો અપૂર્વ આનંદ અનુભવમાં
આવે છે. અહો! અમારો આત્મા પોતે અતીન્દ્રિય આનંદનો સાગર છે, તે વચનાતીત છે ને વિકલ્પથી પણ પાર છે,–
આમ પોતે જાગૃત થઈને પુરુષાર્થ વડે ચૈતન્યતત્ત્વની સન્મુખ જાય તો અંદરથી ચૈતન્યનો ઝણકાર જાગે ને આનંદનું
વેદન થાય. સંતોને એવો વિકલ્પ ઊઠયો કે ‘અહો! આવું પરમ ચૈતન્યતત્ત્વ છે તેને જગતના જીવો સમજે ને
આત્માના આનંદની સન્મુખ થાય!’ આવા વિકલ્પથી વાણી નીકળી, પણ તે વિકલ્પ કે વાણી વડે આત્મા અનુભવમાં
આવી જાય તેવો નથી. તું વિકલ્પ અને વાણીનું અવલંબન છોડીને જ્ઞાન વડે જ જ્ઞાનાનંદ સ્વભાવને પકડવાનો
પ્રયત્ન કર તો તને વાણી નિમિત્ત કહેવાય. પણ ચૈતન્યતત્ત્વ તો વાણીથી પાર જ છે. વાણી જડરૂપી છે તેનામાં એવી
તાકાત નથી કે અરૂપી ચૈતન્યતત્ત્વમાં પ્રવેશ કરે. વાણી તો ચૈતન્યતત્ત્વની બહાર જ લોટે છે. આવા ચૈતન્યતત્ત્વને
જ્ઞાનનું લક્ષ્ય બનાવીને તેનો અનુભવ કરવો તે અપૂર્વ ધર્મ છે, ને તે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે.
********************************************
જેતપુર શહેરના જિનમંદિર માટે રૂા. પ૦૦૨) ની ઉદાર સહાયતા
સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવના મંગલ વિહાર દરમિયાન માહ સુદ આઠમના રોજ
જેતપુર શહેરમાં જિનમંદિર માટેની જાહેરાત થયેલી, તે સમાચાર ‘આત્મધર્મ’ અંક ૧૨પ
માં આવી ગયા છે. તે વખતે અંદાજ રૂા. ૭૦૦૦) નું ફંડ થયેલું.
આ ઉપરાંત શ્રાવણ વદ અમાસના રોજ પોરબંદરના ઉત્સાહી ભાઈશ્રી ભૂરાલાલ
ભુદરજી કોઠારીએ જેતપુરના જિનમંદિરને માટે રૂા. પ૦૦૨) ની ઉદાર સહાયતા જાહેર
કરી છે, તેમાં રૂા. ૨પ૦૧) પોતાના નામથી અને રૂા. ૨પ૦૧) પોતાનાં ધર્મપત્ની
કસુંબાબેનના નામથી જાહેર કર્યા છે.
ઉપરની રકમ ઉપરાંત ગોંડલના જિનમંદિર માટે પણ તેમણે રૂા. ૧૦૦૨) જાહેર
કર્યા હતા.
પંચકલ્યાણક મહોત્સવ પ્રસંગે પૂ. ગુરુદેવ પોરબંદર પધાર્યા ત્યારથી ભાઈશ્રી
ભૂરાલાલભાઈને સત્તત્ત્વ પ્રત્યે રુચિ અને ભક્તિ જાગૃત થયાં, અને ટૂંકા વખતમાં તેમણે
ઘણો ઉત્સાહ બતાવ્યો છે. તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
********************************************
ઃ ૨૩૦ઃ આત્મધર્મઃ ૧૩૨

PDF/HTML Page 8 of 21
single page version

background image
આનંદ કયાં? ને આદરણીય શું?
*
આત્માનો સ્વભાવ ચિદાનંદ છે, જ્ઞાન ને આનંદ તેના સ્વભાવમાં જ ભર્યા છે; પણ
અનાદિથી તેને ભૂલીને, બહારમાં આનંદ માનીને સંસારમાં રખડે છે. અનાદિથી સંસારમાં રખડતાં
આત્માના ભાન સિવાય બીજું બધું કર્યું–સ્વર્ગમાં ગયો ને નરકમાં પણ ગયો, રંક થયો ને રાજા
પણ થયો, પરંતુ આત્માના ભાન વિના તેને ક્યાંય શાંતિ ન થઈ. શાંતિ તો આત્માના સ્વભાવમાં
છે તેને ઓળખે તો શાંતિ પ્રગટે, શાંતિ જ્યાં ભરી હોય ત્યાંથી પ્રગટે, પણ બહારથી ન આવે. જેમ
ચણામાં જ મીઠાસ ભરી છે, તેને સેકતાં તેમાંથી જ તે બહાર આવે છે, તાવડામાંથી તે મીઠાસ
નથી આવતી; તેમ આત્મા પોતે જ આનંદસ્વભાવથી ભરેલો છે, તેની શ્રદ્ધા કરીને તેમાં એકાગ્ર
થતાં તેમાંથી જ તે આનંદ પ્રગટે છે, ક્યાંય બહારથી તે આનંદ નથી આવતો. આત્મા સિવાય
બહારના કોઈ વિષયોમાં આનંદ માનવો તે ભ્રાંતિ છે. પરમાં આનંદ માનીને જે રાગ થાય છે તે
રાગમાં પણ આનંદ નથી. હિંસાદિ પાપનો રાગ તો દુઃખદાયક છે ને દયા–દાન વગેરેનો પુણ્યરાગ
થાય તે પણ દુઃખરૂપ છે, તેમાં ચૈતન્યનો આનંદ કે શાંતિ નથી.
આત્માના સ્વભાવમાં આનંદ છે તેને ભૂલીને બહારમાં ને રાગમાં આનંદ માન્યો, તોપણ
જીવના સ્વભાવમાં જે આનંદ ભર્યો છે તેનો નાશ થઈ ગયો નથી. જેમ કાચા ચણાનો સ્વાદ તૂરો
લાગે છે તોપણ તેના સ્વભાવમાં જે મીઠો સ્વાદ છે તેનો નાશ થઈ ગયો નથી, તેને સેકતાં તે
મીઠાસ બહાર આવે છે. તેમ અજ્ઞાનભાવને લીધે અનાદિથી જીવ સંસારમાં દુઃખી છે તોપણ
તેનામાં આનંદસ્વભાવ ભર્યો છે, સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે આત્માનું પ્રતપન કરતાં તે
આનંદનો અનુભવ થાય છે. પહેલાં અંતર્મુખ સ્વભાવની શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન કરતાં જ
નિર્વિકલ્પ આનંદના અંશનો અપૂર્વ સ્વાદ આવે છે, અને પૂર્ણાનંદ પ્રતીતમાં આવી જાય છે કે
અહો! સિદ્ધ ભગવાન જેવો પરિપૂર્ણ આનંદ તો અહીં જ ભર્યો છે. આવા આત્માના અતીન્દ્રિય
આનંદનું ભાન થતાં બહારના વિષયો તુચ્છ ભાસે છે. તેમાં ક્યાંય સ્વપ્નેય સુખ ભાસતું નથી.
આનંદનિધાન ચૈતન્યમૂર્તિ આત્માની રુચિ છોડીને બહારની રુચિ તે સંસારનું કારણ છે, અને
આત્માના આનંદ–સ્વભાવની રુચિ કરવી તે મોક્ષનું કારણ છે.
ભાઈ! અનાદિથી તું સંસારમાં રખડી રહ્યો છે, તેમાં તારા આત્માનો આનંદસ્વભાવ પણ
તારી સાથે ને સાથે જ છે, આત્માની શક્તિમાં જે આનંદસ્વભાવ પડયો છે તે કદી તેનાથી જુદો
પડતો નથી. પણ અનાદિથી જીવે તેની સામે જોઈને સ્વશક્તિની સંભાળ કદી કરી નથી તેથી તે
આનંદનો અનુભવ થતો નથી. મારા આત્માનો આનંદસ્વભાવ એવો ને એવો છે–એમ
સ્વભાવશક્તિની સંભાળ કરીને તેમાં એકાગ્ર થતાં આત્માના આનંદનો અનુભવ થાય છે.
આ શરીર જડ છે. તેમાં ક્યાંય આત્માનો આનંદ નથી. શરીર આત્માથી જુદું છે, તેની
ક્રિયાને આત્મા કરી શકતો નથી. શરીરની ક્રિયાઓ સ્વયં થાય છે, ત્યાં ‘આને હું કરું છું’ એમ
અજ્ઞાની તેનું અભિમાન કરે છે, તેને જડથી ભિન્ન આત્મસ્વરૂપની ખબર નથી. ભાઈ! તારો
આત્મા તો જ્ઞાન છે, તે જડમાં શું કરે? શરીરમાં રોગ થાય ત્યાં જ્ઞાન તેને જાણે પણ તે
આશ્વિનઃ ૨૪૮૦ ઃ ૨૩૧ઃ

PDF/HTML Page 9 of 21
single page version

background image
રોગને મટાડવાની જ્ઞાનની તાકાત નથી. શરીરમાં રોગ થવાની ઈચ્છા ન હોય છતાં રોગ થાય છે
તેને આત્મા રોકી શકતો નથી. આ નજીકના શરીરનું કાર્ય પણ જીવને આધીન થતું નથી તો પછી
બીજા પરપદાર્થોનાં કામ આત્મા કરે એ વાત તો ક્યાં રહી? જડ–ચેતનની એકત્વબુદ્ધિથી
અજ્ઞાનીને અનાદિથી ભ્રમણાનો રોગ લાગુ પડયો છે. તે ભ્રમણાનો રોગ ક્યારે ટળે? તેની આ
વાત છે. હું તો જ્ઞાનસ્વરૂપ જાણનાર છું, જ્ઞાન સિવાય બીજું કોઈ કાર્ય મારું નથી, આ શરીરાદિ
પરપદાર્થો તે મારાં જ્ઞાનના જ્ઞેયો છે પણ તેમના કાર્યો મારાં નથી, તે પદાર્થો મારાથી જુદા છે,
મારું શુદ્ધ ચિદાનંદતત્ત્વ તે મારું સ્વજ્ઞેય છે ને તે સ્વજ્ઞેયમાં જ્ઞાનની એકતાથી જે વીતરાગી નિર્મળ
આનંદદશા પ્રગટી તે મારું કાર્ય છે.–આવું યથાર્થ અંર્તભાન કરતાં અનાદિની ભ્રમણા છેદાઈ જાય
છે, ને પરના કાર્યો હું કરું–એવું અભિમાન થતું નથી. આવું ભાન કરવું તે અપૂર્વ ધર્મની શરૂઆત
છે, ને તેનાથી જ આત્માની મહત્તા છે.
અજ્ઞાની લોકો ચૈતન્યસ્વભાવનો મહિમા ઓળખતા નથી તેથી લક્ષ્મી વગેરે
બાહ્યસંયોગોથી આત્માની મહત્તા માને છે. પરંતુ ખરેખર બાહ્ય સંયોગોથી આત્માની મહત્તા નથી,
પરંતુ અંતરસ્વભાવની પ્રભુતાનું અવલંબન કરતાં જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી ધર્મ
પ્રગટે તેના વડે આત્માની મહત્તા છે ને તેમાં જ આત્માની શોભા છે. જુઓ, જગતમાં મોટા
ચક્રવર્તીઓ ને ઇન્દ્રો પણ, મહા મુનિરાજ વગેરે સંતોના ચરણોમાં નમસ્કાર કરે છે; મુનિરાજ પાસે
તો કાંઈ પૈસા વગેરેનો સંયોગ નથી, અને ચક્રવર્તી પાસે તો ધનના ઢગલા છે, છતાં તે ચક્રવર્તી
મુનિરાજના ચરણોમાં કેમ નમે છે?–કારણકે મુનિરાજ પાસે આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મની અધિકતા છે, તેથી ચક્રવર્તી પણ તેમના ચરણોમાં વંદન કરે છે. આનો અર્થ એ
થયો કે પુણ્યના ફળ કરતાં ધર્મનો મહિમા છે, સંયોગથી આત્માની મહત્તા નથી પણ આત્મામાં જે
વીતરાગી ધર્મ પ્રગટયો તેનાથી જ આત્માની મહત્તા છે, પુણ્ય કે પુણ્યનાં ફળ આદરણીય કે
વંદનીય નથી, પરંતુ વીતરાગી ધર્મ જ આદરણીય ને વંદનીય છે. એટલે જે જીવ પુણ્યનો કે
પુણ્યના ફળનો આદર ન કરતાં આત્માનો વીતરાગી ધર્મ જ આદરણીય છે–એમ સમજે તેણે જ
ધર્માત્માનો ખરો આદર અને નમસ્કાર કર્યા છે, જો પુણ્યનો કે સંયોગનો આદર કરે તો તેણે
ધર્માત્માનો ખરો આદર કે નમસ્કાર કર્યા નથી. ધર્મ અને પુણ્ય એ બંને ચીજ જુદી છે–એ વાત
પણ ઘણા જીવોના ખ્યાલમાં આવતી નથી, ને પુણ્યને જ ધર્મ સમજીને તેનો આદર કરે છે, એવા
જીવો તો મિથ્યાદ્રષ્ટિ છે, ને પુણ્ય કરે તો પણ તેઓ સંસારમાં જ રખડે છે. જેને અંતરમાં સંયોગથી
પાર ચિદાનંદસ્વભાવનું ભાન છે–એવા ધર્માત્માને મોટા પુણ્યવંતો પણ નમસ્કાર કરીને આદર કરે
છે, માટે પુણ્ય તે આદરણીય નથી પણ આત્માનો વીતરાગી ધર્મ આદરણીય છે.
જગતમાં પૈસા–મકાન–સ્ત્રી વગેરે બહારની ચીજો તો આત્માથી જુદી જ છે, તે ચીજો કાંઈ
આત્મામાં આવી ગઈ નથી, ને તેમાં આત્માનો સંસાર નથી, પણ સ્વ–પરની ભિન્નતા ચૂકીને
આત્મા તેની મમતા કરે છે, તે મમત્વભાવ જ આત્માનો સંસાર છે, સ્વ–પરની ભિન્નતાનું ભાન
કરીને જેણે પરની મમતા છોડીને પોતાના ચિદાનંદ સ્વભાવમાં એકતા કરીને સમતા પ્રગટ કરી,
તેને સંસારનો નાશ થઈને મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. બહારમાં ઘર–કુટુંબ–લક્ષ્મી વગેરે છોડીને
ઃ ૨૩૨ઃ આત્મધર્મઃ ૧૩૨

PDF/HTML Page 10 of 21
single page version

background image
જંગલમાં ચાલ્યો જાય ત્યાં લોકો કહે છે કે એણે સંસાર છોડયો. પણ જ્ઞાની કહે છે કે
ચૈતન્યસ્વરૂપના ભાન વિના તેણે સંસાર છોડયો જ નથી; પર ચીજ મારી હતી ને મેં તેને છોડી–
એવી સ્વ–પરની એકત્વબુદ્ધિથી મિથ્યાત્વભાવરૂપ સંસાર તો તેને ભેગો ને ભેગો જ છે. અને
જ્ઞાની–સમકીતી ગૃહવાસમાં હોય–વેપાર ધંધો ને કુટુંબ વચ્ચે રહ્યા હોય તોપણ અંતરના ચિદાનંદ
સ્વભાવની દ્રષ્ટિમાં તેમને આખો સંસાર છૂટી ગયો છે, હજી અસ્થિરતાના રાગ પૂરતો અલ્પ
સંસાર છે, પરંતુ ‘હું તો ચિદાનંદ સ્વરૂપ જ છું, રાગ કે સંયોગ તે હું નથી’–એવી
અંર્તસ્વભાવની દ્રષ્ટિના પરિણમનમાં સંસારનું સ્વામીપણું છૂટી ગયું છે. આવી અંર્તદ્રષ્ટિ પ્રગટ
કર્યા વગર ગમે તેટલો બાહ્ય ત્યાગ ને રાગની મંદતા હોય તોપણ તેને બિલકુલ ધર્મ થતો નથી ને
સંસારનો અંત આવતો નથી. અને આવી અપૂર્વ અંર્તદ્રષ્ટિ પ્રગટ કરતાં અલ્પકાળમાં જ
સંસારનો અંત આવીને મોક્ષદશા પ્રગટે છે.
જીવે અંતરમાં આહ્લાદ લાવીને પોતાના જ્ઞાનાનંદસ્વરૂપની વાત પૂર્વે કદી સાંભળી નથી,
પરની જ વાત સાંભળી છે. ચૈતન્યસ્વરૂપનું યથાર્થ શ્રવણ પણ જીવને મોંઘું છે, તો તે સમજીને
અંતરમાં તેની રુચિનો પ્રયત્ન કરવો તે તો ક્યાંથી લાવે? અહો? જીવને આવી વાતનું શ્રવણ પણ
ક્યારેક મહાભાગ્યે પ્રાપ્ત થાય છે. પહેલાં તો અંતરના હકારપૂર્વક સત્યનું શ્રવણ કરીને સત્ય–
અસત્યનો નિર્ણય કરે પછી તેનું અંતરપરિણમન થાય. પણ હજી જેનું શ્રવણ જ ઊંધું હોય અને
નિર્ણયમાં ભૂલ હોય તેને સત્યનું પરિણમન તો ક્યાંથી થાય? જીવ અનાદિથી બીજા પ્રયત્નમાં
અટકયો છે પણ પોતાના સ્વભાવની સમજણનો યથાર્થ પ્રયત્ન તેણે કદી કર્યો નથી, તેથી તેની
સમજણની વાત કઠણ લાગે છે ને બહારથી કોઈ ધર્મ મનાવે તો તે વાત ઝટ બેસી જાય છે. પણ
ભાઈ! પુણ્યથી હિત થાય એવી ઊંધી વાત તો તને અનાદિથી બેઠેલી જ છે, અંતરના
ચિદાનંદતત્ત્વની સમજણ વિના તારા ભવભ્રમણનો આરો આવે તેમ નથી. માટે તેની રુચિ કરીને
સત્સમાગમે તે સમજવાનો પ્રયત્ન કર તો અંતરનો ચૈતન્યસ્વભાવ જરૂર સમજાય તેવો છે.
જગતની દરકાર છોડીને એકવાર આત્માની દરકાર કર, તો આત્મસ્વભાવનો અનુભવ થયા
વિના રહે નહિ. આ વિધિ સિવાય બીજી કોઈ વિધિથી ધર્મ થવાનો નથી. જેમ શીરો વગેરે કરવું
હોય તો તેની વિધિ જાણીને તે પ્રમાણે કરે છે, તેમ જેણે આત્માની મુક્તિ કરવી હોય તેણે તેની
વિધિ જાણવી જોઈએ. પહેલાં જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માને ઓળખીને તેની સાચી શ્રદ્ધા અને જ્ઞાન
થાય, ત્યાર પછી જ તેમાં લીનતા વડે ચારિત્ર થાય, એ સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન ને ચારિત્ર તે મોક્ષનું
કારણ છે; તેમાં પણ પહેલાં સમ્યક્–શ્રદ્ધા કરવી તે તેનું મૂળ છે સમ્યક્ શ્રદ્ધા વગર કદી ધર્મની
શરૂઆતનો અંશ પણ થાય નહિ.
વીર સં. ૨૪૮૦ ના માહ સુદ ૭ ના રોજ વડીઆ ગામમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
* * * * *
આશ્વિનઃ ૨૪૮૦ ઃ ૨૩૩ઃ

PDF/HTML Page 11 of 21
single page version

background image
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
* * * * * * * * * * (૧૭) * * * * * * * * * *
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનું
વર્ણન કર્યુ છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
* * * * *
*જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કેઃ ‘પ્રભો! આત્મા કોણ છે ને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?’
*શ્રી આચાર્યદેવ ઉત્તર આપે છે કેઃ ‘આત્મા અનંતધર્મોવાળું એક દ્રવ્ય છે અને
અનંતનયાત્મક શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે જણાય છે.’ આવા આત્મદ્રવ્યનું
આ વર્ણન ચાલે છે.
(અંક ૧૩૧ થી ચાલુ)
[૩૦] કાળનયે આત્માનું વર્ણન
‘આત્મદ્રવ્ય કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એવું છે,–ઉનાળાના દિવસ
અનુસાર પાકતા આમ્રફળની માફક. આત્માની મુક્તિ જે સમયે થવાની છે તે સમયે જ થાય–
એવો કાળનયથી આત્માનો એક ધર્મ છે, જે કાળે મુક્તિ થાય છે તે કાળે પણ તે પુરુષાર્થપૂર્વક જ
થાય છે, પરંતુ પુરુષાર્થથી કથન ન કરતાં ‘સ્વકાળથી મુક્તિ થઈ’ એમ કાળનયથી કહેવામાં આવે
છે. સ્વકાળથી મુક્તિ થઈ માટે પુરુષાર્થ ઊડી જાય છે–એમ નથી. સ્વકાળે મુક્તિ થઈ તેમાં પણ
પુરુષાર્થ તો ભેગો જ છે.
જે સમયે મુક્તિ થવાની છે તે સમયે થાય છે, પણ તે મુક્તિ ક્યાંથી થાય છે? કે દ્રવ્યમાંથી
થાય છે, એટલે આમ નક્કી કરનારનું લક્ષ એકલી મુક્તિની પર્યાય ઉપર નથી રહેતું પણ પર્યાયના
આધારભૂત દ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ જાય છે. ‘જે કાળે મુક્તિ થવાની હોય તે કાળે થાય’–આવો
ધર્મ તો આત્મદ્રવ્યનો છે એટલે આત્મદ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે તે જ આ ધર્મનો નિર્ણય કરી શકે
છે; એટલે આ નિર્ણયમાં મુક્તિનો પુરુષાર્થ આવી જ જાય છે. પોતાની મુક્તપર્યાયના કાળને
જોનાર ખરેખર દ્રવ્યની સામે જુએ છે, કેમકે ‘જેની સિદ્ધિ સમય પર આધાર રાખે’ એવો ધર્મ
દ્રવ્યનો છે; દ્રવ્યની સામું જોયું તે જ અપૂર્વ પુરુષાર્થ છે. દ્રવ્યની સામે જોનારે નિમિત્ત વિકાર કે
પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઊઠાવી લીધી છે, તેમજ એકેક ગુણના ભેદ ઉપર પણ તેની દ્રષ્ટિ નથી; આવી
દ્રવ્યદ્રષ્ટિમાં જ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, સ્વકાળનો નિર્ણય, ભેદજ્ઞાન, મોક્ષમાર્ગનો પુરુષાર્થ,
કેવળીનો નિર્ણય વગેરે બધું આવી જાય છે. કાળનયનું પરમાર્થ તાત્પર્ય પણ એ જ છે કે
સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરવી. આ ધર્મ કાંઈ કાળના આધારે નથી પણ આત્માના આધારે છે, એટલે
મુક્તિના કાળનો નિર્ણય કર–
આશ્વિનઃ ૨૪૮૦ ઃ ૨૩૪ઃ

PDF/HTML Page 12 of 21
single page version

background image
નાર કાળ સામે નથી જોતો પણ આત્મા સામે જુએ છે.
કેવળી ભગવાને કેવળજ્ઞાનમાં જે કાળ જોયો તે કાળે જ મુક્તિ થાય, મુક્તિનો કાળ ફરે
નહિ–એવો આત્મદ્રવ્યનો એક ધર્મ છે; આત્માના આ ધર્મનો નિર્ણય પરની સામે જોઈને થતો
નથી પણ આત્મદ્રવ્યની સામે જોવાથી જ તેના ધર્મનો નિર્ણય થાય છે. કાળનય પણ કોને જુએ
છે?–કે જેની સિદ્ધિ કાળ ઉપર આધાર રાખે છે એવા આત્મદ્રવ્યને તે જુએ છે, એટલે જે જીવ
અંતર્મુખ થઈને આત્મદ્રવ્ય ઉપર જુએ છે તેણે જ કાળનયને સાચો માન્યો કહેવાય, અને તેનો
મુક્તિનો કાળ અલ્પકાળમાં જ થવાનો હોય.
જુઓ, અહીં એકેક ધર્મને સિદ્ધ નથી કરવો પણ આખા આત્મદ્રવ્યને સિદ્ધ કરવું છે, માટે
ધર્મ જોનારે પોતાનું જ્ઞાન આત્મા તરફ વાળવાનું છે. આ રીતે દ્રવ્યદ્રષ્ટિ કરીને શુદ્ધઆત્માને
પ્રતીતમાં લેવો તે જ આ બધાનું તાત્પર્ય છે. જે જીવ આખા આત્માને તો પ્રતીતમાં લેતો નથી ને
એકેક ધર્મને જ જુદો પાડીને દેખે છે તેના તો બધા નયો મિથ્યા છે. પ્રમાણ જ્ઞાનથી અનંત ધર્માત્મક
અખંડ આત્માને સ્વીકાર્યા વગર તેના એકેક ધર્મનું સાચું જ્ઞાન હોય નહિ એટલે કે નય હોય નહિ.
કાળનય કહે છે કે આત્મામાં જે સમયે સમ્યગ્દર્શન થવાનું તે જ સમયે થવાનું–પણ તે કોને
બેઠું? કે જેણે દ્રવ્ય સામે જોયું તેને! એટલે જેને આ વાત બેઠી તેને તો સમ્યગ્દર્શનનો કાળ આવી જ
ગયો છે. આત્માનો જે ધર્મ છે તે ક્ષણિક પર્યાયને આધારે નથી પણ દ્રવ્યના આધારે છે. પર્યાય તો
સમયે સમયે ચાલી જ જાય છે, અનેક પર્યાયો તો એક સમયે હોતી નથી, ને દ્રવ્ય તો સદા એકરૂપ
છે, માટે તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં જ પર્યાયના કાળનો કે ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે.
એકેક સમયની પર્યાયનો કાળ વ્યવસ્થિત છે. જે પર્યાયનો જે કાળ છે તેમાં ફેરફાર થાય
નહિ. જો તેમાં ફેરફાર થાય તો વસ્તુસ્વભાવ કે કેવળજ્ઞાન જ સાબિત થાય નહિ. અને આમ
હોવા છતાં આમાં પુરુષાર્થ પણ આવી જાય છે, કેમકે પર્યાયનો નિર્ણય કરનારનું મુખ આત્મદ્રવ્ય
ઉપર છે, દ્રવ્યની જ તેની દ્રષ્ટિમાં મુખ્યતા છે, દ્રવ્યની સન્મુખ દ્રષ્ટિમાં તેને પર્યાય ફેરવવાની બુદ્ધિ
રહેતી નથી, પરંતુ દ્રવ્યના આશ્રયમાં પર્યાયનું નિર્મળ પરિણમન થઈ જાય છે અને તેને
અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈ જાય છે.
અહો! વીતરાગી સંતો ગમે તે પડખાંથી વાત સમજાવે, પણ તેમાં વસ્તુનો મૂળ સ્વભાવ જ
બતાવવા માગે છે.
* * * * *
જે મુક્તિનો સમય છે તે સમયે જ મુક્તિ થાય છે–આવો કાળનયથી આત્માનો સ્વભાવ
છે. હવે આત્માની મુક્તિનો સમય નક્કી કરનારને સ્વભાવસન્મુખ દ્રષ્ટિથી જ તે નક્કી થાય છે,
એટલે સ્વભાવસન્મુખ દ્રષ્ટિમાં અલ્પકાળે મુક્તિ થાય એવો કાળ તેને હોય જ. સર્વજ્ઞ ભગવાને
જોયું તે જ સમયે મુક્તિ થાય–એવો કાળનયે આત્માનો ધર્મ છે; પણ તે ધર્મ નક્કી ક્યારે થાય?
તે ધર્મ પરના આશ્રયે નથી પણ આત્માના આશ્રયે છે એટલે જ્યારે આખો આત્મા દ્રષ્ટિમાં લ્યે
ત્યારે તેનો આ ધર્મ નક્કી થાય. અને જેણે આત્માને દ્રષ્ટિમાં લીધો તેને અલ્પકાળમાં જ મુક્તિનો
સ્વકાળ અવશ્ય હોય છે. આ કાળનય પણ કાંઈ પુરુષાર્થ ઊડાડવા માટે નથી, પરંતુ તેમાં
વીતરાગી જ્ઞાતાદ્રષ્ટાપણાનો સમ્યક્ પુરુષાર્થ આવી જાય છે, તે
ઃ ૨૩પઃ આત્મધર્મઃ ૧૩૨

PDF/HTML Page 13 of 21
single page version

background image
મોક્ષનું કારણ છે. સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે તેને જ આ નય યથાર્થપણે બેસે છે, બીજાને આ નય
બેસતો નથી.
શંકાઃ–કાળનયે આત્માની સિદ્ધિ સમય ઉપર આધાર રાખે છે, એટલે હવે અમારે શું રહ્યું?
અમારે તો કાળ સામે જોઈને બેસી રહેવાનું જ રહ્યું?
સમાધાનઃ–એમ નથી; સાંભળ ભાઈ! કાળનયે જેની સિદ્ધિ સમય ઉપર આધાર રાખે છે–
એવું કોણ છે?–કે આત્મદ્રવ્ય! તો આ ધર્મ માનનારે કાળ સામે જોવાનું ન રહ્યું પણ આત્મા સામે
જોવાનું રહ્યું. આત્માના સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ ત્યાં સ્વકાળ અલ્પ સમયમાં પાકવાનો જ હોય.
અહીં દ્રષ્ટાંતમાં પણ એવી કેરી લીધી છે કે ઉનાળાનો કાળ આવતાં જે પાકી જાય છે, તેમ
સિદ્ધાંતમાં એવો આત્મા લેવો કે સ્વભાવનો નિર્ણય કરીને સ્વભાવ તરફના સમ્યક્ પુરુષાર્થથી
જેને મુક્તિ નો કાળ પાકી જાય છે. સર્વજ્ઞદેવે તો મુક્તિનો જે સમય છે તે જોયો છે, પણ ‘હું મુક્ત
થઈશ, મુક્ત થવાનો મારા આત્માનો સ્વભાવ છે’–એમ જેણે નક્કી કર્યું તેને બંધનની કે રાગની
રુચિ રહેતી નથી, પણ જેમાંથી મુક્તદશા આવવાની છે એવા સ્વદ્રવ્ય તરફ તે જુએ છે, ને
અલ્પકાળે તેને મુક્તિનો સ્વકાળ પાકી જ જાય છે. જેને રાગની કે નિમિત્તની રુચિ છે તેને ખરેખર
મુક્તિનો નિર્ણય નથી. મુક્તિનો નિર્ણય કરનાર આત્માને જુએ છે, કેમકે મુક્તિ કોઈ નિમિત્તના
આશ્રયે રાગના આશ્રયે કે પર્યાયના આશ્રયે નથી પણ આત્મદ્રવ્યના આશ્રયે છે; તેથી તે
આત્મદ્રવ્યનું અવલંબન કરીને જ્ઞાતાદ્રષ્ટા રહે છે, તેને પર્યાય બુદ્ધિની અધીરજ કે ઉતાવળ થતી
નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે વર્તતા તેને મુક્તિ અલ્પકાળમાં થઈ જાય છે.
જેણે પોતાની મુક્તિ થવાનો નિર્ણય કર્યો કે સ્વકાળે મુક્તિ પર્યાય થવાનો ધર્મ મારા
આત્મામાં છે, તેણે રાગમાં એકાગ્ર થઈને તે નિર્ણય નથી કર્યો પણ જ્ઞાતાદ્રવ્યમાં જ્ઞાન પર્યાયને
એકાગ્ર કરીને તે નિર્ણય કર્યો છે એટલે વર્તમાનમાં તે સાધક તો થયો છે. હવે તેની દ્રષ્ટિ
આત્માના સ્વભાવ ઉપર છે, ‘હું ઝટ મુક્તિ કરું ને સંસાર ટાળું’–એવી પર્યાય દ્રષ્ટિ તેને નથી, હવે
સ્વભાવમાં એકાગ્ર થતાં તેને અલ્પકાળમાં મુક્તદશા થઈ જશે.
હું ઘણું જોસ કરીને ઝટ મારી મુક્તિ કરી નાંખું, દયા આકરા વ્રત તપ વગેરે કરીને મારી
મુક્તિ વહેલી કરી દઉં–એમ પર્યાય સામે જોઈને આકુળતા કરે તેમાં તો વિષમતા છે, એવી
વિષમતાથી મુક્તિ થતી નથી, પણ હું તો જ્ઞાન છું–એમ જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર
થતાં મુક્તિ થઈ જાય છે, જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં રહેતાં જે સમયે મુક્તિ થવાની છે તે સમયે થઈ જાય
છે, તેને મુક્તિના સમય વચ્ચે લાંબો કાળ હોતો નથી. અરે! વેલો મોક્ષ કરું–એ પણ વિષમભાવ છે,
કેમ કે અવસ્થા એ જ વસ્તુની વ્યવસ્થા છે, ઝટ મોક્ષ કરું–એમ કહે પણ મોક્ષ થવાનો ઉપાય તો
સ્વદ્રવ્યનો આશ્રય કરવો તે છે, તે ઉપાય તો કરે નહિ તો મોક્ષ ક્યાંથી થાય? સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરતાં
મોક્ષ અલ્પકાળમાં થઈ જાય છે પણ ત્યાં મોક્ષપર્યાય ઉપર દ્રષ્ટિ રહેતી નથી. સ્વભાવનું અવલંબન
રાખીને જ્ઞાતાદ્રષ્ટા થયો તેમાં પર્યાયની ઉતાવળ કરવાનું રહે છે જ ક્યાં? કેમકે સ્વભાવના
અવલંબને તેની પર્યાય ખીલતી જ જાય છે, હવે તેને મોક્ષ થતાં ઝાઝી વાર લાગશે નહિ.
જુઓ, આ કાળનયનું રહસ્ય! જેણે આ કાળનયથી પણ આત્માનો નિર્ણય કર્યો તેના
જ્ઞાનમાં જ્ઞાતાદ્રષ્ટાપણાની ધીરજ થઈ ગઈ, તેના
આશ્વિનઃ ૨૪૮૦ ઃ ૨૩૬ઃ

PDF/HTML Page 14 of 21
single page version

background image
આત્મદ્રવ્યમાં અલ્પકાળે મુક્તિ થવાનો સ્વકાળ છે જ, કેવળી ભગવાને પણ અલ્પકાળમાં તેનો
મોક્ષ જોયો છે. કાળનયથી આત્માની મુક્તિ સમય ઉપર આધાર રાખે છે–એમ કહ્યું તેમાં
પુરુષાર્થની નબળાઈ નથી પણ સ્વભાવ દ્રષ્ટિનું જોર છે; આનો નિર્ણય કરનાર જીવ દ્રવ્યસ્વભાવ
ઉપર દ્રષ્ટિ રાખીને બંધ–મોક્ષનો પણ જ્ઞાતા રહી જાય છે, ને અલ્પકાળમાં તેની મુક્તિ થઈ જાય
છે, કેવળી ભગવાનના જ્ઞાનમાં તેની મુક્તિનાં પ્રમાણ નોંધાઈ ગયા છે, અને તે આત્માના
સ્વભાવમાં પણ તેવો ધર્મ છે. અહો? આમાં મોક્ષનો પુરુષાર્થ છે પણ આકુળતા નથી,
જ્ઞાતાદ્રષ્ટાપણાની ધીરજ છે. ઉતાવળ કરે તો તેને જ્ઞાતાદ્રષ્ટાપણું ન રહ્યું પણ આકુળતા થઈ–
વિષમભાવ થયો, તે તો મોક્ષને રોકનાર છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે કે–ઉતાવળ તેટલી કચાશ,
અને કચાશ તેટલી ખટાશ. સ્વભાવદ્રષ્ટિમાં ધર્મીને ઉતાવળ નથી, અને પુરુષાર્થની કચાશ પણ
નથી; સ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાતાદ્રષ્ટાપણે મોક્ષનો પ્રયત્ન તેને ચાલુ જ છે ને અલ્પકાળે તેને
મોક્ષદશા થઈ જાય છે.
જુઓ, કાળનયને આચાર્યદેવે ગુપ્ત નથી રાખ્યો; કાળનયના વર્ણનમાં પણ શુદ્ધ
દ્રવ્યસ્વભાવનો આશ્રય કરવાનું જ તાત્પર્ય નીકળે છે. અજ્ઞાનીઓ સમજ્યા વિના પોતાની
સ્વચ્છંદ કલ્પનાથી ઊંધા અર્થ કરે છે.
ધર્મી કહે છે કે ‘ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો’–પણ તે કોની દ્રષ્ટિએ?
ધુ્રવસ્વભાવની દ્રષ્ટિએ; સ્વભાવદ્રષ્ટિમાં બંધ–મોક્ષ ઉપર ધર્મીને સમભાવ છે, એટલે કે બંધ ટાળું
ને મોક્ષ કરું–એમ પર્યાયની વિષમતા ઉપર તેની દ્રષ્ટિ નથી પણ એકરૂપ ચિદાનંદ સ્વભાવ ઉપર
તેની દ્રષ્ટિ છે તે સ્વભાવની દ્રષ્ટિમાં અલ્પકાળે ભવ ટળીને મોક્ષ થયા વિના રહે નહિ.
આ વિકાર મારે નથી જોઈતો–એમ વિકાર સામે જોયા કરે તો તે વિષમભાવ છે તેને
વિકાર ટળતો નથી. મારે વિકાર નથી જોઈતો–એમ જે વિકારને ટાળવા માંગે છે તેની દ્રષ્ટિ વિકાર
સામે ન હોય પણ શુદ્ધસ્વભાવ ઉપર તેની દ્રષ્ટિ હોય; શુદ્ધસ્વભાવમાં વિકાર નથી એટલે તે
સ્વભાવની દ્રષ્ટિથી વિકાર ટળી જાય છે ને અવિકારી મોક્ષદશા પ્રગટી જાય છે.
આત્મામાં મોક્ષદશા પ્રગટવાનો જે કાળ છે તે કાળે જ તે મોક્ષદશા પ્રગટે છે–એવો
આત્મદ્રવ્યનો ધર્મ છે આમ જેણે કાળનયથી જાણ્યું તે જીવની દ્રષ્ટિ તો શુદ્ધચૈતન્ય દ્રવ્ય ઉપર જ
પડી છે અને તે દ્રવ્યના આશ્રયે અલ્પકાળમાં જરૂર તેની મુક્તિ થઈ જાય છે.
–આ પ્રમાણે ૩૦ મા કાળનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
* * *
આત્માની મહત્તા
આ જગતમાં આત્મા અને જડ બધાય પદાર્થો અનાદિઅનંત છે, અને દરેક પદાર્થમાં ક્ષણે ક્ષણે પોતપોતાની
અવસ્થાનું રૂપાંતર થાય છે, તે તેના સ્વભાવથી જ થાય છે, જડમાં પણ ક્ષણે ક્ષણે હાલત પલટાય એવી તેના
સ્વભાવની તાકાત છે, જીવને લઈને તેનું કાર્ય થાય–એમ બનતું નથી. પરંતુ અજ્ઞાની સ્વ–પરની ભિન્નતાને ભૂલીને
પરનાં કાર્ય હું કરું એવું અભિમાન કરે છે. પણ ભાઈ! એમાં તારી મહત્તા નથી, તું તો જ્ઞાનસ્વભાવ છો–તે
સ્વભાવની મહત્તાને લક્ષમાં તો લે. પરનાં કાર્યોથી તારી મહત્તા નથી પણ ચૈતન્યસ્વરૂપથી તારી મહત્તા છે. તારા
ચૈતન્યસ્વરૂપની મહત્તાને લક્ષમાં લીધા વગર પોતાને તુચ્છ માનીને તું સંસારમાં રખડયો. હવે તારા ચૈતન્યની
પ્રભુતાને જાણ ને પરના કર્તાપણાનું અભિમાન છોડ તો તારા ભવભ્રમણનો અંત આવે.
ઃ ૨૩૭ઃ
આત્મધર્મઃ ૧૩૨

PDF/HTML Page 15 of 21
single page version

background image
શ્રી.કં.ઠ.વૈ.રા.ગ્ય.
(ભક્તિ કરવા માટે નન્દીશ્વર દ્વીપ તરફ જતાં જતાં, રસ્તામાં
માનુષોત્તર પર્વત પાસે વિમાનો અટકી જતાં શ્રીકંઠરાજા વગેરે વૈરાગ્ય
પામીને દીક્ષા ધારણ કરે છે તે પ્રસંગનું કાવ્ય)
(રાગ– મારા નેમ પિયા ગીરનારી ચાલ્યા.....)
હમ જૈન દિગંબર દીક્ષા લેકર આતમ કાજ કરેંગે......હાં......આતમકાજ કરેંગે
હમ રત્નત્રયકો ધારણ કર નિજ, –શિવસુખકો હી વરેંગે......હાં......
માત તાત રાજ સંપદા......છોડ ચલેં વનમાંય,
બાહ્યાભ્યંતર નિગ્રંથ બની......મુનિવ્રત ધરેં ગુરુ પાસ
–અહા! ઘોર સંસાર કે બંધન છોડી, સિદ્ધકા ધ્યાન ધરેંગે......હાં......હમ......(૧)
એકવાર કરપાત્રમેં...... અભિગ્રહ મનમેં ધાર,
નિર્દોષ અહાર જહાં મિલે...... અંતરાય દોષ ટાળ......
–ઐસે મુનિમારગ ઉત્તમ ધરકે સંયમ સુખ લહેંગે......હાં......હમ......(૨)
પંચમહાવ્રત હમ ધરેં...... અઠ્ઠ વીસ મૂલગુણ......
દ્વાદશાંગ તપકો ધરી...... લીન બનેં નિજરૂપ......
–ઉત્તમ સંયમ તપ ધરકે શુક્લધ્યાનકી શ્રેણી ચઢેંગે......હાં......હમ......(૩)
ચારોં ગતિ દુઃખસે છૂટી......આત્મસ્વરૂપકો ધ્યાય......
મધ્ય લોકસેં દૂર દૂર...... સિદ્ધ ભૂમિમેં જાય......
–યહ ભવ બંધનકો છેદ પ્રભુ! હમ, ફીર નહીં જન્મ ધરેંગે......હાં......હમ......(૪)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
૧–શ્રાવણ વદ અમાસના રોજ ભાવનગરના ભાઈશ્રી ચમનલાલ મગનલાલ તથા તેમનાં ધર્મપત્ની
અમરતબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. સદ્ગુરુદેવ પાસે અંગીકાર કરી છે, તે
માટે તેમને ધન્યવાદ!
૨–ભાદરવા વદ છઠ્ઠના રોજ દામનગર ના ભાઈશ્રી શાંતિલાલ પ્રેમચંદ ઉદાણી તથા તેમના ધર્મપત્ની
ચંપાબેન એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે માટે
તેમને ધન્યવાદ!
૩–ભાદરવા વદ છઠ્ઠના રોજ નોલીના ભાઈશ્રી કુંવરજી જેચંદ શાહે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ.
ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે માટે તેમને ધન્યવાદ!
ઃ ૨૩૮ઃ આત્મધર્મઃ ૧૩૨

PDF/HTML Page 16 of 21
single page version

background image
‘આત્મધર્મ’ ના લેખોની કક્કાવારી
(વર્ષ અગિયારમુંઃ અંક ૧૨૧ થી ૧૩૨)
* * * * ** * * * *
સૂચનાઃઆ અનુક્રમણિકામાં અંકના નંબરમાં જ્યાં ૨૧ લખ્યું હોય ત્યાં ૧૨૧ સમજવું, અને
એ જ પ્રમાણે ૨૧ થી ૩૨ સુધીના બધા નંબરમાં સમજી લેવું.
વિષયઅંક પૃષ્ઠવિષયઅંક પૃષ્ઠ
અ–આ–ઉ–એ
અગિયારમા વર્ષના પ્રારંભે
અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વનું અવલંબન કરતાં
દેહાતીતપણું
અત્યાર સુધી શું કર્યું
અનાદિના મોહનો ક્ષય કરીને અપૂર્વ
સમ્યગ્દર્શન પામવાની રીત
અપૂર્વ અહિંસા ધર્મ અને આત્માનું
ભગવાનપણું
અપૂર્વ આત્મશાંતિ
અપૂર્વ આત્મહિતનો માર્ગ
અપૂર્વ કલ્યાણનો ઉપાય શું?
અપૂર્વ પ્રયોગ
અરિહંત ભગવાનને ઓળખો (૧)
અરિહંત ભગવાનને ઓળખો (૨)
‘અવસર વાર વાર નહિ આવે’
‘अहिंसा परमो धर्मः’
અહો! આત્મદ્રવ્યના સ્વભાવનું પરમ
અચિંત્ય સામર્થ્ય
આચાર્યદેવ અપ્રતિબુદ્ધજીવને આત્માનું
સ્વરૂપ ઓળખાવે છે
આચાર્ય ભગવાન કહે છે કે.....
આજના યુવક બંધુઓને (સંપાદકીય)
આટલું સમજી લેવું કે......
આત્મકલ્યાણની અદ્ભુત પ્રેરણા
આત્મધર્મ (અગિયારમા વર્ષના પ્રારંભે)
આત્મબોધ
આત્મધર્મનું ભેટ પુસ્તક
આત્મધર્મના ગ્રાહકોની ફરજ
‘આત્મધર્મ’ ના લેખોની કક્કાવારી (વર્ષ
અગિયારમુંઃ અંક ૧૨૧ થી ૧૩૨)
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
(૧૬)
(પ્રવચનસાર પરિશિષ્ટ ઉપરનાં પ્રવચનો)
૨૧–૨
૨૬–૧૨૨
૨૯–૧૮૩
૨૨–૩પ
૨૯–૧૭૭
૨૮–૧૪પ
૩૧–૨૧૧
૨૩–પ૪
૩૨–૨૨પ
૨૧–૧પ
૨૨–૩૪
૩૧–૨૦૯
૨૯–૧૮૪
૨૬–૧૨૨
૨૧–૯
૨૩–પપ
૨૨–૨૭
૨૩–પ૮
૨૨–૨૯
૨૧–૨
૩૦–૧૯૭
૩૨–૨૨૬
૩૨–૨૨૬
૩૨–૨૩૯
૩૧–૨૧૩
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?
(૧૭)
આત્માના શુદ્ધ સ્વરૂપની સમજણ
આત્માના હિતની દરકાર
આત્માની ઓળખાણ
આત્માની ગરજ
આત્માની સાચી શાંતિ કેમ થાય?
આત્માની મહત્તા
આત્માનું ધ્યેય
આત્માનું ધ્યેય શું?
આત્માનું ભગવાનપણું
આત્માનું સ્વભાવ સામર્થ્ય
આત્માનો અતીન્દ્રિય આનંદ
આત્માનો પ્રયત્ન (ચર્ચામાંથી)
આત્માર્થીનો વિચાર અને ઉદ્યમ
આનંદ ક્યાં? ને આદરણીય શું?
‘ઉજમબા–જૈન સ્વાધ્યાય ગૃહ’
ઉત્તમ અને નિર્દોષ કર્તવ્ય શું?
ઉત્તમ ચૈતન્યતત્ત્વની ઓળખાણનો ઉપદેશ
ઉમરાળા નગરીમાં ઉદ્ઘાટન મહોત્સવ
પ્રસંગે
ઉમરાળા નગરીમાં મંગલ પ્રવચન
ઉમરાળા નગરીમાં ‘શ્રી કહાનગુરુ
જન્મધામ’ તથા ‘ઉજમબા જૈન સ્વાધ્યાય
ગૃહ’ નો ઉદ્ઘાટન મહોત્સવ
ઉમરાળામાં વેદી પ્રતિષ્ઠા (સમાચાર)
એક ક્ષણ પણ તારા સ્વરૂપનો વિચાર કર
એક ક્ષણ પણ ન કર્યું
એક સમયમાં બે (મોક્ષ અને બંધના
કારણરૂપ ભાવો)
એક સહેલું પ્રવચન
ક–ગ–ચ–જ–જ્ઞ
કમિશન (પુસ્તક વેચાણમાં)
૩૨–૨૩૩
૨૮–૧પ૨
૨૩–૪પ
૨પ–૧૦૦
૨૩–૬૨
૨૭–૧૩૩
૩૨–૨૩૬
૩૧–૨૧૨
૩૦–૧૮૭
૨૯–૧૭૭
૨૯–૧૭પ
૨૯–૧૭૧
૨૪–૬પ
૨૧–૮
૩૨–૨૩૧
૨૪–૬૬
૨પ–૮૭
૩૦–૧૮૯
૨૪–૬૭
૨૪–૬૬
૨૯–૧૮૨
૨૮–૧પ૦
૩૨–૨૪૨
૨૨–૪૩
૨૩–૪૭
૩૦–૨૦૪
આશ્વિનઃ ૨૪૮૦ ઃ ૨૩૯ઃ

PDF/HTML Page 17 of 21
single page version

background image
વિષયઅંક પૃષ્ઠવિષયઅંક પૃષ્ઠ
‘કહાનગુરુ જન્મધામ’
કૃતકૃત્યપણું
કેવળજ્ઞાન થવાની તાકાત
કોઈપણ ચીજ નકામી નથી
ગીરનારજી તીર્થની યાત્રાનો મહોત્સવ
ગીરનારજી તીર્થની યાત્રા બાદ બેનશ્રીબેને
ગવડાવેલી ખાસ ધૂન
ગોંડલ શહેરમાં જિન મંદિર માટેની જાહેરાત
ચૈતન્યતત્ત્વને ઓળખો
ચૈતન્યની પ્રીતિ અને પ્રાપ્તિ
ચૈતન્યની સાધના
જગતના સમસ્ત પદાર્થોમાં સમયે સમયે
ઉત્પાદ–વ્યય–ધુ્રવ બતાવ્યાં છે તે
ભગવાનની સર્વજ્ઞતાનું ચિહ્ન છે
જગતને અનાદિથી દુર્લક્ષ્ય એવા
ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન
જડથી જ મોક્ષ માનનારા
જન્મ–મરણનો આરો
જસદણશહેરમાં જિનમંદિર માટેની જાહેરાત
જાણનારને જાણવો
જાણનાર વિના જાણ્યું કોણે?
જામનગરમાં અપૂર્વ ધર્મપ્રભાવના
જિજ્ઞાસુની વિચારણા
જિનબિંબ વેદી પ્રતિષ્ઠા મહોત્સવ (વઢવાણ
શહેર, સુરેન્દ્રનગર, રાણપુર અને બોટાદના
સમાચાર)
જિનબિંબ વેદી પ્રતિષ્ઠા મહોત્સવ
(ઉમરાળાના સમાચાર)
જિનશાસનનો સાર
જીવનું કાર્યક્ષેત્ર કેટલું?
જીવને સંસારપરિભ્રમણ કેમ થયું અને હવે
તે કેમ ટળે?
જુનાગઢ શહેરમાં અદ્ભુત ભક્તિ ને અપૂર્વ
રથયાત્રા
જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું
જેતપુર શહેરમાં જિનમંદિર માટેની જાહેરાત
જેતપુર શહેરમાં જિનમંદિર માટે રૂા. પ૦૦૨,
ની ઉદાર સહાયતા
જે ધર્મી નામ ધરાવે છે પણ......
જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક
જૈન દર્શન શિક્ષણ વર્ગ (પ્રૌઢ)
જોરાવરનગરમાં જિન મંદિર માટેની જાહેરાત
જ્ઞાનતત્ત્વ
જ્ઞાન સામર્થ્યથી મહાન એવા ચૈતન્યતત્ત્વને
ઓળખો
જ્ઞાનસ્વરૂપ આત્મા
૨૪–૬૬
૩૦–૧૮૯
૩૧–૨૧૮
૨૪–૮૧
૨૬–૧૧૨
૨૬–૧૨૯
૩૨–૨૪૩
૨પ–૯૦
૩૧–૨૧૯
૨૨–૪૪
૨૨–૩૨
૩૨–૨૨૭
૨૩–પ૯
૩૦–૧૯૩
૨પ–૧૦૩
૨૪–૮૪
૨૬–૧૦૬
૨૯–૧૬૯
૨૮–૧૪૭
૨૯–૧૮૨
૨૨–૨પ
૨૮–૧પ૯
૨પ–૮૭
૨૬–૧૧૮
૨પ–૯૩
૨પ–૮૬
૩૨–૨૩૦
૨૯–૧૭૧
૩૦–૧૮૬
૨૯–૧૮૪
૨૭–૧૩૬
૨૨–૪૨
૨પ–૯૦
૨પ–૮પ
ત–દ–ધ
તત્ત્વનિર્ણયનો ઉદ્યમ અને પ્રતિકૂળતા!
तत्त्वार्थसूत्र (હિંદી ટીકા સંગ્રહ)
તન્મયતા–શેમાં
દયા
દસ લક્ષણી ધર્મ અથવા પર્યુષણપર્વ
દુઃખનું કારણ
.... દેહાતીતપણું તો સહેજ થઈ જાય છે
ધર્મના જિજ્ઞાસુઓનું કર્તવ્ય (સંપાદકીય)
ધર્મની દુર્લભતા
ધર્મની ભૂમિકામાં ભગવાનની ભક્તિનો ભાવ
ધર્મની શરૂઆત કેવી રીતે થાય?
ધર્મનું નિમિત્ત
ધર્મનું પહેલું સોપાન
ધર્માત્માનો વૈરાગ્ય
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો
ન–પ
નિરંતર..ભાવવા..જેવી...ભાવના...
પરને પોતાનું કરવું અશક્ય છે
પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું સોનગઢમાંઆગમન
પરમાત્મપદ પામવા માટેનો છેલ્લો અવતાર
પરિણામ અને તેનો કર્તા (પ્રશ્નોતર)
પરીક્ષા કરીને ધર્મનું સ્વરૂપ ઓળખવું જોઈએ
પાટનગરમાં પૂ. ગુરુદેવ
પુણ્યની મીઠાસ
પૂ. ગુરુદેવના જન્મધામમાં જિનબિંબ વેદી
પ્રતિષ્ઠા મહોત્સવ
પૂ. ગુરુદેવના હસ્તે પ્રતિષ્ઠિત જિનબિંબો
(પોરબંદરમાં)
પૂ. ગુરુદેવના હસ્તે પ્રતિષ્ઠિત જિનબિંબો
(મોરબીમાં)
પૂ. ગુરુદેવના હસ્તે પ્રતિષ્ઠિત જિનબિંબો
(વાંકાનેરમાં)
પૂ. ગુરુદેવનો જામનગરમાં એક સપ્તાહ
નિવાસ અને અપૂર્વ ધર્મપ્રભાવના
પૂ. ગુરુદેવનો વિહાર
પોરબંદરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
(સમાચાર)
પોરબંદરમાં પ્રતિષ્ઠા પ્રસંગે પ્રતિષ્ઠિત
જિનબિંબોની યાદી
પોરબંદરમાં પ્રતિષ્ઠા મહોત્સવ
પંચ કલ્યાણક મહોત્સવ (પોરબંદર)
પંચ કલ્યાણક મહોત્સવ (મોરબી)
પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ (વાંકાનેર)
પ્રથમ ભૂમિકા
પ્રભાવના
પ્રશ્નોતર (પરિણામ અને તેનો કર્તા)
૨૩–૬૪
૩૧–૨૨૪
૨૪–૭૯
૨૮–૧૬૪
૩૦–૧૮૬
૩૦–૧૯૬
૨૬–૧૨૨
૨૧–૩
૨૯–૧૬૭
૨૭–૧૩૭
૨૮–૧પ૬
૨૩–પ૧
૨૬–૧૦૮
૨૪–૭૪
૩૦–૧૮૬
૨૨–૨૬
૨૯–૧૭૩
૨૯–૧૬૬
૨૮–૧પ૪
૨૧–૧૩
૨૩–૪૭
૨પ–૧૦૪
૩૧–૨૧૦
૨૯–૧૮૨
૨૬–૧૨૩
૨૭–૧૪૪
૨૬–૧૦૬
૨૩–૪૬
૨૬–૧૦૭
૨૬–૧૨૩
૨પ–૮૬
૨૬–૧૦૭
૨૭–૧૨૭
૨૭–૧૩૯
૨૮–૧૪૮
૩૨–૨૨૬
૨૧–૧૩
ઃ ૨૪૦ઃ આત્મધર્મઃ ૧૩૨

PDF/HTML Page 18 of 21
single page version

background image
વિષયઅંક પૃષ્ઠવિષયઅંક પૃષ્ઠ
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે જૈનદર્શન
શિક્ષણવર્ગ
બ–ભ
બેસતા વર્ષનું માંગલિક
બોટાદમાં વેદી પ્રતિષ્ઠા (સમાચાર)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (સોનગઢ)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (ઉમરાળા)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (રાજકોટ, વડીઆ)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (પોરબંદર)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (ધ્રોળ, મોરબી, વાંકાનેર)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (વઢવાણ શહેર,
જોરાવરનગર)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (સુરેન્દ્રનગર, લીમડી,
રાણપુર, વીછીયા)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (વીછીયા)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (સોનગઢ)
ભગવાનની ભક્તિનો ભાવ
ભગવાનનો આદર
ભવનો અભાવ કેમ થાય?
ભવભ્રમણનો અંત
ભાવભીનું ભવ્ય સ્વાગત (સોનગઢમાં)
‘भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ
जीवो’ (૧)
‘भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ
जीवो’ (૨)
ભેદવિજ્ઞાન
ભેદવિજ્ઞાનની પ્રશંસા અને તેનો ઉપાય
મ–ય–ર–વ
મનુષ્યની ફરજ?
મનુષ્યપણામાં કરવા જેવું
મહાકલ્યાણકારી સમ્યગ્દર્શન પામવાની રીત
(૧)
મહા કલ્યાણકારી સમ્યગ્દર્શન પામવાની રીત
(૨)
મહાવીર ભગવાનના જન્મકલ્યાણક
મહોત્સવ સંબંધી પ્રવચન
મહાવીર ભગવાનની મુક્તિનો મંગલ
મહોત્સવ
માનસ્તંભ ખાતે બાકી રહેતી રકમો
માનસ્તંભ પ્રતિષ્ઠા મહોત્સવ અને
શુદ્ધનયના અવલંબનનો ઉપદેશ (૧)
માનસ્તંભ પ્રતિષ્ઠા મહોત્સવ અને
શુદ્ધનયના અવલંબનનો ઉપદેશ (૨)
મોક્ષ અને બંધના કારણરૂપ ભાવો
મોક્ષનું કારણ
મોક્ષનું મૂળ
૨૯–૧૮૪
૨૧–૧
૨૮–૧૬૩
૨૪–૮૩
૨પ–૧૦૩
૨૬–૧૨૩
૨૭–૧૨૬
૨૮–૧૪૬
૨૯–૧૭૯
૩૦–૨૦૩
૩૨–૨૩૮
૨૭–૧૩૭
૨૪–૭૯
૨૯–૧૮૦
૨૭–૧૨પ
૨૯–૧૬૬
૨૩–૬૦
૨૪–૬૯
૩૦–૧૯૪
૩૧–૨૨૨
૨૩–પ૨
૩૧–૨૧૨
૨૩–૬૦
૨૪–૬૯
૨૮–૧પપ
૨૧–પ
૩૦–૧૮૬
૩૧–૨૨૪
૨૬–૧૨૧
૨૭–૧૩૪
૨૨–૪૩
૨૩–પ૩
૨૨–૨૮
મોક્ષમાર્ગી મુનિવરોને કોનું શરણ?
મોક્ષશાસ્ત્ર (હિંદી ટીકા સંગ્રહ)
મોરબીમાં પ્રતિષ્ઠા પ્રસંગે પ્રતિષ્ઠિતજિનબિંબો
મોરબીમાં પ્રતિષ્ઠા મહોત્સવ
મોરબી શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ (સમાચાર)
મંગલ સુપ્રભાત
રાગી જીવ બંધાય છે, વૈરાગી જીવ છૂટે છે
રાણપુરમાં જિનમંદિરનું ખાતમુહૂર્ત
રાણપુરમાં વેદી પ્રતિષ્ઠા (સમાચાર)
વડીઆ ગામમાં જિનમંદિર
વઢવાણ શહેરમાં વેદી પ્રતિષ્ઠા (સમાચાર)
‘વાહ વા જી વાહ’ ની ધૂન (જૂનાગઢમાં)
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
(વિદ્યાર્થીગૃહ)
વિહાર વર્તમાન
વૈરાગ્યના બે પ્રસંગ
વૈરાગ્યનો એક પ્રસંગ
વાંકાનેરમાં પ્રતિષ્ઠાપ્રસંગે પ્રતિષ્ઠિતજિનબિંબો
વાંકાનેરમાં પ્રતિષ્ઠા મહોત્સવ
વાંકાનેર શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ (સમાચાર)
વ્યવહારનયના આશ્રયે કલ્યાણ કેમ નથી?
(૧)
વ્યવહારનયના આશ્રયે કલ્યાણ કેમ નથી?
(૨)
યોગ્યતાહી
શુદ્ધ આત્માનો અનુભવ
શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે છે
શુદ્ધ નયના અવલંબનનો ઉપદેશ (૧)
શુદ્ધ નયના અવલંબનનો ઉપદેશ (૨)
‘શું નિમિત્ત વિના કાર્ય થાય છે?’ એવી
દલીલનું સ્પષ્ટીકરણ
શ્રી કંઠ વૈરાગ્ય
શ્રી ગુરુચરણનો ઉપાસક
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ–સોનગઢ
‘સદ્ગુરુપ્રવચન પ્રસાદ’ ના ગ્રાહકોને
સમકીતિની પરિણતિ
સમકીતિનો પુરુષાર્થ
સમ્યક્ પુરુષાર્થ
સમ્યગ્દર્શનનું સામર્થ્ય
સમ્યગ્દર્શનનો અફર ઉપાય
સર્વજ્ઞતાનું ચિહ્ન
૨૪–૭૮
૩૧–૨૨૪
૨૭–૧૪૪
૨૬–૧૨૩
૨૭–૧૨૭
૨૧–૧
૨૪–૭૪
૨૩–૪૬
૨૮–૧૬૨
૨પ–૧૦૩
૨૮–૧૪૭
૨૬–૧૧૯
૨૬–૧૨૪
૨૪–૮૩
૨૧–૨૩
૨૭–૧૪૪
૨૬–૧૨૩
૨૭–૧૩૯
૨૪–૭૨
૨પ–૯૪
૩૨–૩૪૪
૨૩–પ૬
૨૩–પપ
૨૬–૧૨૧
૨૭–૧૩૪
૨૪–૮૨
૩૨–૨૩૮
૨૨–૩૪
૨૬–૧૨૪
૨૧–૪
૨૨–૪૪
૨૯–૧૭૨
૨૩–પ૮
૩૦–૧૯૮
૨૬–૧૦પ
૨૨–૩૨

PDF/HTML Page 19 of 21
single page version

background image
આશ્વિનઃ ૨૪૮૦ ઃ ૨૪૧ઃ
વિષયઅંક પૃષ્ઠવિષયઅંક પૃષ્ઠ
સાચા જૈન બનવા માટે અરિહંત ભગવાનનું
સ્વરૂપ ઓળખવું જોઈએ
સાચો ઉદ્યમ
સિદ્ધ અને સંસારી
સિદ્ધ ભગવાનના આઠ ગુણો
સુખ અને દુઃખ શું છે?
સુરેન્દ્રનગરમાં વેદી પ્રતિષ્ઠા (સમાચાર)
સુવર્ણપુરી સમાચાર (કારતક)
સુવર્ણપુરી સમાચાર (પોષ)
સુવર્ણપુરી સમાચાર (આશ્વિન)
સૂચના
સૂચના(પુસ્તક કમિશન બાબત)
સોનગઢમાં પૂ. ગુરુદેવનું આગમન અને
સ્વાગત મહોત્સવ
સંપાદકીય (આજના યુવકબંધુઓને)
૨૧–૧પ
૨પ–૧૦૧
૩૦–૧૮પ
૨૧–૧૪
૨૮–૧પ૭
૨૮–૧૬૧
૨૧–૨૩
૨૩–૪૬
૩૨–૨૪૩
૨૮–૧૪૬
૩૦–૨૦૪
૨૯–૧૬૬
૨૨–૨૭
સંપાદકીય (ધર્મના જિજ્ઞાસુઓનું કર્તવ્ય)
સંસારથી છૂટવાનો ઉપાય
સંસારનું મૂળ
સંસારભ્રમણનું મૂળ કારણ અને તેના છેદનો
ઉપાય
સ્વતંત્ર પરિણમન
સ્વભાવ, વિભાવ અને સંયોગ
સ્વરૂપની પ્રાપ્તિ સુગમ છે, પરને પોતાનું
કરવું અશક્ય છે
હાજરાહજૂર ભગવાન
હે જીવ! એક ક્ષણ પણ તારા સ્વરૂપનો
વિચાર કર
હે બંધુ! દુનિયાને રાજી રાખવામાં...કે.....
હે ભવ્ય! તું તારા આત્માને મોક્ષમાર્ગમાં
સ્થાપ
‘હે સખા! ચાલને મારી સાથે મોક્ષમાં’
૨૧–૩
૩૧–૨૦પ
૨૨–૨૮
૩૧–૨૦૭
૨૯–૧૬પ
૨૧–૨૪
૨૯–૧૭૩
૨પ–૮પ
૨૮–૧પ૦
૨૪–૭૬
૨૩–૪૯
૨૧–૭
‘આત્મધર્મ’ વર્ષ અગિયારમું સમાપ્ત
* * *
અક ક્ષણ પણ ન કર્યં
આત્માના ચિદાનંદ સ્વભાવની પ્રાપ્તિ આ જગતમાં દુર્લભ છે.
જ્યાંસુધી પોતાના ભૂતાર્થ સ્વભાવનો નિર્ણય કરીને તેનું અવલંબન ન લે ત્યાં
સુધી જીવને ધર્મ થતો નથી. અહો! પૂર્વે અનંતકાળમાં અનંત જન્મમાં પુણ્ય
કરીને સ્વર્ગમાં ગયો, પણ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને કદી એક ક્ષણ પણ
લક્ષમાં લીધું નહિ, તેથી સંસારમાં જ રખડયો. માટે આચાર્યદેવ કહે છે કે અરે!
અનંત જન્મ મરણમાં જીવોને આ ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે,
ચૈતન્યતત્ત્વની વાત પણ તેને દુર્લભ થઈ ગઈ છે. પુણ્ય–પાપ તો સુલભ છે, તે
અનંતવાર કરી ચૂક્યો છે, પણ તે પુણ્ય–પાપથી પાર જ્ઞાનસ્વરૂપ આત્મા શું
ચીજ છે તે વાત પૂર્વે કદી એક ક્ષણ લક્ષમાં પણ લીધી નથી. માટે હે ભાઈ! હવે
અંર્તદ્રષ્ટિ કરીને શુદ્ધનયથી તારા આત્માના સ્વભાવને લક્ષમાં તો લે.
* * *
ઃ ૨૪૨ઃ આત્મધર્મઃ ૧૩૨

PDF/HTML Page 20 of 21
single page version

background image
ગોંડલ શહેરમાં જિનમંદિર માટેની જાહેરાત
પરમ પૂજ્ય ગુરુદેવના પ્રતાપથી જૈનધર્મની
મહાન પ્રભાવના થઈ રહી છે, અને ઠેરઠેર વીતરાગી
જિનમંદિરો સ્થપાતા જાય છે, સોનગઢમાં આ શ્રાવણ વદ
અમાસના રોજ, ગોંડલ મુમુક્ષુ મંડળના ભાઈઓએ
ગોંડલમાં જિનમંદિર બંધાવવા માટેની ઉલ્લાસભરી
જાહેરાત કરી હતી, અને તે માટે નીચે મુજબ રકમો જાહેર
કરવામાં આવી હતી–
૩પ૦પ/–કામદાર વછરાજભાઈ ગુલાબચંદ
૭૦૧/– વછરાજભાઈ ગુલાબચંદ
૭૦૧/– રેવાલાલ વછરાજ
૭૦૧/– રેવાલાલ વછરાજની ધર્મપત્ની
૭૦૧/– લક્ષ્મીકાન્ત વછરાજ
૭૦૧/– લક્ષ્મીકાન્ત વછરાજની ધર્મપત્ની
૧૨૦૧/–શા. ઝીકુલાલ બાલાચંદ
૧૦૦૧/–મોહનલાલ ત્રિકમજી દેસાઈ
૧૦૦૨/–કોઠારી ભુરાલાલ ભુદરજી તથા તેમના
ધર્મપત્ની કસુંબાબેન (પોરબંદર)
પ૦૧/– બ્રહ્મક્ષત્રી વનમાળી કરશનજી
પ૦૧/– સ્વ. રળીયાતબાઈ ત્રીયાણાવાળા હા.
મોહનલાલ ત્રીકમજી દેસાઈ
૨પ૧/– તારાબેન હરિલાલ શેઠ
પ૧/– જેકુંવર કોઠારી
૩૦૧/– જયંતિલાલ ભાઈચંદ માવાણી
૨પ૧/– વોરા મોહનલાલ કિરચંદ
૨પ૧/– પારેખ પ્રીતમલાલ તારાચંદ
૨પ૧/– કાગદી જટાશંકર માણેકચંદ (જેતપુર)
૨પ૧/– પ્રાણલાલ ભાઈચંદ દેશાઈ (જેતપુર)
૨પ૧/– પારેખ લીલાધર ડાયાભાઈ હા. જયાકુંવરબેન
(રાજકોટ)
૨૦૧/– અચરતબેન ખોડીદાસ
૨૦૧/– દો. માનસંગ માવજીભાઈ
૧પ૧/– નાનચંદ ભગવાનજી ખારા (અમરેલી)
૧૨પ/– શાહ ભગવાનજી કચરાભાઈ
(આફ્રિકાવાળા)
૧૦૧/– પટેલ લીંબા બેચર
૧૦૧/– પટેલ લીંબા બેચરના ધર્મપત્ની ગંગાબેન
૧૦૧/– પટેલ જીવા કલા
૧૦૧/– રૂખડ ગોવા
૧૦૧/– રૂખડ ગોવાના ધર્મપત્ની સોનબાઈ
૧૦૧/– સમરતબેન ખોડીદાસ
૧૦૧/– શેઠ પ્રાણલાલ હેમચંદ
૧૦૧/– પટેલ કેશવ જાદવ
––––––
૧૧૦પપ/–
ઉપર મુજબ રૂા. ૧૧૦પપ, જાહેર થયા હતા.
ગોંડલમાં જિનમંદિર બંધાવવાની આ મંગલ
જાહેરાત માટે ગોંડલના મુમુક્ષુઓને ધન્યવાદ!
* * *
સુવર્ણપુરી સમાચાર
સોનગઢમાં ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને
ચૌદશ સુધી ‘દસલક્ષણી પર્વ’ ના દિવસો ખાસ
ઉલ્લાસથી ઉજવાયા હતા. પર્યુષણના આ દસ દિવસો
દરમિયાન શ્રી તત્ત્વાર્થસાર (અમૃતચંદ્રાચાર્ય કૃત) માંથી
ઉત્તમક્ષમાદિ દસ ધર્મો ઉપર પૂ. ગુરુદેવે ખાસ પ્રવચન
કર્યાં હતાં. જિનમંદિરમાં દસલક્ષણમંડલનું સમૂહપૂજન
હમેશાં થતું હતું. ભાદરવા સુદ પાંચમના રોજ શ્રી જિનેન્દ્ર
ભગવાનની રથયાત્રા (વનમાં) નીકળી હતી, છઠ્ઠના
રોજ શાસ્ત્રજીની રથયાત્રા નીકળી હતી. અને અનંત
ચતુર્દશીના રોજ જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા નીકળી
હતી. સુગંધ દસમીના દિવસે દસપૂજન–દસસ્તોત્ર ઇત્યાદિ
વિધિપૂર્વક સર્વે જિનમંદિરોમાં ધામધૂમપૂર્વક ધૂપક્ષેપણ
કરવામાં આવ્યું હતું. ભાદરવા વદ એકમે ઉત્તમક્ષમાપણી
પર્વના રોજ બપોરે સમસ્ત સંઘે મળીને કાવ્ય દ્વારા પૂ.
ગુરુદેવ પાસે ક્ષમાપના કરી હતી, અને રત્નત્રય મંડલનું
પૂજન તેમજ ૧૦૮ કલશોથી માનસ્તંભજીનો
મહાઅભિષેક થયો હતો. આ રીતે દસલક્ષણી ધર્મનો
ઉત્સવ આનંદપૂર્વક સુંદર રીતે ઉજવાયો હતો.
આ દસલક્ષણી પર્વ દરમિયાન સોનગઢમાં
જોરાવરનગરના અમુલખભાઈના પુત્રી શારદાબેને દસે
દિવસના ઉપવાસ કર્યા હતા; તે ઉપરાંત ભાઈ છોટાલાલ
નારણદાસનાં પુત્રી કંચનબેને આઠ ઉપવાસ, અને
ચૂડાવાળા મોતીબેનની પુત્રીના પુત્રી ઈંદિરાબેને પાંચ
ઉપવાસ કર્યા હતા. આ સિવાય પરચૂરણ ઉપવાસો પણ
ઘણા થયા હતા.
ધાર્મિક પ્રવચનના દિવસોમાં આ વખતે સવારે
સમયસારનો મોક્ષઅધિકાર વંચાયો હતો, અને બપોરે
પદ્મનંદી પચીસીમાંથી જિનવરસ્તોત્ર (અર્થાત્
દર્શનસ્તુતિ) અધિકાર વંચાયો હતો, તેમાં આધ્યાત્મિક
ભક્તિનું અદ્ભુત વર્ણન સાંભળતાં ભક્તજનોને
અતિશય આનંદ થતો હતો. આ સિવાય ‘ગીરનારજી
તીર્થની યાત્રા’ ની ફીલ્મ પણ બતાવવામાં આવી હતી.
ફીલ્મમાં ગીરનારજીની યાત્રાના કેટલાક અદ્ભુત પ્રસંગો
જોતાં તે વખતના યાત્રામહોત્સવનો ઉલ્લાસ ફરીથી તાજો
થતો હતો. ભાદરવા સુદ ચોથના રોજ જૈન વિદ્યાર્થી
ગૃહના વિદ્યાર્થીઓએ ‘ચલો નંદીશ્વર’ અર્થાત્ ‘શ્રીકંઠ–
વૈરાગ્ય’ નો સુંદર સંવાદ ભજવ્યો હતો.
***