Atmadharma magazine - Ank 134-135
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ૧૩૪–૧૩૫
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ બારમું : સંપાદક : માગસર – પોષ
અંક બીજો રા મ જી મા ણે ક ચં દ દો શી ૨૪૮૧
ક્રમબદ્ધ પર્યાય – પ્રવચન: બીજો ભાગ
માગસર અને પોષ માસના આ સંયુક્ત અંકમાં ક્રમબદ્ધપર્યાયના
બીજા પાંચ પ્રવચનો પ્રસિદ્ધ થાય છે. આ ક્રમબદ્ધપર્યાય તે અતિશય
મહત્ત્વનો વિષય છે ને દરેક મુમુક્ષુઓએ તેનો બરાબર નિર્ણય કરવો ખાસ
જરૂરી છે. આ ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય, અનેક પ્રકારની વિપરીત
માન્યતાઓના ગોટા કાઢી નાંખે છે, ને બધા પડખાંનું (–નિશ્ચય–વ્યવહારનું,
ઉપાદાન–નિમિત્તનું કર્તાકર્મ વગેરેનું) સમાધાન કરાવે છે. આ
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કર્યા વગર જીવને પરમાં કર્તાબુદ્ધિની મિથ્યામાન્યતા
કદાપિ મટતી નથી. તેથી પરમ કૃપાળુ ગુરુદેવે મુમુક્ષુ જીવો ઉપર મહાન
કરુણા કરીને વિશિષ્ટ પ્રવચનો દ્વારા આ વિષય સ્પષ્ટ કર્યો છે. (આ અંકમાં
છપાયેલા પ્રવચનો પણ પૂ. ગુરુદેવે વાંચી જવા કૃપા કરી છે.)
ઘણા મુમુક્ષુ જીવોને પ્રશ્ન ઊઠે છે કે અમારે પુરુષાર્થ કઈ રીતે કરવો?
‘મુમુક્ષુઓને કેવા પ્રકારે પુરુષાર્થ કર્તવ્ય છે.’ –તે આમાં સમજાવ્યું છે. આ
પ્રવચનોમાં આ વાત ખાસ સમજાવવામાં આવી છે કે જ્ઞાયકસ્વભાવના
નિર્ણયના પુરુષાર્થ વડે જ ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. જે
જીવ જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધપર્યાયનો
પણ નિર્ણય થતો નથી. આ રીતે જ્ઞાનસ્વભાવ તરફથી શરૂઆત કરે તો જ
આ વાત યથાર્થ સમજાય તેવી છે. અને આ રીતે જે જીવ યથાર્થપણે આ
વાત સમજશે તેને આત્મહિતનો મહાન લાભ થશે.
વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા ૧૩૪–૧૩પ છૂટક નકલ ચાર આના
આ અંકનું મૂલ્ય આઠ આના
શ્રી જૈનસ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 45
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
[કુંદકુંદપ્રભુનો આચાર્યપદારોહણ મહોત્સવ, અને પ્રવચનમાં નિયમસારની શરૂઆત]
માગસર વદ આઠમ તે કુંદકુંદપ્રભુના આચાર્યપદારોહણનો મંગલ દિવસ છે, તેથી સોનગઢમાં
આચાર્યપદારોહણનો મહોત્સવ ઊજવાયો હતો. સવારમાં, સીમંધરભગવાનનાં સમવસરણમાં સ્થિત
કુંદકુંદાચાર્યદેવનું અતિશય ભક્તિપૂર્વક સમૂહપૂજન થયું હતું...
પૂ. ગુરુદેવના પ્રવચનમાં મોક્ષમાર્ગ પ્રકાશકનું વાંચન પૂરું થતાં, નિયમસારની શરૂઆત આજે થતી
હોવાથી, નિયમસારજીની ‘પ્રવચન–યાત્રા’ નીકળી હતી. અને ત્યારબાદ ભક્તજનોના ઘણા ઉલ્લાસ અને
પ્રસન્નતા વચ્ચે પૂ. ગુરુદેવે નિયમસારજી પરમાગમ ઉપરના અપૂર્વ પ્રવચનોની અદ્ભુત મંગલકારી શરૂઆત
કરી હતી. નિયમસાર તે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના ‘રત્ન ચતુષ્ટય’ માંનું એક મહાન પરમાગમ રત્ન છે,
તેના ઉપર પ્રવચનોનો પ્રારંભ કરતાં શરૂઆતમાં પૂ. ગુરુદેવે, સીમંધર ભગવાન અને કુંદકુંદાચાર્ય ભગવાનના
સાક્ષાત્ ઉપકારોનું અતિશય ભક્તિપૂર્વક સ્મરણ કરીને, કુંદકુંદાચાર્યપ્રભુનું વિદેહક્ષેત્રે સીમંધરપ્રભુ પાસે ગમન
તેમજ તેમના આચાર્યપદનો પરમ મહિમા પ્રસિદ્ધ કર્યો હતો. તેમજ નિયમસારના અદ્વિતીય ટીકાકાર મહાસમર્થ
સંત ભગવાનશ્રી પદ્મપ્રભ મુનિરાજનો મહિમા પણ અતિશય ભક્તિપૂર્વક વ્યક્ત કર્યો હતો.
એક વખત હિંદી અને બીજી વખત ગુજરાતી–એમ બે વખત આ નિયમસાર શાસ્ત્ર પૂ. ગુરુદેવના
પ્રવચનમાં વંચાઈ ગયું છે, ને આ ત્રીજી વખતનાં પ્રવચનો શરૂ થયા છે. તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી,
અને ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તરતજ જેમનું નામ મંગલાચરણમાં આવે છે એવા ભગવાન શ્રી
કુંદકુંદાચાર્યદેવના નિયમસાર પરમાગમ ઉપર પરમ પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં જે અધ્યાત્મરસની ધારા છૂટે છે
તેનાથી ભક્તજનોનાં હૈયાં હર્ષથી હચમચી ઊઠે છે ને આત્મા પ્રસન્નતાથી ડોલી ઊઠે છે.
આ પ્રસંગે, કુંદકુંદપ્રભુજીના આચાર્ય પદારોહણ પ્રસંગનું દ્રશ્ય રચવાવામાં આવ્યું હતું અને પ્રવચન બાદ
નિયમસારાદિ પરમાગમોનું શ્રુતપૂજન ભક્તિ સહિત કરવામાં આવ્યું હતું બપોરે, સમવસરણમાં સ્થિત
કુંદકુંદાચાર્યદેવ સન્મુખ મહાન ભક્તિ થઈ હતી. આ રીતે આચાર્યપદારોહણનો અને નિયમસારની શરૂઆતનો
દ્વિવિધ મહોત્સવ આનંદપૂર્વક ઉજવાયો હતો.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
માગસર સુદ ત્રીજે ગારીયાધારવાળા ભાઈશ્રી મણિલાલ પોપટલાલ શાહ તથા તેમના ધર્મપત્ની શાન્તાબેન–
એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે બદલ તેમને ધન્યવાદ!
ભૂલસુધાર
‘આત્મધર્મ’ ના ગતાંકમાં અશુદ્ધિઓ આપેલી છે, તે ઉપરાંત નીચે મુજબ બીજી અશુદ્ધિઓ પણ છે, –તે
પ્રમાણે વાંચકોએ સુધારી લેવું.
પાનું–કોલમ–લાઈન અશુદ્ધ શુદ્ધ
પ૭–૧–૩૨ મરેલા જીવતું મરેલાનો જીવતું
પ૭–૨–૪ માફક) છતાં
પ૯–૧–૩૩ રાજા રા’ માંડલિકને રાજા રા’ નવઘણને
પ૯–૨–૧પ રા’ માંડલિકની જેમ રા’ નવઘણની જેમ
‘આત્મધર્મ’ નું ભેટ પુસ્તક
મુંબઈ, અમદાવાદ, કલકત્તા તથા રાજકોટ–આ ચાર નગરોમાં નિવાસ કરતા ‘આત્મધર્મ’ ના ગ્રાહકોને
ભેટ પુસ્તક સંબંધી આથી સૂચિત કરવામાં આવે છે કે પ્રત્યેક ગ્રાહકે પોતાની ગ્રાહક–સંખ્યાનું નિર્દેશન કરી
નિમ્નલિખિત સ્થાનેથી પુસ્તક લઈ જવું અથવા મંગાવી લેવું.
સંવત ૨૦૧૦ના ગુજરાતી આત્મધર્મના ગ્રાહકોને પોતાના ગામમાંથી ભેટ પુસ્તક મેળવી લેવા વિનંતી છે.
પુસ્તકો મેળવવાનાં સ્થળો...
૧ શાહ મલુકચંદ છોટાલાલ ઝોબાળીઆ પાંચકુવા, કાપડ બજાર, અમદાવાદ.
૨ દિ. જૈન સ્યાદ્વાદ પ્રચારિણી સભા ઠે. વૈશાખલેન, નં ૧. કલકત્તા, ૭.
૩ શ્રી જૈન દિગમ્બર મંદિર પાલીતાણાના ઉતારા સામે, સદર, રાજકોટ.
૪ શાહ હિંમતલાલ છોટાલાલ ઝોબાળીઆ ૬૮/૭૧ સુતાર ચાલ, મુંબઈ ૨.
• મુંબઈમાં આવેલાં પરાનો પણ મુંબઈમાં જ સમાવેશ થાય છે, તેની નોંધ લેશોજી.

PDF/HTML Page 4 of 45
single page version

background image
‘આત્મા જ્ઞાયક છે.’
ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ
અને અનેક પ્રકારની
વિપરીત કલ્પનાઓનું નિરાકરણ
ભાગ બીજો
[સમયસાર ગા. ૩૦૮ થી ૩૧ તથા તેની ટીકા ઉપર પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો]
આત્માના અતીન્દ્રિયસુખને સ્પર્શીને બહાર આવતી,
ભેદજ્ઞાનનો ઝણઝણાટ કરતી, અને મુમુક્ષુઓનાં હૈયાંને ડોલાવી
મૂકતી, પૂ. ગુરુદેવની પાવનકારી વાણીમાં,
‘જ્ઞાયક સન્મુખ
લઈ જનારા ક્રમબદ્ધપર્યાયના પ્રવચનો’ ની જે અદ્ભુત
અમૃતધારા એક સપ્તાહ સુધી વરસી, તે ગયા અંકમાં આપી
ગયા છીએ. ત્યાર પછી મુમુક્ષુઓના વિશેષ સદ્ભાગ્યે બીજી
વાર આસો સુદ સાતમથી અગીયારસ સુધી એવી જ
અમૃતધારા પાંચ દિવસ સુધી ફરીને વરસી. –નિત્ય નવીનતાને
ધારણ કરતી એ અમૃતધારા અહીં આપવામાં આવી છે.
‘હું જ્ઞાતા છું–એમ જ્ઞાનસન્મુખ થઈને ન પરિણમતાં, રાગાદિનો
કર્તા થઈને પરિણમે છે તે જીવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા નથી.
ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા તો જ્ઞાયકસન્મુખ રહીને રાગાદિને પણ જાણે જ
છે. તેને સ્વભાવસન્મુખ પરિણમનમાં શુદ્ધપર્યાય જ થતી જાય છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને લક્ષમાં લઈને તું વિચાર કે આ
તરફ હું જ્ઞાયક છું–મારો સર્વજ્ઞસ્વભાવ છે, ––તો સામે જ્ઞેયવસ્તુની પર્યાય
ક્રમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ? પોતાના જ્ઞાન સ્વભાવને સામે રાખીને
વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની વાત સીધીસટ બેસી જાય તેવી છે;
પણ જ્ઞાયકસ્વભાવને ભૂલીને વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય
તેમ નથી.’

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૬૬ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
[૧]
પ્રવચન પહેલું
[વીર સં. ૨૪૮૦ આસો સુદ સાતમ]
[] અલૌકિક અધિકારનું ફરીને વાંચન.
આ અલૌકિક અચિંત્ય અધિકાર છે, તેથી ફરીને વંચાય છે. મોક્ષ–અધિકારની આ ચૂલિકા છે.
સમયસારમાં નવે તત્ત્વોનું વર્ણન કર્યા પછી આચાર્યદેવે આ ‘સર્વવિશુદ્ધજ્ઞાન’ નું વર્ણન કર્યું છે. ‘સર્વવિશુદ્ધજ્ઞાન’
એટલે આત્માનો જ્ઞાયકસ્વભાવ, તે સ્વભાવમાં વળીને અભેદ થયેલું જ્ઞાન રાગાદિનું પણ અકર્તા જ છે.
અહીં સિદ્ધ કરવું છે જીવનું અકર્તાપણું! પણ તેમાં ક્રમબદ્ધપર્યાયની વાત કરીને આચાર્યદેવે અલૌકિક રીતે
અકર્તાપણું સિદ્ધ કર્યું છે.
[] જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
‘પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે.’ એક સાથે જ્ઞાન, આનંદ,
શ્રદ્ધા વગેરે અનંત ગુણોની ક્રમબદ્ધપર્યાયપણે જીવદ્રવ્ય ઊપજે છે. ‘જીવ’ કોને કહેવો તેનું વર્ણન પૂર્વે (ગાથા ૨
વગેરેમાં) કરતા આવ્યા છે; ત્યાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પોતાની નિર્મળ પર્યાયમાં સ્થિત થઈને
જે ઊપજે છે તે જ ખરેખર જીવ છે, રાગાદિ ભાવોમાં જે સ્થિત છે તે ખરેખર જીવ નથી. જીવ જ્ઞાયકસ્વભાવ છે,
તે જ્ઞાયકસ્વભાવ ખરેખર રાગપણે ઊપજતો નથી, –એટલે જ્ઞાયક સન્મુખ થયેલો જીવ રાગનો કર્તા થતો નથી,
જ્ઞાયકની દ્રષ્ટિમાં તેને રાગની અધિકતા થતી નથી, માટે તે રાગાદિનો અકર્તા જ છે. આવું જ્ઞાયકસ્વભાવનું
અકર્તાપણું ઓળખાવીને, અહીં તે જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
[] જ્ઞાયકસ્વભાવી જીવ રાગનો પણ અકર્તા છે.
આત્મા જ્ઞાયક છે; અનાદિથી તેના જ્ઞાયકભાવનો સ્વપરપ્રકાશક પ્રવાહ છે, –જ્ઞાન તો સ્વ–પરને જાણવાનું
જ કામ કરે છે; પણ આવા જ્ઞાયકભાવની પ્રતીત ન કરતાં અજ્ઞાની જીવ રાગના કર્તાપણે પરિણમે છે એટલે કે
મિથ્યાત્વપણે ઊપજે છે. અહીં આચાર્યદેવ તે અજ્ઞાનીને તેનો જ્ઞાયકસ્વભાવ સમજાવે છે; આત્મા તો સ્વ–
પરપ્રકાશક જ્ઞાયકસ્વભાવી છે, તેનો જ્ઞાયકભાવ ઉપજીને રાગને ઉત્પન્ન કરે કે મિથ્યાત્વાદિ કર્મોને બંધાવામાં
નિમિત્ત થાય, ––એમ નથી; તેમજ તે કર્મોને નિમિત્ત બનાવીને તેના આશ્રયે પોતે વિકારપણે ઊપજે–એવો પણ
તેનો સ્વભાવ નથી; પણ જ્ઞાયકના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે–એવો આત્માનો સ્વભાવ છે.
પોતે નિમિત્તપણે થઈને બીજાને નહિ ઉપજાવતો, તેમજ બીજાના નિમિત્તે પોતે નહિ ઊપજતો એવો
જ્ઞાયકસ્વભાવ તે જીવ છે. સ્વસન્મુખ રહીને પોતે સ્વ–પરપ્રકાશક જ્ઞાનપણે ક્રમબદ્ધ ઊપજતો થકો રાગને પણ
જ્ઞેય બનાવે છે. અજ્ઞાની રાગને જ્ઞેય ન બનાવતાં, તે રાગની સાથે જ જ્ઞાનની એકતા માનીને મિથ્યા દ્રષ્ટિ થાય
છે, ને જ્ઞાની તો જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાનની એકતા રાખીને, રાગને પૃથકપણે જ્ઞેય બનાવે છે, એટલે જ્ઞાની તો
જ્ઞાયક જ છે, રાગનો પણ તે કર્તા નથી.
[] જ્ઞાનીની વાત, અજ્ઞાનીને સમજાવે છે.
–આ વાત કોને સમજાવે છે?
આ વાત છે જ્ઞાનીની, પણ સમજાવે છે અજ્ઞાનીને. અંતરમાં જેને જ્ઞાનસ્વભાવ અને રાગની ભિન્નતાનું
ભાન નથી એવા

PDF/HTML Page 6 of 45
single page version

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૬૭ :
અજ્ઞાનીને સમજાવે છે કે–તું જ્ઞાયક છો; જ્ઞાયકભાવ સ્વપરનો પ્રકાશક છે પણ રાગાદિનો ઉત્પાદક નથી; ભાઈ!
જ્ઞાયકભાવ કર્તા થઈને જ્ઞાનને ઉપજાવે કે રાગને ઉપજાવે? જ્ઞાયકભાવ તો જ્ઞાનને જ ઉપજાવે. માટે, જ્ઞાયકભાવ
રાગનો કર્તા નથી–એમ તું સમજ, અને જ્ઞાયક સન્મુખ થા.
[] કઈ દ્રષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થાય?
અહીં ક્રમબદ્ધપર્યાય બતાવીને જ્ઞાયકસ્વભાવ ઉપર જોર દેવું છે, ક્રમબદ્ધના વર્ણનમાં જ્ઞાયકની જ મુખ્યતા
છે, રાગાદિની મુખ્યતા નથી. જીવ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે, તેમાં જ્ઞાન, શ્રદ્ધા વગેરે બધા ગુણોનું
પરિણમન ભેગું જ છે. તે પરિણામપણે કોણ ઊપજે છે? –કે જીવ ઊપજે છે. તે જીવ કેવો? –કે જ્ઞાયકસ્વભાવી.
આવો નિર્ણય કરનાર પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને જ્ઞાનભાવે જ (એટલે કે શ્રદ્ધા, જ્ઞાન, આનંદ વગેરે
ગુણોના નિર્મળ અંશપણે જ) ઊપજે છે, પણ રાગપણે ઊપજતો નથી. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ વગેરેની
ક્રમબદ્ધપર્યાયોપણે ‘રાગ’ નથી ઊપજતો પણ જ્ઞાયકસ્વભાવી ‘જીવ’ ઊપજે છે. માટે જ્ઞાયકસ્વભાવ ઉપર જેની
દ્રષ્ટિ છે તેને જ ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય છે, ને તેની ક્રમબદ્ધપર્યાયો નિર્મળ થતી જાય છે.
[] ‘સ્વસમય’ એટલે રાગાદિનો અકર્તા
સમયસારની પહેલી ગાથા ‘वंदित्तु सव्व सिद्धे...’ માં સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને, બીજી
ગાથામાં જીવનું સ્વરૂપ વર્ણવતાં આચાર્યદેવે કહ્યું કે–
जीवो चरितदंसणणाणट्ठिउ तं हि ससमयं जाण।
पुग्गलकम्मपदेसट्ठियं च तं जाण परसमयं।।
–એટલે કે સ્વસન્મુખ થઈને પોતાના સમ્યગ્યદર્શનજ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ પર્યાયમાં જે આત્મા સ્થિત છે
તેને સ્વસમય જાણ. તે તો જીવનું સ્વરૂપ છે; પણ નિમિત્તમાં ને રાગમાં એકતાબુદ્ધિ કરીને તેમાં જ જે સ્થિત છે
તે પરસમય છે; તે ખરેખર જીવનું સ્વરૂપ નથી. ત્યાં જેને ‘સ્વસમય’ કહ્યો તેને જ અહીં ‘અકર્તા’ કહીને વર્ણવ્યો
છે. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને પોતાના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનને વીતરાગભાવની પર્યાયપણે જે ઊપજ્યો તે
‘સ્વસમય’ છે, ને તે રાગાદિનો ‘અકર્તા’ છે.
[] ‘નિમિત્તનો પ્રભાવ’ માનનાર બાહ્યદ્રષ્ટિમાં અટક્યા છે.
અત્યારે તો, આ મૂળભૂત અંતરની વાતને ભૂલીને ઘણા લોકો નિમિત્તના ને વ્યવહારના ઝઘડામાં અટક્યા
છે. નિમિત્તોનો આત્મા ઉપર પ્રભાવ પડે–એમ માનીને જેઓ નિમિત્તાધીનદ્રષ્ટિમાં જ અટકી ગયા છે તેમને તો
જ્ઞાયકસ્વભાવ તરફ વળવાનો અવકાશ નથી. નિમિત્તનો પ્રભાવ પડે એટલે કુંભારનો ઘડા ઉપર પ્રભાવ પડે,
કર્મનો આત્મા ઉપર પ્રભાવ પડે, એમ જે માને છે તેને તો હજી મિથ્યાત્વરૂપી દારૂનો પ્રભાવ લઈને મિથ્યાદ્રષ્ટિ જ
રહેવું છે. જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં મારી પર્યાયમાં જ્ઞાયકભાવનો પ્રભાવ પડે–એમ ન માનતાં, નિમિત્તનો
પ્રભાવ પડે એમ માને છે તો, હે ભાઈ! નિમિત્ત તરફનું વલણ છોડીને તું સ્વભાવ તરફ ક્યારે વળીશ? નિમિત્ત
તરફ જ ન જોતાં જ્ઞાયકસ્વભાવ તરફ વળે તો કર્મનું નિમિત્તપણું રહેતું નથી. અજ્ઞાનીને તેના ગુણની ઊંધાઈમાં
કર્મનું નિમિત્ત ભલે હો, પણ તે તો પરજ્ઞેયમાં જાય છે; અહીં તો જ્ઞાનીની વાત છે કે, જ્ઞાની પોતે જ્ઞાયક તરફ વળ્‌યો
છે એટલે તે જ્ઞાતાપણે જ ઊપજ્યો છે, રાગપણે–આસ્રવ કે બંધપણે તે ઊપજતો નથી, તેથી તેને કર્મનું નિમિત્તપણું
પણ નથી. આ રીતે, ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કરીને જ્ઞાયક તરફ ઝૂકેલો જીવ, ક્રમબદ્ધપર્યાયમાં રાગપણે નથી
ઊપજતો પણ જ્ઞાનપણે જ ઊપજે છે, અને એ જ ક્રમબદ્ધની યથાર્થ પ્રતીતનું ફળ છે.
[] જ્ઞાતાના ક્રમમાં જ્ઞાનની વૃદ્ધિ ને રાગની હાનિ.
પ્રશ્ન:– જો પર્યાય ક્રમબદ્ધ છે, હીન–અધિક થતી નથી, તો ઓછા જ્ઞાનને વધારી તો ન શકાય? ને રાગને
ઘટાડી તો ન શકાય?
ઉત્તર:– અરે ભાઈ! હજી તું આ વાત નથી સમજ્યો, તારું વલણ જ્ઞાયક તરફ નથી ગયું. ભાઈ, જ્ઞાનને
વધારવાનો ને રાગને ઘટાડવાનો ઉપાય તો ક્યાંય બહારમાં છે? –કે અંતરના જ્ઞાયકસ્વભાવના અવલંબનમાં
છે? ‘હું જ્ઞાયક છું ને મારા જ્ઞાયકની પર્યાય તો ક્રમબદ્ધ સ્વપર પ્રકાશક જ થાય છે’ એવો નિર્ણય કરીને જ્ઞાયકનું
અવલંબન લીધું છે, ત્યાં પર્યાયે પર્યાયે જ્ઞાનની વિશુદ્ધતા વધતી જ જાય છે ને રાગ ઘટતો જ જાય છે; હું જ્ઞાન
વધારું ને રાગ ઘટાડું–એમ પર્યાય સામે જ લક્ષ રાખે, પણ અંતરમાં જ્ઞાયકસ્વભાવનું અવલંબન ન લ્યે તો તેને
જ્ઞાન વધારવાના ને રાગ ઘટાડવાના સાચા ઉપાયની ખબર

PDF/HTML Page 7 of 45
single page version

background image
(૧)
(૨) ત્યાર પછી–
: ૬૮ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
નથી. સાધકને જે રાગ થાય છે તે તો સ્વ–પરપ્રકાશકજ્ઞાનના જ્ઞેયપણે છે, પણ જ્ઞાનના કાર્યપણે નથી એટલે
જ્ઞાની તેનો જ્ઞાતા જ છે, પણ તે રાગનો કર્તા કે ફેરવનાર નથી. રાગના સમયે પણ જ્ઞાની તો તે રાગના
જ્ઞાનપણે જ ઊપજ્યો છે. જો રાગને આઘોપાછો ફેરવવાની બુદ્ધિ કરે તો રાગનું કર્તાપણું થઈ જાય છે એટલે
જ્ઞાતાપણાનો ક્રમ ન રહેતાં મિથ્યાત્વ થઈ જાય છે. સામે જે વખતે રાગનો કાળ છે તે જ વખતે જ્ઞાનીને પોતામાં
તો જ્ઞાતાપણાનો જ કાળ છે, જ્ઞાયક તરફ વળીને તે તો જ્ઞાનપણે જ ઊપજે છે, રાગપણે ઊપજતો નથી.
[] અંર્તમુખ જ્ઞાનની સાથે જ આનંદ–શ્રદ્ધા વગેરેનું પરિણમન; અને તે જ ધર્મ.
જીવને આવું સ્વ–પરપ્રકાશકજ્ઞાન ખીલ્યું ત્યાં તે પોતાના આનંદ વગેરે ગુણોની નિર્મળતાને પણ જાણે છે.
જ્ઞાન સાથે આનંદ, શ્રદ્ધા વગેરે બીજા અનંતગુણો પણ તે જ સમયે પોતપોતાની ક્રમબદ્ધ નિર્મળ પર્યાયપણે
ઊપજે છે ને જ્ઞાન તેને જાણે છે. જ્ઞાનમાં એવી જ સ્વ–પરપ્રકાશકપણાની તાકાત ખીલી છે, ને તે વખતે બીજા
ગુણોમાં પણ એવું જ નિર્મળ પરિણમન હોય છે, તે જ્ઞાનના કારણે નહિ પણ તે ગુણોમાં જ એવો ક્રમ છે. અહીં
જ્ઞાનમાં સ્વ–સન્મુખ થતાં નિર્મળ સ્વપરપ્રકાશક શક્તિ ઊઘડી ને તે વખતે શ્રદ્ધા–આનંદ વગેરે બીજા ગુણોમાં
નિર્મળ પરિણમન ન થાય–એમ કદી બનતું નથી. શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં દ્રવ્યના જ્ઞાન–આનંદ વગેરે ગુણોમાં એક
સાથે નિર્મળ પરિણમનનો પ્રવાહ શરૂ થઈ જાય છે. સમ્યક્–શ્રદ્ધાની સાથે સમ્યક્ ચારિત્ર, આનંદ વગેરેનો અંશ
પણ ભેગો જ છે. જુઓ, આનું નામ ધર્મ છે. અંતરમાં આવું પરિણમન થાય તે ધર્મ છે, આ સિવાય બહારના
કોઈ સ્થાનમાં કે શરીરાદિની ક્રિયામાં ધર્મ નથી, પાપના કે પુણ્યના ભાવમાં પણ ધર્મ નથી, એકલા શાસ્ત્રોના
શબ્દોના જાણપણામાં પણ ધર્મ નથી. અંર્તમુખ થઈને જ્ઞાયકસ્વભાવનું અવલંબન લેતાં, શ્રદ્ધા–જ્ઞાન વગેરે
ગુણોનું નિર્મળ પરિણમન શરૂ થઈ જાય તેનું નામ ધર્મ છે. આ રીતે જ્ઞાયકમૂર્તિ આત્માના અવલંબનમાં ધર્મ છે.
જ્ઞાયકનું અવલંબન લઈને જ્ઞાનભાવે ઊપજ્યો તે જ જ્ઞાનીનો ધર્મ છે.
[૧૦] જેવું વસ્તુસ્વરૂપ, તેવું જ જ્ઞાન, અને તેવી જ વાણી.
जीवस्त्राजीवस्स दु जे परिणामा दु देसिया सुत्ते।
तं जीवमजीवं वा तेहिमणण्णं वियाणाहि।। ३०९।।
એટલે કે, સૂત્રમાં જીવના કે અજીવના જે પરિણામ દર્શાવ્યા છે તેની સાથે તે જીવ કે અજીવને અનન્ય–
એકમેક જાણ. દરેક દ્રવ્યને પોતાના પરિણામ સાથે અભેદપણું છે, પણ પરથી ભિન્નપણું છે...
–આમ સર્વજ્ઞદેવે અને સંતોએ જાણ્યું છે.
–સર્વજ્ઞના આગમમાં–સૂત્રમાં પણ એમ કહ્યું છે,
–અને વસ્તુસ્વરૂપ પણ એવું જ છે;
એ રીતે જ્ઞાન, શબ્દ અને અર્થ એ ત્રણેની સંધિ છે. દરેક સમયે ક્રમબદ્ધ ઊપજતા પોતાના પરિણામો સાથે
દ્રવ્ય તન્મય છે––એવું વસ્તુનું સ્વરૂપ છે, એવું જ સર્વજ્ઞ અને સંતોનું જ્ઞાન જાણે છે, ને એવું જ સૂત્ર બતાવે છે.
આથી વિપરીત બતાવે એટલે કે એક દ્રવ્યના પરિણામનું કર્તા બીજું દ્રવ્ય છે––એમ બતાવે, તો તે દેવ–ગુરુ કે
શાસ્ત્ર સાચાં નથી ને વસ્તુનું સ્વરૂપ પણ એવું નથી.
[૧૧] જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ–એ જ મૂળતાત્પર્ય.
અહીં ક્રમબદ્ધપર્યાયમાં દ્રવ્યનું અનન્યપણું બતાવીને દ્રવ્યદ્રષ્ટિ જ કરાવવાનું તાત્પર્ય છે.
णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो।
एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव।।
––એમ કહીને ત્યાં છઠ્ઠી ગાથામાં પર્યાયના ભેદોનું અવલંબન છોડાવીને એકરૂપ જ્ઞાયકભાવની દ્રષ્ટિ
કરાવી છે.
ववहारोऽभूयत्थो भूयत्थो देसिदो दु सुद्धणओ।
भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो।।
–ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે, એમ કહીને ત્યાં અગીયારમી ગાથામાં પણ એકરૂપ
જ્ઞાયકસ્વભાવનો જ અનુભવ કરાવ્યો છે.
(૩) વળી, સંવર–અધિકારમાં ‘उवओगे उवओगो...’ ––ઉપયોગમાં ઉપયોગ છે’ ––એમ કહીને,
સંવરની જે નિર્મળ દશા પ્રગટી તેની સાથે આત્માનું અભેદપણું બતાવ્યું, એટલે કે જ્ઞાયકસ્વરૂપમાં અભેદતાથી જ
સંવરદશા પ્રગટે છે––એમ બતાવ્યું.

PDF/HTML Page 8 of 45
single page version

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૬૯ :
આ રીતે આચાર્ય ભગવાન પહેલેથી જ જ્ઞાયકસ્વભાવના અવલંબનની વાત કહેતા આવ્યા છે; અહીં પણ
ક્રમબદ્ધપર્યાયમાં દ્રવ્યનું અનન્યપણું બતાવીને, બીજી ઢબથી જ્ઞાયકસ્વભાવની જ દ્રષ્ટિ કરાવી છે. ‘दवियं जं
उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं’ ––આમ કહીને, પર્યાયે પર્યાયે અભેદપણે તારો જ્ઞાયકભાવ જ
પરિણમી રહ્યો છે–એમ બતાવ્યું છે. (આ સંબંધી વિસ્તાર માટે જુઓ અંક ૧૩૩, પ્રવચન આઠમું, નંબર ૧૮૮)
[૧૨] વારંવાર ઘૂંટીને અંતરમાં પરિણમાવવા જેવી મુખ્ય વાત.
જુઓ, આવો ‘જ્ઞા... ય.. ક... ભા... વ’ તે જીવનું માથું છે, ––તે મુખ્ય છે તેથી તેને માથું કહ્યું. આ વાત
મુખ્ય પ્રયોજનભૂત હોવાથી વારંવાર ઘૂંટવા જેવી છે, અંતરમાં નિર્ણય કરીને પરિણમાવવા જેવી છે.
[૧૩].
સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વ કેવું છે તેની આ વાત છે. જીવતત્ત્વનો જ્ઞાયકસ્વભાવ છે; તેની સન્મુખ થઈને
જ્ઞાયકભાવે ઊપજ્યો ને તે પરિણામમાં અભેદ થયો તે જ ખરેખર જીવ છે; રાગમાં અભેદ થઈને ઊપજ્યો તે
ખરેખર જીવતત્ત્વ નથી, તે તો આસ્રવતત્ત્વ છે. જ્ઞાનીના પરિણમનમાં રાગની મુખ્યતા નથી, તેને તો જ્ઞાયકની
એકની જ મુખ્યતા છે, રાગના તે જ્ઞાતા છે. જ્ઞાયક તરફ વળીને તેને ‘નિશ્ચયજ્ઞેય’ બનાવ્યું ત્યાં અસ્થિરતાનો
અલ્પરાગ ‘વ્યવહારજ્ઞેય’ થઈ જાય છે.
[૧૪] જીવનનું ખરું કર્તવ્ય.
જીવનમાં આ મુખ્ય કરવા જેવું છે, આ સમજણથી જ જીવનની સફળતા છે... અરે! જીવનમાં આવી
અપૂર્વ સમજણ કરવી રહી જાય છે––એમ જેને ચિંતા પણ ન થાય––સમજવાની દરકાર પણ ન જાગે, તે જીવ
સમજણનો પ્રયત્ન ક્યાંથી કરે? સાચી સમજણની કિંમત ભાસવી જોઈએ કે જીવનમાં સત્સમાગમે સાચી સમજણ
કરવી એ જ એક કરવા જેવું ખરું કામ છે. આ સમજણ વગર ‘જગતમાં બહારનાં કામો મેં કર્યાં’ એમ માનીને
મફતનો પરનાં અભિમાન કરે છે, તે તો સાંઢની જેમ ઉકરડા ઉથામે છે, ––તેમાં આત્માનું જરાય હિત નથી.
[૧પ] પ્રભુ! તારા જ્ઞાયકભાવને લક્ષમાં લે.
ભગવાન! તારો આત્મા અનાદિઅનંત ચૈતન્ય ઢીમ પડ્યો છે, એકવાર તેને લક્ષમાં તો લે! અનાદિથી
બહાર જોયું છે, પણ અંદરમાં હું કોણ છું––એ કદી જોયું નથી... સિદ્ધપરમાત્મા જેવો પોતાનો આત્મા છે તેને કદી
લક્ષમાં લીધો નથી. તારો આત્મા જ્ઞાયક છે, પ્રભુ! જ્ઞાયક ઉપજીને તો જ્ઞાયકભાવને રચે કે રાગને રચે? સોનું
ઊપજીને સોનાની અવસ્થાને જ રચે, પણ સોનું કાંઈ લોઢાની અવસ્થાને ન રચે. તેમ આત્માનો જ્ઞાયકસ્વભાવ
છે તે તો જ્ઞાયકભાવનો જ રચનાર છે––જ્ઞાયકના અવલંબને જ્ઞાયકભાવની જ રચના (–ઉત્પત્તિ) થાય છે, પણ
અજ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવને ભૂલીને રાગને રચે છે––રાગાદિનો કર્તા થાય છે. અહીં જ્ઞાયકસ્વભાવ
બતાવીને આચાર્યદેવ તે રાગનું કર્તાપણું છોડાવે છે.
[૧૬] નિર્મળ પર્યાયને જ્ઞાયકસ્વભાવનું જ અવલંબન.
જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતાથી જ્ઞાયકભાવપણે જ ક્રમબદ્ધ ઊપજે છે; પોતાના
જ્ઞાયકપરિણામ સાથે અભેદ થઈને ઊપજતો થકો તે જીવ જ છે, અજીવ નથી, તે કોઈ બીજાના અવલંબન વડે
નથી ઊપજતો, નિમિત્તના કારણે, રાગના કારણે કે પૂર્વ પર્યાયના કારણે નથી ઊપજતો, તેમજ ભવિષ્યની
પર્યાયમાં કેવળજ્ઞાન થવાનું છે તેને કારણે અત્યારે સમ્યગ્દર્શનાદિ પર્યાય થાય છે––એમ પણ નથી; વર્તમાનમાં
જીવ પોતે જ્ઞાયકસ્વભાવ તરફ વળીને જ્ઞાયકભાવપણે (સમ્યગ્દર્શનાદિ પણે) ઊપજ્યો છે, સ્વ તરફ વળેલી
વર્તમાન પર્યાયનો ક્રમ જ એવો નિર્મળ છે. આમ અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવને પકડ્યો ત્યાં નિર્મળ પર્યાય
ઉપજી; વર્તમાન સ્વભાવનું અવલંબન તે જ તેનું કારણ છે, એ સિવાય પૂર્વ–પછીનું કોઈ કારણ નથી તેમજ
નિમિત્ત કે વ્યવહારનું અવલંબન નથી.
[૧૭] ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ’ એ ક્યારે લાગુ પડે?
પ્રશ્ન:– આવું ઝીણું સમજવામાં બહુ મહેનત પડે, તેના કરતાં ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ’ એમ ધારીને
આ વાત માની લઈએ તો?
ઉત્તર:– ભાઈ, એ તો એકલું પરપ્રકાશક થયું; સ્વ–

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
પ્રકાશક વગર પરપ્રકાશકપણું સાચું ક્યાંથી થશે? પુરુષ, પ્રમાણ છે કે નહિ તેનો નિર્ણય પણ જ્ઞાન વગર કોણ
કરશે? જ્ઞાનનો નિર્ણય કરીને સમ્યગ્જ્ઞાન થયા વગર પુરુષની પ્રમાણતાની પરીક્ષા કોણ કરશે? આપ્તમીમાંસા (–
દેવાગમસ્તોત્ર) માં સ્વામી સમન્તભદ્રઆચાર્ય કહે છે કે હે નાથ! અમે તો પરીક્ષા વડે આપની સર્વજ્ઞતાનો
નિર્ણય કરીને આપને માનીએ છીએ. પ્રયોજનરૂપ મૂળભૂત તત્ત્વોનો તો પરીક્ષા કરીને પોતાના જ્ઞાનમાં નિર્ણય
કરે, અને પછી બીજા અપ્રયોજનરૂપ તત્ત્વોમાં ન પહોંચી શકે તો તેને ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ’ કરીને માની
લ્યે, તે બરાબર છે. પણ એકાંત ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ’ કહીને રોકાઈ જાય ને પોતાના જ્ઞાનમાં મૂળભૂત
તત્ત્વોના નિર્ણયનો પણ ઉદ્યમ ન કરે તો તેને સમ્યગ્જ્ઞાન થતું નથી. પુરુષની પ્રમાણતાનો (એટલે કે સર્વજ્ઞનો)
નિર્ણય કરવા જાય તો તેમાં પણ જ્ઞાનસ્વભાવનો જ નિર્ણય કરવાનું આવે છે. પુરુષની પ્રમાણતા તો તેનામાં
રહી, પણ તે પ્રમાણતા કઈ રીતે છે તે તારા જ્ઞાનમાં તો ભાસ્યું નથી, પુરુષની પ્રમાણતાનો નિર્ણય તારા જ્ઞાનમાં
તો આવ્યો નથી, તેથી ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ’ એ વાત તને લાગુ પડતી નથી.
[૧૮] ક્રમબદ્ધની કે કેવળીની વાત કોણ કહી શકે?
એ જ પ્રમાણે, એકલા પરની કે રાગની ઓથ લઈને કોઈ અજ્ઞાની એમ કહે કે ‘વિકાર ક્રમબદ્ધપર્યાયમાં
થવાનો હતો તેથી થયો, અથવા કેવળીભગવાને તેમ જોયું હતું માટે થયો’ ––તો તે સ્વછંદી છે; ભાઈ રે! તારા
જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર તું ક્રમબદ્ધપર્યાયની કે કેવળીની વાત ક્યાંથી લાવ્યો? તું એકલા રાગની ઓથ
લઈને વાત કરે છે પણ જ્ઞાનસ્વભાવની પ્રતીત કરતો નથી, તો તે ખરેખર કેવળીભગવાનને કે ક્રમબદ્ધપર્યાયને
માન્યા જ નથી. કેવળી ભગવાનને કે ક્રમબદ્ધપર્યાયને ખરેખર ઓળખનાર જીવની દ્રષ્ટિ તો અંતરમાં પોતાના
જ્ઞાયકસ્વભાવ તરફ વળી ગઈ હોય છે; એને તો જ્ઞાનની જ અધિકતા હોય છે, રાગની અધિકતા તેને હોતી જ
નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળ્‌યા વગર ધર્મમાં એક પગલું પણ ચાલે તેમ નથી.
[૧૯] જ્ઞાનના નિર્ણય વિના બધું ય ખોટું.
જ્ઞાયકભાવરૂપી તલવારથી સમકીતિએ સંસારને છેદી નાંખ્યો છે.
પ્રશ્ન:– તો શું અત્યાર સુધીનું અમારું બધું ખોટું?
ઉત્તર:– હા, ભાઈ! બધું ય ખોટું. અંતરમાં ‘હું જ્ઞાન છું’ એવું લક્ષ અને પ્રતીત ન કરે ત્યાં સુધી શાસ્ત્રનાં
ભણતર કે ત્યાગ વગેરે કાંઈ પણ સાચું નથી, તેનાથી સંસારનો છેદ થતો નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ,
સર્વજ્ઞતા, અને પદાર્થોની ક્રમબદ્ધપર્યાય એ બધાનો નિર્ણય કરીને જ્યાં જ્ઞાયક તરફ વળ્‌યો, ત્યાં જ્ઞાયકભાવરૂપી
એવી તલવાર હાથમાં લીધી કે એક ક્ષણમાં સંસારને મૂળમાંથી છેદી નાંખે!
[૨૦] સમ્યગ્દ્રષ્ટિ મુક્ત; મિથ્યાદ્રષ્ટિને જ સંસાર.
હવેની ગાથાઓમાં કહેશે કે, જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં સમકીતિને સંસાર જ નથી, જેની દ્રષ્ટિ કર્મ ઉપર છે
એવા મિથ્યાદ્રષ્ટિને જ સંસાર છે. સમકીતિ તો જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિથી પોતાના શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ
હોવાથી ખરેખર મુક્ત જ છે, –– ‘
शुद्धस्वभावनियतः स हि मुक्त एव’ (જુઓ કળશ ૧૯૮)
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિવાળા જ્ઞાનીનું અકર્તાપણું સિદ્ધ કરીને, હવેની બે ગાથા (૩૧૨–૩૧૩) માં
આચાર્યદેવ કહેશે કે જેને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી એવા મિથ્યાદ્રષ્ટિને જ નિમિત્ત–નૈમિત્તિકભાવથી સંસાર છે.
કર્મના નિમિત્તનો જીવ ઉપર પ્રભાવ પડે, અથવા નિમિત્ત આવે તેવું કાર્ય થાય, કર્મના ઉદય પ્રમાણે
વિકાર થાય–એવી અજ્ઞાનીની માન્યતા તો દૂર રહી, પણ જીવ પોતે મિથ્યાત્વાદિ કરે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય,
અને જીવ નિમિત્ત થઈને મિથ્યાત્વાદિ કર્મને બાંધે–એ વાત પણ મિથ્યાદ્રષ્ટિને જ લાગુ પડે છે. કર્મનો નિમિત્ત
કર્તા મિથ્યાદ્રષ્ટિ છે, જ્ઞાની તો અકર્તા જ છે; જ્ઞાનીને કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિકપણું નથી, તેને જ્ઞાયક સાથે સંધિ
થઈ છે ને કર્મ સાથેની સંધિ તૂટી ગઈ છે.
[૨૧] સમ્યગ્દર્શનના વિષયરૂપ જીવતત્ત્વ કેવું?
જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાતાભાવપણે જ ઊપજે છે, પણ રાગના કર્તાપણે
નથી ઊપજતો; ‘રાગનો કર્તા જીવ’ તે સમ્યગ્દર્શનનો વિષય નથી, પણ ‘જ્ઞાયકભાવપણે ઊપજતો જીવ’ તે
સમ્યગ્દર્શનનો વિષય છે. આવા જીવતત્ત્વની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે.

PDF/HTML Page 10 of 45
single page version

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૭૧ :
() ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः।
() तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्। અને
() जीवाजीवास्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम्।
––એમ મોક્ષશાસ્ત્રમાં ઉમાસ્વામી મહારાજે કહ્યું છે, ત્યાં આવા જ્ઞાયકભાવપણે ઊપજતા જીવદ્રવ્યને
ઓળખે તો જીવતત્ત્વની સાચી પ્રતીત છે. આવા જીવતત્ત્વની પ્રતીત વગર તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન, કે
મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી.
[૨૨] નિમિત્ત અકિંચિત્કર હોવા છતાં, સતમાં સત્ જ નિમિત્ત હોય.
હજી તો સાત તત્ત્વોમાંથી જીવતત્ત્વ કેવું છે તેની આ વાત છે. આવા જીવને ઓળખે તો સાચી શ્રદ્ધા થાય,
ને ત્યાર પછી જ શ્રાવકપણું કે મુનિપણું હોય. વસ્તુનું સ્વરૂપ તો આવું છે, તેમાં કાંઈ બીજું થાય તેમ નથી. પોતે
અંદર પાત્ર થઈને સમજે તો પકડાય તેવું છે; બીજા કોઈ આપી દ્યે કે સમજાવી દ્યે––એમ નથી. જો બીજો આપે તો
વળી ત્રીજો કોઈ આવીને લૂંટી લ્યે! પણ એમ બનતું નથી. આમ છતાં, ––એટલે કે નિમિત્ત અકિંચિત્કર હોવા
છતાં, સમ્યગ્જ્ઞાન પામનારને નિમિત્ત કેવું હોય તે જાણવું જોઈએ. આત્માનું અપૂર્વ જ્ઞાન પામનાર જીવને સામે
નિમિત્ત તરીકે પણ જ્ઞાની જ હોય. ત્યાં, સમ્યગ્જ્ઞાનરૂપે પરિણમેલો સામા જ્ઞાનીનો આત્મા તે ‘અંતરંગ નિમિત્ત’
છે અને તે જ્ઞાનીની વાણી બાહ્યનિમિત્ત છે. એ રીતે સમ્યગ્જ્ઞાન પામવામાં જ્ઞાની જ નિમિત્ત હોય છે, અજ્ઞાની
નિમિત્ત ન હોય, તેમ જ એકલી જડવાણી પણ નિમિત્ત ન હોય. ––આ વાત નિયમસારની પ૩મી ગાથાના
વ્યાખ્યાનમાં બહુ સ્પષ્ટપણે કહેવાઈ ગઈ છે. (જુઓ, આત્મધર્મ–ગુજરાતી અંક ૯૯) સતમાં કેવું નિમિત્ત હોય તે
ન ઓળખે તો અજ્ઞાની–મૂઢ છે, ને નિમિત્ત કાંઈ કરી દ્યે એમ માને તો તે પણ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.
[૨૩] આત્મહિતને માટે ભેદજ્ઞાનની સીધી સાદી વાત.
જુઓ, આ તો સીધી સાદી વાત છે કે દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમે છે, તો બીજો
તેમાં શું કરે? એ ઉપરાંત અહીં તો એમ સમજાવવું છે કે ભગવાન આત્મા જ્ઞાયક છે, તે ક્રમબદ્ધ પોતાના
જ્ઞાયકભાવપણે ઉપજતો થકો જ્ઞાયકભાવની જ રચના કરે છે, રાગપણે ઊપજે કે રાગને રચે–એવું જીવતત્ત્વનું
ખરું સ્વરૂપ નથી, તે તો આસ્રવ અને બંધતત્ત્વમાં જાય છે. અંતરમાં રાગ અને જીવનું પણ ભેદજ્ઞાન કરવાની
આ વાત છે. નિમિત્ત કાંઈ કરે–એમ માનનારને તો હજી બહારનું ભેદજ્ઞાન પણ નથી–પરથી ભિન્નતાનું જ્ઞાન પણ
નથી, તો પછી ‘જ્ઞાયકભાવ તે રાગનો કર્તા નથી’ એવું અંતરનું (જ્ઞાન અને રાગ વચ્ચેનું) ભેદજ્ઞાન તો તેને
ક્યાંથી હોય? પણ જેને ધર્મ કરવો હોય–આત્માનું કંઈ પણ હિત કરવું હોય તેણે બીજું બધું એકકોર મૂકીને આ
સમજવું પડશે. ભાઈ! તારા ચૈતન્યનો પ્રકાશક સ્વભાવ છે, તે નવી નવી ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો,
જ્ઞાયકસ્વભાવના ભાનપૂર્વક રાગાદિને કે નિમિત્તોને પણ જ્ઞાતાપણે જાણે જ છે, જ્ઞાતાપણે ઊપજે છે પણ રાગના
કર્તાપણે ઊપજતો નથી.
જીવ રાગના કર્તાપણે નથી ઊપજતો, –તો શું તે કૂટસ્થ છે? ––ના; તે પોતાના જ્ઞાતાભાવપણે ઊપજે છે,
તેથી કૂટસ્થ નથી. અહીં તો કહ્યું કે ‘જીવ ઊપજે છે’ ––એટલે કે દ્રવ્ય પોતે પરિણમતું થકું પોતાની પર્યાયને દ્રવે
છે, દ્રવ્ય પોતે પોતાની ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમે છે, તે કૂટસ્થ નથી તેમ બીજો તેનો પરિણમાવનાર નથી.
[૨૪] હે જ્ઞાયકચિદાનંદ પ્રભુ! તારા જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે.
સર્વજ્ઞદેવ, કુંદકુંદાચાર્ય–અમૃતચંદ્રાચાર્ય વગેરે સંતો, અને શાસ્ત્રો આમ કહે છે કે જ્ઞાયકસ્વરૂપી જીવ
રાગાદિનો અકર્તા છે. અરે ભાઈ! તું આવા જીવતત્ત્વને માને છે કે નહિ? –કે પછી નિમિત્તને અને રાગને જ
માને છે? નિમિત્તને અને રાગને પૃથક રાખીને જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે, નિમિત્તને ઉપજાવનાર કે રાગપણે
ઊપજનાર હું નથી, હું તો જ્ઞાયકપણે જ ઊપજું છું એટલે હું જ્ઞાયક જ છું––એમ અનુભવ કર, તો તને સાત
તત્ત્વોમાંથી પહેલાં જીવતત્ત્વની સાચી પ્રતીત થઈ કહેવાય, અને તો જ તેં દેવ–ગુરુ–શાસ્ત્રને ખરેખર માન્યા
કહેવાય.
હે જ્ઞાયકચિદાનંદપ્રભુ! સ્વસન્મુખ થઈને સમયે સમયે જ્ઞાતાભાવપણે ઊપજવું તે તારું સ્વરૂપ છે; આવા
તારા જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
[૨પ] અરે મૂરખ! એકાંતની વાત એક કોર મૂકીને આ સમજ!
આ વાત સાંભળતાં, ‘અરે! એકાંત થઈ જાય છે... રે... એકાંત થઈ જાય છે! ’ એમ ઘણાં અજ્ઞાનીઓ
પોકારે છે. ––પણ અરે મૂરખ! તારી એ વાત એક કોર મૂકીને આ સમજ ને! આ સમજવાથી, રાગ ને જ્ઞાન
એકમેક છે એવું તારું અનાદિનું મિથ્યા એકાંત ટળી જશે, ને જ્ઞાયક સાથે જ્ઞાનની એકતારૂપ સમ્યક્ એકાંત
થશે; તે જ્ઞાનની સાથે સમ્યક્શ્રદ્ધા, આનંદ, પુરુષાર્થ વગેરે અનંત ગુણોનું પરિણમન પણ ભેગું જ છે, તેથી
અનેકાન્ત છે.
[૨૬] સમકીતિને રાગ છે કે નથી?
અંર્તસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયા તેની સાથે ચારિત્રનો અંશ પણ ઉઘડ્યો
છે, ––સ્વરૂપાચરણચારિત્ર પ્રગટી ગયું છે. કોઈને એમ શંકા થાય કે ‘સમ્યગ્દર્શન થતાં તેની સાથે પૂરું ચારિત્ર કેમ
ન થયું?’ ––તો તેને જ્ઞાન–ચારિત્ર વગેરેના ભિન્નભિન્ન ક્રમબદ્ધપરિણમનની ખબર નથી. ક્રમબદ્ધ પરિણમનમાં
કાંઈ એવો નિયમ નથી કે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાં તે ક્ષણે જ પૂરું ચારિત્ર પણ પ્રગટી જ જાય. અરે, ક્ષાયિક
સમ્યગ્દર્શન થયા પછી લાખો–કરોડો વર્ષો સુધી શ્રાવકપણું કે મુનિપણું (અર્થાત્ પાંચમું કે છઠ્ઠું–સાતમું
ગુણસ્થાન) ન આવે, અને કોઈને સમ્યગ્દર્શન થતાં અંતમુહૂર્તમાં જ મુનિદશા–ક્ષપકશ્રેણી ને કેવળજ્ઞાન થઈ જાય.
છતાં, સમકીતિ ચોથા ગુણસ્થાને પણ રાગના જ્ઞાતા જ છે, અહીં પોતાના સ્વ–પરપ્રકાશક જ્ઞાનનું તેવું જ સામર્થ્ય
છે, –એમ જ્ઞાનસામર્થ્યની પ્રતીતના જોરે જ્ઞાની તે તે વખતના રાગને પણ જ્ઞેય બનાવી દ્યે છે. જ્ઞાયકસ્વભાવની
અધિકતા તેની દ્રષ્ટિમાંથી એક ક્ષણ પણ ખસતી નથી, જ્ઞાયકની દ્રષ્ટિમાં તે જ્ઞાતાભાવપણે જ ઊપજે છે, રાગમાં
તન્મયપણે ઊપજતો નથી. આ રીતે, ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાનીને રાગની પ્રધાનતા નથી, જ્ઞાતાપણાની જ પ્રધાનતા
છે. રાગ વખતે, ‘હું આ રાગપણે ઊપજું છું’ એવી જેની દ્રષ્ટિ છે ને જ્ઞાયકની દ્રષ્ટિ નથી તે ખરેખર
ક્રમબદ્ધપર્યાયનું વાસ્તવિકસ્વરૂપ સમજ્યો જ નથી.
[૨૭] ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય ક્યારે થાય?
‘ક્રમબદ્ધપર્યાયમાં અમારે મિથ્યાત્વ આવવાનું હશે તો! ’ ––એમ શંકા કરનારને ક્રમબદ્ધપર્યાયનો ખરો
નિર્ણય થયો જ નથી. સાંભળ રે સાંભળ, અરે મૂઢ! તેં ક્રમબદ્ધપર્યાય કોની સામે જોઈને માની! તારા જ્ઞાયક દ્રવ્ય
સામે જોઈને માની, કે પરની સામે જોઈને? જ્ઞાયક દ્રવ્યની સન્મુખ થઈને ક્રમબદ્ધની પ્રતીત કરી તેને તો મિથ્યાત્વ
હોય જ નહિ. અને જો એકલા પરની સામે જોઈને તું ક્રમબદ્ધની વાત કરતો હો તો તારો ક્રમબદ્ધનો નિર્ણય જ
ખોટો છે. તારી ક્રમબદ્ધપર્યાયપણે કોણ ઊપજે છે? –જીવ; જીવ કેવો? ––કે જ્ઞાયકસ્વભાવી; તો આવા જીવતત્ત્વને
તેં લક્ષમાં લીધું છે? જો આવા જ્ઞાયકસ્વભાવી જીવતત્ત્વને જાણીને ક્રમબદ્ધપર્યાય માને તો તો જ્ઞાતાપણાની જ
ક્રમબદ્ધપર્યાય થાય, ને મિથ્યાત્વ થાય જ નહિ; મિથ્યાત્વપણે ઊપજે એવો જ્ઞાયકનો સ્વભાવ નથી.
[૨૮] જ્ઞાની રાગના અકર્તા છે; ‘જેની મુખ્યતા તેનો જ કર્તા. ’
પ્રશ્ન:– જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થયા પછી પણ જ્ઞાનીને રાગ તો થાય છે?
ઉત્તર:– તે રાગ જ્ઞાતાનું કાર્ય નથી પણ જ્ઞાતાનું જ્ઞેય છે. જ્ઞાયકસ્વભાવ તે પરમાર્થજ્ઞેય છે ને રાગ તે
વ્યવહાર જ્ઞેય છે. જ્ઞાતાના પરિણમનમાં તો જ્ઞાનની જ મુખ્યતા છે, રાગની મુખ્યતા નથી. અને જેની મુખ્યતા છે
તેનો જ કર્તા–ભોક્તા છે. વળી, ‘વ્યવહાર છે માટે પરમાર્થ છે’ ––એમ પણ નથી, રાગ છે માટે તેનું જ્ઞાન થાય
છે––એમ નથી. જ્ઞાયકના અવલંબને જ એવા સ્વ–પરપ્રકાશક જ્ઞાનનું પરિણમન થયું છે, રાગ કાંઈ જ્ઞાયકના
અવલંબનમાંથી થયો નથી; માટે જ્ઞાની તેનો અકર્તા છે.
[૨૯] ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા ક્યારે?
પ્રશ્ન:– આપ કહો છો એવા જ્ઞાયકસ્વરૂપ જીવને તેમ જ ક્રમબદ્ધપર્યાયને અમે માનીએ, અને સાથે સાથે
કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને પણ માનીએ, તો શુ વાંધો?
ઉત્તર:– અરે સ્વછંદી! તારા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર પાસે આ વાતની ગંધ પણ નથી, તો તેની પાસેથી
તારામાં ક્યાંથી આવ્યું? કોઈક પાસેથી ધારણા કરી––ચોરી કરી––ને આ વાતના નામે તારે તારા માનને પોષવું
છે, તે મોટો સ્વછંદ છે. જેને જ્ઞાયકસ્વભાવ ને ક્રમબદ્ધપર્યાય સમજવા જેટલી પાત્રતા થઈ હોય તે જીવને કુદેવ–

PDF/HTML Page 12 of 45
single page version

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૭૩ :
કુગુરુ–કુશાસ્ત્રનું સેવન હોય જ નહિ. કો’ કના શબ્દો લઈને ગોખી લ્યે–એમ કાંઈ ચાલે તેવું નથી. બધા પ્રકારની
પાત્રતા હોય ત્યારે આ વાત સમજાય તેવી છે.
[૩૦] ભગવાન! તું કોણ? ને તારા પરિણામ કોણ?
જ્ઞાની પોતાના જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી. જ્ઞાયકભાવ સિવાય
રાગ તે પણ ખરેખર જીવ નથી, જ્ઞાની તે રાગપણે ઊપજતો નથી. કર્મ તે જીવ નથી, શરીર તે જીવ નથી, તેથી
જ્ઞાયકપણે ઊપજતો જીવ તે કર્મ–શરીર વગેરેનો નિમિત્તકર્તા પણ નથી; જ્ઞાયક તો જ્ઞાયક જ છે, જ્ઞાયકભાવપણે
જ તે ઊપજે છે. –આવું જીવનું સ્વરૂપ છે.
• ભગવાન! તું કોણ? ને
તારા પરિણામ કોણ? તેને ઓળખ.
• તું જીવ! જ્ઞાયક! અને
જ્ઞાયકના આશ્રયે દર્શન–જ્ઞાન–ચારિત્રની જે
નિર્મળ પર્યાય ઉપજી તે તારા પરિણામ!
––આવા નિર્મળ ક્રમબદ્ધ પરિણામપણે ઊપજવાનો તારો સ્વભાવ છે; પણ વિકારનો કર્તા થઈને પરને
ઉપજાવે કે પર નિમિત્તે પોતે ઊપજે–એવો તારો સ્વભાવ નથી. એકવાર તારી પર્યાયને અંતરમાં વાળ, તો
જ્ઞાયકના આશ્રયે તારી ક્રમબદ્ધપર્યાયમાં નિર્મળ પરિણમન થાય.
[૩૧] જ્ઞાનીની દશા.
જ્ઞાયકસ્વભાવસન્મુખ થઈને જે ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા થયો છે એવા જ્ઞાનીને પ્રમાદ પણ નથી હોતો ને
આકુળતા પણ નથી હોતી; કેમકે (૧) જ્ઞાનસ્વભાવની સન્મુખતા કોઈ પણ સમયે ટળતી નથી એટલે પ્રમાદ થતો
નથી, દ્રષ્ટિના જોરે સ્વભાવના અવલંબનનો પ્રયત્ન ચાલુ જ છે; અને (૨) ક્રમ ફેરવવાની બુદ્ધિ નથી એટલે
ઉતાવળ પણ નથી, ––પર્યાયબુદ્ધિની આકુળતા નથી, પણ ધીરજ છે જ્ઞાયક સ્વભાવનું જ અવલંબન કરીને
પરિણમે છે, તેમાં પ્રમાદ પણ કેવો ને આકુળતા પણ કેવી?
[૩૨] ‘અકિંચિત્કર હોય તો, –નિમિત્તની ઉપયોગિતા શું? ’ –અજ્ઞાનીનો પ્રશ્ન.
જેને જ્ઞાયકની દ્રષ્ટિ નથી ને ક્રમ ફેરવવાની બુદ્ધિ છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે; તો પછી નિમિત્ત આવીને
પર્યાય ફેરવી દ્યે––એ માન્યતા તો ક્યાં રહી?
પ્રશ્ન:– જો નિમિત્ત કાંઈ કરતું ન હોય તો તેની ઉપયોગિતા શું છે?
ઉત્તર:– ભાઈ, આત્મામાં પરની ઉપયોગિતા છે જ ક્યાં? ઉપયોગિતા તો ઉપયોગસ્વરૂપ આત્માની જ છે,
નિમિત્તની ઉપયોગિતા નિમિત્તમાં છે, પણ આત્મામાં તેની ઉપયોગિતા નથી. ‘આત્મામાં નિમિત્તની ઉપયોગિતા
નથી’ ––એમ માનવાથી કાંઈ જગતમાંથી નિમિત્તના અસ્તિત્વનો લોપ થઈ જતો નથી, તે જ્ઞાનનું જ્ઞેય છે.
જગતમાં જ્ઞેયપણે તો ત્રણકાળ ત્રણલોક છે, તેથી કાંઈ આત્મામાં તેની ઉપયોગિતા થઈ ગઈ? અજ્ઞાનીઓ એમ
કહે છે કે “નિમિત્તની ઉપયોગિતા માનો એટલે કે નિમિત્ત કંઈક કરી દ્યે એમ માનો, તો તમે નિમિત્તને માન્યું
કહેવાય.” પણ ભાઈ! નિમિત્તને નિમિત્તમાં જ રાખ; આત્મામાં નિમિત્તની ઉપયોગિતા નથી–એમ માનવામાં જ
નિમિત્તનું નિમિત્તપણું રહે છે. પણ નિમિત્ત ઉપયોગી થઈને આત્મામાં કાંઈ કરી દ્યે–એમ માનતાં નિમિત્ત
નિમિત્તપણે નથી રહેતું, પણ ઉપાદાન–નિમિત્તની એકતા થઈ જાય છે, એટલે કે મિથ્યાત્વ થઈ જાય છે. માટે
નિમિત્તનું અસ્તિત્વ જેમ છે તેમ જાણવું જોઈએ. પણ, જેને શુદ્ધ ઉપાદાનરૂપ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી ને
એકલા નિમિત્તને જાણવા જાય છે તેને નિમિત્તનું યથાર્થ જ્ઞાન થતું નથી, કેમકે સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન જ તેને
ખીલ્યું નથી.

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૭૪ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
[૨]
પ્રવચન બીજાું
[વીર સં. ૨૪૮૦ આસો સુદ આઠમ]
[
૩૩] ‘જીવ’ અજીવનો કર્તા નથી, –કેમ નથી?
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ક્રમબદ્ધપર્યાયનું વર્ણન કરીને આચાર્યદેવે આત્માનું અકર્તાપણું બતાવ્યું
છે. દરેક દ્રવ્ય પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે ને તેમાં જ તે તન્મય છે, પણ બીજા દ્રવ્યની પર્યાયપણે
કોઈ ઉપજતું નથી, એટલે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાનું કર્તા નથી. એ ઉપરાંત જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં
ક્રમબદ્ધ ઊપજતો જીવ રાગનો કે કર્મનો કર્તા નિમિત્તપણે પણ નથી, એ વાત અહીં ઓળખાવવી છે.
જીવ અજીવનો કર્તા નથી;––કેમ નથી? કે અજીવ પણ પોતાના ક્રમબદ્ધ પરિણામપણે ઊપજતું થકું તેમાં
તદ્રૂપ છે, ને જીવ પોતાના જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયે ઊપજતો થકો જ્ઞાયક જ છે, તેથી તે રાગાદિનો કર્તા નથી
તેમજ અજીવ કર્મોનો નિમિત્ત કર્તા પણ નથી.
અહીં જીવને સમજાવવો છે કે હે જીવ! તું જ્ઞાયક છો, તારી ક્રમબદ્ધપર્યાય જ્ઞાતા–દ્રષ્ટાપણે જ થવી જોઈએ,
તેને બદલે તું રાગના કર્તાપણે પરિણમે છે તે તારું અજ્ઞાન છે.
[૩૪] કર્મ સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ તોડ્યો તેણે સંસાર તોડ્યો.
જીવ બીજાને પરિણમાવે, અને બીજો નિમિત્ત થઈને જીવને પરિણમાવે–એમ અજ્ઞાની માને છે. વળી કોઈ
ભાષા ફેરવીને આમ કહે છે કે–“બીજો આ જીવને પરિણમાવે તો નહિ, પણ જેવું નિમિત્ત આવે તેવા નિમિત્તને
અનુસરીને જીવ પોતે સ્વત: પરિણમી જાય; નહિતર નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ઊડી જાય છે! ” ––આમ
માનનારા પણ અજ્ઞાની છે; એને હજી નિમિત્તને અનુસરવું છે ને નિમિત્ત સાથે સંબંધ રાખવો છે, પણ
જ્ઞાયકસ્વભાવને નથી અનુસરવું––એવા જીવોને માટે આચાર્યદેવ હવેની ગાથાઓમાં કહેશે કે અજ્ઞાનીને કર્મ
સાથેના નિમિત્ત–નૈમિત્તિકભાવને લીધે જ સંસાર છે. જ્ઞાની તો જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં નિમિત્તને અનુસરતો જ
નથી, જ્ઞાયકને જ અનુસરે છે; જ્ઞાયકસ્વભાવમાં એકતા કરીને નિમિત્ત સાથેનો સંબંધ તેણે તોડી નાંખ્યો છે, તેથી
દ્રષ્ટિ અપેક્ષાએ તેને સંસાર છે જ નહીં.
[૩પ] ‘ઈશ્વર જગત્કર્તા,’ ને ‘આત્મા પરનો કર્તા’ –એ બંને માન્યતાવાળા સરખા!
નિમિત્ત પામીને જીવની પર્યાય થાય, અથવા તો જીવ નિમિત્ત થઈને બીજા જીવને બચાવી દ્યે––એવું
કર્તૃત્વ માનનારા, ભલે જૈન નામ ધરાવતા હોય તો પણ, ઈશ્વરને જગતના કર્તા માનનારા લૌકિકજનોની માફક,
તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે. ––એ વાત ભગવાન કુંદકુંદઆચાર્યદેવ ૩૨૧–૨૨–૨૩ મી ગાથામાં સમજાવશે.
[૩૬] જ્ઞાનીની દ્રષ્ટિ અને જ્ઞાન.
પોતાની ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે સમયે–સમયે ઊપજે જ છે, તેમાં અન્ય કર્તાની અપેક્ષા નથી,
બીજાથી નિરપેક્ષપણે દ્રવ્યમાં કર્તા–કર્મપણું છે. દ્રવ્ય પોતાની પર્યાયને કરે, ત્યાં ભૂમિકા પ્રમાણે નિમિત્ત–નૈમિત્તિક

PDF/HTML Page 14 of 45
single page version

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૭૫ :
સંબંધનો સહજ મેળ ભલે હો, પણ જ્ઞાનીની દ્રષ્ટિ તો જ્ઞાયકસ્વભાવ ઉપર જ છે, નિમિત્ત સામે જ્ઞાનીની દ્રષ્ટિ
નથી. જ્ઞાનીને જે સ્વ–પરપ્રકાશકજ્ઞાન ખીલ્યું તેમાં નિમિત્તનું પણ જ્ઞાન આવી જાય છે.
[૩૭] દ્રવ્યને લક્ષમાં રાખીને ક્રમબદ્ધપર્યાયની વાત.
દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ વસ્તુ પોતે પરિણમીને સમયે સમયે નવી નવી ક્રમબદ્ધ અવસ્થારૂપે ઊપજે છે;
વસ્તુમાં સમયે સમયે આંદોલન થઈ રહ્યું છે, પહેલાં સમયના દ્રવ્યક્ષેત્ર–કાળ–ભાવ બીજા સમયે સર્વથા એવા ને
એવા જ નથી રહેતા, પણ બીજા સમયે પલટીને બીજી અવસ્થારૂપે ઊપજે છે. એટલે પર્યાય પલટતાં દ્રવ્ય પણ
પરિણમીને તે તે સમયની પર્યાય સાથે તન્મયપણે વર્તે છે. ––આ રીતે દ્રવ્યને લક્ષમાં રાખીને ક્રમબદ્ધપર્યાયની
વાત છે. પહેલી વખતનાં આઠ પ્રવચનોમાં આ વાત વિસ્તારથી સરસ આવી ગઈ છે.
(જુઓ, અંક ૧૩૩, પ્રવચન આઠમું, નં. ૧૮૮)
[૩૮] પરમાર્થે બધા જીવો જ્ઞાયકસ્વભાવી છે;––પણ એમ કોણ જાણે?
બધા જીવો અનાદિઅનંત સ્વ–પરપ્રકાશક જ્ઞાયક સ્વભાવે જ છે. જીવના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય વગેરે
ભેદો છે તે તો પર્યાય અપેક્ષાએ તથા શરીરાદિ નિમિત્તોની અપેક્ષાએ છે; પણ સ્વભાવથી તો બધા જીવો જ્ઞાયક
જ છે. ––આમ કોણ જાણે? કે જેણે પોતામાં જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરી હોય તે બીજા જીવોને પણ તેવા
સ્વભાવવાળા જાણે. વ્યવહારથી જીવના અનેક ભેદો છે, પણ પરમાર્થે બધા જીવોનો જ્ઞાયકસ્વભાવ છે, એમ જે
જાણે તેને વ્યવહારના ભેદોનું જ્ઞાન સાચું થાય. અજ્ઞાની તો વ્યવહારને જાણતાં તેને જ જીવનું સ્વરૂપ માની લે
છે; એટલે તેને પર્યાયબુદ્ધિથી અનંતાનુબંધી રાગ–દ્વેષ થાય છે; ધર્મીને એવા રાગ–દ્વેષ થતા જ નથી.
[૩૯] ‘ક્રમબદ્ધપર્યાય’ અને તેના ચાર દ્રષ્ટાંતો.
અહીં આચાર્યભગવાન કહે છે કે જીવની ક્રમબદ્ધપર્યાયપણે જીવ સ્વયં ઊપજે છે, ને અજીવની
ક્રમબદ્ધપર્યાયપણે અજીવ સ્વયં ઊપજે છે, કોઈ કોઈના કર્તા નથી કે ફેરવનાર નથી. પર્યાયનું લક્ષણ ક્રમવર્તીપણું
છે, ક્રમવર્તી કહો કે ક્રમબદ્ધ કહો; કે નિયમબદ્ધ કહો, દરેક દ્રવ્ય પોતાની વ્યવસ્થિત ક્રમબદ્ધપર્યાયપણે ઊપજે છે,
આત્મા પોતાના જ્ઞાયકપ્રવાહના ક્રમમાં રહીને તેનો જ્ઞાતા જ છે.
(૧) પર્યાય ક્રમવર્તી છે, તે ક્રમવર્તીપણાનો અર્થ ‘પાદવિક્ષેપ’ કરતાં પંચાધ્યાયીની ૧૬૭મી ગાથામાં કહે છે–
अस्त्यत्र यः प्रसिद्धः क्रम इति धातुश्च पादविक्षेपे।
क्रमति क्रम इति रूपस्तस्य स्वार्थानतिक्रमादेषः।।”
–– ‘क्रम’ ધાતુ છે તે ‘પાદવિક્ષેપ’ એવા અર્થમાં પ્રસિદ્ધ છે, અને પોતાના અર્થ પ્રમાણે ‘क्रमति इति
क्रमः’ એવું તેનું રૂપ છે.
‘પાદવિક્ષેપ’ એટલે, માણસ ચાલે ત્યારે તેનો જમણો ને ડાબો પગ એક પછી એક ક્રમસર પડે છે, જમણાં
પછી ડાબો, ને ડાબા પછી જમણો, એવો જે ચાલવાનો પાદક્રમ છે તે આડોઅવળો થતો નથી, તેમ જીવ–અજીવ
દ્રવ્યોનું પરિણમન પણ ક્રમબદ્ધ થાય છે, તેની પર્યાયોનો ક્રમ આડોઅવળો થતો નથી. આ રીતે ‘ક્રમબદ્ધપર્યાય’
માટે એક દૃષ્ટાંત તો ‘પાદવિક્ષેપ’ નું એટલે કે ચાલવાના કુદરતી ક્રમનું કહ્યું.
(૨) બીજું દ્રષ્ટાંત નક્ષત્રોનું છે, તે પણ કુદરતનું છે. પ્રમેયકમલમાર્તંડ (૩–૧૮) માં ‘ક્રમભાવ’ ને માટે
નક્ષત્રોનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ કૃતિકા, રોહિણી, મૃગશિર્ષ... વગેરે બધા નક્ષત્રો ક્રમબદ્ધ જ છે; વર્તમાનમાં
‘રોહિણી’ નક્ષત્ર ઉદયરૂપ હોય તો, તેના પહેલાંં ‘કૃતિકા’ નક્ષત્ર જ હતું ને હવે ‘મૃગશિર્ષ’ નક્ષત્ર જ આવશે,
એમ નિર્ણય થઈ શકે છે; જો નક્ષત્રો નિશ્ચિત–ક્રમબદ્ધ જ ન હોય તો, પહેલાંં કયું નક્ષત્ર હતું ને હવે કયું નક્ષત્ર
આવશે તેનો નિર્ણય થઈ જ ન શકે. તેમ દરેક દ્રવ્યમાં તેની ત્રણે કાળની પર્યાયો નિશ્ચિત ક્રમબદ્ધ જ છે; જો
દ્રવ્યની ક્રમબદ્ધપર્યાયો નિશ્ચિત ન હોય તો જ્ઞાન ત્રણ કાળનું કઈ રીતે જાણે? આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ને
જ્ઞાનમાં સર્વજ્ઞતાની તાકાત છે––એવો નિર્ણય કરે તો તેમાં ક્રમબદ્ધપર્યાયનો સ્વીકાર આવી જ જાય છે. જે
ક્રમબદ્ધપર્યાયને નથી સ્વીકારતો તેને જ્ઞાનસ્વભાવનો કે સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય થયો નથી.

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૭૬ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
(૩) ક્રમબદ્ધપર્યાયને માટે ત્રીજું દ્રષ્ટાંત, નક્ષત્રોની જેમ ‘સાત વાર’ નું છે. જેમ સાત વારમાં રવિ પછી
સોમ, ને સોમ પછી મંગળ... બુધ... ગુરુ... શુક્ર... શનિ––એમ ક્રમસર જ આવે છે, રવિ પછી સીધો બુધ, ને બુધ
પછી શનિ–એમ કદી થતું નથી, જુદા જુદા દેશમાં કે જુદી જુદી ભાષામાં સાત વારનાં નામ ભલે જુદા જુદા
બોલાતાં હોય, પણ સાત વારનો જે ક્રમ છે તે તો બધે એક સરખો જ છે, બધા દેશોમાં રવિ પછી સોમવાર જ
આવે, ને સોમ પછી મંગળવાર જ આવે; રવિવાર પછી વચ્ચે સોમવાર આવ્યા વગર સીધો મંગળવાર આવી
જાય એમ કદી કોઈ દેશમાં બનતું નથી. તેમ દ્રવ્યની જે ક્રમબદ્ધપર્યાય છે તે કદી કોઈ દ્રવ્યમાં આડીઅવળી થતી
નથી. સાત વારમાં, જે વાર પછી જે વારનો વારો હોય તે જ વાર આવે છે, તેમ દ્રવ્યમાં જે પર્યાય પછી જે
પર્યાયનો વારો
[સ્વકાળ] હોય તે જ પર્યાય થાય છે. આ જ્ઞાયક જીવ પોતાના જ્ઞાયકપણાને ભૂલીને તેમાં
ફેરફાર કરવા માંગે તો તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તે પરમાં કર્તાપણું માનીને તેને ફેરવવા માંગે છે. હું જ્ઞાતા છું––
એમ જ્ઞાનસન્મુખ થઈને ન પરિણમતાં, રાગાદિનો કર્તા થઈને પરિણમે છે તે જીવ ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા નથી.
ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા તો જ્ઞાયકસન્મુખ રહીને રાગાદિને પણ જાણે જ છે. તેને સ્વભાવ સન્મુખ પરિણમનમાં
શુદ્ધ પર્યાય જ થતી જાય છે.
(૪) ‘ક્રમબદ્ધપર્યાય’ નું ચોથું દ્રષ્ટાંત છે––માળાના મોતીનું. જેમ ૧૦૮ મોતીઓની માળામાં દરેક
મોતીનો ક્રમ નિયમિત છે, કોઈ મોતીનો ક્રમ આઘોપાછો થતો નથી; તેમ દ્રવ્યની અનાદિ–અનંત પર્યાયમાળા–
પર્યાયોની હાર છે, તેમાં દરેક પર્યાય ક્રમબદ્ધ છે, કોઈ પર્યાય આડી–અવળી થતી નથી.
[–જુઓ, પ્રવચનસાર
ગા. ૯૯ ટીકા] જુઓ, આ વસ્તુ સ્વરૂપ!
[૪૦] હે જીવ! તું જ્ઞાયકને લક્ષમાં લઈને વિચાર.
ભાઈ, આ સમજવા માટે કાંઈ મોટા મોટા ન્યાયશાસ્ત્રો ગોખવા પડે એમ નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ
છે તેને લક્ષમાં લઈને તું વિચાર કે આ તરફ હું જ્ઞાયક છું––મારો સર્વજ્ઞસ્વભાવ છે, ––તો સામે જ્ઞેયવસ્તુની
પર્યાય ક્રમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ? પોતાના જ્ઞાનસ્વભાવને સામે રાખીને વિચારે તો તો આ ક્રમબદ્ધપર્યાયની
વાત સીધીસટ બેસી જાય તેવી છે; પણ જ્ઞાયકસ્વભાવને ભૂલીને વિચારે તો એક પણ વસ્તુનો નિર્ણય થાય તેમ
નથી. નિર્ણય કરનાર તો જ્ઞાયક છે, તે જ્ઞાયકના જ નિર્ણય વગર પરનો કે ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરશે કોણ?
‘હું જ્ઞાયક છું’ એમ સ્વભાવમાં એકતા કરીને સાધકજીવ જ્ઞાયકભાવે જ ઊપજે છે; જેની મુખ્યતા છે તેનો જ
કર્તા–ભોક્તા છે, જ્ઞાનીને રાગની મુખ્યતા નથી તેથી તેનો કર્તા–ભોક્તા નથી. રાગને ગૌણ કરીને, વ્યવહાર
ગણીને, અભૂતાર્થ કહ્યો છે એટલે જ્ઞાની રાગપણે ઊપજતો જ નથી. આ રીતે અભેદની વાત છે, ––જ્ઞાયકમાં
અભેદ થયો તે જ્ઞાન–આનંદ–શ્રદ્ધા વગેરે પણે જ ઊપજે છે, રાગમાં અભેદ નથી તેથી તે રાગપણે ઊપજતો જ
નથી. શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરેના નિર્મળ ક્રમબદ્ધપરિણામપણે જ જ્ઞાની ઊપજે છે.
[૪૧] ક્રમબદ્ધપણું કઈ રીતે છે?
અહીં ‘ક્રમબદ્ધપરિણામ’ કહેવાય છે એટલે શું? પહેલાંં એક ગુણ પરિણમે, પછી બીજો ગુણ પરિણમે,
પછી ત્રીજો ગુણ પરિણમે–એવો ક્રમબદ્ધપરિણામનો અર્થ નથી; અનંતગુણો છે તે કાંઈ એક પછી એક નથી
પરિણમતા, ગુણો તો બધા એક સાથે જ પરિણમે છે, એટલે અનંતગુણોના અનંત પરિણામ એક સાથે છે; પણ
અહીં તો ગુણોના પરિણામો એક પછી એક
[ઊર્ધ્વક્રમે] ઊપજે છે તેની વાત છે. ગુણો સહભાવરૂપ–એક સાથે–
છે, પણ પર્યાયો ક્રમભાવરૂપ–એક પછી એક–છે. એક પછી એક હોવા ઉપરાંત, તે દરેક પર્યાય સ્વકાળમાં
નિયમિત–વ્યવસ્થિત છે. ––આ વાત લોકોને બેસતી નથી, ને ફેરફાર કરવાનું–પરનું કર્તાપણું માને છે. આચાર્ય
પ્રભુ સમજાવે છે કે ભાઈ! જ્ઞાનસ્વભાવ તો બધાને જાણે, કે કોઈને ફેરવે? તારા જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને તું
સ્વ તરફ ફરી જા, ને પરને ફેરવવાની મિથ્યાબુદ્ધિ છોડી દે.
[૪૨] જ્ઞાન અને જ્ઞેયની પરિણમનધારા; કેવળીભગવાનના દ્રષ્ટાંતે સાધકદશાની સમજણ.
કેવળજ્ઞાની ભગવાનને પૂરેપૂરો સ્વ–પરપ્રકાશકભાવ પરિણમી રહ્યો છે ને સામે આખું જ્ઞેય જણાઈ ગયું
છે. જ્ઞેયો બધા ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે, ને અહીં પૂરું જ્ઞાન તથા

PDF/HTML Page 16 of 45
single page version

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૭૭ :
તેની સાથે પૂર્ણ આનંદ, વીર્ય વગેરે... ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે. જ્ઞાન અને જ્ઞેય બંને વ્યવસ્થિત–ક્રમબદ્ધ
પરિણમી રહ્યા છે છતાં કોઈ કોઈને ફેરવતું નથી, કોઈને કારણે કોઈ નથી.
જ્ઞેયોમાં, પહેલાં સમયે જે વર્તમાનરૂપ છે તે બીજા સમયે ભૂતરૂપ થઈ જાય છે, ને ભવિષ્ય તે વર્તમાનરૂપ
થતું જાય છે, એ રીતે જ્ઞાનની પર્યાયો પણ પલટે છે, પરંતુ જ્ઞાન તો ભૂત–ભવિષ્ય ને વર્તમાન ત્રણેને એક સાથે
જાણે છે, તે કાંઈ ક્રમથી નથી જાણતું. અહીં પૂરો જ્ઞાયકભાવ, ને સામે બધા જ્ઞેયો–એમ જ્ઞાન અને જ્ઞેયની
પરિણમનધારા ચાલી જાય છે, તેમાં વચ્ચે ભગવાનને રાગાદિ આવતા નથી. અહીં કેવળી ભગવાનનો દાખલો
આપીને એમ સમજાવવું છે કે, જેમ ભગવાન એકલા જ્ઞાયકભાવપણે જ પરિણમે છે તેમ સાધકજ્ઞાની પણ
પોતાના જ્ઞાયક સ્વભાવના અવલંબને જ્ઞાયકભાવપણે જ પરિણમે છે; તેનું જ્ઞાન, રાગને જ્ઞેયપણે જાણતું પ્રવર્તે
છે પણ રાગને અવલંબીને પ્રવર્તતું નથી. ‘ભગવાનનું કેવળજ્ઞાન લોકાલોકને અવલંબીને પ્રવર્તે છે’ એમ
કહેવાય, પણ તે તો જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યની વિશાળતા બતાવવા માટે કહ્યું છે, કેવળજ્ઞાનમાં કાંઈ પરનું
અવલંબન નથી. તેમ સાધકના જ્ઞાનમાં પોતાના જ્ઞાયકસ્વભાવ સિવાય બીજા કોઈનું અવલંબન નથી.
કેવળીભગવાનને તો રાગાદિરૂપ વ્યવહાર રહ્યો જ નથી, સાધકને ભૂમિકા અનુસાર અલ્પરાગાદિ છે તે
વ્યવહારજ્ઞેયપણે છે; તેથી કહ્યું કે ‘વ્યવહાર જાણેલો તે કાળે પ્રયોજનવાન છે’ પણ સાધકને તે વ્યવહારનું
અવલંબન નથી, અવલંબન તો અંતરના પરમાર્થભૂત જ્ઞાયકસ્વભાવનું જ છે. સ્વ–પરપ્રકાશક જ્ઞાનસામર્થ્યમાં તે
તે કાળનો વ્યવહાર અને નિમિત્તો જ્ઞેયપણે છે.
[૪૩] ‘જીવ’ કેવો? અને જીવની પ્રભુતા શેમાં?
અહીં સ્વભાવ સાથે અભેદ થઈને જે પરિણામ ઊપજ્યા તેને જ જીવ કહ્યો છે, રાગાદિમાં અભેદ થઈને
ખરેખર જ્ઞાની જીવ ઊપજતો નથી. જ્ઞાયકભાવના અવલંબને જે નિર્મળ પરિણામ ઊપજ્યા તે જીવ સાથે અભેદ
છે તેથી તે જીવ છે, તેમાં રાગનું કે અજીવનું અવલંબન નથી તેથી તે અજીવ નથી.
જુઓ, આ જીવની પ્રભુતા! પ્રભો! તારી પ્રભુતામાં તું છો, –રાગમાં કે અજીવમાં તું નથી. તારી પ્રભુતા
તારા જ્ઞાયકસ્વભાવના અવલંબનમાં છે, અજીવના અવલંબનમાં તારી પ્રભુતા નથી; તારા જ્ઞાયકભાવના
પરિણમનમાં તારી પ્રભુતા છે, રાગના પરિણમનમાં તારી પ્રભુતા નથી. કોઈ ભગવાન જગતના નિયામક છે–એ
વાત તો જૂઠી છે, પણ તારો જ્ઞાનસ્વભાવ સ્વ–પરનો નિશ્ચાયક છે––નિશ્ચય કરનાર છે, ––જાણનાર છે. જ્ઞેયની
ક્રમબદ્ધ અવસ્થાને કારણે અહીં તેનું જ્ઞાન થાય છે––એમ નથી, તેમજ જ્ઞાનને કારણે જ્ઞેયોનું ક્રમબદ્ધ તેવું
પરિણમન થાય છે–એમ પણ નથી.
[૪૪] ‘પર્યાયે પર્યાયે જ્ઞાયકપણાનું જ કામ. ’
જુઓ, પાલેજ ગામનું સ્ટેશન બજારથી તદ્ન નજીકમાં છે, ઘરે બેઠા બેઠા ગાડીનો પાવો સંભળાય ને બે
મિનિટમાં સ્ટેશન પહોંચી જવાય–એટલું નજીક છે. કોઈવાર ગાડીમાં જવું હોય ને જમવા બેઠા હોય ત્યાં ગાડીનો
અવાજ સંભળાય; પહેલાંં ધીમે ધીમે જમતા હોય, ને ગાડી આવવાની ખબર પડતાં જ ઉતાવળથી જમવાની
ઈચ્છા થાય, ને કોળિયા પણ જલદીથી ઉપડવા માંડે, છતાં બધું ક્રમબદ્ધ પોતપોતાના કારણે જ છે.
ગાડી આવી માટે જ્ઞાન થયું––એમ નથી, તેમજ
જ્ઞાનને કારણે ગાડી આવી નથી.
ગાડી આવવાનું જ્ઞાન થયું માટે તે જ્ઞાનને
લીધે જલદી ખાવાની ઈચ્છા થઈ––એમ નથી;
જ્ઞાનને લીધે કે ઈચ્છાને લીધે ખાવાની ક્રિયામાં
ઝડપ આવી––એમ પણ નથી.
––દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતપોતાની ક્રમબદ્ધ લાયકાત પ્રમાણે પરિણમે છે, એમ સમજે તો જ્ઞાયકપણું
થયા વિના રહે નહિ.
એ જ પ્રમાણે, કોઈ માણસ ફરવા જાય ને ધીમે ધીમે ચાલતો હોય, પણ જ્યાં વરસાદ આવે ત્યાં એકદમ
ઝડપથી પગ ઉપડવા માંડે, ––તેમાં પણ ઉપરના દ્રષ્ટાંતની જેમ જીવ–અજીવના પરિણમનની સ્વતંત્રતા સમજી
લેવી, ને એ પ્રમાણે સર્વત્ર સમજી લેવું. લોકોમાં કહેવત છે કે ‘દાણે દાણે ખાનારનું નામ’ તેમ અહીં ‘પર્યાયે
પર્યાયે સ્વકાળનું નામ’ છે, અને આત્મામાં ‘પર્યાયે પર્યાયે જ્ઞાયક–

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૭૮ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
પણાનું જ કામ’ થઈ રહ્યું છે. પણ મૂઢ જીવ ઊંધી દ્રષ્ટિથી પરનું કર્તાપણું માને છે.
[૪પ] મૂઢ જીવ જેમ આવે તેમ બકે છે.
શરીરની વાત આવે ત્યાં અજ્ઞાની કહે છે કે ‘જીવ વિના કાંઈ શરીરની ક્રિયા થાય? જીવ હોય તો શરીરની
ક્રિયા થાય. ’ એનો અર્થ એ થયો કે જીવ હોય તો અજીવનાં પરિણામ થાય, એટલે અજીવમાં તો જાણે કાંઈ
શક્તિ જ ન હોય! ––એમ તે મૂઢ માને છે.
વળી જ્યાં કર્મની વાત આવે ત્યાં તે અજ્ઞાની એમ કહે છે કે ‘ભાઈ! કર્મનું જોર છે, કર્મ જીવને વિકાર
કરાવે છે ને કર્મ જ જીવને રખડાવે છે! ’ –––અરે ભાઈ! અજીવમાં કાંઈ બળ ન હતું ને વળી ક્યાંથી આવી
ગયું? કર્મ જીવને પરાણે પરિણમાવે, ––એટલે જીવમાં સ્વાધીન પરિણમવાની તો જાણે કાંઈ શક્તિ જ ન હોય––
એમ તે મૂઢ માને છે. જીવ–અજીવની સ્વતંત્રતાના ભાન વગર અજ્ઞાનીઓ ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ, જેમ
આવે તેમ બકે છે.
[૪૬] અજ્ઞાનીની ઘણી ઊંધી વાત; જ્ઞાનીની અપૂર્વ દ્રષ્ટિ.
વળી, થર્મોમીટરનું દ્રષ્ટાંત આપીને કોઈ એમ કહે છે કે, જેટલો તાવ હોય તેટલો થર્મોમીટરમાં આવે તેમ
જેટલો ઉદય હોય તે પ્રમાણે જ વિકાર થાય. ––તો એ વાત જૂઠી છે. ભાઈ, તારી દ્રષ્ટિ ઊંધી છે ને તારું દ્રષ્ટાંત
પણ ઊંધુંં છે. કોઈ વાર ૧૦પ ડીગ્રી તાવ હોય છતાં થર્મોમીટરમાં તેટલો નથી પણ આવતો. તેમ ઉદયપ્રમાણે જ
જીવને વિકાર થાય––એમ કદી બનતું જ નથી.
‘ઉદય પ્રમાણે જ વિકાર થાય’ એ વાત તો ઘણી જ સ્થૂળ ઊંધી છે. પરંતુ, જીવ પોતે વિકાર કરીને ઉદયને
નિમિત્ત બનાવે–એ વાત પણ અહીં નથી. જે અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે તેને જ કર્મની સાથે સંબંધ છે,
પણ જ્ઞાની તો જ્ઞાયકભાવે જ પરિણમે છે, જ્ઞાયકભાવમાં કર્મ સાથે સંબંધ જ નથી. –આવી જ્ઞાયકસ્વભાવની
દ્રષ્ટિ કરીને સ્વસન્મુખ જ્ઞાતાપણે પરિણમવું તે જ અપૂર્વ ધર્મ છે, ને તે જીવ ખરેખર અકર્તા છે. અકર્તાપણારૂપ
પોતાનો જે જ્ઞાયકભાવ છે તેનો તે કર્તા છે, પણ રાગનો કે કર્મનો કર્તા નથી.
[૪૭] ‘મરખ...’
જુઓ શાસ્ત્રમાં એમ આવે છે કે– ‘कत्थवि बलिओ जीवो, कत्थवि कम्माइ हुंति बलियाइ’ અર્થાત્
ક્યારેક જીવ બળવાન થાય છે ને ક્યારેક કર્મ બળવાન થઈ જાય છે’ ––પણ અજ્ઞાનીઓ તેનો આશય સમજતા
નથી, ને ઊંધુંં માને છે. જીવે પુરુષાર્થ ન કર્યો ત્યારે નિમિત્તથી કર્મને બળવાન કહ્યું. પરંતુ કર્મનો ઉદય જ જીવને
બળજોરથી રાગ–દ્વેષરૂપે પરિણમાવે છે––એમ જે માને છે તેને તો પં. બનારસીદાસજી નાટક–સમયસારમાં
‘મૂરખ’ કહે છે.
कोऊ मूरख यों कहै, राग दोष परिनाम।
पुग्गलकी जोरावरी, वरतै आतमराम।। ६२।।
[૪૮] ઊંધી માન્યતાનું જોર...! ! (–તેના ચાર દાખલા)
(૧) ઊંધી દ્રષ્ટિ જીવને સવળું સમજવા દેતી નથી જુઓ, ‘ઉદય પ્રમાણે વિકાર થાય છે’ એમ માનનારને
પણ ઉદય પ્રમાણે તો વિકાર થતો જ નથી; તેને શાસ્ત્ર ભણતર વગેરેમાં (ભલે ઊંધી દ્રષ્ટિપૂર્વક પણ) મંદ
રાગનો પ્રયત્ન તો વર્તે છે, જ્ઞાનમાં પણ એ પ્રમાણે જ આવે છે, કર્મના ઉદય પ્રમાણે વિકાર થાય છે––એમ કાંઈ
તેના જ્ઞાનમાં જણાતું નથી, છતાં તેની ઊંધી દ્રષ્ટિનું જોર તેને એમ મનાવે છે કે ઉદય પ્રમાણે વિકાર થાય. એની
ઊંધી માન્યતામાં મિથ્યાત્વનું એટલું જોર પડ્યું છે કે અનંતો ઉદય આવે તો મારે તેવું થવું પડશે––એવો તેનો
અભિપ્રાય વર્તે છે, એટલે એમાં નિગોદદશાની જ આરાધનાનું જોર પડ્યું છે.
(૨) એ પ્રમાણે ઊંધી દ્રષ્ટિનો બીજો દાખલો: સ્થાનકવાસીના તેરાપંથી લોકો અસંયમી પ્રત્યેના દયા–
દાનના ભાવને પણ પાપ મનાવે છે. કોઈ જીવને બચાવવાનો ભાવ કે દાનાદિનો ભાવ થાય ત્યારે તેને પોતાને
કોમળ પરિણામરૂપ શુભ ભાવ છે, તે વખતે તેના જ્ઞાનમાં પણ એવો જ ખ્યાલ આવે છે કે આ કંઈક
શુભપરિણામ છે, તે વખતે કાંઈ જ્ઞાનમાં ‘આ પાપ પરિણામ છે’ એવો ખ્યાલ નથી આવતો; પણ ઊંધી શ્રદ્ધાનું
જોર એવું છે કે પોતાને શુભ હોવા છતાં તેને પાપ મનાવે છે. દયા–દાનને પાપ માનનાર તેરાપંથીને પોતાને પણ
દયા–દાન વખતે કાંઈ પાપના ભાવ નથી, છતાં ઊંધી દ્રષ્ટિના જોરને લીધે તે તેને પાપ માને છે.
(૩) એ જ રીતે ત્રીજો દાખલો: જિનપ્રતિમાના દર્શન–પૂજન–ભક્તિ વગેરેમાં શુભભાવ છે, છતાં સ્થાનકવાસી

PDF/HTML Page 18 of 45
single page version

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૭૯ :
તેને પાપ મનાવે છે; જિનપ્રતિમાના દર્શન વગેરેમાં તેને પોતાને શુભભાવ થતા હોવા છતાં, અને જ્ઞાનમાં પણ તે
વખતે ‘આ શુભ છે’ એમ આવવા છતાં, ઊંધી માન્યતાનું જોર તે શુભને પણ પાપ મનાવે છે.
(૪) વળી એક ચોથો દાખલો લઈએ: દયા, પૂજા કે વ્રત વગેરેનો ભાવ તે શુભરાગ છે, તે કાંઈ ધર્મ નથી;
છતાં મિથ્યાદ્રષ્ટિ તેને ધર્મ માને છે. તે શુભરાગ વખતે અજ્ઞાનીને પણ જ્ઞાનમાં તો એમ આવ્યું છે કે ‘આ રાગ
થયો’ , પણ કાંઈ ધર્મ થયો–એમ જ્ઞાનમાં નથી આવ્યું, એટલે કે રાગ વખતે તે રાગનું જ જ્ઞાન થયું છે, છતાં
ઊંધી દ્રષ્ટિને લીધે રાગને તે ધર્મ માને છે. રાગથી ધર્મ માનનારને પોતાને પણ કાંઈ રાગથી ધર્મ થઈ જતો નથી,
છતાં ઊંધી માન્યતાનું જોર તેને એ પ્રમાણે મનાવે છે.
–તે ઊંધી માન્યતા કેમ ટળે? –એ વાત આચાર્યદેવ સમજાવે છે.
[૪૯] જ્ઞાયક સન્મુખ થા! –એ જ જૈનમાર્ગ છે.
હે ભાઈ! એકવાર તું સ્વસન્મુખ થા, ને જ્ઞાયકસ્વભાવને પ્રતીતમાં લઈને શ્રદ્ધા–જ્ઞાનને સાચા બનાવ, –
તો તને બધું સવળું ભાસશે, ને તારી ઊંધી માન્યતા ટળી જશે. ઉપયોગને અંતરમાં વાળીને ‘હું જ્ઞાયક છું’ એવું
જ્યાં સુધી વેદન ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ ને ઊંધી માન્યતા ટળે નહિ. બસ! જ્ઞાનને અંતરમાં
વાળીને આત્મામાં એકાગ્ર કર્યું તેમાં આખો માર્ગ સમાઈ ગયો, આખું જૈનશાસન તેમાં આવી ગયું.
[૩]
પ્રવચન ત્રીજાું
[વીર સં. ૨૪૮૦ આસો સુદ નોમ]

[
પ૦] સમ્યગ્દ્રષ્ટિ–જ્ઞાતા શું કરે છે?
‘સર્વવિશુદ્ધજ્ઞાન’ કહો, કે અભેદપણે જ્ઞાનાત્મક શુદ્ધ દ્રવ્ય કહો તેનો આ અધિકાર છે. શુદ્ધ જ્ઞાયકદ્રવ્યની
દ્રષ્ટિથી સમ્યગ્જ્ઞાનીને જ્ઞાનમાં શું શું થાય છે તેનું આ વર્ણન છે. સમ્યગ્દર્શન અર્થાત્ શુદ્ધ આત્માનું જ્ઞાન થતાં
જીવ શું કરે છે?––અથવા તો સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીનું શું કાર્ય છે? તે અહીં સમજાવે છે.
તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે; સાત તત્ત્વોમાં જીવતત્ત્વ જ્ઞાયકસ્વરૂપ છે. હું જ્ઞાયકસ્વરૂપ જીવ છું–એમ
જાણતો સમકીતિ પર્યાયે–પર્યાયે જ્ઞાતાભાવે જ ઊપજે છે એટલે જ્ઞાતાપણાનું જ કાર્ય કરે છે. જ્ઞાતા પોતે ક્ષણેક્ષણે
પોતાને જાણતો થકો ઊપજે છે. જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી ઉપજતો જ્ઞાયક જ્ઞાતાદ્રષ્ટાપણાનું જ કાર્ય કરે છે, તે ક્ષણે
વર્તતા રાગનો તે જ્ઞાયક છે પણ તેનો કર્તા નથી. જ્ઞાતા તે કાળે વર્તતા રાગાદિને વ્યવહારને જાણે છે, –તે રાગને
કારણે નહિ પણ તે વખતના પોતાના જ્ઞાનને કારણે તે રાગને પણ જાણે છે. આ રીતે જ્ઞાની જીવ પોતાના
ક્રમબદ્ધ જ્ઞાનપરિણામે ઊપજે છે.
[પ૧] નિમિત્તનું અસ્તિત્વ કાર્યની પરાધીનતા નથી સૂચવતું.
અજીવ પણ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે સ્વયં ઊપજે છે, કોઈ બીજો તેનો ઉપજાવનાર નથી. જુઓ, ઘડો
થાય છે, ત્યાં માટીના પરમાણુઓ સ્વયં તે પર્યાયપણે ઊપજે છે, કુંભાર તેને ઉપજાવતો નથી. કુંભારે ઘડો
ઉપજાવ્યો–એમ કહેવું તે તો ફક્ત નિમિત્તના સંયોગનું કથન છે. ‘નિમિત્ત’

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૮૦ : આત્મધર્મ : માગસર–પોષ : ૨૪૮૧ :
છે તે કાંઈ નૈમિત્તિક કાર્યની પરાધીનતા નથી બતાવતું. એક વસ્તુના કાર્ય વખતે નિમિત્ત તરીકે બીજી ચીજનું
અસ્તિત્વ હોય તે કાંઈ કાર્યની પરાધીનતા નથી બતાવતું, પણ જ્ઞાનનું સ્વપરપ્રકાશક સામર્થ્ય જાહેર કરે છે.
[પ૨] શ્રી રામચંદ્રજીના દ્રષ્ટાંતે ધર્મીના કાર્યની સમજણ.
શ્રી રામ–લક્ષ્મણ–સીતા જ્યારે વનમાં હતા ત્યારે હાથે માટીનાં વાસણ બનાવીને તેમાં ખોરાક રાંધતા;
રામચંદ્રજી બળદેવ હતા ને લક્ષ્મણ વાસુદેવ હતા; તેઓ મહા ચતુર, બૌંતેર કળાના જાણનાર શ્લાકા પુરુષો હતા.
માટીનાં વાસણ જંગલમાં હાથે બનાવી લેતાં ને તેમાં રાંધતાં. ‘રામે વાસણ બનાવ્યા’ એમ બોલાય, પણ ખરેખર
તો માટીના પરમાણુઓ સ્વયં તે વાસણની અવસ્થારૂપે ઊપજ્યા છે. રામચંદ્રજી તો આત્મજ્ઞાની હતા, અને તે
વખતે પણ તેઓ પોતાના જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી જ્ઞાતાભાવપણે જ ઊપજતા હતા; માટીની પર્યાયને હું
ઉપજાવું છું એમ તેઓ માનતા ન હતા; સ્વ–પરપ્રકાશક જ્ઞાનપણે ક્રમબદ્ધ ઊપજતા થકા તે વખતના વિકલ્પને
અને વાસણ થવાની ક્રિયાને જાણતા હતા. જાણનારપણે જ ઊપજતા હતા, પણ રાગના કે જડની ક્રિયાના
કર્તાપણે ઊપજતા ન હતા. જુઓ આ ધર્મીનું કાર્ય! આવી ધર્મીની દશા છે, અનાથી વિપરીત માને તો તે
અજ્ઞાની છે, તેને ધર્મના સ્વરૂપની ખબર નથી.
[પ૩] આહારદાનપ્રસંગના દ્રષ્ટાંતે જ્ઞાનીના કાર્યની સમજણ.
સુગુપ્તિ અને ગુપ્તિ નામના મુનિઓને એવો અભિગ્રહ હતો કે રાજકુમાર હોય, વનમાં હોય, ને પોતાના
જ હાથે બનાવેલા વાસણમાંથી વિધિપૂર્વક આહાર આપે તો તે આહાર લેવો. બરાબર તે વખતે રામ–લક્ષ્મણ–
સીતા વનમાં હતા, હાથે બનાવેલા વાસણમાં આહાર રાંધ્યો હતો ને કોઈ મુનિરાજ પધારે તો આહારદાન દઈએ–
એવી ભાવના કરતા હતા; ત્યાં જ કુદરતે તે મુનિવરો પધાર્યા, તેમને વિધિપૂર્વક પડગાહન કરીને નવધા
ભક્તિપૂર્વક આહારદાન કર્યું. એ રીતે મુનિઓના અભિગ્રહનો કુદરતી મેળ થઈ ગયો. આવો મેળ કુદરતી થઈ
જાય છે. પણ જ્ઞાની જાણે છે કે હું તો જ્ઞાયક છું; આ આહાર દેવા–લેવાની ક્રિયા થઈ તે મારું કાર્ય નથી, મુનિવરો
પ્રત્યે ભક્તિનો શુભભાવ થયો તે પણ ખરેખર જ્ઞાતાનું કાર્ય નથી. રામચંદ્રજી જ્ઞાની હતા, તેઓ આમ જાણતા
હતા. આહારદાનની બાહ્યક્રિયાના કે તે તરફના વિકલ્પના, પરમાર્થે જ્ઞાની કર્તા નથી; તે વખતે અંતરમાં
જ્ઞાયકસ્વભાવના અવલંબને ક્ષણે ક્ષણે જ્ઞાન–શ્રદ્ધા–આનંદ વગેરેની પર્યાયનું પોતે પોતાને દાન આપે છે, આ
દાનમાં પોતે જ દેનાર છે ને પોતે જ લેનાર છે, નિર્મળપર્યાયપણે ઊપજ્યો તેનો કર્તા પણ પોતે, ને સંપ્રદાન પણ
પોતે. જ્ઞાન–આનંદની હારમાળા સિવાય રાગાદિનો કે પરની પર્યાયનો આત્મા જ્ઞાતા છે પણ કર્તા નથી; પોતાની
નિર્મળજ્ઞાન–આનંદદશાનો જ જ્ઞાની કર્તા છે.
છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંત મુનિવરોને જોતાં જ્ઞાની કહે કે “હે નાથ! પધારો...
પધારો!! મનશુદ્ધિ–વચનશુદ્ધિ–કાયશુદ્ધિ–આહારશુદ્ધિ... હે પ્રભો! અમારા આંગણાને પાવન કરો! અમારા
આંગણે આજે કલ્પવૃક્ષ ફળ્‌યાં, અમારે જંગલમાં મંગળ થયા! ” ––છતાં તે વખતે જ્ઞાની તે ભાષાના કે રાગના
કર્તાપણે પરિણમતા નથી પણ જ્ઞાયકપણાની જ ક્રમબદ્ધપર્યાયના કર્તાપણે પરિણમે છે. અજ્ઞાનીઓને આ વાત
બેસવી કઠણ પડે છે.
[પ૪] રામચંદ્રજીના વનવાસના દ્રષ્ટાંતે જ્ઞાનીના કાર્યની સમજણ.
રાજગાદીને બદલે રામચંદ્રજીને વનમાં જવાનું થયું, ––તો શું તે અક્રમબદ્ધ થયું? અથવા તો, રાજગાદીનો
ક્રમ હતો પણ કૈકેયીમાતાના કારણે તે ક્રમ પલટી ગયો––એમ છે? ના; માતા–પિતાના કારણે કે કોઈના કારણે
વનવાસની અવસ્થા થઈ એમ નથી, તેમજ અવસ્થાનો ક્રમ પલટી ગયો એમ પણ નથી. રામચંદ્રજી જાણતા હતા
કે હું તો જ્ઞાન છું, આ વખતે આવું જ ક્ષેત્ર મારા જ્ઞાનના જ્ઞેયપણે હોય, ––એવી જ સ્વ–પરપ્રકાશકશક્તિપણે
મારી જ્ઞાનપર્યાય ઉપજી છે. રાજભવનમાં હોઉં કે વનમાં હોઉં, પણ હું તો સ્વ–પરપ્રકાશકજ્ઞાયકપણે જ ઊપજું છું.
રાજમહેલ પણ જ્ઞેય છે ને આ વન પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે, આ વખતે આ વનને જાણે એવી જ મારા જ્ઞાનની
સ્વ–પરપ્રકાશકશક્તિ ખીલી છે. આ પ્રમાણે જ્ઞાનીને

PDF/HTML Page 20 of 45
single page version

background image
: માગસર–પોષ : ૨૪૮૧ : આત્મધર્મ : ૮૧ :
જ્ઞાયકદ્રષ્ટિ છૂટતી નથી, જ્ઞાયકદ્રષ્ટિમાં તે નિર્મળ જ્ઞાનપર્યાયે જ ઊપજે છે.
[પપ] જ્ઞાની જ્ઞાતા રહે છે, અજ્ઞાની રાગનો કર્તા થાય છે, ને પરને ફેરવવા માંગે છે.
હું જ્ઞાયક છું–એવી દ્રષ્ટિ કરીને જ્ઞાતાપણે ન રહેતાં અજ્ઞાની રાગાદિનો કર્તા થઈને પરના ક્રમને ફેરવવા
જાય છે. એને હજી રાગને કરવો છે ને પરને ફેરવવું છે, પણ જ્ઞાતાપણે નથી રહેવું, તેને જ્ઞાતાપણું નથી ગોઠતું
એટલે જ્ઞાન ઉપર ક્રોધ છે; તેમજ પરના ક્રમબદ્ધપરિણમન ઉપર (એટલે કે વસ્તુના સ્વભાવ ઉપર) દ્વેષ છે તેથી
તેના ક્રમને ફેરવવા માંગે છે, –આ મિથ્યાદ્રષ્ટિના અનંત રાગ–દ્વેષ છે. અમુક વખતે અમુક પ્રકારનો રાગ પલટીને
તેને બદલે આવો જ રાગ કરું––એમ જે હઠ કરીને રાગને ફેરવવા માંગે છે તેને પણ રાગ સાથે એકત્વબુદ્ધિથી
મિથ્યાત્વ થાય છે. સાધક, ભૂમિકાઅનુસાર રાગ હોય તેને જાણે છે, તે રાગને જ્ઞાનનું જ્ઞેય બનાવી દે છે, પણ
તેને જ્ઞાનનું કાર્ય નથી બનાવતા, તેમજ રાગ થતાં જ્ઞાનમાં શંકા પણ નથી પડતી. હઠપૂર્વક રાગને ફેરવવા જાય
તો તેને તે વખતના (––રાગને પણ જાણનારા) સ્વ–પરપ્રકાશક જ્ઞાનની પ્રતીત નથી એટલે જ્ઞાન ઉપર જ દ્વેષ
છે. જ્ઞાની તો જ્ઞાયકદ્રષ્ટિના જોરમાં જ્ઞાતાપણે જ ઊપજે છે, રાગપણે ઊપજતા નથી; રાગના ય જ્ઞાતાપણે ઊપજે
છે પણ રાગના કર્તાપણે નથી ઊપજતા. સમ્યગ્દ્રષ્ટિનું આવું કાર્ય છે. અજ્ઞાની તો જ્ઞાયકસ્વભાવની પ્રતીત ન
રાખતાં, પર્યાયમૂઢ થઈને પર્યાય ને ફેરવવા માંગે છે, અથવા પરજ્ઞેયોને લીધે જ્ઞાન માને છે, એટલે તે જ્ઞેયોને
જાણતાં તેમાં જ રાગ–દ્વેષ કરીને અટકી જાય છે, પણ આમ જ્ઞાયકસ્વભાવ તરફ વળતો નથી.
[પ૬] જૈનના લેબાસમાં બૌદ્ધ.
બૌદ્ધમતિ એમ કહે છે કે ‘જ્ઞેયોને લીધે જ્ઞાન થાય છે; સામે ઘડો હોય તો અહીં ઘડાનું જ જ્ઞાન થાય છે;
ઘડા વખતે ઘડાનું જ જ્ઞાન થાય છે પણ ‘આ હાથી છે’ એમ નથી જણાતું, માટે જ્ઞેયને લીધે જ જ્ઞાન થાય છે.’ –
–પણ તેમની એ વાત મિથ્યા છે. જ્ઞેયોને લીધે જ્ઞાન નથી થતું પણ સામાન્યજ્ઞાન પોતે વિશેષજ્ઞાનપણે પરિણમીને
જાણે છે એટલે જ્ઞાનની પોતાની જ તેવી યોગ્યતાથી ઘડા વગેરેનું જ્ઞાન થાય છે; તે જ્ઞાન વખતે ઘડો વગેરે જ્ઞેયો
તો માત્ર નિમિત્ત છે. ––એમ યુક્તિપૂર્વક સિદ્ધ કરીને, અકલંક આચાર્ય વગેરે મહાન સંતોએ, ‘જ્ઞેયોને લીધે જ્ઞાન
થાય’ એ વાત ઊડાડી દીધી છે. તેને બદલે આજે જૈન નામ ધરાવનારા કેટલાક વિદ્વાનો પણ એમ માને છે કે
‘નિમિત્તને લીધે જ્ઞાન થાય છે, નિમિત્તને લીધે કાર્ય થાય છે’ ––તો એ પણ બૌદ્ધમતિ જેવા જ મિથ્યાદ્રષ્ટિ ઠર્યા;
બૌદ્ધના ને એના અભિપ્રાયમાં કાંઈ ફેર ન રહ્યો.
વળી, જેમ જ્ઞેયને લીધે જ્ઞાન નથી, તેમ જ્ઞાનને લીધે જ્ઞેયની અવસ્થા થાય–એમ પણ નથી. જેમ જ્ઞેયને
લીધે જ્ઞાન થવાનું બૌદ્ધ કહે છે, તેમ જૈનમાં પણ જો કોઈ એમ માને કે “જ્ઞાનને લીધે જ્ઞેયની અવસ્થા થાય છે, –
–જીવ છે માટે ઘડો થાય છે, જીવ છે માટે શરીર ચાલે છે, જીવ છે માટે ભાષા બોલાય છે” ––તો એ માન્યતા પણ
મિથ્યા છે. જ્ઞાન અને જ્ઞેય બંનેની અવસ્થા ક્રમબદ્ધ સ્વતંત્રપણે પોતપોતાથી જ થાય છે.
વળી, રાગ તે પણ જ્ઞાતાનું વ્યવહારે જ્ઞેય છે. જેમ જ્ઞેયને લીધે જ્ઞાન કે જ્ઞાનને લીધે જ્ઞેય નથી, તેમ
રાગને લીધે જ્ઞાન, કે જ્ઞાનને લીધે રાગ––એમ પણ નથી. રાગ હોય ત્યાં જ્ઞાનમાં પણ રાગ જ જણાય, ત્યાં
અજ્ઞાનીને એવો ભ્રમ થઈ જાય છે કે આ રાગ છે માટે તેને લઈને રાગનું જ્ઞાન થાય છે, એટલે રાગથી જુદું––
રાગના અવલંબન વગરનું–જ્ઞાન તેને ભાસતું નથી. હું જ્ઞાયક છું ને મારા જ્ઞાયકના પરિણમનમાંથી આ જ્ઞાનનો
પ્રવાહ આવે છે એવી પ્રતીતમાં જ્ઞાની રાગનો પણ જ્ઞાતા જ રહે છે.
[પ૭] સાચું સમજનાર જીવનો વિવેક કેવો હોય?
પ્રશ્ન:– દરેક વસ્તુની ક્રમબદ્ધપર્યાય પોતપોતાથી જ થાય છે––આવી ક્રમબદ્ધપર્યાયની વાત સાંભળશે તો
લોકો દેવ–ગુરુ–શાસ્ત્રનું બહુમાન છોડી દેશે, ને જિનમંદિર વગેરે નહિ કરાવે?
ઉત્તર:– અરે ભાઈ! આ સમજશે તેને જ સમજાવનારનું સાચું બહુમાન આવશે. નિશ્ચયથી પોતાના
જ્ઞાયકસ્વભાવને જાણ્યો ત્યારે ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાન સાચું થયું. જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને ક્રમબદ્ધપર્યાયની
અપૂર્વ વાત જે સમજ્યો તેને તે વાત સમજાવનારા વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ભાવ આવ્યા વિના
રહેશે નહિ. ‘હું જ્ઞાયક છું’ એવી જ્ઞાયકની શ્રદ્ધા કરીને જે ક્રમબદ્ધપર્યાયને જાણશે તે પોતાની ભૂમિકાના રાગને
પણ જાણશે.