PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
PDF/HTML Page 3 of 21
single page version
વર્ષ અને તેથી વધુ હોય તથા જેઓ ગુજરાતી પાંચમું ધોરણ કે તેથી ઉપરના
ગુજરાતી કે અંગ્રેજી ધોરણોમાં અભ્યાસ કરતા હોય તેઓને દાખલ કરવામાં
આવે છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રિક) સુધી હાઈસ્કુલ છે. બોર્ડિંગમાં રહેતા
સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીનાં તત્ત્વપૂર્ણ અપૂર્વ વ્યાખ્યાન શ્રવણનો લાભ મળે છે.
લખી, પ્રવેશપત્ર મંગાવી, ભરી તા.– ૧૦–પ–પપ સુધીમાં પરત મોકલી આપવાં.
બોર્ડિંગની નવી ટર્મ તા.–૧૬–૬–પપ થી શરૂ થશે.
મેળવવામાં આવે તો તેમને મળી ગયું છે એમ ગણવામાં આવશે.
PDF/HTML Page 4 of 21
single page version
કેમ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું? અને તે
સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ ક્્યાંથી થાય? માટે અહીં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ
• અનંત વીર્ય વડે એવા ઉપર્યુક્ત સામર્થ્યને ધારે છે,
• તથા અનંતસુખ વડે નિરાકુળ પરમાનંદને અનુભવે છે.
• વળી જે સર્વથા રાગદ્વેષાદિ વિકાર ભાવોથી રહિત થઈ શાંતરસરૂપ પરિણમ્યા છે,
• ક્ષુધા–તૃષાદિ સમસ્ત દોષોથી મુક્ત થઈ દેવાધિદેવપણાને પ્રાપ્ત થયા છે,
• આયુધ, અંબર (વસ્ત્ર) આદિ, તેમજ અંગવિકારાદિક જે કામ ક્રોધાદિ નિંદ્ય ભાવોનાં ચિહ્ન છે તેનાથી
• અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા નાના પ્રકારના વૈભવનું
અસ્થિરતાનો રાગ હતો, તે રાગ છૂટતાં રાગનું નિમિત્ત છૂટી ગયું એટલે ગૃહસ્થપણું છૂટી ગયું; અને ત્રણ
કષાયના અભાવથી સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક વીતરાગીચારિત્રરૂપ મુનિદશા આત્મામાં પ્રગટ કરી, ગૃહસ્થપણાના
રાગનો અશુદ્ધ ઉપયોગ છોડીને મુનિદશાને યોગ્ય શુદ્ધોપયોગ પ્રગટ કર્યો, ત્યાં બહારમાં પણ પરિગ્રહ રહિત
PDF/HTML Page 5 of 21
single page version
સાધન વડે કેવળજ્ઞાન પામ્યા નથી, અંતરમાં નિજસ્વભાવ સાધન વડે એટલે કે સ્વભાવના આશ્રમે
અને અનંત સુખ–એવા ચતુષ્ટય સહિત અરિહંત ભગવાન બિરાજમાન છે.
પોતાના ગુણ–પર્યાયો સહિત છે, બીજાને કારણે તેના ગુણ–પર્યાયો નથી, કર્મના પરમાણુઓ તેના પોતાના ગુણ–
પર્યાયો સહિત છે, તેના ગુણ–પર્યાયો આત્મામાં નથી; એ પ્રમાણે સમસ્ત દ્રવ્યોને પોતપોતાના ગુણપર્યાયો સહિત
એક સાથે ભગવાન જાણે છે; પોતાના આત્મદ્રવ્યને પણ પોતાના ગુણપર્યાયો સહિત પ્રત્યક્ષ જાણે છે. અરિહંત
ભગવાનને નમસ્કાર કરતાં તેમના આવા કેવળજ્ઞાન સામર્થ્યને ઓળખવું જોઈએ.
અરિહંત ભગવાનને હોતો નથી.
ધારણ કરે એવું આત્માનું બળ છે. ભગવાનને તે અનંત આત્મબળ પ્રગટી ગયું છે.
આહારની ઈચ્છા ઊપજે, અને અરિહંત ભગવાન રોજ આહાર કરે–એમ માનનારે અરિહંત ભગવાનને ઓળખ્યા
નથી, તેથી તેનું ‘
લાગે એમ માનનારે ભગવાનને દોષવાળા માન્યા છે.
ચિહ્ન છે, ભગવાનને એવાં નિંદ્ય ભાવોનાં ચિહ્ન હોતાં નથી. ભગવાનનું શરીર પણ પરમ ઔદારિક શાંતરસરૂપ
થઈ ગયું છે, મુદ્રા પરમ શાંત થઈ ગઈ છે.
PDF/HTML Page 6 of 21
single page version
બનતું નથી તેમ તીર્થંકર ભગવાનની દેશના ખાલી જાય એમ પણ કદી બનતું નથી. અરિહંત ભગવાન
ધર્મતીર્થના પ્રવર્તક છે. ભગવાનની વાણી ઝીલીને અનેક જીવો પોતાનું કલ્યાણ સાધે છે.
વૈભવથી સંયુક્તપણું ભગવાનને છે. ભગવાન સાધારણ મનુષ્યની માફક જમીન ઉપર વિચરતા નથી, પરંતુ
તેમનો દેહ પાંચ હજાર ધનુષ ઊંચે આકાશમાં વિચરે છે. અને આઠ ભૂમિકાવાળું દૈવી સમવસરણ હોય છે, તે
સમવસરણમાં આવે ત્યાં આંધળાની આંખો ખૂલી જાય ને લંગડા ચાલતા થાય; ભગવાનની ધર્મસભામાં વાઘ
અને હરણ, સિંહ અને સસલું વગેરે જીવો એક સાથે બેસે છે છતાં તેમને વેરભાવ થતો નથી. સમવસરણમાં ચાર
બાજુ ચાર માનસ્તંભ હોય છે, તેને જોતાં જ માનીનું માન છૂટી જાય છે. આ રીતે ભગવાનને સમવસરણાદિ
બાહ્યવૈભવ પણ અલૌકિક હોય છે. લૌકિક જીવો તે બાહ્યવૈભવ વડે ભગવાનની પ્રભુતા માને છે.
ભગવાનના યથાર્થ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખે તો આત્માનું ભાન અને સમ્યગ્દર્શન. થાય અને એ રીતે
ઈન્દ્ર વગેરે જીવો સમ્યગ્દ્રષ્ટિ છે, તેથી તેમને ઉત્તમ જીવો કહ્યા છે; એવા ઉત્તમ જીવો પણ અરિહંત ભગવાનને
પોતાના હિતને અર્થે આદરપૂર્વક સેવે છે.
સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ બિરાજમાન થયા છે.
• ચરમ (અંતિમ) શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષાકારવત્ જેમના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે.
• પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત જ્ઞાનદર્શનાદિ આત્મિક ગુણો જેમને સંપૂર્ણપણે સ્વભાવને પ્રાપ્ત
PDF/HTML Page 7 of 21
single page version
• આવા સિદ્ધભગવાનના ધ્યાન વડે ભવ્યજીવોને સ્વદ્રવ્ય–પરદ્રવ્યનું તેમ જ ઔપાધિક–સ્વાભાવિક
• સિદ્ધભગવાન કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળપર્યંત રહે છે.
અભાવ કરી શુદ્ધોપયોગરૂપ મુનિદશા પ્રગટ કરી; અને તે શુદ્ધોપયોગરૂપ મુનિધર્મના સાધન વડે ચાર
ઘાતિકર્મોનો નાશ થતાં કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ અરિહંતદશા પ્રગટી. તે અરિહંતદશા થયા પછી કોઈ જીવો તો
અંતર્મુહૂર્તમાં જ સિદ્ધ પદ પામે છે ને કોઈ જીવો કરોડો–અબજો વર્ષ અરિહંતદશામાં રહીને પછી સિદ્ધપદ પામે છે.
અરિહંતદશાનો કાળ બધા જીવોને સરખો હોતો નથી. જુઓ, સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં
અરિહંતદશામાં બિરાજી રહ્યા છે, તેઓ કરોડો વર્ષ પહેલાંં કેવળજ્ઞાન પ્રગટ કરીને અરિહંતદશા પામ્યા છે, ને હજી
કરોડો વર્ષ સુધી અરિહંતપદે રહીને પછી સિદ્ધ થશે; અને મહાવીર ભગવાન આ ભરતક્ષેત્રે થયા તેઓ
સીમંધરભગવાન પછી અરિહંતદશા પામ્યા હતા ને તેમની પહેલાંં સિદ્ધ પદ પામ્યા. તથા કોઈ જીવો કેવળજ્ઞાન
પામ્યા પછી અંતર્મુહૂર્તમાં જ સિદ્ધપદ પામી જાય છે.–આ અંતર્મુહૂર્તનો કાળ તીર્થંકરને લાગુ નથી પડતો,
તીર્થંકરભગવાનને તો અરિહંતદશાનો અમુક વિશેષ કાળ હોય જ છે.
થયા છે. આ લોક નીચેથી ઉપર ચૌદ રાજુ ઊંચો છે, તેના મધ્યભાગમાં આ મનુષ્યલોક છે, ને અહીંથી ઉપર
સાત રાજુ સુધી ઊર્ધ્વલોક છે. તેના છેડે–લોકાગ્રે અનંતા સિદ્ધભગવંતો બિરાજે છે. ‘સિદ્ધભગવંતો સિદ્ધશિલા
ઉપર બિરાજે છે’ એમ કહેવાય, પણ ખરેખર કાંઈ સિદ્ધભગવાન સિદ્ધશિલાને અડીને બિરાજતા નથી,
સિદ્ધશિલાથી તો ભગવાન ઘણા ગાઉ ઊંચા છે. સિદ્ધાલયથી સિદ્ધશિલા ઘણી નીચી છે. ભાવથી પણ
સિદ્ધભગવાન જગતમાં સૌથી ઊંચા છે, ને ક્ષેત્રથી પણ લોકમાં સૌથી ઊંચા સ્થાને ભગવાન બિરાજે છે.
સિદ્ધભગવાનને ઓળખનાર ધર્મી પોતાના આત્માને પણ સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન જાણે છે, પણ હજી તેને
નથી તેથી સમસ્ત પરદ્રવ્યો સાથેનો સંબંધ સર્વથા છૂટી ગયો છે. જ્ઞેયજ્ઞાયકસંબંધ છે પણ તે કાંઈ વિકારનું કારણ
નથી. આવા સિદ્ધભગવાનને પ્રતીતમાં લેનાર ધર્મીને પોતાના શુદ્ધઆત્માની દ્રષ્ટિમાં સમસ્ત પરદ્રવ્યના સંબંધનો
અભાવ વર્તે છે. આ રીતે એકલા સિદ્ધભગવાનની વાત નથી, પરંતુ સિદ્ધભગવાનને વાસ્તવિકપણે કબૂલનાર
જીવ પોતે પણ અંશે તે જાતમાં ભળીને સાધક થાય છે––એવી આ વાત છે.
PDF/HTML Page 8 of 21
single page version
શરીરના આકારથી કિંચિત ન્યુન સમજવો; પરંતુ છેલ્લા શરીરથી ત્રીજા ભાગનો આકાર ઓછો થઈ જાય–એમ
કોઈ કહે છે તે સત્ય નથી; તેમજ કોઈ એમ માને છે કે મુક્ત અવસ્થા થતાં આત્મા આખા લોકમાં વ્યાપીને રહે
છે,–તે પણ સત્ય નથી.
પુરુષનું જ હોય––એવો નિયમ છે. સ્ત્રી–પર્યાયમાં રહેલા આત્માને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાંચમા ગુણસ્થાન સુધીની
પવિત્ર દશા હોય છે, પાંચમા ગુણસ્થાનથી ઊંચી દશા તેને હોતી નથી; તો કેવળજ્ઞાન કે સિદ્ધ પદ હોય જ ક્યાંથી?
કહેવાય છે; પરંતુ તેમને પોતાના આત્માના અસંખ્ય પ્રદેશોનો આકાર તો છે. આકાર વગરની કોઈ વસ્તુ હોય
નહિ, કેમ કે દરેક વસ્તુમાં ‘પ્રદેશત્વ’ ગુણ છે તેથી દરેક વસ્તુને પોતપોતાનો કંઈ ને કંઈ આકાર જરૂર હોય છે.
અરૂપી વસ્તુનો આકાર અરૂપી હોય છે ને રૂપી વસ્તુનો આકાર રૂપી હોય છે. સિદ્ધભગવાનને પણ પોતાના
પ્રદેશત્વગુણને લીધે ઉપર પ્રમાણે અરૂપી આકાર હોય છે.
એકરૂપ આકાર રહે છે.
બધાય સિદ્ધભગવંતોને આનંદનો અનુભવ સરખો, જ્ઞાનનું સામર્થ્ય સરખું, પણ આકાર બધાયને એક સરખો જ
હોય–એવો નિયમ નથી. કોઈને લગભગ સવાપાંચસો ધનુષ્યનો આકાર હોય, ને કોઈને એક ધનુષનો આકાર
હોય,–એમ આકારમાં નાનામોટાપણું હોય, પણ આત્માના અસંખ્યપ્રદેશ તો બધાને સરખા છે, જ્ઞાન–આનંદ
વગેરે પણ સરખાં છે.
કર્મોનો પણ ક્ષય થતાં તેમ જ નોકર્મરૂપ શરીર વગેરેનો સંબંધ પણ છૂટી જતાં, સિદ્ધદશામાં અમૂર્તપણું–સૂક્ષ્મપણું,
અવ્યાબાધપણું વગેરે બધા ગુણો સ્વભાવરૂપ પ્રગટી ગયા છે; તેમ જ ભાવકર્મોનો પણ અભાવ હોવાથી સિદ્ધ
ભગવાનને અનાકુળ આનંદમય શુદ્ધસ્વભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે. ભગવાન સાદિ–અનંતકાળ પોતાના
PDF/HTML Page 9 of 21
single page version
છે. આ રીતે, સાધવા યોગ્ય એવું જે પોતાનું શુદ્ધસ્વરૂપ તેને દર્શાવવા માટે સિદ્ધભગવાન પ્રતિબિંબ સમાન છે.
જેમ સ્વચ્છ દર્પણમાં જોતાં પોતાનું મુખ દેખાય છે, તેમ સિદ્ધભગવાનને જોતાં પોતાના આત્માનું વાસ્તવિક
સ્વરૂપ જણાય છે. સ્વચ્છ દર્પણમાં પ્રતિબિંબ જોતાં ખ્યાલ આવે છે કે મારું રૂપ આવું છે, તેમ સિદ્ધભગવાન આ
ઓળખાય છે.
ભિન્ન છે.–આ પ્રમાણે સિદ્ધભગવાનને ધ્યેય બનાવીને, પોતાના આત્માને પણ તેવા સ્વરૂપે લક્ષમાં લઈને
ધ્યાવતાં ભવ્ય જીવો સમ્યગ્દર્શનાદિ પામી જાય છે.
પરિપૂર્ણ સામર્થ્ય છે, એટલે શક્તિપણે સિદ્ધભગવાન અને આ આત્મા સરખા છે. સિદ્ધભગવાનને તે પરિપૂર્ણ
શક્તિ વ્યક્ત થઈ ગઈ છે, ધર્મીને તે પરિપૂર્ણ શક્તિની પ્રતીત પ્રગટી છે ને તે પ્રતીતના જોરે તેને પણ
અલ્પકાળમાં પોતાની પરિપૂર્ણ શક્તિ ખીલી જશે.
કરવાની આકુળતા ભગવાનને નથી રહી. ભક્તજનોના અનુગ્રહ માટે કે દુષ્ટજનોના નિગ્રહ માટે ભગવાન કાંઈ
ફરીને અવતાર ધારણ કરતા નથી, તે તો સદા મુક્ત જ રહે છે. ભગવાનની ભક્તિ કરનારને શુભફળ ને નિંદા
કરનારને અશુભફળ કાંઈ ભગવાન નથી આપતા, પણ તે તે જીવ પોતપોતાના પરિણામથી જ સ્વયં તેવું ફળ
પામે છે; ભગવાનને કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી, ભગવાન તો વીતરાગી કૃતકૃત્ય થઈ ગયા છે; હવે તેમને કાંઈ
નવું સાધવાનું બાકી રહ્યું નથી, તેથી પૂર્ણ જ્ઞાનઆનંદના અનુભવમય કૃતકૃત્યદશામાં ભગવાન સાદિઅનંતકાળ
બિરાજમાન રહે છે, ત્યાં પરિણમન છે પણ એવી ને એવી પર્યાયો પલટાયા કરે છે. પર્યાય ભલે ‘એવી ને એવી’
ઉત્તર:– ભાઈ! આત્માના શુદ્ધસ્વરૂપનો મતિ–શ્રુત–જ્ઞાન વડે જેણે નિર્ણય કર્યો તેને સિદ્ધભગવાન પણ
PDF/HTML Page 10 of 21
single page version
આત્મા ભલે પ્રત્યક્ષ ન દેખાય પણ જેણે મતિશ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરીને સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધભગવાન
જેવા પોતાના શુદ્ધસ્વભાવને દેખ્યો તેણે સિદ્ધભગવાનને પણ દેખ્યા છે ને પોતાના હૃદયમાં તેમને સ્થાપ્યા છે.
એ રીતે અરિહંત અને સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ઓળખીને તેમને નમસ્કાર કર્યા; હવે આચાર્ય–ઉપાધ્યાય
• પોતાના જ્ઞાનાદિક સવભાવોને જ પોતાના માને છે;
• પરભાવોમાં મમત્વ કરતા નથી;
• પરદ્રવ્ય તથા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે છે તેને જાણે છે તો ખરા; પરંતુ ઈષ્ટ–અનિષ્ટ માનીને
• તેઓ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, પણ ઉદાસીન થઈ નિશ્ચલવૃત્તિને ધારણ કરે છે.
• કદાચિત્ મંદ રાગના ઉદયથી શુભોપયોગ પણ થાય છે, જે વડે તે શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનોમાં
• તીવ્ર કષાયના ઉદયના અભાવથી હિંસાદિ અશુભોપયોગ પરિણતિનું તો અસ્તિત્વ તેમને રહ્યું નથી.
• સર્વે મુનિઓને એવી અંતરંગ અવસ્થા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાધારી થયા છે.
• શરીર સંસ્કારાદિ વિક્રિયાથી રહિત થયા છે,
• વન ખંડાદિ વિષે વસે છે,
• અઠ્ઠાવીસ મૂળગુણોને જેઓ અખંડિત પાલન કરે છે.
• બાવીસ પરિષહને જેઓ સહન કરે છે.
• બાર પ્રકારના તપને જેઓ આદરે છે,
• કદાચિત્ ધ્યાનમુદ્રા ધારી પ્રતિમાવત્ નિશ્ચલ થાય છે.
• કદાચિત્ અધ્યયનાદિક બાહ્ય ધર્મક્રિયામાં પ્રવર્તે છે.
• કોઈ વેળા મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર–વિહારાદિ ક્રિયામાં સાવધાન થાય છે–
મુનિ થનારને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો પહેલાંં થયું છે. માટે સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જ આ મુનિદશાની
વાત છે એમ સમજવું. સમ્યગ્દર્શન વગર તો ચોથું કે પાંચમું ગુણસ્થાન પણ હોતું નથી, તો પછી મુનિદશાનું છઠું–
PDF/HTML Page 11 of 21
single page version
અનુભવે છે. શુદ્ધોપયોગરૂપ વીતરાગી ચારિત્ર તે જ ખરી મુનિદશા છે, એ સિવાય શુભરાગમાં કે શરીરની
ભલે, પણ તે શુભોપયોગ વડે કંઈ મુનિદશા નથી. મુનિ ખરેખર તે શુભને આદરતા નથી પણ અંતરમાં
શુદ્ધોપયોગને જ આદરે છે. કેવળજ્ઞાન શુદ્ધોપયોગ વડે જ સધાય છે. છઠ્ઠા ગુણસ્થાને પણ ત્રણ કષાયના
અભાવરૂપ જે નિર્વિકારી ચારિત્ર છે તે જ મુનિપણું છે, ત્યાં રાગ છે તે કાંઈ મુનિપણું નથી, મુનિ તે રાગમાં કે
શરીરની ક્રિયામાં મમત્વ કરતા નથી.
જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાનું સ્વરૂપ માને છે ને પરદ્રવ્યમાં કે પરભાવમાં મમત્વ કરતો નથી, પણ અહીં
મુનિદશાને યોગ્ય વીતરાગી શુદ્ધોપયોગ સહિતની વાત છે.
નથી, પણ હજી રાગ–દ્વેષ થાય છે, ને મુનિદશામાં તો ઘણી જ વીતરાગતા પ્રગટી છે. મુનિ પરચીજને જાણતા જ
પરંતુ તેમાં ક્યાંય મમત્વ કરતા નથી, તેમ જ ક્યાંય ઈષ્ટ–અનિષ્ટપણું માનતા નથી ને રાગ–દ્વેષ કરતા નથી.
માનતા નથી––આવી મુનિની દશા હોય છે. ઈન્દ્ર આવીને પૂજા કરે, કે સિંહ–વાઘ આવીને શરીરને ફાડી ખાય,
તેમાં મુનિ સુખદુઃખ માનતા નથી, સમકિતી પણ પરથી સુખદુઃખ માનતા નથી, પરંતુ મુનિને તો તે ઉપરાંત
સ્વરૂપની સ્થિરતાથી ઘણી વીતરાગતા થઈ ગઈ છે તેથી હર્ષ. શોક થતા નથી.
મારે બોલવું જ પડશે–એવો બાહ્યક્રિયાનો હઠાગ્રહ મુનિને હોતો નથી. અહીં ‘મુનિદશાને યોગ્ય’ હોય એવી
બાહ્યક્રિયાની વાત છે. મુનિદશામાં યોગ્ય ન હોય એવી ક્રિયા મુનિને હોય નહિ–એવો જ મેળ છે.
લઉં, ને તે જાણી લઉં, આટલાં પુસ્તક વાંચી લઉં–એમ જ્યાં ત્યાં ઉપયોગને ભમાવતા નથી. જો કે હજી સ્વરૂપમાં
મુખ્યપણે તો શુદ્ધોપયોગને જ સાધે છે. મુનિઓને શુદ્ધોપયોગની પ્રધાનતા છે ને શુભોપયોગ ગૌણ છે.
PDF/HTML Page 12 of 21
single page version
વારંવાર નિર્વિકલ્પદશા આવ્યા જ કરે છે એટલે શુદ્ધોપયોગનો પ્રયત્ન વર્ત્યા જ કરે છે. પંચમહાવ્રત વગેરેનો
વિકલ્પ સદા ય રહ્યા જ કરે–એમ નથી હોતું. માટે કહ્યું કે કદાચિત્ મંદરાગના ઉદયથી શુભોપયોગ ‘પણ’ થાય
છે; ‘પણ’ કહીને શુભોપયોગની ગૌણતા બતાવી છે, મુખ્ય ઉદ્યમ તો શુદ્ધોપયોગનો જ છે. શુભોપયોગ વખતે
મુની શુદ્ધોપયોગનાં બાહ્ય સાધનોમાં,–સ્વાધ્યાય, મહાવ્રત વગેરેમાં અનુરાગ કરે છે. પરંતુ તે રાગભાવને પણ
હેય જાણીને દૂર કરવા ઈચ્છે છે. જુઓ અહીં શુભોપયોગને શુદ્ધોપયોગનું બાહ્ય સાધન તો કહ્યું પણ તેને હેય
કહ્યો છે, એટલે કે શુભને હેય કરીને અંતર સ્વભાવના અવલંબને શુદ્ધોપયોગ પ્રગટ કરે તો તે શુભને બાહ્ય
સાધન કહેવાય. શુદ્ધોપયોગનું ખરું સાધન તો અંર્તસ્વભાવનું અવલંબન જ છે. અહીં એમ જાણવું કે મુનિને
છઠ્ઠા ગુણસ્થાને શુભોપયોગ હોય છે, પણ તેના આધારે મુનિપણું ટક્યું નથી, મુનીપણું તો તે વખતે પણ
શુભોપયોગ તો આસ્રવ છે. મુનિ તે શુભ રાગને હેય જાણે છે. જે શુભરાગને ઉપાદેય માને તેને સાચું મુનિપણું
હોતું નથી.
મુનિને હોતી જ નથી–એમ કહે છે. મુનિઓને તીવ્ર કષાયના ઉદયનો તો અભાવ છે તેથી હિંસા વગેરે
અશુભોપયોગની પરિણતિનું તો તેમને અસ્તિત્વ જ રહ્યું નથી. જો કે સૂક્ષ્મ કરણાનુયોગની અપેક્ષાએ તો
શાસ્ત્રમાં છઠ્ઠા ગુણસ્થાને પણ આર્ત્તધ્યાનના અશુભપરિણામ હોવાનું કહ્યું છે, કોઈ મુનિને ક્યારેક તેવા
હોતી જ નથી. મુખ્યપણે મિથ્યાદ્રષ્ટિને જ અશુભપરિણતિ ગણવામાં આવી છે. સમકિતી ગૃહસ્થને
શુભપરિણતિની પ્રધાનતા હોય છે ને શુદ્ધપરિણતિ ગૌણપણે હોય છે. મુનિઓને શુદ્ધપરિણતિ મુખ્ય હોય છે ને
શુભપરિણતિ ગૌણપણે હોય છે, અશુદ્ધપરિણતિ તો તેમને ગણી જ નથી.
બાહ્યમુદ્રા પણ ઉપશાંત...ઠરી ગયેલી...સૌમ્ય હોય છે. શરીરનાં બધાં અંગો વિકાર રહિત ઉપશાંત થઈ ગયાં છે.
અંતરંગદશા સહિતની આ વાત છે.
કે જીવનો ઉદયભાવ તે જ સંસારતત્ત્વ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગી થાય તો પણ તેણે સંસાર જરા પણ છોડ્યો
નથી, કેમકે તે ઉદયભાવમાં જ ઊભો છે તેથી તે સંસારમાં
PDF/HTML Page 13 of 21
single page version
ક્ષાયિકભાવ પ્રગટ્યો છે તેટલો સંસાર છૂટી ગયો છે, મિથ્યાત્વાદિ છૂટતાં અનંતો સંસાર તો તેને છૂટી ગયો છે.
માટે મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યો છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ તો સંસારમાર્ગી છે, ને
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ તો મોક્ષમાર્ગી છે. અહીં તો સાચા ભાવલિંગી મુનિઓની વાત છે. જ્યાં અંતરંગદશાપૂર્વક
બાહ્ય દિગંબરદશા ન હોય ત્યાં મુનિપણું હોતું નથી. અંતરંગમાં મુનિદશાની શુદ્ધતા પ્રગટી હોય ને ગૃહવાસમાં
રહેતા હોય–એમ કદી ન બને. મુનિઓ વનજંગલમાં વસે છે.
ગ્રહણ––એ પ્રમાણે ૨૮ મૂળગુણ છે, તેમાં મુનિ વિપરીતતા આવવા દેતા નથી. જ્યાં નગ્નતાને બદલે
વસ્ત્રસહિતપણું હોય, સ્થિતિભોજન એટલે ઊભા ઊભા હાથમાં આહાર–તેને બદલે બેઠા બેઠા કે વાસણ વગેરેમાં
ભોજન હોય, તથા દિવસમાં એક જ વાર આહાર ને બદલે અનેક વાર આહાર હોય,–ઈત્યાદિ પ્રકારે મૂળ ગુણમાં
ભંગ હોય ત્યાં મુનિદશા હોતી નથી; છતાં તેમાં જે મુનિદશા માને તેને મુનિની ઓળખાણ નથી એટલે ગુરુપદની
તેને ખબર નથી. અહીં તો અંતરની શુદ્ધોપયોગદશા સહિતના ૨૮ મૂળગુણોની વાત છે. અંતરની દશા વગર
એકલા શુભરાગથી ૨૮ મૂળગુણ પાળે તો તે દ્રવ્યલિંગ છે પણ તેને ખરેખર મુનિદશા નથી, અને ૨૮ મૂળગુણમાં
પણ જેને વિપરીતતા હોય તેને તો (ભલે શરીરની દિગંબરદશા હોય તો પણ) દ્રવ્યલિંગ પણ સાચું નથી.
અચ્યુતિરૂપ પરીષહ હોય. પણ જેને હજી માર્ગ જ પ્રગટ્યો નથી એવા મિથ્યાદ્રષ્ટિને પરીષહ હોતો નથી. પરીષહ
તે કાંઈ દુઃખ નથી. ભૂખ–તરસ, ટાઢ–તડકા વગેરેનાં દુઃખ વેઠવાં તેને અજ્ઞાની પરીષહ કહે છે, પણ તે વાત સાચી
નથી. જેમાં દુઃખ લાગે કે અંતરંગમાં રાગ–દ્વેષ થાય તે પરીષહ નથી. દુઃખ લાગે તે તો અશુભ–પાપભાવ છે.
અથવા, રાગ–દ્વેષની ઉત્પત્તિ થાય પછી તેને જીતવા તેનું નામ પરીષહજય–એમ કોઈ કહે તો તે પણ સત્ય નથી.
‘માર્ગથી અચ્યુતપણું’ એટલે કે વીતરાગભાવરૂપ માર્ગથી ખસીને રાગ–દ્વેષની ઉત્પત્તિ જ ન થવી તે પરીષહ છે.
પણ રાગ–દ્વેષ થાય તેટલું તો માર્ગથી ચ્યુતપણું છે, તે પરીષહ નથી. મુનિને અંતરમાં સ્વરૂપસ્થિરતા વડે માર્ગ
પ્રગટ્યો છે, ને ગમે તેવા અનુકૂળ–પ્રતિકૂળ ઉપસર્ગ આવે તો પણ તેઓ રાગ–દ્વેષ કરતા નથી ને માર્ગથી ચ્યુત
થતા નથી, તેમને પરીષહ છે ને તે નિર્જરાનું કારણ છે.
નિર્વિકલ્પદશા તો થયા જ કરે, ને તે ઉપરાંત નિર્વિકલ્પધ્યાનમાં વિશેષ એકાગ્રતાનો પ્રયત્ન કરે છે. કલાકોના
કલાકો સુધી લાંબો કાળ ઊંઘમાં પડ્યા રહે ત્યાં તો વિશેષ પ્રમાદ છે, એવો પ્રમાદ હોય ત્યાં મુનિદશા ન હોય.
મુનિને સ્વરૂપની જાગૃતિ ઘણી વર્તે છે એટલે વારંવાર નિર્વિકલ્પ અપ્રમત્ત દશા આવ્યા જ કરે છે, એક સાથે
અંતર્મુહૂર્ત કરતાં વધારે વખતની નિદ્રા મુનિને હોય નહિ. મુનિઓ ધ્યાનમાં એકાગ્રતા વડે અંતરમાં લીન
રહેવાનો વારંવાર પ્રયત્ન કર્યા કરે છે. કોઈ વાર અધ્યયન વગેરે બાહ્યક્રિયામાં પ્રવર્તે છે; તથા કોઈ વાર
મુનિધર્મને સહકારી શરીરની સ્થિતિ અર્થે યોગ્ય આહાર–વિહારાદિ ક્રિયાઓમાં સાવધાન થાય છે.
PDF/HTML Page 14 of 21
single page version
બાહ્ય નિમિત્તો કેવાં હોય–તે બતાવ્યું છે. જેઓ જૈન મુનિ છે તે સર્વેની ઉપર કહ્યું તેવી જ અંતર–તથા બાહ્ય દશા
હોય છે; એનાથી વિપરીત હોય તો તે જૈન મુનિ નથી; અને જૈન સિવાય બીજામાં તો કદી સાચી મુનિદશા હોતી
જ નથી. ઉપર મુનિદશાનું જેવું અંતરંગ અને બાહ્ય સ્વરૂપ કહ્યું તેવી જ અવસ્થા સર્વે જૈનમુનિઓની હોય છે,–
કે પંચમકાળના હોય, મહાવિદેહના હોય કે ભરતક્ષેત્રના હોય, જિનકલ્પી હોય કે સ્થવિરકલ્પી હોય, તે બધા ય
જૈનમુનિઓની દશા ઉપર કહ્યું તેવી જ હોય છે, તેમાં જો વિપરીતપણું હોય તો તે જૈનમુનિ નથી એમ સમજવું.
આચાર્યને પણ નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરવો તે જ મુખ્ય આચરણ છે. પરંતુ કદાચિત્ અન્ય ધર્મલોભી
જિજ્ઞાસુ જીવોને દેખીને, કરુણાબુદ્ધિ થતાં તેમને ધર્મોપદેશ આપે છે, દીક્ષાગ્રાહક જીવોને દીક્ષા આપે છે. કોઈને
પરાણે સામેથી દીક્ષા નથી આપતા, પણ જે જીવ વૈરાગી થઈ દીક્ષા લેવા આવે છે તેની પાત્રતા જોઈને દીક્ષા આપે
છે. તથા જે જીવ પોતાના દોષ પ્રગટ કરીને પ્રાયશ્ચિત લેવા આવે છે તેને પ્રાયશ્ચિત આપે છે. આ રીતે, અંતરના
નિર્વિકલ્પ આનંદના આચરણપૂર્વક આવા દીક્ષા–શિક્ષા વગેરેનું આચરણ કરવા–કરાવવાવાળાં શ્રી આચાર્ય
પરમેષ્ઠી છે, તેમને અમારા નમસ્કાર હો!
જ્યારે સ્વરૂપમાં ઉપયોગ ન થંભે ત્યારે પોતે આગમને ભણે છે. તેમ જ ધર્મબુદ્ધિવાન અન્ય જીવોને ભણાવે છે.
એ પ્રમાણે પોતાના અંર્તસ્વરૂપમાં એકાગ્રતાના અભ્યાસની મુખ્યતાપૂર્વક, સમીપ વર્તી ભવ્ય જીવોને અધ્યયન
કરાવવાવાળા શ્રી ઉપાધ્યાય પરમેષ્ઠી છે, તેમને અમારા નમસ્કાર હો!
છે; પરદ્રવ્યમાં ઈષ્ટ–અનિષ્ટપણું માનીને, પોતાનો ઉપયોગ ત્યાં ફસાય નહિ, તેમજ શુદ્ધોપયોગરૂપ જે દશા પ્રગટી
છે તેમાં ભંગ ન પડે––એ રીતે અંતરમાં એકાગ્રતા વડે ઉપયોગને સાધે છે, તથા તેના બાહ્યસાધનભૂત તપશ્ચરણ
વગેરે ક્રિયામાં પ્રવર્તે છે, કદાચિત્ ભક્તિ–વંદન–જાત્રા વગેરે કાર્યોમાં પણ પ્રવર્તે છે,–આવી જાતનો ભાવ તે
ભૂમિકામાં છઠ્ઠા ગુણસ્થાને હોય છે, પણ ત્યાં મુખ્યતા તો શુદ્ધોપયોગ વડે સ્વરૂપને જ સાધવાની છે.–આવા
PDF/HTML Page 15 of 21
single page version
રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી એકદેશ વીતરાગ વિજ્ઞાનભાવ થયો છે. તેથી એ
વીતરાગવિજ્ઞાનભાવ વડે જ અરિહંતાદિક પંચપરમેષ્ઠીને સ્તુતિ યોગ્ય મહાન જાણવા.
પૂજ્્ય માને તે જીવ રાગાદિને પોતાનું સ્વરૂપ ન માને,–રાગથી લાભ ન માને, પણ પોતાનું સ્વરૂપ રાગથી ભિન્ન
જાણીને ભેદજ્ઞાન કરે. જે જીવ રાગથી લાભ માને છે તેણે રાગને મહાનતા આપી છે એટલે વીતરાગીવિજ્ઞાન વડે
મહાન એવા પંચપરમેષ્ઠીને ખરેખર તેણે ઓળખ્યા નથી.
જે પંચ મહાવ્રતાદિનો રાગ છે તે કાંઈ મુનિનું સ્વરૂપ નથી, મુનિનું સ્વરૂપ તો વીતરાગ વિજ્ઞાનમય છે. રાગ તો
આસ્રવ છે ને મુનિદશા તો સંવર–નિર્જરારૂપ છે.
તેનાથી વિરુદ્ધ એવા અજ્ઞાન અને રાગ–દ્વેષ વડે નિંદ્યપણું છે. આત્માના શુદ્ધજ્ઞાનાનંદ સ્વરૂપની દ્રષ્ટિ વડે
અનાદિના અજ્ઞાનનો નાશ કરીને, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગીવિજ્ઞાન પ્રગટ કર્યું છે તેના વડે જ
પંચપરમેષ્ઠી ભગવંતો પૂજ્ય અને મહાન છે. આ રીતે આત્માના ગુણો વડે જ તેનું પૂજ્યપણું છે, એ સિવાય
બહારના સંયોગ વડે કે પુણ્ય વડે ખરેખર આત્માનું પૂજ્યપણું નથી.
વિકાર તે જ હું, તેનાથી મને લાભ થશે’ એવી મિથ્યાબુદ્ધિને લીધે જીવ નિંદ્ય થાય છે.
જ્ઞાનની હીનતા જ છે; ને મુનિદશામાં કોઈને શાસ્ત્રજ્ઞાનનો ઉઘાડ ઓછો હોય તો પણ ત્યાં સમ્યગ્જ્ઞાન હોવાથી
જ્ઞાનની હીનતા નથી પણ જ્ઞાનની વિશેષતા જ છે, અંતરમાં જ્ઞાનનું સ્વસંવેદનબળ તેમને ઘણું વધી ગયું છે.
PDF/HTML Page 16 of 21
single page version
મિથ્યાદ્રષ્ટિને રાગાદિની મંદતા ભલે હોય પણ તેને રાગાદિની હીનતા થતી નથી. રાગાદિ રહિત આત્માના
શુદ્ધસ્વરૂપની જેને ઓળખાણ ન હોય તેને રાગાદિની યથાર્થ હીનતા થઈ શકે જ નહિ. કેમકે તે કોના અવલંબને
રાગની હીનતા કરશે? રાગથી ભિન્ન સ્વરૂપની જેને ખબર નથી ને રાગ સાથે જ એકતા માને છે તેને રાગના
અવલંબને બહુ તો રાગની વર્તમાન પૂરતી મંદતા થાય પણ રાગની હીનતા ન થાય એટલે કે નાશ ન થાય. રાગ
રહિત એવા જ્ઞાનસ્વભાવના અવલંબને જ રાગની હીનતા ને જ્ઞાનાદિની વિશેષતા થાય છે.
તેને વર્તે જ છે. જે રાગને પોતાનું સ્વરૂપ માને અથવા તો તેનાથી લાભ માને તે તેની હીનતા કેમ કરે? માટે
અજ્ઞાનીને રાગની હીનતા યથાર્થપણે હોતી જ નથી.
રાગાદિકનો સંપૂર્ણ અભાવ થયો છે ને પરિપૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે, એ રીતે તેમને સંપૂર્ણ વીતરાગવિજ્ઞાન છે.
નથી, માટે ત્યાં એકદેશ વીતરાગવિજ્ઞાન છે. પૂરું નથી તે અપેક્ષાએ એકદેશ કહ્યું છે.–આ રીતે વીતરાગવિજ્ઞાનથી
પંચપરમેષ્ઠી ભગવંતો પૂજ્ય છે.
વીતરાગવિજ્ઞાનનો અંશ છે, પરંતુ ત્યાં પરમેષ્ઠીપદ નથી, તેથી અહીં પંચપરમેષ્ઠીમાં તેની વાત નથી લીધી.
હોવાથી પરમેષ્ઠી છે. અંતરમાં શુદ્ધોપયોગના સાધન વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર રૂપ રત્નત્રય પ્રગટ કરીને,
જેમણે ત્રણ કષાયનો નાશ કર્યો છે ને સ્વરૂપમાં ઘણી સ્થિરતા પ્રગટ કરી છે–એવા મોક્ષમાર્ગી મુનિવરો
પરમેષ્ઠીપદમાં ભળી ગયા છે. સર્વે મુનિઓની ત્રણે કાળ બાહ્ય–અભ્યંતર નિર્ગ્રંથ હોય છે. આ સિવાય શરીર
ઉપર વસ્ત્રની એક લંગોટી પણ ધારણ કરવાની જેની ઈચ્છા છે તેને ત્રણ કષાયનો અભાવ થયો નથી ને
સ્વરૂપસ્થિરતા થઈ નથી; ત્યાં સમ્યગ્દર્શન સહિત ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંચગુણસ્થાનનું શ્રાવકપણું હોઈ શકે, પરંતુ
તેને મુનિદશા ન હોઈ શકે ને પંચપરમેષ્ઠીમાં તે ન આવે.
થાય? હું કોને નમસ્કાર કરું છું ને શા માટે નમસ્કાર કરું છું–તે ઓળખે તો પ્રયોજનની સિદ્ધિ થાય.
PDF/HTML Page 17 of 21
single page version
વડે તેમનામાં મહાનપણું હોવાથી તેઓ પૂજ્ય અને વંદનીક છે. આ પ્રમાણે વીતરાગવિજ્ઞાન સ્વરૂપે જો
પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખે તો પોતામાં પણ સ્વભાવ અને પરભાવનું ભેદજ્ઞાન થઈને વીતરાગવિજ્ઞાનરૂપ
નહિ, તે કાંઈ અપૂર્વ નથી. ભગવાન! એક વાર તારા ચૈતન્યતત્ત્વને સાંભળીને
તેનો અપૂર્વ નિર્ણય કર. તારી અંર્તશક્તિમાં સર્વજ્ઞપણું પડેલું છે, તેને ભૂલીને
અભિમાન કરે છે તે પાપ છે ને દુઃખનું કારણ છે. અંતર્મુખ થઈને પોતાના પરિપૂર્ણ
સાગર અંતરમાં ભર્યો છે પણ તેની સામે કદી જીવે જોયું નથી; ચૈતન્યના આનંદને ચૂકીને, બહારમાં જ આનંદ
માની–માનીને અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે. નાની વયમાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?’
ચિદાનંદતત્ત્વનું મનન કરો. એકવાર આવી ઓળખાણ કરીને આત્મામાં પરમ સત્યનો ભણકાર તો લાવો.
ચૈતન્યતત્ત્વના ભણકાર વિના બહારમાં આનંદ માની–માનીને અનાદિકાળથી જીવ ક્ષણે ક્ષણે ભાવમરણ કરી
રહ્યો છે. જો એક ક્ષણ પણ આત્માનું સત્ય સ્વરૂપ સમજે તો એ ભાવમરણનું ભયંકર દુઃખ મટે ને પરમઆનંદરૂપ
મુક્તદશા પ્રગટે.
અંર્તવસ્તુનો સ્વીકાર કરવો ને તેનો મહિમા કરીને સ્વસન્મુખ થવું તે અપૂર્વ આત્મકલ્યાણનું મૂળ છે, તે જ
આનંદની પ્રાપ્તિનો ઉપાય છે અને તે જ ધર્મ છે.
PDF/HTML Page 18 of 21
single page version
અનંતકાળમાં પૂર્વે એક સેકંડ પણ જીવને સમ્યગ્દર્શન થયું નથી, તે સમ્યગ્દર્શન કેમ થાય? અને જેને
સમજયો નથી અને તેનાથી વિપરીત માન્યું છે તેથી તેને આત્માનું સમ્યગ્દર્શન થયું નથી. આત્માનું જેવું સ્વરૂપ
છે તેવું જાણીને તેની પ્રતીત કરે તો અપૂર્વ સમ્યગ્દર્શન થાય. તે સમ્યગ્દર્શન થતાં જીવ એમ જાણે છે કે અહો!
મારો આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે ઉપયોગમાં જ છે, પણ રાગાદિમાં મારો આત્મા નથી. અનાદિથી મેં રાગને
મારું સ્વરૂપ માન્યું તોપણ મારો આત્મા તો રાગથી ભિન્ન સદા ઉપયોગસ્વરૂપ જ રહ્યો છે, મારો ઉપયોગસ્વરૂપ
આત્મા કદી રાગસ્વરૂપ થઈ ગયો નથી. જુઓ આ ધર્મીનું ભેદજ્ઞાન! આત્મામાં આવું ભેદજ્ઞાન પ્રગટ કરવું તે જ
ધર્મનો પાયો છે, આવા ભેદજ્ઞાન વગર કદી ધર્મ થાય નહિ.
નથી એટલે રાગમાં આત્મા નથી. આત્મા તો પોતાના ઉપયોગમાં જ રહે છે. આત્મા ઉપયોગસ્વરૂપ છે તે
ઉપયોગમાં જ છે, એટલે અંર્તસ્વભાવમાં એકતાથી જે નિર્મળ જ્ઞાન દર્શન ભાવ પ્રગટ્યો તેમાં આત્મા છે, પણ
વિકારમાં કે જડમાં આત્મા નથી. હું ચિદાનંદસ્વરૂપ આત્મા છું–એવી અંર્તદ્રષ્ટિ કરીને સ્વભાવમાં એકતા કરતાં
આત્મા અનુભવમાં આવે છે, પણ તે દ્રષ્ટિમાં ક્રોધાદિ કે કર્મ અનુભવમાં આવતા નથી; માટે આત્મામાં તે ક્રોધાદિ
નથી. અને ‘હું ક્રોધ છું, હું રાગ છું’ એવી ક્રોધાદિ સાથે એકપણાની દ્રષ્ટિમાં ક્રોધાદિનો અનુભવ થાય છે પણ
તેમાં જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી; માટે તે ક્રોધાદિમાં આત્મા નથી.–આવું અપૂર્વ ભેદજ્ઞાન કરીને
પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં જ ઉપયોગની એકતા કરવી તે મુક્તિમાર્ગ છે.
વિકારની રુચિ કરવી તે ક્રોધ છે, તે ક્રોધમાં આત્મા નથી એટલે કે રાગાદિથી લાભ માનીને વિકાર સાથે એકત્વ
બુદ્ધિ કરનારને ચિદાનંદ સ્વરૂપ આત્મા લક્ષમાં આવતો નથી. જેને વિકારની રુચિ છે તેને ભગવાન આત્માની
પ્રીતિ નથી પણ જડ કર્મની પ્રીતિ છે. ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ એવા વિકારની જેને પ્રીતિ છે તે જીવ
ચૈતન્યસ્વભાવના અનંતગુણનો તિરસ્કાર કરે છે, તે અનંતો ક્રોધ છે ને તે જ મોટું પાપ છે. અનાદિકાળના
પરિભ્રમણમાં એક સમય પણ પોતાના ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ જીવે કરી નથી, રાગ અને
આત્માના ભિન્નતા જ લક્ષમાં લીધી નથી. જયાં રાગ અને આત્માની ભિન્નતાનું ભાન થયું ત્યાં ધર્મી જીવને
જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્યસ્વભાવમાં જ આત્મબુદ્ધિ થઈ ને રાગમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ, હવે કોઈ પણ રાગમાં
હિતબુદ્ધિ તે જ્ઞાનીને રહેતી નથી.
PDF/HTML Page 19 of 21
single page version
પણ દુર્લભ છે, પૂર્વે જ્યારે અનંતવાર શ્રવણમાં આવી ત્યારે જીવે યથાર્થપણે લક્ષગત કરી નથી. અંતરમાં પાત્ર
થઈને એક વાર પણ જો આ વાત લક્ષગત કરે તો અપૂર્વ કલ્યાણ થયા વિના રહે નહિ. એકલા શાસ્ત્રના
ભણતરથી આ વાત સમજાય તેવી નથી, સત્સમાગમે શ્રવણ–મનન કરીને અંતરમાં ઘણો પરિચય કરે તો આ
વાત લક્ષગત થાય તેવી છે. પૂર્વે ધર્મના નામે પણ જીવ રાગની–વિકલ્પની રુચિમાં જ અટકી ગયો છે, અંતરમાં
રાગથી પાર––વિકલ્પથી પાર ચૈતન્યસ્વભાવને કદી લક્ષમાં લીધો નથી. અરે! અનંતકાળે આ મનુષ્ય અવતાર
પામ્યો તેમાં આ વાત ખ્યાલમાં લઈને જો અપૂર્વ દ્રષ્ટિ પ્રગટ ન કરે તો ઢોરના અવતારમાં ને મનુષ્યના
અવતારમાં કાંઈ ફેર નથી.
ચૈતન્યસ્વભાવમાં જ ઉપાદેય બુદ્ધિ વર્તે છે. ‘હું એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા છું, રાગનો એક અંશ પણ મારા
સ્વરૂપમાં નથી’ એમ પોતાના જ્ઞાયકસ્વભાવનો જ્યાં વિશ્વાસ આવ્યો ત્યાં ધર્મીને પુણ્ય–પાપમાં હિતબુદ્ધિ રહેતી
નથી; ધર્મી જીવ રાગાદિને પોતાના ઉપયોગમાં એકપણે કરતો નથી, તેથી ધર્મીને ઉપયોગમાં ક્રોધાદિ નથી. રાગ
વર્તતો હોવા છતાં તે રાગમાં એકતાબુદ્ધિ નથી, જ્ઞાનસ્વભાવમાં જ એકતા છે, ઉપયોગસ્વભાવની પ્રીતિ આડે
ધર્મી રાગને પોતાપણે દેખતો જ નથી. જુઓ, આ ધર્મીનું ભેદજ્ઞાન! આવું ભેદજ્ઞાન પ્રગટ કરવું તે ધર્મી થવાનો
ઉપાય છે.
નથી. કર્મ તે પૂર્વે બંધાયેલું પ્રારબ્ધ છે અને તેના નિમિત્તે બાહ્ય સંયોગ મળ્યો તે નોકર્મ છે; એ કર્મ તેમજ નોકર્મ
બંને, ઉપયોગથી ભિન્ન છે. જુઓ, અહીં ‘ઉપયોગમાં કર્મ–નોકર્મ નથી’ એમ કહ્યું એટલે કર્મ–નોકર્મનું જુદું
અસ્તિત્વ તો છે–એમ સાબિત થઈ ગયું. કોઈ એમ કહે કે ‘અમને તો પ્રત્યક્ષ દેખાય છે કે પાપનો ભાવ કર્યો ને
પૈસા મળે છે, માટે અમે પૂર્વજન્મને કે પ્રારબ્ધને માનતા નથી,’–તો તે મિથ્યાદ્રષ્ટિ નાસ્તિક છે. અરે ભાઈ!
વર્તમાન પાપથી પૈસા નથી મળ્યા પણ તારા પૂર્વના પ્રારબ્ધથી જ મળ્યા છે. મોટો નાસ્તિક હોય તો પણ પુર્વનું
પ્રરબ્ધ કબૂલવું પડે એવું એક દ્રષ્ટાંત લઈએ: કોઈ એક શેઠ છે, તદ્ન નાસ્તિક છે, પૂર્વના પુણ્ય–પાપને માનતો
નથી; હવે તેને ૬૦ વર્ષની ઉંમરે એકનો એક દીકરો થયો; તે પુત્રનું શરીર ઘણું સુંદર અને કોમળ છે ને શેઠને તે
બહુ વહાલો છે. હવે શેઠને ત્યાં પુત્ર થવાની રાજાને ખબર પડી અને રાજાએ પણ ખુશી થઈને તે પુત્રનું મોઢું
જોવા માટે રાજદરબારમાં તેડાવ્યો. નાસ્તિક શેઠ પોતાના પુત્રને લઈને રાજાસભામાં આવ્યો ને રાજાએ પુત્રને
જોયો. પુત્રનું સુંદર અને કોમળ શરીર જોતાં જ તે રાજાની બુદ્ધિ ફરી અને તેને એવું મન થયું કે હું આનું શરીર
કાપીને તેનું ભક્ષણ કરું. રાજાએ પોતાનો વિચાર શેઠને જણાવ્યો. તે સાંભળતાં જ શેઠ કંપી ઊઠ્યો અને કહ્યું:
‘અરે મહારાજ! એમ ન કરાય, એ સારું કામ નથી!’ રાજાએ કહ્યું: ‘પણ શેઠ! આ પ્રત્યક્ષ દેખાય છે કે મને
ક્ષુધા લાગી છે ને આનું શરીર કાપીને ખાઈશ ત્યાં મારી ક્ષુધા મટી જશે, ને મારું ક્ષુધાનું દુઃખ ટળશે, –તો તેને
સારું કામ કેમ ન કહેવાય?’ નાસ્તિક શેઠ પણ એ વખતે કહેશે કે ના, ના, રાજન્! એમ ન હોય. પ્રત્યક્ષ દેખાય
છે–એમ તમે કહો છો પણ એ પ્રત્યક્ષ જોવામાં કાંઈક ભૂલ છે. ભૂખનુ દુઃખ મટવાનું કારણ આ હિંસા ન હોય, તેનું
કારણ કાંઈક બીજું જ છે.
ક્ષુધા મટી તે તો પૂર્વના તેવા પ્રારબ્ધના ઉદયને લીધે તેવી સાતા દેખાય છે. વર્તમાન હિંસાના પાપભાવથી તો
નવું અશુભ–પ્રારબ્ધ બાંધે છે ને તેના ફળમાં નરકના મહા ભયંકર દુઃખોને તે જીવ ભોગવશે. પાપથી દુઃખ મટે–
એમ બને જ નહિ. બહારના સંયોગો પૂર્વના પ્રારબ્ધ અનુસાર આવે છે. આ રીતે પૂર્વ પ્રારબ્ધ–કર્મ છે એમ તેનું
PDF/HTML Page 20 of 21
single page version
આત્મામાં કર્મ નથી. કર્મ ઉપર જેની દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિમાં આત્મા નથી. કર્મના ઉદય પ્રમાણે જીવને વિકાર કરવો
પડે–એમ જે માને છે તે કર્મથી ભિન્ન આત્માને નથી માનતો પણ કર્મને જ આત્મા માને છે. અહીં કર્મના ઉદય
પ્રમાણે વિકાર થાય–એ વાત તો છે જ નહિ, પરંતુ જીવના અપરાધથી જે વિકાર થાય તે પણ ખરેખર જીવ નથી,
જીવનો ઉપયોગસ્વભાવ તે વિકારથી ભિન્ન છે, વિકારમાં ઉપયોગ નથી ને ઉપયોગમાં વિકાર નથી,–એમ અહીં
ભેદજ્ઞાન કરાવવું છે.
કે જડ શરીર અને રોટલા તારા ધર્મનું કારણ છે? શરીર તે નોકર્મ છે, તે નોકર્મ અનુકૂળ હોય તો મને ધર્મ થાય–
એવી જેની દ્રષ્ટિ છે તેણે નોકર્મ સાથે આત્માની એકતા માની છે, ઉપયોગસ્વરૂપ આત્મા અને નોકર્મનું ભેદજ્ઞાન
તેને નથી. ઉપયોગસ્વરૂપ આત્મા શરીરથી અત્યંત જુદો છે, શરીર સાથે ધર્મનો સંબંધ નથી. કોઈ વાર ધર્માત્માને
પણ શરીરમાં રોગ થાય, અને અધર્મી પાપી જીવનું શરીર પણ નીરોગ હોય. શરીરમાં રોગ થાય તેથી કાંઈ
સાધકને પોતાના ધર્મમાં શંકા નથી પડતી.
સાંભળીને એમ લાગે કે વાહ! કેવી ધર્મની નિઃશંકતા! પણ જ્ઞાની કહે છે ને તે મોટો મૂઢ છે. શું તારામાં ધર્મ
થાય તેથી દિકરાનું આયુષ્ય વધી જાય? અને દિકરાનું આયુષ્ય ઓછું હોય તો શું આ જીવનો ધર્મ ચાલ્યો જાય?
ધર્મી તો આ શરીરને પણ પોતાથી તદ્ન ભિન્ન જાણે છે, તો પછી બીજાનો સંયોગ લાંબો કાળ રહે કે ઓછો કાળ
રહે––એની સાથે તેના ધર્મનો શું સંબંધ છે? ધર્મી થાય તેના પુત્રનું આયુષ્ય લાંબું જ હોય––એવું નથી અરે! કોઈ
વાર ધર્મીને પોતાને પણ દેહનું આયુષ્ય થોડું હોય. લાંબુ આયુષ્ય હોય તો જ ધર્મી કહેવાય–એમ નથી. આયુષ્ય
ટૂંકું હોય કે લાંબું હોય––પણ જેને આયુષ્ય ઉપર દ્રષ્ટિ છે તેને ધર્મ થતો નથી. ધર્મી તો જાણે છે કે આયુષ્ય મારું
નથી પણ શરીરનું છે, શરીર જડ છે, હું તો ઉપયોગસ્વરૂપ અનાદિઅનંત છું, મારા ઉપયોગના આધારે જ મારે
ધર્મ છે.–આવી દ્રષ્ટિ પ્રગટ કરવી તે ધર્મી થવાનો ઉપાય છે.
આત્માને સમજીને ભવભ્રમણથી મારો છૂટકારો થાય એવી રીત બતાવો... આત્માનું વાસ્તવિક સ્વરૂપ મને
સમજાવો.
જે કહીએ છીએ તે ધીરો થઈને સાંભળ. આ વાતની હા પાડીને રુચિ કરતાં તેમાં પરિણમન થયા વિના રહે નહીં.
આત્માને ઓળખીને તેની રુચિ અને એકાગ્રતા કરવી તે આત્માની આરાધનાનો રાહ છે. પણ તે માટે આત્માની
ખરી લગની લાગવી જોઈએ. સાચી લગની લાગે તેને આત્માનું સ્વરૂપ સમજાયા વગર રહે નહીં.